________________
૮૧
મને તરછેડત નહિ. આમ અજાણતાં વુલ્સીએ ભીષણ સત્ય ઉચ્ચાર્યું હતું. ઈંગ્લેન્ડ, તેની સંસ્થાએ, તેનું સ્વાતંત્ર્ય એ સર્વને વીસરી જઈ પાર્લમેન્ટને ઠાકરે મારી વુલ્સી રાજ્યભક્ત મટી રાજભક્ત બન્યા હતા, અને ટયુડરાથી નિરંકુશ સત્તાના રસ્તે મેાકળા કરી ગયા હતા; છતાં તે જમાનાના એ મહાપુરુષ હતા એ નિર્વિવાદ છે.
22.
છ રાણીઓઃ કેથેરાઇનથી . હેનરી કેવી રીતે છુટા થયા, તે ધર્માંદ્ધારના પ્રકરણમાં કહેવામાં આવશે. કૅથેરાઇનને કાઢી મૂક્યા પછી રાજા એન એલીનને પરણ્યા, પણ તેના ઉપર વ્યભિચારના આરાપ મૂકી તેણે તેને વધ કરાવ્યા. પછી તે જેન સીમુરને પરણ્યા. તે એક પુત્રને જન્મ આપી મરણ પામી. તેના પ્રધાન ટામસ ક્રોમ્બેલે રાજદ્વારી કારણેાસર. જર્મન ઠાકારની કુંવરી એન જોડે રાજાનાં લગ્ન કરાવ્યાં. બિચારી એન રૂહીન અને ગમાર હતી, એટલે રાજાએ તેને તલાક આપી અને ક્રોમ્બેલને વધ કરાવ્યેા. ત્યાર પછી તેણે કેથેરાઈન હાવર્ડ જોડે લગ્ન કર્યું, પણ તે દુરાચારિણી છે એમ સાખીત થવાથી તેને શિરચ્છેદ કરાવ્યા. છેવટે કેથેરાઈન પાર નામની વિધવા જોડે હેનરીનું લગ્ન થયું. રાજાને તેણે રીઝવી લીધા, અને અનેક વખત રાજાનાં રાષમાંથી બચી જઇને તેના મરણ સુધી તેણે રાણીપદ સાચવી રાખ્યું.
હેનરીનાં સંતાનઃ હેનરીને મરણુસમયે ત્રણ સંતાનેા હત: પહેલી રાણી કૅથેરાઇનની પુત્રી મેરી, બીજી રાણી એન મેલીનથી થએલી ઇલિઝામેથ, અને ત્રીજી રાણી જેન સીમુરથી થએલા પુત્ર એડવર્ડ. પહેલાં તે રાજાએ બંને પુત્રીઓને ગેરકાયદેસર ઠરાવી પાર્લમેન્ટ પાસે ગાદીના હકથી બાતલ કરાવી હતી, પરંતુ પાછળથી એ પણ રદ કરાવી એવું ઠરાવ્યું કે હેનરી પછી એડવર્ડ ગાદીએ આવે, તેને સંતાન ન હેાય તેા મેરીને ગાદી મળે, અને મેરી નાવારસ હાય તા લિઝાબેથ ગાદીએ આવે; વળી તે પણુ સંતતિ વિનાની હોય, તેા પેાતાની બેન મેરીના વંશજોને ગાદી મળે. હેનરીની એન પહેલાં ફ્રાન્સના રાજાને પરણી હતી, પરંતુ વિધવા થવાથી ઇંગ્લેન્ડના એક ઉમરાવ જોડે તેણે પુનર્લગ્ન કર્યું હતું; તેને લેડી જેન ગ્રે નામની એક વિદુષી પુત્રી હતી.