Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
આપણું વિવેચનસાહિત્ય-આબુવાલા શેખ આદમ મુલાં શુજાઉદ્દીન
આપણું વિવેચનસાહિત્ય (૧૯૩૯): હીરા કે. મહેતા | હીરા રા. પાઠકને આ શોધપ્રબંધ છે. એમાં નર્મદથી શરૂ કરી નવલરામ, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ, નરસિંહરાવ, ગવર્ધનરામ, કે, હ. ધ્રુવ, આનંદશંકર ધ્રુવ, બ. ક. ઠાકાર, નહાનાલાલ સહિત મુનશી સુધીના વિવેચકોના કાર્યનું વૈયકિતક પ્રદાન પાસવામાં અાવ્યું છે. આ તપાસમાં વિવેચનદૃષ્ટિને નહીં પણ ઇતિહાષ્ટિને પ્રયોજી છે; અને એમ ગુજરાતી વિવેચનવિકાસનો આલેખ આપવાનો પ્રયત્ન થયો છે.
ચં.ટો. આપણે ઘડીક સંગ (૧૯૬૨): દિગીશ મહેતાની પ્રયોગશીલ લઘુનવલ. કોલેજકન્યા અર્વાચીના અને પ્રોફેસર શૂટિનાં પ્રણયરસગપણના વરનુને અહીં અમદાવાદના શહેરી જીવનની પડછે હળવી ગંભીર શૈલીએ મૂર્ત રૂપ મળ્યું છે. પાત્ર કે પરિસ્થિતિ પરત્વે લેખકની વક્રતા અને એમને વ્યંગ્ય વિનોદને પ્રેરે છે, છતાં એકંદરે લાગણીને પુટ આ હાસ્યકથાને વિશિષ્ટ બનાવે છે.
ચ.ટા. આપણા ધર્મ (૧૯૧૬): આનંદશંકર બાપુભાઈ ધ્રુવને ભારતીય તત્ત્વદર્શનનો ગ્રંથ. શાસ્ત્રો, પુરાણામાંથી ધર્મનાં તત્ત્વોની ચર્ચા અહીં કેન્દ્રસ્થાને છે. કર્મયોગ', 'પુરુષાર્થ’, ‘અધિકાર અને અભદ', 'શ્રમ વ્યવસ્થા’ અને ‘મૂર્તિપૂજા’ જેવા મુદ્દાઓની ચર્ચામાંથી તેઓ મૂળ હાર્દને-મર્મને સમજાવતા જણાય છે. ‘કેનોપનિષદ', ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા', “અષ્ટાદશશ્લોકી ગીતા', પ દર્શન’ જેવા લેખામાંથી જે તે ગ્રંથનું હાર્દ ઊપસે છે; તા ‘ખાંડાની ધાર', 'ચાંદલિયા’ વગર નrવેદનમૂલક આસ્વાદ- લેખા છે. કેટલાક લેખ પ્રશ્નોની ભૂમિકા ઉપસ્થિત કરીને એના નિરાકરણ રૂપે લખાયેલા છે – જેવા કે “કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?’, ‘ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી હતા કે તેથરવાદી?', ‘વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ?” વગેરે. ભારતીય ધર્મ, તત્ત્વદર્શનના કેટલાક મુદ્દાઓને ચર્ચતા આ સંચય ગુજરાતીમાં ધર્મ અને તત્વવિચારણાના ચિનગ્રંથ તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
બ.જા. આપણે વાર અને વૈભવ (૧૯૬૧): મનુભાઈ પંચોળી - ‘દર્શક’નું પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું આ અધ્યયન તત્કાલીન પ્રજાજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શ છે. આ અધ્યયન રાજકીય ઇતિહાસ નથી, સાંસ્કૃતિક ઇતિહાસ છે. વેદયુગીન ભારતીય સંસ્કૃતિથી માંડીને હર્ષવર્ધન (ઈ. ૧૪૭) સુધીના ભારતના સાંસ્કૃતિક જીવનનું અહીં નિરૂપણ થયું છે. ઇતિહાસની તથ્થલક્ષિતાની સાથોસાથ એની દાર્શનિક દૃષ્ટિભૂમિ પણ લેખકે અહીં પૂરી પાડી છે. સમગ્ર ગ્રંથ તેર પ્રકરણોમાં વહેંચાયેલા છે. પહેલા પ્રકરણમાં
વેદના આધારે આર્યોની સંસ્કૃતિનું નિરૂપણ થયું છે. બીજા અને ત્રીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યો વચ્ચેના સંબંધની પૂર્વભૂમિકા, તેને વિકાસ, તેના પુરસ્કર્તાઓ વગેરેનું વાલ્મીકિ,
