Page #1
--------------------------------------------------------------------------
________________
શાળોપયોગી
ઈંગ્લેન્ડનો ઇતિહાસ
આચાર્ય
G. O. B. D.
Page #2
--------------------------------------------------------------------------
________________
ઈંએડનો ઇતિહાસ
લેખક
મહાશંકર પોપટભાઈ આચાર્ય.
બી. એ., બી. ટી. (ઓનર્સ)
સુધારાવધારે કરનાર અંબાલાલ દલસુખરામ શાહ.
બી. એ., એસ. ટી. સી. શિક્ષક, ધી ન્યુ હાઈસ્કૂલ, અમદાવાદ.
ધી ગુજરાત એરિએન્ટલ બૂકડી,
ગાધીરેડ, અમદાવાદ
કિંમત : રૂ. ૧૧૦
Page #3
--------------------------------------------------------------------------
________________
First Edition : 1926. Second Edition : 1927. Reprint 1929. Third Edition : 1930. Reprint 1932.
Fourth Edition : Revised 1938.
All rights reserved by the Publisher.
Printed by Manilal Purushottam Mistry,"B. A. at the Aditya Muc'rapalaya, Raikhad, Ahmedabad, and published by Popatlal Maganlal, Manager, the Gujarat Oriental
Book-Depot, Gandhi Road, Ahmedabad.
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન
આપણું દેશની માન્યતા પ્રમાણે ઇતિહાસ એટલે પુરાણ અથવા પાંચમો વેદ ! આમ છે તો આપણા દેશમાં ઈતિહાસ–શિક્ષણના લાભની ઘર્ચા કરવાની આવશ્યક્તા શાની હોય? ઇતિહાસના વાસ્તવિક સ્વરૂપ વિષે દાચ મતભેદ હશે, પરંતુ લેકશિક્ષણમાં તેની ઉપયોગિતા તે સર્વ કાઈ એકમતે સ્વીકારે છે.
નિત્યના જીવનમાં જેમ વ્યક્તિ પોતાના પૂર્વ અનુભવ સંભારી તેને વ્યવહારમાં યોજે છે, અને પોતાના આચારમાં શાણપણ લાવે છે, તેમ કઈ પણ સુશિક્ષિત સમાજ પોતાના પ્રાચીન કાળના તેમજ સંસ્કાર અને પરિસ્થિતિથી ભિન્ન એવા અન્ય કોઈ સમાજના અનુભવોને બોધપ્રદ અને માર્ગદર્શક કરી શકે છે.
આપણું વર્તમાન સંગોમાં ઈંગ્લેન્ડ જેવા સુસંસ્કૃત અને સમૃદ્ધ દેશનો ઈતિહાસ આપણને અનેક રીતે ઉપયોગી છે; આથીજ આપણી માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમમાં વિચારપૂર્વક તેને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
આપણી શાળાઓમાં ઈતિહાસનું શિક્ષણ અંગ્રેજીદ્વારા આપવાથી આપણા વિદ્યાર્થીઓ આવા રસિક વિષયની હકીક્તોના કેવળ ભારવાહક બને છે, એમ સ્વાભાવિક રીતે અનુભવસિદ્ધ ગણાવા લાગ્યું. પરભાષાની અટપટી ગુંચવણમાં પડેલાં આપણાં બાળકે એ ભાષાકારા મળતા જ્ઞાનને મર્મ ગ્રહણ કરી શકતાં નથી, એ વાત તો આપણે કેળવણીકારેએ પણ સ્વીકારી હતી. વળી યુનિવર્સિટિ રિફોર્સ કમિટી સમક્ષ ઘણા વિદ્વાનોએ માતૃભાષાધારા શિક્ષણ આપવાની હિમાયત કરી હતી. પરિણામે મુંબઈ યુનિવર્સિટિએ પણ યુગબળને વશ થઈ ઇતિહાસના ઉત્તરે આપવામાં દેશી ભાષાનો ઉપયોગ કરવાની વૈકલ્પિક છૂટ આપી છે.
સાથે સાથે યોગ્ય પાઠ્ય પુસ્તકોના અભાવને આગળ ધરી દેશી ભાષામાં શિક્ષણ આપવાનો પ્રતિવાદ કરનારાઓ પણ શિક્ષણમાં માતૃભાષાના આગ્રહનો પક્ષ સ્વીકાર તો કરે જ છે. આવા સંયોગોમાં આપણી અલ્પધન ભાષામાં ઈગ્લેન્ડના ઇતિહાસ વિષેનાં ગણ્યાગાંઠયાં પુસ્તકમાં એકાદની વૃદ્ધિ
Page #5
--------------------------------------------------------------------------
________________
કરવા માટે ક્ષમા માગવાની કે પ્રયેાજન દર્શાવવાની જરૂર રહેતી નથી. આશા માત્ર એટલીજ છે, કે આપણા શિક્ષણરસિક વર્ગ અંગ્રેજી ભાષાનું જ્ઞાન નબળું પડી જવાના ભ્રમને વશ ન થતાં આ નવી મળેલી છૂટને સંપૂર્ણ ઉપયેાગ કરશે.
પ્રસ્તુત ગ્રંથની યાજનામાં જે નવીનતા જણાય, તેની ચેાગ્યતાના નિર્ણય વાચકવર્ગને કરી લેવાની ભલામણ છે. ખાસ કરીને કહેવાનું માત્ર એટલુંજ છે, કે આ ચેાજના ઇતિહાશિક્ષણની અર્વાચીન પદ્ધતિને અનુસરીને કરવામાં આવી છે. વળી વિષયનું સ્ફાટન કરતાં કાર્યકારણની પરંપરા જળવાઈ રહે, તેની અનતી સંભાળ રાખવામાં આવી છે. આ ગ્રંથને કેટલાક ભાગ તે વિશેષે કરીને વર્ગશિક્ષણ માટે કાઢેલી નેોંધ પરથી લખવામાં આવ્યા છે, એટલે અભ્યાસકેાને માટે તે વિશેષ માર્ગદર્શક અને ઉપયાગી થઈ પડે એમ છે.
ઇતિહાસ અને સાહિત્ય એ તે એકજ પ્રજાજીવનનાં બે પડ છે; ઉભય પરસ્પરનાં ઉપકારક છે. પ્રજાનું ખાદ્ય અને આંતર જીવન છૂટું શી રીતે પડી શકે? આથી શાળાપયેાગી ગ્રંથની મર્યાદાના વિચાર કરીને સ્થળે સ્થળે ઐતિહાસિક પ્રસંગાને સાહિત્ય જોડે પણ ચેગ સાધવામાં આવ્યા છે. સાથે સાથે પ્રજાજીવન ધડનારાં ખીન્ન ઉપયેાગી અંગાને પણ આ ગ્રંથમાં યથાશક્તિ વિચાર કરવામાં આવ્યા છે.
જે જે મિત્રાએ આ ગ્રંથ લખવામાં સલાહ, સહાય, સૂચના, અને પ્રાત્સાહન આપ્યાં છે, તે સર્વને આ સ્થળે કૃતજ્ઞતાપૂર્વક આભાર માનું છું.
જે યાધન પ્રભુની પ્રેરણાથી આ ગ્રંથ લખાયે। અને સમાપ્ત થયે, તેની કૃપાથી વિદ્યાર્થીઓ અને ભાષાનુરાગી સાહિત્યરસિકા લેખકની ઉણપ પ્રત્યે ઉદાર ભાવે દુર્લક્ષ કરી કંઈક પણ ઉપયાગી તત્ત્વ મેળવી શકશે, તે લેખક પોતાને કૃતકૃત્ય થયે। માનશે; વાચકવર્ગને સંતાષ તેજ લેખકના પરિશ્રમને યાગ્ય બદલે છે. અસ્તુ !
}
કમલા એકાદશી, અધિક ચૈત્ર, સંવત ૧૯૮૩.
અમદાવાદ
એસ. પી. આચાર્ય.
Page #6
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ આવૃત્તિની પ્રસ્તાવના
આ ગ્રંથની ચતુર્થ આવૃત્તિ પ્રકટ થાય છે, એજ તેની લોકપ્રિયતા સૂચવે છે. પરંતુ તેના લેખક રા. રા. મહાશંકર પિપટભાઈ આચાર્યનું અવસાન થએલું હોવાથી આ પુસ્તકમાં સુધારે વધારે કરવાનું સદ્દભાગ્ય મને પ્રાપ્ત થયું છે. એમાં વિદ્વાન ગ્રંથકર્તાની નૈસર્ગિક પેજના બની શકે તેટલી કાયમ રાખીને માત્ર આધુનિક જરૂરિઆને સમાવેશ કરેલ છે. આ પુસ્તકમાં જે કઈ સુધારવધારો કર્યો છે, તે ખાસ કરીને મુંબઈ યુનિવર્સિટિએ સૂચવેલા નવીન અભ્યાસક્રમને અનુલક્ષીને કરેલ છે.
અગર જે મેટ્રિક્યુલેશનના વિદ્યાર્થીઓ માટે નવીન અભ્યાસક્રમમાં ટુઅર્ટ સમય અને હેનેવર સમયને સંપૂર્ણ અભ્યાસ કરવાનું નક્કી કરેલું છે એ ખરું, તેમ છતાં તેમના અભ્યાસમાં યોગ્ય સંકલન જાળવવાની જરૂરિઆત પણ તેટલી જ અનિવાર્ય છે. એથી કરીને પ્રાચીન સમય અને ટયુડર સમયને રૂપરેખાત્મક અભ્યાસ આવશ્યક છે; તેટલા માટે તે સંબંધી યોગ્ય ઉલ્લેખ કરીને અભ્યાસના અનુસંધાનની જોગવાઈ કરી આપવામાં આવી છે. તે ઉપરાંત કે વિદ્યાર્થીઓ માટે વિકટેરિઅન યુગ” સુધીના અભ્યાસની મર્યાદા આંકવામાં આવી છે, પણ તે અભ્યાસની ખરી ખુબીને તાદશ ચિતાર આણવા માટે વર્તમાન ઇતિહાસ તરફ દષ્ટિપાત કરવાની જરૂર પણ લેશમાત્ર ઓછી થતી નથી; અને તેથી જ ઈંગ્લેન્ડનું આજદિન સુધીનું રાજકારણ અને વર્તમાન જગતના સુધરેલા દેશની પરિસ્થિતિને ટૂંક ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઘણેજ લાભદાયી થઈ પડે એમ છે.
નવીન અભ્યાસક્રમ સંબંધી યુનિવર્સિટિએ રજુ કરેલું દૃષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને, તેમજ શિક્ષક તરીકે મને જે જે અનુભવ મળેલા છે તે લક્ષમાં રાખીને પ્રસ્તુત ગ્રંથમાં સુધારા વધારો કર્યો છે. ઐતિહાસિક પ્રસંગનું મહાભ્ય અને પાત્રોની યેગ્યતા વિચારીને ઉચિત ભાષામાં બોધપ્રદ શૈલીથી વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વિશેષ કરીને અંગ્રેજ પ્રજાએ રાજ્યતંત્રના
Page #7
--------------------------------------------------------------------------
________________
વિષયમાં ક્રમે ક્રમે કરેલી પ્રગતિ, અને તેથી “નિયમિત રાજાસત્તાક રાજ્યતંત્ર”પાર્લમેન્ટનું અસ્તિત્વ અને તેની સત્તાની વૃદ્ધિ, લોકજીવન અને લેકશાસન, દેશના કારભારની આંતરનીતિ અને દેશાવર સાથેની પરરાજ્યનીતિ, રાજદ્વારી પુરુષો અને વીર નરોનાં જીવનચરિત્ર અને તેમની રાજ્યનીતિ તથા બૃહરચનાનાં ધ્યેય, સંસ્થાની સ્થાપના અને સામ્રાજ્યના વિકાસ અર્થે યોજાએલા પ્રયાસો, વ્યાપારવૃદ્ધિ અને વ્યાપારનાં ક્ષેત્રો, ઔદ્યોગિક પ્રવૃત્તિ, વ્યાપાર-વ્યવહારના માર્ગોનું સ્વામિત્વ, યુરોપનાં અન્ય રાષ્ટ્રોમાં ઉપસ્થિત થએલા પ્રસંગમાં ઇંગ્લેન્ડનો હિસે, સામ્રાજ્યનું હિત જાળવવાના પ્રયત્ન, સામ્રાજ્યની પ્રજાઓને લેકશાસનને માર્ગે લઈ જવાના અખતરા, આદિ અનેકવિધ પ્રસંગોનો ઉલ્લેખ સુસ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે. એથી કરીને આખોએ વિષય રસિક થઈ પડ્યા વગર રહેશે નહિ. રાજ્યબંધારણનો ભાગ નવેસરથી લખીને રજુ કરવામાં આવ્યો છે. ૧૭ નકશા, ૪૮ ચિત્રો, તવારીખ, સીમાસ્તંભે, સમયરેખા, ૧૪ જીવનચરિત્રે, નમુનારૂપ ૧૫૬ પ્રશ્નો, આદિથી ગ્રંથને આકર્ષક અને માર્ગદર્શક કરવામાં આવ્યું છે.
આ ગ્રંથ પ્રકટ કરવાના કાર્યમાં રા. દલસુખરામ ચુનીલાલ ત્રિવેદીએ પરિશ્રમ ઉઠાવી જે સલાહ, સૂચના અને સહાય આપી છે, તે માટે તેમને આભાર માનવામાં આવે છે.
- આશા છે કે પ્રસ્તુત ગ્રંથ અસલ ગ્રંથ કરતાં આજના વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી થઈ પડશે.
તારીખ ૩-૩-૩૮
અમદાવાદ
એ. ડી. શાહ
અમદાવાદ
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ! ૧ અંગ્રેજ પ્રજા
૨. ડૅન લેાકાનું આક્રમણ ૩ નામઁન વંશ
૪ પ્લેન્ટેજીનેટ વંશ
૫
લેાકસત્તાના ઉદય ૬ એડવર્ડ ૩જો અને તેને પૌત્ર ૭. લંકેસ્ટર અને ચેાર્ક વંશ
રઃ ૮ પ્રજાજીવનનેા વિકાસ
Y
અનુક્રમ ખંડ ૧ લાઃ પૂર્વરંગ
પ્રાચીન સમયથી ઇ. સ. ૧૪૮૫ સુધી
૧. રાજકારણ
૨. ઉદ્યોગ અને વાણિજ્ય
૩.
સમાજ
સાહિત્ય
જ
પૂ. ધર્મ
૧ હેનરી ૭મે
૨ હેનરી ૮મા
...
:
૩ એડવર્ડ ટ્ટો અને મેરી ૪ લિઝાબેથ્
૫. યુરાપમાં ધર્માંદ્ધાર....
::
ખંડ ૨ જોઃ નવયુગ
ચુડર વંશઃ ઇ. સ. ૧૪૮૫-૧૬૦૩
આ
⠀⠀⠀⠀
:::
⠀⠀⠀⠀⠀
...
પૃષ્ઠ
૭ શ્રી ૪ 6
૪૦
૪૬
૫૪
૫૪
૫૭
૫૯
૬૧
૬૩
૭૧
૭૬
ર
e
૯૭
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ૧૧૧
૧૧૮
૬ ટયુડર સમયમાં ધર્મોદ્ધાર .. છે નવી દુનિયાની શોધ ૮ પ્રજાજીવનનો વિકાસ
૧. પાર્લામેન્ટ .. ૨. ઉદ્યોગ અને વાણિજ્ય... ૩. સમાજ .. •••••• ૪. સાહિત્ય ...
૧૧૮
-. ...
૧૧દ ૧૨૧ ૧૨૧
ખંડ ૩ જે લોકશાસનનું મંડાણ ટુઅર્ટ વંશઃ ઈ.સ. ૧૬૦૩–૧૭૧૪
૧૨૭ ૧૩૪
૧૪૬
૧૬૦
૧૭૨
૧૯૦
૪૧ જેમ્સ ૧લે • • • -૨ ચાર્જ ૧લે ... '૩ ચાર્લ્સ ૧લે રાજાપ્રજા વચ્ચે યુદ્ધ ... જ સૈન્યસત્તાક રાજ્ય ... ... ૧ રાજાનું પુનરાગમનઃ ચાર્લ્સ બીજે . ૬ રાજ્યક્રાતિ - જેમ્સ બીજે * વિલિયમ છે અને મેરી રછ. ૮ એન ... ૯ સામ્રાજ્યનો ઉદય .. ...
સત્તરમા શતકનું ઈલેન્ડ ૧. રાજકારણ . . ૨. ધર્મ • •
૩. ઉદ્યોગ અને વાણિજ્ય... - ૪. સમાજ
૫. સાહિત્ય -
૧૯૭ ૨૦૮ ૨૨૦
૨૨૪
જે
ર૭
જે
૨૩૦
?
)
Page #10
--------------------------------------------------------------------------
________________
હ
૨૫૩
૨૬૨
હ
૨૯૭
૩૦૩ ૩૦૯
૩૨૮
ખંડ ૪ થા મધ્યાહન હેનેવર વંશઃ ઈ. સ. ૧૭૧૪–૧૯૧૪
વિંડસર વંશઃ ઇ. સ. ૧૯૧૪-ચાલુ ૧ જ્યોર્જ ૧લે ૨ જે બીજે ... ૩ પ્રતાપી પિટ્ટ ૪ ચૅર્જ ૩જે ૫ ફાન્સને રાજ્યવિપ્લવ ૬ ગૅર્જ ૪
૭ વિલિયમ કથા ' મહારાણી વિકટોરિઆ ૯ ઔદ્યોગિક અને સામાજિક પરિવર્તન ૧૦ લેકશાસનને વિકાસ ૧૧ ઈંગ્લેન્ડની પરરાજ્ય નીતિ .. ૧૨ ઈગ્લેન્ડની પરરાજ્ય નીતિ [ચાલુ) ૧૩ મહાવિગ્રહ અને વર્તમાન ઈતિહાસ ૧૪ સામ્રાજ્યનો વિકાસ... ... ૧૫ સામ્રાજ્યમાં સ્વરાજ્ય ... ૧૬ આયર્લેન્ડને ઈતિહાસ ...
પૂરવણી ૧ વર્તમાન જગત ... - પૂરવણી ૨ જીવનચરિત્રો ...
બ્રિટિશ રાજ્યબંધારણ ૧ પાર્લમેન્ટને વિકાસ ... ••• ' ... ૨ બ્રિટિશ રાજ્યબંધારણની વિશિષ્ટતા અને તાજ ... ૩ પાર્લમન્ટ... ••• ૪ પ્રધાનમંડળ ... પરિશિષ્ટ ૧લું .. ...
સીમાસ્તંભ ...
સમયરેખા ... » ૩જુ ...
પ્રશ્નો
૩૩૫ ૩૪૩ ૩૫૭.
૩૬૬
૩૮૯
૪૦૧ ૪૧૧ ૪૨૧ ૪૩૩
જપર
૪૫૫
४६० ४६७
૨
૪૮૧
૨
Page #11
--------------------------------------------------------------------------
________________
નામ.
૬ાર્મન વા ૨.પ્લેન્ટજીનેટ વંશ ૩. યાર્ડ વંશ
૪.
ભેંસ્ટર વંશ....
૫.
૬.
૭. હેનેાવર વંશ
..
વિડસર વંશ
યુડર વંશ
સ્ટુઅર્ટ વશ
...
...
...
નામ
હૅનરી રાનું ફ્રાન્સનું રાજ્ય. એડવર્ડ ૩જાનું ફ્રાન્સનું રાજ્ય ત્રીસ વર્ષના વિગ્રહ. ડેની મુસાફરી. આંતરવિગ્રહ
અલ્ઝગમનાં યુદ્ધો.
અમેરિકામાં અંગ્રેજ સંસ્થાનો. સંવાર્ષિક વિગ્રહ: યુરોપ.
સવાર્ષિક વિગ્રહઃ ઉત્તર અમેરિકા. નેપોલિયન જોડેના વિગ્રહા. દ્વીપકલ્પીય વિગ્રહ. બેલ્જીયમઃ ઈ.. સ. ૧૮૩૧ યુરોપમાં તુર્ક સામ્રાજ્ય: ૧૬૬૭ યુરોપમાં તુર્ક સામ્રાજ્ય: ૧૯૬૪ યુરોપનાં બાલ્કન રાજ્ય: ૧૯૧૪ ખ્રિસર અને રાતે સમૂકું. દક્ષિણ માફ્રિકા.
...
...
મંરાવતા
...
0.00
...
તકરા
BOD
...
:
..t
: : : :
::
ૐ ૐ ૐ ઃ
...
:
...
...
...
...
પૃષ્ઠ
૧૧
૪૫
૪૫
૪૫
७०
૧૨૪
૨૩૪
૨૩૪
પૃષ્ઠ
૪૮
૪૮
પર
૧૧૫
૧૪૨
૧૩
૨૩૨
૨૫૬
૨૫૮
૨૧
૨૯૦
૩૪૯
૩૫૯
૩૬૦
૩૭૦
૩૯૬
૪૧૦
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૯૮ ૧૯૯ ૨૧૦. ૨૩૬ ૨૬૧
૨૬૩.
૨૭૦: રજ: ૨૮૩, ૨૮૬
ચિત્રો નામ
પૃષ્ઠ | નામ જુલિયસ સીઝર ...
વિલિયમ ૩જે .• રેમન ધ્વજવાહક ..
મેરી બીજી... .. વિલિયમ ૧લો. ...
ડયૂક આ માર્લબ.. લંડન ટાવર. .....
ન્ચાર્જ ૧લે ધર્મયુદ્ધને સૈનિક. .
વિલિયમ પિટ્ટ રાજા જહૅન મેગ્નાકાર્ટ ઉપર
ન્ધાર્જ ૩જો ... સહી કરી આપે છે...
ન્ચાર્જ વોશિગ્ટન .. વીર બાળા જેન ઑવ આર્ક..
નાનો પિટ્ટ... . હેનરી મે
હોરેશિયો નેલ્સન .... હેનરી ૮મે ...
નેપોલિયન બોનાપાર્ટ. મેરી • •
... ૮૪ ચૂક આવું વેલિંગ્ટન... ઇલિઝાબેથ.
વિલિયમ ૪થો ... સ્પેનિશ વહાણ
મહારાણી વિકટેરિઆ અંગ્રેજ વહાણું
પ્રિન્સ આલ્બર્ટ કેકસ્ટનનું છાપખાનું ...
લાડ પામર્સ્ટન. ... માર્ટિન લ્યુથર
વિલિયમ યુવર્ટ ગ્લેડસ્ટન થામસ કેન્સર
૧૦૭ ડિઝરાયેલી... પ્રિન્સિસ ફેક.
••• ૧૧૪ એડવર્ડ ૭મે . શેકસ્પિચર..
- ૧૨૨ પંચમ જર્જ્યોર્જ જેમ્સ ૧લો.
એડવર્ડ ૮મે ... ચાર્લ્સ ૧લે.
જન્ચાર્જ છઠ્ઠા . જહોન હેમ્પડન
રાસે મેકડોનાલ્ડ ... ઓલિવર ક્રોવેલ
૧૫૦ મિ. બાલ્ડવિન ચાર્લ્સ બીજે
મિ. નેવિલ ચેમ્બરલેઈને જેમ્સ બીજે
૨૯૨
: : : : : : : : : : : : : : : : : : : : : : : :
J
૦
૩૦૪ ૩૦૯ ૩૧૦. ૩૧૫ ૩૨૩. ૩૨૪ ૩૩૫ ૩૪૧ ૩૮૯ ૩૮૭ .
• ૧૩૫
૧૪૦
- ૧૭૬
•
૪૫
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ લો પૂર્વરંગ
પ્રાચીન સમયથી ઈ. સ. ૧૪૫ સુધી
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
ઇંગ્લેન્ડનો ઇતિહાસ
પ્રકરણ ૧૭
અંગ્રેજ પ્રજા ભેગેલિક પરિસ્થિતિઃ યુરેપના નકશામાં ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડના ટાપુઓ જુઓ. આયર્લેન્ડ ગ્રેટબ્રિટનથી નિરાળે ટાપુ છે, અને ત્યાંના લોકોની સંસ્કૃતિ જુદી છે. આયરિશ કે અંગ્રેજો કરતાં જાતિમાં જુદા છે, અને તેઓ જુદી ભાષા બોલે છે. ગ્રેટબ્રિટન એકજ ટાપુ હોવા છતાં એક દેશ નથી. ઉત્તર તરફને દેશ ર્કોટલેન્ડ કહેવાય છે, અને આશરે ત્રણ વર્ષ પહેલાં એ દેશમાં સ્વતંત્ર રાજ્ય હતું. પશ્ચિમ તરફનો પહાડી મુલક વેલ્સ કહેવાય છે, અને ત્યાંની પ્રજા આયરિશ ભાષાને મળતી ભાષા બોલે છે. આ બે દેશે બાદ કરતાં ગ્રેટબ્રિટનને બાકીનો ભાગ તે ઈંગ્લેન્ડ છે. આ દેશ એટલે નાનો છે, કે આગગાડીની અઢાર કલાકની મુસાફરીમાં છેક દક્ષિણેથી નીકળી છેક ઉત્તરમાં એડિનબરે પહોંચી જવાય, અને માત્ર આઠ કલાકની મુસાફરીમાં પૂર્વથી પશ્ચિમ છેડા સુધી સફર કરી શકાય. આવા નાના દેશના વતનીઓએ પિતાનું સામ્રાજ્ય આજે પાંચે ખંડમાં શી રીતે સ્થાપ્યું, તેને ઈતિહાસ ખરેખર રસિક થઈ પડે તે છે.
બ્રિટન લેકે ઈ. સ. પૂર્વે ૮૫માં આ દેશમાં બ્રિટન લેકો રહેતા હતા. તેઓ કેલ્ટ જાતિના હતા. તે સમયે આયર્લેન્ડ અને ડૅટલેન્ડમાં પણ કેલ્ટ લેકે વસતા હતા. તેઓ વનચર દશાના જંગલી હતા. તેઓ જમીન ખેતા, અને પાકને પર્વતની ગુફામાં સંઘરી રાખતા. સમુદ્રકિનારા પર રહેનારા
Page #17
--------------------------------------------------------------------------
________________
લેકે હોડીઓ અથવા તરાપા વાપરતા. તેમને વણતાં આવડતું નહોતું, તેથી તેઓ ચામડી પર એક જાતને રંગ લગાડતા, અને ટાઢ બહુ પડે ત્યારે ચામડાં ઓઢતા. તેઓ અનેક દેવદેવીઓને માનતા. આ દેવેને તેઓ પશુઓનાં અને કવચિત મનુષ્યનાં બલિદાન દેતા. તેમના ગોર ઈડ કહેવાતા.
બ્રિટન લેકે છુટાંછવાયાં ગામડાંમાં પોતાના સરદારના રક્ષણ નીચે રહેતા. તેમની ટેળીઓ વચ્ચે પરસ્પર અણબનાવ ચાલતે, એટલે પરદેશી શત્રુઓને ચઢી આવવામાં કંઈ હરકત પડતી નહિ. ઈ. સ. પૂર્વે ૬૦માં રોમન લેકે બ્રિટન પર સવારી કરી, અને તે જીતી લીધે.
કે
ક
- રોમન લેકેઃ એ સમયમાં રેમન લેકની ચડતી કળા હતી, અને ભૂમધ્ય સમુદ્રના કિનારા પર આવેલા મુલકે તેમને તાબે હતા; છતાં તેમના પ્રસિદ્ધ અને શૂરવીર સેનાપતિ જુલિયસ સીઝરે ગૌલ (ફ્રાન્સ) જીતવાનું બીડું ઝડપ્યું. આ યુદ્ધમાં બ્રિટનેએ પોતાના એકહિયા ભાઈ ગેલ લેકને સહાય આપી, તેનું વેર વાળવા સીઝર બ્રિટનમાં ઉતરી આવ્યો.
સીઝરની સવારીઃ બ્રિટન બહાદુરીથી સીઝરની સામા થયા, પરંતુ શૌર્ય અને સાહસમાં તે સમયે રામના લશ્કરની જગતમાં જેડ ન હતી. ભલભલા લેકે પણ તેની આગળ નમી ગયા હતા, ત્યાં બિચારા બ્રિટના શા ભાર ? કટેકેદીને પ્રસંગે
જુલિયેસ સીઝર એક રેમન ધ્વજેવાકે રંગ રાખ્યો. તે બોલ્યો, “મિત્ર, દેશની કાતિ
=
ri) અને
છે તેના
ક.
Page #18
--------------------------------------------------------------------------
________________
ખાતર મારી પાછળ ઝંપલાવે. દેશ અને સરદાર પ્રત્યે ફરજ બજાવ, પછી
ભલે તેમાં પ્રાણની આહૂતિ આપવી પડે.” સીઝરે બે સવારીઓ કરીઃ તેણે બ્રિટન પાસેથી ખંડણી ભરવાનું, અને ગાલ લેકેને મદદ ન આપવાનું વચન લીધું. પછીનાં સો વર્ષ સુધી કોઈએ બ્રિટનનું નામ લીધું નહિ.
બીજી રેમન સવારીએ ઇ. સ. ૪૩માં મન શહેનશાહને બ્રિટનને વશ કરવાની ઈચ્છા થઈ, એટલે ફરીથી રોમન લશ્કર બ્રિટન પર ચઢી આવ્યું. બ્રિટનોએ આ હુમલાથી પિતાનું રક્ષણ કરવાની તનતોડ મહેનત કરી; તેઓ પોતાની સ્વતંત્રતા જાળવવા માથું મૂકીને રેમને જોડે લડ્યા, પણ તાલીમ પામેલી સેના સામે જંગલી બ્રિટનનું કશું વળ્યું નહિ.
રેમન રાજ્યના લાભાલાભઃ બ્રિટનમાં લગભગ
૩૫૦ વર્ષ રોમન અમલ રહ્યો. તે દરમિઆન બ્રિટનને રિમન દવજવાહક ઘણા લાભ થયા. શરૂઆતમાં તો સુધરેલા રોમનોએ જંગલ કાપી નાખી સુંદર નગર વસાવ્યાં. તેમણે ભેજવાળી જમીન સૂકવી નાખી એવી ફળદ્રુપ બનાવી, કે રેમન સૈન્યને જોઈતો ઘઉંને જ અહીંથી મળવા લાગ્યો. - રોમનોએ દેશમાં વિદ્યા, કળા, શિલ્પ, હુન્નર, કાયદા અને સુવ્યવસ્થા દાખલ કર્યો. બ્રિટને ઉપર રોમન સંસ્કૃતિ અને વૈભવની છાપ પડી. કાયદાથી દેશમાં શાંતિ સ્થપાઈ, એટલે વિદ્યાકળાની પણ વૃદ્ધિ થઈ. રોમનોએ પત્થરનાં સુંદર મકાન બાંધ્યાં, અને દેશભરમાં મેટા, સળંગ, અને પાકા રસ્તા બનાવ્યા.
પરંતુ રોમન અમલથી બ્રિટનને એક મોટો ગેરલાભ પણ થયો. રોમન રાજ્યની શાન્તિ અને શીળી છાયામાં બ્રિટને પરાવલંબી થઈ ગયા, અને શુરાતન ઈ બેઠા. તેમનામાં પિતાનું રક્ષણ કરવાની ઇચ્છા કે શક્તિ રહી નહિ, અને તેમને સ્વાતંત્ર્યપ્રેમ પણ વિસારે પડ્યો. એવામાં મધ્ય અને પૂર્વ યુરોપનાં જંગલી ટોળાં ઈટલીની ફળદ્રુપ ભૂમિ પર તૂટી પડ્યાં, એટલે મને એ બ્રિટનમાંથી પિતાનું લશ્કર પાછું બોલાવી લીધું. (ઈ. સ. ૪૧૦) પરિણામે શુરાતન ગુમાવી બેઠેલા બ્રિટનની બુરી દશા થઈ.
Page #19
--------------------------------------------------------------------------
________________
રામનાની વિદાયઃ રામન લશ્કર વિદાય થતાં ઉત્તરમાંથી પિકટ અને સ્કાટ લુટારા ઉતરી પડ્યા. તેઓ ગામે લૂટવા અને બાળવા લાગ્યા. બ્રિટનામાં પોતાના જાનમાલ બચાવવાની શક્તિ ન હતી. આશરે ચાલીસ વર્ષ સુધી તેમણે મદદ માટે અરજીએ મેાકલાવી, પણ સહાય મળી નહિ. છેવટે તેમણે હેન્જીસ્ટ અને હાસ્યું નામના જર્મન સરદારાને પાતાનું રક્ષણ કરવા માટે એલાવ્યા, પણ આ મિત્રા તે શત્રુ કરતાંએ ભયંકર નીવડ્યા. તેમણે બ્રિટનેાના શત્રુઓને હરાવી હાંકી કાઢવા એ ખરું, પણ તે બ્રિટનાની સામે થયા, અને તેમને હરાવી ત્યાં તેમણે પેાતાનાં માણસે વસાવ્યાં. તેમની પાછળ બીજી જર્મન ટાળીઓ પણ આવી પહોંચી.
બ્રિટનેાના આમંત્રણથી આવેલા લાકા બ્યુટ જાતિના હતા. તેમણે કેન્ટમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. તેમની પછી ઈંગ્લેન્ડના દક્ષિણ અને પૂર્વ કિનારા ઉપર સેકસના ધસી આવ્યા. બ્રિટને આ નવા શત્રુએની સામે થયા
ખરા, પરંતુ સઘળું ફેાકટ ગયું.
સેક્સને કદાવર અને ગૌર વર્ણના હતા. પ્રથમ તેમને જ્યુટ લેાકેા જોડે યુદ્ધો કરવાં પડ્યાં. તે નદીમાર્ગે દેશના અંદરના ભાગમાં દાખલ થયા, પણ ત્યાં વસવાટ કરવાનું કાર્ય વિકટ હતું. બ્રિટને સેક્સનાની સામે તે થયા, પણ સેક્સનેાએ તેમને પશ્ચિમમાં હઠાવી કાઢીને પોતાનાં સંસ્થાને સ્થાપ્યાં.૧ આ લોક કાઈ પણ નવા પ્રદેશ જીતી લે, કે તરતજ ત્યાં વસવાટ કરી ખેતી શરૂ કરી દેતા; પછી વસ્તી વધી જાય, ત્યારે જુવાનીમ પોતાની એક ટાળી બનાવી ખીજે સ્થળે જઈને વસે, અને બ્રિટન લેાકેાને ત્યાંથી હાંકી કાઢે એમ ચાલ્યું. આ સેક્સન શત્રુઓની સામે લડાઈમાં ઝૂઝનાર આર્થર નામના રાજા હતા. ટેનિસને તેને પાતાનાં કાવ્યામાં અમર કર્યો છે.
સેસન લેાકેા દક્ષિણમાં વસતા હતા, ત્યારે એંગલ લેાકાર પૂર્વમાં ૧. જે શહેરના નામને છેડે Sex હાય, તે સેકસન સંસ્થાન જાણવું. ઉદાહરણSussex, Essex, Wessex.
૨. અગલ લેકાની ટાળીએ Folk કહેવાતી. ઉત્તર અને દક્ષિણની બે ટાળીઓએ જે સ્થળે વસવાટ કર્યા, તે અનુક્રમે Norfolk, Suffolk કહેવાય છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
રાજ્ય જમાવતા હતા. તેઓ બ્રિટને જોડે યુદ્ધ કરતા, અને તેમને હઠાવીને પિતાના રાજ્યને વિસ્તાર કરતા. તેઓ ટેમ્સ નદીની ઉત્તરના પ્રદેશના માલિક થઈ પડ્યા. પરિણામે અનેક નાનાં રાજ્ય સ્થપાયાં. ઈ. સ. ૮૨૭માં ઈગબર્ટ નામે બળવાન અને ચતુર રાજાએ સર્વ રાજ્યને પિતાની છત્ર નીચે આપ્યાં, અને યુરોપના અન્ય રાજાઓ સાથે મિત્રાચારી બાંધી દેશમાં શાન્તિ સ્થાપી.. આ સમયે ઉત્તર તરફના નિર્દય અને નીડર ચાંચીઆ દેશમાં લુટફાટ કરી ખૂનરેજી ચલાવતા હતા, તેમાંથી બચવાને માટે જુદી જુદી પ્રજાને એકત્ર થયા વિના ઉપાય ન હતો. આખરે એંગલ અને સેકસન પ્રજા એકત્ર થઈ, અને તેમાંથી જે એક પ્રજા બની તેજ અંગ્રેજ પ્રજા છે.
પ્રકરણ રજુ
ડેન લેકેનું આક્રમણ ડેન લેકેઃ ઉત્તરના ચાંચી લેકે સ્વીડન, ડેનમાર્ક અને નેર્વેના રહેવાસી હતા. તેઓ અંગ્રેજો જેવા લાગતા, અને અંગ્રેજીને મળતી ભાષા બોલતા. તેઓ શરા, સાહસિક, નિર્દય અને નીડર હતા. તેઓ મેટાં વહાણમાં બેસી, સાંકળીવાળાં બખતર પહેરી, હાથમાં ફરસી રાખી અનેક વેળા ઈગ્લેન્ડના પૂર્વ કિનારા પર આવતા, અને લાગ મળે તે કઈ નદી વાટે દેશની અંદર ઘૂસી જઈ લૂટફાટ ચલાવતા. અંગ્રેજો ઈંગ્લેન્ડમાં આવી ખ્રિસ્તી ધર્મ પાળવા લાગ્યા. પરંતુ આ લેકે તે જુના મૂર્તિપૂજક ધર્મને વળગી રહ્યા; એટલે લાગ આવે ત્યારે ધર્મષને લીધે મંદિર અને મઠે લૂટતા ને બાળતા, ધર્મગુરુઓની કતલ કરતા, અને અઢળક દ્રવ્ય લઈ જતા. આશરે ૨૦૦ વર્ષ દેશમાં અશાન્તિ ચાલુ રહી. પરંતુ અંગ્રેજો કોઈ વખતે બહાદુરીથી લડીને તેમને હરાવતા, ત્યારે આ ચાંચીઆ લેકો છેક ભૂમધ્ય સમુદ્ર સુધી નાસી જતા. ઈ. સ. ૮૫૦ પછી આવી નાસભાગ બંધ પડી. તેમને દેશની ફળદ્રુપ જમીન પસંદ પડી હતી, અને દેશના લોકોમાં તેમની સામે થવાની શક્તિ નહોતી, એટલે તેમણે
૧. આ લોકોને viking (Creekman) કહે છે. The Seaking's Grave નામનાં રેનેલ રેડનાં કાવ્યોમાં તેમના જીવનને તાદશ ચિતાર આપેલ છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
ઈગ્લેન્ડમાં જ વસવાનો નિશ્ચય કર્યો. એ ડેન લેકે ક્યાં વસ્યા હશે, તે કેટલાંક સામેનાં નામ પરથી જાણી શકાય છે.*
- આ ડેન લેકેને અટકાવનાર કાઈજ નહોતું. ઈ. સ. ૮૬૬માં તેમની એક ટાળીએ ઈગ્લેન્ડમાં આવી કે જીતી લીધું, અને નર્ધબ્રિઆને લેકને હરાવ્યા. ત્યાંથી આગળ વધીને તેમણે મર્સિઆનું રાજ્ય પણું તાબે કર્યું.
આધેડઃ જે કે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં ડેન લેકેએ વિજય મેળવ્યો, પણ તેમની સામે થનાર એક મહાન પુરુષ દક્ષિણમાં હતા. ત્યાંના આફ્રેડ નામના રાજાએ પ્રાણુને પણ આ પરદેશીઓને નમતું નહિ આપવાનો નિશ્ચય કર્યો હતો. તે ડેન લોકેની જોડે અનેક વાર લડ્યો; પણ તેમાં કેટલીક વાર હારતો અને કોઈ કોઈ વાર જીતતો. ડેન લેકે આફ્રેડ જોડે સંધિ કરે અને તોડે; તેઓ દેશમાં ઉપદ્રવ કરવા માંડે, એટલે વળી પાછું યુદ્ધ થાય. એમ કેટલાંક વર્ષો સુધી ચાલ્યું. અંતે અનેક સંકટ સહન કરીને આલફેડે ડેન લેકે- સાથે એક ભયંકર યુદ્ધ આર્યું, અને તેમાં તે જીત્યો. ઈ. સ. ૮૭૮માં ડેન લોકોએ આફ્રેડ જોડે સંધિ કરી. તેમણે ઉત્તર અને પૂર્વના મુલકમાં શાન્તિથી વસવાની કબુલાત આપી, અને દક્ષિણમાં આફ્રેડે રાજ્ય કર્યું. તે
ઇતિહાસમાં આધેડને “મહાન ”નું ઉપનામ આપેલું છે, કારણ કે તે પ્રજાવત્સલ હતો. તે શૂરવીર, વિદ્યારસિક, સ્વાશ્રયી અને ઉદ્યોગી હતો. વળી લોકકલ્યાણ માટે કઈ પણ પ્રકારને ભોગ આપવામાં પાછો ન હઠે તે હતો. સેકસન રાજાઓએ રચેલા કાયદા પરસ્પર વિરોધી હતા. આજે એ સર્વમાંથી સારા કાયદા તારવી કાઢયા, અને તેમનો અર્થ સ્પષ્ટ સમજાય તેવી રીતે
* જે ગામનાં નામને છેડે by અને wick કે wich આવે છે, તે ડેન લોકોનાં સંસ્થાન છે. (જેમકે-Derby, Berwick, Norwich Byનો અર્થે નગર થાય છે, અને wick કે wichનો અર્થ શહેર થાય છે.)
૧. ઇ. સ. ૮૭૮માં ડેન લેકેએ લંડન જીતી લીધું, અને આધેડને એથેલનીના ભેજવાળા પ્રદેશમાં ભિખારીની દશામાં રખડવું પડયું. છેલ્લું યુદ્ધ થતા પહેલાં આન્ડને સ્વપ્નમાં ડેના લોકો જોડે લડવાની પ્રેરણું થઈ હતી એવી એક દંતક્યા છે. તે એડવર્ડ સલીના A legend of Athelney નામના કાવ્યમાં વર્ણવેલી છે.
૨. આ મુલકને ડેનર્લે (Danelaugh, Panelaw) કહેતા હતા.
_
_
Page #22
--------------------------------------------------------------------------
________________
રીથી લખાવ્યા. તેણે દેશમાં વિદ્યાને પ્રચાર કરવાને માટે શાળાઓ સ્થાપી, અનેક ધર્મમંદિરે ઉઘાડયાં, અને પંડિતોને ઉત્તેજન આપ્યું. તેણે અનેક ગ્રંથોનાં ભાષાંતર અંગ્રેજી ભાષામાં કરાવ્યાં, અને કેટલાક ગ્રંથે નવા રચાવી સાહિત્યને મા નાખે. યુદ્ધકળામાં પ્રાપ્ત કરેલી નિપુણતાથી તેને લાગ્યું, કે ઇંગ્લેન્ડનું રક્ષણ કરવાને નૌકાસૈન્યની વધારે જરૂર છે, અને તેથી વહાણ બાંધવાની કળા શીખવા તેણે અંગ્રેજ કારીગરોને પરદેશ મલ્યા. એ જમાનામાં વ્યવસ્થિત સેના જેવું કશું ન હતું. જરૂર પડે ત્યારે ખેડુતોને યુદ્ધમાં સૈનિકે તરીકે લઈ જવામાં આવતા. આ ખેડુતો લડવા કરતાં પિતાનાં ખેતરોની સંભાળ લેવા વધારે આતુર રહેતા. વળી યુદ્ધ ચાલતું હોય ત્યારે દેશમાં પાક થતો નહિ, એટલે પ્રજાને ભૂખમરાનાં દુઃખ વેઠવાં પડતાં. આડે આ સ્થિતિનો રેડ કાઢે. તેણે ખેડુતની ટુકડીઓ પાડી, અને એક ટુકડી રણક્ષેત્રમાં હોય, ત્યારે બીજી ઘેર રહે એમ ઠરાવ્યું. - આફ્રેડના મૃત્યુ પછીનાં કેટલાંક વર્ષનો ઈતિહાસ જાણવા જેવો નથી. આને પગલે નહિ ચાલનારા રાજાઓના સમયમાં ઇંગ્લેન્ડ પર ડેન રાજ્ય
સ્થપાયું. ડેન રાજાઓમાં કેન્યુટ સુપ્રસિદ્ધ છે. કેન્યુટ અને તેના ખુશામતખોર હજુરીઆઓની વાત પરથી એ ડાહ્યા રાજાના સ્વભાવનો કંઈક પરિચય થાય છે. તેણે ડહાપણથી રાજ્ય ચલાવીને દેશની સ્થિતિમાં ઘણો સુધારો કર્યો. તેણે અનેક લોકપ્રિય કામે કરી પ્રજાની પ્રીતિ મેળવી. તેના બે પુત્રોના મરણ પછી લોકોની એવી ઈચ્છા થઈ કે જુના રાજાના વંશજને ગાદી આપવી, અને તેથી ઇથલરેડના પુત્ર એડર્વને ગાદી મળી. એ રાજા સાધુચરિત અને ઈશ્વરપરાયણવૃત્તિવાળે હતો, તેથી તે “એડવર્ડ ભગતના નામથી ઓળખાય છે. : એડવર્ડઃ આ ભલા રાજાના સમયમાં ગેડવિન નામને અમીર સર્વશાત્તાધીશ થઈ પડયો. થોડા સમય સુધી તો એના પિતાના તથા એના કુટુંબના હાથમાં જ રાજસત્તા હતી. ગેડવિનને મરણ પછી તેના પુત્ર રાલ્ડને તેની જગા મળી, અને એડવર્ડ વતી તે રાજ્ય ચલાવવા લાગ્યો. તે ચાલાક અને રાજ્ય તરુણને રાજા થવાની ઈચ્છા હતી. તેણે દેશના જુદા જુદા વિભાગ પાડી પિતાનાજ કુટુંબમાં વહેંચી દીધા. તેણે પિતાના
,
છે
Page #23
--------------------------------------------------------------------------
________________
એક ભાઈ ટેસ્ટીગને એક પરગણું આપ્યું, પણ ત્યાંના લેકેએ બળવો કરી તેને હાંકી કાઢ્યો. એથી ટોસ્ટીગ હેરાલ્ડને શત્રુ બને, અને તેનો નાશ કરવાની પેરવી કરવા લાગે.
' હેરોલ્ડઃ એડવર્ડ ભગતને સંતાન ન હતું, એટલે માણસમયે તેણે પિતાના ઉત્તરાધિકારી તરીકે હેરલ્ડનું નામ સૂચવ્યું, અને મહાજને (witan) પણ હેરાલ્ડને ગાદીવારસ ઠરાવ્યું. પરંતુ આવી રીતે મેળવેલી રાજસત્તાને વૈભવ તે ભેગવી શકયો નહિ; કારણ કે તેના રાજ્યાભિષેકના સમાચાર સાંભળી નર્મડીના ઠાકર (Duke) વિલિયમે ગાદીને દાવો કર્યો. ગાદી પર કોણ આવે, તેને નિર્ણય કરવાનું કામ મહાજનનું હતું. પરંતુ વિલિયમે તે હેરલ્ડ પર વિશ્વાસઘાતનો આરોપ મૂકો, અને ધર્મયુદ્ધ માટે પિપને આશીર્વાદ મેળવી તેણે મોટા સૈન્ય સાથે ઈંગ્લેન્ડ પર ચઢાઈ કરી. ઈરલેન્ડના અમીરોની મદદ લઈને હેરાલ્ડ પણ તૈયાર થયો. પરંતુ એટલામાં એક અણધારી આફત આવી પડી. હેરલ્ડને ભાઈ ટોટીગ નેર્વેના રાજાની મદદ લઈ ઈંગ્લેન્ડ પર ચઢી આવ્યો. હેરોલ્ડ તેની જોડે લડે, અને યુદ્ધમાં ટેસ્ટીંગ અને તેને રાજા બંને મરાયા. પરંતુ આ યુદ્ધ ચાલતું હતું, તે દરમિઆન ઈંગ્લેન્ડના દક્ષિણ કિનારા પર નોર્મન લશ્કર ઉતર્યું, તેને હેરલ્ડ અટકાવી શકે નહિ. | હેસ્ટિંગ્સનું યુદ્ધઃ ઈ. સ. ૧૦૬૬. હેરાલ્ડ એક યુદ્ધમાંથી છુટો થયો કે તરતજ નર્મનોની જોડે લડવા દક્ષિણમાં ગયો. તેનું લશ્કર નાનું અને થાકેલું હતું. તેના અનેક દ્ધાઓ મરી ખૂટયા હતા, અને નોર્મન તીરંદાજોના ધસારા સામે અંગ્રેજોથી ટકી શકાય એમ ન હતું. . સ. ૧૦૬૬ના
૧. આ યુદ્ધ ડેર્વેન્ટ નદી પર આવેલા સ્ટેમ્ફબ્રિજ પર થયું. બંને સૈન્ય સામસામાં ગોઠવાયાં, એટલે હેરલ્ડ વીસ ચુનંદા હૈદ્ધાઓને સાથે લઈ પોતાના લશ્કરમાંથી બહાર નીકળી મધ્યમાં આવ્યો. તેણે બૂમ મારી કહ્યું, “ગેડવિનનો પુત્ર ટેસ્ટીગ આ સૈન્યમાં છે?” ટેસ્ટીગ તરતજ બહાર આવીને બોલ્યો, “એ અહીં નથી, એમ કહી શકાય જ નહિ.” પછી હેડે કહ્યું, “ભાઈ ટેસ્ટીગ, ભાઈ ભાઈ જોડે લડે, તે કરતાં હું તને મારા રાજ્યનો ત્રીજો ભાગ આપું છું. તું સલાહ કર.” ટેસ્ટીગે પૂછયું; “અને મારા મિત્રને શું આપીશ?” “ઈંગ્લેન્ડની સાત ફીટ જમીન; એ બીજા કરતાં ઉંચો છે, તે કદાચ એકાદ ફુટ વધારે આપું.” -
Page #24
--------------------------------------------------------------------------
________________
ઑકટોબરની ૧૪મી તારીખે હેસ્ટિંગ્સથી સાત માઈલ દૂર આવેલી એક ટેકરી પર નર્મને અને અંગ્રેજો વચ્ચે જીવ સટોસટની લડાઈ થઈ. અંગ્રેજોને તે જીવનમરણને સવાલ હતો. મરવું કે મારવું એવો નિશ્ચય કરીને તેઓ લડતા હતા, એટલે તેમને તેમને હરાવી શક્યા નહિ. આખો દિવસ બંને પક્ષ મરણઆ થઈને લડયા. અંતે સંધ્યાકાળના ઝાંખા અજવાળામાં હેલ્ડ પડયે, તે સાથે અનેક ફરસીવાળા દ્ધા પિતાના રાજાના મૃત દેહ પાસે દેશની ખાતર પ્રાણ સોંઘા કરતા ટપોટપ પડ્યા. વિલિયમ જ તેની સામે થનાર કેઈ રહ્યું નહિ. પિતાના વિજયના સ્મારક તરીકે એ યુદ્ધક્ષેત્રની પાસે તેણે એક મઠ બંધાવ્યું, અને તેનું નામ “Battle Abbey” પાડ્યું. તે મઠનાં ખંડેરે આજે પણ એ યુદ્ધની યાદ આપે છે. - પછી વિલિયમ લંડન તરફ ગયે. હેરોલ્ડના મરણના સમાચાર સાંભળી લેકેએ એક સેકસન રાજકુમારને ગાદી આપવાનું ઠરાવ્યું. પરંતુ વિલિયમ લંડન આવ્યું, ત્યારે સૌ કોઈ તેનાથી દબાઈ ગયા, અને મહાજને તેને ગાદી આપી. આમ વિલિયમ રાજા તે થયો, તે પણ લેકે કંઈ તેને એકદમ તાબે થયા નહિ. તેણે છ વર્ષના અખંડ પરિશ્રમથી ઇંગ્લેન્ડમાં નર્મન વંશની અવિચલ સ્થાપના કરી.
મન વશ. ઇ. સ. ૧૦૬૬–૧૫૪
- વિલિયમ ૧લે [ ૧૦૬૬–૧૦૮૭ ].
વિલિયમ રજે [૧૦૮૭–૧૧૦૦]
હેનરી ૧લે
રાજકુંવરી એડેલા | [૧૧૦૦-૧૧૩૫]
સ્ટીફન રાજકુંવરી મટિલ્ડા [૧૧૩૫–૧૧૫૪] [ આંજૂના અમીર જોડે લગ્ન કર્યું.]
હેનરી રજે [પ્લેટેજીનેટ વંશને પહેલે રાજા
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ્ય કશું
નામત વંશ નોર્મન લેકેઃ ડેન લેકની ટેળીઓ ઇંગ્લેન્ડમાં લૂટફાટ ચલાવતી હતી, ત્યારે ઉત્તરવાસીઓની કેટલીક ટોળીઓ ફ્રાન્સના ઉત્તર ભાગમાં પેસવાના પ્રયત્ન કરતી હતી. જળમાર્ગે દેશની અંદર દાખલ થઈ તેઓ ખેતરે લૂટતા અને ગામડાં બાળતા. તેમણે લોકોને એટલે બધો ત્રાસ આપવા માંડ્યો, કે ફ્રાન્સના રાજાને આ લેકે જોડે સંધિ કરવી પડી, અને તેમને વસવા માટે તેણે ઉત્તરનો થોડો મુલક કાઢી આપ્યો. આ મુલક નોર્થમેન્સલેન્ડ કહેવાયો; પાછળથી અપભ્રંશ થઈને એનું નામ નોમંડી પડયું. ઉત્તરવાસીઓએ પોતાનો પ્રાચીન ધર્મ તજીને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. તેમણે વિદ્યા, કળા, શિલ્પ, અને ધનુર્વિદ્યામાં નિપુણતા મેળવી, અને ફ્રાન્સના લેકેની રીતભાત ને ભાષા શીખીને તેમની જોડે તેઓ લસુવ્યવહારથી જોડાયા. તેઓ વિદ્યારસિક બન્યા, અને સ્ત્રીઓનું સન્માન કરવા લાગ્યા. ડેન લેકની સાહસિક્તા અને શૂરવીરતામાં ફ્રાન્સની રસિકતા, સુઘડતા, અને બુદ્ધિમત્તાનાં તનું મિશ્રણ થયું. એ જમાનામાં તેમની બરોબરી કરી શકે તેવી કોઈ પણ પ્રજા યુરોપમાં ન હતી. તેમની રાજ્યવ્યવસ્થા અને તેમના કાયદા પણ ઉત્તમ ગણાતા.
૧. અંગ્રેજી ભાષામાં વપરાતા કેટલાક શબ્દ ઉપરથી નોર્મન લોકોની રહેણીકરણી વિષે કંઈક જાણી શકાય છે. જીવતાં પ્રાણીઓનાં નામ જેવાં કે Cow, Sheep, Deer અંગ્રેજી છે; પરંતુ તે પ્રાણીઓ મરી ગયા પછી રાંધવા જોગ થાય, તેને માટેના શબ્દો જેવા કે Beef, Mutton, Venison ફ્રેંચ છે. અંગ્રેજો જીવતા પ્રાણીઓ પાળે, ઉછેરે; અને તે મરી જાય, ત્યારે મૅચ રસોઈઓ નોર્મન શેઠને વાસ્તે તે રાંધે.
આ ઉપરાંત Armour, Banner, Herald, Lance આદિ યુદ્ધને લગતા શબ્દો, Judge, Prisoner આદિ કાયદાને લગતા શબ્દ, Sermon, Sacrifice, Friar આદિ ધર્મને લગતા શબ્દ, Baron, Duke, Prince આદિ પદવી બતાવનારા શબ્દ: આ સર્વ કૅચ શબ્દ નોર્મન લોકે ઈંગ્લેન્ડમાં લાવ્યા. આ શબ્દ બતાવી આપે છે, કે નોર્મન લોકે ઇંગ્લેન્ડમાં જમીનદાર, સેનાનાયક, ન્યાયાધિકારી, ધર્માધિકારી અને અમીર હતા.
Page #26
--------------------------------------------------------------------------
________________
ન હેસ્ટિંગ્સના યુદ્ધમાં ઇંગ્લેન્ડે પિતાની સ્વતંત્રતા ગુમાવી. આ નર્મન વિજય કંઈક જુદા પ્રકારને હતો, પણ નર્મન રાજાઓએ અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢયા નહિ, ઉલટું તેમનું રક્ષણ કર્યું. તેમના જુના કાયદા સ્વીકાર્યા, અને તેમની જોડે સંબંધ બાંગે. વિલિયમ ૧લાએ તો અંગ્રેજ મહાજન પાસેથી જ ગાદી મળી હોય, એ દેખાવ સુદ્ધાં કર્યો. વિલિયમઃ ૧૦ ૬૬-૧૦૮૭. નર્મડીને ઠાકર (Duke) વિલિયમ
હેસ્ટિંગ્સના યુદ્ધમાં હેરોલ્ડને હરાવી ઇંગ્લેન્ડને રાજા થયો. ગાદીએ આવતાની સાથે જ તેણે એવો નિશ્ચય કર્યો કે દેશમાં અખંડ સત્તા તેની એકલાનીજ હોવી જોઈએ, અને બધી પ્રજ તેને જ સ્વામી માને તેમ થવું જોઈએ. તે ચતુર, દીર્ધદશી અને નિપુણ રાજતંત્રી હતા. તેમ છતાં તેની રાજ્યનીતિથી પ્રજાના સ્વતંત્ર જીવનને નાશ થશે.
ફયૂડલ ધારે (Feudal
System) વિલિયમની રાજ્યવિલિયમ ઉલે
વ્યવસ્થા સમજવા માટે યૂડલ ધારા વિષે કંઈક જાણવું જોઈએ. એને “લશ્કરી જાગીરદારને ધારે” કહીએ તો પણ ચાલે. કોઈ રાજા નો દેશ છે, ત્યારે તેમાંથી અમુક ભાગ પતે રાખે, અને બાકીની જમીન અમીરોને વહેંચી આપેઃ સરત માત્ર એટલીજ હોય કે જરૂરને પ્રસંગે અમુક માણસો લઈને અમીરે વર્ષમાં ચાલીસ દિવસ રાજાની મદદે આવવું, અને કઈ કઈ પ્રસંગે રાજાને નાણાં આપવાં. આ અમીરે પિતાને મળેલી જાગીરે એજ સરતે નાના જાગીરદારેને વહેંચી આપતા; અને નાના જાગીર નાના વતનદારોને વહેંચતા; આમ બધી જમીન વહેંચાઈ જતી, એટલે રાજા અને ખેડુતો વચ્ચે નાના મોટા અનેક
૬,
દી
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪
વતનદાર અને જાગીરદારની સાંકળ આવી રહેતી. દરેક વતનદાર કે જાગીરદાર પિતાના ઉપરી સરદારને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા કરતે, પણ તે લોકો પર રાજાને અધિકાર ચાલતો નહિ. જરૂરને પ્રસંગે રાજાને લશ્કર મળે, એ સિવાય તેની પાસે બીજી સત્તા થોડી હતી. દરેક અમીર પોતાના પ્રાંતમાં ન્યાયાધીશ, સેનાપતિ, રક્ષક, અને જમીન માલિક હતો. તે દિવાની અને ફેજદારી સત્તા ભોગવતે. તે ખાનગી સિક્કા પાડી શકત. તે રાજાને પૂછ્યા વિના બીજા અમીર જોડે લડાઈ પણ કરી શકતો. આમ દરેક અમીર ખરી રીતે એક માંડલિક રાજા હતો. આથી રાજાની સત્તાનો આધાર આવા જોરાવર અમીરેની વફાદારી પર રહેતો. રાજા બળવાન હોય અને અમીરે પર દાબ રાખે, તે દેશમાં સંપ રહે. તેમ ન હોય તે અંદર અંદર ઝગડો થતું, અને તે અટકાવવાનું કંઈ પણ સાધન રાજા પાસે નહોતું; કેમકે લશ્કર તો પિતાપિતાના ઉપરી અમીરની આજ્ઞામાં રહેતું. જે અમીર પિતાના જાગીરદારોને વશ રાખી શકે, તોજ પરગણાંમાં સુવ્યવસ્થા જળવાતી. યૂડલ ધારાના મૂળભૂત સિદ્ધાન્તો બે હતાઃ (૧) જમીન લેવી અને તેના બદલામાં જમીન આપનાર ઉપરી પ્રત્યે વફાદાર રહેવું. (૨) જરૂર પડે ત્યારે ઉપરીની લશ્કરી નોકરી બજાવવી, અને પ્રસંગોપાત નાણાં આપવાં.
યુરેપનાં ઘણાં રાજ્યમાં આ ધારા પ્રાચીન કાળથી ચાલ્યો આવતો હતો. જે જમાનામાં દેશનો મુખ્ય ઉદ્યોગ ખેતીનો હતો, અને દેશમાં સુવ્યવસ્થા જાળવી શકે એવી પ્રબળ રાજસત્તા નહોતી. તે વખતે આવા જાગીરદારે લેકાના જાનમાલનું રક્ષણ કરી શકે એ ખરું; પણ આખરે ચૂડલ પદ્ધતિનું એક અનિષ્ટ પરિણામ આવ્યું: દેશમાં અમીરે એટલા તે બળવાન થઈ પડયા, કે રાજા પણ તેમનાથી દબાઈ જતો, અને તેની સત્તા નામની જ ગણાતી.
ફ્યુડલ પદ્ધતિથી ફ્રાન્સની જે દુર્દશા થઈ હતી, તેને અનુભવ વિલિયમને પુરેપુર હતું. આથી તેણે ફ્યુડલ પદ્ધતિમાં થોડા ફેરફાર કર્યો. જે સરદારે હેલ્ડના પક્ષમાં રહી તેની વિરુદ્ધ લડયા હતા, તેમની જાગીરો તેણે ખાલસા કરી, અને તે પિતાના અમીરોને વહેંચી આપી. કઈ પણ અમીરની સત્તા વધી ન પડે, તેટલા માટે તેણે બધી જાગીરે એકજ સ્થળે ન સોંપતાં છૂટક છૂટક આપી. અત્યાર સુધી દરેક જમીનદાર પિતાના ઉપરીને
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૫ વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લેતે, તેને બદલે વિલિયમે મેટા સરદારથી માંડીને નાનામાં નાના વતનદાર પાસે રાજાને વફાદાર રહેવાના સોગન લેવડાવ્યા. દેશમાં કુલ જમીનદાર કેટલા છે, તેમની જાગીર વિસ્તાર કેટલે છે, અને તેમની પાસેથી કેટલે કર લઈ શકાય, એ બધાની નોંધ તેણે તૈયાર કરાવી. આ તપાસ એટલી તે કડકાઈ અને એકસાઈથી કરવામાં આવી, કે એક વાર (Yard) જમીનને ટુકડો પણ દફતરે ચઢયા વિના રહી ગયે નહિ. તે દફતરને ‘ચિત્રગુપ્તને પડે” (Domesday Book) કહે છે. આ
|||||NL |
| | |
=
G
S
.
પક
TIMLI will
/ NT/-//y
કે
શિ
છે
વાત
===
લંડન ટાવર દફતર ઇ. સ. ૧૯૮૫-૮૭ની વચ્ચે તૈયાર કરવામાં આવ્યું. વિલિયમે અમી પાસેથી ધીમે ધીમે સત્તા ખેંચી લીધી, અને વહીવટ ચલાવવાને પિતાના અમલદારો નીમ્યા. તેણે કેટલાક મોટા ગુનાનો ન્યાય આપવાનું પિતાના હાથમાં રાખ્યું. પ્રજામાં પિતાની સત્તા મજબુત બેસાડવા માટે તેણે નર્મન અમીને કિલ્લા બાંધવાનું ઉત્તેજન આપ્યું. આ કિલ્લામાં અમીરે પિતાના લશ્કર સાથે રહેતા અને આસપાસના લેકેને ખૂબ ત્રાસ આપતા. વિલિયમે પિતે પણ ઈ. સ. ૧૦૭૮માં “લંડન ટાવર’ બાંધે.
Page #29
--------------------------------------------------------------------------
________________
ધર્મ સબંધી નીતિઃ મુલ્કી રાજ્યવહીવટમાં સર્વોપરિ સત્તા રાજાની હોવી જોઈએ, એ વિલિયમની ધર્મ સંબંધી નીતિમાં પ્રત્યક્ષ થતું હતું. તેણે ધર્મસ્થાનના વહીવટમાં સુધારા દાખલ કર્યા અને ધર્માચાર્યો પવિત્ર અને નીતિમય જીવન ગાળે એવા નિયમે રચ્યા. તેણે ધર્મગુરુઓને માટે જુદી અદાલત સ્થાપી, છતાં તેના ઉપર પિતાનું આધિપત્ય રહે એવી વ્યવસ્થા કરી. રાજાની સંમતિ વિના ધર્માચાર્યો સભા મેળવી શકે નેહિ કે કોઈ પણ ધારે ઘડી શકે નહિ, એ પ્રતિબંધ વિલિયમે દાખલ કર્યો.
છેલ્લાં વર્ષો વિલિયમનાં છેલ્લાં વર્ષો દુઃખમાં ગયાં. તેના સરદારેએ બંડ કર્યું, તેને પુત્ર સામો થઈ ગયો, અને તેની વિરુદ્ધ અનેક કાવતરાં થયાં. આ સર્વની સામે થવાને તેનામાં ઉત્સાહ કે શક્તિ રહી ન હતી. ઈ. સ. ૧૦૮૭માં ફ્રાન્સ જોડે યુદ્ધ થયું, તેમાં વિલિયમના લશ્કરે મેન્ટીઝ નગર બાળ્યું. એ જેવા તે પિતે ત્યાં ગયો હતો, ત્યાં તેના ઘેડાના પગ નીચે ધગધગતા અંગારો આવવાથી ઘેડો ચમક્યો. એથી વિલિયમને ઈજા થઈ અને તે મરણ પામે.
અંગ્રેજ લેકે માથું ઉંચું ન કરી શકે તેવી રીતે નર્મન સત્તાને મજબુત પાયે નાખી “વિજેતા વિલિયમ મરણ પામ્યો. તેનામાં અનેક દેષો હોવા છતાં તે સારે રાજા હતા. તેણે અંગ્રેજ કાયદાને માન આપ્યું, જુનું રાજ્યબંધારણું બને તેટલું કાયમ રાખ્યું, અને અંગ્રેજ રાજકર્તા તરીકેજ દેશમાં એકતા અને વ્યવસ્થા આપ્યાં. નર્મના અમલથી ઇંગ્લેન્ડને બીજા અનેક લાભ થયા. નોર્મનેએ શરૂઆતમાં તો ગરીબ કે ધનિક સર્વને એકસરખી રીતે રંજાડવા માંડ્યા એ ખરું, પણ તેથી અંગ્રેજ પ્રજામાંથી અંદર અંદરનો ભેદભાવ ટળી ગયે, અને એક પ્રજાતત્ત્વની ભાવના ઉત્પન્ન થઈ. વળી ઇંગ્લેન્ડ યુરોપના બીજા દેશોના સંસર્ગમાં આવ્યું. પરદેશી વેપારીઓ, કારીગરે, . ૧. સ્વતંત્રતાના શોખીન અંગ્રેજોને શરૂઆતમાં ખૂચે તે એક બીજે ધારે વિલિયમે કર્યો. અત્રે આઠ વાગે ઘંટ વાગે કે તરત જ બધા લોકેએ અગ્નિ બુઝાવી રાખ. તે સમયે ઇંગ્લેન્ડમાં લાકડાનાં ઘર ઘણાં હતાં, તેથી અવચેતી માટે આ ધો હતો. આ ઘેટને The Curfew Bell કહેવામાં આવતું. સરખડિવોઃ -
The Curfew tölls the knell of parting däy. Gray)
Page #30
--------------------------------------------------------------------------
________________
શિલ્પીઓ, સાધુઓ ઇત્યાદિ ઈગ્લેન્ડમાં નવી સંસ્કૃતિનાં બીજ લાવ્યા એકંદરે નર્મના આગમનથી ઇંગ્લેન્ડને લાભ જ થયા છે. - વિલિયમ બીજો ૧૦૮૭–૧૧૦૦. વિલિયમ બીજાને “રક્તકેશી'નું ઉપનામ મળેલું છે. તે તેના પિતાના જે પરાક્રમી હતું, પણ પૈસાને લેભી હતો. તેના વખતમાં ર્કોટલેન્ડને રાજા ઇંગ્લેન્ડ પર ચઢી આવ્યો, તેને તેણે મારી હઠાવ્યું. તેણે વેલ્સને દક્ષિણ ભાગ જીતી લીધે, અને ઉત્તર ભાગ જીતવાન ઘણું પ્રયત્ન કર્યા. પરંતુ જ્યારે તે ફાવ્યો નહિ ત્યારે તેણે
લેકને એવી છૂટ આપી, કે વેલ્સના લેક પાસેથી કેઈ જે કંઈ લે તે પોતેજ રાખે. ઝેડ (ધર્મયુદ્ધ)માં જવા માટે રોબર્ટને પૈસા જોઈતા હતા, તે તેણે નોર્મડી કબજે રાખીને આપ્યા. જો કે તેણે રાજ્યની વૃદ્ધિ કરી, પણ તેણે પ્રજાને બહુ ત્રાસ આપે. કંચૂડલ ધારાનો લાભ લઈ તેણે હર બહાને લોક પાસેથી પૈસા કઢાવ્યા. તેનામાં દ્રવ્યલોભ હતા, તેનું ચારિત્ર્ય ભ્રષ્ટ હતું, અને તેનું જીવન વિષયી હતું; તેથી તે “ઈશ્વરને અપ્રિય અને મનુષ્યના તિરસ્કારને પાત્રમાં થઈ પડે હતો.
હેનરી ૧ઃ ૧૧૦૦-૧૧૩૫. “રક્તકેશીના
મરણ પછી રોબર્ટની ગેરહાજરીને લાભ લઈ તેને ધર્મદ્ધને સૈનિક નાનો ભાઈ હેનરી ગાદીએ બેઠે. પાછળથી રોબર્ટ
૧. પેલેસ્ટાઈન ભગવાન ઈસુની મૃત્યુભૂમિ હોવાથી ખ્રિસ્તી લોકેનું પવિત્ર ધામ છે. જુના વખતમાં જ્યારે તે આરબ લોકેના તાબામાં હતું, ત્યારે ખ્રિસ્તી યાત્રાળુઓ સુખેથી આવજા કરી શકતા. પરંતુ તુર્ક લોકોએ એ પ્રાન્ત જીતી લીધું. તે પછી યાત્રાળુઓને બહુ દુઃખ પડવા લાગ્યું, એટલે એક ધર્માચાર્યો સર્વ શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓએ ધર્મની રક્ષા માટે પ્રાણાન્ત સુધી લડવું એ આદેશ કર્યો, અને તેને પરિણામે મુસલમાનો અને ખ્રિસ્તીઓ વચ્ચે જે ધર્મયુદ્ધો થયાં, તે “કુંડ'ને નામે ઓળખાયાં દુઝેડ શા માટે કહેવાતું હશે, તે તમે ખાળી શકશે?
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
ચઢી આવ્યા, એટલે કેટલાક અમીરાએ તેના પક્ષ લઈ હેનરી સામે બંડ કર્યું પણ તેમનું કંઈ વળ્યું નહિ. રેબર્ટ કેદ પકડાયા, અને તેામેડી હેનરીના હાથમાં આવ્યું. હેનરીએ એડવર્ડ ભગતના કાયદા પ્રમાણે ચાલવાનું વચન આપી પ્રજાની પ્રીતિ સંપાદન કરી. તેણે જુના સેકસન વંશની એક રાજકુંવરી સાથે લગ્ન કર્યું, અને અંગ્રેજોને પોતાના મિત્રા બનાવ્યા. તેણે દેશમાં સુધારા દાખલ કરી સુરાજ્ય સ્થાપ્યું, એટલે રંક કે રાય સર્વને સરખા ન્યાય મળવા લાગ્યા. પરિણામે રાજ્યની આવક પણ વધી.
હેનરી ૧લાના અમલમાં પ્રજાજીવનમાં જાણવા જેવા ફેરફાર થયા. નામડીના યુદ્ધ વખતે ફ્રેન્ચ સિપાઈઓ જોડે લડવાને અંગ્રેજોનેા ભય દૂર થઈ ગયા એટલુંજ નહિ, પણ પેાતે તેમને જીતી શકે તેવા બળવાન છે, એવા આત્મવિશ્વાસ તેમનામાં આવ્યું. આ યુદ્ધમાં ભાગ લેનાર બંડખાર અમીરાની જાગીરે જપ્ત કરી હેનરીએ ખીજા સરદારાને વહેંચી આપી. આ નવા અમીરા ઈંગ્લેન્ડને સ્વદેશ માનવા લાગ્યા, અને તેમણે અંગ્રેજો જોડે લગ્નસંબંધ પણ બાંધ્યા. આમ તેમને અને અંગ્રેજોના ભેદભાવ લુપ્ત થવા લાગ્યા. સામાન્ય પ્રજા અંગ્રેજી ભાષા ખેાલતી, પણ રાજદરબારમાં ફ્રેન્ચ ભાષા વપરાતી. નેર્મન લેાકાએ ધીરેધીરે અંગ્રેજી ભાષા સ્વીકારી. અંગ્રેજ પ્રજા નાર્મન લેાહીના મિશ્રણથી સંસ્કૃત, સાહસિક અને ચતુર બની, તેમ ફ્રેન્ચ ભાષાના મધુર સંમિશ્રણથી અંગ્રેજી ભાષા સમૃદ્ધ અને સંસ્કારી બની.
સ્ટીફનઃ ૧૧૩૫-૧૧૫૪. પાછ્યા વખતમાં હેનરી ૧લા જેની ચિંતા ર્યા કરતા હતા, તે વાત તેના મૃત્યુ પછી બની. હેનરીના મરણ પછી તેની પુત્રી મટિલ્ડાને ગાદી ઉપર હક હતા, પણ એક સ્ત્રી રાજ્ય ચલાવે એ વાત લાકાને અને અમીરાને ગમી નહિ. એવામાં હેનરીનેા ભાણેજ સ્ટીફન ફ્રાન્સથી ઉતરી આવ્યા, એટલે લેાકાએ તેને સહર્ષ સત્કાર કરી તેને રાજગાદી આપી. પરિણામે ગાદી માટેની તકરાર શરૂ થઈ. કેટલાક અમીરીએ સ્ટીફનના પક્ષ લીધા; પણ કેટલાક મટિલ્ડાના પક્ષમાં રહ્યા. સ્કાટ લેકા રાણીનેા પક્ષ લઈ લવા આવ્યા, પણ તેઓ હાર્યાં (ઇ. સ. ૧૧૭૮), અને દેશમાં લડાઈ શરૂ થઈ. ઓગણીસ વર્ષ સુધી દેશમાં અરાજકતા રહી. પરંતુ છેવટે લડાઈથી
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૯
કૈટાળી નિરાશ થએલી મટિ‚ા દુઃખની મારી ઇંગ્લેન્ડ ઇંડી પેાતાના બાળપુત્રને લઈ ફ્રાન્સ જતી રહી. (ઇ. સ. ૧૧૪૭)
હજુ દેશમાં શાન્તિ સ્થપાઈ નહેાતી. આ અંધાધુંધીના સમયમાં અનીસ અળવાન થઈ પડ્યા હતા, અને તે સ્ટીફન જેવા નરમ માણસને તામે થઈ જાય તેમ નહેતું. આ પ્રસંગને લાભ લઈ અમીરાએ ઠેરઠેર કિલ્લા આંધ્યા. તે કિલ્લામાં રહીને અનેક જુલમ ગુજારી શકતા. તે લેાકાને લૂટતા, મારતા, અને કેદમાં નાખતાઃ તે લેાકેાને અકથ્ય અને અસહ્ય ત્રાસ આપતા. તેઓ ગામડાં અને શહેરા લૂટીને બાળી મૂકતા. દેશમાં કાઈ ખેતી કરી શકતું નહિ; કારણ કે પાક તૈયાર થાય એટલે આ ઉદ્ધૃત અમીરાના ફાટેલા નાકરા ખેડુતને મારીને સધળા પાક પડાવી લેતા. દેશમાં દુકાળ અને ભૂખમરા વર્તાઈ રહ્યો; લેાકેા પાસે ખાવાનું કશું રહ્યું નહિ. જુલમ અને ત્રાસથી કંટાળેલા લાકા કહેતા, કે “ ઈસુ અને સતા સૂઈ રહ્યા છે. ’’
આવી અંધાધુંધી અને અરાજકતાથી લેકે કંટાળી ગયા. પ્રબળ રાજસત્તાની કેટલી જરૂરઆત છે, એ હવે તેમને સમજાવા લાગ્યું. એવામાં મટિલ્ડાને પરાક્રમી પુત્ર હેનરી ઇ. સ. ૧૧૫૩માં લશ્કર લઈને ઈંગ્લેન્ડમાં આવ્યા, ત્યારે પ્રજાએ તેને વધાવી લીધા. સ્ટીફને જોયું કે હવે સામું થવું વ્યર્થ છે, તેથી તેની જોડે સમાધાન કર્યું. એમાં એવા ઠરાવ થયા કે સ્ટીફન જીવે ત્યાં સુધી રાજ્ય કરે, પણ તેની પછી હેનરી ગાદીએ આવે, અને સ્ટીફન જીવે ત્યાં સુધી હેનરી જોડે રહીને કામ કરે. આ પછી સ્ટીફન શ્રીજેજ વર્ષે મરણ પામ્યા, અને તેમન વંશના અંત આવ્યા.
પ્રકરણ ૪થું પ્લેન્કેજીનેટ વંશ
હેનરી બીજો અને તેના પુત્રા : ઇ. સ. ૧૧૫૪-૧૨૧૬ હેનરી રજોઃ ૧૧૫૪-૧૧૮૯. સ્ટીફનના મૃત્યુ પછી મટિલ્ડાના પુત્ર અરી ગાદીએ આબ્બે.. હેનરીના બાપ આંજૂતા ઠાકાર હાવાથી ઇતિહાસમાં વંશના રાજાઓ આવીન રાજા પણ કહેવાય છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
4 ઇંગ્લેન્ડની ગાદી મળવાથી હેનરી ઘણું મુલકને સ્વામી થયે તેને પિતાના બાપ પાસેથી આંજૂ અને ટુરેન પ્રાંત મળ્યા અને માં તરફથી મેમંડી. ઇંગ્લેન્ડ, અને મેઈને મળ્યાં; વળી ફ્રાન્સના રાજાએ છુટાછેડા આપેલી રાણી જોડે લગ્ન કરીને તે પિટું વગેરે કેટલાક પ્રાંતને માલિક બન્યો, અને પિતાના એક પુત્રના લગ્નસંબંધથી તેને બ્રિટની પ્રાંત મળ્યો. - આવા મોટા રાજ્યની માલિકી ઉપરાંત હેનરીને બીજા કુદરતી લાભ પણ મળ્યા હતા. તે ઉધોગી ને ઉત્સાહી હતા, અને તેની ચપળતાથી તેને ‘Unresting” એવું ઉપનામ મળ્યું હતું. તેને સ્વભાવ ઉગ્ર હતો, છતાં પિતાના સ્વભાવ પર તે કાબુ ધરાવી શકતો. તે પ્રમાણિક, એકવચની, અને ક્ષમાશીલ હતો. તેણે સારી વિદ્યા સંપાદન કરી હતી. રાજકીય ઉપાધિઓમાંથી. જે સમય ફાજલ પડતે, તે સમયે તે વાંચવામાં કે ગંભીર તત્ત્વચિંતન કરવામાં ગાળતો. વિદ્યાને લીધે તેનામાં જે સંસ્કાર આવ્યા હતા, તેથી તેની રાજનીતિમાં ડહાપણું ને દઢતા દેખાતાં. જે તીક્ષ્ણ બુદ્ધિ અને અસાધારણ શક્તિથી તે વિદ્વત્તા મેળવી શક્યો, તે તેની યુદ્ધકળામાં પણ ખીલી નીકળતી. અનેક લડાઈઓમાં મોખરે રહીને તેણે પોતાના લશ્કરને વિજય અપાવ્યો હતો. વળી મનુષ્યસ્વભાવની ઉડી પરખને લીધે તે અમલદારેની યોગ્ય પસંદગી કરી શકતો.
રાજ્યવ્યવસ્થાઃ આવા વિલક્ષણ ગુણ અને સ્વભાવવાળા રાજાએ ચાદીએ આવતાં જ પોતાની શક્તિ અને સત્તાને પરિચય કરાવ્યું. અનેક વર્ષોથી અમીરે સત્તાના મદમાં ઉન્મત્ત બની ગયા હતા, તેમને ઠેકાણે લાવવાનું કામ તેણે પ્રથમ હાથમાં લીધું. છેલ્લી અંધાધુંધીના વખતમાં અનેક અમીએ રાજાની રજ વિના કિલ્લા બાંધ્યા હતા, તે સર્વને તોડી પાડવાને તેણે હુકમ કર્યો. પિતે યુદ્ધમાં હોય, ત્યારે પણ રાજ્યવ્યવસ્થા નિયમિત રીતે ચાલ્યા કરે, તે માટે તેણે ચાર હેશિયાર મંત્રીઓને સઘળો રાજ્યકારભાર સોંપી દીધે. તેણે ન્યાય આપવાની પદ્ધતિમાં કેટલાક અગત્યના ફેરફાર કર્યા તેણે ન્યાયાધીશોને પરગણુમાં મેલવા માંડયા, અને હાલની પંચ (Jury) ની બીજભૂત પદ્ધતિ દાખલ કરી. તેણે ઘણું અસી. પાસેથી ન્યાય આપવાનો અધિકાર છીનવી લીધો, અને યોગ્ય અધિકારીએ નીમીને રાજસત્તાને મજબુત કરી.
Page #34
--------------------------------------------------------------------------
________________
હેનરીની પરરાજ્યનીતિઃ હેનરી- આવા મોટા રાજ્યને ધણુ હતો, છતાં તેની રાજ્યતૃષ્ણા તૃપ્ત થઈ નહિ. તેને ફ્રાન્સના રાજાની જોડે ઘણે વાર તકરારના પ્રસંગે ઉભા થતા. આખરે ખુલ્લા વિગ્રહ થશે એમ પણ લાગ્યું. પરંતુ તેની ઈછા ફ્રાન્સના રાજાની સામે મેદાનમાં પડવાની નહોતી એટલે તેની જોડે તેણે લાભકારક સંધિ કરી, અને કંચ રાજપુત્રી જોડે પોતાના પુત્રને વિવાહ કર્યો. વળી તેણે વેલ્સને કેટલેક ભાગ કબજે કર્યો; પણ એ પહાડી દેશમાં લશ્કર ઉતારવાનું કામ મુશ્કેલ હોવાથી ત્યાં સ્થાયી જીત મળી નહિ. તેણે ર્કોટલેન્ડ પર કેટલાક હુમલો કર્યો, તેમાં પણ તે ઝાઝું ફાવ્યો નહિ જો કે એક લડાઈમાં સ્કોટલેન્ડનો રાજા કેદ પકડાયો, અને તેની પાસે તેણે પિતાનું આધિપત્ય સ્વીકારાવ્યું, પણ તે પછી તેણે તેને છોડી દીધો. છેવટે તેણે આયર્લેન્ડ જીતવાનો નિશ્ચય કર્યો.
આયર્લેન્ડમાં પ્રાચીન કાળથી ગાલ ઇત્યાદિ જાતિના લેકે રહેતા હતા. ઈગ્લેન્ડની પેઠે ત્યાં પણ ઉત્તરવાસીઓ હુમલા કરતા, પણ અનેક સંકાં સુધી એ લેકે અછત રહ્યા હતા. પરંતુ દેશમાં સંપ ન હતું, અને સરદારે સત્તાને માટે લડી મરતા હતા. હેનરીએ કુસંપનો લાભ લેવાનો નિશ્ચય કર્યો. પિપે પણ તેને આયર્લેન્ડ જીતવાની રજા આપી; કેમકે આયર્લેન્ડના લોકે ખ્રિસ્તી ધર્મ પાળતા હતા એ ખરું, પણ તેઓ પિપને ધર્માચાર્ય તરીકે માનતા ન હતા. દરમિઆન હેનરીને થોડા વખતમાં આયર્લેન્ડમાં વચ્ચે પડવાને લાગ મળ્યો. ત્યાંના સરદારેમાં જે બે પક્ષ હતા, તેમાંના એકે હેનરીની મદદ માગી, અને તેના બદલામાં તેનું સ્વામિત્વ સ્વીકારવાનું વચન આપ્યું. હેનરીએ પોતાના જે સરદારને ત્યાં મોકલ્યો. તેણે દેશનો કબજે મેળવ્યો. પરંતુ હેનરીને ભય પેઠે, કે ત્યાંના સરદારે સ્વતંત્ર થઈ આયર્લેન્ડ પચાવી પાડશે; એટલે ઇ. સ. ૧૧૭૨માં તેણે આયલેન્ડ જઈ બધા સરદારોની પાસે પિતાનું આધિપત્ય સ્વીકારાવ્યું. સાથે સાથે તેણે ધર્મગુઓની સભા મેળવી અને તેમને પિપને વડા ધર્માચાર્ય સ્વીકારવાનું સમજાવ્યું. આમ જે કે હેનરી આયર્લેન્ડને અધિપતિ બન્યું, પણ તે ત્યારે ખરે સત્તાધીશ થઈ શકો નહિ; કેમકે મજબુત રાજ્ય સ્થાપવા તેનાથી ત્યાં ઝાઝો વખત રહી શકાય તેમ ન હતું.
Page #35
--------------------------------------------------------------------------
________________
ર
હૅનરી અને એકટ: આ પ્રતાપી રાજાએ મુલ્કી રાજ્યવહીવટમાં સુધારા કર્યાં, તે પછી ધર્મખાતામાં પેઠેલા સડે। દૂર કરવા ધાર્યું. પાદરીઓની સત્તા ઘણી વધી પડી હતી, અને ધર્મખાતામાં ઘણી અવ્યવસ્થા હતી. વિલિયમ ૧લાએ ધર્મખાતાની જુદી અદાલતા સ્થાપી હતી, પણ તેનું પરિણામ જતે દિવસે ઉલટું આવ્યું. પાદરીએ પાપતેજ અધિપતિ માનતા, અને તેની આજ્ઞા હાય તેા રાજાની મરજી વિરુદ્ધ વર્તતા. તેઓ દેશની જાગીરા ભાગવતા, છતાં દેશના સામાન્ય કાયદાના ભંગ કરતા. કાઈ પાદરી ગુને કરે, તે તેને ઈન્સાફ ધર્મખાતાની અદાલત મારફતે થતા. આ અદાલતમાં શિક્ષા નજીવી થતી. એક સામાન્ય ખૂનીને દેશના કાયદા પ્રમાણે મેાતની સજા થતી; પણ કાઈ પાદરીએ ખૂન કર્યું હોય, તો તેને ધર્મ બહાર મૂકવામાં આવે, હલકી પાયરીએ ઉતારવામાં આવે, કંઈક હલકું પ્રાયશ્ચિત્ત · કરવાની સજા થાય. હેનરીને આ ઉધાડે અન્યાય ખૂંચવા લાગ્યા, અને તેણે તે માટે ઉપાયે શેાધવા માંડવા. તેણે ચેાગ્ય સુધારા દાખલ કરવાની હાંસમાં થામસ–એ–એકેટ નામના પંડિતને કેન્ટરબરીને ધર્માચાર્ય બનાવ્યેા.૧
એવામાં એક પાદરીએ ખૂન કરી ફાંસીની સજામાંથી બચી જવા માટે ધર્મખાતાની અદાલતનું શરણ લીધું. હેનરીએ સરદારાની સભાને દેશના જુના
૧. એકેટ એક પૈસાદાર વેપારીનો પુત્ર હતા. તેણે ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરી કેટલીક પરદેશી વિદ્યાપીઠેામાં ઉચ્ચ અભ્યાસ કર્યા હતા. તેની બુદ્ધિમત્તાથી આકર્ષાઇને રાનએ તેને મંત્રીપદ આપ્યું હતું. તે વખતે તે ઘણા ખદબાથી રહેતા. તેના ઉપર રાજાની મહેરબાની પણ ઘણી હતી. ઘણી વાર બેકેટના ધર આગળથી નીકળતાં રાજા રોડા પરથી ઉતરી અંદર જતા, અને પ્રસંગેાપાત ત્યાં જમવા પણ બેસી જતા. રાજ્યને મશ્કરી કરવાની ટેવ હતી. એક વખત શિઆળામાં રાજા અને બેકેટ ધૅાડા ઉપર મેસીને ફરવા જતા હતા, ત્યાં ટાઢે થરથરતા એક ભિખારીને જોઇ રાજાએ બેકેટનો જ઼ીમતી ઝખ્મા આપી દેવા સારૂ તેના પર હાથ નાખ્યો; બેકેટ તે તાણી રાખ્યો એટલે ખેંચાખેંચ ચાલી; પણ આખરે ભિખારીને સ્વપ્નામાંએ નહિ એવું એઢવાનું મળ્યું. આટલી મિત્રાચારીનેલીધે રાજા એમ માનતા હતા, કે ધર્મ ખાતાનો વહીવટ સુધારવામાં એકેટ મને મદદ કરશે. બેકેટ તા તરતજ કહ્યું હતું, કે “ અત્યારે આપ મારા પર જેટલો પ્રેમ રાખે છે, તેટલોજ પછી મને ધિક્કારશે; કેમકે આપ ધર્મના વહીવટમાં એટલા બધા વચ્ચે પડે। છો, કે હું તે ચાલવા દઈશ નહિ. ’
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૩
ધારા શેાધવાનું કહ્યું. એથી તેમણે એક લેખ તૈયાર કરીને જણાવ્યું કે કાઈ ગુનેગાર પાદરી છે કે નહિ, તેને નિર્ણય સામાન્ય અદાલતે કરવા; જે પાદરી હાય તે ધર્મખાતાની અદાલતે તેની તપાસ કરવી, પણ પછી દેશના કાયદા પ્રમાણે સજા કરવાને માટે તેને ન્યાયની અદાલતમાં મેકલવા. આ ધારાને લેન્ડનના ધારા’ કહેવામાં આવે છે.
હેનરી એક્રેટને પેાતાના મિત્ર ગણતા હતા, તેથી તેણે ધાર્યું કે આ નિકાલમાં એકેટ સંમત થશે. પરંતુ દિવાનપદે બિરાજતા એકેટ ધર્માધ્યક્ષ થયા પછી બદલાઈ ગયા હતા. ધર્માધ્યક્ષ થયા પછી તેણે દુનિયાનું વૈભવી જીવન તજી દીધું, સઘળેા ઠાઠમાઠ મૂકી દીધા, અને અત્યંત ધાર્મિક જીવન ગાળવા માંડયું. ધર્મની બાબતમાં પાપનુંજ આધિપત્ય હાઈ શકે એમ માનીનેજ તેણે દિવાનપદ છેડયું હતું, અને ધર્મગુરુની જગા સ્વીકારી હતી. હેનરીએ એકેટની મદદથી ધર્મમાં સુધારા કરવાની આશા છેાડી દીધી. એકેટે કલેરન્ડનના ધારામાં ન છૂટકે સહી કરવાની કબુલાત આપી હતી, પણ વખત આવે તે ફરી ગયા. રાજા અને ધર્માધ્યક્ષ વચ્ચેની તકરાર વધી પડી. એકેટને પણ ઈંગ્લેન્ડમાં રહેવું સલામત લાગ્યું નહિ, એટલે તે રાતેારાત ફ્રાન્સ નાસી ગયા, અને છ વર્ષ (૧૧૬૪-૧૧૭૦) સુધી ત્યાં રહ્યો. પછી સમાધાન થવાથી એકેટ ઈંગ્લેન્ડમાં પાછે આવ્યા, પણ આવતાં વેંત તેણે રાજાના પક્ષમાં ભળેલા ધર્મગુરુઓને ધર્મ બહાર કર્યો, એટલે હેનરીનેા ક્રોધ ઝાલ્યા રહ્યો નહ. ગુસ્સાના આવેશમાં તે ખેલી ઊઠયા, “મારા રોટલા ખાનાર યેાદાએમાં કાઈ એવેા નથી, કે જે આજકાલના એ ઉત્કૃખલ પાદરીને ઉડાવી દે ?” રાજાનાં અવિચારી વેણુ સાંભળી ચાર ચેહ્વા ઉપડયા, અને કેન્ટરબરી જઈ પહેાંચ્યા. ત્યાં દેવાલયમાંજ ધાળે દહાડે ખેકેટનું ખૂન થયું: ઇ. સ. ૧૧૭૦,
એકના દુરાગ્રહ ને આંધળા પક્ષપાત, અને બીજાના અવિચારીપણાનું આવું માઠું પરિણામ આવ્યું. એકેટની હત્યાની ખબર સાંભળતાંજ હેનેરીને બહુ પશ્ચાત્તાપ થયેા. ત્રણ દિવસ સુધી ખાવું પીવું મૂકી દઈ તેણે વિલાપ કર્યાં, અને પાંચ અઠવાડીઆં સુધી કેાઈની મુલાકાત પણ લીધી નહિ. પછી તેણે પાપની માફી માગી, અને પ્રાયશ્ચિત્ત કર્યું. એકેટની કબર પાસે જઈ તેણે પોતાની પીઠ પર ચામુક મરાવ્યા. પાપે એકેટને ‘ સંત ’(Saint)ની પદવી
Page #37
--------------------------------------------------------------------------
________________
૪
આપી, અને આયર્લૅન્ડની જીન પછી હેનરીને મારી આપી, લેાકેા એકેટને શહીદ માની દૂર દૂરથી પણ તેની કબરની જાત્રાએ આવવા લાગ્યા. કવિ ચાસરે ‘ કેન્ટરબરી ટેઈલ્સ' માં આ યાત્રાળુઓનું વર્ણન આપ્યું છે. અંતઃ આવા મહાન રાજાનાં છેલ્લાં વર્ષે દુઃખમાં વીત્યાં. પાતાના વિસ્તીર્ણ રાજ્યને અમલ ચલાવવા માટે તેણે પોતાના ઉંમરલાયક પુત્રાને જુદા જુદા પ્રાંતાના હાકેમ બનાવ્યા, અને સૌથી મેટાને પોતાની પાસે રાખ્યા. પરંતુ તેમનામાં રાજ્યલાભ પેઠેઃ તેએ અંદર અંદર તેમજ હેનરીની સામે લડવા લાગ્યા, અને હેનરીના શત્રુએ જોડે મિત્રાચારી કરવા લાગ્યા. તેના ત્રણ પુત્રએ પોતાની માતાની શીખવણીથી બળવા કર્યાં. તેના બે પુત્રા તા મરણ પામ્યા, પણ બીજા બેએ તેની વિરુદ્ધ બળવા કર્યાં. હેનરીની બેવફા રાણીની તેમાં ઉશ્કેરણી હતી, અને ફ્રાન્સને રાજા તે મદદ આપવા તૈયાર હતા. અંગ્રેજ લશ્કર બળવાખારાને પહેાંચી વળ્યું, છતાં હેનરીએ તેમને માડ઼ી આપી. હવે તેને જીવનમાં રસ રહ્યો ન હતા, અને તેની તબીયત લથડતી જતી હતી. આવી સ્થિતિમાં તેણે બળવાખેારાની ટીપ જોવા માગી; તેમાં પેાતાના પ્રિય અને કનિષ્ઠ પુત્ર જ્હાનનું નામ સૌથી પહેલું જોઈ તે તેને બહુ લાગી આવ્યું. તે ખેલ્યો, “ હવે થવાનું હેાય તેમ થાય; મને મારી કે જગતની કંઈ પણ પરવા નથી. ” માત્ર બે દિવસ પછી તે મરણ પામ્યા. હેનરીએ પેાતાના અમલમાં ઇંગ્લેન્ડમાં કરેલું કામ ભૂલી શકાય તેવું નથી. તેની ન્યાય આપવાની પદ્ધતિ વિશાળ સ્વરૂપમાં અદ્યાપિ પર્યંત ચાલુ છે. તેની રાજ્યનીતિને હેતુ રાજસત્તાને પ્રતાપી તે બળવાન બનાવવાને હતા, અને તેથીજ ફ્રાન્સ પર ચઢાઈ કરતી વખતે ફયૂડલ ધારા પ્રમાણે અમીરા પાસેથી ચાલીસ દિવસની નેકરી ન લેતાં તેણે પૈસા લીધા હતા, અને તેમાંથી પેાતાને વફાદાર રહે તેવું લશ્કર ઉભું કર્યું હતું. તેણે રાજસભાની નવીન રચના કરીને અમીરાને નબળા પાડયા હતા. Ăાટલેન્ડ અને વેલ્સ ઉપર સ્વામિત્વને દાવા કરી બ્રિટિશ ટાપુઓની એકતા સાધવાને તેને પ્રયત્ન પુરેપુરા સફળ ન થયે, છતાં તે સ્તુત્ય તેા હતેાજ. ખરેખર, હેનરી ઈંગ્લેન્ડના પ્રતાપી, પરાક્રમી, અને મહાન્ રાજા હતા. તેણે દેશની મહત્તા વધારીને શાન્તિ સ્થાપી, અને રાજ્યવહીવટ માટે ઉત્તમ ધારા ઘડી કાઢયા,
'
Page #38
--------------------------------------------------------------------------
________________
સ
રિચર્ડઃ ૧૧૮૯–૧૧૯૯. હેનરીના મરણ પછી તેને પુત્ર રિચર્ડે ગાદીએ બેઠે. બહાદુરી સિવાંય બાપને એક ગુણ તેનામાં ન હતેા. ઇતિહાસમાં તેને ‘સિંહહૃદયને કહેવામાં આવે છે. તે ઉદાર, ભેાળે, પરાક્રમી અને અવિચારી હતા. રાજ્ય ચલાવવા કરતાં યુદ્ધ કરવામાં તે વધારે પ્રવીણ હતા. તેણે દસ વર્ષ નામનું રાજ્ય કર્યું, પણ તેમાંના ઘણા ભાગ તે તેણે લડાઈમાંજ ગાળ્યો. તેણે પેલેસ્ટાઈનની રણભૂમિ પર અદ્ભુત પરાક્રમે દાખવ્યાં હતાં, અને તેની વાત સાંભળી લેાકેાની છાતી ઉંચી આવતી હતી; પણ તે ઈંગ્લેન્ડમાં માત્ર ખે વખત આવ્યા હતા, અને તેથી દેશની રાજ્યવ્યવસ્થા પર ધ્યાન આપી શખ્યેા ન હતા. તેની ગેરહાજરીમાં દેશમાં અખેડા થયા, અને અવ્યવસ્થા ચાલી. રિચર્ચાના ભાઈ જ્યાંને તેને પદભ્રષ્ટ કરી ગાદી પચાવી પાડવાના પ્રયત્ન કર્યો, અને પરરાજ્યા જોડે મસલત કરી રિચર્ડ વિરુદ્ધ અનેક ખટપટા ઉભી કરી. ક્રુઝેડ પુરી થયા પછી રિચર્ડ ઈંગ્લેન્ડ આવતા હતા, ત્યારે રસ્તામાં આસ્ટ્રિઆના ઠાકારે તેને કેદ પકડયો, અને જર્મન શહેનશાહને સોંપી દીધા. તેણે તેને એક વર્ષ કેદમાં રાખ્યું, અને આખરે ભારે દંડ લઈને છોડી મૂકયેા. ઇંગ્લેન્ડમાં આવીને રિચર્ડે વ્યવસ્થા આણ્ણ અને જહાનને ક્ષમા આપી. ફ્રાન્સની એક લડાઈમાં તીર વાગવાથી રિચર્ડ મરણ પામ્યા. રિચર્ડની ગેરહાજરીથી દેશને એક લાભ થયેઃ એવી લાાને વહીવટ ચલાવવાની તાલીમ મળવા લાગી. લડાઈના ભારે ખર્ચના પૈસા મેળવવા પ્રધાનને લેાકસભા ખેલાવવી પડતી, અને તેમને ખુલાસા આપવા પડતા. રાજ્યતંત્રમાં પ્રજાને અવાજ હોવા જોઇ એ, એ સૂત્રનાં મૂળ આ સમયમાં નંખાયું. જ્હાનઃ ૧૧૯૯–૧૨૧૬. રિચર્ડના મરણ પછી હૅાન ગાદીએ આવ્યા. તે કપટી, ખટપટી અને દુરાચારી હતા. ખરૂં જોતાં ગાદી ઉપર તેના ભત્રીજાં આર્થરના હક થતા હતા, પણ તે બાર વર્ષના કુંવરનો હક જાળવવાની દરકાર કાને હાય ? તેમ છતાં આર્થરે ફ્રાન્સના રાજાની મદદથી ખંડ ઉઠાવ્યું; પણ તેમાં તે ફાવ્યા નહિ, અને ઉલટા કેદ પકડાયા. ભત્રીજો જીવે છે ત્યાં સુધી પોતાની સ્થિતિ સલામત નથી, એમ જાણી રાજલાભી કાકાએ તેનું ખૂન કરાવ્યું. શૈકસ્પિયરે આ પ્રસંગનું હૃદય હલાવી નાખનારૂં વર્ણન આપ્યું છે. તે વાંચનારને જ્હાનને માટે હાડાહાડ તિરસ્કાર વ્યાપે છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
| મૈડી ખોયું. અત્યાર સુધી ઇંગ્લેન્ડના રાજાઓ નર્મડીના ઠાકોર હતા, અને એ રીતે જોતાં ફ્રાન્સનો રાજા તેમને અધિપતિ હતા. આ અધિકારની રૂએ ફ્રાન્સના રાજાએ જëન પર આર્થરના ખૂનનું તહેમત મૂકયું, અને તેને જવાબ આપવા પિતાની પાસે હાજર થવા ફરમાવ્યું, પણ જëન ગયે નહિ. એથી ફાન્સના રાજાને બહાનું મળ્યું. તેણે ફ્રાન્સમાં આવેલી જëનની ઘણીખરી જાગીરે જપ્ત કરી; આમ જે કે ભત્રીજાનું ખૂન કરી હેને ઈગ્લેન્ડની ગાદી મેળવી, પણ બાપદાદાએ મેળવેલું નોર્મડીનું રાજ્ય ગુમાવ્યું. ઇંગ્લેન્ડને તે આથી લાભ જ થયો; કારણ કે રાજા અને અમીરની દષ્ટિ નોર્મડી ઉપરથી જતી રહી, અને તેઓ ઇંગ્લેન્ડને સ્વદેશ માની ત્યાં સ્થિર થયા. ઈગ્લેન્ડનો પૈસો નોર્મડી જતો અટક, અને પ્રજાના હક સારૂ નર્મન અમીર અને અંગ્રેજ લેકે સરખો રસ લેવા લાગ્યા.
- પપ જે તકરાર થડા વખતમાં જનને રેમના પોપ જોડે તકરાર થઈ. કેન્ટરબરીને ધર્માચાર્ય મરણ પામે, એટલે ત્યાંના સાધુઓએ તેને સ્થાને પોતાનામાંના એકની ચુંટણી કરી. સાધારણ રીતે રાજા અને પિપની અનુમતિથી આ પસંદગી થતી, પરંતુ સાધુઓ ડૅનને બરાબર ઓળખતા હતા, તેથી રાજાને પૂછયા વિના તેમણે આ નીમણુક કરી દીધી. જëનને આ વાતની ખબર પડતાં તેણે તે સ્થાને પિતાના એક માણસની નીમણુક કરી. જ્યારે પિપ પાસે તકરાર ગઈ, ત્યારે તેણે આ બંને નીમણુકે રદ કરી સ્ટીફન લેંગ્ટન નામના એક પવિત્ર અંગ્રેજ પડિતની તે જગાએ નીમણુક કરી. વ્હેન પોપની સામે થયે, અને તેણે આખા રાજ્યને ધર્મભ્રષ્ટ ગણવાનો હુકમ કાઢો. ચાર વર્ષ સુધી મંદિરમાં પ્રાર્થના થઈ નહિ, કઈ ધર્મક્રિયા ચઈ નહિ, કબરસ્તાનમાં મડદાં દટાયાં નહિ, અને લોકોને ભારે દુઃખ વેઠવું પડયું. ખરું જોતાં પિપનું આ પગલું ગેરવાજબી હતું, અને જëન લેકપ્રિય રાજા હતા, તો પિપનાં આવાં અયોગ્ય દબાણની સામો થઈ શકત. પરંતુ તેનાં અધમ કામ, તેની વિષયલંપટતા, તેનો લેભ અને તેની નિર્દયતાને લીધે એ પ્રજાને અકારો થઈ પડ્યો હતો. તેણે પિપના ફરમાનની દરકાર કરી નહિ, અને મરજીમાં આવે તેમ વર્તવા માંડયું. વળી પોપની આજ્ઞા માનનારા
Page #40
--------------------------------------------------------------------------
________________
પાદરીઓને લૂટવા અને મારવા માંડયા. પપે તેને ધર્મ બહાર મૂકો, અને તેની પ્રજાને તેના પ્રત્યે વફાદાર રહેવાના બંધનમાંથી મુક્ત કરી. છેવટે ઈ. સ. ૧૨૧રમાં પિપે તેને પતિત અને પદભ્રષ્ટ થએલે જાહેર કર્યો, અને ફ્રાન્સના રાજાને ઇંગ્લેન્ડ જીતી લેવાની આજ્ઞા કરી.
હવે ન્હનને ચિંતા પેઠી. અમીરે અને પ્રજા તેને માટે કેવી લાગણું ધરાવે છે, એ તે સારી પેઠે જાણતા હતા; એટલે આ પ્રસંગે તે પાપને નમી પડ્યું. તેણે સ્ટીફન લેંગ્ટનને ધર્માધ્યક્ષ તરીકે કબુલ રાખ્યો. અને પિપના પ્રતિનિધિને પગે પડી રાજમુકુટ તેને ચરણે ધર્યો. પિપે તેને ખેડીઆ રાજા તરીકે સ્વીકારી રાજ્ય પાછું આપ્યું. આ વાત સાંભળી ઇંગ્લેન્ડના લોકોને શરમના માર્યા નીચું જોવાનું થયું. હવે રાજ્યતંત્રમાં સુધારા થવા જોઈએ, એ જાહેર અસંતોષ લેકેએ દેખાડે.
હૅનને શરણે આવેલ જેઈ પિપે ફ્રાન્સના રાજાને પાછા જવાની આજ્ઞા કરી. ફિલિપે પાછા જવાની ના પાડી, પણ નૌકાસૈન્ય હારી જવાથી તે પાછા ગયે. જëનને તે ફિલિપની પાછળ પડી તેને માર હતું, પણ અમીએ તેની જોડે દરિયાપાર જવાની ના પાડી.
પ્રજાને સંપ અને મેગ્નાકાટ પિપ જોડેની તકરારની પતાવટ થઈ પણ તેથી ન્હેનને બહુ લાભ થયો નહિ. તેને જુલમે વધી પડયા, એટલે પ્રજા ત્રાહે ત્રાહે પોકારી ગઈ. ફ્રાન્સથી પાછા આવતાં તેણે પિતાની મદદે આવવાની ના પાડનાર અમીરેનાં ખેતરે અને ગામડાં લૂટવા તથા બાળવા માંડયાં. હવે દેશને અમીરે, પાદરીઓ અને સામાન્ય લેકે સંપી ગયા, અને સ્ટીફન લેંગ્ટને તેમની આગેવાની લીધી. એકાદ વખતે જ્હીને પાદરીઓ અને અમીને થોડા ઘણા હક આપીને ફોડવા પ્રયત્ન કર્યો, પણ તેમાં તે બહુ ફાવ્યું નહિ. વળી ઉત્તર અને દક્ષિણના અમીરેએ જરૂર પડે હથિયાર ઉપાડવાના સોગન લીધા. આ અમીરની સભા મળી હતી, તેમાં લેટને હેનરી ૧લાનો પટ કાઢીને
૧. પાદરીઓ ઉપર હૅનનો રોષ એટલો બધો વધી પડયો, કે વેલ્સના એક વતીને પાદરીની હત્યાના આરોપસર તેની પાસે તપાસ માટે આણવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું કે “તેને જવા દે, તેણે મારા શત્રુને મર્યો છે.” .. .
Page #41
--------------------------------------------------------------------------
________________
G
ES
it/TnGull PC
TY :
ઇ
રાજા જહોન મેગ્નાકા ઉપર સહી કરી આપે છે. દેશના જુના કાયદા કેવા હતા તે સમજાવ્યું. એથી લોકોએ પોતાની માગણીઓ રાજા પાસે રજુ કરવાનો વિચાર કર્યો. તેમણે એક સેના તૈયાર કરી અને તેને “ધર્મસેના” એવું નામ આપ્યું. ને હવે જોયું કે બધી પ્રજા સંપી ગઈ છે, અને સામા થવાથી કશું વળે એમ નથી; તેથી તેણે
Page #42
--------------------------------------------------------------------------
________________
欢
લાકા કહે તેમ કરવાની તત્પરતા બતાવી. ઇ. સ. ૧૨૧૫ના જાન્યુઆરિની ૧૨મી તારીખે તેની પાસે પ્રજાની માગણીઓ રજુ કરવામાં આવી. તેણે વિચાર કરવા માટે મુદત માગી, પણ તે દરમિઆન તેણે લશ્કર તૈયાર કર્યું; પણ સંપીલી પ્રજા પાસે ભાડુતી લશ્કરનું શું ચાલે ? છેવટે નીમીડના મેદાનમાં અમીર અને પ્રજાના આગેવાનોને જ્હાન મળ્યો, અને અણુગમતે મને ઇ. સ. ૧૨૧૫ના જૂન માસની ૧૫મી તારીખે તેણે પટ્ટા (Magna Carta ) ઉપર સહી કરી. અદ્યાપિ પર્યંત અંગ્રેજોની સ્વતંત્રતા એ પટ્ટા વડે રક્ષાતી આવે છે. તેમાં નવું તે થાડુંજ હતું; ઘણીખરી કલમે તે જીનીજ હતી: તેમાંની એ કલમા મુખ્ય હતી.
(૧) કાઈ પણ સ્વતંત્ર માણસને રાજા પેાતાની ઇચ્છામાં આવે તેવી સજા કરી શકે નહિ, કે કેદ પકડી શકે નહિ; દરેકની તપાસ તેના સમેાવડીઆ કરે. (૨) પાદરીઓ તેમજ નાના મેાટા અમીરાની અનુમતિ વિના રાજા ક્રાઈ પણ પ્રકારનો કર ઉઘરાવી શકે નહિ.
"
પહેલા અને ખીજા હેનરીના પટ્ટા કરતાં આમાં નવું થાપુંજ છે, છતાંએ આ સનંદને ‘માટા ટ્ટો' નામ આપવાનું કારણ એ છે, કે અત્યાર સુધીના પટ્ટાએ રાજાઓએ સ્વેચ્છાથી આપેલાં વચનેા હતાં, ત્યારે આ સનંદ તે એક અન્યાયી રાજા પાસેથી પ્રજાએ સંપ કરીને બળાત્કારે લીધી હતી. આ સનંદથી માત્ર થાડાક અમીરાનું નહિ, પરંતુ સમગ્ર પ્રજાનું હિત સચવાતું હતું. જો કે આ પટ્ટામાં અમીરા અને પાદરીઓના હક વિષે ઘણી કલમે હતી, છતાં લેાકેાને છેક ભૂલી જવામાં આવ્યા નહાતા. અંગ્રેજ લેકે આ પટ્ટાનું અભિમાન ધરાવે છે તે વાજબી છે. આ સરતા રાજા બરાબર પાળે તે માટે ૨૫ અમીરાની નીમણુક કરવામાં આવી, અને રાજા પ્રતિજ્ઞાભંગ કરે તે રાજાની જાગીર, કિલ્લા વગેરે જપ્ત કરવાની તેમને સત્તા આપવામાં આવી.
ફ્રાન્સ જોડે યુદ્ધઃ પરંતુ આપેલું વચન પાળવાની. જહાનની દાનત ન હતી. તેણે પાપને સર્વ હકીકત જણાવી બળાત્કારે કરી આપેલી સહી પાં ખેંચી લેવાની રજા માગી. પાપે તેને રજા આપી, અને તેની સામે થનારને ધર્મ બહાર મૂકવાની ધમકી આપી. હવે ડૅાનનાં દુષ્કૃત્યેની સીમા .... રહી
I
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
નહિં. તેણે ભાડુતી માણસે રાખી ગામડાં લૂટવા અને બાળવા માંડ્યાં. આથી કંટાળી ગએલા અમીરાએ ફ્રાન્સના રાજા લુઈને ઈંગ્લેન્ડમાં આવીને રાજ્ય કરવાનું આમંત્રણ આપ્યું. લુઈ મેાટું સૈન્ય લઈને આવ્યેા; જ્વાન સામેા થયા, અને લશ્કર લઈ તેને અટકાવવા દાડ્યો, પરંતુ વાશ નદી ઉતરવા જતાં તેને સામાન, ઝવેરાત, અને પ્રજા કરતાંએ વધારે પ્રિય રાજચિહ્નો ડૂબી ગયાં. જ્હાનના હાથ હેઠા પડ્યા; તે બધી હિંમત હારી ગયા. ફીકર, ચિંતા, તાવ અને નિરાશાથી નબળા પડેલા રાજા ઇ. સ. ૧૨૧૬માં મરણ પામ્યા. તેના મૃત્યુથી પ્રજાને નિરાંત થઈ. પોતાના પ્રતાપી પિતાની શક્તિ ધરાવવા છાં તેનામાં એટલા બધા દુર્ગુણા હતા, કે ઇતિહાસમાં તેનું નામ એક અધમ રાજા તરીકે ગણાય છે. તે સ્વાર્થી, લેાભી, લુચ્ચા, દુરાચારી અને લંપટ હતા. “ તે એવા તે અપવિત્ર હતા, કે નરક પણ તેના વાસથી અભડાઈ જાય.”
પ્રકરણ પસું
લાકસત્તાના ઉય : ઇ. સ. ૧૬૧૬-૧૩૨૭
હેનરી કજોઃ ૧૨૧૬-૧૨૭૨. જ્હાનના મરણથી દેશની પરિસ્થિતિ ફેરવાઈ ગઈ; તેને બાળપુત્ર હેનરી નવ વર્ષની ઉંમરે ગાદીએ બેઠા. લુઈ પરદેશીઓનું લશ્કર લઈ દેશમાં આવ્યા હતા, અને કેટલાક અમીરાએ તેને સહાય આપવાનું વચન આપ્યું હતું. પરંતુ કેટલાક રાજ્યનીતિજ્ઞ પુરુષાએ જોઈ લીધું, કે એથી તેા દેશમાં પરદેશીઓના પગપેસારા થશે, અને તેમના જુલમની સામે થવું ભારે પડી જશે. તેમણે ધીરે ધીરે લુઈનો પક્ષ તજી આળક હેનરીનો રાજ્યાભિષેક કર્યાં, અને રાજ્યકારભાર ચલાવવા માટે પેમ્બ્રોકના સાણા અને દીર્ધદર્શી ઠાકારની નીમણુક કરી. એથી કરીને લુઈ તે માઠું લાગ્યું, અને તેણે ગાદી મેળવવા માટે તજવીજ તેા કરી, પણ તેમાં તે ફાવ્યા નહિ; એટલે છેવટે ઇ. સ. ૧૨૧૭માં અમુક રકમ લેવાનું કબુલ કરીને તે સ્વદેશ ગાય યેા.
66
He was a Knight without truth, a King without justice, and a Christian without faith.
25
Page #44
--------------------------------------------------------------------------
________________
હેનરીના ૫૬ વર્ષના અમલના ચાર વિભાગ પડે છે. (૧) રાજાની -બાલ્યાવસ્થા, (૨) સ્વતંત્ર રાજ્ય અને ગેરવહીવટ, (૩) સ્વછંદી રાજસત્તાને દાબવા અમીરના પ્રયત્નો, અને (૪) અખંડ શાન્તિ.
હેનરીની બાલ્યાવસ્થામાં પેમ્બ્રોકનો ઠાકર બે વર્ષ સારો કારભાર ચલાવી મરણ પામે, અને હ્યુબર્ટ ડી બર્ધ નામના ચતુર પુરુષના હાથમાં કારભાર આવ્યો. તેણે દેશમાંથી પોપની સત્તા ઓછી કરવાનું કામ હાથમાં લીધું, અને દેશમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કર્યા. મેટ થયા પછી પણ હેનરી બીજાઓની સલાહ પ્રમાણે ચાલતો. પરિણામે રાજ્યમાં અનેક જાતની ગેરવ્યવસ્થા દાખલ થઈ. રાજાની જોખમદાર પદવીને છાજતા ગુણો તેનામાં ન હતા. પોતાના ખાનગી જીવનમાં તે પવિત્ર હતો, અને તેના આશયો સારા હતા; પણ રાજા તરીકે તે તરંગી, ઉડાઉ, હઠીલે અને નમાલ નીવડ્યો. તેનામાં રાજનીતિના કઠણ પ્રશ્નોનો નિકાલ આણવાની શક્તિ નહોતીઃ વૈભવ અને વિલાસમાં રપ રહીને તે બીજાની બુદ્ધિએ ચાલતો. એથી દેશમાં અનેક પરદેશીઓ ભરાયા, અને પોતાનાં ગજવા ભરવા લાગ્યા. વળી પિતાના પરદેશી સંબંધીઓ અને મિત્રોના પિષણ માટે રાજા પણ પ્રજા પાસે પૈસાની માગણી કરતો, એટલે પ્રજામાં ઉંડે અસંતોષ ફેલાયો.
આ પૈસા મેળવવા માટે રાજાને ઘણી વાર અમીરે, ઠાકરે, અને ધર્માધ્યક્ષેની સભાઓ બોલાવવી પડતી, અને સુરાજ્યનાં વચનો આપવા પડતાં. પરંતુ નાણું મળ્યા પછી એ વચન પાળવામાં આવતાં નહિ. વળી, રાજા પિપને ન હતો, એટલે પિપ પણ વારંવાર ઇંગ્લેન્ડથી નાણુ મંગાવત. પિપના સ્વાર્થી હેતુઓ સાધવા માટે પૈસા આપતાં પ્રજાને અકળામણ થતી.
૧. હેરી મેટ થયો તે પછી તેને હ્યુબર્ટ જોડે તકરાર થઈ, એટલે તેને રજા આપવામાં આવી. તેના પર અનેક આરોપ મૂકવામાં આવ્યા, એટલે તેને કેદમાં પૂરવામાં આવ્યE રાજાએ હ્યુબર્ટને પકડવાનો હુકમ કર્યો, એટલે હ્યુબર્ટ કઈ ધર્માલયમાં ભરાઈ ગયો. પરંતુ ત્યાંથી તેને બહાર ખેંચી કાઢવામાં આવ્યો, અને તેને પગે બેડી પહેરાવવાની એક લુહારને આજ્ઞા થઈ. લુહારે જવાબ આપ્યો, કે “આ માણસે ઈંગ્લેન્ડને પરદેશીઓથી બચાવ્યું છે, તેથી તેને બેડી પહેરાવતાં પહેલાં કઈ પણ પ્રકારે મારું મન થાય તે હે. વધારે પસંદ કરું છું.”
Page #45
--------------------------------------------------------------------------
________________
ફિર
- પ્રતિવર્ષ અઢળક નાણું ખેંચાઈ જતું, એથી પ્રજાને ઘણું સાલતું. આખરે
અસંતોષનો ધુંધવાયેલો અગ્નિ ભભૂકી ઊઠડ્યો, અને અમીરેએ આ સ્વછંદી રાજસત્તાને કંઈક કાબુમાં આણવાનો નિશ્ચય કર્યો. - અમીરેનું બંડઃ ૧૨૫૮–૧૨ ૬૪. અમીરેએ જોયું કે રાજ તો પિપના હાથમાં રમકડું છે, અને પિપને પરદેશી લડાઈમાં જોઈતા પૈસા ઈગ્લેન્ડમાંથી મળે છે. છેવટે તેઓ સફર્ડમાં મળેલી પાર્લમેન્ટમાં હથિયાર સજીને ગયા, અને તેમણે દેશનો રાજ્યવહીવટ ચેવીસ અમીરના હાથમાં સોંપી દેવાની રાજાને ફરજ પાડી. રાજપક્ષના લોકોએ આ પાર્લમેન્ટને “ઘેલી ” ઉપનામ આવ્યું. પણ તેણે રાજ્યવ્યવસ્થાના નિયમ ઘડી એ પ્રમાણે ચાલવાના રાજાને સેગન લેવડાવ્યા. પરંતુ ઍકસફર્ડના ધારાથી રાજ્યવહીવટ સિવાય બીજા કશા સુધારા થયા નહિ. આખરે તેમનામાં પણ પક્ષ પડી ગયા, જેમાંનો એક પક્ષ સાઈમન ડી મેન્ટફર્ડનો હતો. - તે વખતે અમીરમાં સાઈમન ડી મેરફ અગ્રેસર હતું. તે કે પરદેશી હતા, પણ લીસેસ્ટરને જાગીરદાર થવાથી અંગ્રેજ બન્યું હતું, અને ઈલેન્ડનું કલ્યાણ કરવા આતુર હતો. તે ન્યાયપ્રિય, પ્રમાણિક, દેશપ્રેમ, અને યુદ્ધવિદ્યામાં નિપુણ હતો. દેશાવરમાં ફરી તેણે ઘણે અનુભવ મેળવ્યો હતો. તેણે રાજાને મૂર્ખતા વાપરવાને બદલે દેશમાં સુધારા કરવા અનેક વાર શિખામણ આપી હતી, પરંતુ સઘળું વ્યર્થ ગયું. અંતે તેણે દેશમાં સુવ્યવસ્થા આણવા માટે ગમે તે ભેગ આપવાની પ્રતિજ્ઞા લીધી. રાજાને મોટો પુત્ર એડવર્ડ પણ શરૂઆતમાં સાઈમન જેડે મળી ગયો.
હેનરીએ અમરેની અંદર અંદરની તકરારનો લાભ લેવા ધાર્યું. તેણે સફર્ડના ધારા પાળવાની પ્રતિજ્ઞાનો ભંગ કરવાની પિપ પાસેથી રજા મેળવી, એટલે અમારે લડાઈ કરવા તૈયાર થયા. પરંતુ આખરે ન્યાયી અને પવિત્ર ગણાતા ફ્રાન્સના રાજા લઈને પંચ નીમવામાં આવ્યો. લુઈ પરિ સ્થિતિથી વાકેફ નહે; એટલે તેણે એ નિર્ણય આગે કે દેશમાં રાજસત્ત. સર્વોપરિ હેવી જોઈએ. આ નિર્ણય અમીરોને રૂએ નહિ, એટલે લડાઈ
* ૧૨ રાજાએ પસંદ કરેલા ૧૨ અમીએ પસંદ કરેલા.
Page #46
--------------------------------------------------------------------------
________________
સળગી. અમરેની સરદારી સાઈમને લીધી; પણ એડવર્ડ પોતાના પિતાને મળી ગયે, એટલે અમીરનો પક્ષ નબળો પડ્યોઃ છતાં સાઈમનને યુદ્ધકૌશલ્યથી અમીને જ મળે, અને એડવર્ડ શરણે આવ્યા. સાઈમને રાજ્યવહીવટ પિતાને હસ્તક લીધે. તેના વહીવટ દરમિઆન પાર્લમેન્ટ વિશાળ પ્રતિનિધિત્વવાળી થઈ. અત્યાર સુધી અમીરે, ગરાસીઆઓ અને પાદરીઓની સભાઓ મળતી, પણ પ્રજાના પ્રતિનિધિઓને કઈ પણ નેતરતું નહિ. સાઈમને દરેક પરગણું અને કસ્સામાંથી પ્રતિનિધિઓ લાવ્યા; અને દરેક શહેરને બે પ્રતિનિધિઓ મોકલવાની આજ્ઞા કરી, ઇ. સ. ૧૨૬૫ઃ જો કે આ પ્રતિનિધિઓ સાઈમનનાજ પક્ષના હતા, અને તેણે પોતાનો પક્ષ મજબુત કરવા માટે જ તેમને બોલાવ્યા હતા, છતાં હાલની આમની સભાનો પાયો નાખવાનો જશ આ મહાપુરુષને ઘટે છે. થોડા મહીના પછી એડવર્ડ કેદખાનામાંથી નાસી છૂટયે, અને તેણે સાઈમનના પક્ષના કેટલાક અમીને પોતાના પક્ષમાં લીધા. એ પછી તેણે સાઈમન ઉપર અણધાર્યો હë કરી તેને વશામના યુદ્ધમાં હરાવ્યો. યુદ્ધમાં સાઈમન મરાયે, પરંતુ તેનું જીવનકાર્ય પૂરું થયું હતું.
શાન્તિઃ યુદ્ધ પૂરું થયું, દેશમાં શાન્તિ સ્થપાઈ, અને રાજાએ અમીને તેમની જાગીરે પાછી આપી. હેનરીના અમલનાં બાકીનાં વર્ષોમાં એવી શાન્તિ રહી, કે ઈ. સ. ૧૨૭૦માં તેનો પુત્ર એડવર્ડ કુંડમાં ગયો. એડવની ગેરહાજરીમાં હેનરી મરણ પામે, છતાં કઈ જાતની અવ્યવસ્થા થઈ નહિ, - એડવર્ડ ૧૯. ૧૨૭ર-૧૩૦૭. હેનરીના મરણ વખતે એડવં પેલેસ્ટાઈનમાં હતા, છતાં તેના નામની આણ ફેરવવામાં આવી, અને બે વર્ષ વ્યવસ્થિત રીતે રાજ્ય ચાલ્યું. તેના પિતા નિર્બળ હતું, અને તેની માતા અભિમાની હતી, પણ તે પ્રતાપી હતું, અને ઈંગ્લેન્ડના મહાન રાજાઓમાં તેની ગણના થાય છે. તેનું ચારિત્ર્ય આફ્રેડ જેવું ન હતું, છતાં તેને જે
૧. આ યુદ્ધમાં એડવડે બહુ પરાક્રમ કર્યું. તેની પત્ની એલીએનેર પણ તેની જોડે ગઈ હતી. કહેવાય છે કે એક વખતે યુદ્ધમાં એડવર્ડના હાથમાં ઝેરી ખંજર હોવાથી ઉડે જખમ થયો હતો, પણ તેની સ્નેહાળ પત્નીએ તે જખમનું લોહી ચૂસ્ટથઈ પિતાના પતિને પ્રાણ બચાવ્યો હતે.
Page #47
--------------------------------------------------------------------------
________________
3%
તે સમયે અને દેશપ્રેમી હતા. તેનામાં હેનરી ખીજાના જેવા ઉત્સાહ હતા, અને તે ઉપરાંત કાયદા અને સુવ્યવસ્થા માટે તેને ઉડે। પ્રેમ હતો. સાઈમન ડી મેાન્ટ તેને યુદ્ધવિદ્યામાં નિપુણ બનાવીને તેનામાં રાજનૈતિક કુનેહ કેળવી હતી. તેનામાં શૌર્ય અને સત્યપરાયણતા હતાં, તેની સાથે પોતાની અને પારકાની ભૂલામાંથી અનુભવ કાઢી તેનો લાભ લેવાની શક્તિ હતી. આને લીધે તેણે જેટલી મહત્તા મેળવી, તેટલીજ મહત્તા પોતાની ભૂલ તત્કાળ સ્વીકારી લેવાની ટેવથી પણ તેને મળી છે. તે વિદ્વાન અને કલાપ્રેમી હતા.
વેલ્સની જીતઃ ૧૨૮૨. એડવર્ડના જીવનનું મેટું ધ્યેય એ હતું, કે સમગ્ર ગ્રેટબ્રિટનને એકત્ર કરી તેને પોતાના છત્ર નીચે આણવું. વેલ્સના પહાડી લેાકેા ઈંગ્લેન્ડમાં કાઈ કાઈ વાર ત્રાસ વર્તાવતા હતા. હેનરી ૩જાના સમયમાં તેમણે સાઈમનને મદદ કરી હતી, અને એડવર્ડને વેલ્સના સરદાર હ્યુવેલીને અધિપતિ તરીકે સ્વીકારવાની ના પાડી હતી. આટલેથી એડવર્ડને ખહાનું મળ્યું: જીવેલીનને શિક્ષા કરવાને મિષે તેણે વેલ્સ પર ચઢાઈ કરી. વેલ્સના લેાકાને તાબે કરી લુવેલીનને ખંડીઓ બનાવી એડવર્ડ પાછા ફર્યાં. તે પછી ઘેાડાં વર્ષ બધું ઠીક ચાલ્યું; પણ લુવેલીન અને તેના ભાઈ ડેવિડે પાછા બળવા કર્યાં, એટલે એડવર્ડ વેલ્સને ઈંગ્લેન્ડ જોડે જોડી દેવાના નિય
કરીને યુદ્ધ આર્યું. યુદ્ધમાં લુવેલીન મરાયા અને ડેવિડ કેદ પકડાયા. ડેવિડને કેદખાનામાં રીબાવી રીબાવીને મારી નાખવામાં આવ્યા. એક વર્ષ વેલ્સમાં રહીને એડવર્ડે રાજ્યવહીવટની ઉત્તમ વ્યવસ્થા કરી. તેણે વેલ્સમાં ઈંગ્લેન્ડના ધારા દાખલ કર્યા, પણ કેટલાક પ્રાચીન રીતરિવાજો જાળવવાની રજા આપી, અને કેટલીક વહીવટી સ્વતંત્રતા બક્ષી. આ રીતે એડવર્ડે વેલ્સના લેાકેાનાં મન નવા રાજ્યને અનુકૂળ કરી લીધાં. તેણે પેાતાના જ્યેષ્ઠ પુત્રને “ વેલ્સના રાજકુમાર ” એ ઉપનામ આપ્યું, અને વેલ્સની પ્રજાના દેશાભિમાનને - સંતાપ્યું. ત્યારથી ઇંગ્લેન્ડનો પાટવી પુત્ર “ પ્રિન્સ આવ્ વેલ્સ ” કહેવાય છે.
સ્કર્ટલેન્ડની જીત: વેસની જીત મેળવ્યા પછી એડવર્ડની દૃષ્ટિ સ્કાટલેન્ડ તરફ વળી. ઇ. સ. ૧૨૮૬માં Ăાટલેન્ડના રાજા મરણ પામ્યા, અને તેની દૌહિત્રી ગાદીવારસ થઈ. એડવર્ડે તેના વિવાહ પેાતાના પાટવી
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૫
પુત્ર જોડે કર્યો, પણ લગ્ન થતા પહેલાં સ્કેટલેન્ડની રાજકુંવરી મરણ પામી. પરિણામે ગાદીના ત્રણ વારસદાર ઉભા થયા. એડ તેને નિકાલ કરવાનું કામ પોતાના હાથમાં લીધું. તેણે જëન બેલિયલની તરફેણમાં ચુકાદો આપે, અને તે સ્કોટલેન્ડની ગાદી ઉપર પણ બેઠે. બેલિયલને રાજ્ય તે મળ્યું, પણ ઑટલેન્ડની પ્રજા એડવર્ડની ગુલામી સ્વીકારવા માટે બેલિયલને ફિકાર દેવા લાગી. સ્કોટલેન્ડના અધિપતિ તરીકે એડવર્ડ વારંવાર બેલિયલને કંઈ કામને બહાને પિતાની પાસે બોલાવત, પણ એ તો બેલિયલને લેશમાત્ર પસંદ પડતું નહિ. એથી તેણે ઈ. સ. ૧૨૯૫માં બળવો કર્યો, અને ફ્રાન્સની મદદ માગી. પરંતુ એડવર્ડ એકદમ ટલેન્ડ જઈ પહોંચ્યો. તેણે બેલિયલને ડનબારના યુદ્ધમાં હરાવ્યું, અને તેને પદભ્રષ્ટ કરી ત્યાં અંગ્રેજ સુબાની નીમણુક કરી.
લેસને બળઃ પરંતુ એટલેથી સ્કોટલેન્ડની છત પૂરી થઈ નહિ. ત્યાંની સ્વાતંત્ર્યપ્રેમી અને પહાડી પ્રજા હાથ જોડીને બેસી રહે તેવી ન હતી. વેલેસ નામના દેશાભિમાની વીર નરે સ્કોટલેન્ડને સ્વતંત્ર કરવાનો ઝંડો ઉપાડે, અને અનેક માણસો તેને આવી મળ્યા. તેણે અંગ્રેજ લશ્કર પર ધસારે કરી તેને કાપી નાખ્યું, અને અંગ્રેજોને હરાવી વૅલેસે પિતાને દેશરક્ષક જાહેર કર્યો, ઈ. સ. ૧૨૯૭. એડવર્ડ આ વખતે ફ્રાન્સમાં હતા. તેણે બળવાના સમાચાર સાંભળી ફ્રાન્સની તકરાર પતાવી દીધી. તે એકદમ ઇંગ્લેન્ડ આવ્યું, અને ચુનંદા યોદ્ધાઓ લઈ વૅલેસની સામે ગયો. ફત્કર્ક પાસે યુદ્ધ થયું, તેમાં કેંટ લશ્કરે ઘણી બહાદુરી બતાવી; પણ અંગ્રેજ તીરંદાજે અને ઘોડેસવારના એકત્ર બળ આગળ તેમનું ચાલ્યું નહિ. એડવર્ડ ઉદારતાથી બળવાખોરેને માફી આપી, પણ વૈલેસ તેને નમે નહિ. આખરે ભારે ઈનામની લાલચથી કાઈ દેશદ્રોહીએ એ વીર નરને એડવીને સ્વાધીન કર્યો. એડવર્ડે તેને ફાંસીની સજા કરી, ઇ. સ. ૧૩૦૫. - વૈલેસને મારીને પણ એડવર્ડ સ્કોટલેન્ડનું રાજ્ય નિષ્કટક ભોગવે એમ ન હતું. એ વીર પુરુષના મરણની વાત સાંભળી દેશ ખળભળી ઊઠશે, અને સુસ્ત અમરેએ પણ એડવર્ડની સામે થવા કમર કસી. બહાદુર સરદાર બર્ટ બ્રુસે તેમની સરદારી લીધી. જો કે બ્રુસ એડર્વાના દરબારમાં ઉર્યો
Page #49
--------------------------------------------------------------------------
________________
હતા, અને તેનું શૌર્ય જોઈ એડવર્ડ તેના ઉપર બહારથી પ્રીતિ બતાવતે; પણ અંતરમાં તેનાથી કંઈક ભય પામી તેને પોતાની પાસે જ રાખતે. પરંતુ એક દિવસ બ્રુસ નાસી ગયો, અને ટલેન્ડના અમીરોને જઈ મળ્યો. ડેંટ લોકોએ તેને રાજ્યાભિષેક કર્યો, અને સૌએ સંપ કરી અંગ્રેજોને હાંકી કાઢયા. એડવર્ડ એક મેટું લશ્કર સ્કેટલેન્ડ મોકલ્યું, એટલે કેંટ લોકેએ નાસભાગ કરી; કારણ કે તેમનામાં ખુલ્લા મેદાનમાં લડાઈ કરવાની શક્તિ ન હતી. ચરંતુ લાગ આવે ત્યારે તેમણે અંગ્રેજ લશ્કર પર છાપો મારી તેને હેરાન કરવા માંડયું. પરિણામે બસનો નાશ કરવા માટે એડવર્ડ જાતે ઍટલેન્ડ "ઉપર ચઢાઈ કરી. તેણે કેટલાક અમીરોને પકડીને તેમની કતલ કરી, અને
એક અમીરજાદીને લાકડાના પાંજરામાં પૂરી કિલ્લાની દિવાલ ઉપર ચઢાવી રાખી. પરંતુ એડવર્ડ વૃદ્ધ થઈ ગયો હતો. તેનામાંથી શુરાતન ગળી ગયું | હતું, અને તેની કાયા કાયલી થઈ ગઈ હતી. ઈ. સ. ૧૩૦૭માં તેણે કાર્બાઈલ પાસે દેહ છો. જો કે એડવર્ડ મરણ પામ્યો, પણ ર્કોટલેન્ડ જીતવાની તેને તીવ્ર આતુરતા હતીઃ મરણ સમયે તેણે એવી આજ્ઞા કરી હતી, કે “આખો દેશ છતાય ત્યાં સુધી મારું શબ સૈન્યને મેખરે રાખીને ફેરવવું.” " એડવર્ડની રાજ્યનીતિઃ વેસ, ઑટલેન્ડ અને ફ્રાન્સના ઝઘડામાં એડવર્ડને પોતાની શક્તિ બતાવવાનો જે પ્રસંગ મળ્યો, તેમાં તેની દીર્ધદષ્ટિ અને પ્રજાપ્રેમ જણાઈ આવે છે. તેની એક મુરાદ ગ્રેટબ્રિટનના અધિપતિ થવાની હતી, પણ તેની બીજી મુરાદ દેશના રાજ્યવહીવટમાં પ્રજાને વધુ રસ લેતી બનાવવાની હતી. તેનો સિદ્ધાંત એવો હતો કે જે બાબતમાં સર્વનું હિત સમાએલું હેય, તેમાં તેમની અનુમતિ હોવી જોઈએ. તે એક ચતુર ધારાશાસ્ત્રી અને પ્રવીણ રાજ્યનીતિજ્ઞ હતો. તેણે દેશના જુના ધારાઓનો કડક અમલ કરીને, તેમજ કેટલાક નવા ધારા દાખલ કરીને અમીરની સત્તા નબળી પાડી, અને રાજસત્તા બળવાન બનાવવાનો પ્રયાસ જારી રાખ્યો. તેણે પ્રજાને સૌ
૧. અંધાધુંધીને લાભ લઈ કેટલાક અમીરે વગર હકની જમીન પચાવી બેઠા હતા, એટલે એડવર્ડ એક એવો ધારો કર્યો હતો, કે દરેક જમીનદારે પોતાની જગકરની સનંદ - રજુ કરવી. સરેના ઠાકરને સનંદ બતાવવાનું કહ્યું, એટલે તેણે તો એક જુની કટાએલી
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૭ અને શુદ્ધ ન્યાય સત્વર મળે તેવી વ્યવસ્થા કરી, અને રાજા ને પ્રજા વચ્ચે ભક્તિનાં બંધને દઢ કર્યા. આ બધા સુધારા તેણે પ્રજાની સંમતિથી કર્યા હતા, પણ દરેક વખતે પ્રજાના પ્રતિનિધિઓને બોલાવી તેમની ઈચ્છા જાણવામાં આવતી નહોતી. સાઈમન ડી મોન્ટફીનું અનુકરણ કરીને એડવર્ડ એક પગલું આગળ વગે; તેણે અમીરે, પાદરીઓ, ગરાસીઆ અને સામાન્ય શહેરીઓના પ્રતિનિધિઓને નોતર્યા, અને પહેલી જ વાર સંપૂર્ણ પ્રતિનિધિત્વવાળી પાર્લમેન્ટ બોલાવી. જો કે હાલની પાર્લમેન્ટ કરતાં તેમાં થોડા ઘણા ફેરફાર હતા, છતાં તે આદર્શ પાર્લામેન્ટ”ના નામથી ઓળખાય છે.
| વેલ્સ, ઑટલેન્ડ, અને ફ્રાન્સની ચઢાઈના ખર્ચ માટે એડવર્ડને વારંવાર માણાંની જરૂર પડતી, અને તેથી પ્રજાની સંમતિ વિના તેમના પર કરનો બોજો પડતો. રાજા કોઈ વાર અમરે અને ગરાસીઓ પાસેથી કરજે નાણાં લેતા. પરિણામે પ્રજામાં પિકાર ઊઠશે, અને તેથી રાજાએ પાર્લમેન્ટ બેલાવી પિતાની ભૂલ કબુલ કરી નાણાંની માગણી કરી. પ્રજાએ આના બદલામાં મેટા પટ્ટા પ્રમાણે ચાલવાની કબુલાત ઉપરાંત બીજા કેટલાક હકે પણ માગ્યા, અને તે રાજાને કબુલ રાખવા પડ્યા.
એડવેના સમયમાં રાજ્યબંધારણમાં પણ અગત્યના ફેરફાર થયા હતા. એ પ્રતાપી અને ઉદાર હૃદયના રાજાએ લોકકલ્યાણ સાધવા માટે પિતાની સર્વ શક્તિ વાપરી હતી. જે પરદેશી ઝગડામાં તેનું મન દોડયું ન હોત, તો દેશમાં વધારે સુધારા થાત. અલબત, ર્કોટલેન્ડ અને વેલ્સના લોકો પ્રત્યે તેણે કરતા દર્શાવી હતી, અને તેણે યાહુદીઓને ગેરવાજબી રીતે દેશપાર કર્યા હતા; પણ તેણે રાજ્યવહીવટમાં લોકશાસનનાં ઉદાર તત્તે દાખલ કર્યા હતાં. છતાં તેના મનમાં એવી ખુમારી હતી કે રાજસત્તા સર્વોપરિ હેવી જોઈએ. એડવર્ડ મહાન હત; તેણે દેશના ઈતિહાસ ઉપર અવનવી છાપ પાડી. - એડવર્ડ બીજો: ૧૩૦૭–૧૩૨૭. પ્રતાપી એડવંર્ડના મરણ પછી તેને નિર્મળ મનનો અને વિલાસી પુત્ર એડવર્ડ બીજે ગાદીએ આવ્યો. તેનામાં તરવાર રજુ કરીને કહ્યું, કે “આ મારી સનંદ. આ તરવારથી મારા પૂર્વજોએ વિલિયમ (લાના સમયમાં જાગીર મેળવી હતી, અને એ વડે હું જાગીરનું રક્ષણ કરનાર છું”
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૮
રાજ્ય ચલાવવાની આવડત કે તાકાત નહતી, તેમ તેનામાં રાજદ્વારી કુનેહ કે શૌર્ય પણ ન હતું. તેને સ્વભાવ આળસુ અને અલ્પસંતિષી હતા, અને તેથી કામ કરવા કરતાં મોજમઝા માણવામાં તેને વધારે આનંદ પડત. જે જમાનામાં ચાલાક અને શૂરવીર રાજાની જરૂર હતી, તે વખતે આવા મૂર્ખ અને દમ વિનાના રાજાની કારકીર્દિ નિષ્ફળ નીવડે એમાં શી નવાઈ? તેની કારકીર્દિનો અંત રાજ્યહાનિ, કારાવાસ અને અકાળ મૃત્યુમાં આવ્યો.
બેનંબર્નનું યુદ્ધઃ ર્કોટલેન્ડની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી હતી. પિતાની અંતિમ ઈચ્છાને અનાદર કરીને તે ઍટલેન્ડનું યુદ્ધ અધુરું મૂકીને ઇંગ્લેન્ડ આવ્યું, અને સાત વર્ષ સુધી તેણે સની સામું પણ જોયું નહિ. ધ્રુસ તો એક પછી એક શહેર અને કિલ્લા સર કરતો ગયો. ઈ. સ. ૧૩૧૪માં સ્ટર્લિંગના લશ્કરી મથક સિવાય ઘણુંખરું ટલેન્ડ બુર્સના કબજામાં આવી ગયું. હવે નમાલા એડવર્ડમાં સ્ટલિંગને બચાવવાનું શુરાતન આવ્યું. અમારે અલગ રહ્યા, છતાં તેણે જબરું લશ્કર લઈ ઑટલેન્ડ પર ચઢાઈ કરી. બ્રુસ પાસે આવા મેટા લશ્કર સામે થવા જેટલું સૈન્ય ન હતું: તેની પાસે માત્ર પાયદળ હતું, તે પણ તેણે બેનૌકબર્નના નાળા પાસે પડાવ નાખી પિતાના નાના લશ્કરની ઉત્તમ વ્યુહરચના કરી. તેણે લશ્કરને મેખરે ખાડા ખોદાવી તેમાં ખૂટા ખોસી દીધા, અને ઇંગ્લેન્ડનું હયદળ નકામું કરી નાખ્યું. આટલું છતાં ઈગ્લેન્ડના ચાલાક તીરંદાજેએ હલ્લો તો કર્યો, પણ
સ્કોટલેન્ડના મરણઆ ભાલોડીઆઓએ નમતું આપ્યું નહિ. અંગ્રેજ લશ્કરમાં અવ્યવસ્થા થઈ રહી; એટલામાં પાસેના ડુંગર ઉપર થઈને આવતાં માણસોને જોઈ તેમને શત્રુનું વધારાનું લશ્કર જાણી અંગ્રેજો ભયભીત થઈ નાસભાગ કરવા લાગ્યા. ડૅટ લડવૈયાઓને તો જીવનમરણનો સવાલ હતો, એટલે રોબર્ટ બ્રુસે છેવટને હલ્લો કરી ભયંકર ખૂનરેજી ચલાવીઃ પરિણામે કેટલાક મરણને શરણ થયા, અને કેટલાક જીવ લઈને નાઠા; છેવટે એડવર્ડ પણ બેરિકના કિલ્લામાં ભરાઈ ગયો. સ્કોટલેન્ડ જીતવાના પ્રયત્નોનું પરિણામ ઉલટું આવ્યું. અંગ્રેજ ધુંસરી ફેંકી દઈ ર્હોટલેન્ડ હવે સ્વતંત્ર બન્યું, અને બુસનો રાજ્યાભિષેક કરવામાં આવ્યું. પછીનાં કેટલાંક વર્ષો સુધી તેણે ઈગ્લેન્ડના રાજાને પજવવા માંડ્યું, અને નિર્ભયપણે ઉત્તર ઇંગ્લેન્ડના લેકને
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૯
રંજાડવા અને લૂટવા માંડયા. વળી તેણે વેલ્સમાં બળવો જગાડા, અને પિતાના ભાઈને આયર્લેન્ડ જીતવા મોકલ્યા.
બેર્નેકબર્નના યુદ્ધથી રાજાની રહીસહી પ્રતિષ્ઠા જતી રહી, અને અમીરે પણ હવે તેને તિરસ્કાર કરવા લાગ્યા. લેકેસ્ટરને ઠાકોર દેશમાં સત્તાધીશ થઈ પડે, અને રાજાની સત્તા પર સખત કાપ પડયો. એડવર્ડ લેકેસ્ટરના ઠાકરનો આવો અજુગત કાબુ ફેંકી દેવાનું ધાર્યું. તેણે ડિસ્પેન્સરના નામથી ઓળખાતા પિતા પુત્રની પ્રીતિ મેળવવા માંડી. તેઓ હેશિયાર અને સુજાણ હતા. પરંતુ અદેખા અમારે તેમના પર રાજાની કૃપા થાય એ સાંખી શક્યા નહિ, તેથી તેમના પર રાજ્યવહીવટમાં નિરર્થક વચ્ચે પડવાનું તહોમત મૂકવામાં આવ્યું, અને તેમની જાગીર જપ્ત કરી તેમને દેશપાર કરવામાં આવ્યા. એડવર્ડ તેમનો પક્ષ લઈ લડ; તેણે અમીરને હરાવ્યા, અને તેમને પાછા બેલાવ્યા. પરંતુ રાજા ઉપર બીજી દિશામાંથી અણધારી આફત આવી પડી. તેની રાણી ઈસાબેલા ફ્રાન્સ ગઈ હતી, ત્યાં રેજર મોટિંમર નામના અમીર જોડે કુછંદમાં પડી ખટપટ કરવા લાગી. ઈ. સ. ૧૩૨૬માં તે મેટિમરની જેડે એક નાનું લશ્કર લઈ ઈંગ્લેન્ડ આવી. કેટલાક અમીર અને ધર્માધ્યક્ષો તેમની જોડે ભળ્યા, એટલે રાજા વેલ્સ જતો રહ્યો. આખરે ડિસ્પેન્સર પિતાપુત્ર પકડાયા, અને તેમને ફાંસીએ ચઢાવવામાં આવ્યા. મોટિસર ડીસ્પેન્સરનો શત્રુ હતો, અને તેને દેશપાર કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે રાણી સાથે મળીને વેરનો બદલે લીધો. ત્યારબાદ બાળરાજકુંવર એડવર્ડને રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
પછીની કથા કરણ છે. રાજા પર પ્રજાદ્રોહનાં, જુલમનાં અને એવાં બીજા અનેક તહોમત મૂકવામાં આવ્યાં. સર્વ તહોમત સ્વીકારીને એક રાજ્યને ત્યાગ કર્યો; પણ વેલ્સથી આયર્લેન્ડ તરફ નાસી જતાં તે માર્ગમાં કેદ પકડાયે, અને બર્કલીના કિલ્લામાં કમકમાટ ભરી રીતે તેનું ખૂન કરવામાં આવ્યું.
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ એડવર્ડ જે અને તેને પત્રઃ ઇ. સ. ૧૩૨૭-૧૩૦૯
એડવર્ડ ૩ઃ ૧૩૨૭–૧૩૭૬. બાળ એડવર્ડને રાજ્યાભિષેક કરીને સધળે રાજ્યવહીવટ તેની દુરાચરણી માતા ઇસાબેલા અને મોટિમરે સંભાળ્યો. પરંતુ ઉંમરલાયક થતાની સાથે એડવર્ડ રાજ્યની લગામ પોતાના હાથમાં લીધી. તેણે મેટિંમર ઉપર પિતાના પિતાના ખૂનનું તહોમત મૂકી તેને ફાંસી દીધી, અને પોતાની માતાને મરતાં સુધી કેદમાં પૂરી રાખી. - સ્કોટલેન્ડ જોડે યુદ્ધઃ ર્કોટલેન્ડમાં ફરી પાછી તકરાર શરૂ થઈ. રબર્ટ બ્રુસ મરણ પામે, પણ તેનો બાળ પુત્ર ડેવિડ છ વર્ષની વયનો હતો. આ તકનો લાભ લઈ રાજાએ બેલિયલના પુત્રને આગળ ધર્યો, અને ટ લકોએ તેને ગાદી ઉપર હક સ્વીકાર્યો પણ ખરે. પરંતુ જ્યારે સ્કટ લેકેને ખબર પડી કે બેલિયલે ઇંગ્લેન્ડના રાજાને અધિપતિ તરીકે સ્વીકાર્યો છે, ત્યારે તેઓ છેડાઈ ગયા. તેમણે તેને પદભ્રષ્ટ કરી હાંકી કાઢયો, અને ડેવિડને રાજ્યાભિષેક કર્યો. એડવર્ડ બેલિયલને પક્ષ લઈ ઑટલેન્ડ પર ચઢાઈ કરી, અને હેલિડોન હિલ પાસે તેણે ઓંટ લોકોને સખત હાર ખવડાવી, ઇ. સ. ૧૩૩૩. પરંતુ બેલિયલને ફરીથી નાસવું પડયું, અને લગભગ છ વર્ષની લડાઈ પછી ડેવિડ ઍટલેન્ડની ગાદીએ આવ્યો.
કાન્સ જોડે તકરારઃ હવે રાજાએ પિતાની દષ્ટિ ફોન્સ પર નાખી. સ્કટ લેકેને ફેજોની મદદ મળતી હતી, એટલે તેણે સ્કોટલેન્ડ પરનું વેર ફ્રાન્સ પર લેવાનું ધાર્યું. ફ્રાન્સના રાજાના મરણ પછી ખાલી પડેલી ગાદી ઉપર એડવ પિતાને હક રજુ કર્યો. ફ્રાન્સના કાયદા પ્રમાણે
ફિલિપ જો ફિલિપ થો
ચાર્લ્સ ઈસાબેલાઃ એડવર્ડ બીજાને પરણી. ફિલિપ દ્રો એડવર્ડ ૩
હૈને બીજે
Page #54
--------------------------------------------------------------------------
________________
ફર
''
એડવર્ડને કશાજ હક નહેાતે; કારણ કે ‘ સાલિક લા ” મુજબ દીકરીના વંશમાં ગાદી જઈ શકતી નહેાતી. ફ્રાન્સના લેાકેાને પરદેશી રાજા ગમતા ન હતા, તેથી તેમણે ફિલિપટ્ટાને ગાદી આપી. એડવર્ડે નવા રાજાને નમન કરી તેનું આધિપત્ય । સ્વીકાર્યું, પણ તેને લઢવાનું મિષ જોઈતું હતું. એડવર્ડની કેટલીક જાગીરા ફ્રાન્સમાં હતી, તે પડાવી લેવાની ફિલિપ પેરવી કરતે હતા. ઇંગ્લેન્ડના વેપાર ફ્લાન્ડર્સ જોડે ચાલતા હતા, અને ફલાન્ડર્સના ડાકારને મદદ આપી ફિલિપ ઇંગ્લેન્ડના વેપારને તથા એડવર્ડની આવકને ધક્કો પહાંચાડતા હતા, તે એડવર્ડથી ખમાતું નહાતું. એવામાં ફલાન્ડર્સના લેાકાએ પોતાના ઠાકાર સામે થવામાં એડવર્ડની મદદ માગી, એટલે તેનામાં બમણું જોર આવ્યું. આથી ફ્રાન્સ જોડે વિગ્રહ શરૂ થયા, અને તે કકડે કકડે એક સૈકા (ઇ. સ. ૧૩૩૮–૧૪૫૩)સુધી લંબાયે, તેથી તેને ‘સેા વર્ષના વિગ્રહ’ કહે છે. સત્તાના લાભથી અને રાજ્યતૃષ્ણાથી આ વિગ્રહ મંડાયેા, પણ પરિણામે બેમાંથી એકે પ્રજાને લાભ થયેા નહિ; ઉલટું અસંખ્ય વીર પુરુષાનાં લોહી રેડાયાં, અને દેશની પૈસેટકે ખુવારી થઈ. પરંતુ એ જમાના મસ્તીને હતા. અમીરાતે અને રાજાએને રણખેલ વહાલા લાગતા. હથિયારાના ખડખડાટમાં પ્રજાનાં દુ:ખાના પાકાર સાંભળવાની કાઈને પરવા ન હતી.
ક્રેસીનું યુદ્ધઃ ઇ. સ. ૧૩૪૬. આરંભમાં તે। અંગ્રેજોને બહુ છત મળી નહિ. ઇ. સ. ૧૩૪૫માં એડવર્ડે મેટી સેના લઈ પારિસ ઉપર ચઢાઈ ફરી; પણ ફ્રેન્ચ લશ્કર તેની પાછળ પડયું, એટલે તેણે ઉત્તર તરફ જવા માંડયું. તેમ છતાં ફ્રેન્ચ એડવર્ડની પુંઠે પડયા. એડવર્ડથી ફ્રેન્ચાના મેટા લશ્કર સામે ખુલ્લા મેદાનમાં લઢી શકાય એમ ન હતું, તેથી તેણે ક્રેસીની ધાર આગળ લઢવાનો વિચાર રાખ્યા. તેણે અંગ્રેજ તીરંદાજોને માખરે રાખી તેની બાજુએ યદળ ગાઠવી દીધું. ફ્રેન્ચ ઘેાડેસવારાએ પણ વારંવાર હલ્લા કર્યા, પરંતુ તેમનું કાંઈ વળ્યું નહિ. ફ્રેન્ચ છાવણીમાં ગભરાટ તથા અવ્યવસ્થા થઈ ગઈ, અને ફ્રેન્ચ જીવ લઈને નાસી ગયા. આ યુદ્ધમાં એડવર્ડના પાટવી કુંવરે આગળ પડતા ભાગ લઈ ઘણું પરાક્રમ દાખવ્યું. તેના કાળા બખતરને લીધે તે ‘શ્યામ ચુવરાજ’ ને નામે ઓળખાય છે.
૧. કુંવર ફ્રેસીના યુદ્ધમાં ગયા, ત્યારે સેાળ વર્ષના હતા, અને હજુ સુધી તેણે
Page #55
--------------------------------------------------------------------------
________________
કેસીના વિજય પછી એડવર્ડ કેલેને ઘેરો ઘાલ્યો. ઘેરે અમિઆર માસ સુધી ચાલ્યો. આખરે અનાજ પાણી ખૂટી જવાથી ભૂખે મરતા લેક એડવને શરણે આવ્યા અને કેલે છતાયું. એડવર્ડ કેલેમાં અંગ્રેજો વસાવ્યા, અને આશરે ૨૦૦ વર્ષ સુધી તે અંગ્રેજોના હાથમાં રહ્યું. રાજાએ કેલેના વિજયનું સ્મરણ રાખવા માટે સેનાના નવા સિક્કાઓમાં વહાણની છાપ મુકાવી.
પિઈ ટીયર્સનું યુદ્ધઃ કેસીના યુદ્ધ પછી દશ વર્ષે એટલે ઈ. સ. ૧૩૫૫માં બંને દેશો વચ્ચે લડાઈ શરૂ થઈ. કેસીના યુદ્ધમાં વિજેતા શ્યામ યુવરાજ બર્ડોમાં રહ્યો, અને લેકે ઉપર કેર વર્તાવવા લાગ્યો. તેના સિપાઈઓ આસપાસનાં ગામો લૂટતા અને બાળતા. ફેન્ચોથી આ ખમાયું નહિ, અને અંગ્રેજોની જોડે યુદ્ધ કરવા એક મોટું સૈન્ય તૈયાર થયું. શ્યામ યુવરાજે સંધિ કરવાની તત્પરતા બતાવી, પણ ફેન્ચોએ તે માગણી સ્વીકારી નહિ, એટલે પિઈટીયર્સનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં પણ અંગ્રેજોએ કેસીના જેવીજ વ્યુહરચના કરી હતી, અને બહાદુર અંગ્રેજ તીરંદાજેએ ફેન્ચોના ચાર ગણું સૈન્યને ત્રાહે ત્રાહે પિકરાવી હરાવ્યું. ફન્સને રાજ તેના કેટલાક અમીરે સાથે કેદ પકડાય. સ્યામ યુવરાજે “રાજકેદી’નું ઉત્તમ સન્માન કર્યું, અને તેને ઇંગ્લેન્ડ મોકલ્યો. એડવર્ડ તેને ર્કોટલેન્ડના રાજાની સાથે કારાગૃહમાં રાખે.
અંતઃ એવામાં સ્પેનના રાજાના જુલમથી ત્યાંની રૈયતે બળવો કરી તેને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યો. તેણે શ્યામ યુવરાજની મદદ માગી. એમાં પણ યુવરાજને છત મળી, પણ તે સેટકે ખુવાર થઈ ગયો, અને તેની તબીયત લથડી ગઈ. હવે ધીમે ધીમે અંગ્રેજો મેળવેલ મુલક છેવા લાગ્યા. ઈ. સ. કંઈ જાણવાજોગ પરાક્રમ કર્યું ન હતું. પિતાને પુત્ર કંઈક પરાક્રમ કરી બતાવે એવી હોંસથી રાજાએ તેને સેનાપતિ બનાવ્યો હતો. લડાઈ થઈ રહ્યા પછી રાજા અને કુંવર રણક્ષેત્રમાં ફરવા નીકળ્યા, અને ફરતા ફરતા એક વૃદ્ધ અંધ રાજાના શબ પાસે આવી પહોંચ્યા બાજુમાં એક ઘેડાના પગથી છુંદાએલો અને લોહીથી ખરડાએલો વાવટે હતા. તેના ઉપર શાહમૃગનાં ત્રણ પીંછાં ચીતરી નીચે ‘Ich Dien” (હું સેવા કરૂં છું.) એવા શબ્દો લખ્યા હતા. રાજાએ એ વાવટે ઉપાડી લઈ યુવરાજને આપી કહ્યું, કે “આ પીંછાને તમે તમારું ચિહ્ન બનાવો, અને આ શબ્દોને તમારો મુદ્રાલેખ ગણે.” ત્યારથી ઇંગ્લેન્ડનો પ્રત્યેક યુવરાજ એ ચિહ્ની અને મુદ્રાલેખ ધારણ કરે છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૩૭૫માં અંગ્રેજો પાસે માત્ર માર્ડ, બેચેન અને ક્લે સ્થાં. એડવર્ડને પણ ઘણા ખેદ થયા; આટલા પરાજ્ય ઉપરાંત સ્પામ યુવરાજ પણ મરણ પામ્યાઃ રાજાએ પેાતાનું મન મેાજમઝામાં વાળવા માંડયું. પરંતુ હૃદયનો શાક એમ શી રીતે શાંત થાય? ઇ. સ. ૧૩૭૭માં ૫૫ વર્ષનો લાંખે અમલ ભાગવીને એડવર્ડ મરણ પામ્યા.
રિચર્ડ બીજો: ૧૩૭૭–૧૩૯૯.
વાટ ટાઇલરનું ખંડ: એડવર્ડના મરણ પછી તેના બાળ પાત્ર રિચર્ડને ગાદી મળી, અને નવ પટાવતાએ રાજ્યવહીવટ ચલાવવા માંડો. ફ્રાન્સ જોડે લડાઈ ચાલતી હતી, અને લોકાને ભારે કર ભરવા પડતા હતા. અનેક કારણેાથી ખેડુતેામાં ઉડે અસંતાષ વ્યાપી રહ્યો હતા. વિકલીના અનુયાયીઓ “સર્વ મનુષ્યા સમાન છે” એવા ઉપદેશ આપતા હતા, અને સડી ગએલા સમાજતંત્ર માટે તિરસ્કાર ઉત્પન્ન કરતા હતા.૧ એવામાં પાર્લમેન્ટ સેાળ વર્ષની ઉંમર ઉપરનાં સ્ત્રીપુરુષાને માટે માથાવેરા નાખ્યા. લોકાએ કર ભરવાની ના પાડી, એટલે ઉઘરાતદારાએ જુલમ ગુજાર્યાં. કેન્ટમાં એક ઉધરાતદારે વાટ નામના માણસની પુત્રીનું અપમાન કર્યું, એથી ધુંધવાએલો . અગ્નિ ભભૂકી ઊડ્યો. લોકેા ઉશ્કેરાઈ ગયા, અને ઉધરાતદારને મારી ગામમાંથી હાંકી કાઢયા. પછી કુહાડા, દાતરડાં, કાદાળી, પાવડા, કટાએલી તરવાર અને ભાંગેલાં ધનુષ્ય જે કંઈ હાથમાં આવ્યું, તે લઈને વાટની સરદારી નીચે તે લંડન તરફ ચાલ્યા, અને રસ્તામાં પણ અનેક લોકે તેમને આવી મળ્યા. લંડન પહોંચતાં લાખેક માણસા એકઠાં થઈ ગયાં. તેમણે રસ્તામાં ધરે, અદાલતા અને દફતરો બાળ્યાં, અને કેન્ટરબરીના ધર્માધ્યક્ષ, અપ્રિય થઈ પડેલા અમલદારા, અને વકીલોનાં ખૂન કર્યા.
આવા રાક્ષસી ટાળાને ચઢી આવેલું જોઈ પાર્લમેન્ટ અને અમીરા ભયભીત થઈ ગયા. હવે શું કરવું તે પણ તેમને સૂઝયું નિહ. પરંતુ પંદર વર્ષના રાજાએ અસાધારણ ધૈર્ય અને સમયસૂચકતા બતાવ્યાં. તે ધાડે
૧. જહાન બાલ નામતો એક પાદરી તો કહેતો કે:
66
When Adam delved and Eve span, Who was then the gentleman ?
""
Page #57
--------------------------------------------------------------------------
________________
સવાર થઈ આ વિફરેલા લોકોને મળવા ગયો, અને તમારે શું જોઈએ છીએ એમ પૂછયું. લોકેએ પિતાની માગણીઓ રજુ કરી, અને તે પૂરી પાડવાનું રાજાએ વચન પણ આપ્યું, પરંતુ રાજાના એક હજુરીઆએ વૈટને નામીચો ચેર” કહી સંબોવ્યો, એટલે લૅટે તરવાર ઉગામી. રાજાની સમક્ષ આવી ઉદ્ધતાઈ ચલાવનાર વૈટ પર ગુસ્સે થઈને રાજાની જોડે આવેલા લંડનના મેયરે તેને કાપી નાખ્યો. એટલે લોકોમાં પિકાર ઊઠેઃ “મારો, મારો, મારે, આપણે સરદાર પડયો.” રિચર્ડ પણ ત્યાંથી ખસ્યા વિના બહાદુરીથી જવાબ આપ્યોઃ તમે શું તમારે રાજાને મારશે ? ચાલો, તમારે સરદાર હું.” પછી લોકોને ખેતર માં લઈ જઈ શાંત પાડયા. અજ્ઞાન અને ભોળા ખેડુતો રાજાનાં વચન પર વિશ્વાસ રાખી વીખરાઈ ગયા, પણ રાજાનું વચન રાજા પાસે રહ્યું. આ બળવાથી ક્રોધે ભરાએલા અમીરેએ ખેડુતોને સખત સજા કરવાનો નિશ્ચય કર્યો. તેમના આગેવાનોને પકડી ફાંસી દેવામાં આવી, અને બીજા હજારે મનુષ્યની કતલ કરવામાં આવી. . રિચર્ડને કારોબાર જે અમીરને રિચર્ડ પોતાના વિરોધી માનતો, અથવા જેઓ તેની સ્વતંત્રતામાં આડે આવતા હતા, તેમને તેણે સજા કરવા માંડી. પાર્લમેન્ટને તે તેણે ગણકારીજ નહિ, અને લોકો ઉપર કેર વર્તાવવા માંડ્યો. પરિણામે રાજાને નાશ થવાનાં કારણે ઉભાં થયાં.
રિચર્ડના કાકાનો દીકરો હેનરી ઘણે લોકપ્રિય હતો. તે દેશમાં હોય તે આડે આવે, એમ જાણું રિચ તેને દેશપાર કર્યો. રિચર્ડના કાકે મરી ગયો, ત્યારે તેણે તેની જાગીરે જપ્ત કરી હતી, છતાં એ જાગીરે હેનરીને આપવાનું વચન આપ્યું હતું. એ જાગીરે લેવા માટે હેનરીને દેશમાં આવવાનું બહાનું મળ્યું. એવામાં રાજા આયર્લેન્ડ ગયો, તેનો લાભ લઈ હેનરી ઈંગ્લેન્ડ પાછો આવ્યો. સરદારો અને લોકો રિચર્ડના જુલમ અને બીનજવાબદાર અમલથી કંટાળ્યા હતા, એટલે હેનરીને મદદ મળતાં વાર લાગી નહિ. રાજાએ દેશમાં આવીને જોઈ લીધું, કે હવે તેનું કાંઈ વળે તેમ નથી, એટલે તેણે રાજ્યનો ત્યાગ કર્યો. તેને કિલ્લામાં પૂરવામાં આવ્યું, અને પાર્લમેન્ટ હેનરીને ગાદી આપી. બીજે વર્ષે કિલ્લામાં રિચર્ડનું ખૂન કરવામાં આવ્યું. કેટલાક માને છે, કે તે ભૂખમરાથી મરણ પામ્યો હતો.
Page #58
--------------------------------------------------------------------------
________________
. હેનરી [મૃત્યુઃ ૧૧૭૩]
પ્લેન્ટેજીનેટ વંશ. હેનરી રો (૧૧૫૪-૧૧૮૯)
રિચર્ડ ૧લો (૧૧૮૯–૧૧૯૯)
જ્યારે [મૃત્યુઃ ૧૧૮૬]
એડવર્ડ ૧લો (૧૨૭૨–૧૩૦૭) એડવર્ડ રજો (૧૩૦૭–૧૩૨૭) એડવર્ડ ૩જો (૧૩૨૭–૧૩૭૭)
1
[મૃત્યુઃ ૧૩૭૬] શ્યામ યુવરાજ
I
રિચર્ડ રજો (૧૩૭૭–૧૩૯૯)
(૧૪૬૧–૧૪૮૩) એડવર્ડ ૪થા
।
(૪૮૩) એડવર્ડ પ્રમા
આર્ચર [નઃ ૧૨૦૩]
ચાર્ક વંશ
૩જો પુત્ર લાયોનલ
ફિલિપ્પા
1
રાજર
-
આન
રિચર્ડ
રિચર્ડ ૩જો (૧૪૮૩–૧૪૮૫)
।
જ્હાન (૧૧૯૯–૧૨૧૬) હેનરી ૩જો (૧૨૧૬–૧૨૭૨)
લે કેસ્ટર વંશ
થા પુત્ર જહાન (૧૩૯૯–૧૪૧૩) હેનરી તથા (૧૪૧૩-૧૪૨૨) હેનરી પમા
(૧૪૨૨-૧૪૬૧) હેનરી ક્રો
પ્લેટેજીને-યાર્ડ–લે કેસ્ટર વંશ
૪૫
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ મું
લંકેસ્ટર અને એક વંશ હેનરી કઃ ૧૩૯૯–૧૪૧૩.
લેકસત્તાની વૃદ્ધિઃ રિચર્ડનું ખૂન થયું, અને એડવડ ૩જાના ચોથા પુત્ર કેસ્ટરના ઠાકોરને પુત્ર હેનરી ગાદીએ આવ્યો; એટલે પ્લેન્ટેજીનેટ વિશને અંત આવ્યો, અને લંકેસ્ટર વંશની શરૂઆત થઈ. હેનરીને ગાદી ઉપર દાવો ગેરવાજબી હતો; કેમકે ૩જા એડવીના બીજા પુત્રના વંશમાં છ વર્ષનો એક બાળક હયાત હતો. પરંતુ પાર્લામેન્ટ સર્વાનુમતે હેનરીનો હક સ્વીકાર્યો. આમ પાર્લમેન્ટની કૃપાથી જ હેનરી ગાદીએ આવ્યો.
રજા અને પાર્લામેન્ટ પાર્લમેન્ટ હેનરીને ગાદી અપાવી, એટલે તેને પ્રસન્ન રાખવાના અનેક ઉપાય હેનરીને યોજવા પડતા, અને તેની માગણીઓ સ્વીકારવી પડતી. હેનરીના અમલમાં અનેક બંડ થયાં; અનેક લડાઈઓ થઈ તેના ખર્ચના પૈસા મેળવવા માટે પણ તેને પાર્લમેન્ટની ગરજ પડતી. પાર્લમેન્ટ આને લાભ લીધે પાર્લમેન્ટ હેનરીને નાણાં આપતા પહેલાં લોકોની ફરિયાદ પર ધ્યાન આપવાની ફરજ પાડતી. એથી આમની સભાનો નાણાં ઉપરનો કાબુ વધતો ગયો, અને દ્રવ્ય મેળવવા માટે રાજાને પાર્લમેન્ટની સત્તાને નમવું પડયું. આમ આર્થિક તંગીને લીધે રાજસત્તા ઉપર કાપ મુકાયો, અને પાર્લમેન્ટનો કાબુ રાજા ઉપર વધતો ગયો. હેનરીએ લોલાર્ડઝને નાસ્તિક ગણીને જીવતા બાળી મૂકવાનો કાયદો કર્યો, અને પાદરીઓને પિતાના પક્ષમાં લીધા. - અંતઃ પરંતુ પાછલાં વર્ષોમાં હેનરીએ પિતાની સત્તા સંસ્થિર કરી. સ્કોટલેન્ડને રાજા અભ્યાસ અર્થે ફ્રાન્સ જતો હતો, તેને માર્ગમાંથી પકડી હેનરીએ પોતાને ત્યાં કેદમાં રાખ્યો અને પાછળથી પોતાની કુંવરી જોડે તેનું લગ્ન કરી ર્કોટલેન્ડને મિત્રીના બંધને બાંધ્યું. ફ્રાન્સનો રાજા ગાંડે થઈ જતાં ગાદીને માટે એવી તકરાર ઊઠી, કે ફેન્યોને દેશની બહાર નજર નાખવાનો વખત રહ્યો નહિ; ઉલટું આ તકરારમાં માથું મારવાનું ઇંગ્લેન્ડને બહાનું મળ્યું. જો કે હેનરી પિતે તટસ્થ રહ્યો, પણ તેના વંશજોએ ફ્રાન્સની ગાદી ઉપરને જુને દાવો રજુ કર્યો. હવે હેનરીની તબીયત લથડી. દેવળમાં
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૭
પ્રાર્થના કરતાં હેનરીને તમ્મર આવી અને મરણ પામ્યા, (૨૦મી માર્ચ ઇ. સ. ૧૪૧૩). હેનરીએ કુટિલ અને કપટભર્યાં ઉપાયાથી રાજસત્તા મેળવી, પણ તેના વંશજોને તે શાપરૂપ થઈ પડી. મુકુટધારીને શિરે અસ્વસ્થતાને અસહ્ય ભાર હેાય છે, તે એકલા હેનરીનાજ મસ્તક પર ન હતાઃ પંદરમા સૈકામાં જ્યારે જ્યારે ઇંગ્લેન્ડની ગાદી ખાલી પડતી, ત્યારે હકદારની સામે દાવાદારા નીકળતા, દેશમાં ઝઘડા થતા, અવ્યવસ્થા ફેલાતી, અને પરિણામે અનેક જુનાં કુટુંબે નાશ પામતાં.
હેનરી પમાઃ ૧૪૧૩-૧૪૨૨. હેનરીએ બાલ્યાવસ્થામાં તેના પિતાને બહુ દુઃખ દીધું હતું. દુરાચારી સાબતીને છેડાવવા જતાં ન્યાયાધીશને તેણે તમાચેા માર્યા હતા, અને નીડર ન્યાયાધીશે કાયદાનું અપમાન કરવા માટે તેને કેદની સજા ફરમાવી હતીઃ છતાં તે ચતુર યાહ્વો અને કુશળ રાજ્યનીતિજ્ઞ પુરુષ હતા. તેણે પિતાને પગલે ચાલી દીર્ધદષ્ટિવાળી, નિષ્પક્ષપાત અને ન્યાયી રાજ્યનીતિથી પ્રજાનાં દીલ જીતી લીધાં.
