________________
વ્યાખ્યાન પહેલું: રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ
४८
તેમ જ પત્ત અને નિયોના એ બે જોડીઓ પૈકી દરેકમાંની યુક્તિનું સ્વરૂપ એકબીજાથી કઈ રીતે ભિન્ન છે તે કળી શકાતું નથી. કેટલાંક સ્થળે આપેલું દષ્ટાંતરૂપ અવતરણ મુદ્દાને સ્પષ્ટ કરતું નથી. કેટલાંક અવતરણોનો પાઠ આ ગ્રંથના તે-તે મૂળ સ્થળના પાઠથી વત્તેઓછે અંશે ભિન્ન જોવા મળે છે.
શાસ્ત્રગ્રંથોમાં તંત્રયુક્તિઓના નિરૂપણની પ્રથા કૌટિલ્ય-પૂર્વેની છે. સુશ્રુતસંહિતામાં ૩૨ અને વરíહિતામાં બે વધારાની સહિત ૩૪ તંત્રયુક્તિઓ આપેલી છે. આ પરંપરાનું મૂળ ન્યાયદર્શનના પ્રાચીનતમ ગ્રંથ ગોતમના “ન્યાયસૂત્રોમાં જરૂર શોધી શકાય. તે દર્શનનું પદ્ધતિસરનું નિરૂપણ સોળ ‘પદાર્થોના નિરૂપણરૂપે થાય છે. એક રીતે એ આખું શાસ્ત્ર વાદવિધિનું શાસ્ત્ર છે. કોઈ પણ શાસ્ત્ર વિષે જિજ્ઞાસુનો બોધ સર્વાગી અને કસદાર બને અને એ બોધ શૈક્ષણિક કે સામાજિક સ્તરે ખામીરહિત કે કાર્યસાધક બની રહે તે માટેનું એ સુવિકસિત પદ્ધતિશાસ્ત્ર બની રહે છે. કૌટિલ્યની આ ચર્ચા સાથે “અર્થશાસ્ત્રના અધ્યા૦ ૨.૨૦માંના શાસનાધિશ્વર પ્રકરણમાંની શાસનના ગુણો અને દોષોની ચર્ચા પણ સરખાવવા જેવી છે.
કૌટિલ્યની પ્રતિભા માત્ર વૈવિધ્યપૂર્ણ રાજકીય કાર્યકલાપ પ્રતાપીપણે પાર પાડવામાં જ સમાપ્ત થતી નહોતી; તેઓ ઠરેલ શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રપરંપરાપૂજક અને વત્સલ વિદ્યાગુરુ પણ હતા તે તેમના આ ગ્રંથનાં અનેક માર્મિક સ્થાનો પરથી પાકે પાયે સમજાય છે.
આ છેલ્લા અધિકરણને અંતે, ગ્રંથસમાપ્તિમાંના પ્રથમ બે શ્લોકો દ્વારા આ ગ્રંથ કે શાસ્ત્રની ફળશ્રુતિ આપી છે તે જાણવા જેવી છે. એક શ્લોકમાં કહ્યું છે કે “આંવી સર્વ તંત્રયુક્તિઓનો ઉપયોગ કરી રચાયેલું આ શાસ્ત્ર આ લોક કે આ જગતુની પ્રાપ્તિ અને રક્ષા માટે તો ખપનું છે જ; સાથોસાથ તે પરલોકની પ્રાપ્તિમાં પણ સહાયક છે. ૨” આનો અર્થ એ કે કૌટિલ્ય અધ્યાત્મની અવિરોધી, અદોષ, કર્મબંધરહિત એવી રાજનીતિના પુરસ્કર્તા અને પક્ષપાતી હતા. બીજા શ્લોકમાં કહેવાયું છે કે “ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયને આ શાસ્ત્ર પ્રવર્તાવે છે અને રક્ષે છે; એટલું જ નહિ, અધમોંને અને અર્થહાનિકારક સર્વ વહેવારોને આ શાસ્ત્ર નિવારી આપે છે. ૨૧" બીજા શબ્દોમાં કહીએ તો તે દુષ્ટશાસનનું સફળ રીતે નિરાકરણ કરવાનું સામર્થ્ય આપે છે. કૌટિલ્યના વ્યક્તિત્વમાં પડેલી જીવનપોષક ઊર્જા અને માનવતાપોષક મગરૂબીનું અહીં દર્શન થાય છે.
અગાઉ કૌટિલ્યનો પરિચય આપતાં, આ ગ્રંથના અંતમાં આપેલા ત્રિવિધ શ્લેષ ધરાવતા ઉત્તમ શ્લોકની મીમાંસા પણ ટિપ્પણ ક્ર.૧૧ની આસપાસ) કરી જ છે તે ન દોહરાવીએ. જામન્વીય-નીતિસાર ગ્રંથના આરંભના શ્લોકો પૈકીના બે શ્લોકોમાં આ શ્લોકનો સરસ પડઘો પડાયો છે.
આ શ્લોક પછી પણ મર્થરત્ર ની કેટલીક હસ્તપ્રતોમાં જે વધારાનો શ્લોક મળે છે, તેને વિષે પણ અગાઉ ચર્ચા કરી લીધી છે. અર્થશાસ્ત્રની રજૂઆત-શૈલી અને ભાષા-શૈલી : વાદ-શૈલીઃ શાસ્ત્રીય-વિષયમાત્રનાં અંગોપાંગો પરત્વે યથાર્થ બોધ પામવા માટે પ્રાચીન વિદ્યા-વર્તુળોમાં એક બહુ જ પ્રસિદ્ધ ઉક્તિ ચલણી સિક્કાની જેમ પૂરા વ્યવહારુ રણકા સાથે કહેવાતી રહેતી : વાદ્દે વાવે નાતે તત્ત્વવોધ: અર્થાતુ કોઈ સંશયગ્રસ્ત વિષયના સંદર્ભે ફરી ફરી વાદનો આશ્રય લેવાથી તત્ત્વબોધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org