વ્યાસ વગેરેનાં દૃષ્ટાંતો દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે. ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગમાં યજ્ઞાદિના થયેલા વિકાસનું નિરૂપણ છે. પાંચમ અને છઠ્ઠા પ્રકરણમાં મહાભારત, ઉપનિષદ વગેરે ગ્રંથે, તેમાંનું વાતાવરણ, તેમાં વ્યકત થયેલાં વિધાનને સંદર્ભ આદિ રજૂ કરવામાં આવ્યાં છે. સાતમું પ્રકરણ બુદ્ધ અને મહાવીરના આચારવિચારોનું તુલનાત્મક અધ્યયન છે. નવમાં પ્રક્રણમાં આર્યોની સંસ્કૃતિનાં ચાર મુખ્ય અંગો-વિવિધતામાં એકતા જોવાની દૃષ્ટિ અને અહિંસા, સ્ત્રી-સન્માન, વર્ણાશ્રમવ્યવસ્થા, તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ –બાબતે ઉલ્લેખ થયો છે. દસમાં પ્રકરણમાં વેદયુગથી માંડીને બુદ્ધ સુધીની વિવિધ રાજ્યપદ્ધતિઓનું નિરૂપણ છે. અગિયારમાં પ્રકરણમાં હિંદુસ્તાનની અંદર અને એની બહાર એશિયામાં બૌદ્ધભિક્ષુકા, શિલ્પીઓ, વ્યાપારીઓ વગેરેએ સંસ્કૃતિને વિસ્તાર કઈ રીતે સાધ્યો તે દર્શાવવામાં આવ્યું છે. બારમાં અને તેમાં પ્રકરણમાં “અશ્વમેધ-પુનરુદ્ધારયુગ'નું,-લગભગ છ વર્ષના ઇતિહાસનું નિરૂપણ છે. આમ, વેદ પૂર્વેના યુગથી માંડીને મધ્યકાળ સુધીના સાંસ્કૃતિક ઇતિહાસનું નિરૂપણ કરતો આ ગ્રંથ નોંધપાત્ર પ્રદાન છે.
હ,ત્રિ. આપની યાદી: પ્રણય અને ભકિતના સંયોજનમાંથી રંગદર્શી ઇબારત રચતી કલાપીની અત્યંત લોકપ્રિય સૂફીવાદી ગઝલ.
ચં.ટો. આપાભાઈ હમીરભાઈ : વસમી વેળાના વીર' (૯૭૪) ના કર્તા.
નિ.વા. આકિકાવાળા આદમ બી. : ‘ારતની સુંદરી યા તો વિધવાની વરઘોડો' (૧૯૨૬) પદ્યકૃતિના કર્તા.
આબુવાલા શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન, 'શેખાદમ' (૧૫-૧૦૧૯૨૯, ૨૦-૫-૧૯૮૫): કવિ, નવલકથાકાર. અમદાવાદમાં જન્મ. ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક. 'ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા. ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધી પશ્ચિમ જર્મનીમાં નિવાસ. ત્યાં ‘વાઇસ ઑફ જર્મની’ માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દીઉ સવિસનું સંચાલન કર્યું. ભારતમાં પરત આવ્યા પછી પત્રકાર રહ્યા. આંતરડાની બીમારીથી અવસાન.
“ચાંદની' (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલને પ્રથમ કાવ્યસંગ્રહ છે. તેમાં સંસ્કૃત છંદો અને ગઝલ પર એમનું પ્રભુત્વ જણાય છે. “અજંપ' (૧૯૫૯), 'હવાની હવેલી' (૧૯૭૮), “સોનેરી લટ' (૧૯૫૯), 'ખુરશી' (૧૯૭૫), ‘તાજમહાલ' (૧૯૭૨) એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદને, આરતભરી અભિવ્યકિત, સૌંદર્યને કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગેની લીલાનું ચાતુર્ય છે. રાજકીય-સામાજિક વિષય પર કટાક્ષ કરતાં એમનાં ‘ખુરશી કાવ્યો' નોંધનીય છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૫
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org