ફ્રાન્સ જોડે વિગ્રહઃ પેાતાની સત્તા દૃઢ કરીને હેનરીએ ફ્રાન્સ તરફ ધ્યાન આપ્યું. ફ્રાન્સ જોડે ઇંગ્લેન્ડને વિગ્રહ ચાલતા હતાઃ એમાં લડાઈ ચાલે, સંધિ થાય, વળી લડાઈ ચાલે, એમ થયા કરતુંઃ પરંતુ વિગ્રહ તા ચાલુજ હતા. ફ્રાન્સનો રાજા ગાંડા થઈ જતાં દેશમાં પક્ષ પડી ગયા, અને ત્યાં આંતરવિગ્રહ સળગ્યા. તેને લાભ લઈ હેનરીએ ફ્રાન્સની ગાદીનો હક જાહેર કર્યો. આ હક અયોગ્ય હતા, પણ તેને તે બહાનું જોઇતું હતું. તેણે ફ્રાન્સમાં જઈ નામૈડી જીતવાના પ્રયત્ન કર્યા. શરૂઆતમાં હારફલ્યુર અંદર હાથ કરી અંગ્રેજો કુલે જવા ઉપડયા, પણ રસ્તામાં ફ્રેન્ચ લશ્કરે તેમને રાકયા. ફ્રેન્ચા અને અંગ્રેજો વચ્ચે એઝંકૂર પાસે યુદ્ધ થયું, ઇ. સ. ૧૪૧૫. કાદવવાળી જમીનમાં અંગ્રેજ તીરંદાજો આગળ ફ્રેન્ચા લાચાર બની ગયા; ફ્રેન્ચાનાં લોખંડી અખતરા આ વખતે પણ તેમને નડયાં, અને ફરીથી તેમણે સખત હાર ખાધી.૧ હેનરીના
૧. Uneasy lies the head, that wears a crown. [Shakespeare] ૧. ફ્રેન્ચોનું મોટું લશ્કર જોઈ હેનરીના એક સરદાર એવું ખાલી ગયા, કે “આપણી પાસે વધારે માણસ હેાત, તેા કેવું સારૂં થાત. ’આ સાંભળીને હેનરીએ જે શૌર્યભર્યાં ઉત્તર આપ્યો, તે શેકસ્પિયરના હેનરી પમા’ નાટકના ૪થા અંકમાં ૩જા પ્રવેશમાં છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
સર્પમ્પટન હેસ્ટિંગ્સ ડોલા ૉસ્મિથ 'ઈ' શે જી ખા ડી નોં મેં ફી
બ્રિટનની
લસ
બ્રેન્ટ
દેસી બા અંતર
તી ર્લિઅન્સે
•રીમ
ભૂમધ્ય સમુદ્
એડવર્ડ ાનું ફ્રાન્સનું રાજ્ય
સર્વસન
ર્મસ્મર
ઈઝે જી ખાડી
વસ
ગે ૬ની.
વર
કૈસી.
લૅન્ડર્સ
આનં
વન્ટ
ભૂમધ્ય સમુદ
હેનરી રજાનું ફ્રાન્સનું રાજ્ય
2Æ
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૯
હાથમાં નામઁડી આવ્યું, એટલે દેશપરદેશમાં તેની પ્રતિષ્ઠા વધી. ઇ. સ. ૧૪૨૦માં ફ્રાન્સ જોડે આ પ્રમાણે સંધિ થઈ; ફ્રાન્સને રાજા જીવે ત્યાં સુધી હેનરી રાજ્યરક્ષક રહે, અને તેના મરણ પછી ફ્રાન્સના રાજા બને. હેનરી ફ્રાન્સી રાજકુંવરી જોડે પરણ્યા, અને તે ણુંખરૂં ફ્રાન્સમાં રહેવા લાગ્યાઃ હવે તે માત્ર કામ પ્રસંગે ઈંગ્લેન્ડ આવતા. ઇ. સ. ૧૪૨૧માં તે ઈંગ્લેન્ડ આવ્યો, પણ તેને ખબર પડી કે સ્કાટ લોકાની મદદથી ફ્રેન્ચાએ લડાઈ શરૂ કરી છે, અને તેના ભાઈ કપાઈ મુએ છે. એકાએક હેનરી ફ્રાન્સ પાછે ગયો, અને ત્યાં તેણે અનેક ધેરા અને લડાઇઓમાં ભાગ લીધા; પણ ૩૫ વર્ષની વયે અપૂર્વ કીર્તિ મેળવી તે મરણ પામ્યો. તેણે યુદ્ધવિદ્યા અને સૌજન્ય માટે કીર્તિ મેળવી હતી, પણ તેના વંશજોને એ નામના માટે ભારે દંડ આપવા પડયો.
હેનરી છઠ્ઠોઃ ૧૪૨૨–૧૪૬૧.
ફ્રાન્સ જોડે યુદ્ધ: હેનરી પ્રમાના મરણસમયે તેનો પુત્ર બાર મહીનાનોએ નહોતા. હેનરીએ દીર્ધદષ્ટિથી પેાતાના એક ભાઈ ડયુક આવ્ ખેર્ડને ફ્રાન્સના, અને ખીજાને ઇંગ્લેન્ડનો ‘રાજરક્ષક ’ નીમ્યો હતા. ખેડફર્ડે ફ્રાન્સમાં અંગ્રેજોનો પગ મજમ્રુત કર્યાં. પરંતુ ફ્રાન્સનો રાજા મરણ પામ્યો, એટલે તેના પુત્રે ચાર્લ્સ ૭મા તરીકે ગાદીનો દાવા કર્યાં, અને લોકોએ તેને હકદાર વારસ તરીકે સ્વીકાર્યું પણ ખરા. ખેડફર્ડે એલિઅન્સને ઘેરા ઘાલ્યો, પણ પછી બાજીનો રંગ બદલાયો. ફ્રાન્સને એક અણુચિતવી મદદ આવી મળી, જોન આવ્ આર્ક નામની નમ્ર, ધાર્મિક, યાળુ અને કામળ હૃદયની એક ફ્રેન્ચ ખેડુત કન્યાનો આત્મા પોતાના દેશનું દુઃખ જોઈ બહુ અકળાઈ ઊઠયોઃ તે સ્વપ્નો જોવા લાગી, અને તેને ગેબી પ્રેરણા થવા લાગી કે “ ઊઠ, ફ્રાન્સનો ઉદ્ધાર કર. ” તેણે સિપાઈઓને કહ્યું, કે મને રાજા પાસે લઈ જાઓ. ત્યાં તેણે પોતાનાં સ્વપ્ના અને પ્રેરણાની વાતા કહી. રાજાએ ધણી ખુશીથી તેને લશ્કર આપ્યું. સફેદ બખ્તર પહેરી હાથમાં ફ્રેન્ચ ઝંડા ફરકાવતી, સાનેરી સાજવાળા ઘેાડા ઉપર બેસી, આ અદ્દભુત વીર બાળા એર્લિઅન્સ આવી પહેાંચી. તેને જોઈ નિરાશ થઈ ગએલા ફ્રેન્ચ સૈનિકામાં જેમ તે શુરાતન આવ્યાં. ભય ને આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગએલા અંગ્રેજોએ તેને માર્ગ આપ્યો, અને
''
૪
Page #63
--------------------------------------------------------------------------
________________
પર એલિઅન્સને ઘેરે ઊઠયો. પછી રાજાને રિસ લઈ જઈ તેણે પરાપૂર્વની
રીત પ્રમાણે તેને રાજ્યાભિષેક કર્યો, અને કહ્યું કે “મહારાજ, હવે મારી પ્રેરણું બંધ થઈ ગઈ છે, મને મારે ગામ જવાની રજા આપ.” પરંતુ ફેન્ચ લેકે તો તેને દેવી માનતા હતા એટલે એલિઅન્સની કુમારિકાને જવા કેમ દે? દરમિઆન બે વર્ષમાં એ બાળા અંગ્રેજોના હાથમાં કેદ પકડાઈ, અને અંગ્રેજોએ તેને ડાકણ ગણી છવતી બાળી મૂકી, ઈ. સ. ૧૪૩૧. આટલું છતાં ફ્રાન્સમાં હવે અંગ્રેજ સત્તાનો અંત આવવાનું નિર્માણ થયું હતું. જો કે જાગૃત કરેલી પ્રજાભાવનાને પરિણામે ફેન્ચો અંદર
અંદર સંપી ગયા, અને ખરા દીલથી : વીર બાળા જેન આ આર્ક પોતાના રાજાને મદદ કરવા લાગ્યા. પરિણામે અંગ્રેજો એક પછી એક મુલક ખાતા ગયા. વળી આ વખતે બેડફ મરણ પામ્યો, અને ઈંગ્લેન્ડમાં પક્ષ પડ્યા. ઈ. સ. ૧૪૫૩માં અંગ્રેજોના હાથમાં માત્ર કેલે અને બીજે છેડે મુલક રહ્યો ફ્રાન્સને બાકીને મુલક અંગ્રેજોના હાથમાંથી જતો રહ્યો.
સે વર્ષના વિગ્રહને આ રીતે અંત આવ્યો. રાજ્યખટપટને લીધે ઉભા થએલા પક્ષોના પ્રપંચથી હેનરીએ પૂર્વજોએ સંપાદન કરેલે મુલક
યો, અને મળેલી આબરૂ ગુમાવી. પરંતુ રાજ નમાલે હય, પાર્લમેન્ટમાં સડો પેસી ગયો હોય, અને સરદારે ખટપટી હોય, ત્યાં આ સિવાય બીજું શું સંભવે? પ્રજા ઉપર કરને જે વધી પડયોલેકે રાજ્યવ્યવસ્થાથી એટલા બધા ટાળ્યા, કે તેમણે બંડ પણ જગાવ્યું.
Page #64
--------------------------------------------------------------------------
________________
- ત્રીસ વર્ષને વિગ્રહ: આવી તકને લાભ લઈ યાકના ઠાકોર રિચર્ડ પાર્લમેન્ટમાં સુધારો કરવા બાબત પિકાર ઉઠાવ્યો અને લશ્કર એકઠું કરવા માંડયું. અનેક અસંતુષ્ટ ઉમરાવો અને લકે તેના પક્ષમાં મળી ગયા. રિચર્ડ ફ્રાન્સ અને આયર્લેન્ડમાં રાજ્યની નીમકહલાલ નોકરી કરી હતી, અને પોતાના શૌર્ય વિષે દેશમાં નામના મેળવી હતી. તે રાજાને નજીકના સગો હતા, એટલે રાજ્યવહીવટ પિતાને હસ્તક મુકાવે જોઈએ એવી તેણે માગણી કરી. શરૂઆતમાં તે તેનું કહેવું કેઈએ સાંભળ્યું નહિ. પરંતુ દૈવયોગે રાજા ગાંડ થયો, અને રિચને “રાજરક્ષક” નીમવામાં આવ્યો. થોડા વખતમાં રાજાને રોગ મટી ગયો, એટલે રિચર્ડને રજા આપવામાં આવી. તેણે પિતાને વતન જઈ લશ્કર એકઠું કરવા માંડયું, અને પોતે એડવર્ડ ૩જાના વંશમાં જન્મેલ છે, એમ કહી ગાદીનો દાવો કર્યો. એથી દેશમાં રાજનો અને રિચંનો એવા બે પક્ષ પડી ગયા, અને તરવારે ખેંચાઈ. ઈ. સ. ૧૪૫૫માં સેન્ટ આબન્સની લડાઈમાં રિચર્ડ જીત્યો, અને રાજા પકડાયો. પરંતુ થોડા વખતમાં રાણી માર્ગરેટે મોટું લશ્કર એકઠું કરી રિચર્ડને હરાવ્યો, અને તેને દેશમાંથી નસાડી મૂક્યો. - સેન્ટ આબન્સના યુદ્ધથી શરૂ થએલે વિગ્રહ ૩૦ વર્ષ સુધી ચાલ્યો, તેથી તેને ત્રીસ વર્ષને વિગ્રહ’ કહે છે. આ વિગ્રહમાં લેજેસ્ટ પક્ષ (રાજપક્ષ) વાળાઓએ પિતાના વાવટા ઉપર રાતા ગુલાબનું, અને ગર્લ પક્ષ (રિચર્ડ પક્ષ) વાળાઓએ સફેદ ગુલાબનું ચિહ્ન રાખ્યું હતું, તેથી તેને ‘Wars of Roses” એવું ઉપનામ મળેલું છે. લે-કેસ્ટર વંશના રાજાઓની નિર્બળતા, પાર્લમેન્ટમાં પડેલે સડે, વધી ગએલા કરે, ઇત્યાદિ અનેક રાજકીય કારણેથી ઉભા થએલા અસંતોષને લીધે આ વિગ્રહ શરૂ થયો, પણ આખરે ઉમર અને તેમના નોકરે સામસામા પક્ષમાં લડયા. ખેડુતો અને વેપારીઓ કંઈજ બનતું નથી એમ માની પિતાનું કાર્ય કર્યું જતા, એટલે આ વિગ્રહમાં બહુ ઉંડા ઉતરવાની જરૂર નથી. ૩૦ વર્ષના લાંબા ગાળામાં યોર્ક અને લેકેસ્ટર પક્ષવાળાની વારાફરતી હારજીત થતી. જેમ જેમ લડાઈ આગળ ચાલતી સઈ તેમ તેમ બંને પક્ષનો વેરભાવ વધતો ગયો, અને જેઓ પકડાયા તેમના
Page #65
--------------------------------------------------------------------------
________________
પર
નામ છે
: :
:
દેવ
* બોલવી
ઉપર જુલમ પણ વધતા ગયા. હેનરી અનેક વાર કેદ પકડાતા, અને વળી
પાછી છુટ થતો. ઈ. સ. ૧૪૬૦માં
એક વાર રાજા કેદ હજલી
પકડાયો ત્યારે રાણીએ પોતાના પુત્રને નામે યુદ્ધ જારી
રાખ્યું, અને સ્કોટદિલ્ડ
લેન્ડથી લશ્કર લાવી રિચર્ડને હરાવ્યો. ઈ.સ.૧૪૬૦માં વેક
ફીલ્ડના ભયંકર યુદ્ધ* * ટહલી નોટન
માં યોર્ક પક્ષવાળાની સખત હાર થઈ અને રિચર્ડ મરા.. યોર્ક પક્ષવાળાઓએ રિચર્ડના પુત્ર એડવર્ડન હક આગળ ધરી
રાણુને હરાવી, અને ત્રીસ વર્ષનો વિગ્રહ : “Wars of Roses' એડવર્ડને લંડનમાં રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ઈ. સ. ૧૪૬૧. હેનરીના નમાલા અમલથી કંટાળેલી પ્રજાએ પ્રતાપી અને શાંતિમય રાજ્યની આશાએ એડવર્ડને રાજ તરીકે સ્વીકાર્યો. આ પ્રમાણે લેન્કેસ્ટર વંશનો અંત આવ્યો, અને ઇંગ્લેન્ડની ગાદી યોર્ક વંશમાં ગઈ. * યોર્ક વશના રાજાઓ. એડવર્ડ : ૧૪૬૧–૧૪૮૩. એડવર્ડ ગાદીએ આવ્યો, પણ તેનાથી જેપીને બેસી શકાય તેમ ન હતું. તરવારના લેર મેળવેલું રાજ્ય તરવારના જેર વડેજ સાચવી રાખવાનું હતું. હેનરીની
લંડન, બાન
Page #66
--------------------------------------------------------------------------
________________
પ૩
બહાદુર રાણું પિતાના પતિ અને પુત્રને ગાદી અપાવવા માટે હજુ સભેર લડતી હતી, પણ તે વારંવાર હાર્યે જતી હતી. . આખરે એડવર્ડનો પગ મજબુત થયો. તેને ઘણુંખરા પ્રતિપક્ષીઓ મરી ખૂટયા હતા, અને બાકીનાને નિર્દયતાથી પૂરા કરવામાં આવ્યા. પિતાની આડે આવે તેને ઉડાવી દેતાં તે જરા પણ ભતો ન હતો. કહે છે કે તેના ભાઈ કલેરન્સને પણ રાજદ્રોહના વાં કે કેદમાં પૂરી દારૂના પીપમાં ડુબાવી મારી નાખવામાં આવ્યા. સત્તાના તોરમાં પાર્લમેન્ટની તે કદી પરવા કરતો નહિ. તેને પૈસાની જરૂર પડે ત્યારે પાર્લમેન્ટને પૂછ્યા વિના લેક પાસેથી જ તે ઉઘરાવી લે. તેની વિષયાસક્તિ, સખતાઈ અને અભિમાનને લીધે લોકો કાયર થઈ ગયા હતા, એટલે ઈ. સ. ૧૪૮૩માં તે મરણ પામ્યો ત્યારે લેકે હરખાયા. એડવર્ડ બે પુત્રો મૂકી ગયું હતું. તેમાંથી મોટા પુત્રના નામની આણ હોંશભેર ફેરવવામાં આવી. - એડવર્ડ પમઃ ૧૪૮૩. તેર વર્ષને એડવર્ડ ગાદીએ આવ્યો, તે મરવાને માટેજ. તેની મા અને મામાએ રાજ્યવહીવટ પિતાને હસ્તક રાખવા ખટપટ તો ઘણીએ કરી, પણ પાર્લમેન્ટ બાળરાજાના કાકા રિચર્ડને “રાજરક્ષક ઠરાવ્યો. રિચર્ડ રાજાના મામાને ફાંસી દીધી, અને રાણીને કેદ કરી. પછી તેણે ગાદી પડાવી લેવાની તજવીજ કરવા માંડી. પાર્લમેન્ટ અને શહેરીએની સંયુક્ત સભાએ તેને ગાદી સ્વીકારવાની વિનંતી કરી, જે તેણે ઘણું આનાકાની સાથે સ્વીકારી.
રિચર્ડ જેઃ ૧૪૮૩–૧૪૮૫. એડવર્ડને કેદ કરી રિચર્ડ ઘણું ઠાઠમાઠ સાથે ગાદીએ આવ્યો, અને કેટલાક દિવસ તે બધું ઠીક ઠીક ચાલ્યું. પરંતુ રિચર્ડ રાજકુમારને કેદ કર્યા હતા, તે લોકોને ગમ્યું નહિ, અને તેને વિષે પ્રજામાં અનેક પ્રકારની વાત ચાલવા લાગી. કહેવાય છે કે તેણે નિર્દોષ રાજકુમારને પથારીમાં ગુંગળાવીને મારી નંખાવ્યા, અને તેમનાં શબ દાદર નીચે દાટી દેવાને હુક્ત કર્યો. એક વાત તે ચોક્કસ છે, કે કેદખાનામાં ગયા પછી રાજકુમાર ફરીથી દેખાયા નથી. એમની હત્યાની વાત ખરી | હોય કે ખોટી હોય, પરંતુ લેન્કેસ્ટર પક્ષવાળા જે માણસ ફ્રાન્સમાં જઈ
શા હતા, એમને તે એટલુંજ જોઈતું હતું. તેમણે રિચમંડના ડયુક હેનરી
Page #67
--------------------------------------------------------------------------
________________
મુડરને પેાતાના પક્ષના અગ્રેસર બનાવ્યેા, અને ગાદી મેળવવા ફરીથી તજવીજ કરવા માંડી. વળી આ કુટુંબે વચ્ચેના રાજને વિખવાદ બંધ પાડવા માટે હેનરીએ એડવર્ડ જથાની કુંવરી જોડે લગ્ન કરવાં એવું પણ લીધું. ગાદી ઉપર હેનરીના હક તેા નહિ જેવા હતા; છતાં રિચર્ડના અમલથી કંટાળેલા લેાકેાએ હેનરીના હક કબુલ રાખ્યો. ઇ. સ. ૧૪૮૫માં હેનરી પોતાના પક્ષવાળાઓની સાથે નાનું લશ્કર લઈ ઈંગ્લેન્ડમાં ઉતર્યાં. હજાર લાકા તેને મળી ગયા, અને બૅસ્વર્થ પાસે રિર્ડ જોડે તેને ભેટા થયો. અનેક અમીરા વિશ્વાસધાત કરી હેનરીને જઈ મળ્યા. પરંતુ રિચર્ડ તે। મહાદુરીથી લડ્યો, અને લડતાં લડતાં પડયો. તેના મુકુટ થારની વાડમાં પડ્યો હતા, ત્યાંથી ઉપાડી લઈ એક અમીરે હેનરીના મસ્તક ઉપર મૂકી પોકાર કર્યા, “ મહારાજા, ઘણું જીવે.” અનેક લડાઈએ, પ્રપંચો, કુટિલતા, અને ખૂનામરકી ભરેલા ‘ત્રીસ વર્ષના વિગ્રહ ’ના અંત જોડેયાર્ક વંશને પણ અંત આવ્યા, તે સાથે પ્લેન્ટેન્ટનેટ વંશના સીધા વારસાને પણ અંત આવ્યો. રિચર્ડને રાક્ષસી સ્વભાવના દુષ્ટાત્મા માનવામાં આવે છે; છતાં એટલું યાદ રાખવા જેવું છે, કે તેણે દેશમાં સારી રીતે રાજ્ય ચલાવ્યું હતું, અને વેપારઉદ્યોગને ઉત્તેજન આપ્યું હતું. પ્રાથમિક સ્વરૂપમાં ટપાલ એફિસની પતિ તેના વખતમાં દાખલ થઈ હતી. વિદ્યાવૃદ્ધિ અને પુસ્તકપ્રચારનાં ાર્યને તેણે ઉત્તેજન આપ્યું હતું.
પ્રકરણ ૮મું પ્રજાજીવનના વિકાસ
૧. રાજકારણ
અંગ્રેજ પ્રજા સ્વતંત્રતા માટે ઉંડે પ્રેમ ધરાવે છે. સેકસન લેાકે જર્મનીનાં જંગલામાં છુટીછવાયી ટાળીએમાં રહેતા, અને જરૂર પડયે એકાદ સરદાર પસંદ કરતા. એ સરદારના મરણ પછી તે નવા સરદાર પસંદ કરતા. ડાઈટંટા વખતે આ સરદારને વધારે અખત્યાર આપવામાં આવતા.
Page #68
--------------------------------------------------------------------------
________________
સ
આ રીતે ધીમે ધીમે સત્તાધીશ અને બળવાન અમીરવર્ગ ઉભો થયો. લે ના રાજ્યને વિસ્તાર થતા ગયો, તેમ તેમ અમીરા વધતા ગયા, અને રાજા ઉપર અંકુશ રાખવા લાગ્યા. તે સમયમાં ‘વિટન' નામની લાકસભાને પૂછ્યા વિના રાજાથી કશું અગત્યનું કાર્ય કરી શકાતું ન હતું. અત્યાર સુધી એ સભાના સભ્યોની પસંદગી રાજા કરતા, અને તેમાં રાજકુટુંબી, ધર્માધ્યક્ષા, અને જાગીરદારા ઉપરાંત જેમને રાજા ખેાલાવે તેવા ખીજા બધા આવતા, છતાં દેશમાં તેમનું પ્રાબલ્ય વધ્યું, એટલે રાજાને તેમની સલાહ પ્રમાણે ચાલવું પડતું. વંશપરંપરા ગાદી આપવાને ધારા પણ ચાલતા નં હતા; ગાદીવારસ નીમવાની સત્તા વિટનના હાથમાં હતી. આ સભાએ હેરાલ્ડને ગાદી આપી હતી, અને વિલિયમ વિજેતાને ઈંગ્લેન્ડને રાજા સ્વીકાર્યા હતા. વિટનને હાલની ઉમરાવાની સભા જેવી ગણી શકાય; કેમકે તેમાં લેાકાએ મેકલેલા પ્રતિનિધિએ બેસતા ન હતા.
તાર્મન વિજય પછી બળવાન અમીરા અને રાજાએ વચ્ચે ટંટા ચાલ્યો. યુરોપના બીજા દેશોની પેઠે ઇંગ્લેન્ડમાં જાગીરદારા જોરાવર થઈ રાજાને હંફાવે નહિ, તે માટે ચતુર વિલિયમે ઉમરાવાને છુટી છુટી જગાએ જાગીર આપી હતી, અને તેમાં વસેલા દરેક ખેડુતને સાગન લેવડાવ્યા હતા, કે “હું મારા રાજાને વફાદાર રહીશ.પેાતાના ન્યાયાધીશે નીમીને અમીરની સત્તા તેાડવાની નીતિ હેનરી ૧લાએ ચાલુ રાખી, પણ તે ગાદીએ આવ્યો ત્યારે પ્રજાને તેણે એક સનંદ કરી આપી, અને દેશના કાયદા પ્રમાણે ચાલવાનું તેણે વચન આપ્યું. આમ અંગ્રેજી રાજ્યબંધારણમાં “ રાજા કાયદાથી પર નથી” એ સૂત્રનાં ખીજ પહેલવહેલાં નંખાયાં. હેનરી ખીજાએ પણ એજ નીતિ ચાલુ રાખી. તેણે લડાઈના સમયમાં અમીરેા પાસેથી લશ્કર મેળવવાને બદલે પૈસા લેવા માંડયા, અને તે વડે પેાતાને વફાદાર રહે એવા ભાડુતી સિપાઈએ રાખી જાગીરદારોના મદ ઉતાર્યેા. પરિણામે રાજસત્તા સર્વોપર થઈ પડી, છતાં હજુ સુધી સામાન્ય પ્રજાના હકના વિચાર કરવામાં આવ્યો નહાતા. હેનરીએ એકસરખા ન્યાય તાળવાના પ્રયત્ન કર્યેા, પણ તેથી ધર્મખાતા જોડે અથડામણ થઈ, ક્લેરન્ડનના ધારા પસાર થયા, અને બેકેટની
Page #69
--------------------------------------------------------------------------
________________
હત્યા થઈ. એકંદરે હેનરી ફાવ્યો નહિ; તેનાથી ધર્મખાતાની અદાલતે તૂટી નહિ.
નિષ્ફર અને બેવચની જëનના અત્યાચારથી ત્રાસેલા અંગ્રેજો અને નર્મને ભેદભાવ ભૂલીને એકત્ર થયા. ચતુર અને દીર્ધદષ્ટિવાળા અમીરે પ્રજાના આગેવાન બન્યા. તેમણે રાજાને કાયદા પ્રમાણે વર્તવાની ફરજ પાડવા માંડી. તેમણે પિતાના સંયુક્ત બળથી “મોટે પટ્ટો લખાવી લીધે, અને સમસ્ત પ્રજાના હક માટેની માગણી કરી. એક માગણી એવી હતી, કે રાજા મહાજનની સંમતિ વિના કર નાખી શકે નહિ; જો કે આ સમયે મહાજનમાં તે ધર્માધ્યક્ષો અને અમીરોજ બેસતા, અને પ્રજાના સામાન્ય માણસને બેસવાને હક ન હતો છતાં આ માગણીથી રાજા પાર્લમેન્ટની મંજુરી વિના કોઈ પણ પ્રકારને કર નાખી શકે નહિ એમ બન્યું. * પ્રજાપ્રતિનિધિસભાની ખરી સ્થાપના તો હેનરી ૩જાના સમયમાં થઈ. પરંતુ રાજા પરદેશી માનીતાઓને બોલાવતે, અને દેશનું દ્રવ્ય બરબાદ કરી મહાજન પાસે વધારે નાણાંની માગણી કરતા. સાઈમન ડી મેન્ટફ રાજ્યવહીવટમાં સુધારા કરવાની રાજાને ફરજ પાડી. તેણે પરગણામાંથી તેમજ દરેક નગરમાંથી બબ્બે લેકપ્રતિનિધિઓ લાવ્યા, એટલે ઈતિહાસમાં પહેલી જ વાર દેશના રાજ્યકારભારમાં સામાન્ય લોકોને ભાગ મળ્યો.
હાલની અંગ્રેજ પાર્લમેન્ટની ખરેખરી રચના તે વખતે થઈ. ગરાસીઆ (Knights) અને શહેરીઓની સભા તે આમની સભા બની, અને ઉમરાવો અને ધર્માધ્યક્ષોની સભા તે ઉમરાવોની સભા બની.
શરૂઆતમાં સભાના બે ભેદ ન હતા. પહેલાં તે બધા પ્રતિનિધિઓ એકજ મકાનમાં બેસતા. ઇ. સ. ૧૪૧૩માં બે સભાઓ જુદા મકાનમાં મળી, ત્યારથી “હાઉસ ઍવું લૈર્ડઝ”—અમીની સભા, અને “હાઉસ ઍવ કોમન્સ” –આમની સભા એવા બે વિભાગ પડયા, અને તે અદ્યાપિ પર્યત ચાલુ છે.
પરંતુ આ પ્રતિનિધિસભાનું સંપૂર્ણ પ્રજાકીય સ્વરૂપ તે એડવર્ડ ૧લાએ . સ. ૧૨૯૫માં “આદર્શ પાર્લમેન્ટ બેલાવી ત્યારે ઘડાયું હતું. એડવર્ડને લડાઈ માટે નાણાં જઈએ, પણ પાર્લમેન્ટની મંજુરી વિના નાણું કેણુ આપે ?
૧. કેન્ચ ધાતુ “Parler–બોલવું ઉપરથી પાર્લમેન્ટ' શબ્દ બન્યો છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૭
હવે કર નાખવાને હક પાર્લમેન્ટને જ હોઈ શકે, એ સિદ્ધાંતને બરાબર અમલ થવા લાગ્યો. ધીમે ધીમે આ સ્થિતિને લાભ લઈ પાર્લમેન્ટે જુદા જુદા કે રજુ કરવા માંડયા, અને અમુક હક પ્રથમ મંજુર કરો તે નાણાંની સગવડ કરી આપીએ એવી હઠ પકડવા માંડી. હજુ સુધી કાયદા ઘડવાની તેને સત્તા ન હતી, તેમજ સંધિવિગ્રહ જેવી અગત્યની રાજદ્વારી બાબતોમાં તેને મત લેવાતે નહિ, તે પછી રાજના પ્રધાને ઉપર તેને દાબ તે હેયજ કયાંથી? એડવર્ડ ૩જાને ફ્રાન્સ જોડે મહાન યુદ્ધ કરવું પડયું, ત્યારે તેને નાણાંની ગરજ પડી; એટલે પાર્લમેન્ટ વારવાર મેળવવી પડતી. આ પ્રમાણે નાણુને કાબુ આવવાથી પાર્લમેન્ટની સત્તા વધતી ગઈ. પરંતુ કેટલાક અમીરો જોડે એડવર્ડ સંબંધ બાંધી તેમને મેળવી લીધા, એટલે પ્રજાહકની લડત કરવાનું કામ ધીમે ધીમે આમની સભા ઉપર આવી પડયું.
છતાંએ એમ સમજવાનું નથી, કે દેશમાં સામાન્ય લેકે આગળ આવ્યા. હજુ મદોન્મત્ત જમીનદારોનું જોર ઓછું થયું ન હતું; પાર્લમેન્ટ પણ તેમનાથી દબાઈ જતી. એડવર્ડ કે રિચર્ડ બીજાને પદભ્રષ્ટ કરાવનાર આ ખટપટી જમીનદારાજ હતા. હેનરી દ્દો નબળ નીવડયો, અને અમીરો ગાદી માટે અંદર અંદર લડી મુઆ. ત્રીસ વર્ષના લાંબા સમય સુધી દેશમાં દગોફટક, નિષ્કરતા, કૃતધ્રતા અને કલહ વધી પડયાં. બે પક્ષનાં કેટલાંએ માણસ મરાયાં, અને છેવટે હેનરી ટયુડર વિજયી થયો. પ્રજાએ તેને ગાદી આપી. અમીરેનાં માણસે મરાયાં, તેમની મિલ્કત જપ્ત થઈ અને તેમની સત્તા તૂટી.
૨. ઉદ્યોગ અને વાણિજ્ય તે સેકસન લેકે ઇંગ્લેન્ડમાં આવ્યા, ત્યારે દેશમાં જંગલો અને ભેજવાળાં મેદાને હતાં. આ જંગલમાં કેટલાંક કુટુંબ ગામડાં વસાવી રહેતાં. એક ગામથી બીજે ગામ જવા માટે વાંકીચુકી પગવાટ હતી. રેમન લેકોએ દેશમાં જે રસ્તા બાંધેલા, તેમના અવશેષે સિવાય દેશમાં બીજા રસ્તા ન હતા. સેકસન કે ગામડાંની આસપાસ વાડ કરી લેતા, અને ખેડુતો ખેતર
Page #71
--------------------------------------------------------------------------
________________
ખેડી ગુજારે ચલાવતા. બધા ખેડુતો સાથે મળી સીમની બધી જમીન ખેડતા, અને ઉપજ વહેચી લેતા. ઘેટાં માટે ચરો રાખવામાં આવતા, અને હુક્કર જંગલમાં ચરતાં. ડેન લેકે આવ્યા પછી ગામડાંમાં સરદારે ધણી થઈ પડયા. તેઓ ખેડુતોને ખેડવા માટે જમીન આપે, અને પોતાની જમીન તેમની પાસે ખેડાવે. કોઈ ખેડુત નિર્વશ મરણ પામે તો તેની જમીન સરદાર લઈ લેતે, એટલે તેની જાગીરમાં વધારે થતું. સરદારો પોતાની જાગીરમાં શાકતરકારી વાવતા; ફૂલઝાડ ઉછેરતા, અને ધાન્ય પકવતા; તેમાં દરેક ખેડુતને વેઠ કરવા જવું પડતું. ખેડુતે પિતાની જમીન ખેડે કે સરદારની ? તેઓ બબડતા જાય, અને કામ કરતા જાય; વધારામાં સરદારના મુકાદમ ખેડુતને માર મારે અને પજવે. ખેડુતોથી ગામ છેડીને બીજે જવાય એમ નહતું, આથી તેમની સ્થિતિ ગુલામ જેવી થઈ ગઈ
નર્મન લોકોના આવ્યા પછી ઘણું ગામડાં નવા જાગીરદારના હાથમાં આવ્યાં, છતાં પ્રજાને મુખ્ય ઉદ્યોગ ખેતીને હતા, અને ખેડુતોની સ્થિતિ શૂદ્ર જેવી હતી. પરિણામે ગરાસીઆ અને ખેડુતોનાં મન ઉંચાં રહેતાં. ચૌદમા સૈકામાં ખેતરના ઉત્પન્નમાંથી ભાગ લેવાનું કે વેઠ કરાવવાનું છડી દેવાનું કર્યું, અને ખેડુતોએ જમીન બદલ સરદારને ભાડું આપવાની રીત ચાલુ થઈ. આ પદ્ધતિ આખા દેશમાં અમલમાં આવતાં કેટલાંક વર્ષ વહી ગયાં. એડવર્ડ ૩જાના રાજ્યમાં ભયંકર મહામારી ફાટી નીકળી, જે “કાળી મરકીને નામે ઓળખાય છે. તેમાં સંખ્યાબંધ માણસ મરી ગયાં, ગામડાં ઉજડ થઈ ગયાં, ખેતરનો પાક સડી ગયે, અને દેશ વેરાન થઈ ગયે. જે લેકે જીવતા રહ્યા તેઓ સસ્તા દરે કામ કરે નહિ, અને જમીનદારે વધારે રેજી આપે નહિ. પાર્લમેન્ટ મજુરોની રોજ ઠરાવી આપી; દરેક મજુરે માલિકને ત્યાં રહેવું, અને નાસી જનારને ડામ દેવાનું ઠરાવ્યું, પણ કાયદો પાળે કોણ? કેટલાક ગરજાઉ જમીનદારે મેંધા દરે પિતાનું કામ કરાવી લેતા. મજુરની અછત અને મોંઘવારીને લીધે જાગીરદારેએ ધાન્ય વાવવાનું બંધ કર્યું અને ઘેટાં ઉછેરવા માંડયાં. આ ઘેટાંનું ઊન લાન્ડર્સ જતું. એથી ઊનને વેપાર ચાલુ થયો. એડવર્ડ ૩જાએ આ વેપારને ઉત્તેજન આપ્યું. તેણે ઊનની નિકાસ
Page #72
--------------------------------------------------------------------------
________________
સ
ઉપર કર નાખ્યા, અને લડાઈમાં પડતી નાણાંની ખેાટ પૂરી પાડી. ફલાન્ડર્સના કારીગરાને દેશમાં ખેલાવીને તેણે ઊનનાં કારખાનાં સ્થપાવ્યાં.
હવે મેટાં શહેરી વસવા લાગ્યાં. નામઁન લેાકા આવ્યા એટલે ફલાન્ડર્સ, નોર્મડી અને ફ્રાન્સ જોડે વેપારનું ખારૂં ખૂલ્યું. ધીમે ધીમે નદીતટે, ચાર રસ્તા મળતા હોય ત્યાં, મ પાસે, કે સગવડવાળાં સ્થળાએ શહેર વસ્યાં. આ શહેરની આસપાસ મેાટા કિલ્લો અને ફરતી મેાટી ખાઈ હોય. બહારની અવરજવર માટે લાકડાને ખેંચી લેવાય તેવા પૂલ રાખવામાં આવતા. શહેરમાં એક બજાર હોય, અને વેપારીને ત્યાંજ માલ વેચવા પડે. બજારમાં મુસાફરા, વેપારીએ અને આડતીઆએ મળે, અને દારૂ, રેશમ, કાપડ, તેજાના વગેરેને વેપાર ચાલે. તે સમયે સારા રસ્તા નહેાતા, એટલે અંદરના ભાગના વેપાર ખીલ્યું। નહાતા; માત્ર નદીકાંઠે કે દરિયાકિનારે આવેલાં શહેરા આબાદ થયાં.
રિચર્ડ ૧લાને ધર્મયુદ્ધમાં જવા પૈસાની તાણ પડી, ત્યારે તેણે શહેરની સ્વતંત્રતા વેચવા માંડી. આથી વેપારીઓને લાભ થયા. દરેક ધંધાદારીએ પોતાનું મહાજન બાંધ્યું. આ મહાજન માંદા કારીગરની સંભાળ રાખે, મરનારની વિધવાને પાળે, અને કારીગરાનાં બાળકાને ધંધાની તાલીમ અપાવે. કામનું અને રાજીનું એકસરખું ધારણ બાંધવાનું કામ મહાજનના હાથમાં હતું. એડવર્ડ ૧લાએ આ ધંધાદારીઓને સુખસગવડ કરી આપ્યાં, અને વ્યાજખાઉ યાહુદીઓને દેશમાંથી હાંકી કાઢયા.
પ્રસંગેાપાત દેશના જુદા જુદા ભાગમાં મેળા ભરવામાં આવતા. મેળામાં વેપારીએ માલ લાવે, અને આસપાસના લોકો ત્યાંથી જોઈએ તે લઈ જાય. ખેડુતો ખેતરનું ઉત્પન્ન, ઢારઢાંખર, વગેરે લાવીને ત્યાં વેચે, અને જોઈતી વસ્તુઓ લઈ જાય. પરદેશી વેપારીએ ઊન લઈ જાય, અને લોઢું, તાંબું, રેશમ, અને જવાહીર આપી જાય. આ રીતે ઇંગ્લેન્ડના વેપાર ચાલવા લાગ્યા. એ જમાનામાં ઈંગ્લેન્ડની મુખ્ય પેદાશ ઊન હતી.
૩. સમાજ
જંગલી અવસ્થાના બ્રિટને ચામડી રંગતા. તેએ ધરા બાંધી જાણતા વહેાતા. સેકસના ગામડાંમાં રહેતા, અને સાદું પણ નિયમિત જીવન ગાળતા.
Page #73
--------------------------------------------------------------------------
________________
તેઓ માંસાહાર કરતા, પણ સામાન્ય રીતે રોટલો ને માખણ ખાઈ ખેતરમાં કામ કરતા. તેઓ રાત્રે વહેલા સૂઈ જતા, અને સવારે વહેલા ઊઠી કામે વળગતા. તેઓ હાથે કાંતેલાં અને વણેલાં ઊનનાં કપડાં પહેરતા. તેઓ જેવા તેવા જોડા પહેરતા. તેઓ વસ્તુને બદલે વસ્તુ આપી વ્યવહાર ચલાવતા. તેમનાં ઘર સાદાં અને નાનાં હતાં; શોભા કે કળાનું તેમાં નામ ન હતું. તેઓ લાકડાની કે માટીની દિવાલ બનાવતા, તેમાં બારીની જગાએ કાણાં કરતા, અને ઘાસનાં છાપરાં બનાવતા. મોટા માણસોનાં ઘરે પત્થરનાં બાંધવામાં આવતાં, અને તેમાં એક બેઠકને ખંડ, સ્ત્રીઓને ખંડ, અને સૂવાને એરડો એટલી સગવડ રહેતી. તેઓ ઘાસની કે ચામડાની પથારી પર સૂઈ જતા. તેમનામાં ઉંચાનીચા ભેદ ન હત; શેઠ અને નોકર લાંબા મેજ પર જોડે બેસીને ખાતા. મેજની વચમાં એક ખાડામાં મીઠું રાખવામાં આવતું. હલકી પદવીને માણસે આ ખાડાની બીજી બાજુએ બેસતા. ડુક્કરનું માંસ ખાવું અને જવને દારૂ પીવો, એ તેમને વિલાસ ગણાતે.
નર્મન લેકે અભિમાની અને જુલમી હતા. તેઓ ભોળા લેક પર કેર વર્તાવતા, છતાં તેઓ રસિક, સુઘડ અને સૌન્દર્યપ્રેમી હતા. તેઓ શિકારના શોખીન હતા. એથી દેશમાં ઠેરઠેર જંગલે અને શિકારની જગાઓ બનાવવામાં આવી. પરંતુ ગરીબ લોકોની હાલત જેવી ને તેવી જ રહી. તેમનાં ઘરેમાં એકાદ બે સ્કૂલ, એકાદુ મેજ, અને એક બે ધાતુનાં વાસણે હેય. આ સામાન ઘણે કિંમતી ગણાતે. શહેરના રસ્તા નાના, સાંકડા, અને અસ્વચ્છ હતા. રાત્રે રસ્તા પર તેલના ઝાંખા દીવા થતા. અંતે પિશાક પર નર્મન લેકેની અસર થઈ. હવે લોકે ચકચકતાં અને રંગબેરંગી કપડાં પહેરવા લાગ્યા. ધંધાદારી લેકે ખાસ વસ્ત્રો પહેરતા, એટલે હજામ, કડીઓ, સુતાર, લુહાર, સોની વગેરે સહેલાઈથી ઓળખાતા. નોર્મન લેકે ચાંચવાળા લાંબા જેડા પહેરતા. આ ચાંચને છેડે દોરો કે રૂપાની સાંકળી બાંધી તેને ઘૂંટણે બાંધી દેવામાં આવતી.
એકંદરે પ્રજાની સામાજિક સ્થિતિ દુઃખી હતી. લેકમાં બેરોજગારી હતી, અને જાગીરદારે પ્રત્યે અસંતોષ હતે. મદન્મત્ત જાગીરદાર રાજાની સામે પણ હથિયાર ઉપાડે, તેની અસર થયા વિના કેમ રહે? ખેડુતોએ
Page #74
--------------------------------------------------------------------------
________________
૧
એકબીજાને મદદ કરવાની પ્રતિજ્ઞા કરી, અને ‘ કાળી મરકી ' પછી લકામાં અસંતેષ વધતાં વાટ ટાઇલરની આગેવાની નીચે અંડ થયું. સ્વતંત્ર થવાને પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયેા; પણ જમીનદારા સમજી ગયા કે જમાનેા બદલાયેા છે, અને ખેડુતાની જોડે સારી રીતે વર્તવાની જરૂર છે.
મરકીનો કેર, કરવેરાનેા ત્રાસ, અને સામાન્ય દુ:ખામાં પણ પ્રજાતી આનંદ ભાગવવાની શક્તિ અજબ હતી. ચૌદમી સદીમાં નાચરંગ, મીજમાની, જલસા, ઉજાણી, વગેરે ચાલતાં; લેાકેા ઘેાડા ઉપર બેસીને વાજાં વગાડતા વગાડતા યાત્રાએ જતા.
આ યુગ પ્રેમશૌર્યભક્તિ ( Chivalry ) તેા હતેા. નખશિખ બખ્તર પહેરી જાગીરદારા શૌર્ય અને પરાક્રમના પ્રસંગેા ઉપજાવતા. તે ઠંયુદ્ધ કરતા, અને બુઠ્ઠાં કે ધારવાળાં હથિયાર વાપરતા. આવા રણખેલ સ્થળે સ્થળે અને પ્રસંગે પ્રસંગે થતા, અને સેંકડા માણસે તે જોવા એકઠાં મળતાં. જુના યેદ્દાઓને કસાવાના અને નવાને બહાર પડવાના આવા અનેક પ્રસંગો મળતા. મુરધાંની લડાઈ, રીંછની કુસ્તી, પાડાઓની સાઠમારી વગેરે વિાદ ચાલતા. લાગણી ઉશ્કેરે અને રામાંચ ઉભાં થાય, એવા દેખાવે જોવામાં પણ લેાકાને મઝા પડતી.
૪. સાહિત્ય
બ્રિટન લેાકેા જંગલી હતા. તેમને લખતાંવાંચતાં આવડતું ન હતું. તેમના ગાર ફુઈડ કહેવાતા. તેઓ ભણેલાગણેલા હતા. તેઓ વીરેાનાં જીવન, અને યુદ્ધ કે શુરાતનના પ્રસંગેા ઉપર ગીતા રચીને લેાકેાને સંભળાવતા.. આ ગીતા અને વાર્તાઓ મુખપરંપરાથી ચાલી આવતી. રામન લેાકાએ આ લાકાતે સંહાર કર્યાં, એટલે તેમનું કંઠસ્થ સાહિત્ય નાશ પામ્યું.
રામન લેાકેા સુધરેલા હતા. તેમને લખતાંવાંચતાં આવડતું હતું. જુલિયસ સીઝરે ઇતિહાસનાં પુસ્તકા લખ્યાં છે. બીજા લેખકાએ પણ બ્રિટન પર થએલા રામન હલ્લા અને બીજા પ્રસંગો વિષે લખ્યું છે. તે સર્વ લખાણ્ લેટિન ભાષામાં છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
કર
પ્રાચીન એંગ્લા–સેક્સન લેાકાએ રાસા રચ્યા છે. શૌર્યવીર્યની કથા સાંભળવી તેમને બહુ ગમતી. દરેક ટાળીના સરદાર જોડે એક ભાટ હાયજ સત્રે બધા પરવારીને બેઠા હાય, ત્યારે આ ભાટ પેાતાના સરદારના કાઈ પરાક્રર્મની, તેના કાઈ પૂર્વજના શુરાતનની, કે કાઈ પ્રાચીન વીરના એકાદ જીવનપ્રસંગની કથા કહે, કે દુહાઓ રચીને લલકારે. આવા એક રાસાનું નામ આયોવુલ્ફ છે. તેમાં આપણા ભીમસેનની પેઠે આયેાવુલ્ફ રાક્ષસ જોડે લડે છે, પાતાળમાં જાય છે, અને છેવટે એક ખીજા રાક્ષસ જોડે લડતાં મરણ પામે છે, એવી કથા છે.
ખરેખરૂં અંગ્રેજી કાવ્ય કેડમન નામના કવિએ રચ્યું. તે કવિ મઠમાં ગેાવાળ હતા. દેવાએ તેને કાવ્યશક્તિની બક્ષિસ કરી એવી દંતકથા ચાલે છે. તેણે બાઈબલના કેટલાક પ્રસંગાનું વર્ણન કર્યું. તેનાં કાવ્યા લાકપ્રિય થઈ પડ્યાં. ખીડ નામના સાધુએ અંગ્રેજી ગદ્યતે। આરંભ કર્યાં. તેણે મઠમાં બેસીને કૃપ પુસ્તકા રચ્યાં, અને આખા યુરેપમાં પ્રસિદ્ધિ મેળવી.
ડેન લેાકાએ મઠે અને વિદ્યામંદિરને નાશ કર્યાં, તે પછી આલ્ફ્રેડે પંડિતાને ખેલાવ્યા અને શાળાએ સ્થાપી. તે પોતે વિદ્વાન હતા. તેણે અનેક ગ્રંથાનાં ભાષાંતર કર્યાં. એંગ્લા–સેક્સન ક્રોનિકલ નામે પુસ્તકમાંથી ડેન લેાકેાના આક્રમણથી સ્ટીફનના અમલ સુધીના બનાવાની નેાંધ મળે છે. સ્ટીફનના અમલમાં અંધાધુંધી ચાલવાથી ઇતિહાસ લખાતા બંધ થયે.
નોર્મન લેાકેાના આગમન પછી અંગ્રેજી ભાષાને મળતું ઉત્તેજન બંધ પૂયું; કારણ કે દરબારમાં ફ્રેન્ચ ભાષા ખેાલવાને શાખ થઈ પડ્યો. પરદેશી પંડિત અને ધર્માધ્યક્ષા લેટિન અને ફ્રેન્ચ ભાષામાં લખવા લાગ્યા. પરંતુ પ્રજાની ભાષા તે એંગ્લા–સેક્સન રહી. ઉલટું તેામન લેાકેા ધીમે ધીમે એ ભાષા ખેાલતા થયા. હૅાનના સમયમાં રાજાપ્રજા વચ્ચે ઝગડો થયા, ત્યારે તેમના લાકા જોડે પૂરેપૂરા મળી ગયા. તેમની ભાષા ફ્રેન્ચ મટી અંગ્રેજી ઈ. તમનેએ ભાષામાં સમૃદ્ધિ અને જુસ્સા આપ્યો.
.
ચૌદમા સૈકામાં જ્યાફ્રી ચાસર નામે સુપ્રસિદ્ધ કવિ થયો. તેણે જીવનને વિવિધ અને વિશાળ અનુભવ · કેન્ટરબરી ટેઈલ્સ ' નામે કાવ્યમાં ઉતાર્યાં. લગભગ ૨૯ યાત્રાળુઓ એક્રેટની કબરની યાત્રાએ નીકળ્યા છે. રસ્તામાં એક
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૩
ધિર્મશાળામાં તેઓ ઉતર્યા; ધર્મશાળાના માલીકે કહ્યું કે રસ્તામાં વાર્તા કરતા જજે, અને સરસ વાર્તા કહેનારને વળતાં અહીં મીજમાની આપજે. પછી દરેક જણ વારાફરતી વાર્તા કહેવા લાગ્યો. એ વાર્તા તે કેન્ટરબરી ટેઈસ’ તેમાં યોદ્ધાઓ, વહાણવટીઓ, વેપારીઓ, ક્ષમાપ વેચનારા, સાધુઓ, પ્રવાસી સાધુઓ, વગેરે અનેક યાત્રાળુઓની, શુરાતનની, સામાન્ય જીવનની, વૈરની, અને સંતોની દંતકથાઓ, આખ્યાયિકાઓ અને કથાઓ કહેવામાં આવી છે. એથી તે જમાનાના પ્રજાજીવનનું માર્મિક ચિત્ર ખડું થાય છે.
ચાસરના સમકાલીન કવિ લેંગ્લેન્ડે બીજો માર્ગ લીધે. તેણે પીયર્સ પ્લાઉમેન” નામે કાવ્યમાં પ્રજાનાં દુખે, ધર્મગુરુઓના ઢગ, સાધુઓના પ્રપંચ, સાધારણ મૂર્ખતા, ખટપટ, ઠેષ ઇત્યાદિ કાળી બાજુનું ચિત્ર દોર્યું. બંને કવિઓનાં કાવ્યોથી તે સમયના ઇતિહાસનું ભાન થાય છે.
વિકલીફે બાઈબલનું ભાષાંતર કર્યું. બાઈબલની કથાઓને જોકપ્રિય કરવા ઉપરાંત તે ભાષાંતરથી અંગ્રેજી ગદ્ય ઘડાયું.
૫. ધર્મ ( બ્રિટન લોકે હાલમાં અંગ્રેજે ખ્રિસ્તી ધર્મ પાળે છે. ખ્રિસ્તી ધર્મ ઈગ્લેન્ડમાં કયારે દાખલ થયે તે વિષે ચોક્કસ મત નથી; પણ રોમન અમલમાં ઘણા બ્રિટન લેકે ખ્રિસ્તી થયા. તે પહેલાં બ્રિટન લેકે અનેક દેવોને માનતા, અને તેમને પ્રસન્ન કરવા કૂર વિધિઓ આચરતા. તેઓ પશુમેધ ઉપરાંત કેઈ વખતે નરમેધ પણ કરતા. તેમના ગોર ડૂઈડ હતા. આ લેકે જંગલના ઉંડાણમાં રહીને દેવની પૂજા કરતા. તેમને વિષે જુલિયસ સીઝરે સુંદર વર્ણન આપ્યું છે.
રોમન લોકેઃ અસલના રેમન લેકે પણ મૂર્તિપૂજક હતા, અને તેમનામાં ખ્રિસ્તી ધર્મ પાળનારા થડા હતા. પાછળથી જે સિપાઈઓ અને વેપારીઓ દેશમાં આવ્યા, તેઓ ઘણે ભાગે ખ્રિસ્તી હતા. આ સમયે ઈલેન્ડમાં ખ્રિસ્તી ધર્મ દાખલ થયો. રેમને જતા રહ્યા ત્યાર પછી પણું, નવા ધર્મના સંસ્કાર રહી ગયા.
Page #77
--------------------------------------------------------------------------
________________
સેકસન કે સેક્સન લેકેએ દેશમાંથી ખ્રિસ્તી ધર્મના અવશેષ નાબુદ કરી નાખ્યા. તેમણે મંદિરે લૂટયાં અને બાળ્યાં, અને ધર્મગુરુઓને વધ કરી નાખે છતાં આયર્લેન્ડ, ઑટલેન્ડ, અને વેલ્સમાં નવો ધર્મ ફેલાતો હતો. બ્રિટનમાં તે પ્રજાને મુખ્ય ભાગ સેકસન લોકોના ધર્મને માનતે હતો, અને આશરે સો વર્ષ સુધી ખ્રિસ્તીઓ ઉપર જુલમ વર્તાવવામાં આવ્યો; છતાં ખ્રિસ્તી ધર્મને છેક ઉચ્છદ થયો ન હતો.
એમ કહેવાય છે કે રેમન બજારમાં કેટલાંક અંગ્રેજ બાળકોને વેચાતાં જોઈ ત્યાંના ગ્રેગરી નામના સંતને તેમના પર દયા આવી. તેઓ મૂર્તિપૂજક છે એમ જાણી તેણે એ બાળકોના દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાને નિશ્ચય કર્યો. ગ્રેગરી પપ થયે એટલે તેણે ૬ઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધમાં કેટલાક પાદરીઓ ઇંગ્લેન્ડ મોકલ્યા. તે સમયે ઈંગ્લેન્ડમાં એક રાજ્ય ન હતું. કેન્ટનો ઠાકર ખ્રિસ્તી રાણી પર હતો, એથી ત્યાં આવકાર મળશે એમ ધારી તેઓ ત્યાં ગયા. રાજાએ તેમને સત્કાર કર્યો. તેમના મુખ્ય ધર્મોપદેશકને રાજાએ કેન્ટરબરીને ધર્માધ્યક્ષ બનાવ્યું. જો કે ઇંગ્લેન્ડની રાજધાની લંડન છે, છતાં કેન્ટરબરીને ધર્માધ્યક્ષ આજે પણ મુખ્ય ધર્માધ્યક્ષ ગણાય છે.
આ પછી દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો. અલબત, સામાન્ય મનુષ્યો ધર્મની બાબતમાં પરંપરાથી ચાલતા આવેલા સંસ્કારે એકદમ તજી દેતા નથી. વળી લેકે નવો ધર્મ સ્વીકારે ત્યારે તેમાં તેમને કશું નવું લાગતું નથી. ઉલટું ધારેલા લાભ મળતા નથી ત્યારે તેઓ જુનો ધર્મ સ્વીકારે છે, અને નવા ધર્મની નિંદા કરે છે. ઈગ્લેન્ડમાં પણ આમજ બન્યું; બસો વર્ષ સુધી ધર્મની બાબતમાં અનેક ઉથલપાથલ થઈ.
પરંતુ ખ્રિસ્તી ધર્મથી દેશને બહુ લાભ થયો. ધર્મની જોડે દેશમાં સુધારો દાખલ થયે. એ જમાનામાં એકલા ધર્મગુરુઓ ભણેલા હતા. તેઓ રોમ અને યુરોપના બીજા દેશમાં વારંવાર જતા આવતા, અને ત્યાંથી નવા
" ૧. આ સેકસન દેવ પસ્થી અંગ્રેજી સાત વારનાં નામ પડ્યાં છે. સૂર્યચંદ્ર ઉપરથી sunday અને Monday. ગર્જનાના દેવ Thor પરથી Thursday. અંધકારના દેવ Tew પરથી Tuesday. સૌન્દર્યની દેવી પરથી Friday સદ્ધના દેવModen પરથી Wednesday. ટ્રેષના દેવ soetere પરથી Saturday
Page #78
--------------------------------------------------------------------------
________________
૬૫
નવા સંસ્કાર ઈંગ્લેન્ડમાં લાવતા. આ ધર્મગુરુએ પોતાની જોડે પુસ્તકા લાવ્યા. તેમણે શાળાઓ, મંદિર અને મઠ સ્થાપ્યા. તેમણે ધ્યાનાં અનેક કાર્યો કરી બતાવી અંગ્રેજોને શીખવ્યું, કે લૂંટફાટ, મારામારી, કે શિકાર કરવા ઉપરાંત જીવનમાં ખીજાં સારાં કાર્યો કરવાનાં હેાય છે. આ ધર્મોપદેશકાએ દેશમાં વિદ્યા અને સંસ્કાર આણ્યાં.
આલ્ફ્રેડ: આલ્ફેડ ગાદીએ આળ્યે, ત્યારે ધર્મ અને વિદ્યા વીસારે પડયાં હતાં. તેના સમયમાં ડેન લેાકેાએ ભયંકર ખુનરેજી ચલાવી. પરિણામે મંદિર અને પુસ્તકાનો નાશ થયે, એટલે આલ્ફ્રેડે પરદેશથી વિદ્વાન ધર્મન ગુરુઓને ખેલાવ્યા, અને મંદિર તથા શાળાએ સ્થાપી. તેણે પોતે પણ અનેક ગ્રંથેાનાં ભાષાંતર કરી ધર્મ અને વિદ્યાની જ્ગ્યાત જાગતી રાખી.
ત્યાર પછી નાર્મન વિજય સુધી ખાસ નાંધવા જેવું બન્યું નથી. એડગર અને તેના ડાઘા મંત્રીએ ધર્મોપદેશકે ને બનતી સહાય આપી. પરંતુ ધર્મગુરુઓમાંથી ધાર્મિકતા અને વિદ્યાને લાપ થતા ગયા. વિજેતા વિલિયમે ધર્માલયોની ખાલી જગાએ નોર્મન પાદરીઓને આપવા માંડી, અને મુખ્ય ધર્માધ્યક્ષ પણ નોર્મન પાદરીતે બનાવ્યો. નોર્મન વિજય પછી ત્રણ ફેરફારા થયા: નોર્મન લેાકેાએ અસંખ્ય મંદિરા અને ધર્માલયા બાંધ્યાં, પાદરીઓમાં ધાર્મિકતા અને વિદ્યાની વૃદ્ધિ થઈ, અને ધર્મગુરુઓનું પ્રાબલ્ય વધતું ગયું.
આલ્ફ્રેડથી માંડીને ટયુડર વંશના આરંભ સુધી ધર્મગુરુએ અમીરઉમરાવે કરતાં પણ પ્રબળ થઈ પડયા. તેઓ રાજકાજમાં આગળ પડતા ભાગ લેતા, અને રાજાના મુખ્ય મંત્રી પણ થતા. આવા ધર્માધ્યક્ષામાં લાફ્રાન્ક, સ્ટીફન લેંગ્ટન, અને ટેમસ વુલ્સી મુખ્ય હતા.
આ યુગમાં પશ્ચિમ યુરેાપના દરેક દેશમાં ધર્માલયાને રાજ્યના કાયદાથી સ્વતંત્ર બનાવવાના પ્રયત્નો થયા. ધર્મગુરુઓ પેાતાની જુદી અદાલતા સ્થાપતા. તેઓ રામના પાપને ઉપરી માનતા, અને રાજાની પરવા કરતા નહિ. આ અદાલતેામાં નામની સજા થતી, અથવા ગુનેગાર છટકી પણ જતા. આમ ધર્માલયોનું રક્ષણ શેાધનારને કાયદાનું બંધન નડતું નહેતું. ન્યાયપ્રિય રાજાઓને આ વાત ખૂંચતી, અને ધર્મગુરુઓ સાથે તકરારા થતી. સેાળમા સૈકામાં આ પ્રશ્નનું નિરાકરણ થયું.
પ્
Page #79
--------------------------------------------------------------------------
________________
- રાકેશી વિલિયમના સમયમાં ધર્મગુરુઓ અને રાજાઓ વચ્ચે કલહને આરંભ થયો. વિલિયમે મંદિરની મિલ્કત લૂંટવા માંડી અને ધર્મ ખાતાની ખાલી જગાઓ પૂરી નહિ, એટલે એસેમ નામના ધર્માધ્યક્ષે એને ઠપકો આ. વિલિયમે તેને દેશનિકાલ કર્યો, પણ હેનરી ૧લાએ તેને માન સહિત પાછો બોલાવ્યો. પરંતુ હેનરીએ ધર્મ ખાતાના જમીનદારે રાજાના તાબેદાર હોવા જોઈએ એવી તકરાર ઉપાડી, ત્યારે એસેમે વિરોધ કર્યો; પણ પાછળથી સમાધાન કરવામાં આવ્યું. હેનરી બીજાના સમયમાં કલેન્ડનના ધારા ઘડવામાં આવ્યા. આમાં બેકેટ નામના કેન્ટરબરીના મુખ્ય ધર્માધ્યક્ષે વાંધો લીધો, અને પાદરીઓને રાજ્યનો કાયદો લાગુ ન પડે એમ કહ્યું. પરિણામે બેકેટનું ખૂન થયું. બેકેટ ભરીને મેટ થઈ ગયે; લેકે તેને પીર "માની તેની કબરની માનતા માનવા લાગ્યા. હેનરીના શત્રુઓએ આ તક સાધી તેની નિંદા કરવા માંડી, અને હેનરીને જાહેરમાં પ્રાયશ્ચિત્ત કરવાં પડયાં. ધર્માલયોને પિતાને તાબે કરવાની તેની આશા અપૂર્ણ રહી ગઈ. હજુ કાળને પરિપાક થયો ન હતો. - સત્તાને મદથી અને ધનવૈભવથી ધર્માલયમાં સડે પઠે. મધ્ય યુગમાં યુદ્ધો અને કલહથી અશાંતિ પ્રવતી, એથી ધર્મપરાયણ જીવન ગાળવાની ઈચ્છાવાળા શ્રદ્ધાળુ માણસો સર્વસ્વ તજી જંગલમાં, કે નદીકિનારા પર આશ્રમ બાંધી પવિત્ર જીવન ગાળતા. ત્યાં તેઓ ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરતા, તપ આચરતા, અને આશ્રમના બાગબગીચામાં કામ કરતા. લેકે આ સાધુઓના જીવનનિર્વાહ માટે દ્રવ્ય અને ખેતરે આપતા. આથી સાધુઓ સમૃદ્ધ થતા ગયા. ધર્મવૃત્તિ સજીવ રહી ત્યાં સુધી આ નાણુને સદુપયોગ થ. આ સાધુઓ ખેતી કરતા, ગામડાના લેકને મદદ કરતા, પ્રવાસીઓને આશ્રય આપતા, ગરીબોને સહાય કરતા, માંદાઓની માવજત કરતા, અને લોકકલ્યાણનાં બીજાં કાર્યો કરતા. તેઓ નાનાં બાળકોને લખતાં વાંચતાં શીખવતા. તે સમયને મઠ આશ્રમ, ધર્મશાળા, પુસ્તકાલય, અને દવાખાનાની ગરજ સારતો. પરંતુ કાળબળે એ પપકારી વૃત્તિ ઘસાઈ ગઈ, અને સાધુઓ અધર્મી, દુરાચરણ, કુછંદી, અને સ્વેચ્છાચારી થવા લાગ્યા. પવિત્રતાના ધામ જેવા મઠોમાં ચોરી, છાકટાઈ, જુગાર, અને વ્યભિચારની બદબે દાખલ થઈ.
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૭
પારમાર્થિક કલ્યાણને બદલે અહિક કલ્યાણની વાસના વધી, એટલે સાધુએ સજ્યના પ્રપંચામાં માથું માર્યું. ધણા ધાર્મિક અને શ્રદ્ધાળુ પુરુષોને આ સ્થિતિ ટાળવાના વિચારા આવ્યા, અને સાત્ત્વિક ધર્મના પુનરુદ્ધાર કરવાના પ્રયત્ન ચાલ્યા. તેરમા સૈકામાં પ્રવાસી સાધુઓને એક નવા માર્ગ થયેા. તે આશ્રમના એકાંતમાં પડી ન રહેતાં ઉઘાડે પગે પ્રવાસ કરી લેાકેાને ધર્મોપદેશ કરતા. તેઓ ગરીબ રહેવાનું વ્રત લેતા, અને ગરીખાનાં ઝુંપડાંમાં પડી રહેતા. તેઓ ગરીબ લેકામાં ભળી જઈ તેમને દરેક રીતે સહાય આપતા. આના બદલામાં લોકે તેમના ખાવાપીવાના બંદોબસ્ત કરતા. શરૂઆતમાં તે તેમની હાંસી કે પજવણી થતી, પણ ધીમે ધીમે તેમની સેવાભક્તિની અસર સમાજ પર થઈ. તેરમા સૈકામાં તેમણે પ્રજાનું ધણું હિત કર્યું, આજે મુક્તિફેાજ કંઈક આવુંજ કામ કરે છે.
પરંતુ સેવાનેએ મદ ચડે છે. લોકપ્રિયતાના કેફમાં આ સાધુએ ભાન ભૂસા. તેઓ પ્રમાદી અને દુરાચારી જીવન ગાળવા લાગ્યા. તેઓ ધર્મને નામે પદ્ધતિંગ ચલાવી ભેાળા લેાકેાને ડગતા. તેએ ખ્રિસ્તી ધર્મના અંતમòતના ખરાખોટા અવશેષો વેચવા લાગ્યા. આ ફલાણા સંતનું હાડકું છે, આ અમુક પીસ્તા નખ છે, આ ઈસુખ્રિસ્તના ક્રુસનું લાકડું છે, આ જડીબુટ્ટી હડીલા રાગને નાબુદ કરે છે, એવી અનેક ધૂર્તવિદ્યા તેમણે ચલાવી. રામના પે પણ ‘ક્ષમાપત્ર’૧ કાઢયાં. લેકે એ ક્ષમાપત્રા ઠરાવેલી કિંમતે લેતા. આવા પ્રપંચથી ભાવિકાના ભાવ ડગ્યા, અને સામાન્ય લેાકેા કંટાળ્યા. ચાસર કવિએ ‘ કેન્ટરબરી ટેઇલ્સ ’માં આ સાધુએના દુરાચાર અને સ્વચ્છંદની ફજેતી કરી છે. ચૌદમા સૈકાના અંતમાં જ્હાન વિકલીફ નામનેા અડગ સુધારક થયા. તેણે બાઈબલ સિવાય ખીજું કશું પ્રમાણ માનવાની ના પાડી, અને ધર્માલયેાના કુછંદ અને અધર્મ ઉપર પ્રહાર કર્યાં. ધર્મગુરુએ આચારવિચારમાં
* આ સાધુએના એ ગુચ્છ હતા: શ્વેતાંખરી અને કૃષ્ણાંખરી.
૧. જડ કકાંડને માનનારા લેાકેાની બુદ્ધિ એટલી તેા કુંઠિત થઈ ગઈ હતી, કે ક્ષમાપત્રામાં પાપે પાપની કિંમત ઠરાવી હતી, તેમાં પણ તેમને કશું અશ્રુગતું લાગતું નહિ. બાપદાદાનાં કરેલાં પાપ ધાવાં હેય, તે તેનાંએ ક્ષમાપત્ર મળતાં. ભવિષ્યમાં થવાનાં પાપની મારી મળે, તેની ગેાડવણુ “ઈશ્વરના આડતીઓ” કરે તેમાં શી નવાઇ?
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૮
શિથિલ બન્યા હતા, એટલે તેણે ધર્મોપદેશ તૈયાર કરીને આખા દેશમાં મોકલવા માંડયા. ઉપરાંત પાદરીએ વિરુદ્ધ લખાણ લખી તેણે છૂટે હાથે વહેંચવા માંડયું. તેણે બાઈબલનું સરળ અંગ્રેજીમાં ભાષાન્તર કરી લેાકાની આંખા ઉધાડી. લાકાને ધર્મની વ્યવસ્થામાં સુધારા જોઈ તેા હતેા; ધર્મનાં તત્ત્વમાં નહિ. લેકે દુરાચારી ધર્મગુરુઓને તિરસ્કાર કરવા તૈયાર હતા, પરંતુ ધર્મના સિદ્ધાંતા ફેરવવા તૈયાર ન હતા. એથી વિકલીફ અને તેના અનુયાયીએ ‘લાલાર્ડ ' (વ્યર્થ લવરી કરનારા) નામથી એળખાતા. પરંતુ સુધારા ઉપર જુલમ થવા માંડયા, એથી તેમની સંખ્યા ઘટી ગઈ અને તેમની હીલચાલ નરમ પડી; જો કે તેમણે આણેલી ધર્મજાગૃતિ રહી ગઈ. વિકલીફને ‘ Morning Star of Reformation' કહેવામાં આવે છે.
,
રામન લેાકાએ આવીને બ્રિટનેને કંઇક અંશે ખ્રિસ્તી ધર્મ શીખવ્યેા. સેકસના મૂર્તિપૂજક હતા. ૬ઠ્ઠા સૈકામાં ખ્રિસ્તી ધર્મોપદેશા કેન્ટમાં આવી વસ્યા. ડેન લેાકાએ આવી ખ્રિસ્તી મંદિર તેાડી પાડયાં. પરંતુ આલ્ફ્રેડે એ ધર્મને ફેલાવે કરવા બહુ મહેનત કરી. નાર્મન વિજય પછી ધર્મગુરુએએ સ્વતંત્ર થવાના પ્રયત્ન કર્યા. આથી જે તકરાર ઉભી થઈ, તેમાં બેકેટના વધથી ધર્મગુરુઓની સત્તા વધી. સેાળમા સૈકા સુધી આ સ્થિતિ ચાલી. પાછળથી ધર્મભ્રમ આવ્યા; તેમાં વારંવાર ધર્મ સુધારણા રવાના પ્રયત્નો થયા. આ પ્રયત્નામાં ત્રણ મુખ્ય છે: (૧) ૧૧-૧૩મું સૈદું: ધર્મયુદ્ધે, (૨) ૧૩–૧૪મું સેકું: પ્રવાસી સાધુ, (૭) ચૌદમા સૈકાને અંતઃ વિકલીફ અને તેના અનુયાયીઓની સેવા.
* આ ઉપરાંત પેલેસ્ટાઈનમાં થએલાં ધર્મયુદ્ધોની પણ નોંધ લેવી જોઈએ; કેમકે આ જમાનામાં ધાર્મિક ઉત્સાહ કેટલેા હતેા તે એના પરથી માપી શકાય છે. અગિઆરમા અને તેરમા સૈકાના વચગાળામાં આ યુદ્ધો થયાં. સાતે યુદ્ધોમાં તુર્ક લાકા ન જ હાર્યા. પરંતુ પૂર્વની વિદ્યા, કળા, સંસ્કાર, ધર્મપ્રિયતા પશ્ચિમની પ્રજાને થયો. ધર્મઝનૂની લેાકેાને લડવાનું મળતાં તે એટલે પાછળ શાંતિ થઈ, તેમાં દેશની સમૃદ્ધિ વધારવાની તક મળી, અને રચ ૧લાએ લડાઈ માટે નાણાં લેવા સારૂ વેપારના કેટલાક ખાસ હકા વેચવા કાઢયા, એથી કેટલાંક શહેરાને તે બહુ લાભ મળી ગયો.
આદિના પરિચય રણભૂમિમાં ગયા,
Page #82
--------------------------------------------------------------------------
________________
ખંડ રજો: નવયુગ
યુડર વંશ
T ઇ. સ. ૧૪૮૫–૧૬૦૩ ]
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૦
ટયુડર વંશવૃક્ષ
હેનરી ઉમા (૧૪૮૫–૧૫૦૯)
હેનરી મે (૧૫૦૯–૧૫૪૭)
(
-
આર્ચેર માગરેટ ૧૫૦૨) લગ્ન
જેમ્સ ૪થો (સ્કોટલેન્ડનો) * | "એડવો જેમ્સ પગે (૧૫૪–૫૩) (સ્કોટલેન્ડ)
મેરી ઇલિઝાબેથ ! (૧૫૫૩–૫૮) (૧૫૫૮–૧૬ ૦૩).
મેરી
મેરી '(ઝેંટ લેકની રાણી)
જેમ્સ ૧લે. (હુઅર્ટ વંશને પહેલે રાજા)
કાન્સિસ લગ્નઃ હેનરી 2
લેડી જેને 2
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧લું હેનરી ઉમે ઈ. સ. ૧૪૮૫-૧૫૦૯ દેશની સ્થિતિઃ ઇ. સ. ૧૪૮૫માં બેસ્વર્થના મેદાન પર રિચર્ડ ૩જાને હરાવી હેનરીએ પિતાને માથે મુકુટ ધારણ કર્યો, તે વખતે ઈગ્લેન્ડની સ્થિતિ દયાજનક હતી. એડવર્ડ ૧લે એડવ જો કે હેનરી પમે એ ત્રણેના સમયની જાહેજલાલી જતી રહી હતી. ફ્રાન્સમાં આવેલું ઈગ્લેન્ડનું રાજ્ય કમી થતું ગયું, ર્કોટલેન્ડ સ્વતંત્ર બન્યું, અને આયર્લેન્ડમાં પણ ઈલેન્ડની સત્તા નામની હતી. ત્રીસ વર્ષના આંતરવિગ્રહથી ઇંગ્લેન્ડ છિન્નભિન્ન થઈ ગયું, અને યુરોપનાં રાજ્યોમાં તેની
હેનરી ૭મો કશી ગણતરી રહી નહિ. આવી નિબળ દશાનો લાભ લઈ ફેન્ચ, ટ વગેરે શત્રુઓ કિનારા પાસે આવી લૂંટફાટ કરી જતા, પણ તેમને સજા કરવાની શક્તિ રાજામાં ન હતી. દેશની અંદર પણ આવી અધમ દશા હતી. મદેન્મત્ત જાગીરદારોની સત્તા વધી પડવાથી રાજાની સત્તાને સખત ફટકો લાગે, એટલે રાજ્યવહીવટમાં હરતા ઉભી થવા લાગી. આ જાગીરદાર હથિયારબંધ લશ્કર રાખતા, અને રાજાને નમાવી શકતા. દેશના મોટા અમલદારે લાંચી બની અન્યાય કરતા. લૂંટફાટ, મારામારી, અને ખૂનરેજી સાધારણ થઈ ગયાં. ધર્મગુરુઓ પતિત, ભ્રષ્ટ, અને દુરાચારી બની ગયા, અને ધર્મોપદેશને વીસરી ભોગવિલાસમાં પડયા, એટલે લોકોમાંથી શ્રદ્ધા જતી
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૨
રહી, અને ધર્મનાં તો કરતાં બાહ્યાચાર ઉપર પ્રીતિ વધી. જાદુ, મંત્ર, જંત્ર, ભૂત, પ્રેત, ડાકણ ઇત્યાદિમાં લેકે માનવા લાગ્યા, તે સાથે નૈતિક અધઃપાત થતો ગયો. ત્રીસ વર્ષના વિગ્રહમાં દગોફટક, જુઠાણું વિશ્વાસઘાત, કૃતઘતા, અને દુરાચારને ફેલાવો થઈ ગયે. ચાલુ યુદ્ધોને લીધે દેશમાં દુકાળ અને મરકીના ઉપદ્રવે ઘર ઘાલ્યું. એથી વસ્તી ઘટી ગઈ, સમાજનાં બંધનો શિથિલ થઈ ગયાં, અને અવ્યવસ્થા તથા અંધાધુંધી ફેલાઈ.
ગાદી ઉપર હેનરીને હકઃ દેશની નૈતિક, માનસિક, ધાર્મિક, અને સામાજિક અધોગતિમાં વ્યવસ્થા આણી પ્રજાને શાન્તિ આપે, એવા રાજાની જરૂરે હતી. હેનરી ટયુડર યોગ્ય પુરુષ હતો, એટલે લેકેએ તેને હરખથી આવકાર આપી રાજા તરીકે સ્વીકાર્યો. ઇંગ્લેન્ડની ગાદી ઉપર હેનરીનો હક કેટલે હતો, તે વંશવૃક્ષ જોતાં સમજાશે. !' : હેનરીએ લેન્કેસ્ટર વશના વારસ તરીકે પિતાને હક રજુ કર્યો. પાર્લમેને તે હક સ્વીકાર્યો, અને તેને અને તેના વંશજોને ગાદીના હકદાર ઠરાવ્યા. ગાદીએ બેઠા પછી હેનરીએ ઈલિઝાબેથ જોડે લગ્ન કરી સફેદ અને રાતા ગુલાબને એકત્ર કર્યા, અને પિતાના પ્રતિપક્ષી અર્લ ઍવુ વૈરિકને કેદમાં નાખ્યો.
બડઃ હેનરીના અમલમાં કેટલાંક બંડ થયાં. લેમ્બ સિગ્નલ નામને ઑકસફર્ડને વેપારી આયર્લેન્ડમાં જઈ કહેવા લાગે, કે હું અર્લ એં વૈરિક છું, અને કેદમાંથી નાસી છૂટયો છું. હેનરીએ ખરા વૈરિકને કેદમાંથી બહાર કાઢી' રસ્તામાં ફેરવ્યું, તોપણ આયર્લેન્ડના ઘણા લકે લેબર્ટની વાત સાચી માની તેના પક્ષમાં લડવા તૈયાર થયા. પરંતુ સ્ટોક પાસે આ બળવાખાનું
૧. હેનરીનો ગાદી ઉપર હક જોવા માટે આ વંશવૃક્ષ ઉપયોગી છે. આ યોર્ક વંશ લંકેસ્ટર વંશ
વેલ્સ એડવર્ડ થે
જહેન બફેટે આવનટ્યુડર (હેનરી પમાની
વિધવા જોડે પરણ્યો.) માર્ગરેટ બાફેર્ટઃ લગ્ન એડમંડ ટ્યુડર ,
ઇલિઝાબેથ.
લગ્ન: હેનરી ટટ્યુડર
Page #86
--------------------------------------------------------------------------
________________
વાનું લશ્કર હારી ગયું, અને લેમ્બર્ટ કેદ પકડાયો, ઇ. સ. ૧૪૮૭: છતાં રાજાએ દયા દર્શાવી તેને રસોડાના હલકા ચાકરની જગાએ ગઠવી દીધો.
પરંતુ પકિન વૈક નામના વેશધારી પૂર્વે રાજાને જંપવા દીધું નહિ. તે માછીમારો છોકરો હતો, છતાં ઈ. સ. ૧૪૯રમાં તેણે એવી વાત ફેલાવી કે રિચર્ડ ૩જાના સમયમાં ટાવરગઢમાં જે બે રાજકુંવરે મરી ગએલા કહેવાય છે તેમને એક હું છું, એટલે ગાદીનો હક મારે છે. હેનરી આની સાબીતી શી રીતે આપી શકે ? વૈબકને આયર્લેન્ડ, ટલેન્ડ, અને ફલાન્ડર્સ તરફથી મદદ મળી. ટલેન્ડના રાજાએ તે રાજકુટુંબની એક કન્યા આપી તેનું દરબારમાં સ્વાગત કર્યું. બે વર્ષ પછી કોર્નવલમાં આવી તે રિચર્ડ ૪થા તરીકે જાહેર થયે. અહીં કેટલાક લે કે તેની જોડે ભળ્યા, અને તેમણે લંડન ઉપર સવારી કરી. પરંતુ રાજાનું સૈન્ય આવતું જઈ વૈક નાસી ગયો, અને તેના મળતીઆઓ હાર્યા. વૈકને પકડીને ટાવરમાં પૂરવામાં આવ્યું, પરંતુ ઈ. સ. ૧૪૯૮માં તેના પર નાસી જવાને આરોપ મૂકી તેને ફાંસી દેવામાં આવી.
હેનરીની આંતર નીતિ હેનરી ગાદીએ આવ્યું ત્યારે અમીર બળવાન હતા. તેઓ હથિયારબંધ માણસો રાખતા, અને તેમને ખાસ પિશાક અને પિતાનું ચિહ્ન આપતા. આ માણસો માલીક માટે યુદ્ધ કરતા, અને ગરીબ માણસ પર જુલમ ગુજારતા. પરંતુ તેમને અટકાવી શકે તેવી પ્રતાપી સત્તા નહતી. અદાલતમાં અમીરે હથિયારબંધ માણસો સાથે જઈ ન્યાયાધીશ કે પંચને ધમકાવી મરજીમાં આવે તે ન્યાય કરાવતા. ત્રીસ વર્ષના વિગ્રહમાં કેટલાંક અમીર કુટુંબનો નાશ થયો હતો, છતાં બાકી રહેલા અમીરને ઠેકાણે આણવાને હેનરીએ નિશ્ચય કર્યો. તેણે કાયદો કર્યો કે, કોઈ પણ અમીરે અમુક સંખ્યા કરતાં વધારે માણસે રાખવાં નહિ, અને તેમને ખાસ પિશાક આપે નહિ. આ ધારાને “પોશાક અને પુષ્ટિને ધારે” કહે છે. તેણે ખાસ અદાલત * સ્થાપી તેમાં પિતાના મંત્રીઓને ન્યાયાધીશ તરીકે નીમ્યા, અને તેમને મોટી સત્તા આપી. સામાન્ય અદાલતે જેમાં માથું મારી 3. * આ અદાલત “Star Chamber Court' ' કહેવાઈ; કેમકે રાજમહેલના જે ખંડમાં અદાલત ભરાતી, તેની છતમાં તારાના ચીતરામણ હતાં.
Page #87
--------------------------------------------------------------------------
________________
ન શકે, તેવા મેટા ગુનાની તપાસ આ અદાલતમાં થતી. તેમાં ન હતું પત્ર, કે ન હતી અપીલ; ન્યાયાધીશ જે ફેસલે આપે તે ખરે. આ અદાલત સ્થાપીને રાજાએ અમીરોની સત્તા તોડવા માંડી. | મધ્ય યુગમાં સત્તાધીશ બનેલા અમીરોના દિવસો ભરાઈ ગયા. તેમના મજબુત કિલ્લા કે ભારે બખ્તર નકામાં થઈ પડ્યાં. દારૂગોળાની શોધ થઈ હતી, અને રાજા વિના બીજા કોઈથી તે રાખી શકાતું ન હતો. આથી પ્રાચીન યુદ્ધવિદ્યા છેક નકામી થઈ ગઈ. બખ્તરીઆ ઘોડેસવારે કે ધનુર્ધારીએની સામે રાજાની એક તપ અને પાયદળ બસ હતાં.
આ જુના અમીરેને હલકા પાડવા હેનરીએ મધ્યમ વર્ગમાંથી કેટલાક નવા અમીર બનાવ્યા. આ અમીરે રાજાના ઉપકાર નીચે હોવાથી તેના પક્ષમાં રહે એમાં શી નવાઈ ? હેનરી પોતાના સલાહકાર અને પ્રધાનોની પસંદગી પણ મધ્યમ વર્ગમાંથી કરતો. જુના અમરેને આ વાત ગમતી નહોતી, પણ રાજાના ભયને લીધે તેમનાથી કશું થઈ શકતું નહિ.
| હેનરીની ઇચ્છા સત્તાધીશ થવાની હતી. નાણાં માટે પાર્લમેન્ટ ઉપર આધાર રાખવો ન પડે, તેટલા માટે તેણે નાણું મેળવવાની અનેક યુક્તિઓ અજમાવી.
સ્ટાર ચેમ્બર” અમીરેના ભારે દંડ કર્યો જતી હતી, અને ગરીબે તથા ધનિકે પાસેથી માર્ટન પૈસા ઉઘરાવતો હતો. આ પ્રમાણે ધન મળવાથી ૧૩ વર્ષના ગાળામાં હેનરીએ એકજ વાર પાર્લમેન્ટ બોલાવી. * હેનરીની દતર નીતિ : તે સમયે યુરોપમાં હાલના જેવાં રાજ્યો ન હતાં. બ્રિટની અને બર્ગડી હાલ ફ્રાન્સના પ્રાંતે છે, પણ તે સમયે જુદાં રાજ્ય હતાં. સ્પેનમાં પાંચ રાજ્યો હતાં, જેમાંનાં કેરટાઈલ અને એરેગોન મુખ્ય હતાં. નેધલેન્ડઝ (બેલજીયમ અને હોલેન્ડ) ઐસ્ટિઆની ધુંસરી નીચે હતું, પણ તેના તરફ સ્પેન અને ફ્રાન્સને ડોળે હતે. આવા પ્રતાપી રાજ્યો પાડેશમાં હેયએટલે હેનરીને તેવું પ્રતાપી રાજ્ય બનાવવાની સ્વાભાવિક ઇચ્છા થઈ. પરંતુ યુરોપનાં રાજ્યોમાં ઈગ્લેન્ડની મહત્તા વધારવા હેનરીથી કેઈની જે યુદ્ધમાં ઉતરાય એમ ન હતું; છતાં ફ્રાન્સના રાજાએ બ્રિટનને કબજે કરવાનો વિચાર કર્યો, ત્યારે તેણે તેની સામે થવાની તૈયારી કરી; કેમકે બ્રિટની ફાન્સના તાબામાં જાય તે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેનું જુનું વેર
Page #88
--------------------------------------------------------------------------
________________
જાગૃત થાય એવો ભય હતો. સ્પેનના રાજાને ફાન્સ બળવાન થાય એ ગમતું ન હતું, એટલે તેણે હેનરીને પક્ષ લીધો. પરંતુ ફ્રાન્સના રાજાને યુદ્ધમાં ઉતરવાની ખાસ ઈચ્છા ન હતી, એટલે અંગ્રેજ લશ્કર આવતાની સાથે તેણે મોટી રકમ આપી સંધિ કરી. દ્રવ્યલેબી હેનરીને ભાવતું મળી ગયું. .
હેનરીની દીર્ધદષ્ટિ તેણે બાંધેલા લગ્નસંબંધથી જણાય છે. તેણે કસ્ટાઈલ જોડે એરેગનના ફડનાન્ડનું, અને ઈસાબેલાની પુત્રી કેથેસાઈન જોડે પિતાના પુત્ર આર્થરનું લગ્ન કરી સ્પેનની મૈત્રી સાધી, અને ફ્રાન્સની પ્રબળ સત્તાથી ઇંગ્લેન્ડનું રક્ષણ કર્યું. જે કે લગ્ન પછી થોડા સમયમાં આર્થર મરણ પા, પરંતુ ઇંગ્લેન્ડ અને સ્પેન આ સંબંધ જાળવી રાખવા આતુર હતાં, એટલે પિપની ખાસ રજા મેળવી કેથેરાઈનનું લગ્ન હેનરીના બીજા પુત્ર જોડે કરવામાં આવ્યું. તેણે ફ્રાન્સને બીજી રીતે પણ નિર્બળ કર્યું. તેણે પિતાની પુત્રી માર્ગરેટને ઑટલેન્ડના રાજા જેમ્સ ૪થા જોડે પરણાવી ઇંગ્લેન્ડની જાર સરહદને નિર્ભય કરી, અને ફ્રાન્સના એક મિત્રને મેળવી લીધો.
ઇંગ્લેન્ડના વેપારના રક્ષણ અર્થે પણ હેનરીએ યુરેપી રાજે છેડે સંધિ કરી. આયર્લેન્ડ કે વશ તરફ પક્ષપાત ધરાવતું હોવાથી આરંભમાં ત્યાં બંડબખેડા થવા લાગ્યા. હેનરી ઇંગ્લેન્ડની વ્યવસ્થામાં ગુંથાએલું હતું, પરંતુ તેના પ્રતિનિધિ સર એડવર્ડ પાયનિંગ આયર્લેન્ડમાં શાન્તિ સ્થાપી. તેણે ઇંગ્લેન્ડના ધારા આયર્લેન્ડને લાગુ પાડયા, અને ઈંગ્લેન્ડના રાજાની મંજુરી વિના આયરિશ પાર્લમેન્ટ મેળવવી નહિ, કે કોઈ પણ કાયદો પસાર કરવો નહિ એ ધારે દાખલ કર્યો.
મરણ અને સ્વભાવ: ઈ. સ. ૧૫૦૯હ્માં આ પ્રવીણ, રાજનીતિજ્ઞ અને દીર્ધદર્શી રાજા મરણ પામ્યો. તે પાતળા, એકવડા બાંધાને, અને બુદ્ધિશાળી હતા; તેની આંખ અને મુખમુદ્રા તેજવી હતાં. તે દઢ મનને અને ચતુર હતો, છતાં ક્રૂરતા, ધનલભ અને શંકાશીલ સ્વભાવને લીધે લોકપ્રિય થઈ શક્યો નહિ. તેણે સત્વહીન થઈ ગએલી રાજસત્તાને પ્રતાપી બનાવી દેશમાં સુવ્યવસ્થા સ્થાપી, અને યુરોપમાં ઈડલેન્ડની પણ મહારાજ્યમાં ગણતરી કરાવવી. તે સાથે નૌકાસૈન્યને પાયો નખી દરની ભાવી મહત્તાનું
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દર્શન કર્યું. દેશનાં કળાકૌશલ્યને ઉત્તેજન મળે તેવી સંધિ કરી તેણે દેશની સમૃદ્ધિ વધારી. તેણે દેશની ભાવી મહત્તા અને સમૃદ્ધિને માર્ગ ખુલ્લે કર્યો.
હેનરી મોટે રાજા કહેવાય કે નહિ તે વિવાદગ્રસ્ત છે, પરંતુ તેના શાસન દરમિઆન જગતના ઇતિહાસમાં અસાધારણ બનાવ બન્યાં. પશ્ચિમ યુરેપમાંથી મુસલમાનોને અમલ ઉતરી ગયે, હોકાયંત્રની શોધથી દરિઆઈ સફરને વેગ મળે, અને જગતની ભૂગોળ સંબંધી લેકના ખ્યાલ બદલાતા ગયા. કોલંબસે અમેરિકાની શોધ કરી, એટલે ભૂમધ્ય સમુદ્રના કિનારા ઉપર વેપાર આટલાંટિક મહાસાગર સુધી આગળ વ. પરદેશની ચમત્કારિક વાતે સાંભળી યુરોપી લેકનાં મન ચંચળ અને સાહસિક બન્યાં, અને લેકમાં જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા થવા લાગી. છાપવાની કળાની શોધ થવાથી સમગ્ર યુરોપમાં નવી વિદ્યાને પ્રસાર વાયુવેગે થવા લાગ્યો. પ્રજાઓમાં જગત, ધર્મ, જ્ઞાન, અધિકાર ઈત્યાદિ માટે નવા વિચાર ઉછળી રહ્યા, અને પ્રેમશૌર્યભક્તિની ભાવના આછી થવા લાગી. સારાંશ કે મધ્ય યુગનાં અંધારાં ઓસરી જઈ નવયુગની ઉષા પ્રગટી. આમાં ઇંગ્લેન્ડને હિસ્સો છેડે હતો, છતાં સરવાળે વધારે લાભ તેને મળે.
- પ્રકરણ રજૂ
હેનરી ૮મે ઈ. સ. ૧૫૦૦-૧૫૪૭ હેનરી ઉમાને તરુણ પુત્ર હેનરી ૮મે ગાદીએ આવ્યો, ત્યારે બહુ લોકપ્રિય હતો. તેણે એમ્પસન અને ડડલીને વધ કરાવી લેકપ્રિયતા મેળવી, પણ તેમણે અન્યાયથી મેળવેલાં નાણાં તેણે પાછાં આપ્યાં નહિ. શરૂઆતમાં તેણે બાપ તરફથી મળેલે અઢળક પૈસે રંગરાગ, જલસા, અને મિજબાનીમાં ઉડાવવા માંડયો, પણ થોડા વખતમાં મોજમઝા છોડીને તે રાજકારણમાં પડે. ( કાન્સ અને સ્પેન: તે વખતે સ્પેનનું રાજ્ય સૌથી બળવાન હતું. તેને રાજા નેધર્મેન્ડઝ ઉપર રાજ્ય કરતા હતા, અને સ્પેનિઆર્યોએ અમેરિકામાંથી -નાણું લાવી દેશને સમૃદ્ધ કર્યો હતો. ફ્રાન્સ તે સમયે ઈટલીને કેટલાક પ્રદેશ
Page #90
--------------------------------------------------------------------------
________________
કcs
જીતી લેવાનો પ્રયત્ન કરતું હતું. તે જમાનામાં સર્વ ખ્રિસ્તી રાજ્યને અધીશ્વર પિપ ગણાતો. તેને ઈટલીની ચિંતા પેઠી, એટલે તેણે ફાન્સની વિરુદ્ધ સ્પેનના રાજા જોડે સંધિ કરી. યુદ્ધમાં નામના કાઢવાના કડવાળા હેનરીએ તેમની જેડે મળી જઈ ફ્રાન્સ સામે લડાઈ જાહેર કરી. ઇ. સ. ૧૫૧૩માં સૈન્ય લઈ હેનરી ફ્રાન્સ ગયે, અને તેણે કેલે પાસે ફેન્ચને હરાવ્યા. છેસામાન્ય રીતે ફ્રાન્સ જોડે યુદ્ધ ચાલે ત્યારે સ્કોટલેન્ડ ઇંગ્લેન્ડ જોડે લડવા તૈયાર હોય, પણ આ વખતે તેથી ઉલટું બન્યું. સ્કોટલેન્ડને રાજા જેમ્સ અંગ્રેજ રાજકુંવરીને પરણ્યો હતો, છતાં ફ્રાન્સની જુની દસ્તીને વફાદાર રહી તેણે ૩૦,૦૦૦ માણસના લશ્કર સાથે લેન્ડ પર હલ્લે કર્યો. પરંતુ જેમ્સ પ્રવીણ સેનાપતિ ન હતો, તેથી ફલેડનના મેદાનમાં ટલેન્ડના લશ્કરે સખત હાર ખાધી. જેમ્સ અને તેના કેટલાક સરદાર આ યુદ્ધમાં મરાયા. ટલેન્ડમાં એકે કુટુંબ એવું નહોતું કે જેનું માણસ આ મેદાનમાં મરાયું ન હોય. અંગ્રેજો જીત્યા એટલે ઍટલેન્ડ તરફને ભય દૂર થશે. - વુલસીઃ ત્યાર પછી હેનરીએ મધ્યસ્થ રહીને કોઈ પણ પક્ષને બળવાન થવા ન દે એવી રાજનીતિ સ્વીકારી. આ રાજનીતિનું રહસ્ય સમજાવનાર વુલ્સી નામે પ્રવીણ રાજદ્વારી પુરુષ હતો. વુલ્સી સામાન્ય વર્ગના ધનિકને ત્યાં જન્મ્યો હતો. તેણે કસફર્ડમાં વિદ્યા સંપાદન કરી ‘બાલ-સ્નાતક’ (Boy Bachelor)નું ઉપનામ મેળવ્યું. પિતાની અસાધારણ શક્તિ અને કાર્યદક્ષતાથી તે ધીમે ધીમે રાજ્યમાં ચડતી પાયરી મેળવતો ગયે. ફાન્સ જોડેના યુદ્ધમાં દર્શાવેલી રાજનીતિથી રાજાની તેના પર અમીદષ્ટિ થઈ. તેના પર રાજાની કૃપાનો વરસાદ વરસવા લાગ્યો, અને પંદર વર્ષ સુધી (૧૫૧૪૧૫૨૯) તે રાજાને ખાનગી સલાહકાર, મુખ્ય પ્રધાન, અને જમણે હાથ બની રહ્યો. રાજાએ તેને યોકનો મુખ્ય ધર્માધ્યક્ષ બનાવ્યો. ઈ. સ. ૧૫૧૫માં
૧. આ લડાઈને ‘Battle of Spurs' કહે છે; કારણ કે ફ્રેન્ચ જોડેસવારે એટલા તે વિહુવલ થઈ ગયા, કે ઘડાને એડી મારી રણક્ષેત્રમાંથી નાસી ગયા. ૮. ૨. “The Flowers of the Forest are wede away”થી શરૂ થતું લેગીત આ ગમગીન પ્રસંગની સ્મૃતિ આપે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
પપે તેને કાર્ડિનલ બનાવી અપ્રતિમ માન આપ્યું. દેશમાં વુલ્સને અધિકાર વધી ગયે. સજ્યખાતું અને ધર્મખાતું. બંનેમાં શ્રેષ્ઠ અધિકાર વુલ્સી પાસે આવ્યો. વુલ્સીને પગાર ઉપરાંત ફ્રાન્સ અને સ્પેન તરફથી વર્ષાસન મળતાં. તેને ઠાઠ રાજવી હતે. વુલ્સીના જીવનમાં બે મહત્ત્વાકાંક્ષા હતીપોતાના રાજાને યુરોપમાં સર્વોપરિ કર, અને પિતાને પિપ થવું.
એક તરફ વુલ્સીને ઉદય થતો હતો, અને બીજી તરફ યુરોપમાં અગત્યના રાજદ્વારી બનાવ બનતા હતા. સ્પેન અને ફ્રાન્સના રાજાઓ મરણ પામ્યા, અને નવા રાજાઓ વચ્ચે તકરાર થવાની તૈયારી હતી. વુલ્સીએ ધાર્યું કે ઇંગ્લેન્ડ કેઈ યુદ્ધમાં ઉતરે, તેના કરતાં તટસ્થ રહીને અથવા નબળી બાજુના પક્ષ લઈને બીજા રાજ્યોને બળવાન થવા ન દે, તેમાં તેનું શ્રેય છે. આજ પર્યત ચાલતી આવેલી ઇંગ્લેન્ડની આ રાજનીતિનું પ્રથમ દર્શન કરનાર વુલ્સી હતું. તેણે જેને વધારે ગરજ હોય તેને મોંધાસોંઘા થઈને મદદ આપવાનો નિશ્ચય કર્યો. બંને દેશને વુલ્સીની ગરજ હતી અને ઈંગ્લેન્ડની સહાયની જરૂર હતી, એટલે બંને રાજાઓએ તેને પિપ થવામાં મદદ કરવાનાં વચન આપ્યાં; જો કે એ વચન તેમણે કદી પાળ્યાં નહિ; તેઓ સ્વાર્થ સાધવાને માટે વુલ્સીને સાધન રૂપે ગણતા હતા. ઈ. સ. ૧૫રમાં વુલ્સીના પ્રયત્નથી ફાન્સ અને ઈંગ્લેન્ડના રાજાઓ કેલે પાસે મળ્યા. અહીં બંને પક્ષે પિતાને અતુલ વૈભવ દેખાડવાની સ્પર્ધા કરી. ત્યાંના ભપકાથી એ સ્થળનું નામ બધી ફિલ્ડ ઓફ કર્લોથ ઓફ ગોલ્ડ–The Field of Cloth of Gold-પાડવામાં આવ્યું. બે વર્ષ પછી સ્પેનના રાજા જોડે સંધિ કરી હેનરીએ ફાન્સ ઉપર ચડાઈ કરી, તેમાં તે ફાવ્યું નહિ. થેડાં વર્ષ પછી તેણે જોયું કે સ્પેન વધારે બળવાન થતું જાય છે, એટલે તેણે ફ્રાન્સ જોડે સંધિ કરી. આથી યુરોપમાં સત્તાનું સમતોલપણું રહ્યું; પરંતુ ર્કોટલેન્ડ તરફથી સરહદ ઉપરના હુમલા બંધ થયા, અને વુલ્સીનું ધાર્યું થયું. આમ ઈગ્લેન્ડની ગણના મેટાં રાજ્યોમાં થવા લાગી, અને દરેકને તેની સહાયની ગરજ પડવા લાગી. : ૧. પિપ કરતાં બીજા દરજજાને ધર્માધિકારી કાર્ડિનલ' કહેવાય છે. એ કારમજી રંગને ઝબ્બે અને ટોપી પહેરે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૯
વુક્ષ્મીની આંતર નીતિ; દેશાંતર નીતિમાં વુલ્લીનેા ઘણા સમય જતા, તાં તેણે દેશની બાબતા ઉપર પણ ધ્યાન આપ્યું. તે માનતા હતા કે બહારની મેટાઈ મેળવ્યાથી અને વેપાર વધાર્યાથી ઇંગ્લેન્ડની ઉન્નતિ થશે. તેના મતેરથ મોટા હતા, છતાં દેશની અંદરની બાબતમાં તે થેડું કરી શકયા. તેણે ન્યાયખાતામાં કેટલાક સુધારા કર્યા. તેને ધર્માલયેામાં સુધારા કરવાની જરૂર લાગતી. તેણે પાદરીઓને પદ્ધતિસર કામ કરવાની ફરજ પાડી. તેણે તેમની પાસેથી પૈસા પડાવી લીધા, અને તેમના ગેરવાજખી હકેા પાછા ખેંચી લીધા. તેણે કેટલાક મહે। બંધ કરી તેના દ્રવ્યને દેશની વિદ્યા વધારવામાં ઉપયાગ કર્યાં. તે વિદ્યારસિક પંડિત હતા અને નવી વિદ્યાનેા હિમાયતી હતા, એટલે તેણે આકસફર્ડ અને ઇપ્સીચમાં વિદ્યાલયે સ્થાપ્યાં. ઈંગ્લેન્ડની ભૌગોલિક સ્થિતિ જોતાં પરદેશી દુશ્મનેાથી રક્ષણ કરવા નૌકાસૈન્ય જરૂરનું છે, એવું તેણે રાજાને સમજાવ્યું. આથી હેનરીના અમલમાં ૪૬ આરમારા બંધાઈ; આજનાં લડાયક વહાણા કરતાં તે વહાણા નાનાં છતાં ઘણાં ઉપયાગી હતાં.
બુલ્સીનું પતનઃ હેનરી પેાતાની ભાભી થ્રેસર્જન જોડે પેાતાના પિતાની ઇચ્છાથી પરણ્યા હતા, અને તે વખતે પાપની ખાસ રજા મેળવવામાં આવી હતી. કેથેરાઈન સાજીમાંદી રહેતી, અને મેરી નામની પુત્રી સિવાય તેનાં બીજાં સંતાન મરી ગયાં. રાજાને પુત્રની પ્રબળ ઇચ્છા હતી, પણ કૅથેરાઇનને પુત્ર થતા ન હતા. એથી રાજાએ માન્યું હેાય કે આ લગ્ન શાપિત હાવાથી ઈશ્વર તેના પર રૂડયા છે. તે કૅથેરાનની સખી એન એલીન નામની લાવણ્યવતી નવયૌવનાના મેહમાં સપડાયા હતા, તેથી રાજાએ સણીના છૂટાછેડા કરવાના નિશ્ચય કર્યાં, અને તેમ કરવા માટે પાપની રજા માગી. પાપ શું કરે? જે લગ્ન કરવાની રજા તેના પૂર્વાધિકારીએ આપેલી, તે રદ કરવાની રજા આપે તે તેની પ્રતિષ્ઠા કેટલી રહે? વળી સ્પેનને રાજા કચેરાઈનના ભત્રીજો થતા હતા, અને તેને છેડવાની પાપની મરજી કે શક્તિ ન હતી. એથી તેણે પેાતાની આફત દૂર કરવા વુલ્સી અને એક પ્રતિનિધિના પંચને નિર્ણય કરવાનું સોંપ્યું. આ બન્નેએ વિલંબ કરીને એ કામ પાપ પાસે
૧. ખ્રિસ્તી લેાકામાં સાળી કે ભેાઈ જોડેનું લગ્ન નિષિદ્ધ ગણાય છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
૪૦
tી કોઈ
ક
મોકલી દીધું. સ્પેનના રાજાના દાસ જેવો પોપ શો નિર્ણય આપશે એ સ્પષ્ટ હતું. હેનરીએ પિતાને શેષ વુલ્સી ઉપર ઠાલવ્યો. હવે તેને ઘુસીની ગરજ ન હતી, અને ઉમરાવો તેને આડખીલી માનતા હતા. પ્રજા પણ ભારે કર માટે વુલ્સીને જવાબદાર લેખતી હતી, અને પાદરીઓ ધર્માલયમાં કરેલા સુધારા માટે વલ્સીને ધિક્કારતા હતા. આમ વુલ્સીના મિત્ર થડા અને શત્રુઓ ઘણું એવી સ્થિતિ હતી. જે રાજાની કૃપા પર મુસ્તકીમ રહીને કોઈની પરવા કર્યા વિના વુલ્સીએ બીનહરીફ રાજ્ય ચલાવ્યું, તેજ રાજા હવે વીફરી બેઠો. પિપ જોડે સંબંધ રાખવાની રાજાની મના હતી, છતાં વુલ્સી પોપને પ્રતિનિધિ થયો, એટલે રાજાની આજ્ઞાનો ભંગ કરવાનો આરોપ મૂકી તેને અધિકાર પરથી ઉતારવામાં આવ્યો. તેનાં માલમિલ્કત જપ્ત કરવામાં આવ્યાં, અને તેને એક જવાની રજા આપવામાં આવી; પણ તેના શત્રુઓ એટલેથી સંતોષ પામ્યા આ
છે એ નહિ. બીજે વર્ષે તેને રાજદ્રોહની
હેનરી માં આરોપસર પકડવામાં આવ્યા; પણ લંડન આવતાં રસ્તામાં તે માંદ પડે. લીસ્ટરના મઠમાં આવીને આ ભગ્નહૃદય અને હતાશ પુરુષે મહંતને કહ્યું, “હું મારાં હાડકાં નાખવા અહીં આવ્યો છું.” મરતી વખતે તેના છેલ્લા શબ્દો એવા હતા કે “જેવી એક નિષ્ઠાથી મેં મારા રાજાની સેવા કરી છે, તેવી એક નિષ્ઠાથી જે મેં ઈશ્વરની સેવા કરી હત, તે આ વૃદ્ધાવસ્થામાં તે
૧. 0 father abbot, An old man broken dowu with storms of state, Is come to lay his weary bones amongst ye; Give him a little earth for charity:
(Shakespeare]
Page #94
--------------------------------------------------------------------------
________________
૮૧
મને તરછેડત નહિ. આમ અજાણતાં વુલ્સીએ ભીષણ સત્ય ઉચ્ચાર્યું હતું. ઈંગ્લેન્ડ, તેની સંસ્થાએ, તેનું સ્વાતંત્ર્ય એ સર્વને વીસરી જઈ પાર્લમેન્ટને ઠાકરે મારી વુલ્સી રાજ્યભક્ત મટી રાજભક્ત બન્યા હતા, અને ટયુડરાથી નિરંકુશ સત્તાના રસ્તે મેાકળા કરી ગયા હતા; છતાં તે જમાનાના એ મહાપુરુષ હતા એ નિર્વિવાદ છે.
22.
છ રાણીઓઃ કેથેરાઇનથી . હેનરી કેવી રીતે છુટા થયા, તે ધર્માંદ્ધારના પ્રકરણમાં કહેવામાં આવશે. કૅથેરાઇનને કાઢી મૂક્યા પછી રાજા એન એલીનને પરણ્યા, પણ તેના ઉપર વ્યભિચારના આરાપ મૂકી તેણે તેને વધ કરાવ્યા. પછી તે જેન સીમુરને પરણ્યા. તે એક પુત્રને જન્મ આપી મરણ પામી. તેના પ્રધાન ટામસ ક્રોમ્બેલે રાજદ્વારી કારણેાસર. જર્મન ઠાકારની કુંવરી એન જોડે રાજાનાં લગ્ન કરાવ્યાં. બિચારી એન રૂહીન અને ગમાર હતી, એટલે રાજાએ તેને તલાક આપી અને ક્રોમ્બેલને વધ કરાવ્યેા. ત્યાર પછી તેણે કેથેરાઈન હાવર્ડ જોડે લગ્ન કર્યું, પણ તે દુરાચારિણી છે એમ સાખીત થવાથી તેને શિરચ્છેદ કરાવ્યા. છેવટે કેથેરાઈન પાર નામની વિધવા જોડે હેનરીનું લગ્ન થયું. રાજાને તેણે રીઝવી લીધા, અને અનેક વખત રાજાનાં રાષમાંથી બચી જઇને તેના મરણ સુધી તેણે રાણીપદ સાચવી રાખ્યું.
હેનરીનાં સંતાનઃ હેનરીને મરણુસમયે ત્રણ સંતાનેા હત: પહેલી રાણી કૅથેરાઇનની પુત્રી મેરી, બીજી રાણી એન મેલીનથી થએલી ઇલિઝામેથ, અને ત્રીજી રાણી જેન સીમુરથી થએલા પુત્ર એડવર્ડ. પહેલાં તે રાજાએ બંને પુત્રીઓને ગેરકાયદેસર ઠરાવી પાર્લમેન્ટ પાસે ગાદીના હકથી બાતલ કરાવી હતી, પરંતુ પાછળથી એ પણ રદ કરાવી એવું ઠરાવ્યું કે હેનરી પછી એડવર્ડ ગાદીએ આવે, તેને સંતાન ન હેાય તેા મેરીને ગાદી મળે, અને મેરી નાવારસ હાય તા લિઝાબેથ ગાદીએ આવે; વળી તે પણુ સંતતિ વિનાની હોય, તેા પેાતાની બેન મેરીના વંશજોને ગાદી મળે. હેનરીની એન પહેલાં ફ્રાન્સના રાજાને પરણી હતી, પરંતુ વિધવા થવાથી ઇંગ્લેન્ડના એક ઉમરાવ જોડે તેણે પુનર્લગ્ન કર્યું હતું; તેને લેડી જેન ગ્રે નામની એક વિદુષી પુત્રી હતી.
Page #95
--------------------------------------------------------------------------
________________
બારણુ રાજાની ઉંમર ૧૬ વર્ષની હતી, પણ તે ક્યારને એ વૃદ્ધ બની ગયા હતા. છેલ્લાં પાંચ વર્ષોમાં તેનું શરીર અનેક રોગોનું ઘર થઈ પડ્યું હતું, અમે જાવું તથા બેડોળ થઈ ગયું હતું. મૂળથી તેને સ્વભાવ લદ હતું, તેમાં વળી તે ચીડીઓ થઈ ગયો. ઈ. સ. ૧૫૪૭ના જાન્યુઅરિની ૨૮મી તારીખે હેનરી મરણ પામ્યો.
હેનરીમા મરણ સમયે દેશમાં ધાર્મિક, સામાજિક, રાજદ્વારી, કે કોઈ બીજી એવી સત્તા ન હતી, કે જે તેના તાબામાં ન હોય; રાજ્યતંત્રમાં તમામ અંગે તેની ઈચ્છા પ્રમાણે ચાલતાં. પિતાના પ્રધાનો, મિત્રો, કે બીજું aઈ હેનરીની આડે આવે તો તેનું નિકંદન કાઢવામાં તેને સ્કત નડતી નહિ. તેને નિરંકુશ સત્તા જોઈતી હતી. તેને માટે કહેવાય છે, કે “He was the king, the whole king, and nothing but the king.” છતાં તે જાલીમ ન હતું. તેણે હંમેશાં પ્રજાહિતનું રક્ષણ કરવાની કાળજી શાખી હતી. લેકમતને તેણે ઠેકર મારી હશે, પરંતુ વખત આવતાં તેને અનુકુળ થઈ જતાં આવડતું હતું, એટલે પ્રજામાં તે પ્રિય થઈ પડત. તેણે દેશમાં ધાર્મિક સ્વાતંત્ર્ય મેળવ્યું, વેપારને ઉત્તેજન આપ્યું, અને પ્રજાની સમૃદ્ધિને પિવી. તે ઉન્મત્ત ઉમરા પ્રત્યે ક્રૂર રીતે વર્તતે, અને તેમની પ્રતિષ્ઠા ઘટાડતો. પોતાના અમલમાં તેણે કોઈ પણ મોટી જગા ઉમરાવને આપી નહતી. તે હંમેશાં મધ્યમ વર્ગમાંથી જ પોતાના પ્રધાને પસંદ કરો.
પ્રકરણ ૩જું એડવર્ડ ૬ોઃ ઇ. સ. ૧૫૪૭-૫૩
મેરી. ઇ. સ. ૧૫૩૫૮ - સમરસેટ કારભાર હેનરી માના મરણસમયે એડવર્ડનું વયે શેક લાતું હોવાથી રાજ્યવહીવટ ચલાવવા માટે તેણે એક સમિતિ નીમી હતી. એ યુ ધાર્મિક કલહને હોવાથી તેણે એ સમિતિમાં દરેક પક્ષના માણસે નીમ્યા હતા, પરંતુ થોડા વખતમાં બાળરાજાને મામે ડયૂક ઍવું સમરસેટ
Page #96
--------------------------------------------------------------------------
________________
જ્યરક્ષક નિમાયા. તે ધાર્મિક બાબતમાં સુધરેલા વિચારો અને ઉત્સાહી હતો, અને ગરીબને બેલી હતી. પરંતુ તે ઉતાવળીઓ, અવિચારી, અને રાજ્યભી હેવાથી પિતાની કારકીર્દિ સફળ કરી શકે નહિ. તેણે ટલેન્ડની કુંવરી મેરીનું લગ્ન એડવર્ડની જોડે કરવાની પેરવી કરવા માંડી. આ ગોઠવણ સીધી રીતે પાર નહિ ઉતરે એમ લાગવાથી તેણે ટલેન્ડ પર ચડાઈ કરી, અને પિન્કાઈની ખુનખાર લડાઈમાં ડેંટ લોકોને સખત હાર ખવડાવી. પરંતુ એથી ધારેલું પરિણામ આવ્યું નહિ; કેમકે મેરીને ફાન્સ મેકલીને તેનું લગ્ન ફ્રાન્સના યુવરાજ જેડે કરવામાં આવ્યું.
બંડઃ આખા દેશમાંથી મઠે બંધ કરીને સાધુસંતોને રજા આપવામાં આવી હતી. હવે ગરીબને દુઃખમાં મદદ કરનાર કોઈ ન હતું. મંદવાડમાં માવજત ઉઠાવનાર કોઈ ન રહ્યું, કે બાળકોને ભણાવનાર પણ કોઈ ન રહ્યું.
હેનરી ૮માએ હલકી ધાતુના સિક્કા પાડવાનું શરૂ કર્યું હતું, તે સમરસેટે ચાલુ રાખ્યું. એથી ભાવમાં વારંવાર વધઘટ થતાં પ્રજામાં અસંતોષ ફેલાય. અધુરામાં પૂરું દેશમાં ભયંકર રેગ ફાટી નીકળે, એટલે ધાર્મિક, સામાજિક, અને આર્થિક અસંતોષથી દુભાએલા લેકેએ ખુલ્લે બળવો જગાડે. જો કે પરદેશી ભાડુતી લશ્કરની મદદથી બળ બેસાડી દેવામાં આવ્યું, અને લેકેના આગેવાનોને ફાંસીએ ચડાવવામાં આવ્યા, પરંતુ સમરસેટને સૂર્ય અસ્ત પામે. રાજમંડપમાં સડે પેઠે હતો, અને અમીરો તેને ધિક્કારતા હતા. તેણે સ્કોટલેન્ડ અને ફ્રાન્સ જોડે વેર બાંધ્યું, અને ધાર્મિક સુધારા દાખલ કરીને પાદરીઓની ખફગી વહોરી લીધી. રાજ્યમાં દેવું થઈ ગયું, અને ગરીબનાં દુઃખ વધ્યાં; એટલામાં રાજદ્રોહના કારણસર તેણે પોતાના ભાઈને વધ કરાવ્યો. પરિણામે સમરસેટને અણધાર્યો કેદ કરવામાં આવ્યો, અને ફાંસીએ ચડાવવામાં આવ્યો, ઈ. સ. ૧૫પર. હવે સર્વ સત્તા રાજ્યક્ષક અર્લ ઍવું વૈરિકના હાથમાં આવી. તેણે ડયુક એવું નર્ધબેલેન્ડ મામ ધારણ કર્યું. તે કૂર અને સ્વાર્થી હતા. તેને અમલ સમરસેટ કરતાં ખરાબ નીવડયો. - અંતઃ એડવર્ક બુદ્ધિશાળી, ચતુર, અને ભલો હતો. તેની તબીયત મૂળથી નરમ રહેતી, અને પંદર વર્ષને થતાં ક્ષયનાં ચિહ્નો જણાવા લાગ્યાં.
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૪
રાજાના મરણ પછી પોતાની સત્તાના અંત ન આવે તે માટે નોધેબર્લેન્ડને ચૂક તજવીજ કરવા લાગ્યા. તેણે પેાતાના પુત્રનું લગ્ન લેડી જેન ગ્રે જોડે કરવાની ખટપટ શરૂ કરી. તેણે એડવર્ડને સમજાવ્યું કે મેરી ગાદીએ આવશે, તે ધાર્મિક સુધારણાનું કાર્ય કથળી જશે. એથી તેણે એડવર્ડ પાસે લખાવી લીધું, કે તેના મરણ બાદ લેડી જેન ગ્રેને ગાદી મળે. આ લખતમાં રાજ્યનાં આગેવાન પુરુષાની સહી લેવામાં આવી. પછી નેાધૈબર્લેન્ડના જીવાન અને ફાંકડા પુત્ર જોડે લેડી જેન ટ્રેનનું લગ્ન કરવામાં આવ્યું.
તરુણ રાજા ઈ. સ. ૧૫૫૩ના જુલાઈની ૬ઠ્ઠી તારીખે મરણ પામ્યા. એડવડ વધુ જીવ્યા હત, તે રાજા તરીકે કેવા નીવડત તે કહી શકાય નિ; પરંતુ બાલ્યાવસ્થામાં ધર્મ અને કેળવણી માટે તેને અથાગ પ્રેમ હતા. તે રગેરગે ખરા ટયુડર અને નિષ્ઠુર હૃદયના હતા.
મેરી: ૧૫૫૩-૧૫૫૮. એડવર્ડના મરણ પછી લેડી જેન ગ્રે ગાદીએ
મેરી
આવી, પણ તે માત્ર નવ દિવસ માટે. લેડી
જૈન ગ્રે એડવર્ડની ફાઈની પૌત્રી હતી. તે રાંક સ્વભાવતી, વિદ્વાન,
સુશીલ, ભાળી, અને સુધરેલા વિચારની હતી.
તેને રાણી થવાની ઇચ્છા ન હતી, છતાં નાર્ધબલેન્ડે સ્વાર્થ સાધવા માટે તેને ગાદીએ બેસાડી. તેણે એટલે વિચાર ન કર્યાં
લેાકેાની પૃચ્છા હેનરીની પુત્રી ગાદીએ આવે એવી હશે. મેરીએ
ગાદી માટે દાવા કર્યાં,
Page #98
--------------------------------------------------------------------------
________________
८५
એટલે નાધેર્લેન્ડ : લશ્કર લઈ તેની સામે ગયેા, પરંતુ તે લશ્કર મેરીને મળી ગયું, અને નાધેબર્લેન્ડને આંસુભરી આંખે મેરીના નામને યદ્વેષ કરવા પડયા. નવ દિવસનું રાજ્ય ભાગવી લેડી જેન ગ્રે અને તેને પતિ કારાગૃહમાં પડ્યાં. મેરીએ દયા આણી તેમને જીવતાં રાખ્યાં, પણ પાછળથી ખટપટા ઉભી થઈ; આ સર્વ ખટપટનું મૂળ જેન ગ્રે છે એવું અનુગતું આળ ચડાવીને મેરીએ તે પતિપત્નીને વધ કરાવ્યા.
મેરી ગાદીએ આવતાં લોકો ખુશી થયા. તેણે અને તેની માતાએ એટલાં દુ:ખો ભોગવ્યાં હતાં કે લેકે તેમની દયા ખાતા, અને મેરીને ગાદી મળવી જોઈએ એમ તેએ માનતા. પાછલાં વર્ષોમાં એટલી બધી ઝડપથી ધર્મસુધારણા કરવામાં આવી હતી, કે સામાન્ય પ્રજાવર્ગ નારાજ થઈ ગયેા હતા. લેકે જાણતા હતા કે મેરી એવા સુધારાની વિરુદ્ધ હોવાથી તેના રાજ્યમાં સર્વ દુઃખોનો અંત આવશે.
o
ધર્મસુધારો: પરંતુ પ્રજાની આશા ખેાટી પડી. મેરી ચુસ્ત રામન કૅથલિક હતી, એટલે તેણે ધાર્મિક સુધારા રદ કર્યાં, ઈંગ્લેન્ડમાં પેપનું આધિપત્ય સ્થાપ્યું, અને આશરે ત્રણસે માણસાને જીવતાં બાળી મૂક્યાં. તેના આવા ધર્માધ જુલમથી તેને ‘હત્યારી મેરી'નું ઉપનામ મળ્યું.
લગ્નઃ મેરીએ ધાર્મિક કાર્ય આગળ ધપાવવા સ્પેનના રાજા ફિલિપ જોડે લગ્ન કરવાના વિચાર કર્યો. પાર્લમેન્ટને આ વાત ગમી નહિ; કેમકે આ લગ્નથી ઇંગ્લેન્ડ સ્પેનનું ઉપરાજ્ય થઈ જાય, અને દેશમાં સ્પેનના જેવા ધાર્મિક જીલમ ચાલે; પણ મેરીએ પેાતાનું ધાર્યું કર્યું. દેશમાં અનેક બંડિફસાદ ઊડ્યાં, પણ તેથી કંઈ વળ્યું નહિ. ઉલટું કેટલાક પ્રતિષ્ઠિત માણસાતે મારી નાખવામાં આવ્યા, અને દેશમાં જુલમ વધી ગયા. ધર્મને નામે ખૂનામરકી થવા લાગી, દેશમાં દારુણ દુ:ખ વર્તી રહ્યું, પ્રજામાં અસંતાષના અંકુર ફૂટી નીકળ્યા, અને મેરીની ધાર્મિક રાજનીતિ નિષ્ફળ નીવડી.
પરંતુ લગ્નથી મેરીી સુખી થઈ નહિ. તેનામાં સ્ત્રીના સુકુમાર ગુણા નહાતા, અને ફિલિપ સ્વાર્થી અને અભિમાની હતા. ફિલિપને પોતાથી ખાર વર્ષ મોટી સ્ત્રી ગમી નહિ, એટલે એક વર્ષ રહીને તે પોતાને દેશ ચાલો ગયા. ફરીથી એકજ વાર તે આવ્યા, અને તે પણ ઈંગ્લેન્ડને લડાઈમાં ઉતારવા માટે. દરમિઆન ફ્રાન્સ અને સ્પેનને યુદ્ધ થયું. ફિલિપે સ્પેનને મદદ
Page #99
--------------------------------------------------------------------------
________________
રાખવાનું મેરીને સમજાવ્યું. પરંતુ પાર્લમેન્ટ વિરુદ્ધ પડી છતાં મેરીએ લશ્કર મે કહ્યું. શરૂઆતમાં ઈલેનને ફતેહ મળી, પરંતુ અંગ્રેજોના તાબાનું કેલે શહેર રેજોએ જીતી લીધું. એથી લેકે ગુસ્સે થયા દરમિઆન ફિલિમ મરણ પામે. વંધ્યત્વના દુઃખથી પિડાએલી મેરીને આ આઘાત અસહ્ય લાગ્યો; તે હદય ભાંગી ગયું. તેણે કહ્યું કે “મારા મૃત્યુ પછી મારા હૃદયમાં ‘ફિલિપ” અને “કેલે” એ બે શબ્દ કાતરાએલા માલમ પડશે.” મેરીના છેલ્લા દિવસે દુખ અને શાકમાં ગયા. ગાદીએ આવતાં જે પ્રજાએ તેને હરખભેર અને ઉમળકાથી આવકાર આપ્યો હતો, તેજ પ્રજા હવેં તેને શાપ વા લાગી. તે ઈ. સ. ૧૫૫૮માં મરણ પામી. તે ગમે તેટલી ધર્માંધ હતી. છતાં મરતા પહેલાં તેણે પોતાની રાજનીતિની નિષ્ફળતા જોઈ લીધી. મરતી વખતે તેના મનમાં એક ડંખ રહી ગયો, અને તે એ કે જે સ્ત્રીએ પિતાની માતાનું સ્થાન લીધું હતું, તેની પુત્રી *પિતાની પછી ગાદીએ આવી પિતાનું કરેલું સર્વ કાર્ય રદ કરી નાખશે.
પ્રકરણ ૪થું
ઈલિઝાબેથ
ઇ. સ. ૧૫૫૯-૧૬૦૩ - ઇંગ્લેન્ડની સ્થિતિ: ઇલિઝાબેથ ગાદીએ આવી ત્યારે દેશની સ્થિતિ કડી હતી. તે ટયુડર વંશની છેલ્લી રાણી હતી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને લડાઈ ચાલતી હતી, અને કેલે અંગ્રેજોના હાથમાંથી ગયું હતું. દેશમાં ધાર્મિક ઝઘડાઓએ એવું સ્વરૂપ પકડયું હતું, કે બંને પક્ષ વચ્ચે સમાધાનની આશા ન હતી. રાજ્યના ખજાનામાં નાણાં ન હતાં, અને હલકી ધાતુના સિક્કાઓથી વેપારમાં મંદી આવી હતી. ધર્મધ મેરીએ ગુજારેલા જુલમથી
2. Women, when I am dead Open imy, heart, and you find written Two names, 'Philip' and 'Calais'.
Tenisyson * મેરી અને ઇલિઝાબેથ ઓરમાન બેને હતી.
Page #100
--------------------------------------------------------------------------
________________
૮es
લકે ત્રાસી ગયા હતા. પિપનું આધિપત્ય સ્વીકારનાર કેથલિકા ઇલિઝાબેથને હકદાર વારસ માનવાની ના પાડતા હતા; કેમકે હેનરી ૮માનું એન બેલીન જોડેનું લગ્ન પોપની સંમતિ વિના થયું હતું. કેથલિક પંથીઓ સ્કેટલેન્ડની મેરી અને ખરી હકદાર ગણતા હતા. મેરી ટુઅર્ટનું લગ્ન એડવર્ડ ૬દા જોડે કરવાની તજવીજ ચાલી હતી, પણ તે ફાન્સના યુવરાજને પરણી હતી. આ લગ્નસંબંધથી ફ્રાન્સનો રાજા ઈંગ્લેન્ડની ગાદી ઉપર પિતાનો હક સમજવા લાગ્યું, એટલે ઇગ્લેન્ડ અને ફ્રાન્સને દુશ્મનાવટ થઈ. પિપ અને પેન ઈલેન્ડનાં વિરોધી બન્યાં; કેમકે દલિઝાબેથ કેથલિક પંથીઓને પત કરે એમ ન હતું. લેન્ડ પાસે સારું લશ્કર કે નૌકાદળ ન હતું, કે પરદેશી હુમલાથી પિતાનું રક્ષણ કરી શકે. એકંદરે મામલો ગંભીર હતા.
ઇલિઝાબેથને સ્વભાવઃ દલિઝાબેથને હેનરીના દરબારમાં સારું શિક્ષણ મળ્યું હતું. તે ચપળ, બુદ્ધિમતી, વિદ્યારસિક, ઉસ્તાદ ગાયક, અચ્છી
ઘોડેસવાર, અને અચૂક નિશાનબાજ હતી. તેનામાં તેના પિતાને જુસ્સો, નિર્ભયતા, અને આવેશ હતાં, અને તેની માતાની મિઠાશ હતી. ગમે તેવા અણીના પ્રસંગે તે શાંત મનથી વિચાર કરી મુશ્કેલીને તોડ કાઢી શકતી. તેને સુંદર વસ્તુઓને મોહ હતો. અને વૈભવ બતાવી સામાને આંજી નાખવાને શેખ હતો. કેાઈ વેળા સુંદર, ગબેરંગી, ભપકાદાર અમૂલ્ય વસ્ત્રો સજી મોટા રસાલા સાથે નૌકામાં તે વિહાર કરતી, તો કઈ વેળા દેશમાં પ્રવાસ કરીને
પિતાની સત્તા અને વૈભવની છાપ ઈલિઝાબેથ
પાડતી. કેઈ વળા કાબેલ રાજ
SIII
:
S
KIN NE
00005
S
food
Sછે
Page #101
--------------------------------------------------------------------------
________________
ઃ
દારીને ઘડીભર હંફાવે, એવા પ્રપંચ પણ ખેલતી. મિથ્યાભિમાન, ભપકાનો શેાખ, અને જુઠ્ઠું ખેલવું એ તેના દોષ હતા, છતાં પરિસ્થિતિને પહેાંચી વળવા માટે જોઈતા સર્વ ગુણા તેનામાં હતા. તેને બુદ્ધિના ચમત્કારવાળા વાણીના વિલાસ ગમતા. લોકપ્રિય થવાની તેની હાંસ છેવટ સુધી ટકી રહી. કયારે લેાકેાને ધમકાવીને કામ લેવું, અને કયારે તેમની ઇચ્છાને વશ થઈ નમી પડવું, એ તે બરાબર જાણતી. તે કહેતી કે આ જગતમાં મારી પ્રિય પ્રજાના ચાહું સિવાય ખીજી કશી વસ્તુ મને વહાલી નથી.” તેનામાં મનુષ્યપરીક્ષાની અજબ શક્તિ હતી. તેણે સર વિલિયમ સેસિલ ( લાર્ડ બલૈ ) નામના દેશહિતેચ્છુ અને પ્રમાણિક માણસને પ્રધાન નીમ્યા. વુલ્સીની પેઠે સેસિલ મધ્યમ વર્ગના હતા, પણ તે ઘણા ચતુર, શાંત, દૂરદર્શી, અને વિચારક માણસ હતા. તેણે ચાલીસ વર્ષ સુધી એક નિષ્ઠાથી દેશની અને રાણીની ઉત્તમ સેવા કરી.
સ્કિટ લેાકેાની રાણી મેરી: લિઝાબેથને માટે ભય સ્કોટલેન્ડની રાણી મેરીનેા હતા. મેરી અને તેને પતિ ફ્રેંચ યુવરાજ પોતાને ઈંગ્લેન્ડની ગાદીનાં હકદાર માનતાં હતાં. ફૅટલેન્ડ અને ફ્રાન્સ એક થઈ જાય, તે ઈંગ્લેન્ડને ભારે પડે તેમ હતું. પરંતુ તેટલામાં એક સુયેાગ ઉભા થયેા. મેરી ફ્રાન્સમાં હાવાથી સ્કોટલેન્ડમાં તેની મા રાજ્ય કરતી હતી. તે ચુસ્ત કૅથેાલિક હતી, અને પ્રજાના મોટા ભાગ સુધારક પક્ષના હતા. જ્હાન નાકસ નામના અડીઅલ સુધારકની આગેવાની નીચે લેાકા રાણીની સામે થયા, અને તેમણે ઇલિઝાએંથની મદદ માગી. અત્યારે ફૅાટલેન્ડ અને ઈંગ્લેન્ડને દોસ્તી બાંધવાને અને ફ્રેન્ચ વગ એછી કરવાને લાગ હતા, એટલે તેણે સુધારકાને મદદ આપી. પરિણામે સુધારકા જીત્યા, અને મેરીને પદભ્રષ્ટ જાહેર કરી. આથી સ્કોટલેન્ડ અને ફ્રાન્સ વચ્ચેની અઢીસે વર્ષની દોસ્તી તૂટી, અને રણક્ષેત્રમાં સામસામા લડેલા સ્કાટ અને અંગ્રેજ લેાકેા પહેલીજ વાર એક ખીજાતે પડખે રહીને લડયા. ધર્મના બંધનથી હવે ાટલેન્ડ અને ઈંગ્લેન્ડના સંબંધ વચ્ચેા. તેજ વર્ષમાં મેરીનો પતિ મરણ પામ્યા, એટલે તે ફૅાટલેન્ડ આવી. તે દૃલિઝાબેથ કરતાં દેખાવડી, રૂપાળી, અને તેના જેટલી શક્તિવાળી હતી.
Page #102
--------------------------------------------------------------------------
________________
તિની અજબ મેહિની અને શક્તિ જોઈ લો કે તેના પક્ષમાં ભળી ગયા. આટલેથી મેરીએ ઈલિઝાબેથ જોડે ખુલ્લી દુશ્મનાવટ દર્શાવી. .
પરંતુ મેરીની લેકપ્રિયતા ઝાઝે વખત ટકી નહિ. તેની મૂર્ખતા અને અભિમાન લેકેને અસહ્ય થઈ પડ્યો. તેણે લોર્ડ ડાર્નલી નામના અમર જોડે લગ્ન કર્યું, પણ આ લગ્ન સુખી નીવડયું નહિ; પતિ પત્ની વચ્ચે તકરાર થયો કરતી, અને થોડા સમયમાં ડાલીના દુરાચાર તરફ મેરીને ધિક્કાર ઉત્પન્ન થ. દરમિઆન રિઝીયા નામના મેરીના મંત્રીને કેટલાક ઉમરાવોએ મારી નાખ્યો. ડાર્નલીનો આ ખૂનમાં હાથ છે એવો મેરીને વહેમ પડે એટલે તેનું વેર લેવા તેની ઉશ્કેરણીથી કેટલાક અમીએ ડાર્નલીનું ખૂન કર્યું. ત્રણ માસ પછી મેરીએ ડાલીના ખૂની અલ ઍલ્ બેથેલ નામના નિર્દય અને નફટ અમર જોડે લગ્ન કર્યું. આવા બનાવોથી પ્રજા ત્રાસી ગઈ, અને અમીરોએ બળવો કર્યો. તેમણે મેરીને કેદ કરી, અને તેના બાળપુત્રને જેમ્સ ઉદા તરીકે રાજ્યાભિષેક કરીને રાજ્યવહીવટ ચલાવવા માંડશે.
એક વર્ષ કારાવાસ સેવ્યા પછી મેરી યુક્તિથી છટકી ગઈ. તેણે નાનું લશ્કર એકઠું કર્યું, અને ગાદી મેળવવા પ્રયત્ન કર્યો. પરંતુ અમીરેએ મેરીને ગ્લાસગો પાસે સખત હાર ખવડાવી. તેને ઘોડા ઉપર બેસી સરહદ ઓળંગી ઈગ્લેન્ડમાં નાસી જવું પડ્યું. ઈલિઝાબેથ હવે ગુંચવણમાં પડી. તેને પ્રશ્ન થઈ પડે, કે હવે કરવું શું? મેરીને ઓટલેન્ડ મેકલી ગાદી મેળવવામાં મદદ કરે, તે અંગ્રેજો અને સ્કોટ લેાકોની મૈત્રી તૂટે; ફ્રાન્સ જવા દે તે ત્યાં રહીને તે ઈગ્લેન્ડ વિરુદ્ધ ખટપટ કરે કે તરકટ રચે. અંતે ઈલિઝાબેથને એકજ માર્ગ સૂઝ, અને તે એ કે મેરીને કેદ કરીને ઈગ્લેન્ડમાં રાખવી. તે પછીનાં ઓગણીસ વર્ષ સુધી મેરીની ખાતર મેરીને નામે અનેક બંડસિાદ અને તરકટો થવા લાગ્યાં. મેરી કેથોલિક પંથની હતી, અને ઘણું કેથલિકે ગાદી ઉપર તેને હક માનતા હતા, એટલે ઈલિઝાબેથને મારી મેરીને ગાદીએ બેસાડવા માટેનાં કાવતરાંમાં કેટલાક અમીર ભળ્યા. પણ એક કાવતરું પકડાયું, એટલે મેરીનું કાસળ કાઢવાનું કહ્યું. મેરી ઉપર રાજકોહના આરોપસર અદ્દાલતમાં કામ ચાલ્યું, અને તેને ફાંસીની થઈ
Page #103
--------------------------------------------------------------------------
________________
ઈલિઝાબેથે કચવાતા મને અને ચક્ષતા હાથે શિક્ષાના કાગળ ઉપર સહી કર્યા પછી પણ કાગળો પાછા મંગાવ્યા, પણ ફેકટ! ઈ. સ. ૧૫૪૭ના ફેબ્રુઆરિમાં મેરીને વધ થયે. એ કમનસીબ રાણીના વાળ ચિંતા અને દુઃખથી ધળા થઈ ગયા હતા; તેને કોઈ મદદ કરનાર ન હતું, છતાં તે શાન્તિથી મરણને શરણ થઈ; પણ ગાદીનો વારસ, સ્પેનના રાજા ફિલિપને ઠરાવી તેને વર લેવાને સંદેશો આપતી ગઈ. દુર્ભાગી મેરીના વધથી લોકે ખુશી થયા, અને ઇલિઝાબેથ પ્રત્યે લોકોનો ચાહ વધ્યો. હવે ઇલિઝાબેથ લયમાંથી મુક્ત થઈ. મેરીના પુત્ર જેમ્સને પ્રોટેસ્ટન્ટ શિક્ષકના હાથ નીચે ઉછેરવામાં આવ્યો.
ઇલિઝાબેથ અને પ્રિન્સ: ઑટલેન્ડ તરફને ભય જતો રહ્યો, પણ ફ્રાન્સમાં ધાર્મિક ઝગડા ઉભા થવાથી તે પરદેશના મામલામાં ધ્યાન આપી શકે તેમ ન હતું. ઇલિઝાબેથે ફ્રાન્સના અને નેધલેન્ડઝના સુધારકને મદદ કરી ફ્રાન્સને સજી રાખ્યું, એટલે તે તરફનો ભય જતો રહ્યો.
ઇંગ્લેન્ડ અને એનઃ મેરીના મરણ પછી ઇલિઝાબેથને સ્પેનને ભય પેઠે. સ્પેનને રાજા ફિલિપ કેથોલિક પંથને અડગ અનુયાયી હતા, અને સમગ્ર યુરોપમાં કળે કે બળે કેથલિક પંથની પુનઃ સ્થાપના કરવાને તેને મનસુબો હતે. એથી ઉલટું ઇલિઝાબેથે ફિલિપની સામે ટક્કર ઝીલવા યુરેપના સુધારકેને છુપી રીતે મદદ કરવા માંડી. નેધલેન્ડઝના સુધારકો પર કેર વર્તાવી તેમને તાબામાં આણવાને ફિલિપ ખૂબ મહેનત કરતા હતા, પણ ત્યાંના સ્વાતંત્ર્યપ્રેમી લેકે ધર્મધ સજાને તાબે થવા ખુશી ન હતા, એટલે તેઓ સ્પેનની સામે થતા. ઈલિઝાબેથ તેમને માણસો અને નાણાંની મદદ આપી સ્પેનની ધુંસરી ફેંકી દેવા ઉશ્કેરતી. આમ ઇંગ્લેન્ડ સ્પેનને આડે આવતું હતું. નવા શેધાએલા અમેરિકા ખંડનાં બંદરમાં વેપાર કરવાને હક અમારો એકલાને જ છે, એ સ્પેન અને પોર્ટુગલ દાવ રાખતાં હતાં કેમકે પપે એ દરિયા ઉપર એમનું આધિપત્ય ઠરાવ્યું હતું; છતાં સુધારક ઇંગ્લેન્ડન્મ સાહસિક વહાણવટીઓ પિપના હુકમને અવગણના કરી દરિયાની સફરે નીકળી પડતા, અને અમેરિકા જેહિ. વેપાર કરતા. તેમાં હેક જેવા
Page #104
--------------------------------------------------------------------------
________________
તે સ્પેનનાં થાણાં બાળતા કે લૂંટતા. ફિલિમ અણુ પાસે ચએજ ખલાસીઓ બાબત-ફરિયાદ કરી તેમને સજા કરવાનું કહે, ત્યારે રાણી તેમને ઇનાવ્યા અને માન આપે. ફિલિપે શરૂઆતમાં કંઈ કર્યું નહિ, પણ પાછળથી તે સમત પગલાં લેવાની જરૂર લાગી. હવે અંગ્રેજ- ખલાસીઓ સ્પેનિઆડેના હાથમાં સપડાય તે તેમને ખૂબ રીઆવવામાં આપ્યા. અંગ્રેજે, પણ વેરબલો નેરથી વાળવા લાગ્યા.
દરમિઆન સ્પેનના અમલથી કંટાળેલા ધર્મેન્ડઝના સુધારકે એ બળવો કર્યો, પણ તેમના આગેવાનનું ખૂન થયું. એથી ઇલિઝાબેથને ખુલ્લી રીતે ફિલિપની સામે થવાની તક મળી. તેણે નેધલેન્ડઝના લેકને માણસે અને નાણુની મદદ મેકલાવી, ઇ. સ. ૧૫૮૫. અંગ્રેજો સામેના યુદ્ધમાં સ્પેનિઆર્ગોને ખૂબ નુકસાન થયું. વધારામાં કે અમેરિકામાં જઈને સ્પેનને ઘણું નુકસાન પહોંચાડયું. એથી ફિલિપને લાગ્યું કે ઇંગ્લેન્ડને પોતાનો હાથ બતાવવાની જરૂર છે, એટલે છાની દુશ્મનાવટ ઉધાડી થઈ, અને બંને પક્ષ સાવધ રહેવા લાગ્યા.
સ્પેનનું નૌકાસૈન્ય ફિલિપે મોટી મોટી મનવારે બંધાવી, અને તેમાં અનુભવી તથા શૂરા સિપાઈએ રેયા. નિપુણ સેનાપતિ પાર્મા નેધલેન્ડઝમાં હતો, તેને લશ્કર સાથે આવી મળવાને હુકમ કર્યો. સ્પેનને કાફલા કેડિઝ બંદરમાં તૈયાર થતો હતો, એટલામાં કે એચિત છાપે માર્યો, અને આતશબાજી ભરેલાં વહાણ છેડી મૂક્યાં. આથી સ્પેનનાં વહાણને નુકસાન થયું, અને મરામત પાછળ કેટલેક વખત ગયો. ઈ. સ. ૧૫૮૮ના મે માસની આખરે ૧૩૦ મોટાં વહાણો અને ૩૦,૦૦૦ માણસોનું સ્પેનનું નૌકાસૈન્ય પપને આશીર્વાદ લઈ ઈલેન્ડ તરફ ઉપડયું. તેને સરદાર ડયૂડ ઍવું મેડિના સિડેનિયા હતો. તેનામાં સેનાપતિ થવાની યોગ્યતા ન હતી; કેમકે કાર્લો
૧. આ વિગ્રહ દરમિઆન ગુટફન પાસે પ્રસિદ્ધ લેખક અને યુદ્ધો સર ફિલિપ સિડની ઘવાઈને પડશે. તેને બહુ તરસ લાગી હતી. પાણીનું ચાલું તે મેં એ માંડવા જ હતો, એટલામાં પાસેના જખમી સિપાઈને આતુર નજરે જોતા તેણે દીઠો. તે મને વૃતિ કળી જઈને ફિલિપે તેને પાછું આપને કહ્યું, “મારા કરતાં તારે પાણી . વધારે જરૂર છે.!”
Page #105
--------------------------------------------------------------------------
________________
કેમ ગોઠવાય તેની તેને ખબર ન હતી, અને પાણી ઉછળતું જોઈ તેનું માથું ચડી આવતું. આ કાફલા સાથે ૩૦૦ સાધુ હતા. ગોઠવણ એવી હતી કે તેઓ કેલે પહોંચે, ત્યારે પાર્મા ૧૭,૦૦૦ ચૂંટી કાઢેલા યોદ્ધાઓ લઈને તેમને મળે. ૨૦મી જુલાઈએ ઈગ્લેન્ડના કિનારા ઉપરથી દરિયામાં શત્રુઓ દેખાયા, એટલે જાસુએ તાપણાં સળગાવી ખબર આપી. પહેલાં પ્રજા આ હુમલાથી ભયભીત થઈ, પણ થોડા વખતમાં લોકોમાં જુસ્સો આવ્યો. ધાર્મિક ભેદ
*
Sાડી //
ફe
*
અr
s
ofહg :
::
:
સક
પેનિશ વહાણ ભૂલી બધા અંગ્રેજો એકઠા મળી પરદેશી શત્રુને હાંકી કાઢવા તૈયાર થયા. ઈંગ્લેન્ડના ૩૪ વહાણના કાફલામાં વેપારીઓએ પિતાનાં ખાનગી વહાણે સામેલ કર્યા, અને શ્રીમતિએ મેંમાગ્યાં નાણાં આપ્યાં. અંગ્રેજ કાફલાની સરદારી લૈર્ડ હાવર્ડ નામના કેથેલિકને આપવામાં આવી. રાણીએ એકઠાં થએલાં માણસો સમક્ષ ભાષણ આપીને કહ્યું, “હું જાણું છું કે મારી કાયા સ્ત્રીની છે, પણ મારી છાતી રાજાની, અને તે પણ ઈંગ્લેન્ડના રાજાની છે.”
Page #106
--------------------------------------------------------------------------
________________
. શરૂઆતમાં સ્પેનિશ કાફલે ખાડીમાં અર્ધ ચંદ્રાકારે દાખલ થઈ આગળ વધવા લાગે, પણ અંગ્રેજે બને તેટલું નુકસાન પહોંચાડવા પાછળ પડયા. સ્પેનિશ વહાણ મોટાં અને જલદી ફરી ન શકે તેવાં હતાં. સાંકડી ખાડી, અજાણે દરિયો, અને વહાણોની સંખ્યાને લીધે સ્પેનિશ વહાણે પરસ્પર અથડાઈ પડ્યાં અને ગુંચવાઈ ગયાં. અંગ્રેજોનાં નાનાં વહાણું જાણીતા દરિયામાં માછલાંની પેઠે ફરી વળ્યાં. છ દહાડા સુધી આમ ચાલ્યું,
//
///
//
થ
કક છે
અંગ્રેજ વહાણ છતાં સ્પેનનો કાફ કેલે પહોંચ્યો. અહીં ગોઠવણ પ્રમાણે પાર્મા મળી શકે નહિ; કેમકે અંગ્રેજોના મિત્ર વલંદાઓએ તેને ઘેરી રાખ્યો હતે. વળી પાછાં અંગ્રેજોએ આતશબાજી ભરેલાં વહાણે છેડી મૂક્યાં, એટલે કેડિઝને અનુભવ યાદ લાવી સ્પેનિઆડે ગભરાયા. તેમનાં વહાણેની નાસભાગ થવા લાગી. સર્વત્ર ઘમસાણ મચી રહ્યું, કંઈ વ્યવસ્થા રહી નહિ, વહાણ પરસ્પર અથડાઈ પડ્યાં, કેટલાંક બળી ગયાં, કેટલાંક ભાંગી ગયાં, અને
Page #107
--------------------------------------------------------------------------
________________
CX
ટલાંક નાઠાં. અંગ્રેજને તેમની પૂંઠે પડયા, અને દારૂગાળો તથા ખેરાક ખૂટયે ત્યારેજ બંદરમાં પાછા આવ્યા. વધારામાં અંગ્રેજોના હાથમાંથી છટકેલાં વહાણાનો નાશ મહાન શક્તિએ કર્યાં. સ્પેનિશ કાફલા બ્રિટનની પ્રદક્ષિણા કરી સ્પેન જવા ધારતા હતા, પણ રસ્તામાં જમરૂં તફાન નડ્યું, અને તેમનાં વહાણા નોર્વે, Ăાટલેન્ડ, અને આયર્લેન્ડના કિનારા ઉપર ભાંગીને ભુકા થઈ ગયાં. ૧૩૦ વહાણામાંથી ૫૩ વહાણેા ભાંગીતૂટી હાલતમાં સ્પેન પહોંચ્યાં. અંગ્રેજોને ખાસ નુકસાન થયું નહિ, છતાં વિજયના ગર્વથી ફુલાઈ ન જતાં ઇલિઝાબેથે એટલુંજ કહ્યું, કે “પ્રભુએ પવન માકલ્યા, અને સ્પેનનાં વહાણાના નાશ થયા.” ફિલિપે પણ એજ બહાનું બતાવ્યું, પણ પશ્ચિમ યુરોપમાં ફિલિપની સત્તાનો અંત આવ્યા, અને ઈંગ્લેન્ડ સ્પેનના ભયથી મુક્ત થયું.
ઈંગ્લેન્ડની જીતનાં કારણેા પરંતુ માત્ર અકસ્માત્થી અંગ્રેજો જીત્યા ન હતા. વિજ્યનાં બીજાં પણ કારણા હતાં. આ જીતને જશ સમસ્ત પ્રજાને ધટે છે. સ્વદેશપ્રેમની ઉન્નત ભાવનાથી પ્રેરાઈ લેાકેા ધાર્મિક ભેદ ભૂલી જઈ શત્રુઓને હાંકી કાઢવા એકત્ર થઈ ગયા, અને સુધારકાએ કૅથેાલિક ઉપરીના હાથ નીચે હેાંસથી કામ કર્યું. જો કે અંગ્રેજ નૌકાસૈન્ય સંખ્યામાં ઉતરતું હતું, પણ ખીજી અનેક રીતે સ્પેનથી ચઢિઆતું હતું. હૅાકિન્સ, ડ્રેક, હાર્ડ, અને ફ્રેબિશર જેવા બહાદુર નાવિકા સ્પેનના ખજાને લૂંટી લાવ્યા હતા, તેમનું બળ માપી શકયા હતા, અને તેમનાં વહાણાની અગવડાથી માહીતગાર હતા. સ્પેનના કાફલાનું લશ્કર દરઆઈ લડાઈમાં કશા ખપનું નહોતું, અને પામાં સામેલ થઈ શકયા નહિ ત્યારથી યુદ્ધનું પરિણામ લગભગ નક્કી થઈ ચૂકયું હતું.
પરિણામ: ફિલિપ હાર્યાં અને સ્પેનને ભય દૂર થયા. ઈંગ્લેન્ડમાં કથાલિક સંપ્રદાય દાખલ કરવાના પાપના મનેારથને ફટકા પડયા, અને ધાર્મિક બાબતેમાં ઈંગ્લેન્ડ સ્વતંત્ર બન્યું. સ્પેનના લેાકાની દરિયા ખેડવાની શ્રેષ્ઠતા અને કરિશ્માઈ યુદ્ધની પ્રતિષ્ઠા ઈંગ્લેન્ડે તેડી, અને તેણે સમુદ્ર પરનું વર્ચસ્વ મેળવ્યું. આયર્લેન્ડ: ૧૫૫૮-૧૫૮૪. હેનરી ૭માએ આયર્લૅન્ડમાં અંગ્રેજી કામના લાધ્યુ પાડયા હતા. 4. હેનરી ૮માએ ઇંગ્લેન્ડમાં ધારણ કરેલી ધર્માધારની
Page #108
--------------------------------------------------------------------------
________________
શ
સતિ આયર્લેન્ડમાં દાખલ કરવાના વિચાર કર્યો હતા, પણ તેને અમલ કરતા પહેલાં તે મરણ પામ્યા. એડવર્ડ કટ્ટાના સમયમાં ઉદ્દામ સુન્નારા જોર પર આવ્યા, એટલે તેમણે આયર્લેન્ડમાં સુધરેલી ધર્મક્રિયા દાખલ કરી. પરંતુ ઝગઢા અને ભંડફિસાદને પરિğામે ઈંગ્લેન્ડને આયર્લેન્ડમાં આધિપત્ય જાળવવું હેજી થઈ પડયું. લિઝાબેથ ગાદીએ આવી ત્યારથી બળવાખેર અમીય અંગ્રેજ લશ્કરને હંફાવતા હતા, તેમાં વળી અંગ્રેજ સુધારકાને આયર્લેન્ડમાં વસાવવાને પ્રથાનાએ વિચાર કર્યાં, એટલે કેથેલિક આયરિશ પ્રશ્ન ખળભળી ઊઠી અને બળવા થયા. પાપે અને ફિલિપે આયરિશ પ્રશ્નને ઉત્તેજિત કરી, પણ ઇલિઝાબેથે સખત હાથે કામ લઈ ઇ. સ. ૧૫૮૪માં બળવાખારાની જ ઉખેડી નાખી. પરંતુ પેપ અને કેથેલિક પંથીઓનાં તરકટ ચાલુ રહેતાં, અને તેઓ ઈંગ્લેન્ડ સામે અસંતાપ ફેલાવતા. ઇ. સ. ૧૫૯૬માં અર્લ આર્ ઈસેકસને આયર્લેન્ડ માકલવામાં આવ્યા, પણ તેણે નજીવી લડાઈએ લડી શરમ ભરેલી સંધિ કરી. આથી તેનું સ્થાન ખીજાને આપવામાં આવ્યું. ત્રણ વર્ષની સતત મહેનત પછી આયર્લૅન્ડમાં શાંતિ સ્થપાઈ.
છેલ્લા દિવસો: જે સમય ધાર્મિક કલહો અને પરદેશી યુદ્ધોનેા હતા, તેમાં પણ ઇલિઝાખેથે અને તેના મંત્રીઓએ સામાજિક કલ્યાણનાં કાર્યાં કરવાનો અવકાશ મેળવ્યા. વેપારરાજગારના કાયદા કસ્યામાં આવ્યા, અને નિરાધાર તથા રખડતા ગરીબેને મદદ આપી તેમના ઉલ્હાર કરવાને કાયદા ડાયા, ઇ. સ. ૧૬૦૧. હવે રાણી વૃદ્ધ થઈ ગઈ હતી, અને તેના સાતીતાએ; પ્રધાન, અને સલાહકારો એક પછી એક ખરી પડ્યા, એટલે તેને પશુ કંટાળાભર્યું લાગતું. ઊગતા તણે જોડે કામ કરવાનું રાણીને ફાવતું ન હતું. તેણે મેાજશેખથી આ ગમગીની ભૂલી જવાના પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ. તેને સ્વભાવ બદલાયા હતા, અને તે અશકત થઈ હતી. અર્લ આવ્ લીસ્ટરનાં મચ્છુ પછી તરુણુ, સ્વરૂપવાન, અને બુદ્ધિમાન ઈસેક્સ પર રાણીની મહેરખાતી થઈ. પરંતુ તેણે આયર્લૅન્ડથી આવ્યા પછી ખટપટ કરવા માંડી, એટલે રાણીએ તેને ફ્રાંસીની સજા કરી; ને કે એથી તેના હૃદયને ત્રણેય માત મંગે. રાણીના છેલ્લા દિવસેામાં નિર્જીવ અનેલી પાર્લમેન્ટ ધીમે ધીમે. સ્વતંત્ર ત્રણ અંગીકાર કરવા લાગી. છેલ્લી પાર્લમેન્ટ ઈજારા આપવાની નુકસાનકારક
Page #109
--------------------------------------------------------------------------
________________
પદ્ધતિ કાઢી નાખવાનું વચન આપવાની રાણુને ફરજ પાડી. સ્વતંત્ર વૃત્તિની ઈલિઝાબેથને બીજાની સ્વતંત્રતા ગમતી ન હતી. તેને લાગતું કે હવે તેનું કાર્ય પૂરું થઈ ગયું છે. જે લેકે એક સમયે તેને માટે પ્રાણ પાથરવા તૈયાર હતા, તેઓ હવે તેના પ્રત્યે બેદરકાર થવા લાગ્યા. યુગબળે ફરી ગયું હતું, પણ તેને અનુકૂળ થવાને આ પ્રતાપી રાણી લાયક ન હતી. ધીમે ધીમે રાણીની કાયા ઘસાઈ ગઈ અને માજશેખ પરથી તેનું મન ઊઠી ગયું. દિવસમાં અનેક વાર વસ્ત્ર બદલનારી રાણી અઠવાડીઆં સુધી એનાં એજ કપડાં પહેરી બાજુમાં તરવાર રાખીને ભોંય પર પડી રહેતી. પછી તેની બોલવાચાલવાની શક્તિ નાબુદ થઈ. ઇ. સ. ૧૬ ૦૩ના માર્ચની ૨૪મી તારીખે આ પ્રતાપી રાણી ૪૫ વર્ષનું લાંબું, પ્રતાપી, અને કલ્યાણકર રાજ્ય ભોગવી દેવલોક પામી. મરણશયા પર વારસ વિષે તેને પૂછવામાં આવ્યું. સ્કોટલેન્ડના જેમ્સનું નામ લેવામાં આવ્યું, ત્યારે તે ધીમેથી માથું હલાવી શકી. એક ઘોડેસવાર મારતે ઘોડે આ સમાચાર લઈ સ્કોટલેન્ડ તરફ રવાના થયા. ઈલિઝાબેથના મૃત્યુથી ટયુડર વંશને અંત આવ્યો.
દલિઝાબેથના સમયનું ઇંગ્લેન્ડઃ ઇલિઝાબેથને અમલ ઘણ રીતે પ્રતાપી હતો. તેની મધ્યમ માર્ગવાળી રાજનીતિથી ધર્મ સંબંધી ઝઘડા શમી ગયા. પરદેશની ખટપટમાંથી નવરાશ મેળવી રાણીએ દેશનાં કળાકૌશલ્ય અને વેપારને ઉત્તેજન આપ્યું. હવે ઈગ્લેન્ડનું ઊન ફિલાન્ડર્સ જતું બંધ થયું, અને દેશમાંજ તેનું વણાટકામ થવા લાગ્યું, સુતર અને રેશમનો વણાટ ચાલુ થયે, અને બીજા ઉદ્યોગોનાં કારખાનાં ઉઘડ્યાં. એથી ભૂમધ્ય સમુદ્રના કિનારાનો વેપાર, ઈલેન્ડમાં ચાલવા લાગ્યો, અને લંડન વેપારનું મેટું મથક થઈ પડયું. કોલંબસ અને વાસ્ક–ડી–ગામાએ કરેલી શોધનો લાભ લઈ અંગ્રેજ વહાણ વટીઓ સફરે નીકળી પરદેશ જોડે વેપાર કરવા લાગ્યા. અમેરિકાના સોનારૂપાથી દેશની સમૃદ્ધિ વધવા લાગી, ખેતીવાડીમાં સુધારો થયો, અને રોજ વિનાના મજુરોને કામ મળ્યું. રખડેલ માણસોને માટે કામ શોધી આપવામાં આવતું, અને તેમના ગુજરાનનો બંદોબસ્ત કરવામાં આવતું. સમૃદ્ધિની સાથે દેશમાં વૈભવ અને સુખવિલાસ દાખલ થયાં, અને દેશની કળાને પ્રગતિ મળી,
Page #110
--------------------------------------------------------------------------
________________
: ઇલિઝાબેથની કુશળ રાજનીતિને પરિણામે પરદેશી યુદ્ધોમાં અંગ્રેજો જીયા, . એટલે તેમની ભીરુતા જતી રહી. ઈગ્લેન્ડનું નૌકાસૈન્ય વધારવાની હેનરી ૮માએ શરૂ કરેલી નીતિને ઇલિઝાબેથ વળગી રહી. તેણે આપેલા ઉત્તેજનથી જે સૈન્ય તૈયાર થયું તે નાનું હતું, છતાં સ્પેનને હરાવી શક્યું. અંગ્રેજ ખલાસીઓમાં સાહસિકતા અને આત્મવિશ્વાસ આવ્યાં. પ્રજામાં નવું લેહી ધબકવા લાગ્યું. વિજય, સાહસિકતા, સમૃદ્ધિ, અને શાન્તિથી દેશના સાહિત્યમાં અજબ ચેતન આવ્યું, અને અંગ્રેજી સાહિત્યમાં નવો યુગ બેઠે. અનેક કવિઓ, નાટ્યકાર, તત્ત્વજ્ઞાનીઓ અને લેખકોએ દેશમાં ન ઉલ્લાસ આણી નવી અભિલાષાઓ પ્રકટાવી. આ સર્વની સામટી અસર પ્રજાના સામાજિક જીવન પર થઈ અને લેકમાં સ્વાશ્રય, આત્મજ્ઞાન અને સ્વાતંત્ર્યની ભાવના જન્મ પામી.
પ્રકરણ પણું
યુરોપમાં ધર્મોદ્ધાર નવી વિદ્યાઃ મધ્ય યુગના અંતમાં ઈગ્લેન્ડમાં ચાલતા ત્રીસ વર્ષના વિગ્રહ વખતે યુરોપના બીજા ભાગમાં ભવિષ્યના ઇતિહાસ પર પ્રબળ છાપ પાડનારા કેટલાક બનાવો બન્યા. મધ્ય એશિઆમાં લડાયક તુર્કો એશિઆ માઈનોર છતી, ડાર્ડનલ્સ ઓળંગી ડાન્યુબ નદીના કિનારા પર રહેનારા લકોની જોડે યુદ્ધમાં ઉતર્યા. સરસ્વતીના મંદિર સમું કોન્સ્ટન્ટિનોપલ ઈ. સ. ૧૪૫૩માં તેના હાથમાં ગયું, એટલે સેન્ટ સક્યિાનું ખ્રિસ્તી દેવાલય મસ્જિદના રૂપમાં ફેરવાઈ ગયું. પરિણામે ગ્રીક ફિલસુફે અને પંડિતે બીજા દેશમાં જવા લાગ્યા. તેમને કળાસિક અને વિદ્યાપ્રિય ઈટલીનાં સમૃદ્ધ નગરમાં આવકાર મળ્યો. અનેક માણસો આ પંડિતને ચરણે બેસી ગ્રીક સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવા લાગ્યા. લોકોમાં જ્ઞાનની પિપાસા વધી ગઈ. બીજી તરફ કોપરનીકસની શોધ. સૃષ્ટિનાં રહસ્ય ઉકેલતી હતી. પિોર્ટુગીઝ નાવિક વાકે-ડે-ગામાનાં વહાણએ અજાણ્યા સમુદ્રમાં સફર કરીને હિંદુસ્તાનના બંદરમાં લંગર નાખ્યું, એટલે પૃથ્વીના કદ અને આકાર સંબંધી રાનમાં
Page #111
--------------------------------------------------------------------------
________________
ર
ઉથલપાથલ થઈ ગઈ. આમ નવી ભૂમિ,નવા લેાક, અને નવા ધર્મના પરિચયમાં આવવાથી યુરોપી પ્રજાની બુદ્ધિ ચંચળ, સાહસિક અને ઉત્તેજિત ખની; જાણે કે સમગ્ર યુરપમાં નવું જોબન આવ્યું.
ટેકસ્ટનનું છાપખાનું
મુદ્રણકળાની શેાધને લીધે ઇ. સ. ૧૪૭૭માં વિલિયમ કૅસ્ટને ઇંગ્લેન્ડમાં પહેલવહેલું છાપખાનું ઉઘાડયું. વિદ્વાને અને પાદરીઓને વરેલું જ્ઞાન હવે
Page #112
--------------------------------------------------------------------------
________________
સર્વસુલભ થઈ પડયું. લેકે જાતે પુસ્તકો વાંચી વિચારી સ્વતંત્ર અભિપ્રાય દર્શાવવા લાગ્યા. ધાર્મિક ગ્રન્થોને અભ્યાસ કરીને અનેક વિદ્વાને ધર્મએના કાન પકડાવે તેવા થયા. અમુક માણસ આમ કહે છે માટે તે ખરું, એમ માનવાને બદલે મૂળમાં શું છે તેની તપાસ થવા લાગી. પરિણામે જણાયું કે ધર્મગુરુઓ ભ્રષ્ટ થઈ ગયા છે, અને તેમના ધર્મોપદેશ સશાસ્ત્ર નથી, એટલે ધાર્મિક સુધારા માટે લેકની ઝંખના વધતી ગઈ.
ઈલેન્ડમાં પણ નવી વિદ્યાની અસર થઈ. ઈગ્લેન્ડ, જર્મની, અમે નેધલેન્ડઝમાં કેટલાક લોકોએ ગ્રીક ભાષામાં લખાએલું બાઈબલ સ્વતંત્ર રીતે વાંચી શકાય એટલા માટે ગ્રીક ભાષાનો અભ્યાસ કર્યો. ઓકસફર્ડ નવા પંડિતનું ધામ થઈ પડયું. જડૅન કોલેટ, ઈ રેસ્મસ, અને ટોમસ મેર બધા પંડિતને અગ્રેસર હતા. કૉલેટે બાઈબલની આજ્ઞા પ્રમાણે રહેણીકરણી પર ભાર મૂકો. ઈરેસ્મસે છટાદાર ભાષામાં ધાર્મિક વહેમો ઉપર કટાક્ષમય અને વિનોદમય લખાણ કરી લોકોની બુદ્ધિને સતેજ અને સાવધ બનાવી. ટોમસ મેરે આદર્શ સમાજની રૂપરેખા દેરી. હેનરી ૮માએ નવા પંડિતને ઉત્તેજન આપ્યું, પણ તે પરદેશ જોડે ખટપટમાં ઉતર્યો, એટલે કંઈ વધારે કરી શકે નહિ. વુલ્સીએ જોયું કે ધર્માલયમાં વેળાસર સુધારા નહિ થાય, તે ધર્મગુરુઓનું આવી બનશે. તે પિપને પ્રતિનિધિ થયો, અને પોપ થવાની પણ તેને ઉમેદ હતી, પણ પિતાનો ઈરાદો પાર પાડતા પહેલાં તેને અમલ ઉતરી ગયો. પરંતુ પોપની એકહથ્થુ સત્તાના અંતને કે વાગી ચૂકે; એ સત્તાને વિરોધ કરનાર અને પોપના સાર્વભૌમ અધિકારને ઠોકર મારનાર જર્મનીમાં જન્મી ચૂક્યો હતો. તેનું નામ માર્ટિન લ્યુથર હતું.
માર્ટિન લ્યુથરઃ આ સાધુ પુરુષ ખાણ ખોદનાર ગરીબ માણસને પુત્ર હતો. તેના પિતાનો વિચાર તેને ધારાશાસ્ત્રી બનાવવાનો હતો, પણ તેનું વલણ ધાર્મિક હોવાથી તે મઠમાં જઈ ધર્મગ્રંથોને અભ્યાસ કરવા લાગ્યો. વિટેનબર્ગના વિશ્વવિદ્યાલયમાં તે ધર્મશાસ્ત્રને અધ્યાપક નિમાય. તેણે બાઈબલ પર વ્યાખ્યાન આપી શકાય તે માટે તેને ઉડે અભ્યાસ કર્યો. તે એવાં તો સુંદર વ્યાખ્યાન આપો, કે પરદેશી વિદ્વાને તે સાંભળવા
Page #113
--------------------------------------------------------------------------
________________
- ૧૦૦
દોડી આવતા. બાઈબલના અભ્યાસથી તેણે જોઈ લીધું કે શાસ્ત્રના આદેશ અને પપની આજ્ઞાઓમાં બહુ ફેર છે, અને પોપ તે બાઈબલમાં ન હોય
એવી ઘણી વાતે કર્યો જાય છે. દરમિઆન જર્મનીમાં ક્ષમા વેચાવા આવ્યાં, એટલે લ્યુથરને પિત્તો ઉછો. તેણે મંદિરના દરવાજા પર જાહેરનામાં ચઢીને આ ક્ષમાપત્રોને શાસ્ત્રવિરુદ્ધ જણાવી તેમની નિંદા કરવા માંડી. આથી પિપે લ્યુથરને ધર્મ બહાર કર્યો, પણ લ્યુથરે પોપના ફરમાનને જાહેરમાં બાળી નાખ્યું. પરિણામે દેશમાં ખળભળાટ મચી રહ્યો. લ્યુથર જોડે શાસ્ત્રાર્થ કરવા એક શાસ્ત્રીને મોકલવામાં આવ્યો, પરંતુ તે હાર્યો
એટલે લેકમાં લ્યુથરની કીર્તિ વધી. માર્ટિન લ્યુથર પોપે લ્યુથરને જવાબ દેવા માટે સેક્સનીમાં હાજર થવાનું ફરમાન કાઢયું. પિપના ફરમાનને માન આપી લ્યુથર ત્યાં ગયો, અને તેને વિરોધ કાઢી નાખવામાં આવ્યો, પણ તેની જિંદગી સલામત નહોતી; માત્ર સેકસનીનો ઠાકોર લ્યુથરને પક્ષને હતા, એટલે તે જીવતો રહ્યો; લ્યુથર રાતોરાત જીવ લઈ ના. ત્યાર પછી તેણે બાઈબલનું જર્મન ભાષામાં ભાષાંતર કર્યું. હવે ધર્મોદ્ધારનું કામ ત્વરિત ગતિએ ચાલવા માંડયું. અનેક માણસ જાતે બાઈબલ વાંચી ખરાખેટાને નિર્ણય કરી લ્યુથરના પંથમાં ભળવા લાગ્યા. પરંતુ લ્યુથર આટલેથી અટકે નહિ. તેણે એપ અને તેની વિધિઓ વિરુદ્ધ તીખી ભાષામાં જુસ્સાદાર લખાણ કરવા માંડ્યાં. તેણે પિપને ધર્માચાર્ય માનવાની ના પાડી અને સાધુસાધ્વીઓનાં દુરાચરણની સખત ઝાટકણી કાઢી. જર્મનીના કેટલાક ઠાકોર તેના પક્ષમાં ભળ્યા. લ્યુથરે સૌને પિકારીને શીખવ્યું કે શા સમજવાને સને હક છે, ઈશ્વરની ભક્તિ કરવામાં કઈ દલાલની જરૂર નથી, અને બાહ્ય કર્મકાંડ
Page #114
--------------------------------------------------------------------------
________________
કરતાં આંતરભક્તિથી શ્વિર રીઝે છે. સકડા વષોથી ધર્મગુરુઓમાં અપા રાખનારા ખ્રિસ્તીઓને આટલા બધા સુધારા કરવાનું શી રીતે ચે? આથી ખ્રિસ્તીઓમાં બે પક્ષ પડ્યા; (૧) પાપના અનુયાયીઓઃ રામન કૅથલિક, (૨) લ્યુથરના અનુયાયીએઃ પ્રોટેસ્ટન્ટ. જેમણે પ્રાચીન ધર્મ વિરુદ્ધ વાંધા ઉઠાવ્યા, તેઓ વિરાધી–પ્રેટેસ્ટન્ટ ( Protestants ) કહેવાયા. તેમણે પાપના આદેશ વિરુદ્ધ સુધારા રજી કર્યાં, એટલે તેમને ‘સુધારક’ કહી શકાય.
આ સમયે સ્વીટઝર્લૅન્ડમાં ઝૂવિંગલી નામને સુધારક પાપની વિરુદ્ધ થયા. પરંતુ લ્યુથર કરતાં તેને મત જુદા હતા. તેણે યુક્તિપ્રયુક્તિથી કામ લઈને સંપૂર્ણ સુધારા થતાં સુધી પાપને ખબર પડવા દીધી નહિ. ખીજૈ સુધારક કેલ્વિન ફ્રાન્સથી સ્વીટઝર્લેન્ડ ગયા. તેણે જીનીવામાં આદર્શ પંથ સ્થાપ્યા. તે ફ્રાન્સમાં આવીને ત્યાંના સુધારકાના જબરા આગેવાન થઈ પડ્યો. જ્હાન નાકસ નામને સુધારક સ્વીટઝર્લેન્ડમાં કેલ્વિનના હાથ નીચે અભ્યાસ કરી આવ્યા. તે કૅટલેન્ડના સુધારકાને ઉત્સાહી આગેવાન બન્યું. તેણે મેરી સામે જબરા વિરાધ કર્યા.
આમ યુરોપમાં ચારે તરફ ધર્માંદ્ધારની ભરતી આવી, અને પની સત્તાના અસ્ત થવા ખેડે, એટલે ચતુર પાપ સમયને આળખી ધર્મમાં સુધારા કરવા મંડી પડ્યો, અને સુધારેલા કેથેાલિક પંથને પ્રસાર કરવા લાગ્યા. અનેક તરુણેા નવા કેથોલિક પંથમાં ભળ્યા. લાયેાલા નામના અમીરે
આ પંથને પ્રસાર કરવા એક સમાજ સ્થાપ્યા. તેના અનુયાયીએ જેસ્યુઇટ કહેવાયા. તે દેશેદેશ ફરી સુધારેલા કેથોલિક પંથને ઉપદેશ કરવા લાગ્યા. કળથી અને સમજાવટથી જે લેકે આ ધર્મમાં ન ભળે, તેમને બળાત્કારથી આ ધર્મમાં લાવવા માટે ‘ક્વિઝિશન’ નામની અદાલત સ્થપાઇ. પરંતુ આ જમાનામાં પ્રજાના ધર્મને આધારરાજાના ધર્મ ઉપર હતા. રાજા સુધારક હાય, તેા પ્રજા પ્રોટેસ્ટંટ ધર્મ પાળે; અને કેથેલિક હાય, તેા કથાલિક પંથને માને. આમ રાજાના ધર્મ તે પ્રજાને ધર્મ એમ હતું. પરિણામે અનેક વર્ષો સુધી આ બે પંથ વચ્ચે ધાર્મિક દ્વેષ, સ્પર્ધા, અને કલહ ચાલ્યા ર્યાં, અને જે ધર્મના પેગંબરે શત્રુઓને પણ ચાહવાનું ફરમાન કર્યું છે, તેના અનુયાયીઓમાં અંદર અંદર ધર્મને નામે લોહીની નદીઓ વહેવા લાગી
Page #115
--------------------------------------------------------------------------
________________
ટયુડર સમયમાં ધર્મોદ્ધાર ઈલેન્ડમાં ધર્ણોદ્ધાર માટે તૈયારી થઈ રહી હતી. લેકેને ધર્મમાં સુધારે jરવાની ઈચ્છા થઈ હતી. તેનાં કારણે નીચે પ્રમાણે હતાં.
૧. દેશમાં માત્ર પાદરીઓ ભણેલા હોવાથી રાજ્યમાં અને ધર્મખાતામાં બેટા હેદા ભોગવતા. વુલ્સી ધર્મોપદેશ કરવાનું ભૂલીને રાજ્યવહીવટમાં
પચ્ચે રહ્યો. હવે તેને રાજ્યતંત્રમાં ભાગ જોઈતો હતે.
