________________
*
અભ્યાસક છે. સંસ્કૃતસાહિત્યવિષયક એમનું અધ્યયન તે ખૂબ વિસ્તૃત અને તલસ્પર્શી છે જ પણ તે સાથે પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુર્જર ભાષાનું એમનું અધ્યયન પણ એટલું જ મૌલિક અને અન્તઃપ્રવિષ્ટ છે. હેમચંદ્રાચાર્ય રચિત વાડ્મયની સમીક્ષા કરવા માટે એ સમુચિત અધિકારી છે. યશેષ્ટ શ્રમ અને વિશિષ્ટ અધ્યયન કરી એમણે પ્રસ્તુત પુસ્તકનું આલેખન કર્યુ છે. એ દ્વારા ગૂર્જર જ્ઞાનપિપાસુઓને કલિકાલસર્વજ્ઞની જ્ઞાનેાપાસનાના સર્વાંગીણુ અને સુમેષ પરિચય કરાવવાને અભિનદનીય પ્રયત્ન તેમણે કર્યો છે.
હેમચન્દ્રાચાય પ્રાચીનભારતના એક બહુ જ ભાગ્યશાલી ગ્રન્થકાર છે. સિદ્ધરાજ અને કુમારપાલ જેવા ગુજરાતના સુવ યુગના સર્વશ્રેષ્ઠ એ નૃપતિઓએ એમને ગ્રન્થપ્રણયનમાં કેવળ ઉદાર એવા રાજ્યાશ્રય જ નહિ આપ્યા હતા પરંતુ અતિભક્તિપૂર્વક પ્રાર્થના કરીને એમને સાહિત્યસર્જનમાં ભવ્ય પ્રેરણાએ પણુ આપી હતી તથા એમની કૃતિઓને અદ્ભુત રીતે સમ્માનિત કરી લેાકપ્રતિષ્ઠિત પણ કરાવી હતી. સિદ્ધરાજ અને કુમારપાલ અનેએ એમના ગ્રન્થાની લાખા–કરાડા રૂપિયા ખર્ચી અસંખ્ય પ્રતિલિપિ`ા કરાવી અને આખાય ભારતના સુવિશ્રુત ભારતીભડારામાં એ પ્રતિલિપિ સ્થાપિત કરાવી. ગુજરાતના એવા ગૌરવસૂચક જ્ઞાનભંડારામાં સાક્ષાત્ હેમચન્દ્રાચાર્યાંના જ જીવનકાલમાં લખાયેલી એમની કેટલીક ગ્રન્થકૃતિએ આજે પણ ઉપલબ્ધ થાય છે જે ગુજરાતી પ્રજાની એક મેટામાં માટી અને અસાધારણુ મૂલ્યવાન સંપત્તિ ગણી શકાય. રાજયાશ્રય ઉપરાંત લોકપ્રિયતા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org