________________
કામકાજ
કહાન રત્ન સરિતા
એ વાર્તાઓ તો બધી એવી આવે કે ભાઈ ! એક ચૂડેલ ને ડાકણ એવી હતી કે પરીનું રૂપ લઈને આવી. બહુ સ્વરૂપવાન સ્ત્રી થઈને આવી. (એટલે એને મોહ થાય. પછી એને એ ભરખી ગઈ ! આવી બધી વાર્તા આવે. એનો અર્થ શું છે ? કે ડાકણ ને ચૂડેલ કોઈ પણ રૂપમાં હોય પરંતુ જો એની જાત ઓળખાઈ જાય તો વાત પૂરી થઈ ગઈ. પછી એની સુંદરતા ઉપર મોહ થતો નથી.
મુમુક્ષુ :- શુભરાગ ધર્મના અંચળા નીચે આવે છે ને
પૂજ્ય ભાઈશ્રી - હા, શુભરાગ છે એ ધર્મના આંગળા નીચે, અંચળા નીચે આવે છે.
મુમુક્ષુ - આકરું પડે !
પૂજ્ય ભાઈશ્રી :- એવું સાંભળ્યું નથી એટલે આકરું પડે છે. બીજી રીતે સાંભળ્યું છે . આ કરવા જેવું છે, આ તમે કરો, આ ધર્મનું કારણ છે, ધર્મનો પાયો છે, આમ કરતાં તમને ધર્મ થશે; પરંપરાએ થશે, ફલાણું... ઢીકણું.... એમ અનેક રીતે એને એવું ઊંધું નાખ્યું છે, એટલે એને આકરું પડે છે. બાકી મીઠું અમૃત જેવું છે !! શુદ્ધાત્મામાં દોરી જનાર છે, એ આનંદ અમૃતનું પાન કરાવનાર છે. સહજ, સરળ અને સુગમ છે. એવું આકરું નથી કાંઈ.
જેણે કોઈ દિવસ) લોહી ન જોયું હોય ને એ ઓપરેશન કેમ જોઈ શકે ? થોડુંક લોહી નીકળે ત્યાં એને અરેરાટી થતી હોય, કાંટો વાગે ને લોહી નીકળે ને છરી વાગે ને લોહી નીકળે તો આમ ભાળી - (જોઈ) ન શકે. એ (ઓપરેશનમાં) સીધો આમ ધારદાર છરીથી ફુવારો ઊડે એવી રીતે કાપ મૂકે . એ કેમ જોઈ શકે ? આ દાક્તર છે ને એને તો સહજ થઈ ગયું છે. એક સાયકોલોજી એની તૈયાર થઈ ગઈ - માનસ એનું એ રીતે ઘડાઈ ગયું. ફટ કરતો મૂકે ચેકો ! ઓલો રાડ બૂમ પાડે એ એને દેખાય જ નહિ ને સંભળાય જ નહિ ! આ ગુમડા ને ચેકો મારે છે, દબાવે છે. અડી ન શકાય એને એ ફટ કરતું ધારદાર ચપ્પ મૂકે. આમ તરબૂચમાં મૂકેને એવી રીતે મૂકે છે !
(અહીંયા) કહે છે કે એ તો એક માનસિક તેયારીનો સવાલ છે. સમજણમાં એક માનસિક તૈયારી થઈ ગઈ કે આ શુભરાગની ગમે તેટલી પ્રશંસા, વખાણ