૨. દેશમાં ધર્મગુરુઓનું જેર હોવાથી તેઓ રાજાની સામે થતા, અને પિપની ઈચ્છા હોય તે રાજાની આજ્ઞાનું અપમાન કરવા તૈયાર થતા. તેઓ પૈસાદાર થવાથી વિલાસી જીવન ગાળતા. પાદરીઓ માટે દેશના કાયદાનું બંધન ન હૈય, એ અન્યાય લેકેથી ખમાતું ન હતું.
૩. દર વર્ષે પાપને ભારે ખંડણ ભરવી પડતી; તેનાં નાણું દેશના ખજાનામાંથી જતાં, તે પણ લેકેને ખૂંચતું હતું.
૪. મોટા ધર્માધ્યક્ષે પરદેશથી આવતા, એથી અંગ્રેજોને માઠું લાગતું. - ૫. ધર્મમાં ચાલતાં જુઠાણું અને ઢોંગથી પ્રજા કંટાળી ગઈ લેકને આ પ્રકારના ધર્મમાં શ્રદ્ધા ન રહી.
ઈલેન્ડમાં નવી વિદ્યાની અસર થઈ, પણ ખરે ધર્મોદ્ધાર જર્મનીમાં શરૂ થયો. હેનરી ૮મે કેથલિક પંથને હતા. લ્યુથરના એક પુસ્તકને પ્રત્યુઉત્તર લખી તેણે પોપની તરફદારી કરી, તેના બદલામાં પેપે તેને “ધર્મરક્ષક ને ઈલ્કાબ આપ્યો. આજ પણ અંગ્રેજી સિક્કા પર Fid. Def. અક્ષરો કોતરેલા માલમ પડે છે. એ અક્ષરે Defender of the Faith માટેનું ટૂંકું રૂપ છે. ઈંગ્લેન્ડના રાજાઓ સુધારક-ટેસ્ટન્ટ હોવા છતાં હજી સુધી એ ઈલ્કાબ રાખી રહ્યા છે. . હેનરીએ સ્વાર્થી મનોવૃત્તિઓ તૃપ્ત કરવા માટે પોપની સત્તાને વિરોધ કર્યો. હેનરી પિતાની ભાભી જોડે પરણ્યો હતો. રાણીને પુત્ર ન થયો, એટલે તેને તલાક આપવાને વિચાર કરી પોતાના પ્રધાન વુલ્સીને રસ્તો
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૩.
કાઢવા કહ્યું. વુલ્સી કશું કરી શકે નહિ, એટલે તેને બરતરફ કરવામાં આવ્યું. ત્યાર પછી ટેમસ કેવેલના હાથમાં કારભાર આવ્યો. તેણે રાજાને સલાહ આપી, કે દેશનું ધર્માધિપત્ય તમે પિતે રાખે, અને રેમ જોડેને સંબંધ તેડી નાખે. પછી તેણે એક જુને ધારે શોધી કાઢી જાહેર કર્યું, કે દેશના રાજ્યવહીવટમાં કઈ પણ માણસ પિપની સત્તાને આધારે ડખલ કરશે તે તેને રાજદ્રોહી ગણવામાં આવશે. આથી ક્રોવેલ તમામ ધર્મગુરુઓ ઉપર રાજદ્રોહનો આરોપ મૂકી તેમને સખત દંડ કર્યો. પછી તેણે પાર્લમેન્ટ પાસે કાયદો કરાવીને ઠરાવ્યું, કે ધર્મખાતાને ઉપરી રાજા છે, અને રાજાની અનુમતિ વિના ધર્મગુરુઓની પરિષદ્દથી કોઈ પણ કાયદો રચી શકાશે નહિ. પરિણામે રેમને ભરવામાં આવતી ખંડણી બંધ કરવામાં આવી, અને ત્યાં કાઈ પણ મુકમાની અપીલ કરવાનું નીકળી ગયું. આમ ધર્મગુરુઓના ખાસ હકે એક પછી એક રદ કરવામાં આવ્યા, અને રાજા પિતાની મરજી મુજબ ધર્માધિકારી નીમવા લાગે. જેઓ રાજાનું ધર્માધિપત્ય કબુલ ન કરે, તેમના પર જુલમ થતો. દરમિઆન કેટરબરીના નવા ધર્માધ્યક્ષ કેન્સરે કેથેરાઈન જોડેનું રાજાનું લગ્ન ગેરકાયદેસર ઠરાવ્યું, અને તેને એન બલીન જોડે પરણવાની જાહેર રજા આપી; જો કે રાજા તો બે માસ પહેલાં તેને ખાનગી રીતે પરણી ચૂક્યો હતો. આથી પિપ અને રાજા વચ્ચે તકરાર વધી. આ તો પિપની સત્તા પર કાપ પડે છે, એમ જાણી તે મૂંગે મોઢે બેસી રહ્યો નહિ. તેણે હેનરીને પદભ્રષ્ટ જાહેર કર્યો, અને સ્પેનના રાજાને ઈગ્લેન્ડ પર ચડાઈ કરવાની આજ્ઞા ફરમાવી. સ્પેનને રાજા ચા ચડાઈ કરવા તૈયાર હતા, પણ તેમ કરવાની તેનામાં તાકાત ન હતી. આથી હેનરીએ પાર્લમેન્ટ પાસે ધર્માધિપત્યના કાયદામાં કેટલેક સુધારાવધાર કરાવ્યો, અને પાદરીઓને નવો કાયદો માનવાની ફરજ પાડી, ઈ. સ. ૧૫૩૪.
હેનરી અને કેન્ડેલે પિતાનું આધિપત્ય બેસાડવા માટે ઈગ્લેન્ડના મઠની સ્થિતિ તપાસવા પંચ નીમ્યું; કેમકે મઠમાં સાધુઓ પૈસાદાર બની ઉડાઉ જીવન ગાળતા, અને પિપને પિતાનો ઉપરી માનતા. મઠમાં વ્યવસ્થા, નીતિ કે સદાચારને સ્થાન ન હતું, એટલે તેમાં સુધારા કરવાની ઘણી
Page #117
--------------------------------------------------------------------------
________________
જરૂર હતી. પચે તપાસ કરી લેહી ઉકળી આવે એ હેવાલ પ્રકટ કર્યો, એટલે ઈ. સ. ૧૫૩ ૬માં રોજાએ પાર્લામેન્ટ પાસે કાયદો કરાવીને નાનાનાના મઠ બંધ કર્યા. ત્રણ વર્ષ પછી મોટા મઠ બંધ કરવામાં આવ્યા. આમ મઠવાસીઓને કાઢી મૂકી તેમનાં માલમિલકત જપ્ત કરવામાં આવ્યાં. આવા મઠોની જમીન રાજાના કેટલાક મિત્રોને આપી દેવામાં આવી, અને તેમાંનાં નાણાં રાજ્યખર્ચમાં, નૌકા બાંધવામાં, શાળાઓ સ્થાપવામાં, કિલ્લા દુરસ્ત કરવામાં, અને બીજાં ધાર્મિક કે લેકહિતનાં કાર્યોમાં વાપરવામાં આવ્યાં.'
હેનરીએ બાઈબલના ટિન્ડેલકૃત ભાષાંતરમાં સુધારાવધારા કરાવી દરેક ધર્મસ્થાનમાં લેકેને વાંચવા માટે રાખવાની આજ્ઞા કરી. પરંતુ હેનરી સુધારક ન હતા. લેકો બાઈબલ વાંચી ધર્મની ચર્ચા કરવા લાગ્યા, જુના ધર્મની મશ્કરી કરવા લાગ્યા, અને અનેક વિધિઓની હાંસી કરવા લાગ્યા, એટલે તેણે તે વાંચવાની મના કરી. દેશમાં લ્યુથરને પંથ જેર પર ન આવી જાય, એટલા માટે તેણે છ કલમેનો ધારે પ્રસિદ્ધ કરી દરેકને તે પ્રમાણે વર્તવાની ફરજ પાડી, અને તે ન માને તેને ભારે સજા કરવા માંડી. કેથલિક પંથીઓ હેનરીને ધર્માધિપતિ માનતા નહોતા, અને પ્રેટેસ્ટન્ટ લેકે છ કલમે માન્ય કરતા નહિ, તેથી બન્નેને સરખો ઘાણ વળવા લાગે. હેનરીનું ધર્માધિપત્ય ન સ્વીકારવા માટે સર ટોમસ મોર અને રેચેસ્ટરના ધર્માધ્યક્ષ જેવા પ્રસિદ્ધ પંડિતને વધ કરવામાં આવ્યો.
છે પરંતુ ઈગ્લેન્ડમાં ધર્મોદ્ધાર થયે તેનું ખરું કારણ ધાર્મિક નહિ પણ રાજદ્વારી હતું. કેથેરાઈનથી છુટા થવાને હેનરીને માટે એકજ માર્ગ હતા,
૧. કોન્ટેલે રાજાનું કામ એક નિષ્ઠાથી કર્યું. પરંતુ પ્રજામાં તે અકારે થઈ પડયો. રાજાના જાસુસે રાતદિવસ ફરતા, અને રાજનું ભુંડું બોલનારનું આવી બનતું. પ્રજ ત્રાસી ગઈ હતી. મઠે બંધ થયા, એટલે ગરીબોને આશરે તૂટયો. ધર્મની બાબતમાં આટલા બધા સુધારા થાય એ લોકેને રુચ્યું નહિ. આ સર્વ કારણેથી કેટલેક સ્થળે બંડ ઊઠયાં, તેમાંનું યોર્ક પરગણાનું બંડ “Pilgrimage of Grace’ કહેવાય છે. આ બંડખેરેને આગેવાન જુવાન વકીલ હતા. રાજાએ તેમની ફરિયાદની તપાસ કરી યોગ્ય કરવા વચન આપ્યું, એટલે બંડખેરે વીખરાઇ ગયા; પરંતુ રાજાએ વચન પાળ્યું નહિ, અને આગેવાનને ફાંસી દીધી..
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૫
-
અને તે એ કે પપથી સ્વતંત્ર થવું. વુલ્સી ધાર્યું કામ ન કરી શકો. એટલે તેને વચમાંથી દૂર કરી હેનરી પિતાને અનુકૂળ પ્રધાન લાવ્ય. લ્યુથરના પક્ષ જોડે હેનરી સંમત ન હતો. તે તો જીવન પર્યત કેથલિક પંથનાં અનુયાયી રહ્યો. પ્રજામાં પણ ધર્મગુરુઓ અપ્રિય થઈ પડ્યા અને ધર્મમાં સુધારા થવાની જરૂર હોવા છતાં ધર્મના સિદ્ધાંતમાં ફેરફાર થાય એવી કેઈની ઈચ્છા ન હતી. ધર્ણોદ્ધારની બાબતમાં યુરોપના બીજા દેશે અને ઈલેન્ડ વચ્ચે આ મેટ ફરક છે. ઈંગ્લેન્ડ સિવાય યુરેપના બીજા દેશોમાં સામાન્ય લેકેથી માંડીને રાજા સુદ્ધાંએ પિકાર ઉઠાવી ધર્ણોદ્ધાર કર્યો, પણ ઈગ્લેન્ડમાં રાજકીય હેતુ પાર પાડવા માટે રાજાએ પિપની સત્તા તોડી, અને ધર્મોદ્ધારને નામે પિતાની સત્તા સ્થાપી તેને વધારે દઢ કરી.
- એડવર્ડ દદો બાળક હોવાથી ડયૂક ઑસમરસેટ “રાજરક્ષક, બને. તે સુધારક હોવાથી કેન્સરના સુધારા દાખલ કરીને તેણે ઈગ્લેન્ડને પ્રોટેસ્ટન્ટ બનાવી દીધું. તેણે લેલા વિરુદ્ધના કાયદા અને છ કલમોનો કાયદે રદ કર્યો, અને સર્વને રાજાનું ધર્માધિપત્ય સ્વીકારવાની ફરજ પાડી. જેઓ એ વાત કબુલ ન રાખે તેમને પકડીને સજા કરવા માંડી. એ સાથે પાદરીઓને લગ્ન કરવાની છૂટ આપી. તેણે મૃતાર્થ પ્રાર્થના બંધ કરી, અને તમામ વહેમી રિવાજે ન માનવાની આજ્ઞા કરી. આ ઉપરાંત જડ, બાહ્ય દેખાવવાળી, અને કર્મકાંડથી ભરેલી ઉપાસનાવિધિ કાઢી નાખી તેને સ્થાને સરળ અને સર્વ લેકે સમજી શકે તેવી ઉપાસનાવિધિ દાખલ કરી. મંદિરેમાંથી મૂર્તિઓને નાશ કરવામાં આવ્ય, સતનાં ચિત્રો અને અવશેષો ફેકી દેવામાં આવ્યા, અને બારીબારણના કાચ ઉપર બાઈબલના પ્રસંગો ચીતર્યા હતા, તેને ભાંગીને ભૂકે કરવામાં આવ્યો. અત્યાર સુધી મંદિરમાં લેટિન ભાષામાં પ્રાર્થના થતી, પરંતુ જૂજ લેકે લેટિન ભાષા સમજતા, તેથી પ્રાર્થના નીરસ અને આડંબર ભરેલી થઈ પડતી. હવે અંગ્રેજીમાં પ્રાર્થના કરવાનું ઠર્યુંઅને પ્રાર્થનામાલાની સાર્વજનિક પોથી પ્રગટ કરવામાં આવી.
૧. આ પથી બે વાર પ્રસિદ્ધ થઈ. ઈ. સ. ૧૫૪માં જે પોથી પ્રગટ થઈ તેનો આરંભ હેનરી ૮માના સમયમાં થયો. ઈ. સ. ૧૫૫૨માં પ્રાર્થના પોથીમાં સુધારાવધારા કરવામાં આવ્યા..
Page #119
--------------------------------------------------------------------------
________________
મરસેટ પછી ડયૂક ઑવ્ નોધંબલેન્ડ નામનો અમીર રાજરક્ષક’ થર્યો. તેણે ૫ સુધારાની નીતિ ચાલુ રાખી. પરંતુ તે પૈસાને લેભી હતી, તેથી ધર્મ સુધારણાને બહાને તેણે કારીગરોનાં મહાજનમંડળોનાં નાણાં પડાવી લીધાં. આ નાણમાંથી તેણે કેટલીક શાળાઓ સ્થાપી, જે “King Edward Grammar Schools” એ નામે ઓળખાવા લાગી. - એડવર્ડના અમલમાં હેનરીએ લૂંટવા માંડેલા મઠમાંથી જે બાકી રહ્યા હતા, તેને બંધ કરી તેનાં નાણાં શાળાઓની સ્થાપનામાં વાપરવામાં આવ્યાં. અને જમીન, જાગીર વગેરે લાગતાવળગતામાં વહેંચી દેવામાં આવ્યાં.
આવા સુધારાના કાર્યમાં સ્વાભાવિક રીતે મતભેદ હોય; પણ આવો મતભેદ બતાવનાર ઉપર જુલમ કરવામાં આવતો. કેટલાક ધર્માધ્યક્ષ અને પાદરીઓ સામા થયા, પણ તેમને કેદમાં પૂરવામાં આવ્યા. આ સમયે પ્રોટેસ્ટન્ટ ધર્મસમાજનાં મૂળતત્ત્વોની બેતાલીસ કલમે તૈયાર કરવામાં આવી.
આ સુધારાના કામમાં બધી પ્રજા સંમત ન હતી. અનેક વર્ષોથી ચાલતી આવેલી ધાર્મિક માન્યતાઓ અને રૂઢિઓમાં એકદમ ફેરફાર કરવાની ઈચ્છા સામાન્ય માણસોને હોતી નથી. ઉપાસનાવિધિ અને કર્મકાંડમાં રહેલાં આડંબર, ભપકે, અને વૈભવની લેકના મન પર છાપ પડતી હતી. આને બદલે સાદી વિધિ દાખલ થવાથી સર્વ શુષ્ક લાગવા માંડયું. સુધારા દાખલ કરતી વખતે ચલાવેલા જુલમથી પણ લેકે ત્રાસી ગયા. જો કે સુધારામાં શહેરના લેકેને રસ હતો, પણ અજ્ઞાન ગામડીઆઓને તે રસ ન હતો. તેમને તો નવા વિચાર નાસ્તિક લાગ્યા. આથી મેરી ગાદીએ આવી, ત્યારે પ્રજાને ઘણે ભાગ ખુશી થ. - કેથેરાઈનની પુત્રી મેરી ચુસ્ત કેથલિક હતી. ગાદીએ આવતાં તેણે એડવર્ડ દાના અમલમાં થએલા સુધારાના કાયદા, અને હેનરી ૮માએ કરેલા પોપ વિરુદ્ધને કાયદા રદ કરી કેથલિક ધર્મની રાજધર્મ તરીકે સ્થાપના કરી. એથી નવી પ્રાર્થનામાલા રદ કરી જાની ઉપાસનાવિધિ દાખલ કરવામાં આવી, અને લેટિન ભાષામાં પ્રાર્થના થવા લાગી. પાદરીઓએ લગ્ન કરવું એ નિષિદ્ધ ગણવામાં આવ્યું, અને જે પાદરીઓ પરણ્યા હતા
Page #120
--------------------------------------------------------------------------
________________
તેમને રજા આપવામાં આવી. જુના અમલમાં કેદ થએલા ધર્મગુરુઓને મુક્ત કરવામાં આવ્યા, અને તેમને બદલે લેટિમર, રિડલી અને કેન્સર જેવા અડગ સુધારકેને તુરંગમાં પૂરવામાં આવ્યા. ઈ. સ. ૧૫૫૪માં પિપનું ધર્માધિપત્ય સ્વીકારી તેના પ્રતિનિધિ કાર્ડિનલ પિલને ચરણે ઈગ્લેન્ડને ધર્મસમાજ ધરવામાં આવ્યો. પાલમેન્ટના સભ્યો તેને નમ્યા, અને ધર્મધુરંધર પિપની સામા થવાને તેઓએ અક્ષમ્ય અપરાધ કર્યો હતો, તે માટે કાર્ડિનલ પિલે પોપની વતી તેમને ક્ષમા આપી પાપમુક્ત કર્યા. પરંતુ હેનરી અને એડવર્ડના સમયમાં મઠની જે જાગીરો તેમને મળી હતી, તે આપવાની તેમણે સાફ ન પાડી. એ જાગીર આપીને કેન્સરે ઈગ્લેન્ડમાં એવો પક્ષ ઉભો કર્યો, કે જે સ્વાર્થ વિચારીને સુધારા સાથી બની રહે. મેરીનું કાર્ય આટલેથી ન અટકયું. સર્વ સુધારકે દુષ્ટ છે, અને ઈલેન્ડ
ના લેકને પાપની ભયંકર ભ્રમણામાંથી બચાવવા એ મારું કામ છે, એમ તે પ્રમાણિકપણે માનતી. સૌએ કેથોલિક થવું જોઈએ એ તેનો મત હતો. તેણે ધીમે ધીમે જુલમ ગુજારવા માંડ્યો. જે લેકે કેથલિક થવાની ના પાડે, તેમને જીવતા બાળી મૂકવામાં આવતા. કહેવાય છે કે ત્રણ વર્ષમાં ત્રણ પ્રોટેસ્ટન્ટને જીવતા બાળી નાખવામાં આવ્યા. પિતાની માતાના છુટાછેડા કરાવનાર, અને સુધારક પંથ ફેલાવવામાં
આગેવાનીભર્યો ભાગ લેનાર કેન્સરને જૈમસ કેન્સર એ જીવ શાને છોડે ? આમ કેન્સર, ૧. મતની વાત સાંભળી પહેલાં તો કેન્સરના હાંજા ગગડી ગયા, અને તેણે કેથલિક લોકેના લાભમાં કેટલાક કાગળ પર સહી કરી; પણ પાછળથી તેને એ ખોટું લાગ્યું, એટલે તે પસ્તાયો અને બહાદુરીથી મુઓ. મરતી વખતે તેણે જે હાથે સહી કરી હતી, તે ચિતામાં પહેલો ધરી બળી જતા સુધી તે અડગ ઉભો રહ્યો.
Page #121
--------------------------------------------------------------------------
________________
લેટિમર, અને રિડલી જેવા બીજા પ્રખ્યાત સુધારકે બળી મુઆ, તે છતાં ' લેક પાછી ન હઠયાં. ત્યારે ગરીબ લેકોના નાના સમુદાયને એકસામટો બાળી નાખવામાં આવ્યો; છતાં પરિણામ ધાર્યા કરતાં ઉલટું આવ્યું. કેથેલિક ધર્મ પ્રત્યે લેકેને વધારે અણગમો આવ્યો, અને આખા દેશમાં ધર્મધ જુલમની સામે પકાર ઊઠશે. મરતી વખતે લેટિમરે રિડલીને કહેલા શબ્દો
Be of good cheer, Master Ridley! We shall this day light a candle by God's grace in England as I trust; shall never be put out.’–ખરા પડતા દેખાયાં.
ઇલિઝાબેથે ગાદીએ આવી જેઈ લીધું, કે સર્વે મુશ્કેલીઓમાંથી છૂટવા માટે સૌથી પહેલાં પ્રજાને પિતાના પક્ષમાં લેવી જોઈએ, અને દેશમાં ધર્મને નામે ઉભા થએલા પક્ષો વચ્ચે સમાધાન કરવું જોઈએ. તેના ધર્મ સંબંધી વિચારો તેને મંત્રીઓ જાણી શક્તા ન હતા. ધર્મની બાબતમાં તે બહુ - ચુસ્ત ન હતી, પણ ધર્મમાં સુવ્યવસ્થાની જરૂર છે એમ તે માનતી.
ઈલિઝાબેથથી દેશમાં બીજાનું આધિપત્ય ખમાયું નહિ, એટલે તેણે “ધર્માધિપત્ય” ને કાયદો પસાર કર્યો, અને મેરીના સમયમાં થએલા કાયદા રદ કર્યા. પરંતુ કેથલિક પંથીઓ નારાજ ન થાય, તેમજ પિતાની સત્તામાં ઘટાડો ન થાય એ માટે તેણે કાયદામાં કેટલાક શબ્દોનો ફેરફાર કર્યો. તેણે ધર્મઐકયનો કાયદો કરી સર્વને પ્રાર્થના પોથી વાપરવાની આજ્ઞા કરી. પરંતુ તે પ્રાર્થનામાં કેથલિક લેકને કેટલુંક ખૂંચે તેવું હતું તે કાઢી નાખવામાં આવ્યું. તેણે ધર્માધ્યક્ષ રાખ્યા, અને કેથલિક માર્ગની કેટલીક વિધિઓ દાખલ કરી. તેણે પ્રોટેસ્ટન્ટ અને કેથલિક બંને પક્ષને રાજી રાખવા પ્રયત્ન કર્યો, તેથી તે “મધ્યમ માર્ગ” કહેવાય. જે જમાનામાં મતાંતરસહિષ્ણુતા બીલકુલ ન હતી, અને કેથલિક કે પ્રોટેસ્ટન્ટ પંથીઓ લાગ આવે ત્યારે સામાં ધર્મવાળા ઉપર કેર વર્તાવે, તે જમાનામાં રાણીએ દીર્ધદષ્ટિ વાપરી ડહાપણભરેલે રસ્તો કાઢો. પ્રજાજનો શાંતિ જાળવે, ત્યાં સુધી તેમના પર
જુલમ થવાનો સંભવ ન હતું. ઇલિઝાબેથને બહારના દેખાવની જરૂર હતી. - અંદરની શ્રદ્ધા હોય કે નહિ, તેની તે પરવા ન કરતી. અલબત, કેટલાક
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૮
ચુસ્ત પ્રોટેસ્ટ માનતા, કે ઈલિઝાબેથે ધર્મોદ્ધારને માટે નહિ જેવું કર્યું છે, અને કેટલાક હડહડતી કેથલિકે માનતા, કે તેણે વધારે પડતું કર્યું છે, પણ પ્રજાને આ માધ્યમ માર્ગ ગમી ગયે.
- આ પ્રમાણે ઈગ્લેન્ડમાં સ્વતંત્ર ધર્મખાતાની સ્થાપના થતાં પિપનું ધર્માધિપત્ય ગયું, એટલે ઈગ્લેન્ડને સમાજ ધાર્મિક વિષયમાં સ્વતંત્ર બને એડવર્ડના સમયની ૪૨ કલમમાંથી ૩૯ કલમે સ્વીકારાઈ આજ પણ ઈગ્લેન્ડને ધર્મસમાજ આ કલમે સ્વીકારે છે.
ધાર્મિક બાબતોમાં રાણી ઉદારચિત્ત હતી, પણ સ્કટ લેકેની રાણી મેરીને નામે ચાલતાં રેમન કેથેલિકોનાં તરકટ જાણું રાણીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું; અને કેથલિક પર જુલમ વર્તાવવા માંડ્યો. પરિણામે. જેસ્યુઈટને દેશનિકાલ કરવામાં આવ્યા. પાર્લામેન્ટ ઈંગ્લેન્ડના ધર્મવહીવટને માન ન આપનાર વિરુદ્ધ સખત કાયદા કર્યા. કેટલાક કહે છે કે મેરીના સમયમાં જેટલા ધાર્મિક જુલમે થયા, તેના કરતાં ઇલિઝાબેથના અમલમાં ઓછા થયા નથી.
રિટન લેકેઃ ઈલિઝાબેથના અમલમાં એક નવો વર્ગ ઉભે થયો. કેટલાક ચુસ્ત ધામિકાને ચાલુ સુધારા કરતાં વધારે સુધારાની જરૂર લાગી. તેઓ યુરિટન–સુધારક પથીઓ' કહેવાયા. તેમની માગણીઓ એ હતી કે (૧) ધર્મમંદિરનો વહીવટ દીક્ષિત (Bishops)ને હસ્તક જોઈએ, (૨) ઈલિઝાબેથે ઉપાસનામાં રાખેલી થેડી ઘણું વિધિ દૂર કરવી જોઈએ, અને (૩) પ્રાર્થનામાલાની પોથીમાં વધારે સુધારા દાખલ કરવા જોઈએ. ઈલિઝાબેથે આ વર્ગ ઉપર સખતાઈ રાખી તેને દાબી દેવાને પ્રયત્ન કર્યો, પણ તેમની સંખ્યા વધતી ગઈ અને આગળ જતાં તેમણે મોટાં પરાક. કર્યો. સારાંશ એ કે– ૧. ઇંગ્લેન્ડમાં ઘણા વખતથી ધર્મસુધારણા કરવાની માગણું ચાલતી હતી; કેમકે
ધર્માલયમાં ચાલતા દુરાચાર અને અવ્યવસ્થાથી લકે કંટાળ્યા હતા. ૨. નવી વિદ્યા અને મુદ્રણકળાને લીધે લોકમાં જ્ઞાનને પ્રચાર થયો. તેઓ બાઈબલ.
વાંચતા વિચારતા થયા, એટલે ધર્મગુરુઓ અને પપનાં શાસ્ત્રવિરુદ્ધ કાર્યો જાણી શક્યા.
Page #123
--------------------------------------------------------------------------
________________
૩. જર્મન સાધુ લ્યુથર પિપ સામે થયે. તેના અનુયાયીઓ પેટેસ્ટન્ટ–સધાર
કહેવાયા. પોપના અનુયાયીઓ રેમન કેથલિક ગણાયા. ૪. ઈંગ્લેન્ડમાં રાજકીય હેતુથી ધર્ણોદ્ધાર દાખલ થયે. હેનરી ૮માને રાણી કેથેરાઈન
જેડે છુટાછેડા કરવા હતા, એટલે તેણે પિપનું આધિપત્ય કાઢી નાખ્યું. છતાં ધર્મના સિદ્ધાંતમાં ફેરફાર થયો નહિ. એડવર્ડ ૬ઠ્ઠાના સમયમાં પ્રેટેસ્ટન્ટ ધર્મને ફેલાવો થયો, અને પોપની વિરુદ્ધ કાયદા થયા. કેથોલિક માર્ગીઓને કેદમાં પૂરવામાં આવ્યા. હવે ઈંગ્લેન્ડ પ્રોટેસ્ટન્ટ દેશ થયે. મેરીએ ગાદીએ આવી કેથોલિક ધર્મની ફરી સ્થાપના કરી પાપનું ધર્માધિપત્ય
સ્વીકાર્યું. તેણે ધર્મને નામે ઘણું જુલમ ર્યા. ૭. ઈલિઝાબેથે મધ્યમ માર્ગ સ્વીકાર્યો. ઉદ્દામ કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ બને ઉપર
તેણે સખતાઈ કરી. પ્રાર્થનાપોથી અને ઉપાસનાવિધિ પેટેસ્ટન્ટ પંથનાં રાખી
કેથલિક લોકોને ખુશ કરવા માટે તેમાં થોડા ફેરફાર કરાવ્યા. તેણે પાપનું - ધર્માધિપત્ય કાઢી નાખી સ્વતંત્ર ધર્મખાનું સ્થાપ્યું.
નીચેની તારીખે યાદ રાખો ઈ. સ. ૧૪૫૩–તુર્ક લોકોએ સ્ટેન્ટિનેપલ જીત્યું. , ૧૪૭૭–કેસ્ટને ઈંગ્લેન્ડમાં મુદ્રણકળા દાખલ કરી.
૧૫૧૯–લ્યુથરે ક્ષમાપત્રો વિરુદ્ધ પોકાર ઉઠાવ્યો. , ૧૫૨૧–પાપે હેનરીને “ધર્મરક્ષક એવો ઈલકાબ આપ્યો. • , ૧૫૩૪– હેનરીએ ધર્માધિપત્ય જાહેર કર્યું. , ૧૫૩૬–નાના મઠો બંધ કરવામાં આવ્યા.
૧૫૩૯હેનરીએ છ કલમેને કાયદો કર્યો. ૧૫૪૯–ધર્મએક્યને કાયદો થયો.
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭મું
નવી દુનિયાની શોધ તુકે લેકેએ કેન્સ્ટન્ટિનોપલ જીત્યું, એટલે ત્યાંના પંડિતને બીજા દેશમાં જવાની જરૂર પડી. આ પંડિત જે પુસ્તક લઈ ગયા, તેમાં પશ્ચિમ યુરોપ સંબંધી જે માહિતી હતી, તેની બીજા લોકોને ખબર ન હતી. એથી લેકેને વધારે જાણવાની અને જોવાની ઈચ્છા થઈ. મધ્ય યુગમાં ચીન, અરબસ્તાન, અને હિંદુસ્તાનથી રેશમ, જવાહીર, અને તેજાના ભરેલાં વહાણો યુરોપમાં આવતાં, તેથી પૂર્વના દેશની સમૃદ્ધિ વિષે યુરોપમાં અનેક વાતે ચાલતી, અને સાહસિક ખલાસીઓ એ અજબ ભૂમિને નજરે નિહાળવાના મનસુબા કરતા. તેરમા સૈકામાં તુર્ક લેકેની સત્તા પ્રબળ થવાથી એમણે યુરેપ અને પૂર્વના દેશો વચ્ચેના વેપારમાં હરત કરવા માંડી, એટલે હિંદુસ્તાન અને પૂર્વના દેશ તરફ આવવાને માર્ગ શોધી કાઢવાની યુરેપના લોકેની ઈચ્છા તીવ્ર બની.
તે સમયે પોર્ટુગીઝ લેકની ચડતી કળા હતી. તેમની પાસે સારાં વહાણ અને સાહસિક નાવિક હોવાથી તેમણે અજાણ્યા સાગર ખેડવાની પહેલ કરી. પરંતુ તેમનાં વહાણ નાનાં હોવાથી કિનારા નજીક ચાલતાં, એટલે તેમનાથી લાંબી સફર થઈ શકી નહિ. ઘણું વર્ષો સુધી તેમના બહાદુર ખલાસીઓએ પ્રયત્ન કર્યો, છતાં બહુ વળ્યું નહિ. પરંતુ ઈ. સ. ૧૪૮૬માં બાર્થેલેમિઓ-ડાયેઝ નામને વહાણવટી એક ભૂશિર (હાલની કેપ ઍવુ ગુડ હોપ) સુધી આવી ત્યાંથી પાછા વળે. ડાયેઝને અહીં તેફાને સહન કરવાં પડયાં, એથી તેણે તેને તોફાની ભૂશિર” (Stormy Capદ) એવું નામ આપ્યું; પણ અહીંથી હિંદુસ્તાનને જળમાર્ગ જડવાની આશા બંધાઈ, તેથી પિાર્ટુગલના રાજાએ તેને કેપ ઍવુ ગુડ હેપનું નામ આપ્યું. બાર વર્ષ પછી વાસ્કે-ડી–ગામાએ આગળ વધીને હિંદુસ્તાનને જળમાર્ગ
૧. આફ્રિકાને નાતાલ પ્રાંત આ ખલાસીએ શેડ્યો હતો. ઈસુ ખ્રિસ્તની જન્મતિથિને દિવસે તેની શોધ થવાથી તેનું નામ “નાતાલ પાડયું હતું. તે
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૨
રોધી કાઢ્યા, અને તે કાલિકટ બંદરે જઈ પહોંચ્યા. આથી પોર્ટુગલને વેપાર વધ્યા. લગભગ એક સૈકા સુધી લિસ્બન બંદરેથી સંખ્યાબંધ વહાણા હિંદુસ્તાન જવા ઉપડતાં, અને ખૂબ નાણું અને માલ લઈ આવતાં. લિસ્બન યુરેાપનું મુખ્ય બંદર અને વેપારનું મથક બન્યું.
પરંતુ આ રસ્તા લાંખા અને ભયભરેલા હોઈ રસ્તામાં વહાણાને તાકાન નડતાં. એવામાં કેટલાકે એવી ગણતરી કરી કે પૃથ્વી ગાળ હોય તે આટલાંટિક મહાસાગર ઓળંગીને હિંદુસ્તાન પહેાંચી શકાય. એ રસ્તે અમેરિકા ખંડ હશે, એવા ખ્યાલ કાઈ ને કયાંથી હોય? યુરોપી લેાકેા એમ માનતા કે આટલાંટિક મહાસાગર પૂરા થતાં એશિઆ ખંડ આવવા જોઈ એ. કેટલાક એમ માનતા કે પાિસિક મહાસાગર એળંગીને હિંદુસ્તાનમાં પહોંચી શકાશે. ઇ. સ. ૧૪૯૨માં કોલંબસે આટલાંટિકને રસ્તે હિંદુસ્તાન જવાને વિચાર કર્યાં. તેના સાહસ માટે સ્પેનનાં રાજારાણીએ તેને મદદ આપી. ત્રણ નાનાં વહાણા, ૧૨૦ ખલાસીએ, અને એક વર્ષ ચાલે એટલે ખારાક લઈ ને તે ઉપડયા. તેનું સાહસ અદ્દભુત હતું. તરેહવાર વાતા ચાલતી કે આટલાંટિકમાં જનારાં વહાણો પાછાં આવતાં નથી, અને તેમનું શું થાય છે તે કેાઈ જાણતું નથી; છતાં એ સાહસિક નાવિક અજાણ્યા સાગરની સફ઼ે ચાયો. આટલાંટિકમાં વાતા નૈઋણ કાણુના પવનથી ધકેલાઈ ને કાલંબસનાં વહાણા પશ્ચિમ દિશામાં આગળ વધ્યાં. કાલંબસે માન્યું કે આ પવન આપણને હિંદુસ્તાન પહોંચાડશે, પણ તે ખાટું હતું. એથી ખલાસીઓએ બળવા કર્યાં, પણ કાલંબસે તેમને શાંત પાડયા. અનેક સંકટા સહન કરીને પાંચ અઠવાડીઆં પછી તે કેટલાક ટાપુ પાસે જઈ પહોંચ્યા. કાલંબસે તે ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ’ એવું નામ આપ્યું. આ શેાધના સમાચારથી યુરેાપના લેાકેામાં ખળભળાટ થયા, અને અનેક કાફલાએ સફર કરવા તૈયાર થયા.
નવા કાફલાઓમાં ઈંગ્લેન્ડના એક કાફલા હતા. ઇ. સ. ૧૪૯૭માં જાન અર નામનો વેપારી પાંચ વહાણ લઈને નવા દેશેની શોધ અર્થે નીકળી પડયે તેને વિચાર વાયવ્ઝ ક્રાણુને માર્ગે હિંદુસ્તાનમાં પહેાંચવાનો હતા. એ રસ્તે જતાં તેણે લાખાર અને ન્યૂફાઉન્ડલેન્ડના ટાપુઓ શોષી
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૩
કાઢયા. આ ઉજજડ ટાપુઓ જોઈ તેઓ હતાશ થઈ પાછા આવ્યા. ઈંગ્લેન્ડ ત્યાર પછીનાં પચાસ વર્ષ સુધી આ શેમાં કશે ભાગ લઈ શકયું નહિ. નવા દેશેની શોધ કરવામાં મુખ્યત્વે કરીને સ્પેન અને પિોર્ટુગલના લેકે હતા.
વીસ વર્ષ પછી મેગેલન નામના પોર્ટુગીઝ નાવિકે મોટી સફર કરી. એ સાહસિક પુરુષ આટલાંટિક ઓળંગી બ્રાઝિલ ગયે. ત્યાંથી છેક દક્ષિણે એક સામુદ્રધુનિ પાસે આવ્યું, અને તેને મેગેલનની સામુદ્રધુનિ એવું નામ આપ્યું. આ સામુદ્રધુનિથી આગળ વધીને પાસિફિક મહાસાગરમાં થઈ લગભગ એશિઆના કિનારા પાસે પહોંચી, ત્યાંથી હિંદી મહાસાગર ઓળંગી, કેપ આવું ગુડ હોપ આગળ થઈને, તેને કાલે સ્વદેશ આવ્યો. રસ્તામાં મેગેલન મરણ પામ્યો, પરંતુ આખી પૃથ્વીની સફર કરનાર એ પહેલે કાલે (ઈ. સ. ૧૫૧૯–૨૨) હતો. આ પ્રદક્ષિણાથી સાબીત થયું, કે પૃથ્વી ગોળ હેવી જોઈએ.
આવી શોધમાં સ્પેન અને પોર્ટુગલના લોકોનો મુખ્ય ભાગ હતું, એથી તેઓ નવા શેધેલા દેશો ઉપર તેમને હક માનવા લાગ્યા. તેમણે ન મુલક વહેચી લેવાને પણ ઠરાવ કર્યો. પરંતુ અંગ્રેજે, વલંદા, અને ફ્રેન્ચ નવા દેશમાં વેપાર કરવા ગયા, એ વાત સ્પેન અને પોર્ટુગલના લેકને ગમી નહિ. એથી ખલાસીઓને અંદર અંદર તકરારો અને લડાઈઓ થવા લાગી.
' યુરેપને નવી દુનિયાની શોધથી બહુ લાભ થશે. મધ્ય યુરોપમાં ભૂમધ્ય સમુદ્ર અગત્યને હઈ તેના કિનારા પર આવેલા દેશનું મહત્વ ઘણું અંકાતું. હવે આટલાંટિક મહાસાગરની અગત્ય વધી, અને તેના કિનારા પર આવેલા ઇંગ્લેન્ડને વિશેષ લાભ થયો.
આ નવી દુનિયાની શોધને લાભ ઈગ્લેન્ડે આ રીતે મેળવ્યું. ઈલેન્ડની પ્રાકૃતિક રચના તેના દરિઆઈ વેપાર માટે અનુકૂળ ગણાય છે. એડવર્ડ અને મેરીના ધાર્મિક જુલમને કારમે કાળ જતા રહ્યા પછી દેશમાં શાંતિ સ્થપાઈ. તે દરમિઆન અંગ્રેજો દરિયા પર કાબુ મેળવવા લાગ્યા. પરંતુ સ્પેનને બળવાન રાજા ફિલિપ અંગ્રેજોને નવી દુનિયા જોડે વેપાર કરવા દેતો ન હતો.
૧. કોલંબસે ખંડસ્થ ભૂમિ પાસેના ટાપુ શેડ્યા હતા. પછી અમેરિગે વેસ્પસી નામને નાવિક ખંડસ્થ ભૂમિમાં ગયો. તેણે એ ભૂમિનું નામ અમેરિકા પાડયું. ઈ. સ. ૧૫૦૦માં પોર્ટુગીઝ વહાણવટી કેબ્રલે દક્ષિણ અમેરિકાની શેધ કરી.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ઈંગ્લેન્ડના પશ્ચિમ કિનારા પર આવેલા કૅાનવાલ અને ડેવનના ખલાસીએ સુધારક પંથના હતા, અને સ્પેનના લેાકા કૈથેાલિક હતા, એટલે તેમની વચ્ચે તકરારા થતી. સ્પેનના લેાકેા અંગ્રેજોને પકડી તેમને નાસ્તિક ગી સજા કરતા, અથવા તેા ઇન્કિલઝિશનને હવાલે કરતા. પરંતુ એથી અંગ્રેજ ખલાસીઓ બહાદુર બન્યા, અને સ્પેનની પરવા રાખ્યા વિના તેમનાં વહાણા લૂંટવા લાગ્યા. હવે સ્પેનિઆર્ડ પણ હારવા લાગ્યા. આ રીતે વહાણ ચલાવવાની અને દિરઆઈ યુદ્ધ લડવાની તાલીમ મેળવી અંગ્રેજો સ્પેનના નૌકાસૈન્યને હરાવી શકયા. આ વહાણવટીઓમાં હૅાકિન્સ, ફ્રેાબિશર, અને ડ્રેકનાં નામ સુપ્રસિદ્ધ છે. જડાન હાર્કિન્સે ઇ. સ. ૧૫૬૨-૬૮ દરમિઆન અમેરિકાની ત્રણ સફ કરી. તે આફ્રિકાના હબસીએને ઉપાડી જતા, અને સ્પેનિઆર્ડનાં શેરડી અને તમાકુનાં ખેતરામાં ગુલામા તરીકે વેચી દેતા. પરંતુ છેલ્લી સફરમાં સ્પેનિઆર્કાએ મિત્રભાવ બતાવી તેને છેતર્યો. તેમણે હૅાકિન્સનાં વહાણો પર હલ્લા કરી તેનાં ઘણાં માણસોને મારી નાખ્યાં. આ વખતે ફ્રાન્સિસ બેંક નામને કિન્સના સગા ત્યાં હતા. તેણે તેજ સ્થળે મનમાં નિશ્ચય કર્યો, મારે સ્પેનિઆર્ડ જોડે યુદ્ધ કરવામાં જીવન ગાળવું.
ઇ. સ. ૧૫૭૨માં ત્રણ વટાણા લઈ ને ક સફરે નીકળ્યેા. પનામાની સંયોગિભૂમિ ઉપર આવેલા નેષ્ઠ ડી –ડાયેઝ નામના સ્પેનના નગર પર તેણે હુમલા કર્યાં, અને ત્યાંથી પુષ્કળ સાનું, રૂપું, અને દ્રવ્ય મેળવ્યું. પછી તેણે જમીનમાર્ગ પેાતાની મુસાફરી શરૂ કરી. રસ્તામાં રેડ ઇન્ડિઅને તેને ઉંચી ટેકરી પર લઈ ગયા. ત્યાં એક ઝાડની ટાચ પર
'
ચઢીને તેણે ‘ સુવર્ણાગ્ધિ પાસિફિક મહાસાગર પહેલી વાર જોયા. તેણે પ્રતિજ્ઞા લીધી, કે મારૂં વહાણુ એક દિવસ એ સાગરનાં પાણીમાં સફર કરશે. એ પછી અેક
ફ્રાન્સિસ ડ્રેક
Page #128
--------------------------------------------------------------------------
________________
ઉત્ત ૨
મ હા
સા
ગ ૨
એ શિ
છે
Gરો
ઈ -બિટિણો: પક કાઉ-રાપુએ
૧૧૫
તા:
આફ્રિકા
પનામો
* કોલુકાય
પાસિકિક મ ા સ ા૨
'બમ
થો
મહા સાગ નાતાલ -
- આર-લિ
|
સા
cle19 9
૫ ખાન
ગુડ હોપ
2.
.
ગ ૨ |
I
માનની સામુદ્રધુની
છે
ફર. ૧૧ -૮ મારી ફોબિશરનો વાયવ્યક્રવાસ.189 'જાન સા. ૧૫૫૩
•
•
•
• •
•
•
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ઈંગ્લેન્ડ ગયા, પણ ચાર વર્ષ પછી તે પાંચ વહાણુ અને સેા ખલાસીએ લઈ પ્લીમથ બંદરેથી મેાટી સફરે રવાના થયા. તેણે આટલાંટિક મહાસાગર ઓળંગ્યા. પછી મેગેલનની સામુદ્રધુનિમાં થઈને તે પાફિક મહાસાગરમાં દાખલ થયા. આ દરિયામાં અંગ્રેજોનાં વહાણુ આવેજ કયાંથી એમ ધારી સ્પેનિઆર્ટા ગફલતમાં રહેતા, એટલે કે તેમનાં વહાણા લૂટયાં, તેમાંનું દ્રવ્ય કબજે કર્યું, અને તેમનાં કેટલાંક શહેરા જીતી લીધાં.
આમ શત્રુ ઉભા કરીને ડ્રેકથી તે રસ્તે પાછા જવાય એમ ન હતું, એટલે તે કેલિફોર્નિઆ ભણી ચાલ્યા. ત્યાંથી પશ્ચિમ દિશામાં ચાલતાં તે માલુક્કાસ જઈ પહેાંચ્યા, અને ત્યાંથી ક્રેપ આવ્ ગુડ હેાપની પ્રદક્ષિણા કરી સ્વદેશ ( ઇ. સ. ૧૫૭૭–૮૮ ) સિધાવ્યેા. તે પેાતાની જોડે પુષ્કળ સાનું, રૂપું, ઝવેરાત વગેરે લેતા આવ્યા. સ્પેનિઆર્ટોની ફરિયાદ ઉપરથી ફિલિપે ઇલિઝાબેથને ભલામણ કરી, કે ફૂંકને સખત શિક્ષા થવી ઘટે છે. પરંતુ રાણીએ તે તેને ધણું માન આપ્યું. રાણી “ધી ગેાલ્ડન હાઈન્ડ '' નામનું ડ્રેકનું વહાણ જોવા ગઈ, અને તેણે ડ્રેકને ‘સર'ને ઈલ્કાબ આપ્યા.
માર્ટિન ફૅબિશરે ઉત્તર અમેરિકાના ઉત્તર કિનારેથી હિંદુસ્તાન જવાને માર્ગ શોધવાના પ્રયત્ન કર્યા. આ શેાધ માટે તેણે ત્રણ વખત મુસાફરી કરી. પરંતુ સધળું વ્યર્થ ગયું. એગણીસમા સૈકામાં આ માર્ગ શેાધાયા, પણ તે ઉપયાગના નહાતા; કારણ કે એ માર્ગમાં વર્ષના ઘણાખરા ભાગ સમુદ્રમાં બરફના ડુંગરા તરતા હેાવાથી વહાણાની સલામતી જળવાય તેમ ન હતું.
આ ઉપરાંત નાર્થેના ઉત્તર કિનારે થઇને ઉત્તર મહાસાગરમાંથી હિંદુસ્તાન આવવાના પ્રયત્ન કરવામાં આવ્યા. એ નાવિકા એ રસ્તે ગયા, તેમાં એકનું વહાણ ભાગ્યું અને ખલાસીઓ ઠંડીથી મરણ પામ્યા, તેપણુ ખી શ્વેત સમુદ્ર સુધી પહોંચ્યા, અને ત્યાંથી જમીનમાર્ગે રશિયામાં થઈ પા આવ્યેા. આ માર્ગ પણ નકામા હતા; કેમકે વર્ષના ઘણાખરા ભાગ ત્યાં પણ બરફ હોય છે. આ સફાથી અંગ્રેજોને વહાણવટાની તાલીમ મળી.
આ પ્રમાણે કેટલાક માણસે। નવી શોધ કરવાની આતુરતાથી, કેટલાક સ્પેનના માલ લૂંટી લેવાની આશાએ, તેા કેટલાક સંસ્થાન સ્થાપવાની
.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૭
ઈચ્છાથી દરઆઈ સફરે નીકળ્યા. હંફ્રી ગિલ્બર્ટે ન્યૂફાઉન્ડલેન્ડમાં સંસ્થાન વસાવવાના વિચાર કર્યાં, પણ ત્યાંની વેરાન જમીન, ભેજવાળી હવા, અને અતિશય ઠંડીથી સંસ્થાનવાસીએ ત્યાંથી જતા રહ્યા. પાછા વળતાં રસ્તામાં ભયંકર તાકાત નડ્યાં, છતાં ગિલ્બર્ટ પેાતાનાં માણસાના ઉત્સાહ જાળવવાના પ્રયત્ન કરતા. ઘૂઘવાટ કરતાં મે અને તેાફાની પવનમાં સંભળાય એવા અવાજે તે કહેતા, કે “દોસ્તા ! ધીરજ રાખા ! સ્વર્ગ તે જમીનથી જેટલું નજીક છે, એટલુંજ સમુદ્રથી પણુ છે.”
વાલ્ટર રેલીએ અમેરિકામાં સંસ્થાન સ્થાપી અવિવાહિત ઇલિઝાબેથના સ્મરણાર્થે તેનું નામ ‘ર્જિનિઆ ’ પાડયું. પરંતુ ઇન્ડિઅને વારંવાર હલ્લા કરતા, અને સંસ્થાનવાસીને મારી નાખતા, એટલે થાડા સમય પછી બચેલા માણસે ઈંગ્લેન્ડ પાછા ગયા. અહીંથી રેલી તમાકુ અને બટાટાના છેડ ઈંગ્લેન્ડ લઈ ગયેા. જો કે દરિયાપારના મુલકામાં સંસ્થાને સ્થાપવામાં નિષ્ફળતા મળી, પણ એ વિચાર પ્રજાના હૃદયમાં કાયમને માટે વસી ગયા, એટલે ભવિષ્યમાં તેને અમલ થયેા. સારાંશ કે—
૧. સુધારક અંગ્રેજે અને કેથેાલિક સ્પેનિઆર્ટા વચ્ચે દુશ્મનાવટ થઈ; કેમકે અંગ્રેજો નવી દુનિયા જોડે વેપાર કરે, એ સ્પેનિઆર્ડને ગમતું ન હતું.
૨. સમુદ્રની સફરો અને દરઆઈ યુદ્ધોથી અંગ્રેજોને જે તાલીમ મળી, તે સ્પેનના નૌકાસૈન્યને હરાવવામાં ખહુ ઉપયોગી થઈ પડી.
૩. હાર્કિન્સે અને ડ્રેકે સ્પેનિઆર્ડા પર અમેરિકામાં હુમલા કર્યા. હૅક પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પહેલો અંગ્રેજ હતા. (ઈ. સ. ૧૫૭૭–૮૦)
૪. ક્રોખિશરે હિંદુસ્તાન આવવાનો વાયવ્ય માર્ગ શોધવાનો અને બીજા એક વહાણવટીએ ઈશાન માર્ગ શેાધવાનો પ્રયત્ન કર્યા.
૫. સર હંફ્રી ગિલ્બર્ટ અને વાલ્ટર રેલીએ સંસ્થાનો સ્થાપવા પ્રયત્ન કર્યા, પણ સંસ્થાનવાસીઓને સખત કામ કરવાની ટેવ નહેાતી, અને રેડ ઇન્ડિઅનો જોડે લડવા જેટલી તેમનામાં શક્તિ નહાતી, એટલે તે સંસ્થાનો સ્થાપી શક્યા નહિ.
Page #131
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮મું પ્રજાજીવનને વિકાસ
૧. પાર્લમેન્ટ ટયુડર વંશના રાજાઓ સ્વતંત્ર મિજાજના અને આ અખત્યાર ચલાવનારા હતા. તેઓ મરજીમાં આવે તેમ વર્તતા; તેમને પૂછનાર કોઈ ન હતું. સ્ટાર ચેમ્બર કેર્ટ સ્થાપી હેનરી ૭માએ ઉમરાવો કે પિતાની સામે થનાર હર કોઈને કચરી નાખ્યા. પાર્લમેન્ટની ગરજ ન પડે તે માટે તેણે અનેક ઉપાયે કામે લગાડ્યા. હેનરી માએ મનમાન્યા કાયદા કરી લોકે પાસે સ્વીકારાવ્યા. પાલમેન્ટ તેની મરજી પ્રમાણે ચાલતી. એડવર્ડના અમલમાં થએલા કાયદામાં ફેરફાર કરવાની મેરીની ઇચ્છા થઈ, એટલે પાર્લમેન્ટે તેની મરજી મુજબ કાયદા ફેરવી આપ્યા. આ પ્રમાણે પાર્લમેન્ટ છેક નિર્જીવ હતી. પ્લે નેટસમયમાં પાર્લામેન્ટ પ્રાપ્ત કરેલી સત્તા ચાલી ગઈ અને હવે તેને
હા જી હા” કરવાના દિવસો આવ્યા. ઈલિઝાબેથ સભ્યને ધનકાવતી, અને કડવાં વચને પણ સંભળાવતી. ટયુડરવંશી રાજાઓ પાર્લામેન્ટ પાસે ધારે તે કાયદા કરાવી બહારથી તેનું બંધન સ્વીકારતા. તે સમયમાં સભાસદોની વરણના હક આપવાનું કામ રાજાના હાથમાં હતું, એટલે રાજાઓ લાગવગ વાપરી પોતાના પક્ષમાં સભ્યો ચુંટાય તેની સંભાળ રાખતા. અમુક વખતે કામ માર્યું જશે એવો ભય લાગે, ત્યારે નવા સભાસદે ચૂંટવાને હક આપી રાજાઓ બહુમતી મેળવતા. ઇલિઝાબેથે એક પ્રસંગે ૬૨ નવા સભાસદો મેળવ્યા હતા. પાર્લમેન્ટ આ પ્રમાણે નિપ્રાણ અને નિષ્ટ થતી ગઈ. હેનરી ૧મે ગાદીએ આવ્યા ત્યારે દેશમાં અવ્યવસ્થા હતી, એટલે મન્મત્ત અમીરેનાં ત્રાસદાયક યુદ્ધોમાંથી પ્રજાને બચાવી દેશમાં શાન્તિ સ્થાપે, એવા કડક અમલની પ્રજાને જરૂર લાગી. ઈંગ્લેન્ડ નબળું હતું, શત્રુઓ તેના પર ટાંપી રહ્યા હતા, અને લોકોને પોતાના રક્ષણની જરૂર હતી. એ સમયે લોકોને પિતાના હકની પરવા ન હતી. છતાં ટયુડર રાજાએ ચતુર અને સમયને ઓળખનાર હતા. તેઓ પિતાનું ધાર્યું કરતા, પણ પાર્લમેન્ટ પાસે બધું
Page #132
--------------------------------------------------------------------------
________________
મજુંર કરાવતા. હેનરી ૮માનું ધર્માધિપત્ય પાર્લામેન્ટ મંજુર રાખ્યું. ઉમરા નબળા પડવાથી આમવર્ગના હાથમાં પહેલવહેલી સત્તા આવી એટલે તેમને તેને બરાબર ઉપયોગ કરતાં આવડયું નહિ. ટયુડર રાજકર્તાઓએ મધ્યમ વર્ગને ચઢાવવાની મહેનત કરી હતી, એટલે રાજા તરફ તેમનું વલણ રહે એ પણ સ્વાભાવિક હતું. આથી પાર્લમેન્ટ કઈ કઈ સમયે મળતી, ત્યારે રાજાના લાભના કાયદા કરીને વીખરાતી. પરંતુ દેશમાં શાંતિ સ્થપાઈ સમૃદ્ધિ આવી, અને સ્પેન જેવા જબરા શત્રુને ભય દૂર થયો, એટલે ઈલિઝાબેથનાં છેલ્લાં વર્ષોમાં પિતાના હકે ઉપર લેકોનું ધ્યાન ગયું. હવે તેમણે પાણી બતાવવા માંડયું. રાણી અને પાર્લમેન્ટ વચ્ચે કોઈ કોઈ પ્રસંગે ચકમક ઝરવા લાગી. દેશમાં અશાંતિ ન થાય અને ધર્મની રક્ષા થાય, એ માટે પાર્લમેન્ટ વારંવાર રાણીને વારસ નીમવાની દરખાસ્ત કરતી. રાણીએ એ વાત કરવાની મના કરી, એટલે એક સભ્ય દરખાસ્ત લાવ્યો, કે આ સભાના સભ્યને વિચાર અને વાણીની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. વળી ધાર્મિક કાયદા વિરુદ્ધ એક સભ્ય બે હતું, તેને રાણીએ પાર્લમેન્ટમાં બેસવાની ના કહી, એટલે બીજા સભ્ય કેપ્યા. રાણીએ સમય ઓળખી જઈને હુકમ પાછો ખેંચી લીધે. એજ પ્રમાણે સભ્યોએ ઈજારા આપવાની એવી હઠ લીધી, કે છેવટે રાણીને નમતું આપવું પડયું, અને ઈજારા બંધ કરવાની ફરજ પડી. નવી પાર્લમેન્ટના સ્વતંત્ર અને શુરા સભાસદો તેમજ કેટલાક યૂરિટન સભાસદે સત્યના આગ્રહી હતા; તેઓ કેઈના નમાવ્યા નમે તેવા ન હતા.
ટયુડર રાજકર્તાઓ આપમુખત્યાર હોવા છતાં જુલમગાર ન હતા. તેઓ દેશનું અને પ્રજાનું હિત કરવા લક્ષ આપતા. લેકમતને પક્ષમાં લઈને કામ કરવાથી તેઓ કપ્રિય રહેતા. ટુઅર્ટ રાજાઓમાં આવો એક ગુણ ન હતા, એટલે સ્વતંત્ર સત્તાને દાવો કરવા જતાં રાજા અને પાર્લમેન્ટની વચ્ચે તકરાર પેઠી.
૨. ઉદ્યોગ અને વાણિજ્ય છે , અસલના વખતમાં ગામડાંના ખેડુત ખેતી કરીને ગુજરાન ચલાવતા. પછી ઘેટાં ઉછેરવાનું કામ વધી પડયું, પણ એથી ખેડુતોને દુઃખ પડયું કાચું
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ઊન ફલાન્ડર્સ ચઢતું, અને ત્યાં બનેલું કાપડ ઇંગ્લેન્ડમાં વેચાતું. જમીનદારોને ઊન વેચી પૈસા મેળવવાને લેભ થયે, એટલે ખેતર ઉપરાંત ગોચરમાં પણ તેઓ ઘેટાં ઉછેરવા લાગ્યા. હવે ઢોર ચારો ચરવા ક્યાં જાય? ખેતરો ઓછો થવાથી લેકની રજી ઓછી થઈ, તેમાં જમીનદારના જુલમથી નવું દુઃખ ઉમેરાયું. નાનાં ગામડાં ઉજ્જડ થવા લાગ્યાં, અને કામ મળવાની આશાએ લેકે મેટાં ગામમાં જવા લાગ્યા. તેઓ ઊન વણતાં શીખ્યા. કાચું ઊન લાવીને સ્ત્રીએ રેટીઓ કાંતે, તાર તૈયાર કરે, અને પુરુષો બહાર સાળ ગોઠવીને તેનાં કપડાં વણે. આ કપડું વેપારીને ત્યાં વેચાય, અને વેપારી તેને બીજે ગામ મોકલી આપે. તે વખતે વણાટનાં કારખાનાં ન હતાં. સામાન્ય સ્ત્રીઓ ઘર આગળ કાંતતી, પણ પૈસાદાર વણકરે કામદાર રાખી તેમની પાસે કામ કરાવતા.
હેનરી ૮માએ મઠની જાગીરે જપ્ત કરી મઠ બંધ કર્યા, ત્યારે લોકો પર નવી આફત આવી પડી. મઠની જમીન હેનરીએ અમીરોને આપી દીધી, અને અમીરેએ તેમાં ઘેટાં ઉછેરવા માંડ્યાં, એટલે ખેતીના ધંધાને નુકસાન થયું. મઠના સાધુઓ ગરીબોને મદદ કરતા, તે પણ બંધ થયું. આમ લેકેનો ઉદ્યોગ પડી ભાગ્યે, અને તેમનામાં અસંતોષ ઉભો થયો. એડવર્ડ ઇદ્રાના સમયમાં કારીગરોનાં મહાજનોનાં નાણાં લઈ લેવામાં આવ્યાં, એટલે ખેડુતો ઉપરાંત વેપારીઓ, કારીગરો અને ઉમેદવારોમાં ખળભળાટ મચી રહ્યો. દેશમાં કામ વિનાના રખડેલ માણસો અને ભિખારીઓ વધી પડયા, એટલે ચેરી અને લૂંટફાટ ચાલવા લાગ્યાં.
પરદેશી મુસાફરોની શોધથી ઈગ્લેન્ડમાં વહાણ બાંધવાનો ઉદ્યોગ ચાલ્યો, અને ટયુડર રાજકર્તાઓએ તેને ઉત્તેજન આપ્યું. કેક અને હૈકિન્સ સફર કરી. હૈકિન્સ ગુલામો વેચવાની શરૂઆત કરી. ઇલિઝાબેથના અમલમાં હિંદુસ્તાન જોડે વેપાર કરવા માટે ઈસ્ટ ઈન્ડિઆ કંપનિ સ્થપાઈ. દેશમાં બટાટા, ગાજર, તમાકુ, વગેરેનાં વાવેતર થવા લાગ્યાં, અને ખેતીવાડીની પદ્ધતિમાં સુધાર થયે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૧
૩. સમાજ
ત્રીસ વર્ષના વિગ્રહમાં અનેક અમીર કુટુંખાને નાશ થઈ ગયા. હવે શુરાતનનો જમાના ગયા, અને વ્યાપારઉદ્યોગના યુગ ખેઠા. આમ ધંધારાજગારમાં યુગપલટા થયા, એટલે લેાકેાની રહેણીકરણીમાં ફેરફાર થવા લાગ્યા. જુની ઢબનાં ધરામાં નવી કળા અને નવું શિલ્પ દાખલ કરવામાં આવ્યાં. ધુનિક લેાકેા ઈંટ અને લાકડાનાં રાનકદાર મકાન બંધાવી અંદર નકસીકામ કરાવવા લાગ્યા. બારીઓમાં રેશમી પડદાનેા અને ધરમાં ચાંદી તથા ખીજી ધાતુનાં વાસણાનો છૂટથી ઉપયેગ થવા માંડયા. પરાળની પથારી અને લાકડાનાં આશીકાંને બદલે ભપકાદાર છત્રપલંગ, સુંવાળાં એશીકાં, અને રૂની નરમ તળાઈ એ વપરાવા લાગી. મકાનની આસપાસ સુંદર બાગ બનવા લાગ્યા. ગરીબોનાં ધરામાં પણ લાકડાં અને ચુનાને ઉપયોગ થવા લાગ્યા, અને બારી
એમાં કાચ જડાવા લાગ્યા.
હજી રસ્તા ગંદા અને સાંકડા હતા. પરગામ જવાને માટે લેાકેા ઘોડાનો ઉપયાગ કરતા. રાજા અને દરબારીઓ સિવાય કાઈ ગાડી વાપરતું નહિ. ફેરીઆ ગામેગામ ફરી માલ વેચતા, અને વર્તમાનપત્રોની ગરજ સારતા. લેાકેા તેમની પાસેથી નવી નવી ખબર જાણી શકતા.
આમા હેનરી અને લિઝાબેથના સમયમાં લોકેામાં ફક્કડ કપડાં પહેરવાના શાખ વધ્યા. કહેવાય છે કે ઇલિઝાબેથ પાસે ત્રણ હજાર કપડાંની જોડ હતી. આ જોઇ લાકા પણ કિંમતી અને ભાતભાતનાં વસ્ત્રો પહેરવા લાગ્યા, અને ખૂબ દારૂ વાપરવા લાગ્યા. નાચરંગ, જલસા, અને મહેફિલને પાર ન રહ્યો. આમ ઈંગ્લેન્ડમાં લક્ષ્મીની છેાળ ફરી વળી, અને સમૃદ્ધિની અસરથી સામાજિક જીવનમાં ફેરફાર થવા માંડયા.
૪. સાહિત્ય
ટટ્યુડરસમય નવજીવનના હતા. એ યુગમાં સાહિત્યની વસંત ખેડી. એ જમાનાના સાહિત્યના જોટા મળવા મુશ્કેલ છે. નવાં પરાક્રમે, નવાં સાહસેા, નવી સફા, નવી નવી પ્રજાના સંસર્ગ અને પરિચયને લીધે અંગ્રેજોનું જીવન સમૃદ્ધ થયું, અને તેમની કલ્પના પ્રફુલ્લ થઈ. અંગ્રેજી ભાષામાં સુંદર
Page #135
--------------------------------------------------------------------------
________________
૧ર૦
પદ્યગ્રંથ લખાયા. ગ્રીક અને લેટિન ભાષામાંથી અનુકરણ થયાં, અને બાઈબલનું સરસ ભાષાંતર થયું. રોજર એસ્કામ, સર ફિલિપ સિડની, અને લીલી જેવા પ્રતિભાશાળી લેખકેએ તેજસ્વી અને સુંદર ગદ્ય લખાણને પાયે નાખ્યો. હકર નામના લેખકે પ્રૌઢ શૈલીમાં ધાર્મિક ચર્ચાત્મક ગ્રંથ લખ્યો. પ્રસિદ્ધ ફિલસુફ લૈર્ડ બેકને આધુનિક વિજ્ઞાનની શોધ કરવામાં કામ લાગે એવા અનુપમ શાસ્ત્રનો ગ્રંથ લખી ‘પદાર્થવિદ્યાના પિતાનું માનભર્યું ઉપનામ મેળવ્યું. તેના નિબંધમાં તેની મર્મભેદી અવલેકનશક્તિ, તીક્ષ્ણ બુદ્ધિ, અને વિચારેને યોગ્ય ભાષામાં રજુ કરનારી તેજસ્વી શૈલી માલમ પડી આવે છે.
આ યુગ ખાસ કરીને નાટકોને માટે પ્રસિદ્ધ છે. ડે. માર્કોએ ફેંસ્ટસ નામનું નાટક લખી નામના મેળવી, પણ ૨૮ વર્ષની વયે તે અકાળ મૃત્યુ
પામે. શેકસ્પિયરનાં નાટકોની જગતમાં જેડ નથી. તેના અનેક નાટકોમાંથી કોનાં નામ ગણાવવાં અને કાનાં નહિ એ પ્રશ્ન છે. મનુષ્યસ્વભાવના ખુણેખુણામાં ફરી વળી તેણે કલ્પનાસૃષ્ટિનાં જે પાત્રો નિર્માણ કર્યા છે, તે સજીવ હોઈ આપણી વચ્ચે ફરતાં હોય એમ લાગે છે. બીજો પ્રસિદ્ધ નાટકાર બેન જેન્સન હતો. ઉતરતી પંક્તિના અસંખ્ય
નાટયકારોનાં નામ ગણવાનો અહીં અવશેકસ્પિયર કાશ નથી.
આ ઉપરાંત નાનાં ગીતથી માંડીને મેટાં રૂપકે પણ આ યુગમાં લખાયાં. કવિઓમાં ફરી કવીન'ના લેખક એડમંડ સ્પેન્સરનું નામ પહેલું આવે છે. - આ ઉપરાંત પ્રવાસનાં વર્ણનો અને ઇતિહાસના ગ્રંથો રચાયા. નવા ધર્મને પ્રચાર કરવા માટે રચાએલાં વ્યાખ્યાનોના ગ્રંથ પણ પ્રગટ થયા. સ્પેનને હરાવ્યા પછી અંગ્રેજોમાં રાષ્ટ્રીય અભિમાન જાગ્યું, અને તેમને પૂર્વજોનાં પરાક્રમે વાંચવાની હોંસ થઈ. શેકસ્પિયરે પણ કેટલાંક ઐતિહાસિક
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૭
નાટકા રચી આ ઉત્સાહને ખીલવવામાં મદદકરી પંદરમા સૈકાના અંતમાં છાપવાની કળાની શોધ થવાથી આ ગ્રંથોને લાકામાં ઘણા પ્રચાર થયા,, એટલે લોકજીવન ઉપર સાહિત્યની પ્રબળ અસર પડી.
ટટ્યુડરાના યુગ ઈંગ્લેન્ડમાં મેટા હતા. એ યુગમાં દેશની મેાટાઈ વધી. હેનરી ૮માએ વેલ્સ ભેળવી દઈ પાર્લમેન્ટમાં તેના પ્રતિનિધિઓને બેસવાની રજા આપી. આયર્લેન્ડ પણ ઉપરાજ્ય બની ગયું, અને લિઝાબેથના મરણુ પછી સ્કોટલેન્ડ ભળ્યું, એટલે ગ્રેટબ્રિટનનું સંયુક્ત રાજ્ય થયું. પ્રતાપી રાજકર્તાઓએ દેશમાંથી અવ્યવસ્થા અને અરાજકતાની જડ ઉખેડી શાંતિ સ્થાપી. સ્પેનની જીત પછી અંગ્રેજ નૌકાસૈન્યની પ્રતિષ્ઠા વધી, અને દેશમાં વેપાર-ઉદ્યોગ વધ્યા. આ પ્રમાણે દેશમાં એકતા સ્થપાયા પછી ઈંગ્લેન્ડે ધીરે ધીરે દરિયાપારના મુલકામાં રાજ્ય મેળવી સામ્રાજ્યવિસ્તાર કરવા માંડયા.
એ કાળ સંક્રાન્તિના હતા. મધ્યયુગ ગયા, અને અર્વાચીન યુગ ખેડા. દરમિઆન ધર્માલયામાં સુધારા થયા, રાજ્યવહીવટમાં ફેરફાર થયા, અને સમાજની નવીન રચના થઈ તેજસ્વી રાષ્ટ્રીય સાહિત્ય ઉત્પન્ન થયું. સાથે સાથે દુનિયાભરમાં વેપાર ખેડાવા લાગ્યા. આમ જીવનના દરેક અંગમાં નવજીવન પ્રસરી રહ્યું, માટે તે ‘નવયુગ’ ગણાય છે.
૧. શેકસ્પિચરના ઇંગ્લેન્ડ માટેના ઉદ્ગારા તેનાં નાટકામાં પ્રસંગે પ્રસંગે આવે છે. This England never did, nor never shall
Lie at The foot of a Conqueror.
+
+
+
This Earth of majesty, this seat of Mars, This Eden demi-paradise.
+
King John
+
+
+
This precious stone set in silver sea,
This blessed plot, this earth, this realm, this England.
+
Rechard II
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સ્યુઅર્ટ વંશવૃક્ષ
જેમ્સ ૧ ( ઈ. સ. ૧૬૦૩–૨૫ )
હેનરી ચાર્લ્સ ૧લે ઇલિઝાબેથ [મૃત્યુ ૧૬૧૨] (ઈ. સ. ૧૬રપ-૪૯), લગ્ન
પેલેસ્ટાઈનને ફેડરિક
\
સૉફિયા. લગ્નઃ ચાર્લ્સ જે જેમ્સ ૨ હેવરને રાણ -*(ઈ. સ. ૧૬૬૦–૮૫) (ઇ. સ. ૧૬૮૫-૮૯)
જીજે ૧લે મેરી એન
લગ્નઃ (ઈ. સ. ૧૭૦૨-૧૪)
વિલિયમ (ઈ. સ. ૧૬૮૦–૧૭૦૨)
\
ઇ. સ. ૧૬૪૯-૬૦ સુધી સિન્યસત્તાક રાજ્ય.
Page #138
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩જો : લોકશાસનનું મંડાણું
ટુઅર્ટ વંશ
[ ઈ. સ. ૧૬૦૩–૧૭૧૪]
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ટુઅર્ટ વંશ ત્રીસ વર્ષના વિગ્રહ જોડે મધ્યયુગને અંત આવ્યો. ખૂનામરકી અને ખટપટથી પ્રજા ત્રાસી ગઈ હતી, અને દેશમાં શાન્તિ અને વ્યવસ્થા ઝંખતી હતી. હેનરી ઉમે અને તેના વંશજોએ કડક અમલ ચલાવ્યું, અને તેમની સામે થનાર લોકોને તેમણે છૂંદી નાખ્યા, છતાં તેઓ ડાહ્યા અને ચતુર - હતા; તેઓ પ્રજાની રૂખ જેઈને વર્તતા. એને પરિણામે સેળમા સૈકામાં
એક નવી ભાવના જન્મ પામી. રાજાઓ પ્રજાનાં વિચાર અને વાણીમાં એક્તા આણે એમાં તેમને કશી હરકત ન હતી. રાજાની આણ માનવી, અને ધર્મ પણ રાજાની ઈચ્છા પ્રમાણે પાળવો એવી સ્થિતિ આવી. કેથેલિક પથીઓને દેશના શત્રુ ગણવામાં આવ્યા, અને મ્યુરિટને તરફ પ્રજા તિરસ્કાર દર્શાવતી. પરિણામે આપણે સર્વ એકજ પ્રજા છીએ, એવી રાષ્ટ્રભાવના લેકમાં જન્મ પામીઃ એટલે કે પ્રજામાં આત્મભાન આવ્યું.
ધર્મસુધારણાથી આ ભાવનાને પોષણ મળ્યું. રાજા કરતાં ઈશ્વર માટે છે, માટે જરૂર પડે તે રાજાની સામે થવામાં કંઈ ખોટું નથી, એમ મૂરિટન પંથીઓ માનતા હતા.
ટયુડર વંશના અંતમાં ધર્મોદ્ધારના સ્વાભાવિક ફળ રૂપે દેશમાં બે ભાવનાઓ જન્મ પામી. તેને ખીલવવાને માટે દેશમાં દૂરદર્શી અને ચતુર રાજાની જરૂર હતી. ટુઅર્ટ રાજાઓમાં આ કાર્યને માટે જરાએ ગ્યતા ન હતી. તેઓ દેશકાળને ઓળખતા ન હતા, ધર્મની બાબતમાં ઉદાર ન હતા, તેમજ લોકોની લાગણી સમજવાની પરવા રાખતા નહોતા. રાજાને તે રાજ્ય કરવાને દૈવી હક છે, એમ માની તેઓ આ અખત્યાર અને બીનજવાબદાર અમલના હિમાયતી બન્યા. ટયુડરની પેઠે વર્તનાર ટુઅર્ટ રાજાઓમાં ટયુડરની ચતુરાઈ ન હતી. હવે સમય બદલાઈ ગયો હતો. પરિણામે રાજા–પ્રજા વચ્ચે વિરોધ જાઓ. આખરે મોટો પ્રશ્ન ઉભો થયો કે દેશમાં રાજકર્તા કોણ? રાજા કે પ્રજા? ટુઅર્ટ અમલમાં ધાર્મિક અને રાજદ્વારી સ્વાતંત્ર્યને ઝઘડો ચાલ્યો, જેનું પરિણામ તમે આ ખંડને અંતે જોશે.
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧લું enuerueten જેમ્સ ૧લે ? ઇ. સ. ૧૬૦૩-૨૫ ઈશ્વરી હકઃ દલિઝાબેથના મરણ પછી એંટ લેકેની નામચીન રાણી મેરીને પુત્ર જેમ્સ ગાદીએ આવ્યો. તેણે ગ્રેટ બ્રિટન અને આયર્લન્ડના સંયુક્ત રાજ્યના રાજાનું અભિમાનદર્શક પદ ધારણ કર્યું.
જેમ્સ વિદ્વાન, બુદ્ધિશાળી, અને રમુજી હતો, પણ અહંભાવ અને મમતાથી તેના ગુણો ટંકાઈ ગયા. તે પ્રજામાં હાસ્યપાત્ર થઈ પડે; અને જ્યારે તેણે પિતાનામાં રાજ્ય ચલાવવાની અસાધારણ શક્તિ છે એમ કહેવા માંડયુંત્યારે તે લેકના તિરસ્કારની સીમા ન રહી. કયાં ટયુડર વંશના ભવ્ય, ગૌરવશાળી, અને દમામદાર રાજકર્તાઓ, અને કયાં અનાડી, પતરાખોર, મિથ્યાભિમાની, અને કદરૂપ રાજા જેમ્સ ? જેમ્સ એવો બીકણ હતો, કે ઉઘાડી તરવાર જોઈને તે થરથર ધ્રુજી જતો.
જેમ્સ ૧. પિતાને મૂર્ખ માનીતાઓથી દોરવાઈ જઈ તેણે નાણુનો દુરુપયોગ કરવા માંડયો. જે સમયે દેશના લોકો સચેત થઈ પોતાના હકે સંભાળવા મંડી ગયા હતા, અને પાર્લામેન્ટ પોતાની સત્તા દઢ કરવા મથતી હતી, તે સમયે દેશકાળના અજ્ઞાની જેમ્સને ટયુડરની પેઠે આપખુદ અમલ ચલાવ હતા. તે અને તેના વંશજો એમ માનતા, કે ઈશ્વરે અમને રાજ્ય કરવાને હક આપે છે, એટલે અમને કોઈ પૂછનાર નથી; અર્થાત પ્રજાએ રાજાની મરજી
Page #141
--------------------------------------------------------------------------
________________
Sતા
પ્રમાણે ચાલવું જોઈએ. વળી રાજ તે દેશના કાયદાથી પણ પર છે; મતલબ કે ધારે તે તે કાયદો તેડી શકે યા ફેરવી શકે. જો કે જેમ્સને અમલ ટયુડરે કરતાં વધારે આપખુદ ન હત; પરંતુ ટયુડરો ચતુર હોઈ દેશકાળને ઓળખી પ્રજાની રૂખ જઈને વર્તતા. એથી ઉલટું ટુઅર્ટોમાં મેટી ખોડ એ હતી, કે તેઓ લેકેની પરવા કરતા નહિ, અને સત્તાના ગર્વમાં મદોન્મત્ત બની સ્વછંદે વર્તતા. * ધાર્મિક કલહક જેમ્સ ગાદીએ આવ્યો, ત્યારે દેશમાં ત્રણ પક્ષ હતા (૧) ઈલિઝાબેથે સ્થાપેલા સ્વરૂપના પ્રેટેસ્ટન્ટ-એપિસ્કેપલ, (૨) કેથલિક પંથીઓ, અને (૩) મ્યુરિટન લેકે. ઇલિઝાબેથે ધાર્મિક ઝગડાનો અંત આણ્યો હતો. પણ તેથી કેથલિક અને યૂરિટનોને સંતોષ થયે ન હતું. જેમ્સ ગાદીએ આવ્યો, ત્યારે ત્રણે પક્ષના મનમાં એમ થયું, કે રાજા અમારા પક્ષ કરશે. યૂરિટને ધારતા હતા કે પ્રેઅિટિરિયન ધર્મના વાતાવરણમાં ઉછરેલે રાજા અમારી વહાર કરશે. તેમણે ઉપાસનાવિધિ સાદી કરવાની રાજાને અરજ કરી. આ તકરારનું સમાધાન કરવા રાજાએ હેપ્ટન કોર્ટના મહેલમાં ધર્મગુરુઓની સભા બોલાવી, પરંતુ આ સભાનું કંઈ પરિણામ આવ્યું નહિ. ઉલટું રાજાએ તે એપિસ્કેપલ પંથ પ્રત્યે પિતાનું વલણ બતાવ્યું, એટલે મ્યુરિટને નારાજ થયા. થોડા વખતમાં ૩૦૦ મ્યુરિટન પાદરીઓને રજા આપવામાં આવી.
પરંતુ એ સભાનું એક શુભ ફળ આવ્યું; ધર્મની તકરારોનું નિરાકરણ કરવા માટે બાઈબલની જરૂર પડી, એટલે તેને અનુવાદ કરવામાં આવ્યો. અગાઉના અનુવાદો કરતાં આ અનુવાદ ઘણે શુદ્ધ હતા. યૂરિટન પાદરીઓ ભક્તસમાજ પાસે બાઈબલને ઉપદેશ વાંચતા, અને લેકે હોંશે હોંસે તે સાંભળતા. આ પછી આશરે ૨૦૦ વર્ષ સુધી બાઈબલનું ભાષાંતર કપ્રિય પુસ્તક ગણાયું; ખેડુતોના ઘરમાં પણ બીજું કંઈ નહિ, તો પણ બાઈબલ તે હેયજ.
ગાદીએ આવતા પહેલાં જેમ્સ કેથલિકને કંઈક રાહત આપવાનું વચન આપ્યું હતું. આથી શરૂઆતમાં જેમ્સ કંઈક નરમાશ બતાવી, પણ પાછળથી પાર્લમેન્ટના દબાણથી તેને સખતાઈ કરવી પડી. •
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૯
પાર્લમેન્ટને ઉડાડી મૂકવાનું કાવતરૂં કેટલાક અસંતોષી કેથેલિકાએ એવા ખેત રચ્ચે, કે પાર્લમેન્ટની નીચેના ભાંથરામાં દારૂ ભરી સળગાવી મૂકવા, અને રાજા અને પાર્લમેન્ટના સભ્યોના સામટા ઘાણ કાઢી નાખવા. તેમણે પાર્લમેન્ટની પાડાશમાં ઘર ભાડે રાખ્યું, અને ત્યાંથી સુરંગ ખોદી પાર્લમેન્ટના મકાન નીચેના ભાંયરામાં દારૂ ભર્યું. તેમા સંકેત એવેા હતેા, કે ઇ. સ. ૧૬૦૫ના નવેમ્બરની પાંચમી તારીખે રાજા પાર્લમેન્ટ ખુલ્લી મૂકવા આવે, ત્યારે અંદરના દારૂ સળગાવી દેવા. પરંતુ ૧૦ દિવસ બાકી રહ્યા, ત્યારે એક કાવતરાખોરે પેાતાના મિત્રને પત્ર લખી ચેતવણી આપી, કે તમે પાંચમી નવેમ્બરે પાર્લમેન્ટમાં હાજર ન રહેશે; કેમકે પાર્લમેન્ટ પર ગેબી આફત આવી પડવાની છે. આ માણસ પત્ર લઈ પ્રધાન પાસે દાડયા, પ્રધાન રાજા પાસે ગયા, અને રાજાએ ભાંયરાં તપાસવાના હુકમ કર્યાં. અંતે ગાઈ ફીકસ નામે એક તરકટી પકડાયા, અને તેને ફાંસીએ લટકાવવામાં આવ્યું. આને લીધે દેશમાં કેથોલિકા વિરુદ્ધ સખત લાગણી ફેલાઈ. પરિણામે કેટલાંક વર્ષ સુધી કેથેાલિકા પર જુલમ ગુજારવામાં આવ્યું.
::
જેમ્સ અને પાર્લમેન્ટ : રાજાના ઈશ્વરી હકને માનનારા જેમ્સ પાર્ટીમેન્ટથી સ્વતંત્ર રહેવા પ્રયત્ન કરે તેમાં શી નવાઈ ? જેમ્સને અને પાર્થમેન્ટને કાયમનો વિરોધ રહ્યો. પહેલીજ પાર્લમેન્ટના નિમંત્રણપત્રમાં જેમ્સે જણાવ્યું, કે રાજાની કૃપાથી લોકાને રાજ્યવહીવટમાં ભાગ મળે છે, માટે તમારે સર્વેએ અમુક મતના પ્રતિનિધિએ મેકલવા. પરંતુ પાર્લમેન્ટ પેાતાની સત્તા ટકાવી રાખવાને નિશ્ચય કર્યો, અને રાજાને સાફ જણાવી દીધું, કે ઈંગ્લેન્ડમાં પાર્લમેન્ટની સંમતિ વિના રાજા રાજ્ય કરી શકતા નથી, અને તમને કાઈ એ ખીન્દ્રે કંઈ કહ્યું હોય તેા માત્ર ભરમાવ્યા છે. એમ છતાં તકરારની શરૂઆત થઇ, એટલે પાર્લમેન્ટ રાજાને માંમાગ્યાં નાણાં શી રીતે આપે? પરંતુ રાજાએ પહેલાંના દાખલા લઈને જકાત વધારવા માંડી, અને ખુશામતી ન્યાયાધીશાએ રાજાનું કાર્ય કાયદેસર ઠરાવ્યું. પરિણામે પાર્લમેન્ટે રાજા જોડે બીજી રીતે સમાધાન કરવાના પ્રયત્ન કર્યાં, પરંતુ કશું વળ્યું નહિ. એ પછી ઇ. સ. ૧૬૧૦માં પાર્લમેન્ટ વિસર્જન થઈ. પરંતુ ઉડાઉ રાજા નાણાં વિના શું કરે ? એક બાજુએ પાર્લમેન્ટની મંજુરી વિના
૯
Page #143
--------------------------------------------------------------------------
________________
130
નાખેલી જકાત આપવા લોકો ખુશી ન હતા, અને છ તરફ નાણાંભીડ પાતી હતી, એટલે ઈ. સ. ૧૬૧૪માં બીજી પાર્લમેન્ટ છેલ્લાવવામાં આવી, અને તેમાં કેટલાક હજુરીઆઓએ વિષ્ટિ કરવાનું માથે લીધું. પરંતુ પાર્લમેન્ટ તે પેાતાના હકને માટે મમતે ચડી હતી, એટલે જકાતને સંતષકારક નિર્ણય પ્ત થાય, ત્યાં સુધી રાજને નાણાં આપવાની ચોકખી ના પાડી. રાજા ચિડાયે તે છતાં પાર્લમેન્ટ એક પણ કાયદા પસાર કર્યાં વિના વિસર્જન થઈ.
પછી જેમ્સે પાર્લમેન્ટ વિના રાજ્ય ચલાવવાને નિશ્ચય કર્યાં. તેણે “જાત વધારે નાખી, છતાં તેનું પૂરું થતું નહાતું. અમલદારાએ લેાકા પાસેથી ઉછીનાં નાણાં માગવા માંડયાં, અને જે ન આપે તેના પર બળાત્કાર કરવા માંડયા. વળી નાણાં ઉઘરાવવામાં સ્ટાર ચેમ્બર કાર્ટનો ઉપયોગ થવા લાગ્યા. જેમ્સના ખુશામતીઆ ન્યાયાધીશેા રાજાની મરજી પ્રમાણે ન્યાય આપવા લાગ્યા, એટલે દેશમાં પેાકાર બચે. જેમ્સે ખિતાખેાની પણ હરાજી કરવા ગાંડી. જે માંમાગ્યાં નાણાં આપે, તે ગમે તેવા હલકા હાય, તાપણ તેને અમીર બનાવવામાં આવતા. તેણે ઈશ્વરા આયીને પણ મેટી રકમ લેવા માંડી. રાજા અને તેને દરબાર પ્રવાસે નીકળે, ત્યારે લેાકાએ તેમની ખાધાખારાકી અને સગવડ પૂરાં પાડવાં એવા હુકમ કરવામાં આવ્યા. ઉપરાંત “જે અમીરીશ બાળ વારસ મૂકી મંરી જાય તેમના વાલી તરીકે તેણે ખાનદાન કન્યાઓના છડેચેાક વિક્રય કરીને નટ રીતે નાણાં મેળવવા માંડ્યાં. પરિણામે úામાન્ય પ્રજા અને અમીરવર્ગ સર્વ ધુંધવાઈ ગયા.
અધુરામાં પૂરું જેમ્સે ન્યાયાધીશ પર આપખુદી ચલાવવા માંડી. તેણે ન્યાયાધીશેાને ધમકાવી કહ્યું, કે મારી મરજી પ્રમાણે ન્યાય થવા જોઈએ, ત્યારે એકાદ ન્યાયાધીશે જવાબ આપ્યા, કે આપના હુકમ પ્રમાણે નહિ, પણ કાયદા પ્રમાણે કામ થશે. ક્રોધાંધ જેમ્સે ખેલનારને તરતજ રજા આપી, અને લાર્ડ બેકનને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા. ઇ. સ. ૧૬૧૪માં એ માસ ગ્યાલેલી પાર્લમેન્ટ આદ કરીએ, તે દસ વર્ષ (૧૬-૧૧-૨૧ ) સુધી દેશમાં પાર્લમેન્ટની સંમતિ વિના જુલમી અમલ ચાલ્યા.
જેમ્સનાન્માનીતાઃ જેમ્સ પેાતાના નાલાયક અને સ્વચ્છંદી માનીતાની · સલાહ પ્રમાણે દેશમાં રાજ્ય ચલાવતા હતા. શરૂઆતનાં નવ વર્ષ
:
Page #144
--------------------------------------------------------------------------
________________
૩૧ - હૈ બેલના પુત્ર સેસિલની સહાયથી રાજ્યવહીવટ સંતોષકારક ચાલ્યો. સેસિલ રાજનીતિમાં નિપુણ ચતુર અને દીર્ધદર્શી હતા, અને તે વહીવટી આવડત ધરાવનાર જમીનદાર હતા. તેના મરણ પછી રોબર્ટ કાર ઉપર - રાજાની અમીદષ્ટિ થઈ. તે નમાલ હતો અને તેનામાં કામની આવડતજ ન હતી, છતાં રાજ્યમાં તે કર્તાહર્તા થઈ પડયો. તેણે અને તેની પત્નીએ અંતરમંતર અને ઝેર દેવાના પ્રયોગ કરવા માંડ્યા, પણ રાજાએ તેને દેહાંતદંડની સજામાંથી ઉગારી લીધો. તે પછી જ્યોર્જ વિલિયર્સ નામને ફાંકડ જુવાન જેમ્સના મનમાં વસી ગયે. રાજાએ તેને બકિંગહામને ઠાકર બનાવ્યું. તે સર્વસત્તાધીશ થઈ પડ્યો, અને ફાવે તેમ વર્તવા લાગ્યો. તેનાં દુરાચરણ ક ઉધાડાં પડી જતાં. તેમ છતાં તેને કેઈ કહી શકતું નહિ. જેમ્સનો દરબાર
મીચ, વિષયી, ઉડાઉ, અને અનીતિમાન બની ગયે, અને લખલૂટ દ્રવ્યનો “અપવ્યય થવા લાગે. બકિંગહામમાં ન હતી મુસદ્દીગીરી, કે ન હતી આવત; તે તે જેટલી મેજ ઉડાવી લેવાય તેટલી ખરી, એવા વિચાર ધરાવતો હતો. - પરદેશી રાજનીતિઃ જેમ્સને મત એ હતો કે પરદેશી લડાઈએમાં માથું મારવું નહિ. લડાઈ માટે જોઈતાં નાણાં આપવાની વાત પાર્લમેન્ટના હાથમાં રહી, અને ઈશ્વરી હકને માનનારે રાજા રૈયત પાસે લાચારી કરવા જાય એમ કેમ બને ? જેસે પ્રથમ સ્પેન જેડે સલાહ કરી. પછી એથી આગળ વધીને પિતાના પુત્ર ચાર્લ્સનાં લગ્ન સ્પેનની રાજપુત્રી જોડે કરવાની ગોઠવણ કરવા માંડી. લેકોને આ વાત ન ગમી. પ્રજાના મનમાં એમ - હતું, કે યુવરાજ કેાઈ પ્રોટેસ્ટન્ટ કન્યા જોડે પરણે તો સારું. પરંતુ મેટી પહેરામણીની આશા ઉપરાંત જેમ્સના મનમાં કંઈક એવી ખુમારી હતી, કે
ટેસ્ટન્ટ અને કેથલિક દેશો વચ્ચે સંધિ કરીને યુરોપમાં હું શાતિ આણી શકીશ. પાલમેન્ટને વિરોધ હોવા છતાં બાર વર્ષ સુધી લગ્નની ખટપટ ચાલુ રહી; અને સ્પેનને રાજી રાખવા સર વૅલ્ટર રેલીનું બલિદાન અપાયું.
સર વૈોલ્ટર રેલી એક મહાન શોધક હતા. તેના પર રાજની વિરુદ્ધ એક કાવતરામાં સામેલ હોવાનું આળ મૂકી તેને કેદમાં પૂરવામાં આવ્યો. તેણે તેર વર્ષ કારાવાસમાં ગાળ્યાં, તે છતાં તેના મનમાં એમ હતું, કે દક્ષિણું અમેરિકામાં એક સેનાની ખાણ છે તે શોધી કાઢવી. આથી દ્રવ્યભી
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩ર
જેમ્સ તેને જવાની રજા આપી, પરંતુ ધમકી આપી કે કોઈ પણ કારણસર પેનિઓર્ડો જોડે વિરોધમાં આવવું નહિ. રેલીને માટે આવી આજ્ઞા પાળવાનું અશક્ય હતું, છતાં તેનો ભંગ કસ્વાને નિશ્ચય કરીને જ તે સફરે નીકળે. તેને સેનાની ખાણ તો ન મળી, પણ સ્પેનિઆડે જોડે લડાઈ થઈ. સ્પેનના રાજાએ જેમ્સ પાસે ફરિયાદ કરી, એટલે નિર્બળ મનના રાજાએ સ્પેનના રાજાને ખુશી કરવાની આશાએ રેલી ઉપર રાજદ્રોહનો આરોપ મૂકી તેનો વધ કરાવ્યો, ઈ. સ. ૧૬૧૮.
જ લોકસત્તાની વૃદ્ધિ દરમિઆન જર્મનીમાં પ્રોટેસ્ટન્ટો અને કેથોલિક વચ્ચે યુદ્ધ થયું. પ્રજાના મનમાં એમ હતું, કે રાજાએ પ્રોટેસ્ટન્ટ પક્ષને મદદ આપવી જોઈએ. એથી રાજાએ નાણાંની મદદ માટે પાર્લમેન્ટ બોલાવી, ઈ. સ. ૧૬૨૧. પાર્લમેન્ટ રાજાની વીર વાણી સાંભળી નાણું આપવા તૈયાર થઈ. પરંતુ રાજાનો ઉત્સાહ નામનો જ હતો. પેન જોડે સગપણ થતાં આ યુદ્ધનો અંત સમજાવટથી લાવી શકાશે, એવો જેમ્સનો અંતર્ગત અભિપ્રાય હતા. લેકે ચેતી ગયા કે બધી વાતે નાણાં કઢાવવાની છે; એટલે રોષે ભરાઈને તેમણે દસ વર્ષના ગેરઅમલની ઝાટકણી કાઢી. તેમણે ઈજારા આપવાની, જકાત લેવાની, અને ગેરવાજબી કરો લેવાની રૂઢિ બંધ કરવાની રાજાને ફરજ પાડી. પછી સ્પેન જોડે લડાઈ કરવાની માગણી કરી અને યુવરાજને કોઈ પ્રોટેસ્ટન્ટ કન્યા જોડે વિવાહ કરવાનો આગ્રહ કર્યો. તે સાથે લાંચીઆ અમલદારને ટપોટપ શિક્ષા કરવા માંડી. પ્રસિદ્ધ ફિલસુફ અને વિદ્વાન ન્યાયમંત્રી સર ફ્રાન્સિસ બેકન જેવા રાજદ્વારી નર ઉપર લાંચ લેવાનું તહોમત આવ્યું, અને તેને દંડ કરી તેને કારાગૃહમાં પૂરવામાં આવ્યો. એક રોમન કેથલિક પેલેસ્ટાઈનના રાણની યુદ્ધમાં હાર થવાનું સાંભળી તેને વિષે કંઈક બોલ્યો, તે ઉપરથી પાર્લમેન્ટે તેને કેરડા મરાવ્યા, જીભમાં સાર પડાવ્યાં, અને કાનમાં ખીલીઓ ખાવી. સ્પેન જોડે સંધિ કરવાથી લાભ - ૧. આ યુદ્ધને પણ ત્રીસ વર્ષનો વિગ્રહ કહે છે. જેસનો જમાઈ પેલેસ્ટાઈનને
ક્રેડરિક પેટેસ્ટન્ટ પક્ષનો નાયક હતો. લોકમતનું જે જોઈને જેમ્સ થોડું સૈન્ય - જમાઈની વહારે મે કહ્યું તે ખરું, પણ કંઈ વળ્યું નહિ. એ
. .
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૩ - છે એવું સજાએ સમજાવ્યું, તે છતાં લેકીએ તે ગણકાર્યું નહિ. એથી ઉલટું લેકેએ હઠ પકડી ત્યારે રાજાએ કહ્યું કે તમે રાજ્યનાં રહસ્ય શી રીતે સમજે ?. તમારે પરદેશી મામલામાં વચ્ચે પડવાની જરૂર નથી. પરિણામે લોકો સામા થયા અને પાર્લમેન્ટે ઠરાવ કર્યો. કે પ્રજાહિતનાં કાર્યો સંબંધી વિચાર કરી નિર્ણય કરવાનો હક આ સભાનો છે. આથી રાજા ક્રોધે ભરાયે; તેણે પાર્લમેન્ટનું દફતર મંગાવી આ ઠરાવનાં પાનાં ફાડી નાખ્યાં અને કેટલાક આગેવાને (કેક, પીમ, સેલ્ડન ઇત્યાદિ)ને બંદીખાને નાખ્યા, ઈ. સ. ૧૬૨૨. - જેમ્સની પાસે કોઈ શાણે મંત્રી નહોતે. તેણે યુવરાજ અને બકિંગ હામને સ્વયંવર–લગ્ન કરવા પેન મોકલ્યા. પરંતુ પેનને રાજા કે તેનું મંત્રીમંડળ આ લગ્ન ઇચ્છતા નહોતા; માત્ર રાજદ્વારી સ્વાર્થ સાધવા તેમણે જેમ્સને આશામાં રાખ્યા હતા. કુંવરીને જોઈને ચાર્લ્સને મેહ થયો, પણ કુંવરીને વર પસંદ પડશે નહિ. બકિંગહામે પિતાની જાત પરખાવીઃ તેણે બને તેટલા સ્પેનિઆડેને દુભવ્યા. સ્પેનને રાજા ગમે તે સરત કરે તેની મૂર્ણ ચાર્લ્સ હા ભણે, છતાં કંઈ વળ્યું નહિ. ચાર્લ્સ અને બકિંગહામ વિલે
એ પાછા આવ્યા. ચાર્લ્સનો મોહ ઉડી ગયો અને અપમાનનો બદલો લેવા તેણે જાહેર કર્યું કે સ્પેન જોડે લડાઈ કરવી જોઈએ. સ્પેનની જંજીરમાંથી છોડાવનાર યુવરાજને લોકોએ જયજયકાર પિકાર્યો. રાજા શું કરે ? જેમ્સની છેલ્લી પાર્લમેન્ટ મળી, ઈ. સ. ૧૬૨૪. તેણે રાજાને મોંમાગ્યાં નાણાં આપ્યાં. લડાઈની તૈયારીઓ થઈ, અને આશરે ૧૨,૦૦૦ માણસનું જેવું તેવું લશ્કર પેટેસ્ટન્ટ લોકોને સ્પેનની વિરુદ્ધ મદદ કરવા માટે મેકલવામાં આવ્યું. તાલીમ વિનાના સિપાઈઓ ફાવ્યા નહિ, અને તેમનો ઘણોખરે ભાગ ટાઢ, ભૂખ અને રોગથી નાશ પામ્યો. અંગ્રેજોના અપમાનની પરાકાષ્ટા આવી ગઈ. દરમિઆન દારૂ અને વિલાસથી જર્જરિત થએલે જેમ્સ સાઠ વર્ષની વયે નિરાશા, શોક, અને નિષ્ફળતાથી ખિન્ન થઈ મરણ પામે. - સમાલોચના: જેમ્સનું રાજ્ય કેટલીક રીતે અગત્યનું છે. તેના સમય માં કેટલાક અંગ્રજો કાયમને માટે વેસ્ટ ઈન્ડિઝમાં જઈ વસ્યા. અને યૂરિટએ ઉત્તર અમેરિકાનાં સંસ્થાને પ નાખ્યું. રાજાએ આયલેન્ડના
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૪ અસ્ટર પરગણામાં એંટી સંસ્થાનીઓને વસાવ્યા. ઇ. સ. ૧૬૦૦માં આપાએલી ઈગ્લિશ ઈસ્ટ ઈન્ડિઆ ક્યુનિએ હિંદં જોડે પિતાને વેપાર ખીલવવા માંડ્યો. પરંતુ દેશના વિકાસમાં જેમ્સની રાજનીતિએ ખાસ ભાગ ભજવ્યો નથી. તેના આપખુદ અમલને અંતે રાજા પ્રજા વચ્ચે અંતર વધ્યું રાજાના દરબારની અનીતિથી પ્રજામાં તેને વક્કર ઘટી ગયે. તેના દરબાસ્ત્રી બેહદ બદલીથી પ્રજાને અંતરાત્મા કકળી ઉઠે. ટયુડરની પેઠે રાજ્ય ચલાવવા ઇચ્છતા જેમ્સમાં તેમની આવડત, કાબેલિયત, દીર્ધદષ્ટિ, કે મનોઅળ કંઈ ન હતું. જો કે તેની યોજનાઓ ચતુરાઈ ભરેલી હતી, પરંતુ મમતાના આવેશમાં પ્રજાને શું પ્રિય થશે તે જોવાની તેનામાં શક્તિ ન હતી; એટલે તેનું રાજ્ય નિષ્ફળ ગયું. તેનામાં વિદ્વત્તા હોવા છતાં તે અનુભવના બોધપાઠ શીખે નહિ. એથી કરીને જ તેના એક સમાલીને તેને “ The wisest fool in Christendom” કહીને તેના ગુણદોષનું યથાયોગ્ય. નિરપણ કર્યું છે.
પ્રકરણ રજૂ ચાર્લ્સ ૧લે ઈ. સ. ૧૬રપ-૧૬૪૯ આ ચાર્લ્સના ગુણદોષ તરણ ચાર્લ્સ ૨૫ વર્ષની વયે ગાદીએ આવ્યો, ત્યારે પ્રજાએ તેને હરખભેર આવકાર આપ્યો. તેનું ભવ્ય અને કદાવર શરીર, પ્રતાપી અને ગંભીર મુખમુદ્રા, શાંત સ્વભાવ, વિદ્યાકળા પર પ્રીતિ, અને ગૌરવશીલ રીતભાતને લીધે તેણે તેનાં મન હરી લીધાં તેનું ખાનગી જીવન તદન નિષ્કલંક હતું. તે સ્નેહાળ પિતા હતો. પરંતુ પિતાની પેઠે રાજાના ઈશ્વરી હકને માનતાં શીખ્યો હતે. રાજાઓ ભૂલ કરેજ નહિ, તેમની સત્તા અપરિમિત હોવી જોઈએ. અને દેશમાં રાજસત્તાજ સર્વોપરિ હોઈ શકે, એવી દઢ સંસ્કારે તેના મન પર પડી ગયા હતા, અને તેને આચારમાં મૂકવા માટે તે આતુર હતા તેનામાં બીજે માટે દેણ વચન ભગતે હs
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૫
રાજાને વળી વચન કેવાં ? એની ઇચ્છામાં આવે ત્યાં સુધી તે પાળે, તેના જીવનમાં કુટિલતા ધણી હતી. સ્વાર્થ ખાતર કપટ કરવામાં તેને ખાટું લાવું. નહિ. તેનાથી વિરુદ્ધ વર્તનાર - પ્રત્યે તે સખતાઈથી વર્તતા. તે પિતાની પેઠે ચુસ્ત એપિકાપલ-પંથી હતા, અને પ્યૂરિટનાને ખૂબ ધિક્કારતા. તેનામાં મનુષ્યની પરીક્ષા કવાની શક્તિ ન હતી. જેમ્સની પેઠે ચાર્લ્સ પણ કાળના પ્રવાહને જાણી શકયે નિહ.
ચાર્લ્સની પહેલી પાર્લેમેન્ટ: સ્પેનની જોડે યુદ્ધ ચલાવવા માટે રાજાને નાણાંની જરૂર પડી, એટલે તેણે ઇ. સ. ૧૬૨૫માં પાર્લમેન્ટ એલાવી. પરંતુ પ્યુરિટન પક્ષ ોરમાં હતા, અને ચાર્લ્સ ૧૯. રાજાએ પોતાનું પોત પ્રકાશ્યું હતું, એટલે વિરાધની શરૂઆત થઈ. યુદ્ધ ચલાવવાને માટે ૧,૪૦,૦૦૦ પૌન્ડ મંજુર કરવામાં આવ્યા, પણ પ્રથમ આપેલાં નાણાંને હિસાબ માગવામાં આવ્યા. અત્યાર સુધી રાજા ગાદીએ આવે, એટલે તેને અમુક જકાત ઉધન રાવવાના હક જીવન પર્યંત આપવામાં આવતા. પરંતુ આ પાર્લમેન્ટે આવે હક એક વર્ષ માટે આપ્યા, અને રાજાને ગરજાઉ બનાવવા માંડયેા. આથી રાજાને કાં તે લેાકેાની ઇચ્છાનુસાર રાજ્ય કરવું પડે, અને કાં તે દેશના કાયદાના ભંગ કરવા પડે, ચાર્લ્સે પાર્લમેન્ટ વિસર્જન કરી, અને સ્પેન જોડે
૧. આ જકાત Tunnage અને Poundage કહેવાતી. દરેક બંદરે આવતા દારૂના દર ટન દીઠ ૧ થી ૩ શિલિંગ સુધી, અને આવતા જતા માલના દર પાઉન્ડ દીઠ અર્ધાથી એક શિલિંગ સુધી જકાત લેવાતી, અને તે રાન્તને `મળતી
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૬
એકલે હાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો. તેણે લોકો પાસેથી બળાત્કારે નાણાં ઉધરાવવા માંડ્યાં. પછી એક કાફલો સ્પેન તરફ મોકલવામાં આવ્યો, પરંતુ આ બધે બહારનો ઠાઠ હત; લશ્કરમાં ઈ ઝા રામ ન હતા, અને તેને માટે નાણને, ખાવાપીવાન, કે પહેરવાઓઢવાને બંદોબસ્ત પણ ન હતો. જેમ તેમ કરીને આ લશ્કર કેડિઝ બંદરે પહોંચ્યું. બકિંગહામનો વિચાર કેડિઝ લૂંટી લેવાનું હતું, પણ તેની મુરાદ મનમાં રહી ગઈ; આ લશ્કર કેડિઝની પાડોશમાં આમ તેમ ફરીને દેશમાં પાછું આવ્યું. - બીજી પાર્લમેન્ટ ઈ. સ. ૧૬ ૨૬. ચાર્લ્સ પાર્લમેન્ટ બરખાસ્ત કરી, પણ તેને નાણુંની જરૂર પડી. તેણે રાજનું ઝવેરાત ઘરાણે મૂક્યું, લેક પાસેથી બળાત્કારે નાણાં લીધાં અને લેન કાઢી; છતાં પૂરતાં નાણાં મળ્યાં નહિ, એટલે બીજી પાર્લમેન્ટ બોલાવવી પડી. ચાર્લ્સ કેટલાક જુના સભ્યોને શેરીફર બનાવ્યા, છતાં નવા સભાસદ તરીકે પણ ચુસ્ત યૂરિટના આવ્યા. તેઓ રાજાને જોઈતાં નાણાં આપવા તૈયાર ન હતા, અને બકિંગહામથી લેકો કંટાળી ગયા હતા, એટલે નાણાં આપવાને બદલે બકિંગહામ પર કામ ચલાવવાની વાતો કરવા લાગ્યા. બકિંગહામ પર લાંચનો અને ગેરઅમલને આરેપ મૂકવામાં આવ્યો. આથી રાજા ખૂબ ખીજવાય. તેણે સર જ્હોન ઇલિયટ નામના શૂરા અને નીડર દેશભક્ત અને બીજા નાયકોને બંદીખાને નાખ્યા. પાર્ટમેન્ટે તેમને છોડી મૂકવાની માગણી કરી; સભ્યોએ કહ્યું કે તેમના છુટા થયા વિના અમે કશું કામ કરવાના નથી, એટલે તેમને છોડી દેવાની રાજાને ફરજ પડી. પાર્લમેન્ટ બકિંગહામ પરની ફરિયાદનો નિકાલ થતા સુધી નાણું આપવાની ચકખી ના પાડી, એટલે રાજાએ પાર્લામેન્ટ બરખાસ્ત કરી.
- રાજાની આપખુદીઃ ચાર્લ્સ નાણું મેળવવા નવા રસ્તા શોધ્યા. તેણે લેકો પાસેથી બળાત્કારે ઉછીનાં નાણાં લેવા માંડયાં, અને નાણાં મેળ
2. There was a fleet that went to Spain, ... When it got there, it came back again. ૨. શરીફથી પાર્લમેન્ટના સભ્ય થવાતું નહિ
Page #150
--------------------------------------------------------------------------
________________
૩૭ વવા અમલદારોને પરગણાંમાં મેકલ્યા. સૌ જાણતા હતા, કે રાજા આ કરજ પાછું વાળવાનો નથી. ઉપરાંત સાધારણ માણસોને લશ્કરમાં જોડાવાની ફરજ. પાડવામાં આવી, અને સિપાઈઓને ખાવાપીવાને બંદોબસ્ત લેકેએ કરી આપ એ હુકમ કાઢયો. લોકોને ખુશી કરી જશ ખાટી જવાના હેતુથી બકિંગહામે ફ્રાન્સ જોડે લડાઈ ચલાવી, પણ તેનો ધારેલે દાવ નિષ્ફળ ગયો; ઉલટું પરાજયની ભોંઠપથી પ્રજાના ક્રોધાગ્નિમાં ઘી રેડાયું.
રાજાની આપખુદીને સુમાર ન રહ્યો. તેણે શાંતિના સમયમાં લશ્કરી કાયદે જાહેર કરી લેકને બંદીખાને નાખવા માંડયા. હા જી હા કરનારા ન્યાયાધીશે રાજાના કામને વાજબી ઠરાવતા, અને આપખુદ અમલમાં સહાયરૂપ બનતા. એથી લેકને લાગ્યું કે કાયદાની રૂએ પણ તેઓ રક્ષણ મેળવી શકે તેમ નથી.
ઈ. સ. ૧૬૨૮માં ત્રીજી પાર્લમેન્ટ મળી. પણ તેમાં ચૂંટાએલા સભ્ય અડગ અને નિર્ભય હતા. સર જન ઈલિયટ અને પિમે ખરડો ઘડી કાઢ્યા અને તેને રાજા મંજુર ન કરે, ત્યાં સુધી નાણાં આપવાની ચોકખી ના પાડી. આ કાયદાને “હકની અરજી” (Petition of Right) કહેવામાં આવે છે. આમાં રાજા પાસે ચાર માગણીઓ કરવામાં આવી. ૧. પાર્લમેન્ટની સંમતિ વિના રાજાએ કોઈની પાસેથી બળાત્કારનાણાં લેવાંનહિ. ૨. કંઈ પણ કારણ બતાવ્યા વિના કોઈને કેદમાં નાખવો નહિ. ૩. શાંતિના સમયમાં લશ્કરી કાયદો દાખલ કરે નહિ. ૪. સિપાઈઓને ખવડાવવા માટે ખાનગી આસામીઓને ફરજ પાડવી નહિ.
આ માગણીઓ મંજુર કરવાથી ચાર્સનું કર્યુંકારવ્યું ધૂળમાં જાય એમ હતું, પણ અત્યારે બીજો ઉપાય ન હતે. લડાઈ અને ઉડાઉ ખર્ચીને બે એટલે બધે હતું, કે રાજાને આ અરજીમાં સહી કરવી પડી. જો કે ન્યાયાધીશોએ રાજાને સમજાવ્યો હતો, કે આ અરજીમાં સહી કર્યાથી કઈ પણ પ્રકારનું બંધન નડતું નથી, પરંતુ આ હકપત્રિકામાં રાજાની સહી થવાથી લેકેને આનંદ થયો. ઉમરાવોની સભામાં રાજાની સહી કર્યાની વાત જાહેર થઈ, ત્યારે સભ્યોએ હર્ષનાદ કર્યો, આખા દેશમાં એ ખબર ફેલાતાં લોકોએ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩
ઉજાણી કરી: પરંતુ ચેડા સમયમાં રાનનીઃ મનેવૃત્તિ પ્રકટ થઈ. તેને તે નાણાં જોઈતાં હતાં. નાણુાં મળ્યાં એટલે વચન પાળવાની દરકાર નહોતી.૧અર્મિંગહામનું ખૂનઃ ઈ. સ. ૧૬૨૮. આ વર્ષમાં એક અણુધા બનાવ બન્યા. બકિંગહામે ફ્રાન્સ પર બીજી ચડાઈની તૈયારી કરવા માંડી, અને લશ્કરને રવાના કરવા તે પાર્ટસ્મથ ગયે. ત્યાં ફેલ્ટન નામના લશ્કરી અમલદારને કંઈક અન્યાય થયા, એટલે તેણે અકિંગહામ પર વેર લેવાના નિશ્ચય કર્યાં. તેણે લાગ જોઈ ને અર્મિંગહામની છાતીમાં ખંજર ભાંકી તેને પ્રાણુ લીધા. તેના પર કામ ચલાવવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે બકિંગહામને દેશને શત્રુ જાણીને મેં માર્યાં છે. બકિંગહામના મૃત્યુથી પાર્લમેન્ટ અને ચાર્લ્સ વચ્ચેની તકરારનું મોટું કારણ દૂર થયું, છતાં ચાર્લ્સના માર્ગ જેવે ને તેવાજ હતા. ‘ હકની અરજી 'માં સહી કર્યા છતાં તે પ્રમાણે વર્તવાના તેને વિચાર નહાતા. તેણે પાર્લમેન્ટે મના કરેલી જકાતા ઉઘરાવવા માંડી, અને જે ના પાડે કે સામા થાય તેમને બંદીખાને મેાકલવા માંડયા.. પાર્લમેન્ટે રાજાનાં ગેરવાજી કામેા સામે સખત વિરાધ ઉડાવ્યેા. તે સમયે ધર્મખાતામાં થતા કેટલાક ફેરફારા પાર્લમેન્ટને પસંદ ન હતા, તેથી એવા ઠરાવ આવ્યો કે જેઓ ધાર્મિક વહીવટમાં સુધારા કરે, અને વધારાની જકાત ઉધરાવે કે આપે, તે સર્વ દેશના શત્રુ છે. પ્રમુખે કહ્યું કે રાજાતા હુકમ થયા છે કે સભા બરખાસ્ત કરવી.” પરંતુ કેટલાક સભ્યોએ સભાગૃહનાં બારણાં વાસી દીધાં; એ સભ્યોએ પ્રમુખનાં ઝભ્ભો પકડી તેને ખુરસી પર બેસાડી રાખ્યા, અને સભાનું કામ આગળ ચાલ્યું. આ સાંભળી ક્રોધાંધ રાજાએ પાર્લમેન્ટ વિસર્જન કરી, અને ઇલિયટ વગેરે આગેવાનને કેદમાં નાખ્યા, ઇ. સ. ૧૬૨૯. સ્ટ્રેર્ડઃ ઇ. સ. ૧૬૨થી ૧૬૪૦ સુધી રાજાએ પાર્લમેન્ટ વિના આપખુદ અમલ ચલાવ્યા. તેનેા મુખ્ય સલાહકાર ટામસ પૅન્ટવર્થ નામના એક સમર્થ અને બુદ્ધિશાળી પુરુષ હતા. તે મહેચ્છુ, ધીર, શૂરા, હિંમતવાન, ચપળ, અને અચ્છા વક્તા હતા, પણ તે ક્રૂર અને અભિમાની હતા. શરૂઆતમાં તે લક્રેના પક્ષમાં હતા ત્યારે રાજાને અળખામણા થઈ પડયા
<<
૧. પાર્લમેન્ટે બકિંગહામ પર આરોપ મૂક્યા ત્યારે રાજાએ કહ્યું, “હું મારા ઉંચા અધિકાાળા અને નિકટના ને સંબંધી સભ્યને ચર્ચા ચલાવવા દઈશ નહિ
""
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩
'
હતા, પણ બકિંગહામના મરણ પછી રાજાએ તેને ખેલાવી લીઍ. તેમ જુના મિત્રે તેની આવી વર્તણુકથી ગુસ્સે થયા, અને તેમણે કહ્યું કે “તું અયને છેડીને જાય છે, પણ તારા ધડ પર માથું હશે ત્યાં સુધી અમે તને છેડનાર નથી.” રાજાએ તેને અર્લ આવ્ સ્ટ્રેફર્ડ બનાવી પહેલાં ઈંગ્લેન્ડના ઉત્તર ભાગને, અને પછી આયર્લૅન્ડના ઉપરી નીમ્યા. તેના અમલ દરમઆન વેપાર વધ્યું, એટલે લેાકેાની આબાદી વધી; પરંતુ તેણે કડક અમલ ચલાવી લેાકેાની સ્વતંત્રતા છીનવી લીધી, અને પેાતાની ઇચ્છા મુજબ વહીવટ ચલાવ્યેા. તેની ઇચ્છા દેશની અદાલતાની સ્વતંત્રતા છીનવી લઈ તે, અને લોકૈાની સ્વતંત્રતા પર કાપ મૂકીને ચાર્લ્સને સ્વતંત્ર રાજા બનાવવાની હતી. આ ઇચ્છા પાર પાડવા માટે તેણે બહાલી લશ્કર રાખ્યું, અને રાજાની ઇચ્છા પ્રમાણે વર્તવાની લાકાતે ફરજ પાડી. આયર્લેન્ડમાં તેણે આવું લશ્કર ઉભું કરીને પ્રજાની વિરુદ્ધ તેને ઉપયોગ કરવાની સલાહ ચાર્લ્સને આપી.
લાડ: વિલિયમ લાડ લંડનના ધર્માધ્યક્ષ હતા. તે સત્તાના ભૂખ્યા હતા, અને ધર્મખાતાના વહીવટ તેના હાથમાં હતા. તે પંડિત હતા, પણ સાંકડા વિચારતા હતા. તે પ્યૂરિટનાના કટ્ટો વિધી અને રાજાના ઈશ્વરદત્ત હુકને માનનારા હતા. તે આગ્રહી, ઉત્સાહી, અને ચપળ હતા, પણ તેને ખીજાનાં કામેામાં ડખલગીરી કરવાના શોખ હતા. સ્ટ્રેફર્ડની પેઠે ધાર્મિક વિષયે માં એકતા આણવાને તેને મનસુખેા હતેા. તેના ધાર્મિક વિચારા કેથોલિક મતને વધારે મળતા હતા. તેણે તે પંથની અનેક વિધિએ એપિસ્કાપલ પંચમાં દાખલ કરી, એટલે પ્યૂરિટનાએ પોકાર ઉઠાવ્યા. તેણે સ્ટાર ચેમ્બર કાર્ટ અને હાઈ કમિશન કાર્યની મદદથી નાના મેટાના ભેદ રાખ્યા વિના એપિસ્કાપલ પંથના વિરોધીઓને દંડવા માંડ્યા. ચાર્લ્સના રાજ્યારાહણ પહેલાં આ અમલદારેાની સત્તા મર્યાદિત હતી, પણ તેના આપખુદ અમલમાં અમલદારાએ લેાકેાને માર મારીને કેદમાં મેકલવા માંડ્યા.ર પરંતુ દંડાએલા `કે સજા
૧. આ યોજનાને ‘Thorough' કહેવામાં આવે છે.
૨. સ્ક્રીટ ડૉક્ટર લીટનને દીક્ષિતે (Bishops) વિરુદ્ધ લખાણ કરવા બદલ કાંન કાપી કારડા મારવાની સજા કરી. પ્રીને નાટ્કા વિરુદ્ધ લખાણ કરેલું, તેથી સ્ટાર : ચેમ્બર કાઢે તેને હેડમાં નંખાવી કાન પાક્કી નાખ્યા
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પામેલા લાકા પ્રત્યે પ્રજાની સહાનુભૂતિ વધતી ગઈ, અને રાજા પ્રત્યે વિરાધ ઉંડા જતા ગયા. જેમ્સ ૧લાના સમયથી અનેક શ્રદ્ઘાળુ લેકા પરદેશ જવા લાગ્યા હતા, અને લાડના કડક અમલમાં અનેક ભક્તિશ્રા પ્યૂરિટના ઉત્તર અમેરિકામાં વસવાટ કરવા ચાલ્યા ગયા.
ગૉ ૧
''
- પાર્લમેન્ટ વિનાનું રાજ્યઃ ઈ. સ. ૧૬૨૯–૧૬૪૦. રાજાએ વફાદાર સેવકૈાની સલાહ પ્રમાણે ચાલીને પાર્લમેન્ટ ખેાલાવી નહિં, પણ નાણાંની ગરજ એ!છી થાય એ હેતુથી ફ્રાન્સ જોડે સંધિ કરી. દરમિઆન રાજાએ અમીરા, વેપારીઓ, મધ્યમ વર્ગના લેાકેા, અને ગરીખે–સર્વને સરખી રીતે રંજાડવા માંડયા. જંગલના જુના કાયદા કાઢી તમે સરકારી જમીન પચાવી પાડી છે” એમ કહી લેાકેા પાસેથી ભારે દંડ વસુલ કર્યા. ચૂડલ ધારાને સજીવન કરી માણસા પાસેથી લશ્કરી કરી અને તેમ નહિ તે તેના બદલાને દંડ માગવા માંડયા. ઉપરાંત કેટલાક કાળથી બંધ પડેલા વહાણવેરા શરૂ કર્યાં. શરૂઆતમાં લેાકેાએ જાણ્યું કે ચાંચીઆને ભય ટાળવા માટે આ કર નાખવામાં આવ્યા છે. પરંતુ ઇ. સ. ૧૬૩૫માં ચાર્લ્સે બંદરા ઉપરાંત બધાં ગામેા પાસેથી એ કર લેવાના હુકમ કર્યાં. ઇ. સ. ૧૬૩૭માં જજ્હાન હેમ્પડન નામના ગૃહસ્થને ૨૦ શિલિંગને વહાણવેરા ભરવાના આવ્યા, પણ તેણે એ કર આપવાની ના પાડી. હેમ્પડન આવી નાની રકમ આપી શકે એમ હતું, પણ તેણે તેા હકની લડત ઉપાડી. તે લંડનની અદાલત સુધી લડયા. બાર ન્યાયાધીશામાંથી સાત ન્યાયાધીશોએ હરાવ્યું કે રાજાને ગમે તે રીતે અને ગમે તે વખતે કર નાખવાની સત્તા છે; પણ બાકીના પાંચે હેડનના લાભમાં ચુકાદો આપ્યા. જો કે બહુમતીએ હેમ્પડન હાર્યાં, પણ લેાકાની ખાતરી થઈ કે આ વેરે કેવળ અન્યાયી છે. લેાકેા અસંતાષથી આ વે
જ્હાન હેમ્પડન
Page #154
--------------------------------------------------------------------------
________________
ભરતા ચાટર્સને પાર્લમેન્ટ બોલાવવાની જરૂર પડી ન હેત, તે આમ ને આમ રાજ્યનું ગાડું ગબડયું જાતા છતાં પાર્લમેન્ટ બોલાવવાની જરૂર પડી... ' સ્કેટલેન્ડ અને ચાર્લ્સ જેમ્સ ૧લાએ સર્કોટલેન્ડમાં એપિસ્કોપલ પંથ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો, અને ફૈટ લેકે તે સાંખી રહ્યા. ચાલ્સ પિતાનું અધુરું કાર્ય પૂરું કરવા ધાર્યું. ધર્મધ લૈડે ચાર્લ્સને સમજાવ્યું કે ધાર્મિક એકતા માટે સ્કોટલેન્ડમાં પણ ઈગ્લેન્ડના જેવી પ્રાર્થના પદ્ધતિ દાખલ કરવી. ઍટ લોકોને લાગ્યું કે રાજ સ્કેટલેન્ડમાં રોમન કેથેલિક ધર્મ દાખલ કરવા માગે છે. એડિબરનો ધર્માધ્યક્ષ નવી પ્રાર્થના વાંચવા ઉભો થયે, કે કોઈએ તેના ઉપર છુટું બાજઠ ફેંકયું. પરિણામે દેશમાં બંડ ઊઠયું. સ્ક્રીટ લોકોએ પ્રતિજ્ઞા કરી કે મરતાં સુધી આવા જુલમની અને પોપની સામા થવું. ગરીબ અને તવંગર, અમીર અને પાદરી, સર્વેએ એકઠા મળી એક પ્રતિજ્ઞાપત્ર–Covenant” તૈયાર ર્યું. હજારો લેકેએ તેમાં સહી કરી. કેટલાક તે એવા આવેશમાં આવી ગયા કે સહી કરતી વખતે તેમની આંખોમાં આંસુ આવી ગયાં. કેટલાકે પોતાના શરીરમાંથી લેહી કાઢીને તે વડે સહી કરી. એ પ્રતિજ્ઞા એવી હતી કે ભીડ પડે ત્યારે એક બીજાને મદદ કરવી, અને ચાટર્સ તથા હૈડ ધર્મમાં જે કંઈ ફેરફાર કરે તેની સામે થવું. પછી ગ્લાસગોમાં સભા મળી, તેમાં એપિસ્કોપલ પ્રાર્થના પદ્ધતિ અને પોથીને નામંજુર કર્યા. ચાર્લ્સ ડેંટ લેકેનો વિરોધ દબાવી દેવાનો નિશ્ચય કર્યો, પણ બંને બાજુએ લડાઈની તૈયારી થવા લાગી. કેંટ લેકે એ શૂરવીર, ઉત્સાહી. અને કાબેલ અમલદારોના હાથ નીચે ૨૦,૦૦૦ ચુનંદા માણસોનું લશ્કર તૈયાર કર્યું. રાજા પિતાનું લશ્કર લઈ સામે ગયે. તેનું લશ્કર જોઈએ તેવું તૈયાર ન હતું, અને તેમાંના ઘણુ સિપાઈઓ ડૅટ લેકને પક્ષ ' કરનારા હતા, એટલે બેરિક સુધી આવીને રાજા લડયા વિના પાછો ગયે. તે સામાન્ય સભા અને પાર્લમેન્ટ ઠરાવે તેવી સંધિ કરવાનું વચન આપતે ગયો; છતાં પાલમેન્ટ એવી માગણી કરી કે રાજાએ સ્કોટલેન્ડ જોડે ફરી યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો. તેણે સ્ટેફર્ડને આયર્લેન્ડથી પાછા બેલાવી લશ્કરની તૈયારી કરવા માંડી. આ યુદ્ધ માટે નાણાં મેળવવા ઈ. સ. ૧૬૪૦માં રાજાએ પાર્લમેન્ટ બોલાવી. પાર્લામેન્ટ નાણાં આપવાને બદલે ચાર્લ્સ કરેલા જુલમની
Page #155
--------------------------------------------------------------------------
________________
દાદ માગવા માંડી, અને સ્કાર્લેન્ડ જોડેની લડાઈ તે ગેરવાી કરાવી. રાજાએ ત્રણ અઠવાડીગ્મમાં આ પાર્લમેન્ટને પણ વિસર્જન કરી. જો કે સ્ટ્રે લશ્કર ઉભું કર્યું, અને લેાકા પાસેથી નાણાં કઢાવ્યાં; પણુ લશ્કર તાલીમ વગરનું હતું, અને તેમાંના પ્યૂરિટના સ્કાટ લાકા સામે લડવા ખુશી ન હતા. એવામાં વિજયી સ્કાટ લેાકા ન્યૂકેસલ સુધી આવી પહોંચ્યા, એટલે રાજાને નમતું આપવું પડયું. તેણે સ્કાટ લેાકેાની સર્વ માગણીઓ સ્વીકારી, અને મોટી રકમ આપવાનું વચન આપ્યું, પરંતુ એ નાણાં લાવવાં ક્યાંથી? ઇ. સ. ૧૬૪૦માં રાજાએ પાર્લમેન્ટ ખેલાવી. આ પ્રસિદ્ધ પાર્લેમેન્ટને લાંખી પાલમેન્ટ' કહે છે; કેમકે તે ઇ.સ. ૧૬૬૦ સુધી ચાલુ રહી. ૮-- લાંખી પાર્લમેન્ટઃ ઇ.સ. ૧૬૪૦-૫૩. નવેમ્બરની ૩૭ તારીખે પાર્લમેન્ટની પહેલી સભા મળી, ત્યારે ચાર્લ્સની સ્થિતિ દયામણી હતી. તે Ăાટ લાકાતે નાણાં આપવાનું વચન પાળી શકે એમ ન હતું. તેની પાસે લશ્કર ન હતું, અને સ્ફુટ લાકા પોતાનું લશ્કર પાર્લમેન્ટને સોંપવા તૈયાર હતા. તયાકાંડના આડંબરવાળી લાડની ઉપાસનાવિધિને ધિક્કારનારા પ્યૂરિટના, સાર્વજનિક હિતનાં અને રાજદ્વારી કામેાથી દૂર રાખવામાં આવેલા ગૃહસ્થા, અને કરવેરાથી ત્રાસી રહેલા વેપારીએ સૌ ચાર્લ્સના અમલની સામે થવામાં એકમત હતા. તેમનું માનવું એવું હતું, કે માત્ર કાયદા સારા હાય તેથી શું? એ કાયદા રાજા પાસે પળાવી શકાય તેટલું પ્રજામાં શૂરાતન જોઈ એઃ છતાં પાર્લમેન્ટના સભ્યાને વિચાર ખંડ જગાડવાનેા ન હતા. તેમને તે માત્ર રાજ્યની સ્થિતિ સુધારવી હતી, અને રાજાને સારી રીતે રાજ્ય કરવાની ફરજ પાડવી હતી; વધારામાં દેશમાં કાયદાના અમલ બેસાડી પાર્લમેન્ટના --હક સુરક્ષિત રાખવા હતા. એક આગેવાન વક્તાએ કહ્યું, “આપણે તે ઈશ્વરનું કામ કરવા એકઠા મળ્યા છીએ; જોડે રાજાનુંએ ખરૂં.” આથી પાર્લમેન્ટે વિગ્રહના ખર્ચની મંજુરી આપી, અને ચાર્લ્સના જુલમને વિચાર કરવા માંડયા. પરિણામે સ્ટાર ચેમ્બર અને હાઈ કમિશન કાર્ય જેવી જુલમી અદાલતા કાઢી નાખી, વહાણવેરા રદ કર્યાં, અને કેદીઓને છુટા કરવામાં આવ્યા.
:
૧. ને ટુંકી પાર્લમેન્ટ કહે છે. તેમાં દૃઢ મનને, અસાધારણ હિંમત અને વસક્તિવાળા જન્દ્વાન પિમ, અને છાતીરખા હેસ્પન એ બે નાયકા હતા.
Page #156
--------------------------------------------------------------------------
________________
હવે પાર્ટમેન્ટે રાજાના માનીતા પણ-ત્રજાના જુલમગારેની ખબર લેવા માંડી. સ્ટેફર્ડ અને ડને કેદમાં પૂરવામાં આવ્યા. પિમે સ્ટેફર્ડ ઉપર - સોહને આરોપ મૂક્યો અને કહ્યું, ‘આ રાજદ્રોહ એટલે રાજાને લેહ
એમ નહિ પણ પ્રજાને દ્રોહ સમજવો. અમીની સભામાં આ આપની તપાસ ચાલી. શરૂઆતમાં સ્ટેફર્ડે આ આરેપની દરકાર કરી નહિ, પરંતુ - અમીની સભામાં શું ચાલે છે એ સાંભળવા તે ગયો હતો, ત્યાંથી તેને પકડીને કિલ્લામાં એકલી દીધે. સજદ્રોહને આરેપ પુરવાર કરવાની મુશ્કેલી લાગી, એટલે આમની સભાએ ઠરાવ્યું કે ટ્રેફર્ડ દેહાંતદંડને લાયક છે. આ
ખરડે પસાર કરવામાં અમીરએ આનાકાની કરી, પણ તેવામાં એવી અફવા - ઊડી કે ઉત્તરમાં રાજા લશ્કર તૈયાર કરે છે, અને તેની મદદથી તે સ્ટેફર્ડને - છુટે કરનાર છે. તસ્વજ અમરેએ ખરડે પસાર કર્યો. “તારે વાળ પણ વાંકે નહિ થવા દઉં” એવું વચન આપનાર રાજાએ વફાદાર નેકરના શિરછેદના હુકમ પર સહી કરી.
સત્તાના જોમમાં પાર્લમેન્ટ એવે ખરડો પસાર કર્યો, કે આ પાર્લએન્ટને તેની સંમતિ વિના રાજાએ વિસર્જન કરવી નહિ. વળી દર ત્રણ વર્ષે પાર્લમેન્ટ મળવી જ જોઈએ. રાજાને પાર્લમેન્ટ પાસેથી નાણું લેવાની લાલચ હતીએટલે તેણે બંને ખરડા પર સહી કરી.
હવે પાંઉમેરે ધાર્મિક સુધારાનું કાર્ય હાથમાં લીધું. આ સભામાં કેટલાક ચુસ્ત યૂરિટન, કેટલાક પ્રેઅિટિરિયન, અને કેટલાક એપિસ્કાયલ
૧. આ સાંભળી સ્ટેફર્ડ બેલ્યો, “રાજાઓને વિશ્વાસ કોઈ કરશો નહિ.” ઈ. સ. (૧૬૪૧ના મેની ૧રમી તારીખે તે વધસ્થભ તરફ ચાલ્યો. રસ્તામાં હૈડે બંદીખાનાની - બારીમાંથી હાથ લંબાવી તેને છેલ્લો આશિર્વાદ આપ્યો. સ્ટેફર્ડે શાંતિ અને શૈર્યથી મૃત્યુની તૈયારી કરી. તેણે પ્રભુપ્રાર્થના કરી, અને આસપાસ એકઠા થએલા મિત્રોને કહ્યું, કે “હું મૃત્યુથી ડરતે નથી; સુવા જતી વખતે હું જેટલા આનંદથી મારી બંડી ઉતારું છું, તેટલાજ “આનંદથી અત્યારે પણ ઉતારું છું.” પછી જલ્લાદને માફી આપી તેણે ઢીમચા પર માથું ભૂકર્યું; કુહાડી પડી અને એકજ ઝટકે તે ધડથી જુદું થઈ ગયું. જુલમગારને છેલ્લી જિળા એક હજારે લોકો એકઠા થયા હતા. તેમણે હર્ષના પકાર કર્યા તેનું માથું ઊડી ગયું.” ટ્રેફર્ડના મસ્તક જેડે એકહથ્થુ અને બીનજવાબદાર રાજ્યપદ્ધતિ ઊડી ગઈ.
Page #157
--------------------------------------------------------------------------
________________
૪૪
1:
સભ્યા હતા. પ્યૂરિટના એપિસ્કાપલ પંથને નાબુદ કરવા માગતા હતા, એટલે તેમણે પાર્લમેન્ટમાં તે મતલબને ખરડાં આણ્યો. અત્યાર સુધી રાજાની સામે થવામાં એકત્ર બનેલી પાર્લમેન્ટમાં હવે એ તડ પડયાંઃ જીના વિચારને વળગી રહેનારા લેાકાને પ્યૂરિટનાની વાત પસંદ પડી નહિ. તેમણે રાજાના પક્ષમાં ભળવાનું પસંદ કર્યું. કેટલાકના મત રાજાની તરફેણમાં વહ્યું. રાજાએ આપણું કહ્યું કર્યું છે, આપણે તેના સલાહકારને સા કરી છે, તે। હવે શા માટે હદ પાર જવું જોઈ એ ? આટલેથી ચાર્લ્સને પક્ષ સબળ થયે. તે Ăાટલેન્ડ જઈ લોકપ્રિય થવાના પ્રયત્ન કરવા લાગ્યા. તે દરમિઆન આયર્લેન્ડમાં બેડ જાગ્યું, અને હજારા પ્રોટેસ્ટન્ટાની કતલ કરવામાં આવી. લાકામાં વાત ચાલી કે રાારાણીના આમાં હાથ છે. પાર્લમેન્ટના પ્યૂરિટન પક્ષે આ વાતને સાચી માની, અને પાર્લમેન્ટ મળી ત્યારે પિમ અને તેના મિત્રએ તકના લાભ લઈ એક લેખ તૈયાર કર્યાં. તેમાં સર્વ વૃત્તાંતેને વિગતવાર હેવાલ આપી ચાર્લ્સની રાજનીતિને વખાડી કાઢવામાં આવી, અને પ્રજાની ફરિયાદેા રજુ કરી તે દૂર કરવાના ઉપાયા સૂચવવામાં આવ્યા. આ લેખને માટે વાંધા' કહે છે. આ લેખ વિષે પાર્લમેન્ટમાં બંને પક્ષ વચ્ચે જબરી તડાતડી થઈ. સવારના નવથી રાતના અગિઆર સુધી દલીલે। અને તકરારા થઈ, અને માત્ર ૧૧ વધુ મતે તે પસાર થયેા. તેમાં મુખ્ય માગણી એ હતી કે જેમનામાં લાકે વિશ્વાસ મૂકી શકે તેવા માણસાને રાજાએ પ્રધાના નીમવા; પણ કેટલાકને લાગ્યું કે પ્યૂરિટન પક્ષની માગણીઓ મંજીર થાય, તે રાજા માત્ર શાભાનું પુતળું બની જાય. આ લેખની હજારા નકલા છપાવી ગામેગામ વહેંચવામાં આવી. એથી પ્રજામાં હાહાકાર થઈ ગયા. જ્યાં ત્યાં રાજાની અને તેનાં કામેાની નિંદા થવા લાગી, અને પ્રાણાંતે પણ પાર્લમેન્ટની પડખે ઉભા રહેવાને લાકાએ નિશ્ચય કર્યો.
પિમ વગેરે ઉપર ધસારોઃ મેાટા વાંધાને લીધે એક પક્ષે ચાર્લ્સની તરફદારી કરી. તે પક્ષના સભ્યા અંતીમ ઉપાયે લેવા તૈયાર ન હતા. ચાર્લ્સ ડાહ્યો અને સુાણુ હાત, તે આ લેાકેાની મદદથી કામ લઈ શકત. પરંતુ તેણે એક એવું. પગલું ભર્યું, કે પ્રજાપ્રાપના અગ્નિ ભભૂકી ઊઠયા.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૫
રાજાને કાને ઊડતી વાત આવી, કે પ્રજાપક્ષના આગેવાને રાણી ઉપર કંઈક તહેમત મૂકવા માગે છે. તેણે પોતાના વકીલને ફરમાવ્યું કે પિમ, હેલિસ, હેઝરિગ, હેમ્પાન વગેરે સભ્યો પર રાજદ્રોહનો આરોપ ઘડી કાઢે. રાણીએ રાજાને ભભેરીને કહ્યું, “જા, બાયલા, જા! એ મંડિયાને કાન પકડીને બહાર ખેંચી કાઢ.” ચાર પાંચ સિપાઈઓ લઈને રાજા આમની સભામાં ચાલ્યો (ઈ. સ. ૧૬૪૨), અને પ્રમુખની ખુરસી ઉપર બેસી પૂછ્યું કે પિમ વગેરે “પાંચ સભાસદો ક્યાં છે?” ચતુર પ્રમુખે. ઉત્તર આપે, “મહારાજ, આમની સભા આજ્ઞા કરે, તે વિના બીજું કઈ જોવા કે કહેવાને મારે આંખ કે જીભ નથી.” રાજાએ નજર ફેરવી જોયું, તે એ પાંચ સભ્યો ન મળે. “મારાં પંખીડાં ઊડી ગયાં છે” એવું કહીને ભેઠે પડેલે રાજા પાછો ગયે.
આપખુદીની પરિસીમાં આવી રહી. આજ સુધી કોઈ રાજાએ આવું કર્યું ન હતું. આમ કરવાથી મોટા પટ્ટાના કરારનો ભંગ થતો હતો. રાજાના, ગયા પછી સભામાં બૂમરાણ મચી. ‘અધિકાર અધિકારના પોકારે થઈ થઈ રહ્યા. ગમે તેમ થાય તે પણ એ પાંચ સભ્યોને રાજાને હવાલે સોંપવા નહિ, એવો નિશ્ચય થયો. વેસ્ટ મિસ્ટરની પાર્લામેન્ટ લંડન ગઈ, અને ત્યાં. તેનું કામકાજ ચાલવા લાગ્યું; કેમકે લંડનવાસીઓ પાર્લમેન્ટના પક્ષના અને દૃઢ નિશ્ચયવાળા હતા. પિમ આદિ પાંચ સભ્યોને પણ તેમણેજ આશ્રય. આપ્યો હતો, અને તેમને પકડવાને માટે રાજાએ કરલા પ્રત્યેક પ્રયત્નને તેમણે નિષ્ફળ કર્યો. આ સભ્ય પાર્લમેન્ટની સમિતિઓમાં કામ કરતા, અને અન્ય સભ્યોને પિતાની બુદ્ધિ અને શક્તિને લાભ આપતા. એક અઠવાડીઆ બાદ તેઓ સભામાં છડેચોક આવીને બેઠા. અત્યાચારથી ઉશ્કેરાએલા લેકે. રાજમહેલને ઘેરી લેવા લાગ્યા, તેમજ પોતાનો ગુસ્સે અને ધિક્કાર પ્રગટ કરવા લાગ્યા. રાજાએ જોયું કે હવે લંડનમાં રહેવામાં સલામતી નથી; વધારે વિલંબ થયે તે ગમે તે બહાને પણ પાર્લમેન્ટ તેને નજરકેદ રાખશે. તેણે પાટનગર છોડયું, અને અદાલતમાં કરેલાં કુકર્મોને જવાબ આપવાનેજ પાછો આવ્યું. રાણુ જરઝવેરાત લઈ પતિને માટે હથિયાર, દારૂગોળો વગેરે . મેળવવા નેધલેન્ડઝ તરફ ગઈ. '
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જું ચાટર્સ ૧લે રાજાપ્રજા વચ્ચે યુદ્ધ લડાઈની તૈયારીઃ આ સ્થિતિએ મામલે પહોંચ્યા પછી લડાઈ કર્યા વિના છૂટકે જ નહોતે, છતાં પાર્લામેન્ટ યુદ્ધને આરંભ કરવા ઇચ્છતી ન હતી; તેને તે રાજા દેશના કાયદા પ્રમાણે બંધારણપૂર્વક રાજ્ય કરે એટલું જ જોઈતું હતું. રાજાએ નિયમ પ્રમાણે ચાલવાનું વચન આપ્યું, પણ પાર્લમેન્ટને તેના ઉપર વિશ્વાસ બેસતો ન હતો. પાર્લમેન્ટ ધાર્યું કે મુલ્કી કે લશ્કરી સત્તા રાજા પાસેથી લઈ લેવાથી રાજા સુધરી જશે. રાજા તરફથી વિષ્ટિનાં કહેણ આવતાં હતાં. જવાબમાં પાર્લમેન્ટ એવી માગણી કરી કે લશ્કર અને નૌકાસૈન્યના સેનાપતિની પસંદગી પાર્લમેન્ટ કરે, અને કિલ્લા, દારૂગળ અને લેર પણ પાર્લમેન્ટને સ્વાધીન રહે. આ માગણી સાંભળીને રાજા બોલી ઉઠયો, “એક કલાક પણ એ સત્તા ન આપું; મારાં સ્ત્રીપુત્રોને પણ એ હુંક ન આપું પૂર્વે કોઈએ ઈલેન્ડના રાજા પાસે આવી માગણી કરી નથી.” રાજા એકદમ હલ્લ તરફ ત્યાંને દારૂગોળો કબજે કરવા ગયે, પણ ત્યાંના કિલ્લેદાર સર જહૅન હેથેમે દરવાજા વાસી દઈ રાજાને અટકાવ્યો. હવે વાત વધી પડી. તેમાં વળી પાર્લમેન્ટ પરાપૂર્વના ખાસ રાજહકે છીનવી લેવાની પેરવી કરવા માંડી, અને ઈસેકસના ઠાકરને સેનાપતિ નીમ્યું. રાજાએ ધન અને સેના એકઠાં કરવા માંડયાં, અને ઈ. સ. ૧૬૪રના ઓગસ્ટની ૨૨મી તારીખે નોટિંગહેમના કિલ્લા ઉપર શાહી વાવટે ફરકાવ્યો. તોફાની પવન અને વરસાદનાં ઝાપટાંમાં વાવટે નીચે પડી ગયે, એટલે રાજપક્ષના માણસો ઉદાસ થઈ ગયા. ૬ - બે પક્ષના બળની તુલના આ આંતરવિગ્રહમાં અંગ્રેજ પ્રજા બે વિભાગમાં વહેંચાઈ ગઈ. બંને પક્ષના લેકે કહેતા કે પ્રાચીન શાસનપદ્ધતિને સુરક્ષિત રાખવા માટે હથિયાર ઉપાધ્યાં છે. પાર્લમેન્ટના પક્ષના લોકે કહેતા કે યુદ્ધ કરવાની ફરજ પડે છે એથી અમે લાચાર છીએ; અમે જે કરીએ છીએ તે રાજાના હિતને વાસ્તે છે. ખરું જોતાં આ યુદ્ધ સંરક્ષક અને ઉછે
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૭
દૃક પક્ષા વચ્ચે હતું. આ બંને પક્ષનાં માસાનું વર્ગીકણુ કરતાં એમ કહી શકાય, કે અમીર અને ગૃહસ્થા તથા તેમના આશ્રિતા રાજપક્ષમાં ભળ્યા હતા; સામાન્ય શહેરીઓ, વેપારીઓ, અને ખેડુતા પ્રજાપક્ષમાં રહ્યા હતા. ધર્મગુરુઓ પણ પ્યૂરિટન લેાકાની વિરુદ્ધ હાવાથી રાજપક્ષમાં ભળ્યા. વળી રાજા-રાણી કંકિ અંશે રામન કેથેલિક વલણ ધરાવતાં હતાં, એટલે ક્થાલિક લાકા રાજા જોડે ભળ્યા; છતાં કેટલાક અમીરા અને ગૃહસ્થા જે પ્યૂરિટન ધર્મના અડગ અનુયાયીઓ હતા તે પ્રજાપક્ષમાં ભળ્યા; એકંદરે ધણા શહેરી અને વેપારીએ એકનિષ્ઠાથી રાજપક્ષમાં રહ્યા. આ પક્ષ કાઈ રાજકીય સિદ્ધાંત પ્રમાણે પડચા ન હતા; કેમકે તે સમયની પરિસ્થિતિ વિષે ધણા માણસાના વિચારે ચુપચુ હતા. આ પક્ષે માત્ર ધાર્મિક દૃષ્ટિએ જોવા જેવા છે. પ્રજાપક્ષના ચુસ્ત અનુયાયી, ચુનંદા લડવૈયા, અને ચતુર આગેવાને-આ સર્વ ઉત્સાહી અને અડગ પ્યૂરિટને હતા. ભૌગોલિક દૃષ્ટિએ લંડન ઉપરાંત દક્ષિણ અને પૂર્વનાં પરગણાં રાજપક્ષમાં હતાં. રાજપક્ષના મળતીઆ ‘ધોડેસવાર’ (Cavaliers) કહેવાયા,અને પ્રાપક્ષના મળતીઆ ‘સૂંડિયા’ (Roundheads) કહેવાયા. રાજાના અમલ દરમિઆન નૌકાસૈન્યની દરકાર કરવામાં આવતી નહિ, અને ખલાસીઓને કે અમલદારોને પૂરા પગારે મળતા નહિ, એટલે તે પ્રજાના પક્ષમાં રહ્યા. રાજાના પરદેશી મિત્ર તેને મદદ કરી શકે તેમ ન હતું. આ નૌકાસૈન્યે હલ્લ અને પ્લીમથમાંથી પાર્લમેન્ટને લડાયક સરંજામ આણી આપ્યા. વળી પાર્લમેન્ટના અમલદારોએ જકાત અને કર ઉધરાવવાનું કામ ઉપાડી લીધું, એટલે ધનની ઉપણ રહી નહિ. રાજા પાસે નાણાંની તંગી હતી; તેની રાણી ઝવેરાત લઈ તે તેર્લેન્ડઝ ગઈ હતી, અને ત્યાંથી સામાન ખરીદી મેાકલતી હતી. તેના અનુયાયીએ પાસેની એક વર્ષની ઉપજ થઈ રહી, પણ તેમની પાસે જરઝવેરાત અને સાનાચાંદીનો માલ હતા. ભક્તિના આવેશમાં તેમણે મૂલ્યવાન વસ્તુઓ વેચીસાટીને રાજાને નાણાં કાઢી આપ્યાં, છતાં આ પ્રમાણે મળેલું નાણું કેટલા વખત ચાલે? પાર્લમેન્ટના લશ્કરમાં લડવાની આવડત વિનાના, અને અસ્ત્રશસ્ત્રના ઉપયોગથી અજાણ્યા, પણ ઉત્સાહના આવેગવાળા ભાડુતી માણસા હતા; તેના સરદારામાં ખાસ આવડત, ચતુરાઈ કે બહાદુરી ન હતી.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ઇ. સ. ૧૬૪ઃ રાજસૈન્યના સરદાર રુપર્ટ કામેલ અને ચતુર પણ અવિચારી યેહો હતા. રાજાને વિચાર એવા હતા કે પહેલાં લંડન પર હલ્લા કરવા; અને પાર્લમેન્ટને ઈરાદા એવા હતા કે રાજાનું એકાદ પરગણું
fy
મંત્રાલ
આ
લાય
આ
ન્યૂબરો
કેમ બીજ
રાજાના પક્ષમાં (બંદરોસિવાય) લોકોના પક્ષમાં
૧.
૬. રુપના મિત્રો તેને ‘Dashing Prince Rupert' કહેતા; પણ તેના
6
શત્રુઓ તેને ગાંડા ધાડેસવાર' કહેતા.
Page #162
--------------------------------------------------------------------------
________________
૪૯
હાથ કરી લેવું. રાજા લંડન જવા માટે આગળ વધતા હતા. પરંતુ ઈસેકસની ચતુરાઈથી આકસફર્ડ અને વારિક પરગણાની સીમા ઉપર આવેલા એડિલ પાસે પહેલું યુદ્ધ થયું. રુપર્ટના હયદળ પાસે સૂંડિયાનું શું ચાલે? પરંતુ રુપર્ટની યુદ્ધુવ્યવસ્થા ખામીભરેલી હતી. તેના સિપાઈ એ માત્ર લૂંટફાટ કરવા મંડી પડયા, એટલે લડાઈમાં જીતવાની વાત તેમના ધ્યાનમાં ન રહીં. પરિણામ એ આવ્યું કે રાત પડી, તાપણુ એક પણ પક્ષના સંપૂર્ણ વિજ્ય થયા નહિ. રાજા લંડન પહોંચ્યા. ત્યાં તેની સામે થવા મેટું લશ્કર તૈયાર હતું. વેપારીઓ, કારકુના, ઉમેદવારા અને કારીગરા કામધંધા પડતા મૂકીને અહાર નીકળી પડયા. આ જોઈને રાજા પાછા વળ્યો, અને ઓકસફર્ડમાં આખા શિઆળા રોકાયા. અંતે બંને પક્ષે યુદ્ધની જબરી તૈયારી કરવા માંડી.
ઇ. સ. ૧૬૪૩ઃ શરૂઆતમાં રાજાનો જય થયેા. લંડન અને આકસફર્ડ વચ્ચે શાલÀાવશીલ્ડ પાસે યુદ્ધ થયું, તેમાં પ્રજાપક્ષને નેતા હેમ્પલ ઘાયલ થયા, અને છ દિવસ પછી મરણ પામ્યા. તેના જેવા નીડર, શૂરવીંર અને સાહસિક પુરુષના મરણથી પ્રજાપક્ષને મેાટી ખોટ પડી.
આ વર્ષમાં ખીજાં નાનાં મેટાં યુદ્ધો થયાં. રાજાએ હલ્લ, પ્લીમથ, અને ગ્લાસ્ટર જીતવાની યેાજના કરી. પાર્લમેન્ટની ઉપરાઉપરી હાર થવા લાગી, અને સર્વને લાગ્યું કે રાજપક્ષના માણસા જરૂર જીતશે; કેમકે આ ત્રણ શહેર। પડે તેા પાર્લમેન્ટથી લંડનને બચાવ થઇ શકે તેમ ન હતું. હવે ઘણા સિપાઈ એ રાજાના લશ્કરમાં જોડાયા, અને છેલ્લી જીત મેળવવામાં રાજાને કશી ઢીલ થવાની નથી એમ લાગ્યું. સર્વની ઇચ્છા એવી હતી કે સલાહ થાય તે સારૂં. પરંતુ પિમ અને તેના બહાદુર દાસ્તાએ લંડનવાસી એની મદદથી પ્રજાપક્ષને મજજ્જીત રાખ્યા. ઘેરાએલા ગ્લાસ્ટરની વહાર કરવા લશ્કર તૈયાર કરવામાં આવ્યું. દુકાને બંધ કરીને અને ધંધારાજગાર છોડીને લોકેા લશ્કરમાં દાખલ થયા, અને તાલીમ લઈ ઈસેકસની સરદારી નીચે ગ્લાસ્ટરને બચાવવા ચાલ્યા. રસ્તામાં ન્યૂબરી આગળ રાજસૈન્ય જોડે ભેટા થતાં ખૂનખાર લડાઈ મચી. આ યુદ્ધમાં રાજ્યપક્ષના મહાન નેતા ફોકલેન્ડ સરાયા. દેશનું દુઃખ તેનાથી જોયું જતું ન હતું. હૈયાશાકમાં ‘સલાહ
66
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૦
.
સલાહ ! અને આજ રાત પહેલાં મારા કાળ થશે ” એમ ખેલતા તે રણે ચડયા, પણ ત્યાંથી છાવણીમાં પાછે આવ્યા નહિ. આ યુદ્ધમાં કાઈ પક્ષે જય મેળવ્યા નહિ. ઉલટું બંને પક્ષ વધારે ને વધારે તૈયારી કરવા લાગ્યા. ઇતિહાસમાં ન્યૂબરીનું યુદ્ધ પ્રસિદ્ધ ગણાય છે; કારણ કે ત્યાર પછી પ્રજાપક્ષને વિજય સ્પષ્ટ થતા ગયે એટલુંજ નહિ, પણ રાજાના સૈન્યની શક્તિ નબળી પડતી ગઈ. પરિણામે પ્રજાનું જોર વધતું ગયું.
ન્યૂબરીના યુદ્ધ પછી બંને પક્ષે પોતાનાં લશ્કર સુધારવા માંડયાં.પાર્લમેન્ટે પેાતાના લશ્કરની આમી જોઈ લીધી હતી, એટલે તેની કંઈક નવી રચના કરવાની જરૂર હતી. પૂર્વ પ્રદેશમાં પ્યૂરિટન લેાકેાનું જોર હતું, એટલે ત્યાંનાં તમામ પરગણાંનું એક ‘ પૂર્વીય સંમેલન ’ બન્યું. તેને વાસ્તવિક નેતા ઓલિવર ક્રેવેલ હતા. આ આલિવર ક્રોમ્બેલ લશ્કરે લિંકનશાયરને કબજો ટકાવી રાખ્યા હતા.
અંતે પક્ષને બહારની મદદની જરૂર હતી, પણ યુરોપમાં ચાલતા મોટા વિગ્રહમાં ઘણાંખરાં રાજ્યેા જોડાયાં હતાં, એટલે બહારની મદદ મળી શકે તેમ ન હતું. આખરે રાજાની નજર આયર્લૅન્ડ પર ઠરી. પાર્લમેન્ટને પણ ધાર્મિક બાબતમાં છૂટછાટ મૂકીને સ્કોટ લેાકેાની મદદ લેવી પડી. પિમે સ્ફુટલેન્ડ જોડે વિષ્ટિ કરવા પેાતાને પ્રતિનિધિ મેાકલ્યા. એ મસલતને અંગે એવા ઠરાવ થયા, કે ઈંગ્લેન્ડે પ્રેસ્મિટિરિયન ધર્મને રાજધર્મ ગણવા, અને સ્કોટલેન્ડને નાણાંની મદદ કરવી. આના બદલામાં સ્કાટ લાકાએ પેાતાનું કસાએલું લશ્કર પાર્લમેન્ટને આપવાનું કબુલ કર્યું. સ્કાટ લોકાની જોડે થએલા
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૧ આ કરાર “પવિત્ર સંધિ” અને “પ્રતિજ્ઞા' (solemn-League and Covenant) કહેવાય છે. આ સંધિ થતાં લેવનના ઠાકરની સરદારી નીચે ૧૦,૦૦૦ માણસનું લશ્કર સરહદ ઓળંગી ઈગ્લેન્ડમાં ઉતરી આવ્યું.)
ઇ. સ. ૧૬૪૪: આયર્લેન્ડનું લશ્કર રાજાને બહુ ખપ ન આવ્યું, એથી ઉલટું ઝેંટ લશ્કરે પ્રજાપક્ષમાં ભળીને યુદ્ધનો રંગ બદલી નાખ્યો. એ લશ્કરે કે પરગણામાં કૂચ કરીને ન્યુકેસલને હલ્લ પર ઘેરે ઘાલતે અટકાવ્યો, એટલે ન્યુકેસલ યોર્કમાં ભરાઈ ગયું. પરંતુ સ્કોટલેન્ડના અને પાર્લમેન્ટના સંયુક્ત લશ્કરે યોર્કને ઘેરે ઘાલ્યો. રાજાએ પર્ટને લશ્કર લઈ યોર્ક દેડાવ્યો. રસ્તામાં નવા સિપાઈઓની ભરતી કરતા કરતા પર્ટ આવી પહોંચે, અને તેણે યુદ્ધ કર્યા વિના કને ઘેરે ઉઠાવી લેવાની ફરજ પાડી. રણસીઓ પર્ટ દુશ્મનની પૂંઠે પડે. ચતુર કોમ્બેલે કુંવરની ભૂલને લાભ લેવાનો વિચાર કર્યો. ઇ. સ. ૧૬૪૪ના જુલાઈની 9મી તારીખે ર્કથી ૮ માઈલ દૂર આવેલા માર્ટનમૂર પાસે બે લશ્કરે સામસામાં આવી ગયાં. રુપના ઘોડેસવારે થાકેલા, અવ્યવસ્થિત અને હતાશ થઈને પડ્યા હતા. એવામાં કોમ્બેલે ચિતે હલ્લે કર્યો, એટલે સ્પર્ટના ઘોડેસવારે અને હયદળ વીખરાઈ ગયાં. ૧૭,૦૦૦ સિપાઈઓમાંથી રાજપક્ષના ૬,૦૦૦ માણસે બચ્યા, અને બાકીના મરાયા કે વીખરાઈ ગયા. આમ યોર્ક તાંબે થઈ જતાં ઈંગ્લેન્ડનો ઉત્તર પ્રદેશ રાજાના હાથમાંથી ચાલ્યો ગયો. - આખા વિગ્રહમાં માત્ર આ યુદ્ધમાં પ્રજાને નિશ્ચિત વિજય થયો. તેને ખરો યશ કોન્વેલને ઘટે છે. કેન્ડેલે પાર્લમેન્ટના લશ્કરની ખામી જેઈને પિતાની હયદળની ટુકડીને તાલીમ આપી હતી. તેમનામાં સખત તાલીમ, તીવ્ર ધર્મોપદેશ, ગંભીરતા, અને ઈશ્વરને ભય એની નમુનેદાર અસર હતી. માથું મૂકીને આવેલા સિપાઈઓને યુદ્ધ-ફરતા જોઈ પેટે તેમને “વળબાહું” (Ironsides)નું ઉપનામ આપ્યું. )
કર્નલમાં નાની જીત મેળવી રાજ લંડન જવા ઉપડ્યો, પણ પ્રજાપક્ષના લશ્કરે તેને પૂબેરી આગળ અટકાવ્યો. (૨૭મી ઓકટોબર, ઈ. સ. ૧૬૪૪) યુદ્ધનું ખાસ પરિણામ ન આવ્યું; કેમકે લશ્કરને સરદાર મેજોસ્ટરને ઠાકર નરમ સ્વભાવનો હતો, અને તેનામાં યુદ્ધકળાનું સાધારણ
Page #165
--------------------------------------------------------------------------
________________
કંપેર
જ્ઞાન હતું. વળી તેને રાજા પ્રત્યે આદર અને ભક્તિની લાગણી પણ હતી, એટલે રાજાને મારવાની તેની ઇચ્છા ન હતી. તેણે ચાર્લ્સને લંડન જતા અટકાવ્યા, અને હાથમાં આવેલી તકના લાભ લેવાને બદલે તેને રાતેારાત નાસી જવા દીધા. રાજા ઓક્સફર્ડે જઈ પહોંચ્યા.
પરંતુ Ăાટલેન્ડમાં રાજાને પક્ષ મજબુત થયા. ત્યાંના કેટલાક અમીરાએ રાજાનેા પક્ષ લીધા, તેમાં મેન્ટ્રીઝને અમીર જેમ્સ ગ્રેહામ મુખ્ય હતા. તેણે હાઈ લેન્ડરાનું લશ્કર તૈયાર કરી યુદ્ધો કરવા માંડ્યાં. તેને ઉપરાઉપરી વિજય મળતા ગયા, જેથી પાર્લમેન્ટના નેતાઓ ગભરાઈ ગયા.
નવી સેના: ક્રોમ્બેલ જાણતા હતા કે ધોડેસવારેા કરતાં ફૂડિયાએ ધણા ઉતરતા છે. રાન્તના લશ્કરમાં અમીરઉમરાવે ગૃહસ્થા, અને તેમનાં તાલીમ પામેલાં કવાયતી માણસે। હતાં. તેમની આગળ ગમાર અને રખડેલ, ચાકરડા અને એવા બીજા માણસેાનું શું ગજું ? ન્યૂમેરીના બીજા યુદ્ધ પછી ક્રોમ્બેલે એવા આરોપ મૂકયા, કે મેન્ચેસ્ટરના ઠાકારનું વલણ રાજા તરફ હાવાથી તે બરાબર દીલ દઈ ને લડતા નથી. આથી પાર્લમેન્ટમાં જબરી ચકચાર ચાલી અને એવા ઠરાવ થયા, કે પાર્લમેન્ટના સભ્યથી લશ્કરી અમલદાર થઈ શકાય નહિ. આ કાયદાને ‘આત્મભાગના કાયદે’ (Self-denying Ordinance) કહે છે; કેમકે તેમાં પાર્લમેન્ટના સભ્યાને લશ્કરી અધિકાર છોડી દેવા જેટલા આત્મભાગ આપવા પડતા હતા
હવે પાર્લમેન્ટે લશ્કરની નવી રચના કરવાના ઠરાવ કર્યો. એથી સરદારાના હાથ નીચેનાં પરગણાંની લશ્કરી ટુકડીઓને બદલે એકજ લશ્કર રાખી તેનું ઉપરીપણું પાર્લમેન્ટે રાખ્યું, અને એક સેનાપતિની નીમણુક કરી. પરિણામે લાર્ડ ફેરફૅકસ સેનાપતિ બન્યા, અને ક્રેમ્પેલ હયદળને ઉપરી થયે.
ક્રમ્બેલે નવી સેના રચવાનું કાર્ય માથે લીધું. તેણે ગમે તેવા રખડેલ માણસાને બદલે ધાર્મિક વૃત્તિવાળા માણસાને લશ્કરમાં રાખવાને ઠરાવ કર્યાં. તેણે નિપુણ અમલદારો અને બહાદુર સિપાઈ એને સખત કવાયતમાં પલાટવા માંડયા. સિપાઈ એને સારા અને નિયમિત પગાર આપવામાં આવ્યેા. આથી નવી સેનામાં વિચારશીલ, મુદ્ધિમાન, આબરૂદારી ધંધાદારી અને
Page #166
--------------------------------------------------------------------------
________________
જોડાયા, વળી તે માત્ર પગારના લેભે નહિ, પણ ધર્મની લાગણીથી. તેઓ ધર્મ અને વૈરાગ્યની ગંભીર વૃત્તિવાળાં હતા. છાવણીમાં રાત્રે ઈશ્વર
સ્તવન, ભજન, અને ધાર્મિક વ્યાખ્યાને થતાં; ઈશ્કની લાવણું, ખ્યાલ, ટપ્પા, જુગાર, મારામારી કે શરાબીનું તે નામ ન મળે; અને તેમનો ઉત્સાહ તો અજબ તરેહને હતો ! આ સેનાએ કઈ શત્રુ પાસે નમતું આપ્યું નહોતું. ધાર્મિક ઝનુનથી પ્રેરાઈ આ નવા સિપાઈએ વિજય મેળવતા ગયા, અને જે કોઈ તેમની સામે થાય તેને છુંદતા ગયા. યુદ્ધનો દિવસ એટલે તેમને મન આનંદ અને વિજય દિવસ છતાં તેમની નીતિ અને ઈશ્વર તરફને ડર અજબ હતાં. લડાઈ પછી લૂંટ ચલાવી પારકાને માલ તેમણે પડાવ્યો નથી, અથવા સ્ત્રીઓને કે નિર્દોષને તેમણે રંજાડયાં નથી. સાદ અને વિચિત્ર પોશાક પહેરીને આ ભક્તસેના જ્યારે બીજા પર ધસારે કરે, ત્યારે બાઈબલનું કોઈ સુભાષિતજ બેલાતું હોય!
ધાર્મિક ભેદઃ આ સમયે પાર્લામેન્ટમાં બે ધાર્મિક પક્ષ ઉભા થયા. ઈ. સ. ૧૬૪૫ના જૂનની ૧૦મી તારીખે ધર્માધ્યક્ષ લડને શિરચ્છેદ કરવામાં આવ્યું, ત્યારથી આ બે પક્ષોને ભેદભાવ સ્પષ્ટ થયું. મ્યુરિટન પક્ષમાં એક નાને પણ ધીમે ધીમે વધતો જતો નવો પક્ષ ઉમે થયે. એ પક્ષને લાગ્યું કે પ્રેમ્બિટિરિયન પંથ એપિપલ પંથને વિરોધી છે. આ પક્ષને નિરંકુશવાદી (Independents) કહે છે. તેઓ માનતા કે રાજાએ ધર્મસહિષ્ણુતા રાખવી જોઈએ, અને ધર્મની બાબતમાં રાજ્યને વચ્ચે પડવાની જરૂર નથી. ધીમે ધીમે આગળ વધતાં તેઓ એવા મત પર આવ્યા કે જેમ ધર્મમાં રાજા વિના ચાલે, તેમ સમાજમાં પણ શા માટે ન ચાલે? તેઓ માનતા હતા, કે વિગ્રહને અંત આણવા માટે ઉત્સાહપૂર્વક અને આનાકાની ક્ય વિના જેસબંધ યુદ્ધ કરવાની જરૂર છે, અને દેશમાં શાંતિ સ્થાપવાનો માત્ર એજ ઉપાય છે. આ પક્ષના અગ્રણી કેન્ડેલ હતો. આ મતને અનુસરીને જ તેણે મેન્ચેસ્ટરના ઠાકર વિરુદ્ધ પાર્લામેન્ટમાં ચર્ચા ઉપાડી હતી.
ઇ. સ. ૧૬૪૫. નવી સેના ઈ. સ. ૧૬૪૫ના મધ્યમાં રાજાને નેસ્ત્રી પાસે મળી. રાજપક્ષના સૈનિકોને આ સેનાની ખબર કે દરકાર નહોતી.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૪ તેમણે જુની રીતે લડવા માંડયું, પણ કેપ્ટેલે રાજાના લશ્કરને સખત હાર ખવડાવી પાયદળને કાપી નાખ્યું. રાજા વેલ્સ તરફ નાઠે, અને તેને સામાન, તાપખાનું વગેરે શત્રુના હાથમાં આવી પડયું. આ બધામાં સૌથી મૂલ્યવાન વસ્તુ રાજાની ખાનગી પેટી હતી. તેમાંથી રાજાને અનેક ખાનગી પત્રો મળી આવ્યા. તે ઉપરથી તે પરદેશીઓની મદદ મેળવવા માટે કેવા કાવાદાવા કરતા હતા તે જણાઈ આવ્યું. હવે રાજાને એકે બારી રહી નહિ. તેનું લશ્કર હારી ગયું, તેના સરદારેમાં ફાટફૂટ થઈ અને તેનાં કાવતરાં પકડાઈ ગયાં. પાર્લમેન્ટ આ બધા પત્રો છપાવી પ્રજામાં વહેંચી તેની ફજેતી કરી.
વિગ્રહને અંતઃ હવે ચાર્લ્સને કયાએ શરણ ન હતું. પ્રજાપક્ષનું લશ્કર તેને જંપીને બેસવા દે તેમ ન હતું, તેમ વેલ્સમાં પણ તેનાથી રહેવાય તેમ ન હતું; તેને માત્ર એકજ આશા હતી. તેને મિત્ર મેટ્રોઝ પ્રજાપક્ષના લશ્કરને બે વાર હરાવી ચૂક્યો, પણ તેણે રાજાને મદદ મોકલી ન હતી. રાજા પોતેજ તેને જઈ મળે તો ? પરંતુ વજુબાહુની ચતુરાઈ આગળ તેનું ચાલ્યું નહિ. તેને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ભટકવું પડયું. હવે ડેંટ કે અંગ્રેજો બેમાંથી એકને શરણ થયેજ છૂટકે હતો. એટલામાં મોઝે ફીલિપહો પાસે હાર ખાધી, એટલે રાજાની રહીસહી આશા ધૂળમાં મળી. ઈ. સ. ૧૬૪૬માં સ્કૉટ લેકે ન્યૂઆઈને ઘેરે ઘાલી પડયા હતા ત્યાં રાજા ગયે. અને કેટલાંક ઉપલક વચન આપી તેમને શરણે થયો. પરંતુ તેમણે રાજાને ન્યૂકેસલ મોકલી દીધે.
પ્રજાવિગ્રહનાં પરિણામઃ ચાર્લ્સ ડેંટ લેકને શરણે ગયે, એટલે વિગ્રહને અંત આવ્યો. હવે દેશમાં નવી સ્થિતિ ઉત્પન્ન થઈ. કોન્વેલના વજુબાહુઓની મદદથી વિર્ય પામેલી પાર્લામેન્ટ સર્વ સત્તા પિતાને હસ્તક લેવા માંડી. યુદ્ધ પૂરું થવાથી લશ્કરનો ખપ નહતો, તેથી પાર્લમેન્ટે કેટલીક ટુકડીઓને આયર્લેન્ડ મોકલવાને અને કેટલીકને ચડેલા પગારને છો ભાગ આપી વિખેરી નાખવાનો ઠરાવ કર્યો. પરંતુ લશ્કરની સત્તા વધી ગઈ હતી, , અને સૈનિકોને વિજયનો મદ ચડયો હતો. આ સિપાઈઓ નિરુદ્યમી, ભટકતા, અને પેટને ખાતર નોકરી કરનારા માણસ નહતા. તેઓ દેશકલ્યાણની
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૫
ખાતર પેાતાનો કામધંધા મૂકીને આવેલા ભક્તિશીલ અને સ્વદેશાભિમાન્દ ના હતા; એટલે તેમણે વીખેરાઈ જવાની ના પાડી, અને માગણીઓ કરી કે અમારા ચડેલા પગાર અમને પૂરેપૂરા મળવા જોઈ એ, ધાર્મિક બાબતે - માં સંપૂર્ણ છુટાપણું મળવું જોઇએ, અને અમારા મૃત્યુ પછી અમારાં સ્ત્રીપુત્રાના ભરણપોષણની પાર્લમેન્ટે વ્યવસ્થા કરી આપવી જોઈએ. પાર્લેમેન્ટમાં આ પ્રમાણે બે પક્ષ પડી ગયા; એક પક્ષમાં ક્રમ્બેલ જેવા નિરંકુશવાદી સૈન્યનો પક્ષ લેનારા, અને ખીજામાં પ્રેસ્મિટિરિયન પંથી. આ પ્રેસ્ટિટિરિયન પંથીઓને પોતાનો પંથ ફેલાવી ચાર્લ્સની જોડેના યુદ્ધથી ઉત્પન્ન થએલી સ્થિતિનો તાડ આણવાનો જશ ખાટી જવાનો વિચાર હતા, અને તેથી ચુસ્ત પ્યૂરિટન સૈનિકાને ધર્મષ્ટ માગવી પડી હતી.
આ સમયે ત્રીજો પક્ષ સ્કાટ લેાકેાનો હતા, અને રાજા તેને શરણે થયેા હતેા. ચાર્લ્સ સ્ટૅટલેન્ડ અને ઈંગ્લેન્ડમાં પ્રેસ્ટિટિરિયન પંથને સહાય આપવાની હા પાડી હેાત, તે તેએ તેને મદદ આપત; પરંતુ ચાર્લ્સે તેમ કરવાની ના પાડી, એટલે સ્કાટ લેાકેાએ પાર્લમેન્ટ જોડે વિષ્ટિ ચલાવી, અને ખર્ચના ૪,૦૦,૦૦૦ પૌન્ડ લઈ રાજકેદીને પાર્લમેન્ટને હવાલે કર્યાં. ચાર્લ્સન હામાખીના કિલ્લામાં કેદમાં રાખવામાં આવ્યા, ૪. સ. ૧૬૪૬.
ચાર્લ્સે કેદમાં રહીને પણ પાર્લમેન્ટમાં પડેલી ફૂટનો લાભ લેવા ધાર્યું.. તેણે પાર્લમેન્ટના પ્રેસ્બિટિરિયન પક્ષ જોડે વિષ્ટિ ચલાવવા માંડી; પણ લશ્કરને આ વિષ્ટિની ખબર પડી ગઈ, એટલે ટેમ્સના૧ કિનારા પર આવેલા હેમ્પટન કાર્ટ મહેલમાં રાજાને પૂરી દીધા. ચાર્લ્સે લશ્કરની વર્તણુક વિષે પાર્લમેન્ટ પાસે ફરિયાદ કરી બંને પક્ષ વચ્ચેનેા કલેશ ઉત્તેજિત કર્યાં. રજુ કરી, અને જાહેરનામું પ્રસિદ્ધ
હવે લશ્કરે કેટલીક માગણીઓ
૧. રાજાને પકડવા જનાર કાર્નેટ જોઈસ નામે સેનાપતિએ કિલ્લામાં જઈ રાજાને કહ્યું, કે “કાલે સવારે આપણે ચાલવું છે, માટે તૈયાર થઈ રહેજો.” ચાર્લ્સે તેની પાસે. પેાતાને પકડવાનો હુકમ જોવા માગ્યો, ત્યારે “આ રહ્યો હુકમ” કહી જોઇસે પેાતાના લશ્કર તરફ આંગળી કરી. રાજા હસતા હસતા ખેાલ્યો, “વાહ ! તમારા હુકમના અક્ષરે ચોકખા અને જલદી વંચાય તેવા છે.”
