________________
કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
બારમા અધ્યાયમાં દાંપત્યસંબંધી ગંભીર અપરાધોનું જે નિરૂપણ છે, તેમાં સ્ત્રી અને પુરુષ બંનેના દોષોની તેમની સમતોલ જાણકારીની પણ પ્રતીતિ થાય છે. તે સાથે સ્ત્રીઓ પ્રત્યે પુરુષો દ્વારા આચરાતા અતિ-ગંભીર દુરાચારો વિષેની તેમની તીવ્ર સંવેદનશીલતા પણ જણાય છે. ત્રીજા અધિકરણને અંતે જેમ પ્રકીર્ણ સામગ્રી આપી છે, તે જ રીતે જ વિવિધ ક્ષેત્રનાં અતિચરણો માટેના દંડનું નિરૂપણ આ અધિકરણના છેલ્લા તેરમા અધ્યાયમાં આપ્યું છે. આ પરથી પોતાનું નિરૂપણ બને એટલું સર્વાગી રહે તે માટેની ગ્રંથકર્તાની ખાંખત ઊપસી આવે છે.
પ્રકીર્ણ વિષયો સાથે કૌટિલ્યનું અનુભવે ઘડાયેલું ને ઘૂંટાયેલું યુગધર્મરૂપ સુસ્થિર રાજનૈતિક નિદાન સમજવાની ચાવી પણ પાંચમા અધિકરણમાં મળે છે. તેનું “યોવૃત્તમ્' એવું શીર્ષક અર્થઘટન કરનારનું કંઈક પરીક્ષણ જરૂર કરે છે. થોડા શબ્દ કૌટિલ્ય દ્વારા પ્રાયઃ “ગુપ્ત આચરણ”, “ગુપ્ત યુક્તિ એવા અર્થમાં આ ગ્રંથમાં સ્થાને-સ્થાને વપરાતો જણાય છે. પણ એ શબ્દ આ ગ્રંથમાં પણ, મૂળમાં યોગદર્શનમાંના જ યોગ શબ્દનો પાયાનો અર્થ પણ બધે સમાવે છે; એ અર્થ છે “ચિત્તવૃત્તિનો અર્થાત્ ચિત્તના આવેગોનો નિરોધ (પ્રસાદન કે શમન), અને તેમાંથી સધાતી ચિત્તની વસ્તુલક્ષી અનન્ય એકાગ્રતા'. એટલે અહીં યોવૃત્તિનો અર્થ એકાગ્ર વર્તન, એટલે કે એકાગ્રતાથી કે સાવધાનીથી સાધવા લાયક ઉપાય કે હાથ ધરવાની કાર્યવાહી – એવો કરવો યોગ્ય લાગે છે. ગ્રંથના આયોજનની દષ્ટિએ સ્વદેશનીતિની ચર્ચાનું આ છેલ્લું અધિકરણ છે. કૌટિલ્ય જે વિષય હાથમાં લે છે, તેનાં બધાં પાસાં વિષે મહત્ત્વનું બધું જ કહેવાઈ જાય તેવી તીવ્ર વૃત્તિ ધરાવે છે. એટલે આગલાં અધિકરણોમાં ગમે તે કારણે જે બાબતો સમાઈ શકી ન હોય, તે બધી બાબતો, એનું મહત્ત્વ સમજીને, છેલ્લે પરિશિષ્ટ જેવા અધિકરણમાં પણ કહેવાનું ચૂકતા નથી. એ દષ્ટિએ આ અધિકરણ મુકાયું જણાય છે – કોઈ મહત્ત્વના કામ માટે મોકલાતી વ્યક્તિને છેલ્લે અપાતી બાકી રહેતી અગત્યની વ્યવહારુ સૂચનાઓ(tips)ની જેમ.
કૌટિલ્ય પોતે “પ્રામાણિક એટલે કે શુદ્ધ બૌદ્ધિક તરીકે પોતાના દેશ-કાળમાં મનુષ્યના શ્રેય માટે રાજાની રાહબરીવાળી દંડનીતિને કે શાસનક્રિયાને અનિવાર્ય સમજે છે. એ રાજાશાહી સમયે-સમયે ઊભા થતા પડકારોમાં ટકી રહે તે માટેની કેટલીક મહત્ત્વની, અનુભવસિદ્ધ વાતો આ અધિકરણમાં સમજદારોની ગાંઠે બંધાવાઈ છે. તેમાંના કુલ છ અધ્યાયોમાં અનુક્રમે અતિદુષ્ટ અધિકારીઓનો ગુપ્ત નિગ્રહ કે વધ, આપત્તિકાળમાં રાજયનો કોશ (ખજાનો) પૂરતો સમૃદ્ધ કરવાના વિવિધ લૌકિક કે વહીવટી ઉપાયો, સમગ્ર રાજશાસન ટકી રહે તે માટે નાના-મોટા સર્વ રાજયકર્મચારીઓના નિર્વાહ વાજબી રીતે સધાય તેવા પગાર માટેની પાકા-પાયાવાળી નીતિ અને જોગવાઈ, રાજસેવકોએ ખૂબ જવાબદારીપૂર્વક સાચવવાની રાજા પ્રત્યેની શિસ્ત (બે અધ્યાયમાં), રાજાના મૃત્યુ સમયે શાસનવ્યવસ્થા તૂટી પડ્યા વગર એકધારી જળવાઈ રહે અને કાર્યદક્ષ એવો ચાલુ રાજવંશ પણ અકારણે પ્રજાનિષ્ઠ રાજપદથી વ્યુત થયા વિના લોકહિતાર્થે ટકી રહે તે માટેની રાજકીય પ્રક્રિયાઓ – આટલા, ખૂબ જ પાયાનું મહત્ત્વ ધરાવતા સ્વદેશનીતિસંબંધી વિષયો ચર્ચાયા છે. આમાંના છઠ્ઠા અધ્યાયમાં ગૂંથાયેલી એક ઉત્તમ ચર્ચા રાજાશાહી પ્રત્યેની કૌટિલ્યની અપ્રતિમ બુદ્ધિપૂત નિષ્ઠાની પ્રતીતિ કરાવે છે.
છ “ઇનયોનિ' નામનું અધિકરણ માત્ર બે જ અધ્યાયનું હોવા છતાં ગ્રંથકારની વિષય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org