________________
પાઠન અને ટીકા-ટિપ્પણ ઉપરથી તેમ જ પ્રસ્તુત સમીક્ષામાં કરવામાં આવેલા તે તે ગ્રન્થના વિસ્તૃત નિરૂપણ અને વિવેચન ઉપરથી સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ.
પ્રાચીન હસ્તલેખનયુગના સમયને વટાવી આપણે અર્વચીન મુદ્રણયુગમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે પણ સૌથી પ્રારંભમાં જ આપણને હેમાચાર્યના ગ્રન્થમાંના કેટલાક અતિ ઉપયોગી ગ્રંથનું પ્રકાશન થએલું જોવા મળે છે. ભારતની પ્રાચીન વિદ્યાના જિજ્ઞાસુ એવા પશ્ચિમીય દેશોના વિદ્વાનેને જે હેમાચાર્યના ગ્રંથને પરિચય થાય છે કે તે જ તે ગ્રન્થનો અભ્યાસ અને ઉદ્ધારકાર્ય શરૂ થાય છે. હેમાચાર્યની કૃતિઓમાંથી સૌથી વધારે અને વહેલી પ્રસિદ્ધિ બે કૃતિઓને મળી છે. તેમાંની પહેલી કૃતિ તે અભિધાનચિન્તામણિ નામે સંસ્કૃત શબ્દકોષ, અને બીજી કૃતિ તે પ્રાકૃત વ્યાકરણના નામે સિદ્ધહેમશબ્દાનુશાસનને અષ્ટમોધ્યાય. સંસ્કૃત ભાષાના જેટલા જૂના શબ્દો છે તેમાં સૌથી પ્રથમ સ્થાન પ્રાચીનતાની દૃષ્ટિએ અમરકેષને મળે છે અને તે પછીનું બીજું
સ્થાન વધુ ઉપયોગિતાની દૃષ્ટિએ હેમાચાર્યના અભિધાનચિન્તામણિને મળે છે. અભિધાનચિન્તામણિષને, જેને તેમ જ જૈનેતર બંને પક્ષના વિદ્વાને, સરખે ઉપયોગ અને અભ્યાસ પ્રાચીન સમયથી જ કરતા રહ્યા છે. એ કોષની આવી પ્રસિદ્ધિ જોઈને, સૌથી પ્રથમ કલકત્તામાં, કલાક સાહેબની આજ્ઞાથી વિદ્યાકરમિશ્ર નામના વિદ્વાને વિકમ સંવત ૧૮૬૪ (ઈ. સ. ૧૮૦૮) માં એને છપાવીને પ્રકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org