Page #169
--------------------------------------------------------------------------
________________
|
_
કરી જણાવ્યું, કે એ માગણીઓ પૂરી પાડવામાં નહિ આવે, તે લંડન પર ચડાઈ કરવામાં આવશે. આ માગણીઓ મધ્યમસરની હતી. કદાચ પાર્લમેન્ટ તેમની જોડે સંધિ કરવા તૈયાર હોય તે પણ લડનના લેકે ચાર્લ્સ ડે સંધિ કરવાના મતના હોવાથી તેમને લશ્કરની માગણીઓની ખબર પડી, કે તરત તેમણે પાર્લમેન્ટ પર હલે કર્યો. આ તક જોઈને ક્રોપ્ટેલ અને ફેરફૅકસ લંડન પર ચડી આવ્યા. હવે તેમને લાગ્યું કે પાર્લમેન્ટમાં વિશ્વાસ રાખવા જેવું નથી, એટલે તેમણે રાજા જોડે સમાધાન કરવાની ગોઠવણ કરી. દર બે વર્ષે પાર્લમેન્ટ બેલવવાની, અને રોમન કેથલિક વિના સર્વ પથના લેકને ધાર્મિક સ્વાતંત્ર્ય આપવાની રાજા કબુલાત આપે તો તેને ફરીથી ગાદીએ બેસાડવાની યોજના ક્રોવેલે રાજા પાસે મેકલી. રાજા અસલની રીત પ્રમાણે ગલ્લાતલ્લા કરવા લાગ્યો; તે કંઈ ચોક્કસ નિર્ણય ઉપર આવે, તે પહેલાં લશ્કરમાં બે પક્ષ પડી ગયા. કેટલાક ઉદ્દામ વિચારકને લાગ્યું, કે પ્રાચીન ધર્મપદ્ધતિને સમૂળગો નાશ કરવાની જરૂર છે. રાજાની જરૂર હોય તે તે લેકનિયુક્ત હોવાની જરૂર છે, અને કેન્ડેલ રાજાના પક્ષમાં મળી ગયો છે, તેથી તેણે આવી નરમ સરત મૂકી છે. પિતાના પર આવેલા આરોપનો કોન્ટેલે સરસ જવાબ આપી બચાવ કર્યો, તોપણ પેલા ખૂની” ઉપર વેર લેવાની સિપાઈઓની ઉત્કંઠા શાંત પડી નહિ. ચાર્લ્સને હવે ભય પેઠે એટલે તે રાતોરાત નાઠે, અને વાઈટદ્વીપમાં આવેલા કેરિસ બુકના કિલ્લામાં ભરાઈ પેઠો. પાર્લમેન્ટની જોડે તેણે જે વાતો ચલાવવા માંડી, તેનુંએ કંઈ પરિણામ આવ્યું નહિ; કેમકે એ માગણી તો એવી હતી કે પાર્લમેન્ટની સ્વતંત્રતાનો રાજાએ સ્વીકાર કરે, અને લશ્કર અને નૌકાખાતાના ઉપરીપણુનો દાવો રાજાએ તજી દે. આવી કડક માગણીઓ સ્વીકારવામાં પોતાની આબરૂ જાય છે, એમ માની ચાર્લ્સ તેને નકાર કર્યો. હવે પાર્લમેન્ટ અને લશ્કર પરસ્પર ભેદ ભૂલી ગયાં. તેમની ખાતરી થઈ ગઈ, કે રાજાની દાનત કેાઈ પણ પ્રકારે સમાધાન કરવાની નથી; એટલે તેમણે ઠરાવ કર્યો. કે રાજા જોડે હવે કોઈ પણ પ્રકારની વિષ્ટિ ચલાવવી નહિ. આ દરમિઆન રાજા અને આયરિશ લેકને પિતાના પક્ષમાં આવવા લલચાવતું હતું. ધર્મઘેલછાથી ઘેરાએલા ટ લેકે ઈલેન્ડમાં પ્રેમ્બિટિરિ
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૭..
યન પંથ પ્રસરશે, એવી આશાએ ચાર્લ્સની મદદ્દે ધાયા. આ બનાવને જે પ્રજાવિગ્રહ કહે છે.
બીજો પ્રજાવિગ્રહઃ ૧૬૪૮. હેમિલ્ટનના નમાલા ઠાકારની સરદારી નીચે સ્કાટ લાકે અને રાજપક્ષના ઉત્સાહી માણસે સરહદ ઓળંગી ઉતરી આવ્યા. ઈંગ્લેન્ડમાં કેટલેક સ્થળે અંડબખેડા થયા. ક્રોવેલ અને ફેરસે કેન્ટ અને ઈ સેકસમાં ઊઠેલાં અંડે। શમાવી દીધાં. નૌકાસૈન્યના કેટલાક ભાગ ફરી બેઠા, અને યુવરાજની સરદારી નીચે એક ટુકડીએ લંડન પર હલ્લો કર્યો; પરંતુ લંડનવાસીઓએ દરવાજા બંધ કરી દીધા, રાજાના નામના હર્ષના પાકાર ન કર્યાં, અને લશ્કરને ખારાક પણ ન આપ્યા. આ તરફ સ્કાટ સૈન્ય પ્રેસ્ટન સુધી આવી પહોંચ્યું. તેને ક્રોમ્બેલે હરાવી નસાડી મૂકયું, અને તેમની પૂંઠ પકડી વિગન પાસે હરાવ્યું. આથી સ્કાટ લાકા શરણે આવ્યા, અને વિગ્રહના અંત આવ્યા.
~ રાજાના ઇન્સાફઃ હવે શું કરવું? એવચની, ખટપટી, અને હત્યા ચાર્લ્સ જેણે સમાધાનીને ઢાંગ કરી દેશમાં યુદ્ધ જગાડયું, તેને શે ઈન્સાફ કરવા? દેશમાં સત્તાધીશ થઈ પડેલા સૈન્યે પાકાર ઉઠાવ્યા, કે એ જીવતા રહેશે ત્યાં સુધી દેશમાં શાંતિ રહેશે નહિ, માટે એને તે બરાબર ઈન્સાફ મળવા જોઈ એ. પાર્લમેન્ટ છેક આટલી હદ સુધી જવા તૈયાર ન હતી; એટલે આવા ઉદ્દામ મતવાળાઓને બહુમતી મળે એવું ન હતું.ગમે તેમ થાય, ગમે તે ઉપાય લેવા પડે, પણ રાજાને તે બરાબર શિક્ષા કરવીજ, એવા નિશ્ચય સૈન્યે કયે એક દિવસ કર્નલ પ્રાઈડ વિરુદ્ધ મતવાળા અને લશ્કરનું ધાર્યું કરવામાં આડા આવે તેવા સભ્યાના નામની ટીપ લઈ તે પોતાના સિપાઈ એ સહિત પાર્લમેન્ટના દરવાજા પાસે ઉભા રહ્યો, અને પેલી ટીપમાં જેનું નામ લખ્યું હાય, તેને અંદર જતાં અટકાવવા લાગ્યા. આ કાર્યને પ્રાઇડના જીલામ'ના નામથી એળખવામાં આવે છે. આ પ્રમાણે વિરુદ્ધ મતના ૧૪૦ સભ્યાને બહાર રાખી અંદર ગએલા આશ ૫૩ સભ્યાએ કામ ચલાવ્યું.૧ તેમણે ઠરાવ્યું કે પ્રજા અને પાર્લમેન્ટમા અનેક રીતે દ્રોહ કરનાર ચાર્લ્સ ઉપર ન્યાયની અદાલતમાં કામ ચાલવું.
૧. અંદર રહેલા સભ્યાની બનેલી પાર્લમેન્ટને ‘ઠુંઠી’ (Ramp) કહેવામાં આવે છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮
-જોઈએ. ઇ. સ. ૧૬૪૯ના જાન્યુઆરની ૧લી તારીખે રાજા ઉપર કામ આવનારી અદાલતની નીમણુક કરવામાં આવી. પરંતુ અમીરાની સભાએ તેમાં સંમતિ આપવાની ના પાડી; આમની સભાએ ઠરાવ્યું કે દેશમાં ખરા રાજકર્તા તાલેકા છે, માટે એકલી આમની સભા જે કાયદા કરે, તેને અમીરાની સભા પસાર કરે કે ન કરે, તેપણ તે કાયદા રહેશે. પરિણામે અદાલતની નીમણુક નક્કી થઈ, અને બ્રેડશા નામે એક અરિસ્ટર તેને પ્રમુખ નિમાયા.
આ અદાલતના ૧૩૫ સભ્યામાંથી માત્ર ૬૯ સભ્યા હાજર રહ્યા. ક્રોમ્બેલ અને તેના જમાઈ હાજર રહ્યા, પરંતુ ફેરફૅકસ ન આવ્યા. ઇ. સ. ૧૬૪૯ ના જાન્યુઆરની ૨૦મી તારીખે આ અદાલત સમક્ષ રાજાને હથિયારબંધ સિપાઈ એની વચ્ચે લાવવામાં આવ્યા. કાઈ સભ્યે તેને માન આપ્યું નહિ, કે પેાતાની ટાપી ઉતારી નહિ. રાજાએ પણ ટાપી ઉતાર્યા વિના પોતાની બેઠક લીધી. તહેામતનામું વંચાયું, તેમાં ચાર્લ્સને “જુલમગાર, ખૂની, અને દેશદ્રોહી” ઠરાવવામાં આવ્યા. એ સાંભળી તે ભરકચેરીમાં ખડખડ હસી પડયા. પછી તેણે અદાલતને અધિકાર સ્વીકારવાની ના પાડી અને કહ્યું, “અમીરા કયાં છે? અમીરાજ અમીરની તપાસ ચલાવી શકે.” અદાલત અંધ થઈ. બહાર લોકાની મેદની એકઠી થઈ હતી, રાજભક્તિને જુવાળ ચઢી આવ્યા હતા, તેમાં રાજાને ઉદાસ ચહેરા અને ચિંતા તથા પરિશ્રમથી ધેાળા થઈ ગએલા વાળ, અને તેની ગૌરવ ભરેલી ધીરજ અને શાંતિ જોતાં લેાકેાનાં અંતઃકરણ પીગળી ગયાં. ‘‘ઇશ્વર ! મહારાજાનું રક્ષણ કરા,” “ઈન્સાફ,” “ઈન્સાફ,” “શિરચ્છેદ,” એવા ચિત્રવિચિત્ર પોકારો થવા લાગ્યા.
બે દિવસ અદાલત બંધ રહ્યા પછી સાક્ષીએ લેવાયા, અને છેવટે રાજાને ગુનેગાર ઠરાવવામાં આવ્યા. ન્યાયાધીશે આગળથી નક્કી કરી રખાએલી શિક્ષાનું ફરમાન વાંચી સંભળાવ્યું. ચાર્લ્સ કંઈક ખેલવા જતા હતા, પરંતુ અદાલતે કંઈ પણ સાંભળવાની ના પાડી. તેને લઈ જતા હતા, ત્યારે ચારે બાજુ લેકામાં હર્ષના અને ધિક્કારના પાકાર ઊઠી રહ્યા. રસ્તામાં એક
૧. તેની પત્ની કેસ સાંભળવા આવી હતી. ફેરફેકસનું નામ પાકારાયું ત્યારે તેણે કહ્યું: ‘એ અહીં નથી, અને આવો પણ નહિ; તમે એનું નામ લેવામાં ભૂલ કરી છે.’
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫
સિપાઈએ તેને કહ્યું, “ઈશ્વર આપને સુખી રાખેમહારાજ” તરત જમાદારે તેના મોં પર તમારો માર્યો, એટલે રાજાએ કહ્યું કે “એન અપરાધ કરતાં બિચારાને શિક્ષા વધારે થઈ.” 0 નવ દિવસ પછી રાજાને તેના મહેલની ભેજનશાળાની બારી પાસે લઈ જવામાં આવ્યા. જતા પહેલાં તેણે પિતાનાં બાળકે જોડે છેલ્લી વાત કરી લીધી. ત્યાર બાદ ઈશ્વરસ્તવન કર્યા પછી તે ધીમે ધીમે દઢ પગલે, પ્રભાવશાળી મુખમુદ્રા સહિત વધસ્થાન પાસે ગયા. ત્યાં બુરખાવાળા બે જલ્લાદે ઉભા હતા, તેમની જોડે તેણે વાત કરી. પછી એકઠા થએલા લકે સમક્ષ તેણે નાનું ભાષણ કર્યું, અને દેશમાં વધતા જતા લશ્કરી દરની ચેતવણી આપી. પછી તેણે ઢીમચા ઉપર માથું મૂક્યું. એકજ ઘાએ ધડથી તેનું માથું જુદું થઈ ગયું. લોહી નીકળતું તે મસ્તક લઈ જલ્લાદે પ્રેક્ષકોને બતાવી કહ્યું, “આ રહ્યું જુલમગારનું માથું !” મેદનીમાંથી કરુણના પિકાર અને વેદનાની ઉંડી ચીસ અને નિશ્વાસ નીકળી પડ્યા, અને કેટલાક તે ધાર આંસુએ રડી પડ્યા.
ન્યાયનું નાટક પૂરું થયું. આ અખત્યાર અને ધર્મભ્રમની સામે થવા માટે પાર્લમેન્ટ કંડ ઉપાડ, અને તેમ કરતાં એક એવી શક્તિ ઉત્પન્ન કરી, કે જે તેના પિતાના કાબુમાં રહી શકી નહિ; પરંતુ છેવટે એ ધર્મઝનૂની સત્તાએ સ્વતંત્રતાને છુંદી નાખી એકહથ્થુ સત્તા મેળવી લઈ આપઅખત્યાર અને જુલમ ચલાવ્યા. અંગ્રેજ પ્રજાના મોટા ભાગને આ કાર્યપદ્ધતિ અને સૈન્યની વધી ગએલી સત્તા પસંદ નહોતી. તેમને રાજા વિનાનું રાજ્ય જોઈતું ન હતું, પરંતુ મેદોન્મત્ત લશ્કરી માણસની સામે બોલવાની કોનામાં હિંમત હોય? પરિણામે ઈંગ્લેન્ડમાં લશ્કરી દોર જાઓ.
૧. મૃત્યુસમયે ચાર્લ્સનાં ગૌરવ, ધૈર્ય, અને શાન્તિનું રસિક ખ્યાન એક સમકાલીન કવિએ આપ્યું છે; ચાર્લ્સને Royal Actor કહીને તે લખે છે કેHo nothing common did or mean, Upon that memorable scenes But with his keener eye, The axe's did try... Nor call'd the Gods with vulgar spite, To vindicate his helpless right; But bowed his comely head, Down as upon a bed. (Andrew Marvell]
Page #173
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪થું સૈન્યસત્તાક રાજ્ય: ઇ. સ. ૧૬૪–૧૬૬૦ ચાર્લ્સ ૧લાના મત મુજબ દેશમાં લશ્કરી સત્તા પ્રબળ થઈ ગઈ હતી. તેના મૃત્યુ પછીનાં દસ વર્ષમાં ઈંગ્લેન્ડમાં કોઈ પણ ચેક્સ રાજ્યબંધારણ ને હતું. સૈન્યની પ્રબળ સત્તાના જોરે એક માણસ દેશમાં ઘણી થઈ પડ્યો હતો. તેણે દરેક પ્રકારની મુશ્કેલીઓ વેઠીને પિતાનું પદ જાળવી રખ્યું. અલબત, તેણે દેશમાં શાન્તિ સ્થાપી, અને વ્યાપારઉદ્યોગ ખીલવી દેશની સંપત્તિ વધારવાના પ્રયત્ન કર્યો, પણ તેનું પરિણામ લાંબો વખત ટકયું નહિ. દેશમાં બે પક્ષ ઉભા થયા, અને તેમાં અનેક પ્રકારના ધાર્મિક અને રાજદ્વારી પેટાવિભાગ પડી ગયા. કેવેલે દેશમાં વ્યવસ્થા આણી રાજ્ય સ્થિર કરવાના પ્રયત્ન કર્યો, છતાં તે પણ ફાવ્યો નહિ; કેમકે પ્રજાને કઈ પણ પક્ષ તેની તરફ નહે.
સિન્યસત્તાક રાજ્ય તેની મુશ્કેલીઓઃ “પ્રાઈડના જુલાબ” પછી હુડી પાર્લમેન્ટને હસ્તક દેશનો કારભાર આવ્યું. તેણે પ્રજાસત્તાક રાજ્યનાં જાહેરનામાં પ્રસિદ્ધ કરી દીધાં. રાજપદ અને અમીરની સભાને નુકસાનકારક, નકામાં અને દેશની સ્વતંત્રતાનો નાશ કરનારાં કરાવી રદ કરવામાં આવ્યાં. ૪૧. સભ્યોની એક રાષ્ટ્રસભાને દેશનો કારભાર ચલાવવાની સત્તા મળી. તેના ઘણાખરા સભ્ય પાર્લમેન્ટના સભાસદો હતા. બ્રેડશે તેનો પ્રમુખ બ, અને પ્રસિદ્ધ પંડિત અને કવિ મિટન તેનો મંત્રી થયું. આ સભા પાર્લમેન્ટને જવાબદાર નહતી, એટલે “સમચ્છેદકે” (Levellers)ના નામથી ઓળખાતા સૈન્યના એક વિભાગને તે પસંદ પડી નહિ; જો કે તેઓ ફકળી ઊઠ્યા, પણ કોન્ટેલે તેમને દબાવી દીધા. - આ ઉપરાંત લેકને બીજી મુશ્કેલીઓ વેઠવાની હતી. ચાર્સના વધુથી. યુરોપ ખંડમાં એક પ્રકારને ભય ફેલાયો હતો. સર્વ રાજ્ય ભક્તસેનાના આ કૃત્યને અગ્ય અને રાક્ષસી ગણતાં હતાં. તેમણે આવા નામના પ્રજસત્તાક રાજ્યનો સવીકાર કરવા ના પાડી, અને ઈંગ્લેન્ડના એલચીને પિતાના
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૧ દરબારમાં રાખવાની નાખુશી બતાવી. હેગમાં એક એલચીનું ખૂન થયું, અને ચાર્સના પુત્રનો હકદાર વારસ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. મૅડિમાં પણ બીજો એક પ્રતિનિધિ માર્યો ગયો. દેશમાં આ નવા રાજ્યથી લેકે ખુશી ન હતા. ચાર્લ્સના મૃત્યુ પછી કઈ અજાણ્યા લેખકનું “રાજપ્રતિમા નામે પુસ્તક પ્રસિદ્ધ થયું. તેમાં રાજાના ગુણોનું ભારેભાર યશગાન હતું, અને તેના પર ગુજારેલાં સંકટનું મર્મવેધક ચિત્ર હતું. પાર્લામેન્ટ મના કર્યા છતાં લેકે ચેકબંધ વાંચે, વાંચીને રડે, અને નિસાસા નાખે. છેવટે ઑટલેન્ડમાં ચાર્લ્સ બીજાનો રાજા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો, અને આયલેન્ડમાં રાજાના પક્ષના કેટલાક માણસોએ અને કેથલિક પંથીઓએ મળીને ચાર્લ્સ બીજાને પોતાનું રાજ્ય મેળવવા માટે યુદ્ધ કરવાનું આમંત્રણ આપ્યું. આ પ્રમાણે બાહ્ય અને આંતર વિપત્તિઓથી ભય પામેલી પાર્લમેન્ટ વીખરાઈ જવાને બદલે ચાલુ રહેવાનું ઠરાવ્યું. દરમિઆન આયર્લેન્ડમાં લશ્કરની હાર થયાના અને બળવે થવાના સમાચાર આવ્યા.
આયલેન્ડ જોડે યુદ્ધઃ ૧૬૪૯. આ બળવાનાં કારણ સમજવા માટે થે પૂર્વ ઈતિહાસ જોઈએ. સ્ટેફ ચાલ્સને સર્વોપરિ બનાવનાની જે યોજના ઘડી હતી, તે તેણે આયર્લેન્ડમાં અમલમાં મૂકી. આથી ત્યાંની પ્રજામાં અસંતોષ ફેલાયે. પરંતુ કોના ભાર કે ચૂં કે ચાં કરે ? તેણે નેટ પરગણું જ કરવાની પેરવી કરી. આયલેન્ડની પ્રજા મુખ્યત્વે રેમન કેથલિક હતી, તેથી
રિટન અને પ્રેઅિટિરિયન પંથના લેકે પર તેમને અણપતીજ હતી. તેમને લાગ્યું કે એ પંથના લેકે કોનેટમાં વસે અને સર્વ અધિકાર તેમના હાથમાં જાય, તે તે લેકે ધર્મને નામે આયરિશને દુઃખ દેવામાં મણ રાખશે નહિ. આથી ઇ. સ. ૧૬૪૧માં ત્યાં બળવો થયા. તેમાં અનેક અંગ્રેજો અને એંટ લેકને સંહાર થયે, પણ લાંબી પાર્લમેન્ટે બળવો દબાવી દેવા લશ્કર તૈયાર કર્યું નહિ; કેમકે તેને ભય લાગ્યો કે કદાચ એ લશ્કરને રાજા હાથ કરી લઈ પાર્લમેન્ટની સામે ધરી દે. પ્રજાવિગ્રહ દરમિઆન * આયરિશ લેકે રાજાના પક્ષમાં રહ્યા, અને ચાર્સના મૃત્યુ પછી સર્વ પક્ષેએ
૧. કેટલાક માને છે કે પુસ્તકને કર્તા ચાટર્સ પોતે હતો. મિટનને તેને પ્રત્યુત્તર લખવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું.
૧૧
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬ર
તેના પુત્રને રાજા તરીકે સ્વીકાર્યો. ઈ. સ. ૧૬૩૯ના બળવાને નાયક આર્મડને ઠાકર હતો. તેણે એક પછી એક કિલ્લા સર કરવા માંડ્યા. છેવટે પાર્લામેન્ટ પાસે એકલુંડબ્લિન રહ્યું, ત્યારે કોન્વેલને સેનાપતિ તરીકે આયર્લેન્ડ મોકલવામાં આવ્યો.
૧૨,૦૦૦ ચુનંદા સૈનિકોને લઈ ક્રોવેલ આયર્લેન્ડમાં ઉતર્યો. તેણે નિશ્ચય કર્યો હતો, કે દયા તો બતાવવી નહિ. તેણે માન્યું કે પ્રજાસત્તાક રાજ્યના શત્રુઓને દબાવી દઈ તેમના પર ધાક બેસાડવાને આ સારે લાગ છે. તેણે ત્યાં જઈને ઘેડા નગરને ઘેરે ઘાલ્યો. દિવાલમાં ગાબડું પાડી તેનું લશ્કર કિલ્લામાં દાખલ થયું. ક્રોવેલના હુકમથી લગભગ ૩,૦૦૦ માણસોની હથિયાર વિનાની ટુકડીની કતલ કરવામાં આવી. કેટલાક બિચારા જીવ બચાવવા માટે દેવળમાં ભરાયા, પણ દેવળને આગ લગાડવામાં આવી. જેઓ એમ ને એમ શરણે આવ્યા, તેમાંથી પણ કેટલાકને મારી નાખવામાં આવ્યા. વેકસફર્ડના યુદ્ધમાં પણ (કેપ્ટેલના હુકમ વિના) એવીજ ક્રૂરતા બતાવવામાં આવી. આથી આખો દેશ થરથરી ગયો, અને કિલ્લા અને શહેરે ટપોટપ કોન્વેલને સ્વાધીન થવા લાગ્યાં.
પરંતુ ક્રોવેલને એવું કરવું હતું, કે ફરીથી એ કમનસીબ દેશ માથું ઉંચકી ન શકે. આથી બળવાના ઘણાખરા આગેવાનોનો વધ કરવામાં
આવ્યો. તેણે અસ્ટર, લીસ્ટર, અને મન્સ્ટરના ફળદ્રુપ પ્રદેશમાંથી આય'રિશને હાંકી કાઢવાની યોજના ઘડી કાઢી. તેણે આયરિશ જમીનદારની
જમીન છીનવી લઈ અંગ્રેજ ખેડુતોને કે જમીનદારને આપી દીધી. કેટલાક આયરિશને દેશપાર કરવામાં આવ્યા, અને કેટલાકને વેસ્ટ ઈન્ડિઝ મેકલી દેવામાં આવ્યા. એ સાથે આયરિશને પરદેશી સૈન્યમાં જોડાવાની રજા આપવામાં આવી, એટલે ભૂખમરાથી અને દુઃખથી ત્રાસેલા કેટલાક લેકે ખુશીથી
સ્વદેશ છોડી જતા રહ્યા. - કેથલિક ધર્મને પ્રચાર અટકાવવા માટે પણ જબરા પ્રયત્નો કરવામાં
આવ્યા, પણ લેકમત વિરુદ્ધ એકલી સત્તા શું કરી શકે ? લોકે કેથેલિક - પાદરીઓને આશ્રય આપતા, અથવા તેમને છુપાવતા, કે છુપા વેશ પહેરાવી ફેરવતા; છતાં એ ટાપુ પ્રોટેસ્ટન્ટ લેકને આધીન રહે, એવી વ્યવસ્થા
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૩ ખેલે કરી. આયર્લેન્ડની આ નવી વ્યવસ્થાને અમલ કોન્વેલના જમાઈએ કર્યો; કેમકે ક્રોવેલને તરતજ સ્કોટલેન્ડ જવું પડયું.
ઍટલેન્ડ જોડે યુદ્ધઃ ૧૬૫૦. સ્કોટલેન્ડના લોકો મ્યુરિટન પંથના લોકે પ્રત્યે ભાવ ધરાવતા ન હતા, અને ચાર્લ્સનો વધ પણ તેમને પસંદ ન હતો. તેમણે ચાર્લ્સ બીજાને રાજા તરીકે સ્વીકાર્યો, પણ તણું રાજકુમાર પિતાને દાવ ખેલતો હતો. તે એકદમ પ્રેમ્બિટિરિયન પંથ સ્વીકારવા તૈયાર ન હતો. તેણે આયર્લેન્ડમાં રાજાના પક્ષની હાર થએલી જઈ, ત્યારે તે ર્કોટલેન્ડમાં આવ્યું. કેંટ લેક ચાર્લ્સ બીજાને પક્ષ લઈ સામા થયા. આથી પાર્લમેન્ટ ચમકી ઊઠી, અને તેણે અંગ્રેજ લશ્કરને સ્કોટલેન્ડ મોકલવાનો નિશ્ચય કર્યો. પરંતુ ફેરફૅકસે હલે લઈ જવાની ના પાડી, એટલે પાર્લમેન્ટ આયર્લેન્ડમાંથી કોન્વેલને બોલાવી ર્કોટલેન્ડ જવાની આજ્ઞા કરી.
ડિનબારનું યુદ્ધઃ સરહદ ઓળંગીને ક્રોવેલ ઑટલેન્ડમાં ઉતર્યો, કે ત્યાં નાસભાગ થવા લાગી. ક્રોવેલ સીધો એડિનબરે જઈ પહોંચ્યું, પણ સ્કેટ લે કે હારી જાય તેવા ન હતા. તેમને ચતુર સેનાપતિ લેસ્લીએ વેલને ઘેરી લઈને ઈંગ્લેન્ડ જવાના રસ્તાના બંધ કર્યા, એટલે તેને નવી મદદ ન મળે, અને ખેરાકની તંગી પડે. પરંતુ ક્રોપેલે અગમચેતી વાપરીને સામાન ભરેલાં વહાણ ડબાર બંદરે બેલાવ્યાં હતાં, એટલે તે એડિનબરો છોડીને ત્યાં ગયા. અહીં ડેંટ સન્ડે ટેકરી પર પડાવ નાખ્યો હતો, અને કોન્વેલથી કશું થઈ શકે તેમ ન હતું. પરંતુ સ્કોટ સૈન્યના કેટલાક અધીરા પાદરીઓના દબાણથી . સ. ૧૬૫૦ના સપટેમ્બરની ૩જી તારીખે સૂર્યોદય પહેલાં સેનાપતિએ લશ્કરને નીચે ઉતરવાનો હુકમ કર્યો. “હવે ઈશ્વરે તેમને મારા હાથમાં સોંપ્યા છે” એમ કહી કોન્ટેલે મજબુત ધસારો કર્યો, અને થોડી વારમાં સ્કેટ હયદળને વિખેરી નાખ્યું. આથી કેંટ લશ્કરમાં ગભરાટ ફેલાયે, અને તરફ નાસભાગ થઈ રહી. એક કલાકમાં યુદ્ધ પૂરું થઈ ગયું. કોમ્પલે અને તેના સૈન્ય ઈશ્વરસ્તવન કર્યું, અને પછી તેઓ શત્રુની ઠે પડ્યા. પરિણામે હજાર માણસ મુઆ, કેટલાએક કેદ થયા, અને પુષ્કળ સામાન અને તે અંગ્રેજોને હાથ આવ્યાં. હવે કોન્વેલને કેાઈ અટકાવનાર ન રહ્યું. તેણે એડિનબરે જઈને શહેરનો કબજે લીધા
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૪ યુસ્ટરનું યુદ્ધઃ આ યુદ્ધ આટલેથી બંધ ન પડ્યું. કોન્વેલને આખું વર્ષ યુદ્ધ ચાલુ રાખવું પડયું. આખરે ચાર્લ્સ અને તેના મળતીઆઓ ઓન ગયા, અને ત્યાં ચાટર્સનો રાજ્યાભિષેક કરવામાં આવ્યું. આખો દિવસ રાજાની આસપાસ પ્રેમ્બિટિરિયન પાદરીઓ રહીને તેને ધાર્મિક વ્યાખ્યાને સંભળાવવા લાગ્યા. રાજ આથી કંટાળી ગયું. તેણે ઈગ્લેન્ડમાં નસીબ અજમાવી જોવાનો વિચાર કર્યો. લેસ્લીને ડનબારના યુદ્ધમાં મળેલા પરાજય પછી ગુમાવેલી કીર્તિ મેળવવાની હોંસ હતી. લેકેશાયર અને વેલ્સના લોકોની મદદની આશાએ ચાર્લ્સ સૈન્ય લઈ ઈગ્લેન્ડ તરફ ચાલ્યો. ક્રોન્વેલને આ વાતની જાણ થતાં તે તેમની પાછળ ધાયે. ડનબારના યુદ્ધના યાદગાર દિવસે વર્ટર પાસે યુદ્ધ થયું, તેમાં પણ ઝેંટ લેકને સખત હાર મળી. ચાર્લ્સને રણક્ષેત્રમાંથી નાસી જવું પડયું. તેને માથે અનેક વીતકે વીત્યાં, અને તે વહાણમાં બેસી ફાન્સને કિનારે ઉતરી પડ્યો. આમ કોન્વેલનું ધાર્યું થયું; ઍટલેન્ડ પર એવો દાબ બેસી ગયો, કે ક્રોવેલને તેના સામું જોવાની જરૂર પડી નહિ. સ્વતંત્રતા માટે પ્રાણ પાથરે એવા ટ લેકે પાસે નામનીએ સ્વતંત્રતા ન રહી.
હલેન્ડ જોડે વિગ્રહઃ આટલેથી ઈલે... પ્રજાસત્તાક રાજ્ય ગણવા લાગ્યું. યુરોપનાં રાજ્યમાં ક્રોસ્પેલના નામની શેહ પડવા લાગી. પરંતુ સૈન્યની સત્તા સર્વોપરિ થઈ ન જાય તે માટે પાર્લામેન્ટ યુક્તિ કરી. સભ્યોએ પાર્લમેન્ટને આધીન રહે તેવું નૌકાસૈન્ય તૈયાર કરવાનો વિચાર કર્યો, અને ડબાર –વુસ્ટરનાં અદ્દભુત પરાક્રમોને ઝાંખા પાડે એવાં દરિઆઈ યુદ્ધો માટે પરવી કરવા માંડી. આ હેતુથી દરિઆઈ બબમાં શ્રેષ્ઠ ગણુતા હેલેન્ડ જોડે તકરાર શરૂ કરી. ઇ. સ. ૧૬૫૧માં “નૌયાનનો કાયદો” (Navigation Act)પસાર કરી પાર્લમેન્ટ એવો ઠરાવ કર્યો, કે ઈગ્લેન્ડમાં જે માલ આવે તે અંગ્રેજી વહાણમાં, અથવા જે દેશમાં તે માલ બન્યા હોય તેનાં વહાણમાં આવવો
૧. પકડવા માટે ફરતા સિપાઈઓના હાથમાંથી છટકવા માટે એક વખત ચાર્લ્સને આ દિવસ વૃક્ષ ઉપર સંતાઈ રહેવું પડયું. નીચેજ સિપાઈ એ “તે આટલામાં છે એવી વાતો કરતા. તે સાંભળીને તેનો જીવ ઊડી જતો. પરંતુ નસીબના બળે તે તેમના હાથમાં ન આવ્યું.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૫ જોઈએ. એથી ડચ લેકાના વેપારને જીવલેણ ફટકે વાગે; કેમકે તે સમયે ડચ લેકનાં વહાણો ખૂબ વેપાર ખેડતાં અને માલની લાવજા કરતા. આ પ્રમાણે ડચ વહાણેને વેપાર અંગ્રેજ વહાણેને મળે. ઉપરાંત ડચ વહાણું અંગ્રેજી ખાડીમાં આવે ત્યારે તેણે વાવટો ઉતારી સલામી આપવી એવું ફરમાન થયું. આથી ડચ લેકેને હીણપત લાગી. હવે લડાઈ વિના બીજે ઉપાય રહ્યો ન હતો. અંગ્રેજ નૌકાસૈન્યનો ઉપરી રોબર્ટ બ્લેક નિપુણ અને કસાએ યોદ્ધો હતે. ડચ નૌકાસૈન્યને ઉપરી વૅનટ્રમ્પ હતા. આ બે વર્ષનો વિગ્રહ શરૂઆતમાં નાને પણ ભયંકર હતો. એક બીજા ઉપર હુમલા થયા. એક યુદ્ધમાં અંગ્રેજો હાર્યા, એટલે વિજ્યના ગર્વમાં ટ્રમ્પ “અંગ્રેજોને સમુદ્ર પરથી કચરાની પેઠે કાઢી નાખ્યા છે” એમ સૂચવવા પિતાના વહાણ ઉપર સાવરણી બાંધી. પરંતુ આખરે ડચ લેકે હાર્યા અને ટ્રમ્પ મા. પિોર્ટલેન્ડના યુદ્ધમાં અંગ્રેજો જીત્યા, ત્યારે હાલેન્ડ સંધિ કરવા તત્પર થયું.
આ પ્રમાણે પરદેશો પાસે પ્રજાસત્તાક રાજ્યની આણ મનાવી ક્રોમ્બેલે અપૂર્વ નામના મેળવી. ચાર વર્ષ પછી તેણે “દેશરક્ષક તરીકેનું કાર્ય હાથમાં લીધું. - દેશરક્ષક કોલઃ અંશી સભ્યોની બનેલી ઠુંઠી પાર્લમેન્ટ ખરી પાર્લમેન્ટ ન હતી, તે પછી પ્રજાના પ્રતિનિધિ રૂપે કેમ ગણાય છે ચાર્લ્સના વધ પછી નવી પાલમેન્ટ મળવી જોઈતી હતી, પણ સત્તા છોડવી કેને ગમે ? દેશની અવ્યવસ્થિત સ્થિતિ જોઈ ક્રોપ્ટેલ અને પાર્લમેન્ટ વચ્ચે એવો ઠરાવ થયે, કે ત્રણ વર્ષ સુધી એની એ પાર્લમેન્ટ ચાલુ રહે, અને તે ચોક્કસ રાજ્યબંધારણ ઘડી કાઢે. પરંતુ લશ્કરની ગેરહાજરીનો લાભ લઈ પાર્લમેન્ટ ગેરકાયદેસર કામ કરવા માંડયાં. ઑટલેન્ડથી કોમ્બેલ પાછો આવ્યો, ત્યારે તેણે આ બધું જોયું, એટલે તેની આંખ ફાટી. પાર્લમેન્ટ વિસર્જન થવાને બદલે એવી તદબીર રચી કે જુના સભ્ય કાયમ રહે, પણ જે નવા સભ્યો આવે તેમની વરણીને નિર્ણય પણ તે કરે. આથી સૈન્ય અને પાર્લમેન્ટનો વિરોધ શરૂ થયું. ઈ. સ. ૧૬૫૩ના એપ્રિલની ૨૦મી તારીખે કોન્વેલને ખબર પડી કે પાલમેન્ટ ઉપરની મતલબનો ખરડો પસાર કરવાની તૈયારીમાં છે, એટલે તે સભાગૃહ તરફ દેડ. પિતાની જેડે હથિયારબંધ સિપાઈઓ હતા, તેમને બહાર રાખી પિતે અંદર જઈ છાને માને બેઠે. પરંતુ ચર્ચા
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૬
,,
સાંભળ્યા બાદ તેણે કહ્યું, “તમારી ઘડી ભરાઈ ચૂકી છે, અને ઈશ્વરે તમને તજી દીધા છે; હું તમારી લવરી બંધ કરી દેવા માગું છું. તમારે અહીં વધારે વખત મેસવું એ યેાગ્ય નથી. તમે કંઈ પાર્લમેન્ટ નથી. તેણે પગ પછાડયા, એટલે ત્રીસ સૈનિકાએ અંદર આવી સભા વીખેરી નાખી. પ્રમુખે ખુરસી પરથી ઊઠવાની ના પાડી, એટલે તેનેા ઢાથ પકડી ઉડાડી મૂકવામાં આવ્યા. પછી બારણાંને તાળું મારી ક્રોબ્વેલ કુંચી લઈ ગયા. ઇ. સ. ૧૬૪૦ માં બેઠેલી લાંબી પાર્લમેન્ટને અંત બળાત્કાર અને અપમાનમા આવ્યા, પણ તેની પોતાની અનુમતિ વિના તેને વીખેરી શકાય તેમ ન હતું.
હવે દેશમાં ક્રોમ્બેલ અને તેના સૈન્યની સત્તા રહી. ક્રોમ્બેલે પેાતાના અધિકારથી નવી પાર્લમેન્ટ એલાવી. તેના સભ્યેા પ્રજાએ પસંદ કરેલા ન હતા, પરંતુ ક્રોમ્બેલ અને તેના પક્ષના માણસોએ અનુકૂળ માણસ મેકલ્યા હતા. એમાં સ્કાર્ટલેન્ડ અને વેલ્સના કેટલાક સભ્યા હતા. આ પાર્લમેન્ટે કેટલાક સારા કાયદા ઘડયા, પણ ઉત્સાહના આવેશમાં તેણે એટલા બધા સુધારા કરવા માંડયા, કે દેશમાં અશાન્તિ વ્યાપવાના ભય દેખાયા. ક્રોમ્બેલ તેનાથી કંટાળી ગયા, અને સભ્યામાં તકરારા થવા લાગી, એટલે પાંચ માસમાં સર્વ સત્તા ક્રોમ્બેલને સાંપી પાર્લમેન્ટ બરખાસ્ત થઈ, ઇ. સ. ૧૬૫૩.
હવે શું કરવું ? તરવારને જોરે ચલાવેલું રાજ્ય લાંખે। કાળ ટકી શકતું નથી. લાંખી પાર્લમેન્ટના અનુભવથી ક્રોમ્બેલ એટલું તેા સમજી શકયેા હતેા, કે દેશમાં કાઈ પણ સત્તા પ્રબળ હાવી જોઈ એ, અને રાજ્યનાં સવ અંગે તે સત્તાને વશ રહીને ચાલે, તાજ દેશમાં શાન્તિ રહે; કારણ કે બીનજવાબદાર અને એકહથ્થુ સત્તા પણ સ્વતંત્રતાનો નાશ કરનારી નીવડે છે. લશ્કરી અધિકારીઓની સૂચનાથી ક્રોમ્બેલે ‘ દેશરક્ષક ’નું ગૌરવભર્યું પદ કાર્યું. તેની જોડે એક મંત્રી સભા અને પાર્લમેન્ટ પણ હાવાં જોઈએ, એવું હેરાવવામાં આવ્યું. આ ઉપરાંત રાજ્યતંત્રનાં સાધન ( Instrument of Government ) વડે રાજ્યબંધારણ ઘડી કાઢી પાર્લમેન્ટ અને દેશરક્ષકની
સ્વી
૧. આ પાર્લમેન્ટને બરખાન્સ’ પાર્લમેન્ટ’ કહેવામાં આવે છે; કેમકે તેના એક સભ્યનું નામ પ્રેઈઝ ગાડ બર ખાન્સ (ખુલ્લાં હાડકા) હતું. એ જમાનામાં પ્યૂટિન . લાર્કા ખાઇબલનાં નીતિસૂત્રોના નામ તરીકે ઉપયાગ કરતા.
Page #180
--------------------------------------------------------------------------
________________
સત્તાની મર્યાદા આંકવામાં આવી. તેમાં એમ કરાવવામાં આવ્યું, કે કોન્વેલ મરણ પર્યત દેશરક્ષક રહે, તેને બાંગે પગાર મળે, અને પાર્લમેન્ટ દર ત્રણ વર્ષે ઓછામાં ઓછી એક વાર મળે. | દેશરક્ષકની આંતર નીતિઃ ૧૬૫૩–૧૬૫૮. ચાર્લ્સના વધને પાંચ વર્ષ થતા પહેલાં એકજ હાથમાં સર્વોપરિ સત્તા જઈ પડી. નવી પાર્લમેન્ટ મળી, તે પહેલાંના દસ માસ કોમ્બેલે સારી રીતે રાજ્ય ચલાવ્યું. તેણે દેશમાં વિદ્યાની વૃદ્ધિ થાય તેવા ઉપાયો ક્ય, ખર્ચમાં કરકસર કરી, સર્વને સરખા
ન્યાય મળે તેવી વ્યવસ્થા કરી, અને ગરીબ ખેડુતો અને જમીનદારોની. સ્થિતિ સુધારવાની મહેનત કરી. તેણે ર્કોટલેન્ડને ઈગ્લેન્ડ સાથે જોડી દીધું.
નવી વિશાળ પ્રતિનિધિત્વવાળી પાર્લમેન્ટ ઈ. સ. ૧૬૫૪માં મળી. તેમાં માત્ર રોમન કેથલિક અને રાજાના પક્ષના માણસે ન હતા. તેમાં ઈ. સ. ૧૬૩રના સુધારાના ખરડાનાં ઘણું તને સમાવેશ થતો હતો. નવી સભામાં કોલના ઘણા શત્રુઓ આવ્યા. તેમણે માત્ર “હા જી હા કરવાને બદલે રાજ્યબંધારણની ચર્ચા ઉપાડી. દેશમાં એકજ માણસ સર્વોપરિ હોઈ શકે કે નહિ, તે પર જુસ્સાદાર વિવેચન થવા લાગ્યાં. પરંતુ કોમ્બેલે તેમને કહ્યું કે જે કાયદા અને બંધારણને અંગે તમે પિત પાર્લમેન્ટમાં બેસવા પામ્યા છે, તેને તમારાથી હાથ લગાડી શકાશે નહિ. પરંતુ નવા સભાસદો સ્વતંત્ર મિજાજના હેવાથી ડરી જાય તેવા નહતા. જો કે પિતાની વિરુદ્ધ થનારા ૧૦૦ સભાસદોને કોમ્બેલે પાર્લમેન્ટમાં આવતા બંધ ક્ય, પણ એટલાં બધાં વિરોધી ત રહી ગયાં, કે પાંચ માસની અંદર તેને પાર્લમેન્ટ બરખાસ્ત કરવી પડી.
હવે તેણે એકલે હાથે રાજ્ય કરવા માંડયું. તેને અમલ દરેક રીતે લશ્કરી હતી. તેણે દેશને ૧૦ પરગણાંમાં વહેંચી નાખે, અને દરેક ઉપર એકેક દંડનાયક” (Major General) ની. આ નાયકેએ ચાર્સના જેવી આપખુદી ચલાવવા માંડી. દેશના જુના ધારાઓને અમલ બંધ પડે, ગેરકાયદેસર કરવેરા ઉઘરાવવામાં આવ્યા, અને લોકોને કડક સજા થવા લાગી. બેડશે જેવાને પણ ક્રેજ્વલે તુરંગમાં મોકલી દીધો. આથી રાજાના
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૮.
પક્ષકારમાં અને સામાન્ય પ્રજામાં અસંતોષ વ્યા. જ્યાં ત્યાં કોન્વેલના નાયક અને તેમના જુલમની વાતે થવા લાગી.
ઈ. સ. ૧૬૫૬માં બીજી પાર્લમેન્ટ મળી. તેના સભ્ય પણ નિમલ્ય અને ક્રોવૅલના પક્ષના હતા; કેમકે તેના લગભગ ૧૦૦ વિધીઓને મંત્રીસંભાએ બેસવા દેવાની ના પાડી. હવે સભ્યએ વિનીત અરજી અને સૂચના નો ખરડે તૈયાર કરી રાજ્યબંધારણમાં જે ફેરફાર સૂચવ્યા, તેમાં બે મુખ્ય હતા; એક એ કે કોમ્પલે “રાજપદીનો સ્વીકાર કરે, અને બીજું એ કે અમીની સભાની ફરી સ્થાપના કરવી. રાજપદ લેવાની ક્રોલની ઇચ્છા હોય કે ન હોય, પણ જે સૈન્યની એથે રહીને તે ઉચ્ચ પદવીએ પહોંચ્યો હતા, અને તેણે ગૌરવ, પ્રતિષ્ઠા, અને પ્રતાપ મેળવ્યાં હતાં, તે સૈન્યને એ વાત ગમતી ન હતી એ ક્રોસ્પેલ જાણતો હતો. એથી તેણે રાજા થવાની ના પાડી, અને બાકીની સૂચના સ્વીકારી. તેને “દેશરક્ષક” તરીકે કાયમ કરી વિધિપૂર્વક સત્તા સોંપવામાં આવી, અને તેને વારસ નીમવાની સત્તા મળી.
ઈ. સ. ૧૬૫૮ની પાર્લામેન્ટમાં ક્રોમ્બેલે કાઢી મૂકેલા સભાસને બેસવાની રજા મળી, અને ઘણા સભ્યોને અમીર બનાવ્યા તેથી તેમની જગાએ નવા સભ્યો આવ્યા. આ બધાએ રાજ્યબંધારણની જુની તકરાર ઉપાડી, એટલે ક્રોપેલે પાર્લમેન્ટ બરખાસ્ત કરી આપખુદ અમલ ચલાવ્યો. ) દેશરક્ષકની પરદેશનીતિઃ ઇ. સ. ૧૬૫૪–૫૮. ક્રોવેલની ખરી મહત્તા તેની પરદેશનીતિમાં જણાય છે. દેશમાં વિરોધ, ચિંતા, અને ખટપટ હોવા છતાં કોન્ટેલે પરદેશમાં ઈંગ્લેન્ડનું ગૌરવ વધાર્યું. ઈલિઝાબેથની પેઠે યુરોપનાં પ્રોટેસ્ટન્ટ રાજ્યોને એકત્ર કરી તેનું ઉપરીપદ ઈગ્લેન્ડને આપવાની તેનામાં હોંસ હતી. એથી તેણે ડચ લેકે જેડે મળીને ઑસ્ટ્રિઆની વિરુદ્ધ સ્વીડન જેડે સંધિ કરી વેપારી લાભ મેળવ્યા. ફ્રાન્સ અને સ્પેન વચ્ચે ચાલતા વિગ્રહનો લાભ લઈ તેણે ફ્રાન્સનો પક્ષ લીધે, અને દાવો કર્યો કે સ્પેનના રાજ્યમાં અંગ્રેજોને પિતાનો ધર્મ પાળવાની સંપૂર્ણ સ્વતંત્રતા હેવી જોઈએ. સ્પેન ચુસ્ત કેથેલિક હોવાથી કોમ્બેલે ઈલિઝાબેથની નીતિ આરંભી. તેણે વેસ્ટ ઈન્ડિઝમાં લશ્કર મોકલ્યું, અને જેમેકા જીતી લીધું, ઈ. સ. ૧૬૫૬. સાયને ઠોકેર ફન્સને સુધારકેને બહુ દુઃખ દેતા હતા. તેને ફ્રાન્સના
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૯
-
રાજાએ સમજાવી રહેમ રાખવાની જરૂર પડી. એટલે કોન્ટેલે ફાન્સના રાજાને મદદ આપવાનું કબૂલ કર્યું. ઈગ્લેન્ડ અને ફ્રાન્સ સ્પેન સામે લડ્યાં. સ્પેનનું લશ્કર ડયુન્સ પાસે હાર્યું, અને તેની પાસેથી ઈગ્લેન્ડે ડન્કર્મનો કિલ્લો પડાવી લીધે, ઇ. સ. ૧૬૫૮. આથી ક્રોપ્ટેલની કીર્તિ વધી, અને ઈંગ્લેન્ડનું ગૌરવ વધ્યું. હવે યુરોપનાં રાજ્યોના એલચીઓ કોન્વેલના દરબારમાં આવી મૂકી મૂકીને સલામ કરવા લાગ્યા; કેમકે સર્વને તેની મીઠી નજર અને દસ્તીની ગરજ પડવા લાગી. ભૂમધ્ય સમુદ્રમાં પણ અંગ્રેજોના નામને કે વાગ્યો. દરમિઆન ટયુનિસના બેએ અંગ્રેજ કેદીઓ સોંપવાની ના પાડી, એટલે બ્લેકને ત્યાં મોકલવામાં આવ્યું.
મરણું અને તુલનાઃ કોલનું વય ૫૯ વર્ષનું થયું, ત્યાં તો ચિંતા, શ્રમ, ઉજાગરા, અને મંદવાડથી તેનું શરીર નબળું પડવા લાગ્યું. દેશને માટે શરીરને શ્રમ આપવામાં તેણે મણ રાખી ન હતી, છતાં તેના છેલ્લા દિવસો દુઃખમાં ગયા. તેના શત્રુઓ તેને ઘાટ ઘડવાની ખટપટ કરતા. “ખૂન એ હત્યા નથી” એ ચોપાનીમાં કોલનું ખૂન કરવાનાં કારણો દર્શાવવામાં આવ્યાં. આમ અંત કાળમાં તે બહુ દુખી હતા. તે વસ્ત્રોની નીચે બખ્તર પહેરતો, અને સૂવાની જગા રેજ બદલતો. વધારામાં તેની પ્રિય પુત્રીના મૃત્યુથી તેને અસહ્ય આઘાત લાગ્યો. તેને ભયંકર મંદવાડ લાગુ પડે. તેને આરામ થાય તે માટે લોકોએ પ્રાર્થના કરી, પણ સઘળું વ્યર્થ હતું. કોન્વેલ ઈ. સ. ૧૬પ૦ના સપ્ટેમ્બરની ૩જી તારીખે અનંત શાંતિના ધામમાં ગયો.
ક્રોવેલ અસાધારણ બુદ્ધિવાળો, તીવ્ર સમજણવાળો, દયાળુ, કમળ, અને સ્નેહાળ હતા. જો કે તેને સ્વભાવ જલદ હતો, પણ તેનામાં દ્વેષ ન હતો. રણભૂમિ પર તેને જેટો મળવો મુશ્કેલ હતું. તેની અદ્દભુત વ્યવસ્થાશક્તિ, પ્રસંગ ઓળખીને લાભ લેવાની શક્તિ અને યુદ્ધકળાની આવડતને લીધે તે હંમેશાં વિજય મેળવતો. તેણે ઈગ્લેન્ડની ઘણી સેવા કરી છે. તેણે
૧. ક્રોવેલના જીવનમાં ૩જી સપ્ટેમ્બરના બનાવો યાન ખેંચે એવી છે. તે ૩જી સપ્ટેમ્બરે (૧૯૪૯) ઘેડા પહોંચ્ય; ડબ્બારનું યુદ્ધ 3જી સપ્ટેમ્બરે (૧૯૫૦) થયું, વર્ટરના યુદ્ધમાં ૩જી સપ્ટેમ્બરે (૧૯૫૧) જય મ; તેની પહેલી પાર્લમેન્ટ ૩જી સપ્ટેમ્બરે (૧૬૫૪) મળી; તેનું મૃત્યુ ૩૦ સપ્ટેમ્બરે (૧૯૫૮) થયું.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૦.
દેશપરદેશમાં પોતાની પ્રતિષ્ઠા વધારી, તો પણ તેણે જોઈ લીધું કે ધારેલા કાર્યમાં તે નિષ્ફળ નીવડયો હતો. રાજાને વધ કરી પ્રજાને સ્વતંત્રતા આપવાના પ્રયત્નોમાં પ્રજાને મેટો ભાગ સંમત ન હતો. તેણે તરવારને જેરે પ્રજા પર સત્તા ટકાવી રાખી, પણ એ પ્રતાપી શક્તિ દૂર થતાં પિતાનું કામ તૂટી પડવાનું છે એમ તે સમજી ગયે. તેના ધાર્મિક વિચારો જમાના કરતાં આગળ પડતા હતા. તેણે લેલા જેવા અપ્રિય થઈ પડેલા વર્ગને ધર્મછૂટ આપી, અને વેપારીઓને અને ધર્મઘેલાઓનો વિરોધ હોવા છતાં દેશમાં વાદીઓને વસવા દીધા. ધાર્મિક આવેશથી પ્રેરાએલે બુદ્ધિશાળી જમીનદાર સ્વદેશાભિમાનના પૂરમાં ખેંચાય ત્યારે ક્યાં સુધી જઈ શકે, તેનું ઉદાહરણ કન્વેલ પૂરું પાડે છે. તેણે દેશમાં સમૃદ્ધિ આણી, પણ પ્રજાને જોઈતી સ્વતંત્રતા તે આપી શકે ન હતો.
અરાજકતાઃ ઈ. સ. ૧૬૫૯-૬૦. ક્રોપ્ટેલના મૃત્યુ પછી તેને પુત્ર રિચર્ડ કોન્વેલ “દેશરક્ષકના પદ પર આવ્યું. તેનામાં પિતાની બુદ્ધિ કે શક્તિ ન હતી; તે શાંતિપ્રિય અને એકાંત જીવન ગુજારવાની ઇચ્છાવાળો, લડવાની આવડત વિનાનો અને સાધારણ માણસ હતો, એટલે જુની તકરાર ઉભી થઈ. તેણે પાર્લમેન્ટ બેલાવી, પણ સૈન્ય અને પાર્લમેન્ટ વચ્ચે તકરાર જામી. સૈનિકોને યુદ્ધકળાના જ્ઞાન વિનાનો આ ઉપરી જોઈ તો ન હતો, અને પાર્લમેન્ટને લશ્કરની પ્રબળ સત્તા પાલવતી નહોતી; તેણે લશ્કરી અધિકારીઓના દબાણને વશ થઈ પાર્લમેન્ટને વિસર્જન કરી, અને પિતાનું રાજીનામું આપી દીધું. તેણે કહ્યું કે “મારી પદવી મને ભાર રૂપ છે, એટલે તે માટે હું લેહીનું એક પણ ટીપું રેડાવા દેનાર નથી.” . આ પછી દેશમાં ખાસ મુખ્ય સત્તા રહી નહિ. ક્રોવૅલના મરણ પછી લશ્કરની એકતા તૂટી, અને લશ્કરી અધિકારીઓ ઉપરીપદને માટે લડવા
૧. ક્રોવેલના જીવનની સમીક્ષા નીચેની ચાર લીટીઓમાં ઠીક કરેલી છે. He first put arms into Religion's hands, And tim'rous conscience into Courage mann'd; The soldier taught that in ward mail to wear, An fearing God how they should nothing fear.
Page #184
--------------------------------------------------------------------------
________________
લાગ્યા. આ સર્વેમાં લેબર્ટ બળવાન સરદાર હતા. તે સૈન્યને આગેવાન બનીને લંડન ગયે, અને તેણે પાર્લમેન્ટને સજીવન કરી. પરંતુ પાર્લમેન્ટ અને સૈન્ય વચ્ચે સર્વોપરિ સત્તાને માટે વિખવાદ થયે. પાર્લમેન્ટે ૧૬૫૯ના
કબરમાં લૅમ્બર્ટ અને તેના મળતીઓનો અધિકાર લઈ લીધો. અમલદારોએ પાર્લમેન્ટ વિખેરી વેર વાળ્યું, અને રાજ્ય ચલાવવા લશ્કરી સમિતિ નીમી.
આ સમયે મંક નામે કાર્યદક્ષ, ચતુર, અને વ્યવહારકુશળ સરદારે અવ્યવસ્થાનો અંત આણવાનો વિચાર કર્યો. તેણે સ્વદેશપ્રેમને વશ થઈ રાજાનો. પક્ષ લેવાનો નિશ્ચય કર્યો. તેણે લશ્કરી સમિતિની સત્તા સ્વીકારી નહિ. ઈ. સ. ૧૬૬૦માં તે સરહદ ઓળંગી લંડન તરફ ઉપડે. લંડનમાં આવી તેણે સૈન્ય, પાર્લમેન્ટ, અને પ્રજાની ઈચ્છાઓ અને ફરિયાદો સાંભળી. તેણે પાર્લમેન્ટ બેલાવી, અને ઈ. સ. ૧૬૪૮માં કાઢી મૂકવામાં આવેલા પ્રેઅિટિરિયન સભ્યને ફરીથી નોતર્યા. લેકે આ સાંભળી ખુશી થયા. આ પ્રમાણે ફરી મળેલી લાંબી પાલમેન્ટ ડહાપણ વાપરીને સ્વેચ્છાપૂર્વક વિસર્જન થઈ નવી અને સ્વતંત્ર પાર્લમેન્ટ મળી, તેમાં રાજાના પક્ષના અને મધ્યમ વિચારના ઘણું પુરુષો આવ્યા. આથી સૈન્યસત્તાના દિવસે પૂરા થયા, અને ચારે તરફ રાજભકિતની ભરતી ચડવા લાગી. સર્વને એમ લાગતું હતું કે જુની રાજ્ય-. વ્યવસ્થા ફરી દાખલ થવી જોઈએ. આ વખતે રાજપુત્ર ચાર્લ્સ હોલેન્ડમાં હતું. તેણે મંકની જોડે વિષ્ટિ ચલાવી અને તેની સૂચનાથી ડાથી જાહેરનામું પ્રસિદ્ધ કરી સર્વને ક્ષમા આપવાનું, સર્વને ધર્મની છૂટ આપવાનું, અને પ્રજાની ઇચ્છાનુસાર રાજ્ય ચલાવવાનું વચન આપ્યું. ત્યાર બાદ નવી કામચલાઉ પાલમેન્ટ (Convention) ચાર્જને ગાદી સ્વીકારવાનું આમંત્રણ આપ્યું. એથી. ચાર્લ્સ ડેવર આવ્યો, અને ત્યાંથી લોકોને હર્ષનાદ સાંભળતે લંડન ગયો.
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પમું
રાજાનું પુનરાગમન
ચાટર્સ બીજ: ઇ. સ. ૧૬૬૦–૧૬૮૫ • રાજાનું પુનરાગમનઃ કામચલાઉ પાર્લમેન્ટ ચાર્લ્સ બીજાને ગાદી લેવાની વિનંતિ કરી; કારણ કે તે હકદાર હતો એટલું જ નહિ પણ તેના વિના ચાલે એમ ન હતું. યૂરિટનોએ રાજાની સામે હથિયાર ઉઠાવી જે અખતરો કર્યો તે નિષ્ફળ ગયે. જો કે જુલમગાર રાજાની સામે લડીને વિજય મેળવ્યો એ ખરું, પણ તે પછી જુલમગારના પુત્રને માન આપવા ભક્તસેનાને હથિયાર નમાવી ઉભા રહેવું પડયું. ક્રોવેલના કડક અમલથી અને યૂરિટનોની ઉગ્રતાથી લેકમાં અસંતોષ ફેલાયો હતો, અને રાજ્યમાં અવ્યવસ્થા આવી હતી. આથી સર્વને રાજાની જરૂર હતી. જો કે આંતર વિગ્રહને પરિણામે રાજાની સત્તા જતી રહી, પણ તેના કરતાં વધુ ખરાબ સત્તા સર્વોપરિ થઈ પડી. ધાર્મિક જુલમે પણ ઓછા ન હતા, અને પક્ષાપક્ષીનાં મૂળ ઉડાં હતાં. આ બધાનું શુભ પરિણામ એ આવ્યું, કે ભવિષ્યમાં રાજાથી ઉઘરાણું થઈ શકે નહિ કે કર નાખી શકાય નહિ, અને પ્રજાની ઇચ્છા વિરુદ્ધ રાજ્ય કરી શકાય નહિ; માત્ર બહુમતીવાળો પક્ષ પોતાના કાબુમાં રાખીને રાજા સ્વતંત્ર રીતે રાજ્ય કરી શકે તેમ હતું; કેમકે સેનાપતિ મંકે ચલાવેલી વિષ્ટિમાં રાજાપ્રજાના હક વિષે કશી વાત કરવામાં આવી ન હતી. આ સમયે પાર્લમેન્ટની માગણીઓ મંજુર કરવા ચાર્લ્સ તૈયાર હતો, પણ દુર્ભાગ્યે કઈ પ્રવીણ રાજદ્વારી તે સમયે ન હતા. આથી કરીને ચાર્લ્સ પિતાના અમલમાં જુદા જુદા પક્ષોને લડાવીને અને આંતરવિગ્રહનો ભય ઉભું રાખીને મનધાર્યું કરતો ગયે. આ વ્યાકર્સે બીજોઃ ચાર્જને જન્મ ઇ. સ. ૧૯૩૦માં થયો હતે. નેસ્બીના યુદ્ધ પછી તે હોલેન્ડમાં જઈ રહ્યો, અને ઇ. સ. ૧૬૫૧માં સ્કેટલેન્ડમાં પાછો આવ્યો. વર્ટરના ભયંકર યુદ્ધ પછી તે ફ્રાન્સ નાસી ગયે, પણ ત્યાંથી તેને ઇ. સ. ૧૬૫૫માં રજા મળી. તે લંડન આવ્યો ત્યારે લોકોએ તેને હરખભેર આવકાર આપે; પ્રજાએ રસ્તામાં કુલ પાથયાં, દેવળમાં ઘંટનાદ થયે, અને ઠેરઠેર રણદૂર, ઝાંઝપખાલ, અને ઘુઘરા લાગ્યા. બારીબારણું પણું
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૩
તે
ધજાપતાકાથી શણગારવામાં આવ્યાં, અને લેકે રંગબેરંગી વસ્ત્રો પહેરી રાજાને સન્માન આપવા બહાર નીકળી પડ્યા. ભુડી અને કાળમુખી સૈન્યસત્તાને
અંત આવ્યો, અને હવે સુખવારો આવશે એમ લોકોએ માન્યું. મ્યુરિટનોએ લેકિનો આનંદીવ, મોજમઝાં, નાચરંગ, સાઠમારી વગેરે બંધ કર્યા હતા, તે બધું ફરીથી શરૂ થશે એવી તેમની આશા હતી.
ચાન્સ શાન્ત સ્વભાવને, ઉડે, અપ્રમાણિક, સ્વાથ, વિષયી, લુચ્ચે, એશઆરામી, અને આળસુ હતો. તેની બાલ્યાવસ્થા
રખડપટ્ટીમાં વીતી હતી, એટલે ન. .. 3 ને
તેને દેશ માટે પ્રીતિ નહોતી. ચાર્લ્સ બીજે
ઉદારતા અને દયા કે ધર્મ સબંધી લાગણી તેનામાં ન હતીઃ માત્ર તેની રીતભાત અને બોલવાની છટા મનહર હતી. તેને પિતાનું ધાર્યું કરવાની ટેવ હતી, છતાં પાર્લમેન્ટને છંછેડીને કે તેની વિરુદ્ધ જઈને કંઈ પણ કરવાની તેને દછી નહોતી. તેનામાં અનેક યુક્તિઓ અને ઉડી પહોંચી હતી; કયારે સામું થવું, અને ક્યારે લટી પડવું એ તે સમજતો હતો. રાજના ઈશ્વરી હક વિષે તેનામાં એવા મમત હતા, કે પ્રાણાને પણ તે છોડવા એ તૈયાર ન હતો. પરંતુ તેની ચતુરાઈથી તેના વિચારો એકદમ જણાતા નહિ, એટલે પ્રજા તેની સામે થઈ નહિ. તે કહેતા કે “મારે ફરીથી યુરોપની યાત્રા કરવાની ઇચ્છા નથી.” તેના જીવનમાં બે મુરાદે હતીઃ (૧) પિતાનું ધાર્યું કરવું, અને પાર્લમેન્ટને હિસાબ ન આપવો પડે તે રીતે વિલાસને માટે દ્રવ્ય મેળવવું (૨) કેથલિક ધર્મની ફરી સ્થાપના કરવી; કારણ કે તે માનતો હતો કે પ્રોટેસ્ટન્ટ ધર્મ પાળવાથી લોકો સ્વતંત્ર મિજાજના થઈ જાય છે. તે પોતે પણ અંતરમાં કેથલિક હતા.
Page #187
--------------------------------------------------------------------------
________________
કામચલાઉ પાર્લમેન્ટઃ ઈ. સ. ૧૬ ૬૦. એ પછી બ્રેડાના જાહેરનામાને અમલ કરવાનું કામ હાથમાં લેવામાં આવ્યું. પાલમેન્ટ ઈ. સ. ૧૬૩૭થી ૧૬૬૦ સુધીના બળવામાં ભાગ લેનારાઓને ક્ષમા આપી; છતાં ૧૩ રાજહત્યારાને અને ન્યાયાધીશોને ફાંસીએ ચડાવ્યા, અને કેટલાકને બંદીખાને નાખ્યા. કોન્ટેલ અને બ્રેડશેનાં શબને કબરોમાંથી ખોદી કાઢી ફાંસીએ ચડાવ્યાં. કોન્વેલના સમયમાં રાજાના પક્ષના માણસની જમીન લઈ લેવામાં આવી હતી, તે તેમને પાછી આપવામાં આવી, અને અમીરની સભાની ફરીથી સ્થાપના કરવામાં આવી. રાજાને બાર લાખ પન્ડનું વર્ષાસન બાંધી આપી તેની જાગીરે સોંપવામાં આવી, પણ ક્યૂડલ ધારાને અંગે મળતાં નજરાણું બંધ કરી દારૂની જકાત તેને મળે તેવી ગોઠવણ કરવામાં આવી. એ સાથે મંકની સેનાને પગાર ચૂકવી વિખેરી નાખવામાં આવી. રાજાએ તેમાંથી એક ટુકડી રાખી લીધી, અને આ પ્રમાણે ઈગ્લેન્ડની સ્થાયી સેનાનું બીજ નંખાયું. કેટલાક ધાર્મિક પ્રશ્નોનું નિરાકરણ કરવા જેવું હતું, પણ રાજા અને પાલમેન્ટ વચ્ચે મતભેદ હોવાથી કશું કર્યા વિના આ પાલમેન્ટ ઈ. સ. ૧૬૬૦માં બરખાસ્ત થઈ. )
સ્કોટલેન્ડ અને આયલેન્ડમાં રાજસત્તાની સ્થાપના ઈ. સ. '૧૬૬૦–૧૬ ૬૫. રાજાના પુનરાગમનથી આ દેશે ને હાનિ થઈ. કોવેલના સમયમાં ટલેન્ડનું ઈગ્લેન્ડ જોડે થએલું જોડાણ કામચલાઉ પાર્લમેને સ્વીકાર્યું નહિ, અને ઉલટું ડેંટ લોકો પાસેથી વેપારના સમાન હક લઈ લીધા. ડૅટ લોકેએ ચાર્લ્સ બીજાને મદદ કરી હતી, પણ તેઓ પિતાના પિતાની સામે થયા હતા, એ વાત રાજાને સાલતી હતી. આલિના ઠાકોરે ઈ. સ. ૧૯૬૦માં ચાર્લ્સને રાજ્યાભિષેક કર્યો. તોપણ તેના પર ચાર્લ્સ ૧લાની હત્યાનો આરોપ મૂકી તેને ફાંસી દેવામાં આવી. છેવટે એપિસ્કેિપલ પંથ ફરી દાખલ કરવામાં આવ્યો, અને જે તે સ્વીકારવાની ના - પાડે તેમના પર ભયંકર જુલમ ગુજારવા માંડ્યા. - આયર્લેન્ડમાં બીજા પ્રકારનું દુઃખ હતું. આંતર વિગ્રહમાં જેમણે રાજાને મદદ કરી હતી, તેમની જમીન કોન્ટેલે લઈ લીધી હતી. યૂરિટન જમીનદારે પાસેથી એ જમીન “રાજ પક્ષના માણસને પાછી આપવાની ચાર્જને
Page #188
--------------------------------------------------------------------------
________________
ઉત્કંઠા હતી, પણ તેમ કરવાની છાતી ચાલતી ન હતી. અંતે એમ ઠરાવવામાં આવ્યું, કે એ જમીનદારોની કે જમીન જપ્ત કરી રાજપક્ષના આગેવાનોને આપવી, અને આયર્લેન્ડમાંથી ઢેર, માંસ, અને માખણ ઈગ્લેન્ડ મોકલવાની મના કરવી.
દરબારી પાર્લમેન્ટ: ૧૬૬૧–૧૬ ૬૯. ઈ. સ. ૧૬૬૧માં રાજભક્તિના આવેશમાં લેકેએ રાજપક્ષના સભ્યોને મોકલ્યા. આ પાર્લમેન્ટ “લાંબી પાર્લમેન્ટના કાયદા રદ કરીને એવું ઠરાવ્યું, કે રાજાની સંમતિ વિના પાર્લમેન્ટથી કાયદો થઈ શકે નહિ, રાજા સામે યુદ્ધ થઈ શકે નહિ, અને સૈન્યનું ઉપરીપદ રાજાને હસ્તક રહેવું જોઈએ. છતાં ‘ત્રિવાષિકે કાયદે” કરીને એવું ઠરાવ્યું, કે દર ત્રણ વર્ષે પાર્લામેન્ટ એક વાર અવશ્ય મળવી જોઈએ.
ચાટર્સ બીજાનું મુખ્ય કાર્ય ધાર્મિક સુધારાનું હતું, તેથી તેંડના સમયની ધર્મ ખાતાની વ્યવસ્થા સજીવન કરવામાં આવી. અસલના દીક્ષિતોને તેમની જગાએ દાખલ કરવામાં આવ્યા, અને ખાલી જગાએ બીજા દીક્ષિત નીમવામાં આવ્યા. પરંતુ નાનાં મંડળોના યૂરિટન પાદરીએ પ્રાર્થનામાળાની પોથીને તિરસ્કારથી જોતા હતા એટલી તેમાં મુશ્કેલી હતી. આ સ્થિતિમાંથી તોડ કાઢવા રાજાએ ધર્મસભા બોલાવી, અને તેમાં દીક્ષિત તથા પ્રેમ્બિટિરિયન આગેવાનોને નોતર્યા. પરંતુ તેનું શુભ પરિણામ આવવાને બદલે તકરાર વધી પડી.
ધર્મછૂટનું વચન આપનાર રાજા પાર્લમેન્ટને યૂરિટને વિરુદ્ધના કડક કાયદા કરતાં અટકાવી શક્યો નહિ. વાસ્તવિક રીતે રાજાને એપિસ્કેપલ સિવાય બીજા પંથ પ્રત્યે અણગમો હતો. યુરિટને, પ્રેઅિટિરિયનો અને નિરંકુશવાદીઓએ તેના પિતા સામે યુદ્ધમાં ભાગ લીધો હતો, એ તે ભૂલી ગયો નહોતો. ઈ. સ. ૧૬૬૧માં “કોર્પોરેશન ઍકટ’ પસાર થયોઃ એથી કોર્પોરેશનના સભ્ય ઈગ્લેન્ડની ધર્મવિધિને માન આપવાનું અને “પવિત્ર સંધિ અને પ્રતિજ્ઞાને ત્યાગ કરવાનું કર્યું. પછી યુનિફોર્સિટી એકટથી પ્રત્યેક ધર્મગુરુને પ્રાર્થનામાળાનું પુસ્તક વાપરવાની ફરજ પાડવામાં આવી. વિદ્વાન, શ્રદ્ધાળુ, અને બુદ્ધિમાન ધર્મગુરુઓએ ધર્મ ખાતર રાજીનામાં આપ્યાં. તેઓ
૧. તેઓ “Dissentersને નામે પ્રસિદ્ધ છે. તેમને ધર્માલયોમાંથી, શાળાઓમાંથી, અને વિદ્યાપીઠમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતા..
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ઘરબાર તજી વિશાળ જગતની ઓથે નીકળી પડયા. એમાંને ઉત્સાહી લેકએ સ્વતંત્ર ધર્મસમાજ સ્થાપી વ્યાખ્યાનો આપવા માંડ્યાં, એટલે પાર્લમેન્ટ સભાબંધીને કાયદે કર્યો. ઈ. સ. ૧૬૫૫માં મ્યુરિટને ઉપર છેલ્લે મર્મપ્રહાર કરવામાં આવ્ય; તે ધારે એવો હતો કે જે ધર્મગુરુઓ પ્રાર્થનામાળાને સ્વીકારતા ન હોય, તેમણે શાળામાં ભણાવવા જવું નહિ, કે કઈ કઓ કે શહેરની હદમાં વસવું નહિ. આથી અનેક પાદરીઓ ઘરબાર વિનાના થઈ પડયા. તેઓ ખાનગીમાં ધર્મોપદેશ કરી પેટગુજારો કરતા હતા તે પણ બંધ થયું. પરિણામે કાયદાના ભંગના આરોપસર કેટલા માણસોને કેદમાં પૂરવામાં આવ્યા. ભક્તપ્રયાણ (Pilgrim's Progress) ને પ્રસિદ્ધ કર્તા ઓંન બનિયન વ્યાખ્યાન આપતાં પકડાયે, અને બંદીખાનામાં પડે. આ કાયદા “કલેન્ડનનો ધારાસંગ્રહ’ કહેવાય છે; કેમકે રાજાના મુખ્ય મંત્રી કલેન્ડને તેમાં મુખ્ય ભાગ ભજવ્યો. તે મ્યુરિટનેને કટ્ટો વિરોધી હતા. યૂરિટને દેશદ્રોહી અને સ્વતંત્ર મિજાજના છે, એટલે તેમને ગમે તે પ્રકારે કચરી નાખવા જોઈએ, એ મત પાર્લમેન્ટમાં પ્રબળ હતે. લૈંડના ધાર્મિક વિચાર અમલમાં આવતાં રાજાના “ઈશ્વરી હક” સંબંધી ઉપદેશ થવા લાગે. ચાર્લ્સ ૧લે શહીદ હતો એમ મનાયું, અને બીજા સંતો જોડે તેની છબી રાખવામાં આવી. આ રીતે રાજાનું મહત્ત્વ વધવા લાગ્યું. . ચાર્લ્સની પરદેશી રાજનીતિઃ ચાર્લ્સની પરદેશી રાજનીતિને મર્મ સમજવા માટે તેની નાણાંભીડ વિચારવી જોઈએ. પાર્લમેન્ટ તેને ભારે વર્ષાસન આપતી, છતાં તેનો હાથ તંગીમાં રહેતો. નારંગ, જલસા, અને અધમ વાસનાઓની તૃપ્તિમાં નાણાં ઊડી જતાં. હવે યૂરિટનોના સમયની ધાર્મિકતા, પવિત્રતા, અને શુદ્ધિ જતી રહી, અને અનાચારની બદબે ફેલાઈ. આખરે રાજાની દૃષ્ટિ ફ્રાન્સ તરફ વળી. ફ્રાન્સની ગણના યુરેપનાં મહારાજ્યોમાં થતી હતી. તેનો રાજા લુઈ ૧૪ મહત્ત્વાકાંક્ષી અને પરાક્રમી હતા. માતૃપક્ષથી ચાર્લ્સ ફ્રાન્સના રાજકુટુંબન સંબંધી હતા અને પિતે કેથલિક હતો, એટલે ધર્મબંધુ લુઈ તરફ તેનું વલણ થયું. લુઈનો રાજભંડાર ભરેલે હતા, અને તે ચાર્લ્સને ભરપદે નાણું આપવા તૈયાર હતે. ચાર્લ્સ પોર્ટુગલની રાજપુત્રી જોડે લગ્ન કર્યું, એટલે ફન્સ અને ઈંગ્લેન્ડનો સંબંધ ગાઢ થયે
Page #190
--------------------------------------------------------------------------
________________
19
કેમકે પોર્ટુગલને સ્પેનથી સ્વતંત્ર થવામાં લુઈ એ મદદ કરી હતી. આ લગ્નથી ચાર્લ્સને અઢળક નાણું, ટેંજીર અને મુંબઈ મળ્યાં.૧
હવે રાજાની દુષ્ટ વાસનાએ સતેજ થઈ, અને તેને દ્રવ્યની તાણ પડવા લાગી; એટલે તેણે ડન્કર્કનો કિલ્લો લુઇને પાંચ લાખ પૌન્ડમાં વેચી દીધા, ઇ. સ. ૧૬૬૫. આમ ફ્રાન્સ અને ઈંગ્લેન્ડની મૈત્રી દૃઢ થઈ. ઇ. સ. ૧૬૬૫માં ચાર્લ્સે હાલેન્ડ જોડે વિગ્રહ માંડયા, તેમાં પણ તેને હેતુ એવા હતા, કે યુદ્ધ માટે પાર્લમેન્ટ જે રકમ મંજુર કરે તે ખાનગી ખર્ચમાં વાપરવા ખપ આવે.
વલંદાઓ જોડે ખીજો વિપ્ર : ઇ. સ. ૧૬૬૫-૬૭. વલંદા લેાકેા સાહસિક વહાણવટી હતા, અને દરઆઈ વેપાર પુષ્કળ ખેડતા. ઈંગ્લેન્ડની દિરઆઈ સત્તા વધારવા ક્રોમ્બેલે નૌકાસૈન્યના કાયદા કરીને વલંદાઓના વેપારને ફટકા માર્યાં, ત્યારથી વલંદાઓને અંગ્રેજો પર રાષ હતા. દિવસે દિવસે અંગ્રેજો અને વલંદા વચ્ચે વ્યાપારી સંબંધ બગડતા ગયા, અને તેનો ચેપ અમેરિકા અને આફ્રિકામાં જઈ વસેલી બંને પ્રજાને લાગ્યા. ઇંગ્લેન્ડની વ્યાપારવૃદ્ધિમાં વલંદા આડે આવતા હતા, અને ચાર્લ્સને નાસભાગ વખતે હેાલેન્ડમાં યાગ્ય આદર મળ્યા ન હતા, એટલે આખરે વિગ્રહ ફાટી નીકળ્યા.
૮ અંગ્રેજી નાકાસૈન્યઃ આરંભમાં રાજાના ભાઈ ડયૂક આવ્ યોર્કના હાથ નીચે અંગ્રેજી નૌકાસૈન્યે જય મેળવ્યા, પણ વલંદા કંઈ ઉતરે તેવા ન હતા. અંગ્રેજ લશ્કરને પૂરો પગાર કે લડવાનાં સાધના મળતાં નહેાતાં; કારણ કે કાફલા માટે આપેલા પૈસા રાજા મેાજમઝામાં ઉડાવી દેતા. હવે ચુસ્ત રાજપક્ષીઓ પણ ક્રમ્બેલને યાદ કરી અસાસ કરવા લાગ્યા. તેવામાં સ્વાર્થસાધુ લુઈ એ હાલેન્ડનો પક્ષ ખેંચ્યા. લુઈ તે હ્રાઈન નદીના કિનારા સુધી ફ્રાન્સનો રાજ્યવિસ્તાર કરવા હતા, અને સ્પેનનું રાજ્ય પચાવી પાડવું હતું. પરંતુ આ બધું થાય એ વલંદાઓને પાલવે તેમ ન હતું; છતાં લુઈએ વખત વિચારી ઈંગ્લેન્ડના નૌકાબળનો મદ ઉતારવા હાલેન્ડને સહાય આપી.
આ સમયે લંડનમાં જીવલેણ મરકીર ચાલતી હતી. એવામાં ભયંકર
૧. રાજાએ મુંબઈ ઈસ્ટ ઇન્ડિ કંપનિને ભાડે આપ્યું, પણ ટેંજીર મૂસ લોકાને ઇ. સ. ૧૬૮૪માં પાછું આપ્યું.
૨. તે જમાનામાં લંડનના રસ્તા સાંકડા, અસ્વચ્છ, અને અંધારા હતા. સહેસુખા
૧૨
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮ આગે શહેરના મેટા ભાગને ખાખ કરી નાખે. આવી દશામાં ઈંગ્લેન્ડ યુદ્ધ કરતાં સંધિને માટે તૈયાર હતું, એટલે બ્રેડ મુકામે સંધિની વિષ્ટિ ચાલવા લાગી. ડચ લોકો પણ સંધિ કરીને લઈને જીવલેણ પંજામાંથી છૂટવા તૈયાર હતા. ચાર્સને એટલું જ જોઈતું હતું. તેણે યુદ્ધ નહિ થાય એમ ધારી ખલાસીએ કમી કર્યા અને વહાણેને બંદરમાં બોલાવી લીધાં. એથી વલંદા જેર પર આવ્યા. તેમનો એક કાલે ટેમ્સ નદીમાં આવી પહોંચ્યો, અને તેણે કેટલીક મનવારે ડુબાડી દીધી. પછી તેમણે ટેમ્સને ઘેરે નાખ્યો. લેકને કોલસાની તંગી પડવા લાગી; પણ વલંદાઓની તોપોના અવાજ બજારમાં સંભળાવા લાગ્યા, ત્યારે લેકે અતિશય ગભરાયા. હવે અંગ્રેજે સંધિની ઉતાવળ કરવા લાગ્યા, એટલે ઈ. સ. ૧૬૬૭માં બ્રેડાની સંધિ થઈ. અંગ્રેજોને
ન્યૂ એમસ્ટમ (ન્યૂયોર્ક) મળ્યું, અને વલંદાઓએ મસાલાના ટાપુઓ અને ઈસ્ટ ઈન્ડિઝ રાખ્યાં.
કલેન્ડનના કારભારને અંતઃ કેટલાક સમયથી પ્રજામાં અને પાર્કમેન્ટમાં મુખ્ય મંત્રી કલેન્ડન પ્રત્યે અસંતોષ વ્યા હતા. વિજયચિહ્ન
જેવા ડક્કને રાજાએ વેચી નાખ્યો, તેથી પ્રજાનું અભિમાન ઘવાયું હતું. રેમ્સ નદીમાં આવીને પરદેશી કા ઘૂરકાવી જાય, એ પણ અંગ્રેજોથી સહ્યું જતું ન હતું. બેડાની સંધિને તેઓ હીચકારી ગણતા હતા. આ બધાને માટે લેકે પ્રધાનને જવાબદાર ગણતા હતા. દરમિઆન યુદ્ધ માટે આપેલાં નાણાંનો હિસાબ માગવામાં આવ્યો, ત્યારે કલેરન્ડન બોલ્યો કે રાજાનું ખર્ચ જોવાનો પ્રજાને અધિકાર નથી. આ સમયે લેવાયકા ચાલી કે રાજા પાર્લમેન્ટ વગર કારી કે સ્નાનાદિ કાર્ય માટે બેદરકારી હતી. આથી મરકીએ ઘર ઘાલવું. ઈ. સ. ૧૬૬૫ની મહામારી ભયંકર થઈ પડી. એકજ દિવસમાં ૧,૫૦૦ માણસે મરણ પામ્યાં, અને શહેરમાં સ્મશાન જેવો સૂનકાર થઈ ગયો. રાત્રિની નીરવ અને ભયંકર શાંતિમાં “શબ લાવો શબ” એ હૃદયભેદક પિકાર પડે. આશરે એક લાખ માણસના જાન ગયા પછી મહામારી બંધ પડી. બીજે વર્ષે શહેરમાં લાગેલી આગ પાંચ દિવસ સુધી રહી. એથી લોકોના જાનમાલની હાનિ થઈ, અને શહેરનો મોટો ભાગ ભસ્મીભૂત થઈ ગયો. પરંતુ એથી મરકીને રગ બળી ગયો. નવા શહેરનાં મકાનો ઈંટ, પત્થરનાં બંધાયાં, રસ્તા પહોળા થયા, અને શહેરનું આરોગ્ય જળવાય તેવા ઉપાયો લેવામાં આવ્યા
Page #192
--------------------------------------------------------------------------
________________
રાજ્ય કરવા ધારે છે, અને ફ્રાન્સ જોડે દસ્તી કરવાની ખટપટ ચલાવે છે. ચણુિમે પ્રધાન ઉપર પ્રજાનો રોષ વધી ગયો. લોકોએ પ્રધાનનાં ઘરઆર અને બાગબગીચાનો નાશ કર્યો. હવે કલેન્ડનનું આવી બન્યું આ વખતે તેનું કઈ ન હતું. ચાર્લ્સ પણ કલેરન્ડનને બચાવવા માગતા ન હત; કેમકે તેના અને કલેરન્ડનના ધાર્મિક વિચારે જુદા હતા. કલેન્ડન માનતા હતું કે દેશમાં પાર્લામેન્ટ સર્વોપરિ રહેવી જોઈએ, અને ચાર્સને એ વાત પરવડતી ન હતી. વળી તે યૂરિટનોનો કટ્ટો શત્રુ હતો, અને કેથોલિક લેકે તેને ધિક્કારતા હતા. તેણે રાજાના ભાઈ જોડે પિતાની પુત્રી પરણાવી હતી, એટલે લોકોમાં તેની ઈર્ષા થતી હતી. જો કે તેના ઉપર લાંચ લેવાનો અને સરકારી પૈસા ખાઈ જવાનો આરોપ મૂક્યા હતા. આથી તેને રજા આપવામાં આવી, ઇ. સ. ૧૬ ૬૭. દરમિઆન પાર્લમેન્ટે તેના પર કામ ચલાવવાની તજવીજ કરી, એટલે તે ફ્રાન્સ નાસી ગયો, અને ત્યાં તેણે આંતરવિગ્રહનો ઇતિહાસ લખવામાં બાકીના દિવસે ગાળ્યા.
ડેવરનું ખાનગી તહનામુઃ કલેન્ડનને રજા આપ્યા પછી ચાર્લ્સ બાકીનાં વર્ષોમાં સ્વછંદી બને, અને પાર્લમેન્ટને ઠગતે ગયો. પછી તેણે પાંચ સલાહકારની સમિતિ નીમી. તેમનાં નામ કિલફર્ડ આલિંગ્ટન, બકિંગહામ, એશલી અને લેડરડેલ હતાં. તેમનાં નામના આદ્ય અક્ષરોથી કેબલ (Cabal) શબ્દ નીકળે છે, જે તેથી તે “કેબલ’ મંડળ કહેવાયું. તેમના ધર્મ સંબંધી અને રાજપ્રકરણી વિચારે જુદા હતા, પણ બધા ધર્મછૂટની તરફેણમાં હતા, અને રાજાને તેવા સલાહકારાની જરૂર હતી.
૧. તેનું મૂળ નામ સર એડવર્ડ હાઈડ હતું. તે ચાલસે ૧લાને એકનિષ્ઠ રહ્યો હતું, અને રાજકુટુંબના દુ:ખના દિવસેમાં તેની જોડે ગયો હતો. રાજપુત્ર ચાર્લ્સના લાભ માટે તેણે ઘણી ખટપટ કરી હતી. ચાર્લ્સ ગાદીએ આવી તેને “અલ વું કલેન્ડન બનાવી પ્રધાન બનાવ્યો. તે ચતુર, દૂરંદશી, અને એકનિષ્ઠ હતો. ચાર્લ્સ પર તેને ઘણો પ્રભાવ પડતો. તે ચાર્લ્સના દુરાચાર અને વિષયાસક્તિ માટે તેને ઠપકે આપતો, અને ચાર્લ્સ મૂગે એ સાંભળી રહેતો. ચાર્લ્સે તેને હોળીનું નાળિએર બનાવી બચાવવાની મહેનત ન કરી; ઉલટું ચાર્લ્સ અને તેના નફટ દસ્તો ખુશી થયા. - ૨. “Cabal' શબ્દનો અર્થ “ચડાળ ચોકડી” થાય છે. તે પ્રાપ્રિય ન હતું. હિબ્રુ ભાષામાં એ શબ્દનો અર્થ “યાદીઓના ગુહ્ય ગ્રન્થ” થાય છે,
Page #193
--------------------------------------------------------------------------
________________
* આ સમયે ચૌદમા લઈએ નેધલેંન્ડઝ પર ધસારે કર્યો, પણ હેલેન્ડ,
સ્વીડન, અને ઈગ્લેન્ડે ત્રિરાજ્યસંધિ કરી લુઈને આગળ વધતો અટકાવવા ધાર્યું. એથી અંગ્રેજો ચાર્લ્સ ઉપર ખુશી થયા. પરંતુ ચાટર્સને પ્રજાપ્રીતિની પરવા ન હતી. તેને તે લુઈ પાસેથી નાણાં કઢાવવાં હતા, અને લશ્કર ઉભું કરી કેથલિક પંથને પ્રચાર કરવાની અને પાર્લમેન્ટથી સ્વતંત્ર બનવાની ઉમેદ હતી. વલંદાઓ લુઈની ઈચ્છામાં વિઘરૂપ હતા, માટે તેમને ક્યરી નાખવામાં ઈગ્લેન્ડ મદદ કરે નહિ તે ભલે, પણ તટસ્થ રહીને જોયા કરે તેવી લુઈની ઈચ્છા હતી. પરંતુ ચાર્લ્સ નાણાં વિના માને કેમ ? છેવટે કેટલીક વિષ્ટિ પછી ડોવરની ખાનગી સંધિ થઈ, ઈ. સ. ૧૬૭૦. તેમાં એવું કર્યું કે ચાર્લ્સ કેથેલિક હોવાનું જાહેર કરવું, અને લુઈને વલંદા વિરુદ્ધ મદદ કરવી; તેના બદલામાં લુઈ ચાર્લ્સને ત્રણ લાખ પૌડનું વર્ષાસન આપે, અને - બળવો જાગે તે ફેન્ચ સૈન્યની મદદ પણ આપે. આમ દ્રવ્યલેભી ચાર્લ્સ લુઈનો માંડલિક બન્યો. કિલફર્ડ અને આલિંગ્ટન કેથોલિક હતા, એટલે તેમના સિવાય કાઈને આ સંધિની ખબર ન હતી. બીજા ત્રણ પ્રધાન એમ જાણતા હતા, કે રાજ કંઈક ધર્મછૂટ મૂકવા ધારે છે, અને થોડા સમયમાં હોલેન્ડ જોડે યુદ્ધ થનાર છે. ઈ. સ. ૧૬૭રમાં પાર્લમેન્ટ પાસે ચાન્સે લડાઈ માટે રકમ માગી, અને ફાન્સ જોડે યુદ્ધ થવાનું છે એમ જાણી પાર્લમેન્ટે તે રકમ આપી. પરંતુ રાજાએ હોલેન્ડ જોડે યુદ્ધ જાહેર કર્યું, અને લુઈએ નેધલેંન્ડઝના ઉત્તર ભાગમાં હલે કર્યો.
વલંદા જડે ત્રીજો વિગ્રહઃ ઈ. સ. ૧૬૭૨–૭૪. દ્વાઈન નદી ઓળંગી લુઈ વલંદાના પ્રદેશમાં પહોંચે. તેની મદદમાં એક અંગ્રેજ કાફે હતું. જે લેકે ખાનગી તહનામાથી અજાણ હતા, તેઓ આ વિગ્રહથી ખુશી થયા. પરંતુ પોતાના ચતુર સરદાર વિલિયમની સરદારી નીચે વલંદાઓએ નિશ્ચય કર્યો, કે છેવટને ઉપાય અજમાવ્યા પછી બચાવ કરવાનું ન બને, તે દરિયાપારનાં સંસ્થાનોમાં જઈ રહેવું, અથવા અખંડ સ્વતંત્રતા જાળવવા માટે પ્રાણ પાથરી દેવા. તેમણે સમુદ્રના પાણીથી રક્ષા માટે બાંધેલા બંધ તોડી નાખ્યા. એથી દરિયાના પાણી ફરી વળતાં ફેન્સે ગભરાયા. હોલેન્ડની દુર્દશા જોઈ ઓસ્ટ્રિઆ અને સ્પેન તેની મદદે આવ્યાં; છતાં અંગ્રેજો
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૧
સાઉથ વેલ્ડના યુદ્ધમાં જીત્યા. ઇ. સ. ૧૬૭૪માં ઈંગ્લેન્ડે હેાલેન્ડ જોડે સંધિ કરી. આમાં વલંદાઓએ ત્રણ લાખ પૌન્ડ દંડ ભરવાની, અને અંગ્રેજી વહાણાને વલંદાઓનાં વહાણાએ સઢ નમાવી માન આપવાની સતા કરવામાં આવી. વિગ્રહોથી નાનકડા હાલેન્ડના વેપાર તૂટી ગયા, અને ઈંગ્લેન્ડ જોડેની વ્યાપારી સ્પર્ધાના અંત આવ્યું. ફ્રાન્સ જોડે ઇ. સ. ૧૬૭૮માં નિમૂજનની સંધિ થઈ, ત્યાં સુધી હેાલેન્ડે યુદ્ધ ચાલુ રાખ્યું.
રહેમનું જાહેરનામું અને કસોટીના કાયદેાઃ ઇ.સ. ૧૬૭૨માં રાજાના ભાઈ ડયૂક આવ્ યાકે કેથેાલિક પંથને જાહેરમાં સ્વીકાર કર્યો, એટલે લેાકેા ચમકયાઃ કારણ કે ચાર્ક ગાદીવારસ હતા, અને કૅથેાલિક રાજા ગાદીએ આવે એ પ્રજાને પસંદ ન હતું. હવે પ્રજાની પ્યૂરિટન લોકા પ્રત્યેનીં તિરસ્કાર અને ભયની દૃષ્ટિ કથાલિકા પ્રત્યે વળવા લાગી. તેમાં વાત ચા કે રાજા પણ અંતરથી કેથેાલિક છે. એટલામાં રાજાએ લુઈ ને આપેલા વચન પ્રમાણે ‘રહેમનું જાહેરનામું' બહાર પાડી એપિસ્કાપલ સિવાયના અંતર ધર્મીઓને પોતાની ધર્મવિધિ પ્રમાણે ઉપાસના કરવાની રત્ન આપી, અને તેમની વિરુદ્ધના કાયદાને। અમલ થતા અટકાવ્યા, ઇ. સ. ૧૬૭૨સભાબંધીના કાયદાના ભંગ કરવા માટે તુરંગમાં ગએલા સંકડા મનુષ્યા મુક્ત થયા. ફ્રાન્સ જોડે મૈત્રી બાંધી હોલેન્ડ જોડે ચાર્લ્સે વિગ્રહ આર્યાં, ત્યારથી પાર્લમેન્ટને રાજા ઉપર વહેમ હતા, તેમાં આ જાહેરનામાથી વધારેા થયેા. એ સાથે સભ્યા સમજી ગયા કે ઈતર ધર્મીને છૂટ આપવાને બહાને રાજા કૅથોલિક લોકોને છૂટ આપવા માગે છે. આથી રાજભક્તિનાં પૂર ઉતરી ગયાં, અને પ્રજા પોતાના હકની રક્ષા કરવા તૈયાર થઈ. કાયદાના અમલ અટકાવવાની રાજાને શી સત્તા છે, એમ સભ્યા છડેચોક પૂવા લાગ્યા. રાજા કાયદાને મનમાન્યા અમલ કરી શકતા હાય, તેા કાયદાની જરૂર શી છે? હવે સ્વચ્છંદ રાજસત્તાને અટકાવવાના પાકાર ઊયા. ચતુર રાજા સમય વર્તી ગયા. તેની ઇચ્છા ‘દેશમાં બળવા જગાડવાની કે પ્રજા જોડે વિરાધ કરવાની ન હતી, કે પિતાની પેઠે શિરચ્છેદ કરાવવાની ન હતી. તેણે એ જાહેરનામું પાછું ખેંચી લીધું, અને પછી ધર્મ સંબંધી સુધારા કે ફેરફાર કરવાનું હંમેશને માટે છેડી દીધું.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૩
પરંતુ પર્લમેન્ટને ચાર્લ્સ પરથી વિશ્વાસ ઊઠી ગયા હતા, એટલે સભ્યાને સંતેષ ન થયા. ડાવરની સંધિગુપ્ત હેવા છતાં બધાને લાગતું હતું, કે કંઈક છે તે ખરૂં. આથી ઇ. સ. ૧૬૭૩માં પાર્લમેન્ટ ‘કસોટીને કાયદે’ કરી ઠરાવ્યું, કે રાજ્યના પ્રત્યેક અધિકારીએ એપિસ્કાપલ પંથને સ્વીકાર કરવા, અને એવી પ્રતિજ્ઞા લેવી કે હું રામન કેથેાલિક સિદ્ધાંતાને માનતા નથી. એથી રામન કૅથેાલિક તાકરાને રાજીનામાં આપવાં પડયાં; કિલફર્ડ અને આર્લિંગ્ટનના જવાથી ‘ કેબલ ’ પ્રધાનમંડળના અંત આવ્યા, અને ડચૂક આવ્ યાકને નૌકાસૈન્યના અધિપતિની પદવી છેાડવી પડી.
,
હવે રાજા અને એશલી વચ્ચે તકરાર થઈ; કારણ કે ડાવરની ગુપ્ત સંધિનું રહસ્ય પામી જતાં તે રાજા ઉપર ચિડાયેા હતેા. રાજાને લાગ્યું કે શેક્ટસ્કરી પાર્લમેન્ટને ઉશ્કેરે છે, એટલે તેણે શેફટસ્કરીને ‘રાજમહેાર ’ સોંપી દેવાને ઓચિંતા હુકમ કર્યાં. પછી તે રાજાના વિરેાધી દળમાં ભળ્યે, અને છેવટ સુધી રાજાને શત્રુ થઈ રહ્યો.
ડેન્મી મંત્રીપદ: એ પછી રાજાએ ડેન્ગીના ઠાકાર સર ટોમસ એસ્માર્નને કારભાર સોંપ્યા. તે કેથેાલિક લેાકેાના પક્કો વિરોધી હતા, એટલે ફ્રાન્સની જોડે મિત્રાચારી રાખવાની તેને ચ્છા ન હતી. પરંતુ ચાર્લ્સ આગળ તેનું કશું ચાલતું ન હતું. આ સમયે ચાર્લ્સ અને લુઈ એ ગુપ્ત સિંધ કરીને ઠરાવ્યું, કે ફ્રાન્સ વિરુદ્ધ યુરોપના કાઈ પણ રાજ્ય જોડે ઇંગ્લેન્ડે સંધિ કરવી નહિ. પરિણામે ચાર્લ્સ અને દરબારીએના ઘરમાં ફ્રાન્સનાં નાણાંની રેલ ચાલી, અને તેમણે દેશહિતને વિચાર કર્યા વિના લુઈની વાંસળીએ ડાલવા માંડયું. ડેન્મી આ સાંખી ન શકયેા. ડચ લેાકેાની જોડે સંધિ થયા પછી તેણે ડચ સરદાર વિલિયમ જોડે ડયૂક આવ્ યોર્કની પુત્રી મેરીનાં લગ્ન કરવાનું ઠરાવ્યું. આથી પ્રજાને ઊઠી ગએલા વિશ્વાસ પાછા મેળવવાને ચાર્લ્સને પ્રસંગ મળ્યા. તેણે આ લગ્નને પોતાની સંમતિ આપી, એટલે પાર્લમેન્ટે રાજાના ખર્ચ માટે મોટી રકમ મંજુર કરી. રાજાએ પેાતાનું લશ્કર વધાર્યું, અને લુઈ જોડે ગુપ્ત સંદેશા ચલાવ્યા. ઇ.સ. ૧૬૭૮માં પાર્લમેન્ટ રાજાને ફ્રાન્સ જોડે વિગ્રહ કરવાનું અતિશય ખાણુ કર્યું, ત્યારે ફરીથી ખાનગી સંધિ કરી ચાર્લ્સે લુઈ પાસેથી ૨૪,૦૦૦ પૌન્ડ લઈ પાર્લમેન્ટ બરખાસ્ત કરી.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૩ ડેબીએ યોજેલા લસથી નક્કી થયું, કે ચાર્લ્સ અને યોર્ક પછી ગાદીએ આવનાર રાણીને પતિ પ્રોટેસ્ટન્ટ છે, અને તે લઈને કટ્ટ વિરેધી. છે. એથી લુઈ પણ ચેત્યો, અને તેણે હોલેન્ડ જોડે સંધિ કરી. ફ્રાન્સમાં રહેતે ઈગ્લેન્ડને એલચી ડેબીને વિરેધી હતી. તેણે રાજાના હસ્તાક્ષર અને ડેબીની સહીવાળે પત્ર પાર્લમેન્ટને બતાવ્યો, તે જોઈ સભ્ય દિડમૂઢ થઈ ગયા. આથી તો ઈગ્લેન્ડની રાજવટ પરવારી ગઈ. શું પાર્લમેન્ટ પરદેશી રાજાની ટુકડાખાઉ છે? અને તે પરદેશી રાજા પણ કેથેલિક ? તેને રોષ ડેબી પર ઉલટ; તેના પર રાજદ્રોહને આરેપ આવ્યું, અને રાજાએ ઇ. સ. ૧૬૭૯માં પાર્લમેન્ટને વિસર્જન કરી. નવી પાર્લમેન્ટમાં વિરોધીઓ ભરાયા હતા, એટલે તેમણે ડેબીની તપાસ શરૂ કરી. ડેબીએ બચાવ કર્યો કે હું માત્ર રાજાની આજ્ઞાનો અમલ કરનાર છું, પણ તેનું કહેવું સાંભળે કેણ? તે ટાવરગઢમાં વગર તપાસે કેટલાંક વર્ષ સુધી સડી રહ્યો. હવે રાજાનાં કાર્યોમાં મંત્રી જવાબદાર છે, એ નિયમ પાર્લમેન્ટની નીતિમાં દાખલ થયે.
મિશ કાવતરું: ચાર્લ્સ ફ્રાન્સની સહાયથી પ્રજાની સ્વતંત્રતા હરી લેવાનો છે, એવો તેની પ્રત્યે અવિશ્વાસ પેદા થયો. રોમન કેથેલિકના નામથી લેકે ત્રાસી જતા હતા. ટાઈટસ એટસ નામના સ્વાર્થસાધુ પાદરીએ આ સ્થિતિનો લાભ લેવાનો વિચાર કર્યો. તેણે કંઈક ખાનગી વાતચીત સાંભળીને તેમાંથી જબરું ઘમંડ મચાવ્યું. તેણે જાહેર કર્યું કે કેથલિક
કોએ છૂપું કાવતરું રચ્યું છે; તેઓ રાજાને મારી નાખી ને ગાદી આપવાનું છે, અને ફાન્સથી લશ્કર આણી સુધારક પંથની જડ ઉખેડવાના છે. તેણે ન્યાયાધીશ આગળ આ વાત સોગન ઉપર નેંધાવી. થોડા દિવસમાં તે ન્યાયાધીશનું ખૂન થયું, એટલે લોકોએ માન્યું કે એ તે કેથલિકેનું કારસ્તાન. લંડનમાં ભય અને ત્રાસ વ્યાયાં. રાતદિવસ હથિયારબંધ સિપાઈઓ પહેરો ભરવા લાગ્યા, તે પખાનું ગોઠવાયું, અને ઠેરઠેર લશ્કરી ચુકી બેસી ગઈ. કોઈ પ્રોટેસ્ટન્ટ બએ બંદુક વિના નીકળે નહિ. ઘણું પ્રોટેસ્ટન્ટ આ વાતને ખરી માનતા, અને શેફટરી તથા તેના મિત્રે તેની ત જાગતી રાખતા. તેમને રાજા વિરુદ્ધની લડતમાં આવાં પાખંડથી મદદ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૪
મળવા લાગી. એટસને ખાસ ઉતારે આપી તેની આસપાસ એકી રાખવામાં આવતી. તેને ૧૨૦૦ પન્ડનું વર્ષાસન બાંધી આપવામાં આવ્યું. તે કહે તેમાં ખરાખોટાની કોઈને પરવા ન હતી. નજીવા પુરાવા ઉપર અથવા પુરાવા વિના હજારે નિર્દોષ કેથેલિકને પકડવામાં આવતા, અને લેહીની નિરર્થક નદીઓ વહેતી. આમાં કેટલાક મોટા અમીરે પણ સપડાયા. ન્યાયાધીશે અને પંચ પણ કેથલિક વિરુદ્ધ કલાગણીને ઉશ્કેરતા. ઓટસનું જોઈને અનેક લુચ્ચા માણસ તરકટની વાત ચલાવે, અને તેથી દેશમાં ખૂનામરકી ચાલે એ સ્થિતિ આવી પહોંચી.
બાતલ બિલઃ નિઃસંતાન ચાર્લ્સ પછી તેનો ભાઈ હકદાર વારસ હતો. પરંતુ કેથલિક પ્રત્યેના વિરોધને લાભ લઈ શેફટઅરી અને તેના સાથીઓ ર્કનો હક ડુબાવવાની પેરવી કરવા લાગ્યા. ઈ. સ. ૧૬૭૯માં પાર્લમેન્ટ મળી, અને ડેબીને ટાવરગઢમાં મોકલવામાં આવ્યો. ત્યાર બાદ ડયૂક ઑઃ યોર્કને કે કોઈ રેમન કેથેલિકને ગાદી ન મળે, એવી મતલબનો
ખરડો આમની સભામાં આવ્યો. ગમે તે ઉપાયે તે ખરડો પસાર ન થાય - તે માટે ચાર્લ્સ હેબીઆસ કોર્પસ” ધારો મંજુર કરી લેકની દૃષ્ટિ બીજી દિશામાં વાળી. રાજાની ઈતરાથી અનેક વર્ષો સુધી કારાવાસ સેવવો પડે અને તપાસ ચાલેજ નહિ, એમ અત્યાર સુધી બનતું. ઝેંટ લોકોની રાણી મેરી, વૈોલ્ટર રેલી, લેંડ આદિ અનેક જણે લાંબી મુદત સુધી વગર તપાસે બંદીખાનાં સેવ્યાં હતાં. આમ રાજાને પૂછનાર કોઈ ન હતું. આ કાયદાથી એવું બંધન થયું, કે કોઈ પણ માણસને અમુક દિવસ કેદમાં રાખ્યા પછી તેની તપાસ ચલાવવી જોઈએ; એવાની અરજી ગુનેગારનાં સગાંવહાલાં ન્યાયાધીશને કરી શકે, અને તપાસ પણ ચલાવવી પડે. વળી એકજ અપરાધને માટે કોઈને બે વાર સજા થાય નહિ. લોકાનું મન મનાવવા માટે રાજાએ આ કાયદા ઉપર સહી કરી પાર્ટમેન્ટ વીખેરી નાખી. - ચાર્લ્સ ફરીથી વરણી કરવાનાં ફરમાન કાઢયાં, પણ પાર્લમેન્ટ બેલાવી નહિ, એટલે દેશમાં બે પક્ષ પડ્યા. જે પક્ષે રાજાને પાર્લમેન્ટ બોલાવવાની પ્રાર્થના કરી, તે “પ્રાથ” (Petitioner) કહેવાય. બીજા પક્ષે તેને ઉત્તર
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૫
વાળી જણાવ્યું, કે ઉત્તરાધિકારના કાઈ પણ ફેરફારને અમે ધિક્કારીએ છીએ, એટલે તે ‘ તિરસ્કર્તા ’( Abhorrer ) કહેવાયે.
ઇ. સ. ૧૬૭૯માં ‘દરબારી પાર્લમેન્ટ ’તે વીખેર્યાં બાદ ચાર્લ્સે ત્રણ વર્ષમાં ત્રણ પાર્લમેન્ટ મેલાવી. દરેક વખતે શેફટસ્કરી અને તેના ન્ડિંગ અનુયાયીઓ ડયૂક આવ્ યાર્કને ગાદીએ ન આવવા દેવાના તનાડ પ્રયત્નો કરતા હતા. ઇ. સ. ૧૬૮૦માં પાર્કમેન્ટ મળી. રાજાએ બાતલ બિલને પ્રશ્ન બાજુએ રાખ્યા; કારણ કે ફ્રાન્સનો રાજા હાલેન્ડમાં હજી તેાફાન મચાવી રહ્યો હતા. તેણે દેશમાંથી પક્ષાપક્ષી દૂર કરી સર્વને એક થવાની સફાઈબંધ વાત કરી. પરંતુ પાર્લમેન્ટને રાજા ઉપર વિશ્વાસ ન હતા. આમની સભામાં ખરડા પસાર થયા, પણ અમીરાતી સભાએ તે ઉડાડી મૂકયા. રાજાને પણ કાઈ પણ સંયેાગમાં એ ખરડો પસાર થવા દેવા ન હતા. તેને લાગ્યું કે શેટારી અને તેના પક્ષને લંડનના લેાકેા મદદ આપે છે, એટલે તેમની મદદ લઈ લેવા માટે તેણે ઇ. સ. ૧૬૮૧માં આકસફર્ડમાં પાર્લમેન્ટ મેલાવી. જાણે પોતાનો જાન જોખમમાં હોય, તેમ ગિલકા હથિયાર સજીને પાર્લમેન્ટમાં આવ્યા. ચાર્લ્સે દાવપેચ રમવા માંડયા. તેણે કહ્યું કે ચાર્ક ગાદીએ ભલે આવે, પણ ખરા રાજ્યવહીવટ તેની પ્રોટેસ્ટન્ટ પુત્રી મેરી કરે એવા અર્થનો ખરડા તમે લાવે, તે હું સહી કરી આપવા તૈયાર છું. આ કુટિલ નીતિમાં ચાર્લ્સ ફાવ્યો. ન્ડિંગ પક્ષમાં મતભેદ પડયા, અને શેટમ્બરીએ ચાર્લ્સની વાત મંજુર ન કરી, એટલે ચાર્લ્સ પાર્લમેન્ટ બરખાસ્ત કરી સમસ્ત પ્રાને અપીલ કરી, કે જુએ! આવી યોગ્ય અને વ્યવહારને છાજતી વાતમાં પણ હિંગ લેાકેા સામા પડી રાજ્યવહીવટમાં વિરાધ નાખે છે. શેટમ્બરી અને તેનો પક્ષ મૂર્ખ ગણાવા લાગ્યા, અને રાજાનું જાહેરનામું શાળાપાઠશાળામાં અને પ્રત્યેક ધર્મસ્થાનમાં વંચાયું. રિણામે રાજભક્તિનાં એસરી ગએલાં પૂર ચડયાં. હવે લેાકેા કહેવા લાગ્યા કે વંશપરંપરાનો હક એમ તે કંઈ લઈ લેવાય ?
૧. આ એ પક્ષનાં નામ હિંગ અને ટેરી પડયાં. હિંગને અર્થ ‘ખાટી છાશ થાય છે. જે લેાકા રેમિશ કાવતરાં ખરાં માની યાર્કની વિરુદ્ધ પડયા તે હિંગ કહેવાયા, અને જે રાન્તના ઈશ્વરી અધિકાર માની તેના ભક્ત રહ્યા તે ટારી કહેવાયા.
Page #199
--------------------------------------------------------------------------
________________
આમ બાતલ બિલ પસાર ન થયું, અને તેમાંનો એક અગત્યને મુદ્દો નિર્ણય થયા વગર રહી ગયો. પ્રજાને પોતાને સજા પસંદ કરવાને હક ખરે કે નહિ ? પ્રજાને અપ્રિય હેય, પ્રજા જેને સ્વીકારવા માગતી ન હોય, એવા એક માણસે માત્ર રાજકુટુંબમાં જન્મ લીધો હોય, એટલેથી તે રાજા થઈ શકે કે નહિ ? હુઅર્ટ રાજાઓના પ્રાણથીએ પ્રિય એવા ઈશ્વરી હક વિરુદ્ધને આ પડકાર હતો, અને ખરડો પસાર થયું હોત તો જે નિર્ણય પાછળથી થયો તે પહેલેથી થઈ જાત; પણ હિગ લેકોએ ભૂલ કરી. ર્ક નહિ તે બીજું કઈ ગાદીએ તે આવેજ ને ? શેફટમ્બરીએ ચાર્સના અનૌરસ પુત્ર ડયૂક ઑવ મન્મથને પક્ષ લીધે. તેના અનુયાયીઓએ એવી વાત ચલાવી, કે ચાર્લ્સ મન્મથની માતા સાથે વિધિપુર:સર લગ્ન કર્યા હતાં. મન્મથ દેખાવડો, શુરવીર, અને લોકપ્રિય હતું, છતાં એ કલંકિત કુમાર ગાદીએ આવે એ ઘણું વિહગ લોકોને અણગમતી વાત હતી. આથી તેમનામાં પક્ષ પડ્યા. એક પક્ષ એમ માનો કે યોર્ક નહિ પણ યોર્કની પ્રેટેસ્ટન્ટ પુત્રી ગાદીએ આવે એ ગ્ય છે. લૈર્ડ હોલિફાકસ નામના પ્રભાવશાળી વક્તાએ આ દલીલ લાવીને અમીરોની સભાને મેળવી લઈ ખરડો નામંજુર કરાવ્યું, અને છેલ્લી પાર્લામેન્ટમાં રાજા પણ આ પાસો નાખી ફાવી ગયો.
ટેરી પક્ષનું પ્રાબલ્ય અને પાર્લમેન્ટ વિનાનું રાજ્યઃ ઇ. સ. ૧૬૮૧. પછી રાજાએ પાર્લમેન્ટ બોલાવી નહિ. તેની પાસે અઢળક નાણું હતું, એટલે તેને પાર્લમેન્ટની તમા ન હતી. ધીમે ધીમે દેશમાં તેને પક્ષ મજબુત થવા લાગ્યો. છેલ્લી પાર્લામેન્ટમાં હિગ લેક હથિયારબંધ આવ્યા, અને રાજા કળે નહિ સમજે તે બળાત્કારે સમજાવવા તૈયાર હતા. તેઓ
૧. ઍટલેન્ડના લોકોને કેથલિક રાજ ગાદીએ આવે એ વાત જેટલી અણગમતી હતી, તેટલી આયર્લેન્ડના લોકોને ગમતી હતી. સભાબંધીના કાયદાથી કેંટ લોકે ત્રાહિ ત્રાહિ પિકારી ગયા. કેટલાક સખત કાયદા અમલમાં આવતાં લોકે દુઃખના માર્યા ગાંડા થઈ ગયા. તેઓ સંયમ ખાઈ બેઠા, અને ધર્માધ્યક્ષ શાર્પની હત્યા કરી બેઠા. બળ થયા એટલે શેફટબરીની પ્રેરણુથી મન્મથ તે શમાવવા ગયા. ત્યાં બેથલબ્રિજની લડાઈમાં વિદ્રોહીઓને તેણે હરાવ્યા. પરિણામે કેટલાકને ફાંસી દેવામાં આવી, અને કેટલાકને દેશપાર કરવામાં આવ્યા
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૭
રાજાની માગણી સ્વીંકાર્યા વિના પાછા ફર્યાં, ત્યાથી તેમને ક્વિંસ ઉતરતા થયેા. લકાને એમ લાગ્યું કે તેઓ હઠીલા અને ધર્મદ્વેષી હાઈ કેથેલિક પંથીઓને નાહક પજવે છે. લેાકેાને ભય લાગ્યા કે ફરીથી આંતર વિગ્રહ જાગશે કે શું ? તેના કરતાં ભલે કેથેલિક રાજા ગાદીએ આવે. હવે કેથેલિકને બદલે તેમને વ્હિગના ભય પેઠે. ન્યાયાધીશે એ અને પંચાએ લાગ જોઈ વ્હિગને દંડવા માંડયા, અને રાજાએ પણ પાત પ્રકાશ્યું. શેફટસ્કરીના ઉપર રાદ્રોહને આરેપ આવ્યા. લંડનવાસીએ હજી તેના પક્ષમાં હતા, તેથી પંચે તેની તપાસ ચલાવવા દીધી નહિ એટલે તે છૂટી ગયેા. પછી તે હાલેન્ડમાં જતા રહ્યો, અને ત્યાંજ મરણ પામ્યા.
તે સમયમાં ‘પંચ'ની નીમણુક શેરીફના હાથમાં હતી, એટલે તે ધારે તેવું પંચ માકલી શકતા. રાજાને આ પદ્ધતિ ખામીભરેલી લાગી. તે સમયમાં હિંગ લેાકાનું ભેર શહેરામાં, અને ટારીનું જોર ગામડાંમાં હતું. તેણે કાઈ પણ મિત્રે શહેરની સનંદ ખૂંચવી લઈ નવી સનંદ આપવા માંડી, અને તેમાં ટારી પક્ષની બહુમતી રહે એવી વ્યવસ્થા કરી.
જિંગ પક્ષની પડતી થવા લાગી, છતાં તેમાં બુદ્ધિના અંકુશ વિનાના અને ઉત્સાહના આવેશમાં તણાઈ મરનારા માણસો રહ્યા હતા. તેમણે ચાર્લ્સના મૃત્યુ પછી મન્મથને ગાદી આપવાની ખટપટ કરવા માંડી. તેજ સમયમાં કેટલાક અક્કલહીણાન્ડિંગ લેાકેાએ રાજાને અને તેના ભાઈ ને મારી નાખવાનું કાવતરૂં રચ્યું. તેમની યોજના એવી હતી, કે રાઈ. હાઉસ નામના રસ્તાની એક બાજુએ આવેલા ખેતર પાસે એક ગાડું ઊંધું વાળી રાખવું, અને ન્યૂમાર્કેટની સરતમાંથી રાજા અને તેના ભાઈ પાછા ફરે ત્યારે તેમની ગાડી થેાડેા વખત અટકી રહે તે દરમિઆન તેમને મારી નાખવા. પરંતુ સદ્ભાગ્યે વાત પ્રસિદ્ધ થઈ ગઈ. બંને કાવતરાંને એકજ ગણવામાં આવ્યાં, અને આગેવાનને પકડવામાં આવ્યા. આમાંના એક અમીરે કેદમાં આપઘાત કર્યાં. રસેલ અને સિડની જેવા ન્ડિંગ આગેવાના ઉપર કામ ચલાવી તેમને ફાંસીની શિક્ષા કરવામાં આવી; ખીજા અનેક લ્ડિંગ લેાકેાને સખત સજા ફરમાવવામાં આવી, અને મન્થમને દેશવટા દેવામાં આવ્યું.
Page #201
--------------------------------------------------------------------------
________________
રસેલ જેવા આગેવાન દેશભક્તના શબને ઘેરીને લેકે આંસુ સારતા વહતા, એટલામાં ઍકસફર્ડની વિદ્યાપીઠે ફરમાન કાઢયું, કે કોઈથી રાજાની આજ્ઞા કદાપિ ઉથાપી શકાય નહિ; હવે રાજાને જોઈતું મળ્યું. તેણે રાજદ્રોહના કાયદાના બંધ છુટા મૂકી દીધા. નજીવા વાંકે ધનવાન વેપારીઓના ભારે દંડ થવા લાગ્યા, અને ગરીબો હેડમાં પુરાવા લાગ્યા. આ પ્રમાણે ટુઅર્ટ રાજાએના ઈશ્વરી હકના સિદ્ધાંત વિરુદ્ધ આંગળી ઉંચી કરનારના હાલહવાલ કરી રાજાએ વિરોધી ચળવળને દબાવી દીધી; તેની એકહથ્થુ અને આપખુદ -સત્તા ઉપર અંકુશ રહ્યો નહિ.
છેવટે રાજાએ કસોટીનો કાયદો રદ કર્યો. અને પોતાનો ભાઈ ઓંટલેન્ડમાં બળવાખોરોને દબાવવામાં રોકાયે હતો, તેને ત્યાંથી પાછા બોલાવી નૌકાસૈન્યનો ઉપરી બનાવ્યું. આમ તેણે પિતાની આપખુદી ઉપર કળશ ચડાવ્યો. - છેલ્લા દિવસે. છેવટ સુધી ચાર્લ્સ પાર્લમેન્ટ બેલાવી નહિ. લૈર્ડ હાલિફાકસ હવે હિગ મટી ટેરી થયો હતો. તેણે રાજાને પાર્લમેન્ટ બોલાવવાની સલાહ આપી. વિહગ લેકે કચરાઈ ગયા હતા, અને રાજપક્ષની હવે બહુમતી હતી; પણ પાર્ટમેન્ટ ન બોલાવવાનું વાસ્તવિક કારણ એ હતું, કે પાર્લમેન્ટ કદાચ વિફરી બેસે, અને ફ્રાન્સ વિરુદ્ધ વિગ્રહ જાહેર કરે; એટલે ચાર્લ્સ પાર્લમેન્ટ ન બોલાવે, તે તેને જોઈએ તેટલાં નાણાં આપવા તે કબુલ થયો. થોડા સમયમાં રાજા માંદો પડશે. તેનું શરીર ખવાઈ ગયું હતું. તેને ચકરી આવવી શરૂ થઈ અને તે પથારીવશ થયે. અંત સમયે તેણે કેથલિક વિધિને સ્વીકાર કર્યો. એક કેથલિક પાદરીને ગુપ્ત વેશે લાવવામાં આવ્યો, અને તેણે રાજાને છેલ્લા સંસ્કાર કર્યા. પછી જે થોડો સમય રહ્યો, તેમાં પણ તેને હસમુખો સ્વભાવ ન ગયો. દુઃખથી શરીરની નસો ખેંચાઈ જતી, ત્યારે પણ તેણે આસપાસ ઉભેલા લોકોને કહ્યું કે “મને મરતાં જરા વિલંબ થાય છે તેની ક્ષમા કરજે.” પછી પિતાની માનીતી નદીની સંભાળ રાખવાની પોતાના ભાઈને ભલામણ કરી. ઇ. સ. ૧૬ ૮૫ના ફેબ્રુઆરિની ૬ઠ્ઠી તારીખે ચાર્લ્સ મરણ પામ્યો.
ચાર્લ્સ નઠોર હૃદયને, અનાચારી, વિલાસી, લુચ્ચે, અને અપ્રમાણિક હતો, છતાં બુદ્ધિશાળી, ચાલાક, અને ચતુર હતો. તેનામાં ટયુડર રાજકર્તાઓ
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૯ જેવી થેડી શક્તિ હતી. આટલે પ્રજાવિદ્રોહ હોવા છતાં તેણે પોતાના મસ્તકને જલ્લાદની કુહાડીને સ્પર્શ થવા ન દીધો, એ તેની હોશિયારીનું પરિણામ છે. તેણે દેશની સ્વતંત્રતા વેચી દેશના દ્રવ્યને દુર્ણય કર્યો, છતાં અશાંતિમય કાળમાં પણ સમયસૂચક્તા, લુચ્ચાઈ, કુટિલતા, સખતાઈ અને મીઠી મશ્કરીને ઉપયોગ કરી પિતાના અમલના અંતમાં તે શાંતિ સ્થાપી શક્યો. તેની વિનંદપ્રિયતાએ તેને “આનંદી રાજા” એવું ઉપનામ અપાવ્યું છે.
ચાર્લ્સનું રાજ્ય જેટલું અગત્યનું છે, તેટલું એકદમ ન સમજાય તેવું છે; તેના અમલના ૧૫ વર્ષના પાંચ વિભાગ પાડી શકાય. ૧. ઈ. સ. ૧૬૬૦–૬૧: કામચલાઉ પાર્લમેન્ટે ધર્મ અને રાજપ્રકરણના પ્રશ્નોનો
નિર્ણય આણવાનો પ્રયત્ન કર્યો. પછી દરબારી પાર્લમેન્ટ આવી રાજસત્તા દૃઢ
કરવા માંડી, અને ઈતર પંથીઓને પજવવા માંડ્યા. ૨. ઈ. સ. ૧૬૬૨-૭૨: પાર્લમેન્ટનો રાજા ઉપરથી વિશ્વાસ ઊઠતે ગયો. રાજાએ
લુઈ જોડે સંબંધ બાંધે, અને પોતાની સ્વતંત્રતા વેચી. રાજભક્તિને આવેશ ઉતરવા લાગ્યો. દેશમાં બે પક્ષ રચાવા લાગ્યા. રાજાથી ધર્મ સંબધી મતભેદ
ધરાવનાર પાર્લમેન્ટને પક્ષ, અને રાજાની પરદેશી ખટપટને નાપસંદ કરનાર લો૫ક્ષ. ૩. ઈ. સ. ૧૬૭૨-૭૯: ઉપરના બે પક્ષ એકત્ર ન થઈ શક્યા, એટલે ચાર્લ્સ વારા
ફરતી એકને હાથમાં રાખી બીજની અવગણના કરવા માંડી. ૪. ઈ. સ. ૧૬૭૯–૮૧: હિગ પક્ષનો ઉદય, અને ઉત્તરાધિકારની તકરાર. સ્વાતંત્ર્યની
ભાવના સિદ્ધ કરવા તે પક્ષમાં જે અધમ માણસો ભળ્યા, તેમણે ખૂનામરકી.
કરવાની હદે જઈ પોતાના પક્ષને અસ્ત આણ્યો. ૫. ઈ. સ. ૧૬૮૧-૮૫: પાર્લમેન્ટથી સ્વતંત્ર બનેલો અને શત્રુઓના ભયથી મુક્ત
થયેલો નિરંકુશ ચાર્જ, શાંતિપ્રિય માણસે રાજપક્ષમાં જઈ મળ્યા.
૧. તેના મિત્રે તેની કબર પરના મૃત્યુલેખ માટે સૂચવેલી પંક્તિઓ:
“Here lies our sovereign Lord the king, Whose word no man relies on; Who never said a foolish thing, And never did a wise one."
Page #203
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬
રાજ્યક્રાનિત જેમ્સ બીજે ઇ. સ. ૧૬૮૫–૧૬૮૦ ચાર્લ્સના મૃત્યુ પછી તેને ભાઈ (ડયુક ઑવ્ યે) જેમ્સ બીજો વન વર્ષની વયે ગાદીએ આવ્યા. આ રાજા કેથોલિક પંથન હોવા છતાં પ્રજાએ તેને ઉમળકાભેર આવકાર આપે. જેસે દેશના કાયદા પ્રમાણે વર્તવાનું અને ઈંગ્લેન્ડને ધર્મસમાજની રક્ષા કરવાનું વચન આપી લેકને રાજી કર્યા. દેશમાં ટોરી પક્ષનું જોર હતું, અને લુઈ દ્રવ્યની સહાય આપવા
હંમેશાં તૈયાર હતો. પાલમેન્ટ તેને ૧૯,૦૦,૦૦૦ પંડનું શાહી વર્ષાસન બાંધી આપ્યું. આ પ્રસંગે રાજા દીર્ધદર્શી હેતતે ડગમગી ગએલી રાજસત્તાને દઢ બનાવી શકત. પરંતુ જેમ્સ નિષ્ફર, ટૂંકી દૃષ્ટિનો, સાંકડા મનનો, અક્કલહ, ધમધ, જક્કી, અને મિથ્યાભિમાની હતો. ચાર્લ્સને મુકાબલે જેમ્સ મુગે, દંભી, કૂર, ચીડીઓ, અને કુટિલ કર્યો. રાજાના ઈશ્વરી હકને ફક જેસના મગજમાંથી
ખસ્યો ન હતો. તેણે પ્રજાત્રી જેમ્સ બીજે
ઈચ્છા જાણવાની પરવા ન કરી. તે કાબેલ સિપાઈ, કુશળ અધિકારી, અને શુરવીર સેનાપતિ તરીકે પ્રખ્યાત હતો, છતાં તેણે પિતાની મુરાદ બર આણવાને કુટિલ માર્ગો સ્વીકાર્યા. તેણે રોમન કેથેલિકોને અધિકાર આપવા, અને હેબીઆસ કોર્પસ એકટ રદ કરવા
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૧ ધાર્યું, પણ એ તે પ્રજાના હકો પર ઘા થ હતો, અને એવા ઘા સહન કરવા હવે પ્રજા તૈયાર ન હતી.
જેમ્સ ગાદીએ આવીને પાર્લમેન્ટ મળતા પહેલાં જકાત ઉઘરાવવા માંડી. તેણે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને “અપ્રતિજ્ઞાગ્રાહી' (Dissenters) વિરુદ્ધના કાયદાને અમલ બંધ કર્યો. આથી ડેબી, ડૅન બની અને અને હજારો કેદીઓ છૂટયા. પાર્લમેન્ટના સભ્યો રાજાના ખુશામતીઆ હતા. તેઓ રાજનિષ્ઠા ખાતર આ બધું જોઈ રહ્યા.
આર્માઈલ અને મન્મથનાં બંડ : ઈ. સ. ૧૬૮૫. રાઈધરનું કાવતરું પકડાયા પછી વિહગ પક્ષના કેટલાક લોક હેલેન્ડ ગયા હતા. ચાર્લ્સને અનૌરસ પુત્ર ડયૂક ઑવ મન્મથ પણ ત્યાં હતો. હિગ લેકેએ તેને ઈગ્લેન્ડ આવી ગાદી લેવાનો આગ્રહ કર્યો. તેને એમ થયું કે પ્રોટેસ્ટન્ટ પ્રજા મને આદર આપશે. ડયૂક ઑવ આર્કાઈલનો પુત્ર મન્મથને સહાય આપવાને તૈયાર થયો. તેણે ટલેન્ડ જઈ બંડ જગાડવાનું વચન આપ્યું. પરંતુ પ્રતિજ્ઞાગ્રાહીઓએ તેમાં સામેલ થવાની ના પાડી. રાજાનું લશ્કર આઈલનો સામનો કરવા તૈયાર હતું. આર્થાઈલનું નાનું લશ્કર વીખરાઈ ગયું, અને તે કેદ પકડાયો. તેના હાથ બાંધી બંદુકવાળા સૈનિકોની વચમાં ચલાવીને તેને એડિનબરે લઈ જવામાં આવ્યો, ત્યાં તે તેના પિતાની પેઠે રાજદ્રોહીને તે જુઓ...
દરમિઆન મન્મથ ઈગ્લેન્ડમાં આવ્યો. તે રૂપાળો, મનહર, અને બહારથી વિનયી હતો. પ્રોટેસ્ટન્ટ ધર્મના પુનરુદ્ધારની આશાએ સંખ્યાબંધ ગામડીઆ તેને આવી મળ્યા. તેણે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જેમ્સને બીનહકદાર ઠરાવી પિતાને હક આગળ કર્યો. ટીન્ટન જઈને તેણે રાજાને ઈલ્કાબ ધારણ કર્યો, પણ તેને માત્ર હલકા વર્ગના લેકની સહાય હતી. પાદરીઓ અને આબરૂદાર ગૃહસ્થ પ્રોટેસ્ટન્ટ રાજકર્તા તરીકે મેરીને હક ગણતા હતા.
જન્મેર પાસે રાજાના સૈન્ય સાથે મન્મથનો ભેટો થયો. તેના સૈન્યમાં સામાન્ય ગામડીઆ, અભણ ખેડુતો, કારીગરે, મજુરે, અને પત્થરડા જેવા તાલીમ વિનાના માણસો હતાઃ ફક્ત એક કલાકની જીવલેણ લડાઈમાં હાર . ૧. આ યુદ્ધમાં બે પ્રસિદ્ધ પુરુષો જડેંન ચર્ચિલ અને ડેનિયલ ડીફે હતા.
Page #205
--------------------------------------------------------------------------
________________
- ૧૯૨ ખાઈ મન્મથ અને તેનાં માણસે નાસી ગયાં. થોડા દિવસ પછી ગંદી ખાઈ માંથી મળ્યમ પકડાયે. તેણે કાકાને પગે પડી જીવતો રાખવાની નામર્દ અરજ કરી, પણ દયાહીણ દૈત્યનું હૈયું પીગળ્યું નહિ. મન્મથને શિરચ્છેદ કરવામાં આવ્યો.
આટલેથી જેમ્સની વૈરવૃત્તિ તૃપ્ત થઈ નહિ. હવે તેણે મન્મથના મદદગારોને સજા કરવા માંડી. તેના હત્યારા અમલદારે મન્મથના મદદગારોને ભયંકર સજા કરવા લાગ્યાઃ કેટલાક કેદમાં પડ્યા, કેટલાક ફાંસીએ લટક્યા, અને કેટલાકને જીવતા બાળી મૂકવામાં આવ્યા. જેફ્રીઝ નામને નિષ્ફર ન્યાયાધીશ બળવાખોરોની તપાસ ચલાવવા પરગણાંમાં ફરવા લાગ્યો. તેણે રાય કે રંક, બાળક કે વૃદ્ધ, નિર્દોષ કે અપરાધી, એવું કશું જોયા વિના લકોને દંડવા માંડયા, અને પ્રજા ઉપર કેર વર્તાવ્યો. તેણે લગભગ ૩૦૦ / માણસને દેહાંતદંડ દીધો. મન્મથના અનુચરેને રાતવાસો રાખનાર એક સ્ત્રીને પણ જીવતી બાળી મૂકવાની શિક્ષા થઈ, પણ પાછળથી તેને શિરચ્છેદ કરવાનું કર્યું. આ શિક્ષામાંથી બચનારાને વેસ્ટ ઇન્ડિઝમાં ગુલામ તરીકે વેચવાને હુકમ થયો. તે નિર્દય ન્યાયાધીશને રાજાએ “લોર્ડ હાઈ ચેન્સેલર બનાવ્યું. હવે રાજ પરથી લેકનાં મન ઊઠી ગયાં, એટલે હિગ પક્ષને પ્રજાને જુસ્સો સતેજ કરવાને લાગ મળે.
ધામિક ફેરફાર કરવાના રાજાના પ્રયત્નઃ બંડખોરને નાશ થવાથી રાજસત્તા પ્રત્તાપી થઈ, એટલે જેમ્સ પિતાની અભિલાષાઓને અમલ કરવા, માં. વધારાના લશ્કરમાં રાખેલા કેથલિક અમલદારોને શાંતિ થયા પછી પણ રાખવાની રાજાની ઈચ્છા હતી. પરંતુ પાર્લમેન્ટ કેથલિક અમલદારે રાખવા માટે રાજાનો વિરોધ કર્યો. અને કસેટીના કાયદાનો અમલ ન થાય
ત્યાં સુધી નાણાં આપવાની ના પાડી. એથી રાજાએ પાર્લમેન્ટ બરખાસ્ત કરી, ઈ. સ. ૧૬૮૫. જેમ્સના સમયમાં ફરી પાર્લમેન્ટ મળી નહિ. પરંતુ, જેમ્સનાં કૃત્યે જોઈ તેના પક્ષકારે પણ વિમુખ થતા ગયા, એટલે એ સમય આવ્યો નહિ. - આમ પાર્લમેન્ટ વિસર્જન થઈ, પણ લેકનાં મેં કંઈ બંધ કરાય છે? જેસે ખાનગી રીતે ન્યાયાધીશોના મત માગ્યા, કે રાજાને કાયદાને અમલ અટકાવવાની સત્તા ખરી. કે નહિ ? તેણે વિરુદ્ધ મત આપનારને સ્થાને
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯૩ અનુકૂળ માણસ ગોઠવી દઈ સર એડવર્ડ હેલ્સને પાયદળને સેનાપતિ બનાવ્યું. આથી તેના ઉપર કામ ચાલ્યું, પણ હસે રાજાને પરવાને બતાવ્યું, એટલે ખુશામતખોર ન્યાયાધીશોએ રાજાની તરફેણમાં ચુકાદો આપે. રાજાને આવો હક કાયદેસર હતું, પણ પાલમેન્ટ ચાર્લ્સ બીજાને એ હક ન વાપરવાની ભલામણ કરી હતી. પરંતુ આ નિર્ણયને લાભ લઈ જેમ્સ લશ્કરમાં કેથલિક અમલદારે ભરવા માંડયા, અને કેથલિક લેકેની વિરુદ્ધના સર્વ કાયદા રદ કર્યો. તેણે કેથલિક પંથીઓને પ્રધાને નીમ્યા, અને એક ધર્મબંધુને આયર્લેન્ડનો વાઈસરોય બનાવ્યો.
ઈ. સ. ૧૬૪૧માં બંધ થએલી “હાઈ કમિશનરની અદાલતને સજીવન કરીને હત્યારા જેફીઝને મુખ્ય ન્યાયાધીશ ની. રાજાની આજ્ઞા વિરુદ્ધ જે જે ધર્મગુરુઓ કેથલિક પંથનું ઘસાતું બોલે, તેમને તેમાં સખત દંડ થવા લાગ્યા. કસોટીના કાયદાની રૂએ ઑક્સફર્ડ અને કેમ્બ્રિજનાં વિદ્યાપીઠમાં કેથોલિક અધ્યાપકે કામ કરી શકતા નહોતા, પણ જેમ્સ તેમનો માર્ગ મોકળો કરવાની પેરવી કરવા લાગ્યો. તેણે એક કેથેલિકને ઍકસફર્ડના મહાવિદ્યાલયને ઉપરી બનાવ્યો. બીજા મહાવિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખની જગા ખાલી પડી, એટલે રાજાએ કેથલિકની પસંદગી કરવા જણાવ્યું; પણ સમિતિના પ્રોટેસ્ટંટ સભ્યોએ વિરોધ કર્યો, એટલે સર્વને કાઢી મૂકી કેલિક પંથીઓને ગોઠવી દીધા. વળી એક કેથેલિકને ઍકસફર્ડને ધર્માધ્યક્ષ બનાવ્યો. આ પ્રમાણે ધર્માધ રાજાએ શિક્ષણ, સેના, ધર્મ, અને રાજદ્વારી વિભાગમાં સહધમાં ભરી દીધા, અને પ્રજાકીય સ્વાતંત્ર્યની અવગણના કરી. જો કે તેના મિત્રોએ તેને શાંતિ જાળવવાની, લુઈએ સાવચેતીથી કામ લેવાની, અને ડાહ્યા કેથલિકોએ દેશના કાયદાઓને માન આપવાની શિખામણ આપી, તોપણ જેમ્સ પરવા કર્યા વિના વર્તવા લાગ્યું. જેમ્સના આ "ત્યાચારો લંડનની પ્રજા મુંગે મેં એ જોઈ ન રહી, એટલે રાજાએ કેથેલિક મસ ઈઓનું સૈન્ય તૈયાર કરી પ્રજાને દબાવી દેવાનો મનસુબે કર્યો.
આ પ્રમાણે કસોટીના કાયદાને ભંગ કરીને રાજા અટક્યો નહિ. ઈ. સ. ૧૬૮૭માં તેણે ધર્મછૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, અને કેથલિકે તથા અપ્રતિજ્ઞાગ્રાહીઓ વિરુદ્ધના કાયદાને અમલ બંધ કર્યો. ફરીથી બંદીખાનાં
૧૩
Page #207
--------------------------------------------------------------------------
________________
ઉઘડ્યાં, અને અપ્રતિસાગ્રાહીઓ છૂટ્યા, પણ રાજાને ધાર્યો દાવ ન પડ્યો. ચતુર અપ્રતિજ્ઞાગ્રાહીઓ અને પ્રેમ્બિટિરિયને સમજી ગયા કે રાજાની ખરી દાનત કેથલિક લોકોને ધર્મછૂટ આપવાની છે. તેમણે ધર્મ કરતાં પ્રજાકીય સ્વાતંત્ર્યને મેંવું માન્યું, અને આવી ધર્મછૂટ લેવાની ના પાડી છતાં રાજાએ ઇ. સ. ૧૬૮૮માં જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રત્યેક ધર્માલયમાં વાંચવાની આજ્ઞા કરી.
રાજાની અવિચારી આજ્ઞાને ખુલે ભંગ થયે. કોઈએ તે જાહેરનામું વાંચ્યું નહિ. સાત ધર્માધ્યક્ષેએ રાજાને અરજી કરી, કે અમને અધમ કાર્ય કરવાની ફરજ પાડવી ન જોઈએ. રાજા અરજી વાંચીને ક્રોધે ભરાયો; કારણ કે અરજી છપાવીને પ્રજામાં ખુલ્લે હાથે વહેંચવામાં આવી હતી. તેણે અરજદારને કેદ કર્યા, અને તેમના ઉપર કામ ચલાવ્યું. પ્રજાએ આ સામાન્ય મુકર્રમાને રાષ્ટ્રીય પ્રશ્નનું સ્વરૂપ આપ્યું. ધમાં ધ્યક્ષ તરફથી કેટલાક પ્રવીણ વકીલે બહાર આવ્યા. પછી તપાસ ચાલી, સાક્ષીઓ લેવાયા, પુરાવા રજુ થયા. અને પચે સર્વાનુમતે તેમને બીનગુનેગાર ઠરાવ્યા. એથી પ્રજાએ હર્ષનાદ કર્યો. ઘોડેસવારેએ મારતે ઘડે આ વધામણી દૂરનાં શહેરોમાં પહોંચાડી. દેવાલયમાં ઘંટા વાગી, અને છાવણીના સિપાઈઓએ પણ હર્ષનાદ કર્યા. જેમ્સની ખાતરી થઈ કે મારાં માણસો અને સમગ્ર પ્રજા મારી વિરુદ્ધ છે. સાત ધર્માધ્યક્ષોની તપાસ દરમિઆન રાજાને ત્યાં પુત્રજન્મ થયો, પણ એ કમનસીબ બાળકને કોઈ એ આવકાર ન આપે; કારણ કે એથી તો કેથેલિક રાજાની પરંપરા ચાલવાની એમ લેકને લાગ્યું. રાજાના અદાવતીઆઓએ
એવી વાત ફેલાવી કે એ કુંવર ખરો નથી, પણ બહારથી આણેલ છે. જેમ્સ -કુંવરના ખરાપણું વિષે પુરાવા આપ્યા, પણ વીફરેલી પ્રજાએ કશું માન્યું નહિ. હવે લેકના હૃદયમાંથી રાજભક્તિના રહ્યાસહ્યા તણખા હલવાઈ ગયા, અને રાજ્યક્રાન્તિનો સમય આવી પહોંચ્યો.
• એરેંજના વિલિયમને આમંત્રણ૩૦મી જુન, ઈ. સ. ૧૬૦૮. જે દિવસે ધર્મગુરુઓ માનભેર છૂટી ગયા, તેજ દિવસે આરેજના વિલિયમને પત્ર લખીને આમંત્રણ આપવામાં આવ્યું. વિલિયમ જેમ્સને જમાઈ હતા, અને ટેસ્ટન્ટ ધર્મને સ્તંભરૂપ હતો. ફ્રાન્સના કટ્ટા શત્રુ વિલિયમને આ
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯મ
સારે પ્રસંગ મળે. તેણે આમંત્રણ સ્વીકાર્યું, અને લશ્કર તૈયાર કરવા માંડયું. ઈગ્લેન્ડના એલચીએ જેમ્સને ખબર પહોંચાડી, પણ બુદ્ધિહીણ રાજાએ માન્યું નહિ. લુઈએ વિલિયમને ઈગ્લેન્ડ નહિ જવાની ચેતવણી આપી, ત્યારે જેસે કહ્યું કે લુઈએ “સંરક્ષક થવાને દંભ કરવાની જરૂર નથી. એથી લઈને ચીડ ચડી, અને તેણે જેમ્સને મદદ કરી નહિ.
વિહગ લેકને મદદગાર વિલિયમ ઈ. સ. ૧૬૮૮ના નવેમ્બરની પમી તારીખે ઈગ્લેન્ડને કિનારે ઉતર્યો. તે લંડન તરફ કૂચ કરતો ચાલ્યો, એટલે રસ્તામાં અનેક માણસો તેના નેજા નીચે આવવા લાગ્યાં. રાજાના હજુરીઆ, લશ્કરી અમલદારો, અને વિહગ આગેવાનો તેને જઈ મળ્યા. ચર્ચિલની સરદારી નીચેનું રાજાનું લશ્કર પણ તેને મળી ગયું. જેમ્સની પ્રિય પુત્રી એન અને તેના પતિએ તેનો પક્ષ છેડી દીધો, ત્યારે તેનાં ગાત્રો ગળી ગયાં, તેની આંખમાં આંસુ આવ્યાં, અને તે બે, “અરે ? મારાં સંતાનો પણ મને તજી જાય છે.” પછી જેસે રાણીને અને યુવરાજને ફ્રાન્સમેલી દીધાં, અને તે પોતે પણ ત્યાં જવા તૈયાર થયો. રસ્તામાં તે માછીમારોના હાથમાં સપડાયો, એટલે તેઓ તેને લંડન પાછો લાવ્યા. પરંતુ પદભ્રષ્ટ રાજા સંઘરવાનું જોખમ ખેડવા વિલિયમ તૈયાર ન હતો, એટલે તેણે જેમ્સને કાન્સ જવાની સરળતા કરી આપી. લુઈએ જેમ્સને આવકાર આપ્યો, અને વર્ષાસન બાંધી આપ્યું.
વિલિયમે રાજ્યની લગામ હાથમાં લેતા પહેલાં સેનાપતિ મન્કની પેઠે હંગામી પાર્લમેન્ટ બેલાવી. તેમાં અમીરે અને ચાર્લ્સ બીજાના સમયના કેટલાક સભ્ય આવ્યા. વિલિયમના સ્થાનને નિર્ણય કરવામાં પાર્લમેન્ટને મહેનત પડી. કેટલાક ટોરી સભ્યોની ઈચ્છા એવી હતી, કે જેમ્સ સારી રીતે રાજ્ય ચલાવે છે તેને પાછા બોલાવો, પણ કેટલાકની ઇચ્છા વિલિયમને દેશરક્ષક બનાવવાની હતી, અને કેટલાક મેરીને ગાદી આપવા માગતા હતા. વિલિયમે સસરાની ગાદી સાચવવાની કે રાણીના સેવક થવાની સ્પષ્ટ ના પાડી. આખરે એ ઠરાવ થયે કે વિલિયમ અને મેરીને સંયુક્ત રાજ્યાભિષેક કરવો, અને ઉભયના સમાન હક સ્વીકારવા.
Page #209
--------------------------------------------------------------------------
________________
૯૬ હપત્રિકાઃ આ પ્રમાણે વિલિયમને ઈગ્લેન્ડનું રાજપદ મળ્યું. પછી, હંગામી પાર્લમેન્ટે રાજ્યકર્તાઓ જોડે ચોખવટ કરી નાખવા હકપત્રિકા તૈયાર કરી. તેમાં જેમ્સનાં અયોગ્ય કાર્યોની સવિસ્તર નેંધ લેવામાં આવી, અને તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યઃ રાજાથી કાયદાનો અમલ મોકુફ રાખી શકાય નહિ, સ્થાયી લશ્કર રાખી પ્રજાને ડારી શકાય નહિ, પાર્લમેન્ટની સંમતિ વિના કર નાખી કે ઉઘરાવી શકાય નહિ, તેની ઈચ્છામાં આવે તેવી રીતે ગમે ત્યારે ન્યાયાધીશને રજા આપી શકાય નહિ, પાર્લમેન્ટને વારંવાર બોલાવવી જોઈએ, પાર્લમેન્ટમાં વિચાર અને વાણીનું સ્વાતંત્ર્ય રહેવું જોઈએ, સર્વને સોં અને નિષ્પક્ષપાત ન્યાય મળવાની વ્યવસ્થા થવી જોઈએ, રાજા પોતે રોમન કેથોલિક ધર્મ પાળી શકે નહિ કે તે ધર્મવાળી સ્ત્રી જોડે લગ્ન કરી શકે નહિ, જેમ્સના વારસોને ગાદી ઉપરનો હક રદ કરીને વિલિયમ અને મેરીને ગાદી આપવામાં આવી છે, અને તેમના મૃત્યુ પછી તેમને સંતતિ ન &ાય તો એનને વારસ ગણવી. ઇ. સ. ૧૬૮૯માં આ હકપત્રિકાને વિધિપુરઃસર કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું.
રાજ્યક્રાન્તિઃ લેહીનું એક પણ ટીપું રેડાયા વિના જુલમી રાજાને રાજ્ય છોડવું પડયું, અને દેશની રાજ્યપદ્ધતિમાં પલટે થયે. હવે નિર્ણય થઈ ગયો કે દેશમાં રાજકર્તા પાલમેન્ટ છે, રાજા પ્રજાનો સેવક છે, અને તેની સત્તા ઈશ્વરદત્ત નહિ પણ પાર્લામેન્ટ પાસેથી મળેલી છે. રાજાને રાજ્ય ચલાવવાને હક વંશપરંપરાથી નહિ પણ રાજા અને પ્રજા વચ્ચેના કરારથી મળે છે, એમ સાબીત થયું. દેશના કાયદાથી રાજા પર નથી, અને પાર્લમેન્ટ પસાર કરેલે ધારો સ્વીકારી લીધા પછી કોઈ પણ મિષે તેને કોરાણે મૂકી શકાય નહિ, એ વાત હકપત્રિકામાં ભાર મૂકીને જણાવી હતી. આપખુદ અને બીનજવાબદાર અમલના દિવસે વહી ગયા, અને મર્યાદિત રાજસત્તાનો યુગ બેઠે. આ રાજ્યક્રાન્તિથી રાજ્યબંધારણમાં ફેરફાર થયે, અર્થાત રાજાના હાથમાંથી સત્તા સરી પડી, અને “લેકશાસનનું મંડાણ થયું.
૧. ઇ. સ. ૧૯૨૮માં આમની સભાએ લોકહક સુરક્ષિત રાખવા માટે “હકની અરજી કરી હતી. પછીનાં સાઠ વર્ષમાં જમાને પલટાઈ ગયે, અને જેસે છુંદી નાખેલું સ્વાતંત્ર્ય અખંડિત છે એમ પાર્લમેન્ટ જાહેર કર્યું, તેથી તેને “હલ્પત્રિકા' કહે છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૭
આ રાજ્યક્રાન્તિનું એક બીજું પરિણામ આવ્યું. પાર્લમેન્ટ ફ્લુ સંપૂણૅ લાકપ્રતિનિધિત્વવાળી ન હતી; કારણ કે તેમાં કુલીન કુટુંએના પુરુષા હતા. હેનરીએ બંધ કરેલા મઢેાની જાગીરે। મેળવીને જમીનદારા સત્તાધીશ અને રાજકારણમાં બળવાન થઈ પડયા. પછીના યુગમાં લેાકમતને નામે તેમણે ફાવતા રાજ્યવહીવટ ચલાવ્યા, અને પ્રસંગેાપાત ચાર્લ્સ કે જેમ્સને વીસરાવે એવી જોહુકમી ચલાવી. પરંતુ આખરે લેાકશાસનને માર્ગ માકળા થયેા; કેમકે એ જમીનદારામાં વ્હિગ અને ટારી એવા બે પક્ષ પડી ગયા. જે પક્ષ બળવાન થઈ જાય, તે ખીજાને નીચે પાડવા પોતાની તમામ શક્તિ અજમાવતા. એથી મધ્યમ વર્ગના લેાક્રેા ફાવી જતા. વળી બન્ને પક્ષે લેાકાતે રાજી રાખવા મથતા, એટલે જે પક્ષ બળવાન હોય તે પ્રજાને પાંખમાં રાખવા માટે નાના મેાટા હકાની ભેટ કરતા. આ પ્રમાણે કુલીનેાના હાથમાંથી સામાન્ય પ્રજાના હાથમાં રાજ્યતંત્ર જઈ પડયું, પણ તેને આરંભ ‘રાજ્યક્રાન્તિ'થી થયે એમ ગણી શકાય.
પ્રકરણ ૭મું
વિલિયમ રોઃ ઇ. સ. ૧૬૮૯–૧૭૦૨ મેરી ર્જી ઇ. સ. ૧૬૮૯-૧૬૯૪
વિલિયમ ૩જો વિલિયમનું આગમન અને રાજા–રાણીના સંયુક્ત રાજ્યાભિષેક વિષે આપણે જોઈ ગયા. નવેા રાજા કદરૂપા, ઘેાડાયેલા, દૃઢ મનનો અને આગ્રહી, તથા સ્વભાવે કરેલ રાજદ્વારી નર હતા. રાજસભામાં કે રણક્ષેત્રમાં તેની દિષ્ટ સરખું કામ કરતી. બાલ્યાવસ્થામાં તેણે ફ્રેન્ચ તાપાના ધડાકા સાંભળ્યા હતા, અને રાજ્યપ્રપંચ, ખટપટ, અને કાવાદાવાથી તે કાયેલ અને દીર્ધદષ્ટિવાળા બન્યા હતા. તેનું આરેાગ્ય નબળું હતું, તેની રીતભાત સખત હતી, અને તે કડક અને કવચત્ તાšા લાગતા. અંગ્રેજોએ તેના ઉપર ચાહ બતાવ્યા નહેાતા, અને તે પણ જાણતા હતા કે હું માત્ર અંગ્રેજોનું ઉપયેગી સાધન છું. એથી તેણે કદી લાકપ્રિયતા પ્રાપ્ત કરવાની માથાકૂટ કરી નહોતી. તેનામાં અખૂટ કૌવત, અડગ ધૈર્ય, રાજદ્વારી કુનેહ, અને દીર્ધ
Page #211
--------------------------------------------------------------------------
________________
નવી : "
દૃષ્ટિ હતાં; અસ્થિરતા અને અશાંતિના સમયમાં તેણે ચતુરાઈ, નિષ્પક્ષપાતપણું. અને મુત્સદ્દીગીરીથી શાંતિ અને વ્યવસ્થા આપ્યાં, અને રાજ્યબંધારણને દઢ કર્યું. તે કુશળ સેનાપતિ હતો. આ સદેવવિથી પરાજયને
ખ્યાલ કરતા નહિ. અણીને વખતે ધૈર્ય અને સમયસૂચકતાથી તે એવા તેડ કાઢતો, કે તેની અસાધારણ શક્તિ જોઈ ને લેકે આશ્ચર્ય પામતા. યુદ્ધમાં, ગંભીર પ્રસંગમાં, કે આપત્તિકાળમાં તેના આનંદી અને ઉત્સાહપ્રેરક સ્વભાવથી અનેક નબળા આત્માએને હુફ રહેતી.
વિલિયમની અભિલાષાઓ હવે વિલિયમની રાજનીતિ અને તેના આશયે તપાસીએ. આંતર કલહથી અંગ્રેજો
વિલિયમ જો પરદેશી મામલા ઉપર ધ્યાન આપી શકતા નહિ. ફ્રાન્સને આ બાબત ગમતી હતી, અને ૧૪મા લુઈની રાજ્યતૃષ્ણાને હદ ન હતી. તેનાં સૈન્ય પરીનીઝ, ઈટલી, કે દાઈનના પ્રદેશો ઉપર ફરી વળી સર્વત્ર કેર વર્તાવતાં હતાં. રાઈનના કિનારા સુધી ફ્રાન્સની ઉત્તર અને પૂર્વ સીમા વધારવાના હેતુથી હર બહાને લુઈ મધ્ય યુરોપ અને હોલેન્ડ જોડે યુદ્ધ કરતો. પરંતુ વિલિયમ કંઈ પણ ઉપાયે લુઈની સત્તા તેડવા મથતો હતો, તેથી ઈગ્લેન્ડના નૌકાબળ અને સાધનોથી લઈને હંફાવવાની આશાએ વિલિયમે રાજપદ સ્વીકાર્યું, એટલે તેને સ્વદેશપ્રેમ કાયમ હતો. વિલિયમને મન ઈલેન્ડનું રાજ્ય હોલેન્ડની સ્વતંત્રતાના રક્ષણનું સાધન હતું. પોતાના તેર વર્ષના અમલમાં વિલિયમે જેમ્સ અને તેના અનુયાયીઓનું પ્રાબલ્ય ન થવા પામે, અને પોતાની સત્તા હૃઢ થાય એવા ઉપાય લીધા.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૯
ચ્છા
નવું રાજ્યબંધારણ: અંગ્રેજોને વિલિયમની નિસ્પૃહતાની ખાતરી થઈ ગઈ. પરંતુ લુઈ ને હંફાવવામાં ઇંગ્લેડને સ્વાર્થ હતા, અને રાજસત્તા ઉપર કાપ મૂકવા દેવા વિલિયમ તૈયાર હતા, એટલે નિયંત્રિત રાજસત્તાની સ્થાપનાનું કાર્ય સરળ થઈ પડયું. વિલિયમ અને મેરીને રાજ્યાભિષેક થયા પછી ‘હંગામી પાર્લમેન્ટ' ખરી પાર્લમેન્ટ થઈ, અને તેણે રાજ્યવ્યવસ્થાનું કાર્ય આરંભ્યું. પાર્લમેન્ટ પ્રથમ આર્થિક વહીવટમાં ફેરફારા કર્યા. જેમ્સ બીન્દ્રના અમલ સુધી પાર્લમેન્ટ રાનને નાણાં આપતી, અને રાન્ત પેાતાની પ્રમાણે તેને ઉપયોગ કરતા. હવેથી ‘સાધારણ' અને ‘અસાધારણ' ખર્ચ માટેની રકમે જુદી પાડીને આપવાને ડરાવ થયા. રાન્ત અને તેના કુટુંબના ખર્ચ માટે નક્કી કરેલી રકમ જીવન પર્યંત આપવાનું ; અસાધારણ ખર્ચ માટેની રકમ બાંધી મુદતને માટે આવી, અને તેને પાર્લમેન્ટની દેખરેખ નીચે હેતુપુરઃસર ઉપયેાગ થવા જોઇ એ એમ ર્યું. વિલિયમે આ વાત ક.લ કરી, અને હિસાબ બતાવવાનું પણ વચન આપ્યું. થોડાં વર્ષમાં એ પતિએ ‘હક’નું સ્વરૂપ પકડયું. આમ જાહેર કામેાનાં ખર્ચ ઉપર પાર્લમેન્ટને કાબુ આવ્યું.
પરંતુ વિકટ પ્રશ્ન લશ્કરને હતા. ભૂતકાળમાં આપખુદ સત્તા ટકાવી રાખવા ‘બહાલી લશ્કર’ના દુરુપયેાગ થયેા હતેા. પાડે શી રાજ્યેાને મુકાબલે ઈંગ્લેન્ડને લશ્કરની સ્વાભાવિક જરૂર હતી, તેથી એવું ઠરાવ્યું કે પ્રતિવર્ષે પાર્લમેન્ટ સૈન્યના નિભાવનું ખર્ચ મંજુર કરે. એથી પ્રજાને રાન ઉપર વિશ્વાસ હેાય ત્યાં સુધી લશ્કરનું ખર્ચ મંજુર થાય; અને રાજાને દર વર્ષે પાર્લમેન્ટ ખેાલાવવી
મેરી ખીજી
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૦૩
''།
પડે એમ થયું. આમ રાજસત્તા ઉપર બંધન મૂકયા પછી પાર્લમેન્ટે રાજ્યના અને ધર્મખાતાના પ્રત્યેક અધિકારીને વિલિયમને રાજનિષ્ઠ રહેવાની અને તેનું ઉપરીપદ સ્વીકારવાની પ્રતિજ્ઞા લેવાની ફરજ પાડી. કેન્ટરબરીના મુખ્ય ધર્માધ્યક્ષ અને સાત દીક્ષિતાએ પ્રતિજ્ઞા લેવાની ના પાડી, એટલે તેમને પદભ્રષ્ટ કરી વિશ્વાસુ અને રાજનિષ્ઠ સેવકાને મૂકવામાં આવ્યા. ‘ધર્મસહિષ્ણુતાના કાયદા' (Toleration Act) થી એવું હર્યું કે કાઈ પણ મનુષ્યને ‘એપિસ્કાપલ’ ધર્મ પાળવાની ફરજ પાડી શકાય નહિ; પ્રત્યેક મનુષ્ય પોતાની ઇચ્છામાં આવે તે ધર્મ પાળી શકે. આ છૂટ માત્ર કૅથેાલિકાને માટે ન હતી; તેમની સામે તે। દંડના નવા કાયદા ઘડાયા. વિલિયમે સ્વીકારેલા હકપત્રિકાના અસલ ખરડાને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું.
ઈંગ્લેન્ડમાં રાજ્યક્રાન્તિનું કાર્ય સંપૂર્ણ થયું, પાર્લમેન્ટે રાજસત્તા મર્યાદિત કરી, અને વિલિયમે હકપત્રિકાનાં બંધને સ્વીકાર્યાં. આ રાજ્યક્રાન્તિથી સ્ફુટલેન્ડ અને આયર્લેન્ડમાં શી અસર થઈ તે હવે જોઈ એ.
કોટલેન્ડમાં બળવાઃ જેમ્સ બીજાના જવાથી સ્કાટ લેાકેા ખુશી થયા, અને તેમણે વિલિયમ અને મેરીના રાજ્યારાહણને સ્વીકાર કર્યોઃ છતાં ત્યાં જેમ્સના કેટલાક અનુયાયી હતા. તેમણે ડન્ડીના દાકારની સરદારી નીચે ખંડ ઉઠાવ્યું, તેથી સેનાપતિ મેકે તેમની સામે ગયા, પણ તેનું કંઈ વળ્યું નહિ. ઇ. સ. ૧૯૮૯માં કિલિફ્રેન્કીના યુદ્ધમાં સ્ટૅટ સૈનિકાએ એ ઘડીમાં રાજસૈન્યને ધાણુ વાળી લાહીની નદીઓ વહેવરાવી, પણ Ăાટલેન્ડને આ વિજય માંધા પડી ગયા; કેમકે તેનો બહાદુર સરદાર ડીનો ઠાકાર મા ગયે, અને સૈનિકા વીખરાઈ ગયા. પરંતુ સ્કોટલેન્ડના ઉચ્ચ પ્રદેશમાં લેાકાનાં દીલ ઉશ્કેરાયલાં રહેતાં. જો કે વિલિયમે શાહી વચન આપ્યું, કે Ăાટલેન્ડમાં પ્રેસ્મિટિરિયન ધર્મ ચાલુ રહેશે. પછી તેણે અમીરેને લાંચ આપી મેળવી લીધા, અને જાહેર કર્યું કે જેએ ઇ. સ. ૧૯૯૨ના જાન્યુરિની ૧લી
૧. આ લેાકાને ‘ Non–Jurors ' . કહેવામાં આવે છે. એગણીસમા સૈકાના આરંભ સુધી તે પેાતાના સ્વતંત્ર ધર્માધિકારી પસંદ કરી લેતા. આ લોકા, કેથેલિક પંથીએ, અને જેમ્સના મળતીઆને ‘જેકાખાઈટ' કહેવામાં આવે છે. તેમણે સરકાર સામે કાવતરાં કરી ધણી મુશ્કેલીઓ ઉભી કરી હતી.
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૧
તારીખ પહેલાં રાજનિષ્ઠાની પ્રતિજ્ઞા લઈ લેશે, તેમને માફી આપવામાં આવશે. દૈવયોગે પશ્ચિમ હાઇલેન્ડની ખીણમાં રહેનારા પ્લેાના વૃદ્ધ સરદાર મક આઈ તે સર્વથી છેલ્લી પ્રતિજ્ઞા લેવાનેા વિચાર કર્યાં. છેક છેલ્લી ઘડીએ તે જે જગાએ આવી પહેાંચ્યા, ત્યાં પ્રતિજ્ઞા સ્વીકારનાર અમલદાર ન હતા. ત્યાંથી અથડાતા કુટાતા આગળ વધી તેણે શપથ તે। લીધા, પણ નક્કી કરેલા દિવસ વીતી ગયા હતા. એથી શત્રુઓએ તેને નાશ કરવાની તક સાધી. વિલિયમના અધિકારીએ લેાકેાની સાન ઠેકાણે લાવવા ખરી હકીકત છુપાવી. તેણે રાજા પાસેથી “ તે ચારાના દળના સંહાર કરવા ”ની આજ્ઞા મેળવી, અને સૈનિકાની ટુકડી ગ્લેન્કા માકલી. ત્યાંના ભેાળા લેાકેાએ સૈનિકાતે દિલજાન આવકાર આપ્યા; અને સૈનિકાએ પંદર દિવસ સુધી મેમાન ગીરી ભાગવી. આખરે નિર્દય હત્યાકાંડને દિવસ આવી પહોંચ્યા. શિઆળાની રાત્રિના અંધકારમાં આ નિષ્ઠુર સિપાઈ એએ લેાકેાની કતલ ચલાવી, તેમાં મૅક આઈન, તેની પત્ની, અને ખીજા છત્રીસ માણસા કપાઈ મુઆ, અને જે જીવ લઇ ને નાઠા તેમને બહારની ઠંડીએ અને ભૂખે પૂરા કર્યાં. ગ્લેન્કાને હત્યાકાંડ વિલિયમના જીવનમાં કલંક સમાન ગણાય છે; કારણ કે તેણે પૂરી તપાસ કર્યા વિના હુકમ આપ્યા હતા, અને કતલ કરનારજાલીમાને જતા કર્યા હતા.
આયર્લેન્ડમાં યુદ્ધઃ સ્કૉટલેન્ડના ભયંકર ખળવા તરત શમી ગયે, પણ આયર્લેન્ડમાં તેમ થયું નહિ. આયર્લેન્ડમાં કેથેલિકા અને ગ્રેટેસ્ટન્ટો વચ્ચે ઝગડા ચાલ્યા કરતા, અને ગમે તેટલા ઉપાય અજમાવ્યા છતાં પ્રજાને સુખવારા આવ્યા ન હતા. દરમિઆન જે અંગ્રેજ અને સ્યુટ પ્રોટેસ્ટન્ટ ત્યાં વસવાટ કરવા આવ્યા, તેમના હાથમાં જમીનને માટે ભાગ આવી પડયા. આથી આશ લેાકાને નવા પ્રોટેસ્ટન્ટ રાજા તરફ અણગમે થયા. એવામાં જેમ્સ ગાદી મળવાની આશાએ આયર્લૅન્ડમાં ઉતરી આવ્યા, એટલે નિરાશ્રિત પ્રોટેસ્ટન્ટો કૅથેાલિકાના રાષ જોઈ ને દરિયાપાર નાડા, અથવા તા લંડનડરી અને એનિસકિલેનના કિલ્લામાં ભરાઈ બેઠા. જેમ્સના લશ્કરે લંડનડરીને ઘેરા ધાલ્યા; તેના કિલ્લા મજબુત ન હતા, અને શહેરમાં ભેાજનસામગ્રી ઓછી હતીઃ છતાં શૂરા લાકા પ્રાણાન્તે પણ નમતું ન આપવાના
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૨
નિશ્ચય કરીને બેઠા. જેમ્સ બહારથી આવતી મદદ અટકાવી, એટલે વિલિયમે મેકલેલાં વહાણો પણ નકામાં થઈ પડયાં. આ ઘેરે ૧૦૫ દિવસ ચાલ્યો. ખાવાનું ખૂટી જવાથી ઘડાનું માંસ, મરેલા ઉદર, અને ચામડાં કરડવાનો અવસર આવી પહોંચ્યો, અને શહેરમાં રેગ ફાટી નીકળે, એટલે મરનારના અંત્ય સંસ્કાર કરવાનું અશક્ય થઈ પડયું. છતાં વજહદયના બહાદુરની ધીરજ અને હિમત ખૂટયાં નહિ. દરમિઆન નદીનો બંધ તોડી વિલિયમનાં વહાણો આવી પહોંચતાં લોકોને અનાજ મળ્યું. હવે જેમ્સનું લશ્કર ઘેરે ઉઠાવી ચાલતું થયું. ત્રીજે દિવસે એનિસકિલેનમાં ભરાઈ બેઠેલા લોકોએ મજબુત ધસારો કરી ન્યૂટન બટલરના યુદ્ધમાં જેમ્સની સેનાને હરાવી નસાડી મૂકી.
જેમ્સ હાર્યો છતાં આયલેન્ડમાં તેનું પ્રાબલ્ય ટકી રહ્યું. બીજે વર્ષ વિલિયમે આયર્લેન્ડ પર ચડાઈ કરી. બેઈન નદીના કિનારા ઉપર જેમ્સની સેનાએ વિલિયમને અટકાવવાનો પ્રયાસ કર્યો. આ ભયંકર યુદ્ધમાં જેમ્સનું સૈન્ય જીવ લઈને નાતું. હવે જેમ્સના મનોરથ ભાગી પડયા, અને તે ફ્રાન્સ જતો રહ્યો; પણ આયરિશ લોકો વિલિયમને શરણે થયા નહિ. લિરિકના ગઢમાં ભરાઈને તેમણે ટક્કર ઝીલી. એથી ડચ સેનાપતિ ઝિન્કલને આયલેન્ડ જીતવાનું ઑપી વિલિયમ ઈલેન્ડ ગયો. ઇ. સ. ૧૬૯૧માં લિમરિક પડયું એટલે સંધિ થઈ. તેમાં એવી સરત કરવામાં આવી, કે આયરિશ સૈનિક વીખરાઈ જાય, અથવા ફ્રાન્સમાં કે વિલિયમના લશ્કરમાં નોકરી લે, અને આયર્લેન્ડમાં કેથલિકોને ધાર્મિક સ્વતંત્રતા આપવી. પરંતુ પ્રોટેસ્ટન્ટ લેકોને ધર્મષ ઓછો ન હતો. ઈ. સ. ૧૬૯૭માં ડબ્લિનમાં મળેલી પાર્લમેન્ટમાં પ્રોટેસ્ટન્ટો અધિક સંખ્યામાં હતા. તેમણે લિરિકની સંધિનો ભંગ કર્યો. હવે કેથલિકાને માટે સખત કાયદા ઘડવામાં આવ્યા, કેથલિક પુરોહિતને દેશનિકાલ કરવામાં આવ્યા, કેથલિક અધ્યાપકોને શિક્ષણ આપતા બંધ કરવામાં આવ્યા, કેથલિકનાં હથિયાર લઈ લેવામાં આવ્યાં, પ્રોટેસ્ટન્ટ જોડે કેથેલિકને લગ્નસંબંધ બંધ કરવામાં આવ્યું, અને આયરિશ વ્યાપારને સખત ધોકો પહોંચાડવામાં આવ્યો.
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૩
ફ્રાન્સ જોડે ચુદ્ધઃ હજુ વિલિયમનું કાર્ય પરિપૂર્ણ થયું ન હતું. વિલિયમના કટ્ટો શત્રુ લુઈ યુરોપનાં રાજ્ય પર હલ્લા કરતા હતા, પણ વિલિયમે સ્પેન, હેાલેન્ડ, અને ઍસ્ટ્રિઆનાં રાજ્યે વચ્ચે સિંધ કરાવી. એથી યુરેપ ખંડનાં ઘણાંખરાં રાજ્યે ફ્રાન્સની સામે એકત્ર થઈ ગયાં. અંગ્રેજ જનતા પણ લુઈ પર ક્રોધે ભરાઈ હતી. વિલિયમ આયર્લેન્ડ ગયા, ત્યારે લુઇ એ એક કાલા ઈંગ્લેન્ડ મેકલ્યે. આરંભમાં ફ્રાન્સના જય થવા લાગ્યા. નૌકાસેનાપતિ ટ્રેકિંગ્ઝનની બેદરકારીને લીધે અંગ્રેજો બીચીહેડ પાસે હાર્યાં, અને તેમના કાફલા લગભગ નાશ પામ્યા.
દરમિઆન લુઇએ. આયર્લેન્ડના કૅથલિકાને સહાય મેકલી. ચર્ચલ, રસેલ, અને કેટલાક અધિકારીએ ખાનગી રીતે જેમ્સની તરફેણમાં હતા, અને તેને ખાનગી યાતમી પહોંચાડતા. આમ વિલિયમના પ્રધાને તેની જોડે મન મૂકીને સહકાર કરતા નહિ, ટોરી પક્ષના સભાસદે તેની વિરુદ્ધ હતા, અને ઘણા દેશનાયકા જેમ્સ બ્લેડે ખાનગી પત્રવ્યવહાર ચલાવતા. લુઈએ આ તર્કના લાભ લીધા. આ વખતે અંગ્રેજ કાલેા સેલના હાથ નીચે હતા. તેણે કાઈ ને માંએ કહ્યું, કે જેમ્સ પાછે! આવે તે હું મદદ કરૂં. આથી લુઈ ને ઈંગ્લેન્ડ પર ચડી આવવાનું મન થયું. લુઇએ. મેટા કાલા તૈયાર કરી રવાના કર્યા, પણ તે સ્વદેશાભિમાની અંગ્રેજોના સ્વભાવથી વધુ ન હતો. ફ્રેન્ચ કાફલો આવે છે એ સાંભળીને જેમ્સનેા પક્ષકાર રસેલ ખેલ્યું, કે “ આપણી ખાડીમાં ફ્રેન્ચ લોકાને આપણા પર વિજય મેળવવા દઉં એ માનતા નહિ; ખુદ મહારાન્ત જેમ્સ હશે, તે તેની જોડે પણ હું યુદ્ધ કરીશ.” લા હેાગ પાસેના યુદ્ધમાં ફ્રેન્ચ હાર્યા; તેમનાં કેટલાંક વહાણો મળી નાખવામાં આવ્યાં, અને તાપાના નાશ કરવામાં આવ્યા. આ સમયે અંગ્રેજ નૌકાસૈન્યે અપૂર્વ પરાક્રમ બતાવ્યું, અને બીચીહેડના યુદ્ધમાં મેળવેલી નામે શી ટાળીને પ્રતિષ્ઠા જમાવી.
