Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
આનંદપ્રસાદ ત્રિકમલાલ – આપણું એવું
આ કોશ ગુજરાતી ભાષામાં પહેલો છે. લગભગ ૧,૦૦૦ ઉપરાંતની સંજ્ઞાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો. ' છે. દરેક અંગ્રેજી સાહિત્યસંજ્ઞા સાથે ગુજરાતી પર્યાય, એ સંજ્ઞાની સમજૂતી અને એની સમજૂતી માટેનું શકય હોય ત્યાં ગુજરાતી ઉદાહરણ આપેલું છે. આ સંજ્ઞાઓ તૈયાર કરવામાં અન્ય કોશેની સંજ્ઞાઓનો સાર રૂપે, કયારેક કોઈક પુસ્તકની સામગ્રીને આધારે, કયારેક રસ્વતંત્ર રીતે એમ વિવિધ સ્તરે લેખન થયું છે. કોશનું ધ્યેય સંશોધનવિવેચનમાં પર્યાયની નિશ્ચિતતા, સાથે સાથે વર્ણનાત્મક ઓજારો પૂરાં પાડવાનું છે.
એ.ટો. આનંદપ્રસાદ ત્રિકમલાલ: ‘રાણકદેવી' (૧૮૮૩) વાર્તાના કર્તા.
નિ.. આનંદપ્રસાદજી: પદ્યકૃતિ 'શ્રી કીર્તનરત્નમાળા' (૧૯૩૪) ના કર્તા.
હત્રિ. આનન્દપ્રિય: જુઓ, ઠક્કર નંદલાલ મોહનલાલ. આનંદમીમાંસા (૧૯૬૩): રસિકલાલ છો. પરીખના આ ગ્રંથ મ. સ. યુનિવર્સિટીના ઉપક્રમે અપાયેલાં મહારાજા સયાજીરાવ વ્યાખ્યાનમાળાનાં ત્રણ વ્યાખ્યાનનું ગ્રંથસ્થ સ્વરૂપ છે. ભારતીય તત્ત્વવિચારની ત્રણ મુખ્ય સમરયાઓ સત્ ચિત્ અને આનંદ પૈકી આનંદતત્ત્વ પર અહીં લેખકે દાર્શનિક મીમાંસા કરી છે. આનંદ-મીમાંસાના કેન્દ્રમાં અભિનવગુપ્તની રસમીમાંસા અને તેમાંના ‘આનંદમય સંવિદનો ખ્યાલ છે. આ વિચારણામાં પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસાના સૌન્દર્યના ખ્યાલને પણ સમુચિત વિનિયોગ થયો છે. ભારતીય પરંપરામાં કાવ્યાનંદને બ્રહ્માનંદસહોદર ગણવામાં આવ્યો છે. આ બંને આનંદમાં મૂલગત તત્ત્વ કર્યું છે તેની ચર્ચા કરી લેખક એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે, આનંદનું મૂલગત તત્ત્વ ભૂમાં એટલે કે સુખ છે. ભૂમાની દૃષ્ટિએ વિચારતાં તેઓ એવો નિર્દેશ કરે છે કે પ્રમને આનંદ, જ્ઞાનોપાસનાને આનંદ, નિષ્કામ કર્મના આનંદ તથા અધ્યાત્માનંદ-આ બધાંમાં ‘ભૂમાનું તત્ત્વ છે. એમના મતે ભૂમા =સુખ એ માનવચિત્તની એક સહજ પ્રેરણા છે અને જો આ પ્રેરણા બીજી પ્રેરણાઓને વશ કરે તો માનવનું ઊર્ધ્વીકરણ વિશાલીકરણ-અ તીક્રણનું તનામાં સામર્થ્ય છે. પારિભાષિક એકસાઈ, વિષયાનુરૂપ ભાષા, ભારતીય તેમ જ પાશ્ચાત્ય તત્ત્વવિચાર અને સૌંદર્યવિચારનું અધિકૃત જ્ઞાન અને વિષયની શાસ્ત્રીય રજૂઆત એ લેખકના મહત્વના ગુણો છે. સોંદર્યશાસ્ત્ર વિશેના ગુજરાતીના અલ્પ સાહિત્યમાં આ ગ્રંથ એક નોંધપાત્ર ઉમેરો છે.
હત્રિ. આનંદ વિજયરાજ: ‘જાસૂસકથા' માસિકમાં પ્રગટ થયેલી રહસ્યકથાઓ “ખતરનાક ખેલ' (૧૯૬૪), ખૂની પડછાયો' (૧૯૬૫), ખૂની ટોળકી' (૧૯૬૫), “ખેફનાક રહસ્ય’, ‘ટ્રેનમાં લાશ', મતને સોદાગર’ અને ‘સનસનાટી'ના કર્તા.
