________________
ઉપઘાત
સમજવાની જરૂર.
કોઈ પણ સમાજને સમજવા માટે તેમના સ્થાન પર જવાની ખાસ જરૂર છે. અભ્યાસ કરવા માટે બારીક અવલોકન કરવાની જરૂર છે અને કોઈ પણ હકીક્ત આદરવા પહેલા આપણું સંસ્કારને અભ્યાસ, આપણે આદર્શોને સ્પષ્ટ ખ્યાલ અને આપણું વ્યવહારને પરિવર્તન આપવામાં રાખવી જોઇતી સંભાળની બહુ જરૂર છે. પાશ્ચાત્ય બધું નિંદનીક નથી, પિર્વોત્ય બધું સાર્વત્રિક થઈ શકે તેવું નથી, હવે આપણે વ્યવહાર આખી દુનિયા સાથે કરવાનું છે એટલે અસલની પેઠે હિંદુસ્થાનમાં દરવાજા બંધ કરીને બેસી શકીએ તેમ નથી; એની સાથે આપણે જે કાંઈ પૂર્વસંસ્કારી રહ્યા છે તે ખેાઈ નાખીએ તે અન્યને આપવાની આપણી પાસે બીજી કઈ ચીજ નથી, એ ચીજ બેઈ બેઠા પછી સાંપડવી લગભગ અશક્ય છે અને અત્યારે તે સ્થિતિ એવા પ્રકારની છે કે ઘણુંખરૂં સમજ્યા વગરનું અનુકરણ થાય છે, રહસ્ય પ્રાપ્ત કરવાને બદલે ઉપર ઉપરને ભપકે આદરી દેવાય છે અને ઠેકાણાં વગરનું ગાડું આમતેમ ઘસડાયા કરે છે, આપણી અત્યારની સ્થિતિ હોકાયંત્ર વગરના વહાણ જેવી છે. આપણે આ મહા પરિવર્તન કાળમાં બહુ વિચાર કરવાની જરૂર છે, ઘણું જેવા જાણવાની જરૂર છે અને ચોક્કસ પગલે અને ધારેલે હિસાબે આગળ વધવું હોય તે મુસાફરી કરવાની ખાસ જરૂર છે. દેશાટનના લાભ.
ચતુરાઈ પ્રાપ્ત કરવા માટે અસલના જાણીતા નીતિના સંસ્કૃત વાર્તિકમાં જે અનેક સાધને બતાવ્યાં છે તેમાં અગ્રસ્થાન દેશાટનરને આપવામાં આવ્યું છે તે તદ્દન એગ્ય લાગે છે. દેશાટન કરવાથી અનેક પ્રકારના મનુષ્ય સ્વભાવને અભ્યાસ થાય છે, જુદા જુદા રીતરિવાજો જાણવામાં આવે છે અને ખાસ કરીને આપણે જાત ઉપર ઘણે વિશ્વાસ આવે છે. બહારગામ ગયા પછી આપણે આપણું પિતાને ઉપર આધાર રાખવો પડે છે. આપણામાં કઈ શક્તિઓ છુપાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com