વિયિમને સમુદ્રના યુદ્ધમાં જય મળ્યો, પણ જમીન પરના યુદ્ધમાં જાણવા જેવી ફતેહ મળી નહિ. ઇ. સ. ૧૬૯૨માં તે નેર્લેન્ડઝ ગયેા. જો કે તે ચતુર અને દીર્ધદર્શી સેનાપતિ હતા, છતાં ફ્રેન્ચ સેના આગળ તેનું વળ્યું નહિ; તે મેન્સને! બચાવ કરી શકયા નહિ, અને સ્ટેનકર્ક તથા
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૪ લેડનના યુદ્ધમાં હાર્યો. પરંતુ આખરે તેણે ફ્રેન્ચ લશ્કરના દેખતાં નાસૂરને પ્રસિદ્ધ કિલ્લે કબજે કર્યો. આ વિજયથી બંને પક્ષોની શક્તિ સરખી થઈ. યુદ્ધ તો ઈ. સ. ૧૬૯૭ સુધી ચાલ્યું, અને બંને પક્ષ થાક્યા. છેવટે લઈએ ઈગ્લેન્ડ, ઑસ્ટ્રિઆ, અને હોલેન્ડ જોડે સંધિ કરી, પછી વિલિયમને ઈગ્લેન્ડને હકદાર રાજા સ્વીકાર્યો, અને હોલેન્ડ જોડે વ્યાપારી સંબંધ બાં. આ યુદ્ધમાં લુઈની સામ્રાજ્યતૃષ્ણને ફટકો પડે, અને વિલિયમે હોલેન્ડને ફ્રાન્સના તાબામાં જતું બચાવ્યું.
આંતર નીતિઃ યુદ્ધોમાં અઢળક ધનની જરૂર પડવાથી નવા કર નાખવા પડયા, પણ તેથી ખર્ચને પહોંચી વળાયું નહિ. એથી રાજમંત્રી મગુએ નવી યુક્તિ અજમાવી. પૂર્વે રાજાએ જાતજોખમદારી ઉપર કરજ કરતા, પણ વિલિયમને માટે સંજોગે અનુકૂળ ન હતા. આથી મેગુએ પ્રજાકીય ઋણની પ્રથા પાડી. હવે સરકાર જે નાણાં કરજે લે, તેનું વ્યાજ ભરવાની જામીનગીરી પાર્લમેન્ટ તરફથી આપવામાં આવી, એટલે લેકોએ વિના સંકોચે સરકારને નાણાં ધીર્યા. શરૂઆતમાં કેટલાક હિગ વેપારીઓએ ૧૨ લાખ પૌડની રકમ ઉછીની આપીને કેટલાક હકની સનંદ મેળવી. ધીમે ધીમે એ વેપારી સંઘે ઈંગ્લેન્ડની બૅન્કનું સ્વરૂપ ધારણ કર્યું. તેને સરકારનાં નાણાંને વહીવટ સોંપવામાં આવ્યું, અને ચલણી નોટ કાઢવાની પરવાનગી મળી. આ બેન્કનો વહીવટ સરકારી જામીનગીરીથી ચાલતો હતો, એટલે કે નાણાં ધીરતાં અચકાતા નહિ. અદ્યાપિ પર્યત આ બૅન્ક સદ્ધર છે, અને ધમધોકાર કામ ચલાવે છે.
હવે વિલિયમની સત્તા દઢ થઈ. કદાચ જેમ્સ પાછો આવે તો રાજ્યક્રાન્તિ થાય, અને જેમ્સ આ ઋણ સ્વીકારે નહિ, તે નાણાંનું શું થાય તેની લેકને ચિંતા હતી, એટલે જેમ્સ આવે નહિ અને વિલિયમનો પગ મજબુત થાય એમ લોકો ઈચ્છવા લાગ્યા. એ પછી રૂપાના સિક્કાની બનાવટમાં સુધારો કરીને તેની કિનારી કાંગરીવાળી બનાવવામાં આવી.
મેરીનું મૃત્યુ ઇ. સ. ૧૬૯૪. પાર્લમેન્ટને રીઝવવા ખાતર વિલિયમ સુધારાના કાર્યમાં આડે આવતે નહિ, છતાં અંગ્રેજ જનતામાં વિલિયમ માટે સ્નેહભાવ ન હતું. ગમે તે પણ તે પરદેશી હતિ. ઈંગ્લેન્ડના હિત
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૫
કરતાં યુરેપી યુદ્ધો અને રાજખટપટમાં તેને વધારે રસ પડત. તે અંગ્રેજી બોલી જાણતો નહિ, અને પ્રજાનું હૃદય પારખવાની તસ્દી લેતો નહિ. ન રાજા હોલેન્ડના સંરક્ષણની ખાતર અંગ્રેજ લશ્કર નિભાવતું હતું, એ વાત લકે ભૂલી શકતા ન હતા. પરંતુ તેની પત્ની મેરી સરળ હૃદયની, બુદ્ધિમતી. મમતાળુ અંતઃકરણની, કાર્યદક્ષ અને પતિવ્રતા સ્ત્રી હતી. તે અંગ્રેજી આચારવિચાર અને ભાવનાઓ સમજતી, એટલે વિલિયમના કાર્યમાં ઘણું મદદ આપતી. શરૂઆતમાં રાણી ઉપર લેકે રોષે ભરાયા હતા, પણ તેના ગુણોની સુવાસ ફેલાતાં તેની કપ્રિયતા વધવા લાગી. સ્વાર્થ, પ્રપંચ, દ્વેષ, અને પાર્લમેન્ટને વિરોધ છતાં વિલિયમ મેરીની સહાયથી ઈંગ્લેન્ડનું રાજ્યતંત્ર ચલાવતો હતે. ઈ. સ. ૧૬૯૪માં રાણી શીળીના રોગથી મરણ પામી, એટલે વિલિયમના હૃદયને આઘાત પહોંચ્યો. હવે રાજા અને પાર્લમેન્ટ વચ્ચેની સંગી કડી તૂટી ગઈધીમે ધીમે વિલિયમ ઉપર લેકને અભાવ વધે, અને તેની વિરુદ્ધ પ્રપંચ રચાયા. હવે વિલિયમની જાત જોખમમાં આવી પયા જેવું થયું. ઈ. સ. ૧૬૯૬માં લુઈની પ્રેરણાથી એવું કાવતરું રચવામાં આવ્યું, કે વિલિયમ શિકારે જાય ત્યારે તેનું ખૂન કરી નાખવું. સદ્દભાગ્યે કેટલાંક માણસો ફૂટયાં અને કાવતરું પકડાઈ ગયું. દરમિઆન વિલિયમે નામૂરને કિલ્લે સર કર્યો, એ સાંભળી અંગ્રેજો હરખાયા અને ઘડીભર રાજભક્તિને આવેશ ઉછળ્યો. એથી વિલિયમનું રક્ષણ કરવાને વફાદાર લેકેએ સંઘ સ્થા. ઈ. સ. ૧૬૯૭ સુધી વિલિયમને લુઈ જોડેનાં યુદ્ધો માટે પાર્લમેન્ટ ભરપટ્ટે નાણાં આપ્યાં. પરંતુ ઈ. સ. ૧૬૯૭માં રિસ્વિકની સંધિથી યુદ્ધનો અંત આવ્યો, એટલે પાર્લમેન્ટે રાજાને મદદ આપવાનું બંધ કર્યું. હવે કરકસરની યેજના થવા માંડી, અને પાર્લમેન્ટની પહેલી દષ્ટિ સૈન્ય ઉપર પડી. પૂર્વે દેશરક્ષાને નામે રાખેલા સૈન્યને કડવો અનુભવ પ્રજાને થયું હતું, એટલે લશ્કર અને નૈકાસૈન્યમાં કાપકૂપ કરવામાં આવી. બીજે વર્ષે રાજાના અંગરક્ષકેની ડચ પલટનને રજા આપવાની પાર્લામેન્ટ હઠ પકડી. સંધિ માત્ર તેમની છે, યુદ્ધ થવાનો સંભવ છે, અને સૈન્યની જરૂર પડશે, એવું રાજાએ સમર્થન કર્યું પણ વ્યર્થ. તેને લેકેની મૂર્ખતા અને દુરાગ્રહથી માઠું લાગ્યું, છતાં તે લેકેચ્છાને આધીન થયે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૬
વિભાગ–સંધિઓ ઈ. સ. ૧૬૯૮–૧૭૦૦. હવે સ્પેનના ગાદીવારસને પ્રશ્ન આગળ આવ્યું. સ્પેનને રાજા ચાર્જ લાંબુ જીવશે નહિ એમ બધાને લાગ્યું. તેનું રાજ્ય વિસ્તીર્ણ હતું, પણ તે નિઃસંતાન હતાઃ માત્ર તેને બે બેનો હતી. મોટી બેન ફ્રાન્સના રાજા લઈ ૧૪મા વેરે, અને નાની બેન ઑસ્ટ્રિઆના શહેનશાહ લિયોપેલ્ડ જોડે પરણી હતી. સગપણદાને લઈને સ્પેનનું રાજ્ય મળે તે યુરોપની સત્તાતુલા નાશ પામવાને સંભવ હતો, એટલે લુઈની રાણીએ સ્પેનની ગાદી પરથી પિતાને હક ઉઠાવી લીધે. એથી ચાર્સની નાની ફઈનો સ્પેનની ગાદી ઉપર અધિકાર થતો હતો. પરંતુ એસ્ટ્રિઆ અને સ્પેનનાં મહારાજે એકત્ર થાય, એ પણ બીજા રાજ્યોને પરવડતું ન હતું. ઉપરાંત બેવેરિઆના રાણા જેસે માતૃપક્ષથી સ્પેનની ગાદી ઉપર હક થતા હતા. તે નાને ઠાકર હોવાથી તેને સ્પેનનું રાજ્ય મળે તેમાં કોઈને વિરોધ ન હતો, એટલે વિલિયમે લુઈ પાસે એવી સંધિ કરાવી કે ચાર્લ્સને મૃત્યુ બાદ સ્પેનની ગાદી જોસેફને મળે, અને ફ્રાન્સ તથા ઐસ્ટ્રિઆના રાજાઓને સ્પેનના વિદેશી રાજ્યમાંથી થોડે થોડો ભાગ મળે. આ સંધિને પ્રથમ વિભાગ સંધિ' કહેવામાં આવે છે.
આ સંધિ થયા પછી થડા સમયમાં જોસેફ મરણ પામે, એટલે સત્તાતુલા સંભાળવાની ગુંચવણ ચાલુ રહી. હવે એવી સંધિ કરવામાં આવી, કે ઓસ્ટ્રિઆના આર્ચ ડયૂક ચાર્લ્સને સ્પેનનો રાજા બનાવવો, અને લઈને નેપલ્સ, સિસિલી, અને મિલાન આપી સત્તાતુલા સાચવવી. આ સંધિ દ્વિતીય વિભાગ સંધિ કહેવાય છે. આ સંધિ સ્પેનથી ગુપ્ત રીતે કરવામાં આવી હતી. વાત બહાર આવતાં સ્પેનિઆડે ખૂબ રોષે ભરાયા. તેમણે આ સંધિ સ્વીકારી નહિ, અને ઇ. સ. ૧૭૦૦માં ચાર્લ્સ મરણ પામ્યો. તે લુઈના પૌત્ર આજ્ના ડયૂક ફિલિપને ઉત્તરાધિકારી નીમત . દ્વિતીય વિભાગ સંધિનો ભંગ કરી લુઈએ આ વારસો સ્વીકાર્યો. તેણે અભિમાનથી કહ્યું કે હવે ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે પીરીનીઝ પર્વત નથી; મતલબ કે આંખે પશ્ચિમ યુરેપ ફ્રાન્સને છે. આટલેથી વિલિયમની યોજના પડી ભાગી. લુઈ
તે સમયે પેન ઉપરાંત બેલજીયમ, નેપલ્સ, સિસિલી, મિલાન અને સ્પેનિશ અમેરિકા એ સર્વ સ્પેનના રાજાની આણમાં હતાં.
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૭
એવચની થયા, અને વિલિયમની રાજનીતિ નિષ્ફળ ગઈ. યુરોપના ભાવીની તેને ચિન્તા પેડી. પરંતુ અંગ્રેજોને એ ચિન્તાએ નકામી લાગી. વેપારીઓ ભૂમધ્ય સમુદ્રમાં ફ્રાન્સની સત્તા વધી નહિ, તેથી ખુશી થયા.
ગાદીવારસાના કાયદેાઃ ઇ. સ. ૧૭૦૧. નિરાશાના સમયમાં ઈંગ્લેન્ડના ગાદીવારસને નિર્ણય કરવાને પ્રસંગ ઉભા થયા. વિલિયમની પ્રકૃતિ લથડતી હતી, એટલે ઉત્તરાધિકારના કાયદાથી એવું ઠરાવવામાં આવ્યું કે વિલિયમ પછી એન ગાદીએ આવે, અને તેની પછી હેનેાવરની રાણી સાયિા અને તેનાં સંતાનેાને ગાદી મળે.
ટારી પક્ષની બહુમતીવાળી પાર્લમેન્ટને વિલિયમની રાજનીતિ પ્રત્યે અણુગમા હતા. પરદેશી મિત્રાને રાજા પદવી અને નાણાં આપે એ ટારીઓને પસંદ ન હતું, તેથી રાજાની સત્તા મર્યાદિત કરવા માટે આ કાયદાની જોડે નીચેની કલમે જોડી દીધી.
૧. ઈંગ્લેન્ડનો રાજા ઈંગ્લેન્ડના ધર્મસમાજમાં હાવા જોઈએ.
૨. ઇંગ્લેન્ડનો રાજા યુરોપમાં પેાતાના રાજ્યની રક્ષાની ખાતર પાર્લમેન્ટની આજ્ઞા વિના ખીજાં રાજ્યો તેડે યુદ્ધમાં ઉતરી શકે નહિ.
૩. પાર્લમેન્ટની રન્ન વિના રાજા અન્ય દેશેામાં પ્રવાસે જઇ શકે નહિ.
૪. અંગ્રેજ માબાપને પેટે ન જન્મેલી કાઇ વ્યક્તિ · પ્રિવિ કાઉન્સિલ ’માં સભ્ય મની શકે નહિ, પાર્લમેન્ટમાં બેસી શકે નહિ, કે નગીન્ મેળવી શકે નહિ.
૫. ન્યાયાધીશાને ખાંચે પગારે રાખવા; રાજા તેમને કાઢી મૂકી શકે નહિ; બંને સભાએની સંયુક્ત અરજી થાય તેાજ તેમને પદભ્રષ્ટ કરી શકાય.
૬. અધિકારીએ કે પેન્શન ખાનારા માણસે આમની સભામાં બેસી શકે નહિ. ૭. આમની સભા જે વ્યક્તિની તપાસ ચલાવે, તે રાજક્ષમાનું ખહાનું મેળવી છૂટનો દાવેા કરી શકે નહિ.
ટારીઓએ એક પગલું આગળ વધીને મંત્રીમંડળના ચાર સભ્યા ઉપર કામ ચલાવ્યું, પણ તેમાં તે નિષ્ફળ નીવડયા. રાજસત્તા ઉપર ચાલતા સખત ખાણથી લેાકલાગણી રાજા તરફ વળી. એટલામાં જેમ્સનું મૃત્યુ થતાં તેના પુત્રને ઈંગ્લેન્ડના રાજા ગણવાની લુઇ એ ગંભીર અને રાજદ્વારી
૧. તેનું નામ પણ જેમ્સ હતું. ફ્રેન્ચ લોકો તેને (LaPretendant) એટલે (હુકદાર' કહેતા. અંગ્રેજીમાં ‘Pretender ’ (વેશધારી ) શબ્દે એકદમ રૂઢ થઈ ગયા. જેમ્સ ‘મેાટા વેશધારી' અને તેનો પુત્ર ચાર્લ્સ ‘નાનો વેશધારી ’ કહેવાય છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ભૂલ કરી. આથી રિસ્વિકની સંધિના ભંગ થયા. હવે લાકે રાષે ભરાયા, અને તેમનું સ્વદેશાભિમાન જાગૃત થયું. તેમને લાગ્યું કે ફ્રાન્સના સૈન્યની મદદથી જેમ્સના કૈથેાલિક વારસા ઈંગ્લેન્ડના ગ્રેટેસ્ટન્ટોને સતાપશે. પાર્લમેન્ટ વિસજૈન થઈ. નવી પાર્ટીમેન્ટમાં વ્હિગોનું જોર વધ્યું. તેમણે લુઈ જોડે વિગ્રહ કરવાની રજા આપી, અને રાજાને નાણાં આપ્યાં. રાજાને જય થતા દેખાયા. આમ લુઈ ને નમાવવાની તક હાથમાં આવી. તેણે મહાસંમેલન ( Grand Alliance) ની ચેાજના કરી ફ્રાન્સ વિરુદ્ધ યુરોપનાં ઘણાંખરાં રાજ્યને ઉભાં કર્યા; અને માર્લબરેાના અર્લને લશ્કરના સેનાધ્યક્ષ બનાવ્યા.
જયની ઘડી આવી ખરી, પણ તેને જશ લેવાનું રાજાના ભાગ્યમાં ન હતું. શિકાર કરતાં ઘેાડા ઉપરથી તે પડયા, અને યુદ્ધ શરૂ થયા પહેલાં મરણ પામ્યા. જીવતા રહેવાની તીવ્ર ઉત્કંઠા વખતે ઇ. સ. ૧૭૦૨ના માર્ચની ૮મી તારીખે વિલિયમનું અવસાન થયું.
તુલનાઃ વિલિયમનું રાજ્ય ઘણી રીતે અગત્યનું છે. રાજ્યક્રાન્તિથી રાજ્યબંધારણમાં કરવાના ફેરફારામાં તેણે સંપૂર્ણ સહાય આપી, અને લેકમતને માન આપીને પેાતાની ઇચ્છાએ દબાવી દીધી. ઉત્તરાધિકારના કાયદાથી રાજાના શ્વિરદત્ત હકને જીવલેણ પ્રહાર થયા. તેના સમયમાં છાપખાનાની છૂટના કાયદેા પસાર થયા, અને ત્રિવાર્ષિક કાયદાને મંજુરી મળી. આથી દર ત્રણ વર્ષે નવી પાર્લમેન્ટ મળે એવું બંધન રાજાએ સ્વીકાર્યું. વિલિયમે ‘મહાસંમેલન' રચીને લુઈની સત્તાના મૂળમાં ફટકા માર્યાં. તેના સમયમાં ઈસ્ટ ઇન્ડિઆ કંપનિએ બંગાળામાં જાથુકને વસવાટ કર્યાં, અને સંસ્થાનાને વિકાસ થયા.
રાજ્યક્રાન્તિ થયા છતાં પાર્લમેન્ટને સમજ પડતી ન હતી, કે પ્રધાને ને શી રીતે દાખમાં રાખવા; કારણ કે તે રાજાની આણુ માનતા અને તેના નાકર હાય એમ વર્તતા. આથી ખટપટા થતી, અને પ્રધાનેાના કાર્યમાં વિરાધ નંખાતે; પણ પક્ષ પડી જવાથી સમાધાનીથી કામ ચાલે નહિ. આ કાયડાના ઉકેલ સંડરલેન્ડ અમીરે રાજાને બતાવ્યા. તેણે પાર્લમેન્ટના બહુમતી પક્ષમાંથી મંત્રીએ પસંદગી કરવાનું ઠરાવ્યું, એટલે રાજ્યવહીવટમાં સરળતા આવી. હવે મંત્રીઓ ઉપર પાર્લમેન્ટના વિશ્વાસ હાય ત્યાં સુધી તે અધિકાર ભગવે, અને લાકવિશ્વાસ ગુમાવે એટલે નવા મંત્રીએ આવે. રાજાએ આ પ્રમાણે
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦e
કરીને ટેરીઓને અધિકારપદેથી ખસેડયા. ઈ. સ. ૧૬૯૬માં સ્થપાએલું હિગમંડળ “જી” (Junto) નામથી પ્રસિદ્ધ છે. સ્પેનને ગાદીવારસાની વિભાગ–સંધિઓમાં નિષ્ફળતા મળવાથી હિગ પક્ષની પડતી થઈ, એટલે વિલિયમે ટેરીઓનું મંત્રીમંડળ બનાવ્યું. આ મંત્રીમંડળે ઉત્તરાધિકારના કાયદાથી રાજસત્તા ઉપર બંધન મૂકીને તેને ગૌણ બનાવી. છેવટના ભાગમાં લઈએ જેમ્સના પુત્રનો હક રવીકાર્યાથી હિગ પક્ષ જોર પર આવ્યો. અદાપિ પર્યત પક્ષપદ્ધતિ પ્રમાણે ઈરલેન્ડને રાજ્યકારભાર ચાલે છે. આ રીતે પસંદ થએલા મંત્રીઓ પાર્લમેન્ટના આજ્ઞાધારક અને રાજાના કરે છે, અને તેમની નીતિમાં 'એક્તા અને સહકાર જળવાય છે.
પ્રકરણ ૮મું
એન ઈ. સ. ૧૭૦૨-૨૦૧૪ એનઃ વિલિયમ પછી જેમ્સની બીજી પુત્રી એન ગાદીએ આવી, તે ટુઅર્ટ વંશમાં જન્મેલી હતી, ઈરલેન્ડના ધર્મસમાજમાં શ્રદ્ધા રાખનારી હતી. અને વારસાહકથી ગાદીએ આવી, એટલે હિગ અને ટોરી પક્ષને તથા પ્રજાને ખુશાલી થઈ. તે ભલી, ભેળી, શાંત, ઝાઝી પહોંચ વિનાની, અને મમતી છતાં સ્વભાવે મીઠી હતી. તેને સ્વતંત્ર વિચાર કરવાની ટેવ ન હd. તેને અમલ વાર્થી રાજદ્વારીઓની દેરવણી પ્રમાણે ચાલતો. પરંતુ તેનામાં દેશ અને પ્રજા માટે પ્રેમ હતો. તેનાં બધાં સંતાન મરી ગયાં, છતાં તેણે વૈર્ય અને શાંતિ જાળવી, તેથી તે આદરને પાત્ર થઈ. તેને “ભલી રાણી એન” નું ઉપનામ મળ્યું. પ્રજામત જાણવા છતાં તે તે માત્ર સિહાસન શોભાવતી. તેણે પ્રધાનેના હાથમાં રાજ્યવહીવટની લગામ સોંપી દીધી. '
- માર્કબરે વિલિયમે મરતા પહેલાં ચૂક આવું માર્લબરેને સેનાધ્યક્ષ મિનાવ્યો હતો. એ સાહસિક સેનાપતિએ એનના અમલમાં જમા કંકા
યાત્રા, અને અંગ્રેજોની વિજયપતાકા યુરોપમાં ફરકાવી.
*: ૧૪
Page #223
--------------------------------------------------------------------------
________________
ર૧૦
Tો.'
So we
માર્લબનું નામ જન ચર્ચિલ હતું. તેને જન્મ ઇ. સ. ૧૬૫માં થયે હતે. તે રૂપાળો, ચાલાક, અને આકર્ષક રીતભાતને હતે. ચાર્લ્સ બીજાના સમયમાં જેમ્સ બીજે (યૂક ઑવ્ યોર્ક) સેનાધ્યક્ષ હતું, ત્યારે તે સૈન્યમાં જોડાયા હતા, અને બાહોશી અને ચપળતાથી ઉત્તરોત્તર પદવીએ ચડતે ગયો. જેમ્સ ચર્ચિલને ઉમરાવ બનાવ્યો હતો. મન્મથ હાર્યો અને સેજમૂરના યુદ્ધમાં જેમ્સના સૈન્યનો વિજય થયો, એ ચર્ચિલની શક્તિ અને કુનેહનું પરિણામ હતું. પરંતુ તે ધનલેભીસ્વાથી અને મતલબી હતા. વિશ્વાસઘાત કરવો એ તેને મન રમત હતી. સ્વાર્થ ડયૂક ઑવ્ માર્લબ ખાતર નિકટના માણસને દ્રોહ કરતાં તેનું હૃદય તેને ડંખતું નહિ. તે શાંતિથી અને વિચારપૂર્વક મહાન કાર્ય કરતે, પણ તે હડહડતું જુઠું બોલતે. તેનામાં મનુષ્યસ્વભાવનાં ઉત્તમ અને અધમ તની મેળવણી હતી. રાજ્યક્રાન્તિ વખતે જેમ્સને માટે લેહી રેડવા તૈયાર છું એમ કહેનાર ચર્ચિલ ખાનગી રીતે વિલિયમ જોડે સંદેશા ચલાવતો, અને એનને પણ વિલિયમના પક્ષમાં મળી જવાની સલાહ આપત. વિલિયમે તેને “અર્લ એવું માલબરે બનાવ્યું, અને આયર્લેન્ડના યુદ્ધમાં સેનાપતિ ની.
માર્લબની ચડતી તેની પ્રવીણ અને બુદ્ધિમતી સ્ત્રી સારા જેનિંગ્સને લીધે થઈ હતી. માલબાએ ઈ. સ. ૧૬૭૮માં તેની જોડે લગ્ન કર્યું હતું. ! સારા જેનિંગ્સને અને એનને બાલ્યાવસ્થાથી સહીપણાં હતાં. તેમની વચ્ચે
એટલી બધી ઘરવટ હતી, કે રાજદ્વારી શિષ્ટાચાર બાજુએ મૂકી એન તેની કહ્યાગરી થઈ ગઈ. આ તકને લાભ લઈ સ્વાર્થસાધુ માર્લંબરે વિલિયમ
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૧
વિરુદ્ધ ખટપટ કરતા. તે જેમ્સની જોડે પત્રવ્યવહાર ચલાવતા, અને છૂપી બાતમી પણ પહોંચાડતા. વિલિયમને આ વાતની ખબર પડી, ત્યારે તેણે તેને દરબારમાં આવતા બંધ કર્યાં, તેના અધિકાર લઈ લીધા, અને એન જા મહેલમાં રહેવાની ફરજ પાડી. હવે તેણે ઉધાડે છેગે જેમ્સનેા પક્ષ લઈ દુશ્મનેાને બાતમી આપવા માંડી.
નિઃસંતાન વિલિયમ પછી એન ગાદીવારસ હતી, એટલે એનની જોડે સમાધાન થયું, અને આ પ્રપંચી જોડું તેની સાથે આવ્યું. સુજન વિલિયમ આ આ બધું સાંખી રહ્યો, અને લુઈ જોડે યુદ્ધ કરવાનું ઠર્યું, ત્યારે તેણે માર્કબરાતે સેનાપતિ નીમ્યા. મરતી વખતે વિલિયમે એનતે ભલામણ કરી કે હવે ઈંગ્લેન્ડનું સુકાન ચલાવી શકે તેવા બુદ્ધિશાળી કારભારી માત્ર માલેબર છે, માટે તું તેને પૂછીને ડગલું ભરજે. ખરેખર, કાઈ કિલ્લા એવા ન હતા, કે જેને ઘેરા ધાલીને તેણે સર કર્યા ન હેાય; કાઈ યુદ્ધ એવું ન હતું કે જેમાં તે હાર્યો હાય. યુદ્ધ તેને મન લીલા હતી, અને વિજયી તેને વરી ચૂકી હતી. વિકટ પ્રસંગેામાં તેનામાં અખંડ ધૈર્ય અને અદમ્ય ઉત્સાહ જણુાતા.
રાણીએ આ જંગબહાદુરને લશ્કરના સરનાયક બનાવ્યો, અને યુદ્ધના કારભાર સોંપી દીધા. પરિણામે માર્કબરા અને તેની પત્ની રાજ્યમાં સર્વોપરિ થઈ પડયાં. તેણે મિત્રોને પ્રધાનપદે સ્થાપ્યા; જો કે તેઓ યુવિાધી ટારી હતા, છતાં માલબરેશની ખાતર મદદ આપવા તૈયાર હતા. ન્ડિંગ પક્ષના માણસા જાણુતા હતા, કે આપણા આદરેલા વિગ્રહ ટારી ચલાવે છે,
માટે તેમને મદદ આપવામાં હરકત નથી. આમ આખા દેશે એકમત થઈ તે ઈ. સ. ૧૭૦૨માં વિગ્રહ જાહેર કર્યાં.
Im
સ્પેનના ગાદીવારસાને વિગ્રહઃ ઇ.સ. ૧૭૦૨–૧૭૧૩. આ ભયંકર વિગ્રહનાં કારણેા પ્રથમ જોઈ ગયા છીએ. ઈંગ્લેન્ડને કાઈ સ્ટુઅર્ટને ગાદીએ આવવા દેવા ન હતા, અને અમેરિકાના વેપારમાં ભાગ જોઈ તા હતા. આસ્ટ્રિઆના શહેનશાહને સ્પેનની ગાદી પેાતાના પુત્રને અપાવવી હતી, અને હાલેન્ડને ફ્રાન્સનેા ધસારા અટકાવવા હતા. એક બાજુ મહાસમેલનનાં રાજ્યામાં ઈંગ્લેન્ડ અને હાલેન્ડ અગ્રેસર હતાં; તેમની સહાયમાં આસ્ટ્રિ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૨ અને જર્મન તાલુકદાર હતા. બીજા પક્ષમાં લુઈ અગ્રેસર હતા, અને પેન. ઉપરાંત કેલેન અને બેવેરિઆના રાણાઓ તથા ઇટલી લુઈના પક્ષમાં ભળ્યાં.
-
-
-
-
-
-
આ
૮ :
:
,
3
નદી ૨જબ
દt
*
પ્રા
૨ ફેત
એ
SEEDI
' અરે !
.
સ & ઉત્તર
શે. તેને
બજી અમના યુધ્ધ
અંગ્રેજી ખાડી
Page #226
--------------------------------------------------------------------------
________________
ર૧૩
- આ જંગ બેજીયમ, જર્મની, ઈટલી, અને સ્પેનમાં એકી સાથે મ. આ વખતે માર્લબમે મિત્રરાજ્યના સમસ્ત સૈન્યનો સરસેનાપતિ નીમવામાં આવ્યો. તે દરેક સેનાપતિ સાથે કળથી કામ લેતે, અને યુદ્ધની મંત્રણામાં મહામહેનતે સમજાવટ કરતઃ છતાં તેઓ અનેક સાહસિક પેજનામાં ભાગ લેવાની ના પાડતા. વિગ્રહની શરૂઆતમાં તેને ખાસ ફતેહ મળી નહિ, પણ તેનામાં આવા પ્રસંગોમાં કામ લેવાની આવડત પૂરેપૂરી હતી. શરૂઆતમાં તેણે ફાન્સને હેલેન્ડ પર આક્રમણ કરતું અટકાવી ધીમે ધીમે પાછું હઠાવ્યું, અને લીજ તથા બન જેવા કેટલાક કિલ્લા સર કર્યા. સ્પેન અને ઈટલી ફ્રાન્સના પક્ષમાં હતાં, એટલે પોર્ટુગલ ઈગ્લેન્ડ જોડે સંધિ કરી મહાસંમેલનમાં દાખલ થયું. આ સંધિને મેટ્યૂન–સંધિ કહે છે. એથી ઈગ્લેન્ડને ઊનને માલ પિર્ટુગલમાં, અને પોર્ટુગલને દારૂ ઈંગ્લેન્ડમાં હલકે દરે જવા લાગે. મિત્રરાજ્યનું જોર વધતું જોઈ લઈએ નિર્બળ ઐસ્ટિઆને શરણે લાવવા વિએના પર હલ્લે કરવા ધાર્યું. લશ્કર આવે છે એ સાંભળી આિને બાદશાહ મૂઢ બની ગયો, પણ માર્લંબર લુઈની યુક્તિ કળી ગયા. ડચ લોકોને પિતાના દેશની રક્ષા સિવાય કશાની પરવા ન હતી. એથી માર્લંબરે જર્મનીના ડુંગરાળ પ્રદેશમાં રાતદિવસ દડમજલ કરતે આવી પહોંચ્યો, અને તેણે એકદમ બેવેરિઆના લશ્કરને હરાવ્યું. પછી ડાન્યુબ નદી ઉતરીને તે આગળ વધ્યો. પરાક્રમી શાહજાદે યુઝન ઈટલીમાંથી આટસ ઓળંગી નાના પણ ચુનંદા સૈન્ય સાથે આવી મળે. ફેન્સે માર્લબરેને અણચિંતવ્યો આવેલે જોઈને છક થઈ ગયા. બ્લેનહીમ પાસે બંને પક્ષનાં સૈન્યોને ભેટ થ.૧ ફેન્ચ સેન્ચે
૧. બ્લેનહીમના યુદ્ધમાં માર્કબરનાં યશોગાન માટે એડિસન લખે છે– 'Twas than great Marlbro's mighty soul was proved, That in the shock of clanging hosts unmov’d: Examin'd all the dreadful scenes of war, In peaceful thought the field of death surveyed: Inspird repuls'd battallions to engage,
And taught the doubtful battle where to rage. - જગતને ભાગ્ય નિર્ણય કરનારાં યુદ્ધો શાંતિપ્રિય ગામડાંઓને મને કેવો લાગે છે, તેનો સધી કવિએ “After Blenheim નામના કાવ્યમાં ખ્યાલ આપ્યો છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૧૪
કળણવાળી જગાએ વહેળાની પાછળ ખાહીબંધી કરી હતી. પરંતુ ભડવીર માર્કબરાએ કામચલાઉ રસ્તા બનાવી ધસારા કર્યાં, અને ફ્રાન્સ તથા એવેરિશ્માના સૈન્યને સખત હાર ખવડાવી. આ યુદ્ધમાં હજારા માણસે મરાયાં, કેટલાંક નદીમાં ડૂબી મુચ્ય, કેટલાંક શરણે આવ્યાં, અને ખીજાં નાસી ગયાં. વળી એ સેનાપતિએ અને ૧૦૦ તાપા હાથ આવી, અને ૧૧,૦૦૦ માણસે કેદ પકડાયાં, ઇ. સ. ૧૭૦૪. ફ્રાન્સને આ ફટકા જીવલેણુ થઈ પડયા. આ રીતે આસ્ટ્રિ બચ્ચું, લુઈની યેાજના નિષ્ફળ ગઈ, અને એવેરિઆ મિત્રરાજ્યાને હાથ પડયું; ઉપરાંત યુરેાપમાં અજીત ગણાએલી ફ્રેન્ચ સેનાની શાખ ટી, અને અંગ્રેજોની ર્તિ વધી. ફ્રાન્સમાં ‘માલ્બુક’ નામ રડતાં છેકરાં માટે ‘હાઉ’ સમાન થઈ પડયું. અંગ્રેજોએ માર્લબરેશને ૫,૦૦,૦૦૦ પૌન્ડ ભેટ આપ્યા. ભેટની રકમમાંથી તેણે જે મહેલ બંધાવ્યા, તે ‘બ્લેનહીમ પેલેસ'ને નામે ઓળખાય છે. તેને યૂકને ઈલ્કાબ આપવામાં આવ્યા. પછી સ્પેનિશ કિલ્લેદારની ગફલતનેા લાભ લઈ ને જીબ્રાલ્ટરને! ખડક જીતી લેવામાં આવ્યેા. આજના કરતાં તે જમાનામાં તેની અગત્ય ઓછી હતી, તેમ છતાં આ જીત વધારે મહત્ત્વની લેખાઈ.
ખીજે વર્ષે માર્લબરે નાના કિલ્લા સર કરતા ગયા. તેને વાટલુંના મેદાન પર જંગ ખેલવા હતા, પણ વલંદા સામા પડવાથી તેણે . સ. ૧૭૦૫માં ફ્રેન્ચાને રેમિલિઝ પાસે હરાવ્યા. પછી તેણે આખા બેલ્જીયમ તામે કર્યાં. શાહજાદા યુજીને ઇ. સ. ૧૭૦૬માં નેપલ્સ અને મિલાન જીતી લીધાં, અને ટુરીન પાસે લુઈના લશ્કરને એવી શિકસ્ત આપી કે પછી ફ્રેન્ચાને ઈટલીમાં પગ મૂકવાનું ઠેકાણું ન રહ્યું. હવે લુઈની સાન ઠેકાણે આવી. તેણે સંધિનાં કહેણ માકલ્યાં. તે આસ્ટ્રિમના શાહજાદાને ગાદી આપવાને તૈયાર હતા, પણ મિત્રરાજ્યાએ સંધિ સ્વીકારવામાં ભૂલ કરી; કારણ કે વિગ્રહ પાછેા ચાલુ થયા.
વિશ્રહુ ચાલુ: ઇ. સ. ૧૭૦૭માં આએંઝાના યુદ્ધમાં મિત્રરાજ્યાની હાર થઈ, એટલે તેમને સ્પેન ખાલી કરવું પડયું. પરંતુ વિજય થતા. તેણે અને યુજીને મળીને ઇ. સ. ૧૭૦૮માં ફ્રેન્ચને હરાવ્યા, એટલે ફ્રાન્સ ઉપર સીધા હલ્લા કરી
માર્લબરેને બધેજ ઉડેનાર્ડના યુદ્ધમાં શકાય એમ બન્યું.
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૫ વળી ફેન્ચ સેનાપતિઓની તકરારેથી લશ્કરમાં અવ્યવસ્થા થઈ રહી, એટલે માર્કબરે તેમની પૂંઠે પડશે. લિલીને મજબુત કિલ્લે પડે, અને ફ્રેન્ચ લશ્કર હાથ કરડતું જોઈ રહ્યું. પાછો લઈને ગર્વ ગળી ગયે, અને સલાહની વિષ્ટિ ચાલી; પણ વિજ્યથી ઉન્મત્ત બનેલાં મિત્રરાજ્યોએ કડક સરતો દેખાડવા માંડી, એટલે લુઈએ તે કબુલ રાખી નહિ. એક સરત એવી હતી, કે લુઈએ પિતાના પૌત્ર ફિલિપને સ્પેનમાંથી હાંકી કાઢવો. લુઈએ તિરસ્કારથી ઉત્તર વાળે, કે “જે યુદ્ધ કરવું પડે એમ હોય, તે સંતાનો કરતાં શત્રુઓ જોડે કરવાનું મને વધારે પસંદ છે.” અંગ્રેજો વિગ્રહથી કંટાળ્યા હતા, અને ટોરીઓ વિરુદ્ધ હતા, એટલે માર્કબરને વિહગ પ્રધાનમંડળ લાવવું પડયું. લુઈએ પિતાની પ્રજાને મિત્રરાજ્યોની સરત વિષે પૂછયું, “બોલે, તમારી શી ઈચ્છા છે?” આથી ફ્રેન્ચમાં દેશાભિમાનનું નવું ચેતન પ્રગટયું. લુઈએ ઝવેરાત અને રાચરચીલું વેચીને લશ્કર ઉભું કર્યું, અને માર્યબરેને રિકવા પ્રયત્ન કર્યો. ઇ. સ. ૧૭૦૯માં માસ્લામેના યુદ્ધમાં લેહીની નદીઓ વહી; તેમાં ફ્રેન્ચ હાર્યા અને માર્કબરે છે. મેન્સ છતાયું અને ફ્રેન્ચ સત્તાને ફટકો પડે. આમ લુઈએ પ્રતિષ્ઠા સ્થિર કરવા યુદ્ધ કર્યું, પણ ધાર્યો દાવ પાર પડે નહિ. પરંતુ લેકલાગણું માર્લબની વિરુદ્ધ હતી, અને ટેરીઓ જેરમાં આવ્યા, એટલે તેમણે માર્લબને પાછા ફરવાની આજ્ઞા આપી.
આ વિગ્રહ ઈ. સ. ૧૭૧૩ સુધી ચાલ્યો, પણ પાછલા બનાવો સાથે ઈલેન્ડને સંબંધ નથી. પેનમાં મિત્રરા બીજી વાર હાર્યો, અને ઈ. સ. ૧૭૧૧માં સ્ટ્રિઆનો શાહજાદો સ્પેનનો રાજા થયે. ઈ. સ. ૧૭૧૩માં ચૂકટના તહનામાથી નીચેનું પરિણામ આવ્યું. ૧. ફિલિપ સ્પેનનો રાજા થાય, અને ફ્રાન્સના રાજ્ય પરનો અધિકાર તજી દે. ૨. બ્રાલ્ટર, માઈનોર્ક, નોવાસ્કોશિઆ, ન્યૂ ફાઉન્ડ લેન્ડ, અને સ્પેનિશ અમેરિકા
માં ગુલામો વેચવાનો હક, અને વર્ષમાં એક વાર વેપારઅર્થે એક વહાણ દક્ષિણ અમેરિકાના તટ ઉપર મોકલવાનો હક–આટલું અંગ્રેજોને મળ્યું. ઈટલી અને નેધલેન્ડઝમાંનો સ્પેનને સર્વ મુલક ચાર્લ્સને મળ્યો. નેધર્લેન્ડમાં
રિટ્રઆને મળે, અને વલંદાઓને દક્ષિણ દિર્ગોની રક્ષા કરવા માટે સૈન્ય રાખવાની રજા મળી.
Sim
Page #229
--------------------------------------------------------------------------
________________
૪ જેમ્સને કાન્સમાં રહેવાની મના થઈ. એન પછી ઈંગ્લેન્ડની ગાદીએ હેવર વંશની
કઈ પણ વ્યક્તિ આવે, એ વાત લઈએ સ્વીકારી. છે પરિણામઃ ચૂકટની સંધિથી વિલિયમે આરંભેલું કાર્ય પૂર્ણ થયું. ફ્રાન્સની શક્તિ નાશ પામી, અને પછીનાં ત્રીસ વર્ષ સુધી તે ઉભું થવા પામ્યું નહિ. પ્રશિઆ અને સિસિલીનાં નવાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ઈલેન્ડની નૌશક્તિ શ્રેષ્ઠ છે એમ સિદ્ધ થયું, અને તેને રાજ્યવિસ્તાર થયો.
જ સંગને કાનૂનઃ ઈ. સ. ૧૭૦૭. યુટેકટની સંધિ ગ્રેટબ્રિટને સ્વીકારી હતી; કેમકે ઈ. સ. ૧૭૦૭માં ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડનું જોડાણ થયું હતું. પહેલાં આ બે દેશો વચ્ચે સારા સંબંધ ન હતો. ર્કોટલેન્ડના રાજાઓએ ઈલેન્ડની મુશ્કેલીઓનો લાભ લઈને સરહદ પર હુમલા ક્યાં હતા. પરંતુ જેમ્સ ૧લ ગાદીએ આવ્યા, ત્યારથી બે દેશોને જોડી દેવાનો પ્રશ્ન ઉભો થ. જે કે ડૅટ અને અંગ્રેજો વચ્ચેનો સંબંધ બગડી ગયો હતો. સ્કોટલેન્ડના માલ પર જકાત લેવાતી, અને તેને નૌયાનનો કાયદો લાગુ પાડવામાં આવતા. વળી અંગ્રેજ વેપારીઓ સ્કોટલેન્ડને સંસ્થાનો જોડેના વેપારમાં ભાગ આપવાની ના પાડતા હતા, અને ટ લોકે વેપારમાં હિસ્સો ન મળે તો ઈલેન્ડથી જુદા રહેવા તૈયાર હતા. વધારામાં એંટ લોકેને ભય હતા, કે દેશમાં એપિસ્કોપલ પંથ દાખલ કરવામાં આવે, તો ધાર્મિક સ્વતંત્રતાનો લોપ થઈ જાય. આમ બંને દેશો જોડાઈ જાય તે ર્હોટલેન્ડનું વ્યક્તિત્વ નાશ પામે, અને દેશના કાયદા ફરી જતાં ઘણી અગવડ પડે, એવા વિચાર ધરાવનારા કેટલાએ સ્વદેશાભિમાની ડેંટ લોકે હતા. તેમની ઈચ્છા ઈંગ્લેન્ડના કરજમાં ભાગ આપવાની ન હતી. ડેરિયન યોજના પડી ભાગતાં ગરીબ લોકોની સ્થિતિ દયામણી થઈ પડી, ત્યારે પણ ઝેંટ લોકોએ માન્યું કે તેનું કારણ અંગ્રેજોનું આડપણ અને ઈર્ષ્યા છે. એ પછી બંને દેશો વચ્ચેનો સંબંધ બગડતો ગયો. ફૈટલે પોતાની અનુમતિ વિના ઈલેન્ડનાં યુદ્ધોનો સંબંધ રાખવાની ના પાડી. ઇ. સ. ૧૭૦૪ના “સલામતીના કાયદા”થી જણાવ્યું, કે વેપારમાં અંગ્રેજો જેટલા હક અમને નહિ આપવામાં આવે, તે ઈ. સ. ૧૭૦ ૧ને વારસાને કાયદો અમને કબુલ નથી. અમે અમારી ઈચ્છા પ્રમાણે
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૭
અમારા રાજા પસંદ કરીશું. પરિણામે પાર્લમેન્ટે ઠરાવ કર્યા કે સ્કૉટલેન્ડની કાઈ વસ્તુ આયાત કરવી નહિ, અને સરહદ પરના કિલ્લાની મરામત કરવી નહિ. આવી સ્થિતિમાં સુજ્ઞ રાજનીતિજ્ઞાએ સમાધાન આણવાના વિચાર કર્યા. ઇ. સ. ૧૭૦૬માં આ પ્રશ્નને તેડ કાઢવા માટે એક મિશન નીમવામાં આવ્યું. તેણે નિર્ણય કર્યો કે સ્કૉટલેન્ડના ધર્મમાં અડચણ નાખવી નહિ, તેના કાયદા ફેરવવા નહિ, તેની રાષ્ટ્રીય સંસ્થાઓમાં હાથ ધાલવેા નહિ, તેને વેપારમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપવી, અને સ્કાટ લેાાને સંસ્થાને જોડેના વેપારમાં અંગ્રેજો જેટલા હક આપવા. ઉપરાંત સ્કોટલેન્ડના ૪૫ પ્રતિનિધિને આમની સભામાં, અને ૧૬ પ્રતિનિધિઓને ઉમરાવાની સભામાં બેસવાનું, અને ઈંગ્લેન્ડે Ăાટલેન્ડનું પ્રજાકીય ઋણ ફેડી આપવું, એમ ઠરાવ્યું. વધારામાં ડેરિયનની યાજનાથી થએલું નુકસાન ભરપાઈ કરવામાં આવ્યું, અને ભવિષ્યમાં સ્કાયલેન્ડે ઈંગ્લેન્ડના દેવામાં ભાગ આપવા એમ ઠર્યું. સંયુક્ત પાર્લમેન્ટે આ નિર્ણયને સ્વીકાર કર્યા. પછી બંને દેશના ઝંડા એકત્ર કરવામાં આવ્યા, અને તેમનું સંયુક્ત નામ ‘ગ્રેટબ્રિટન’ રાખવામાં આવ્યું. શરૂઆતમાં આગ્રહી Ăાટ લેાકેાને આ ઠરાવ । નહિ, અને તે સ્વીકારનારાને હરામખેાર્ અને દેશદ્રોહીનું ઉપનામ મળ્યું. પરંતુ સંયાગથી બંને દેશોને લાભ થયા. આ સંયોગ પછી વિદ્યા, કળા, વાણિજ્ય, યુદ્ધ, રાજ્યવહીવટ અને ગ્રેટબ્રિટનના પ્રજાજીવનના વિકાસમાં સ્ટંટ લોકાએ સારા ફાળા આપ્યા.
પક્ષવાદની ડસાચડસીઃ એન ગાદીએ આવી ત્યારે માર્લબરાનું ચલણ હતું. રાણીનું વલણ ટારીએ તરફ હતું, તેથી તેણે જિંગ મંત્રીઓને રાજા આપી. તેણે માર્કબરાના મિત્ર અને વેવાઈ ગાડેાલ્ફિનને પ્રધાન નીમ્યા. ટારીએ વિગ્રહના વિરોધી હતા, છતાં માર્કબરાની આકાંક્ષા તૃપ્ત કરવાની ખાતર વિગ્રહ ચલાવવા સંમત થયા. માર્કબરે તે કયા પક્ષના હાથમાં સત્તા તેની પરવા ન હતી, એટલે જે ટારી વિરુદ્ધ મતના માલમ પડતા, તેમને અધિકાર ઉપરથી ખસેડીને ન્ડિંગ લેાકાને નીમવામાં આવ્યા. પછી ડરલેન્ડ અને સમર્સ જેવા નિપુણ પુરુષના હાથમાં અધિકાર આવ્યા, એટલે તેમણે પોતાના પક્ષના માણસે ભરવા માંડયા. આ જોઈ ટારીએ
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૮
ઝંખવાણા પડી ગયા, અને તેમણે એનને માર્લબરેથી છૂટી પાડવાની પેરવી કરવા માંડી. આ સમયે મિસિસ મેશામ જોડે રાણીને દાસ્તી થઈ, અને તેણે રાણીના મનમાં ર્જિંગ પક્ષ માટે અણગમા પેદા કર્યાં. બીજી બાજુથી ટારીએ વિગ્રહનો વિરોધ કરવા લાગ્યા. પરંતુ માર્લભરાએ રાણીને સમજાવી ટારી મુખીએને રજા અપાવી, અને રાબર્ટ વા`ાલ આદિ લ્ડિંગ પક્ષના માણસાને મંત્રીમંડળમાં દાખલ કર્યાં. હજુ ગાડેાલ્ફિન માર્લબરાની જોડે રહીને કારભાર ચલાવતા હતા, છતાં ખરી રીતે ક્વિંગ પક્ષ પ્રબળ હતા. ઇ. સ. ૧૭૦૯ સુધી આ સ્થિતિ ટકી રહી, પણ તે દરમિઆન ટારીનો વિરોધ પ્રબળ થયા. જો કે લાંબા સમય સુધી જિંગ પક્ષ પ્રધાનપદે રહ્યો, અને તેણે માર્લબરેની મહત્ત્વાકાંક્ષા તૃપ્ત કરી; પણ એથી પ્રજામાં પાકાર ઊઠયા. સ્પેનમાં ગમે તે રાન્ન થાય તેમાં આપણે શું? શા માટે આપણાં નાણાં સ્પેનની ખટપટ માટે વપરાય ? આ તે। માર્લરાના પરાક્રમની પરંપરા ખાતર વિગ્રહ ચલાવવામાં આવે છે, એવું ટારી પક્ષ ખેલવા લાગ્યા. આ પ્રમાણે લેાકેાનો અભાવ હતા, તે ઉપરાંત વ્હિગ મંત્રીએએ મૂર્ખતા કરી. ૐ સશૅવેરેલ નામના પાદરીએ રાજ્યક્રાન્તિ વિરુદ્ધ એવું વ્યાખ્યાન કર્યું, કે રાજાની સામે થવામાં પાપ છે; કેમકે તેઓ ઈશ્વરી અંશવાળા છે. તેના ભાષણના વાંચનાર કરતાં વખાણનાર વધી પડયા. મંત્રીએએ તેના ઉપર કામ ચલાવી તેને નજીવી શિક્ષા કરી; પણ લેાકલાગણી ઉશ્કેરાઈ, પ્રજામાં ખળભળાટ થયા, અને વ્હિગ પક્ષ ઉપર ફિટ્કાર દર્શાવાયા. ઇ. સ. ૧૭૧૦ની નવી પાર્લમેન્ટમાં ટારી પક્ષ વધારે પ્રમાણમાં આવ્યા. રાબર્ટ હાર્યાં અને સેન્ટ જ્હાન તેના નેતા હતા. તેમણે જાણ્યું કે લેાકેાની લાગણી વિગ્રહની વિરુદ્ધ છે. સેન્ટન્હાને ભાષણા, લેખા, કટાક્ષ, અને વક્રોક્તિથી વિગ્રહ વિરુદ્ધ ચળવળ ચલાવી. હાર્લીએ જુનું બૈર વાળવા રાજદરબારમાં પગ જમાવ્યેા, અને મિસિસ મેશામ જોડે મિત્રાચારી કરી.
મિસિસ મેશામ શાળા સ્વભાવની અને મધુરભાષિણી હતી. હવે રાણીને કડક અને તુમાખી સ્વભાવની માર્લબરેશની સ્ત્રી ઉપર અણગમા થયા. આખરે ભલી રાણીએ કંટાળીને તેને દરબારમાંથી રજા આપી, એટલે માર્લેબરાની સ્થિતિ કફોડી થઈ. ઈ. સ. ૧૭૧૦માં લુઈની સરતા પડતી મૂકવામાં
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧e
આવી અને લેકવિધ પ્રબળ થયે, એટલે રાણીએ વ્હિગ પક્ષને પદભ્રષ્ટ કરીને હાલીને મંત્રીપદ આપ્યું. હાલ હેશિયાર પણ ભીરુ હતું, એટલે સેન્ટ જ્હન મુખ્ય મંત્રી થયા. પછી હાલને “કસફર્ડને અમીર * અને વ્હનને “વાઈકાઉન્ટ બોલિંગોક” બનાવવામાં આવ્યા. - હવે માલબાને પાછા ફરવાની આજ્ઞા થઈ. તેના ઉપર નાણું ઉચાપત કરવાનો આરોપ આવ્યો. ખરેખર, એ મહાન અને કુશળ સેનાપતિ હતા, છતાં તેને આત્મા અધમ અને કૃપણ હતા. પ્રમાણિકપણે આક્ષેપને ઉત્તર આપવાને બદલે તે યુરેપમાં નાસી ગયો. ત્યાર પછી અમીરની સભામાં લ્ડિંગ પક્ષની બહુમતી તોડવા ૧૨ ટેરી અમીરે બનાવવામાં આવ્યા, અને યુટની સંધિ કરવામાં આવી, ઇ. સ. ૧૭૧૩. - વિલિયમે ટોરીઓની કેવી દશા કરી હતી, તે તેઓ ભૂલ્યા ન હતા. એથી તેમણે જેમ્સનો પક્ષ ખેંચે. બેલિંગબ્રોકે જેમ્સને ગાદીએ લાવી રાજ્યના ધણી થઈ પડવાની કુટિલ યોજના ઘડી કાઢી. જેમ્સ પ્રોટેસ્ટન્ટ ધર્મ સ્વીકારે તે તેને ગાદીએ લાવવાની ટેકરીઓની ઈચ્છા હતી, પણ ધર્મ વેચીને સિંહાસન મેળવવાની શૂરા કુમારે સ્પષ્ટ ના પાડી. રાજા રોમન કેથલિક હોય એ વાત ઐસફર્ડને સચતી ન હતી. એટલે ટોરી પક્ષમાં તડ પડ્યાં. રાણીએ બોલિંગ બ્રોકને પક્ષ ખેઓ, અને એંસફર્ડને રજા આપવામાં આવી. આ તકનો લાભ લઈને કેટલાક હિંગ ઉમરાવ મંત્રી સભા (Privy Council) માં દાખલ થયા, અને ઑકસફર્ડની જગાએ હેનવર વંશના હિમાયતી શ્રુમ્બરીના ઠાકરની નીમણુક થઈ.
મરણ અને તુલના બે ત્રણ દિવસમાં રાણની પ્રકૃતિ બગડી, અને ઈ. સ. ૧૭૧૪ના ઓગસ્ટની ૧લી તારીખે રાણીએ શ્રઆરીના હાથમાં રાજમહેર મૂકી. તે સમયે હથિયારબંધ સિપાઈઓ શહેરમાં દાખલ થયા, અને માઉંબરે આવી પહોંચ્યો. પરંતુ સદ્દભાગ્યે કોઈ પણ પ્રકારની તકરાર વિના જ્યોર્જને રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા.
૧. એનના છેલ્લા મંદવાડની ખબર સાંભળી તે સ્વદેશ જવા ઉપડયો, પણ તે તેના મૃત્યુના દિવસે આવી પહોંચ્યો. નવા રાજાએ તેને ફરીથી સેનાપતિ નીમ્યો, પણ છેડા સમયમાં તેનું શરીર કથળી ગયું. ઇ. સ. ૧૭૧પમાં તે મરણ પામ્યો..
Page #233
--------------------------------------------------------------------------
________________
સ
એનનું રાજ્ય ઉજળું છે: એ રાંક, દેશપ્રેમી, અને શાળા રાણીના અમલમાં ફ્રાન્સની સત્તા તાડી ઈંગ્લેન્ડે યુશપમાં વિજયંના વાવટા ઉડાવ્યા, અને મહારાજ્યનું પંદ મેળવ્યું. એમના સમયમાં રાજ્યબંધારણમાં ફેરફાર થતાં હતા, અને વિશ્વાસવાળા માણસાને મંત્રી બનાવવાની જરૂર પડતી હતી. ઇ. સ. ૧૦૧૦ના લાક િવરાધના વહેણમાં તણાઈ તે રાણીએ પ્રધાના બદલ્યા. આટલેથી રાજ્યબંધારણમાં પલટા થઈ ને લેાકશાસનના માર્ગ મેાકળા થતા ગયા એ સ્પષ્ટ છે.
સ્ટુઅર્ટના દિવસે ભરાઈ ગયા. રાજા અને પ્રજા વચ્ચેના કલહ પૂરા શે, અને આપઅખત્યાર અને ખીનજવાબદાર સત્તાને અસ્ત થયા. પહેલા એ પરદેશી રાજાએને દેશના રાજ્યવહીવટની ખબર કે પરવા ન હતી, એટલે ધીરે ધીરે વહીવટની સર્વ સત્તા અને જવામંદારી મંત્રીમંડળ ઉપર આવી પડી. આમ દેશના ઇતિહાસમાંથી રાજાનું પ્રથમ સ્નાન ખસી ગયું એટલુંજ નહિ, પણ સામાન્ય રીતે મંત્રીમંડળના અધિષ્ઠાતાને એ સ્થાન વયું; મતલબ મેં રાજા નામને બની ગયૈ!:
પ્રકરણ ૯મું સામ્રાજ્યના ઉડ્ડય
નવી દુનિયાની શોધમાં અંગ્રેજ વહાણવટીએનાં પરાક્રમેાની ગુણુગાથા આવી ગઈ છે. સેાળમા સૈકામાં અંગ્રેજોએ ન્યૂ ફાઉન્ડ લેન્ડ સંસ્થાન સ્થાપ્યું, પણ તેની આખેાહવા પ્રતિકૂળ હાવાથી સંસ્થાનીએ સ્વદેશ પાછા આવ્યા. પરંતુ અંગ્રેજ ખલાસીએ અજાણ્યા સમુદ્રોમાં પ્રવાસ કરી નૌકાશાસ્ત્રમાં પ્રવીણ બનતા હતા, અને વહાણુ બાંધવાના ઉદ્યોગ ખીલતા હતા. સ્પેનના અજીત સૈન્યને હરાવ્યા પછી ઈંગ્લેન્ડના પ્રતિસ્પર્ધી અદૃશ્ય થયા, અને તેની સામુદ્રિક શ્રેષ્ઠતાના ગણેશ ખેઠા. સત્તરમા સૈકામાં નીચેના ચાર મહાપ્રશ્નાને નિર્ણય કરવાના હતાં.
૧. રાજા અને પાર્લમેન્ટ વચ્ચે સત્તાની વહેંચણુ.
૨. ઇલિઝાબેથે સ્વીકારેલા મધ્યમ માર્ગથી થએલો ધાર્મિક ગુચવાડા.
૩. નવી દુનિયા અને ઈંગ્લેન્ડનો સબંધ:
૪..
- ઈંગ્લેન્ડ, સ્વેટલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે સમાધાન.
Page #234
--------------------------------------------------------------------------
________________
૨
આમાંના માત્ર ત્રીજા પ્રશ્નને બ્રિટિશ સામ્રાજ્યના ઉદય જોડે સંબંધ છે. સોળમા સૈકામાં દેશમાં બેરેજગારી વધી પડી. મઠો બંધ થયા, ને વેર શરૂ થયો, અને યુરોપમાં સોનારૂપાની ધાતુઓ આવવા લાગી. આવાં કારણથી ઈલેન્ડની આર્થિક સ્થિતિ ફરી ગઈ. આ સ્થિતિને તેડ કાઢવા કેટલાકને દરિયાપારના મુલક જોડે વેપાર કરવાનો ઉપાય સૂઝ. આથી સનદ અને પરવાનાની માગણી થવા લાગી. ઈ. સ. ૧૬૦૦માં લંડનના કેટલાક ગૃહસ્થાએ મળી ઇગ્લિશ ઈસ્ટ ઈન્ડિઆ કંપનિ સ્થાપી. તેણે પહેલો પ્રવાસ મસાલાના ટાપુઓ તરફ કર્યો. ત્યાંથી તેમનાં વહાણો લવિંગ, મરી વગેરે તેજાના ભરીને આવ્યાં. આ વેપારમાં તેમના હરીફ વલંદા હતા. વલંદાઓ અંગ્રેજો કરતાં વધારે પ્રબળ હોવાથી ફાવી જતા. દરમિઆન ઇ. સ. ૧૬૨૩માં ૯ અંગ્રેજ વેપારીઓનાં એઓયનામાં ખૂન થયાં. આથી અંગ્રેજોએ પૂર્વના પ્રદેશમાં એકલે હાથે વેપાર કરવાનો નિશ્ચય કર્યો. અંગ્રેજોએ જે કે ઈસ્ટ ઇન્ડિઝ ટાપુઓ તજી દીધા, પણ તેમણે સુરતમાં કાઢી નાખી હતી. પોર્ટુગીઝ લેકેએ બને તેટલાં વિઘ નાખ્યાં. અનેક વેળા તેઓ લડયા અને હાર્યા, પણ છેવટે પોર્ટુગીઝ નબળા પડયા. કંપનિઓ મદ્રાસ (ઈ. સ. ૧૬૪૧), મુંબઈ (ઈ. સ. ૧૬૬૧), અને કલકત્તા (ઇ. સ. ૧૬૯૧) માં કાઠીઓ નાખીને કિલ્લેબંધી કરી. માર્ગમાં વહાણોને ખોરાક વગેરે સાધને પૂરાં પાડવાને કેપ કેસ્ટ કેસલ અને સેન્ટ હેલિનાનાં મથકે હાથ કરવામાં આવ્યાં.
હવે અમેરિકામાં સંસ્થા સ્થાપવાની શરૂઆત થઈવેપારવૃદ્ધિને અ સર વૈટર રેલીને વર્જિનિઆ વસાવવાની સનદ આપવામાં આવી; પણ તેને પ્રયાસ નિષ્ફળ ગયો, એટલે ઈ. સ. ૧૯૦૭માં કેટલાક સાહસિક પુરુષોએ ચેસાપિક અખાતમાં જેમ્સ ટાઉનની સ્થાપના કરી. આ નવા સંસ્થાનીઓને પ્રારંભમાં અનેક અગવડ અને સંકટો સહેવાં પડયાં.
એટલામાં જેમ્સ હેપ્ટન કોર્ટનો છબરડે વાળે, અને દારૂગોળાના અવતરાએ રાજાની ધર્મધતાને ટોચે ચડાવી. હવે યૂરિટતાને ખૂબ રંજાડવા સંધ્યા, એટલે તેમને માટે દેશમાં ફરી ઠામ વસવાનું ન રહ્યું. તેમની એક ટાળીએ હેલેન્ડમાં જઈ લીડામાં વસવાટ કર્યો. એ શ્રમજીવી, સ્વાભિમાની,,
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૨
અને ધર્મપરાયણ કે ત્યાં ૧૧ વર્ષ રહ્યા, છતાં તેમને સ્વદેશપ્રેમ ઘટ નહિ. તેમનાં બાળકે અંગ્રેજી ભાષા ભૂલીને ડચ ભાષા બેલે અને હોલેન્ડને સ્વદેશ માને, એ તેમને રુચ્યું નહિ, તેથી તેઓ અમેરિકા જવા તૈયાર થયા. આ ઉત્સુક યૂરિટનોએ “મે ફલાવર જહાજમાં બેસી ભૂખતરસનાં કષ્ટ વેઠી
૨ ડ
સ ન ની
રે
2
અમાન
c
-
કે !
કવે! મેનીખી લો અને
ઈબર્ગ
A
CIીમથ
જ.
મહિ
હજુ લિડેલા
《ཨེ་ཝིཡེ ས
બર્મુડગ :
એ સિ કે નો
છે ,
જે એક છે કે ર બી અ -
સે
?
-
અમેરિકામાં અંગ્રેજ
સંસાનો.
- અમેરિકામાં પગ મૂક્યો. ઈ. સ. ૧૬૨૦. તેમણે પ્લીમથ સંસ્થાન સ્થાપ્યું,
૧. આ લોકે “Pilgrim Fathersને નામે ઓળખાય છે. તેઓ અમેરિકા ઉતર્યા, તેનું વર્ણન મિસિસ હેમન્સે સુંદર કાવ્યમાં કર્યું છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૩
અને આખા પ્રદેશને ન્યૂ ઈગ્લેન્ડ નામ આપ્યું. તેમણે આ સંસ્થાન આબાદ કર્યું, અને ત્યાં પાઠશાળાઓ સ્થાપી.
ચાર્લ્સ ૧લાએ ધર્મદેશી લૈંડની શીખવણીથી યૂરિટને ઉપર જુલમ ગુજાર્યો, એટલે સંસ્થાને વસવાને યુગ બેઠે. મેસેચુસેટ્સ, હોડ, કનેકટીટ અને ન્યૂ હેમ્પ શાયર જેવાં સંસ્થાને ધર્મના કારણે નાસી આવેલા ભાવિકે એ વસાવ્યાં. ઈ. સ. ૧૬૨૯થી ૧૬૪ર સુધીમાં લગભગ ૨૦,૦૦૦ અંગ્રેજો સ્વદેશ તજી સંસ્થાનમાં ગયા. ઈ. સ. ૧૬૩૩માં કેટલાક કેથેલિકોએ “મેરીલેન્ડ વસાવ્યું. આ બધાનું કારણ ચાર્સને આપખુદ અમલ હતું. આ સંસ્થાનવાસીઓને જંગલ કાપવાં પડતાં, જમીન ખેડવી પડતી, એકલવાઈ અને મહેનતુ જિંદગી ગાળવી પડતી, અને રાતા ઈન્ડિઅને તેમનાં ઘરબાર લૂંટી ન જાય કે તેમના હાથમાં સપડાઈ ન જવાય તેની ખૂબ સંભાળ રાખવી પડતી. પરંતુ આથી તેઓ સ્વતંત્ર સ્વભાવના, ઉદ્યોગી, અને સમૃદ્ધ બન્યા. તેમના વંશજોએ - અઢારમા સૈકામાં કરેલાં પરાક્રમે હવે પછી જોઈશું.
ઈ. સ. ૧૬૫૦ સુધીમાં અમેરિકાના કિનારા ઉપર સંસ્થાનોની જમાવટ થઈ ગઈ. આ સંસ્થાનવાસીઓ કિનારાથી ૭૦ માઈલ સુધી અંદર ગયા હતા; કેમકે કેનેડામાં ફેન્ચ વસતા હતા, અને બે પ્રદેશોની વચ્ચે તેમના સામાન્ય શત્રુઓ રહેતા હતા.
ઉપરાંત બેડેઝ, સેન્ટ કિટસ, લીવર્ડ, વિન્ડવર્ડ, બર્મુડા અને બહામા આદિ ટાપુઓમાં અંગ્રેજ સંસ્થાનીઓ જઈ વસ્યા. તેઓ તમાકુ અને શેરડીનાં વાવેતર કરતા, અને ગુલામ તરીકે ખરીદેલા હબસી લેકે પાસે જમીન ખેડાવતા.
કેન્ડેલના સમયમાં જેમેકાને ટાપુ સ્પેન પાસેથી લઈ લેવામાં આવ્યો. બીજા ચાર્લ્સના સમયમાં સંસ્થાનોના વિકાસનું કાર્ય પદ્ધતિસર ચાલ્યું. રાજાના ઉત્તેજનથી નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના સ્થપાયાં. બ્રડાની સંધિથી What sought they thus afar ? Bright jewels of the mine ? The wealth of seas, the spoils of war? The sought a faith's pure Shrine. Ay call it a holy ground, The soil where first they trod ! They have left unstained what there they found, Feeedom to worship God.
Page #237
--------------------------------------------------------------------------
________________
ન્યૂ એમનું ડચ સંસ્થાન અંગ્રેજોને મળ્યું, એટલે રાજાના ભાઈના સ્મરણાર્થે તેનું નામ “ન્યૂ યોર્ક રાખ્યું. ઇ. સ. ૧૯૮૧માં વિલિયમ પેને પેન્સિલવેનિઆ વસાવ્યું. .
સ્પેનના ગાદીવારસાના વિગ્રહથી ઈલેન્ડને જીબ્રાલ્ટર અને માઈક જેવાં નૌકાસૈન્યનાં થાણાં મળ્યાં, એટલે ભૂમધ્ય સમુદ્રમાં તેનું ઉપરીપણું થયું. . આ સંસ્થાને એક બીજાથી સ્વતંત્ર હતાં. તેઓ પોતાને વહીવટ
સ્વતંત્ર રીતે કરતાં પાર્લમેન્ટ માત્ર તેમના ઉપર કર નાખવાને હક રાખ્યો હતા. ચાર્લ્સ ૧લા અને ક્રોવૅલના સમયમાં આ સંસ્થાના વહીવટમાં ખલગીરી કરવામાં આવી, છતાં તેઓ નૌયાનને કાયદો પાળે ત્યાં સુધી સ્વતંત્ર રહી શકતાં હતાં.
સારાંશ એ કે ઈંગ્લેન્ડનું રાજ્ય નીચે પ્રમાણે ખંડવાર વધ્યું છે. યુરોપમાં–જીબ્રાલ્ટર અને માઈનો. ૨. આફ્રિકામાં-ફાટે સેન્ટ જેસ, ગેમ્બિઓ) કેપ કોસ્ટ કેસલ, સેન્ટ હેલીના.' ૩. હિન્દુસ્તાનમાં-મદ્રાસ, મુંબઈ, અને કલકત્તાની “કાઠીઓ”. ૪. અમેરિકામાં-ઇશાન કેણનાં સંસ્થા, અને ન્યૂ ફાઉન્ડ લેન્ડ. ૫. વેસ્ટ ઈન્ડિઝમાં-બચ્ચુંડા, બહામા, બેડેઝ, લીવી, વિન્ડવર્ડ, જેમેકા ટાપુઓ.
પ્રકરણ ૧૦મું .
સત્તરમા શતકનું ઇંગ્લેન્ડ
૧, રાજકારણ ટુઅર્ટસમયનો ઈતિહાસ એટલે દેશમાં સર્વોપરિ સત્તા માટે રાજાપ્રજા વચ્ચેના કલહને ઇતિહાસ. ટયુડર રાજકર્તાઓના પ્રતાપી અમલથી દેશમાં રાષ્ટ્રભાવના ઉદ્દભવી હતી, અને ઈંગ્લેન્ડ પરરાજ્યના હુમલાના ભયથી મુક્ત બન્યું હતું. ઇલિઝાબેથના ઉત્તરકાળમાં પાર્લમેન્ટમાં નો જુસ્સે પ્રકટ હતો, અને રાણું સ્વાભાવિક ચતુરાઈથી તેને અનુકૂળ થઈ ગઈ, એટલે પાર્લમેન્ટ પણ તેનામાં વિશ્વાસ રાખે. પરંતુ ટુઅર્ટ જેમ્સ ગાદીએ આવતાં વસ્તુસ્થિતિ બદલાઈ. પાર્લમેન્ટ પંદરમા સૈકાના દાખલા જોઈ સત્તા
Page #238
--------------------------------------------------------------------------
________________
સ
<
ઉપયોગ કરવાનો નિશ્ચય કર્યાં, એટલે રાજાએ યુડરાના દાખલા જોઈ વિરોધ કર્યા. જેમ્સ અને તેના વંશજોના મનમાં રાજાના ઈશ્વરી હક સંબંધી મિથ્યા તાર હતા. તેઓ લાકસત્તાને નમવા તૈયાર ન હતા. ‘ઈશ્વરી હક ’ના દાવાને પરિણામે તેમણે કાયદાથી પર હાવાના દાવા કર્યાં. પ્રજા ઉપર ગમે તેવા કર નાખવાની, ઇચ્છામાં આવે તેમ ન્યાય આપવાની કે પ્રજા જનને દંડવાની, અને ખીનજવાબદાર વહીવટ ચલાવવાની અમને સત્તા છે, એવી માન્યતા સ્ટુઅર્ટ રાજાએ ધરાવતા. દરેક રાજા વિરેાધ પડે ત્યારે પાર્લમેન્ટને વીખેરી નાખતે; પણ તેનું બળ સત્વર ખૂટી જતું, એટલે પાર્લેમેન્ટ મળતી, અને ફરીથી ઉગ્ર રૂપે વિરાધ પ્રકટ થતા. ખરેખર, સ્ટુઅર્ટ રાજાએ ખીજાને અનુભવે ડાહ્યા બન્યા નહિ, અને ઈશ્વરી હકના નીશામાં ચકચૂર બન્યા, જેથી એકનું માથું ઊડયું અને ખીજો ગાદી ખાઈ ખેડા.
સ્ટુઅર્ટ રાજાઓની ધાર્મિક નીતિ પ્રજાવિરોધનું કારણ થઈ પડી. ધર્મસમાજ પર પેાતાની સત્તા રહે તે માટે રાજા એપિસ્કાલ પંથ પાળતા અને પ્યૂરિટનોને સંતાપતા. રાજા કૈથેાલિકા પ્રત્યે અંતરમાં રહેમ રાખે એ ધર્મધેલા પ્યૂરિટનોથી ખમાતું નહિ, એટલે પાર્લમેન્ટમાં બેસતા પ્યૂરિટનો ધર્મભયને મિષે રાજા વિરુદ્ધ બૂમરાણ મચાવતા.
પ્રજાવિરાધનું ત્રીજું કારણ સ્ટુઅર્ટ રાનની દેશાંતર નીતિ છે. આ રાજાએએ ઈંગ્લેન્ડની મહત્તા સાધવા માટે ભાગ્યેજ વિગ્રહેા કર્યાં છે. તેમણે ધર્મમાં અગ્રેસર થવાનું ગૌરવ પ્રાપ્ત કરવાને બદલે કાઈ વેળા સ્પેનને મદદ આપી, તેા કાઈ વેળા ફ્રાન્સના લુઈ પાસેથી નાણાં મેળવી ઈંગ્લેન્ડને રામન કેથોલિક બનાવવાનાં વચન આપી તેને ફ્રાન્સનું ઉપરાજ્ય બનાવવાનું પગલું ભર્યું.
આવા વિરોધમાં પાર્લમેન્ટ પાસે રાજાને નમાવવાનું એક હથિયાર હતું. રાજાને નાણાંની ભીડ પડે ત્યારે કાઈ પણ હકની બક્ષિસ લીધા વિના પાર્લમેન્ટ આર્થિક મદદ આપતી નહિ. આથી સ્ટુઅર્ટોનો અમલ કુરાજ્યના પણ સુધારાનો સમય થઈ પડયા. રાજા આપેલાં વચન બીજી પળે તાડવા તૈયાર થતા, એટલે રાજા–પ્રજા વચ્ચે વિરાધ વધતે. ચાર્લ્સે એકલે હાથે સન્ય ચલાવી જોયું, અને લાંબી પાર્લમેન્ટે રાજાની મદદથી લાકમતને સર્વોપરિ કરવા પ્રયાસ કર્યાં, પણ સધળું વ્યર્થ ગયું. આખરે દેશમાં રાજકર્તા કાણુ, એ
૧૫
Page #239
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નો નિર્ણય હથિયારની સહાયથીથ. પ્રજાએ રાજપદ અને અમીરની સભા ઉડાવી દઈને અપૂર્વ પ્રયાણ કરવા માંડ્યા. બને તેટધી ધર્મછૂટ દાખલ કરવામાં આવી, પાર્લમેન્ટમાં પ્રતિનિધિત્વ વધારવાની યોજના કરવામાં આવી, અને લિખિત રાજ્યબંધારણ તૈયાર કરી પ્રજા ઉપર કાયદા પાળવાની જોખમદારી નાખવામાં આવી. પરંતુ એ સર્વ અકાળે હતું; પ્રજામાં આ ફેરફાર માટે તૈયારી ન હતી, અને કેવેલની ભક્તસેનાને ઉપરીપદે રહેવું હતું. યુરિટન નેતાઓના આદર્શો જમાના કરતાં ઉંચા હતા, અને તેમની નીતિ ઉગ્ર વૈરાગ્યવાળી હતી, એટલે તેઓ પ્રજામાં ચાર્લ્સ કરતાં વધારે અપ્રિય થઈ પડયા. પરિણામે એ ૧૧ વર્ષમાં આપખુદી અને બીનજવાબદારીનાં અનેક કાર્યો થયાં, અને રાજ્યબંધારણની વિરુદ્ધ આચરણ થયાં. ચાન્સના આપખુદ અમલ કરતાં વધારે આપખુદ રાજ્યથી કંટાળી પ્રજાએ રાજાને પાછો લાવ્યો, લાંબી પાર્લમેન્ટના સુધારા કાયમ રહ્યા, અને નવા રાજાએ વિસ વર્ષ સુધી પાર્લમેન્ટ જોડે સંબંધ બગાડ્યું નહિ. પરંતુ પાછો ઈશ્વરી હકને નશે રાજાને ચડશે, અને તે દેશના કાયદાને અમલ બંધ કરવાનો કે કફ રાખવાનો પોતાને હક માનવા લાગે. રેમન કેથલિકાથી લેકે ત્રાસતા હતા, તેમાં આંતર વિગ્રહથી, યૂરિટનથી, કે બહાલી લશ્કરના નામથી લોકો ભડકવા લાગ્યા, અને અનેક જુલમે મુગે એ સહેવા લાગ્યા. આટલા ત્રાસદાયક હેતુઓમાંથી જે કાળે જે અચ્ચપદે હોય, તે ઉપર દેશની રાજકીય સ્થિતિને આધાર રહે, પણ આખરે કેથલિકને ભય વધી પડતાં જેમ્સને ગાદી છેડવાને સમય આવ્યે.
- રાજ્યક્રાન્તિ એટલે લેપક્ષને જય અને રાજસત્તાને ક્ષય. હવે પાર્લમેને પિતાને પક્ષ સબળ કરવા ઈશ્વરી હકના અવશેષને લેપ કરી નવા રાજા જોડે લિખિત કરાર કર્યો, મંત્રીઓ પાર્લમેન્ટને આધીન રહે એવી યોજના કરી, અને સૈન્યને પોતાની સત્તા નીચે મૂક્યું. ઉપરાંત રાજાને આપેલાં નાણાંના વહીવટ ઉપર દેખરેખ રાખવાનું શરૂ કરી તેના ઉપર એક પ્રકારને દાબ બેસાડો. યુરિટનેએ રાજાની આવક પર કાબુ લીધો, જ્યારે પ્રોટેસ્ટન્ટેએ રાજાના ખર્ચ ઉપર સત્તા બેસાડી. ધીમે ધીમે રાજાને પાર્લમેન્ટ વારંવાર બોલાવવી પડે, અને પાર્લમેન્ટને વિશ્વાસ ધરાવનાર માણસો પ્રધાને હોય એવી નીતિ પાર્લમેન્ટે ધારણ કરી. આમ રેમન કેથેલિક ધર્મના સ્તંભ
Page #240
--------------------------------------------------------------------------
________________
રૂપ ફન્સની સત્તાને દાબી પ્રોટેસ્ટન્ટ પક્ષના વિજયને માર્ગ મોકળો કરી દેવામાં આવ્યું. સ્કેટલેન્ડે ટુઅર્ટ રાજ્યક્રાન્તિ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી તેના સિદ્ધાંત સ્વીકાર્યા; માત્ર કેથલિક આયર્લેન્ડ જેમ્સને પક્ષ પકડી રાખે, એટલે તેની વિરુદ્ધ સખત કાયદા ઘડાયા.
આ યુગમાં ઇતિહાસનું એક નવું પ્રકરણ ઉધડે છે. રાજાઓના એકહથ્થુ અને કુલમુખત્યારીવાળા અમલને પલટો આપીને રાજસત્તા કેવી મર્યાદિત બનાવી દેવામાં આવી, અને લેહકનું કેવા અને કેટલા ભાગે જતન કરવામાં આવ્યું, તેને આ ઈતિહાસ છે.
૨. ધર્મ રાજા અને પ્રજા વચ્ચે વિરોધ થવાનું મુખ્ય કારણ ધર્મ હતું. ટુઅર્ટ રાજાઓની રાજકીય અને ધાર્મિક નીતિ ગુંથાઈ ગએલી છે, એટલે વિરોધનાં અને કારણ એકમેકને અવલંબી રહેલાં છે; છતાં ટુઅર્ટ રાજાઓ જોહુકમી રાજનીતિ તજી દેવાનું ડહાપણ દર્શાવી શક્યા હોત, તે માત્ર ધાર્મિક કારણથી ઝગડા થાત નહિ.
ધર્ણોદ્ધાર થતાં કેથલિક અને ટેસ્ટન્ટ એવા બે પક્ષ થયા. પરંતુ સુધામાં પાછાં બે તડ પડયાં (૧) બાઈબલના આદેશને અક્ષરશઃ અનુસરનારા અતિ શુદ્ધ ઉપાસનાના હિમાયતીઓ મ્યુરિટન કહેવાયા. તેમને એપિસ્કેપલ ધર્મને આડંબર પસંદ ન હતું, એટલે જેમ્સ ગાદીએ આવ્યો ત્યારે આ વિરાગપ્રિય પંથવાળાઓએ ધાર્મિક સ્વતંત્રતાની માગણી કરી; પણ રાજાએ તેમના વિરુદ્ધ કાયદાની જ ખલા તૈયાર કરી. અનેક ચુસ્ત પૂરિટને જન્મભૂમિ તજી પરદેશમાં જઈ વસ્યા; ચાર્લ્સ ૧લાના સમયમાં હૈડે યુરિટને પર અનેક અત્યાચાર ગુજાર્યા. અનેક યૂરિટને ધર્મને કારણે ઘરબાર કે ગુજરાનના સાધન વિનાના થઈ પડયા. તેમાંના કેટલાએ દરિયાપારનાં સંસ્થામાં જઈ વસ્યા, પણ જેઓ દેશમાં રહ્યા તેમણે રાજાની નીતિ પ્રત્યે વિરોધ કર્યો કર્યો. આખરે ક્રોપ્ટેલની સરદારી નીચે આ ધર્મવિરેધે ઉગ્ર સ્વરૂપ પકડયું, અને તેનું વિપરીત પરિણામ આવ્યું. ચાર્લ્સના શિરચ્છેદ પછી મૂરિટીનું જોર વધી પડ્યું. તેમની નીતિ નિષ્કલંક હતી, તેમની ધર્મબુદ્ધિ તીવ્ર હતી, અને તેમને વિરાગ ઉત્કટ હતું, પણ તેમની
Page #241
--------------------------------------------------------------------------
________________
- ૨૨૮
ધર્મધતા કોઈ રીતે ઓછી ન હતી. જે ધાર્મિક સ્વતંત્રતા તેમને જોઈતી હતી, તે બીજાને આપવા તેઓ તૈયાર ન હતા. આથી તેમનું જોર વધતાં પિતાના મત પ્રમાણે તેમણે આદર્શ ધર્મરાજ્યની સ્થાપના કરી. તેમણે વિરોધીએને દંડ કર્યો, તેમજ રમતગમત, નારંગ, આનંદ અને ઉલ્લાસ પ્રેરનારી, બાબતોને જીવનની ગંભીરતા હણનારી કરાવી બંધ કરી. તેમણે સર્વને સાત્વિક વૃત્તિવાળા અને ધર્મપરાયણ જીવન ગાળનારા બનાવવાના કેડ ક્ય, પણ એથી લેકે કંટાળ્યા. યૂરિટનોએ પિતાનો વિનાશ આર્યો. ચાર્લ્સ બીજે. ગાદીએ આવ્યો, એટલે પ્રજામાં યૂરિટને વિરુદ્ધ દબાઈ રહેલી લાગણીઓ બમણા જોરથી ઉછળી. તેમની વિરુદ્ધ અનેક ધારા કરી પ્રજાજીવન ઉપરથી તેમની અસર નાબુદ કરવામાં આવી. આ ધારાઓનો અનાદર કરનારાઓને બંદીખાને પૂરી તેમના ઉપર જુલમ ગુજારવામાં આવ્યો.
મ્યુરિટને ઉપર લેકને અણગમે હતો, પણ યૂરિટન અને એપિકેપલ એ બને કેથલિક થિીઓ પ્રત્યે હાડવૈર રાખતા. દારૂગોળાના કાવતરા-- ના ભેદથી લેકેને કેથલિકાના નામથી કંપારી આવતી. તેઓ જાદુગર છે, મંત્રબળની સાધનાવાળા છે, મેલી વિદ્યા જાણનારા છે, એવા એવા ગપાટા, - લેકમાં ચાલતા. ચાર્લ્સ અને જેમ્સ તેમના પ્રત્યે મનમાં થોડો ભાવ રાખે છે એવો લેકેને વહેમ ગયો, એટલે પૂછવું જ શું? લુચ્ચા ટાઈટસે નિર્દોષ કેથોલિકને પ્રાણુ ખવરાવી દેશદ્ધારક તરીકે પોકળ ખ્યાતિ મેળવી. કંઈક ભુંડું થાય, તે વાંક બિચારા કેથેલિકોને ! લંડનમાં આગ લાગી, તો કહે • કે એ કેથલિકાનાં કારસ્તાન. પ્રજાની આવી મનોદશામાં જેમ્સ ધર્મછૂટનું
જાહેરનામું કાઢે, ત્યારે લેકે રાજા વિરુદ્ધ પોકાર પાડી ઊઠે તેમાં શી નવાઈ ૧ રાજ્યક્રાંતિ થઈ તે પણ આવાજ ભયમાં. આજ ભયને લીધે રાજા પ્રેટેસ્ટન્ટ હવે જોઈએ, એવું વારસાના કાયદામાં નક્કી કરવામાં આવ્યું.
વિલિયમના અમલથી કેટલેક અંશે ધર્મસહિષ્ણુતા દાખલ થતી ગઈ. - ધર્મસહિષ્ણુતાના કાનૂનથી અપ્રતિસાગ્રાહીઓ ઉપરનાં બંધન રદ થયાં. આશાવાદી કેથલિકાએ ટુઅર્ટોને પક્ષ લઈ લેકવિરોધને પ્રબળ થવાનું કારણ આપ્યું. આ વિરોધ છેક ઈ. સ. ૧૮૨૯ સુધી ચાલુ રહ્યો.. ન . બાતલ બિલ અને કસોટીના કાયદાથી લોકવિરેધનું માપ ઠીક નીકળે છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૯
૩. ઉદ્યોગ અને વાણિજ્ય
: ટુઅર્ટયુગમાં લગભગ ૪ ભાગની જમીન ખેતીના કામમાં વપરાતી, છતાં ખેતી કરવાની પદ્ધતિમાં ખાસ સુધારો થયો નહોતો. કેટલીક જમીન વણખેડેલી પડી હોય. ઠેરઠેર ખાડામૈયા અને પ્રાચી હોય. જંગલી ડુક્કર, હરણ, સસલાં અને રાની બિલાડાં પાકને નુકસાન કરતાં હોય, અને ખેડુતો જુના ચીલામાં ખેતી કરતા હોય; છતાં એકંદરે તેમની સ્થિતિ ઠીક હતી. હજુ ગામડાંમાં થોડી જમીન અલગ રાખી તેમાં ખેડુતોનાં મરઘાં, બતક, ડુક્કર અને ગાયોને ઉછેરવામાં આવતાં. ખેતી ઉપરાંત ખેડુત અને તેનાં સ્ત્રીપુત્રો વણવા કાંતવાનું અને મજુરીનું કામ કરીને આવક વધારતાં. ' તે સમયે લંડન, બ્રિસ્ટલ, અને રિચ શહેરમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ ચાલતી. લોખંડના સામાન માટે પ્રસિદ્ધ થએલા શેફીલ્ડને હજુ ઉદય થયો ન હતો, અને મેન્ચેસ્ટર તથા લીડઝ માત્ર કચ્છા હતા. એક શહેરથી બીજે શહેર જવાના રસ્તા ગદા, સાંકડા, ધૂળવાળા અને ખાડાવાળા હતા. ગાડીઓ કાદવમાં ખેંચી જાય, તે પાસેના ખેતરમાંથી ૬-૮ બળદ લાવીને જોડવા પડતા. ચેર, ઠગારા, અને ધાડપાડુઓનો ત્રાસ એટલે હતા, કે વળાવા વિના વેપારીઓ ભાગ્યેજ નીકળી શકતા. ગાડીઓમાં માલ ભરીને એક ગામથી બીજે ગામ લઈ જવામાં આવતો અને મુસાફરો માટે ટપ્પા ચાલતા. શહેરમાં વેપારીઓની દુકાન પર ધંધો સૂચવનારી જાતજાતની નિશાનીઓ રાખવામાં આવતી.
આ સમયમાં પરદેશ જોડે વેપાર વધ્યો. આફ્રિકા, અમેરિકા, અને હિંદુસ્તાનમાં વેપારીઓએ થાણ નાખ્યાં. આથી મધ્યમ વર્ગની ઉન્નતિ સાથે
૧. આ પ્રમાણે માલ લઈ જવાની રીત એવી સર્વમાન્ય થઈ પડી, કે હાડવાળાની રેજી બંધ પડી. તેઓ લાચાર થઈને કહેવા લાગ્યા – ' '
Carroaches, coaches, jades, and flanders wares, Do rob us of our shares, our wares, our fares; Against the ground we stand and knock our heels, Whilst all our profit runs away on wheels.
Page #243
--------------------------------------------------------------------------
________________
ર8. જમીનદાર વર્ગની અવનંતિ થતી ગઈ. હવે રાજ્ય તરફથી આર્થિક પ્રશ્નો ઉપર ધ્યાન અપાવા લાગ્યું, વેપારના રક્ષણાર્થે પરદેશ જોડે યુદ્ધ કરવામાં આવ્યાં, અને નૌકાસૈન્યની વૃદ્ધિ કરવામાં આવી. ઈગ્લેન્ડની બૅન્કની સ્થાપનાથી થએલા લાભને વિચાર કરી બીજી બૅન્ક કાઢવામાં આવી, અને વેપારની ઋદ્ધિમાં દેશની સમૃદ્ધિ રહેલી છે એ સૂત્ર સમજાયું: | દરમિઆન ઈલેન્ડમાં હિંદનાં ઉત્તમ પડાં આવી પહોંચ્યાં. લુઈ ૧૪મએ દેશપાર કરેલા પ્રોટેસ્ટન્ટ કારીગરોને ઈગ્લેન્ડે શરણ આપી દેશનો ઉદ્યોગ ખોલો. હોલેન્ડના ઈજનેરોએ આવીને દેશની જમીનને ખેડવાલાયક બનાવી. હજુ ગામડાના લેકે માટે ખાસ બજાર કે મેળા ભરાતા, અને લેકે ઘેડા કે ખચ્ચર ઉપર બેસીને ત્યાં જતા. ઇંગ્લેન્ડની સમૃદ્ધિ અશાંતિના કાળમાં વધી. તે સાથે દેશમાંથી ભિખારીઓની સંખ્યા ઘટી.
૪. સમાજ ટયુડરસમયથી ધનિક લેકે છુટા મકાનમાં રહેવા લાગ્યા. તેઓ રમતગમત, શિકાર, કે બીજા વિનોદમાં સમય વીતાવતા. જુવાન છોકરા કેમ્બ્રિજ કે ઐકસફર્ડનાં વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા જતા, અથવા કઈ ધંધાદારીને ત્યાં શિખાઉ તરીકે નોકરી કરતા. જમીનદારે ગામડામાં ન્યાયાધીશ અને પિોલીસ અમલદારનું કામ કરતે. તે ન્યાય આપો, દંડ કરતે, ગામની ચેકી કરાવત, લકે બરાબર ધર્મ પાળે છે કે નહિ અને રવિવારે પ્રાર્થના કરવા જાય છે કે નહિ તેની દેખરેખ રાખતો. શહેરમાં પુખ્ત વયના માણસો ચોકી કરતા, અને ગામડાંમાં ખેડુતે ચેક કરતા, એટલે પોલીસને ખપ શાને પડે? ગામડાના લેકે એકંદરે શહેરી જીવન ગાળવાનો પ્રયત્ન કરતા; કેમકે લંડનને પ્રભાવ આખા દેશ પર પતે. તેમની પાસે લંડનમાં જઈ રહેવાનાં નાણું નહતાં, એટલે તેઓ દિવસે શિકાર ખેલે, અને સાંજે દારૂ પી મસ્ત બને. ખેડુતો સાદું, ઉદ્યોગી, અને નિયમિત જીવન ગાળી ગુજરાન જોયું રળી લેતા. સ્ત્રીઓ ઘરનું કામકાજ કરતી. રેટલી કરવામાં, અથાણાં અને શાક તૈયાર કરવામાં, દારૂ ગાળવામાં, કે મસાલે બનાવવામાં તેમના ગુણની પરીક્ષા થતી. ચાનો ઉપયોગ તે સમયે નજીવો થત, એલે બપોરે
Page #244
--------------------------------------------------------------------------
________________
પાડોશની સ્ત્રીઓ એકઠી મળીને વણતી; કાંતતી, સીવતી, અને વાત કરતાં પુહિતાનું સ્થાન સમાજમાં છેક નીચું હતું. તેમમે પેટપૂર પગાર મળતો નહિ. દરેક અમીરના ઘરમાં આવો એક હલકા પગારનો ગર રહેતો, એને તેની પદવી નોકર જેટલી મનાતી. ગોરાણી ઘણી વાર રડું સંભાળતાં; છતાં કેટલીક ખરેખા શાસ્ત્રજ્ઞ અને ધર્મપરાયણ પડિત હતા, જેમને લીધે ધર્મસ્થાનનું ગૌરવ ટકી રહ્યું.
હવે સમાજમાં ભપકાદાર અને રંગબેરંગી કપડાં પહેરધાને શેખ દાખલું થયો. છુટાં ફરફરતાં, અને શણગારવાળાં વસ્ત્રો ઉપર ઝૂલતે ઝબ્બો નાખીને કરતા કેવેલિયર ને દમામ અને આકર્ષકતા જોઈ લેક તેનું અનુકરણ કરતા. વિલાસી ચાર્લ્સ ફેશનમાં વધારો કર્યો. એ સમયમાં યૂરિટનનો લાંબો સાદો, કાળે ઝઓ અને તેમના છુટા આછા કેશ પર પહેરેલી ઉંચી ટોપીની ભવ્ય સાદાઈ ભાત પાડતી.
લેકજીવનમાં હજુ સંસ્કારિતા કે સુઘડતા ન હતાં. શહેરમાં સ્વચ્છ પાણી મળી શકતું નહિ, ત્યાં ગંદા પાણીનો નિકાલ કરવાની યેજના ક્યાંથી હોય? શ્રીમતી કઈ કઈ દિવસ સ્નાન કરે, તો પછી જાહેર સ્નાનગૃહની આશા કેવી? લેંકની રીતભાતે કર્કશ અને કઠોર હતી. મોડી રાતની બહાર ફરતા જુવાનો રસ્તામાં જે મળે તેમને ગાળો દે, કે ગમે તેવું વર્તન ચલાવે તેમાં વધે લેવા જેવું કઈને લાગતું ન હતું. શેઠે નોકરને મારતા અને શિક્ષક કોઈ બેવકુફ શિષ્યમાં હોશિયારી આણવા કે આળસુમાં ચંચળતા પ્રેરવા માટે નેતરની સોટીને અમૂલું સાધન માન. મુરઘાંની લડાઈ ગોધા અને હુકાની સાઠમારી, તરવારની પટાબાજી, તેમજ ઘેડદોડ, વગેરેમાં લોકોને આનંદ આવતો. ઘણુંખરૂં આવી રમત રવિવારને દિવસે થતી. કેઈ ગુનેગારને હેડમાં પૂર્યો હોય, કે તેના ઉપર જેરબંધી થતી હોય, અથવા તેને ફાંસી દેવામાં આવતી હોય તે સંખ્યાબંધ લેંકે એ તમારી જેવા ભેગા થઈ જતાં. ટેનિસ, મેપોલ, ફુટબેલ આદિ રમેતે લોકપ્રિય હતી.
ચાર્લ્સ બીજે ગાદીએ આવ્યા પછી લેકજીવનમાં વિલાસ અને દુરાચાર વધ્યાં. નીશાબાજી નાટકશાળા, નૃત્ય, ગાન, અને ઘોડેસવારી એ સમય વીતાવવાનાં સાધન થઈ પડયાં. કાફીખાનાંમાં લેકે સારી પેઠે એકઠા થતા
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ત્યાં દેશપરદેશની ખબરે, વેપારસમાચાર, રાજદ્વારી પ્રશ્નો, અને મેટાં કુટુંબોની કુથલીઓ વિષે ચર્ચા થતી. કોઈ સ્થળે કડકડતાં કપડાં પહેરીને રાજપક્ષના માણસે બેઠા હોય, તે કોઈ સ્થળે સાદા વેશવાળા મ્યુરિટને હાથમાં માળા ફેરવતા, બેડું માથું હલાવતા, ગુફતેગું કરી રહ્યા હોય, તો કઈ સ્થળે ડ્રાઈડનની સાહિત્યચર્ચા સાંભળવા માટે સાહિત્યરસિકે એકઠા મળ્યા હોય. આ કાફીખાનાં તે સમયે કલબ, પુસ્તકાલય, સભાગૃહ, અને ધર્મસ્થાનની ગરજ સારતાં હતાં.
૫. સાહિત્ય સત્તરમા સૈકાને પૂર્વાર્ધ એ સાહિત્યને શુષ્ક કાળ હતો. લોકેનાં વ્યગ્ર ચિત્તમાં ભવ્ય વિચાર કે તેજસ્વી કલ્પના આવી શકતાં નહિ, એટલે તે સમયનું સાહિત્ય અલ્પજીવી અને મધ્યમ શ્રેણીનું થયું. પરંતુ આંતર વિગ્રહ પછી સાહિત્યને પ્રવાહ સમૃદ્ધ થવા લાગ્યો. આંતર વિગ્રહ, કેન્વેલનો અમલ, કેથલિકાનો ભય, ફેન્ચ જોડે વિગ્રહ, અને રાજ્યક્રાન્તિ જેવા દીલ ઉશ્કેરી મૂકનારા બનાવે વિષે છુટક કે ગ્રંથબદ્ધ વિચારે, અભિપ્રાય અને ટીકાઓ પ્રકટ થવા લાગી. આ સમયમાં વર્તમાનપત્રોની શરૂઆત થઈ તે સમયનાં વર્તમાનપત્ર અઠવાડીઆમાં બે ત્રણ વાર પ્રસિદ્ધ થતાં. તેમાં મુખ્ય વર્તમાનપત્ર લંડન ગેઝેટ ” હતું. આ પત્રો ઘેર ઘેર ફરતાં, અને તેમાં નામના સમાચાર આવતા. પાર્લમેન્ટના હેવાલો કે રાજ્યપ્રકરણી વૃત્તાંત તેમાં પ્રસિદ્ધ થઈ શકતાં નહિ. ઈ. સ. ૧૬૯૪માં વિલિયમે છાપખાના પરનો અંકુશ દૂર કરી સાહિત્યની ગતિને વેગ આપ્યો. આથી રાજ્ય તરફથી નિમાએલા નિરીક્ષકને લેખ બતાવવાના રહ્યા નહિ, એટલે કે પોતાના વિચાર નીડરપણે પ્રકટ કરવા લાગ્યા. એડિસન અને સ્ટીલ જેવા મર્મજ્ઞ લેખકે એ “કેટલર” અને
સ્પેકટેટર” જેવાં સાપ્તાહિકમાં માર્મિક અને કટાક્ષમય લેખો આપીને પ્રજાના રાજ્યદ્વારી અને ધાર્મિક આંતર કલહ કેટલા હાસ્યપાત્ર છે એ સમજાવ્યું. એ લેખો હિગ અને ટોરી પક્ષે વચ્ચેનો વિરોધ શમાવવાની સેવા કરનારા છે.
આ યુગમાં મહાકવિ મિલ્ટને બાઈબલની કથાને આધાર લઈ તેને તેજોમય કલ્પનાએ રસી. તેણે ભવ્ય અને ગંભીર વાણમાં માનવીના અધઃ
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩૩
પાતનું વર્ણન આપતું પેરેડાઈઝ લાસ્ટ” નામનું મહાકાવ્ય રચી પ્યૂરિટન ધર્મના આદર્શો મૂર્તિમંત કર્યાં, અને પોતાના અંધાપાના દિવસે માં ‘સેમ્સન એગાનિસ્ટીસ ' લખી આશ્વાસન શોધ્યું પ્રસિદ્ધ દર્શનશાસ્ત્રી લાક, અને ગણિતશાસ્ત્રી ન્યૂટને આ યુગમાં પેાતાના પાંડિત્યના પરિચય આપનારા શાસ્ત્રીય ગ્રંથ રચ્યા. પ્રસિદ્ધ કંસારા જ્હાન અનિયને ‘ભક્તપ્રયાણ’ લખી પ્યૂરિટનેાના ધર્મનું આંતર રહસ્ય ઉધાડું કર્યું. મેલિંગપ્રોકને વર્તમાનપત્રામાં કટાક્ષમય આખ્યાયિકાઓ અને લેખા લખી મદદ આપવા માટે મશહૂર થએલા ડીન સ્વિફ્ટે ગુલિવરની મુસાફરીનું હાસ્યરસિક અને માર્મિક વર્ણન આપી તે સમયની રાજ્યદ્વારી પરિસ્થિતિનું રૂપક રજુ કર્યું. અનેંટે તે સમયને ઇતિહાસ સાચવી રાખ્યા, અને પેપિસે રાજનિશીમાં રસિક નોંધ લખીને ઇતિહાસ અને સાહિત્યની ગુંથણી કરી. રાબિન્સન ક્રૂઝેની અસંભવિત પણુ લોકપ્રિય વાર્તાના લેખક ડેનિયલ ડીફેા, અને અંગ્રેજી ગદ્યને ઘડનાર અને તેને વિશિષ્ટ ઝોક આપનાર ડ્રાઇડન પણ આ યુગમાં થયા. કાલી, હેરિક, જીવનના ક્ષુદ્ર વિષયે।ને પદ્યમાં ગોઠવી દેનાર સુપ્રસિદ્ધ કવિ પાપ, અને હુડીબ્રાસનો લેખક, તેમજ પ્યૂરિટનોનો માર્મિક પરિહાસ કરનાર બટલર એ આ જમાનાના કવિએ હતા. ડ્રાઈડને ચાર્લ્સ અને ન્ડિંગ પક્ષ વચ્ચે થયેલા કલહનાં રૂપ‰ા લખી કવિ તરીકેની ગણના મેળવી.
.
સત્તરમા અને અઢારમા સૈકાના સાહિત્યમાં ધીમે ધીમે ફેરફાર થતા જણાઈ આવે છે. આરંભના ગ્રંથા પાંડિત્યપૂર્ણ હાઈ કઠણ શૈલીમાં લખાતા હતા, તેથી અભ્યાસકા અને વિદ્વાનો માત્ર તેનો ઉપયોગ કરી શકતા, જ્યારે સામાન્ય પ્રજાવર્ગ આ લાભથી વંચિત રહેતા. ધીમે ધીમે સાહિત્ય સમસ્ત પ્રજાને મહામૂલા વારસા છે એ ભાવના પ્રગટી, એટલે ગ્રંથકારા સરળ અને સુખાધ ભાષામાં લખવા લાગ્યા. પરિણામે અંગ્રેજી સ.."માંથી કર્કશ શૈલીના લાપ થઈ ને સરળ, મધુર, અને પ્રસાદયુક્ત શલીને પ્રવેશ થયે. સાહિત્યના પ્રચાર વધતા ગયા, તેમ પ્રજા ઉપર ઉત્તમ સંસ્કાર પડવા લાગ્યા, એટલે તેમની મનોદષ્ટિ વિશાળ અને ઉદાર થઈ, અને તેમનામાં મતાંતરસહિષ્ણુતા આવવા લાગી.
Page #247
--------------------------------------------------------------------------
________________
(૧૮૨૦–૧૮૩૦)
[ મૃત્યુઃ ૧૭૫૧] ઉકિ
એવા માં (૧૯૦૧-૧૯૧૦)
નાવર વં
પ્રિન્સ આલ્બર્ટ વિકટર [મસ્તુઃ ૧૮૯૨]
યાજ ૧લા (૧૭૧૪–૧૯૨૭) જ્યા૨ે રજો (૧૭૨૭–૧૭૦ )
એડવર્ડ ૮મા (૧૯૩૬) [ડચૂંક આવું વિડસર]
જ્યા ૩જો (૧૭૮૦–૧૮૨૦)
વિલિયમ ૪થા (૧૮૩૦–૧૮૩૭)
એડવ
(૧૮૩૭–૧૯૦૧) વિકટોરિયા
อต
(૪ પુત્રીઓ)
( બીજા ૩ પુત્રા )
જ્યા પમા (૧૯૧૦-૧૯૩૬)
જ્યાજ ઠ્ઠા (૧૯૩૭ચાલુ)
નોંધ: છેલ્લા મહાન વિગ્રહ દરમિઆન હેનેાવર' શબ્દ પડતા મૂકી ઈંગ્લેન્ડમા રાજાએ પેાતાને વિડસર' વંશના કહેવડાવવાનું શરૂ કર્યું છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
ખંડ ૪થા : મધ્યાન
હેનાવર વંશ
ઇ. સ. ૧૭૨૪થી ૧૯૧૪ ૩
વિસર વંશ
ઇ. સ. ૧૯૧૪થી ચાલુ ]
Page #249
--------------------------------------------------------------------------
________________
:::
:
ક: જજ
" R
:
પ્રકરણ ૧લું
જે ૧લે ઈ. સ. ૧૭૧૪–૧૭૨૭ (ાર્જ ૧લેઃ આ રાજા ૫૪ વર્ષને, સાદો, શાંત, નિર્દભી, પણ ભાવશૂન્ય હૃદયવાળો, સાધારણ બુદ્ધિને, પ્રમાદી અને અસ્થિર પ્રકૃતિનો હતો. તેને રાજ્યબંધારણના સિદ્ધાંતોની સમજણ પણ ન હતી છતાં તેનામાં
સામાન્ય સમજ અને કામનો નિર્ણય કરવાની શક્તિ અજબ | હતી. તેણે એવો નિશ્ચય કરી
લીધે, કે ઈંગ્લેન્ડના રાજ્યબંધા- રણમાં કદી હાથ નાખવો નહિ. (જે હિગ પક્ષને પ્રતાપે તે ઈગ્લેન્ડને રાજા થયા, તે પક્ષને રાજતંત્રનો ભાર સોંપી તે જર્મન મિત્રોના સહવાસમાં રહેવા લાગે.)
(આ યુગમાં આવા રાજાની જરૂર હતી. સત્તરમા સૈકાનાં ધાર્મિક અને રાજકીય ઉત્સાહનાં પૂર
ઓસરી જતાં હતાં, અને વ્યાપારી જે ૧લે
અને સાંસારિક કામનાની વૃત્તિ પ્રબળ થતી હતી. હવે અંગ્રેજો સામુદ્રિક શ્રેષ્ઠતાની મહત્ત્વાકાંક્ષા ધરાવવા લાગ્યા. દેશની વધતી જતી સમૃદ્ધિને લીધે ધાર્મિક વૃત્તિ ઓસરી જઈ નાસ્તિકતા આવવા લાગી. આથી અઢારમા સૈકાને “બુદ્ધિવાદને યુગ” કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ઑર્જનો અમલ દેશને અનુકૂળ હતો; પણ રાજા પરદેશી છે, એ વાત ખુદ રાજા કે પ્રજા બેમાંથી કોઈ ભૂલી શકતું ન હતું.)
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૭ વિહગ પક્ષનું પ્રાબલ્ય હેનવર વંશના આરંભથી લગભગ પચાસ વર્ષ સુધી વિહગ પક્ષ જોરદાર રહ્યો. પહેલા બે રાજાએ દેશના રાજકાજમાં પ્રધાનનાં સોગઠાં જેવા હતા. અનેક વેળા મંત્રીમંડળે બદલાયાં હશે, પરંતુ તે સર્વ વિહગ પક્ષનાંજ. આનું કારણ શું?
એનના મૃત્યુસમયે ટેરી પક્ષ પ્રબળ હોવા છતાં તેમાં ફાટફૂટ પડી હતી. તેમાંના એક પક્ષે ટુઅર્ટ જેમ્સને ગાદીએ લાવવા માટે પ્રપંચ ખેલ્યો હતા. પરંતુ રોમન કેથલિક રાજા ગાદીએ આવે એ વાત પ્રજાને ગમતી ન હતી, એટલે દેશમાં ટેરીઓ અળખામણું થઈ પડયા) તેઓ ટુઅર્ટ અને કેથલિક પંથના પક્ષકારે મનાવા લાગ્યા. રાજ્યક્રાન્તિથી થએલું દેશન્નતિનું કાર્ય સ્થિર કરવાને પ્રેટેસ્ટન્ટ રાજ ગાદીએ આવા જોઈએ, અને એ રાજા જર્મન હોય તો પણ તે સ્વીકારવા પ્રજા તૈયાર હતીવિહગ પક્ષ પ્રેટેસ્ટન્ટ રાજાનો હિમાયતી હતો, એટલે આવી સ્થિતિમાં રાજ્યક્રાન્તિના સુધારાનું રક્ષણ કરવાનો ભાર તેમના ઉપર છે એમ પ્રજા માનવા લાગી. ટેરીઓમાં કોઈ ચતુર નેતા ન હતા, પણ હિગ પક્ષમાં ચતુર, દેશકાલા, અને બુદ્ધિશાળી પુરુષે ઘણુ હતા. તેઓ અંદર અંદર ગમે તેટલે દ્વેષ કરતા હોય, પણ ટોરીની વાત આવે ત્યાં એકત્ર થઈ જતા. ટેરીઓના ધાર્મિક જુલમોથી ત્રાસેલા અપ્રતિજ્ઞાગ્રાહીઓ પણ પૅર્જ અને તેના સહાયક હિગને અનમેદન આપવા લાગ્યા. સંસ્થાનોના વિકાસને અને વ્યાપારવૃદ્ધિને સ્વાભાવિક ચતુરાઈથી ઉત્તેજન આપનાર બિહગ પક્ષ ઉપર વેપારીઓ અને શ્રીમંતની કૃપા થવા લાગી. આમની સભામાં વિહગ પક્ષના અનુયાયીઓ ઘણા હતા. તે સમયે પાર્લમેન્ટ સંપૂર્ણ લેકપ્રતિનિધિત્વવાળી ન હતી. પ્રાચીન કાળમાં જે શહેરને સભ્ય મોકલવાનો અધિકાર આપવામાં આવ્યું હતું, તેમાંથી કેટલાંક ઉજજડ થઈ ગયાં હતાં, અને કેટલાંક ક્ષીણ થઈ ગયાં હતાં. પરંતુ કેટલાંક નવાં શહેરે વ્યાપાર-ઉદ્યોગને લીધે વધારે અગત્યનાં થયાં હતાં, છતાં તેમને પ્રતિનિધિઓ મોકલવાને હક મળ્યો ન હતો. આથી જમીનદારે અને ધનિકે લાગવગ વાપરી ઉજ્જડ ગામડાં ખરીદી લઈ ત્યાંથી મનમાન્યા પ્રતિનિધિઓ મેકલવાની ગોઠવણ કરતા. આ ભાતી પ્રતિનિધિએ માલીકની રૂખ જોઈને હિગ પક્ષમાં રહેતા, અને તેનું પ્રાબલ્ય
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ટકાવી રાખતા. આ ઉપરાંત જરૂર પડે લાંચ, ઈનામઅકરામ, અને ભેટનો ટે હાથે ઉપયોગ થશે. ધર્મ વિષે પણ હિગ પક્ષે આગ્રહ રાખે છેડી દીધે. તેમણે અપ્રતિસાગ્રાહીઓ વિરુદ્ધના કાયદા કાઢી નાખ્યા, અને સર્વને પિતાને અનુકૂળ ધર્મ માનવાની ઉદારતા બતાવી. હજુ પાર્લમેન્ટના ખરા સૂત્રધાર અમીરે, ધનિકો, અને જમીનદારો હોવાથી આ પ્રકારના તંત્રને કુલીન રાજ્યતંગ” (Oligarchy) કહેવામાં આવે છે.)
ઈ. સ. ૧૭૧૫માં નવી મળેલી પાર્લામેન્ટમાં હિગ સભ્ય અધિક હતા, એટલે જ્યોર્જ ટેરી મંત્રીઓને રજા આપી હિગ પક્ષને અધિકાર આપે. વાઈકાઉન્ટ ટાઉનલેન્ડ, સ્ટેનપ, રબર્ટ વૅલ્પલ, સંડરલેન્ડ, અને શ્રુઆરી આદિ વ્હિગ અગ્રણીઓ મંત્રીમંડળમાં આવ્યા. તેમણે પિતાને પક્ષ મજબુત કરવાની ખાતર પ્રતિસ્પર્ધી ટેરીઓની ખબર લેવા માંડી. યુકટની સંધિ માટેની વિષ્ટિઓમાંથી અનેક વાંધા કાઢી ટેરી મંત્રીઓને તે માટે જવાબદાર ગણવામાં આવ્યા, અને વેશધારી જેમ્સને ગાદીએ લાવવાની ખટપટના આરોપ મૂકી જુના મંત્રીઓ ઉપર કામ ચલાવવામાં આવ્યું. બેલિંગબ્રોક અને એરિમંડ ફ્રાન્સ જઈ જેમ્સની એથે ભરાયા, એટલે તેમની જાગીર જન્મ કરવામાં આવી, અને ઑકસફર્ડને બંદીખાને મોકલવામાં આવ્યું. વર્ષો સુધી ટોરીઓને ટુઅર્ટોના પક્ષકાર ગણી અધિકારથી દૂર રાખવામાં આવ્યા. પાર્લામેન્ટમાં પણ તેમની સંખ્યા ભાગ્યે જ સાઠ–એંશીની રહી.
પાર્લમેન્ટની વરણી વખતે દેશમાં જેસના પક્ષકાએ તોફાન મચાવ્યું. પરંતુ ભવિષ્યમાં તેમ થવા ન પામે તે માટે વિદ્રોહનો કાયદે (Riot At) પસાર કરી ઠરાવવામાં આવ્યું કે કોઈ સ્થળે બાર માણસે એકઠાં થયાં હોય, ત્યાં ન્યાયાધીશ કાયદે સંભળાવી વીખેરાઈ જવાની આજ્ઞા કરે, છતાં નવીખેરાઈ જાય છે તેમના ઉપર બળાત્કાર પણ વાપરી શકાય.
(9aક ડઃ વિદ્રોહના કાયદાથી પ્રજાના સ્વાતંત્ર્ય ઉપર તરાપ પડવાથી અસંતોષ ઉત્પન્ન થયા હશે, એમ માની જેકબાઈએ જેને ગાદીએ આવાને છેલ્લે પ્રયત્ન કરી જોયો. ઈગ્લેન્ડમાં ટેરીઓને જેમ્સ માટે બહુ ભાવ ન હતું, પરંતુ કઈ પણ પ્રકારે ઠગ પક્ષની સત્તા તેડવા તેઓ એક પગે થઈ રહ્યા. વેલ્સ અને કૅર્નિવાલના જેકે બાઈટ પણ એમાં
Page #252
--------------------------------------------------------------------------
________________
ભળે તેવો સંભવ હતો. સ્કિટલેન્ડમાંથી પણ સહાય મળવાને સંભવ હતા.) ઘણાખરા સ્કટ લેક ઈંગ્લેન્ડ જેડે સ્કોટલેન્ડના સંગથી વિદ્ધ હતા. વળી સ્કટ વંશનો રાજા ઈગ્લેન્ડની ગાદીએ આવે, તેમાં તેમનું સ્વદેશાભિમાન પિશ્વાતું હતું. આ ઉપરાંત પરસ્પર વિશ્વના કારણથી પણ પ્રોટેસ્ટન્ટને આધારસ્તંભરૂપ અને જ્યોર્જના સહાયક કેમ્પબેલ કુટુંબ જોડે યુદ્ધ કરવાને પ્રસંગ મળતો હોય, તે ગમે તેને પક્ષ લઈને(હાઈલેન્ડના લોકે હથિયાર કિપાડવા તૈયાર હતા. ફ્રાન્સની મદદ વિના ડગલું પ્રણ ભરી શકાય તેમ ન
છું. દુર્ભાગ્યે ટુઅર્ટોને આશ્રયદાતા ચૌદમે લુઈ બળવા પહેલાં મરણ પામ્યો, અને ફ્રાન્સના બાળરાજાના રક્ષક ડયૂક ઑવ્ ઍલિયન્સે જ્યોર્જ જોડે મૈત્રી કરી, એટલે ફ્રાન્સ તરફથી મદદની આશા ન રહી.
(ઈ. સ. ૧૭૧ખા સપ્ટેમ્બર માસમાં અર્લ વ માર નામે સત્વહીશું, સહેચ્છ, ચંચળ પ્રકૃતિના, અને લશ્કરી કુનેહ વિનાના અમીરે બળવાને ઝંડો ઉપાડયો. અનેક હાઈલેન્ડર અને અસંતુષ્ટ હૅટ અમીરે તેને આવી મળ્યા. પ્રથમ ઉત્તર સરહદનાં પરગણુમાં બધા જગાડશે, એટલે થોડું સૈન્ય ત્યાં એકલવામાં આવ્યું; પણ શેડા જે કેબાઈટ વિના આ બંડમાં કઈ ભવ્યું નહિ. સેસ્ટન પાસે બળવાખોરોની ખબર લેવા રાજસૈન્ય આવી પહોંચ્યું. બળવાબેરે હાર્યા અને શરણે થયા. તેજ દિવસે સ્ટૅટલેન્ડમાં મારના સેન્સે વિહગ સૈન્ય સાથે શેરિફચૂર પાસે યુદ્ધ કર્યું. કમનસીબ જેમ્સ ટેલેન્ડમાં ઉતર્યો) તે માત્ર પોતાના પક્ષને પરાજય સાંભળવાને! તે તે આવ્યા તે પાછો ગયે; ધીમે ધીમે આ જેકબાઈટ બંડ શમી ગયું.
સબળ નાયક વિનાના, અકાળે ઉઠાવેલા, અને નમાલા બંડનું પરિણામ શું આવે? ઠેરઠેર જેકબાઈ ટે હડધૂત થવા લાગ્યા. જેને ઈગ્લેન્ડમાંથી પગદંડ નીકળી ગયો, અને નવા રાજ્યતંત્ર પ્રત્યે લોકોની નિષ્ઠા દઢ થઈ.
૧. નીચેના પ્રાચીન સ્કેટ લોકગીતમાં આ યુદ્ધને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. There's some say that we won, And some say that they won, And some say that none won at a', man; But of one thing I'm sure, That at Sheriffmuir, A battle there was that I saw, man; And they ran and we rau, And we ran and they ran awa', man.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ખંડના આગેવાનાને પકડીને ફાંસી દેવામાં આવી કે કારાવાસમાં માકલવામાં આવ્યા. કેટલાક (હાઈ લેન્ડરેશનાં શસ્ત્ર લઈ લેવામાં આવ્યાં, નવા કિલ્લા આંધવામાં આવ્યા, અને હાઈ લેન્ડમાં રસ્તા કાઢી એ પ્રદેશને ઉઘાડા કરવામાં આવ્યા.)
(સસવાર્ષિક કાયદાઃ ત્રિવાર્ષિક કાયદા પ્રમાણે નવી પાર્લમેન્ટ ઇ. સ. ૧૭૧૮માં મળવી જોઈ એ. હજુ દેશની સ્થિતિ અસ્થિર હતી; ખંડના પડધા શમ્યા ન હતા, અને પ્રજાનું મન અશાંત અને વ્યગ્ર હતું, તેવે સમયે નવી પાર્લમેન્ટમાં કદાચ જિંગ પક્ષ નરમ પડી જાય એટલુંજ નહિ, પણ જેમ્સના પક્ષ જોર પર આવી જાય તે નવા રાજવંશ ઉખડી જાય, એવા ભયથી હકપત્રિકાના અંશભૂત ત્રિવાર્ષિક કાયદાના ભંગ કરી મંત્રીઓએ ઠરાવ્યું કે હવેથી દર ત્રણ વર્ષને બદલે સાત વર્ષે નવી પાર્લમેન્ટ મળે. પેાતાના પક્ષ દૃઢ કરવા ખાતર જિંગ મંત્રીએએ આપખુદી ચલાવી એ તે નિઃશંક છે.
આ કાયદાથી આમની સભામાં લાંચરૂશ્વતના સંભવ વધ્યા, અને સભ્યોને લેાકા જોડે નિકટ પરિચયમાં રહેવાનું પ્રયાજન એછું થયું; પણ વરણીને અંગે થતાં ધમાલ અને ખર્ચ ઘટયાં, અને હેનેાવર વંશની સ્થાપના દૃઢ થઈ. વળી સભ્યાનું સ્વાતંત્ર્ય વધતાં તેમને કામમાં રસ લેવાના પ્રસંગ મળ્યા, અને રાજનીતિ એકધારી રહેવાને સંભવ વધ્યા.)
આંતર નીતિઃ આ પ્રમાણે ટારી પક્ષને નિર્બળ કર્યાં, અને પોતાની સત્તાનાં મૂળ દૃઢ થયાં, એટલે વ્હિગ લેાકેામાં બે પક્ષ પડયા. ઇ. સ. ૧૭૧૬માં જ્યાર્જ હેનોવર ગયા, ત્યારે સ્ટેનહેાપને સાથે લેતા ગયા. ત્યાં જઈ તેણે ફ્રાન્સ અને હાલેન્ડ જોડે સંધિ કરી. ટાઉનશેન્ડને આ યેાજના નહિ ચવાથી તેણે રાજીનામું આપ્યું, એટલે સ્ટેનહેાપ મુખ્ય મંત્રી થયા.
સ્ટેનહેાપે ઈતર ધર્મીઓ વિરુદ્ધના કાયદા રદ કર્યાં, પણ તે અમીરાનો ખરડા (Peerage Bill) પસાર કરાવી શકયા નહિ. જિંગ પક્ષને રાજા અને પ્રજા ઉભયના ભય હતા; તેમને તેા પેાતાની સત્તા ગમે તે પ્રકારે ટકાવી રાખવી હતી. એનના સમયમાં યૂટ્રેકટની સંધિ વખતે કેટલાક ટારી અમીરે બનાવવામાં આવ્યા હતા. ફરીથી એમ થવા ન પામે એવા આ
- -
Page #254
--------------------------------------------------------------------------
________________
કાયદાને હેતુ હતો; પણ એ કાયદો પસાર થયો હોત તો રાજસત્તા નહિ જેવી થઈ જાત. વૈોલે તેને સખત વિરોધ કર્યો હતો. - (દક્ષિણ મહાસાગરને પરપેટે અંગ્રેજોનું વેપાર પ્રત્યે આકર્ષણ વધતાં અનેક મંડળીઓ સ્થપાવા લાગી. ઈ. સ. ૧૭૧૧માં દક્ષિણ મહાસાગર અને સ્પેનિશ અમેરિકામાં વેપાર કરવાને નિમિત્તે એક મંડળી સ્થપાઈ. આરંભમાં આ મંડળીનું કાર્ય સારૂં ચાલવા લાગ્યું, પણ સ્પેનિઆડૅનાં વિનેથી સ્પેનિશ અમેરિકામાં જોઈએ તેટલે લાભ મળે નહિ. આથી વેપારની અન્ય દિશા શોધતા સાહસિક વ્યવસ્થાપકોએ દક્ષિણ મહાસાગરના ટાપુઓમાં એકહથ્થુ વેપાર કરવાની રજા મળે, તે રાજ્યને ૭૫,૦૦,૦૦૦ પૌન્ડ આપી પ્રજા–ઋણ ફેડી આપવાની માગણી કરી. મંડળી પાસે નાણાં ન હતાં, પણ ભવિષ્યની આશા હતી. આનહોપે આ માગણી સ્વીકારી પાર્લામેન્ટમાં ખરડો આણ્ય, અને જે કે દીર્ધદષ્ટિવાળો વૅલ્પલ સામે પડયે, છતાં ખરડે મંજુર થશે. સરકારી સહાયની વાત જાણતાં લેકએ તે મંડળીના શેર (Share) ખરીદવા દેડધામ કરી મૂકી. શેરના ભાવ દસગણું ચડયા, તે પણ અમીર કે ફકીર, સ્ત્રી કે બાળક, ટપાલી કે હમાલ, સૌએ ધનવાન થઈ જવાની આશામાં શેર ખરીદવા માંડયા. આ જોઈને તરેહવાર નામ અને કામ કરવાના ઉદ્દેશવાળી બીજી મંડળીઓ ઉભી થવા લાગી. કેઈને ખારા પાણીને મીઠું કરવું હતું, કેઈ ને રેતીમાંથી તેલ કાઢવું હતું, કેઈને સદાગતિ ચક્રની શધ કરી યંત્રો ચલાવવાં હતાં, કેઈને સ્પેનિશ ગધેડા ઉછેરવા હતા, અને એકને “ઘણી લાભદાયક—શી તે કઈ જાણવા પામ્યું નથી” યોજના ચલાવવી હતી. દેશભરમાં શેર ખરીદવાને પવન ચાલ્યો, અને જ્યાં જાઓ ત્યાં એની એ વાત. સરકારને લાગ્યું કે દેશની આર્થિક અવદશા થવાને વારે આવ્યું, એટલે તેણે કેટલીક નાની પૂર્તિ મંડળીનાં ભોપાળાં બહાર પાડયાં. હવે લેકવૃત્તિનું પૂર બીજી દિશાએ વળ્યું. બીજી મંડળીઓ આવાં ધતીંગ ચલાવે છે, ત્યારે દક્ષિણ મહાસાગરની મંડળીમાં શું ચાલતું હશે ? સર્વ પિતાના શેર વેચવા મંડી ગયા, અને શેરના ભાવ ગગયા. આમ ઢેલની પિોલ ખૂલી. એથી અનેક લોકોનાં નાણું ગયાં, અને પાયમાલીને પાર ન રહ્યો. દેવાળીઆઓથી કેદખાનાં ભરચક થઈ ગયાં. તેમાં એવી વાત ચાલી કે
Page #255
--------------------------------------------------------------------------
________________
ર
કેટલાક મંત્રીઓએ પેાતાનાં ખીસ્સાં તર કર્યાં છે. હવે લાદેશના ક્રોધને સીમા ન રહી. મંત્રીએ ઉપર આક્ષેપ આવ્યા, અને મંડળીના ધૂર્ત વ્યવસ્થાપકોને સજા કરવાની માગણી થઈ. દરમિઆન એક મંત્રીએ આત્મધાત ર્યાં, સ્ટેનહાપનું મૃત્યુ થયું, અને અંડરલેન્ડની તપાસ થઈ. પછી વાષ્પાલ અને ટાઉનશેન્ડ મંત્રીમંડળમાં આવ્યા. વા`ાલે ભયંકર પાયમાલીમાંથી માર્ગ કાઢવાના પ્રયત્ન કર્યો. તેણે ઈસ્ટ ઇન્ડિઆ કંપનિ અને ઈંગ્લેન્ડની બૅન્ક વચ્ચે નુકસાની વહેંચી નાખી, અને વ્યવસ્થાપકાની માલમતા હરરાજ કરીઃ છતાં આર્થિક આધાતમાંથી કળ વળતાં કેટલાક કાળ ગયા.
દેશાંતર નીતિઃ જિંગ પક્ષમાં ફૂટ પડવાનાં કારણામાં સ્ટેનહેાપની આંતર નીતિ કે આર્થિક નીતિ ઉપરાંત દેશાંતર નીતિ પણ આવી જાય છે. તે માનતા હતા કે ઈંગ્લેન્ડની ગાદીએ પ્રોટેસ્ટન્ટ રાજા રાખવા હાય, તા યુરેાપની રાજખટપટમાં ઈંગ્લેન્ડે જોસભેર પડવું જોઇએ. વાલ્પાલ અને તેના સાથીએ માનતા હતા, કે વ્યાપારઉદ્યોગના સંરક્ષણની ખાતર ઈંગ્લેન્ડે બનતા સુધી અવિગ્રહનીતિ સ્વીકારવી જોઈ એ. સ્ટેનહેાપે ફ્રાન્સ જોડે કરેલી સિંધને લીધે ટાઉનશેન્ડ અને વાÒાલ મંત્રીમંડળમાંથી છુટા પડી ગયા. સ્પેનના રાજાને યૂટ્રેકટની સંધિને ભંગ કરીને નેપલ્સ અને સિસિલીને મુલક પાછો જોઈતા હતા, એટલે તેણે હેનેાવરના શત્રુ સ્વીડન જોડે મૈત્રી કરી. ફ્રાન્સને બાળરાજા લુઈ ૧૫મા અપુત્ર મરણ પામે, તેા સ્પેનના રાજાને ફ્રાન્સની માદી ઉપર હક થતા હતા. આલિયન્સને ફ્રાન્સની ગાદી પેાતાના વંશમાં આવે એવી ઇચ્છા હતી, એટલે સ્પેનના રાજાને યૂટ્રેકટની સંધિનું અક્ષરશઃ પાલન કરાવવાની જરૂરિઆત ઉભી થતાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા શત્રુએ વચ્ચે મૈત્રી થઇ. તેમાં હાલેન્ડ ભળ્યું, એટલે તે ‘ત્રિરાજ્ય સંધિ’ કહેવાઈ; પાછળથી આસ્ટ્રિ ભળ્યું, એટલે તે ‘ચતુરાજ્ય સંધિ’ થઈ.
ફિલિપે ઇ. સ. ૧૭૧૭માં સિસિલી ઉપર હલ્લા કર્યાં, એટલે નૌકાસેનાપતિ ભિંગે પેસેરાની ભૂશિર પાસે સ્પેનના કાફલાને પરાભવ કર્યાં. સ્પેને કાબાઈટ બળવા જગાડવાનો પ્રયત્ન કર્યાં, પણુ તેમાં તે ફાવ્યું નહિ. એક સ્પેનિશ કાઢ્યા ઈંગ્લેન્ડ પર ચડાઈ કરવા આવ્યા, તેને બિર્સ્કના અખાતમાં નાશ થયા. ફિલિપ હતાશ થઈ યુરાપમાં એકલા પડી ગયા. છેવટે તેણે
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪૩
જેમ્સને પક્ષ મૂકી દઈ હેનેવર વંશને સ્વીકાર કર્યો, અને કાન્સના રાજ્ય ઉપરથી હાથ ઉઠાવી લીધું. તેણે ચૂકટની સંધિ પાળવાનું વચન આપ્યું, .અને તે ચતુરાજ્ય સંધિમાં ભળ્યો. - આમ એનાપની દેશાંતર નીતિને સંપૂર્ણ વિજય થયો. હવે ઈગ્લેન્ડના પ્રતિસ્પર્ધીઓ તેની મૈત્રી યાચવા લાગ્યા, અને જે કેબાઈટ કાવાદાવા શમી ગયા. જ્યોર્જનો વંશ દઢ સ્થપાયે, અને દેશમાં વિહગ પક્ષનું પ્રાબલ કાયમ રહ્યું. પરંતુ દક્ષિણ મહાસાગરના પરપોટાથી સ્ટેનોપની આર્થિક નીતિ નિષ્ફળ ગઈ. રાજાએ લેકમતને માન આપીને અને વૈલિની શક્તિની કદર કરીને તેને મુખ્ય મંત્રી બનાવ્યો, એટલે દેશદ્વારના કાર્યને પ્રગતિ આપવાને ભાર વૅલને શિરે આવી પડે.
મરણ ઈ. સ. ૧૭૨૭માં જર્જ હેનેવરના પ્રવાસે ગયો હતો, ત્યાં જૂનની ૧રમીએ એચિત મરણ પામે. તે કઠોર, હૃદયશૂન્ય, સ્વાર્થી, અને જુલમી હતો. તેણે કુટુંબના સુખને ખ્યાલ પણ કર્યો નહોતો. તેણે રાણીને ત્રીસ વર્ષ સુધી બંદીખાને રાખી હતી, અને તે એકના એક પુત્રનું મોં સરખું પણ જેત નહોતે. પરંતુ તેનામાં ચારિત્ર્યની ઋજુતા, અડગ ધેર્ય, અને કર્તવ્યપરાયણતા જેવા ગુણ હતા. - જર્જના અમલમાં રાજ્યબંધારણમાં અગત્યનું તત્ત્વ દાખલ થયું, તે એ કે પ્રધાને વધારે સ્વતંત્ર થતા ગયા. જ્યોર્જને રાજકાજમાં રસ પડતો નહિ, તેથી તે મંત્રીમંડળની સભામાં ભાગ્યેજ જતો. આથી “મુખ્ય મંત્રી ની જવાબદારી વધી પડી. રાજાની ગેરહાજરીમાં મંત્રીમંડળ નિર્ણય કરવા લાગ્યું. વળી રાજાને અંગ્રેજી આવડે નહિ, અને મુખ્ય મંત્રી વલ્પોલો જર્મન આવડે નહિ, એટલે બંને લેટિનમાં વાત કરતા; અને બંનેનું લેટિનનું શાન એવું અધુરૂં હતું, કે રાજા કેઈ વાર પૂરી રીતે વાકેફ થઈ શકતો નહિ. પરિણામે મંત્રીમંડળ કર્તાહર્તા થઈ પડયું. તેમાં પણ વૈધેલ કેટલીક વાર પિતે નિર્ણય કરી લેતા. આમ પરદેશી રાજના આકસ્મિક આગમનથી મુખ્ય મંત્રીનું પદ સ્થાપિત થયું.
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રજૂ જર્યોજે બીજેઃ ઇ. સ. ૧૭ર૭–૧૭૬૦ જોજે બીજે આ રાજા ૪૪ વર્ષની પુખ્ત વયે ગાદીએ બેઠો. પિતાની પેઠે તે પણ આચારવિચારમાં જર્મન હતો. તેને વરની તુલનામાં તેને મન બ્રિટનનો હિસાબ ન હતો. તે જક્કી, લેબી, તામસી, અને સાહિત્ય કુળાને દ્વેષી હતા. તેનામાં કાર્યનો ઉકેલ કરવાની શક્તિ હતી, છતાં તે દંભી હતું. તેને બીજાના કામમાં હાથ નાખી શ્રેષ્ઠતા બતાવવાનો શોખ હતો. તેને યુદ્ધકળાની આવડત હતી, તેથી તેને “રણવીર' તરીકે નામના મેળવવાની આકાંક્ષા રહેતી. તેની રીતભાત અણઘડ હતી, છતાં તેનું વર્તન સરળ અને નિષ્કપટી હતું. તે ભાંગ્યું તૂટયું અંગ્રેજી બેલી જાણત, અને અંગ્રેજ લેકાચારનું થોડું જ્ઞાન ધરાવતે. પિતા પ્રત્યે તેણે કદી પ્રીતિ દર્શાવી ન હતી, અને તેની રાજનીતિથી વિરુદ્ધ વર્તવાનો નિશ્ચય કરીને તે ગાદીએ આવ્યો હતો. સર્વ માનવા લાગ્યા કે હવે વૈલ્પલનો અસ્ત થશે. પરંતુ ચૅર્જ પર તેની રાણીનો પ્રભાવ પડતો. તે બુદ્ધિમતી અને ચતુર સ્ત્રીની સમજાવટથી રાજાએ વૉલ્પલને મંત્રીપદે રાખે.
- સર રેંબર્ટ વૈપોલઃ આ મહાન અર્થશાસ્ત્રી નોકના સામાન્ય જમીનદારને ઘેર જ હતું. તેને લખતાં વાંચતાં આવડતું ન હતું. વિદ્યાકળા કરતાં સ્વાદિષ્ટ ભોજન, શરાબ અને શિકારનો તે શોખીન હતા. તેની રીતભાત અણઘડ હતી, અને તેની ભાષામાં કંઈ સંસ્કાર ન હતા છતાં તેનામાં ઉદ્યમપરાયણતા, એકાગ્રતા, વૈર્ય, ચાતુરી, વ્યવહારકુશળ બુદ્ધિ અને અસાધારણ મનુષ્ય પરીક્ષાના ગુણે હતા. પિતાના મરણ પછી તે હિગ પક્ષના અનુયાયી તરીકે પાર્લમેન્ટમાં ગયો, અને ત્યાં સાવધાન, ઉત્સાહી, વાકચતુર, અને મહત્ત્વાકાંક્ષી યુવક તરીકે પ્રસિદ્ધ થયે. એનના સમયમાં તેને વિશ્વાસઘાતના આરોપસર કેદમાં નાખવામાં આવ્યો હતો. પરંતુ તેણે આપબળે મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરી. દક્ષિણ મહાસાગરના પરપોટાના આપત્તિ
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૪૫
કાળમાં દેશદ્ધારક તરીકે તે આગળ આવ્યો. અમીરોના કાયદાનો વિરોધ કરીને પ્રકાશમાં આવેલા વૅલ્પલના હાથમાં ર્જ્યોર્જ ૧લાએ રાજ્યતંત્ર સોપ્યું હતું.
મંત્રી તરીકે વૅલ્પલની નીતિ શાંતિ સ્થાપી સમૃદ્ધિ વધારવાની હતી. તે કહે કે “દેશમાં કઈ ભયંકર સાગ તે વિગ્રહ છે; કારણ કે વિગ્રહ ચાલે ત્યાં સુધી નુકસાન સહન કરવું પડે છે, અને પૂર્ણ થાય ત્યારે મોટે લાભ મળી જ નથી.” યુરોપનાં બીજાં રાણે વિગ્રહ માંડીને સમય, સાધન અને શક્તિનો અપવ્યય કરી રહ્યાં હતાં, ત્યારે વૈલે દેશની શક્તિને સન્માર્ગે વાળી લેવાનો પ્રયત્ન કર્યો. તે માનતો હતો કે રાજ્યક્રાન્તિ પછી દેશમાં વિરોધ ઊઠે એવા સુધારા કરવાની જરૂર નથી. દેશમાં સ્થિરતા આણી સમૃદ્ધિ વધારવાનું કાર્ય આ સમયે અત્યંત ઉપયોગી હતું. પોતાની વાણીની અદ્દભુત છટાથી તે સર્વ પક્ષને વશ રાખી શકતો, અને વિરોધ થાય ત્યારે વાદગ્રસ્ત પ્રશ્નને કેટલી હદ સુધી ખેંચી જ અને કયાં નમી પડવું એ તેને આવડતું હતું. ઈ. સ. ૧૭૨૩માં તેણે વુડને આયર્લેન્ડ માટે તાંબાના અર્ધા પિન્સના સિક્કા પાડવાનો પરવાનો આપે, પણ તેથી આયલેન્ડની પાલમેન્ટનું સ્વમાન જખમાયું. તેમણે વાંધો ઉઠાવ્યો કે આ પરવાનો અમેજ આપી શકીએ. એથી દેશભરમાં રોષ પ્રકટ, અને સ્વિફટ નામના લેખકે કેટલાક પત્રો પ્રકટ કરી એ રેષને પ્રજવલિત કર્યો. ચતુર વૈોલે સાવધાનીથી એ પરવાનો ખેચી લઈ આયર્લેન્ડને છંછેડવાની બાબત મૂકી દીધી. તેણે પિતાને પક્ષ મજબુત કરવા કસોટીના કાયદાનો ભંગ કરી
૧. તેની કુનેહનું બીજું ઉદાહરણ આ પ્રમાણે છે. ઇ. સ. ૧૭૩૬માં વિલ્સનને દાણચેરી માટે ફાંસીએ ચડાવવાનો હુકમ થયો. પરંતુ લોકોને વિલ્સનના શૌર્ય માટે આદર હતો, એટલે તેમણે જલ્લાદ અને સૈનિકો ઉપર પથરો ફેંક્યા. એથી લક્ષ્મી અમલદાર પિચ્યુંઅસે ગોળીબારનો હુકમ આપ્યો. તેના પર કામ ચલાવી તેને દેહાંતદંડની સજા ફરમાવી, પણ લંડનથી હુકમ આવ્યો કે સજા છેડે વખત મુલતવી રાખવી. લોકોમાં વાત ચાલી કે તેને છોડી દેશે, એટલે તેઓ વિફર્યા. તુરંગના દરવાજા તેડી લોકે ગુનેગારને ખેંચી લાવ્યા, અને તેને ફાંસીએ લટકાવી દીધો. એથી સરકારે એડિનખરની સનદ ખેંચી લેવાનો અને તેનો કિલ્લો તોડી નાખવાનો નિર્ણય કર્યો. પરંતુ લોકે જુસ્સાભેર સામા થઈ ગયા, અને આખરે વૅલ્પલને પ્રજાની રૂખ જોઈને નમતું આપવું પડયુંઃ માત્ર પિસ્યુઅસની વિધવાને પાર્લમેન્ટ પાસેથી ડાં નાણુ અપાવવામાં આવ્યાં.
Page #259
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક પ્રજાજનોની સહાનુભૂતિ વાને બદલે દર વર્ષે તેમને મારી આપવાનો કાયદો પસાર કરવા માંડયો. પરંતુ તેની આર્થિક નીતિ વધારે યશસ્વી છે. ઈ. સ. ૧૭૩૦માં તેણે સંસ્થાનોને યુરોપનાં રાજ્ય જોડે વેપાર કરવાની રજા આપી, અને મિસર તથા ઈટલીનો વેપાર તેડી પાડી સંસ્થાનીઓને ખૂબ લાભ આપ્યો. તેણે અનેક વસ્તુઓ ઉપરની જકાત રદ કરી. જો કે તેની વેચાણવેરાની યેજના વિરોધીઓએ રદ કરી, તે પણ પાછળથી તે અમલમાં આવી, એ તેની અગમચેતીની સાક્ષી પૂરે છે. વૅલ્પલની દીર્ધદશ આર્થિક નીતિને પરિણામે દેશનો અને સંસ્થાનોનો વ્યાપાર વધવાથી સમૃદ્ધિ વધી. હવે મેન્ચેસ્ટર અને બર્મિંગહેમની વરતી વધી, લિવરપૂલનું બંદર આબાદ થયું, અને પ્રજાણ ઓછું થયું.
વૅ લ આ સમર્થ અને પ્રભાવશાળી હતો, છતાં દેષરહિત ન હતો. તેનામાં ગમે તેટલી દેશભક્તિ હોવા છતાં સત્તાની ભૂખ હતી. એથી તેણે કુટિલ નીતિનો ઉપયોગ કરી પાર્લમેન્ટમાં ઉપરીપદ ટકાવી રાખ્યું. તે સાન અકરામ, લાંચરૂશ્વત, ખિતાબ, સનંદ, પરવાના અને રોકડ નાણું, એ સર્વની સભ્યોમાં લહાણી કરી પાર્લમેન્ટમાં પોતાની બહુમતી જાળવી રાખતો. તે બેધડક કહેતો કે દરેક માણસનું કંઈ ને કંઈ વશીકરણ હોય છે. તે સમયમાં પાર્લમેન્ટના હેવાલ પ્રસિદ્ધ થતા નહિ, તેથી સભ્યોએ કયી તરફ મત આપે તે ગુપ્ત રહેતું; એટલે એ યુગમાં સભ્યો મત વેચવામાં આનાકાની કરતા નહિ. વૅલ તેજષી હતા, અને પિતાના સમવડીઆને સાંખી શકતે નહિ. તેને સર્વના ઉપરી થઈને રહેવું હતું, એટલે પ્રભાવશાળી મનુબને તે મંત્રીમંડળમાં રાખતે નહિ. તેણે નિર્જીવ કારણસર રાજાના કૃપાપાત્ર કાર્ટરેટ અને ટાઉનશેન્ડ જેવા સમર્થ પુરુષોનો સાથ છેડી દીધું. તેની આ આત્મઘાતી નીતિથી બુદ્ધિમાન હિગ અગ્રેસરો વિરોધી પક્ષમાં ભળ્યા. તેમણે દરેક કાર્યમાં વૅલને વિરોધ કરવા માંડે. ઉપચંતા વિલિયમ પિદે જુદી પક્ષ (Patriots) સ્થાપી વૈોલની નીતિ સામે બાથ ભરી, પણ વૈોલ કશાને ગણકારતે નહિ.
વેચાણવેરાની યોજના: ઈ. સ. ૧૭૩૩માં વૈોલે એવી યોજના રજુ કરી, કે તમાકુ અને દારૂ ઉપર આયાત વખત જકાત ન લેતાં વેચાણ
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૭
વખતે વેપારીઓ પાસેથી વેરો વસુલ કરે. દેશમાં ચાલતી દાણચેરીથી સરકારી આવકને ધક્કો લાગતું હતું. જે એ યોજના મંજુર થઈ હેત, તે વસ્તુઓ સોધે દરે મળી શકત, દેશના વેપારમાં વૃદ્ધિ થાત, ગરીબ ખેડુત ઉપર જમીનવેરે ઓછો થાત, લંડનનું બંદર યુરોપનું બજાર બનત, અને રાજ્યની આવક પણ વધત; પણ એ ભેજના પ્રમાણે સરકારી અમલદારો વેપારીની દુકાનમાં પડેલા માલની તપાસ કરી શકે એમ હતું. એ સાંભળી વેપારીઓ ભડક્યા, અને વિરોધીઓએ રજનું ગજ કરી મૂક્યું. હવે વૈધેલને અધિકારભ્રષ્ટ કરવાને સરસ અવસર આવ્યા. દેશનું સ્વાતંત્ર્ય હરાઈ જવા બેઠું છે, અને હવે અમલદારે અંગ્રેજોના ઘરમાં આવશે. એવા પિકારો ઊઠયા. પરંતુ વિચક્ષણ મંત્રીએ વિરોધનું પ્રમાણ કાઢીને કેજના પડતી મૂકી, અને પિતાનું પદ સાચવી રાખ્યું.
વૈોલની દેશાંતર નીતિઃ વૅલ્પલના વિરોધીઓ તેની દેશાંતર નીતિ ઉપર વારંવાર આક્ષેપ કરતા. વૅલ્પલ યુરોપના વિગ્રહોથી દૂર રહેવાની ઈચ્છા રાખત. પૅર્જ ૧લાના અમલમાં તેણે ફ્રાન્સની સહાયથી યુરોપની શાંતિ જાળવી હતી, પણ હવે સંગ બદલાઈ ગયા. લુઈ ૧૫માને ઘેર પુત્ર જ, એટલે સ્પેનના ફિલિપને ફ્રાન્સનું રાજ્ય મળવાને સંભવ જ રહ્યો. હવે બંને રાજ્ય વચ્ચેના દ્વેષને અંત આવ્યો. તેમણે એક ખાનગી તહનામું કર્યું, કે સ્પેને અંગ્રેજો પાસેથી અમેરિકાને વેપાર લઈને ફ્રાન્સને સેપ, અને બદલામાં ફ્રાન્સ જીબ્રાલ્ટર પાછું મેળવવામાં સ્પેનને મદદ કરવી. આ કરારને “કૌટુંબિક કરાર' (Family Compact) કહેવામાં આવે છે. હવે ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સંસ્થાને અને વેપાર માટે કલહ ચાલે. - સ્પેનના અધિકારીઓ દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના પ્રત્યેક બંદરે અંગ્રેજ વેપારને હરકત કરવા લાગ્યા, અને અંગ્રેજોને રંજાડવા લાગ્યા. પરંતુ બ્રિટિશ વેપારીઓ પ્રમાણિક ન હતા. ચૂકટની સંધિ પ્રમાણે પ્રતિવર્ષ અંગ્રેજોને દક્ષિણ મહાસાગરમાં એક વહાણ લઈ જવાની છૂટ હતી; પણ આવા વહાણની પાછળ નાનાં વહાણે છૂપી રીતે જતાં, એટલે મેટું વહાણ દિવસે ખાલી થાય અને રાત્રે ભરાતું જાય. અંગ્રેજો દાણચોરી કરીને પણ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૮
દક્ષિણ અમેરિકાનાં બંદરામાં માલ ઉતારી દેતા. સ્પેન અને ઈંગ્લેન્ડને સંબંધ ખરાબ હતા, તેમાં આવા બનાવાથી સ્પેનિશ અધિકારી અંગ્રેજી વહાણની તપાસ ચલાવવા લાગ્યા. એથી અંગ્રેજ ખલાસીઓને ખાટું લાગવા માંડયું. કૌટુંબિક કરાર પછી આ અધિકારીએએ કેર વર્તાવ્યા. તેમણે જેન્કિન્સ નામના નાખુદાને કાન કાપી નાખ્યા, પણ જેન્કિન્સ કાપેલા કાન લઈ ઈંગ્લેન્ડ આવ્યો. તેણે સ્પેનિઆર્ટના જીલમેાની સાચીખોટી વાતે ચલાવી. આ અપમાનથી પ્રજા ક્રાધે ભરાઈ, અને વાલ્પાલના વિરાધીએએ સ્પેન જોડે યુદ્ધ કરવાની માગણી કરી. વા`ાલે વિષ્ટિ ચલાવીને સમાધાનની આશાએ યુદ્ધનો વિરોધ કર્યાં, પણ વિરેાધીઓ સામે તે નિરુપાય બની ગયા, અને તેણે ઇચ્છા વિરુદ્ધ સ્પેન સામે યુદ્ધ જાહેર કર્યું, ઇ. સ. ૧૭૩૯. લાકા હર્ષનાદ અને ઘંટાનાદ કરવા લાગ્યા, ત્યારે હતાશ વાલ્પાલ રાષમાં ખેલ્યા કે હમણાં તેએ ઘંટ વગાડે છે, પણ પછી તેએ હાથ ઘસશે.”
"(
આ યુદ્ધે વાપેાલની સત્તાનો અંત આણ્યા. વિગ્રહ નવ વર્ષ ચાલ્યા, પણ તે નિરર્થક અને અન્યાયી હતા. અંગ્રેજોએ પાર્ટ એલે જીત્યું, પણ કાચેંજીના જીતાયું નહિ; માત્ર નૌકાસેનાપતિ એન્સન ચાર વર્ષની પૃથ્વીપ્રદક્ષિણામાં સ્પેનનાં કેટલાંક વહાણો અને નગરે લૂંટી ધનના ઢગલા લાવ્યો. વાપેાલ યુદ્ધનીતિમાં પ્રવીણ ન હતા. યુદ્ધમાં થતું ખર્ચ તેને આકરૂં પડતું, અને તે યુદ્ધ ચલાવવા તરફ બેદરકાર રહેતા. તેના વિરધીએ વા`ાલને પરાજયનું મૂળ ગણતા. ઇ. સ. ૧૭૪૦માં આસ્ટ્રિની ગાદી માટે યુરોપમાં વિગ્રહ જાગ્યા, એટલે આ યુદ્ધ વીસારે પડયું. વાલ્પાલ તેમાં પડવા માગતા ન હતા, એટલે તેના વિરેધીએની સંખ્યા વધી ગઈ. યુવરાજ ફ્રેડરિક વાઢપાલની વિરુદ્ધ પેાતાની લગવગ વાપરતા હતા. તેની સહાયક અને હિતષિણી રાણી પરલેાક સિધાવી હતી. જો કે ખેલિંગધ્રોક રાજાના આગ્રહથી ફ્રાન્સથી પાછે। આવી પાર્લમેન્ટમાં દાખલ થયેા નહેાતા, છતાં વાપેાલના વિરાધીઓ ઉપર પ્રબળ પ્રભાવ પાડતા હતા. યૂટ્રેકટની સંધિ પાળીને સત્તાતુલા જાળવવાથી પણ પ્રજા કંટાળી હતી. હવે સંસ્થાનોના વિકાસ માટે જીસ્સાદાર, સાહસિક, અને તેજસ્વી નીતિ જોઈતી હતી. વા\ાલના દિવસેા ભરાઈ ગયા. હવે તે રાજ્યની લગામ રાખી શકે તેમ ન હતું. ઈ. સ. ૧૭૪૨માં તેણે
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૯ રાજીનામું આપ્યું. સત્તાના લેભે મંત્રીપદને વળગી રહેવાની આદત તેના ઉપર કલંક સમાન ગણાય છે. - કાઈરેટ અને પેહામ ભાઈએ એ જમાનામાં મુખ્ય મંત્રી જોડે મંત્રીમંડળે રાજીનામું આપવાની અર્વાચીન પ્રથા ચાલતી ન હતી. વૈભેલ ગયો, પણ તેના સાથીઓ રહ્યા. લોર્ડ કાર્ટરેટ નામે ચતુર અને વિદ્વાન અમીરને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યો. જર્મન ભાષાના જ્ઞાનથી તે રાજાની પ્રીતિનું પાત્ર બન્યા. તેના અમલમાં ચાલેલા ઑસ્ટ્રિઅન વિગ્રહમાં ખાસ જાણવા જેવું બન્યું ન હતું. બે વર્ષમાં પલ્હામ ભાઈઓએ તેનું સ્થાન લઈ લીધું. આ સાધારણ બુદ્ધિના બંને ભાઈઓએ વૈોલની નીતિને અનુસરીને કામ લેવા માંડયું, પણ તેના જેવી ભૂલે ન થાય તેવી સાવધાની રાખી. નાનો ભાઈ હેનરી મુખ્ય મંત્રી હતા. તેણે પાર્લમેન્ટમાં જે કોઈ સારું ભાષણ કરી જાણતા હોય, તેને મંત્રીમંડળમાં લેવા માંડે. મેટા ભાઈએ પિતાની બુદ્ધિને યોગ્ય કામ હાથમાં રાખ્યું. કેઈને લાંચ આપી, કોઈને અધિકાર આપી, અને કેઈની કંઈ કંઈ આકાંક્ષા અને આશા સંતોષી કે કડાં નાણું આપી પાર્લમેન્ટના અગ્રેસર સભાસદોને તેણે પ્રસન્ન રાખવા માંડ્યા. તેમના મંત્રીમંડળમાં હિંગ, ટેરી, અને જેકબાઈટ એમ પ્રત્યેક રાજદ્વારી વિચારના પુરુષો હતા. તેમના સમયમાં ઑસ્ટ્રિઆને ગાદીવારસાને વિગ્રહ અને જેકોબાઈટ બંડ એ બે મુખ્ય બનાવે છે.
ઔસ્ટિન ઉત્તરાધિકારને વિગ્રહઃ ઈ. સ. ૧૭૪૦–૧૭૪૮. ઍક્ટ્રિઆના અપુત્ર શહેનશાહ ચાર્જ છઠ્ઠાને મેરિયા રિસા નામે પુત્રી હતી. પિતાના મૃત્યુ પછી પિતાની પુત્રીને ગાદી મળે એ માટે તેણે એક મૃત્યુપત્ર (The Pragmatic Sanction) તૈયાર કરી યુરોપના મુખ્ય રાજાઓની
૧. શત્રુઓએ તેના પર કામ ચલાવવાની પેરવી કરી, પણ તેઓ ફાવ્યા નહિ. તેને ઓકસફર્ડનો અમીર બનાવી ૪,૦૦૦ પૌડનું વર્ષાસન બાંધી આપી રાજવે તેના કાર્યની કદર કરી. અમલ ઉતર્યા પછી પદવી માન્યાનો આ પહેલો દાખલો છે. અસલ લોકદષ્ટિમાં અવગણના પામેલા મંત્રીનું માથું ઉડાવી દેવામાં આવતું, અથવા ભારે સન કરવામાં આવતી. હવે એવા માણસને અમીર બનાવી આમની સભામાંથી વિવેકભરી વિદાય દેવાની યુક્તિ પાર્લમેન્ટને હાથ લાગી.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૦
તેમાં સંમતિ લીધી. ઇ. સ. ૧૭૪૦માં તે મરણ પામ્યા, એટલે મેરિન ગાદીએ આવી. પરંતુ હવે યુરાપના રાજ્યલાભી રાજાએની દાઢ સળકી. તેમણે આપેલા વચનને ભંગ કર્યો. બેવેરિઆના રાણાએ દાવા કર્યાં કૈં યુરોપમાં ચાલતા એક કાયદા (The Salic Law ) પ્રમાણે ગાદીએ સ્ત્રી આવી શ્રૂકે નહિ, તેથી આસ્ટ્રિની ગાદી ઉપર મારા હક થાય છે. ફ્રાન્સ અને સ્પેને તેનો પક્ષ લીધા. પુશિના રાણા મહાન ફ્રેડરિકે તે। આસ્ટ્રિમના મહારાજ્યમાંથી સાઈલીશિયા પ્રાંત લઈ લીધે.
આ સમયે ઈંગ્લેન્ડમાં યુદ્ધવિરાધી વાલ્પાલ મંત્રીપદે હતા. તેની ઇચ્છા આ વિગ્રહથી દૂર રહેવાની હતી, એટલે તેણે કાઇ ને પણ પક્ષ લીધા વિના મેરિયા અને ફ્રેડરિક વચ્ચે સમાધાન આણી આપવાનો સંકલ્પ કર્યાં. પરંતુ તેની નીતિ દેશમાં અપ્રિય થઈ પડી હતી, એટલે તે ગયા અને ત્યાર પછી કાર્ટરેટ મંત્રીપદે આવ્યા. હેનોવરના સંરક્ષણને અર્થે આ વિગ્રહમાં ઈંગ્લેન્ડે ભાગ લેવા એવી રાજાની ઇચ્છા હવે ફળીભૂત થઈ. ફ્રેડરિકની સત્તા વિસ્તાર પામતી હતી; તે ધીમે ધીમે રાજ્યવૃદ્ધિ કરતા હતા, એટલે જતે દિવસે તે હેનેાવર ઉપર તરાપ મારે એવા રાજાને ભય હતા. આ ઉપરાંત ઈંગ્લેન્ડનાં સંસ્થાના અને વેપારના વિકાસને પ્રાણદ્ઘાતક ફટકા મારવાની સ્પેને કરેલી ચેાજનાને તેને ભય લાગ્યા. ઇંગ્લેન્ડે મેરિયાના રાજ્યારાહમાં અનુમતિ આપી હતી, એટલે યેાગાને વિચાર કરી તેણે મેરિયાના પક્ષ લીધા. આ પ્રમાણે કાઈ રાજ્ય બળવાન થઈ પડશે, એવા ભયથી આ નવ વર્ષને વિગ્રહ સત્તાતુલા જાળવવાના પ્રયત્નરૂપ થઈ પડયે।.
ઈંગ્લેન્ડે આરંભમાં મેરિયાને ધનની સહાય આપવા માંડી, અને ઈંગ્લેન્ડ અને હેનોવરનાં સંયુક્ત સૈન્ય યુરોપમાં ઉપડયાં. યુદ્ઘરસીએ જાર્જ રણે ચડયા, અને તેની સરદારી નીચે ડેટિંજનના યુદ્ધમાં ફ્રેન્ચ હાર્યાં, ૪. સ. ૧૭૪૩. પરંતુ ઇ. સ. ૧૯૪૫માં ફ્રેન્ચ સૈન્યે ફલાન્ડર્સમાં ફેન્ટેનોય પાસે અંગ્રેજ સૈન્યને હરાવી ખાધેલી હારનું વેર લીધું. વિગ્રહ ઇ. સ. ૧૭૪૮ સુધી ચાલ્યા. ફ્રેન્ચાની સહાયથી ઈંગ્લેન્ડમાં ઇ. સ. ૧૭૪૫માં થએલા જેકાબાઈટ ખંડનો લાભ લઈ ને ફ્રેન્ચ સૈન્યે યુરે।પમાં વિજયપરંપરા મેળવવા માંડી, એટલે ઇ. સ. ૧૭૪૮માં એલા-શાપેલની સંધિ થઈ. મેરિયાનો
Page #264
--------------------------------------------------------------------------
________________
આિતી ગાદી પર હક સ્વીકારવામાં આવ્યો, સાઈલીશિયા ફેડરિકને આપવામાં આવ્યું, અને બધાં રાજ્યએ ઈગ્લેન્ડની ગાદી ઉપર હેવોવર વંશનો અધિકાર સ્વીકાર્યો. ઈગ્લેન્ડ અને ફ્રાન્સે પરસ્પર જીતેલે મુલક પાછો, આપી દેવાનું ઠરાવ્યું.
૧૭૪૫નું બંડઃ આ બંડ ઍસ્ટ્રિઆને ગાદીવારસાના વિગ્રહનું આંતર નાટક છે. ઈ. સ. ૧૭૪૩માં ડેટિજન પાસે ફેન્ચ સૈન્ય હાર્યું, એટલે તેણે વેર લેવા જે કેબાઈ ટેનું બંડ જગાડવાને પ્રયત્ન કર્યો, અને તેમની સહાય માટે ઇ. સ. ૧૭૪૪માં ફ્રેન્ચ કાલે મોકલ્યા. પરંતુ સમુદ્રના તોફાનમાં તેને નાશ થયો. | દરમિઆન પચીસ વર્ષને નૌજુવાન, ધીર, વીર, વિકી, અને સાહસિક રાજકુમાર ચાર્લ્સ પિતાને ગાદી અપાવવાના આશાભર્યા હૈયે સાત માણસો સાથે સ્કોટલેન્ડમાં ઉતર્યો. થોડા સંકોચ પછી અનેક શૂરા હાઈલેન્ડરે આ સેહામણા કુંવરને જઈ મળ્યા. ફેન્ચ સહાય આવી નહિ, એટલે તેની આશા તજી આપબળે ઝૂઝવાને નિશ્ચય કરી આ મરણીઆ બંડખોરોએ દક્ષિણ તરફ કુચ કરવા માંડી. ચાર્લ્સને કઈ રોકનાર ન હતું. પર્થમાં તેણે પિતાના પિતાને રાજા જાહેર કર્યો, અને ત્યાંથી તે હિંમતભેર એડિનબરે જઈ પહોંચ્યો. પિતાની સુંદર મુખમુદ્રા, આકર્ષક રીતભાત અને ચતુરાઈથી તેણે લેકેનાં હૃદય જીતી લીધાં. અંગ્રેજ સેનાપતિ શત્રુની શોધમાં છેક ઉત્તરમાં જઈ પહોંચે. તેણે આ સમાચાર સાંભળી ડબાર આવી એડિનબરે પર ઓચિંતા છાપો મારવાની યોજના ઘડી, ત્યાં તે પ્રભાતના આછી પ્રકાશમાં ચાર્સના શ્રા સૈનિકોએ પ્રેસ્ટનપાન્સ પાસે અંગ્રેજ લશ્કરની ઓચિંતી ભેટ લીધી. થોડી વારમાં યુદ્ધ સમાપ્ત થયું. અંગ્રેજો હાર્યાતેમનું સૈન્ય અને સેનાપતિ જીવ બચાવવા રણક્ષેત્રમાંથી નાઠાં. આ જયનો લાભ લઈને એકદમ લંડન જવાને બદલે વિજયના ગર્વમાં ઉન્મત્ત બનેલા રાજકુમારે ઈલેન્ડ જીતવાની , ઉતાવળ ન હોય, તેમ એડિનબરમાં ભેગવિલાસ માણવા માંડ્યા. હવે દૈવ તેને અનુકૂળ ન હતું, એટલે તેની ભાગ્યદશા બદલાઈ. આખરે ૫,૦૦૦ માણસનું લશ્કર એકઠું કરીને એ ઈગ્લેન્ડ જવા ઉપડ્યો. તે લેન્કેસ્ટર અને..
Page #265
--------------------------------------------------------------------------
________________
પ્રિસ્ટન સુધી ગયે, તો પણ કોઈ તેને આવી મળ્યું નહિ. અસંખ્ય અંગ્રેજો
આ સૈન્યને રસ્તે જતું જેવા ટોળે મળ્યા, પણ કેઈ તેમાં ભળ્યા નહિ; કેમકે નવા અમલથી જે સુખ અને શાંતિ તેમણે અનુભવ્યાં હતાં, તેની ટુઅર્ટીના અમલમાં આશાએ ન હોય. ડબ પહોંચતા સુધી ફેન્ચ કે અંગ્રેજ કેઈની સહાય ન મળી; ઊલટું તેનું સૈન્ય ઘટવા લાગ્યું. તેના મિત્રોએ તેને પાછા ફરવાનું કહ્યું. સમય વિચારી ભારે હૈયે અને ધીમે પગલે તે સ્કોટલેન્ડ તરફ પાછો ફર્યો. રસ્તામાં ફર્ક પાસે સૈન્યની એક ટુકડીને તેણે હરાવી, એટલે નિરાશ હૃદયમાં આશાનો સંચાર થયો. તે ઇનવર્નેસ તરફ જવા રવાના થયે, તે દરમિઆન રાજાને બીજો પુત્ર ડયૂક ઑવ કબરલેન્ડ સૈન્ય સહિત ર્કોટલેન્ડ પહોંચી ગયે. બંને સે કલેડનસૂર પાસે સામસામાં થઈ ગયાં. કંબરલેન્ડ હાઈલેન્ડરોની યુદ્ધકળાનો મર્મ સમજી ગયો હતો, એટલે આ સમયે તેણે કરેલી વ્યુહરચના આગળ બંડખેરેનું કશું ચાલ્યું નહિ. એક કલાકના યુદ્ધમાં બંડખો થાક્યા, હાર્યા અને નાઠા. દૂર હૃદયના કબરલેન્ડ ઘાયલ થએલા હાઈલેન્ડરોની કતલ કરાવી નાખી. ચાર્લ્સને દેશમાં છુપાતાં અગણિત સંકટ સહેવાં પડ્યાં. આખરે અનેક અદ્દભુત સાહસ અને પરાક્રમો કરીને હાઈલેન્ડની એક અમીરજાદીની અપ્રતિમ રાજભક્તિ અને સાહસ વડે તે ફ્રાન્સ જઈ પહોંચે. ઈગ્લેન્ડને સિંહાસને બેસવાને ટુઅર્ટોને આ છેલ્લે પ્રયત્ન પણ નિષ્ફળ ગયો.
ચાર્લ્સ પ્રત્યે અદ્દભુત રાજનિષ્ઠા દાખવનારા હાઈલેન્ડર ઉપર સિતમ વર્ષાવવામાં આવ્યું. જે સરદારે મરતાં બચ્યા હતા, તેમની પાસેથી બધી સત્તા લઈ લેવામાં આવી. તેમની ટોળીના માણસોને હાઈલેન્ડનો પોશાક પહેરવાની મના કરવામાં આવી, તેમનાં શસ્ત્રો લઈ લેવામાં આવ્યાં, અને ફરીથી બળ ન થાય એ માટે ખૂબ સાવધાની રાખવામાં આવી.
* ૧. એ કમનસીબ રાજકુમારનાં છેલ્લાં વર્ષો દુઃખમાં ગયાં. એ-લા–શાપેલની સંધિથી તે નિરાધાર થઈ ગયો. સ્પેન કે કાન્સ કેઈએ તેને આશ્રય આપ્યો નહિ. આવી નિરાશામાં દારૂ તેને આરામ બન્યો. આવા તેજસ્વી અને બુદ્ધિમાન જીવનને દયાપાત્ર અંત નીશાબાજીમાં આવ્યો, ઈ. સ. ૧૭૮૮.
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રતાપી પિટ્ટ
પેલ્હામની આંતર નીતિઃ એ—લા-શાપેલની સંધિ થઈ, ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડના આંતર વહીવટમાં ઘણા સુધારા થયા. હેનરી પેશ્વામ વિદ્વાન અને ચતુર હતા. જેકાબાઈટ ખંડ શમી ગયા પછી તેણે પક્ષભાવ તથ દઈ ટારીને અધિકાર આપવા માંડ્યો, અને દેશહિતનાં ઉપયેગી કાર્યો કરવા માંડવ્યાં. તેણે ભિન્ન ભિન્ન પ્રશ્નઋણને એકત્ર કરી તેનું વ્યાજ ત્રણ ટકા કરી નાખ્યું. ઇ. સ. ૧૯પરમાં પંચાંગમાં સુધારા કરવામાં આવ્યે. ગણતરીની ભૂલભરેલી પતિથી દર ચારસા વર્ષે ત્રણ દિવસ વધી જતા હતા. ઇ. સ. ૧૫૮૨માં ગ્રેગરી નામના પાપે પંચાંગમાં સૂચવેલા સુધારા યુરેાપનાં સર્વ કૅથાલિક રાજ્યાએ સ્વીકાર્યાં હતા. પરંતુ અંગ્રેજોએ તે સમયે એ સુધારા સ્વીકાર્યાં નહેાતા; એટલે તેઓ ફ્રાન્સ અને જર્મનીથી ૧૧ દિવસ પાછળ પડ્યા હતા. આ સમયે ભૂલ ટાળવા માટે એવું ઠરાવ્યું, કે ઇ. સ. ૧૭૫૨ના સપ્ટેમ્બરની ૩૭ તારીખને ૧૪મી તારીખ ગણવી, અને માર્ચની ૨૫મીથી નવા વર્ષના આરંભ ગણવાને બદલે જાન્યુઆરની ૧લીથી ગણવા. પછી લગ્નના કાયદામાં સુધારા કરવામાં આવ્યો. આ પ્રમાણે દેશકલ્યાણનાં અનેક કાર્યો કરી પરદેશમાં સ્વદેશનું ગૌરવ વધારી લોકપ્રીતિ સંપાદન કરી હેનરી પેલ્હામ મરણ પામ્યા, (ઇ. સ. ૧૭૫૪) અને તેને ભાઈ ન્યૂકેસલ તેને સ્થાને આવ્યા. હવે મને શાંતિ મળનાર નથી, ” એવી રાજાની ભવિષ્ય વાણી ખરી પડી.
CC
ન્યૂકેસલનું મંત્રીમંડળઃ પાર્લમેન્ટને ઘણા અનુભવ હોવા છતાં ન્યૂકેસલમાં મુખ્ય મંત્રી થવાની શક્તિ ન હતી. તે શુભાશયી અને ભલા હતા, પણ તેનામાં રાજ્યદ્વારી કુનેહ જરાએ ન હતી. નિર્બળ મનના અને અનિશ્ચિત સ્વભાવના એ મહત્ત્વાકાંક્ષી મંત્રીને પેાતાના હાથમાં સત્તા રાખવાને ઘણા લાભ હતા, એટલે તેણે પિદ્મ જેવા પ્રતાપી પુરુષાને અધિકારપદેથી અળગા રાખ્યા. પરંતુ દેશમાં ચાલેલા ભયંકર વિગ્રહને ફતેહમંદીથી પાર ઉતારવાની તેનામાં શક્તિ રહી ન હતી.
Page #267
--------------------------------------------------------------------------
________________
૫૪
અંગ્રેજો અને ફ્રેન્ચા વચ્ચે સંબંધઃ સસવાર્ષિક વિગ્રહ સમજતા પહેલાં અંગ્રેજો અને ફ્રેન્ચા વચ્ચેના સંબંધ સ્પષ્ટ રીતે તપાસવાની જરૂર છે. અંગ્રેજ વેપારીઓની એક મંડળીએ હિંદુસ્તાનમાં મુંબઈ, મદ્રાસ, અને કલકત્તામાં ચાણાં નાખી વેપાર કરવા માંડયા હતા. ઉપરાંત ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિઆ કંપનિએ મલબાર કિનારે માહી, હુગલી નદીને કિનારે ચંદ્રનગર, અને પૂર્વ કિનારે પોંડીચેરીમાં પેાતાની કાઠીએ નાખી હતી. સ્વાભાવિક રીતે બંને વેપારી મંડળીએ વચ્ચે ઈર્ષા ચાલવા માંડી. તેમાં ધીમે ધીમે ફ્રેન્ચાની રાજ્યતૃષ્ણા સચેત થઈ, અને ભારતવર્ષના કમઅલ રાજાઓના પરસ્પર તેજદ્વેષને લાભ લેવાની દુપ્લેને પ્રેરણા થઈ. ઇ. સ. ૧૭૦૭માં ઔરંગઝેબના મરણુ પછી દક્ષિણનાં નાનાં રાજ્ગ્યાના નવાખે। સ્વતંત્ર થઈ ગયા, એટલે દુપ્લેની આડે આવનાર કાઈ પ્રબળ સત્તા ન હતી. તેણે મદ્રાસ જીતી લીધું, પણ એ-લા—શાપેલની સંધિથી અંગ્રેજોને તે પાછું મળ્યું. આ સંધિ એટલે માત્ર યુદ્ધવિરામ હતા. સંધિ થયા છતાં હિંદુ અને અમેરિકામાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેના સંબંધ બગડતા ગયા.
હિંદમાં અંગ્રેજોને મદ્રાસ પાછું મળ્યું, પણ દુપ્લેની પ્રતિષ્ઠા વધી, અને બધા રાજાએ તેની મૈત્રી સાધવા આતુર થયા. દરમિઆન કર્ણાટકની ગાદીને માટે એ દાવાદારો ઉભા થયા; એક મરનાર નવાબને પુત્ર, અને બીજો તેને જમાઈ. દુપ્લેએ નવાબના જમાઈને સહાય આપી, એટલે અંગ્રેજોએ નવાબના પુત્રને પક્ષ લીધો. એવામાં રાબર્ટ કલાઈ વે ૫૦૦ સિપાઈઓના નાના સૈન્ય સાથે આર્કાટ ઉપર છાપા મારી તે સર કરી લીધું, ઇ. સ. ૧૭૫૧. પરિણામે ત્રિચિનાપલ્લીને ઘેરી બેઠેલા ફ્રેન્ચ સૈન્યને ખસવું પડયું. જો કે દુપ્લેએ તનતાડ પ્રયત્ન કર્યા, છતાં આર્કીટ અંગ્રેજો પાસે રહ્યું. દરમિઆન દુપ્લેને ફ્રાન્સ ખેલાવી લેવામાં આવ્યા, એટલે હિંદમાં સામ્રાજ્ય સ્થાપવાના તેના મનેરથાને દયામણો અંત આવ્યેા.
