________________
૪૭૫ આ ઉપરાંત છેલ્લા મહાવિગ્રહમાં વિમાને પણ ઉપયોગમાં આવ્યાં હતાં, અને ભવિષ્યમાં વધારે પ્રમાણમાં આવશે, એમ માની ઈંગ્લેન્ડે વિમાની દળ (Air Force) સ્થાપી તેની વ્યવસ્થા વિમાન–સમિતિ (Air Council ને સોંપી છે. આ ખાતાને પ્રધાન પણ પ્રધાનમંડળમાં બેસે છે.
સામ્રાજ્યવ્યવસ્થા : છેલ્લાં સાડાચારસો વર્ષમાં ઈરલેન્ડે પિતાની ઉત્ક્રાન્તિ સાધી જગતભરમાં પિતાનું વિશાળ સામ્રાજ્ય શી રીતે સ્થાપ્યું, તેની કથા આ ગ્રંથમાં આવી ગઈ છે. એ સામ્રાજ્યની વ્યવસ્થા કેવી છે, અને જુદા જાદા દેશે ગ્રેટબ્રિટન સાથે કેવા સંબંધથી જોડાએલા છે, એ હવે જોઈએ.
- પાંચે ખંડમાં પ્રસરેલા આ સામ્રાજ્યનું ક્ષેત્રફળ ૧ કરોડ ૪૦ લાખ ચો. માઈલ છે. તેની ૪૩ કરોડની એકંદર લોકસંખ્યામાંથી માત્ર ૫ કરોડ ૩૦ લાખ ગેરાઓ છે, અને બાકીના કાળી, પીળી, અને તપખીરિઆ ચામડીવાળા લેકે છે; આ બધા આચારવિચાર અને સંસ્કૃતિમાં એકમેકથી ભિન્ન છે.
સામ્રાજ્યમાં આવેલા દેશના ગ્રેટબ્રિટન જોડેના સંબંધમાં પણ વિવિધતા છે; કેટલાક દેશને સઘળી આંતર વ્યવસ્થા કરી લેવાને સંપૂર્ણ હક આપી દેવામાં આવ્યો છે, ત્યારે કેટલાકમાં પ્રતિનિધિ સંસ્થાઓ સ્થાપી અમુક વિષયોમાં જવાબદાર રાજ્યપદ્ધતિ દાખલ કરવામાં આવી છે; બીજા કેટલાક દેશમાં ઈંગ્લેન્ડનોજ સંપૂર્ણ અધિકાર પ્રવર્તે છે.
સામ્રાજ્યમાં શ્રેષ્ઠ સત્તા તે ગ્રેટ બ્રિટનની પાર્લમેન્ટની જ છે. સામ્રાજ્યના કઈ પણ ભાગ સંબંધી તે કાયદા કરી શકે છે. સ્વરાજ્ય ભોગવતાં સંસ્થાનોના આંતર વહીવટમાં તે નિયમ તરીકે વચ્ચે પડતી નથી, છતાં તેવી કોઈ પણ બાબતને કાયદે કરવાને તેને સંપૂર્ણ હક છે; કેમકે એમને સ્વરાજ્ય આપવાનો કાયદે બ્રિટિશ પાર્લમેન્ટેજ પસાર કરેલો છે, એટલે તેને રદ કરવાની પણ તે સત્તા ધરાવે છે. પાર્લમેન્ટને જવાબદાર પ્રધાનમંડળને હાથે સામ્રાજ્યનો રાજ્યકારભાર ચાલે છે. સામ્રાજ્યના રક્ષણના જોખમદાર કાર્ય માટે પ્રધાનમંડળમાંથી મુખ્ય પ્રધાનના પ્રમુખપદે “ઈમ્પીરિઅલ ડિફેન્સ કમિટી નીમેલી હોય છે. તેમાં યુદ્ધ, પરદેશ, જળસ્થળ સૈન્ય, અને હિંદના મંત્રીઓ ઉપરાંત આકાશ, જળ, અને સ્થળ સૈન્યના જાણકાર સભાસદો હોય છે.
ભિન્ન ભિન્ન રાજ્યપદ્ધતિવાળા આ સર્વ દેશો ઉપર બ્રિટિશ પાર્લમેન્ટ,