________________
વ્યાખ્યાન પહેલુંઃ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ
કે માનવોચિત હોય તે પર ભાર મૂકે છે, બીજી વ્યુત્પત્તિ શાસનનાં સર્વ તંત્રોના ક્ષમતાયુક્ત કે સફળ કારોબાર માટે દંડશક્તિના પ્રમાદરહિત ઉપયોગની આવશ્યકતા પર ભાર મૂકે છે. આ બંને વ્યુત્પત્તિઓનો સમન્વય ભારતીય રાજનીતિ કેવો તટસ્થ અને સમતોલ બૌદ્ધિક અભિગમ જાળવી માનવીય બની રહે છે તે વાત સ્પષ્ટ કરે છે.
દંડનીતિ’ નામ મૂળમાં તો તે તબક્કે પડેલું જણાય છે, જયારે રાજયનું મુખ્ય કામ સજાઓ દ્વારા સમાજના વિવિધ અપરાધોનું નિયમન કરવાનું રહેતું.
એમાં ક્રાંતિ આણીને કૌટિલ્ય વ્યક્તિ અને સમાજની સમગ્ર અર્થોત્પાદન-પ્રવૃત્તિ પોષાય તેવી રીતે રાષ્ટ્રપ્રદેશનો બાધારહિત ભોગવટો એટલે કે સ્વાયત્ત વહીવટ કરવા દ્વારા સમાજનું પાલન” (રક્ષણ + પોષણ એ બંને પાસાંનું બનેલું) કરવું તેને સમગ્ર રાજકર્તવ્ય તરીકે ઓળખાવ્યું. રાજાએ કે તેના તંત્રે વ્યક્તિ અને સમાજના સર્વાગી ભૌતિક વિકાસ માટે અને તેના પાયારૂપ સર્વાગી સુવિધામાળખા (infrastructure) માટે જરૂરી આર્થિક જોગવાઈઓનું નેતૃત્વ કરવાનું અપેક્ષિત છે. આમ રાજનીતિમાં કૌટિલ્ય સ્વરાષ્ટ્રની તળ પ્રજાઓના અન્ય સર્વ પ્રકારના સામાજિક, નૈતિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક) વિકાસના પાયારૂપ વિસ્તૃત અને ભાતીગળ એવા આર્થિક ઉપાર્જનના ઉદ્યમરૂપ સ્વદેશનીતિનું પ્રાધાન્ય સ્થાપીને રાજનીતિને રચનાત્મક, શાંત અને માનવકેન્દ્રી બનાવવાની દિશા ચીંધી છે. આ મુદ્દાની વિશેષ ચર્ચા ત્રીજા વ્યાખ્યાન વખતે કરીશું. ગ્રંથનો વિષયક્રમ :
શીર્ષકની આટલી ચર્ચા પછી આ ગ્રંથના વિષયક્રમ પાછળની દૃષ્ટિ સમજીને તે ક્રમ મનમાં બરોબર ગોઠવી લઈએ. પ્રથમ કેટલીક સ્થૂળ વિગતો નોંધીએ.
ગ્રંથમાં મુખ્ય ઘટક (વિભાગો) તરીકે ૧૫ અધિકરણો છે. દરેક અધિકરણ પ્રકરણો ધરાવતાં અધ્યાયોમાં વહેંચાયેલું છે. દરેક અધ્યાયમાં એક કે વધુ પ્રકરણ” સમાવાયા છે, તો કેટલીક વાર એક જ પ્રકરણ એકથી વધુ અધ્યાયોમાં પથરાયેલું હોય છે. આ રીતે ગ્રંથના કુલ અધ્યાયો ૧૫૦અને પ્રકરણો ૧૮૦ છે. ‘અર્થશાસ્ત્ર'ના પ્રથમ અધ્યાયમાં સૂત્ર ક્ર. ૭.૨.૧૮માં ગ્રંથનો વિસ્તાર – ગદ્ય-પદ્ય મળીને – “છ હજાર શ્લોક-પરિમાણ' બતાવાયો છે. અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે ગ્રંથના અંતિમ – સંભવતઃ પ્રક્ષિપ્ત – શ્લોકમાં જણાવ્યા પ્રમાણે કૌટિલ્ય જાતે જ સૂત્રો અને તે પરનું ભાષ્ય – એમ ઉભય સ્વરૂપનો ગ્રંથ રચ્યો. પરંતુ ખરેખર ગ્રંથમાં “સૂત્ર' શબ્દના મૂળ અર્થ પ્રમાણેનાં ખરાં લક્ષણો ધરાવતાં સૂત્રોની રચના નથી. દરેક અધ્યાયમાં મુખ્યપણે ટૂંકા વાક્યો ધરાવતું સરળ ગદ્ય અને મોટે ભાગે અધ્યાયને છેડે પ્રાસંગિક પદો મળે છે. આમાં સૂત્ર અને ભાગ્ય એવા ભિન્ન ભાગો જોવાને અવકાશ જ નથી. દરેક પ્રકરણના નામને સૂત્ર ગણવાનું કોઈકે કરેલું સૂચન તો સાવ જ બાલિશ ગણાય. ગ્રંથમાંનાં કુલ પદ્યો ૩૮૦ છે. આમાંનાં અનેક, અન્ય ગ્રંથોમાંથી લીધેલાં હોવાનું જુદી-જુદી રીતે સ્પષ્ટ થાય છે. તો વળી કેટલાંય પદ્યો કૌટિલ્ય પોતે રચેલાં હોવાનું પણ સમજાય છે.
ગ્રંથનું કદ છ-હજાર શ્લોકપરિમાણ (શ્લોક = અનુરુપ છંદના ૩૨ અક્ષર) હોવાની વાતમાં પણ કંઈક ચૂક જણાય છે. ગઘાત્મક કે ગદ્યપદ્યાત્મક ગ્રંથોને શ્લોક-પરિમાણમાં બતાવવાની પ્રાચીન-ભારતીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org