ઉત્તર અમેરિકામાં અંગ્રેજોએ આટલાંટિક મહાસાગરના કિનારા ઉપર ૧૩ સંસ્થાને વસાવ્યાં હતાં, અને ફ્રેન્ચે કેનેડામાં વસતા હતા. ત્યારપછી ફ્રેન્ચ પ્રવાસીઓએ મિસિસિપી નદીની શોધ કરી, એટલે તેના મુખ પાસે લુઈ ૧૪માના સ્મરણ અર્થે ‘ લુઈઝાના ’ સંસ્થાન સ્થાપવામાં આવ્યું. અંગ્રેજોને
Page #268
--------------------------------------------------------------------------
________________
મ
ટ્રેક્સની સંધિથી ફ્રાન્સ પાસેથી સવાÛાશિ મળ્યું, અને ઇ. સ. ૧૭૩૩માં સ્પેન પાસેથી થેાડા મુલક જીતીને તેમણે ાર્જિં વસાવ્યું. આ સંસ્થાના મુકિનારા પર હતાં, અને તેમની હ્રદ ચાક્કસ ન હતી. અંદરના પ્રદેશ ઉપરના હક સાખીત કરવા માટે કેનેડા અને લુઈઝાના જોડાઈ જાય, એ હેતુથી મિસિસિપીના કાંઠા ઉપર ફ્રેન્ચાએ કિલ્લેબંધી કરવા માંડી. એથી અંગ્રેજો એલિધાની પર્વત અને આટલાંટિક મહાસાગર વચ્ચે પુરાઈ જાય, અને પશ્ચિમના બધા પ્રદેશ અને તેને વેપાર ફ્રેન્ચાના હાથમાં જઈ પડે એમ હતું. હવે અંગ્રેજોએ કેનેડાના સુબાને દષ્ટિનાં કહેણ માકલ્યાં, પણ સધળું વ્યર્થ. ઇ. સ. ૧૭૭૫માં સેનાપતિ બ્રેડોકને ડુકેન નામને ફ્રેન્ચ કિલ્લા સર કરવા મેકલવામાં આવ્યા, પણ તેને અને તેના સૈન્યને સંહાર થઈ ગયા. ઉપરાંત અંગ્રેજોએ એકાદ બે ફ્રેન્ચ જહાજોને કબજે લીધાં, એટલે સંસ્થાનાના વેપાર નિમિત્તે બંને પ્રજા વચ્ચે દ્વેષમાં વધારા થયા. હવે કયારે યુદ્ધ ફાટી નીકળશે તે કહી શકાય એમ ન હતું.
સવાર્ષિક વિગ્રહઃ યુરોપની એ મહાપ્રજા વચ્ચે પૃથ્વી પર જ્યાં હોય ત્યાં ઈર્ષા જામી, અને યુરોપમાં આસ્ટ્રિમ અને પ્રુશિ વચ્ચે જંગ જામવાનાં ચિહ્નો દેખાયાં. એ—લા—શાપેલની સંધિથી મેરિયા થેરિસા સ્ટ્િની મહારાણી થઈ, પણ પોતાનો સાઈલીશિયા પ્રાંત પ્રુશિઆનો ફ્રેડરિક રાખે, એ તેના જેવી જાજરમાન રાણીથી કેમ સહ્યું જાય? ફ્રાન્સ, રશિઆ, અને સેકસની તેને સહાય આપવા તૈયાર હતાં; કેમકે તેમનાથી ફેડરિકનો ઉદય અને પ્રતાપ ખમાતા ન હતા. છેલ્લા વિગ્રહમાં ઈંગ્લેન્ડે મેરિયાને સહાય કરી હતી, પણ આ વિગ્રહમાં તેમ થઈ શકે તેમ ન હતું. ફ્રાન્સ સાથે વહેલા મેાડા વિગ્રહ થવાના છે, તેા પછી યુરેાપના આ મામલાનો લાભ લઈ તેમાં ફ્રાન્સ જોડે યુદ્ધ કરી લેવું એ નિર્ણય ઈંગ્લેન્ડ કર્યાં. ખીજી બાજુએ ફ્રાન્સે આસ્ટ્રિમને સહાય આપી, એટલે ઈંગ્લેન્ડે ફ્રેડરિકના પક્ષ લીધે. છેવટે વિગ્રહ જાહેર થયા, અને અમેરિકા, હિંદ અને યુરોપમાં એકી સાથે ચાલવા લાગ્યા..
આ ભયંકર આપત્તિના આરંભમાં અંગ્રેજ મંત્રીઓમાં ઉત્સાહ કે શક્તિ કંઈ ન હતું. સર્વત્ર ઈંગ્લેન્ડના પરાજય થવા લાગ્યા. ઇ. સ. ૧૯૫૬માં ફ્રેન્ચ
Page #269
--------------------------------------------------------------------------
________________
૫૬
કાફલાએ માઇ નાર્કોંને ધેરા નાખ્યા, એટલે નૌસેનાની બિંગને ત્યાં માલવામાં આવ્યા; પણ તે તેા ફ્રેન્ચોનું બળ વિચારી કશું કર્યા વિના જીબ્રાલ્ટર જતા રહ્યો, અને માઇ નાર્કો ફ્રેન્ચોને શરણ થયું. અમેરિકામાં અંગ્રેજો લુઈબર્ગને કિલે જીતવા ગયા તેમાંએ ફાવ્યા નહિ, અને ઇ. સ. ૧૭૫૭માં
સપ્ત વાર્ષિક વિગ્રહઃ યુરોપ.
એક્સ
બે
કાં સ
૩ કર
”અમ
+
~D
આ
બ્રેમેન
બ
૨.
યૂક આવ્ કંબરલેન્ડને ફ્રેન્ચ સૈન્યે જર્મનીમાં હરાવ્યા. એથી કલેાસ્ટરઝેવન પાસે સંધિ કરાવીને તેનું સૈન્ય વીખેરી નાખવાની અને હેનેાવર છેાડી જવાની તેને ફરજ પાડી. અંગ્રેજોની અપકીર્તિની પરાકાષ્ટા આવી. દેશના એક શાંત અને વિચારશીલ માણસે કહ્યું, ‘આપણે હવે પ્રજા તરીકે કંઈજ કામના રહ્યા નથી. ” શક્તિહીણુ પ્રધાના વિરુદ્ધ પ્રજા પાકાર પાડી ઊઠી. એથી ન્યૂકેસલને રાજીનામું આપવું પડયું, અને ડચૂક આવ્ ડેવનશાયર પ્રધાન યેા. પરંતુ તેનામાં તંત્ર ચલાવવાની શક્તિજ ન હતી. રાજાએ ફરી પાછે ન્યૂકેસલને મંત્રી બનાવ્યા. ન્યૂકેસલે પ્રસંગનું માહાત્મ્ય વિચારી તે સમયના મહાસમર્થ, પ્રૌઢ, અને પ્રતાપી પટ્ટને પેાતાની જોડે સામેલ કર્યાં. અદમ્ય
Page #270
--------------------------------------------------------------------------
________________
ઉત્સાહથી ભરેલા આ જુવાન રાજદ્વારીએ અડગ આત્મશ્રદ્ધાથી કહ્યું, કે હું એકજ દેશને આ સંકટમાંથી તારી શકીશ; બીજા કેઈનું કામ નથી.'
પ્રખર બુદ્ધિશાળી અને પ્રવીણ રાજદ્વારી પિષ્ટ અધિકાસ્પદ આવતાં યુદ્ધને રંગ ફરી ગયે. માણસે ઉપર અસર કરવાની તેની શક્તિ અભુત હતી. તેના ઘડીભરના પરિચયમાં આવનાર તેના ઉત્સાહની જાદુઈ અસરથી બદલાઈને ફરી જ. તે માનો કે ઈલેન્ડે સંસ્થાનોમાં યુદ્ધ કરવાની જરૂર છે; યુરોપમાં યુદ્ધ કરવાની માત્ર એટલી જરૂર છે કે કેન્ચ સૈન્ય અહીં રોકાઈ રહે, અને સંસ્થાને પૂરી સહાય આપી શકે નહિ, એટલે ઈગ્લેન્ડનું કાર્ય સરળ થાય. તેણે કોલેસ્ટરઝેવનનું તહનામું કબુલ કર્યું નહિ, અને “જર્મનીના રણક્ષેત્ર પર અમેરિકા જીતવાના હેતુથી ફેડરિકને નાણાંની મદદ આપી. તેના ધુરંધર સેનાપતિ ફર્ડિનાન્ડને હસ્તક અંગ્રેજી લશ્કર સોંપ્યું.
ફેડરિક ચતુર સેનાપતિ હતો. તેને નાણાંની સહાય મળી, એટલે તેણે જયના ડંકા વગાડવા માંડયા. તેણે ફ્રેન્ચ અને ઍક્ટ્રિઆનાં સંયુક્ત સૈન્યોને હરાવ્યાં, અને સેનાપતિ ફર્ડિનાન્ડે મિડનના યુદ્ધમાં ફેન્ચ સૈન્યને પૂરી શિકસ્ત આપી, ઈ. સ. ૧૭૫૯. તે જ વર્ષમાં ભૂમધ્ય સમુદ્રમાં ફરતા ફેન્ચ કાફલાને લેગસની ભૂશિર પાસે, અને આટલાંટિક મહાસાગરમાં ફરતા ફ્રેન્ચ કાફલાને કિવનના અખાતમાં અંગ્રેજોએ નાશ કર્યો. આમ ફ્રાન્સની નૌકાશક્તિને અંત આવ્યું, અને વિગ્રહ દરમિઆન ફેન્ચ કાફલે અંગ્રેજો સાથે ફરીથી યુદ્ધ કરવા આવ્યો નહિ. પિટ્ટના જીવનને આ કીર્તિવંત સમય હતા. તેની દીર્ધદષ્ટિને પ્રતાપે સર્વત્ર જય મળ્યો. તેના જુવાન સેનાપતિઓ દૂર દેશમાં પિતાને હાથ બતાવી રહ્યા હતા. આવી રીતે ઉપરાઉપરી મળતા વિજયથી એક વિચારકે લખ્યું, કે “ભૂલી ન જવાય એ માટે આપણે નિત્ય પૂછવું પડે છે, કે આજ કયે વિજય મળ્યો ?”
અમેરિકામાં પણ અંગ્રેજોની વિજ્યહાક વાગી રહી. પિટે ચૂસલે ૧. નિર્બળ ન્યૂકેસલે પિતાની જાત બચાવવા માટે બિગ ઉપર પ્રમાદને આપ મૂકી તેને બંદુકથી ઠાર કરવાની શિક્ષા કરી. પિદે તેનો બચાવ કર્યો, પણ મારા રોષ આગળ તેનું કાંઈ વળ્યું નહિ. એક મર્મજ્ઞ દેવે કહ્યું કે “થેન્ડમાં બીજાને થર ચડાવવા માટે નૌસેનાનીને કાર કરવામાં આવે છે.”
૧૭
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૮ નિમેલા શક્તિહીશું અને મોજીલા અમીરજાદાઓને અધિકાર પરથી ખસેડ્યા, અને તેમને સ્થાને પ્રવીણ અને શૂરા સુભટ્ટોને ગોઠવી દીધા. પિટ્ટની નજરે ચઢેલે જેમ્સ વુફ અજેડ દ્ધો હતો. તેને અંગ્રેજ સૈન્ય સેપી અમેરિકા મોકલવામાં આવ્યો. એ પાતળા, સુક્કા ચહેરાના, અને તેજસ્વી આંખેવાળા
હડસ ન નો
આ ખાન
વેબેક/
-
ફુનડાય,
બ્રિટનની ભૂ
gઈબ માનીત'AUH{
Unle
નોવાકૉમિ
મહિનામાં આટલાં રિક
મહાન ફિલાડેલ્ફીયા
મત સાગ૨
ગઈ કા ના
દક્ષિીની
એમિનો
ફલોરિડા
! આ ખાત
ઉ અમેરિકા.
સરદારે કેનેડાની રાજધાની કવબેક પર ચડાઈ કરી. ફ્રેન્ચ સેનાપતિ મોન્ટકામ પણ ગાંજો જાય તે ન હતો. તેણે શહેરની આસપાસ મજબુત કિલ્લેબંધી કરી હતી, એટલે થે સમય ગુલફ ફાવ્યો નહિ. આખરે તેણે
એક રસ્તો શોધી કાઢયો, અને રાત્રિના અંધકારમાં જરા પણ અવાજ કર્યા વિના અંગ્રેજ સૈનિકે કિલ્લાવાળી ટેકરી ઉપર ચડી જઈને યુદ્ધ માટે તૈયાર
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૯
થયા. શત્રુઓને અણધાર્યા આવેલા જોઈ સ્તબ્ધ થઈ ગએલા ફ્રેન્ચોમાં લડ વાનું જોમ રહ્યું નહિ. પરંતુ એ જેવા તેવા યુદ્ધમાંએ બંને પક્ષના સેનાપતિ મરાયા, કવેએક શરણુ થયું, અને ત્રણ દિવસ બાદ અંગ્રેજ સૈન્યે કવેબેકમાં પ્રવેશ કર્યાં. ખીજે વર્ષે અંગ્રેજોએ મેાન્ટ્રીઅલ લીધું, એટલે કેનેડાના પ્રદેશ અંગ્રેજ અધિકાર નીચે આવ્યેા. અમેરિકામાંની ફ્રેન્ચ સત્તાના અંત આવ્યેા.
દરમિઆન દરિયાપારના હિંદમાં અંગ્રેજોતા જેજેકાર થઈ રહ્યો. ઇ. સ. ૧૭૫૬માં બંગાળાના નવાબ સિરાજ–ઉદ્-દૌલાએ અંગ્રેજો જોડે કલહ કરીને કલકત્તાની કાઠી ઉપર ચડાઈ કરી; પણ થેાડા સમયમાં તેને પાછા ફરવું પડયું. નવાબ અંગ્રેજોની વિરુદ્ધ ફ્રેન્ચા જોડે ખટપટ કરે છે એમ કહી કલાઈ વે નવાબ પર ચડાઈ કરી, અને ઇ. સ. ૧૭૫૭માં પ્લાસીના પ્રખ્યાત યુદ્ધમાં તેને હરાવ્યા. નામર્દ નવાબ જીવ બચાવવા રણભૂમિમાંથી નાઠે, અને હિંદમાં અંગ્રેજ સતાની સ્થાપના થઈ. એ દરમિઆન ફ્રેન્ચ સુખા લાલીએ અંગ્રેજોને હાંકી કાઢવા ફોર્ટ સેંટ ડેવિડ જીતી લીધા, અને મદ્રાસ પર હલ્લા કર્યાં; પણ સર આયર ફૂટે વાન્ડીવાશના યુદ્ધમાં ડગમગતી ફ્રેન્ચ સત્તાને છેલ્લા ફટકા માર્યાં, ઇ. સ. ૧૭૬૦. પછી ઇ. સ. ૧૭૬૧માં અંગ્રેજોએ કારિકલ, જીં, અને પાંડીચેરી જીત્યાં, એટલે કર્ણાટકમાંથી ફ્રેન્ચાની રહીસહી પ્રતિષ્ઠા ચાલી ગઈ.
૧. વુલ્ફ ઘવાઈ નીચે પડયા પછી ફ્રેન્ચ સૈન્યે નાસવા માંડયું. એ જોઈ ને કાઈક બાલ્યું “નાઠા ! નાઠા ! ” “કાણુ ! ” વુલ્ફે શ્વાસ થંભાવીને પૂછ્યું . “ શત્રુ ” એને જવાખ સાંભળીને તે સહર્ષ ખેલ્યા, “પ્રભુના પાડ માને!! હવે હું સુખે મરીશ.' મેાન્ટકામની પણ કર્તવ્યનિષ્ઠા એવીજ. એ જ્યારે પડયા અને સાંભળ્યું, કે હવે શરીર ટંકે તેમ નથી, ત્યારે શાકપૂર્ણ સ્વરે કહેવા લાગ્યા કે “એટલુંએ ઠીક થયું; વેબેક પડે તે જોવાને હું જીવતા રહીશ નહિ. ” વુલ્ફની પ્રશંસામાં ‘કાઉપર’ કહે છે કેઃ
Wolf, wherever he fought,
Put so much of his heart into his act,
That his example had a magnet's force,
And all were swift to follow whom all loved.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૦
વિગ્રહના અંતઃ ઇ.સ. ૧૭૬૦માં ઈંગ્લેન્ડની સેાળે કળા ખીલી. યુરોપમાં તેની સમેવડ કાઈ રહ્યું નહિ, ફ્રેન્ચ નૌશક્તિ છિન્નભિન્ન થઈ ગઈ, અને દેશાવરમાં અંગ્રેજ સૈનિકાનાં પરાક્રમથી ઈંગ્લેન્ડના વિજયધ્વજ ફરફરવા લાગ્યા. પ્રતાપી પિટ્ટની રાજનીતિ સર્વાંશે સફળ થઈ, અને દેશમાં તેની પ્રતિષ્ઠા વધી. રાજા કે પાર્લમેન્ટમાંથી ભાર કાના, કે પિટ્ટને પ્રશ્ન પૂછી શકે? પરંતુ શિખરે પહોંચ્યા પછી ઉતરવાનું હોય, તેમ પટ્ટના અસ્તનો વખત આવ્યા. ઇ. સ. ૧૭૬૦ના આકટાબરની ૨૫મી તારીખે રાજા એકાએક મૃત્યુ પામ્યા. નવેા રાજા આપમતીલા હતા. ઇ. સ. ૧૭૬૧માં સ્પેન વિગ્રહમાં પડયું. પિટ્ટ સ્પેનના ઉદ્દેશ જાણતા હતા, એટલે તેની ચ્હા એકદમ તેની જોડે યુદ્ધ જાહેર કરી દેવાની હતી; પણ દુરાગ્રહી રાજા વિરુદ્ધ પડવાથી સ્વાભિમાની પિદે રાજીનામું આપ્યું.
સ્પેન વિગ્રહમાં -ઉતર્યું, પણ બ્રિટનના સામુદ્રિક બળ આગળ તેને હિસાબ ન હતા. વેસ્ટ ઇન્ડિઝના બાકીના દ્વીપ અને હેવાના અને મનીલાનાં નગરે અંગ્રેજોએ જીતી લીધાં. સાત સાત વર્ષ સુધી લડીને સર્વ થાકી ગયા હતા, એટલે ઇ. સ. ૧૭૬૩માં પેરિસમાં સંધિ થઈ. આથી ઈંગ્લેન્ડને ઘણા લાભ થયા; કેમકે ફ્રાન્સ પાસેથી તેને કેનેડા, કેપ બ્રિટન, ગ્રેનેડા, સાઈ નાર્કો વગેરે મળ્યાં, અને ઈંગ્લેન્ડે ફ્રાન્સને પાંડીચેરી, ચંદ્રનગર વગેરે પાછાં આપ્યાં. સ્પેનને પણ ઈંગ્લેન્ડે કયુબા અને ફિલિપાઈન દ્વીપા પાછા આપ્યા.
પેરિસની સંધિનાં ત્રણ મહાન્ પરિણામ આવ્યાંઃ (૧) અમેરિકામાં ઈંગ્લેન્ડનું આધિપત્ય સ્થપાયું; યુરેાપનું કાઈ પણ રાજ્ય તેની જાડે સ્પર્ધા કરી શકે તેવું ન રહ્યું. (૨) ફ્રાન્સના નૌકાસૈન્યને એવે ધાણુ વળી ગયે, – ઈંગ્લેન્ડનું સામુદ્રિક બળ અજોડ થઈ રહ્યું. (૩) પ્લાસીના વિજયથી હિંદમાં બ્રિટિશ સામ્રાજ્યને પામે નંખાય.
વિલિયમ પિદ્મઃ આ મહાપુરુષની પ્રતાપી રાજનીતિથી દેશની પ્રતિષ્ઠા ઉચ્ચ શિખરે પહેાંચી. તેના જન્મ ઇ. સ. ૧૭૦૮માં એક કુલિન કુટુંબમાં થયા હતા. ૨૭ વર્ષની વયે તે પાર્લમેન્ટમાં આવીને વાલપાલના વિરાધીઓમાં ભવ્યેા, અને પોતાની અદ્ભુત અને અપૂર્વ વકતૃત્વશક્તિથી સભાગૃહ ગાવવા
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૬૧ લાગે. કટરેટના સમયમાં તેણે હેનેવરનો પક્ષપાત દર્શાવનારી રાજનીતિની એવી તો ઝાટકણી કાઢી, કે પૅર્જ બીજે તેના પર કો. ઇ. સ. ૧૭૪૩માં.
પલ્હામ ભાઈ એ તેને મંત્રીમંડળમાં લેવાનો વિચાર કર્યો, ત્યારે રાજા વિરુદ્ધ પશે, અને એટલી હઠ પકડી બેઠેર કે છેવટે તેમણે રાજીનામું આપ્યું. આખરે તેમના વિના ચાલ્યું નહિ, ત્યારે રાજા પિટ્ટને અધિકાર આપવા કબુલ થયો. સપ્તવાર્ષિક વિગ્રહના આરંભમાં ન્યૂકેસલની અશક્તિ જણાઈ આવી, અને પિતાની અનિચ્છા છતાં તેને પિટ્ટને મંત્રીમંડળમાં લઈ વિગ્રહ ચલાવવાનું કામ સોંપવું
પડયું. એ વર્ષોમાં તેણે જવલંત વિલિયમ પિટ્ટ
કારકીર્દિ બતાવી હતી. લાંચરૂશ્વત અને ખુશામતના જમાનામાં વિરલ એવી પ્રમાણિકતા અને સ્વતંત્રતા પિટ્ટમાં હતી. તેની અસાધારણ શક્તિ અને દીર્ઘદૃષ્ટિને લીધે તેણે રાજનીતિમાં જે સફળતા મેળવી, તેથી અધિકાર પદે આવતાં તેણે કહેલાં વચન મિથ્યાભિમાનનાં નહિ, પણ અચલ આત્મશ્રદ્ધાનાં હતાં એમ લાગે છે. જે જમાનામાં કુલીન જમીનદારે પ્રજાના પ્રતિનિધિને નામે વહીવટ ચલાવતા હતા, તે જમાનામાં તેણે નિઃસ્વાર્થ અને નિષ્કલંક જાહેરજીવનની પવિત્ર ભાવના કેળવી, અને દેશના રાજદ્વારી વાતાવરણ ઉપર અમાપ અસર કરી. તેનામાં અસંગતિ, વધારે પડતું આત્માન, આડંબર આદિ હતાં, છતાં તે ઈલેન્ડને મહાન પુરુષ હતો. વિગ્રહના ભયંકર સમયમાં તેણે પક્ષભેદ ભૂલી જઈ પ્રોજવલ અને નિર્મળ દેશભક્તિ, અચૂક મનુષ્ય પરીક્ષા, અને નિસ્પૃહી વૃત્તિને લીધે હડધૂત થએલા જેકબાઈટ અને હાઈલેન્ડરને પણ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬૨
સૈન્યમાં દાખલ કરી જે વિલક્ષણ રાજદ્વારી કુનેહ ખાતવી, તેથી તે લેાકેાના આદરને પાત્ર થયેા. તેણે સંકુચિત અને સ્વાર્થી વૃત્તિ, પરસ્પર દ્વેષ, અને મિથ્યા આડંબરને દૂર કરી પોતાની રાજનીતિમાં તેજસ્વિતા, સાહસિકતા, નિઃસ્વાર્થતા, અને ઉચ્ચ નીતિમયતા દાખલ કરી પ્રજાના પવિત્ર ઉત્સાહને વધાર્યો. સંસ્થાને ના વિકાસ અને નૌકાબળની શ્રેષ્ઠતા ઉપર ઈંગ્લેન્ડની ઉન્નતિના આધાર રહેલા છે, એવું કહેનાર અને સમજનાર એ પહેલા મંત્રી હતા. તે પક્ષભેદથી ન્યાયાન્યાયને વિચાર ભૂલી જનારા પાર્લમેન્ટના સભાસદે કરતાં વિશાળ જનસમૂહના અભિપ્રાયને લક્ષમાં રાખીને કામ કરવાને હિમાયતી હૈ।વાથી તેને દેશબંધુ’ એવું સ્પૃહણીય ઉપનામ વર્યું છે.
પ્રકરણ ૪થું
જ્યા જો; ઇ. સ.૧૭૬૦-૧૮૨૦
સ્વભાવ અને આશયઃ જ્યાર્જ બીજાના પુત્ર ફ્રેડરિક તેની હયાતીમાં મરણ પામ્યા હતા, એટલે ફ્રેડરિકના પુત્ર જ્યાર્જ ૩ો ઇ. સ. ૧૭૬૦માં ૨૨ વર્ષની જુવાન વયે ગાદીએ આવ્યા. તે સેહામણા અને મીનલસાર સ્વભાવનેા હતેા. તે જમાનામાં કુલીન કુટુંાના યુવકેામાં શરાબમાજી અને દુરાચારે જોવામાં આવતા હતા. પરંતુ આ તક્ષ્ણ રાજામાં તેમાં એકે દુર્ગુણ નહેાતા, એટલે પ્રજાને તેના ઉપર અત્યંત ભાવ હતા. મરીઓને ઘેર જઈ તેમની નાની નાની સગવડ સાચવવાની અને ભેટા. આપવાની ટેવથી રાજાએ પ્રજા ઉપર ભૂરકી નાખી દીધી. તે દયાળુ, ધાર્મિક અને સદાચારી હાઈ કર્તવ્યનિષ્ઠાનું તીવ્ર ભાન ધરાવતા હતા. તે ઇંગ્લેન્ડમાં મોટા થયા હતા, એટલે અંગ્રેજી ભાષા શુદ્ધ ખેલી શકતા હતા, અને પેાતાને અંગ્રેજ કહેવડાવવામાં ગૌરવ માનતા હતા. તેને દેશનું કલ્યાણ થાય તેવી રીતે રાજ્ય કરવાની ઇચ્છા હતી. પરંતુ એ સાથે લેાકેા રાજ્યવહીવટ માતાના હાથમાં લે, એવી તેની ઇચ્છા ન હતી. તેની માતા નિત્ય કથા
Page #276
--------------------------------------------------------------------------
________________
""
૨૬૩ કરતી, કે “ જ્યાર્જ, રાજા થજે. ” આથી તે દૃઢ મનેબળવાળા અને ઉદાર આશયવાળા બન્યા હતા, છતાં અખંડ રાજસત્તા ભાગવવાના તનતેાડ અને સતત પ્રયત્નમાં પ્રા ઉપર તે ઉપકારને બદલે અપકાર કરી શકયેા.મેલિંગ
બ્રેાકે લખેલું ‘The Idea
of a King' નામનું પુસ્તક આ રાન્ત ધ્યાનપૂર્વક વાંચી ગયેા હતા. તે ઉપરથી તે એવા નિશ્ચય ઉપર આવ્યા હતા, કે પ્રજાના પ્રતિનિધિ બનવું એ રાજાને ખાસ હક છે. રાગ્નની ખાસ સત્તા પ્રજાના કલ્યાણને માટેજ છે. લેાકની સત્તા પાછી સ્થાપવાને માટે એકજ રસ્તા એ છે, કે રાજસત્તાને દેશમાં સર્વોપરિ બનાવવી. પહેલા એ રાજાઓના સમયમાં રાજસત્તા નામશેષ થઈ ગઈ હતી. જ્યારે તેને સૌરિ કરવાને નિશ્ચય કર્યો. રાજકાર્યમાં જેને એકડા નહિ તે રાન્ન શા કામને ? તેણે જોઈ લીધું કે ન્ડિંગ પક્ષ સત્તાધીશ થઈ પડયા છે, એટલે દેશમાં રાજસત્તાને સર્વોપરિ કરવી હાય, તે કાઈ પણ પ્રકારે હિંગ પક્ષને નિર્બળ અને ખતે તે નિર્મૂળ કરી નાખવા .જોઈ એ. વળી રાનને સર્વ સત્તાનું કેન્દ્ર બનાવવા, પક્ષપદ્ધતિથી રાજ્ય ચલાવવાનું ધારણ રદ કરી પોતાના મનમાન્યા પ્રધાને નીમવા, અને ન્ડિંગ પક્ષની દૃઢ થએલી સત્તા કાઈ પણ ઉપાયે તેાડી પાડવી, એવા તેની રાજનીતિના ત્રણ આશયે થઈ પડયા.
જ્યાર્જ ૩જો
આવા મહાભારત કાર્ય માટે જોઈતી સર્વ શક્તિ આ તરુણ રાજામાં રાજામાં અચળ આત્મશ્રદ્ધા, ધૈર્ય, સાવધતા, કાર્યદક્ષતા, અને
હતી.
Page #277
--------------------------------------------------------------------------
________________
૪
ઉત્સાહ જોઈ જિંગ પક્ષમાં વ્યગ્રતા આવી. જ્યાર્જ પેાતાની નીતિની સફળ સિદ્ધિ માટે રાજભંડાર ખુલ્લા મૂકયે, અને અમીરાતની લહાણી કરવા માંડી.
રાજા અને હિઁગ પક્ષ વચ્ચે લડતઃ ઇ. સ. ૧૭૬૦-૧૭૭૦. આરંભનાં દસ વર્ષ રાજાએન્ડિંગ સત્તાને અંત આણવામાં ગાળ્યાં. પેાતાના સિદ્ધાન્તાને અમલ કરવા જતાં રાજાએ બંધારણના ભંગ કર્યાં. તેણે પ્રથમ ટારી, જેકાબાઈટ અને ન્ડિંગ પક્ષના સર્વ વિરેાધીએને લાંચ, ઇનામ, અનીરાત, વર્ષાસના, અને જાગીરાની ભરપટ્ટે લહાણી કરી, અને “રાજમિત્ર”ના નામથી ઓળખાતા રાજાની મેારલીએ નાચે એવા મજમુત પક્ષ ઉભા કર્યાં. જિંગ પક્ષમાં ફૂટ પડી હતી, તેથી કેટલાક જિંગ પણ રાજપક્ષમાં ભળ્યા. દરમિઆન તેણે રાજકાર્યમાં પોતાના શિક્ષાગુરુ લાર્ડ બ્યૂટની શીખવણીએ ચાલવા માંડયું. મ્યૂટ સાધારણ બુદ્ધિને, સત્ત્વહીા, રાજનીતિને અજાણ્યા, અને પુસ્તકપડિત હતા. પરંતુ મહેચ્છુ રાજાને તે આવા સ્થૂલબુદ્ધિ પ્રધાનથી પાલવે તેમ હતું. ઇ. સ. ૧૭૬૧માં સ્પેને વિગ્રહ જાહેર કર્યાં, એટલે પિદે માન્યું તે ફ્રાન્સની જોડે ભળશે, માટે તેની જોડે સત્વર યુદ્ધ જાહેર કરી તને પરાસ્ત કરી દેવું જોઈ એ. રાજાએ આ સલાહ માન્ય કરી નહિ, એટલે આત્મમાની પિદે રાજીનામું આપ્યું, અને છ માસ પછી ન્યૂકેસલ પણ તેને પગલે પળ્યા. હવે ખેવકુફ બ્યૂટ મંત્રીપદે આવ્યા. રાન્તની ઇચ્છા જાણી તેણે ઇ. સ. ૧૭૬૩માં પેરિસની સંધિ કરી સમ્રવાર્ષિક વિગ્રહના અંત આણ્યો. પરંતુ દ્રવ્ય અને મનુષ્યને આટલા ભાગ આપીને ઈંગ્લેન્ડે આટલાથી સંતાષ માન્યા, એ વાત પ્રજાતે ન રુચી. હવે મ્યૂટ ઉપર અનેક આક્ષેપો થવા લાગ્યા. એ અલહીણા છે, અને સ્કાટ છે, એટલે આવી અપમાનકારક સંધિ કરી લાવ્યા, એમ કહી લોકો તેના ખુલ્લા તિરસ્કાર કરવા લાગ્યો. પરિણામે રક્ષકા વિના રસ્તામાં એકલા જવું પણ તેને અશકય થઈ પડયું. પ્રજાપ્રકાપથી ભય પામી તેણે રાજાની અનિચ્છા છતાં ઉતાવળે રાજીનામું આપી દીધું, ઇ. સ. ૧૭૬૩. તેની પછી જ્યાર્જ ગ્રેનવીલ નામના સંકુચિત વિચારના અને સાધારણ બુદ્ધિના માણસને મંત્રીપદ મળ્યું.
પેરિસની સંધિ સંબંધી ચર્ચા ચાલતી હતી, તે સમયે ન્દ્વાન વિલ્કીસ
Page #278
--------------------------------------------------------------------------
________________
નામના નાર્થ બ્રિટન પત્રના અધિપતિએ પિતાના પત્રમાં કડક લખાણ કરવા માંડયાં. પાર્લામેન્ટમાં રાજાએ આ સંધિને કલ્યાણકારી અને ગૌરવવાળી કહી હતી. તેને ઉલ્લેખ કરીને એક લેખમાં તેણે લખ્યું, કે રાજાના મુખમાં અસત્ય મૂકવામાં આવ્યું છે. હવે ધૃષ્ટતાની હદ આવી રહી. એક નામઠામ ભર્યા વિનાને સાદો હુકમ કાઢીને અધિપતિ, મુદ્રક, અને પ્રકાશક સર્વને પકડવામાં આવ્યા. પરંતુ સમગ્ર દેશમાં આવા ગેરકાયદેસર કામ ઉપર જુસ્સાભેર ચર્ચા ચાલી રહી. હિગ પક્ષે અને વિલ્કીસના મિત્રોએ લેકને ભભરવા માંડયા, કે રાજા તો લેકોના સ્વાતંત્ર્યને હરી લેવા ઇચ્છે છે. પરંતુ વિલ્કીસ પાર્લમેન્ટનો સભ્ય છે માટે તેને પકડાય નહિ, એમ કહી ન્યાયાધીશોએ તેને છેડી મૂકો. હવે વિલ્ટીસે હુકમ કાઢનારાઓ ઉપર દાવ નોંધાવી ૧,૦૦૦ પૌડની નુકસાની મેળવી; પરંતુ વિલ્કીસે એક અશ્લીલ કાવ્ય રચ્યું હતું, તેને લાભ લઈને રાજાએ તેને પાર્લમેન્ટમાંથી કઢાવી મૂક્યો, અને તેને દેશનિકાલ કર્યો, ઈ. સ. ૧૭૬૪. દેશના રાજકારણમાં આવી રીતે ભાગ લેનારા રાજાની પ્રતિષ્ઠા ઓછી થઈ, અને અમેરિકાના સ્વાતંત્ર્યવિગ્રહે એ પ્રતિષ્ઠા છેક ટાળી નાખી.
ગ્રેવીલના સમયમાં અમેરિકાનાં સંસ્થાને જડેના કલહના કારણરૂપ પ્રસિદ્ધ દસ્તાવેજનો કાયદો પસાર કરવામાં આવ્યો. ગ્રેનવીલના વિચારો રાજાને અનુકૂળ હતા, છતાં તે તેને આજ્ઞાધારી સેવક બની રહેવા તૈયાર ન હતું. ઇ. સ. ૧૭૬પમાં રાજા માં પડયો, એટલે કોઈને રાજ્યરક્ષક નીમવાની આવશ્યકતા ઉત્પન્ન થઈ. મંત્રીઓએ કાયદે આયે, કે રાણી કે જર્યોર્જ રાજાના વંશજો “રાજ્યરક્ષક’ થાય. રાજ સાજે છે, ત્યારે પિતાની માતાને “રાજ્યરક્ષકપદથી બાતલ કરવામાં આવેલી જોઈ ક્રોધે ભરાયે, અને એનવીલે રાજમાતાનું અપમાન કર્યું એમ માનવા લાગ્યું. તેણે ગ્રેનવીલને રજા આપી વિઠગ પક્ષના ૉકિંગહામને મંત્રી ની. - સર્કિંગહામે પ્રથમના મંત્રીઓએ કરેલી ભૂલ સુધારી, અને દસ્તાવેજો કાયદે રદ કરી સંસ્થાનને શાંત પાડયાં. પરંતુ એ નબળા મંત્રીઓ બહુ વાર રહ્યા નહિ. રાજાને વિહગ ઉપર અણગમે તે, રોકિંગહામની નીતિ પસંદ ન
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૬
હતી, અને કેટલાક મંત્રીએ ઉપર રાષ હતા, એટલે તે તેમની વિરુદ્ધ ખટપટ ર્યાં કરતા. આખરે તેમને રજા આપી તેણે પિટ્ટને ખેાલાવ્યા. પરંતુ એ સિંહ વૃદ્ધ થઈ ગયા હતા, અને તેના નખમાંથી શૌર્ય ઝરી ગયું હતું. વળી અધિકાર ઉપર આવતાં તેને લાર્ડ ‘ચેધામ ’ બનાવવામાં આવ્યા, એટલે તેની લાકપ્રિયતા ઓછી થવા લાગી. તેનું આરેાગ્ય બગડી જવાથી તે કામ ઉપર ધ્યાન આપી શકતે નહિ. તેની ગેરહાજરીમાં તેના સાથીએએ સંસ્થાએ ઉપર કર નાખવાનેા ધારા પસાર કર્યાં હતા. પટ્ટ મૂળથી આવા કરની વિરુદ્ધ હતા, એટલે . સ. ૧૭૬૮માં ગ્રેટનને અધિકાર સોંપી તે નિવૃત્ત થયા. હવે શક્તિશાળી અગ્રણી વિનાના લ્ડિંગ મંત્રીઓએ દૂરદર્શી રાજનીતિને ત્યાગ કર્યાં. તેમણે અમેરિકા અને વિલ્કીસ પ્રત્યે અયેાગ્ય અને અન્યાયી વર્તન ચલાવવા માંડયું. ઇ. સ. ૧૭૬૮માં વિલ્કીસ ફ્રાન્સથી પાછે। આળ્યે, અને મિડલસેકસ પરગણા તરફથી પાર્લમેન્ટ માટે તેની વરણી થઇ. આમની સલાએ તેને બેસવા દીધા નહિ, પણ ઉલટું રાજાની શીખવણીથી તેને કુદમાં મેાકલવામાં આવ્યા. રાજાના વિરેધી કંઈ લાગ ચૂકે? તેમણે દેશમાં હાહા કરી મૂકી; જાહેર સભા ભરાઈ સ્વાતંત્ર્યની માગણી થવા લાગી, અને વિલ્કીસનાં પુતળાં અને ખીએ છૂટથી વેચાવા લાગ્યાં. વિલ્કીસ દેશના નેતા થઈ પડયા. લેાકાને પેાતાને મનગમતા પ્રતિનિધિ મેાકલવાના હક ખરા કે નહિ, એ પ્રશ્ન ચર્ચાવા લાગ્યા. કાઈ ‘ યુનિયસ ’ નામધારીએ વર્તમાનપત્રામાં તે સમયના મંત્રીઓની ઝાટકણી કાઢવા માંડી, અને એડમંડ કે “ વર્તમાન અસંતષ ઉપર વિચારો ” નામના પુસ્તકમાં રાજનીતિની ગંભીર સમાલાચના કરી. રાજાએ પાર્લમેન્ટને પક્ષ લીધે. ત્રણ વખત વિલ્કસ ચુંટાયા, અને ત્રણ વખત અમાન્ય થયા. આખરે ઇ. સ. ૧૭૭૪માં તેની ફરી વરણી થઈ, અને થાકીને પાર્લમેન્ટે તેને માન્ય રાખ્યા.
,,
ઇ. સ. ૧૭૭માં ગ્રેટનના નિર્બળ મંત્રીમંડળે રાજીનામું આપ્યું. જિંગ પક્ષના અગ્રણીઓમાંથી કેટલાક મરી ગયા હતા, કેટલાક જાહેર જીવનમાંથી નિવૃત્ત થતા હતા, અને બાકીનામાં તડ પડયાં હતાં, એટલે પક્ષને છિન્નભિન્ન કરવા એ હવે રમત જેવું હતું. વિલ્કીસના પ્રશ્નથી દેશમાં ઉપજેલા
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૬૭
ખળભળાટને અને આમની સભા પ્રત્યેના અસંતોષને લાભ લઈ રાજાએ ટેરી પક્ષના લૈર્ડ નૈર્યને મંત્રી બનાવ્યો, અને રાજસત્તા સર્વોપરિ કરવાને મને રથ સિદ્ધ કર્યો.
નાથની આંતર નીતિઃ નોર્થ પરમ બુદ્ધિશાળી, કુનેહબાજ, અને અનુભવી હતી, છતાં દઢ મનોબળ વિનાને લેવાથી મહેચ્છુ રાજાને આજ્ઞાધારી દાસ બની ગયા. રાજાની કપાથી તેણે બાર વર્ષ સુધી અધિકાર જાળવી રાખ્યો. બ્યોર્જ પણ યુક્તિઓથી લોકપ્રિય થઈ પડ્યું, અને પાર્લમેન્ટના કાર્યમાં સ્વચ્છંદી રીતે ડખલગીરી કરવા લાગ્યો. જો કે પિટ્ટ અને બીજા કેટલાકે શેર મચાવી મૂકો, છતાં તેમનું અરણ્યરુદન સાંભળનાર કોઈ ન રહ્યું. તેણે વૅલ્પલે સ્થાપેલી સંયુક્ત મંત્રીમંડળની પદ્ધતિ નાબુદ કરી દરેક ખાતાવાર મંત્રી નીમી દીધા, અને બધાને રાજાને આધીન બનાવી દીધા. આમ દેશપરદેશ કે સંસ્થાનોના વહીવટની દરેક બાબતમાં રાજાની મરજી પ્રમાણે થવા લાગ્યું. નોર્થ રાજાની આજ્ઞાનું પાલન કરવામાં પિતાને અધિકાર સાર્થક થયાનું માનતે, એટલે તેની આંતર નીતિ કેવી હોય? તે અધિકાર ઉપર આવ્યું, તે એક અગત્યને બનાવ બન્યો. પાર્લમેન્ટમાં ચાલતાં કામકાજ અને ચર્ચાનો હેવાલ પ્રસિદ્ધ કરવા માટે આમની સભાએ કેટલાક પ્રકાશકોને કારાગૃહમાં પૂર્યા, પણ વિલ્કીસ આદિ સ્વાતંત્ર્યપ્રિય પુરુષોના પ્રચંડ પ્રયાસથી તેઓ છૂટ્યા, અને તે સાથે આવા હેવાલ પ્રસિદ્ધ કરી. પાર્લમેન્ટના કાથી જનતાને જાણીતી રાખવાનો વર્તમાનપત્રોનો આવશ્યક ધર્મ સ્વીકારાયો. દુરાગ્રહી રાજા અને નિર્બળ મંત્રીને અમલમાં ઈંગ્લેન્ડના શત્રુઓ પ્રબળ થયા, અને અમેરિકા ઈગ્લેન્ડથી સ્વતંત્ર બની ગયું.
સંસ્થાને અને કર: ઈ. સ. ૧૭૬૫–૧૭૭૪. ઇ. સ. ૧૭૫૯માં કહેબેક પડયું, અને સંસ્થાનીઓ ફ્રાન્સના ભયથી મુક્ત થયા. ફ્રેન્ચ લેકેએ દારૂ પાઈને ઉન્મત્ત બનાવી મૂકેલા વનના વાઘ જેવા નિર્દય ઈન્ડિઅને તેમનાં ઘરબાર બાળી નાખશે કે લૂંટી જશે, અથવા તેમના પ્રાણ લેશે, એવો ભય હવે તેમને રહ્યો નહિ. ધર્મને કારણે આવેલા સ્વાતંત્ર્યને પ્રાણ સમાન ગણનારા એ સંસ્થાનીઓ પોતાને વહીવટ સ્વતંત્રતાથી ચલાવતા
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૮ હતા ઈગ્લેન્ડથી તેમની રાજસભાના પ્રમુખપદ માટે સુઓ આવતા. એ બળવાન, શૂરા, અને આત્મશ્રદ્ધાવાળા સંસ્થાનીઓને હવે ઈગ્લેન્ડથી સ્વતંત્ર થવાની ઈચ્છા થઈ. તેઓ પરદેશ જઈ વસ્યા હતા, તો પણ પોતાને અંગ્રેજી માનીને સ્વતંત્રતાના હકદાર ગણતા હતા; પણ ઈગ્લેન્ડ તેમની પરવા કરતું નહિ. તેને મન તે સંસ્થાને એટલે ઈંગ્લેન્ડમાં બનેલે માલ વેચવાનું બજાર, અને ઈગ્લેન્ડમાં પેદા ન થાય તેવી વસ્તુઓ પેદા કરવાનાં કારખાનાં. તેણે સંસ્થાનેને નૌયાનને કાયદો લાગુ પાડે, અંગ્રેજ વિના બીજી પ્રજા જોડે વેપાર કરવાની મના કરી, અને કેટલીક વસ્તુઓ ઉત્પન્ન કરવાનો નિષેધ કર્યો. જર્યોર્જના રાજ્યારોહણ પહેલાં પણ સંસ્થાનોમાં અસંતોષ વ્યાપી રહ્યો હતો. વળી ઉપરના કાયદાઓને કડક રીતે અમલ કરવામાં આવ્યું હોત, તો ક્યારનેએ બળવો ફાટી નીકળ્યા હતા. પરંતુ કાયદા પોથીમાં રહેતા અને સંસ્થાને વેસ્ટ ઈન્ડિઝ જોડે ધમધોકાર વેપાર ચલાવતાં. - ર્જ ગ્રેનવિલ મંત્રીપદે આવીને સતવાર્ષિક વિગ્રહનું ખર્ચ જોઈ સ્તબ્ધ થઈ ગયો. અમેરિકાનાં સંસ્થાનોના હિત માટે આ વિગ્રહ થયે હતા, કેનેડાના ફેજો તરફથી તેઓ ભયમુક્ત થયા હતા, તે પછી તેમણે વિગ્રહના ખર્ચને ત્રીજો ભાગ આપવો જોઈએ, એમ ધારી તેણે સ્ટાંપને કાયદો પસાર કરી ઠરાવ્યું, કે સંસ્થાનોમાં થતા પ્રત્યેક દસ્તાવેજ અને વર્તમાનપત્ર ઉપર અમુક કિંમતને ટાંપ લગાડવું જોઈએ. આમાં કશું અયોગ્ય ન હતું. ઈગ્લેન્ડમાં પણ કરનો બેજ વધી પડયું હતું, તે સમયે સંસ્થાનીઓએ પિતાનો હિસ્સો આપવો જોઈએ. સંસ્થાનીઓના વેપારને બીજા કાયદાઓથી જે આઘાત પહોંચતો હતો, તે આઘાત આ કાયદાથી પહોંચવાનો ન હત; જે રકમ આવે તે સંસ્થાનોમાં લશ્કર રાખવા માટે વાપરવાની હતી. છતાં આ કાયદે પસાર કરવાની પદ્ધતિથી રોષે ભરાઈને સંસ્થાનીઓ વિરુદ્ધ પડ્યા. પરસ્પર કલશ તજી તેઓ એકત્ર થયા. તેમાંથી નવ સંસ્થાનોના પ્રતિનિધિઓએ એકત્ર થઈ આ કાયદાનો વિરોધ કર્યો. અમને પૂછ્યા વિના તમારાથી અમારી પાસેથી કર લેવાય કેમ? અમારા પ્રતિનિધિ તમારી પાર્લમેન્ટમાં નથી, તે પછી તમને અમારા પર કર નાખવાનો છે અધિકાર પ્રતિનિધિત્વ નહિ, તે - કર પણ નહિ; જોઈએ તે અમે તમને સ્વેચ્છાથી નાણું આપીએ. પિટ
Page #282
--------------------------------------------------------------------------
________________
ર૯ અને બકે સંસ્થાનીઓને પક્ષ લઈને ભાષણ કરવા માંડયાં. રૉકિંગહામે આ આકારે કાયદો રદ કરી સંસ્થાનીઓનાં મન રંજિત કર્યો, પણ સંસ્થાનો માટે તેમની સંમતિ વિના કાયદા ઘડવાનો બ્રિટિશ પાર્લમેન્ટને અધિકાર છે, એવા અર્ચનો કાયદે કરી તેમના રેષાગ્નિને સચેત રાખે. ઇ. સ. ૧૭૬૭માં પિટ્ટના અમલ દરમિઆન તેની ગેરહાજરીમાં ટાઉનશેડે ચા, કાચ, અને કાગળ ઉપર જકાત નાખવાનો કાયદો કર્યો. હવે સંસ્થાનીઓ કટિબદ્ધ થયા. લેડ
થે બધી વસ્તુઓ પરની જકાત રદ કરી, પણ બ્રિટિશ પાર્લામેન્ટનું ઉપરીપણું સિદ્ધ કરવા અને સંસ્થાનો ઉપર કર નાખવાનો હક સાબીત કરવા માત્ર ચા ઉપરની જકાત કાયમ રાખી. આવી જકાતની આવક બહુ થાય તિમ ન હતું, પણ હવે વાત મમતે ભરાઈ.
સંસ્થાનમાં તે જબરો કોલાહલ મ; તેમને પિતાનું અપમાન થતું લાગ્યું. કેટલેક સ્થળે તે ઉત્સાહી પણ અધીરા માણસોએ તોફાન મચાવ્યું, અને તેમાં કેટલાક સંસ્થાનીઓ અંગ્રેજી સૈનિકોને હાથે માર્યા ગયા. વાતનું વતેસર થયું. એ તોફાનને મેટો હત્યાકાંડ ગણવામાં આવ્યું. ઈ. સ. ૧૭૭૩માં કેટલાક દુરાગ્રહી સંસ્થાનીઓએ ઇન્ડિઅનોનો વેશ પહેરી બેસ્ટન બંદરમાં પડેલાં જહાજો ઉપર ચડી જઈ અંદરની તમામ ચા સમુદ્રમાં ફેંકી દીધી. ઈલેન્ડમાં આ સમાચાર આવતાં સરકારનો ગુસ્સો માઝા મૂકી ગયે. પરિણામે મેસેચુસેટ્સ સંસ્થાનમાં લશ્કરી કાયદો જાહેર કરવામાં આવ્યો, તેની સનદ લઈ લેવામાં આવી, અને બેસ્ટન બંદર બંધ કરવામાં આવ્યું. બેન્જામિન ફેંકિલન જેવા શાંત વિચારકે સમાધાન કરવા પ્રયત્ન ક્ય. રાજા અને પુણ્યપ્રકોપથી પ્રજળી ઊઠેલી પ્રજા વચ્ચેના કલહનો નિર્ણય શસ્ત્રથી થવાનું નિર્માયું હતું.
અમેરિકાને સ્વાતંત્ર્યવિગ્રહઃ ઇ. સ. ૧૭૭૫–૧૭૮૩. આજે ઈલેન્ડને રોષ મેસેચુસેટ્સ ઉપર ઉતર્યો તે કાલે બીજા કિઈ ઉપર ઉતરે. હવે વધારે નિશ્ચય અને બળપૂર્વક સામે થવાની જરૂર છે, એમ વિચારી જર્યોજિઆ વિના બીજાં સસ્થાનોના પ્રતિનિધિઓની એક સામાન્ય પરિષ૬ ફિલાડેઆિમાં મળી, ઈ. સ. ૧૭૭૪. તેમણે અન્યાયી કર ૨દ કરવાની અને સંસ્થાને પિતાને કર નાખવા દેવાની માગણું કરી. પરંતુ તેમનું
૧. તેમના આ પરાક્રમને Bosten Tea Party' કહેવામાં આવે છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૭૦
સાંભળનાર કાણુ હતું? યુરોપનાં બધાં રાજ્યે વિરુદ્ધ પડયાં છે, સંસ્થાની આપણા એકલાહિયા ભાઈ છે, તેમનાં લેહી રેડાવાથી બંધુત્વનાં બંધનો કપાઈ જશે, એમ પિદ્મ અને અર્ક ગંભીર વાણીમાં સમજાવી રહ્યા, પણ દીર્ધદષ્ટિ અને સમુદ્ધિને અવકાશ કયાં હતા ? વિગ્રહ જાહેર થયા. સંસ્થાનીઓની પરિષદે . જ્યાર્જ વાશિંગ્ટન નામના અથાગ દેશપ્રેમી, ધીર, શૂર, અને સાહસિક પુરુષને સેનાપતિપદ આપ્યું.
આરંભમાં ખેસ્ટન પાસે યુદ્ધ થયું. ઇ. સ. ૧૭૭૫માં લેકિસગ્ટન પાસે ઘેાડા ઘણા અંગ્રેજ સૈનિકા મરાયા, પણ પછી અંગ્રેજ સૈન્યે બંકરની ટેકરીને કબજો લઈ સંસ્થાનીઓને હરાવ્યા. સંસ્થાનીઓમાં તાલીમ ન હતી, તેમની પાસે નહાતાં પૂરાં શસ્ત્રો, કે નહોતી ખપોગી યુદ્ધ સામગ્રી; તેમનામાં અડગ ધૈર્ય, અચળ નિશ્ચય, અને જ્વલંત સ્વદેશપ્રેમ હતાં.
જ્યાર્જ વાશિંગ્ટનઃ ઈ. સ. ૧૭૭૧માં વાશિંગ્ટને અંગ્રેજોને ખેસ્ટન ખાલી કરવાની ફરજ પાડી. આ વિજયના આનંદમાં તે વર્ષના જુલાઈની ૪થી તારીખે પરિષદે સ્વાતંત્ર્યનું જાહેરનામું’ પ્રસિદ્ધ કર્યું, અને સંસ્થાનાનું પ્રજાસત્તાક રાજ્ય બનાવી તેને સંયુક્ત સંસ્થાના' એવું નામ આપ્યું. પરંતુ ઇ. સ. ૧૭૬૭માં બ્રેન્ડીવાઈન નદીના યુદ્ધમાં વાશિગ્ટન હાર્યાં, ફિલાડેલ્ફિઆ અંગ્રેજોને હાથ આવ્યું, અને વિગ્રહમાં વિજય મેળવવાની આશા આવી; પરંતુ દૈવેચ્છા જુદી હતી. બર્ડાઈન નામના કેનેડાથી સૈન્ય લઈ આવતા સેનાપતિને સારાટેાગાના યુદ્ધમાં પરાજય મળ્યો. આમ સંસ્થાનીઓને જય મળ્યો, અને તેમણે અપ્રતિમ સાહસ
જ્યાર્જ વાશિંગ્ટન
મને શાર્ય દર્શાવ્યાં ખરાં, પણ બે વર્ષના યુદ્ધમાં તેમનાં અલ્પ સાધના
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૭૧
ખૂટી ગયાં. માણસા અને ઘેાડાઓને ભૂખમરા વેઠવાનેા વારે। આવ્યા, અને છાવણીમાં પગરખાંની એક જોડ પણ ભાગ્યે માલમ પડવા લાગી. આખરે તેમને જયવારા આવ્યા; કારણ કે સારાટોગાના યુદ્ધે તેમને દિવસ ફેરવી નાખ્યા. યુરાપમાં ફ્રાન્સ અને સ્પેને તેમના પક્ષ ખેંચી ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિગ્રહ જાહેર કર્યો.
લાર્ડ નાથ હવે વ્યાકુળ થઈ સ્વાતંત્ર્ય સિવાય સંસ્થાને બીજાં જે માગે તે આપવા તત્પર થઈ ગયા. વૃદ્ધ અને અશક્ત ચેધામે સંસ્થાનેને પક્ષ લીધેલા હેાવા છતાં ફ્રાન્સ વિગ્રહમાં જોડાયું, એ વાત સાંભળી સમર્થ વાણીમાં વિગ્રહ ચાલુ રાખવાની ઇચ્છા દર્શાવી.૧ રાાએ દુરાગ્રહ ન તન્મ્યા, અને વધારે સૈન્ય અમેરિકામાં મેકલવામાં આવ્યું. પરંતુ હવે વિજય તે સંસ્થાનીએના વાવટા જોડે જડાઈ ગયા હતા, અને ફ્રાન્સ તરફથી એક કાફલા અને સૈન્ય તેમની કુમકે આવ્યાં. થોડા સમયમાં તેા ન્યૂયોર્ક સિવાય અંગ્રેજો પાસે કંઈ મુલક રહ્યો નહિ. ઇ. સ. ૧૭૮૧માં લાર્ડ કાર્નવોલિસને ચેર્કટાઉનમાં હરાવીને શરણે આવવાની ફરજ પાડી, ત્યારે વિગ્રહની સમાપ્તિ થઈ ગઈ એમ · મનાયું. સંસ્થાને ઈંગ્લેન્ડથી સ્વતંત્ર થઈ ગયાં, અને વર્સેલ્સની સંધિથી તેમની સ્વતંત્રતા વિધિપુરઃસર સ્વીકારવામાં આવી.
યુરોપમાં વિગ્રહઃ યુરોપમાં વિરાધનાં આભ ફાટયાં હતાં. ફ્રાન્સ અને સ્પેન તે સસવાર્ષિક વિગ્રહ પછી ઈંગ્લેન્ડ પર વેર લેવા તલસી રહ્યાં હતાં. ફ્રાન્સે સંસ્થાનીઓને ખાનગી સહાય આપવા માંડી હતી, પણ સારાટાગાના યુદ્ધ પછી તેણે તેમને જાહેર પક્ષ લીધેા. ભારતવર્ષમાં મરાઠા અને હૈદરઅલીએ અંગ્રેજો સામે યુદ્ધ આર્યુ હતું. ઇ. સ. ૧૭૭૯માં સ્પેને ફ્રાન્સને પક્ષ લીધો, અને જીબ્રાલ્ટરને ઘેરા ધાણ્યેા. આ ઉપરાંત તટસ્થ દેશે।એ દાવા કર્યાં, કે અમારાં જહાજોમાં શત્રુએ માટે માલ લઈ જઈ શકાશે; પણ ઈંગ્લેન્ડ આવે દાવા સ્વીકારવા તૈયાર ન હતું. તેણે તટસ્થ દેશાનાં વહાણોની જડતી લેવા માંડી, અને હાલેન્ડ જોડે યુદ્ધ જાહેર કર્યું, એટલે રશિઆ, સ્વીડન, અને
૧. એક ભાષણ આપતાં સભાગૃહમાં પડયો. તેને પુત્ર અને પછી ઘેાડા દિવસમાં તે
મસ્તક પર લેાહી ચડી અને જમાઈ તેને બેભાન મરણ પામ્યો.
જવાથી માંદે, વૃદ્ધે ચેધામ અવસ્થામાં ઘેર લઈ ગયા,
Page #285
--------------------------------------------------------------------------
________________
‘માર્ક વિગ્રહમાં ઉતરવાની ઈલેન્ડને ધમકી આપવા માંડી. બ્રેસ્ટ પ્રેન્ડિઝ ધાણાખરા દીપે અને માઈને તેની પાસેથી જતાં રહ્યાં, અને તેનું સામુદ્રિ વર્ચસ્વ લગભગ નાશ પામ્યું, તેથી કંટાઉનના યુદ્ધમાં કોર્નલિસને અમે રિકામાં સહાય મેકલી શકાઈ ન હતી. પરંતુ વર સરદાર ઇલિયટે અખંડ પરિશ્રમ વેઠીને જીબ્રાલ્ટરનું ત્રણ વર્ષ સુધી સંરક્ષણ કર્યું, અને આખરે સ્પેનન સૈન્યને ઈ. સ. ૧૭૮રમાં ઘેરે ઉઠાવીને લેવાની જરૂર પડી. દરમિઆના ચતુર નૌકાસેનાપતિ ફૂડનીએ રંગ રાખે. તેણે ઈ. સ. ૧૭૮૦માં સ્પેનને સેટ વિન્સેન્ટ પાસે હરાવ્યું, અને ઈ. સ. ૧૭૮૨માં ફ્રેન્ચ કાફલાને વેસ્ટ ઈન્ડિઝમાં હરાવ્યું. ઈગ્લેન્ડની પ્રતિષ્ઠા પુનઃ સ્થપાઈ. સંસ્થાનોનું સ્વાતંત્ર ઈ. સ. ૧૭૮૨માં પિરિસની ખાનગી સંધિમાં સ્વીકારવામાં આવ્યું હતું એટલે યુદ્ધ ચલાવવાનું નિમિત્ત રહ્યું ન હતું. હવે માનભેર સંધિ કરી લેવાને અવસર મળે. ઈ. સ. ૧૭૮૩માં વર્સસની સંધિથી વિગ્રહને અંત આવ્યો
એલ્સની સંધિઃ આ સંધિથી સ્પેનને માઈક અને ફલેન્ડિા તથા ફ્રાન્સને ટોબેગ, સેનિગાલ, અને ગેરી મળ્યાં, હૈલેન્ડ પાસેથી ઈંગ્લેન્ડ નિગાપટ્ટમ મળ્યું, અને સંસ્થાનનું સ્વાતંત્ર્ય સ્વીકારવામાં આવ્યું. વિગ્રહ દો. મિઆન અસાધારણ બુદ્ધિબળ, ચાતુરી, અને શૌર્ય દાખવી પરિશ્રમ ઉઠાવનાર અને પ્રજાના પ્રીતિપાત્ર બનેલા જ્યોર્જ વૈશિંગ્ટનને તેમણે પ્રમુખ બનાવ્યું. તે મહાપુરુષ વિષે કહેવાય છે કે “તે સંધિમાં, વિગ્રહમાં, અને પ્રજાના હૃદયમાં પ્રથમ રહે.” આ વિગ્રહને પરિણામે ઈટલેન્ડને સામ્રાજ્યવિકાસ કેટલેક સમય બંધ પૂ. વિગ્રહના ભારે ખર્ચને પહોંચી વળવામાં પ્રજાઋણ વધી ગયું. પેન અને ફ્રાન્સની વધારે દુઃખદ સ્થિતિ થઈ; કેમકે વિગ્રહના છેલ્લા વર્ષમાં તેમની નૌસેનાનો સમૂળગે નાશ થયે હતે.
અત્રીમંડળમાં ફેરફાર અમેરિકા સાથેના વિગ્રહમાં માઈ ગયું, ત્યારથી લોર્ડ ના મંત્રીપદ છોડી દીધું હતું. વિગ્રહ પૂરો થયા પછી ઈગ્લેન્ડની પ્રતિષ્ઠા ઓછી થઈ તેનાં સૈન્ય વારંવાર પરાજય પામ્યાં હતાં; માત્ર તેના હાશ પામેલા સામુદ્રિક ઉપરીપદને તેના નૌકાસૈન્ય ટકાવી રાખ્યું. રાજાની સ્વેચ્છાચારી નીતિથી દેશમાં ઉપયોગી કાર્ય ન થયું, પણ ઉલટાં સંસ્થાના
Page #286
--------------------------------------------------------------------------
________________
હાથમાંથી ગયાં. હવે હતાશ થએલા રાજાએ હિંગ નેતાઓનું શરણું લીધું, અને ચાર્લ્સ જેમ્સ ફેંકસને મંત્રીપદ આપ્યું. આ સમર્થ, ચતુર, અને બુદ્ધિ શાળી રાજદ્વારીએ ટેરી નૈર્થિને મંત્રીમંડળમાં લઈ “સંમિલિત મંત્રીમંડળ” (Coalition Ministry) બનાવ્યું. થોડા સમયમાં ફેકસે હિંદુસ્તાનને રાજ્યવહીવટ ઈસ્ટ ઈન્ડિઆ કંપનિને હાથમાંથી લઈ પાર્લમેન્ટને સોંપવાનો ખરડે આણ્યો. રાજા કહેવા લાગે, કે આ ખરડે મારા મસ્તક પરથી રાજમુકુટ લઈ ફીકસને શિર ઉપર મૂકવા જેવો છે. તે છતાં આમની સભાએ તે ખરડે મંજુર કર્યો, પણ રાજાની શેહમાં તણુનારા અમીરેએ તે નામંજૂર કર્યો. રાજાએ મંત્રીઓને રજા આપી ચેધામના તરણ પુત્ર વિલિયમ પિટ્ટને મંત્રી બનાવ્ય, ઈ. સ. ૧૭૮૩.
નાને પિટ્ટઃ મહાપુરુષ એધામના આ ભાગ્યશાળી પુત્રને બાલ્યાવસ્થામાં પિતા પાસેથી ઉત્તમ સંસ્કાર મળ્યા હતા. તે પાતળો, નબળા આરોગ્યનો, સુકા ચહેરાનો, શાંત, અતડા સ્વભાવને, અને જ્ઞાનવૃદ્ધ હતા. તેનાં આત્મસંયમ અને દેશપ્રેમ જેટલાં ઉત્કટ હતાં, તેટલી તેની શક્તિ અમાપ હતી. તે માનચાંદની બેપરવા બતાવતે, છતાં તેની સત્તા ભોગવવાની તૃષ્ણ દેખાઈ આવતી. તે અભિમાની સ્વભાવનો, અડગ નિશ્ચયવાળો, અને પ્રબળ આત્મવિશ્વાસવાળો યુવક હતા. તેની અસાધારણ શક્તિની પિછાણ ઇ. સ. ૧૭૮૧માં તે પાર્લમેન્ટમાં આવ્યું તેવી થઈ તેની આવડત, કુનેહ, ચતુરાઈ, અને મનુષ્યનાં મન હરી લેવાની અતુલ શક્તિને લીધે આપત્તિકાળમાં ખાબે ચડેલા દેશના નાવનું સુકાન ચલાવવા માટે તે યોગ્ય પુરુષ હતું. તેના પિતાની પેઠે તેને દેશકલ્યાણની ધગશ હતી, અને પાર્લમેન્ટમાં ચાલી રહેલી લાંચરૂશ્વતની અધમ પદ્ધતિ પ્રત્યે તેને ઉડે તિરસ્કાર હતો. તેના પર રાજા અને પ્રજા બંનેની પ્રીતિ અને વિશ્વાસ હતાં. ઇતિહાસમાં તે નાના પિષ્ટ ને નામે મશહુર છે.
૧. ફોકસ કહેતો કે પિટ્ટ પાર્લમેન્ટમાં અગ્રણી છે. એડમંડ બર્ક પિતાના મિત્રનાં પુત્રનું ભાષણ સાંભળીને આંસુભરી આંખે કહ્યું હતું; “એ સિંહનું બચ્યું નહિ, આખું સિંહ પોતે .”
હિ . પોતે છે.”
-
.
.
.
.
.
. .
.
૧૮
Page #287
--------------------------------------------------------------------------
________________
પિકના સુમરા આ તસ્ મંત્રી આગળ દેશના કેટલાક મહાપ્રશ્નો આવી પડ્યા. સંસ્થાને જોડેના વિગ્રહથી દેશ થાકી ગયો હતો, અને અઢળક
દ્રવ્ય વપરાઈ ગયું હતું. વળી આયર્લેન્ડ અને હિંદ પ્રત્યે ડહાપણભરી નીતિ અંગીકાર કરી તેમને પણ સામ્રાજ્યનાં દઢ બંધને બાંધવાનાં હતાં, તેમજ ઇલેન્ડ વિરુદ્ધ થએલે યુરેપી રાજ્યોનો દેષ ટાળવાનો હતો. વલ્પોલની પેઠે પિટ્ટ અર્થમંત્રી હતો. તેના કારભારનાં પ્રથમનાં દસ વર્ષમાં શસ્ત્રોને ચમકાર કે વિજયગર્વની ઉન્મત્ત હાકલ જેવામાં આવતી નથી, પણ અખંડ શાંતિ અને સમૃદ્ધિને
એકધારે પ્રવાહ વહે છે. તેણે નાને પિટ્ટ
દેશમાં આયાત માલની જકાત ઘટાડી દાણચોરી અટકાવી; એટલે રાજ્યની આવક વધવાની સાથે લોકોને વસ્તુઓ સોંઘી મળવા લાગી. તેણે દાણચોરી અટકાવવાને વધુ કાર્યસાધક ઉપાયે લેવા માંડયા. જુદા જુદા પ્રકારની જકાતમાં જુદાં જુદાં ખાતાં માટે અધિકારીઓ રાખવા પડતા, પણ તેમના પગારને પ્રમાણમાં તેમને નહિ જેવું કામ કરવાનું હતું. પિકે બધાં ખાતાં એકઠાં કરી શોભાના અમલદારોને રજા આપી રાજ્યવહીવટમાં કરકસર દાખલ કરી. એ સાથે આરામ અને વિલાસની વસ્તુઓ ઉપર તેણે હલકા કરી નાખવા માંડ્યા. આમ તેણે પ્રજાઋણ ઘટાડયું એટલું જ નહિ, પણ દર વર્ષે નિયમિત રકમ પાછી ભરવા માટે સ્થાયી ભંડેળની યેજના દાખલ કરી. ઉપરાંત કરજ કરવાની જરૂર પડે ત્યારે અમુક વગદાર ધનિકોની સાથે ખાનગી ગોઠવણ ન કરતાં તેણે જાહેર હરિફાઈથી ઓછામાં ઓછા વ્યાજે નાણું લેવા માંડ્યાં, એટલે રાજ્ય
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૭૫ તત્રમાંથી અનીતિનું બળ ઘટયું, અને લેકેને રાજ્યના આર્થિક પ્રશ્નોમાં રસ પડવા લાગે. વળી તે નિરંકુશ વ્યાપારને પાક્કો હિમાયતી હતા, એટલે તેણે . સ. ૧૭૮૮માં ફાન્સ જોડે વ્યાપારી સંધિ કરી. એથી બંને દેશમાં ઓછી જકાતે માલની આવજા થાય એવી વ્યવસ્થા થઈ, અને ઈંગ્લેન્ડના પરદેશી વેપારને ઉત્તેજન મળ્યું. વધારામાં તે દીર્ધદષ્ટિ યુવકને આયેન્ડ અને અમેરિકા જોડે આવી સંધિ કરવાની ઈચ્છા હતી, પણ તેમાં તે સફળ થઈ શકે નહિ. તેણે ઇ. સ. ૧૭૯૦માં કેનેડાને સ્વરાજ્યનો હપતે આપી ત્યાંના સંસ્થાનીઓને ઉપકારના બંધનમાં લાવી મૂકયા. આ
પિટ્ટની નિષ્ફળતાઃ પરંતુ આ સમર્થ મંત્રીની નિષ્ફળતાએ તેની કીર્તિને કલશ ચડાવ્યો છે. તે સમયના વાતાવરણમાં તે નિષ્ફળ થયો, પણ તેણે કરવા ધારેલા અનેક સુધારા પાછળથી દેશમાં દાખલ થયા. એ ઉપરથી તે તરૂણું મંત્રીની શક્તિ, સમજ, અને દીર્ધદષ્ટિની પ્રતીતિ થાય છે.
પરંતુ પિટ્ટ ગુલામગીરીના અમાનુષી વેપારને બંધ કરી શકે નહિ. નિર્દોષ મનુષ્યોની હાયથી સમૃદ્ધ થઈ જનારા અનેક અમીરોની નઠોરતા આગળ ન ચાલ્યા વિબરેફર્સના આસમાન જમીન એક કરનારા પ્રયત્નો, કે ન ચાલી પિટની અખલિત વાગ્ધારા. તેણે તે ભવિષ્યમાં થનારા ઈ. સ. ૧૮૦૭ અને ઈ. સ. ૧૮૩૩ના કાયદાનાં બીજ રોપ્યાં.
જે કલંક્તિ યુગમાં લાંચ અને રૂશ્વત વધી પડી હોય, તેમાં પાર્લમેન્ટની સુધારણા કયાંથી થઈ શકે? પાર્લમેન્ટ અંગ્રેજ પ્રજાની પ્રતિનિધિન હતી; કારણ કે શ્રીમંત જમીનદારે પિતાના મનધાર્યા માણસોને પાર્લમેન્ટમાં મોકલી શકતા. કેટલાંક નગર પાછળથી સમૃદ્ધ થયાં, છતાં તેમને પ્રતિનિધિ મોકલવાનો અધિકાર મળ્યો નહોતે. એથી ઉલટું કેટલાંક ક્ષીણ થએલાં શહેરમાંથી હજુ પ્રતિનિધિઓ આવતા હતા. આ ઉપરાંત કેટલાંક શહેરમાં સમિતિ (Corpo
૧. આ સંબંધી કેટલીક રસિક વિગતે પાર્લમેન્ટની સ્થિતિ તપાસનારી સમિતિએ પિતાના નિવેદનમાં રજુ કરી છે. ઉદાહરણ તરીકે એલ્ડ સેરમમાં વસ્તી ન હતી, એટલે ત્યાંથી આવનાર માણસ પોતાની તૂટેલી દિવાલને અને ઘાસવાળા ઉકરડાને.
Page #289
--------------------------------------------------------------------------
________________
ration)ને સભ્ય મેકલવાને હક મળ્યું હતું. તેઓ પ્રતિનિધિની જગાએની હરાજી કરી તેમાંથી શહેરને વહીવટ ચલાવતા લાંચરૂશ્વત પગલે પગલે હતી, અને તેના પ્રકાર અનેક હતા. સામાન્ય લોકોને મત આપ હોય, ત્યારે સભ્ય થવા ઇચછનારાઓ તેમને શરાબકબાબથી સંતુષ્ટ રાખતા, અને હજાર પૌડના ખર્ચમાં ઉતરતા. હિંદની અમલદારી ભોગવી આવેલા અનેક નવાબ” ઉપનામ પામેલા અંગ્રેજો આવે સમયે લખલૂટ ખર્ચ કરી બીજને ખર્ચના ખાડામાં ઉતારતા. પરાક્રમી પિતાને પગલે ચાલનારા દેશપ્રેમી પુત્રે આ સ્થિતિ ટાળવા માટે મતદારોની સંખ્યા વધારવાનો અને ઘસાઈ ગએલાં ગામડાને અધિકાર લઈ લેવાનો કાયદે કરવાનો સંકલ્પ કર્યો; પણ આવા કાયદાને ખરડો આણવાની રજા આપવામાં જબરો વિરોધ ઉત્પન્ન થયો, અને પિટ્ટનાં સ્વપ્ન ઉડી ગયાં. પરંતુ ત્યારથી દેશના રાજકીય જીવનમાં નવા વિચારેનાં બીજ રોપાયાં, અને તેના અંકુરે ઈ. સ. ૧૮૩૨માં ફૂટયા.
લેકવૃત્તિનાં વહેણો હજુએ રોમન કેથલિકાની વિરુદ્ધ વહેતાં હતાં, છતાં ઈ. સ. ૧૭૭૮માં રેમન કેથેલિકને થોડી ઘણુ છૂટ આપવાની હીલચાલ થઈ. પરંતુ લૉર્ડ ર્જ્યોર્જ ગેડન નામના અવિચારી, ધર્મધ, અને મંદમતિ અમીરની સરદારી નીચે કેટલાક સંકુચિત દૃષ્ટિના પ્રોટેસ્ટન્ટો આવા ફેરફારથી ચમકી ઊઠયા. તેમણે કેથલિકને છૂટ આપવા વિરુદ્ધ અરજી કરી હતી, પણ કેટલેક રથળે તોફાન થયાં. ચેકીદારેની અછતને લીધે લંડન નગર આ તફાનીએને હસ્તક પડયું. આ દારૂડીઆ ધાડપાડુઓએ છ દિવસ શહેરમાં ઉત્પાત મચાવી મૂક્યું. રાજાએ અસાધારણ ધૈર્ય અને સાહસપૂર્વક સૈન્યની સહાયથી પ્રતિનિધિ હતો. ઇંગ્લેન્ડમાં આવાં ૩૪ સ્થળોએથી ૭૦ પ્રતિનિધિઓ આવતા. કોણ મોકલે એ જમીનના માલીક. આ રીતે ચૅર્જ બીજાના અમલના અંતમાં ડયૂક ઍબ્નોર્ફોક ૧૧, લોન્સડેલ ૯, અને ઉગટન ૭ સભાસદે મેલી શક્તાં હતા. ૧૬ સ્થળે ૧૦૦ મતદારે ૩૭ પ્રતિનિધિ મેકલે, અને ૪૬ સ્થાનોમાં માત્ર ૫૦ મતદારે ૯૦ પ્રતિનિધિ મોકલી શક્તા. વળી મતદાર બનાવવાનું ધોરણ પણ ક્યાં એક હતું! અને નિયમ તો હોયજ શાના? જે ઉજ્જડ સ્થાનમાંથી શ્રીમંત જમીનદારે પોતાનો માણસ એક્લતા, તે “Pocket Boroughs કહેવાય છે. જ્યાં થોડા મતદારે વધારે લાંચ આપનારને પ્રતિનિધિ તરીકે મેકલે, તે Rotten Boroughs કહેવાય છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
બળવાખોરેને વશ કર્યા અને તેમાંના કેટલાકને ઠાર કરી શહેરમાં ધાક બેસાડી ત્યારે શાંતિ થઈ. આવો યુગમાં પિટ્ટના મનમાં કેથલિકેનું કલ્યાણ કરવાની ઉંડી ઈચ્છા હોય, તે શી રીતે સફળ થાય ? છતાં તેણે આયર્લેન્ડના કેથલિક માટે પ્રયત્ન કર્યો, પણ તેમાં તે નિષ્ફળ ગયો. દેશજીવનમાં અમાપ અસર કરી જનારાં મહાન કાર્યોનાં સ્વમ સેવવાનો અધિકાર વિરલ મહાપુરુષે - ને હોય છે. તેમના યુગમાં તેઓ ભલે નિષ્ફળ થાય, પણ તેથી તેમની મહત્તાને જરા ઝાંખપ લાગતી નથી. - આવા મહાપુરુષના અદ્દભુત કાર્યની પ્રશંશા બર્ક, ફેંકસ, અને શેરીડન
જેવા તેના વિરોધીઓ મુક્તકંઠે કરી ગયા છે. ઈ. સ. ૧૭૮૮માં રાજાને ફરીથી ચિત્તભ્રમ થયો. રાજરક્ષકની નીમણુક કરવાનો અધિકાર પાર્લમેન્ટને ખરો કે નહિ, અને યુવરાજ રાજરક્ષક થાય તે તેના અધિકારની મર્યાદા કેટલી, એ સંબંધી પિટ્ટ અને ફોકસને મતભેદ પડે. આયર્લેન્ડની પાર્લામેન્ટ મત આપ્યો, કે યુવરાજને સર્વ રાજસત્તા સોંપી દેવી જોઈએ, પણ પાર્લમેન્ટનો વિચાર તે યુવરાજને મર્યાદિત અધિકાર આપવાનો હતે. સભાગે આ મતભેદ તીવ્ર થવા પામે તે પહેલાં તો રાજાને આરામ થયો.૧
આ સમયે સમગ્ર યુરેપનાં રાષ્ટ્રની રાજકીય તેમજ સામાજિક પરિસ્થિતિ અને પ્રજાજીવન ઉપર ગંભીર અને દૂરગામી પરિણામો નીપજાવનાર તે યુગને મહાન બનાવ બન્યું, અને તે ફ્રાન્સને રાજ્યવિપ્લવ હતો. :
પ્રકરણ પણું
કાન્સનો રાજ્યવિપ્લવ કાન્સને રાજ્યવિપ્લવઃ ઈ. સ. ૧૭૮લ્માં રાજાને આરામ થયાને થડે સમય થયે, ત્યાં તે ફ્રાન્સમાં રાજ્યવિપ્લવની ભયંકર વાળા ભભૂકી નીકળી. આ વિપ્લવનાં કારણે રાજકીય, સામાજિક અને બુદ્ધિવિષયક હતાં.
૧. દેશમાંથી અશાંતિનો ભય ટળ્યો, તેથી લોકો ખૂબ ખુશી થયા. લોકોને નિઃસીમ આનંદ જોઈને રાજાએ કહ્યું, કે “લોકોનો આનંદ લેવાની ખાતર માંદા પાડવામાં મઝા છે.” લોકો એવો ઉત્સવ માણે, તે યુવરાજને ગમ્યું નહિ..
Page #291
--------------------------------------------------------------------------
________________
યુરેપના અન્ય દેશમાં સજ્યતંત્ર ધીમે ધીમે લેકવૃત્તિને અનુકૂળ કરવાના પ્રયતને થતા હતા. એથી ઉલટું બસો વર્ષથી ફ્રાન્સને રાજ્યવહીવટ સડેલા, અન્યાયી, અને જુલમી હત. સમાજતંત્ર છેક સડી ગયું હતું, અને જુદા જુદા વર્ગો વચ્ચે મોટો ભેદ પડી ગયા હતા. અમીરે, ધર્મગુરુઓ, અને શ્રીમંત વેપારીઓ સ્વછંદી, વિલાસી, અને દુરાચારી જીવન ગાળતા, અને રાજ્યને કર ભરવાની ફરજમાંથી મુક્ત રહેતા, ત્યારે બિચારા ગરીબોને ભૂખમરે વેઠવો પડતો, અને કરજના બેજાથી કચરાઈ જવું પડતું. તેમની દાદફરિયાદ સાંભળનાર કોઈ ન હતું. તેમના જાનમાલની સલામતી પણ ન હતી. જમીનદારો ખેડુતો પાસે વેઠ કરાવતા, અને ખેડુતોને પિતાનું કામ પડતું મૂકવું પડતું. આમવર્ગ પાસે રાજકીય સત્તા જેવું કશું જ ન હતું. આવા સમયમાં ઑલ્ટર, રૂ, અને મેન્ટેસ્કયુ જેવા નવીન વિચારકોએ જવલંત ભાષામાં તેજસ્વી લખાણ લખી પ્રજામાં જાગૃતિ આણી. વૈભેરે વિચારસ્વાતંત્ર્ય પર - ભાર મૂકો, અને રૂએ સમાનતા, બંધુત્વ, અને સ્વાતંત્ર્યને ઉપદેશ આપવા માંડ. લુઈ ૧૫મા અને ૧૬માએ રાજ્યની આર્થિક સ્થિતિ છેક નિર્બળ કરી નાખી. લુઈ ૧૬મો ભલે અને સદાશયી હતું, પણ તેનામાં દીર્ધદષ્ટિ ન હતી. તેને દરબાર અનીતિમાન અને ઉડાઉ હતો. દેશમાં દ્રવ્યની બેટ હતી, અને છેલ્લા વિગ્રહોમાં અઢળક ખર્ચ થયું હતું, એટલે તેણે નાણાં મેળવવાની આશાએ લેકપ્રતિનિધિઓની સભા બોલાવી. ૧૭૫ વર્ષ પછી મળેલી આ સભાએ દેશનો વહીવટ પિતાને હસ્તક લઈ લીધે, અને દેશના કાયદા અને વ્યવસ્થાને તિલાંજલિ આપી. નિરાધાર અને નિર્બળ રાજાએ તેમણે કરેલા ફેરફારો મંજુર રાખ્યા. પરંતુ ધીમે ધીમે તેણે તો આવો નબળો રાજા પણ સ્વીકારે નહિ એવાં કાર્યો કરવા માંડ્યાં, એટલે રાજાએ માથું ઉંચક્યું. પ્રજાને દબાએલે જુસ્સો ઉછળે, અને બેસ્ટાઈલ નામના ભયંકર કિલ્લા પર આક્રમણ કરી તેમણે તેને કબજે કર્યો. ઈ. સ. ૧૭૯૨માં ઑસ્ટ્રિઆ
અને મુશિઓએ લુઈની વહારે સૈન્ય મેકલ્યા; પણ ફેન્ચ સૈન્ય પાસે તેમનું - કશું ચાલ્યું નહિ. ફ્રાન્સમાં પ્રજાસત્તાક રાજ્ય જાહેર કરવામાં આવ્યું. રાજ
કુટુંબને કેદ કરવામાં આવ્યું અને પેરિસનાં બંદીખાનાં તેડીને લેકેએ જે hઈ રાજપક્ષનો છે એમ શંકા પડે તેના પર જુલમ વર્તાવવા માંડે. ઈ. સ.
Page #292
--------------------------------------------------------------------------
________________
૧૯૩માં ઉઝાંછળા અને તેફાને ચડેલા એ રાજારાણીનો શિરચ્છેદ કર્યો. અને ઢાલમગારા વગાડી ઉત્સવ જે. આ પ્રમાણે એ બિચારાં ભલાં અને નિર્દોષ રાજારાણ પૂર્વજોએ કરેલાં દુષ્કોને ભોગ થઈ પડયાં. હવે હુલ્લડબેરોની સત્તા જામી. દેશના બધા કાયદાઓનું ખંડન કરવામાં આવ્યું, અને દેશમાં આસુરી સત્તા જામી. અનેક નિર્દોષ સ્ત્રીપુરુષોનાં રક્તથી ફન્સની જમીન પલળી ગઈ. સ્વતંત્રતા, સમાનતા, અને ભ્રાતૃભાવને નામે તેમણે વિરોધીઓને ભૂંડે હાલે મારવા માંડયા. જમીનદારે અને ધર્મગુરુઓને શોધીને મારવામાં કે દબાવી દેવામાં આવ્યા. આ વખતે જેમનાથી બન્યું તે દેશ છોડીને બીજે નાઠા; તેમની માલમતા જપ્ત કરવામાં આવી.
ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ: લેકસત્તાને ઉપરીપદે સ્થાપનાર સ્વાતંત્ર્યપ્રિય અંગ્રેજો શરૂઆતમાં ફેન્ચ પ્રજાને સ્વાતંત્ર્યપ્રેમ અને આપખુદ સત્તાનાં બળાને છૂંદી નાખવાનો નિશ્ચય જોઈ તેમના પ્રત્યે સહર્ષ સહાનુભૂતિ દર્શાવવા લાગ્યા, અને ફ્રાન્સમાં ના યુગ પ્રકટ છે એમ કહેવા લાગ્યા. ઈલેન્ડમાં પણ કેટલીક સભાઓ સ્થપાઈ અને લોકોમાં વિપ્લવના સમાચાર પ્રસારવા લાગી. આથી લેકમાં આવેશ આ. કેઈને પાલમેન્ટમાં સુધારો કરવાની ઈચ્છા થઈ. તો કોઈને ફ્રાન્સના જેવું સ્વાતંત્ર્ય સ્થાપવાની ઈચ્છા થઈ. ફકસ અને બર્ક જેવાની મૈત્રી વિચારભેદમાં તૂટી. શું અંગ્રેજોએ ટુઅર્ટ રાજાને કાઢી મૂક્યો ન હતો ? તેઓ શું જુલમી કાયદાની સામે નહોતા થયા ? પરંતુ ફ્રાન્સમાં એક પછી એક કરુણ બનાવ બનતા ગયા તેમ તેમ અંગ્રેજ લેકમત બદલાવા લાગ્યો. એડમંડ બે પિતાના ફેન્ચ રાજ્યવિપ્લવ ઉપર “ચિન્તન” એ નામના પુસ્તકમાં ફ્રાન્સમાં સ્વાતંત્ર્યને નામે ચાલેલી લૂંટ, હત્યા, અને અનાચાર પ્રત્યે અણગમો દર્શાવી ભવિષ્ય ભાખ્યું, કે લેકે સંયમ છોડી પિતાની વૃત્તિને છૂટી મૂકે છે, તેનું પરિણામ આખરે સારું આવવાનું નથી. સ્વતંત્રતાને નામે સ્વછંદ ચાલશે, અને બધાં નિયમન તૂટતાં દેશમાં અવ્યવસ્થા ફાટી નીકળશે. આવી અવ્યવસ્થાનો લાભ લઈ પ્રજાને નામે સૈન્યસત્તા બળવાન બની બેસશે, ૧. તે સમયને અંગ્રેજોનો ઉત્સાહ વઝવર્થના શબ્દમાં પ્રકટ થાય છે.
Bliss it was in that dawn to be alive! But to be young was very heaven.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૯૦ અને આખરે એક માણસ સમગ્ર દેશનો ભાગ્યવિધાતા થઈ બેસશે. બના પુસ્તકની ગંભીર અસર થઈ ઇગ્લેન્ડના રાજદ્વારીઓએ ક્રાન્તિકારક વૃત્તિઓને મજબુત હાથે દબાવી દેવાની વૃત્તિ અંગીકાર કરવા માંડી.૧
આ દરમિઆન સરકારે તટસ્થવૃત્તિ જાળવી. મુખ્ય મંત્રી પિટ્ટ માનતો હતો, કે ફ્રાન્સ સિવાયના બીજા દેશોને વિપ્લવ જેડે કશે સંબંધ નથી. તે વિપારવૃદ્ધિ અને આર્થિક ઉન્નતિના પ્રશ્નોમાં એટલે બધે તલ્લીન રહેતા, કે તેને યુરોપને રાજદ્વારી મામલે તપાસવાનો અવકાશ ન હતો. તેણે એમ પણ માન્યું કે દેશમાં આવું જબરું પરિવર્તન થતું હોવાથી ફાન્સ પિતાની આંતર વ્યવસ્થામાં એટલું બધું ગુંથાઈ રહેશે, કે કેટલાંક વર્ષ સુધી ઈગ્લેન્ડને તેના તરફથી ભય રહેશે નહિ, અને એથી કરીને દેશની સર્વાગ ઉન્નતિ સાધવાના કાર્યમાં સરળતા મળશે. આથી જ તે આરૃિઆ અને પ્રશિઆ જોડે ભળ્યો નહિ. ઈ. સ. ૧૭૯રમાં ફ્રેન્ચ પ્રજાએ યુરોપની બધી પ્રજાઓને પિતાના દાખલાને અનુસરવાનો સંદેશ આપે, અને જે પ્રજા પોતાના રાજ વિરુદ્ધ શસ્ત્ર લઈ ઊઠે, તેને સહાય આપવાનું વચન આપ્યું. ફેન્ચ સૈન્ય શત્રુઓને હરાવી ટ્રિઅન નેધર્લન્ડઝ (બેજીયમ) કબજે કરી શેટ નદીમાં દરેક દેશને વહાણ લાવવાની રજા આપી પૂર્વે થએલી સંધિને ભંગ કર્યો, અને અંગ્રેજો અને વલંદાઓના વેપારને ફટકો માર્યો. હવે પિટ્ટને પિતાની નીતિ બદલવાનો વારો આવ્યો. ઈગ્લેન્ડની પાસેના દેશમાં ફ્રાન્સ જેવો જુનો શત્રુ આવી ભરાય તે કેમ ચાલે ? હજુ ઈગ્લેન્ડ પિતાની કાર્યદિશાનો નિર્ણય
૧. આ વિગ્રહ દરમિઆન પિટ્ટની આંતર નીતિ સખતાઈ ભરેલી હતી. સુધારાના કાયદાઓ અટકી પડયા એટલું જ નહિ, પરંતુ દમનનીતિ છડેચેક દાખલ કરવામાં આવી. ફ્રાન્સમાં ચાલેલા આસુરી અત્યાચારોથી ઈંગ્લેન્ડના રાજદ્વારીઓ ગભરાઈ ગયા. તેવાજ તોફાને ઈંગ્લેન્ડમાં થતાં અટકાવવા માટે પ્રજાના વિચાર અને વાણીના સ્વા"તંત્ર્ય ઉપર દાબ મૂકવામાં આવ્યા. પરદેશીઓ ઉપર સખત દેખરેખ રાખવામાં આવી. હેબીઆસ કોર્પસ કાયદાનો અમલ મોકુફ રાખી અધિકારીઓને શકદાર વ્યક્તિઓની ધરપકડ કરવાની વિશાળ સત્તા આપવામાં આવી. પછી બીજા કાયદાઓ કરી રાજદારી સભાઓ, ક્રાન્તિકારક ભાષણો, અને વર્તમાનપત્રો ઉપર બંધનો નાખવામાં આવ્યાં. પિટ્ટના મૃત્યુ પછી આવનાર મંત્રીઓએ પણ તેવી જ રાજનીતિનાં તત્ત્વો સ્વીકાર્યા.
Page #294
--------------------------------------------------------------------------
________________
: ૨૮૧
કરે તે પૂર્વે તે ફ્રાન્સનાં રાજારાણના વધ થયાના સમાચાર સાંભળી યુરેપનાં અનેક સિંહાસનો દૂજી ઊઠ્યાં; અનેક મુખેથી હાહાકાર નીકળી ગયો. ત્યાં તે ફ્રાન્સે એટબ્રિટન સામે વિગ્રહ જાહેર કર્યો, ઈ. સ. ૧૭૯૩. ' આ વિગ્રહ છેક ઇ. સ. ૧૮૧૫ સુધી ચાલ્યું, પણ તેના ત્રણ ભાગ પ્રમાણે તેને વિચાર કરવાની જરૂર છે. ઈ. સ. ૧૭૯૩થી ૧૮૦૨ સુધીના પ્રથમ વિભાગમાં મુખ્ય મંત્રી પિટ્ટ યુરેપનાં બીજા રાજ્યની બે વાર સહાય મેળવીને ફ્રાન્સની સામે થયા. પિતાના સ્થાનમાં સર્વશ્રેષ્ઠ ગજ અને ગ્રાહ વચ્ચેનું આ યુદ્ધ હતું. ઈલેન્ડનું જળસૈન્ય અપ્રતિમ હતું, તે ફ્રાન્સનું જળેસૈન્ય અનન્ય હતું. - (૧) કાન્સ જોડે વિગ્રહઃ ઈ. સ. ૧૭૯૩–૧૮૦૨. ફ્રાન્સ જોડે વિગ્રહ થયે, ત્યારે ઈલેન્ડને એકલું જ લડવાનું ન હતું. એસ્ટ્રિઆ અને પ્રશિઆ
હા,
સાગ૨
મ
ઉ સમુદ્ર
•મો
ટિ ક
આ ટલાંટિક
માઉનBusનકેશન
આમ
કોટડK Kબલીન
લીલ જે) આટ૨લીઝ ti
Jી ડોકની એના
કસ
Jટારમ વામન
0 કાળો સમુદ્રy.
મામ્બાટ્ટી |
મે બિન મેન્ટ
:
'
હાલ
- બ, સમરી
અ૬૨%
આ ક્રિ કા નેપોલિઅન ડેના વિગ્રહો.
નજર
અલેકઝાં-અજી.
Page #295
--------------------------------------------------------------------------
________________
ઇ. સ. ૧૭૯૨થી લડી રહ્યાં હતાં, જેમાં હેન્ડ અને સ્પેન ઇ. સ. ૧૭૯થી ભળ્યાં, એટલે આ સર્વ શોને “મિત્રસંધ” (Coalition) થયા. લેન્ડ અન્ય દેશને સૈન્યની સહાય કરી શકે એમ ન હતું, પણ જોઈએ તેટલી આર્થિક સહાય કરી શકે તેમ હતું. આ સર્વ રાજ્ય સંપી ગયાં હતા, તે પિટ્ટની ધારણા પ્રમાણે બે યુદ્ધોમાં ફ્રાન્સની સાન ઠેકાણે આવી જાત. પરંતુ ફાની અવ્યવસ્થામાંથી ઘટતો લાભ મેળવી સ્વાર્થ સાધવાને તત્પર બનેલાં મિત્રરાજ્યમાં કલહ થવા લાગે. ખાવાપીવાનાં સાધનની તંગી ભોગવીને સ્વદેશ પ્રત્યેના ઉત્કટ પ્રેમના આવેશમાં ચકચૂર બનેલા ફેન્ચ સૈનિકોએ ભૂમધ્ય સમુદ્રના કિનારા પર આવેલે ટુલેનને મજબુત કિલ્લે હાથ કર્યો, અને શત્રુઓને પિતાના મુલકમાંથી હાંકી કાઢ્યા એટલુંજ નહિ, પણ તેઓ હેલેન્ડમાં જઈ પહોંચ્યા. હેલેન્ડ અને સ્પેન ફ્રાન્સ જેડે મળી ગયાં એટલુંજ નહિ, પણ તેમના કાફલાએ ઈગ્લેન્ડ ઉપર ચડાઈ કરવાની તડામાર તૈયારી કરવા માંડી. ઈ. સ. ૧૭૯૬માં ટુલેનના યુદ્ધમાં પ્રખ્યાત થએલા કેસિકાના સૈનિકના પુત્ર નેપોલિયન બેનાપાર્ટ નામે આસરે ૩૦ વર્ષના એક નવલોહિયા જવાન દ્ધાએ કેન્ચ સૈન્ય લઈને ઉત્તર ઈટલી ઉપર હલે કરી. વિએના ઉપર પસાર કરી અને ગુંગળાવ્યા, અને સંધિ કરી ઈગ્લેન્ડને પક્ષ છોડી દેવાની તેમને ફરજ પાડી. હવે ઇંગ્લેન્ડને આ મહાન યુદ્ધ એટલે હાથે ખેલવાનું આવ્યું. સામુદ્રિક યુદ્ધમાં ઈંગ્લેન્ડને વિજય મળ્યું હતું. ઈ. સ. ૧૭૯૪માં ફ્રાન્સનું નૌકાસૈન્ય બ્રેસ્ટ બંદરની બહાર નીકળ્યું ન નીકળ્યું, ત્યાં તે અંગ્રેજ નૌસેનાધ્યક્ષ લોર્ડ હાઉએ તેને નાશ કરી નાખ્યું. ઈ. સ. ૧૭૯૬માં સ્પેન, હોલેન્ડ અને ફ્રાન્સનાં નૌકાસૈન્ય ઈલેન્ડ પર ચડી આવવા તૈયાર થયાં. સદ્દભાગે ત્રણ કાફલાઓ જુદે જુદે સ્થળે હતા. સ્પેનને કાલે બ્રેસ્ટ બંદરમાં ફેન્ચ કાફલાને સાથ દેવા ઉપડે ખરે, પણ રસ્તામાં અંગ્રેજ કાફલાએ સેન્ટ વિન્સેન્ટની ભૂશિર પાસે તેને અટકાવ્યું. સ્પેનનાં વહાણે મેટાં, બેડેળ, અને અગવડભરેલાં હોઈ તેમાં માણસો ઘણા અને બહાદુર પણ તાલીમ વિનાના હતા. બંને સૈન્યએ અતુલ પરાક્રમ દર્શાવ્યું, પણ આખરે હેરેશિયે નેસન નામના સાહસિક અને ચતુર દ્ધાએ રંગ રાખ્યો, અને અંગ્રેજો જીત્યા. સ્પેનનાં કેટલાંક વહાણો કેદ પકડાયાં, અને બાકીનાં
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૮૩
:
S
છે.
કે,
સોરી
1
,
છે
S:
ક
*
* *
કેડિઝ બંદરમાં પેસી ગયાં, ઈ. સ. ૧૭૯૬. આપત્તિમાં આપત્તિ આવી મળે તેમ એક ભયથી મુક્ત થતાં બીજા અનેક ભય ઉત્પન્ન થયા. સ્કોટલેન્ડમાં અસંતોષ વ્યાપ્યો હતો. આયર્લેન્ડમાં પ્રતિક્ષણે બળવો જાગી ઊઠે એ ભય રહેતો, અને અંગ્રેજી સૈન્યના ઢંગધડા ન હતા, ત્યાં સ્વીટહેડ અને નેરમાં રહેલાં નૌકાસૈન્યના ખલાસીઓએ તેફાન મચાવી કામ કરવાની ના પાડી. તેમને સારે ખેરાક અને પટપૂર પગાર મળતો ન હતા, તેમ મંદવાડમાં તેમને હેરની પેઠે નાખી રાખવામાં આવતા હતા. વળી એ સહેલાણી જીવોને કડક
હરેશિ નેલસન ધારાઓ કેમ પાલવે? ચતુર પિકે તેમની માગણીઓ ઉપર સંભાળ અને સહાનુભૂતિભર્યો વિચાર કરી તેમને મેં માગ્યું આપવાની હા પાડી. પછીથી બળવાના આગેવાનોને યોગ્ય શિક્ષા કરવામાં આવી. ડહાપણ અને મુત્સદ્દીગીરી જીત્યા, અને ખલાસીઓ ઉમંગથી કામે ચઢયા. તેમણે ડન્કન નામના નૌકાસેનાપતિની સરદારી નીચે ડચ કાફલાને કેમ્પડાઉન પાસે હરાવ્યો, ઈ. સ. ૧૭૯૭. એથી ઈલેન્ડ ઉપર સમુદ્રમાર્ગ હલ્લે કરવાની ફ્રેન્ચ યોજનાનો અંત આવ્યો. પિદે સંધિ કરવાનો એક નિષ્ફળ પ્રયત્ન કર્યો.
ઈ. સ. ૧૭૯૮માં આયર્લેન્ડમાં પ્રકટ અને પરોક્ષ બંડની જવાળા દેશને ઘેરી વળતી હતી, ત્યારે નેપોલિયને યુદ્ધ કરવાનો વિચાર તજી પૂર્વના દેશમાં સામ્રાજ્ય સ્થાપવાનો સાહસિક નિશ્ચય કર્યો. જળ અને સ્થળસૈન્ય સહિત તેણે ટુલેનથી નીકળી માલ્ટા લીધું, અને ભૂમધ્ય સમુદ્રમાં ચાર ચક્ષુ
Page #297
--------------------------------------------------------------------------
________________
નાખી ફરતા બ્રિટિશ નૌકાસૈન્યની નજર ચુકાવી તે એલેકઝાંઆિમાં ઉતરી પડે. મામેલ્યુક નામના રણશર દ્ધાઓ તેની સામે થયા, પણ તાલીમ પામેલી ફ્રેન્ચ સેનાના જોરદાર ધસારા પાસે તેમનું કંઈ વળ્યું નહિ. સમગ્ર મિસર નેપલિયનને હસ્તક પડે, પણ આ વિજયનું ખાસ પરિણામ ન આવ્યું; કેમકે દેશસેવામાં એક હાથ અને એક આંખ અર્પણ કરી ચૂકેલે, અને સેન્ટ વિન્સેન્ટના યુદ્ધમાં અદ્વિતીય પરાક્રમ વડે અપૂર્વ નામના પામેલે હરેશિયો નેલ્સન ફેન્ચ કક્ષાની શોધમાં ભૂમધ્ય સમુદ્રમાં સર્વત્ર ભમી રહ્યો હતો. ભાળ મેળવતે તે નાઈલ નદી સુધી પહોંચ્યા. લશ્કર તે ઉતરી ગયું હતું, પણ અબુકીરના અખાતમાં ફ્રેન્ચ જહાજો હારબંધ પડી રહ્યાં હતાં. મોડી રાત સુધી યુદ્ધ ચાલ્યું, પણ અંતે ફેન્ચ કક્ષાને લગભગ નાશ થયે. પૂર્વમાં સામ્રાજ્ય સ્થાપવાનાં નેપોલિયનનાં સ્વમ ઉડી ગયાં; તે મિસરમાં કેદી જેવો થઈ રહ્યો, પણ એ વીર કેસરી આપત્તિકાળમાં હિંમત હારી જાય તેવું ન હતું. નિર્જન પણ ઓળંગીને તેણે સીરિયામાં ઉતરવાને સંકલ્પ કર્યો. પરંતુ એકર બંદરના કિલ્લા પાસે અંગ્રેજ નૌસેનાની સિડની સ્મિથની સહાયથી તુર્ક સૈન્ય તેને અટકાવ્ય. બે માસ સુધી ઘેરો ઘાલ્યા છતાં જ્યારે એ શૂરા દ્ધાઓ ડગ્યા નહિ કે નમ્યા નહિ, એટલે હતાશ થએલા નેપોલિયને ઘેરે ઉઠાવી મિસર તરફ પાછાં પગલાં કર્યો, ઈ. સ. ૧૭૯૯. ઈ. સ. ૧૮૦૧માં એલેકઝાંઆિના યુદ્ધમાં અંગ્રેજોને શરણે જવું પડયું, ત્યાં સુધી નિરાશ થએલું કેન્ચ સૈન્ય મિસરમાં પડી રહ્યું, પણ નેપોલિયન એક વહાણમાં બેસી છૂપી રીતે યુરેપ ઉપડી ગયો, ઈ. સ. ૧૭૯૯.
નાઈલને યુદ્ધમાં ફ્રેન્ચ સૈન્યનો પરાજય થતાં તેની પ્રતિષ્ઠા હીણી પડી, અને અન્ય રાજ્ય ફાન્સની સામે પડવા તૈયાર થયાં. ઈગ્લેન્ડ, રશિઆ, આિ , અને તુર્કસ્તાને ફરીથી મિત્રસંધ ર, ઇ. સ. ૧૭૯૯. આ
૧. આ યુદ્ધમાં નેલસનને માથા ઉપર સખત ઘા વાગે. એક શસ્ત્રવૈદ્ય બીજ દરદીને છોડી તેની સારવાર કરવા માટે દેડી આવ્યો. એ જોઈ ઉદારચિત્ત, નિરભિમાન, અને વત્સલહૃદયના નેલ્સને કહ્યું, “એમ નહિ, મારે વારે આવે ત્યારે વાત!” 1 મિસિસ હેમાસે પોતાના કાવ્યમાં અમર કરેલા કેસાબિયાન્કાવાળું વહાણ “લ એરિયન્ટ” આ યુદ્ધમાં બળી ગયું હતું.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૮૫
સાંભળી ફ્રાન્સનું રક્ષણ કરવા નેપોલિયન મિસરથી દેડી આવ્યો અને તે સમયના રાજતંત્રને નિર્મળ કરાવી પિતે ફ્રાન્સનો પ્રથમ “સરમુખત્યારી થઈ પડે. તેણે પિતાની લાક્ષણિક નીતિ સત્વર ધારણ કરી, અને આ સંઘને તેડવાના જબરા પ્રયત્નો આદર્યા. ઑસ્ટ્રિઅનો મેરેન્ગ અને હોહનલીન્ડનનાં યુદ્ધોમાં શરમભરેલી રીતે હાર્યા, એટલે તેમણે નેપોલિયન જોડે સંધિ કરી લીધી, ઈ. સ. ૧૮૦૧. રશિઆ કયારનું સંઘ તજી ગયું હતું, એટલે ઈ. સ. ૧૮૦૦માં ગ્રેટ બ્રિટન અતિ વિષમ દશામાં આવી પડ્યું. નૌકાબળના જોર પર અંગ્રેજો પરદેશી વહાણોને ફ્રાન્સમાં માલ લઈ જતાં અટકાવતા હતા. તેમણે બાલ્ટિક સમુદ્રના કિનારા પર આવેલાં બંદરોમાંથી માલ ભરીને આવતાં વહાણને પણ અટકાવવા માંડયાં, એટલે રશિઆ, સ્વીડન, અને ડેનમાર્ક સંપ કરી અંગ્રેજો સામે વિરોધ જાહેર કર્યો. અંગ્રેજ કાફલે બાટિક જઈ પહોંચ્યું. કોપનહેગનના યુદ્ધમાં ડેનમાર્કનો કાફલે હારી ગયે, ઇ. સ. ૧૮૦૧. શહેનશાહના મરણ પછી રશિઆએ અંગ્રેજોનો વિરોધ કરવાનું છોડી દીધું. એલેકઝાંઆિમાં પણ ફેન્ચ સૈન્યને પરાભવ થયા. લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધની સતત ચિન્તા અને પરિશ્રમ વડે બંને પક્ષ થાકી ગયાઃ ફ્રાન્સનું સૈન્યબળ અતુલ હોય, તે ઈંગ્લેન્ડનું નૌકાબળ ક્યાં ઓછું હતું? સંધિ થાય તો સર્વ પ્રસન્ન થાય, પણ કેાઈ ગર્વ લે તેમ ન હતું. પિ આયર્લેન્ડમાં ઉપસ્થિત થએલા પ્રશ્ન વિષે રાજા જોડે મતભેદ થવાથી રાજીનામું આપ્યું, એટલે તેની પછી આવેલા એડિંગ્ટન નામના સામાન્ય બુદ્ધિ અને શક્તિવાળા માણસે ઈ. સ. ૧૮૦૨માં આમીની સંધિ કરી. વાસ્તવિક રીતે એ સંધિ નહિ પણ યુદ્ધવિરામ હતો, અને સૌ જાણતા હતા કે એ શાંતિને સમય વિગ્રહની તૈયારી માટે છે. સામ્રાજ્યભી નેપોલિયન
૧. આ યુદ્ધમાં નેલ્સન તાબાને અધિકારી હતો. તેના નામ સ્વભાવના સંશયશીલ ઉપરીને વિજયની આશા ઓછી હતી. તેણે પોતાના વહાણ પર પાછા ફરવાની આજ્ઞા દર્શાવનારો વાવટે ચડાવી દીધો. ચતુર નેલ્સનને મન આ ઘડી વિજયની હતી, એટલે તેણે પિતાની ફૂટેલી આંખે દૂરબીન ચડાવી કહ્યું કે “હું તો કંઈ જતો નથી, આપણાં વહાણો આગળ ચલાવો. વિજય મળ્યા પછી ડેનમાર્કના યુવરાજને તેણે કહ્યું, કે “હવેથી તમને ઈંગ્લેન્ડની મૈત્રી મળશે, એજ તમારે મેટે વિજય સમજે.”
Page #299
--------------------------------------------------------------------------
________________
હજ યુરેપને વશ કરી લેવાની જવાઓ ઘડી રહ્યો હતો. હા તેને સિકંદરની પેઠે પૂર્વના વિજેતા થવાની હોંસ હતી. હજુ તે અંગ્રેજોને મુલકા લઈ લેવાની આશામાં મોટું સૈન્ય તૈયાર કરતા હતા. એક વર્ષમાં તેણે સંધિને ભંગ કરી સ્વિટઝર્લેન્ડ અને ઈટલી લઈ લીધાં, એટલે ઈંગ્લેન્ડે માટા ખાલી કરવાની ના પાડી. અંતે ફરીથી વિગ્રહ ચાલ્યો.
(૨) નેપોલિયન ડે વિગ્રહઃ ઈ. સ. ૧૮૦૪–૧૮૦૮. અસાધારણ શક્તિ, યુદ્ધકળામાં અદ્દભુત પ્રવીણતા, અથાક પરિશ્રમ, દીર્ધદષ્ટિ, અને અજોડ સાહસિકતાથી ઉત્તરોત્તર વિજયને વરેલે નેપોલિયન ઇ. સ. ૧૮૦૪માં ફાન્સને “સમ્રા થયે, અને તે સમગ્ર યુરેપને પિતાનાં ચરણ ચુંબત કરી
દેવાની યોજના ઘડવા લાગે. ઈગ્લેન્ડ પર તેની દષ્ટિ ક્યારની ચાંટી હતી, એટલે તે ટુલેન પાસે આશરે ૧,૦૦,૦૦૦ સૈનિકે એકત્ર કરી અંગ્રેજી ખાડીમાં પગપેસાર કરવાનો લાગ શોધતો હતે. “ફક્ત છ કલાક અંગ્રેજી ખાડી મારા કબજામાં આવે, તે ઈગ્લેન્ડ મારે સ્વાધીન થઈ જાય” એમ તે કહેતા. ફેન્ચ કાફલા તે બ્રેસ્ટ અને ટુલેનમાં પડ્યા હતા, અને સાવધ અંગ્રેજ
નાવિકે ચોમેર દષ્ટિ ફેરવતા - નેપોલિયન બોનાપાર્ટ ખાડીને સુરક્ષિત રાખતા હતા. એટલે નેપોલિયને નવો દાવ નાખવાની યોજના કરી. સ્પેન ફાન્સ જોડે મળી ગયું હતું. એટલે પેજના પ્રમાણે ટુલનને કાલે કેડિઝમાં સ્પેનના કાફલા જોડે મળી વેસ્ટ ઈન્ડિઝ તરફ જવા લાગ્યો. નેલ્સનને ખબર પડતાં તેણે તેમની પૂઠ પકડી, પણ શત્રુઓ જણાયા નહિ. તેઓ ઉતાવળે બેસ્ટ
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૪૭
''
તા. ધસારા કરતા હતા, પણ માર્ગમાં ફિનિસ્ટરની ભૂશિર આગળ બીજા અંગ્રેજ કાલાએ તેમને હરાવ્યા. ભયભીત થએલા ફ્રેન્ચ નાવિકા જીવ ચાવવા ક્રેડિઝમાં પાછા ગયા. દરમિઆન નેલ્સન મર્યું પામી પા વળ્યા, અને નેપોલિયનના કટુવચનથી ઉત્તેજિત થઈ ડિઝથી બ્રેસ્ટ આવવા નીક– બેલા ફ્રેન્ચ કાફલાને ટ્રફાલ્ગર પાસે મળ્યો, ઇ. સ. ૧૮૦૫. આ સ્થળે દારુણુ સંગ્રામ મચ્ચેા. “ પ્રત્યેક મનુષ્ય પેાતાનુ કાર્ય કરશે, એવી ઈંગ્લેન્ડ આશા શુખે છે” એવે નેલ્સનના વહાણુ પર મુદ્રાલેખ વાંચીને ઉત્સાહિત થએલા અંગ્રેજોએ શત્રુઓનાં ૧૯ જહાજો કબજે કર્યા. પરંતુ આ યુદ્ધમાં ઈંગ્લેન્ડનો માન્ તારણહાર નેલ્સન ઘવાયે। અને મરણ પામ્યા. વિજયના આનંદ સાથે શે।ની ગમગીની ફેલાઈ; પણ એ અમરકીર્તિ સરદારે ફ્રાન્સની નૌશક્તિતે સબળ ફટકા લગાવ્યા હતા. પરિણામે નેપોલિયનના અધઃપાતના ગણેશ એવા, અને ઈંગ્લેન્ડનું સામુદ્રિક વર્ચસ્વ દૃઢ બનીને તેના ભાવિ સામ્રાજ્યને ચેોખંડ વિસ્તૃત બનવાનો માર્ગ ખુલ્લા થયા. છેવટે ફ્રાન્સે ઈંગ્લેન્ડ જોડે દરઆઈ યુદ્ધ કરવાનું માંડી વાળ્યું. તેનો કાઢ્યો તૂટી ગયે, તેના નાવિકાનો કચ્ચરઘાણ નીકળી ગયા, તેમજ નવાં વહાણા તૈયાર થાય અને ઈંગ્લેન્ડના કુશળ નાવિકાની ભેટ લઈ શકે તેવી તાલીમ લીધેલા નવા નાવિદ્યુ ઉત્પન્ન ચય, ત્યાં સુધી ઈંગ્લેન્ડને ફ્રાન્સના નૌકાસૈન્યનેા ભય રહ્યો નહિ,
હતાશ થએલા નેપોલિયને ઈંગ્લેન્ડ પરથી દૃષ્ટિ ઉઠાવી ખીર્ઝા રાજ્યા પર નાખી. રણક્ષેત્રમાં તેનો સમેાવડીએ કાઈ ન હતા, પટ્ટે મંત્રીપદ સ્વીકારી સ્ટ્રિ, રશિય, મુશિ, અને ગ્રેટબ્રિટનના મિત્રસંધ રચ્યો હતો. પરંતુ
૧. આ યુદ્ધનું તાદશ વર્ણન પાધ્યેવના મનેાહર કાવ્ય ટ્રફાલ્ગર ’માં આપ્યું છે. નેલ્સનના મૃત્યુથી પ્રજાને થએલા પ્રિયજનના મરણ જેટલે શાક વર્ણવતાં તે કહે છે— Here ye the heart of a nation, Groan, for her saviour is gone: Gallant and true and tender, Child and chieftain in one? Sigh another day never, England will weep for again:
When the triumph darken'd the triumph,
And the hero of heroes was slain.
6
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૯ :
નેપોલિયને રશિઆ અને ઐસ્ટ્રિઆનાં સૈન્યને ઓસ્ટલિટઝ પાસે હરાવ્યાં, અને બીજે વર્ષે પ્રશિઆ છનાના યુદ્ધમાં હર્યું. આથી નેપોલિયન યુરોપમાં સર્વશ્રેષ્ઠ બની ગયે.(તેણે ગ્રેટબ્રિટનનો સામુદ્રિક વેપાર ધી નાખી તેને શક્તિહીન કરવાના આશયથી બર્લિનથી ફરમાન કાઢયું, કે ફ્રાન્સના મિત્રરાજ્યના મુલકમાં કોઈએ ગ્રેટબ્રિટન અથવા તેનાં સંસ્થાનમાં બનેલે માલ અથવા તેનાં વહાણોને આવવા દેવા નહિ. ઈગ્લેન્ડે આ ફરમાનના જવાબમાં એવું ‘શાસન’ (Orders in Council) કાઢયું કે જ્યાં તેનાં વહાણે જઈ શકે નહિ, ત્યાં અન્ય રાજ્યનાં વહાણોએ પણ જવું નહિ. પરિણામે નૌકાસૈન્યના પ્રાબલ્યને લીધે ઈગ્લેન્ડના શાસનનો કડક અમલ થયો, એટલે યુરોપનાં રાજ્યમાં જીવનની આવશ્યક વસ્તુઓ દુર્લભ થઈ પડી, અને દાણચોરી ચાલવા લાગી. હવે ઈરલેન્ડને માલ બીજા દેશોમાં થઈ છૂપી રીતે ફ્રાન્સમાં જવા લાગ્યો. તે એટલે સુધી કે ખુદ ફ્રેન્ચ સૈનિકોના કામળા અને પગરખાં પણ ઈગ્લેન્ડની બનાવટમાં આવવા લાગ્યાં. )
ઈ. સ. ૧૮૦૭માં રશિઆએ નેપોલિયન જોડે સંધિ કરી લીધી, એટલે ત્રીજા સંઘને અંત આવ્યો. , પિદના મૃત્યુ પછી લૈર્ડ ગ્રેન્યુલ, ફેકસ અને એડિંટન જેવા વિવિધ પક્ષવાળાઓનું સંયુક્ત મંત્રીમંડળ અધિકારમાં આવ્યું. તેમનામાં વિગ્રહ ચલાવવાની શક્તિ ન હતી, એટલે તેમણે સંધિ કરવાની વિષ્ટિ ચલાવી, પણ વ્યર્થ. તેમણે ગુલામગીરી બંધ કરવાને કાયદો કર્યો. વળી કેથલિકને ધાર્મિક છૂટ આપવાના પ્રશ્નમાં તેમને રાજા જોડે મતભેદ થયે, એટલે પાર્ટલેન્ડને ઠાકર મંત્રીપદે આવ્યો. સદ્દભાગ્યે તે મંડળમાં જ્યોર્જ કેનિંગ જેવો પિટ્ટની રાજનીતિને અનુયાયી અધિકાર પર આવ્યો. રશિઆ અને ફ્રાન્સ વચ્ચે સંધિ થયા પછી કેનિંગને ભય પેઠે, કે નેપોલિયન ડેનમાર્ક પર ચડાઈ કરી તેના નૌકાસૈન્યને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઉપયોગ કરશે. તેણે એકદમ કેઈન
૧. કહેવાય છે કે આ હારના સમાચાર મળ્યા, ત્યારે પિટ્ટ યુરેપનો નકશો જતા હતા. તેણે શોકસમાચાર સાંભળીને ભાગેલા હૈયે કહ્યું, કે “એ નશો વીંટી મૂકે; હવે દસ વર્ષ સુધી એને ખપ પડવાનો નથી.” નિરાશાના આઘાતમાં તે મરણ પામ્યો.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૯
જાણે તેમ ક્રાપનહેગન તરફ કાક્ષ્ા રવાના કરી દીધા. નિર્ભય ડેનોએ પોતાને કાટ્લે અંગ્રેજોને સોંપવાની ના પાડી, એટલે કેાપનહેગન પર અંગ્રેજ તાપેાનો ભયંકર મારા શરૂ થયે!. ચાર દિવસમાં ડેન કાફલા શરણે આવ્યા, અને પુષ્કળ સામગ્રી તથા દારૂગાળા સહિત તેને ઈંગ્લેન્ડ લઈ જવામાં આવ્યો.
દ્વીપકલ્પીય વિગ્રહઃ ઇ. સ. ૧૮૦૮–૧૮૧૪. દરમિઆન નેપોલિયનના ઉપર ભાગ્યદેવી પ્રસન્ન હતી. તે એક સામાન્ય લશ્કરી અમલદારમાંથી બાર વર્ષમાં ફ્રાન્સનો સમ્રાટ્ અને યુરે।પના સત્તાધીશ થઈ બેઠા. યુરેાપના ઘણાખરા રાજ્યકર્તાએ તેની કૃપાની યાચના કરતા પોતાના રાજમુકુટા નમાવી તેના પગ પાસે ઢળી પડતા. તેના બર્લિનના ફરમાનના પ્રકટ અનાદર કરવાની કાઈની તાકાત ન હતી. પરંતુ પોર્ટુગલના નાના રાજ્યને આ ફરમાન માન્ય ન હતું, એટલે ધે ભરાએલા નેપોલિયન સૈન્ય સહિત તે દેશમાં ગયા, અને ત્યાંના રાજાને પદભ્રષ્ટ કરી પોતાના ભાઈ ને ગાદીએ બેસાડયા. એથી રાજકુટુંબ વખાનું માથું બ્રાઝિલ ચાલ્યું ગયું. તે દરમિઆન સ્પેનના રાજાને યુક્તિપ્રયુક્તિથી સમાવી નેપાલિયને તેને પણ રાજ્યગાદી છેડવાની ફરજ પાડી, અને ત્યાં પોતાના ખીજા ભાઈ ને ગાદીએ બેસાડયેા. સ્પેનની તેજસ્વી પ્રજા આવું કષ્ટ સહન કરી શકી નહિ, અને ત્યાં બળવા થયા. આમ પોર્ટુગલ અને સ્પેનમાં નેપોલિયનની આણ વર્તાઈ, પણ પ્રજાકીય બળવા શરૂ થયા; એટલે ઈંગ્લેન્ડે પ્રસંગ વિચારી આ બંને દેશને ધન અને સૈન્યની સહાય આપવા માંડી.
આ કામને માટે સર આર્થર વેલેસ્લીને પસંદ કરવામાં આવ્યા. તે ભાવહીન, આવેશરહિત, કડક, અને શ્લેષ્મ પ્રકૃતિવાળા હતા. પરંતુ તેણે મરાઠા સાથેનાં યુદ્ધોમાં અપ્રતિમ કીર્તિ મેળવી હતી. તેની સરદારી નીચે વિમીરાના યુદ્ધમાં અંગ્રેજ સૈન્યે ફ્રેન્ચોને હરાવ્યા, અને તેમને પોર્ટુગલમાંથી હાંકી કાઢયા. આટલેથી સ્પેનના નવા રાજાને પણ જીવ લઈ તે નાસવું પૂછ્યું. આ સમાચાર સાંભળીને નેપોલિયન માટું સૈન્ય લઈ ને સ્પેનમાં ઉતરી આવ્યા, અને તેણે મેડ્રિડ કબજે કર્યું. આ વખતે વેલેસ્લીનું સ્થાન સર્ જ્વાન મૂરે લીધું હતું. તે સાલામાન્કા જવાના પ્રયત્ન કરતા હતા, પણ સુવીર ફ્રેન્ચાના અથાગ બળ સામે તેનું કંઈ ન ચાલ્યું. અંગ્રેજ વહાણા
૧૯
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૦ આવશે, એટલે સૈન્યને રવાના કરી દેવાશે એવી આશામાં પાછો હટીને તે કેરજ્ઞા ગયે. અહીં ખૂનખાર યુદ્ધ થયું; તેમાં તે પોતે મૃત્યુ પામ્યો, એટલે તેનું ક્ષીણ થઈ ગએલું સૈન્ય સુરક્ષિત રીતે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયું. ઈ. સ. ૧૮૦૯. આમ આ બાજુએ તે ફેન્ચોએ વિજય મેળવ્યું, પણ આ યુદ્ધમાં ફ્રેન્ચ સૈન્યને રેકાએલું જાણું ઑસ્ટ્રિઆના લેકેએ ફેન્ચ ધુંસરી ફેંકી દેવાના પ્રયત્નો કરવા માંડયા, એટલે સ્પેન છેડીને એ યુદ્ધકેસરી
- બિ સ્કેનો અખાત
દઇ
રીનીઝ ,
વિહિયા રાજા
આ
પર્વત
Sલ (
+ મામામા અડલિગો નાવરા,
માઈનર)
યાત્રિક
MATOLA
-
- -
-
સ મ ટ
-
Bડિઝ
ણ
ભ મ
કાલ જો આ
Mીપકભીય વિગ્રહ
|con
-
ઓસ્ટિઆ જઈ પહોંચ્યા. ત્રણ માસમાં તેણે પોતાની અનુપમ શક્તિ વડે તે દુર્ભાગી દેશને ચરણ તળે ચૅપી દીધે.
" ઈ. સ. ૧૮૦૯ના એપ્રિલ માસમાં વેલેસ્લી ફરીથી સેનાપતિ થઈને દ્વીપકલ્પમાં આવ્યું. તેનું સૈન્ય નાનું પણ ચુનંદુ હતું. પોર્ટુગલ અને સ્પેનને લકામાં સ્વદેશપ્રેમ ઘણે હતા, અને યુદ્ધ કરવાની આતુરતા તીવ્ર હતી, પણ સેજલને લીધે તેઓ સહાયરૂપ થવાને બદલેં વિનરૂપ થઈ પડ્યાં. એ સાથે
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૯૧
દેશ પણ અજાણે, અને સામગ્રી પણ શેડી અને ખરાબ હતી, છતાં વેલેસ્લીએ તાલેવરાના યુદ્ધમાં સંપૂર્ણ જય મેળવ્ય, ઈ. સ. ૧૮૦૯. તેના આ ઉજજવળ પરાક્રમના બદલામાં તેને વેલિંગ્ટન ડયૂક બનાવવામાં આવ્યું. વિજયને અંતે પાછા વળતા વેલિંગ્ટનની પૂઠે ફેન્ચ સરદારે નાસતા શિકારની પાછળ પારધીઓની પેઠે દેડિયા, એટલે તે લિઅન પાછો ગયો. ત્યાં તેણે ટેરેસ ગ્રાસને ત્રેવડે અભેદ્ય દુર્ગ રચી શત્રુઓને હંફાવવાની પેરવી કરી. આ દુર્ગ લેવાની અથવા તો શત્રુને યુદ્ધ માટે બહાર બોલાવવાની ફેન્ચ સરદારની અનેક યુક્તિઓ નિષ્ફળ ગઈ, એટલે ફેન્ચ સિન્યને પોર્ટુગલ છોડવું પડયું, ઈ. સ. ૧૮૧૧. હવે વેલિંગ્ટને દુર્ગમાંથી નીકળી પરાક્રમની અખંડ પરંપરા દર્શાવવા માંડી. આખુરા પાસે ફેન્ચ સૈન્યને પરાભવ કરી તેણે સુડેડ રેગિ અને બડેજેસ નામના સરહદ પરના અગત્યના બે કિલ્લા કબજે કર્યા, ઇ. સ. ૧૮૧૨. પછી સાલામાન્કાના યુદ્ધમાં જય મેળવી મેરિડ હાથે કર્યું, અને ઇ. સ. ૧૮૧૩માં વિટારિયાના યુદ્ધમાં ફેન્ચ સૈન્યને છેલ્લે પ્રહાર કરી સ્પેન છેડી જવાની ફરજ પાડી. પરાક્રમી ફેન્સે પાછા હઠયા પણ એકદમ નમ્યા નહિ; નવ દિવસ અને નવ રાત સુધી પિરીનીઝ પર્વતની સાંકડી, અંધારી, અને વેરાન ખીણોમાં બંને પક્ષો વચ્ચે હાથે હાથ જીવલેણ યુદ્ધ ચાલ્યું. અંતે આ યુદ્ધમાં એ મરણઆ ફેન્ચ સૈનિકે અંગ્રેજ શાને ધીમે ધીમે નમ્યા. સાથે સાથે ટુલુઝના યુદ્ધમાં પણ ફેન્ચ સૈન્ય હારવાથી દ્વીપકલ્પીય વિગ્રહની પૂર્ણાહુતિ થઈ. એ પછી વેલિંગ્ટને પરાક્રમી અને જયવંત સૈન્ય સહિત ફ્રાન્સની પુણ્ય ભૂમિમાં પગલાં કર્યો.
વિગ્રહના અંતને આરંભ: રશિઆને શહેનશાહે નેપોલિયન ડે પહેલેથી સંધિ કરી હતી. પરંતુ બર્લિનના ફરમાન પ્રમાણે વર્તવાનું તેને અનુકૂળ આવતું ન હતું, એટલે તેણે ફ્રાન્સ જોડેની સંધિનો ભંગ કર્યો. બેવચની શહેનશાહને સખત શિક્ષા કરવા એક બાજુએ ઈ. સ. ૧૮૧૨માં વેલિંગ્ટન સાલામાન્કાનું યુદ્ધ લડી રહ્યો હતો, ત્યારે બીજી બાજુએ નેપોલિયન છ લાખ સૈનિકે સાથે મેક્કે પહોંચે. પરંતુ રશિઅને સંધિ કરવાને બદલે નગર છોડી નાઠા હતા, અને આસપાસના પ્રદેશ ઉજ્જડ કરેલ હતો. આમ ફ્રેન્યો મોઢે સુધી ગયા ખરા, પણ રાત્રે નગરમાં તેમના સૈન્યની દુર્દશા બેઠી.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૨
રશિઆના ગાત્રો હારી નાખે તેવા શિઆળામાં તેમને કાઈ આશ્રયસ્થાન રહ્યું નહિ, અને ખાવાના વખા પડવા લાગ્યા. તેમની પાસે પૂરતાં સાધન પણ નહાતાં. આથી એકાદ માસ રહીને ભૂખ, ટાઢ, અને તાથી વ્યાકુળ થએલા શૂરા સૈનિકા રવદેશ પાછા નીકળ્યા, એટલે રસ્તામાં રશિઅન હયદળે તેમને ખૂબ રંજાડયા. નેપોલિયનના મહાન્ સૈન્યનો દસમા ભાગ મૃત્યુમુખમાંથી બચવા પામ્યા નહિ. હવે તેની પાસે ખીનકેળવાયલા નવજુવાનોનું સૈન્ય રહ્યું, એટલે રશિઆ, મુશિઆ, અને આસ્ટ્રિનાં સંયુક્ત સૈન્યાએ તેને લીપઝીગના યુદ્ધમાં હરાવી ફ્રાન્સ પર ધસારા કર્યાં, ઇ. સ. ૧૮૧૭. વળી પશ્ચિમ તરફથી સ્પેનનાં યુદ્ધોમાં વિજયી થએલો વીર વેલિંગ્ટન ફ્રાન્સ પર નેપોલિયનની ભેટ લેવા આવતા હતા. હવે નેપોલિયનનો સિતારો આથમવા લાગ્યા. તેણે અનેક વેળા શત્રુઓને હઠાવ્યા હતા, પણ તેમના એકત્ર બળ સામે તેનું કંઈ વળ્યું નહિ. હવે શત્રુઓએ ઇ. સ. ૧૮૧૪માં પેરિસમાં વિજયપ્રવેશ કર્યો, અને નેપોલિયનને રાજ્યત્યાગ કરવા પડયા. પ્રથમ ફાંસીએ ચડેલા રાજાના કનિષ્ઠ ભાઈને ફ્રાન્સને સિંહાસને બેસાડવામાં આવ્યા. તેણે નેપોલિયનને એક લાખ પૌન્ડનું વર્ષાસન બાંધી આપી એલ્ખાના ટાપુમાં રાજકેદી તરીકે મોકલી દીધા. ફ્રાન્સને ઇ. સ. ૧૭૯૨ પછી જીતેલા સર્વ પ્રદેશે! પાછા આપી દેવા પડયા. (૩) તેપાલિયન જોડે વિષદુઃ
ઈ. સ. ૧૮૧૫. સમસ્ત ખંડમાં ય અને શાપરૂપ થઈ પડેલી મહાન લડાયક શક્તિને ક્ષય થયા કે અંત આવ્યે, એમ જાણી યુરેાપના રાજા અને મુત્સદ્દી રાષ્ટ્રનો ભાવ્યનિર્ણય કરવા વિએનામાં એકઠા થયા. પરંતુ તેમનામાં ક્લેશ અને દ્વેષ ઊઠયાં, અને ફરીથી વિગ્રહ ચાલે એવા સંભવ જણાય. એટલામાં સમાચાર આવ્યા, કે એલ્બાનો રાજકેદી નાસી છૂટયા છે, તેની હાકલના અબ આકર્ષણથી ખેંચાઈ ને તેના
યૂક આવ્ વલિંગ્ટન
Page #306
--------------------------------------------------------------------------
________________
ર૯૩ હજારો જુના સૈનિકે તેના સદવિજયી ધ્વજ નીચે એકઠા થયા છે, અને તેણે સમ્રાપદ ધારણ કર્યું છે. વિએનાની પરિષદ્ વીખરાઈ ગઈ.નેપોલિયનને વિશ્વદ્રોહી જાહેર કરવામાં આવ્યો, અને તેને જેર કરવા ગ્રેટબ્રિટન, પ્રશિઆ, રશિઆ, અને ઐસ્ટ્રિઆને ચોથો મિત્રસંઘ રચાય. એક બાજુએ આ અને રશિઆ પૂર્વ સરહદ પરથી ફોન્સ પર આક્રમણ કરવાની તૈયારી કરવા લાગ્યાં. બીજી બાજુએ વેલિગ્ટનની સરદારી નીચે અંગ્રેજ સૈન્ય બ્રસેલ્સ અને પેન્ટની આસપાસ, અને ત્રીજી બાજુએ બ્લશરની આગેવાની નીચે મુશિઅન સૈન્ય નામૂર અને લીજની પાસે પડયું હતું. પ્રથમ આ બે સૈન્ય સાવધ થઈ ગયાં, એટલે નેપોલિયન તેમની જોડે યુદ્ધ કરવા ઉપડે. ઈ. સ. ૧૮૧૫ના જુનમાં ફેન્ચ સેને આ બંને સૈન્ય ઉપર આક્રમણ કરી તેમને ભયભીત કરી મૂક્યાં. પરંતુ તેજ માસની ૧૮મી તારીખે યુરોપના કુરુક્ષેત્ર સમા બેલ્જયમમાં આવેલા વૅટર્લીના યુદ્ધમાં યુરોપના ઈતિહાસને ભાવિ ક્રમ નક્કી થઈ ગયો. આગલી રાત્રે વરસાદ પડવાથી જમીન ભીની અને પિચી થઈ ગઈ હતી. એટલે ફેન્ચોનાં ભારે તોપખાનાં ફરી શક્તાં ન હતાં; છતાં પોતાના વતવર્ણ અશ્વ ઉપર સવારી કરી નેપોલિયન પોતાના સૈન્યને પ્રોત્સાહન આપી રહ્યો. સવારના ૧૧થી રાતના ૮ સુધી યુદ્ધ ચાલ્યું. બંને પક્ષ બહાદુરીથી લડયા. વેલિંગ્ટનની સરદારી નીચે અંગ્રેજોએ અદ્દભુત પરાક્રમ દર્શાવ્યું, પણ ફેન્ચો ગાંજ્યા જાય તેવા ન હતા. એટલામાં બ્લશર વહાર કરવા આવી પહોંચ્યો, અને અનેક વર્ષોનું યુદ્ધ સંપૂર્ણ થયું. સામાન, સૈન્ય, સિંહાસન, અને સ્વાતંત્ર્ય એ સર્વ નેપોલિયને ખાયાં. પરાજયનું કલંક ચેટયા છતાં પ્રાણ વહાલ કરી તે મધ્યરાત્રિએ રણભૂમિમાંથી મારતે ઘોડે પલાયન કરી ગયો, અને થોડા સમય પછી બેલેરેને નામે અંગ્રેજી મનવારના કપ્તાનને શરણે થયે. - નેપોલિયન પિતાની અપૂર્વ અને અનન્ય શક્તિથી સામાન્ય સૈનિકમાંથી સમ્રાપદે ચડે. તેણે પોતાના અસાધારણ યુદ્ધનૈપુણ્ય અને પરાક્રમથી સમગ્ર યુરોપને આંજી નાખ્યો. પરંતુ અનેક પિતૃહીન બાળકે, અનેક અનાથ સ્ત્રીઓ, તેમજ અનેક નિઃસંતાન કુટુંબનાં ઉનાં અશ્રુઓથી સિંચાએલી અને નિઃશ્વાસથી પિષાએલી એ મહત્તા વિદ્યુતના ચમકારાની પેઠે ક્ષણભરમાં ચાલી ગઈ. જે સામ્રાજ્યતૃષ્ણાથી પ્રેરાઈને તેણે હિમગિરિ આસનાં દુર્ગમ શિખરેમાંથી
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૪
માર્ગ કર્યાં, તેજ સામ્રાજ્યતૃષ્ણાના ોમમાં તેણે અનેક રણક્ષેત્રોમાં રક્તસરિતા આ વહેવડાવી, અને અનેક રંગડ, જુવાન, તેમજ બત્રીસલક્ષણા માણસાના માંસનું ખેતરાને ખાતર આપ્યું. જિંદગીનાં છેવટનાં વર્ષોમાં જીવનના વિપર્યય અને પ્રતિષ્ઠાની ક્ષણભંગુરતા વિષે પોતાના એકાંત કારાવાસમાં વિચારત યુરેાપને આ સમયે સેનાપતિ ઇ. સ. ૧૮૨૧માં વિદેહ થયેા.
પેરિસની સંધિથી માલ્ટા, મેારિશિયસ, ડેલીગેોલેન્ડ, અને કૅપ આપ્યું ગુડ હોપ ગ્રેટબ્રિટનને મળ્યાં. સેકસની અને હાઈન નદી ઉપરનો વિશાળ પ્રદેશ મુશિઆને ભાગ આવ્યા. વળી રશિઆને પોલેન્ડમાંથી થેાડે પ્રદેશ અને આસ્ટ્રિને ઈટલીના થાડા મુલક મળ્યા, તેમજ બેલ્જીયમને હોલેન્ડ સાથે જોડી દેવામાં આવ્યું. ગ્રેટબ્રિટને દ્રવ્ય અને મનુષ્યેાના જે ભાગ આપ્યા, તેના પ્રમાણમાં તેને સ્વપ બદલેા મળ્યા, પણ તેનું સામુદ્રિક વર્ચસ્વ દૃઢ થયું, તેના સામ્રાજ્યનો સત્વર્ વિકાસ થયા, અને જગતનાં અન્ય રાષ્ટ્રની આંખમાં ખટકે તેવા વેપાર ખેડવાની તેને સગવડ મળી.
અશાંતિઃ ઇ. સ. ૧૮૧૫–૧૮૨૦. વૉટર્જીના મહાયુદ્ધ પછી યુરોપમાં ત્રીસ વર્ષે અખંડ શાંતિ રહી; પરંતુ એ બાહ્ય શાંતિના વાતાવરણમાં હૃદયની અશાંતિ ધડકી રહી. ફ્રાન્સની રાજ્યક્રાન્તિ અને નેપેલિયન જોડે થએલા વિગ્રહાને પરિણામે યુરોપમાં સર્વત્ર સામાજિક અને રાજકીય અસંતોષ અને વ્યગ્રતા પ્રસરી રહ્યાં. દેશના રાજ્યતંત્રમાં ભાગ લેવાની વૃદ્ધિ પામતી લેચ્છાને લીધે યુરોપનાં અનેક રાજ્યામાં અશાંતિ, અસંતાય, અને ક્રાન્તિનું વાતાવરણ પ્રસરી રહ્યું, તેમાં વિગ્રહના આનુષંગિક, આર્થિક, અને ઔદ્યોગિક માજાથી વાતાવરણ મલિન થઈ ગયું. ફ્રાન્સના રાજ્યવિપ્લવથી ભયભીત થઈ ગએલા રાજાઓ અને મુત્સદ્દીએ સુધારાને માટે તીવ્ર થતી લેાકવૃત્તિને દાખી દેવાના પ્રયત્નો કરી રહ્યા. કેસલરીધ જેવા ચતુર પરદેશમંત્રીની રાજનીતિથી
૧. ઓગણીસમા સૈકાના આરંભમાં રાષ્ટ્રીયત્વની ભાવના ઉદય પામી. એલ્બામાંથી નાસી છૂટેલા નેપાલિયને પેાતાને અર્વાચીન યુગની સ્વતંત્ર પ્રાના પ્રતિનિધિ તરીકે ઓળખાવ્યો. આવાં સંચાલનને પ્રતિકારી યાજવા માટે યુરોપના રાજકર્તાએ અનેક વાર પિરષદો ભરતા, અને ક્રાન્તિને ભય ટાળવા મૈત્રીસંબંધેા બાંધતા. ઇ. સ. ૧૮૨૦માં પવિત્ર સંબંધ' (Holy Alliance) રચાયા. રશિઆના ઝાર એલેકઝાંડર
Page #308
--------------------------------------------------------------------------
________________
૨ષ બિટન આવા પ્રયત્નોમાં સહકાર આપવા તત્પર ન હતું, છતાં દેશમાં બીજાં કારણથી પણ અસંતોષ ઓછો ન હતો. '
- વિગ્રહ દરમિઆન દેશમાં પ્રજાકીય ઋણના ડુંગર થયા, કરનો બેજે વધી ગયો, ધાન્યના ભાવ ચડી ગયા, અને રોજગારીનો દર છેક નીચે પડી ગયે. દેશમાં વધતી જતી પ્રજા માટે પૂરતું ધાન્ય ઉત્પન્ન થતું ન હતું. ઈ. સ. ૧૮૧૫માં જમીનદારોના હિતચિંતક ટોરી મંત્રીઓએ ધાન્યનો કાયદો કરી એવી આજ્ઞા ફરમાવી, કે ૨૮ રતલ ઘઉને દર ૮૦ શિલિંગ થાય, ત્યાં સુધી કોઈ એ પરદેશથી ધાન્ય મંગાવવું નહિ. પરદેશી સ્પર્ધા દૂર થવાથી જમીનદારે અને ખેડુતોને કમાણીને તડાકે પશે, પણ બિચારા નિર્ધન અને કામ વિનાના કારીગરોને ભૂખમરે વેઠવાનો વારો આવ્યો. દેશમાં નવાં યંત્રોની શોધ થતાં અસંખ્ય માણસો કામ વિનાનાં થઈ પડ્યાં. અને યંત્રોથી ઉત્પન્ન થતો માલ ખપત કરતાં વધારે હતો એટલે કેટલેક સમય કારખાનાં બંધ રાખવાની જરૂર પડી. કારખાનામાં કામ કરતા મજુરોનું કરણું અને કંપારી ઉપજાવે એવું જીવન જોઈને સમાજમાં યંત્રો પ્રત્યે તિરસ્કાર પ્રકટયો. કામધંધા વિનાના અસંખ્ય રખડેલ અને નિરુદ્યમી માણસે ટોળાબંધ દેશમાં સ્વચ્છેદે ભમવા લાગ્યા, સંચાઓ તોડી કેડી નાખવા લાગ્યા, અને ઠેરઠેર તેફાનો મચ્યાં. ભૂખે મરતા કારીગરો કરગરીને કહેતા કે પાર્લમેન્ટ માત્ર જમીનદાર અને તેમના હિતેચ્છુઓની બનેલી હોવાથી તેમના હિત આ યોજના ઘડી હતી, અને મુશિઆ અને ઑસ્ટ્રિમાં તેમાં સંમત થયાં હતાં. યુરોપના રાજ્યકર્તાઓ લોકમતને આદર આપી રાજ્યતંત્રમાં સુધારા કરે, તે આ મિત્રોને અણગમતી વાત હતી. તેમના દબાણથી ધીમે ધીમે ઉદાર વચનો પાછો ખેંચી લેવાયાં, અને દમનનીતિનો દોર ચાલુ થયો. ગ્રેટબ્રિટન તટસ્થ રહ્યું.
ઈ. સ. ૧૮૨૦માં તે દેશની અશાંતિ દાબી દેવામાં એવું તલ્લીન હતું, કે આ પરિષદમાં ભાગ લેવાનો તેને અવકાશ ન હતે. ધીમે ધીમે સુધારાને ભય ગયે, અને દમનનીતિનાં શસ્ત્રો ખ્યાન થયાં.
૧. નેડ વડ નામના એક ગમારે ક્રોધાવેશમાં મો ગૂંથવાની બે શાળો તેડી નાખી, એટલે તેને ૧૪ વર્ષ દેશનિકાલની સજા થઈ. આ ઉપરથી આવાં રખડતા ટેળાઓને લોકો “લડાઈટ' કહેવા લાગ્યા.
Page #309
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે દૃષ્ટિ રાખે છે, અને અમ જેવા રંકની દાદ કાઈ લેતું નથી; માટે સામાજિક વિષમતા ટાળવી હોય, તે પાર્લમેન્ટ વિશાળ પ્રતિનિધિત્વવાળી કરવી જોઈએ. ઈ. સ. ૧૮૧૬માં ૨૭ રતલ ઘઉંની કિંમત ૧૦૩ શિલિંગ થઈ ગઈ, એટલે દેશમાં દુઃખ વધી પડ્યું, અને ઈંગ્લેન્ડનાં પૂર્વ પરગણાંમાં અને લંડનમાં તોફાન મચ્યું. ભૂખના દુઃખથી અસંતોષ વધ્યો, અને એ અસંતોષથી રાજકીય સુધારાની માગણી થતાં રમખાણ જાગ્યાં. - મંત્રીઓએ આ તેફાન શમાવવા દમનનીતિ આદરી, અને રાજદ્રોહી સભાઓ અટકાવવાને કાયદો કર્યો. ઝેરીલા લખાણ પ્રસિદ્ધ કરનારને પકડવાની બીનજવાબદાર સત્તા માજિસ્ટ્રેટોને આપવામાં આવી, અને હેબીઆસ કેમ્પસના ધારાનો અમલ મોકુફ રાખવામાં આવ્યો. એટલામાં માનચેસ્ટરથી કામળીવાળાઓનું એક ટોળું દાદ મેળવવા લંડન આવવા નીકળ્યું, પણ સરકાર તરફથી તેને વિખેરાઈ જવાની આજ્ઞા થઈ. તેમાંના કેટલાક ઉત્સાહ શમી જતાં આપોઆપ પાછા ફર્યા. ડબીં પરગણામાં એક ઉન્માદી માણસે બંડ કર્યું, પણ તે એકદમ બેસાડી દેવામાં આવ્યું છતાં હજુ દમન સિવાય લેકવૃત્તિને સંતોષવાનો વિચાર મુસદીઓના મગજમાં આવતો ન હતો. ઈ. સ. ૧૮૧૮માં નવી પાર્લમેન્ટમાં આવેલા ઘણું સભ્ય આ નીતિને વિરોધ કરતા હતા. એટલે દેશમાં અસંતોષનું વિષ વ્યાપ્યું. ઠેરઠેર સભાઓ ભરાવા લાગી, રાજ્યક્રાતિની યોજનાના વિચાર થવા લાગ્યા, અને ક્રાન્તિકારોએ સ્વયંસેવકેને કવાયત શીખવવા માંડી. ઈ. સ. ૧૮૧૯માં માનચેસ્ટરના માજિસ્ટ્રેટની આજ્ઞાથી હયદળે સેન્ટ પીટર ફિલ્ડમાં ગેરકાયદેસર મળેલી સભાને વિખેરી નાખી, એટલે લોકોને ક્રોધ વધી ગયો. અસંતોષ વધતા જોઈ સરકારે છે ધારા પસાર કરી નિંદાત્મક લખાણે પ્રસિદ્ધ થતાં અટકાવ્યાં, અને કવાયત કરવાની કે શત્રને ઉપયોગ કરવાની મના કરી.
૧. તેમાં ચાર પાંચ માણસો મરાયાં હશે અને ઘવાયાં હશે; પણ લોકેએ તેને પીટર્લની (વૈટર્લના અનુકરણા) હત્યા કરી. તેનું વેર લઈ મંત્રીઓને મારી નાખવા માટે થીસલવુડ અને કેટલાક માણસેએ કેટેસ્ટ્રીટનું કાવતરું રચ્યું; પણ તરકટર પકડાયા, અને તેમાંના કેટલાકને ફાંસી દેવામાં આવી.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૯૭
રાજાનું મૃત્યુઃ રાજા વૃદ્ધ થયા હતા. ઇ. સ. ૧૮૧૦માં પેાતાની નાની અને પ્રિયતમ પુત્રીના મંદવાડથી તેને ચિત્તભ્રમ થઈ આવ્યા, અને યુવરાજ ‘રાજ્યરક્ષક ’નિમાયા. રાજાને રોગ મટયા નહિ. ઇ. સ. ૧૯૨૦માં વૃદ્ધ, અંધ, અને બધિર રાા દીર્ઘ કાળ રાજ્ય ભોગવી ૮૨ વર્ષની વયે ફેબ્રુઆરની ર૯મી તારીખે પરલેાકવાસી થયે.
જ્યાર્જ ૩જાના સાઠે વર્ષના અમલમાં અનેક મહત્ત્વના ફેરફાર થયા. ઈંગ્લેન્ડે અમેરિકા ખાયું, અને હિંદ મેળવ્યું; પિ આણેલી આર્થિક ઉન્નતિથી સમૃદ્ધ થએલા ઈંગ્લેન્ડ ઉપર નેપોલિયનનો ડાળેા લાગ્યા, ત્યારે નેલ્સન અને વેલિંગ્ટન જેવા વીર નરાએ તેનું રક્ષણ કર્યું. આયર્લેન્ડ ઈંગ્લેન્ડ જોડે જોડાઈ ગયું. દેશમાં થતાં ઔદ્યોગિક પરિવર્તનથી સમાજમાં અસ્થિરતા આવી, પણુ ઈંગ્લેન્ડના વેપારતે પાષા મળ્યું.
પણ સાહુન
જ્યાર્જ જયા: ઇ. સ. ૧૮૨૦-૧૮૩૦
જ્યાર્જ ૪થે!: વૃદ્ધ જ્યાર્જના મૃત્યુ પછી તેને પુત્ર ગાદીએ આવ્યા, પણ તેથી રાજનીતિમાં ખાસ ફેરફાર થયે નહિ; કેમકે તે તે વાસ્તવિક રીતે ઇ. સ. ૧૮૧૧થી રાજસત્તા ભાગવતા હતા. ગાદીએ બેઠા પછી તેના રાજ્યતંત્રમાં શિથિલતા આવી. જો કે જ્યાર્જ ૩જો ગમે તેવા દુરાગ્રહી અને સત્તાનો શેખીન હતા, છતાં તેની કર્તવ્યનિષ્ઠા અડગ હતી, અને પ્રજાનું કલ્યાણુ ફરવાની તેને આકાંક્ષા હતી. એથી ઉલટું ૫૭ વર્ષની પાકટ વયે ગાદીએ આવેલા રાજામાં પિતાનો એક પણ સદ્ગુણ ન હતા. તેનું જીવન વિલાસી અને પ્રમાદી હતું, એટલે તેણે રાજ્યવહીવટની જોખમદારી પ્રધાને ઉપર નાખી દીધી. તેના અણુએ અણુમાં સ્વાર્થ હતા, સત્ય તે સગવડ વખતે એક્ષવાની તેને પ્રતિજ્ઞા હતી, અને મિથ્યાભિમાનનો પાર ન હતા. વેલિંગ્ટનની હાજરીમાં તે બેશરમ બની કહેતા, કે વાટલુંના યુદ્ઘમાં એક ટુકડીની સરદારી મેં લીધી હતી. તેના જીવનમાં તેણે ઉપયેગી કાર્ય કર્યું ન હતું. આવા રાજા
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પ્રત્યે લોકોને સામાન્ય રીતે તિરસ્કાર હોય, તેમાં તેણે યુવરાજપદે આવીને રાણ કરેલીનને દૂર કરવાની પેરવી કરી હતી. યુવરાજ અને કમનસીબ કેરેલીન વચ્ચે અણબનાવ થવાથી તે દુર્ભાગી સ્ત્રી થોડાં વર્ષથી પરદેશ જઈ વસી. પરંતુ પતિના રાજ્યારોહણના સમાચાર સાંભળી તે ઈલેન્ડમાં દેડી આવી, અને તેણે હકનો દાવો કર્યો. રાજાએ તેના પર અનીતિનો આરોપ મૂ, અને રાણી તરીકે સ્વીકારવાની ના પાડી. રાજલગ્ન રદ કરવાના હેતુથી લોર્ડ લિવરપૂલ નામના ટેરી પ્રધાને અમીરની સભામાં ખરડે આપ્યા. રાણી કંઈક અચતુર અને સ્વચ્છંદી સ્વભાવની હતી, અને લોકોને તેના પર ખાસ પ્રેમ ન હતો. પરંતુ તેઓ રાજાને ધિક્કારતા હતા, એટલે તેમણે રાણીનો પક્ષ લીધો. વળી મંત્રીઓએ આદરેલી ઉગ્ર દમનનીતિથી તેઓ પ્રજામાં એટલા અપ્રિય થઈ પડયા, કે તેમનો વધ કરવાનું કાવતરું રચવામાં આવ્યું, પણ સર્વ કાવતરાખોરે પકડાઈ જવાથી તેમનાં શિર સલામત રહી ગયાં. દુરાચારી, પ્રમાદી, અને સ્વાર્થી રાજાની ખાતર તેઓ આ ખરડો લાવ્યા, ત્યારે લેકેને ઝાંઝ ચડી. ખરડા સામે લેકવિરોધનું જોર જોઈ મંત્રીઓએ તે પાછો ખેંચી લીધે, પણ લેકને રાજા પ્રત્યેનો ધિક્કાર ઓછો થયે નહિ. હતભાગી રાણી એક વર્ષમાં ભગ્ન હૃદયે મરણ પામી.
- નિરંકુશ વ્યાપાર અને ફેજદારી કાયદામાં સુધારાઃ જર્જ ૩જાના અંત સમયમાં લેકસ્વાતંત્ર્ય હરી લેનારા કાયદાઓ રચનાર અને સુધારકને શત્રુ એડિગ્ટન ઈ. સ. ૧૮૨૧માં અધિકાર પદેથી ઉતર્યો, અને બીજે વર્ષો જુના સાંકડા વિચારના, અને પ્રગતિના અડગ વિરોધી કેસલરીધે આત્મહત્યા કરી. પરિણામે પીલ, કેનિંગ, અને હસ્કિસન જેવા ઉદાર વિચારના ટેરીઓ પ્રધાનમંડળમાં આવ્યા, તે સાથે રાજનીતિમાં ઉદારતા અને વિશાળતાનાં તો દાખલ થયાં. પીલે ફોજદારી કાયદામાં સુધારો કર્યો
અને હસ્કિસને ઉદ્યોગ અને વાણિજ્યના સંબંધમાં નવી નીતિ સ્વીકારી. કિસિંગે દેશાંતર નીતિમાં નવા પ્રાણ પૂર્યા. આ ત્રણે મહાપુરુષે મધ્યમ વર્ગના હતા, અને કઈ દિશામાં દેશની પ્રગતિ થવાની આવશ્યકતા છે એ સારી પેઠે જાણતા હતા.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૯ પીલ એક સામાન્ય રૂ કાંતનારનો પુત્ર હતા. તે ટેરી પણ સમયસૂચક અને પ્રગતિપ્રિય હતો. તેણે તે સમયના અંધેર ફોજદારી કાયદામાં સહૃદયતા અને ન્યાય દાખલ કરવાનો પ્રયત્ન કર્યો. તે જમાનામાં દેહાંતદંડની શિક્ષા સામાન્ય હતી. કેઈએ દુકાનમાંથી એકાદ વાર કાપડની ચોરી કરી હોય. કે તળાવમાંથી માછલી પકડી હોય, અથવા રાજાના જંગલમાં શિકાર કર્યો હેય, કે વેસ્ટ મિન્સ્ટરના પૂલને જરા નુકસાન કર્યું હોય, તે એટલું જ કે ચડાવ ફાંસીએ. ફાંસી આગળ વીસ ત્રીસ અપરાધીઓની હાર થઈ રહેતી. પંચથી આ અન્યાય દેખે ખમાતો નહિ, પણ આવા અપરાધ માટે બીજી હલકી સજા નહોતી, એટલે ગુનો કર્યા છતાં ગુનેગાર દેહાંતદંડ દેવા ગ્ય ન હોય, તે તેને છોડી મૂકવામાં આવતો. કેઈ બાળકને વૃક્ષની ડાળી કાપવા માટે, અથવા કોઈ સ્ત્રીને પાઉંનો એક કકડો ચોરવા માટે કર્યો નિર્દય ન્યાયાધીશ મતની શિક્ષા કરે ? પરંતુ આમ કરવામાં તે વાસ્તવિક રીતે બેવડે અન્યાય થતો. દરમિઆન રેમિલી નામને અમીરે આ દિશામાં આછા અધુરા પ્રયત્નો કર્યા, અને આમની સભાએ ઘણી વાર ઠરાવ કર્યા, કે નામના અપરાધીઓને માટે ભારે દંડ ન હોય, પણ અમીરેની સભા બહેરી થઈને બેઠી હતી. આખરે પીલે કળે કળે કામ લેવા માંડ્યું, અને ઈ. સ. ૧૮૨૪માં તેના અખંડ પરિશ્રમથી સોએક નાના અપરાધને માટે દેહાંતદંડની સજા રદ કરવામાં આવી. હવે ક્રમેક્રમે કાયદાઓ વધારે ન્યાયી થવા લાગ્યા. - વિલિયમ હસ્કિસન નામના વાણિજ્યમંત્રીએ આથીએ વધારે દૂરગામી પરિણામવાળા સુધારા કરવા માંડયા. કૅલના સમયથી ચાલતા આવતા નૌયાનના કાયદાથી પરદેશી વહાણમાં ભરાઈ આવતા માલ પર ભારે જકાત લેવામાં આવતી, પણ તે કેટલે કાળ ચાલે? ઈગ્લેન્ડ જે આવા ધારા ઘડે, તે પછી બીજા દેશે ઈંગ્લેન્ડ પર અંકુશ મૂકનારા ધારા શા માટે ન ઘડે ? આવી સંરક્ષણનીતિને પરિણામે કારીગરે અને વેપારીઓને પરદેશી સ્પર્ધાનો ભય ટળી ગયે, એટલે તેઓ સારે માલ ઉત્પન્ન કરવાની ઉત્કંઠા ન રાખે, કે લોકોની રુચિ સંતોષવાની પરવા ન કરે એ દેખીતું છે. આ ઉપરાંત મધું અને સારું ખરીદવાની સ્વાભાવિક મનોવૃત્તિને વશ થઈ અનેક માણસે દાણચોરીથી પરદેશી માલ આણુતા, અને આવી દાણચોરી પકડવાની કે
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૦
અટકાવવાની સરકારની શક્તિ ન હેાવાથી રાજ્યને નુકસાન જતું. એથી સ્ટિસને ઇ. સ. ૧૮૩૩માં કાયદેા કરી જે દેશા બ્રિટિશ વહાણા અને માલને પૈતાને ત્યાં નિરંકુશ આવવાની છૂટ મૂકતા હોય, તેમને તેવી છૂટ આપી. તેણે રેશમ અને ઊન પરની જકાત હલકી કરી વેપારીઓને રાહત આપી, અને મજુરીના દર ઠરાવવાની કે મજુરેશને કામ શેાધવા ખીજે સ્થળે જતાં અટકાવવાની માજિસ્ટ્રેટાને મળેલી સત્તા રદ કરી. અલબત, આ સર્વ કાર્ય તે અપ સમયમાં પાર પાડી શકયા ન હતા. આરંભમાં વેપારીઓ, મજુરા, અને કારખાનાંવાળા બૂમ પાડી ઊઠયા, કે અમારા કાર્યમાં નકામી ડખલગીરી કરવામાં આવે છે, અને અમને નુકસાન થાય છે. પરંતુ આખરે વેપાર વધ્યા, અને મજુરાને લાભ થયા. આમ ઈંગ્લેન્ડમાં નિરંકુશ વેપારનો સિદ્ધાન્ત સ્વીકારવામાં આવ્યા.
કેર્નિંગની પરદેશી રાજનીતિઃ કનિંગ પિદ્મનો પરમ પ્રશંસક અને અનુયાયી હતા. તે દેશમાં શાંતિ જાળવી પ્રજાનું સ્વાતંત્ર્ય ટકાવી રાખવાના મતનો હતા. ફ્રાન્સના રાજ્યવિપ્લવ પછી યુરોપના ચમકેલા રાજાઓએ પરિષદો ભરી લાકસ્વાતંત્ર્યની ભાવનાને છૂંદી નાખવાની ચેાજના કરી હતી. રાજાના ઈશ્વરી હકનું પુનઃ પ્રતિપાદન કરવાની આ યેાજનામાં કનિંગ સમત ન હતા; કારણ કે સ્વેચ્છાચારી રાજાએ વ્યવસ્થા જાળવવાને બહાને અસહાય પ્રજાના સ્વાતંત્ર્યને છૂંદી નાખે, એ તેને મન અસહ્ય હતું. જો એમ થાય તો કાઈ સત્તા પ્રબળ થઈ બેસે, એટલે સત્તાતુલા સાચવવી પણ કહેણુ પડે. આથી ખીજાં રાજ્યા પરરાજ્યમાં માથું મારવા જાય, ત્યારે જરૂર પડે તે સાવધ થઈ જતા. સ્પેનનાં દક્ષિણ અમેરિકાનાં સંસ્થાનાં ( મેકિસકા, પેરૂ, ચીલી ) સ્વાતંત્ર્ય મેળવવા માટે પ્રયત્ન કરતાં હતાં, તેમાં તેની ગમે તેટલી સહાનુભૂતિ હતી, છતાં તે પરદેશના મામલામાં હાથ ઘાલવા તૈયાર ન હતા. પરંતુ એ સંસ્થાનોએ જય મેળવ્યા, ત્યારે તેણે તેમને સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકાર્યા. દરમિઆન રશિઆએ તેમની જોડે ફરી વિગ્રહ કરવામાં સહાય આપવાનું સ્પેનને વચન આપ્યું, એટલે સયુક્ત સંસ્થાનોના પ્રમુખ મનરાએ પડકાર કર્યાં, કે અમેરિકામાં યુરોપી રાજ્યાએ માથું મારવાની જરૂર નથી, ત્યારે ક્રેનિંગ પણ તેમાં સમત થયા. ઇ. સ. ૧૮૨૬માં સ્પેનનું લશ્કર પાર્ટુ
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૧
ગલ પર ચડાઈ કરવા તૈયાર થયું, અને ફ્રેન્ચ લશ્કર સ્પેનની વહાર કરવા બહાર પડયું. પરિણામે કનિંગે પોર્ટુગલનો પક્ષ લઈ ત્યાં સૈન્ય માકહ્યું,
એટલે વિગ્રહ શમી ગયેા.
ઇ. સ. ૧૮૨૧માં ગ્રીક લાક્રે તુર્કીના નિર્દય રાજ્યથી ત્રાસી જઈ તેમની સામે થયા. શરૂઆતમાં ઘણાને એમ લાગ્યું, કે ગ્રીક પ્રજા આ પ્રમાણે બળવા કરી ખીજી પ્રજાને ઉદ્ધતાઈના પાઠ ભણાવે છે. એથી ક્રનિંગ પણ તટસ્થ રહ્યો, પણ ગ્રીક પ્રજાને સહાય આપવાને મિશે રશિઆએ તુર્કસ્તાન પચાવી પાડવાની ચેાજના ઘડી ત્યારે આ ચતુર મંત્રી ચેતી ગયે. તુર્ક જુલમગારાના વજદંડથી નિઃસત્ત્વ બનેલી ગ્રીક પ્રજા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા તેણે પરાક્ષસહાય કરી. પરિણામે સુપ્રસિદ્ધ કવિ આયરન અને ઉત્સાહી સ્વયંસેવકા એ સ્વાતંત્ર્યયજ્ઞમાં આત્મસમર્પણ કરવા નીકળી પડયા. આખરે સુલતાન હાર્યાં, અને તેણે મિસરના પાશાની સહાય લીધી, એટલે ક્રેનિંગે ફ્રાન્સ અને રશિઆ જોડે સંધિ કરી. આ ત્રણે રાજ્યાના સંયુક્ત નૌકાસૈન્યે નેવેરનોના અખાતના યુદ્ધમાં તુર્ક કાફલાનો ધાણ વાળી નાખ્યા, ઇ. સ. ૧૮૨૭. પરંતુ એ સ્વાતંત્ર્યપ્રેમી નર પેાતાની નીતિનું પરિણામ જોવા જીવતા ન રહ્યો.
વેલિંગ્ટનનું મંત્રીમંડળઃ પંદર વર્ષ સુધી મુખ્યમંત્રી પદ ભોગવનાર સાધારણ બુદ્ધિના અને આરામપ્રિય પ્રકૃતિના લિવરપૂલને પક્ષાત્રાત થવાથી તેણે રાજીનામું આપ્યું. પ્રજાની દૃષ્ટિમાં કૈનિંગ વસી ગયા હતા; પણ તેની પ્રકૃતિ અસ્વસ્થ હતી, અને થાડા સમયમાં તે મરણ પામ્યા. એ પછી ગાડરિચ પ્રધાન થયા; પણ રાજાને તે કાઈ સમર્થ કાર્યવાહક જોઈ તેા હતેા, એટલે રાજાએ વાટર્જીના વિજેતા વેલિંગ્ટનને મુખ્ય મંત્રી બનાવ્યા. એ વજ્રબાહુ સરદારમાં જેટલી યુદ્ધની આવડત હતી, તેટલી રાજ્ય ચલાવવાની ન હતી. તેણે સેનાએ। ચલાવી હતી, પણ વહીવટ ચલાવ્યેા ન હતા. રણક્ષેત્રમાં અનુપમ વીર્ય દર્શાવનારના હૃદ્યમાં પાર્લમેન્ટ સમક્ષ ટકી રહેવાનું સામર્થ્ય ન હતું. તે લડતા, હારતા, પાછા ઠેકાણે આવતા, પણ અધિકાર છેડતા નહિ. તે ચુસ્ત સંરક્ષક હતા, છતાં તેના અમલમાં રાજ્જારી જીવન પર ગંભીર અસર કરનારાં એ કાર્યાં થયાં. ઇ. સ. ૧૮૨૮માં લાર્ડ જ્વાન રસેલ નામે
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૨
ઉત્સાહી અને ઉદાર અમીરે દરખાસ્ત મૂકી, કે કસોટીન અને કોર્પોરેશનના કાયદાનાં બંધનમાંથી અપ્રતિજ્ઞાગ્રાહીઓને મુક્ત કરવા જોઈએ. સરકારે તે સ્વીકારી એ મતલબનો કાયદો કર્યો. જે કે ૧૫૦ વર્ષથી ચાલતા આવતા આ કાયદાથી આ લોકે જાહેર નોકરીમાં જોડાઈ શકતા ન હતા, છતાં દર વર્ષે ખાસ ધારો કરી તેમને માટે એ કાયદાનાં બંધન નરમ કરવામાં આવતાં હતાં, એટલે આ કાયદે બહુ લાભકારક નહતો એ સ્પષ્ટ છે. ઈ. સ. ૧૮૨૯નો રોમન કેથલિકને છૂટ આપનારે કાયદે ખરેખરી અગત્યનો છે. તે પ્રશ્ન સંબંધી વેલિંગ્ટને અંગીકાર કરેલી નીતિ તેની કાર્યપદ્ધતિ પર પ્રકાશ પાડે છે.
અપ્રતિજ્ઞાગ્રાહીઓને આપેલી છૂટ કેથેલિકોને આપવા વેલિંગ્ટન તૈયાર ન હતો. તે તેમને એટલો સખત વિરોધી હતા, કે કેનિંગ કેથેલિકે પ્રત્યે લાગણી ધરાવે છે એ જાણી તેના હાથ નીચે અધિકાર લેવાની તેણે ના પાડી હતી. ઘણુંખરા કેથલિકે આયલેન્ડના હતા, અને તેમને છૂટ આપવાનું પિદે વચન આપ્યું હતું, પણ તે પાળી શકી ન હતા. ઉદાર કેનિંગે ઈ. સ. ૧૮૨૨માં આયરિશ અમીને પાર્લમેન્ટમાં બેસવાની અનુમતિ આપવાની દરખાસ્ત આણી, અને આમની સભાએ તે મંજુર કરી, પણ હઠીલા અમીએ તે ઉડાવી દીધી. છતાં દઢાગ્રહી કેથલિકે એમ હારી જાય તેવા ન હતા. આખરે આયલેન્ડમાં કેલાહલ થઈ રહ્યો, અને પિટ્ટે આપેલું વચન પળાવું જોઈએ એવો આગ્રહ થવા લાગ્યો. આ બાજુએ હિગ અને ઉદાર મતના ટેરીઓ એમજ કહેવા લાગ્યા. એથી આ બાબતની લડત ઉપડી. આયર્લેન્ડમાં ડેનિયલ એકેનેલ નામના એક ચતુર દઢાગ્રહી વક્તા અને વકીલે તેનું નેતૃત્વ સ્વીકારી કેથેલિક એસોસિએશન”ની સ્થાપના કરી, ઈ. સ. ૧૮૨૩. આ મંડળને બંધ કરવામાં આવ્યું, છતાં તે પુનઃ સજીવન થઈ પોતાનું કાર્ય ચલાવવા લાગ્યું. ઈ. સ. ૧૮૨૮માં લેર પરગણાના મતદારોએ ડેનિયલ કનેલને પ્રતિનિધિ તરીકે પસંદ કર્યો. જો કે તે રોમન કેથલિક હતા, એટલે કાયદા પ્રમાણે તેનાથી પાર્લમેન્ટના સભ્ય થવાય તેમ નહોતું, પણ વેલિંગ્ટને જોયું કે તેને પાર્લામેન્ટમાં બેસવા દેવામાં નહિ આવે, તે લોકો મમતે ચડી ફરીથી તેનીજ વરણી કરશે, દેશમાં અસંતોષ વ્યાપી જશે, અને આયરિશ પ્રજા કદાચ શસ્ત્ર ઉંચકશે. યુદ્ધો લડીને ધીટ થએલે
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૦૩ એ યોદ્ધાં યુદ્ધનાં અનિષ્ટ પરિણામોથી અજાણ નહતા. તેણે ઈ. સ. ૧૮૨૯માં કેથલિકે વિરુદ્ધ કડક કાયદા રદ કર્યા, અને તેમને પ્રોટેસ્ટન્ટે જેટલા હક આયા; છતાં એટલે પ્રતિબંધ રાખવામાં આવ્યો કે કેથેલિકથી આયલેન્ડના સુબાનું કે લૉર્ડ ચેન્સેલરનું પદ લઈ શકાય નહિ. આ કાર્યમાં પીલે પિતાને વિરોધ તજી વેલિંગ્ટનને સહાય આપી, અને છેડી હઠ પછી રાજાએ કેથલિક બંધનમુક્તિના કાયદાને સંમતિ આપી. એથી એકેનેલ પાર્લમેન્ટનો સભ્ય થયો, પણ તેણે જીવન પર્યત પિતાની લડત ચાલુ રાખી. કેથેલિકને આવી છૂટ આપવાને કાયદો કરવાથી મતભેદને લીધે વેલિંગ્ટન અને પીલના ઘણા સહાયક તેમનાથી જુદા પડી ગયા. વળી વેલિંગ્ટનની શિથિલ દેશાંતર નીતિને લીધે મંત્રીમંડળ અકારું થઈ પડયું. પાર્લમેન્ટની સુધારણાના પ્રશ્નથી ટેરી પક્ષમાં તીવ્ર મતભેદ ઉત્પન્ન થયે. એક પક્ષ એમ માનતો કે આવી સુધારણું હાલના સમયમાં અનુકૂળ કે ઈષ્ટ નથી; પણ બીજે પક્ષ છડેચોક પિકારીને કહેવા લાગે, કે એ સડેલું તંત્ર વહેલું ફેંકી દેવાય તેમ સારું.
*
પ્રકરણ ૭મું વિલિયમ કોઃ ઇ. સ. ૧૮૩૦-૧૮૩૭ - વિલિયમ શેઃ ઈ. સ. ૧૮૩૦–૧૮૩૭. ઈ. સ. ૧૮૩૦ના જુન માસની ૨૦ મી તારીખે દુરાચારી અને વિલાસી પૅર્જના મૃત્યુસમાચાર સાંભળી ન થે કેઈને શેક, કે ન થયે રાજનીતિમાં કશે ફેરફાર. તેના પછી જર્જ ૩જાને ત્રીજો પુત્ર વિલિયમ ૪થે ગાદીએ આવ્યો. તે ખુલ્લા દીલને, ખૂશમિજાજી, મીલનસાર સ્વભાવને, અને કંઈક અપ્તરંગી હતે. તે “નાવિક રાજા”ના ઉપનામથી ઓળખાતા હતા. તેનામાં એટલી બધી સરળતા હતી કે તે હાથમાં છત્રી રાખીને રસ્તા ઉપર ચાલ્યો જાય તેમજ પિતાના જુના દસ્તો જોડે જરાએ સંકેચ વિના હાસ્યવિનોદ કરવા મંડી જાય. પરંતુ તેનામાં સર્વથી વધારે સ્તુત્ય ગુણ એ હતી કે રાજકાજમાં તે જરોએ વચ્ચે પડતા નહિ. વિલિયમ ગમે તે પક્ષના પ્રધાનોને સર્વ તંત્ર સોંપી દેત.
