________________
પદ્ધતિ કાઢી નાખવાનું વચન આપવાની રાણુને ફરજ પાડી. સ્વતંત્ર વૃત્તિની ઈલિઝાબેથને બીજાની સ્વતંત્રતા ગમતી ન હતી. તેને લાગતું કે હવે તેનું કાર્ય પૂરું થઈ ગયું છે. જે લેકે એક સમયે તેને માટે પ્રાણ પાથરવા તૈયાર હતા, તેઓ હવે તેના પ્રત્યે બેદરકાર થવા લાગ્યા. યુગબળે ફરી ગયું હતું, પણ તેને અનુકૂળ થવાને આ પ્રતાપી રાણી લાયક ન હતી. ધીમે ધીમે રાણીની કાયા ઘસાઈ ગઈ અને માજશેખ પરથી તેનું મન ઊઠી ગયું. દિવસમાં અનેક વાર વસ્ત્ર બદલનારી રાણી અઠવાડીઆં સુધી એનાં એજ કપડાં પહેરી બાજુમાં તરવાર રાખીને ભોંય પર પડી રહેતી. પછી તેની બોલવાચાલવાની શક્તિ નાબુદ થઈ. ઇ. સ. ૧૬ ૦૩ના માર્ચની ૨૪મી તારીખે આ પ્રતાપી રાણી ૪૫ વર્ષનું લાંબું, પ્રતાપી, અને કલ્યાણકર રાજ્ય ભોગવી દેવલોક પામી. મરણશયા પર વારસ વિષે તેને પૂછવામાં આવ્યું. સ્કોટલેન્ડના જેમ્સનું નામ લેવામાં આવ્યું, ત્યારે તે ધીમેથી માથું હલાવી શકી. એક ઘોડેસવાર મારતે ઘોડે આ સમાચાર લઈ સ્કોટલેન્ડ તરફ રવાના થયા. ઈલિઝાબેથના મૃત્યુથી ટયુડર વંશને અંત આવ્યો.
દલિઝાબેથના સમયનું ઇંગ્લેન્ડઃ ઇલિઝાબેથને અમલ ઘણ રીતે પ્રતાપી હતો. તેની મધ્યમ માર્ગવાળી રાજનીતિથી ધર્મ સંબંધી ઝઘડા શમી ગયા. પરદેશની ખટપટમાંથી નવરાશ મેળવી રાણીએ દેશનાં કળાકૌશલ્ય અને વેપારને ઉત્તેજન આપ્યું. હવે ઈગ્લેન્ડનું ઊન ફિલાન્ડર્સ જતું બંધ થયું, અને દેશમાંજ તેનું વણાટકામ થવા લાગ્યું, સુતર અને રેશમનો વણાટ ચાલુ થયે, અને બીજા ઉદ્યોગોનાં કારખાનાં ઉઘડ્યાં. એથી ભૂમધ્ય સમુદ્રના કિનારાનો વેપાર, ઈલેન્ડમાં ચાલવા લાગ્યો, અને લંડન વેપારનું મેટું મથક થઈ પડયું. કોલંબસ અને વાસ્ક–ડી–ગામાએ કરેલી શોધનો લાભ લઈ અંગ્રેજ વહાણ વટીઓ સફરે નીકળી પરદેશ જોડે વેપાર કરવા લાગ્યા. અમેરિકાના સોનારૂપાથી દેશની સમૃદ્ધિ વધવા લાગી, ખેતીવાડીમાં સુધારો થયો, અને રોજ વિનાના મજુરોને કામ મળ્યું. રખડેલ માણસોને માટે કામ શોધી આપવામાં આવતું, અને તેમના ગુજરાનનો બંદોબસ્ત કરવામાં આવતું. સમૃદ્ધિની સાથે દેશમાં વૈભવ અને સુખવિલાસ દાખલ થયાં, અને દેશની કળાને પ્રગતિ મળી,