૨.૨,દ.
આનંદી ઈશ્વર: ‘અક્ષરયાત્રા–અક્ષરગીત' (૧૯૫૮), 'અક્ષરગીતો’ (૧૯૧૯)ના કર્તા.
હ... આપણા કવિઓ (૧૯૪૨): નરસિંહયુગની પહેલાંના કવિઓની માહિતી આપતા કેશવલાલ કાશીરામ શાસ્ત્રીને ગ્રંથ. અહીં ઉઘાટનમાં આર્યોના આગમનથી છેક અપભ્રંશ ભાષા સુધીને વિકાસ-આલેખ આપી ગૌર્જર અપભ્રંશની પ્રથમ તેમ જ દ્વિતીય ભૂમિકાના કવિઓને અને પછી રાસયુગના કવિઓના પરિચય આપ્યો છે. અંતમાં ૧૫ માં શતકના ગદ્યસાહિત્યને નિરૂપ્યું છે. ભાષા અને સાહિત્યસ્વરૂપની લાક્ષણિકતાઓની સદૃષ્ટાંત ચર્ચા કરતું આ પુસ્તક આધારસામગ્રી તરીકે અત્યંત મહત્ત્વનું છે.
ચં.દા. આપણાં સાક્ષરરત્ન – ૧-૨ (૧૯૩૪-૩૫): પ્રથમ ૧૯૨૪માં છપાયેલ ગ્રંથ સાહિત્યમંથનમાંથી થોડું કાઢી બીજું ઉમેરી. તેનાં કવિ ન્હાનાલાલે બનાવેલાં બે પુસ્તક. “પૂર્વાચાર્યાનાં, સમકાલીનોનાં અને ન્હાનેરાઓનાં ગુણપ્રવચનો આ ગ્રંથમાં છે. જવાનોને બિરદાવ્યા છે, સાવડિયાને વંદ્યા છે, વૃદ્ધોને પૂળ્યા છે.” – એ કવિના શબ્દોને બંને પુસ્તકોમાંની સામગ્રી આમ તો એકંદરે સાચા ઠરાવ છે; પણ પૂર્વજા અને અનુગામીઓ પ્રત્ય કવિ જેટલા ઉદાર જણાય છે તેટલા ઉદાર સમકાલીના પરત્વ દેખાતા નથી એવી છાપ એમણે નરસિંહરાવ, રમણભાઈ અને બળવંતરાય ઠાકોર પરત્વે બે-એક વ્યાખ્યાન-લેખામાં કાઢેલા ઉદ્ગાર પરથી પડે છે. મધ્યકાલીનમાં મીરાં, પ્રેમાનંદ તેમ જ દયારામ અને અર્વાચીનમાં દલપતરામ, નર્મદાશંકર, નવલરામ, ગોવર્ધનરામ, કાત, ત્રિભુવન પ્રમશંકર તેમ જ લલિત અહીં કવિ પાસેથી એમની લાક્ષણિક વાણીમાં જ કદર-બૂઝ પામ્યા છે તેમાં ન્હાનાલાલની સહૃદયતા અને આવશયક અભ્યાસશીલતાનાં દર્શન થાય છે. મિત્રો અમૃતલાલ પઢિયાર અને કાન તેમ જ નૃસિહ વિભાકર વિશેનાં વ્યાખ્યાનમાં છે તે વ્યકિતઓના વ્યકિતત્વને પણ દલપતરામ અને નર્મદ પરનાં વ્યાખ્યાનોની જમ કવિએ સારી અંજલિ આપી છે. ત્રિભુવન કવિના 'કલાપીને વિરહની અને લલિતના બે કાવ્યસંગ્રહોની કિવિએ લખેલી પ્રસ્તાવનાઓ તે બઉ કવિઓની વિશિષ્ટતાઓ સાથે તેમની મર્યાદાઓ પણ નિર્દેશ આપતા, સદ્ ભાવપૂર્ણ છતાં સ્વસ્થ અને સમતોલ સાહિત્યમૂલ્યાંકનના સારા નમૂના છે. સારો નમૂને નથી એક ફૂલપાંદડી' (પૃથુ શુકલ રચિત)ને પ્રવેશક, જેમાં એક આશાસ્પદ નવીનની પીઠ થાબડવા જતાં રસ્વસ્થતા અને સમતુલા દીક પ્રમાણમાં ચુકાઈ ગયેલી છે.
અ.રા. આપણું એવું: પબ્લિક ટેલિફોન બૂથમાં અજાણ્યા અવાજ અને એક રાહદારી વચ્ચેની પરિસ્થિતિ ઊભી કરી માનવસંબંધ અને એકલતાભીતિની આસપાસ ચાલતું મધુ રાયનું એકાંકી.
રાંટો.
૨૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org