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ઈ. સ. ૧૮૩૦નું વર્ષ યુરોપમાં ક્રાન્તિનું વર્ષ છે. ફેન્ચ લોકેએ ચાર્લ્સ ૧૦માના મસ્તક ઉપરથી રાજમુકુટ ઉતારી તેના દૂરના સગા ઐલિઅન્સના
ઠાકરને આપે. દક્ષિણ નેધલેન્ડની પ્રજાએ બેજીયમનું સ્વતંત્ર રાજ્ય રચ્યું. જર્મનીમાં સ્વતંત્રતા મેળવવાના છુટાછવાયા પ્રયત્નો થવા લાગ્યા, અને પોલેન્ડના લેકે એ રશિઆ વિરુદ્ધ બળવો કર્યો. રાજ્યતંત્ર પ્રજામતને અનુકૂળ કરવાના પ્રયત્ન રૂપ આ ક્રાંતિનાં આંદોલન ઈગ્લેન્ડમાં પણ આવ્યાં. પરંતુ સભાએ વિલિયમ જે રાજા હતો, એટલે તેમણે જુદું સ્વરૂપ લીધું. પાર્લમેન્ટની સુધારણને
વણઉકલ્યો અને જુનો પ્રશ્ન ફરી વિલિયમ કથા
ઉપસ્થિત થયે. પાલેમેન્ટની સુધારણું: તરુણ પિટ્ટે આ પ્રશ્ન ઉપર પ્રથમ ધ્યાન આપ્યું હતું, પણ વિરોધને લીધે તે પડતો મૂક્યો હતો. ત્યાર પછી દેશ સમક્ષ એ પ્રશ્ન એક અથવા બીજે પ્રસંગે ઉપસ્થિત થતું. પરંતુ ફાન્સના રાજ્યવિપ્લવને પરિણામે થએલા અમાનુષી અત્યાચારેથી અંગ્રેજોમાં એ ભય પેસી ગયે, કે યોગ્ય સુધારા કરવામાં તેમને ક્રાન્તિનો હાઉ દેખાતો. તેમને લાગતું કે છેડા ઉડ કમ્બાઓનો મતાધિકાર રદ કરી, ઔદ્યોગિક પ્રગતિથી વિકાસ પામેલાં નવાં શહેરેને તે આપવામાં જાણે સિંહાસન ડેલી જવાનું હેય, રાજતંત્ર ઉથલી પડવાનું હોય, કે ફ્રાન્સના નિર્દય નરમેઘની ઈગ્લેન્ડમાં પુનરાવૃત્તિ થવાની હાય ! !! પરંતુ ધીમે ધીમે આવો ભય નાશ પામતો ગયો, એટલે આમની સભાએ ઉદારતા દર્શાવવા માંડી. જો કે કેથેલિકોને છૂટ મળી; પણ પાર્લમેન્ટની ધારણ કરીને પિતાની સત્તા પર કાપ મૂકવા અને રાજ્યવહીવટમાં પિતાની લાગવગ ઓછી કરવા કાણુ તત્પર
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૦પ હેય ? એ સાથે કેનિંગ જેવા ઉદારચિત્ત અને ન્યાયપ્રિય નીતિજ્ઞ એમ કહીને વિરુદ્ધ પડતા, કે મતાધિકારનો વિસ્તાર થવાથી અમીર અને જમીનદારોની લાગવગ ઓછી થશે, અને તેથી પાર્લમેન્ટમાં બુદ્ધિશાળી અને શક્તિમાન, મનુષ્યોની સંખ્યા ઘટવા લાગશે. આ ઉપરાંત વેલિંગ્ટન જેવો ચુસ્ત ટેરી લશ્કરી દમામથી કહેતો કે મારા અમલ દરમિઆન સુધારણાના કેઈ પણ. કાયદાનો વિરોધ કરે એ મારે મન ધર્મ સમાન છે. પરંતુ વિલિયમના રાજ્યારોહણ પછી યુરેપમાં આવેલી સ્વાતંત્ર્યપ્રિયતાની ભરતી ઈગ્લેન્ડમાં. ચડી. આખરે નવી પાર્લામેન્ટમાં સુધારાની તરફદારી કરનારા સભ્યોની સંખ્યા વધારે આવી, એટલે વેલિગ્ટને મંત્રીપદને ત્યાગ કર્યો. આમ ૨૩ વર્ષના લાંબા, ગાળા પછી વિહગ પક્ષ પુનઃ પ્રજાસ્વાતંત્ર્યનો પક્ષ કરીને અધિકારમાં આવ્યો. લેંડ ગ્રે મુખ્ય મંત્રી થયે, અને લૈર્ડ મેમ્બેર્ન અને પામર્સ્ટન જેવા પ્રગતિ પ્રિય ટોરી, અને પ્રસિદ્ધ વક્તા લૈર્ડ બુહામ, સુવિખ્યાત ઇતિહાસકાર લૈર્ડ મેકોલે અને લૈર્ડ જëન રસેલ જેવાં દેશનાં રત્નને તેણે મંત્રીમંડળમાં સ્થાન આપ્યું. ગ્રે તે પિકારી પિકારીને કહેવા લાગે, કે યુરેપનાં અન્ય રાજ્યમાં મચી રહેલા ઉત્પાત અને આંતર વિગ્રહની પુનરાવૃત્તિ ઈલેન્ડમાં થવા દેવી ન હોય, તે પાલમેન્ટમાં અવશ્ય સુધારણા થવી જોઈએ. આમની સભા જમીનદારો અને શ્રીમતિની ખાનગી મિલ્કત ટળી જઈને કાઈ પણ યોગ્ય મનુષ્યને સ્થાન આપનારી તેમજ પ્રજાહિતનું પરમ લક્ષ્ય રાખનારી જાહેર સંસ્થા થવી જોઈએ. રસેલે આ મહાકાર્યની સિદ્ધિને અર્થે કમર કસી. ચૅર્જ ૩જાના મૃત્યુ પૂર્વે આ મહાપુરુષે ચાર કસ્બાઓને મતાધિકાર ખેંચી લેવાની દરખાસ્ત આ| હતી, પણ બીજાઓના દુરાગ્રહને લીધે તે હાર્યો હતે. ઈ. સ. ૧૮૩૧માં તેણે સુધારણાને ખરડો આણ્યો, અને આમની સભામાં મેટી બહુમતીથી તે મંજુર થયો, પણ અમીરેએ તે ફેકી દીધો. પરિણામે દેશમાં કેલાહલ મચી રહ્યો, પ્રજાપ્રકોપને સર્વભક્ષી અગ્નિ સમસ્ત દેશમાં ફરી વળ્યા, અને ઠામઠામ તેફાન મચ્યાં. મગહેમમાં ભરાએલી સભામાં હાજર રહેલાઓએ ઉઘાડે મસ્તકે હાથ ઉંચા રાખીને પ્રતિજ્ઞા કરી, કે આ ખરડો પસાર ન થાય તો આપણે કર ભરવા નહિ, અને ગમે તે સંકટ સહીને પણ આપણે અને આપણું સંતાનોએ અડગ નિષ્ઠાપૂર્વક દેશકલ્યાણના
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૬
કાર્યમાં આસકા રહેવું. બ્રિસ્ટલમાં તોફાની લેકિએ મકાન બાળ્યાં, ખૂન કથી, અને શહેરનો કબજો લીધે; નોટિંગહેમનો કિલ્લે ભસ્માવશેષ બની ગથી. બસ એ ખર, સમગ્ર ખરડે, અને તે ખરડા સિવાય બીજું કશું નહિ, એ પિકાર ચોમેર થઈ રહ્યો છતાં આમની સભાએ સ્વીકારેલા ખરડાને અમીરેએ બીજી વાર પણ નામંજુર કર્યો, ઈ. સ. ૧૮૩૨. લેકલાગણીનું જેમ તે સ્પષ્ટ હતું. દુરાગ્રહી અમીરે જે આ પ્રમાણે પ્રજાની છછામે ઠાકરે મારે, તે કદાચ દેશમાં આંતર વિગ્રહ પણ ઉભું થાય, એવા હથિી એ રાજને નવા અમીર બનાવવાની સૂચના કરી, પણ તે અમાન્ય થઈ એટલે મંત્રીઓએ રાજીનામું આપ્યું. વેલિંગ્ટન પણ લોકવિરોધ સહીને નવું પ્રધાનમંડળ રચી શકે તેમ ન હતું, એટલે પ્રજાના પુણ્યપ્રકોપથી બચવા સાફ તેને ઘરમાં ભરાઈ રહેવાનો વારો આવ્યો. તેનાં શૌર્યવીર્ય ગમે તેટલા આદરણીય હશે, પણ અત્યારે તે લેકમતની વિરુદ્ધ ચાલવા માંડે, તે પ્રજાને સિનાં શૌર્યની કિંમત નહતી. રાજાએ ગ્રેને પુનઃ મંત્રીપદ આપ્યું, અને સુધારણાનો ખરડો પસાર કરવા માટે જે યોગ્ય હોય તે કરવાની ઇચ્છા દર્શાવી. ઈ. સ. ૧૮૩૨ના જુનની ૪થી તારીખે ફરીથી એનો એજ ખરડે એ. વેલિંગ્ટન અને બીજા વિધી અમીરે તે દિવસે ગેરહાજર રહ્યા, અને બિહગ બહુમતીથી ખરડે મંજુર થતાં તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું.
આ ખરડાથી ૨,૦૦૦થી ઓછી વસ્તીવાળા પ૬ કઆનો મતાધિકાર ખેંચી લેવામાં આવ્યો, અમે ૪,૦૦૦થી ઓછી વસ્તીવાળા ૩૦ કસ્તાને એક પ્રતિનિધિ એ છે મોકલવાની આજ્ઞા થઈ. વળી આ પ્રમાણે ખાલી પડેલી ૧૩૩ બેઠકમાંથી ઔદ્યોગિક પરિવર્તનથી સમૃદ્ધ થએલાં નગરોને કેટલીક બેઠકે આપવામાં આવી, અને કેટલાંક મોટાં પરગણાં અને કબાઓને વધારે પ્રતિનિધિઓ મોકલવાનો હક આપવામાં આવ્યા. એ સાથે વરણીના સમયે મત આપવાનો સમય ટુંક કરવામાં આવ્યો, તેમજ વસ્તીના પ્રમાણમાં મતાધિકાર આપી એવું ઠરાવવામાં આવ્યું, કે શહેરમાં વાર્ષિક ૧૦ પૌડની ઉપજેવાળાને મત આપવાનો અધિકાર રહેશે. આ પ્રમાણે અત્યાર સુધી દેશના રાજ્યવહીવટમાંથી દૂર રાખવામાં આવેલા મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના કારગરે પણ પ્રતિનિધિત્વ ધરાવતા થયા. આ સંચલનમાં હિંગ
Page #320
--------------------------------------------------------------------------
________________
૩ee અને ટોરી નામે લેપ થયે, અને તેમને સ્થાને અનુક્રમે લિબરલ અને કિન્ઝર્વેટિવ નામનો ઉપયોગ થયે.
ઈ. સ. ૧૬૮૮માં આરંભાએલું કાર્ય આખરે આ રીતે પરિપૂર્ણ થયું, તે સમયે દેશમાં પાર્લમેન્ટનું વર્ચસ્વ સ્થપાયું હતું એ ખરું, પણ તેમાં હજુ સુધી સામાન્ય લેકને અવાજ નહિ જેવો હતો. એથી દૂરદર્શી લોકોએ આ દેષનું નિવારણ કરવાની જરૂરિઆત તો ક્યારનીએ જોઈ હતી, પણ ફ્રેન્ચ
"વિપ્લવની પ્રચંડ યાદવાસ્થળીમાં આ સર્વ વિસરાઈ ગયું હતું. અંતે ઈ. સ. ૧૮૩૨માં મધ્યમ વર્ગની સહાયથી થએલા કાયદાથી પાર્લામેન્ટમાંથી કુલીનોની સત્તા કમી થઈ લોકપ્રતિનિધિત્વ વધ્યું. પરંતુ હજુએ કામદાર વર્ગ અને શહેરમાં વસતા ગરીબાને નવા મતાધિકારમાં ભાગ મળ્યો નહિ.
સામાજિક સુધારણઃ નવા કાયદા પ્રમાણે ઇ. સ. ૧૮૩૩માં મળેલી પાર્લમેન્ટમાં ભાડુતી અને હા જી હા ભણનારા ખુશામતીઆ તેમજ મધ્યમ શક્તિના માણસને બદલે દેશને બુદ્ધિશાળી વર્ગ સ્વતંત્ર રીતે પ્રતિનિધિ રૂપે આવ્યો. તેમાં વિહગ પક્ષની બહુમતી હતી, પણ કેટલાંક કારણોને લીધે તેમનામાં પક્ષ પડી ગયા, છતાં લોકકલ્યાણનાં કાર્યોમાં આ પક્ષભેદ નડતો નહિ. ઈ. સ. ૧૮૩૩માં બ્રિટિશ રાજ્યમાંથી ગુલામગીરી નાબુદ કરવામાં આવી, અને ગુલામના માલીકને બદલે આપવા માટે બે કરોડ પૉન્ડની ગંજાવર રકમ મંજુર કરવામાં આવી. ઈ. સ. ૧૮૦૭માં આફ્રિકાથી ગુલામ મોકલવાનો નિષેધ કરવામાં આવ્યું હતું, છતાં હજુ ચોરીછૂપીથી એ અમાનુષી વેપાર ચાલતો હતો. પરિણામે અસંખ્ય નિર્દોષ મનુષ્ય ગુલામીનાં અતૂટ બંધનેમાં અદ્યાપિ પશુ જેવું જીવન વ્યતીત કરી રહ્યાં હતાં, તેમજ તેમના નફટ માલીકની કર પજવણી નિરાશ હૃદયે સહી રહ્યાં હતાં. દયાઘન અને સાધુવૃત્તિ વિલિયમ વિલ્બરફેર્સ આ પ્રથા રદ કરાવવા માટે પોતે કરેલા જીવનભરના શ્રમનું શુભ પરિણામ જોવા માટે ૭૫ વર્ષની પ્રૌઢ વયે જીવતો રહ્યો હતે. તે આ કાયદે પસાર થયાને હર્ષિદાયક સમાચાર સાંભળી પ્રભુની કરણનું ચિંતન કરતે શાંતિથી પુણ્યધામમાં ગયે. ઈ. સ. ૧૮૩૩માં નિધનોનાં બાળકોના શિક્ષણમાં પાર્લમેન્ટે મદદ આપવી, એવો ઉપગી ધારો કરવામાં આવ્યા. વળી શેફટબરીના ઠાકરના પ્રયત્નથી કારખાનાને કાયદો
Page #321
--------------------------------------------------------------------------
________________
કરી કામને સમય નિર્મીત કરવામાં આવ્યું, અને કારખાનામાં કામ કરતા બાળકનું ઓછામાં ઓછું વય પણ કરાવવામાં આવ્યું. તે સાથે આ સર્વ ધારાને અમલ યોગ્ય રીતે થાય તે જોવા માટે સરકારી નિરીક્ષક નીમવામાં આવ્યો. બીજે વર્ષે ગરીબીને નવો કાયદો થયે, ગરીબીના જુના કાયદા રદ કરવામાં આવ્યા, અને ઉદ્યોગી લોકોની શ્રમસિદ્ધ કમાણી ઉપર વાંદરાની પેઠે નિર્વાહ કરતા સશક્ત પ્રમાદીઓને કામ કરવાની ફરજ પાડવામાં આવી. પરંતુ તે સાથે ખરેખરા વ્યાધિગ્રસ્ત અને નિર્બળ દરિદ્રોને યોગ્ય સહાય આપવાની યોજના કરવામાં આવી. આ ઉપરાંત શહેરસુધરાઈનો કાયદે લખલ થયે, એટલે લેકને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરી પિતાનાં નગરેનો વહીવટ જાતેજ કરી લેવાની સત્તા આપવામાં આવી.
પામર્સ્ટનની દેશાંતર નીતિઃ દરમિઆન મંત્રીમંડળમાં ફેરફાર થઈ ગયા. આયર્લેન્ડના પ્રશ્ન સંબંધી મતભેદ પડવાથી ગ્રેએ મંત્રીપદ છોડયું, અને તેને સ્થાને લઈ મેમ્બેર્ન આવ્યું. થોડા સમયમાં તેને રજા આપી રાજાએ પીલને મંત્રી બનાવ્યો, પણ લેકવિધ જોઈ તે છુ થઈ ગયે, અને પાછો લાડ મેમ્બેર્ન આવ્યો, તે ઈ. સ. ૧૮૪૧ સુધી મંત્રીપદે રહ્યો. પરંતુ ઈ. સ. ૧૮૩૭થી લઈ પામર્સ્ટન પરદેશ ખાતાના મંત્રી તરીકે કાયમ હતો. તેના અન્ય સાથીઓ રાજદ્વારી અને સામાજિક સુધારણાના વિકટ પ્રશ્નો ઉકેલી રહ્યા હતા. આ પ્રમાણે તે પશ્ચિમ યુરોપનાં રાજ્યમાં પ્રજાકીય સ્વાતંત્ર્ય અને બંધારણપૂર્વકના રાજ્યતંત્ર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી આપખુદ અને બીનજવાબદાર અમલને જ્યાં ત્યાં પ્રતિકાર કરી રહ્યો હતો, અને યુદ્ધનાં ઘેરાએલાં વાદળ વીખેરી શાંતિની શીળી સ્ના પ્રસારી રહ્યો હતો. તેણે બેજીયનોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં સહાય કરી, અને ફાન્સ તથા સ્પેનનાં વર્તમાન રાજ્યતંત્રોને વિરોધી આઘાતથી બચાવી સુસ્થિર કર્યો.
. સ. ૧૮૩૭માં નિઃસંતાન વિલિયમ મૃત્યુ પામ્યું. તેના શાસનમાં ૧. હેનરી જહેન વાઈકાઉન્ટ પામન એક શ્રીમંત આયરિશ અમીરનો પુત્ર હતે. તેનો જન્મ ઈ. સ. ૧૭૮૪માં થયો હતો. ૨૩ વર્ષની વયે અભ્યાસ પૂર્ણ કરીને તે પાર્લમેન્ટમાં દાખલ થયો. ૮૦ વર્ષની વય થતાં સુધી તે પાર્લમેન્ટને ઉદ્યોગ અને ઉત્સાહી સભ્ય રહ્યો. નેપોલિયન ડેના વિગ્રહ દરમિઆન ઈ. સ. ૧૮૧માં તે સદ્ધમંત્રી થયો, તે છેક ઇ. સ. ૧૮૫માં તેના મૃત્યુ સુધી માત્ર થોડા કાળ વિના
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૯
રાજકીય અને સામાજિક કલ્યાણનાં અનેક અગત્યનાં કાર્યો થયાં, સસ્થાનાનો વિકાસ થયા, અને હિંદુસ્તાનના રાજ્યતંત્રમાં દુરગામી સુધારા દાખલ થયા. પરંતુ આ સર્વને યશ એ ભલા રાજાને આપી શકાતા નથી. તેણે માત્ર રાજ્યતંત્રમાં આત્મવિલાપન કરી લાકશાસનની ગતિને વેગવતી બનવા દીધી, એજ તેની કીર્તિ છે. લાડુ મેલ્મેાનના મત પ્રમાણે તે નિખાલસ, નિષ્પક્ષ પાતી, અને ન્યાયી હતા.
પ્રકરણ ૮મું મહારાણી વિકટારિઆ : ઇ. સ. ૧૮૩૭–૧૯૦૧
વિકટારિઆઃ ઇ.સ. ૧૮૩૭ ના જીનની ૨૦મી તારીખે સવારના પાંચ વાગે કેન્ટર્નરીના ધર્મોધ્યક્ષ અને લાર્ડ ચેમ્બલેને રાજમહેલમાં જઈ પહેાંચી જ્યારેં ૩જાના ચોથા પુત્રની કુંવરી અને વિલિયમની ભત્રીજી તરુણ વિકટારિઆને મહારાણી તરીકે નમન કર્યું. નવી રાણીનું વય ૧૯ વર્ષનું હતું; પણ બાલ્યાવસ્થાથી તેની માતાએ એ ગૌરવવંતા સ્થાનને શેભાવે તેવું શિક્ષણ આપી તેને સ્વાશ્રયી, પરગજી, ગુણવતી, અને વિદુષી બનાવવાને પ્રબંધ
મહારાણી વિકટારિઆ
બધાં વર્ષા અધિકારમાં રહ્યો. તે ઇ. સ. ૧૮૩૦માં પરદેશખાતાનો મંત્રી થયો, પૉલ પ્રધાનપદે આવતાં અધિકારપદેથી ઉતર્યો, અને ઇ. સ. ૧૮૩૬માં લાર્ડ મેલ્ખાન જોડે પેાતાના જુના અધિકારમાં આવ્યો, તે લગભગ ૩૦ વર્ષ સુધી તે પદ પર રહ્યો. તે ૭૦ વર્ષની વયે મુખ્ય પ્રધાન થયો, ત્યારે તેની આંખનું તેજ કે તેનો અદમ્ય ઉત્સાહ પ્રેમાંથી એકે ઘટયું ન હતું.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૦
વિક/SE
કર્યો હતો. તેની નિઃસ્વાર્થવૃત્તિ અને સમભાવશીલ સ્વભાવને લીધે ગાદીએ આવતા પહેલાં જ તે કપ્રિય થઈ પડી. તેમાં વળી સભાગે લૈર્ડ મેમ્બેર્ન જેવા કુનેહબાજ મંત્રીની યુક્તિથી રાજ્યવહીવટના પ્રથમ બેધપાઠ તેને મળ્યા. આથીએ તેનું વિશેષ સદ્દભાગ્ય તો એ હતું, કે ઇ. સ. ૧૮૪૦માં તેણે સેક્સબર્ગના રાજકુમાર આલ્બર્ટ જોડે લગ્ન કર્યું. તે વિદ્યારસક અને પ્રજાવત્સલ રાજકુમારે પોતાની ઉચ્ચ રસિકતા, દૂરદર્શિતા, ઈમાનદારી અને કાર્યદક્ષતાથી પ્રજાનાં હૃદય જીતી લીધાં. તેણે રાણીને કઈ પણ મંત્રી ઉપર અવલબીને વર્તવાની જરૂરમાંથી મુક્ત કરી. સુંદર અને જાજરમાન વિક
પ્રિન્સ આબર્ટ રિઆ, તેમજ સંસ્કારી, ચતુર, ઉંચા, અને દેખાવડા રાજકુમારનું જોડું આંખ ઠારે તેવું હતું. બંનેને પિતાની પદવીની જોખમદારી સંબંધી ઉચ્ચ વિચાર હતા, અને બને તે પદવી શોભાવવા અથાગ શ્રમ લેતાં. આલ્બર્ટ પિતે રાણીના ખાનગી ક્ષેત્રીનું કામકાજ કરતે. રાણીનું ઘણુંખરું રાજદ્વારી લખાણ તેનું લખેલું આવતું.
વિકટેરિઆના રાજ્યારોહણથી ગ્રેટ બ્રિટન અને હેનવર છુટાં પડ્યાં; કેમકે હેનેવરના કાયદા પ્રમાણે સ્ત્રી ગાદીવારસ થઈ શકતી ન હતી. રાણના કાકા કંબલેન્ડના ડયૂકને હેનેવરનું રાજ્ય મળ્યું. હવે યુરોપના રાજ્યપ્રપંચો અને વિગ્રહમાં ઉતરવાનો બ્રિટનને કશે સ્વાર્થ નહતો, એટલે દેશહિત અને લોકકલ્યાણનાં કાર્યો પ્રત્યે રાજદ્વારીઓની દષ્ટિ વળી. .
દેશની સ્થિતિ: તરુણ રાણી રાજપદે આવી, ત્યારે દેશની સ્થિતિ કરણ હતી. સુધારાને લીધે સામાજિક અસંતોષ જૂન થયો હતો, પણ નિર્મળ
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૧૧
શકે નહેત. હજુએ રેજીના દર હલકા અને અનાજ મેવું હતું, એટલે સરીબોને પૂરતું ખાવાનું તે ક્યાંથી મળે? આથી સ્ત્રીઓ અને બાળકને ગજા ઉપરાંત કામ કરવું પડતું. બિચારાં કુમળાં બાળકોને કોલસાની અશુદ્ધ હવાવાળી, અંધારી, અને ઉડી ખાણોમાં મોટી ગાડીઓ ખેંચી જવાના બદલામાં થોડાક પેન્સ મળતા. ખેતીનું તો ઠેકાણું ન હતું; ગામડાંઓમાં તે નિધન ખેડુત કે મજુરોનાં સાંકડાં ઘરમાં આરોગ્ય સાચવવાનાં સાધન ન હતાં, ઉદ્યોગ અને વાણિજ્ય પણ અટકી પડ્યાં હતાં, અને દળવાર્થીનું નામ કઈ લેતું ન હતું. આવી દશામાં પ્રજા એકત્રિત થઈ આત્મોદ્ધાર સાધે એવી આશા શાની રખાય ? પરદેશમાં કે સંસ્થાનોમાં સર્વત્ર લગભગ અશાંતિ હતી. કેનેડા અને દક્ષિણ આફ્રિકામાં વિદ્રોહ થવાની તૈયારી હતી. તુર્કસ્તાન અને અફઘાનિસ્તાનના વિકટ પ્રશ્નોને છેવટને નિર્ણય આણવાનો હતો. વિહગ પક્ષને લૈર્ડ મેબોર્ન સુખવાસી સ્વભાવનો અને પ્રમાદી મંત્રી હતો. એટલે તેને સુધારો કરવાનું સૂચવે, ત્યારે તે કહે કે “એ એમ ને એમ રહેવા દિને.” પરિશ્રમ કર્યા વિના પરિસ્થિતિ સુધરી જશે, એમ તે કદાચ માનતા હશે!
હક પ્રાર્થીઓઃ Chartists. આવી ગંભીર સ્થિતિમાં સામાન્ય મનુષ્ય માનતા, કે અમારા હાથમાં રાજકીય સત્તા હોય તો આવાં સંકટોનું નિવારણ થઈ જાય. વળી પાર્લામેન્ટમાં કામદારોને અવાજ ન હતો, તેમજ સુધારાથી પણ તેમને સુખ, સંતોષ, કે સગવડ મળ્યાં ન હતાં. એથી ઇ. સ. ૧૮૩૮માં એક જબરી સભામાં “લોકને પટ્ટો” એ નામને લેખ તૈયાર કરી તેમાં છ માગણીઓ કરવામાં આવી. ૧. પ્રત્યેક નિષ્કલંક અને સચ્ચરિત મનુષ્યને મતાધિકાર આપવો જોઈએ. ૨. મતદારોની સંખ્યા સમાન રહે, એવી રીતે દેશના વિભાગ કરવા જોઈએ. : ૩. ગુપ્ત રીતે મત આપવાની પદ્ધતિ પ્રચલિત કરવી જોઈએ. ૪. ધનિક વા નિધન સર્વને પાર્લમેન્ટના સભ્ય થવાને સમાન આધકાર હોવો જોઈએ. ૫. પાલેમેન્ટ પ્રતિવર્ષ મળવી જોઈએ. ૬. પાર્લામેન્ટમાં આવનાર સભ્યને મહેનતાણું મળવું જોઈએ.
એકંદરે આ હીલચાલ છેક ઈ. સ. ૧૮૪૮ સુધી ચાલુ રહી. તેના સંચાલકમાં “શારીરિક શક્તિદલ” અને “નૈતિક શક્તિદલ' એવાં બે તડ પડ્યાં
Page #325
--------------------------------------------------------------------------
________________
કાર
અર્મિંગહેમ અને શેશીલ્ડ જેવાં અનેક સ્થળેાએ તાફાને થયાં. ઇ. સ. ૧૮૩૯માં કેટલાક તોફાની આગેવાનને સજા કરવામાં આવી, તાપણુ અનેક મનુષ્ય આ પ્રવૃત્તિમાં જોડાયા, અને આમની સભામાં લાંખી લાંખી અરજી કરવામાં આવી. જિંગ કે ટારી પ્રધાને આ લેાકેાની માગણીએ સ્વીકારવા તત્પર ન હતા. ઇ. સ. ૧૮૪૮માં ફિઆર્ગસ એકાનર નામના માણસે આશરે ૫૦,૦૦૦ માણસાને જોડે લઈ પાર્લમેન્ટને એક અરજી આપવા જવાના નિશ્ચય કર્યાં. આથી લંડનમાં લેાકેાને ફાળ પડી, એટલે પ્રજાના રક્ષણ માટે સરકારે પણ તાત્કાલિક અને અસરકારક ઉપાયા લેવા માંડયા. ઠેરઠેર હયદળ, અને તાપખાનું ગાઠવાઈ ગયું. ૧૦મી એપ્રિલનો સ્મરણીય દિવસ આવ્યું. વરસાદ કહે મારૂં કામ. એ સ્થિતિમાં ઝાઝા મનુષ્યા એકઠા થઈ શકયા નહિ. મેાળા પડેલા ઉત્સાહને બળાત્કારે ટકાવી રાખનારા ઘેાડા આગ્રહી માણસેાએ એકત્ર થઈ નિસ્તેજ વદને આમની સભામાં અરજી, આપી. આખરે તપાસ થઈ, ત્યારે અંદરથી અર્ધી સહીઓ ખાટી જણાઈ. કેટલાકે તે। પ્રિન્સ આલ્બર્ટ અને વેલિંગ્ટનના નામની સહી કરી હતી, અને કેટલાકે એથીએ આગળ વધીને ‘ચાંદેા–સુરજ ’ ‘ માખણ-રોટલા ’ જેવાં વિલક્ષણ નામે સહી કરી હતી. આને લીધે લેાકેામાંથી તેમના કાંકરા નીકળી ગયા. તે યુગમાં આ હકપ્રાર્થીએ ગમે તેવા અતિ સુધારક જણાવા લાગ્યા, છતાં તે સાથે પ્રતિવષઁ નવી પાર્લમેન્ટની માગણી વિના બીજા બધા બીજભૂત સિદ્ધાન્તા સ્વીકારી લઈ તેમની માગણીઓમાં રહેલા ડહાપણની પરેાક્ષ કદર કરવામાં આવી હતી.
'
નિરંકુશ વેપારઃ એક બાજુએ હકપ્રાર્થીએ રાજકીય હકા પ્રાપ્ત કરી સામાજિક અનè ટાળવાના પ્રયત્ન કરી રહ્યા, ત્યારે બીજી બાજુએ કેટલાક વિચારશીલ અને બુદ્ધિમાન મનુષ્યા વધારે દીર્ધદષ્ટિ વાપરીને કહેતા, કે ઇ. સ. ૧૮૧૫માં પસાર થએલા ધાન્યને કાયદા રદ કરીને અનાજની સેાંધવારી કરવાથી આ સર્વ અનર્થાને અંત આવી જશે. દરમિઆન ચતુર અને શુદ્ધહૃદય રિચર્ડ કાર્મ્ડન અને તેના મિત્ર જ્હાન બ્રાઈટે અગ્રેસર થઈને ધાન્યના કાયદાના વિરોધ કરનારા સંધ (Anti Corn Law League) સ્થાપ્યા,
૧. આ અર્જીએમાં એક એટલી લાંખી હતી, કે ટિપણાની પેઠે વાળતાં ગાડાના પૈડા જેટલો તેનો ઘેરાવા થયો, અને સેાળ મનુષ્યોને તે ઉપાડવી પડી!!
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૨૩
ઈ. સ. ૧૮૩૯. પછી બ્રાઈટનું જલધોધ જેવું સમર્થ વકતૃત્વ, પાની, અને ભાષણોની અવિરત પરંપરા ચાલી. તેણે જાહેર કર્યું કે ગ્રેટ બ્રિટનની વધતી જતી વસ્તીના પ્રમાણમાં પૂરતું કામ નથી; કેમકે કારખાનાંવાળાઓ પરદેશી ઘઉના બદલામાં પિતાને માલ પરદેશને આપી શકતા નથી. વળી ધાન્યના કાયદા રદ થવાથી માત્ર મોંઘવારી મટી જશે એમ પણ નથી; એટલેથી તો માત્ર કામદારોને કામ મળે, રેજી મળે, અને દેશના ઉદ્યોગે પગભર થાય. એવી રીતે વેપારીઓએ ઉપાડેલી આ ચળવળને શરૂઆતમાં જમીનદારે તિરસ્કારની દૃષ્ટિએ જોવા લાગ્યા, અને કામદારો એમ માનવા લાગ્યા, કે રાજકીય હકની લડતમાં વિક્ષેપ પાડવાને માટે આ એક બાળ રચવામાં આવી છે; છતાં અનેક નિઃસ્વાર્થી જમીનદારે પોતાને લાભ જતો કરવા તૈયાર થયા. તેમજ ધાન્યના કાયદામાં રહેલા અન્યાય સમજાતાં પ્રજામત બદલાવા લાગે. રાજકીય હકની લડત છેડી દઈને આ કાર્ય ઉપાડી લેવા જેવું છે, એવું કામદારોને જણાવા લાગ્યું. - આળસુ અને પ્રસાદી હિગ પ્રધાનથી લેકે કંટાળી ગયા, એટલે મેમ્બેર્નને પક્ષ નાનો થવા લાગ્યો. ઈ. સ. ૧૮૩લ્માં મેન અધિકારથી ઉતર્યો, અને પીલ પ્રધાન થયો. તેણે રાણીની શયનગૃહની દાસીઓને કાઢી મૂકવાની જક પકડી, એટલે મેનને પાછો બોલાવી રાણીએ તેને મંત્રીપદ આપ્યું. તેના બે વર્ષના અમલમાં ટપાલ અને કેળવણીમાં કેટલાક સુધારા થયા. - પીલનું પ્રધાનમંડળઃ ઇ. સ. ૧૮૪૧માં ટોરી અગ્રણું પીલ પ્રધાનપદે આવ્યા. નવા પ્રધાનને સુખશયામાં સૂવાનું ન હતું; કારણ કે ડેનિયલ એકેનેલ આયર્લેન્ડને ઈગ્લેન્ડથી છૂટું પાડવાને તનતોડ પ્રયત્ન કરી રહ્યો હતા. ઈ. સ. ૧૮૪૩માં કેનેલને કેદ કરી તેણે આ પ્રયત્નોનો અંત આ. હકપ્રાથઓ ઠામઠામ સભાઓ ભરી સુધારા માણી રહ્યા હતા. અફઘાનિસ્તાનમાં અંગ્રેજ સૈન્યનો સંહાર કરવામાં આવ્યો હતે. તેનું વેર લેવાના ઉપાયો શોધવાના બાકી હતા, અને તે સાથે ઈ. સ. ૧૮૩થી ૧૮૪૨ સુધી ચીન જેડે અફીણના પ્રશ્ન સંબંધી યુદ્ધ ચાલતું હતું. પરંતુ ચીનમાં તો છેવટે અંગ્રેજોનો જય થયો, અને ચીને નુકસાન તથા યુદ્ધનું ખર્ચ ભરી આપવા કબુલ કર્યું.
Page #327
--------------------------------------------------------------------------
________________
* પીલ વેપારી હતા, અને તેની દષ્ટિ દેશની સમૃદ્ધિ વધારવા તરફ હતી. તેણે આશરે આઠ વસ્તુઓ ઉપરથી જકાત હલકી કરી નિરંકુશ વેપારની દિશામાં એક ડગલું આગળ ભર્યું. મેમ્બેર્નના સમયમાં થએલી આર્થિક તંગીને લીધે પડેલે ખેટનો ખાડે પૂરવા તેણે આવકવેરાની યોજના કરી. - ઈ. સ. ૧૮૪૫-૪૬માં આયર્લેન્ડમાં બટાટાનો પાક નિષ્ફળ ગયો, એટલે ભયંકર દુકાળ પડયો. હજારે આયરિશ રેગ અને ભૂખમરાના જીવલેણ પંજામાં આવી પડ્યા. કેટલાક તો દેશ તજી સંયુક્ત સંસ્થાનોમાં જઈ વસ્યા; પણ આ સર્વ વિપત્તિમાંથી જેઓ બચા, તેઓ ભૂખ, ઠંડી, હાડમારી, ગરીબી, અને મરણભયથી દીનહીન થઈ પડયા. આખરે પીલને કેન્ડન અને તેના મિત્રોએ સામાજિક અનર્થોની કરેલી ચિકિત્સા ખરી લાગી; પણ કૃત્રિમ ઉપાયથી લેકેને રોટલે મોં કરી નાખવામાં તેને નિર્દયતા લાગી. તેણે ઈ. સ. ૧૮૪૬માં ધાન્યના કાયદાઓ રદ કરવાનો ખરડે પાર્લમેન્ટમાં રજુ કર્યો. પરિણામે ટોરી સાથીઓ પીલની આવી બદલાએલી મનોવૃત્તિથી છેડાઈ વિરુદ્ધ પડ્યા, છતાં તે ખરડો પસાર થયે. આમ બ્રાઈડ કેન્ડનને પરિશ્રમ - ફળીભૂત થયો, પણ પીલનો પક્ષ તૂટ્યો. તેના વિરોધીઓએ નવો પક્ષ રચ્યો. તે બાધિત વ્યાપારપક્ષ (Protectionists) કહેવાય. આમાં બેન્જામિન ડિઝરાયેલી નામે અદ્દભુત શક્તિવાળો મહત્ત્વાકાંક્ષી તણ ભળ્યો. થોડા સમયમાં પીલને રાજીનામું આપવું પડયું. પરંતુ તેણે દેશહિતનું મહત કાર્ય કરી અમર કીર્તિ મેળવી લીધી. તેણે પિતાના છેલા ભાષણમાં ખરડાને ઉલેખ કરતાં કહ્યું કે આ કાર્યનો યશ મને મળે છે ખરે, પણ તેની પ્રેરણા અને કેન્દ્ર તરફથી મળી હતી. આ પછી ચાર વર્ષે પીલર મરણ પામે.
૧. આ મહાસમર્થ પુરુષ ઈ. સ. ૧૮૫૦માં ઘોડા ઉપરથી પડીને મરણ પામ્યો. તે સમયે તેના પ્રશંસક અને અનુયાયી વિલિયમ યુવટે ગ્લેડસ્ટને તેની શક્તિને પ્રતાપ, બુદ્ધિને ચમત્કાર, અને ગુણોની પવિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો
Now is the stately columo broke, The beacon light is quenched in smoke; The trumpet's silv'ry sound is still, The warder silent on the hill.
Page #328
--------------------------------------------------------------------------
________________
:
:
:..
:
કાય પામર્સ્ટનની વિદેશી આજનીતિઃ પીલે મંત્રીપદ છોડયું, એટલે તેના વિધીઓની સહાયથી હિગ પક્ષ જોર ઉપર આવ્યું. આ પક્ષના હાથમાં : આશરે ત્રીસ વર્ષ સુધી અધિકાર રહ્યો. ઈ. સ. ૧૮૩રના કાયદાથી નામના પામેલે જëન રસેલ મુખ્ય મંત્રી થયો, અને પાર્ટિન પરદેશ ખાતાના પ્રધાન તરીકે ચાલુ રહ્યો. દુષ્કાળ પછી આયર્લેન્ડમાંથી છેક જડમૂળમાંથી
અસંતેષ ગ ન હતો. હજુ વિદેશ જઈ વસતા અનેક આયરિશે મનમાં કાયદાનો રેષ રાખીને કહેતા, કે અંગ્રેજોએ અમને પૂરતી સહાય આપી નહતી. આયરિશ પ્રજાનાં દુઃખ નિવારવાના કામના ઉપાયે કામે લગાડવામાં આવ્યા ન હતા, અને જમીનદારનો પક્ષ કરી ગરીબોના જાન લેવામાં આવ્યા હતા. આખરે આવા અસંતોષથી બળ થયે, પણ તે તરતજ શમાવી દેવામાં આવ્યો. પરંતુ આ બધા કાન્તિ
કારક આવેશ પ્રજામાં કયાંથી ભાઈ પામર્સ્ટન
પ્રગટયો ? યુરોપમાં ઇ. સ. ૧૮૪૮ની સાલ એટલે ક્રાન્તિનું વર્ષ. રશિઆ સિવાયના લગભગ દરેક રાજ્યમાં પ્રજાકીય બળવા થયા હતા, જેને પરિણામે કેટલાક દેશોમાં પ્રચલિત રાજ્યપદ્ધતિની જડ કાઢી નાખવામાં આવી હતી, અને કેટલાકમાં એ પ્રકારની તૈયારીઓ ચાલતી હતી. તેમાં ફ્રાન્સ, જર્મની, અને ઑસ્ટ્રિઆ જેવા દેશોમાં પ્રજાપ્રકેપ દાવાનળ ફરી વળ્યું હતું. પરદેશમંત્રી પાર્ટનને આવી ક્રાન્તિ ચતી તે ન હતી, પણ ક્રાન્તિની પાછળ રહેલા હેતુરૂપ સિદ્ધાંત તેને માન્ય હતા. ફ્રાન્સમાં નેપોલિયનના ભત્રીજાએ
•
Page #329
--------------------------------------------------------------------------
________________
પિતાના વિરોધીઓને પકડ્યા, કેદ કર્યા, મારી નાખ્યા, કે બીજી રીતે વશ વશ કરી પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરી, અને તેણે પ્રમુખપદ ધારણ કર્યું, તેમજ એકાદ વર્ષમાં સમ્રાપદ સ્વીકાર્યું. ઈ. સ. ૧૮૫૧. દરમિઆન પામર્સ્ટને પિતાના સહકારીઓની અનુમતિ વિના ફ્રાન્સના નવા પ્રમુખને ધન્યવાદને સંદેશ મોકલ્ય, એટલે ગ્રેટબ્રિટને જાળવેલી તટસ્થતાને ભગ
એલે ગણી રાણુએ પામર્સ્ટનને રજા આપી. આથી મંત્રીમંડળમાં રહેલા સર્વ પ્રધાનોએ સહમત થઈને કામ કરવું જોઈએ, એ સિદ્ધાંત દઢ થયે. પરંતુ પામર્સ્ટને વેર વાળ્યું; તેણે એક માસમાં પિતાના અનુયાયીઓ સહિત વિરોધી પક્ષમાં ભળી જઈ રસેલના મંત્રીપદને અંત આણ્ય, ઈ. સ. ૧૮૫૧. પિતાના ચાર દિવસના ચાંદરણ જેવા અધિકારમાં ચતુર રસેલ દેશેપગી કાર્ય કરતે ગયો. તેના વખતમાં કામદાર સ્ત્રીપુરુષોએ કારખાનામાં દસ કલાક કામ કરવું એવો કાયદો થયો, અને કેન્ડેલના સમયથી દાખલ થએલા નૌયાનના અકારા કાયદા રદ થયા. પરંતુ તે સર્વથી માટે બાનાવ તે ઈ. સ. "૧૮૫૧માં બન્યો. પ્રિન્સ આબર્ટને ગ્રેટબ્રિટન, તેનાં સસ્થાને, અને યુરોપનાં અન્ય રાજ્યોમાં બનતી વસ્તુનું મહાન પ્રદર્શન ભરવાની ઉત્કંઠા થઈ. શાંતિના કાળમાં હુન્નરઉદ્યોગની કેટલી પ્રગતિ થાય છે, અંગ્રેજોને પરદેશ જોડે શા શા અનુભવનો વિનિમય કરવાનો છે, અને ક્યાં ક્યાં સાધનોની ક્યાં ક્યાં ન્યૂનાધિકતા છે, એ જાણવાના લાભે ઉપરાંત અનેક આદર્શવાદીઓ આશા રાખવા લાગ્યા, કે પ્રજાને પરસ્પર પરિચય વધવાથી હવે વિગ્રહનો અંત આવી જગતમાં શાંતિનું સામ્રાજ્ય સ્થપાશે. જહન પિકસ્ટન નામના એક માળીએ સર્વ પ્રદશ્ય વસ્તુઓને સુરક્ષિત રાખવા માટે એક કાચગૃહ બનાવ્યું, જે આજ પણ ક્રિસ્ટલ પેલેસન્ના નામથી ઓળખાય છે. એ પ્રદર્શનમાં દેશ-દેશાંતરની વસ્તુઓ આવી. આખરે અનેક પરદેશીઓ આ પ્રથમ પ્રદર્શન જેવા ભેગા થયા, અને ધારેલા લાભ પણ મળ્યા. પરંતુ એ પ્રદર્શન શાંતિનો સીમાસ્તંભ બનવાને બદલે યુદ્ધના મંગલાચરણરૂપ બન્યું. દેશમાં ૩૫ વર્ષ પર્યત રહેલી અખંડ શાંતિનો છેવટે ભંગ થયે.
પૂર્વને પ્રશ્નઃ જર્જ કથાના અમલથી આ પ્રશ્ન આજ પર્યત યુરેપનાં રાજ્ય સમક્ષ ગંભીર સ્વરૂપે ઉપસ્થિત થએલે જોવામાં આવે છે,
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૭
એટલે તેના અર્વાચીન સ્વરૂપ સુધી અહીં તેના વિચાર કરવા જોઈએ. આ પ્રશ્ન ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છેઃ (૧) મિસર, એશિયામાઈનર, અને યુરેાપ, (૨) મધ્ય એશિઆ, અને (૩) પાસિફિકનાં સંસ્થાને.
યુરોપમાં એક સમયનું તુર્કસ્તાનનું મહારાજ્ય ક્ષીણ થતું હતું, અને તેને લાભ યુરાપનાં રાજ્યાને લેવા હતા. રશિઆ તેા પરાપૂર્વથી કાન્સ્ટેન્ટિનાપલના કબજો લઈ ડાર્ડેનલ્સ તાબે કરી ભૂમધ્ય સમુદ્રમાં રશિઅન વહાણા ફેરવી મિસરને ભયમાં રાખવાનાં તથા ઇંગ્લેન્ડ અને હિંદ વચ્ચે ચાલતા વેપારને રૂંધી નાખવાનાં સ્વપ્ના સેવતું હતું. વેપારનું ઉત્તમ મથક કેાન્સ્ટન્ટ નેપલ તેને કબજે કરવું હતું. ગ્રેટ ટન તુર્કસ્તાન પ્રત્યે ખાસ મૈત્રીભાવ ધરાવતું ન હેાવા છતાં તેને પક્ષ કરતું હતું; કેમકે તેને રશિઆને ભય લાગતા હતા. વળી એ પ્રમાણે જો રશિઆ તુર્કસ્તાનમાં ધણી થઈ બેસે, તે યુરોપની સત્તાતુલા ડગી જાય તેમ હતું. ફ્રાન્સને મિસર અને સિરિઆમાં સંસ્થાના સ્થાપવાના કાડ હતા, અને ઇ. સ. ૧૮૭૦ પછી જર્મનીએ એશિઆન માઈનરમાં વેપારી વિકાસ સાધવાને માટે આકાશપાતાળ એક કર્યાં હતાં.
મધ્ય એશિઆમાં રશિઆની સત્તા સાઈબિરિ તરફથી, અને ગ્રેટબ્રિટનની સત્તા પૂર્વ હિંદુસ્તાનમાંથી ધીમે ધીમે આગળ વધતી હતી. મહારાજ્યની સંસ્થાને અને વેપારના વિકાસ શેાધવાની પ્રવૃત્તિને લીધે પાસિફિક સંસ્થામાં પણ આ પ્રશ્ન ઉભા થયા હતા, તેમાં ૪૦ કરોડની વસ્તીવાળા ચીનના પ્રશ્ન અતિ વિકટ થઈ પડયા હતા.
ફ્રીમિઅન વિગ્રહ: ઇ. સ. ૧૮૫૪–૫૬. આ સમયે રશિઆમાં નિકાલાસ નામે રાજ્યલાભી અને માથાના ફરેલા શહેનશાહ હતા. તેની નિષ્ક્રિ ક્યારનીએ નિર્બળ તુર્કસ્તાન પર પડી ચૂકી હતી, એટલે તેને તેા. યુદ્ધ કરવાનું મિષ જોઈતું હતું. ઇ. સ. ૧૮૫૨માં જેરૂસલેમનાં તીર્થસ્થળે સંબંધી રશિ અને તુર્કસ્તાન વચ્ચે કલહ ઊઠયા, અને સુલતાનના રાજ્યમાં વસતા સર્વ ખ્રિસ્તીઓનું સંરક્ષણ કરવાના દાવા રશિએ કરવા માંડયા. પરંતુ સુલતાને તેને સ્પષ્ટ રીતે નિકાર કર્યાં. ગ્રેટબ્રિટન જો રશિઆને સહાય કરે, તા શિઆ તેને મિસર અને કેન્ડીઆ મેળવવામાં સહાય આપે એવી વિષ્ટિ મિબ્રવાસે ચલાવવા માંડી. પરંતુ જ્યારે વળ્યું નહિ ત્યારે તેણે એકલે હાથેજ
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૮ તુર્કસ્તાન જીતવાને નિશ્ચય કર્યો. તેણે સૈશિઅન સિન્યને હાલ જે રૂમાનિઆ કહેવાલ છે તે પ્રદેશમાં મોકલી દીધું. તુએ ડાન્યુખ ઓળંગ રશિઅન સૈન્યને હરાવ્યું પણ રશિઅન સૈન્મ સિનેપમાં પડેલાં તુર્ક વહાણોને નાશ કર્યો, ઈ. સ૧૮૫૭
' ઈગ્લેન્ડમાં આ સમયે હૈ બાને સ્થાને ર્ડ એબડિન નામે સાધારણ બુદ્ધિ અને શક્તિવાળો લિબરલ મંત્રી અને તેના પક્ષકારો તથા પીલના અનુયાયીઓનું બનેલું સંયુક્ત મૈત્રીમાંડી અધિકારમાં હતું. પામર્સ્ટન સ્વદેશ ખાતાના પ્રધાન હતો, છતાં તેના આગ્રહથી મંત્રીમંડળે રશિઆ વિરુદ્ધ વિગ્રહ જાહેર કર્યો. વળી પિતાના નામધારી પૂર્વજની પેઠે પરાક્રમ કરી પ્રસિદ્ધિ મેળવવાને ઉત્સુક બનેલા ફ્રાન્સના નેપલિયને ગ્રેટ બ્રિટનને પક્ષ લીધો. પરિણામે બ્રિટિશ કાફલાએ બાલ્ટિકમાં જઈ રશિઆનાં બંદરે એકદમ બંધ કર્યો; સંયુક્ત કાફલાએ એડ્રેસ પર તોપને મારો ચલાવ્યો, અને એક સમુક્ત કાલે ડોનલ્સમાં થઈને કાળા સમુદ્રમાં તુર્કીની કુમકે આવી પહોંચ્યો. આ પ્રમાણે એક પક્ષમાં ફ્લન્સ, ગ્રેટ બ્રિટન અને તુર્કી, તથા સામા પક્ષમાં રશિઆ એમ બે પક્ષ બંધાયા. . મુખ્ય યુદ્ધ ને રશિઆની દક્ષિણે આવેલા ક્રીમિઆ નામે દ્વીપકલ્પમાં થયું. ચિરકાળની શાન્તિ ભોગવી ચેબ્રિટનનું સૈન્ય અનુભવ વિનાનું થઈ ગયું હતું, અને તેની પાસે પૂરતાં સાધન ન હતાં. ફ્રેન્ચ સૈન્યની લગભગ તેજ દશા હતી. તેમને વિચાર સેબાસ્ટેપલ નામે રશિઆને અગત્યનો અજેય અને અભેદ્ય કિલ્લે લેવાનો હતો. દરમિઆન તેમણે આત્માના યુદ્ધમાં વિજય મેળવ્યું. આથી રશિઅને પાછા હઠ્યા, એટલે સેબાપેલ જવાનો માર્ગ ખુલ્લે થયે. પરંતુ દ્વીપકલ્પીય વિગ્રહમાં નામના મેળવનાર અંગ્રેજ સેનાપતિની શક્તિને ૪૦ વર્ષના પ્રમાદનો કાટ ચડી ગયો હતો. રશિઅનો કઈ ચૂકે તેવા હતા? તેમણે અંગ્રેજે અને કેજોના વિલબનો લાભ લઈને કિલ્લે મજબુત કરી લીધો. ત્યાર પછી બાલાલાવાનું પ્રસિદ્ધ યુદ્ધ થયું, સંયુક્ત સૈન્ય અતુલ પરાક્રમ દર્શાવ્યું, એટલે રશિઅને તેમને એ બંદરેથી હઠાવી શકયા નહિ દસ દિવસ પછી રશિઅન ઈન્કમેનના યુદ્ધમાં ફરી
૧. કવિ ટેનિસને અમર કરલી “Light Brigade' ટુકડીએ આ યુદ્ધમાં અદ્ભુત પસક્રમ દર્શાવ્યું. કેઈની ભૂલ થઈ અને આ બહાદુર સૈનિકાએ પરિણામની દરકારે
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧૯ પછી હાર્યા. રાત્રિના ધુમમાં સંનિકેએ સગુમિત્ર જોયા વિના શસ્ત્રાસ્ત્ર, જમીન, પથર, અને છેવટે મુક્કાઓથી યુદ્ધ કર્યું, અને પરાક્રમની પરાકાષ્ટ્ર) દર્શાવી. પરંતુ સરદારની કાર્યદક્ષતાનો અભાવે જાનમાલની જેબરી ખુવારી થઈ. એ પછી સેબાલિન ઘેસે શરૂ થશે, છતાં સેનાપતિએ દીર્ધદષ્ટિ વાપરીને કંઈ યોજના કે સગવડ કરી ન હતી. રશિઆના અંગોને ઠુંઠવી નાખનારા શિઆળામાં એ વેરાન પ્રદેશમાં બિચારા સૈનિકોને ચાર માસ સુધી અગણિત સંકટ વેઠવાં પડયાં. તેમના તંબુઓ ફાટેલા હતા. ઓઢવાનું પૂર મળે નહિ, પહેરવાનાં કપડાંની પણ તંગી હતી, અને દેશમાંથી સામગ્રી આવે તેમાં કશી વ્યવસ્થા કે વગ ન મળે, એટલે તેમને પારાવાર દુઃખ પડયું. વળી લુચ્ચા ઈજારદારોએ પગરખાં મેકલ્યાં, તેમાં એક વખતે તે બધાં પગરખાં એકજ પગનાં નીકળ્યાં, અને તેમાં તળી તે કાગળનાં હતાં. એ સાથે ઘાસની ગાંસડીઓમાં વચ્ચે માટી ભરેલી નીકળી. આ ઉપરાંત એક સમયે જરૂરી માલ લઈને આવતાં વહાણને તેફાન નડવાથી તે પૂર્બ્સ ગયાં. પરિણામે ભૂખમરાને લીધે સૈન્યમાં રેગ ફાટી નીકળે, છતાં દવાખાનાની સારી વ્યવસ્થા પણ ન હતી. યુદ્ધના ખબરપત્રીઓએ આ ભયંકર સ્થિતિનાં હદયદ્રાવક વર્ગન લખી મેકલ્યાં. એટલે દેશમાં તે લેકેને નખકે -શિખ ઝાળ ચડી. એથી એબડિનને રાજીનામું આપવું પડયું, અને પામર્સ્ટન મંત્રીપદે આવ્યું. દરમિઆન ધાત્રીકર્મની યોગ્ય તાલીમ પામેલી ફ્લેરેન્સ
કર્યા વિના મૃત્યુમુખમાં પગ મૂકો. બંદુકની ગોળીઓના વરસાદમાં દોઢ માઈલ સુધી પસાર કરી તેઓએ રશિઅન તોપખાનું હાથ કર્યું. ૬૦૦ માણસમાંથી ભાગ્યે ૨૦૦ જવવા પામ્યા. વા –ટેનિસનનું The Charge of the Light Brigade.
૧. આ દયાધન સન્નારી પ્રત્યે સૈનિકોની કૃતજ્ઞતા ફેલો Santa Filomena નામે કાવ્યમાં વર્ણવતાં લખે છે કે: Lo ! in that house of misery, A Lady with a lamp I see, Pass through the glimmering gloom, And Flit from room to room. And slow as in a dream of bliss, The Speechless' sufferet : turns to kiss, Her shadow as it' falls, Upon the darkening walls.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૭
નાઈટિંગેલ નામે સેવાવૃત્તિની કુલીન યુવતી અન્ય યાળુ બેનેને લઈ રણુક્ષેત્રમાં સૈનિકાની સારવાર કરવા ઉપડી. તેના આવવાથી ક્રીમિઆમાં અન્યવસ્થા જતી રહી તેને સ્થાને વ્યવસ્થા દાખલ થઈ, અને સર્વ ખાખામાં પામર્સ્ટનની બુદ્ધિશક્તિ અને દીર્ધદષ્ટિને પરિચય થવા લાગ્યા. ખીજે વર્ષ સાર્ડિનિઆએ ફ્રાન્સનો પક્ષ લીધો; આખરે પોતાના સૈન્યની અવદશા જોઈ હતાશ થએલા નિકાલાસ ભગ્ન હૃદયે મૃત્યુ પામ્યા, અને સેબાસ્ટાપેાલ પડયું. પરંતુ તે પૂર્વે રશિઅનોએ તેના કિલ્લાનો નાશ કર્યાં હતા, મનવારા દુખાવી દીધી હતી, દારૂગાળા સળગાવી મૂકયા હતા, અને નગરને આગ લગાડી દીધી હતી, ઇ. સ. ૧૮૫૫. ઇ. સ. ૧૮૫૬માં પેરિસની સંધિમાં એવા નિર્ણય થયા, કે તુર્કસ્તાનનું રાજ્ય અખંડ રાખવું, અને કાળા સમુદ્રમાં કાઈ એ લડાયક ન્હાજો લાવવાં નહિ.
ડર્મી અને પામર્સ્ટનની રાજનીતિઃ ઇ. સ. ૧૮૫૮–૧૮૬૫. ઇ. સ. ૧૮૫૮માં હિંદુસ્તાનમાં સિપાઈ એના બળવા થયેા. તે શમી જતા પહેલાં પામર્સ્ટનને રાજીનામું આપવું પડયું. ઇ. સ. ૧૮૫૮માં તરંગી મગજના એક માણસે ફ્રાન્સના રાજાની ગાડીમાં એમ્બ મૂકી તેની હત્યા કરવાને પ્રયત્ન કર્યાં. આ કાવતરૂં લંડનમાં થએલું હાવાથી અને પરરાજ્યા જોડે આવા વિખવાદ ઉત્પન્ન કરે તેવા પ્રસંગેા ટાળી દેવાના હેતુથી પામર્સ્ટને આવાં કાવતરાં અટકાવનારા કાયદાના ખરડા રજુ કર્યો. ફ્રાન્સમાં અધિકારીઓ છંછેડાયા, અને આવા કાવતરાખારાને આશ્રય આપવાના અપરાધ માટે ઈંગ્લેન્ડ જોડે યુદ્ધ કરવાના પાકાર ઊઠયેા, એટલે અંગ્રેજો નિરર્થક અપમાનથી ક્રોધે ભરાયા અને ખરડાની વિરુદ્ધ પડચા. એથી કાન્ઝર્વેટિવ પક્ષને અગ્રણી લાર્ડ ડર્બી થૈડા સમય માટે મંત્રીપદે આવ્યા. તેનું મંત્રીમંડળ જો કે નિર્બળ હતું, છતાં તેના સમયમાં કેટલુંક ઉપયાગી કાર્ય થયું. હિંદુસ્તાનના રાજ્યવહીવટ પાર્લમેન્ટે સંભાળવાનેા કાયદા થયા, સૈન્યમાં સ્વયંસેવકા દાખલ કરવાની પ્રથાની શરૂઆત થઈ, તેમજ યાહુદીઓને પાર્લમેન્ટમાં દાખલ થવા દેવામાં, કે પાર્લમેન્ટના સભ્ય થવા ઇચ્છનાર પાસે અમુક મિલ્કત હાવી જોઈ એ એવું બંધન દૂર કરવામાં આવ્યું. પરંતુ ઇ. સ. ૧૮૫૯માં એ મંત્રીમંડળના અંત આવ્યા, અને પામર્સ્ટન ક્રીથી મંત્રીપદે આવ્યા, તે ઇ. સ. ૧૮૬૫ સુધી એટલે તેના
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૨૧
મૃત્યુ પર્યંત તે સ્થાને રહ્યો. ઇ. સ. ૧૮૬૧માં પ્રિન્સ આલ્બર્ટના વિદેહ ચુવાથી વૈધવ્ય સ્થિતિમાં આવેલી રાણી જાહેર જીવનમાંથી લાંબા સમય સુધી નિવૃત્ત થઈ.
પામર્સ્ટનના બીજી વેળાના અધિકારમાં અમેરિકામાં આંતરવિગ્રહ જાગ્યા. ઉત્તર અમેરિકામાં ઉત્તર અને દક્ષિણ સંસ્થાનાને લાંબા કાળથી વિરાધ ચાલ્યા આવતા હતા. તેમની આખેહવા, પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ, અને જરૂરિઆતે પણ ભિન્ન ભિન્ન હતી. દક્ષિણ સંસ્થાનામાં ગુલામાનો વેપાર ચાલતા હતા, છતાં ત્યાંના વેપારીએ નિર્ધન રહેતા; અને ઉત્તર સંસ્થા નોમાં ગુલામી બંધ હાવા છતાં વેપારીએ સમૃદ્ધ હતા. ઇ. સ. ૧૮૬૧માં અબ્રાહામ લિંકન નામનો ગુલામી પ્રથાનો કટ્ટો શત્રુ સંયુક્ત સંસ્થાનોનો પ્રમુખ થયા, એટલે ગુપ્ત રહેલા વિરાધ બહાર આવ્યા, અને ચાર વર્ષે સુધી વિગ્રહ ચાલ્યે. વિગ્રહ દરમિઆન લિંકનનું ખૂન થયું, પણ અંતે ઉત્તર સંસ્થાનીઓનો જય થયા, અને સંસ્થાનોનું ઐક્ય અને ખળ અખંડ રહ્યું. આ વિગ્રહ દરમિઆન ઉત્તરવાસીઓના કાફલાએ દક્ષિણનાં બંદરાને ઘેશ ઘાલવાથી પરદેશથી માલની આવજા બંધ પડી, અને ઈંગ્લેન્ડને ત્યાંથી મળતું રૂ બંધ થયું. પરિણામે લંકેશાયરનાં અસંખ્ય કારખાનાં બંધ પડયાં, એટલે મણિત કામદારો રાજી વિનાના થઈ પડયા. આવા પ્રજાકીય આપત્તિના સમયમાં પણ પામર્સ્ટને તટસ્થપણું જાળવ્યું.1
પાર્લમેન્ટની સુધારણાનો બીજો કાયદેાઃ પામર્સ્ટનના મૃત્યુ પછી
૧. બે વખત ઈંગ્લેન્ડને યુદ્ધમાં ઉતરવાના સંયોગે। આવ્યા હતા. ઇ. સ. ૧૮૮૨ માં દક્ષિણ સંસ્થાનાના બે એલચીએ અંગ્રેજી વહાણમાં બેસીને યુરોપ આવતા હતા, ત્યારે રસ્તામાં ઉત્તર સંસ્થાનાની ક્રુઝરે તેમને પકડયા. પામર્સ્ટને તેમને છેડી દેવાની માગણી કરી, અને ચતુર લિંકને વખત વિચારી તે ખુલ કરી. તે સમયે ઘણા વેપારીએ દક્ષિણ સંસ્થાના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા, અને તેમની મદદે હથિચારબંધ વહાણા મેાકલતા. આવા એક વહાણે ઉત્તરવાસીએનાં વેપારી વહાણાને હુમાવીને કે લૂંટીને ખૂબ નુકસાન કર્યું. જીનીવામાં ભરાએલી આંતરરાષ્ટ્રીય અદ્દાલતે ઈન્સાફ આપ્યા, કે એ વહાણ બ્રિટિશ બંદરમાં બંધાયું છે, માટે બ્રિટનને શિરે સર્વ જોખમદારી હેાવી જોઇએ; પાછળથી બ્રિટનને તે માટે ભારે દંડ આપવા પડયા હતા.
૨૧
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૨
રસેલ મંત્રી થયો, પણ તેની સત્તા નામની જ હતી; કેમકે તે સમયે ખરેખર કર્તાહર્તા તે સમર્થ રાજનીતિજ્ઞ વિલિયમ યુવર્ટ ગ્લેડસ્ટન હતા. તેની ભવ્ય અને ગંભીર આકૃતિ, અમેઘ વકતૃત્વ, શબ્દભવ, તેમજ પ્રાચીન સાહિત્યનું જ્ઞાન, આદિથી તે એકદમ અગ્રેસર થઈ પડ્યું હતું. અત્યાર સુધીમાં તેણે અનેક વર્ષો સુધી અર્થમંત્રીનું કાર્ય કરી પ્રજા ઉપરથી કરને બોજો એ છે કર્યો હતો, તે સાથે રાજ્યની આવક વધારી હતી, અને દેશની સમૃદ્ધિ પણ પિપી હતી. “શાંતિ, કરકસર, અને સુધારે છે તેને મુદ્રાલેખ હતે. વળી મધ્યમ વર્ગો જે રાજકીય સત્તા ભોગવી રહ્યા છે, તેને વિસ્તાર કરીને આમવર્ગને તે આપવી, એ તેની રાજનીતિનું તત્ત્વ હતું. દરમિઆન ઈ. સ. ૧૮૬૬માં તેણે પાર્લમેન્ટની સુધારણા માટે ખરડો આર્યો, પણ તે પસાર ન થયે, એટલે કોન્ઝર્વેટિવ લૈર્ડ ડબી મંત્રીપદે આવ્યો. તેની સાથે બુદ્ધિમાન બેન્જામિન ડિઝરાયેલી અધિકારપદે આવ્યો. સિબિલ અને કાનિંગ્સબીની નવલકથાનો એ પાંડુવર્ણ વદનનો યાહુદી લેખક તે સમયને સમર્થ રાજદ્વારી પુરુષ હતો. ગ્લૅડસ્ટનથી વિરુદ્ધ તેને તે સિદ્ધાંત હતા, કે સામાજિક કલ્યાણનાં કાર્યોની ઉપેક્ષા કર્યા વિના જળ અને સ્થળ સિન્યને બળવાન બનાવી રાખવાં જોઈએ; કેમકે બ્રિટનની ખરી પ્રતિષ્ઠા તો પરદેશમાં રહી છે; છતાં તે દેશદ્વારના કાર્યને ચૂકતો નહિ. ઇ. સ. ૧૮૬૭માં તેણે કાયદો પસાર કરાવી પાર્લમેન્ટમાં સુધારા કર્યા. આ કાયદાથી પ્રત્યેક ઘરવાળા અને કર ભરનાર ઉપરાંત ૧૦ પૌડનું (પરગણામાં ૧૨ પૌડનું) વાર્ષિક ભાડું ભરનારને પણ મતાધિકાર મળ્યા. આ નવા કાયદાથી ખેતરમાં કામ કરનારા મજુરા
૧. આ અત્યંત તેજસ્વી, બુદ્ધિમાન, અને શુદ્ધ હૃદયના રાજદ્વારીનો જન્મ ઇ. સ. ૧૮૦૯માં શ્રીમંત અને કુલિન કુટુંબમાં થયે હતો. ઈ. સ. ૧૮૩૨માં સુધરેલી પાર્લમેન્ટમાં તે દાખલ થયે, તે ૧૮૯૫ સુધી માત્ર બે વખત સિવાય કાયમ રહ્યો. શરૂઆતમાં તે ટેરી હતી, અને પીલે તેને કેષાધ્યક્ષ બનાવ્ય; પણ એ સમર્થ નરના મરણ પછી ગ્લેડસ્ટનના વિચાર ધીમે ધીમે બદલાયા, અને આખરે ઈ. સ. ૧૮૫૯માં હિંગ તરીકે પામર્સ્ટનના મંત્રીમંડળમાં તે આવ્યો. રાજકાજ તેને મન રમત કે આજીવિકાનું સાધન ન હતું. તેનું અદ્ભુત નૈતિક બળ, રાજદ્વારી કુનેહ, અને અસાધારણ શક્તિને લીધે વિકટોરિઅન યુગમાં ગ્લૅડસ્ટનનું નામ અમર અક્ષરે કાતરાયું છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૨૩ સિવાય દરેક પ્રકારના કારીગરેની મોટી સંખ્યાને દેશના રાજ્યતંત્રમાં મત આપવાને હક મળે. આરંભમાં તે ઘણા લોકો આવા ઉદ્દામ મનાતા સુધારાની વિરુદ્ધ પયા, પરંતુ ઘણી વાટાઘાટને અંતે ડિઝરાયેલી પિતાનું ધાર્યું કરવામાં સફળ થયે. વળી પાછળથી મજુરને પણ ગ્લૅડસ્ટનના ઈ. સ. ' ૧૮૮૪ના કાયદાથી રાજતંત્રમાં મત આપવાનો એવોજ હક મળ્યો.
આખરે ડબીએ પિતાની અસ્વસ્થ પ્રકૃતિને લીધે રાજીનામું આપ્યું, એટલે ડિઝરાયેલી મુખ્ય મંત્રી થયો. તેના નવ માસના અધિકારમાં આયર્લેન્ડના પ્રશ્નો વિષે લેસ્ટન જોડે તેને વિરોધ થયા કર્યો. તેણે સર ચાર્લ્સ નેપિયરને મોકલી એબીસિનિઆના રાજાએ માગદલામાં કેદ કરેલા યુરોપી કેદીઓને મુક્ત કરાવ્યા. ઈ. સ. ૧૮૬૮માં ગ્લૅડસ્ટન મુખ્ય પ્રધાન થયો.
ગ્લેડસ્ટનનું મંત્રીમંડળઃ આ નવું પ્રધાનમંડળ ઈ. સ. ૧૮૬૮થી ૧૮૭૨ સુધી અધિકારમાં રહ્યું. તે દરમિઆન દેશમાં કેટલાક જરૂરી સુધારા થયા. ઈ. સ. ૧૮૭૦માં ફર્સ્ટ કેળવણીને કાયદે કર્યો, તેથી દરેક બાળકને શાળામાં જવાની ફરજ પડી. આજ સુધી વ્યક્તિ સ્વાતંત્ર્યની ખરીદી ભાવનામાં ઉછરેલા અંગ્રેજો એમ માનતા, કે અમારાં બાળકોનું શું કરવું તે અમારા અખત્યારની વાત છે. પરંતુ એ કાયદાને આધારે હવે તે પાંચથી બાર વર્ષના પ્રત્યેક બાળકને શાળામાં મેકલવાની માતાપિતા ઉપર કાયદેસર ફરજ આવી પડી. વળી મતાધિકારના વિસ્તાર જાડે દેશમાં લાંચરૂશ્વત, પ્રપંચ, તરકટ, ધમકી, અને અપ્રમાણિકપણું ઓછાં થાય, એવા હેતુથી ઈ. સ. ૧૮૭રમાં કાયદા કરી ગુપ્ત રીતે મત આપવાની પ્રથા દાખલ કરવામાં : વિલિયમ યુવટ લેડસ્ટન
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૪
આવી. આ ઉપરાંત એક ખીજા કાયદાથી સૈન્યમાં અધિકાર ખરીદવાની પતિ બંધ કરીને લશ્કરી તાકરીને સમય પણ ટુંકાવવામાં આવ્યું. આયલૅન્ડનાં તફાને અને સંકટા ટાળવાના ગ્લેડસ્ટને અનેક ઉપાયે કર્યાં હતા. ઇ. સ. ૧૮૭૦-૭૧માં ફ્રાન્સ અને જર્મની વચ્ચે વિગ્રહ થયા, પણ જર્મન મંત્રી બિસ્માર્કે અસાધારણ ચાતુરી દાખવી ગ્રેબ્રિટન અને રશિઆને તટસ્થ રાખી દીધાં, અને નેપોલિયન ૩જાને પદભ્રષ્ટ કર્યાં. પરિણામે ફ્રાન્સમાં વળી ત્રીજી વાર પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના થઈ, અને જર્મન મહારાજ્યને ઉદય થયા. ડિઝરાયેલી બીજી વાર પ્રધાનપદેઃ ઇ. સ. ૧૮૭૪-૧૮૮૦. ઈ. સ. ૧૮૭૪માં ડિઝરાયેલી બીજી વાર પ્રધાનપદે આવ્યું. ઇ. સ. ૧૮૭૬માં તેને બીકન્સફીલ્ડના અમીર
બનાવવામાં આવ્યો. તેના છે વર્ષના અધિકારમાં આયર્લૅન્ડના પ્રશ્ન વિકટ બન્યા. આયરિશ પ્રજાનાં દારુણ દુ:ખાના સત્વર નિર્ણય લાવવાની આશાએ ચાર્લ્સ સ્ટુઅર્ટ પાર્નેલ નામના આયરિશ નેતાએ વિરાધનીતિ સ્વીકારીને પાર્લમેન્ટના કાર્યમાં હરકત કરવા માંડી. દેશાંતર નીતિ
માં ડિઝરાયેલી પેાતાના
ડિઝરાયેલી
સિધ્ધાંત પ્રમાણે વર્તીને ગ્રેટબ્રિટનની વગ વધારતા ગયા. ઇ. સ. ૧૮૭૫માં તેણે મિસરના ઉડાઉ ખેદીવ પાસેથી ૪૦ લાખ પૌન્ડની કિંમતના સુએઝની નહેરના શેરા (Shares) ખરીદી લઈ જગા મહાન્ જળમાર્ગ હાથ કર્યાં, હિંદ જોડેના વેપારને ટુંકા માર્ગ મેળવ્યા, અને મિસરના આર્થિક વહીવટમાં ખરી સત્તા મેળવી લીધી. ઇ. સ. ૧૮૭૬માં રાણીને ‘કૈસરે હિન્દ' પદ ધારણ કરવાની સત્તા આપના
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૨૫
કાયદા કરવામાં આવ્યું. હિંદના વાયવ્ય કોણમાં ‘શાસ્ત્રીય સીમા’સેધવાના પ્રયત્નમાં કંપનિ સરકારને અફધાનિસ્તાન જોડે બે વાર દારુણ યુદ્ધ થયું, જેના પરિણામે દેશને ખર્ચના ખાડામાં ઉતરવું પડ્યું.
રશિઆના જે ભયથી પ્રેરાઈ ને તેણે અફઘાને જોડે યુદ્ધ કર્યા હતાં, તેજ ભયને લીધે તેને યુરાપમાં રશિઆ જોડે લડવાનેા પ્રસંગ આવ્યા. ઝંગાવિનિઆ અને ખેાસ્નીઆ પ્રાંતના ખ્રિસ્તીએએ તુર્કાના જાલીમ ત્રાસથી છંછેડાઈ તે બળવા કર્યાં, ઇ. સ. ૧૮૭૫-૭૬. તુર્ક અમલદારાએ અને સૈન્યે ચાડી ઘણી કતલ કરી હશે, પણ રશિઆને ફરી પાછા તુર્કસ્તાનમાં વચ્ચે પડવાના લાગ મળ્યા. તેણે તે। સૈન્ય મેાકલ્યું; બહાદુર અને જવાંમર્દ તુર્કા આ પ્રદેશીએ જોડે માથું મૂકીને લડયા, પણ તેમના દુર્ભાગ્યે જોર કર્યું; રશિઅન સિપાઈ એ તે છુટા થએલા જળધેાધની પેઠે કેાન્સ્ટન્ટનેાપલ તરફ દોડયા. આથી તુર્કસ્તાનના મામલા પ્રત્યે દૃષ્ટિ નાખી બેઠેલા ડિઝરાયેલી ચમકયા, અને રશિઆને અટકાવી તુર્કસ્તાનને સહાય આપવા તૈયાર થયા. તેણે એક કાટ્લે ડાર્ડેનલ્સમાં મોકલી દીધા. યુદ્ધ થયું નહિ, અને સેન્ટ સ્ટેફેનેાની સંધિ થઈ; સાથે સાથે રશિઆ આ સંધિને અસ્વીકાર કરે, તા ડિઝરાયેલીએ યુદ્ધ કરવાની ધમકી આપી, અને હિંથી સૈન્ય ખેાલાવી માલ્ટામાં લાવી રાખ્યું. આથી રશિઆ ભય પામી ગયું. વળી ઇ. સ. ૧૮૭૮માં બર્લિનમાં સર્વ રાજ્યાની પરિષદે નવી સંધિ કરી. તેમાં રૂમાનિઆ, સર્વિઞ, અને મેન્ટીનીગ્રેાને સ્વતંત્ર થવાની સત્તા આપી, હર્ઝેગાવિનિઆ અને બેહસ્તીઆ આસ્ટ્રિઆના તાબામાં મૂકવાં, રશિઆને એશિઆ માઈનરમાં એક બંદર અને કિલ્લો આપવામાં આવ્યાં, બલ્ગેરિઆનું નવું રાજ્ય સ્થપાયું, અને ગ્રેટબ્રિટનને સાઈપ્રસ મળ્યા. આ સંધિને ‘ પ્રતિષ્ઠિત ' વિશેષણ લગાડવામાં આવે છે, છતાં રશિઆનું ધાર્યું થયું અને તુર્કસ્તાનનું રાજ્ય તે વહેંચાઈ ને ક્ષીણ થઈ ગયું, એટલે વિશેષણુ માત્ર ઔપચારિક ગણાયું. આ ઉપરાંત ઝુલુ લાકા જોડે પણ એક યુદ્ધ કરવામાં આવ્યું હતું. આખરે મહામંત્રીની યુદ્ધપ્રિયતા પ્રજામાં અણગમતી થઈ પડી.
ગ્લેડસ્ટન મીજી વાર પ્રધાનપદેઃ ઇ. સ. ૧૮૮૦માં ગ્લેડસ્ટન ખીજી વાર પ્રધાનપદે આવ્યા. જો કે વિગ્રહથી દૂર રહી કરકસર કરી દેશમાં પ્રગતિ
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૬
કરવાના ગ્લેડસ્ટનના અભિલાષ તા અધુરા રહ્યા. તેને દક્ષિણ આફ્રિકાના મેરી જોડે કલહ થયા. વળી ‘અમારૂં તે અમારે માટે ' કહી મિસરીએએ બ્રિટન સામે સમશેર ઉઠાવી. આ ઉપરાંત આયર્લેન્ડમાં અસંતેષ વધી ગયે, પાર્નેલે સ્વરાજ્યની આગ્રહપૂર્ણ માગણી કરવા માંડી, અને આયર્લેન્ડમાં ચેાડી ખૂનામરકી પણ થઈ; પણ આ મંત્રીમંડળની વિદેશનીતિ ધણાને અકારી ચઈ પડી, અને એક ક્ષુલ્લક બાબતમાં મતભેદ થવાથી ઇ. સ. ૧૮૮૫માં ગ્લેડસ્ટને રાજીનામું આપ્યું. તે પહેલાં તેણે પાર્લમેન્ટની સુધારણાને ત્રીજો કાયદા કરી શહેરમાં કે ગામડામાં એક વર્ષ સુધી એકજ ઘરમાં રહેલા માણસાને મતાધિકાર આપ્યા, અને કેટલાક કસ્બાને પરગણાંમાં ભેળવી દઈ મેટાવિભાગોના ખંડ પાડી દઈ કેટલીક બેઠકની પુનર્વ્યવસ્થા કરી આપી.
અંતનાં વર્ષોં: ડિઝરાયેલીને પરમ પ્રશંસક અને તેની દેશાંતર નીતિને ચુસ્ત હિમાયતી કાન્ઝર્વેટિવ લાર્ડ સાલ્સબરી પ્રધાનપદે આવ્યે, તે જાણે એકાદ વર્ષમાં જવાને માટે ! ગ્લેડસ્ટન ત્રીજી વાર પ્રધાનપદે આવ્યું. આયલેન્ડની વ્યાધિને એક ઉપાય માત્ર સ્વરાજ્ય છે, એમ ખાત્રીપૂર્વક માની તેણે એવી મતલબને ખરડે આણ્યા, પણ અનેક કારણેાથી તેના અનુયાયીઆમાં પક્ષ પડયા. તેમણે નવા પક્ષ ( Liberal Unionists) રચી આયર્લૅન્ડને સ્વરાજ્ય આપવાનેા ખરડા ઉડાવી દીધા, એટલે ગ્લેડસ્ટને રાજીનામું આપ્યું. ફરી પાછા સાલ્સબરી પ્રધાન થયા. તેના છ વર્ષના અમલમાં તેણે ગ્રેટબ્રિટનમાં જિલ્લાસમિતિએ ( County Councils )ની સ્થાપના કરી તેમને સ્થાનિક વહીવટ કરવાના અધિકાર આપ્યા, અને પ્રાથમિક શાળાઓમાં કેળવણી મફત કરીને ફાર્સ્ટરના કાયદાને ફલિતાર્થ કર્યાં. પરંતુ સર્વથી ચિરસ્મરણીય પ્રસંગ તે રાણીના રાજ્યારાહણુના સુવર્ણમહાત્સવને હતા. ઇ. સ. ૧૮૮૭માં રાણીના રાજ્યારાહણુનાં પચાસ વર્ષ થયાં, એટલે પ્રજાએ પૂર્ણ ઉત્સાહથી ‘સુવર્ણમહાત્સવ' (Golden Jubilee) ઉજવ્યા. એ પચાસ વર્ષોમાં દેશમાં શતકા જેટલી પ્રગતિ થઈ હતી. ઈંગ્લેન્ડ કૃષિપ્રધાન દેશ મટી ઉદ્યોગપ્રધાન બની અસંખ્ય મનુષ્યાને પોષતા હતા, તેમજ આગગાડી અને આગાટ તથા વિજળીના તાર આદિની શોધા વડે દિકાલનાં બંધને કપાઈ ગયાં હતાં. સમુદ્રો ખંડની સીમા બનવાને બદલે વેપારના મહામાર્ગ બની
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૨૭
ગયા હતા, અને પૃથ્વીના ઘણા દેશ એક ખીન્નના સંબંધમાં વધારે આવ્યા, તે સાથે મુસાફરી વિરત અને સુલભ થઈ પડી હતી. વળી પ્રતિનિ વૃદ્ધિ પામતી વૈજ્ઞાનિક શેાધાએ દૈનિક જીવનમાં આનંદ, ઉલ્લાસ, આરામ અને સગવડ આપ્યાં હતાં. પ્રાચીન વિદ્યાઓના સંશેાધનથી ઇતિહાસનાં વીસરાએલાં પ્રકરણા તાાં થતાં હતાં. એ બધું જોતાં આ ઉત્સવ નિમિત્તે રાણી અને તેનાં સંતાનેાએ પૂર ખબાથી આટલાં વર્ષની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રભુની પ્રાર્થના કરી, અને તે સાથે અસંખ્ય પ્રજાજને એ પણ પ્રાર્થનાઓ કરી પોતાની લાગણી પ્રદર્શિત કરી. દસ વર્ષ પછી તેા ‘હીરક મહેાત્સવ’ (Diamond Jubilee) ઉજવવાનો છેલ્લો પ્રસંગ પ્રાપ્ત થયા. સામ્રાજ્યના પ્રત્યેક ખુણામાંથી અનેક માણસા આ ઉત્સવ માણવા લંડન આવ્યાં; ઉત્સવના આવેગમાં પ્રજા જાણે ગાંડીઘેલી બની ગઈ!
પરંતુ ઇ. સ. ૧૮૭૨માં ગ્લેડસ્ટન ફરી પાછે અઢાર માસ માટે ચોથી વાર પ્રધાનપદે આવ્યેા. આયર્લેન્ડના પ્રશ્ન વિષે પાર્લમેન્ટમાં મતભેદ હાવા છતાં તેણે પોતાના સ્વરાજ્યનો પ્રિય ખરડા યુક્તિપુરઃસર દાખલ કર્યાં. આમની સભામાં તે મંજુર થયે, પણ અમીરાની સભાએ તેને સ્વીકાર કર્યાં નહિ. આ વખતે રાજીનામું આપવાને બદલે તેણે પાતાના પક્ષ મજમુત અને તેવાં થેડાં લોકપ્રિય કાર્યાં કરવા માંડયાં. હવે તે વૃદ્ધ થઈ ગયા હતા; તે નિવૃત્ત થઈ ગયા, અને તેના લાંબા કાળની રાજદ્વારી કારકીર્દિના અંત આવ્યેા. તે પછી લાર્ડ રાઝબરી પ્રધાન થયેા. એક વર્ષમાં તે લાર્ડ સાલ્સખરી ત્રીજી વાર પ્રધાનપદે આવ્યા. સાત વર્ષ પછી અસ્વસ્થ પ્રકૃતિને લીધે તેને નિવૃત્ત થવું પડયું, ત્યાં સુધી તે અધિકારમાં રહ્યો. આ વર્ષોમાં પરસ્પર ઈર્ષાથી થએલા કલહે। વિના ખીજું કશું જાણવા જેવું બન્યું નથી. આ દરમિઆન ગ્રીસ અને તુર્કસ્તાને નિરર્થક વિગ્રહના મે।રચા માંડયા, એટલે ક્રીટને તુર્કીના અધિકારમાંથી મુક્ત કરી યુરોપનાં મહારાજ્યાની દેખરેખ નીચે મૂકવામાં આવ્યું; વળી સંયુક્ત સંસ્થાને અને ગ્રેટબ્રિટનને સરહદની તકરાર ઊઠી, પરંતુ ચતુર મંત્રીએ કુનેહથી યુદ્ધના ભય ટાળી દીધા. આ ઉપરાંત સુદાન અને દક્ષિણ આફ્રિકામાં યુદ્ધો થયાં.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૮
રણનું મૃત્યુ ઈ. સ. ૧૯૦૦માં વૃદ્ધ રાણીએ આયર્લેન્ડને છેલ્લે પ્રવાસ કરી ત્યાંની પ્રજાને અપૂર્વ આદર મેળવ્યું. હવે તેની પ્રકૃતિ બગડતી જતી હતી. ઈ. સ. ૧૯૦૧ના જાન્યુઆરિની ૨૨મીએ સાંજે વાઈટકીપમાં આવેલા એઓર્નમાં તેણે શાંતિથી પરલેકપ્રયાણ કર્યું. તેની અથાગ કાર્યશક્તિ, લંવત દેશભક્તિ, કુનેહ, અને સહાનુભૂતિથી તેણે કપ્રિયતાની જોડે પ્રજાને ભક્તિભાવ અને આદર પણ સંપાદન કર્યો હતો. આ પવિત્ર, ઉદાર હૃદયની, અને મમતાળુ સ્વભાવની રાણીની હારમાં આવે તેવો કઈ રાજકર્તા ઈંગ્લેન્ડની ગાદીએ આવ્યો નથી. પરદેશના મામલાઓમાં તે તેના નિપુણ મંત્રીઓને પણ તેની પાસેથી બોધપાઠ ભણવા પડતા હતા. રાણીની પ્રજાવત્સલતા અને સહૃદયતા તે તેના જીવનમાં પદે પદે જણાઈ આવે છે.
પ્રકરણ ૯મું ઔદ્યોગિક અને સામાજિક પરિવર્તન અઢારમા સૈકાના આરંભમાં ખેતી કરવાની પદ્ધતિમાં સુધારા થવા લાગ્યા, એટલે પાક પણ વધારે થવા માંડે. વળી કંદ ઉગાડવાની પ્રથા દાખલ થવાથી ખેડુતોનાં ઢોરને માટે શિઆળાને ખોરાક મળવા લાગે, એટલે ઢોર અને ઘેટાંના ઉછેરમાં ઘણો ફેર પડે. આ ઉપરાંત ગામની ગોચર કે પડતર જમીન પણ ખેતીના ઉપયોગમાં લેવામાં આવી, અને તેની આસપાસ વાડબંધી કરવામાં આવી, એટલે પ્રત્યેક ખેડુતને ઉત્તમ કાર્ય કરી બતાવવાની હોંસ થવા લાગી. આ સર્વેનો લાભ આખરે જમીનદારને મળવા લાગે; કારણ કે નાના અને ગરીબ ખેડુતોને નવી સ્થિતિ અસહ્ય થઈ પડે, ત્યારે તે પિતાની જમીન વેચી દઈ ઊનનાં કારખાનામાં કે કોઈ સગવડવાળે સ્થળે મજુરી કરવા જતા. આમ ગરીબોના દુ:ખનો પાર ન હતો. પરિણામે કેટલાંએ ગામડાં ભાગ્યાં, અને કેટલાંકને બળતણ અને ચાર મળતા બંધ થિયે, એટલે ત્યાંના લેકે અકથ્ય દુઃખ સહેવા લાગ્યા. . ઔદ્યોગિક પ્રગતિથી પણ મજુરો કરતાં મુડીદારેને વધારે લાભ થયો. ઈગ્લેન્ડમાં ઊનનું વણાટકામ અસલથી ચાલતું હતું. રાણું ઈલિઝાબેથે
Page #342
--------------------------------------------------------------------------
________________
ફ્લાન્સર્સના વણકરાને આવકાર આપ્યા હતા. દરેક ખેડુત પેાતાના મકાનમાં રેંટીઓ અને કાઈ વેળા શાળ રાખતેા; ખેતીનું કામ ન હેાય ત્યારે તે વણાટકામ કરતા, તેમાં તેની સ્ત્રી, પુત્રો અને કરા કે ઉમેદવારે મદદ કરતા. તેઓ ખેતરમાં કામ કરી આરામ, વિનેદ, અને ખારાક મેળવતાં. આથી કામ નિયમિત થતું, અને માલીક અને નેકર વચ્ચે પિતાપુત્ર જેવા સંબંધ જળવાતા. જો કે મજુરીના દર સાંધા હતા, પણ જીવનની જરૂરી વસ્તુ ક્યાં મેાંધી હતી ? ધીમે ધીમે ઊન કરતાં રૂ વણવાના ઉદ્યોગ વધારે લાભદાયક જણાતા ગયા, એટલે કેટલાક લેાકા પાતાના બધા વખત ઐ કામમાં ગાળવા લાગ્યા.
ઇ. સ. ૧૭૬૦થી ૧૮૨૦ સુધીનાં સાઠ વર્ષાને ઔદ્યોગિક પરિવર્તનને યુગ કહેવામાં આવે છે; કેમકે તે વર્ષોમાં ઈંગ્લેન્ડ કૃષિપ્રધાન દેશ મટી ઉદ્યોગપ્રધાન થયા. પરંતુ ઉદ્યોગની પ્રચલિત પદ્ધતિમાં પણ ભારે ફેરફાર થયા. આર્કેરાટ, કાર્ટરાઇટ, હાર્કીંગ્ઝ, અને ક્રોમ્પ્ટન આદિ મુદ્ધિમાન પુષાએ વણુવા કાંતવાનાં યંત્રોની શોધ કરી. આ સર્વ યંત્રો પાણીના પ્રવાહથી ચાલતાં હતાં, એટલે પાણીની છૂટવાળા લેંકેશાયર અને યેાર્કશાયરમાં ઉદ્યોગ વધવા લાગ્યા. પરિણામે માલની નીપજ વધારે ત્વરાથી અને મોટા પ્રમાણમાં થવા લાગી, અને હાથવણાટને તે સ્થાન ન રહ્યું. તેમાં વળી જેમ્સ વાટે શોધેલા વરાળયંત્રની સહાયથી આ યંત્રો ચલાવવાની શેાધ થઈ, એટલે તે પ્રાચીન વાટપતિને જીવલેણ ફટકા પડયા. ધીમે ધીમે મેટાં કારખાનાં સ્થપાવા લાગ્યાં, અને ત્યાં કારીગરા એકત્ર થવા લાગ્યા, એટલે કાન ફાડી નાખે તેવા અવાજવાળાં આ યંત્રોનાં કારખાનાંની આસપાસ ધુમાડી ઘરવાળાં અને કાલસાની રજથી કાળા થઇ ગએલા રસ્તાઓવાળાં, ગંદાં, અને ધુમસછાયાં શહેર વસવા લાગ્યાં. દરમિગ્માન લોખંડ ગાળવા માટે ખાણને કાલસા સારા પડે છે એમ જણાતાં ઉત્તર અને પશ્ચિમના પ્રદેશમાં કારખાનાં સ્થપાવા લાગ્યાં, અને શેપીલ્ડ તથા ર્મિંગહેમ જેવાં નાનાં ગામડાં જાણે મેટાં નગરા બની ગયાં. હવે લોખંડના ઉદ્યોગ પણ વધ્યા; ઇ. સ. ૧૮૦૦ના અરસામાં તે દેશભરમાં લોખંડનાં કારખાનાં ધમધેકાર ચાલવા લાગ્યાં.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૩૦
* વેપાર અને ઉદ્યોગમાં વૃદ્ધિ થતાં વ્યવહારનાં સાધનોમાં પણ સુધારા થવા લાગ્યા. ખાડાવાળા રસ્તા ઉપર ગાડામાં ભરીને માલ લઈ જવાની અગવડ લાગતાં નહેરે ખેદાવા લાગી. બીજી તરફથી આજ સુધી ઉપેક્ષા પામેલા રસ્તા સુધારી પાકા, મજબુત, અને પાણી ભરાઈ ન રહે તેવા સ્વચ્છ કરવાની યોજનાઓ થવા લાગી. ૧ “વિજ્ઞાનના યુગને નામે ઓળખાતા ઓગણીસમા સૈકામાં જવૅજે સ્ટીવન્સને વરાળયંત્રથી આગગાડી ચલાવવાની શોધ કરી. થોડાં વર્ષો પછી તે લિવરપૂલ અને મૅચેસ્ટર વચ્ચે આગગાડી ચાલી, અને પછી દેશભરમાં રેલવે સડકે નંખાઈ ગઈ.
આરંભમાં લેકે આ નવી શોધની સામે પડયા, અને કેટલાક અજ્ઞાન લેકે રોજી જવાની બીકે નવાં યંત્રોની ભાંગફોડ કરવા લાગ્યા. ખેડુતોને કોલસાના ધુમાડાથી ઢોર મરી જવાનો ભય લાગે, વીશીવાળાઓને પિતાના ગ્રાહકે ઓછા થવાની દહેશત પિઠી, અને ગાડીવાળાઓને થયું કે જગતમાં ધેડાની જરૂર હવે કોઈને પડવાની નથી. પરંતુ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં માલ સત્વર જઈ શકે છે, કારીગરે કામની શોધમાં દેશભરમાં ફરી. શકે છે, ઇત્યાદિ સ્થૂલ દષ્ટિએ પણ દેખાતા લાભનો પરિચય થતાં વિરોધ
ઘટવા લાગ્યા.
આગગાડીની પહેલાં આગબેટ તે કયારનીએ ચાલવા લાગી હતી. ઈ. સ. ૧૮૧૧માં વરાળથી ચાલતી હોડી કલાઈડ નદી ઉપર પ્રથમ ચાલી. તેમાં સુધારા કરતાં ઈ. સ. ૧૮૩૮માં ગ્રેટ વેસ્ટર્ન નામની આગટે આટલાંટિકમાં સફર કરી. ધીમે ધીમે તેની ગતિમાં વધારે કરવા માટે જોઈતા સુધારાવધારા કરવામાં આવ્યા. હવે ક્રમે ક્રમે તરતા મહેલ જેવી આગબોટમાં માનવીની બુદ્ધિએ શોધેલાં સુખ, સગવડ, આરામ અને વિનેદનાં સાધન ગોઠવવામાં આવે છે; તેમજ ટપાલ, ઉતારૂઓ, અને માલ આજે સુખચેનથી દરીઆપાર જાય છે. વળી ભર દરિયે સંકટમાં આવેલી આગબોટ દેરડાં
૧. મેક એડમ નામના એક સ્કીટ ઈજનેરે પત્થર નાખી રસ્તાઓ પાકા બનાવવાની યોજના કરી, તેથી તેવી રીતે રસ્તા બનાવવાની રીતને Macademise' કહે છે. ભાષામાં શબ્દસમૃદ્ધિ કેમ વધે, તેનું આ રસિક ઉદાહરણ છે. “બાયકોટ શબ્દની પાછળ પણ આવો ઇતિહાસ રહેલો છે, તે તમે ખેળી કાઢશે?
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૩૦
વગરના તારનો સંદેશો મોકલી સહાયની યાચના પણ કરી શકે છે. આમ સમુદ્ર પૃથ્વીની મર્યાદાને બદલે વેપારના મહામાર્ગ બન્યા છે. અમેરિકા, હિંદ, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિઆ આદિ અનેક દેશની વસ્તુઓ ઈંગ્લેન્ડના બંદરો પર આગબોટદ્વારા આવે છે, અને જગતનાં અંતરે કાપે છે. વળી ૨૦મી સદીમાં તે મોટર ગાડીઓને ઉપયોગ સર્વસાધારણ થઈ પડ્યો છે, અને વિમાનવિદ્યાની શેધને પરિણામે વ્યવહારમાં વિમાનને ઉપયોગ થવા લાગ્યો છે.
આજના યુવકને બીજી અગણિત શેની ખબર કયાં નથી ? રેલેન્ડ હિલે દાખલ કરેલું પોસ્ટેજ, તાર, ટેલીફેન, ગૅસ, વિજળી, સિનેમા, ગ્રામફોન, ટાઈપરાઈટિંગ, ફોટોગ્રાફી, મુદ્રાયંત્રો, રેડિઓ, બ્રોડકાસ્ટ, આદિ અનેક અર્વાચીન શોધો વિષે કોઈ પણ સારું પુસ્તક જ્ઞાન આપી શકે તેમ છે.
આ સર્વ પ્રગતિમાં મુડીદારો અને વેપારીઓ તે ધનવાન થયા, પણ કામદારોની સ્થિતિ તો ત્રાસજનક રહી. રે જ તેમને અંધારાં, અસ્વચ્છ, ભેજ અને ગરમીવાળાં કારખાનાંમાં દસબાર કલાક કામ કરવું પડતું. રૂની રજ કે પિલાદનાં રજકણો શ્વાસધારા શરીરમાં જવાથી તેમને ભયંકર રોગ લાગુ પડતા. ક્ષય તે તેમનામાં સાધારણ થઈ પડ હતો. વળી કારખાનામાં પણ અનેક અકસ્માતો થતા. અનેક અનાથ તથા કુમળાં બાળકોને આશરે સોળ કલાકની સખત મજુરી કરવી પડતી, પૃથ્વીના ગર્ભમાં ભેજવાળી ખાણમાં તેમને કેટલાએ કલાક સુધી ભારે બોજા ખેચવા પડતા, અને કેટલીક વાર તે સ્ત્રીઓની જોડે ગાડીમાં બળદની પેઠે પણ જોડાવું પડતું. આરામ અને તાજી સ્વચ્છ હવા માટે થોડા વખત મળે, ત્યાં રમતની તે વાતજ કેવી ?
આ સમયે સરકારે તો આ પ્રશ્નને ખાનગી ગણી તેના પ્રત્યે તટસ્થ વૃત્તિ ધારણ કરી હતી. પરંતુ કારખાનાંમાં ચાલી રહેલી હદયશૂન્યતાથી અને નિષ્ફરતાથી ઉદાર અને દયાળુ આત્માઓને લાગ્યું કે નવા ઉત્પન્ન થએલા સંગમાં બિચારા પશુ જેવું જીવન ગાળતા મજુરોની વહારે સરકારે ધાવું
૧. આવાં બાળકોની કરુણ કથા મિસિસ બ્રાઉનિંગના “The Cry of the Children’ નામે હૃદયદ્રાવક કાવ્યમાં આપી છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૨
જોઈ એ.૧ તેમણે પ્રશ્ન ઉઠાવ્યા, કે અમેરિકામાં રહેલા ગુલામાને બંધનમુક્ત કરવાના અખૂટ પ્રયાસેા કરનાર ઇંગ્લેન્ડમાંજ અનેક બાળકા ગુલામે કરતાં વધારે દુ:ખી જીવન ગાળે, તે સરકાર કેમ જોઈ રહે છે? અર્લ આવ્ શેફટમ્બરી નામે સહૃદય અમીરે ખાણા અને કારખાનાંમાં ફરી મજુરાની દશાની બારીક તપાસ કરી. ઇ. સ. ૧૮૩૩માં તેણે પાર્લમેન્ટમાં કારખાનાંને કાયદો આણ્યા, અને કામના કલાકા ઠરાવ્યા, એટલે તે સરકાર પણ સચેત થઈ; કારખાનાંના ખીજા કાયદા પસાર કરી મજુરાની સ્થિતિ સુધારવાની માલિકાને તેણે ફરજ પાડવા માંડી. આવા કાયદાથી (૧) કામના કલાકા નક્કી કરવામાં આવ્યા, (૨) કારખાનાંમાં કામ કરવા માટે બાળકાની વય ઠરાવવામાં આવી, (૩) કારખાનાંની હવા, પ્રકાશ, ઠંડી, ઉષ્મા આદિ આરાગ્ય વિષેની સ્થિતિ સંબંધી નિર્ણય કરવામાં આવ્યા, અને (૪) અકસ્માત્ કે મંદવાડના સમયમાં મજુરાની અવદશા ન થઈ જાય, તેવા અગમચેતીના ઉપાયેા લેવાનું ઠરાવવામાં આવ્યું. આ ઉપરાંત મજુરસંવેને કાયદેસર સ્વીકાર કરવામાં આવ્યે; વીસમી સદીમાં તે કામગીરી સંબંધી ચર્ચા કરવા માટે માલિકો અને કામદારાની સંયુક્ત સમિતિ નીમવામાં આવી.
આ પ્રમાણે ૧૯મા સૈકામાં બંધુભાવને વિકાસ થયેા છે, કામદારાની સ્થિતિ સુધરી છે, તેમનાં બાળકા વિદ્યા સંપાદન કરે છે, દાક્તરા અને દાઈ એ શાળાઓની નિયમિત તપાસ લે છે, અને ગંભીર પ્રસંગે તેમને માટે દવાખાનાં પણ માજીદ છે. તેમના પૂર્વજો કરતાં અનેક રીતે તે સુખી છે. આવી શેાધા અને સુધારાથી અંગ્રેજી સમાજમાં જબરૂં પરિવર્તન થઈ ગયું છે. હેનેાવર વંશના આરંભનાં વર્ષોમાં લેાકેાની રીતભાત અણુધડ અને ઉદ્ધૃત હતી, અને સહકારનું તે તેમને સ્વપ્ત પણ નહેાતું; વળી પ્રતિષ્ઠિત ગૃહસ્થા
૧. માત્ર પેટગુજારા માટે જીવનનું સત્ત્વ હણી નાખે તેવા ધંધામાં પડેલા કારીગરોની દયાપાત્ર દશાનું મર્મવેધક ચિત્ર કવિ ટોમસ હૂડે ‘The song of the shirt 'ના અતિ કરુણ કાવ્યમાં આપ્યું છે. એક દરજણને મુખે તે કહેવરાવે છે કે— Oh men, with sisters dear, Oh men, with mothers and wives! If is not linen you're wearing out, But human creatures' lives ! Sewing at once......... A shroud as well as a shirt.
Page #346
--------------------------------------------------------------------------
________________
(૩૩૩
પણ ભજન પછી નીશામાં ચકચૂર થવું એ તે એક હક સમાન ગણતા હતા. દેશમાં ગુના અગણિત થતા, ગરીબને બેલી કેઈ ન હતું, કેદીઓને બચાવ કરવા દેવામાં આવતું નહિ, સહૃદયતા અને સમભાવનો અગ્ર અધિકાર ધરાવનાર ગાંડાઓને નિર્દયતાપૂર્વક મારવામાં આવતા, અને તેમના પ્રત્યે અમાનુષી વર્તન ચલાવવામાં આવતું. વળી કચરાએલા, દબાએલા, અને નિર્બળ મનુષ્યોનું રક્ષણ કરવાને દયાધમ તે કઈ જાણતુંએ નહિ; ધર્મવૃત્તિ તે પ્રજામાંથી ઓસરી ગઈ હતી, એટલે રવિવાર તો નીશાબાજી, શિકારખેલ, સાઠમારી, કુસ્તી આદિ રમતગમતમાંજ વ્યતીત કરવામાં આવતા. આવી દશામાં જયોર્જ બીજાના ઉત્તર કાળમાં જહન વેલી નામે પરમ સાત્વિક ધર્માચાર્યો દેશમાં સર્વત્ર ઘોડા ઉપર પ્રવાસ કરીને પ્રજાસમૂહને રસ્તામાં કે ખેતરોમાં ધાર્મિકતાના બોધપાઠ આપવા માંડયા હતા. સિપાઈઓ, મજુરો, ખાણવાળાઓ, અને ખેડુતો ઉપર તેના ઉપદેશની અસર અદ્દભુત પડતી. ઑકસફર્ડમાં વિદ્યાર્થીદશામાં જ તેણે અને તેના કેટલાક મિત્રોએ અભ્યાસ માટે, ગરીબોને સહાય આપવા માટે, અને તુરંગના કેદીઓને મળવા જવા માટે કડક નિયમો રચ્યા હતા, તેથી તેઓ “મેડિસ્ટ કહેવાતા હતા. આજ પર્યત વેસ્લીનું અનુયાયીમંડળ ચાલુ છે. આ બધા ધાર્મિક પુનરુદ્ધારનું એક શુભ પરિણામ એ આવ્યું, કે દુઃખી, અનાથ, તથા પતિતને સહાય અને આશ્રય આપવાં, તેમજ પાપાચરણીને આશ્વાસન આપી ઉન્નત જીવનને માર્ગ બતાવો, એ ધર્મગુરુઓનું કર્તવ્ય લેખાવા લાગ્યું.
દેશમાં નાના રપુપરાધ માટે પણ કેવી ભારે સજા થતી તે તે કહેવાઈ ગયું છે. ગુનેગારોને ફાંસી દેવામાં આવે, ત્યારે હજારો સ્ત્રીપુરુષો અને બાળકે હોંશભેર જેવા જતાં; તેમજ ગુનેગારોને હેડમાં પૂરે કે કેરડા મારે તેમાં લેકને ઉત્સવ માણવાનું મળતું. કેદખાનાં તે ગંદાં, ભરચક, અને ભયંકર દુર્દશામાં હતાં. વૃદ્ધ કે બાળક, નિર્દોષ અને દેષિત, ધાડપાડુ અને ખૂની સર્વ બકરાંની પેઠે એકત્ર ખડકાતાં. વળી જëન હાવર્ડ નામે કેદખાનું સેવી આવેલા એક ફેન્ચ ગૃહસ્થ કેદખાના સુધારવાનું વ્રત લઈ દેશમાં ફરવા માંડયું, અને કેદીઓની સ્થિતિની પૂર્ણ રીતે વાકેફગારી મેળવવા માંડી. તે તે ૧૭૬૦માં તુરંગમાં ચાલતા ઝેરી તાવથી મરણ પામે. પરંતુ સત્રયત્નો તો
૧. સુપ્રસિદ્ધ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ પિતાના “Little Dorritમાં માર્શલસી કેદખાનાનું તાદશ વર્ણન આપે છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૪
અમરજ રહે છે. એ પછી ઈલિઝાબેથ કાઈ નામે એક દયાળુ સન્નારીએ આ કાર્ય ઉપાડી લીધું. પરિણામે કેદમાંથી છૂટયા પછી પ્રમાણિક મહેનતથી કેદીઓને ભણતાં અને સીવતાં શીખવવાના વર્ગો તેણે લેવા માંડયા. આજીવિકા મેળવવામાં સરળતા મળે, તેવા સ્તુત્ય આશયથી ધીમે ધીમે કેદખાનાંમાં સુધાર થયા, અને સરકારે જુનાં કારાગૃહે તેડી અર્વાચીન ધોરણે નવાં કેદખાનાં બાંધવા માંડયાં.
આ સમયનું સાહિત્ય તેજસ્વી છે. શ્રીમંતના આશ્રયને બેપરવા સુપ્રસિદ્ધ કષકાર ડૉકટર જહન્સન ૧૮માં સૈકાના ઉત્તરાર્ધમાં થયે, અને પિતાના પ્રિય મિત્ર ગોલ્ડસ્મિથના મરણને શેક કરવા જીવતો રહ્યો. ગિબને “રામન મહારાજ્યની અવનતિ અને નાશ’ એ નામનું પુસ્તક આજ સમયમાં લખ્યું. સહૃદય કાઉપર, સ્વદેશવત્સલ બન્યું, કુદરતપ્રેમી વર્ડઝવર્થ, ઉજજવલ કલ્પનાવાળા શેલી અને કીટસ, તેમજ જગતષી બાયરન ઉપરાંત કેમ્પબેલ કોલરિજ આદિ કવિઓ આ સમયે પ્રસિદ્ધ હતા. ડેનિયલ ડીફે પછી એંટ થેકેરે અને ડિકન્સ જેવા માન્ય થઈ પડેલા ગ્રંથકારેએ ઉત્તમ વાર્તાગ્રંથ રચી સમાજજીવનનાં વિવિધ અંગોને સ્પર્શ કર્યો. ત્યારે હેલમ ગ્રેટ અને મેકોલે આદિ ઇતિહાસકારોએ ગદ્ય શૈલીને નવું વલણ આપી ઇતિહાસનું નવું સ્વરૂપ રચ્યું. વિકરિઆના અમલ દરમિઆન ઉચ્ચ સાહિત્યને પ્રવાહ ચાલુજ રહ્યો. મજૂરવર્ગની દયામણી સ્થિતિથી સંતાપ પામેલા ઋષિસમાં કાર્બાઈલે પિતાનો આર્તનાદ પોતાના ગ્રંથમાં ઉતાર્યો, અને રસ્કિને મધુર ભાષામાં ભૂતદયા જાગૃત કરી. ટેનિસન અને બ્રાઉનિંગ જેવા કવિવરેએ આશાવાદનું પ્રતિપાદન કર્યું. મેરીડીથ, મેલ, વેલ્સ, અને બર્નાર્ડ શોનાં નામ તે કેવાં સુપરિચિત છે ? આ સમયમાં મુદ્રણકળામાં સુધારા થવાથી અનેક વિષયો પર સંકડો ગ્રંથ પ્રસિદ્ધ થવા લાગ્યા, અને અનેક દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, ત્રિમાસિક, અને વાર્ષિક પત્રો થકબંધ ઉભરાવા લાગ્યાં. આ ઉપરાંત શાસ્ત્રીય જ્ઞાનને પણ વિસ્તાર થયો. યંત્રની શેધ થયા પછી રસાયન, ભૂસ્તર, અને વિદ્યુત શાસ્ત્રોની પ્રગતિ થવા લાગી. “જાતિની ઉત્પત્તિ” નામે ચાર્લ્સ ડાર્વિનના ગ્રંથમાં જીવનમાં વિકાસતત્ત્વ હોવાની કલ્પનાએ ભાષાશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અને રાજકારણુશાસ્ત્રમાં પ્રવેશ કર્યો. પરિણામે પ્રત્યેક વિષેનું ઇતિહાસદૃષ્ટિએ અવેલેકને કરવાની પદ્ધતિ દાખલ થઈ.
Page #348
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦નું લોકશાસનના વિકાસ
એડવર્ડ માઃ ઇ. સ. ૧૯૦૧-૧૯૧૦. રાણી વિકટારિઆના મરણુ પછી તેને જ્યેષ્ઠ પુત્ર એડવર્ડ ૭મેા ૬૦ વર્ષની વયે રાણી એલેકઝાન્ડ્રા જોડે ગાદીએ આવ્યા. તેણે મહારાણીના અમલમાં ‘પ્રિન્સ આવુ વેલ્સ' તરીકે અનેક દેશામાં પ્રવાસ કર્યા હતા. તેણે રાજકાજની નિપુણતા અને પ્રજાના પ્રેમ ઉપરાંત અનેક રાજ્યે વિષે અગાધ જ્ઞાન મેળવ્યું હતું. તે દીલદાર, મીલનસાર, અને મમતાળુ સ્વભાવના રાજા હતા. ગાદીએ આવતા પહેલાં કાઈ પણ રાજદ્વારી પક્ષ પ્રત્યે તે ખાસ વલણ ધરાવતા ન હતા, એટલે તેના અમલમાં રાા અને પ્રધાને વચ્ચે ગેરસમજુતી થવાના પ્રસંગે ઉભા થયા નહિ. વિગ્રહને તિરસ્કાર અને શાંતિ માટેની ઉત્કંઠાને લીધે એડવર્ડને ‘શાંતિપ્રવતક’નું ઉપનામ વધુ છે.
એડવર્ડ ૭મા
બ્રિટનની દેશાંતર નીતિઃ વિકટારિઆના પાછલા અમલમાં આરંભાએલા આર વિગ્રહ દરમિઆન એવી વાત ચાલતી હતી, કે યુરોપનાં મહારાજ્યા એકત્ર થઈ ખેઅર લેાકને સ્વરાજ્ય આપવાની ઈંગ્લેન્ડને ફરજ પાડનાર છે. ઓગણીસમા સૈકાને અંતે પરરાષ્ટ્રોના સંબંધમાં ઇંગ્લેન્ડે તટસ્થ નીતિ સ્વીકારી હતી, એટલે ભીડ પડે ત્યારે કાઈ રાજ્ય તેને સહાય આપે તેમ ન હતું.
ક્રીમિઅન વિગ્રહથી માંડીને તુર્કસ્તાનના મામલામાં પણ ઈંગ્લેન્ડે રશિ વિરુદ્ધની રાજનીતિ અંગીકાર કરી હતી. રશિઆના અઘાનિસ્તાન અને ઈરાન જોડેના સબંધ પ્રત્યે અને એશિઆ ખંડની હીલચાલ પ્રત્યે ઈંગ્લેન્ડ શંકાની નજરે જોતું હતું. મિસર અને આફ્રિકાના ખીજા પ્રદેશમાં
3
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૬ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે વિરોધ ઉભો થયો હતો. જર્મની સાથે વેપાર, સંસ્થાનો, અને નૌકાબળ સંબંધી સ્પર્ધા જામવાથી બે દેશો વચ્ચેનો સંબંધ નષ્ટ થતો હતો. આવા સંગેમાં ચેખડ પ્રસરેલા વિશાળ સામ્રાજ્યના રક્ષણ માટે નૌકાસૈન્યની વૃદ્ધિ કરવાની જરૂર હતી, તેમજ અન્ય દેશો સાથે સંધિ કરવાની ગ્રેટ બ્રિટનને પણ તેટલી જ જરૂર હતી. એથી લૈર્ડ લેન્સડાઉન અને સર એડવર્ડ ગ્રે જેવા નિપુણ મંત્રીઓએ પરદેશ જોડે સલાહ, સંધિ અને કરાર કરવા માંડયા. ઈ. સ. ૧૯૦૨માં ઉદયે—ખ જાપાન જેડે એવી સંધિ કરવામાં આવી, કે બન્ને દેશમાંથી કેઈને અન્ય રાષ્ટ્ર જોડે વિગ્રહ થાય તે બીજાએ તટસ્થ રહેવું; પણ બેમાંથી કોઈ દેશને એક કરતાં વધારે રાષ્ટ્રો જોડે યુદ્ધ કરવું પડે, તે બીજાએ યથાશક્તિ મદદ આપવી. આથી પણ વધારે મહત્વની સંધિ ફ્રાન્સ જોડે થઈ, ઈ. સ. ૧૯૦૩–૪; તેમાં ફ્રાન્સે મિસર પર ઈલેન્ડનું આધિપત્ય માન્ય કર્યું, અને મેરેક્કો, માડાગાસ્કર અને ન્યૂફાઉન્ડલેન્ડના કલહ અને વિરોધને નિર્ણય કરી નાખે. ઈ. સ. ૧૯૦૭માં રશિઆ છેડે મૈત્રીસંબંધ બાંધી પશ્ચિમ એશિઆમાં તેને રાજ્યવિસ્તાર કરવાની તૃષ્ણને સંતોષવામાં આવી, અને એવું સમાધાન કરવામાં આવ્યું, કે ઈરાનના ત્રણ વિભાગ ગણું ઉત્તર વિભાગમાં રશિઆ તથા દક્ષિણ વિભાગમાં અંગ્રેજો પિતાની લાગવગ પ્રસારે, અને વચ્ચેને પ્રદેશ તટસ્થ ગણું તેમાં બંનેમાંથી કોઈ પ્રવેશ કરે નહિ.
પરરાજ્ય જોડે રાજદ્વારી સંધિ કરવામાં નિયંત્રિત સત્તાવાળા રાજાનું કાર્ય કેટલું, અને પરદેશી મામલાને તલસ્પર્શી અભ્યાસ કરનારા કાર્યદક્ષ મંત્રીઓનું કાર્ય કેટલું, તે કહેવું કઠણ છે. એડવર્ડની લાગવગ મોટી હતી, એમ હરકેાઈ સ્વીકારે છે. તેની મમતા, સહૃદયતા, કુનેહ, મેહક રીતભાત, અને ઉદાર આતિથ્ય એ સર્વે અનેક રાજકર્તાઓ, રાજવંશીઓ, પ્રજાસત્તાક રાજ્યોના પ્રમુખે, અને મુત્સદ્દીઓ ઉપર મોહનમંત્ર નાખતાં હતાં. ફાન્સ, ઈટલી, જર્મની, અને રશિઆના પ્રવાસે માત્ર વિનેદને અર્થેજ જતા ન હતા. આવા પ્રવાસને પરિણામે જુના સ્નેહસંબંધ તાજા થતા, નવા બંધાતા, અને બીજા અણકપેલા રાજદ્વારી લાભો મળતા.
મંત્રીમંડળમાં ફૂટ ઈ. સ. ૧૯૦૦-૧૯૦૫. એડવર્ડ ગાદીએ આવ્યું
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૩૭.
ત્યારે સાલ્સબરી પ્રધાનપદે હતા. પરંતુ ઇ. સ. ૧૯૦૨માં અસ્વસ્થ પ્રકૃતિને લીધે તેણે રાજીનામું આપ્યું, એટલે આમની સભામાં પ્રતિષ્ઠા પામેલે તેને ભત્રીજો બાલ્ફર પ્રધાનપદે આવ્યા. તેણે કેળવણીતા કાયદા પસાર કરી દરેક પરગણાની પ્રાથમિક, માધ્યમિક અને બીજી શાળાએ એકજ મધ્યવર્તી સત્તાને સેાંપી દીધી. હવેથી સાંપ્રદાયિક શાળાઓને સરકારી મદ મળવા લાગી.
.
તેજ વર્ષમાં સંસ્થાન ખાતાના મંત્રી જોસેફ ચેમ્બલેઈન સંસ્થાનાની સ્થિતિ તપાસવા પ્રવાસે નીકળ્યા. તેણે પાછા આવી એવા મત ર્શાવ્યા, કે ઈંગ્લેન્ડે સંરક્ષિત વ્યાપારની નીતિ સ્વીકારવી જોઇએ. ઇ. સ. ૧૮૪૬થી ધાન્યના કાયદા રદ કરી ઈંગ્લેન્ડ નિરંકુશ વેપારની પદ્ધતિથી પરદેશી માલને ખીનજકાતે આયાત કરતું હતું, છતાં બીજાં રાજ્ગ્યાએ ં સંરક્ષક જકાત (Protective Tariff) દાખલ કરી હતી, એટલે પરદેશમાં ઈંગ્લેન્ડને માલ પર જકાત ભરવી પડતી. ચેમ્બલેઇ તે કહ્યું કે ઈંગ્લેન્ડે ‘ સંરક્ષક જકાત દાખલ કરી સ્વદેશી ઉદ્યોગને ઉત્તેજન આપવું જોઇ એ. પરંતુ ખેઅર વિગ્રહને પ્રસંગે સંસ્થાનાએ આપેલી સહાયની કદર પણ થવી જોઇ એ, અને ઈંગ્લેન્ડને માતૃભૂમિ માનનારાં સંસ્થાના સાથે સંબંધ દૃઢ કરી સામ્રાજ્યમાં સ્થિરતા અને ખળ આણવું હાય, તે। સંસ્થામાંથી આવતા માલ પરની જકાતને દર પરરાજ્ગ્યા કરતાં હલકા રાખવા જોઈ એ. આ મતને પ્રચાર કરવા માટે તેણે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું. મંત્રીમંડળના નિરંકુશ વેપારના હિમાયતી સભ્યાએ આવા સિદ્ધાંતોથી ભયભીત થઈ બાલ્ફરના સાથ છે।ડી રાજીનામાં આપ્યાં. સંરક્ષક જકાતની કલ્પના સામાન્ય પ્રજાને પસંદ પડી નહિ. પરદેશી માલ પર જકાત પડે, તેા ગરીબેાતે માંધવારી થવાનેા ભય લાગ્યાં. લેંકેશાયરમા રૂના ધંધાદારીઓએ એમ માન્યું. કે આવી નીતિ સ્વીકારવાથી આપણા ધંધાને આધાત લાગશે. આ પ્રશ્ન પર દેશમાં તીવ્ર મતભેદ ઊચો, છતાં બાલ્ફ ચેમ્બલેઈન જોડે સહમત થયેા; નાણાં ખાતાના પ્રધાન અને ખીજા કેટલાક પ્રધાનાએ રાજીનામાં આપ્યાં. આમ ફૂટ પડેલા પ્રધાનમંડળ વડે કારભાર ચલાવવાનું બાલ્ફરને કઠણુ લાગ્યું, એટલે છેવટે તેણે પણ રાજીનામું આપ્યું, ઈ. સ. ૧૯૦૫. પાર્લમેન્ટની નવી વરણીમાં માત્ર ૧૫૮ ક્રન્ચ્યુટિવ આવ્યા; પણ લિખરલ પક્ષ અમે તેના સહાયકાના ૫૧૨ સભ્યા આવ્યા, તે સાથે
૨૨
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૮. ઇતિહાસમાં પહેલી જ વેળા મજુર પક્ષના સભાસદ પાર્લમેન્ટમાં બેઠા. તેમણે કોઈ પણ પક્ષ જોડે ભળી ને જતાં સ્વતંત્ર મત આપવાની પદ્ધતિ સ્વીકારી, એટલે બંને પક્ષને તેમની ગરજ પડવા લાગી. 1 લિબરલ મંત્રીમંડળ અને સામાજિક સુધારણાઃ આ વખતે સર હેનરી કેમ્પબેલ–બેનરમેન મુખ્ય પ્રધાન થયે, પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી એસ્કિવથ અર્થમંત્રી થય, વેલ્સનો ઉત્કૃષ્ટ વક્તા હૈઈડ પૅર્જ સ્વદેશમંત્રી બન્યો, અને પ્રસિદ્ધ પંડિત જવૅન મેલી ભારતમંત્રી થયું. ઈ. સ. ૧૯૦૮માં બેનરમેને રાજીનામું આપ્યું, એટલે મંત્રીમંડળમાં ફેરફાર થયો. હવે એસ્કિવથ મુખ્ય પ્રધાન થયો, અને લૈઈડ પૅર્જ અર્થમંત્રી થયે. કન્ઝર્વેટિવ પક્ષ તજનાર વિન્સ્ટન ચર્ચિલને પ્રધાનમંડળમાં દાખલ કરવામાં આવ્યો.
એસ્કિવથના નેતૃત્વ નીચે નવા પ્રધાનમંડળે શિક્ષણ અને માદક પદાર્થોના વેચાણ સંબંધી ખરડા રજુ કર્યા. તે આમની સભામાં પસાર થયા, પણ અમીરની સભાએ તેમને નામંજુર કર્યા. આટલું બાદ કરતાં આ પ્રધાનમંડળની યશસ્વી કારકીર્દીિમાં લેકહિતના કેટલાક કાયદા કરવામાં આવ્યા. અત્યાર સુધી એમ માનવામાં આવતું, કે મુડીદાર અને મજુરની તકરારમાં સરકારે વચ્ચે પડવું. એ વ્યક્તિસ્વાતંત્ર્યનો ભંગ કરનારું છે. પરંતુ ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં એવો મત બંધાય, કે મજુરની સ્થિતિ સુધારવા માટે કાયદા કરવા એ રાજ્યને ધર્મ છે. ગ્લૅડસ્ટને ઇ. સ. ૧૮૭૧માં મજુરસંઘે સ્થાપવાની રજા આપી તેમને કાયદેસર ઠરાવ્યા હતા, છતાં એકસંપ કરી કામ બંધ કરવાથી માલિકોને જે નુકસાન પહોંચે તે બદલ મજુરસંઘનું ભંડોળ જપ્ત કરી લેવાનો નિર્ણય ન્યાયાધીશ આપતા હતા, એટલે એ સંઘે માત્ર ભારૂપ હતા. હવે એ કાયદે થયે, કે મજુરના ભંડોળને આવો દુરુપયોગ કર નહિ. ઉપરાંત કારખાનામાં કામ કરતા મજુરો કે ઘરકામ કરતા નેકરને અકસ્માત થાય, તે તેમને થએલું નુકસાન માલિકોએ ભરી આપવું એ કાયદે કરવામાં આવ્યો. કેટલાક ધંધાઓમાં મજુરીના દર ઠરાવી તેમને સમાન રાખવા માટે વ્યાપારી મંડળો સ્થાપવામાં આવ્યાં. તેમની પેઢીઓએ મંજુરેને કામ મેળવી આપવામાં સહાય કરવા માંડી, તેમજ જરૂર પડે તો તેમના કુટુંબને પરગામ જવામાં આર્થિક મદદ કરવા માંડી. કોલસાની ખાણમાં
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩ કામ કરનારા મજુરેનું હિત વિચારી એવો કાયદો કરવામાં આવ્યા, કે આઠ કલાક કરતાં વધારે સમય કોઈ મજુરે પૃથ્વીના ગર્ભમાં રહેવું નહિ. આ ઉપરાંત નિર્ધનને માટે જે કાયદે કરવામાં આવ્યો, તેથી ૩૧ પૌડ ૧૦ શિલિંગ મડી ન હોય, તેવાં ૭૦ વર્ષ ઉપરનાં સર્વ મનુષ્યોને ખર્ચ માટે દર અઠવાડીએ વધારેમાં વધારે પાંચ શિલિંગ મળવા લાગ્યા.
રાજ્યબંધારણમાં મહત્વને ફેરફાર ઈ. સ. ૧૯૦૯-૧૯૧૧. મજુરવર્ગની સ્થિતિ સુધારવામાં અને વૃદ્ધોને રાજ્ય તરફથી પેટગુજારાની રકમ આપવામાં ખર્ચ વધી જવા લાગ્યું. આ સિવાય ઈંગ્લેન્ડના બલાત્ય પ્રતિસ્પધી જર્મનીએ સૈન્યની તડામાર વૃદ્ધિ કરવા માંડી. તેણે “ડનોટ” નામે નવીન પ્રકારની મનવારો બાંધવા માંડી, એટલે આત્મસંરક્ષણની દૃષ્ટિએ ઈગ્લેન્ડે. આ દિશામાં પ્રયત્ન કરવા માંડ્યો. પરંતુ આ સર્વને માટે જોઈતાં નાણાં લાવવાં ક્યાંથી ? કોષાધ્યક્ષ હૈઈડ જર્જ ઈ. સ. ૧૯૦૯નું વિખ્યાત અંદાજપિત્રક રજુ કર્યું, અને તેમાં વધારાનાં નાણાં મેળવવા માટે જમીન પર નવી આંકણીના ધોરણે વધારાના કર નાખવાની, મધ્યમ વર્ગ કરતાં શ્રીમંતોની આવક પર વધારે કર લેવાની, અને માદક પદાર્થો પર ભારે કર નાખવાની યોજના રજુ કરી. આ પ્રમાણે વધારાનાં નાણાં આપવાને સર્વ ભાર ધનિકો પર પડતો હોવાથી તે વર્ગમાં ક્ષોભ ઉત્પન્ન થયે. કોન્ઝર્વેટિવ પક્ષ તેમની , જોડે ભળે અને કહેવા લાગ્યો, કે આવા ભારે ફેરફાર કરતા પહેલાં પ્રજાની સંમતિ લેવાની જરૂર છે. પરિણામે અમીરોની સભાએ અંદાજપત્રક નામંજીર કર્યું, અને લેકમત જાણવા માટે પાર્લમેન્ટ બરખાસ્ત કરવામાં આવી.
' છેવટે બંને પક્ષે પિતાને કાર્યક્રમ મતદાર સમક્ષ પૂરી ખંતથી રજુ કર્યો. લિબરલે કહેવા લાગ્યા, કે અમીરે સ્વાભાવિક રીતે સંરક્ષક મતના હોવાથી કોન્ઝર્વેટિવ પક્ષની તરફદારી કરી તેમને સર્વ પ્રકારની સરળતા કરી આપે છે, અને અમારા માર્ગમાં વિદ્ધ નાખે છે. વળી બીનજવાબદાર તેમજ બીનગરજાઉ અમીરે પ્રજામતની વિરુદ્ધ જઈને લેકકલ્યાણના કાયદાઓ ઉડાવી દે છે, અને દરેક સમયે પ્રગતિનો માર્ગ રૂંધી રાખે છે, માટે આ
૧. લેડસ્ટન કહેતો, કે There are two things, which you can neither end nor. mend. The House of Lords is one, the other is the Pope of Rome. . .. .. . ..
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૪૦
નવા કરી પ્રજાએ માન્ય રાખવા જોઈએ એટલુંજ નહિ, પણ આર્થિક વિષયામાં ધનિકાના હિમાયતી અમીરેની સત્તા પર કાપ મૂકી બીજા કાયદાએમાં તેમની સભાને મર્યાદિત કરી નાખવી જોઈ એ. કાન્ઝર્વેટિવ પક્ષે જણાવ્યું કે સંરક્ષક જકાત નાખવાથી વધારાનાં નાણાં મળી જશે, એટલે આવા કરા નાખવાની જરૂરજ કયાં રહી? ઇ. સ. ૧૯૧૦ના આરંભમાં નવી મળેલી પાર્લમેન્ટમાં બંને પક્ષ લગભગ સમબળ થયા, પણ હવે જોમવાળા બનેલા મજુરપક્ષ અને આયર્લેન્ડના રાષ્ટ્રીય પક્ષ લિબરલા જોડે ભળ્યે, એટલે પાર્લમેન્ટમાં તેમની બહુમતી થઈ. થાડા ફેરફાર સાથે ઇ. સ. ૧૯૦૯નું અંદાજપત્રક આમની સભામાં પસાર કરી અમીરા પાસે મેાકલવામાં આવ્યું. તેમણે સયેાગેા વિચારી આ સમયે તે મંજુર કર્યું.
એસ્કિવથે નવીં પાર્લમેન્ટ મળતાં પ્રગતિના પંથમાં પ્રત્યેક સમયે વિઘ્ન નાખનાર અમીરાની સભાના અધિકાર એ કરવાનું કાર્ય હાથમાં લીધું. પુનાની સર્વ દરખાસ્તને પ્રથમ ઠરાવ રૂપે રજુ કર્યા પછી તેણે પાર્લમેન્ટને ખરી દાખલ કર્યાં, અને જણાવ્યું કે અમીરે આ ખરડાને અસ્વીકાર કરશે તે નવા અમીરા બનાવીને પણ આ ખરડો પસાર કરવામાં આવશે. ફ્રાન્ઝર્વેટિવાએ આ ઠરાવાને સખત વિરોધ કર્યો, પણ તેમનું શું વળ્યું નહિં. પછી અમીરાએ પ્રતિષ્ઠા અને અધિકારને છાજે તેવા સુધારા પોતાની સભામાં કરવાને ઠરાવ કર્યાં. અનેક યોજનાઓ રજુ થઈ, પણ તેમાંની કાઈ સ્વીકારવામાં આવી નહિ. આમ વિરુદ્ધ નીતિવાળી અને પરસ્પર વિરોધી બનેલી મેં સભાએ અધિકારનું રક્ષણ કરવા કટિબદ્ધ થઈ, એટલામાં
એડવર્ડનું મૃત્યુ થયું. જગતભરમાં શાંતિ પ્રવર્તાવનાર રાજા દેશના બે વિરોધી પક્ષા વચ્ચે સમાધાન કરાવી શકયા નહિ. તે ચિંતા અને વિષાદના ભારથી ભારે હૈયે ઇ. સ. ૧૯૧૦માં મરણ પામ્યા.
પંચમ જ્યાજે ઇ. સ. ૧૯૧૦-૧૯૩૬. એડવર્ડના મરણ પછી - ખલાસી રાજા” પંચમ જ્યોર્જ ગાદીએ બેઠો, અને પાર્લમેન્ટને આંતર લહ થાડા વખત માટે શમ્યા. શરૂઆતમાં બંને સભાના અગ્રણીઓની સંયુક્ત પરિષદ્ધ મળી, અને સમાધાનીભર્યા તોડ માટે પ્રયત્ન કરવામાં આવ્યા, પણ સઘળું વ્યર્થ ગયું. દરમિઆન પાર્લમેન્ટની વરણી થયે ઘેાડા સમય થયે
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૪૧
હતા, છતાં તે બરખાસ્ત કરી લેાકહૃદય જાણવાને પુનઃ પ્રસંગ ભેા થયા. ફરી પણ લિબરલે અધિકાંશે આવ્યા, અને લોકમતની પુષ્ટિથી બળવાન અનેલા પ્રધાને ધમકી આપી, કે અનીરસભાની સત્તા સંબંધી કાયદા પસાર
પંચમ જ્યા
કરવામાં જરૂર પડે એટલા નવા અમીરા બનાવવાની રાજાને સૂચના આપવામાં આવશે. પરિણામે અમીરાએ કાયદામાં અનેક સુધારા સૂચવ્યા, પણ તે માન્ય કરવામાં આવ્યા નહિ. ઇ. સ. ૧૯૧૧ની ગ્રીષ્મઋતુમાં પાર્લમેન્ટનેા કાયદેા
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૪૨
પસાર થયું, એટલે અમીરેની સત્તા ઉપર જબરે કાપ પડશે. આ વખતે
આર્થિક બાબતોના ખરડામાં ફેરફાફાર કરવાની કે તે અમાન્ય કરવાની - અમીરની સત્તા લઈ લેવામાં આવી. બીજા વિષયમાં એવું કર્યું કે કોઈ પણ
ખરડે ફેરફાર વિના આમની સભામાં બે વર્ષે ઉત્તરોત્તર ત્રણ વાર પસાર થાય, તે તેને અમીરે સંમતિ મળે કે નહિ, છતાં તેને રાજસંમતિ મળતાં, કાયદો થઈ શકે. આ ઉપરાંત ઈ. સ. ૧૭૧૬ના સપ્તવાર્ષિક કાયદામાં ફેરફાર કરી પાર્લમેન્ટનો સમય પાંચ વર્ષને ઠરાવવામાં આવ્યું.
આજ વર્ષમાં પાર્લમેન્ટના સભ્યને ૪૦૦ પૉન્ડનું વર્ષાસન આપવાની કષાધિકારી હૈઈડ ર્જ્યોર્જ વ્યવસ્થા કરી, અને એટલેથી તેણે હક પ્રાર્થીઓ (Chartists) ના એક સ્વપને સિદ્ધ કર્યું. ૧
પાર્લમેન્ટને કાયદો પસાર કરવામાં આયરિશ સભ્યોની એકધારી સહાયથી ચડેલે ઉપકાર વાળવાની મુખ્ય પ્રધાનની વૃત્તિ પ્રબળ થઈ. આમની સભાની પ્રતિષ્ઠા સ્થાપ્યા પછી લિબરલ પક્ષના ઋણ સમાં આયર્લન્ડને
૧. લિબરલ પક્ષે મજુરોના હિતાર્થે કાયદા કર્યા, છતાં તેમને અસંતોષ નિર્મૂળ થયો ન હતો. તેમને કામના કલાક ઓછા કરાવી વધારે રેજી લેવી હતી, ' અને તેમના મજુરસંઘનો સ્વીકાર કરાવો હતો. તેઓ હડતાલ પાડતા; ધીમે ધીમે એક ધંધાના મજુરે પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બીજા ધંધાના મજુરો પણ તેમાં ભળવા લાગ્યા. ઈ. સ. ૧૯૧૧માં ખલાસીઓ, ગાડીવાળાઓ, અને ગોદામવાળાઓએ સંપ કરી દેશમાં એટલે સુધી સંકટ ઉત્પન્ન કર્યું, કે બાળકો માટે દૂધ મળવું દુર્લભ થઈ પડ્યું. તે જ વર્ષમાં રેલવેના મજુરોએ જબરી હડતાલ પાડી. ઈ. સ. ૧૯૧૨માં કોલસાની ખાણવાળાઓએ સંપ કરી હડતાલ પાડી, એટલે લોખંડ-પોલાદનાં કારખાનાંને. અને દેશના બીજા ઉદ્યોગને સખત ફટકો લાગ્યો. આખરે સરકારને મધ્યસ્થ બની અરેની માગણી સંતોષવી પડી.
એસ્કિવથના અમલ દરમિઆન મજુરના લાભાર્થે બે અગત્યના કાયદા થયા. ઇ. સ. ૧૯૧૧માં ‘નેશનલ ઈસ્યુરન્સીને કાયદો પસાર થવાથી પ્રત્યેક સ્ત્રી કે પુરુષ કામદારને ૩-૪ પિન્સ જેવી રકમ ભરવાના બદલામાં વૈદકીય સલાહ મફત મળે છે, અને મદવાડના સમયમાં અઠવાડીએ ૧૦ શિલિંગ જેટલો પગાર મળે છે. બીજે કાયદે બેકાર મજુરને કામે લગાડવા બાબતને હતા.
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૪૩ સ્વરાજ્ય આપવાનું કાર્ય એસ્કિવથે આવ્યું. ઈ. સ. ૧૯૧૨માં તે માટે આમની સભામાં કાયદે પસાર થયે, પણ અમીરેએ પ્રજાની રૂખ જાણ્યા વિના નવીન પગલું ભરવાનું અશકય ઠરાવી તે અમાન્ય કર્યો. ઇ. સ. ૧૯૧૪માં પણ એનું એજ થયું. ત્રીજી વારનું વાચન કરી કાયદો પસાર કરવામાં આબે, પણ એક નવો અણક વિરોધ ઉત્પન્ન થયે. અસ્ટરવાસીઓએ એડવર્ડ કાર્સનના નેતૃત્વ નીચે ડબ્લિનની પાર્લમેન્ટમાં બેસવાની ના પાડી. તેણે સ્વયંસેવક તૈયાર કરી તેમને શસ્ત્રવિદ્યાનું જ્ઞાન આપવા માંડયું, અને કવાયત શીખવવા માંડી. એથી આયર્લેન્ડમાં આંતર વિગ્રહ ઉભો થવાને સંભવ જણાયે, પણ તે દરમિઆન યુરેપની મહાભયંકર યાદવાસ્થળીને આરંભ થયે.
પ્રકરણ ૧૧મું ઇંગ્લેન્ડની પરારાજ્ય નીતિઃ ઇ. સ. ૧૮૧૫-૧૯૧૪ - વૅટર્લના યુદ્ધમાં જય મેળવ્યાથી ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠા વધી. જે સમયે સમગ્ર યુરેપ ખંડ નેપલિયનના ત્રાસથી કંપી ઊઠે, તે સમયે ઈંગ્લેન્ડ તેની સામે મૂકી રહ્યું. નેપોલિયનને હરાવવામાં ઈગ્લેન્ડની મહેનત ઘણી હતી, તેથી મિત્રરા ફ્રાન્સની રાજ્યક્રાતિ શમાવી દેવા સમર્થ થયાં, અને તેના જશને મેટો ભાગ ઈંગ્લેન્ડને મળ્યો.
ત્રીસ વર્ષના મહાયુદ્ધને અંતે ઈલેન્ડનું સામુદ્રિક બળ એવું અતુલ થઈ રહ્યું, કે સો વર્ષ સુધી તેના નૌકાસૈન્યની સામે જોવાની કે રાજ્યની હામ ચાલી નહિ. તેને નવા મુલકે મળ્યા, અને ઑસ્ટ્રેલિઆ, કેનેડા, અને દક્ષિણ આફ્રિકાનાં સંસ્થાને વિકાસ થવા લાગ્યા. આમ તેનું સામ્રાજ્ય વિસ્તાર પામવા લાગ્યું, અને તેને વેપાર વધવા લાગ્યો. યુરોપનાં બંદરોમાં - સંખ્યાબંધ અંગ્રેજી વહાણ માલ ભરીને જવા લાગ્યાં. વળી હિંદુસ્તાન, ચીન, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ અમેરિકા સુધી માલની આવજા થવા લાગી. હવે જગદ્રવ્યાપી વેપાર સુરક્ષિત રાખવાની ચિંતા ઈગ્લેન્ડના રાજદ્વારીઓને શિરે આવી. તેમને ઈંગ્લેન્ડને વેપાર ટકાવી રાખવા માટે યુરેપનાં તમામ અગત્યનાં
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૪ નાકાં જાળવવાની જરૂર લાગી. જે સાવધાનીથી તેઓ આયલેન્ડના કિનારાની તપાસ રાખતા, તેજ સાવધાનીથી ઉત્તર સમુદ્રના મુખરૂપ બેલ્જયમ ઉપર તેમની નજર મંડાઈ બ્રાઝિલ અને કેપ જવાના માર્ગ માટે તથા જીબ્રાલ્ટરના રક્ષણ માટે લિઅન અગત્યનું દરિઆઈ મથક હતું; તેમજ પેન મેક્કો ઉપર આધિપત્યનો દા ધરાવતું હતું, એટલે ભૂમધ્ય સમુદ્રમાં તેની વગ હતી, નેપલ્સ સાંકડા સમુદ્રમાર્ગોની કુંચી જેવું હતું, ઍક્ટ્રિઆ પૂર્વ ભૂમધ્યના વેપારનું મથક હતું, સિરિઆ અને મિસરના અધિરાજ તરીકે ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગો ઉપર તુર્કસ્તાન સત્તા ધરાવતું હતું, અને હિંદુસ્તાન જોડેને વેપાર રાતા સમુદ્રમાં થઈ ભૂમધ્ય સમુદ્રને માર્ગે ચાલતો હતે. ઔદ્યોગિક પરિવર્તનથી ઉભાં થએલાં અનેક કારખાનાને માલ પરદેશના બજારમાં પહોંચાડી, ત્યાંથી કા માલ અને અનાજ લાવવા માટે ઈગ્લેન્ડને નવાં બજારે શોધવાની જરૂર પડવા લાગી, અને પરદેશ જવાને માર્ગ યુરેપ ખંડના સમુદ્રોમાં થઈને હતા. આથી આત્મસંરક્ષણ અને સ્વહિતની ખાતર ઈગ્લેન્ડે તટસ્થ નીતિ તજી યુરેપના રાજદ્વારી મામલામાં ભાગ લેવાનો નિશ્ચય કર્યો.
ઓગણીસમા સૈકાના આરંભમાં યુરોપમાં અસાધારણ અવ્યવસ્થા પ્રસરી રહી. રાયે છિન્નભિન્ન થઈ ગયાં, જુની સીમાઓ લપાઈ ગઈ સિંહાસને સૂનાં પડ્યાં, અને અનેક રાજાઓ રઝળતા થઈ ગયા. દરમિઆન ઈ. સ. ૧૮૧૫માં વિનાની પરિષદે ત્રીસ વર્ષના વિગ્રહને અંત આણવાનો પ્રયત્ન કર્યો. તેણે રાજ્યની સીમાઓ નક્કી કરી, ઘણાં રાજ્યોને રાજ્યબંધારણ ઘડી આપ્યું, અને યુરોપમાં શાતિ આણવાની મહેનત કરી. પેરિસની બીજી સંધિથી ફ્રાન્સ જોડે સલાહ થઈ, પણ ખરે વિકટ પ્રશ્ન તે પછી ઉભો થયો. પરિષદે જે સમાધાન અને જે નિર્ણ કર્યા હતા, તેને ટકાવી રાખવા અને તેને યોગ્ય અમલ થાય છે કે નહિ તે જેવા, અને ભવિષ્યમાં આવા જબરા વિગ્રહ ન જાગે તે માટે શા ઉપાય લેવા, એ મહત્ત્વને પ્રશ્ન હતો. ઇ. સ. ૧૮૧૫થી ૧૮૨૨ સુધી ઈલેન્ડનો પરદેશ ખાતાને પ્રધાન કેસલરીધ હતો. તેણે વિએનાની પરિષદમાં સર્વ રાજ્યો વચ્ચે સમાધાન કરાવી યુરોપમાં શાતિ આણવાના પ્રયત્નો માટે તનતેડ શ્રમ કર્યો. તે માનતે હતો કે સુરેપની શાન્તિ જાળવવાનું કાર્ય અને ધર્મ વિજેતા રાજ્યને છે. જે
Page #358
--------------------------------------------------------------------------
________________
ચોએ એકત્ર થઈ યુરેપને ભયંકર નાશમાંથી બચાવ્યો છે, તે રાજ્યો એક દીલથી કામ લે તે પછી કેને ભાર છે? આથી તેણે ગ્રેટબ્રિકન, રસિઆ, ઍઆિ , અને પૃશિઆ વચ્ચે એક સંધિ કરાવી વિનાની પરિષ૬ માસે તેને સ્વીકાર કરાવ્યો. પેરિસની સંધિની સરતે સ્વીકારવા, તેને યોગ્ય -અમલ થતે જેવા, અને સામાન્ય હિતના પ્રશ્નો સંબંધી વિચાર કરવા વારંવાર મળવાની તેમણે કબુલાત આપી.
પરંતુ કેસલરીધના મનોરથ મનમાં રહ્યા. એ સમયે યુરોપના રાજદ્વારી મામલામાં રશિઆનો શહેનશાહ એલેકઝાંડર અને આિને પ્રધાન મેટરનીશ એ બે પ્રવીણ ગણાતા હતા, અને યુરોપનાં બીજાં રાજ્ય તેમને પગલે ચાલતાં હતાં. દરમિઆન રશિઆ, મુશિઆ, અને ઐસ્ટિઆના શહેનશાહએ “પવિત્ર સંધિ (Holy Alliance) કરી, અને ભીડ પડે ત્યારે સહાય આપવાનું વચન આપ્યું. તેમણે લોકોની રાષ્ટ્રભાવના અને સ્વતંત્રતાની આતુરતા યુક્તિથી દબાવી દઈ આપઅખત્યાર, બીનજવાબદાર અને એકહથ્થુ રાજસત્તા સ્થાપવાની પેરવી કરી. ખ્રિસ્તી ધર્મને નામે મેટરનીશે દમનનીતિનો દર ચલાવ્યું, અને કેની રાષ્ટ્રભાવનાઓ છંદી નાખી. આથી સ્પેન, પોર્ટુગલ, અને નેપલ્સની પ્રજાઓએ પોતાના રાજાઓની સામે ખુલ્લું બંડ કર્યું, અને મર્યાદિત રાજસત્તાવાળા બંધારણપૂર્વકને રાજ્યવહીવટ ચલાવવાની માગણી કરી. મેટરનીશે પરિષદને વચ્ચે પડવાને આગ્રહ કર્યો, એટલે રશિઆ અને પ્રશિઆનાં રાજ્ય તેમ કરવા તૈયાર થઈ ગયાં. પરંતુ કેસલરીધે કોઈ પણ સ્વતંત્ર રાજયના આંતર વહીવટમાં વચ્ચે પડવાની ના પાડી.
એટલામાં મેકિસકે, પરૂ, ચિલી, અને કલંબિઆએ પેનની ધુંસરી ફેકી દઈ સ્વતંત્રતા જાહેર કરી, અને ગ્રીસે પણ તુર્કસ્તાનના પંજામાંથી છૂટવાનો પ્રયાસ આદર્યો. બીજાં રાજ્ય પિતાનું ધાર્યું ગયાં. નેપલ્સનું બંડ શિમાવી દેવા માટે ઐસ્ટ્રિઅન સૈન્ય મેકલવામાં આવ્યું, અને સ્વતંત્રતાને પિકાર ઉઠ્ઠવનાર ફેન્ચ સૈનિકોએ સ્પેનની પ્રજાકીય હીલચાલને જોરજુલમથી બેસાડી દીધી. કેસલરીધે ઔસ્ટિઆ અને ફ્રાન્સના જુલમી કૃત્ય પ્રત્યે વિરેાધ જાહેર કર્યો.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૬
* કેનિંગઃ ઇ. સ. ૧૮૨૨માં કેસલરીધે આત્મહત્યા કરી, એટલે તેને સ્થાને બાવન વર્ષને, દેખાવડે, ચપળ, બુદ્ધિશાળી, અને હસીલ કેનિંગ પરદેશ ખાતાને મંત્રી થયો. તે સ્વતંત્રતાને શોખીન હતો, પણ ઈગ્લેન્ડનું હિત જોવાની પરદેશનીતિમાં તે કેસલરીધને ચીલે ચાલ્યો. તે કહેતો કે દરેક પ્રજાએ પોતાનું હિત સંભાળવું, અને ઈશ્વર સર્વનું હિત સંભાળશે. દરમિઆન દક્ષિણ અમેરિકાનાં સંસ્થાનો સ્પેનથી સ્વતંત્ર થવા પ્રયાસ કરતા હતાં, તેમને તેણે ઉત્તેજન આપ્યું. સ્પેનને આશા હતી કે જેમ પૂર્વે ફ્રાન્સનાં શસ્ત્રોની સહાયથી પ્રજાને બળવો શમાવી શકાયો હતો, તેમ સંસ્થાનોના બળવાના કટોકટીના મામલામાં એજ સહાય મળશે, અને સંસ્થાનોની વીફરેલી પ્રજને દબાવી શકાશે. પરંતુ કેનિંગ ચતુર અને સાવધ હતો. તેણે ફ્રાન્સની વગ પેનમાં વધી જાય, તો પેનને શક્તિહીણું કરી નાખવાને સંકલ્પ કર્યો. એથી તેણે સંસ્થાનોની સ્વતંત્રતા સ્વીકારી. તેણે તેમની જોડે વેપારી સંધિ કરી, અને જુદે જુદે સ્થળે ગ્રેટબ્રિટનના આડતી આ નીમી દીધા. પરંતુ થોડા સમય પછી અમેરિકાનાં સંયુક્ત સંસ્થાના પ્રમુખ મનરેએ જાહેર કર્યું, કે યુરોપના કેાઈ પણ રાજ્યને અમેરિકાના પ્રકરણમાં વચ્ચે પડવાની જરૂર નથી. અમેરિકા કંઈ યુરેપી રાજ્યોને લૂંટ પાડવાનું સ્થળ નથી, અને કઈ પણ યુરેપી રાજ્ય એ ખંડમાં પોતાનું રાજ્ય સ્થાપવા કે વધારવા પ્રયત્ન કરશે, તે સંયુક્ત સંસ્થાને તેને ચેક વિરોધ કરશે. કેનિંગે પણ મનરોના સિદ્ધાંતને અનમેદન આપ્યું, એટલે ઈલેન્ડમાં કેનિંગના વિરોધીઓએ ખળભળાટ મચાવી મૂક્યો. તેમણે જણાવ્યું કે સંસ્થાની સ્વતંત્રતા સ્વીકારવી એ આયર્લેન્ડના બળવાખોરને ઉત્તેજન આપવા જેવું છે. પરંતુ કેનિંગ એવા કશા ભયથી ડરી જાય એવો ન હતો. - પેન નિર્બળ થયા પછી પોર્ટુગલને વારે આવ્યો. ચૌદમા સૈકાથી પોર્ટુગલ જોડે ઈલેન્ડને મિત્રાચારીને સંબંધ દ્વીપકલ્પીય વિગ્રહને લીધે ગાઢ બન્યો હતો. ફ્રાન્સના વિગ્રહ દરમિઆન પોર્ટુગલનું રાજકુટુંબ બ્રાઝિલના સંસ્થાનમાં જઈ વસ્યું હતું. ઈ. સ. ૧૮૨૧માં યેષ્ઠ પુત્ર ડન પેને સંસ્થાનમાં રાખી રાજા જ્હોન સ્વદેશ પાછો આવ્યો હતો. ઈ. સ. ૧૮૨૬માં પિતાના મૃત્યુ પછી પેએ બ્રાઝિલનું રાજ્ય લીધું, અને પોર્ટુગલનું રાજ્ય
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૪૭ - પિતાની પુત્રી મેરિઆને સેંપી દીધું, પણ બાળરાણીના કાકા ઑન મિગેલે રાજ્યભથી ગાદીને દાવો કર્યો. કેનિંગે મેરિઆને હક સ્વીકારી તેનો પક્ષ લીધો. આમ પોર્ટુગલની રાણું ઈગ્લેન્ડના ઉપકારના બંધને બંધાય, ફ્રાન્સની વગ ઓછી થાય, પોર્ટુગલનું અમેરિકાના સંસ્થાનનું રાજ્ય કપાઈ જાય, અને ભૂમધ્ય સમુદ્રમાં કોઈ પણ સમયે જરૂર પડે તે લિઅન બંદરને નૌકાસૈન્યના. મથક તરીકે ઉપયોગ થઈ શકે, એવું ઈલેન્ડનું ચેવડું હિત આ ચતુર મંત્રીએ સાધ્યું. છતાં પિોર્ટુગલમાં ગાદી માટે યુદ્ધ ચાલ્યું, અને ઈ. સ. ૧૮૩૩માં કેનિંગના ઉત્તરાધિકારી પામર્સ્ટનના પ્રયાસથી ગ્રેટબ્રિટન, સ્પેન, ફ્રાન્સ, અને. પિર્ટુગલે સંધિ કરી મેરિઆને હક સ્વીકાર્યો, અને મિશેલને દેશવટ દીધો.
ગ્રીસનું સ્વાતંત્ર્ય માટે યુદ્ધઃ ઇ. સ. ૧૪૬ થી તુર્ક અમલમાં જકડાએલા ગ્રીસે સ્વતંત્રતા મેળવવા માટે કેનિંગના અધિકાર દરમિઆન ભારે પ્રયત્નો આદર્યા, અને બંને પક્ષ જીવ સટોસટ ઉપર આવી ગયા. ગ્રીસની પ્રાચીન સંસ્કૃતિ માટે માન ધરાવનારાં યુરેપનાં રાજ્યમાં તુર્કસ્તાન પ્રત્યે ક્રોધની લાગણી ઉભરાઈ આવી. શેલી અને બાયરન જેવા કવિઓએ ગ્રીસને પક્ષ લઈ અંગ્રેજ પ્રજાની સહાનુભૂતિ ઉત્તેજિત કરવા માંડી, એટલે અનેક અંગ્રેજો ગ્રીસને નાણાંની સહાય આપવા તત્પર થયા. પરંતુ આ સમયે ગ્રીસનો પક્ષ લેવો કે નહિ, તે વિષે ઈગ્લેન્ડની સરકાર નિશ્ચિત અભિપ્રાય બાંધી શકી નહિ. યુરોપી રાજ્યખટપટથી તટસ્થ રહેવાનું પિતાનું ધોરણ બદલવાની કેનિંગની ઈચ્છા ન હતી, પણ રશિઆને શહેનશાહ તુર્ક લેકોને વિરોધી. હોવાથી ગ્રીસનો પક્ષ લઈ યુદ્ધમાં ઉતરે, અને તુર્કસ્તાન હારે તે દક્ષિણ અને પૂર્વ યુરોપમાં રશિઆ બળવાન થઈ બેસે એ માટે સવાલ હતા. વળી ઈગ્લેન્ડ તટસ્થ રહે, તો સંધિ થાય ત્યારે બીજા રાજ્યો પોતાનું હિત સાધી લે, અને ઈંગ્લેન્ડને તે જોઈ રહેવું પડે એમ હતું. આ વાતને વિચાર કરી ઈગ્લેન્ડે ગ્રીસનો પક્ષ લીધો. ઈલેન્ડ, ફ્રાન્સ, અને રશિઆએ ગ્રીસની સ્વતંત્રતાને સ્વીકારી, પણ તુર્કસ્તાને તે વાત મંજુર રાખી નહિ, એટલે ઈ. સ. ૧૮૨૭માં નેવેરિને આગળ નાનું યુદ્ધ થયું. મિત્રરાજે છત્યાં, અને તુર્ક નૌકાસૈન્યને નાશ થયો. દરમિઆન કેનિંગ મરણ પામે, એટલે વેલિંગ્ટન પરદેશમંત્રી થયે. પાછળથી રશિઆ અને ફાસે તુર્કસ્તાન જેડે યુદ્ધ ચાલુ
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૮ રાખ્યું, પણ ઇ. સ. ૧૮૨૯ની સંધિથી ગ્રીસને કાયમને માટે તુર્કસ્તાનથી સ્વિતંત્ર બનાવ્યું.
પાર્ટનની દેશાંતર નીતિઃ યુરોપમાં આ પ્રમાણે અવ્યવસ્થા અને રાજ્યક્રાનિત પ્રવતી હતી, ત્યારે ઈગ્લેન્ડની દેશાંતર નીતિને સૂત્રધાર પામર્સ્ટન હસ્તે. તે મહા ચતુર, દૂરદર્શી, તેજસ્વી અને રાજનીતિમાં નિપુણ હતું. કેનિંગે સ્વીકારેલી તટસ્થ નીતિ છોડી દઈ યુરેપના મામલામાં હાથ નાખવે, ઈિગ્લેન્ડની પ્રતિષ્ઠા વધારવી, તેનું હિત સંભાળવું અને વધારવું, અને ઈંગ્લેન્ડની પરરાજ્ય પાસે મહારાજ્ય તરીકે ગણતરી કરાવવી, એવી તેની મહેચ્છા હતી. ૩૫ વરસના ગાળામાં થોડાં વર્ષો સિવાય બધે વખત ઈંગ્લેન્ડની પરાજ્ય નીતિનું તંત્ર તેની પાસે રહ્યું. તે દરમિઆન ઈંગ્લેન્ડ પરદેશીઓથી બેપરવા રહે, અને પરદેશીઓ ઈગ્લેન્ડના ગરજાઉ બને, એ તેની નીતિને મર્મ હતે. તે કેસલરીધ અને કેનિંગના શિષ્ય સમે હતો. તેણે બ્રિટિશ સામ્રાજ્યના હિત પ્રત્યે દષ્ટિ ઠેરવી રાખી. ફ્રાન્સ એજીરિયામાં આગળ વધે, કે પિરિનીઝ
ની પેલી પાર વગ વધારે, એ વાત તેને પરવડતી ન હતી. વળી પેન ફિન્સનું ઉપરાજ્ય બની પોર્ટુગલને પિતાની જોડે ખેંચી લે, અને ટેગસ - નદીમાં અંગ્રેજી વેપારી વહાણોની આવજા થતી અટકાવી ન દે, તે માટે આ
બંધે મંત્રી હંમેશાં ખબરદારી રાખ્યા કરતો. પોર્ટુગલમાં તેણે મેરિઆને સકારણ મદદ કરી હતી. પોર્ટુગલમાં ગાદી માટે યુદ્ધ ચાલતું હતું, ત્યારે સ્પેનમાં પણ એવા કારણસર ખૂનરેજી ચાલતી હતી. સ્પેનને રાજા ત્રણ વર્ષની બાળ કુંવરીને મૂકી મરણ પામ્યો, એટલે તેના ભાઈ ડોન કોલેસે દાવો કર્યો, કે સ્પેનની ગાદી ઉપર સ્ત્રીને કાયદાપૂર્વક હક પ્રાપ્ત થતું નથી, અને હુંજ ખરે હકદાર છું. પામર્સ્ટને કુંવરીને પક્ષ લઈ અંગ્રેજોને સ્પેનના સૈન્યમાં જોડાવાની રજા આપી. આખરે કાર્લોસના પક્ષકારે નબળા પડ્યા, રાણી સાબેલ ગાદીએ આવી, અને સ્પેનમાં બંધારણપૂર્વકને રાજ્યવહીવટ દાખલ થયે.
સ્વતંત્ર બેલજીયમ યુરેપના છેલ્લા મહાવિગ્રહમાં મશહુર થએલા ભેજીયમની સ્વતંત્રતાને ઈતિહાસ કંઈ જુને નથી. સોળમા અને સરમા
કામાં એ દેશ એનના અધિકાઢ્યાં હતાં, પણ અઢારમા સૈકામાં આિના અમલ નીચે આવ્યા. ઇ. સ. ૧૮૧૫માં વિનાની પરિષદે તેને હલેન્ડ જોડે
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૪૮
એકત્ર કરી દઈ ફ્રાન્સ અને જર્મની વચ્ચે એક મજબુત મધ્યસ્થ રાજ્ય ઉભું કરવાની યોજના કરી. બેલ્જયમની પ્રજા જાતિ, ધર્મ, ભાષા અને આચારવિચારમાં વલંદાઓથી છેક જુદી હતી, એટલે તેમને આ સંયોગ
૫ ચમ
કä ક
ર્સ
.કલ
લુવેઈને
અસેસ
૦:
બેહજીયમ છે ઈક્સ ૧૮૩૧
વર્ગ F
cand
જાએ રુએ નહિ. ઈ. સ. ૧૮૩માં યુરોપમાં ફ્રાન્સ, જર્મની, ઈટલી, અને પેલેન્ડ આદિ યુરોપી રાજ્યમાં ક્રન્તના ભડકા ફરી વળ્યા. ફ્રાન્સના લોકોએ જુલમી રાજા ચાર્લ્સ ૧૦માને પદભ્રષ્ટ કરી લુઈ ફિલિપીને ગાદી આપી, એટલે બેજીયનોમાં પણ સ્વદેશપ્રેમને ઉત્કટ આવેશ પ્ર . તેઓ બળો કરી હોલેન્ડથી સ્વતંત્ર બન્યા.
હવે શું કરવું? વિનાની પરિષદ્દમાં ભાગ લેનાર રાજ્યને પોતે કરેલી જનાને કોઈ ખુલ્લે ભગ કરે, એ વાત ચતી ન હતી.
હેલેન્ડ પણ બેલ્જયમની સ્વતંત્રતા સ્વીકારવા તૈયાર ન હતું એટલું જ નહિ, પણ પિતાનું ઉપરીપણું ટકાવી રાખવા માટે વિગ્રહ જાહેર કસ્બા તૈયાર હતું. પામર્સ્ટનને ચિંતા થઈ કે ના પિતાનું દૃષ્ટાન્ત વિચારી
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૫૦.
પ્રસંગને પૂરે લાભ ઉઠાવવા માટે બેલજીયમની વહાર કરશે, એટલે તે દેશમાં તેની વગ વધી જશે. અનેક સૈકાંથી ઈલેન્ડની રાજ્યનીતિને એક અગત્યને મુદ્દો એ હતો કે શેલ્ટ નદી ઉપરથી ઈગ્લેન્ડની સલામતીને કોઈ મહારાજ્ય ભંગ ન કરે, એ ખાસ ધ્યાનમાં રાખવું. વળી બેજીયન પિતાનો દેશ હોલેન્ડ સાથે જોડાઈ ન જાય તે માટે ગમે તે ભેગ આપવા તૈયાર હતા. એટલે પ્રસંગ ઓળખીને પામર્સ્ટને લંડનમાં મહારાજ્યોની પરિષદ્ બોલાવી. આમાં ગ્રેટબ્રિટન, ઑસ્ટ્રિઆ, રશિઆ, મુશિઆ, ફ્રાન્સ અને બેજીયમનાં રાજ્યોએ સંધિ કરી બેલજીયમનું સ્વાતંત્ર્ય સ્વીકાર્યું, અને સેકસ કેમબર્ગના લિઓપોલ્ડને તેને રાજા ઠરાવ્યો. હેલેન્ડથી આ રાજ્યહાનિ ખમાઈ નહિ. તેને નવી યોજના ખેંચી, એટલે તેણે યુદ્ધ ચાલુ રાખ્યું. ત્યાર પછી લગભગ આઠ વર્ષે પામર્સ્ટનના અથાક પ્રયત્નોથી ગ્રેટબ્રિટન, ઑસ્ટ્રિઆ, પ્રશિઆ, ફ્રાન્સ, રશિઆ, અને હોલેન્ડ વચ્ચે સંધિ થઈ. પરિણામે બેલજીયમ સ્વતંત્ર રાજ્ય ગણ્યું, અને યુદ્ધવેળા પક્ષકારેએ તે દેશને તટસ્થ ગણ એવી જામીનગીરી લેવાઈ, ઈ. સ. ૧૮૩૯. આમ પામર્સ્ટનની નીતિને પ્રતાપે બેજીયમ ફ્રાન્સના બુર્બાન કુટુંબના રાજ્યવંશીના હાથમાં જતાં બચ્યું, અને ઈગ્લેન્ડનું મિત્ર બન્યું.
મહમદઅલ્લીઃ ફ્રાન્સની વગ બને તેટલી ઓછી કરી ઈંગ્લેન્ડની મહત્તા વધારવાની પામર્સ્ટનની નીતિને પ્રતાપ અન્યત્ર પણ જણાય છે. મિસર તુર્કસ્તાનને પ્રાંત હતું, અને ત્યાં મહમદઅલ્લી નામે પ્રતાપી આબેનિયન સુબે હતા. તેણે કુનેહ, આત્મશક્તિ, અને ફ્રાન્સની મિત્રાચારીથી પિતાની સત્તા જમાવી પિતાનું જળ અને સ્થળ સૈન્ય એવું તે સબળ બનાવ્યું, કે ગ્રીસ જોડેના યુદ્ધમાં સુલતાનને તેની સહાય સોનાના ભૂલની થઈ પડી. પરંતુ ત્યારપછી મહમદઅલી અને સુલતાન વચ્ચે ઝગડે ઊઠ. એથી મહમદઅલ્લીએ સૈન્ય સાથે કોન્સ્ટન્ટિનેપલ ઉપર ચઢાઈ કરી. પરંતુ રશિઆને ઝાર સુલતાનની કુમકે ધાયે, અને તેના બદલામાં સુલતાન પાસેથી તેણે વચન લીધું, કે ડાનસની સામુદ્રધુનિમાં રશિઆ વિના કઈ વિદેશી રાજ્યનાં લડાયક જહાજોને આવવા દેવાં નહિ. પામર્સ્ટન આ છુપા કસરની જાણ થતાં લાગે તાકી બેસી રહ્યો. ઈ. સ. ૧૮૩૯માં મહમદઅલી .
Page #364
--------------------------------------------------------------------------
________________
૩પ૧
અને સુલતાન વચ્ચે ફરી ટટ જાગે, ત્યારે પ્રથમના કરાર પ્રમાણે ઝાર સુલતાનની સહાયે આવવા તત્પર થયો. તુર્ક રાજ્ય આમ રશિઆનું ઉપરાજ્ય બની જાય, તો હિંદુસ્તાન જવા આવવાના માર્ગો સુરક્ષિત રાખવા કઠણ પડે, એવા વિચારથી પામર્સને આ ઝગડામાં વચ્ચે પડવાનો નિશ્ચય કરી ફ્રાન્સનો સહકાર માગે. પૂર્વ ભૂમધ્ય, ગ્રીસ, મિસર, અને મેસોપેટેમિઆમાં પ્રબળ વગ ધરાવનાર ફ્રાન્સનું ધારવું એવું હતું, કે જો મહમદઅલી જય પામે તે અંગ્રેજોની વધતી જતી સત્તાને તોર ઉતરે. આથી તેણે વચ્ચે પડવાની ના પાડી, એટલે પામર્સ્ટને એકલે હાથે મિસરીઓને હરાવ્યા, એકરને કિલ્લો કબજે કર્યો, અને મહમદઅલ્લીને સિરિઆ છોડી જવાની ફરજ પાડી. હવે પામર્સ્ટન ફેન્ચ સત્તાને કો વિરોધી ગણવા લાગ્યો, અને તેની વિરુદ્ધ રોષની તીવ્ર લાગણીઓ પ્રકટી નીકળી. પરંતુ તુર્કસ્તાન અને ઈલેન્ડ મૈત્રીનાં દઢ બંધને બંધાયાં, અને કેન્સ્ટન્ટિનોપલથી અફઘાનિસ્તાનની સીમા સુધીના પૂર્વના મધ્ય પ્રદેશોની ચિંતા ગ્રેટબ્રિટનને શિરેથી ટળી.
રાજનીતિમાં ફેરફારઃ ઈ. સ. ૧૮૪૧માં લાર્ડ મેમ્બેર્નના લિબરલ પ્રધાનમંડળનો અંત આવ્યો, અને તેને સ્થાને ટેરી પીલનું પ્રધાનમંડળ આવ્યું. આથી લૈર્ડ એબર્ડિન પરદેશમંત્રી થયો, અને ઈંગ્લેન્ડની રાજનીતિમાં ફેરફાર થશે. નવા પ્રધાને રાજ્યવિસ્તાર પ્રત્યે વિરોધ દર્શાવ્યો, અને પરરાજ્યના સમાન હકે સ્વીકાર્યા. તેણે પરરાજ્ય જોડે શાંતિ અને વિવેકભરેલી નીતિ આદરી. અમેરિકાનાં સંયુક્ત સંસ્થાને જોડે પાર્ટીને માંડેલા ઝગડાની પતાવટ કરવામાં આવી. ન્યૂ બ્રન્હીક અને મૈન સંસ્થાનની સરહદ સંબંધી તકરાર અને બીજી ગેરસમજુતીને નિકાલ આણવામાં આવ્યું. ઐસ્ટ્રિઆ અને મુશિઆ જોડે મૈત્રીસંબંધ કેળવવામાં આવ્યું, અને ફ્રાન્સ જોડેની નીતિમાં પણ પરિવર્તન થઈ ગયું. ફાન્સને પ્રધાન ગિઝ લાડ એડિનનો મિત્ર હોવાથી બંને દેશો વચ્ચેનો સંબંધ સુધર્યો. પરિણામે રાણી વિકટેરિઆ
ન્સ જઈ આવી, અને લુઈ ફિલિપી ઈગ્લેન્ડમાં રાણીને અતિથિ થયો. આ ઉપરાંત પાસિફિક મહાસાગરમાં આવેલા એક ઠીપ સંબંધી ઊઠેલી કરાર પણ સલુકાઈથી સમાવી દેવામાં આવી. . . . . -
Page #365
--------------------------------------------------------------------------
________________
ક્ષર
પરંતુ ઈ. સ. ૧૮૪૬માં પીલને અમલ ઉતર્યો, અને રસેલના પ્રધાન મળમાં પામર્સ્ટન પરદેશમંત્રી બન્યું, એટલે તેણે ફાન્સ પ્રત્યે પોતાની જુની નીતિ ચાલુ કરી. દરમિઆન લુઈ ફિલિપ્પીએ સ્પેનની સજપુત્રીઓનાં લગ્ન માટે કરેલી ગોઠવણથી ઈલેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ઉંચાં મન થઈ ચૂક્યાં. લુઈએ નાની કન્યાનું લગ્ન પિતાના કુંવર જોડે, અને મેટીનું તેન: દૂરના સગા જોડે ગોઠવ્યું. સ્પેનને રાજા અપુત્ર હોવાથી મોટી રાજકુંવરીને પુત્ર સ્પેનને ગાદીવારસ થાય તે સંયોગ હતું. આથી યુરેપના અને રાજકુંવરે એ ગાદી મેળવવાના લેભે માગાં મેકલતા. પરંતુ લુઈની ગોઠવણ મુજબ મોટી રાજકન્યાને પતિ અનારોગ્ય હોવાથી તેને સંતાન ન થાય તે લઈના પુત્રને સ્પેનની ગાદી મળે એમ સૌ માનતા. એથી તો ફરન્સ અને સ્પેનનાં રાજ્યો એકત્ર કરવાની લુઈ ૧૪માની રાજનીતિ અસ્તિત્વમાં આવવા જેવું લાગ્યું. પાર્ટીને લઈને પ્રપંચ પામી જઈને વિકટેરિઆન કઈ સગાને ઉમેદવાર તરીકે ઉભો કર્યો. આખરે લુઈની ધારણા મુજબ લગ્ન તે થયું, પણ સદ્દભાગ્યે મોટી રાજકન્યાને પુત્ર અવતર્યો, એટલે ગાદીવારસાના પ્રાષચેનો અંત આવ્યો.
ઈ. સ. ૧૮૪૮ની સાલ એટલે યુરોપમાં રાજ્યક્રાન્તિનું વર્ષ. શન્સ, પલેન્ડ, ઈટલી, હંગરી જર્મની આદિ અનેક રાજ્યમાં પ્રજાપ્રકોપને અમિ પ્રજળી ઉઠ્ય, અને પ્રચલિત રાજ્યપદ્ધતિ દૂર કરવાના પ્રયત્નો શરૂ થયો ફ્રાન્સમાં નેલિયનના ભત્રીજા લઈ નેપલિયને ફ્રાન્સને પ્રજાસત્તાક સી.
જાહેર કર્યું, અને પોતે તેનો “પ્રમુખ’ બન્યો. ઈ. સ. ૧૮૫૨માં તેણે પિતાના સર્વ વિરોધીઓને ગમે તે પ્રકારે દાબી દઈ પિતાને ફાન્સને “સમ્રાટ જાહેર કર્યો. રાજ્યક્રાન્તિની પાછળ રહેલે લોકોનો સ્વતંત્રતા માટે ઉછે પ્રેમ પામર્સ્ટન પારખી શકતા હતા. પરંતુ લોએ સ્વતંત્રતાને નામે ક્યાખ અનાદર અને નિર્દય હત્યાકાંડ ચલાવવા માંડ્યા ત્યારે તેમની તરફ તેની સહાનુભૂતિ ઘટી ગઈ છતાં ફ્રાન્સમો અંધાધુંધી ઓછી થઈ વ્યવસ્થિત તંગ ચાલશે એવી આશાએ લઈ નેપલિયનનાં આપઅખત્યારી કાર્ય પ્રત્યે રામ કે પ્રધાનની અનુમતિ વિના પામર્સ્ટને પિતે સંમતિ દર્શાવી. પામર્સ્ટમની રાજનીતિથી રાણુને અસંતોષ તે કયારનો ધુંધાવાઈ રહ્યો હતો, જેમાં વર્ણ
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૫૩ આ બનાવે ઘી હોમ્યું. આથી પામર્સ્ટનને રજા આપવામાં આવી. રસેલનું પ્રધાનમંડળ પણ ત્યાર પછી થોડા સમય ટકયું. રસેલના ઉત્તરાધિકારી ડબનું પ્રધાનપદ ગણ્યાગાંઠયા મહીના ટક્યું, એટલે છેવટે લૈર્ડ એબર્ડિન વડો પ્રધાન પામર્સ્ટન સ્વદેશ ખાતાનો પ્રધાન, અને રસેલ પરદેશમંત્રી થયે.
કીમિઅન વિગ્રહઃ એબડિનના સમયમાં દેશમાં ચાલીસ વર્ષ સુધી અખંડ પ્રવર્તી રહેલી શક્તિને ભંગ કરાવનારે એક મહાવિગ્રહ જા. તુર્કસ્તાનનું રાજ્ય ક્ષીણ થતું જતું હતું, એટલે તેમાં વગ વધારી પૂર્વમાં રાજ્યવિસ્તાર કરવાની રશિઆના ઝારની મહત્ત્વાકાંક્ષાને પરિણામે તેણે ક્રીનિઅન વિગ્રહ જગાડયા હતા. એ મરણશયા પર સૂતેલા મુસલમાની મહારાજ્યના ભાગલા પાડી વહેંચી લેવાની લાલચ આપી ઝારે ગ્રેટબ્રિટનને પિતાના પક્ષમાં ભેળવવાની યુક્તિ રચી. પરંતુ રશિઆની વિસ્તાર પામતી વગથી ચમકેલા અંગ્રેજ મંત્રીઓએ તુર્કસ્તાનનો પક્ષ લઈ રશિઆની સત્તા અને પ્રતિષ્ઠાને દાબી દેવાનો નિશ્ચય કર્યો. નેપોલિયન જેવું નામ કાઢવાના કોડીલા લુઈએ ગ્રેટબ્રિટનનો પક્ષ લીધે, અને ભયંકર વિગ્રહ ચાલ્યો. એબડિન જેવા મધ્યમ બુદ્ધિશક્તિવાળા પ્રધાનથી એ વિગ્રહ જેસભેર અને વ્યવસ્થા પૂર્વક ચલાવી શકાય નહિ. ક્રિીમિઆમાં રશિઆની ગાત્રો ઠુંઠવી નાખે તેવી ટાઢમાં અંગ્રેજી સૈન્યની બેસુમાર ખુવારી થઈ, એટલે પ્રજામાં પ્રધાન વિરુદ્ધ જબરે કલાહલ મચે. આથી એબર્ડિને રાજીનામું આપ્યું, અને રાણીને કચવાતે મને પામર્સ્ટનને પ્રધાનપદ આપવું પડયું. પરંતુ ત્યાર પછી યુદ્ધનો રંગ બદલાઈ ગયું. ઈ. સ. ૧૮૫૬માં પેરિસની અકારી સંધિથી એ વિગ્રહનો એવો અંત આવ્યો, કે કોણ જીત્યું અને કોણ હાર્યું તેને કશે નિર્ણય થઈ શકશે નહિ. આ વખતે તુર્કસ્તાનને યુરોપી રાજ્યના સંઘમાં દાખલ કરવામાં આવ્યું, કાળા સમુદ્ર પર કોઈ પણ રાજ્યને યુદ્ધસામગ્રી એકઠી કરવાની કે કિલ્લે બાંધવાની મના કરવામાં આવી, અને ડાર્ડનલ્સમાં તુર્કસ્તાન વિના અન્ય કોઈ રાજ્યના કાફલાને જવાની બંધી કરવામાં આવી.
સંયુક્ત ઈટલીઃ પેરિસની આવી અપૂર્ણ સંધિથી યુરેપનાં અનેક રાજ્યોમાં અવ્યવસ્થા અને ગુંચવણે ઉભી થઈ. અગ્નિ કેણમાં રશિઆની વૃદ્ધિ થતી અટકી, પણ તેની મહત્ત્વાકાંક્ષા શમી નહિ. ગ્રીસ અને બેલજીયમનાં દૃષ્ટાંતથી
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૪
અને પ્રજાને સ્વતંત્ર થવાના કેડ થયા. પૃશિઆ સામ્રાજ્યતૃષ્ણાથી ડેનમાર્કનાં સ્લેબીગ અને હોસ્ટેન પરગણાં લૂંટવા માંડયાં. આ દરેક વિગ્રહમાં એટબ્રિટનને કંઈ ને કંઈ સ્વાર્થ રહેલે હવે, છતાં પામર્સ્ટનની નીતિથી દેશમાં શાંતિ રહી શકી.
આ સમયે એકત્ર દેશ થવાના પ્રયત્નો કરનારમાં હાલનું ઈટલી પણ હતું. તે હીણભાગી દેશના કેટલાક પ્રાંતે એઆિના જુલમી અમલમાં હતા, અને બાકીના બુર્બોન રાજવંશીઓના આપઅખત્યારી અને હીણપત લગાડનાર અમલ નીચે વહેચાઈ ગયા હતા. માત્ર સાર્ડિનિયા, પિડમોન્ટ, અને સેયના રાજાઓ ઈટલીની દેશદાઝ જાણનારા, ઉદાર ચિત્તના, અને કાયદેસર રાજ્યપદ્ધતિના હિમાયતી હતા. ઇ. સ. ૧૮૫૯માં સાર્ડિનિયાના ઠાકોર વિકટર ઈમેન્યુઅલ ફન્સની સહાયથી ઍક્ટ્રિઆની વિરુદ્ધ યુદ્ધ પિનકાર્યું. પરંતુ રશિઆએ કીમિઅને વિગ્રહમાં ઐસ્ટ્રિઆએ ધારણ કરેલી ટસ્થતા યાદ રાખી એ વફાદારીનું વેર લેવા તેને આ સમયે સહાય આપી નહિ. ઈ. સ. ૧૮૫૯માં ઈટલીએ છુિઆની ધુંસરી ફેંકી દીધી. આ
ફાનમાં અંગ્રેજ સરકારે કઈ પણ પક્ષને પ્રત્યક્ષ સહાય કરી નહિ, પણ ઈટલીના સ્વાતંત્ર્ય મેળવવાના પ્રયત્નો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી તેમાં ઉત્તેજન આપ્યું. ત્યાર પછી અડગ, દેશપ્રેમી, વીર ગરિબાડી નામના સેનાપતિએ સિસિલી અને નેપલ્સનાં રાજ્ય જીતી લઈ ઈમેન્યુઅલના અધિકારમાં -આણ્યાં. થોડા સમયમાં વેનિસ પણ પડ્યું, અને સંયુક્ત ઈટલીના રાજા તરીકે વિકટર ઈમેન્યુઅલ રોમ નગરમાં વિજયપ્રવેશ કર્યો. ઈટલી સંપૂર્ણ રીતે સંયુક્ત થયું, અને ઈટાલિયન ભાષા બોલનાર સર્વ લેકે એક છત્ર નીચે આવ્યા, ઈ. સ. ૧૮૭૦. - બ્લે-જર્મન વિગ્રહઃ ઈટલી સંયુક્ત થયા પછી મુશિઆના નાનકડા રાજ્યના ઉદયથી યુરેપના રાજદ્વારીઓ ચકિત થઈ ગયા. ઈ. સ. ૧૮૬૦થી મુશિઆનું રાજતંત્ર કાઉન્ટ બિસ્માર્ક નામે અતિ ચતુર, મહત્ત્વાકાંક્ષી, અને કુટિલ નીતિના રાજદ્વારી નરના હાથમાં આવ્યું હતું. ઓસ્ટ્રિઆને પિતાના પક્ષમાં મેળવી લઈ ઈ. સ. ૧૮૬૬માં મુશિઆએ ડેનમાર્ક પાસેથી સ્લેશ્વીગ અને હૈæન પરગણાં પડાવી લીધાં, અને તેમાંનું એક પરગણું ઍક્ટ્રિઆને
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૫૫
બદલા તરીકે આપી દીધું. પરંતુ સાત અઠવાડીઆના યુદ્ધમાં પ્રશિઆએ
આિને હરાવી હેવર વગેરે પ્રદેશે જીતી લીધા, અને પ્રશિઆના - છુટા પડી ગએલા ભાગને સળંગ બનાવી લીધા. ત્યાર પછી જર્મન રાજ્યોએ સંઘ રચી પ્રશિઆના રાજાનું ઉપરીપદ સ્વીકાર્યું. પરંતુ એટલેથી કંઈ જર્મન મહારાજ્ય યુરોપમાં ગણતરીમાં આવે તેમ ન હતું, એ વાત બિસ્માર્ક સારી રીતે જાણતા હતા. તેણે લાગ જોઈ પોતાના પાડોશી ફ્રાન્સ ઉપર ચોટ માંડી. તેણે યુક્તિપ્રયુક્તિથી એવી સ્થિતિ ઉત્પન્ન કરી, કે ફાસે જર્મની સામે યુદ્ધ કર્યું, ઈ. સ. ૧૮૭૦. છ માસમાં તાલીમબદ્ધ, સુવ્યવસ્થિત, જંગી જર્મન સેના સમર્થ અને દીર્ઘદશ સેનાપતિની સરદારી નીચે ફ્રાન્સની જમીન પર ફરી વળી, અને તેણે ફેન્ચ સૈન્યને છિન્નભિન્ન કરી તેને મદ ઉતાર્યો. આખરે ‘લુઈ નેપોલિયન કેદ પકડાય, એટલે ફ્રાન્સના પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના થઈ.
આ વિગ્રહ દરમિઆન ગ્લૅડસ્ટન પ્રધાનપદે હતો. તે છેક તટસ્થ રહો. તેણે એટલી ચિંતા રાખી, કે બંનેમાંથી એક પણ પક્ષ બેજીયમની તટસ્થતાને ભંગ કરી ઈ. સ. ૧૮૩૯ના કરારને ભંગ કરે નહિ. બ્રિટિશ સરકારે ફાન્સ અને મુશિઆ જોડે સંધિ કરી એ કરાર કર્યો, કે બેમાંથી એક પણ પક્ષ બેજીયમની ભૂમિ પર પગ મૂકશે, તો ગ્રેટબ્રિટન યુદ્ધમાં ઉતરી અપરાધીને દંડ દેવામાં પાછી પાની કરશે નહિ, એથી બંને પક્ષે સાવધાની વાપરી, એટલે ગ્રેટબ્રિટનને યુદ્ધમાં ઉતરવાની જરૂર પડી નહિ.
ગ્લૅડસ્ટનના અમલ દરમિઆન રશિઆએ પેરિસની સંધિમાં કરેલા કરારની ઉપરવટ થઈ કાળા સમુદ્રમાં કાર્લો રાખવાને પોતાનો નિર્ણય જણાવ્યું. આમ છતાં ગ્લૅડસ્ટન તટસ્થ રહ્યો. - બાલકન વિગ્રહઃ ગ્લૅડસ્ટન પછી પ્રધાનપદે આવનાર ડિઝરાયેલી જબરો સામ્રાજ્યવાદી હતો. બ્રિટિશ મહારાજ્યનું ભાવિ મહાન છે એવી તેને અચળ શ્રદ્ધા હતી, અને તે માનતો કે એ મહારાજ્યની પ્રતિષ્ઠા જમાવવી હોય, તે તેણે જળસ્થળસૈન્ય સજજ રાખી બીજાની પાસે પોતાનો એકડો ખરો કરાવવો જોઈએ. આરંભમાં તેણે મિસરના ઉડાઉ અને વિલાસી બેદિવ ઈસ્માઈલે ચિવા કાઢેલા સુએઝની નહેરના શેરે (Shares) જાતજોખમદારી ઉપર
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૬
ખરીદી લીધા, અને તેમ કરીને ઈંગ્લેન્ડ અને હિંદુસ્તાન વચ્ચેના વેપારના અને વ્યવહારના જળમાર્ગ ઉપર અખત્યાર મેળવ્યો.
એવામાં યુરેપના અગ્નિ કાણુમાં આવેલાં બાલ્કન રાજ્યામાં ખળભળાટ મચ્યું. આ રાજ્યાના લેાકેા ખ્રિસ્તી હતા, છતાં તેમને તુર્કીના અમલ નીચે રહેવું પડતું, તેથી વારંવાર ખટપટ ઉભી થતી. ઇ. સ. ૧૮૭૫માં હર્ઝેગોવિનિઆના લેાકેાએ ખંડ જગાડયું, એટલે આસ્ટ્રિ, જર્મની, ઈટલી, વગેરે રાજ્યાએ એકત્ર થઈ તુર્ક સુલતાનને યોગ્ય સુધારા કરી ખ્રિસ્તીઓને સારી રીતે રાખવા માટે દબાણ કર્યું. ડિઝરાયેલી આ રાજ્યા જોડે ભળ્યે નહિ; કારણ કે તુર્કસ્તાનને શત્રુ બનાવવામાં ગ્રેટબ્રિટનનું હિત નહેાતું. સુલતાને કશી દાદ દીધી નિહ, એટલે સ્લાવ ન્નતિના મુખી રશિઆના શહેનશાહે ધર્મબંધુને પક્ષ લઈ કેન્શન્સ્ટન્ટને પલ તરફ સૈન્ય રવાના કર્યું. રશિઆ કૅન્સ્ટન્ટિનેપલ કબજે કરે એ વાત ડિઝરાયેલીને પરવડતી ન હતી, એટલે તેણે તુર્કસ્તાનની મકે બ્રિટિશ નૌકાસૈન્ય રવાના કર્યું, અને જરૂરને પ્રસંગે કામ આવે તે માટે હિંદુસ્તાનથી સૈન્ય એલાવી માલ્ટામાં રાખ્યું. આથી રશિઆને શહેનશાહ ભય પામ્યા, અને તેણે સુલતાન જોડે મામેરાના સમુદ્રકિનારા ઉપર આવેલા સાનસ્ટીફેને મુકામે સંધિ કરી. આ સંધિ કદી અમલમાં આવી નથી, છતાં બાલ્કન દ્વીપકલ્પના વર્તમાન તિહાસ ઉપર તેની છાયા પડેલી છે. આ સંધિની મુખ્ય સરત એ હતી, કે બલ્ગેરિઆનું નવું વિશાળ રાજ્ય બનાવી તેને સ્વતંત્રતા આપવી. બલ્ગેરિઅન જાતિના સર્વ લેાકેાને સમાવેશ થાય એવું માનું રાજ્ય એ દ્વીપકલ્પમાં સ્થપાય, તે તે ઘણું બળવાન થઈ પડે; અને ત્યાં રશિઆની વગ રહે, એટલે પરિણામ એ આવે કે બાલ્કન દ્વીપકલ્પ, કાન્સ્ડન્ટનોપલ, મિસર, અને છેક હિંદુસ્તાન સુધી રશિઆની રાજદ્વારી વગ પહોંચી જાય. ડિઝરાયેલીથી એ કેમ સહ્યું જાય? તેણે એ સંધિ સ્વીકારવાની ના પાડી અને કહ્યું, કે ક્રીમિઅન વિગ્રહને અંતે થએલી પેરિસની સંધિમાં તુર્ક રાજ્યાની અખંડતા જાળવવાનેા કરાર છે, તેને ભગ કરીને આવી ખાનગી સંધિ કરી શકાય નહિં. તેના જબરા પ્રયાસને લીધે ઇ. સ. ૧૮૭૮માં બર્લિન મુકામે રશિઆ, આસ્ટ્રિ, જર્મની, ઈટલી, તુર્કસ્તાન, અને ગ્રેટબ્રિટનની સંયુક્ત પરિષદ્ બિસ્માર્કના પ્રમુખપદે મળી.
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૫૭
તેમાં બલ્ગેરિઆનું રાજ્ય નાનું કરવાનું કર્યું, સર્વિઆ, મેાન્ટીનીગ્રે, અને માનિઆને સ્વરાજ્ય આપવામાં આવ્યું, અને રશિઆને એશિઆ માઈનરમાં એક કિલ્લા અને થાડા પ્રદેશ મળ્યા; ગ્રેટબ્રિટને સાઈપ્રસને દ્વીપ રાખી સુલતાનના એશિમાં આવેલા રાજ્યનું રક્ષણ કરવાનું વચન આપ્યું. ખેાગ્નિઆ અને હઝંગે વિનિ પ્રાંતનેા વહીવટ સ્ટ્રિઆને સાંપવામાં આવ્યેા.
આ પ્રમાણે તુર્ક મહારાજ્યની એકતા જાળવી તેને સજીવન રાખવાના અહાના નીચે યુરાપનાં ખ્રિસ્તી રાજ્ગ્યાએ તેના ભાગ વહેંચી લીધા. બર્લિનની સંધિ પછી ઇ. સ. ૧૯૧૪ના મહાવિગ્રહ ખેત પ્રત્યેક બાલ્કન રાજ્ય તુર્ક મહારાજ્યમાંથી મળે તેટલા ભાગ પડાવી લઈ પોતાની સીમા વિસ્તારી રહ્યું હતું; છતાં લગભગ ત્રીસ વર્ષ સુધી બાલ્કન દ્વીપકલ્પના ગુંચવણભરેલા રાજ– દ્વારી મામલેા શાંત રહ્યો, અને પૂર્વમાં વિસ્તાર પામવાની રશિઆની મહત્ત્વાકાંક્ષાને જીવલેણ ફટકા પડયા.
યુરોપનાં રાજ્યના પ્રશ્નોનેા આવેા સમાધાનકારક નિર્ણય થયા, એટલે ત્યાંના રાજદ્વારીઓની દિષ્ટ ખીજે વળવા લાગી. ગ્રેટ બ્રિટનને રાજ્યવિસ્તાર, વેપાર, વૈભવ, સંસ્થાના અને સામુદ્રિક બળ જોઈ યુરેાપનાં કેટલાંક મહારાજ્યેાએ એવું સામ્રાજ્ય ઉભું કરવાનાં સ્વમ સેવવા માંડયાં. ઔદ્યોગિક પરિવર્તનથી થએલી યંત્રાની શેાધથી થેાકબંધ નીપજ થવા લાગી, તેને માટે સર્વને જગમાં બાર શેાધવાનાં હતાં. અમેરિકામાં જવાય તેમ ન હતું, એટલે સર્વે રાજ્યાએ આફ્રિકા અને એશિઆમાં મુલક મેળવવાની પેરવી કરવા માંડી.
પ્રકરણ ૧૨મું
ઈંગ્લેન્ડની પરરાજ્યનીતિ [ ચાલુ ]
ઇ. સ. ૧૮૭૮થી ૧૯૧૪ પર્યંત યુરોપની સ્થિતિ કેવા પ્રકારની હતી ? ઇ. સ. ૧૮૧૫ પછી યુરેાપનાં રાજ્યા જોડે શાંતિભર્ચો સંબંધ જાળવવાને માટે ગ્રેટબ્રિટને એ માર્ગ લીધાઃ દેશને અણુધાર્યે સમયે અણચિંતવી આફતમાં ઉતારે એવી સંધિ કે કરારાથી દૂર રહી તેણે પેાતાની તટસ્થતા જાળવી, અને યુરાપી રાજ્યાના સંધને બને તેટલી સહાય આપી.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૮.
- આ સંઘ આજના “પ્રજાસંઘની પેઠે બંધારણપૂર્વક સ્થપાયો ન હતો માત્ર યુરોપની શાન્તિમાં વિઘ નાખનારી સ્થિતિ ઉત્પન્ન થાય, ત્યારે યુરોપનાં મહારાજ્યો એક બીજાની સંમતિથી તેને વિચાર કરી બને તે તેડ આણવા એકત્ર થતાં. આવી પરિષદમાં ભાગ લેવા ઇચ્છતાં મહારાજે રાજકાજમાં પ્રવીણ પ્રતિનિધિઓને મોકલતાં, અને તેમની મારફતે વિચારોની આપલે કરતાં. યુરોપી રાજ્યને સંઘ (Concert of Europe) એટલે આંતર રાષ્ટ્રીય પ્રશ્નોનાં સમાધાનીભર્યા નિરાકરણ આણવા માટે જુદાં જુદાં રાજ્યના પ્રતિનિધિઓની એકત્ર થએલી સભાઓ હતી. યુરોપમાં નેપોલિયને વર્તાવેલા કે પછી તમામ રાજ્યોની હદ નક્કી કરી યુરોપને નકશે ફરીથી ગોઠવવા માટે વિએનામાં ઈ. સ. ૧૮૧૪-૧૫માં મળેલી મહારાજ્યની પરિષદથી આવી સભાઓ વચ્ચે વચ્ચે મળતી, પણ આ સંઘની છેલ્લી સભા ઇ. સ. ૧૯૧૩માં મળી. જો કે આવી પરિષદ્દમાં ભાગ લેવાની કાઈને માથે ફરજ ન હતી, તેમજ પરિષદ્રના નિર્ણય પણ કઈને કાયદેસર બંધનકર્તા નહોતા, એટલે કોઈ રાજ્યને શસ્ત્ર ઉગામવાની ઈચ્છા થઈ આવે તો તેને પરિષદ્દમાં ભાગ લેવાની ના પાડવાની સ્વતંત્રતા હતી. - ઇ. સ. ૧૮૭૮ પછી આ સંઘની ત્રણ સંપૂર્ણ સભાઓ થઈ હતી. ઈ. સ. ૧૮૭૮માં રશિઆ અને તુર્કસ્તાન વચ્ચેના વિગ્રહ પછી પહેલી સભાએ બાલ્કન રાજ્યની સીમા નક્કી કરી, ઈ. સ. ૧૯૦૬માં એજીસિરાસમાં મળેલી બીજી સભાએ ફ્રાન્સ અને જર્મની વચ્ચે મોરક્કો સંબંધી ઊઠેલા ઝગડાનું નિરાકરણ કરી આપ્યું, અને ઈ. સ. ૧૯૧૩માં લંડનમાં મળેલી ત્રીજી પરિષદ બાલ્કન રાજ્યોની સરહદ નવેસરથી નક્કી કરી આપી. આ સિવાય અનેક વેળા નાની મોટી પરિષદએ એકમત થઈને કેટલાક આંતર રાષ્ટ્રીય પ્રશ્નોને તાડ આયે, ચીન વિષે યુરોપી રાજ્યની સામાન્ય નીતિ નક્કી કરી, અને બીજાં કેટલાંક ઉપયોગી રાજદ્વારી કાર્યો કર્યા.
તુર્કસ્તાન: બલિનની સંધિ પછી લગભગ ચાલીસ વર્ષ સુધી યુરોપના રાજદ્વારીઓ સમક્ષ તુર્કસ્તાનને પ્રશ્ન એક અથવા બીજે સ્વરૂપે આવ્યા કરતે. તે હીણભાગી દેશનું કરવું શું? છેલ્લાં ત્રીસ વર્ષમાં તુર્ક રાજ્યના નાના મોટા ભાગે ઝૂંટવી લઈ બીજા રાજ્ય સમૃદ્ધ બનવા પ્રયત્ન કરતાં હતાં.
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૫૯ બલિનની સંધિથી તુર્કસ્તાનના યુરોપી રાજ્યને મેટો ભાગ ખ્રિસ્તી રાજ્ય વહેંચી લીધે, તેમ છતાં ઈ. સ. ૧૮૮૧ની સંધિથી થેસેલી પ્રાંત ગ્રીસને સોંપી દેવાની સુલતાનને ફરજ પડી. ઈ. સ. ૧૮૮૫માં બલ્ગરિઆએ પૂર્વ રૂમેલિઆ અને કેટલાક દક્ષિણના પ્રાતા પોતાના રાજ્યમાં જોડી દીધા.
હજુ સુલતાન પાસે મેસિડોનિઆ, આબેનિઆ, કેલ્જિન્ટિને પલ વગેરે કેટલેક યુરેપી મુલક રહ્યો હતો. તે મુલકમાં વસતી ખ્રિસ્તી પ્રજાઓ મુસલમાની અમલથી અસંતુષ્ટ થઈ જાતભાઈ એ જડે એકત્ર થવાના હેતુથી વારંવાર બંડ કરતી અને લડતી, એટલે ઘણી વાર સજા પણ પામતી. આમ રાજાપ્રજા વચ્ચે અણબનાવ ચાલ્યા કરતે.
પુચેપમાં નુ સામાન્મ ૧૭ થી
બિપી ,
ક
રૂપો
સંબા પાપડ
કરી
સાવિ આ
માિિો
બ બે રિ =ાક
માંરીની
Y, એ રિ આ
મા ઈન ૨)
||||||
R
સાસ
6.08
યુરોપમાં તુર્ક સામ્રાજ્ય: ઈ. સ. ૧૬૧૭ આવી વસ્તુસ્થિતિને નિકાલ આણવાના પ્રયત્ન થયા, પણ તે બહુ સફળ થયા ન હતા. પરિસ અને બલિનની સંધિથી સુલતાને રાજ્યના આંતર વહીવટમાં સુધારા કરી વિધર્મીઓને ધર્મછૂટ આપવાનું વચન આપ્યું. આથી
Page #373
--------------------------------------------------------------------------
________________
'૩૬૦
ગ્રેટ બ્રિટન અને યુરેપનાં બીજાં રાજ્ય વચનને અમલ કરવા માટે સુલતાન પર દબાણ કરતાં હતાં. ઈ. સ. ૧૯૦૩માં એ ઠરાવ કરવામાં આવ્યો, કે મેસિડેનિઆમાં આંતર રાષ્ટ્રીય પોલીસ રાખવી; આટલું છતાં ત્યાં વસનારા ગ્રીક અને સ્લાવ લેકને અસંતોષ ચાલુ રહ્યો, અને તેમણે તે પ્રકટ રીતે વ્યક્ત કરવા માંડે. પરિણામે તુર્ક સૈનિકે અને તેમની વચ્ચે વારંવાર રમખાણ થતાં, બન્ને પક્ષનાં થોડાં ઘણાં માણસો મરતાં, અને ઝેરમાં વધારે થતું. ઇ. સ. ૧૯૧૨ના બાલ્કન વિગ્રહના આરંભ સુધી આવી સ્થિતિ ચાલ્યા કરી.
IT
ઑ ફ્રિ
આ
| યુરોપમાં નું સાધન kvC/2A
3
મા
અતિ
,
સોરાજી
રિ.
ક
ભે
બ
૪
,
IIIII
એ શિઆ માઈ ને ૨
MRS
GOBD
યુરોપમાં તુર્ક સામ્રાજય: ઈ. સ. ૧૯૧૪ ઇ. સ. ૧૯૦૮માં અનવર બે નામના લશ્કરી સરદારની આગેવાની નીચે કેટલાક સાહસિક અને દેશદાઝ ધરાવનાર તુર્કોએ “તરણ તુર્ક નામને પક્ષ રચી લેકનિયંત્રિત રાજ્ય સ્થાપવાના ઉદ્દેશથી દેશમાં રાજ્યક્રાન્તિ કરી અને સુલતાન અબ્દુલ હમીદને પદભ્રષ્ટ કર્યો.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૬૧
ઈ. સ૧૮૭૮ની સંધિથી ઓસ્ટ્રિઆને બોસ્નિઆ અને હર્ઝેગોવિનિઆને રાજ્યવહીવટ સોંપવામાં આવ્યો. ઇ. સ. ૧૯૦૮માં તેણે કઈને કહ્યા વિના એ પ્રાંતને પોતાના મુલકમાં ભેળવી દીધા. ચાર વર્ષ પછી ઈટલીએ લાગ જોઈ તુર્કસ્તાન સામે યુદ્ધ જાહેર કરી ઉત્તર આફ્રિકામાં આવેલે ટ્રિપલી પ્રાંત જીતી લીધે. - બાલકન વિહેઃ ઐસ્ટિઆની મહત્ત્વાકાંક્ષાથી ભય પામીને બગેરિઆના રાજા ફર્ડિનાન્ડ અને ગ્રીસના પ્રધાન નિઝિલેસની આગેવાની નીચે બાલ્કન રાજ્યએ સ્વાર્થ વિચારીને “બાકન સંઘની સ્થાપના કરી, ઇ. સ. ૧૯૦૯ ઇ. સ. ૧૯૧૨માં એ સંઘે તુર્ક સુલતાનને મેસિડેનિઆ પ્રાંતમાં સુધારા દાખલ કરવાને જણાવ્યું, અને યુદ્ધને માટે આગળથી તત્પર થએલાં રાજ્યોએ તુર્કસ્તાન વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. સુલતાન પરાજય પામે, અને ઘણે મુલક ખોઈ બેઠે. . આવા સંગમાં ગ્રેટ બ્રિટનના પરદેશમંત્રી સર એડવર્ડ ગ્રેએ લંડનમાં બાલ્કન રાજ્યની પરિષદ્ બોલાવી તે સાથે મહારાજ્યની પરિષદ્ ભરી, અને યુરોપની સત્તાતુલા સમાન રાખવાને પ્રયત્ન કર્યો. એ સંધિમાં ઠરાવવામાં આવ્યું, કે આબેનિઆ સિવાય યુરોપને ઘણોખરે પ્રદેશ સુલતાને છોડી દેવ, અને ગ્રીસ, સવિઆ, તથા મેન્ટીનીગ્રોએ તે મુલક વહેંચી લેવો, તેમજ આબેનિઆને સ્વતંત્ર રાજ્ય ગણવું. પરંતુ આ પ્રમાણે મળેલી લૂંટના ભાગ પાડવામાં બાલ્કન રાજ્ય લડી પડયાં, એટલે બીજે બાલ્કન રણસંગ્રામ મંડાયે. આમાં બગેરિઆ એકલે હાથે ગ્રીસ અને સર્વિઆ જોડે ઝૂઝયું; પણ પાછળથી રૂમાનિઓએ ગ્રીસનો પક્ષ કર્યો, એટલે બુખારેસ્ટની સંધિ કરી વિગ્રહની સમાપ્તિ કરવામાં આવી, ઈ. સ. ૧૯૧૩. | દરમિઆન બાલ્કન રાજ્યના લેભ અને દેશને લાભ લઈ તુર્કસ્તાને એઆિનેપલ અને ગ્રેસના મુલકે પાછા મેળવ્યા. પછી વધારે મુલક મેળવવાની તેની મહત્ત્વાકાંક્ષા સતેજ થઈ. આથી ઈ. સ. ૧૯૧૪માં યુરોપની ભયંકર યાદવાસ્થળી થઈ, ત્યારે તેમાં ભાગ લેવા માટે તુર્કસ્તાન સજજ થયું.
ગ્રેટ બ્રિટન અને જર્મની: વિકટોરિઆના અમલમાં માત્ર સ્લેશ્વીગ અને ડાનના પ્રશ્નને યુરોપને ખળભળાવી મૂક્યો હતો. તે સિવાય ગ્રેટ બ્રિટન અને
Page #375
--------------------------------------------------------------------------
________________
જર્મની વચ્ચેના સંબંધ મિત્રાચારી ભરેલા કહી શકાય. ઇ. સ. ૧૮૭૯માં જર્મની અને આસ્ટ્રિઆ વચ્ચે સંધિ થયાના સમાચાર સાંભળી લાર્ડ સે ભરીએ આનંદ દર્શાવી કહ્યું, કે મધ્ય યુરોપનાં મહારાજ્ગ્યા વચ્ચે સંગ્રામ મંડાવા અંધ થયા. ઇ. સ. ૧૮૮૨માં ઈટલીએ આ એ રાજ્યા જોડે ભાન ત્રિપુટી રચી, ત્યારે યુરોપમાં શાન્તિ વધશે એમ માની બ્રિટિશ રાજદ્વારી સંતેષ પામ્યા. જર્મન મહારાજ્યના સંયાગ પછી તેણે સંસ્થાને વસાવવા માંડયાં ત્યારે પણ ગ્લેડસ્ટને કહ્યું, કે માનવ જાતિના કલ્યાણને અ દિશ્વરે ધારેલી મહાન યોજના ફળીભૂત કરવામાં એ આપણું સાથી અને ભાગીદાર બને છે પ્રભુ અને એ પ્રયત્નમાં યશ આપેા.”
¢¢
પરંતુ ઇ. સ. ૧૮૯૦ પછી ઈંગ્લેન્ડ અને જર્મની વચ્ચે મીઠા સંબંધ ટકી શકયા નહિ; પણ બંને રાજ્યે વચ્ચે ઉંચાં મન થવા લાગ્યાં. ઇ. સ ૧૮૮૮માં વિલ્હેલ્મ બીજો જર્મન સમ્રાટ્ થયા, એટલે તેણે મહત્ત્વાકાંક્ષા સિદ્ કરવા માટે આરમાર અને નૌકાસૈન્યની તડામાર વૃદ્ધિ કરવા માંડી. બ્રિટિશ સરકારનું અનુકરણ કરી તેની જોડે સ્પર્ધા કરવાના હેતુથી તુર્ક રાજ્યની હીણી દશાને લાભ લઈ જર્મનીએ કાન્સ્ટન્ટનાપલ ખાતે પેાતાની વગ વધારવાના જબરા પ્રયત્નો કરવા માંડયા. ગ્રેટબ્રિટનને પણ જર્મનીના આશયે અને મહેચ્છાની શંકા પડી. તેણે માન્યું કે આ પ્રયાસેામાં જર્મનીને હેતુ ગ્રેટબ્રિટન જોડે સ્પર્ધા કરવાના છે.
જર્મન સમ્રાટ્ વિલ્હેલ્મને ઈંગ્લેન્ડ પ્રત્યે અંગત રાષ કે દ્વેષ ન હતો, તેમ તે ખાસ યુદ્ધપ્રિય પણ ન હતા. તેની મહેચ્છા એવી હતી, કે યુરોપમાં અને જગમાં જર્મની મહાન થાય, અને સમુદ્ર કે જમીન પર કૈાઈ તેની બરાબરી કરી શકે નહિ. તેણે ગાદીએ આવીને બિસ્માર્ક જેવા ચતુર, દીર્ધદર્શી, અને સંભાળથી કામ લેનાર મુત્સદ્દીને રજા આપી પોતાના કહ્યાગરા પ્રધાને નીમ્યા, અને પોતાના મનોરથ સફળ કરવા ભગીરથ પ્રયત્ના આર્યા. તેણે દેશમાં વેપારવૃદ્ધિ કરી તેની રાજદ્વારી વઞ વધારી. ઇ. સ. ૧૮૯૦માં જર્મની પાસે લડાયક ન્હાજ ન હતાં. ખંડની મધ્યમાં આવેલા જર્મનીને સમુદ્રકિનારે ઝાઝો ન હતેા; અને તેનાં સંસ્થાના પણ થાડાં હતાં, એટલે નૌકાસૈન્ય રાખી ખર્ચના ખાએ વેડવાની તેને જરૂર ન હતી, છતાં સમ્રાટે આરમારા બંધાવી
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૬૩
જબુત નૌકાસૈન્ય તૈયાર કરવા માંડયું. આથી ઘણુઓએ માન્યું કે ઈગ્લેન્ડ પર હુમલે કરવાની પૂર્વ તૈયારી ચાલી રહી છે. - યુરોપનાં રાજ્ય એકત્ર થઈ તુર્કસ્તાનનું રાજ્ય મૃતપ્રાય કરવાના પ્રયત્ન કરતાં હતાં, એટલે આત્મરક્ષાને અર્થે તુર્ક લેકે જેની સહાય મળે તે સ્વીકારી લેતા હતા. દરમિઆન જર્મન સમ્રાટે પિતાની મહેચ્છાની સિદ્ધિને અર્થ સુલતાન જોડે મૈત્રીસંબંધ કેળવવા માંડશે. ઈ. સ. ૧૮૯૦ અને ઈ. સ. ૧૯૧૪નાં વર્ષોમાં એ સંબંધ યુપની આંખમાં આવે તે જાપે. પરિણામે જર્મન વેપારી પેઢીઓને તુર્કસ્તાનમાં ખાસ લાભ અને હક આપવામાં આવ્યા. એક પેઢીને એશિઆ માઈનરથી ઈરાની અખાત સુધી રેલવે બાંધવાને હક આપવામાં આવ્યું. પરંતુ એ રેલવે બંધાય તે જર્મને તૈગ્રીસ નદીના પ્રદેશમાં આવી પહોંચે, અને બ્રિટિશ તથા તેમની વચ્ચે હિતવિરોધ ઉત્પન્ન થાય એમ હતું. ઇ. સ. ૧૯૧૪ સુધી બગદાદ રેલવે પૂરી બંધાઈ ન રહી. પણ આશરે ૧,૨૦૦ માઈલ સુધી બંધાઈ ગઈ. બલિન–બગદાદ રેલવે પૂરી કર્યા પછી જર્મનીને શું હેતુ હોય, તે કેણ કહી શકે તેમ હતું ?.
ગ્રેટબ્રિટન અને જર્મની વચ્ચે ઉત્પન્ન થએલું વૈમનસ્ય દર્શાવનાર કેટલાક ઈતિહાસ પ્રસિદ્ધ પ્રસંગે અનુક્રમે વિચારવા જેવા છે; ફુગરને તાર, ૧૮૯૬; ટેસ્ટરની મુલાકાત, ૧૯૦૫; એસિરાસની પરિષ૬, ૧૯૦૬; અગાદીરને મામલે, ૧૯૧૨; ઈ. સ. ૧૯૧૪નું મહાયુદ્ધ.
ઈ. સ. ૧૮૯૬માં મૂર્ખ ૉકટર જેમ્સન પોતાનાં માણસે જેડે ટ્રાન્સવાલ પર આક્રમણ કરીને પરાજય પામ્યો, ત્યારે જર્મન સમ્રાટે ત્યાંના પ્રમુખ ફુગરને તાર કરી તેના વિજય માટે અભિનંદન આપ્યું. તે સાથે ભવિષ્યમાં પ્રસંગ પડે ત્યારે સંપૂર્ણ સહાય આપવાનું વચન આપ્યું. આ બનાવથી ગ્રેટબ્રિટનને જર્મની પ્રત્યે રોષ ઉપજે. અલબત, જેસનનું કાર્ય નિંદવા યોગ્ય અને હીણપત લગાડનારું હતું, પણ તેથી જર્મની કુગરને અભિનંદન આપે એ વાત ગ્રેટબ્રિટનથી ખમાઈ નહિ. સહાય આપવાનું જર્મનીનું વચન માત્ર નામનું રહ્યું; કેમકે ઈ. સ. ૧૮૯૮-૧૯૦૨માં ફાટી નીકળેલા બોઅર વિગ્રહમાં જર્મનીએ અને જાણવા જેવી સહાય કરી નહોતી.
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૪
ઇ. સ. ૧૯૦૪માં ફ્રાન્સે મારાકોમાં પગપેસારા કરવા માંડયા, એ વાત જર્મન સમ્રાટ્ન અણગમતી થઈ. ઇ. સ. ૧૯૦૫માં જર્મન સમ્રાટ્ અણુધાર્યા રેંજીર જઈ પહેાંચ્યા, અને ત્યાં તેણે મારાકોની સ્વતંત્રતા ઉપર ભાષણ કરી પડકાર કર્યા, કે મારાકોમાં જર્મનીના હિતનું રક્ષણ થવાની પણ જરૂર છે. ઈંગ્લેન્ડે ફ્રાન્સ જોડે સંધિ કરી ફ્રાન્સે મારાક્કોમાં કરેલું કામ મંજુર કર્યું હતું, એટલે જર્મન સમ્રાટ્ના શબ્દોથી એ બંને રાજ્યાને તેના પ્રત્યે વિરાધ ઉત્પન્ન થયા. મારાકોના પ્રશ્નના નિર્ણય આણુવા માટે ઇ, સ. ૧૯૦૬માં ગ્રેટબ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિઆ, ઈટલી, અને સ્પેનનાં રાજ્યાની પરિષદ્ જીબ્રાલ્ટર પાસે આવેલા એસિરાસ બંદરે મળી. તેમાં નિર્ણય થયા, કે મારેાક્કોના સુલતાનને સ્વતંત્ર રહેવા દેવા, તેણે સર્વ રાજ્યાના વ્યાપારી હિતને સરખું સંરક્ષણ આપવું, અને મારે કોના પ્રાંતા અખંડ રાખવા.
દરમિઆન દેશમાં ચાલતી અવ્યવસ્થા, લૂંટફાટ, અને ખૂનામરકીથી કંટાળીને ઇ. સ. ૧૯૧૧માં સુલતાને ફ્રાન્સનું રક્ષણ માગ્યું. ફ્રાન્સે સુલતાનને સહાય આપવાને નિર્ણય સર્વ રાજ્યાને જણાવી દીધા. હવે ફ્રેન્ચ પેાલીસથી મારાકોની પ્રજાનું રક્ષણ થવા લાગ્યું. એથી જર્મનીને પોતાના હિતમાં નુકસાન ભાસ્યું, એટલે મારાકોમાં વસતી જર્મન પ્રજાનું રક્ષણ કરવાને જર્મન સામ્રાટ્ સમર્થ છે, એ આશયથી અગાદીર બંદરે લડાયક હાજ મેકલવામાં આવ્યું. ઈંગ્લેન્ડે પડકાર કર્યાં, કે યુદ્ધને પ્રસંગ આવશે તેા ઈંગ્લેન્ડ શાંત બેસી ન રહેતાં ફ્રાન્સની પડખે લડશે. જર્મની થંભી ગયું; તેને યુદ્ધને જુસ્સા શમી ગયેા. પરંતુ પોતાનાં જળસ્થળસૈન્યેા વધારવા માટે તેણે અઢળક દ્રવ્ય વાપર્યું.
હવે સ્પષ્ટ હતું કે પ્રત્યક્ષ વિરાધ નહિ હોવા છતાં ફ્રાન્સ અને જર્મની એક બીજા પ્રત્યે દુશ્મનાવટ વધારતાં હતાં, અને ઈંગ્લેન્ડની સહાનુભૂતિ ફ્રાન્સ તરફ હતી. જર્મન સમ્રાટ્ન ઇચ્છાથી લાર્ડ હોલ્ડેન બર્લિન ગયેા, ઇ. સ. ૧૯૧૨. જર્મનીએ તેની મારફતે ઈંગ્લેન્ડ જોડે વિષ્ટિ ચલાવવા માંડી. જર્મનીને જબરૂં નૌકાસૈન્ય રાખવાની જરૂર નથી એમ કહી લાર્ડ હોલ્ડેને જણાવ્યું, કે ઈંગ્લેન્ડને જર્મનીના આશયેા પ્રત્યે શંકા રહ્યાં કરે છે. આના અદલામાં યુરેાપમાં મહાવિગ્રહના દાવાનળ ફાટી નીકળે, ત્યારે ઈંગ્લેન્ડ તટસ્થ
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૬૫
રહેવાનું વચન આપે, તે પિતાનું નૌકાસૈન્ય ઘટાડવાની સમ્રાટે તત્પરતા. દર્શાવી. પરંતુ ઈગ્લેન્ડે કોઈ પણ પ્રકારની બાંહેધરી આપવાની ના પાડી, અને વિષ્ટિ એટલેથી અધુરી રહી. જર્મનીમાં જોઈ લીધું કે ઈગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેનો સંબંધ તોડે તૂટે તેમ નથી.
મિત્રરાજ્યની ત્રિપુટીઃ ઈ. સ. ૧૯૦૪થી ઈગ્લેન્ડે ફ્રાન્સ જેડે ગાઢ સંબંધ બાંધી લીધો. ઇ. સ. ૧૯૦૪માં ફ્રાન્સ અને ગ્રેટબ્રિટને બે સંધિ કરી. એક સંધિમાં ફ્રાન્સે ઈંગ્લેન્ડનું મિસરમાં, અને ઈલેન્ડે ફાન્સનું મેરોક્કોમાં આધિપત્ય સ્વીકાર્યું. યુફેકટની બીજી સંધિથી ન્યૂફાઉન્ડલેન્ડના વાયવ્ય અને ઈશાન કેણમાં માછીમારનાં ઝુંપડાં અને કારખાનાં બાંધવાને મળેલ હક છોડી દેવાનું ફાન્સે સ્વીકાર્યું, અને તેના બદલામાં ગ્રેટબ્રિટને તેને પશ્ચિમ આફ્રિકામાં આવેલા ગેમ્બિઓમાં ઘેડ પ્રદેશ આપ્યો.
ત્રણ વર્ષ પછી ઈંગ્લેન્ડે રશિઆ સાથે સંધિ કરી ઈરાન, અફઘાનિસ્તાન અને ટિબેટના પ્રશ્નોનું નિરાકરણ કરી નાખ્યું. હવે બંને મહારાજ્યોએ એ દેશમાં ઉપરીપદ મેળવવાની કે રાજદ્વારી વગ વધારવાની સ્પર્ધા કરવાનું મૂકી દેવાનું કબૂલ કર્યું. આ પ્રમાણે ગ્રેટબ્રિટને રશિઆ જોડે મૈત્રી વધારવાની નીતિ સ્વીકારી. ફ્રાન્સ અને રશિઆને તે છેક ઇ. સ. ૧૮૯૬માં સંધિ થઈ હતી, એટલે હવે ત્રણે રાજ્યો એકબીજાનાં મિત્ર બન્યાં. જર્મની, ઑસ્ટ્રિઆઅને ઈટલીની મધ્ય યુરોપની ત્રિપુટી સામે આ બીજી ત્રિપુટી બંધાઈ. તેને વિચાર યુદ્ધ જગાડવાને નહિ, પણ યુદ્ધ ટાળવાને હતો. એ ત્રણમાંથી કઈ રાજ્ય અસહાય નહિ પણ એક બીજાની હૂમાં છે, એમ મહત્ત્વાકાંક્ષી જર્મનીને ઠસાવી યુરોપની સત્તાતુલા જાળવી રાખવાનો તેમનો ઉદ્દેશ હતો. પરંતુ દેવની ઈચ્છા જુદી હતી, અને યુદ્ધને દૈત્ય જાગી ઊઠયો હતા. ઈ. સ. ૧૯૧૧ની યુદ્ધ ટાળનારી શક્તિઓ ઈ. સ. ૧૯૧૪ના દાણ જંગને અટકાવી શકી નહિ, અને વિગ્રહની સર્વભક્ષી જવાળાઓ યુરોપને ઘેરી વળી.
Page #379
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩મું મહાવિગ્રહ અને વર્તમાન ઇતિહાસ
યુરોપના મહાવિગ્રહનાં પૂર્વ કારણે જર્મનીને ઉદયઃ ઈ. સ. ૧૮૬૦થી બિસ્માર્કના આધિપત્ય નીચે જર્મન મહારાજ્યને ઉદય થવા માંડ્યો. ત્યાર બાદ મુશિઆના ફેડરિકે મેરિઆ રિસા પાસેથી સાઈલીશિઆ પડાવી લઈ રાજ્યવિસ્તાર કર્યો. તેની દક્ષિણે આવેલાં નાનાં મોટાં સ્વતંત્ર સંસ્થાનોએ જેડે મળી એક નવો સંઘ રચ્યો, તેમાં ઑસ્ટ્રિઆનું પુરાતન સામ્રાજ્ય પ્રમુખપદે હતું. ૧લ્મા સૈકાના ઉત્તરાર્ધમાં પ્રિન્સ બિસ્માર્ક નામે ધૂર્ત મુત્સદ્દીએ મુશિઆના રાજ્યને સબળ બનાવી જર્મન સામ્રાજ્ય સ્થાપવાનું ભગીરથ પ્રયત્ન આદર્યો. તેણે એસ્ટ્રિઆ જડે સ્નેહ બાંધી તેની સહાયથી લેધીગ અને હોસ્ટેન નામના ડેનમાર્કના બે પ્રાંત જીતી લીધા. તેમાં મુશિઓએ ફ્લેશ્વીગ રાખી બીજે પ્રાંત પોતાના મિત્રને આ ખરે, પણ ઉત્તર જર્મનીમાં આિ પ્રબળ થઈ બેસે, એવી તેને ઈચ્છા ન હતી. ઈ. સ. ૧૮૬૬માં મુશિઆ અને ઐસ્ટિઆ વચ્ચે સાત
અઠવાડીનું યુદ્ધ થયું. તેમાં મુશિઆએ સ્ટ્રિઆને પરાભવ કરી યુરોપને દિમૂઢ બનાવી દીધું. તેણે તેને વર વગેરે પ્રદેશ જીતી લઈ મુશિઆના રાજ્યના છુટા પડી ગએલા ભાગોને સળંગ કરી દીધા. આ વિગ્રહમાં ઈટલીએ સુશિઆને સહાય આપી નિશિઆ મેળવી લીધું. સમગ્ર યુરેપ પર આ વિગ્રહની ભારે અસર થઈ. આખરે સ્ટ્રિઆ સંઘમાંથી ખસી ગયું, બેવેરિઆ અને સેકસની જેવાં સ્વતંત્ર રાજ્યના રાણુઓ મુશિઆની આણ માનવા તૈયાર થયા, અને બિસ્માર્ક મુશિઆના નેતૃત્વ નીચે ઉત્તર જર્મન સંસ્થાનોને સંધ સ્થાપો. એથી પ્રતિષ્ઠાહીન ઑસ્ટ્રિઆએ જર્મની પરની આગેવાનીને લેભ તજી દઈ યુરોપના અગ્નિ કોણમાં આવેલાં બાલ્કન રાજ્ય પર સત્તા મેળવવાની પેરવી શરૂ કરી. - મધ્ય યુરોપમાં સર્વોપરિ બનેલા મુશિઆને યુરોપનાં મહારાજ્યોમાં પિતાની ગણતરી કરાવવાના કેડ થયા. ફાન્સનો રાજા લઈ નેપોલિયન પ્રશિઆનો ઉત્કર્ષ સહી શકતો નહોતો, તેથી કઈ દિવસ તેની જોડે યુદ્ધ કરવું પડશે, એ તે પ્રપંચી બિસ્માર્ક ધાર હતો, એટલે તેને માટે તેણે જબરી તૈયારી કરી
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૬૭ રાખી. આમ સંખ્યા, શિક્ષણ, શસ્ત્ર, અને કવાયત એ સર્વમાં જર્મન સૈન્ય
સભ્ય કરતાં ચઢિઆતું હતું, એટલે બંને વચ્ચે યુદ્ધ થતાં જોતજોતામાં કેજોનો પરાભવ થયો, અને રાજા બંદીવાન થયું. વિજયી જર્મન સેનાએ પેરિસ હસ્તગત કર્યું. અને ફેન્ચોને અપમાનાસ્પદ સંધિ સિવાય બીજે ઉપાય ન રહ્યો. આભેંસ અને લેરેન પ્રાંત અને વીસ કરેડ યુદ્ધદંડ ફાન્સ પાસેથી લેવામાં આવ્યાં. જર્મનીમાં આનંદેત્સવ થઈ રહ્યો, અને રાષ્ટ્રીય ભાવનાની ‘ભરતી આવી. હવે દક્ષિણ સંસ્થાને સંઘમાં મળ્યાં, એટલે સંયુક્ત જર્મન રાજ્યની સ્થાપના થઈ, ઈ. સ. ૧૮૭૧.બિસ્માર્ક કૃતાર્થ થયો, અને પ્રશિઆના રાજા વિલિયમ ૧લાને સમ્રા તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યા. વજદંડ બિસ્માર્ક તેને મુખ્ય મંત્રી થયો. પ્રશિઆના વિજય સાથે તેની મહત્ત્વાકાંક્ષા વધી. જગતની મહાપ્રજાઓમાં ઉચું સ્થાન મેળવવાની મીઠી આશાએ જર્મનીએ ધીમે ધીમે દઢતાપૂર્વક બળવાન નૌકાસૈન્ય અને ઉમદા તાલીમ પામેલું શુરવીર લશ્કર તૈયાર કરવા માંડ્યું.
જર્મની, ઓસ્ટિઆ અને ઈટલીની ત્રિપુટી ડાન્યુબ નદીની પાર છુધી વિસ્તાર પામેલા તુર્કસ્તાનના રાજ્યમાંથી તારવી કાઢેલાં બાલ્કન રાજ્યોની
જા મુખ્યત્વે સ્લાવ જાતિની હતી. રશિઆ, પિલેન્ડ, અને બેહિમિઆના ઝેક પણ સ્લાવ જાતિના હતા. યુરેપના અમ્રિકેણમાં આવેલાં આ રાજ્યોએ
સ્ટ્રિઆ અને તુર્કસ્તાનના આમણથી બચવા માટે રશિઆના નેતૃત્વ નીચે સિંગઠન કર્યું. રશિઆને તુર્કસ્તાનને હરાવી ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચવું હતું,
એટલે ઈ. સ. ૧૮૭૮માં થએલા બાલ્કન વિગ્રહને લાભ લઈ તુર્કસ્તાન પર શિણે ચડાઈ કરી. ગ્રેટ બ્રિટનના પ્રયાસથી બર્લિનની પરિષદ્દમાં આિને બિસ્નિઆ અને હર્ઝેગોવિનિઆને વહીવટ ચલાવવાની સત્તા મળી. રશિઆ વિરુદ્ધ કાયમનું રક્ષણ પ્રાપ્ત કરવા ઑસ્ટ્રિઆએ જર્મની જોડે પૂર્વનું વેર વીસારી મૈત્રીસંબંધ બાં, ઈ. સ. ૧૮૭૯. જર્મનીને મધ્ય યુરેપનાં કઈ પણ બે રાજે જોડે મૈત્રી કરવી હતી, એટલે તેને રશિઆ કસ્તાં આિના સ્નેહભાવની વધારે જરૂર હતી. ઇ. સ. ૧૮૮૨માં ઈટલી જુને સ્નેહસંબંધ યાદ લાવી આ બે રાજ્યો જોડે ભળ્યું, એટલે મેધ્ય યુરેપમાં થએલી મિત્રત્રિપુટી ઇ. સ. ૧૯૧૪ પર્યત ચાલી. પરંતુ મહાવિગ્રહમાં ઈટલીએ જર્મનીને સહાય
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૮
કરી નહિ; કેમકે એ ત્રિપુટીમાંથી કાઈ પણ રાજ્ય પર બીજાનું આક્રમણ થાય, તાજ તે સહાય આપવા બંધાયું હતું. એથી ઉલટું તેણે તે આસ્ટ્રિ સામે વિગ્રહ માંડયા.
ચેટબ્રિટનના મિત્રો: આ પ્રમાણે જર્મની પેાતાની સત્તા દઢ કરતું હતું, તે દરમિઆન ગ્રેટબ્રિટન, ફ્રાન્સ, અને રશિઆ પેાતાના માર્ગમાં સાવધ રહેતાં હતાં. ઇ. સ. ૧૮૮૨માં ગ્રેટબ્રિટને સુદાનની વ્યવસ્થા કરવા માંડી, એટલે ફ્રાન્સને તેના પ્રત્યે અદેખાઈ થઈ. ગ્રેટબ્રિટન અફધાનિસ્તાન અને બાલ્કન રાજ્યામાં પણ રશિઅન નીતિને સંશયદૃષ્ટિએ જોતું હતું, એટલે તે ફ્રાન્સ અને રશિઆથી તટસ્થ થવા લાગ્યું. પરંતુ વીસમી સદીના આરંભમાં આ ઉભય રાયા જોડે તેણે સ્નેહભાવ કેળવવા માંડયેા. જર્મનીના વિલિયમ ૧લે મૃત્યુ પામતાં તેને પૌત્ર ખીજો વિલિયમ ગાદીએ આવ્યા. આ મહત્ત્વાકાંક્ષી તરુણ શહેનશાહે આસ્ટ્રિઆની સાથે રશિઆ જોડે મૈત્રી રાખવાની બિસ્માર્કની જીની નીતિ તજી દીધી, અને સંસ્થાના તથા વેપારની વૃદ્ધિ કરનારી જોસદાર નીતિ સ્વીકારી. તેણે આસ્ટ્રિઆની બાલ્કન રાજ્યે પ્રત્યેની નીતિને પ્રાત્સાહન આપી રશિઆ જોડે વેર ઉભું કર્યુ. બિસ્માર્કની કુનેહ દૂર થતાં જર્મનીએ પેાતાના લાખંડી પો ફેરવવા માંડયેા, એટલે યુરેાપનાં અનેક રાજ્યે આત્મરક્ષણ માટે વ્યગ્રતાપૂર્વક મિત્રોની શેાધ કરવા લાગ્યાં.
'
ફ્રાન્સ હજુ જર્મનીએ આપેલા પરાભવનું વેર લેવાની વૃત્તિ તજી શકયું ન હતું. તેણે જર્મનીને જળસ્થળસૈન્યાની વૃદ્ધિ કરતું જોઈ અસહાય દશામાંથી અચવા માટે રશિઆ જોડે દેસ્તી બાંધી, ઇ. સ. ૧૮૯૦, ઈંગ્લેન્ડે ઇ. સ. ૧૯૦૨માં નવા ઉદય પામેલા જાપાન સાથે સંધિ કરી. બે વર્ષ પછી મિસર સંબંધી જુના વિરાધનું સમાધાન કરી ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ મૈત્રીનાં બંધને બંધાયાં. ફ્રાન્સ જોડે વિગ્રહ કરવા તૈયાર થઈ રહેલું જર્મની ઈંગ્લેન્ડના ભયથી પાછું પડયું. આવા ત્રણ પ્રસંગેા સ્મરણીય છે.
ઇ. સ. ૧૯૦૪માં રશિઆ અને જાપાન વચ્ચે ધેાર સંગ્રામ થયા. તેમાં મા આર્ચર નામે રશિઆનું લશ્કરી મથક જાપાનને હાથ પડયું, અને જળયુદ્ધમાં રશિઆનું નૌકાસૈન્ય ચૂર્ણવિચૂણૅ થઈ ગયું. હવે રશિઆથી ઈંગ્લેન્ડને ભીતિ રાખવાનું કારણ ન રહ્યું, ફ્રાન્સના તાબાના મારાકોના પ્રશ્નમાં જર્મનીએ
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૬૯ વિરોધ ઉઠાવવાથી મળેલી આંતર રાષ્ટ્રીય પરિષદ્દમાં ઈંગ્લેન્ડે ફાન્સને પક્ષ ખેંચ્યો, એટલે જર્મનીએ વાત જતી તે કરી, પણ હવે રશિઆની દસ્તી મેળવવાની તેને વધારે જરૂર ઉભી થઈ અફઘાનિસ્તાન, ટિબેટ, અને ઈરાનના પ્રશ્નો વિષે સંતોષકારક સમાધાન આણી ઇ. સ. ૧૯૦૭માં બ્રિટને રશિઆ જોડે તહનામું કર્યું. પરિણામે ઈ. સ. ૧૯૦૭થી (૧) ફ્રાન્સ, રશિઆ, અને ઈંગ્લેન્ડ, તથા (૨) જર્મની, ઈટલી, અને ઍક્ટ્રિઆ, એમ યુરોપમાં બે ત્રિપુટીઓ બની. સામુદ્રિક સત્તા, વેપાર અને સંસ્થાને સંબંધી પ્રથમ પદ મેળવવાની કૈસરની અભિલાષાઓ સફળ કરવા માટે જર્મનીનું નૌકાસૈન્ય તડામાર વધવા લાગ્યું, એટલે બ્રિટનની જોડે તેને સ્પર્ધા થવા લાગી. છતાં બન્ને દેશો વચ્ચે પ્રકટ વૈરભાવ થયો નહિ, તેનું કારણ એ કે શાંતિપ્રિય એડવર્ડ કૈસરને મામે થતો હતો, અને તેનામાં મુત્સદ્દીગીરી હતી.
ઈ. સ. ૧૯૦૯હ્માં જર્મનીને યુરોપમાં ઉપરીપદ મેળવવાને બીજે પ્રસંગ મળ્યો. તુર્કસ્તાનમાં પાશ્ચાત્ય શિક્ષણથી સંસ્કૃત થએલા ‘તરુણ તુક નામના પક્ષે જુના જુલમી સુલતાનને પદગ્રુત કરી નિયંત્રિત રાજ્યવ્યવસ્થા દાખલ કરી. આ રાજ્યક્રાન્તિને લાભ લઈ ઑસ્ટ્રિઆએ પોતાના કાબુ નીચેના બે પ્રાંતે ખાલસા કરી સર્વિઆને રોષ વહોરી લીધે; કેમકે હગવિનિઆ અને બોસ્નિઆ તે સવિંચન રાજ્યના પ્રાંતિ હતા, અને ભવિષ્યમાં તે પાછા મેળવવાની તેને આશા હતી. જાપાને કરેલા મર્મપ્રહારથી રશિઆની શક્તિ એટલી ક્ષીણ થઈ ગઈ, કે પિતાના સ્લાવ મિત્રને થતા અન્યાય તેને જઈ રહેવાને વારે આવ્યો. જર્મનીએ ઑસ્ટ્રિઆ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી બેસી ન રહેતાં પાશ્ચાત્ય સંસ્કૃતિ, લેકસત્તા, અને સ્વાતંત્ર્યનાં તત્તને તુર્કસ્તાનમાં પસાર કરવાની તરુણ તુર્કોની અભિલાષાને અનુમોદન આપી તુર્ક સૈન્યને તાલીમ આપવા માંડી, અને રાજ્યવ્યવસ્થામાં સહાય કરવા માંડી. તેણે બર્લિનથી કોન્સ્ટન્ટિનોપલ પર્યત સળંગ આગગાડી કાઢી બગદાદ સુધી લઈ જવાને મનસુબે કર્યો. રશિઆના ભયથી પૂર્વે ઈલેન્ડે તુર્કસ્તાનને સહાય કરી હતી, તેવી રીતે હવે પિતાની મહત્વાકાંક્ષાની તૃપ્તિ અર્થ જર્મનીએ કરવા માંડી. બાલ્કન રાજ્યમાં પિતાને હાથ રહે, અને પશ્ચિમ એશિઅમાં જર્મન પ્રતિષ્ઠા જામે એવા કૈસરના મારથ હતા. .
Page #383
--------------------------------------------------------------------------
________________
જર્મન મહારાજ્યના ઉદ્યકાળથી વ્યાપાર, ઉદ્યોગ, અને શિક્ષણની ખૂબ વૃદ્ધિ થઈ, એટલે તેને સામુદ્રિક સત્તા મેળવવાના લેાલ થયા. ઇ. સ. ૧૮૯૫માં ઝીલની નહેર તૈયાર થતાં બાલ્ટિક અને ઉત્તર સમુદ્રો જોડાઈ ગયા. તે પછી જર્મનીએ લડાયક મનવારે। અને સૈન્યની સંખ્યા વધારવા માંડી. આથી પરરાજ્યામાં તેની ધાક બેસવા માંડી, અને ઈંગ્લેન્ડ જોડે સ્પર્ધા જામવા લાગી. ઇ. સ. ૧૯૧૨માં મારાકોના સુલતાને ફ્રાન્સના વર્ચસ્વથી કંટાળી તેની વિરુદ્ધ ખટપટ કરવા માંડી. આ તકરારને લાભ લઈ જર્મનીએ અગાદીર બંદરે પેન્થર નામે લડાયક જહાજ માકલી આપ્યું: પણ ઈંગ્લેન્ડે પડકાર કર્યાં, કે તે ફ્રાન્સના પક્ષ લેનાર છે. આથી જર્મની પાછું યું, અને ફ્રાન્સ તથા ઈંગ્લેન્ડની મૈત્રી વધુ દૃઢ બની. પરંતુ જર્મનીમાં ઈંગ્લેન્ડ પ્રત્યે દ્વેષ વધ્યા. મહાવિદ્મહના ભણકારાઃ તુર્કસ્તાનની નવી રાજ્યઘટનાથી ખ્રિસ્તી ઉપરના જુલમ ઘટયે નહેાતા. મેસિડેાનિઆના ખ્રિસ્તીએએ ગેરઅમલથી
વિઍના
આદુ. આ
બુડાપેસ્ટ
બોની
સ્ટ્રિ
ઈટાલી
***
હંગરી
花
બેંગ
િ
ગ્રીમ
લૂટેર
બલગે૪ આ
સર
390
ne 0* 1 72
SITRON
ભમ
યુરોપનાં બાલ્કન રાખ્યો ૧૯૪
રસ્તાન પ્રેમસનિનોપલ
આયોવ
N
Frost Nice
ાળો સત્રુ દ્ર
શી
એશ આ માઈ નો ર
યુરોપનાં માકન રાજ્યા: ઈ. સ. ૧૯૧૪
45
GO.B.D
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૭ ત્રાસીને તુર્કો વિરુદ્ધ બંડ ઉઠાવ્યું, એટલે પ્રસંગને લાભ લઈને ઈટલીએ આફ્રિકામાં આવેલ તુર્ક અધિકાર નીચે ટ્રિપલી પ્રાંત જીતી લીધે, ઇ. સ. ૧૯૧૧. આ જોઈ પૂર્તિમાં આવેલાં ગ્રીસ, બબ્બેરિઆ, સર્વિસ, મેન્ટીની આદિએ બાલ્કન સંઘ” સ્થાપી તુક સત્તાને ફટકે મારવાની તૈયારી કરી, ઈ. સ. ૧૯૧૨. તેમણે તેને ઘણેખરે મુલક કબજે કર્યો, પણ ઘેડ સમયમાં એ રાજમાં પરસ્પર દ્વેષ ઉત્પન્ન થયા. એવામાં સર્વિઆ અને ગ્રીસે બબ્બેરિઆ વિરુદ્ધ યુદ્ધ પિકાર્યું, એટલે બીજે બાલ્કન વિગ્રહ શરૂ થયે. પાછળથી રૂમાનિઆ ગ્રીસ જોડે ભળ્યું. આ અવ્યવસ્થાને લાભ લઈ તુર્કોએ એડ્રિનો પલ અને પૂર્વ પ્રેસ પાછાં મેળવ્યાં. આખરે લંડનમાં મુખ્ય રાજ્યની પરિષદ્ ભરાઈ એટલે બાલ્કન વિગ્રહ પૂરો થયો. સવિઆને આરિઆટિક પરનાં બંદરે અને આબેનિઆ જોઈતાં હતાં, પણ તે વાત ઍક્ટ્રિઆને ચતી ન હતી; કેમકે એ સ્લાવ રાજ્ય સમૃદ્ધ થાય, તે પિતાના રાજ્યના કેટલાક પ્રાંતોમાં વસતા સ્વાવોની મહત્ત્વાકાંક્ષા જાગૃત થાય, અને તે સર્વ સંગઠિત થઈ નવીન સ્વતંત્ર રાજ્ય નિર્માણ કરી બેસે, એવો તેને ભય હતે. આથી સવિઆને આફ્રિઆટિકમાં બંદર ન મળે, એવી ખટપટ કરવા માંડી, અને આબેનિઆને સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકાર્યું. ઑસ્ટ્રિઆનું વર્તન સર્વિને શલ્ય સમું ખૂછ્યું, અને રશિઆને સ્લાવ રાજ્યને થએલા મર્મપ્રહારથી ઑસ્ટ્રિઆ પ્રત્યે રોષ ઉપજ્યો.
વીસમી સદીના આરંભમાં યુરોપમાં અનેક વિકટ પ્રશ્નો ઉભા થયા, અને રાજ્યમાં પરસ્પર દ્વેષ વધ્યો. સ્વાભાવિક રીતે રશિઆને તુર્કસ્તાનને નાશ કરવામાં જર્મનીનું નડતર હતું, ફાન્સને આલ્સાસ, લેરેન પાછાં પ્રાપ્ત કરી જુનું વેર લેવું હતું, ઈટલીને ટ્રિએસ્ટ લેવામાં ઑસ્ટ્રિઆ વિનરૂપ હતું, જર્મનીને યુરેપમાં નેતૃત્વપદ અને સામ્રાજ્યસત્તાનાં સ્વમાં આવતાં હતાં, અને ઈંગ્લેન્ડને સામુદ્રિક વર્ચસ્વ ટકાવી રાખવું હતું. તુર્કસ્તાન અને ઑસ્ટ્રિનાં રાજ્યમાં રહેતા અનેક જાતિ અને ધર્મના લેકે સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની ઈચ્છા રાખતા હતા. જર્મનીની સામ્રાજ્યતૃષ્ણને લીધે ફ્રાન્સ, રશિઆ, અને ઈંગ્લેન્ડ જોડે તેને અણબનાવ થાય એ સ્વાભાવિક હતું. આથી મુખ્ય રાજ્યોએ પ્રબળ બનવાની આશાએ જળસ્થળસૈન્ય પાછળ કાંકરાની પેઠે
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૭૨
પૈસા વેરવા માંડયા. આ રાજ્યોએ પોતાના મહત્ત્વના ટંટાને નિકાલ શસ્ત્રની સહાયથી આણવાનું ધાર્યું હોય, ત્યાં હેગનું આંતર રાષ્ટ્રીય ન્યાયમંદિર શું કરી શકે? યુરોપ દારૂ ભરેલી સુરંગ જેવી સ્થિતિમાં હત; ભડાકો થવા માટે માત્ર. અગ્નિકણની જરૂર હતી. | મહાવિગ્રહને પ્રારંભ ઈ. સ. ૧૯૧૪ના જુન માસની ૨૮મી તારીખે ઑસ્ટ્રિઆને યુવરાજનું બોસ્નિઆના સારાજે શહેરમાં ખૂન થયું. આ હત્યા જેડે સવિઆની સરકારને ગુપ્ત સંબંધ છે, એ ઍક્ટ્રિઆને સંશય આવતાં તેણે સવિઆને પત્ર લખી ચાર દિવસમાં સંતોષકારક ઉત્તર માગ્યો. ખૂનીઓને પકડી તેમને શિક્ષા આપવાની ઑસ્ટ્રિઆની માગણી ગમે તેટલી ન્યાય હોય, પણ એ સ્વીકારવાથી સર્વિઆને પિતાનું સ્વાતંત્ર્ય હરાઈ જતું લાગ્યું. પરિણામે કરાવેલે સમયે ઉત્તર ન આવ્યું, એટલે જર્મનીની સહાયની ખાતરી કરીને ઓસ્ટ્રિઆએ સર્વિઆ વિરુદ્ધ યુદ્ધ પિોકાર્યું. પરંતુ બાલ્કન રાજ્યમાં સ્ટ્રિઆની નીતિ પ્રત્યે રોષની દૃષ્ટિ રાખનાર રશિઆએ પિતાના સ્વાવબંધુ સર્વિઆને સહાય આપવાની તત્પરતા દર્શાવી સૈન્યનો જમાવ કરવા માંડે. આથી જર્મનીએ રશિઆના આ કૃત્ય પ્રત્યે વિરોધ દર્શાવ્યો, પણ રશિઆ તેને ગણકારે તેમ ક્યાં હતું ? હવે જર્મનીએ રશિઆ વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. ફ્રાન્સ રશિઆનું મિત્ર હતું, એટલે ભાઈબંધની ભીડમાં તેણે રશિઆની કુમકે ચડવા શસ્ત્ર સજ્યાં, ૨જી ઓગસ્ટ. પરંતુ ફાન્સ સજજ થાય તે પહેલાં તેને પરાભવ કરવો, અને પછી રશિઆની ખબર લઈ યુદ્ધને સત્વર અંત આણી દે, એ ઠરાવ કરી જર્મનીએ ફાન્સ ઉપર આક્રમણ કર્યું. ઈ. સ. ૧૮૭૧ના યુદ્ધમાં જર્મનીએ પૂર્વ દિશાએથી ચડાઈ કરી હતી, એટલે ત્યાર પછી ફાસે ત્યાં કિલ્લા બાંધી તે દિશા સુરક્ષિત કરી હતી. આ સમયે જર્મનીએ ઈશાન કોણથી બેજીયમમાં થઈને જવાને નિશ્ચય કર્યો. જર્મનીના આ કૃત્યને બેયમે સંમતિ આપવાની સ્પષ્ટ ના પાડી, છતાં જર્મનીએ પોતાનું સૈન્ય ત્યાંથી ચલાવ્યું. બેજીયમને કિનારે ઈગ્લેન્ડની નિકટ હોવાથી આત્મરક્ષણની વૃત્તિથી પ્રેરાઈને ઈ. સ. ૧૮૩૧માં યુરોપનાં મુખ્ય રાષ્ટ્રો પાસે તેણે કબુલાત લેવરાવી હતી, કે તે દેશ તટસ્થ રહે ત્યાં સુધી કઈ પણ રાજ્ય તેમાં યુદ્ધસામગ્રી લઈ જવી નહિ, કે યુદ્ધવેળા
Page #386
--------------------------------------------------------------------------
________________
3.93
પક્ષકારાએ તેમાં પ્રવેશ કરવા નહિ. જર્મનીએ આ તહનામાને “કાગળનું ચીથ” કહીને તિરસ્કારી નાખ્યું. જો કે આસ્ટ્રિ અને સર્વિઆના ટંટાના નિર્ણય હેગની ન્યાયસભા પાસે કરાવવાની સૂચના ઈંગ્લેન્ડના પરરાજ્ય ખાતાના પ્રધાન સર એડવર્ડ ગ્રેએ કરી હતી, પણ તે સ્વીકારવામાં આવી ન હતી. તેમાં વળી જર્મનીએ એલ્જીયમની તટસ્થતાનેા તિરસ્કારપૂર્વક ભંગ કયેર્યાં, એટલે તેા તે નાના રાજ્યના સંરક્ષણને અર્થે ઈંગ્લેન્ડ જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું, ૪થી ઓગસ્ટ ૧૯૧૪. પાર્લમેન્ટે યુદ્ધને યશસ્વી અંત લાવવા માટી રકમ મંજુર કરી. લાર્ડ કિચનરને યુદ્ધખાતાને સેક્રેટરી નીમવામાં આવ્યા, અને જેલિકા નામે નૌસેનાની પર નૌકાસૈન્યની વ્યવસ્થાના ખાજો નાખવામાં આવ્યે.
આ પ્રમાણે જર્મની અને આસ્ટ્રિમનાં રાજ્યોને પરાભવ કરવા માટે સર્વિ, રશિઆ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, બેલ્જીયમ વગેરે રાજ્યા ઉદ્યુક્ત થયાં. પાછળથી બંને પક્ષમાં તુર્કસ્તાન, અમેરિકા, ઈટલી, બલ્ગેરિઆ, અને ન્નપાન ભળતાં જગતભરમાં આ દારુણ રણસંગ્રામને દાવાનળ પ્રજળી ઊઠયા. રિણામે જ્યાં જ્યાં શત્રુમિત્રાને ભેટા થયા, ત્યાં ત્યાં યુદ્ધ થવા લાગ્યાં. ફ્રાન્સની ઉત્તર સીમા પાસે જર્મને સામે અંગ્રેજ અને ફ્રેન્ચ સૈન્યે લડતાં હતાં, રશિઆની પશ્ચિમ સરહદ ઉપર જર્મન વિરુદ્ધ રશિઅનેાને જંગ મચ્યા હતા, આસ્ટ્રિની દક્ષિણ અને પૂર્વ સીમાએ સર્વિઆ અને ઈટલીનાં સૈન્યેા આસ્ટ્રિઅન સિપાઈ ઓ જોડે ઝપાઝપી ચલાવી રહ્યાં હતાં, અને મેસોપોટેમિઆ, મિસર, તથા ડાર્ડેનલ્સમાં અંગ્રેજ અને તુર્ક સૈન્યને ભેટા થયા કરતે હતો. ઉત્તર સમુદ્રમાં અંગ્રેજ અને જર્મન નૌકાસૈન્ય વચ્ચે ચકમક ઝરી રહી હતી, અને દક્ષિણ આફ્રિકામાં આવેલાં જર્મન સંસ્થાને કબજે કરી લેવા માટે અંગ્રેજ અને હિંદી સૈન્યા પ્રયત્ન કરતાં હતાં.
પશ્ચિમ રણાંગણ: લીજ, નામૂર અને એન્ટપર્વ ઇત્યાદિ કિલ્લા સર કરતી જંગી જર્મન સેના ફ્રાન્સ તરફ જળધોધની પેઠે ધપવા લાગી. મેાન્સ પાસે અંગ્રેજ અને ફ્રેન્ચ સેનાઓને પરાભવ કરી તેણે સમગ્ર એલ્જીયમને હસ્તગત કરી લીધું. વિજયાનંદમાં મસ્ત થએલા જર્મને પેરિસથી પચાસ માઈલ દૂર આવી પહોંચ્યા, એટલે ફ્રેન્ચ સરકાર ભય પામીને પેરિસ એડી ખાડૅ બંદરમાં ભરાઈ. પરંતુ પ્રસિદ્ધિ પામેલા અનેક હિંદી વીરાના પરાક્રમથી
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭૪
માર્ગ નદીના યુદ્ધમાં જર્મન સૈન્ય હાર્યું, પાછું હઠયું, અને એન નદીની આસપાસના પ્રદેશમાં ખાહીબંધી કરી ત્યાં પડાવ નાખી ઉભું રહ્યું. અંગ્રેજકેરા સૈન્યએ પણ ત્યાંજ પડાવ નાખ્યો, અને ઉત્તર સમુદ્રથી સ્વિટ્ઝર્લેન્ડની સરહદ સુધી ખાહીઓની જાળ પ્રસરી રહી. યુદ્ધના અંત સુધી ત્યાં આવી સ્થિતિ ચાલુ રહી. શત્રુની કમતાકાત કે ગફલતને લાભ લઈ આ જંગી ફોજે તોપખાનું ચલાવતી, હલ્લા કરતી, અને લાખો મનુષ્યને સંહાર કરતી. આવા કેટલાક હુમલા પ્રસિદ્ધ છે; એમ પાસે જર્મનેએ કરેલે અંગ્રેજો પર હુમલે, એપ્રિલ-મે, ૧૯૧૫; ફેન્ચ પર કરેલે વન પાસેને હલે, ફેબ્રુઆરિ–એપ્રિલ, ૧૯૧૬, મિત્રરાએ શત્રુ–સૈન્ય જોડે કરેલું સમ નદીના કિનારાનું યુદ્ધ, મે, ૧૯૧૮. આવાં આક્રમણોમાં થોડે મુલક કબજે થાય, પણ તેમ કરતાં અતિશય પ્રાણહાનિ અને ખર્ચ થાય, અને યુદ્ધને અંત આવવાનો રંગ દેખાય નહિ, એવી પરિસ્થિતિ ચાલ્યા કરતી હતી.
શિઅન રણગણુઃ આ તરફ જબરું રશિઅન સૈન્ય પૂર્વ મુશિઆ પર અને બીજું સૈન્ય ઔસ્ટિઆ તરફ ચડી ચૂક્યું. હાં હાં કહેવામાં બલિન પડશે એમ તકે ઊઠવા લાગ્યા, પણ અનુભવી અને કાબેલ જર્મન સેનાપતિ હિન્ડબર્ગ અસાધારણ ચાતુરીથી ટેનબર્ગના યુદ્ધમાં રશિઅન સૈન્યને દાંતમાં તરણ લેવડાવ્યાં, અને તેને પાછું હઠાવ્યું. ત્યાર પછી તેણે રશિઆમાં આવેલા લિથુનિઆ અને બાટિક પ્રાંત પર્યત પિતાનું સૈન્ય પહોંચાડી દીધું. ઑસ્ટ્રિઆએ સર્વિઆનાં સંસ્થાનનો કબજે લેવાના વ્યર્થ પ્રયત્ન કર્યા, એટલામાં રશિઅન સૈન્ય હંગરી ઉપર ધસી આવ્યું. ઐસ્ટ્રિઆને પાછું હતું જોઈ મેકેન્સનની સરદારી નીચે જર્મન સૈન્ય મદદે આવી પહોંચ્યું, એટલે યુદ્ધને રંગ પલટાઈ ગયો. રશિઅન સૈન્ય હાર્યું. પાછું હઠયું. અને મેકેન્સને પિલેન્ડ પર આક્રમણ કર્યું. હવે ઉત્તરેથી હિન્ડલ્બર્ગ અને દક્ષિણેથી મેકેન્સને જેસભેર ધસારા કરવા માંડયા, અને પિલેન્ડની રાજધાની વૈર્સે કબજે કરવામાં આવી, ઇ. સ. ૧૯૧૫. ઈ. સ. ૧૯૧૬માં રૂમાનિઆ મિત્રરાજ્યો જોડે ભળ્યું, પણ જર્મન ધસારા સામે ટકી રહેવાની તેનામાં શક્તિ ન હતી. સમગ્ર રૂમાનિઆ ઉપર જર્મન સૈન્ય ફરી વળ્યાં. રશિઆએ પણ શત્રુઓની સામે થવાને પ્રયત્ન કરી જો. સૈનિકની મોટી સંખ્યા છતાં યુદ્ધસામગ્રીની
Page #388
--------------------------------------------------------------------------
________________
ન્યૂનતાને લીધે રશિઆને પરાભવ , પણ તેને અપયશ પ્રાએ અપ્રિય થઈ પડેલા શહેનશાહ (ઝાર) નિકલાસ બીજાને શિરે ઢો. રશિઆમાં રાજ્યક્રાન્તિ થઈ અને ઝારને પદભ્રષ્ટ કરી ઠાર કરવામાં આવ્ય, માર્ગ ૧૯૧૭. રશિઆમાં બંધારણ વગરનું અર્થાત્ અવ્યવસ્થાનું સામ્રાજ્ય વ્યાપ્યું. તેના વિશાળ સામ્રાજ્યના પાયા ડગમગવા લાગ્યા. અંતે બેલ્સેવિક' નામથી પ્રસિદ્ધ અને માથાના ફરેલા ક્રાન્તિકારક કામદારોના હાથમાં સત્તા આવી. આવી આંતર અવ્યવસ્થાના સમયમાં શત્રુઓ જોડે યુદ્ધ કરવાનું અશકય હેવાથી રશિઆએ જર્મની અને ઐસ્ટ્રિઆ જોડે સંધિ કરી, ૩જી માર્ચ, ૧૯૧૮. જર્મનીએ પૂર્વ રણાંગણમાંથી મુક્ત થએલા સૈન્યને પશ્ચિમ સરહદ ઉપર મોકલી દીધું.
મેસોપોટેમિઆ અને ગેલીલી: અનેક કારણથી તુર્કસ્તાન ઈગ્લેન્ડથી નારાજ થયું હતું. બાલ્કન યુદ્ધમાં જર્મનીએ આપેલી સહાયનું અણુ અદા કરવા તેણે જર્મનીને પક્ષ લીધે, ઇ. સ. ૧૯૧૪. આથી ઈલેન્ડને સુએઝની નહેર સુરક્ષિત રાખવાની ચિંતા થઈ. તેણે મિસર ઉપરથી તુર્ક અધિરાજ્યને દો ઉઠાવી લઈ તે દેશને પિતાનું “સંરક્ષિત રાજ્યમાં જાહેર કર્યું. તુર્કસ્તાન પ્રત્યે વલણ ધરાવનારા દિવને પદભ્રષ્ટ કરી રાજકુટુંબના બીજા પુરુષને ગાદી આપવામાં આવી. આમ ડાર્ડનલ્સની સામુદ્રધુનિ કબજે કરી તુર્કસ્તાનનું નાકું કબજે રાખવાનો મિત્રરાએ ઠરાવ કર્યો, અને અંગ્રેજ નૌકાસૈન્ય પિતાનું વર્ચસ્વ સ્થાપવાને આરંભ કર્યો, ઈ. સ. ૧૯૧૫. આખરે મિત્રરાનું સૈન્ય ગેલીલી દ્વીપકલ્પમાં ઉતર્યું. પરંતુ બલ્બરિઆ, ગ્રીસ અને જર્મનીએ તુર્કસ્તાનને સહાય પહોંચાડી, એટલે આઠ માસના આ યુદ્ધમાં મિત્રરાજ્યનાં સૈન્યનું કશું વળ્યું નહિ; ઉલટી અસંખ્ય માણસની પ્રાણહાનિ થઈ. અને એ સામુદ્રધુનિ લેવાના પ્રયત્નો તજી દેવા પડ્યા. પછી આ સૈન્ય સેલેનિકામાં જઈ રહ્યાં.
દરમિઆન તુર્ક સામ્રાજ્યના મેસોપોટેમિઆ પ્રાંત ઉપર અંગ્રેજોએ આક્રમણ કર્યું, નવેમ્બર, ૧૯૧૫. બસરા બંદરે હિંદનું સૈન્ય ઉતરીને મેસેપેટેમિઆ જવા ઉપડયું, અને આ ભડવીરે બગદાદ હમણાં લઈ લેશે એમ લાગ્યું; પણ કુત-અલ–અમારામાં આ સૈન્યને તુર્કોએ ઘેરી લીધું, અને
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭
સેનાપતિ ટાઉનશેન્ડને શરણ થવાની ફરજ પડી, ઇ. સ. ૧૯૧૭, ગેલીપેોલી અને મેસે પેટેમિઆમાં પરાભવ પામેલાં મિત્રરાજ્ગ્યાના લશ્કરી તારદારને પારેા આમ નીચે ઉતર્યાં.
સામુદ્રિક યુદ્ધઃ મહાયુદ્ધના આરંભમાં જાપાને ઈંગ્લેન્ડને પક્ષ લઈ કિઆઉચાઉ નામે જર્મન થાણું કબજે કર્યું. એમના નામે જર્મન હાજે હિંદના કિનારા પર ગોળીબાર કર્યાં, પણ આસ્ટ્રેલિઆની સિડની આરમારે તેને નાશ કર્યા. આ તરફ અંગ્રેજ નૌકાસૈન્યની જાગૃતિને લીધે જર્મન કાલે નિરુપયેાગી થઈ પડયા, અને જર્મનીના પરદેશ જોડે વેપાર બંધ પડયા. જર્મનીએ પણ ઈંગ્લેન્ડને હંફાવવા માટે ઉત્તર સમુદ્ર અને અંગ્રેજી ખાડીમાં સુરંગો પાથરી, અને જળડૂખી નૌકા (Submarine) વડે વહાણો ડુબાવવા ઉપરાંત વિમાનમાંથી ગેાળા ફેંકી શહેરાના નાશ કરવા માંડયા. એથી લેાકેામાં ત્રાસ વર્યાં, પુષ્કળ પ્રાણહાનિ થઈ, અને માલમતાનું નુકસાન થયું. પરંતુ સામુદ્રિક વર્ચસ્વની સ્પર્ધાના નિર્ણય જટલેન્ડ પાસેના જબરા યુદ્ધમાં થયે. જર્મન નૌકાસૈન્ય પાછું હઠયું, અને કાઈ પક્ષને નિશ્રિત જય થયા નહિ, છતાં ઈંગ્લેન્ડ પર સવારી કરવાની અને સામુદ્રિક શ્રેષ્ઠતા મેળવવાની જર્મન મહ
ત્ત્વાકાંક્ષાને અંત આવ્યા. હવે જર્મનીને સંસ્થાને જોડેને સંબંધ તૂટી જવાથી તેના શત્રુઓને અનુકૂળતા મળી. પરિણામે કિઆઉચાઉ જાપાનને હાથ પડયું, પેસિફિકનાં સંસ્થાના આસ્ટ્રેલિઆ અને ન્યૂ ઝીલેન્ડે લીધાં, આફ્રિકાનાં સંસ્થાને મિત્રરાજ્યાએ હસ્તગત કર્યા, અને પૂર્વ આફ્રિકાનાં જર્મન સંસ્થાને હિંદી અને દક્ષિણ આફ્રિકાનાં સૈન્યે મળી જીતી લીધાં.
ઇટલી અને ગ્રીસ: યુદ્ધના આરંભમાં ઇટલી તટસ્થ રહ્યું હતું, છતાં સ્ટ્રિઅન હુકુમતનાં ઈટાલિયન વસ્તીવાળાં ટ્રેન્ટ અને ટ્રિએસ્ટ શહેરા લેવા માટે આસ્ટ્રિના સૈન્યને રાકી રાખવા જેટલી સેવા કરી. ઇ. સ. ૧૯૧૭માં જર્મન સૈન્યની સહાયથી આસ્ટ્રિઆએ ઇટલીને હરાવ્યું, પણ એંગ્લો-ફ્રેન્ચ સૈન્ય આવી પહેાંચવાથી શત્રુઓનાં સૈન્યા પાછાં ફર્યાં.
ગ્રીસ પ્રથમ તટસ્થ રહ્યું, પણ પછી સેલેાનિકામાં મિત્રરાજ્યનું સૈન્ય ઉતર્યું. એથી સર્વિંઆને આસ્ટિઆથી છેડાવવામાં મિત્રરાજ્યે ગ્રીસની સહાયની અપેક્ષા રાખવા લાગ્યાં. રાજા કોન્સ્ટેન્ટાઈન જર્મનીને સહાય આપવા
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૦૭
ઉત્સુક હતા, અને પ્રધાન વેનિઝેલાસ મિત્રરાજ્યાના પક્ષમાં હતા. આખરે રાજા પદભ્રષ્ટ થયે, અને ગ્રીક સૈન્ય સેલેનિકમાં પડેલા સૈન્યને જઈ મળ્યું. પરંતુ આ સૈન્યાનું આસ્ટ્રિઅન અને મલ્ગેરિઅન સૈન્યો આગળ કશું ચાલ્યું નહિ.
ઇંગ્લેન્ડની આંતર સ્થિતિઃ મહાયુદ્ધના આરંભમાં લિબરલ પક્ષના એસ્કિવથ પ્રધાનપદે હતા. યુદ્ધને યશસ્વી અંત આણવાને માટે પક્ષભેદ તજી દેવામાં આવ્યો, અને દેશના સર્વ મુદ્ધિધનના ઉપયાગ કરવાના સ્તુત્ય હેતુથી પ્રધાનમંડળની પુનર્રચના કરવામાં આવી. આ પ્રધાનમંડળમાં કોન્ઝર્વેટિવ અને મજુર પક્ષના નેતાને લેવામાં આવ્યા, ઇ. સ. ૧૯૧૫. આ સંયુક્ત પ્રધાનમંડળમાં એનરલા સંસ્થાનખાતાને અને બાલ્ફ નૌકાખાતાને પ્રધાન થયા. યુદ્ધસામગ્રી અને દાગાળાની ન્યૂનતા પૂરી પાડવા માટે ઉત્સાહીં અને કાર્યદક્ષ લાઈડ જ્યાર્જના ઉપરીપદે એક મંડળ નીમવામાં આવ્યું. એ પછી ઈંગ્લેન્ડે ઉત્સાહપૂર્વક યુદ્ધ ચલાવ્યું, સંસ્થાનાએ તેને આ ભીડમાં સહાય કરી, અને હિંદી સૈન્ય ફ્રાન્સ, મેસાપેટેમિઆ, અને આફ્રિકાનાં મેદાનેામાં હાથ બતાવી રહ્યું. સામ્રાજ્યનાં સર્વ અંગેાના સહકાર, સહાય, અને સૂચના મેળવવા ઇ. સ. ૧૯૧૭માં સામ્રાજ્ય પરિષદ્ ભરવામાં આવી.
દરમિઆન સ્વેચ્છાથી જોડાનાર સૈનિકાની સંખ્યા અલ્પ થતી હતી, એટલે જિઆત લશ્કરી ભરતીને કાયદો પસાર કરવામાં આવ્યા, ઇ. સ. ૧૯૧૬. આયર્લૅન્ડને આ કાયદો લાગુ પાડવામાં આવ્યા નહિ. ત્યારપછી સિનફિન પક્ષની પ્રેરણાથી આયર્લૅન્ડમાં ઊંડેલું ફંડ શમાવી દેવાવી આવ્યું. જટલેન્ડના યુદ્ધ બાદ લાર્ડ કિચનર સમુદ્રમાર્ગે રશિઆ જવા નીકળ્યા, પણ આર્કની દ્વીપ પાસે જર્મનેાએ મૂકેલી સુરંગ જોડે તેનું જ્હાજ અથડાવાર્થી તેણે જલસમાધિ લીધી, એટલે લાઈડ ધાર્જને તેને સ્થાને નીમવામાં આવ્યો. તેના આશાવાદ અને કાર્યદક્ષતાને લીધે પ્રધાનમંડળમાં તેની પ્રતિષ્ઠા વધી. આ વર્ષમાં મિત્રરાજ્ય પર સંકટાની પરંપરા આવી. દરમિઆન યુદ્ધની બાબતેને સત્વર નિર્ણય લાવવા માટે લાઈડ જ્યા” સ્વતંત્ર યુદ્ધમંડળ રચી એસ્કિવથનું નામ તેમાંથી કાઢી નાખ્યું, એટલે એ અપમાનથી ઉત્તેજિત થઈતે તેણે રાજીનામું આપ્યું. આથી લાઈડ જ્યાર્જ મુખ્ય મંત્રી બન્યા. તેણે કાન્ઝર્વેટિવ મિત્રોને અધિકારે ચડાવ્યા, અને યુદ્ઘમંડળ સ્થાપ્યું; પણ ખરી
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૮ સત્તા પિતાને હસ્તક રાખી એકતંત્રી રાજ્ય ચલાવવા માંડયું. તેણે દેશમાં નવું જોમ અને ઉત્સાહ પ્રકટાવ્યાં. - અમેરિકા જેડાયું. જર્મનીએ ઉત્તર સમુદ્રમાં સુરંગ પાથરી ઈંગ્લેન્ડના વેપારને ધક્કો પહોંચાડવા માંડે. ઈ. સ. ૧૯૧૫માં તેણે અમેરિકાની કુના કંપનિની લસિટાનિઆ નામે આગબોટ ડુબાડી. તેમાં અસંખ્ય ઉતારૂઓ ડૂબી ગયા, અને બીજું ભારે નુકસાન થયું, એટલે સંયુક્ત સંસ્થાના પ્રમુખ વુડરો વિલ્સને રોષે ભરાઈને જર્મનીને કડક પત્ર લખ્યો. જર્મનીએ સાવધાની રાખવાનું આશ્વાસન આપ્યું, પણ ત્યાર પછી ઈગ્લેન્ડે ડેનમાર્ક, હોલેન્ડ આદિ તટસ્થ રાજ્યનાં વહાણોને જર્મનીને અનાજ પહોંચાડતાં અટકાવવાનો નિશ્ચય કર્યો. હવે ભૂખમરાના સંકટની શંકાથી જર્મની વ્યાકુળ બન્યું. તેણે બ્રિટિશ ટાપુઓની આસપાસના સમુદ્રને યુદ્ધક્ષેત્રમાં આવેલે જાહેર કરી જળડૂબી નૌકાનું અનિરુદ્ધ યુદ્ધ આદર્યું, ઠેરઠેર સુરંગો પાથરી, અને વેપારી વહાણેને ડુબાડી મિત્રરા જોડેના તટસ્થ રાજ્યના વેપારને નિર્જીવ કરવા માંડશે. અમેરિકાએ આ પદ્ધતિને વિરોધ કર્યો. પણ જર્મનીએ તે પર લક્ષ આપ્યું નહિ. જ્યારે અમેરિકન વેપારી વહાણનો નાશ થવા લાગ્યો, અને જર્મનીની પ્રેરણાથી અમેરિકામાં કાવતરાં રચાવા લાગ્યાં, ત્યારે વિલ્સને જર્મની વિરુદ્ધ યુદ્ધ પિોકાર્યું. ઈ. સ. ૧૯૧૮. રાજ્યક્રાન્તિમાં ઘેરાએલા રશિઆની સહાય ગુમાવી બેઠેલાં મિત્રરાજ્યોને અમેરિકાનાં તાજાં, તાલીમ પામેલાં સૈન્ય અને અઢળક સાધનોની સહાય અણમૂલી થઈ પડી.
પ્રચંડ અમેરિકન સૈન્યની કુમક આવ્યા પહેલાં મિત્રરાજ્યોને હરાવવાની આશાએ જર્મનીએ એક વધુ પ્રયત્ન કર્યો, પણ તેમાં તેને યશ મળે નહિ. જર્મનીના ઈંગ્લેન્ડને ભૂખે મારવાના મનોરથ લઈડ પૅર્જની કાર્યદક્ષતાએ તેડી પાડવા. જર્મનો આમી લેવા દેડિયા, પણ તેમાં નિષ્ફળ થયા. પછી દક્ષિણ તરફથી હલ્લો કરવાની આશાએ જર્માએ ધસી આવી માને નદીને તટ કબજે કર્યો, મે, ૧૯૧૮; પણ તે પહેલાં અમેરિકન સૈન્ય ફ્રાન્સમાં આવી પહોંચ્યું.
પૂર્ણાહુતિ: આવી વિષમ પરિસ્થિતિ આવી પડે, તે તેનું સત્વર નિવારણ કરવાને માટે પશ્ચિમ રણાંગણ પરનું સૈન્ય એક આધિપત્ય નીચે
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૭૯
રાખવાની લાઈડ જ્યા સૂચના કરી. એથી ફ્રેન્ચ સેનાની માર્શલ ફૅાશને અંગ્રેજ અને ફ્રેન્ચ સૈન્યને ઉપરી નીમી સર ડગલસ હેગને તેની જોડે રાખવામાં આવ્યો.
ત્રણ ચાર વર્ષના ભયંકર અને અપૂર્વ વિશ્વવિગ્રહથી યુદ્ધમાં પડેલાં રાજ્યા થાકી ગયાં. પ્રાણ અને દ્રવ્યની હાનિના હિસાબ રહ્યો ન હતા. તેમાં અમેરિકા મિત્રરાજ્ગ્યા જોડે ભળ્યું, એટલે હવે તેમને જીતવાનું કાર્ય શત્રુને મન અશક્ય જણાવા લાગ્યું. એથી કરીને જર્મનીનાં સહકારી રાજ્યાએ મિત્રો જોડે સંધિ કરવાની દોડધામ કરવા માંડી. આ બાજુ મિત્રોની સ્થિતિ આશાસ્પદ બનતી જતી હતી. માડ અને માર્શલ સેનાપતિએ એ મેસેાપેટેમિઆ જીતી લઈ અંગ્રેજ પ્રતિષ્ઠા પાછી સ્થાપી, જનરલ એલન્સીએ હિંદી અને સંસ્થાનેાનાં સૈન્યની વહારથી પેલેસ્ટાઈનમાં ઉતરી જેરૂસલેમ આદિ નગરા કબજે કી, અને ખીજી તરફ સેલેાનિકામાં રહેલાં સૈન્યએ બલ્ગેરિઆને પરાભવ કર્યાં. તુર્કસ્તાન અને બલ્ગેરિઓએ મદદની આશા મૂકી મિત્રરાજ્યો જોડે તહનામાં કયાં, આકટાબર, ૧૯૧૮. હંગરીમાં જોસબંધ ચાલેલી રાષ્ટ્રીય ચળવળથી બેહાલ બનેલા સ્ટ્રિઆએ વિલ્સનની સૂચના સ્વીકારી યુદ્ધમાંથી નિવૃત્તિ લીધી, ૩૭ નવેમ્બર, ૧૯૧૮. મિત્રોના પરાભવથી વિકટ સ્થિતિમાં આવી પડેલા જર્મનીમાં ખળભળાટ થયો, નૌકાસૈન્યે ખંડ ઉડાવ્યું, અને લોકમત તથા સમયને વિચાર કરી શહેનશાહ વિલિયમ ખીજાએ રાજપદને ત્યાગ કરી હેાલેન્ડમાં દેશવટા લીધેા. છેવટે કાયમની સંધિ થતાં સુધી હાઈનના ડાબા તીર પરના મુલકમાં મિત્રરાજ્યોનાં સૈન્યને રહેવા દેવાની, અને યુદ્ધસામગ્રી હવાલે કરી દેવાની ફૅાશે કરેલી સરતા સ્વીકારી જર્મનીએ યુદ્ધવિરામની યાચના કરી, ૧૧મી નવેમ્બર, ૧૯૧૮.
ઝેરી હવા, હેાવિત્ઝર તેાપા, વિમાન આદિ ભૌતિક શાસ્ત્રાની શોધેથી ઉપજાવવામાં આવેલાં સાધનેાની સંહારક શક્તિને પ્રથમ પરિચય કરાવનાર આ મહાવિગ્રહ બંધ થયા. યુરોપનાં કેટલાંએ રાજ્યો વેરાન થઈ ગયાં, કેટલાંક રાજ્યો છિન્નભિન્ન થઈ ગયાં, અને કેટલીક પ્રજામાંથી ઉપપ્રજાએ ફૂટી નીકળી. ૧,૧૦,૦૦,૦૦૦ મનુષ્યાના રુધિરમાંસનું ધરતીમાતાને ખાતર મળ્યું.
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૮૦ " વલસની સંધિઃ ઈ. સ. ૧૯૧૯ના આરંભમાં હૈઈડ જે, ફેન્ચ પ્રધાન કલેમેજો, વુડરે વિલ્સન આદિ મુખ્ય રાજ્યોના પ્રતિનિધિઓ પેરિસમાં એકઠા થયા, અને પાંચ માસ પર્યત ચાલેલી મસલતને પરિણામે વર્સેલ્સના “આયના મહેલમાં તેમણે જર્મન પ્રતિનિધિઓ જોડે સંધિ કરી. તેમાં એવું ઠરાવવામાં આવ્યું, કે જર્મન આફ્રિકાનાં સંસ્થાનો અંગ્રેજોને સોંપી દેવાં, આલ્સાસ અને લેરેન પ્રાંતે ફ્રાન્સને પાછા આપવા, ડેન્ડિગ બંદર પોલેન્ડને આપવું, અને યુદ્ધદંડની ભારે રકમ મિત્રરાજ્યોને આપવી. આ રકમ ઠરાવવા માટે એક કમિશન નીમવામાં આવ્યું. આ દંડ ભરવામાં જર્મની શઠતા કે વિલંબ ન કરે, તે ખાતર તેના ઉદ્યોગના કેન્દ્રસ્થાન સમા રૂહર પ્રાંતમાં ફેન્ય સૈન્ય પડી રહે એમ ઠરાવવામાં આવ્યું. કેટલાંક સૈકાથી રશિઆ, ઑસ્ટ્રિઆ, અને જર્મની વચ્ચે વિભક્ત થએલા પિલેન્ડને રાષ્ટ્રીય આકાંક્ષા અનુસાર સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું. ઑસ્ટ્રિઆ અને હંગરીનાં રાજ્યો નિરાળાં કરવામાં આવ્યાં. ઉપરાંત ઓસ્ટ્રિઆના કેટલાક પ્રાંત અલગ કરી ક્રિકેસ્લાવિઆ અને યુગોસ્લાવિઆ નામે નવાં રાજ્યો નિર્માણ કરવામાં આવ્યાં, તુર્ક સામ્રાજ્યમાંથી મેસોપોટેમિઆ અને સરિઆ ઈગ્લેન્ડ અને ફ્રાન્સના વર્ચસ્વ નીચે આવ્યાં, અને મેસિડોનિઆ ગ્રીસને મળે. આમ જગતને રાજકીય નકશે પલટી ગયો.
પ્રજાસંઘઃ અનિષ્ટમાંથીએ ઈષ્ટ નીપજે છે. વુડરે વિલ્સનના આગ્રહથી વર્સેલ્સની સંધિના એક અંશ તરીકે પ્રજાસંઘ” (League of Nations) ની સ્થાપના કરવામાં આવી. “આંતર રાષ્ટ્રીય સહકારને ઉત્તેજન આપવા, અવિગ્રહનીતિને સ્વીકાર કરી દેશની શાંતિ અને સલામતીમાં વૃદ્ધિ કરવા, પ્રજાપ્રજાઓ વચ્ચે ન્યાય અને સન્માનને સંબંધ જાળવવા, આંતર રાષ્ટ્રીય કાયદાને આધારે રાજ્યને પરસ્પર વ્યવહાર ચલાવવા, ન્યાય જાળવવા, અને સંગઠિત પ્રજાઓ જોડેના વ્યવહારમાં થએલી સર્વ સંધિને માન આપવા”ના સ્તુત્ય ઉદ્દેશથી ૨૭ રા આ સંધમાં પ્રથમ જોડાયાં. પછી તેમની -સંખ્યા વધીને ૫૫ જેટલી થઈ. આ સંઘના સભ્ય પિતાના કલહને શાંતિથી યુદ્ધ વિના નિર્ણય આણવા કબુલ થયા છે, છતાં કોઈ રાજ્ય હઠીલું થાય તો તેની જોડે ઉદ્યોગ અને વ્યાપારનો સંબંધ બંધ કરી તેની સાન ઠેકાણે
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૮૧
લાવવાનો પ્રયત્ન કરી જુએ છે. હાલમાં જર્મની, ઈટલી, જાપાન, રશિઆ અને યુનાઈટેડ સ્ટેટસ પ્રજાસંઘમાં નથી. પ્રજાસંઘની બેઠક જીનિવામાં મળે છે. તેઓ અરસ્પરસ મળી અંદર અંદરના ઝગડાઓને નિકાલ લાવે છે. વળી રાજ્યની યુદ્ધસામગ્રી ઓછી કરાવવી, એ પણ તેને એક ઉદ્દેશ છે. આ સંઘના સભાસદો શત્રુઓ પાસેથી મિત્ર રાજ્યોએ જે પ્રદેશ લીધા, તે તે પ્રદેશ પર સુવ્યવસ્થિત રીતે રાજ્ય ચલાવી તે પ્રદેશની પ્રજાને સ્વરાજ્ય માટે
ગ્ય બનાવવા યુરેપનાં રાજ્યોને આદેશ (Mandate) આપે છે. : - હાલમાં આંતર રાષ્ટ્રીય રાજકારણમાં પ્રજાસંઘ નિર્માલ્ય નીવડે છે; કારણ કે ઈટલીએ બે વર્ષ ઉપર એબિસિનિઆ દેશ જીતી લીધે, અને હમણાં જાપાને ચીનના પ્રદેશોમાં આક્રમણ કર્યું છે, છતાં પ્રજાસંઘે આ બાબતમાં દરમ્યાનગીરી કરવાની તક લીધી નથી.
લૈઈડ જેનું પ્રધાનમંડળ-ચાલુઃ ઇ. સ. ૧૯૧૦–૧૯ર૩ઃ ઈ. સ. ૧૯૧૮માં પાર્લમેનટની નવી ચૂંટણી થઈ. તેમાં લૈઈડ ચેંજે ફરીથી બહુમતીથી સત્તામાં આવ્યો. તેણે ૨૦-૨૨ સભાસદનું મિશ્ર મંત્રીમંડળ સ્થાપ્યું. આ પ્રધાનમંડળના અમલ દરમિઆન નીચેના બનાવો બન્યા.
(૧) મહાન વિગ્રહ દરમિઆન સ્ત્રીઓએ બજાવેલી સેવાની કદર કરી તેમને પણ મતાધિકાર આપવાના હેતુથી ઈ. સ. ૧૯૧૮માં એક ખરડો પસાર થયે. આથી (૧) ત્રીસ વર્ષની ઉપરની જે સ્ત્રી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મતદાર હોય, અથવા જે સ્ત્રી કોઈ વિદ્યાપીઠની પદવી ધરાવતી હોય તેને પાર્લમેન્ટની ટણીમાં મત આપવાનો હક મળ્યો. (૨) વળી આ કાયદાથી એકવીસ વર્ષથી વધારે વયના પુરુષોને મતાધિકાર મળે. આથી મતદારોની સંખ્યા વધીને ૨ કરોડની થઈ
(૨) ઈ. સ. ૧૯૧૯માં હિંદના રાજ્યતંત્રમાં મહત્ત્વના ફેરફાર કરવા મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા પસાર થયા. આ કાયદાથી હિંદીઓને ધારા ઘડવાની સત્તા મળી. વડી ધારાસભામાં અને પ્રાંતિક ધારાસભામાં પ્રજાના ચુંટાએલા સભ્યોની બહુમતી થઈ. પ્રાંતમાં દ્વિરાજ્ય પદ્ધતિ (Diarchy) દાખલ થઈ.
(૩) ત્યારબાદ ઇ. સ. ૧૯૧૪થી બાજુએ મુકાએ આયરિશ પ્રશ્ન આ પ્રધાનમંડળે હાથ ધર્યો. આયર્લેન્ડમાં યુદ્ધ દરમિઆન “સીનફીન”
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૯૨
(આપણે પોતે ) લેાકાએ બળવાખોર પ્રવૃત્તિ શરૂ કરી. ઇ. સ. ૧૯૧૬માં તેમણે ખંડ કર્યું; પણ તે સમાવી દેવામાં આવ્યું. તેમણે સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી કરી, અને ઠેરઠેર તાફાને મચાવ્યાં. આથી ઇ. સ. ૧૯૨૧માં આયલૅન્ડના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પાડી દરેકને સ્વતંત્ર પાર્લમેન્ટ આપવામાં આવી. ઉત્તર આયર્લૅન્ડ—અલ્સ્ટર–ઈંગ્લેન્ડને વળગી રહ્યું. દક્ષિણ આયર્લૅન્ડ આયરિશ ફ્રી સ્ટેટ”તે નામે ઓળખાવા લાગ્યું. આ કાયદાથી દક્ષિણ આયર્લૅન્ડને કેનેડાના જેવું સ્વરાજ્ય મળ્યું, ઇ. સ. ૧૯૨૨.
લાઈડ જ્યાર્જના મિશ્ર પ્રધાનમંડળ પ્રત્યે પ્રજાને અણગમા ઉત્પન્ન થયેા; કારણ કે હવે મંત્રીમંડળ એક પક્ષનુંજ રચાવું જોઈ એ એવી વૃત્તિ જોર પકડવા લાગી હતી. હવે તે પ્રજાને શાંતિ અને સ્થિરતા બક્ષી વેપાર– ઉદ્યોગને ખીલવે એવી નીતિ જોઈ તી હતી. આથી વિરાધીઓનું પ્રાબલ્ય વધ્યું; એટલે લાઈડ જ્યાર્જ રાજીનામું આપ્યું, ઇ. સ. ૧૯૨૨.
મિ. ખાનર લાનું પ્રધાનમંડળઃ ઇ. સ. ૧૯૨૨-૧૯૨૩ઃ લાઇડ જ્યાજે સજીનામું આપ્યું તે પછી કેન્ઝર્વેટિવ પક્ષ સત્તામાં આવ્યા, અને મિ. ખેનર લા મુખ્ય પ્રધાન થયેા. તેના પ્રધાનમંડળમાં લાડૅ કર્ઝન પરદેશ મંત્રી અને મિ. Ăાલ્ડવિન અર્થમંત્રી હતા. પરંતુ બેનર લાની નાદુરસ્ત તબીયતને અંગે તેણે રાજીનામું આપ્યું, એટલે બાલ્ડવિન મુખ્ય પ્રધાન થયેા.
મિ. બૅાલ્ડવિનનું પ્રધાનમંડળઃ ઇ. સ. ૧૯૨૩-૨૪ઃ આ પ્રધાન– મંડળે દેશના વેપારઉદ્યોગના વિકાસને માટે, અને બેકારી ટાળવા માટે નિરંકુશ વ્યાપારની પદ્ધતિને તિલાંજલિ આપી સંરક્ષિત વ્યાપારની નીતિ ગ્રહણ કરી. સ્વદેશી ઉદ્યોગાને ઉત્તેજન આપી દેશની એકારી ઓછી કરવાના
ઈરાદે આ પ્રધાનમંડળે રાખ્યા હતા; પણ આ નીતિથી લિબરલ પક્ષના અને મજુર પક્ષના આગેવાના એકત્ર થઈ તેમની સામે પડયા. આથી મિ. બાવિને રાજીનામું આપ્યું, અને મજુર પક્ષના નેતા મિ. રાસે મકડાનાલ્ડ મુખ્ય પ્રધાન થયા, ઇ. સ. ૧૯૨૪.
મિ. રામ્સે સેંકડાનાડનું પહેલું મજુર પ્રધાનમંડળઃ ઇ.સ.૧૯૨૪૧૯૨૫ઃ મિ. બાલ્ડવિને રાજીનામું આપ્યું તે પછી પાર્લમેન્ટની નવી ચૂંટણીમાં લિબરલ અને મજુર વર્ગની બહુમતી હાવાથી પંચમ જ્યારેં મૅકડાનાલ્ડને પ્રધાનમંડળ રચવાનું સૂચવ્યું. આથી ઈંગ્લેન્ડના ઇતિહાસમાં પહેલીજ વાર
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૮૩
મન્નુર વર્ગનું પ્રધાનમંડળ સત્તામાં આવ્યું. આ પ્રધાનમંડળતે લિબરલ પક્ષ પર આધાર રાખવા પડતા હતા. આથી કાઈ પણ પ્રશ્નમાં આ પ્રધાનમંડળ આગળ પડતી નીતિ ગ્રહણ કરી શકતું નહિ; છતાં તેણે ફ્રાન્સની સહાયથી યુરેાપમાં શાંતિ આણવાના પ્રયત્ન કર્યાં, અતે જર્મનીનું કરજ નિયમિત અને વ્યવસ્થિત રીતે વસુલ લેવાની ચતુર યેાજના ઘડી કાઢી. વળી દુર્દશામાં આવી પડેલા રશિઆને નાણાં ધીરી તેને ઉલ્હાર કરવાની સેંકડાનાલ્ડની ઇચ્છા હતી, પ એથી પ્રજામત ઉશ્કેરાઈ ગયા, અને નવી ચૂંટણીમાં તેની હાર થઈ. આથી ફરીથી કાન્ઝર્વેટિવ પક્ષ સત્તામાં આવ્યા, અને મિ. બાલ્ડવિન મુખ્ય પ્રધાન થયેા, મે, ઇ. સ. ૧૯૨૫
મિ. બાલ્ડવિનનું બીજું પ્રધાનમંડળઃ ઇ.સ. ૧૯૨૫-૧૯૨૯ઃ આ ચાર વર્ષના અમલ દરમિઆન આ પ્રધાનમંડળે દમનનીતિને ર અજમાવ્યેા. રશિઆની ક્રામ્યુનિસ્ટ ચળવળને પ્રચાર અટકાવવા સામ્રાજ્યમાં ચાંપતા ઈલાજો લેવામાં આવ્યા. વળી મીસરની રાજ્યનીતિમાં પણ માથું મારવાની શરૂઆત થઈ ચૂકી હતી, અને પાર્લમેન્ટમાં પણ કન્ઝર્વેટિવ અને મજુર પક્ષા વચ્ચે ઝગડા ચાલતા હતા.
આ પ્રધાનમંડળના અમલ દરમિઆન હિંદના રાજ્યવહીવટમાં સુધારા કરવા માટે એક શાહી મિશનની નીમણુક કરવામાં આવી. આ કમિશનને નેતા સર જહાન સાઈમન હેાવાથી તે સાઈમન કમિશનને નામે ઓળખાયું. આ મિશન ઇ. સ. ૧૯૨૮માં હિંદમાં આવ્યું, અને ઠેરઠેર ફરી હિંદની પરિસ્થિતિને તેણે બારીક અભ્યાસ કર્યાં. ત્યારપછી એ કમિશને પેાતાનો રિપોર્ટ અને ભલામણા પાર્લમેન્ટ સમક્ષ રજુ કર્યા. પરંતુ ધ્યાન ખેંચે એવી બાબત તા એ હતી, કે એ કમિશનમાં એક પણ હિંદીની નીમણુક ન હેાવાને કારણે તે કમિશનના હિંદી પ્રજાએ બહિષ્કાર કર્યાં હતા.
આ પ્રધાનમંડળે ફરીથી વેપારની બાબતમાં સંરક્ષિત નીતિ ધારણ કરી. આ કૃત્યથી પ્રજા નિરાશ થઈ. મજુરાએ હડતાલ પાડી, પણ મુડીવાદીઓની સામે તેઓ ફાવ્યા નહિ. જો કે તેમણે બાલ્ડવિનને રાજીનામું આપવાની ફરજ પાડી, અને બીજી વખત મજુરપક્ષ સત્તામાં આવતાં ફરીથી રામ્સે મકડાના મુખ્ય પ્રધાન થયા, ઇ. સ. ૧૯૨૯.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૪ - ' મિ. મેકડોનાલ્ડનું બીજું પ્રધાનમંડળઃ ઇ. સ. ૧૯૨૯-૧૯૩૧ આ પ્રધાનમંડળે ઈજિપ્તની સ્વતંત્રતા સ્વીકારી. રશિઆની સાથે પણ વ્યવહાર શરૂ કરવા વાટાઘાટ થઈ. ઈ. સ. ૧૯૩૦ના જાન્યુઆરિમાં પાંચ મોટાં રાની મંડળી લેન્ડમાં બોલાવવામાં આવી. આ વખતે જગતના દરેક
ભાગમાં આર્થિક મુશ્કેલીઓ ઉપસ્થિત થઈ હતી. ઈ. સ. ૧૯૩૧માં એ મુશ્કેલી એટલી તે તીવ્ર બની, કે અંદાજપત્રના આવક–જાવકના આંકડા મેળવવાનું કાર્ય મુશ્કેલ બન્યું. જર્મનીની આર્થિક સ્થિતિ ડામાડોળ હતી. યુરેપના બીજા દેશોએ પિતાના પૈસા ઈગ્લેન્ડની બેંકમાંથી ખેંચવા માંડ્યા. આથી ઈગ્લેન્ડની બેન્કને પણ ફ્રાન્સ અને યુનાઈટેડ સ્ટેટ્સમાંથી નાણાં ઉછીનાં લેવાં પડયાં. આવી આર્થિક પરિસ્થિતિમાંથી ઈલેન્ડને ઉગારી લેવાની યોજનાઓ સંબંધી પ્રધાનમંડળમાં મતભેદ પડયો, તેથી રાષ્ટ્રીય આફત દૂર કરવા રાજાએ રાસે મૅકડોનાલ્ડને રાષ્ટ્રીય પ્રધાનમંડળ (National Government) રચવા સુચના કરી. આ પ્રધાનમંડળમાં લૈર્ડ સ્લેડન અને મિ. થેમસ જેવા તેના મિત્રો, મિ. બાલ્ડવિન અને મિ. નેવિલ ચેમ્બરલેઈન જેવા કેન્ઝર્વેટિવો, અને સર જહોન સાઈમન અને મિ. સીમન જેવા લિબરલે એકત્ર થયા, અને નવી ચૂંટણીમાં આ પ્રધાનમંડળ વધુમતીમાં (૫૦૦ સભ્યો) આવ્યું.
રાષ્ટ્રીય પ્રધાનમંડળઃ ઇ. સ. ૧૯૩૨–૧૯૩૫ઃ આ પ્રધાનમંડળના અમલ દરમિઆન ઘણું અગત્યના બનાવો બન્યા. સાઈમન કમિશનની સૂચનાનુસાર હિંદના રાજ્યવહીવટ સંબંધી બંધારણ ઘડવા ઈગ્લેન્ડમાં ત્રણ ગેળમેજી પરિષદ ભરવામાં આવી. વર્સેલ્સની સંધિ અનુસાર બદલાની રકમ અને દેવાના નિકાલ માટે મેકડોનાલ્ડની આગેવાની હેઠળ “લેઝ પરિષદુ” ભરવામાં આવી, પણ ફ્રાન્સના મક્કમપણને લઈને આ પ્રશ્નનો નિર્ણય થઈ શો નહિ. - શાહી પસંદગી (Imperial Preference) સામ્રાજ્યમાં દાખલ કરવા ઓટાવા મુકામે કેનેડાના પ્રમુખ મિ. બેનેટની આગેવાની નીચે સામ્રાજ્ય પરિષદ ભરવામાં આવી. પરિણામે શાહી પસંદગીનું ધારણ અખત્યાર કરવામાં આવ્યું.
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૮૫
ક આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા કેટલાક નવા કેશ ઉમેરાયા; અને ઈંગ્લેન્ડે પ્રથમ વાર સાનાનું ધારણ તજી દીધું.
।
આયર્લેન્ડમાં મિ. કાસગ્રુવના અમલ દરમિઆન નવ વર્ષ શાંતિ રહી, પણ ૪. સ. ૧૯૩૨માં ડી. વલેરા સત્તામાં આવ્યા. તેણે બ્રિટિશ તાજને સાણંદ ન આપવા સંબંધી કાયદે પસાર કર્યાં. વળી જમીન મહેસુલ આપવાની પણ તેણે ઈંગ્લેન્ડને ના પાડી, અને જમીન મહેસુલની ચાક્કસ રકમ ઠેરવવા સામ્રાજ્ય બહારના લેાકાના બનેલા “નિષ્પક્ષપાત કમિશન'ની માગણી કરી. પરિણામે ઇંગ્લેન્ડે આયર્લેન્ડની આયાત-નિકાસ પર સે। ટકાની જકાત નાખી, એટલે ડી. વેલેરાએ બ્રિટિશ માલ પર પ્રત્યુત્તર રૂપે જકાત નાખી. દક્ષિણ આયર્લૅન્ડને ઈંગ્લેન્ડથી તદ્દન સ્વતંત્ર કરવાના ડી. વેલેરાના પ્રયત્ને હજી ચાલુ રહ્યાં.
ઇ. સ. ૧૯૩૫માં તે પ્રધાનમંડળમાં પણ ફેરફાર થયેા. મિ. રામ્સે એંકડાનાલ્ડની વૃદ્ધાવસ્થાને લીધે તથા નાદુરસ્ત તખીયતને અંગે તેણે રાજીનામું આપ્યું, અને મિ. બાલ્ડવિન ત્રીજી વખત વડેા પ્રધાન થયા.
મિ. ાલ્ડવિન : ઇ. સ. ૧૯૩૫-૩૬: સમ્રાટ્ પંચમ જ્યાર્જને ગાદી પૂર આવ્યે પચીસ વર્ષ પૂરાં થવાવી તેની ખુશાલીમાં સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાં ઇ. સ. ૧૯૩૫ના મે માસમાં “રાષ્ય મહેાત્સવ” ઉજવવામાં આવ્યા. આ સમયે સામ્રાજ્યનાં જુદાં જુદાં અંગોએ સમ્રાટ્ પ્રત્યે હાર્દિક સંદેશા પાઠવ્યા.
વળી ઈ. સ. ૧૯૩૫માં હિંદના રાજ્યવહીવટના ખરા પસાર થયા. આથી હિંદમાં સમવાયતંત્ર (Federation) સ્થાપવાની યેજના અમલમાં આવી. ઇ. સ. ૧૯૩૭ના એપ્રિલની પહેલી તરીખથી હિંદના અગિઆર પ્રાંતામાં પ્રાંતિક સ્વરાજ્ય (Provincial Autonomy)ની સ્થાપના થઈ. ઇ. સ. ૧૯૧૯ના કાયદાથી સ્થપાએલી દ્વિમુખી સતા (Diarchy)ને હવે અંત આવ્યા, અને દરેક વિષય પ્રજાના ચુંટાએલા પ્રતિનિધિઓના હાથમાં સાંપી દેવાની યાજના અમલમાં આવી. પરંતુ નવા બંધારણમાં ગવર્નાને રાજકીય ક્ષેત્રમાં અને તેમની જવાબદારીના વિષયેામાં અપાએલી ખાસ સત્તાએ એટલી બધી છે, કે જેથી હિંદી પ્રજામાં આ નવું બંધારણ અપ્રિય નીવડયું છે. હજુ મધ્યસ્થ સમવાયતંત્ર (Central Federation) અસ્તિત્વમાં
૨૫
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૬
આવ્યું નથી. આ પ્રધાનમંડળના અમલ દરમિઆન સમ્રા પંચમ જ્યેાર્જ ઇ. સ. ૧૯૩૫ના જાન્યુઆરિની ૨૧મી તારીખે અવસાન પામ્યા.
સમ્રા પંચમ જ્યાજે છવ્વીસ વર્ષ સુધી ઈંગ્લેન્ડની ગાદી દીપાવી. એમના અમલ દરમિઆન કંઈક અવનવા બનાવો બની ગયા. ઈ. સ. ૧૯૧૧ ને પામેન્ટને કાયદો પસાર થયો અને ત્યાર પછી સમગ્ર યુરોપના રાજકારણમાં કાતિ ઉત્પન્ન કરનાર મહાન વિગ્રહ આરંભાયો. આ વિગ્રહ દરમિઆન રાજાએ દેશનું સુકાન ઘણીજ કુશળતાપૂર્વક ચલાવ્યું, અને પિતાના પ્રધાનને યોગ્ય સલાહ આપી રાજા તરીકે પોતાની ફરજ અદા કરી. લડાઈ પછી પણ દેશની અંદર ઉત્પન્ન થતી અનેક આંટીઘૂંટીઓમાં પિતાના અનુભવને લાભ પ્રધાનોને આપી અનેક રાષ્ટ્રીય આફતોને દૂર કરી તેમણે ઈલેન્ડને એક આદર્શ બંધારણવાદી રાજા તરીકેનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડયું છે.
આઠમા એડવર્ડઃ ઈ. સ. ૧૯૩૬ઃ સમ્રા પંચમ જ્યેજીના મૃત્યુ પછી તેમના પાટવી કુંવર એડવર્ડ આઠમાની રાજા તરીકે જાહેરાત થઈ. પરંતુ તેમના લગ્નનો પ્રશ્ન એટલે તે બારીક નીવડે, કે તેની અસર રાજકારણ પર પણ થઈ. જુના સમયથી એટલે ઈ. સ. ૧૭૦૧ના ગાદીવારસાના કાયદાથી નક્કી થયું છે, કે ઈંગ્લેન્ડની ગાદીએ આવનાર રાજા અંગ્રેજ ધર્મસમાજમાં માનતે હોવો જોઈએ એટલું જ નહિ, પણ તેણે તેજ ધર્મસમાજની સ્ત્રી સાથે લગ્ન કરવું જોઈએ. એડવર્ડની ઈચ્છા લેડી સીપ્સન નામની રોમન કેથેલિક
સ્ત્રી સાથે લગ્ન કરવાની હોવાથી રાજકીય પરિસ્થિતિ વિકટ બની; પણ બાલ્ડવિને આ સમયે કુનેહપૂર્વક કામ લઈ આ મુકુલીનો અંત આણ્યો.
એડવર્ડ મે
હિ.
હકીકત
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૮૭
આઠમા એડવર્ડ પેતેિજ ગાદીના ત્યાગ કર્યાં; અને તેમના નાના ભાઈ આલ્બર્ટને ગાદી સાંપવામાં આવી. ગાદી છેાડયા પછી એડવર્ડને ડયુક આવું વિસર બનાવવામાં આવ્યા. ઇ. સ. ૧૯૩૭ના મે માસમાં નવા સમ્રા રાજ્યાભિષેક થયા, અને જ્યાર્જ છઠ્ઠા તરીકે તે ઈંગ્લેન્ડની ગાદીએ બિરાજે છે. એજ અરસામાં મિ. બાલ્ડવિનના રાજીનામા પછી નેવિલ ચેમ્બરલેઈન મુખ્ય પ્રધાન થયેા.
k
સમ્રાટ્ છા જ્યાજ: ઇ. સ. ૧૮૯૫ના ડીસેમ્બરની ચૌદમી તારીખે
79
૧૯૩૯ઃ છઠ્ઠા જ્યાર્જના જન્મ ઇ. સ. થયા હતા. પાટવી કુંવર એડવર્ડથી તેઓ એકજ વર્ષે નાના હતા. મહા– રાણી વિકટારિઆની ઈચ્છા મુજબ તેમનું નામ આલ્બર્ટ રાખવામાં આવ્યું હતું. તેમને પણ તેમના પિતાની માફક ખલાસીનું કામ શીખવવા માટે યેાજના ઘડવામાં આવી. જો કે નાનપણમાં તેમની તબીયત ઘણીજ ખરાબ રહેતી; પણ અનેક પ્રયત્નેને અંતે તે હાલમાં સુદૃઢ શરીર બનાવી શકા છે. તેમની પ્રકૃતિ મૂળથીજ શરમાળ છે, છતાં પિતાના મરણ બાદ તેમણે દરેક પ્રવૃત્તિમાં ભાગ લઈ પેાતાની ફરજ અદા કરી છે. વિદ્યાભ્યાસમાં પણ તેએ અત્યંત મહેનતુ અને કાળજીવાળા હતા. ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રને તેમણે સારે। અભ્યાસ કર્યા છે. મુડીવાદ અને મજુરેશના અનેક ખારીક પ્રશ્નોમાં તે રસ લેતા. આથી તેમને કેટલાક
જ્યાજ ઠા
<<
ઔદ્યોગિક
""
રાજકુમાર ” ( The Industrial Prince ) તરીકે ઓળખતા. જો કે સ્વભાવે તેએ શરમાળ છે, પણ તેમની ગંભીર મુખમુદ્રા પાછળ કટાક્ષપૂર્ણ હાસ્ય છુપાએલું માલમ પડે છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૮ ; ઈ. સ. ૧૯૩૭ના મે માસમાં નવા રાજા જે છાને રાજ્યાભિષેક કરવામાં આવ્યું. તે સમયે પણ સામ્રાજ્યનાં તમામ અંગોએ હાર્દિક અભિનંદનના સંદેશાઓ પાઠવી પિતાની વફાદારી બતાવી હતી. આ નવા રાજાને દુનિયાની - અત્યારની વિકટ બનતી પરિસ્થિતિને પહોંચી વળવાનું છે. પ્રભુ તેમને તે માટે બળ આપે !!
આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ : પંચમ જર્જ્યોર્જ ઈલેન્ડની ગાદીએ આવ્યા, ત્યારે સર્વત્ર શાંતિ પ્રસરેલી હતી. કોઈને શંકા પણ ન હતી કે મહાન વિગ્રહ - ફાટી નીકળશે. જ્યેજ છઠ્ઠીના રાજ્યારેહણના સમયથી જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ કંઈક વિચિત્ર જણાય છે. આજે યુદ્ધના ભણકારા ચેતરફ વાગી રહ્યા છે. દરેક રાષ્ટ્ર બચાવને અર્થે શસ્ત્રોનું નવીન સર્જન કર્યું જાય છે. ઈટલીમાં ફેસીઝમનો અમલ નીચે મુસોલિની, અને જર્મનીમાં નાઝીવાદના અમલ નીચે હેર હીટલર યુરોપના સમગ્ર દેશને પડકાર આપી રહ્યા છે. પ્રજાસંઘ આવાં બળવાન રાજ્યોને દબાવવામાં ફળીભૂત થયો નથી. ઈટલી એબિસિનિઆને ગળી ગયું એ ગઈ કાલની વાત છે, અને આજે જાપાન ચીનના પ્રદેશમાં આક્રમણ કરી રહ્યું છે. વળી બે વર્ષથી સ્પેનમાં ભીષણ હત્યાકાંડ ચાલી રહ્યો છે, અને અમાનુષી સંહાર પ્રવર્તી રહ્યો છે. પરંતુ બીનદરમ્યાનગીરીના દંભ નીચે પ્રજાસંઘ સ્પેનની લકતંત્રના સિદ્ધાંત પર રચાએલી કાયદેસર સરકારને નાશ થતો ઠંડે કલેજે નીહાળી રહ્યો છે. બ્રિટન અને ફ્રાન્સ તે તરફ તટસ્થતા બતાવે છે. ઈટલી અને જર્મની બીનદરમ્યાનગીરીના ઓથા નીચે જનરલ ફકને ગુપ્ત મદદ કરતા રહે છે. જર્મની પિતાનાં ગુમાવેલાં સંસ્થાને પાછાં માગે છે. બેજીયમ ઈ. સ. ૧૯૧૪ પહેલાંની પરિસ્થિતિ ઉપર પાછું ફરે છે. ન્યૂ હેમ્બર્ગ પરિષદૂમાં જર્મનીએ પોતાનાં સંસ્થાને પાછાં મેળવવાને પડકાર કર્યો છે. પેલેસ્ટાઇનની પવિત્ર ભૂમિ આરબના લેહીથી ભિજાઈ ગઈ છે. વડા સતી અને બીજા આગેવાનો સામે પ્રતિબંધ મુકાયા છે. પેલેસ્ટાઇનના ભાગલા પાડવાની વાતે કાને પડે છે. હિંદમાં નવું રાજ્યબંધારણ અમલમાં લાવવાની તૈયારીઓ થઈ રહી છે. લોર્ડ લિન લિથગો દેશી રાજ્યોને સમવાયતંત્રમાં દાખલ કરવા સમજાવી રહ્યા છે. ઈ. સ. ૧૯૩૭ના એપ્રિલની ૧લી તારીખથી પ્રાંતિક સ્વરાજ્ય (Provincial Autonomy) સ્થાપવામાં આવ્યું છે,
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૮૯
અને હિંદના અગિઆરમાંથી સાત પ્રાંતમાં મહાસભા પક્ષે વધુમતીથી પોતાનાં પ્રધાનમંડળેા રચ્યાં છે. હજુ સુધી ગવર્નરાએ મહાસભાના પ્રધાનમંડળના કારભારમાં ખાસ માથું માર્યું નથી. કેન્ગ્રેસ પ્રધાનમંડળેા પેાતાથી જેટલું બની શકે તેટલું કાર્ય પ્રજાહિતાર્થે બજાવી રહ્યાં છે. પરંતુ હિંદમાં કામીવાદના ઝગડા હજી ચાલ્યા કરે છે, અને મુસ્લીમ લીગ કાન્ગ્રેસના વિરોધ કરી રહી છે. આમ જ્યા ઢ્ઢાની કારકીર્દિની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય મામલે વિકટ બન્યા છે એમ કહી શકાય.
પ્રકરણ ૧૪મું સામ્રાજ્યના વર્ષો ૧. હિંદુસ્તાન
દક્ષિણમાં અંગ્રેજો અને કેન્ગેા વચ્ચે ચાલેલી સ્પર્ધાનું પરિણામ આપણે જાણીએ છીએ. તે વેળા કર્ણાટકના નવાબ અને નિઝામ એ બે અંગ્રેજોના સ્નેહી હતા, અને કંપનિ પાસે ઉત્તર સરકાર, કલકત્તા, મુંબઈ, અને મદ્રાસની આસપાસના ઘેાડા પ્રદેશ હતા. ત્યાર પછી બંગાળા, બિહાર, અને ઓરિસ્સા પ્રાંતાની ‘દિવાની’ એટલે કર વસુલ કરવાની સત્તા કંપનિને મળી, એથી કરીને ત્યાં કંપનને પરાક્ષ અધિકાર થયા. પરંતુ બંગાળાના નવાબ મીરજાફર પછી આવેલા મીરકાસમે કંપનિ જોડે સંબંધ બગાડયા, અને અયેાધ્યાના નવાબ જોડે મળી અંગ્રેજો સામે યુદ્ધ કર્યું; પણ બકસરના યુદ્ધમાં તે હાર્યાં. એથી બંગાળા જેવા સધન પ્રાંત પર કંપનિને પૂર્ણ અમલ જામ્યા, અને કલાઈવ સુખા થયેા. તેણે કંપનિના નેકરાની રૂશ્વતખોરી સખત હાથે દબાવી ઈ રાજ્યવહીવટમાં સુધારા કર્યાં; પણ તેની સખતીથી ત્રાસેલા તેના વિરાધીએએ પાકાર ઉડાવ્યા, એટલે કલાઈવને પાછો ખેલાવી લેવામાં આવ્યા. ત્યાં પણ શત્રુઓએ તેને સુખવારા આવવા દીધા નિહ. તેનાં કાર્યો પર કડક ટીકાએ થઈ, અને ઇ. સ. ૧૭૭૪માં કંટાળીને તેણે આત્મહત્યા કરી, પરંતુ તે પૂર્વે એવા નિર્ણય કરવામાં આવ્યો હતા, કે વેપારાર્થે હિંદ ગએલી કંપનિ અંગાળા જેવા પ્રાંતની અને ખીજા મુલકની હાક્રમી કરે છે, તે પાર્લમેન્ટે હવે
Page #403
--------------------------------------------------------------------------
________________
૩
તટસ્થપણું છોડીને તે મુલકની સુવ્યવસ્થા જાળવવાની શેઠવણ કરવી જોઈએ.
થી ઇ. સ. ૧૭૩માં લૉર્ડ નોર્થ મંત્રીપદે હતા, ત્યારે રેગ્યુલેટિંગ એકટ પસાર કરી વૈરન હેસ્ટિંગ્સને ગવર્નર જનરલ નીમવામાં આવ્યું. તેને મદદ કરવા માટે ચાર સભ્યોની એક સમિતિ સ્થાપવામાં આવી, અને તેની હકુમતથી સ્વતંત્ર ન્યાયાધીશની નીમણુક કરવામાં આવી. હેસ્ટિમ્સ રાજ્યવહીવટમાં સુધારા કર્યા. ત્યાર બાદ ઈંગ્લેન્ડને અમેરિકાનાં સંસ્થાને જોડે ચાલતા વિગ્રહને લાભ લઈ ફેન્ટેએ હિંદમાંથી અંગ્રેજોની જડ કાઢવાની પેરવી કરી. પરંતુ હેસ્ટિસે મુંબઈ પાસે મરાઠા જોડે જબરું યુદ્ધ કર્યું, હૈસુરના હૈદરઅલ્લીને હઠાવવામાં યથાશક્તિ સહાય આપી, અને હિંદમાં આવેલા અંગ્રેજી રાજ્ય ઉપર આવી પડેલું સંકટ ટાળ્યું. આ સર્વ વિગ્રહોનાં ભારે ખર્ચને પહોંચી વળવા માટે તેણે લીધેલા ઉગ્ર ઉપાય માટે તે ઇ. સ. ૧૭૮૫માં ઈરલેન્ડ ગયે, ત્યારે તેના પર અન્યાય અને જુલમના આરોપ મૂકી કામ ચલાવવામાં આવ્યું. એડમંડ બર્ક જેવા સમર્થ વક્તાએ તેના પર ગંભીર આક્ષેપ કર્યા. પણ સાત વર્ષની તપાસ પછી તેને દેષિમુક્ત ઠરાવવામાં આવ્યું.
તરુણ પિદ પ્રધાનપદે આવતાં તેને રેગ્યુલેટિંગ એકટ અસંતોષકારક ગ્યો, એટલે તેણે હિંદની રાજ્યવ્યવસ્થાને વધારે નિયમિત કરવા માટે ઈસુ. ૧૭૮૩માં એક કાયદો પસાર કર્યો. તેણે કંપનિ પાસે માત્ર વેપારનું કાર્ય રહેવા દીધું, અને રાજ્યવહીવટ માટે ગવર્નર જનરલને અધિક સત્તા આપી. તેના ઉપર દેખરેખ રાખવા માટે એક નિયામક મંડળ” (Board of Control) સ્થાપ્યું, અને હિંદી પ્રધાનની નીમણુક કરી. લૈર્ડ કોર્નલિસ જેવા કુલીન અને કર્તવ્યપરાયણ અધિકારીએ દેશમાં સુધારા ચાલુ રાખ્યા. પરંતુ સર જોન શેરના અનુગામી ઑર્ડ વેલસ્તીને જુદી નીતિ સ્વીકારવી પડી. ઈલેન્ડ નેપોલિયન ડે વિગ્રહ ચલાવતું હતું, તે સમયે અનેક દેશી રાજાઓનાં સૈન્યને ફ્રેન્ચ અમલદારો તાલીમ આપતા હતા. હૈસુરના ટીપુ સુલતાને અંગ્રેજોને હાંકી કાઢવાની સોનેરી આશાએ ફ્રેન્ચ જેડે સ્નેહ બાં હતું. પરંતુ વેલસ્લીએ “સહાયકારી સૈન્યની યોજના ઘડી તેને અસ્વીકાર કરનારા રાજાઓ જોડે યુદ્ધ આદર્યું. તેણે મહૈસુર, અયોધ્યા, અને કર્ણાટકમાં અંગ્રેજોની આણ વર્તાવી. હોલકર સિવાય સર્વ મરાઠા રાજાઓએ અનેક
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૧
દારુણ યુદ્ધો પછી અંગ્રેજોનું વર્ચસ્વ સ્વીકાર્યું. જ્યારે તેની નીતિ પ્રત્યે વિશ્વ દર્શાવી તેને પાછા ખેલાવી લેવામાં આવ્યા, ત્યારે દેશમાં અંગ્રેજોની પ્રતિષ્ઠા જામી હતી, દેશી રાજા નમી ગયા હતા, ફ્રેન્ચ કાવતરાં નિર્મૂળ થયાં હતાં, અને સુધારેલી રાજ્યપદ્ધતિના આરંભ થઈ ગયા હતા.
એગણીસમા સૈકાના આરંભમાં રશિઆએ મધ્ય એશિઆમાં હાથપગ પ્રસારવા માંડયાં, એટલે ઉત્તર સીમા પર આવેલા અધાનિસ્તાનને પ્રશ્ન ઉપસ્થિત થયેા. અમીર શાહસુન્ન અને દાવાદાર દાસ્ત મહમદ વચ્ચે ખટપટ જાગી, તેને લાભ લઈ લાડ આકલેન્ડે શાહસુજાનેા પક્ષ ખેંચી અધાનિસ્તાનમાં સૈન્ય માકલ્યું; પણ અજાણ્યા પહાડી પ્રદેશમાં તેનું બહુ ચાલ્યું નહિ. અંગ્રેજ એલચીનું ખૂન કરવામાં આવ્યું, અને પહાડી શત્રુઓથી ઘેરાયલા સૈન્યને બરફનાં તાફાનામાં ખૈબરઘાટને રસ્તે પાછા ફરવું પડયું. એ જબરી સેનામાંથી માત્ર એકજ, થાકેલા, ભૂખ્યા, દુર્બળ ઘેાડેસવાર રવડતા રઝળતા જલાલાબાદ પહેાંચવા પામ્યા, ઇ. સ. ૧૮૪૧.
ત્યાર પછી પરમ સાહસિક, યુદ્ધકલામાં પ્રવીણ, અને સાધનસંપન્ન સીખાના વારા આવ્યા. એ વિગ્રહામાં ઘેર યુદ્ધો મચ્યાં, અને ઇ. સ. ૧૮૪૯માં પંજાબને અંગ્રેજી રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યા. સિંધ અને દક્ષિણ બ્રહ્મદેશ આદિ સરહદ પર આવેલાં રાજ્યાની પણ એજ ગતિ થઈ.
સીખ લેાકા સાથેને વિગ્રહ સમાપ્ત થયે, એ અરસામાં લાર્ડ ડેલહાઉસી ગવર્નર જનરલ હતા. તેણે સ્વીકારેલી · ખાલસા નીતિ'થી કેટલાક રાજાએ અસંતુષ્ટ થયા. તેણે નહેરા, આગગાડી, રસ્તા, તાર, ટપાલ, અને કેળવણીના અનેક સુધારા કર્યા, પણ તેથી પ્રજામાં સંશય અને ભય ઉત્પન્ન થયાં, અને આ તે લેાકાને ધર્મભ્રષ્ટ કરવાની યુક્તિ છે એમ મનાવા લાગ્યું. દેશમાં અસ્વસ્થતા આવવા લાગી, તેમાં વળી શૈાર્યથી ઉન્મત્ત થએલા સિપાઈ ઓમાં વાત ચાલી, કે નવાં કારતુસેામાં ગાય અને ડુક્કરની ચરખી લગાડેલી છે. તેમને લાગ્યું કે સરકાર ધર્મમાં હાથ ઘાલે છે, અને સર્વને ફીરંગી બનાવી ધર્મભ્રષ્ટ કરવામાં આવનાર છે. હવે સુકા ધાસમાં અગ્નિ પડયા હાય એમ બન્યું. મીરતમાંથી ખંડ શરૂ થઈ ઉત્તર અને મધ્ય હિંદમાં પ્રસરી ગયું. બંગાળાનું સૈન્ય તેમાં ભળ્યું. સર્વે દિલ્હી દાડયા, એટલે મેગલ સામ્રાજ્ય
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૯૨
પુન: સ્થાપવાની આશાએ ત્યાંના બદશાહે તેમની જોડે ભળ્યેા. અયેાધ્યામાં અને ગંગાની ખીણના પ્રદેશામાં બખેડા થયા, અને કાનપુરમાં અંગ્રેજ સૈન્યનો સંહાર કરવામાં આવ્યા, ઇ. સ. ૧૮૫૭.
ખારા સમુદ્રમાંએ મીઠી વીરડી હાય, તેમ કટોકટીને પ્રસંગે હેાલકર, સિંધિયા, અને નિઝામ જેવા રાજકર્તાઓ, મુંબઈ અને મદ્રાસની પ્રજા, અને સીખ સૈન્ય રાજનિષ્ઠ રહ્યાં એટલુંજ નહિ, પણ તેમણે આ ખંડ શમાવી દેવાના પ્રયત્નોમાં હાર્દિક સહાય આપી. સીખ અને અંગ્રેજ સૈન્યાએ દિલ્હી ઉપર આક્રમણ કરી તે જીતી લીધું. સેનાપતિ હેવલાક લખનૌ પર ચડી ગયેા.૧ ધીમે ધીમે અંગ્રેજોનું વર્ચસ્વ પાછું જામ્યું, અને સર્વત્ર ખંડ શમી ગુયું, ઇ. સ. ૧૮૫૮.
સિપાઈ ઓને બળવેા શમ્યા પછી લાર્ડ ડર્બીના પ્રધાનમંડળે કાયદા પસાર કરી હિંદના રાજ્યવહીવટનું સૂત્ર ઈસ્ટ ઈન્ડિઆ કંપનિ પાસેથી લઈ લીધું, અને ઈંગ્લેન્ડના રાજકર્તા ( ‘તાજ’ )ને હસ્તક મૂકયું. હવે હિંદને પ્રધાન અને તેના મંડળની મારફત પાર્લમેન્ટે હિંદની રાજ્યવ્યવસ્થા કરવી એવા ઠરાવ થયા, અને રાજકર્તાના પ્રતિનિધિને વાઇસરોયનું પદ આપવામાં આવ્યું. મહારાણી વિકટારિઆએ પ્રખ્યાત જાહેરનામું (ઢંઢેરા) પ્રસિદ્ધ કરી પ્રજાને અભય વચન આપી તેના કલ્યાણને અર્થે રાજ્ય ચલાવવાનું જાહેર કર્યુ, ‘ખાલસા નીતિ’ રદ કરી હિંદના રાજકર્તાએ જોડે થએલા કરારા પાળવાની તત્પરતા દર્શાવી, અને ધર્મમાં હસ્તક્ષેપ ન કરવાનું આશ્વાસન આપ્યું. ઇ. સ. ૧૮૭૭માં દિલ્હીમાં ભવ્ય દરબાર ભરવામાં આવ્યે, અને મહારાણીએ ‘કૈસરે હદ'નું
૧. બળવાખોરોએ ૩૦મી જીનથી લખનૌ લેવાના પ્રયત્નો કરવા માંડયા, અને હેવલાક છેક ૨૫મી સપ્ટેમ્બરે પહોંચ્યા. તે દરમિઆન ધરાએલા અંગ્રેજોએ જે અપ્રતિમ સાહસ, અતુલ કર્તવ્યનિષ્ઠા, અને દેશપ્રેમની ઉત્કટ ભાવના દર્શાવી, તેનું તાર્દશ વર્ણન ટેનિસન વીર વાણીમાં આપે છે. તે કહે છે કે—
O banner of Britain, hast thou
Floated in conquering battle or flapt to the battle-cry
{ }..
Never with mightier glory than when we had reared thee on high Flying at the top of the roofs in the ghastly siege of Lucknow.
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૯૩
ગૌરવભર્યું પદ ધારણ કર્યું. હવે યુદ્ધો બંધ થયાં; માત્ર ઉત્તર બ્રહ્મદેશ અને અફઘાનિસ્તાન જોડે યુદ્ધને પ્રસંગ આવ્યો. અમીરે અંગ્રેજ એલચી અનિચ્છાએ સ્વીકાર્યો, પણ થોડા સમયમાં તેનું ખૂન કરવામાં આવ્યું. સર ફેડરિક રોબર્ટસ નામે પ્રસિદ્ધ સેનાપતિ સૈન્ય સહિત કાબુલ જઈ પહોંચ્યો. ત્યાં તેને સમાચાર મળ્યા કે અંગ્રેજો સૈવન્દ પાસે સખત હાર ખાઈ કંદહારમાં આશ્રય લેવા ભરાયા છે. તે તે જંગલી અને નિર્દય લોકોથી વસેલા ૩૦૦ માઈલના ડુંગરાળ પ્રદેશમાં ખડકેવાળા માર્ગ પર દડમજલ કરતો કંદહાર જઈ પહોંચે. અફઘાન હાર્યા, અને દેશ અંગ્રેજોના વર્ચસ્વ નીચે આવ્યો. હવે અફઘાનિસ્તાનનું સ્વતંત્ર રાજ્ય ગ્રેજોનું મિત્ર બન્યું. ઈ. સ. ૧૯૧૯ સુધી તે બ્રિટિશ રાજ્યનું મિત્ર હતું, છતાં અમુક પ્રસંગોને લીધે અફઘાનિસ્તાન સાથે ફરી લડાઈ કરવાનો વખત આવ્યા. તુર્કીએ બ્રિટિશ પક્ષ વિરુદ્ધ મહાન વિગ્રહમાં ભાગ લીધે, તેથી અફઘાનિસ્તાનની પ્રજાનાં મન ઉશ્કેરાયાં હતાં. અમીર અમાનુ લાખાનનો વિચાર પર રાજ્યો સાથે વ્યવહાર ચાલુ કરવાને થયા, અને તેણે પરરાજ્યના મંત્રીઓને દેશમાં બોલાવ્યા. ત્યાર બાદ સ્વતંત્ર થવાની ઇચ્છાથી તેણે અંગ્રેજો સાથે લડાઈ જાહેર કરી, પણ થોડા જ વખતમાં તે બંધ થઈ અને રાવળપિડી મુકામે સલાહ કરવામાં આવી. તે મુજબ હિંદુસ્તાનમાં થઈ અફઘાનિસ્તાનમાં હથિયાર લઈ જવાનું બંધ કરવામાં આવ્યું, અને અમીરની સ્વતંત્રતા કબુલ કરવામાં આવી. | અમીર અમાનુલ્લાખાને રાજ્યની બહુ સારી વ્યવસ્થા કરી. અને અફઘાનિસ્તાનમાં યુરોપી રાજ્યો માફક સુધારા કરવાનો વિચાર કર્યો. યુરોપના પ્રવાસે ઉપડવા તે મુંબઈ આવ્યો. ત્યારે તેને અપૂર્વ માન મળ્યું. આ પ્રવાસનો હેતુ બીજા રાજ્યના રાજ્યતંત્રનો અભ્યાસ કરવાનો હતો, અને તે ઉપરથી અફઘાનિસ્તાનમાં પ્રગતિ કરવાનો હતો. પ્રવાસેથી પાછા ફરીને તેણે પિતાના રાજયમાં સુધારા દાખલ કરવા માંડયા. પરંતુ અફઘાન પ્રજા વર્ષો થયાં જુની રૂઢિમાં ઉછરેલી હોવાથી લોકોને નવીન સુધારા પસંદ પડવા નહિ, તેથી લકે ઉશ્કેરાયા, અને “શીનવારી વગેરે જાતિઓએ બળવા કર્યા. પરિણામે અમાખુલ્લાખાનને ગાદી છોડવાનો વખત આવ્યો એટલું જ નહિ, પણ તેને સ્વદેશ છોડીને ચાલી જવું પડયું. હવે બચા-ઈ-સાકુ નામનો સિપાઈ આપબળથી
Page #407
--------------------------------------------------------------------------
________________
નાયક બન્યો, અને તેણે અફઘાનિસ્તાનના અમીરની પદવી ધારણ કરનાર પરંતુ રાજ્ય ચલાવવામાં એકલું બળ કામ લાગતું નથી, એ નિયમને અનુસરીને નાદિરખાનની સરદારી નીચે લેકે એકત્ર થયા, અને બચા–ઈ–સામુ તપને ગળે ઉડાવવામાં આવ્યો. અને બધી જાતિઓની સંમતિથી નાદિરખાને અફઘાનિસ્તાનના અમીરની પદવી લીધી. પરંતુ ત્યાર પછી અફઘાન રાજ્ય તંત્રમાં સ્થિરતા દેખાતી નથી, અને અણકયા પ્રસંગો ઉભા થયે જાયે છે.
શાંતિ અને પ્રગતિના કાળમાં પ્રજાની આકાંક્ષાઓ જાગૃત થઈ, એટલે તે વ્યક્ત કરવા માટે ઈ. સ. ૧૮૮૫માં “રાષ્ટ્રીય મહાસભા” (Indian National Congress)ની સ્થાપના થઈ. તેના પ્રયત્નોથી ઈ. સ. ૧૯૦૯માં વાઈસરોય લોર્ડ મિન્ટોના અમલમાં હિંદી પ્રધાન લેંર્ડ મલએ કાઉન્સિલમાં સુધારા કર્યા. ઈ. સ. ૧૯૧૨માં સમ્રાટ પંચમ જે દિલ્હીમાં ભવ્ય દરબાર ભરી તેને હિંદનું પાટનગર જાહેર કર્યું. યુરોપના ભયંકર મહાવિગ્રહમાં હિદે બજાવેલી અણમૂલ સેવાથી કૃતજ્ઞતાભાવે પ્રેરાઈ ઇ. સ. ૧૯૧૭માં પ્રધાનમંડળે હિંદમાં કમે ક્રમે જવાબદાર રાજ્યપદ્ધતિ સ્થાપવાનું જાહેર કર્યું, અને હિંદ વિષે પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા હિંદી પ્રધાન મિ. મૈયું હિંદમાં આવ્યો. તેણે અને વાઈસરોય લે 212245 21074049281176 4412111 orall (Montague-Chelmsford Reforms) ઘડી કાઢી, અને ઇ. સ. ૧૯૧૯માં પાર્લમેન્ટે તે મંજુર કરી.
ઈ. સ. ૧૯૧૯માં પાર્લમેન્ટ મંજુર કરેલા મોન્ટેગ્યુ-ચેમ્સફડ સુધારા પ્રમાણે હિંદનું રાજ્યતંત્ર ઇ. સ. ૧૯૩૬ સુધી ચાલ્યું. આ યોજનામાં નવા સુધારાને દસ વર્ષ થાય ત્યારે હિંદને જવાબદાર રાજ્યતંત્ર સોંપવાનો વિચાર ચલાવવા માટે કમિશન મેકલવાનું જાહેર કર્યું હતું. તે પ્રમાણે ઈ. સ. ૧૯૨૮ માં સર જોન સાઈમનના પ્રમુખપણા નીચે સાત સભ્યોનું મંડળ હિંદુસ્તાનમાં આવ્યું. તે મંડળના સભ્યોએ મુખ્ય શહેરમાં ફરી શા શા સુધારા કરવા, તે વિષે અભિપ્રાયો એકઠા કર્યા. સ્વતંત્રવાદીઓ આ મંડળની વિરુદ્ધ હતા, છતાં મંડળ પિતાનું કાર્ય બજાવી ઈલેન્ડ પાછું ફર્યું, અને તેણે ઇ. સ. ૧૯૩૦ માં પોતાનો રિપોર્ટ બહાર પાડે. તેના ઉપર પાર્લમેન્ટ વિચાર કર્યો. તે રિપોર્ટ ઉપર વિચાર ચલાવવા ત્રણ વાર “રાઉન્ડટેબલ કોન્ફરન્સ” ભરાયાં. એની પહેલી બેઠકમાં મહાસભાએ ભાગ લીધો નહોતો, પણ બીજી બેઠક્નાં મહાસભા
Page #408
--------------------------------------------------------------------------
________________
૩ન્મ
રથી એકજ પ્રતિનિધિ તરીકે મહાત્મા ગાંધીજીએ હાજરી આપી હતી. તેમાં હિંદુસ્તાનના જુદા જુદા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યાં હતાં, આમ સાઈમન કમિશને ઈ. સ. ૧૯૨૮-૩૦ દરમિઆન પિતાનું કાર્ય પૂરે કરીને રિપેર્ટ પ્રસિદ્ધ કર્યો. તે પછી ઈ. સ. ૧૯૩૦માં ગોળમેજી પરિષદૂની પહેલી બેઠક ભરાઈ, ઈ. સ. ૧૯૩૧માં બીજી બેઠક ભરાઈ અને ઈ. સ. ૧૯૩૨માં ત્રીજી બેઠક ભરાઈ. આને પરિણામે “વેતપત્રમાં પ્રસિદ્ધ થયું, અને સિલેકટ કમિટીએ ઈ. સ. ૧૯૩૪માં પિતાને રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો. છેવટના પરિણામ તરીકે નવા રાજ્યબંધારણને બરડે પાર્લમેન્ટમાં પસાર થયે, અને ઈ. સ. ૧૯૩૫ના ઓગસ્ટની ૧લી તારીખે સમ્રાટ પંચમ જ્યેજે તેના ઉપર સહી કરી, એટલે તે ઈ. સ. ૧૯૩૫ના “ગવર્નમેન્ટ ઑવ ઈન્ડિઆ એકટ” તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આ નવા બંધારણ મુજબ ઈ. સ. ૧૯૩૭ના એપ્રિલની, ૧લી તારીખથી “પ્રાંતિક સ્વરાજ્યને અમલ શરૂ થઈ ગયો છે, અને હવે ફેડરેશન’ની સ્થાપના માટે પ્રયત્નો ચાલે છે.
૨. ચીન જગતના આ પ્રાચીન દેશ જોડે ઈલેન્ડનો સંબંધ જુને છે. ઈ. સ.. ૧૮૪૦માં હિંદનું અફીણ ચીનમાં લઈ જવાના સંબંધમાં બંને દેશો વચ્ચે જે વિગ્રહ થયો, તેથી અંગ્રેજોને હોંગકોંગ દ્વીપ મળ્યો. ત્યાર પછી તેનો ઘણો ઉત્કર્ષ થયો, અને આજે તે વેપારનું અગત્યનું મથક અને બંદર ગણાય છે.
ઈ. સ. ૧૮૫૭-૬૦ દરમિઆન કેન્ટન બંદરમાં આવેલી વેપારી આગબોટ પરના અંગ્રેજ વાવટાનું અપમાન કરવા માટે જે યુદ્ધ થયું, તેમાં ફ્રાન્સે ઈલેન્ડને સહાય આપી, એટલે ચીનની સરકાર અંગ્રેજોને થએલું નુકસાન ભરી આપવા, પેકિનમાં અંગ્રેજ એલચી રાખવા, અને કેટલાંક બંદરો અંગ્રેજ વેપારીઓને માટે ખૂલાં મૂકવા કબુલ થઈ.
હવે ઈલેન્ડની પેઠે બીજો યુરેપી રાજ્યની દૃષ્ટિ ચીન પર ચેટી, એટલે તેઓ તેના સંબંધમાં આવવા લાગ્યાં. ફ્રાન્સ પેસિફિક મહાસાગરમાં વિસ્તીર્ણ પ્રદેશ હાથ કર્યો હતો. રશિઆએ પાર્ટ આર્થર હસ્તગત કર્યું હતું. ઇ. સ. ૧૮૯૮માં બે ધર્મપ્રચારકોનાં ખૂન થયાને નિમિત્તે જર્મનીએ કિઆઉચાઉ કબજે લીધું. અને ઈંગ્લેન્ડે વહાલી નગર લઈ લીધું. ત્યાર પછી યુરોપી પ્રજાઓએ ચીનમાં આગગાડી કરવાના અને ખનીજ પદાર્થોની શોધ
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૬
'.
કરવાના પ્રયત્ને “ આદર્યાં. પરંતુ આ પરદેશીઓના આગમન અને આંક્રમણથી કેટલાક ચીનાઓનું દેશાભિમાન પ્રદીપ્ત થયું. કેટલાક ઉદ્દામ મતવાળાઓએ આ પરદેશીઓને હાંકી કાઢવા માટે ‘બાકસર' નામે મંડળ સ્થાપ્યું, અને ગેારા પાદરીએની નિર્દય હત્યા કરવા માંડી. ઇ. સ. ૧૯૦૧માં આ મંડળે સર્વ એલચીખાતા ઉપર આક્રમણ કર્યું, અને યુરાપીઅનેાના જાન જોખમમાં આવી પડયા. સર્વ યુરોપી રાજ્યનું સંયુક્ત સૈન્ય આ તોફાનીઓની ખ લેવા રવાના કરવામાં આવ્યું, અને તેથી ચીનને ભારે યુદ્ધદંડ ભરવા પડયા. આ પ્રમાણે દેશમાં આવેલી જાગૃતિને પરિણામે . સ. ૧૯૧૨માં રાજસત્તાનું ખંડન કરી ત્યાંની પ્રજાએ પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરી.
ચીનના પ્રશ્નનું સંતાષકારક સમાધાન થવા માટે ભવિષ્ય પ્રત્યે દષ્ટિ નાખવી પડે છે. હમણાં તેના કેટલાક પ્રદેશ પર જાપાનનું આક્રમણ ચાલુ છે. ૩. આફ્રિકા
૧૯મા સૈકાના મધ્ય સુધી આફ્રિકા સંબંધી યુરોપ અજ્ઞાત હતું. પછી ડૉ. લિવિંગસ્ટન અને સ્ટેનલીએ દેશની અંદર પ્રવાસ કરી નવા મુલકા શેાધ્યા, એટલે પેાતાના માલનું બજાર શોધનારાં યુરોપનાં રાજ્યામાં ત્યાં વસવાટ કરવાની આતુરતા ઉભી થઈ. ફ્રાન્સે એરિઆના વિસ્તીર્ણે પ્રદેશ લીધે, જર્મનીએ આફ્રિકાના પૂર્વ પશ્ચિમ કિનારા પર અમલ જમાવ્યેા, ઈટલીએ રાતા સમુદ્રની પાસે થાણું જમાવ્યું, બેલ્જીયમે કાંગા ફ્રી સ્ટેટનું સંસ્થાન સ્થાપ્યું, અને પોર્ટુગલે પૂર્વ અને પશ્ચિમ કિનારા પર થોડા મુલક મેળવ્યો.
,
આવા સંયેાગેામાં ઈંગ્લેન્ડ કૅમ સ્વસ્થ બેસી રહે? કેપ કાલાની, નાતાલ, સીએરા–લિની, અને ગાલ્ડ કાસ્ટ આદિ પ્રદેશ તેના તાબામાં આવ્યા. ખુચાનાલેન્ડ અને હાડૅશિ ઉપર તેને અધિકાર સ્થાપવામાં આવ્યા. પશ્ચિમ કિનારા પર સ્થપાએલી ‘ રાયલ નાઈજર કંપનિ ’ પાસેથી વિસ્તીર્ણ પ્રદેશ લઈ તેને ‘નાઇરિઆ ' નામ આપ્યું, અને ઇ. સ. ૧૯૦૦થી ઈંગ્લેન્ડે તેના પર દેખરેખ રાખવા માંડી. પૂર્વ કિનારા પર ઈસ્ટ આફ્રિકા કંપનિ સ્થપાયાથી યુગાન્ડા અને બ્રિટિશ પૂર્વ આફ્રિકા અંગ્રેજોના વર્ચસ્વ નીચે આવ્યા. ઇ. સ. ૧૮૮૪માં સે।માલીલેન્ડ અને ઇ. સ. ૧૮૯૧માં ઝાંઝીબાર અંગ્રેજોને મળ્યા હતા. મહાવિગ્રહની સમાપ્તિ પછી જર્મનોનું નૈૠત્ય આફ્રિકા દક્ષિણુ આફ્રિકાનાં સંસ્થામાં ભળ્યું. પૂર્વ આફ્રિકા બેલ્જીયમ અને ગ્રેટષિટને વહેંચી
Page #410
--------------------------------------------------------------------------
________________
લીધું. કામરૂન અને ગાલેન્ડના બ્રિટન અને ફાન્સ વચ્ચે ભાગ પડ્યા. બે. વર્ષ ઉપર ઈટલીએ એબિસિનિઆને પ્રદેશ જીતી લીધો.
૪. મિસર પુરાતન સંસ્કૃતિ માટે પ્રસિદ્ધિ પામેલું મિસર તુર્કસ્તાનના નામના અધિ
Eભૂ: :::
મિ સરો
::
»
જાન
કે
છે
c:
સીએલ ઉંબર'
રાનો સમુદ 1 રિવેઝ યુ એ કે
"
- ના
T
એ વેલો
છે
;
ઈ શિ અ ન ધન" }
* આંમ દૂર .
*
ખમ
Goa
..
Page #411
--------------------------------------------------------------------------
________________
કાર નીચે હતું. ઇ. સ. ૧૮૩૩માં મહમદઅલી નામે સરદારે તે દેશને કાજે કરી સુલતાનની પરવા કર્યા વિના સ્વતંત્ર રાજ્ય કરવા માંડયું એટલું જ નહિ, પણ પછી તે ખુદ કોન્સટિનોપલ પર તેણે હુમલો કર્યો. મિસરમાં વગવસીલે મેળવવાની આશાએ ફાસે તેનો પક્ષ લીધે, ત્યારે અન્ય રાજ્યોએ સુલતાનને પક્ષ લીધે. અંતે સમાધાન કરી મહમદઅલીએ સીરિઆ પ્રાંત સુલતાનને પાછો આપી દેવો એવો નિર્ણય થયે, અને મહમદઅલ્લીને મિસરને પાશા સ્વીકારવામાં આવ્યા.
બેદિવ ઈસ્માઈલ : ઈ. સ. ૧૮૬૩માં આ પરાક્રમી સરદારના મરણ પછી તેને પૌત્ર ઈસ્માઈલ તેને સ્થાને આવ્યું. તેણે સુલતાનને મૂલ્યવાન નજરાણું એકલી બેદિવને ઈલ્કાબ મેળવ્યું. તેણે દેશમાં અનેક પ્રકારના સુધારા કરવા માંડયા. એ સર્વ સુધારામાં નાણાંની જરૂર પડતી, પણ એ માછલા રાજા પાસે નાણું ન હતું. તેના એશઆરામ અને ભોગવિલાસમાં પણ અઢળક દ્રવ્યની જરૂર પડતી. તેના જલસાનાં લખલૂટ ખર્ચ પ્રજા પાસેથી વધારે કર નાખીને વસુલ લેવામાં આવતાં. દેશનું કરજ બેસુમાર વધી ગયું તો પણ એ વિલાસી રાજાની ખોટને ખાડો પૂરાયે નહિ, એટલે તેણે સુએઝની નહેરના શેર (Shares) વેચવા કાઢયા. હિંદ જવાના ટુંકા જળમાર્ગની અગત્ય ઈંગ્લેન્ડ કયારનું પિછાણી ચૂક્યું હતું, એટલે પ્રધાન ડિઝરાયેલીએ ૬ કરેડ રૂપીઆમાં શેર ખરીદીને સુએઝની નહેર પર વાસ્તવિક વર્ચસ્વ મેળવી લીધું. દરમિઆન દેશમાં આર્થિક દુર્દશા વધતી હતી, એટલે ઈંગ્લેન્ડ અને ફાજો સુલતાન પર લાગવગ ચલાવી ઈસ્માઈલને પદભ્રષ્ટ કરી તેના પુત્ર તેફિક પાશાને ગાદી અપાવી. દેશની આર્થિક વ્યવસ્થા ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ પિતાને હસ્તક રાખી.
અરબી પાશાનું બંડ : આ પ્રમાણે પરદેશીઓ દેશની આંતર વ્યવસ્થામાં હાથ ઘાલે, એ વાત મિસરીઓને ગમતી ન હતી. એથી અરબી પાશા નામે લશ્કરી અમલદારની આગેવાની નીચે પરદેશીઓને હઠાવવાની ચળવળ શરૂ થઈ, ઈ. સ. ૧૮૮૧. અપંતુષ્ટ સેનિટેની સહાયથી તેણે બં જગાડયું, અને આશરે ૫૦ યુરોપીઅોની કતલ કરાવી. અંગ્રેજ નૌકાસૈન્ય એલેકઝા િઆ પર હલ્લે કરી તેને જમીનદોસ્ત કરી નાખ્યું. પરંતુ અંગ્રેજ
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૯ સૈન્યે ટેલ એલ કબિરના યુદ્ધમાં અરખી પાશાના ગર્વ તેને કેદ કરી સિલેન મેાકલવામાં આવ્યા. ફરીથી સ્થપાઈ. આ વિગ્રહમાં ફ્રાન્સ તટસ્થ રહ્યું, એટલે તે ‘ભાગ આપવાનું બંધ કરવામાં આવ્યું.
સુદાનમાં યુદ્ધ : આ પ્રથમ વિગ્રહ પૂરા શમ્યા નહિ, ત્યાં તે ખીજો વિગ્રહ ઉભા થયા. સુદાનના વિસ્તીર્ણ પ્રદેશમાં એકાએક ખંડ ઊઠયું. ત્યાંના એક ધર્મોપદેશકે પાતાને ‘ મહાદી ’ ( મહંમદ પેગંબરના ભાવી અવતાર ) તરીકે ઓળખાવી સર્વત્ર મુસલમાની અમલ સ્થાપવાની હાકલ પાડી. ખેદિવના જુલમી અમલ અને અસહ્ય કરથી ત્રાસેલા અનેક ઉત્સાહી મુસલમાને તેને આવી મળ્યા. ખેવેિ અંગ્રેજ સેનાપતિ હિકસને ખંડખારાને શિક્ષા આપવા દાડાવ્યો. પરંતુ ઇ. સ. ૧૮૮૩માં બંડખોરાએ હિકસના સૈન્યને એવા ધાણુ વાળ્યે, કે અંગ્રેજ સરકારે સુદાન ખાલી કરવાની ખેદિવને સૂચના આપી, અને મિસરના રાજકારણમાં હાથ ધાલવાના નિશ્ચય કર્યા. સુદાનમાં ભરાઈ પડેલા મિસરી સૈન્યને વ્યવસ્થિત રીતે પાછા આવવાનું ભગીરથ કાર્ય ગાર્ડન નામના સાહસિક, પરાક્રમી, અને ચતુર સેનાપતિને શિરે આવી પડયું.
ગાર્ડનનું મૃત્યુ: ઇ. સ. ૧૮૮૪માં ગાર્ડને ખાતુમ જઈ ઘેાડું ઘણું સૈન્ય રવાના કર્યું. તેણે દેશમાં શાંતિ સ્થાપવા માટે વિષ્ટિ ચલાવવાના પ્રયત્ન કર્યો, પણ બ્રિટિશ સરકારે તેમાં સંમતિ દર્શાવી નહિ, એટલે મહાદીના અનુયાયીઓએ તેને ઘેરી લેવા માંડયા. તારનાં દેારડાં તેાડી તેને સર્વ વ્યવહાર બંધ કરી નાખવામાં આવ્યા. ગ્લેડસ્ટનના પ્રધાનમંડળે વિચારમાં પાંચ માસ વ્યર્થ ગાળી આ હીણભાગી સરદારને કંઈ સહાય માકલી નહિ. આખરે વુલ્સીને સૈન્ય સહિત રવાના કરવામાં આવ્યો, પણ તે વેળાસર પહોંચી શક્યા નહિ; તેના આવતા પહેલાં અદ્દભુત ધૈર્ય અને સાહસપૂર્વક ૩૧૭ દિવસ સુધી શત્રુઓને હંફાવી આખરે તે પરાક્રમી સરદાર શૂરાને છાજતી રીતે શત્રુઓને હાથે મરાયા, ઈ. સ. ૧૮૮૫. મહાદીને વશ કરવાના પ્રયત્ને તે સમયે તજી દેવામાં આવ્યા. ક્રોમરની રાજ્યવ્યવસ્થાઃ સુદાનમાં આવી પરિસ્થિતિ હાવા છતાં મિસરમાં નવી સ્થિતિ નિર્માણ થઈ. ઈંગ્લેન્ડના સૈન્યની સહાયથી સત્તા ટકાવી રાખનાર ખેદિવને તેના વિના ચાલે તેમ ન હતું. તુર્ક સુલતાનને ખંડણી
ઉતાર્યાં, ઇ. સ. ૧૮૮૨. ખેવિની સત્તા દેશમાં પછી તેને વહીવટમાં
Page #413
--------------------------------------------------------------------------
________________
-૪૦ ભરવાનું અને તેનું નામનું વર્ચસ્વ સ્વીકારવાનું ચાલુ રહેવા છતાં મિસરનો સંરક્ષણને અર્થે રાખવામાં આવેલું અંગ્રેજી સૈન્ય, મિસરનો આર્થિક વહીવટ અને વ્યવહાર, એ સર્વ અંગ્રેજ કેન્સલ જનરલ હૈ ક્રેમરની ઈચ્છા પ્રમાણે ચાલવા લાગ્યાં. તે ભલા મુત્સદ્દીએ દેશમાંથી અવ્યવસ્થા દૂર કરી ન્યાય, શિક્ષણ, અને કૃષિમાં યોગ્ય સુધારા કરી દેશની સમૃદ્ધિ વધારવાના ઉપાય યોજી નવીન યુગને આરંભ કર્યો. આથી તે “ અર્વાચીન મિસરને વિધાતા” કહેવાય છે તે યોગ્ય છે.
બીજે સુદાનવિગ્રહર આમ અંગ્રેજોની દેખરેખ નીચે દેશને વહીવટ આવતાં તેમણે અર્વાચીન પદ્ધતિ પ્રમાણે મિસરી સૈન્યને તાલીમ આપવા માંડી. આવા કસાએલા સૈન્યની સહાયથી મહાદી પછી ગાદીએ આવેલા ખલિફા પાસેથી સુદાન ફરીથી જીતી લેવાનો નિર્ણય કરવામાં આવ્ય, ઈ. સ. ૧૮૯૬. લોર્ડ કિચનર જેવા કુનેહબાજ દ્ધાને અંગ્રેજ અને મિસરી સૈન્યની સરદારી આપવામાં આવી. તેણે ઈ. સ. ૧૮૯૮માં એમદુરમાનના યુદ્ધમાં ખલિકાના સૈન્યને સખત હાર ખવરાવી ખાર્તુમ કબજે કર્યું. ત્યાર પછી સુદાન અંગ્રેજ અને મિસરના સંયુક્ત અમલ નીચે આવ્યું.
અર્વાચીન મિસર છેલ્લા યુરેપી મહાવિગ્રહમાં ખેદિ તુર્કસ્તાનને પક્ષ લીધે, એટલે ઈલેન્ડ જાહેર કર્યું, કે મિસર તુર્કસ્તાનથી છેક સ્વતંત્ર છે, અને તે અમારું સંરક્ષિત રાજ્ય છે, ઈ. સ. ૧૯૧૪. વિગ્રહની સમાપ્તિ પછી ઈગ્લેન્ડે એ દેશને સ્વરાજ્ય આપવાનો નિર્ણય કર્યો, ઈ. સ. ૧૯૨૨. હવે માત્ર કેપ-કેરે રેલવે અને સુએઝની નહેરનું હિત સચવાય તેવા પ્રદેશે અંગ્રેજોના અધિકારમાં રાખવાનું ઠરાવ કરવામાં આવ્યો છે. મહાયુદ્ધની સમાપ્તિ પછી મિસરનું સ્વાતંત્ર્ય સ્વીકારવામાં આવ્યું; માત્ર અંગ્રેજોને મિસર ઉપર નામનો કાબુ છે. તેઓ મિસરની પરરાજ્યો સાથેની નીતિ ઉપર તથા
૧. ઈંગ્લેન્ડને પૂર્વના બીજા પ્રદેશો જુદે જુદે સમયે મળ્યા છે. ૧૯મા સૈકાના આરંભમાં મલાકા અને સિંગાપુર મળ્યાં. ઈ. સ. ૧૮૭૦-૧૮૯૬ના અરસામાં મલાયા સ્ટેટ્સ પર અંગ્રેજ અધિકાર સ્થપાય. ઈ. સ. ૧૮૮૮માં નૈર્થ બેનિઓ અને સેવક અંગ્રેજોની દેખરેખ નીચે આવ્યાં. ઈ. સ. ૧૮૭૪માં ફિજીદ્વીપ અને પેસિફિકમાંના અસંખ્ય નાના ટાપુઓ મળ્યા.
ચા. -
-
-
-
Page #414
--------------------------------------------------------------------------
________________
૪૦૩
સુએઝની નહેરની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખે છે; છતાં જ્યારે કાન્ઝર્વેટિવ પક્ષ અમલમાં હતા, ત્યારે પ્રધાનમંડળે મિસરની આંતરિક વ્યવસ્થામાં માથું મારવા માંડયું. આને પરિણામે મિસરમાં અશાંતિ અને અસંતષ ફેલાયા. દરમિઆન ઇજિપ્ટના હાઈ કમિશનર લાર્ડ લાઈડે ત્યાં કેટલીક ડખલગીરી કરી. પરંતુ ઈંગ્લેન્ડમાં મજુર સરકારને અમલ થયે, ત્યારે મિસર સંબંધી રાજનીતિમાં ફેરફાર થયા. હવે આંતરિક બાબતામાં ઇજિપ્તનું સ્વાતંત્ર્ય સ્વીકારાયું, અને લાર્ડ લાઇડને રાજીનામું આપવાની ફરજ પડી.
અગત્યની તવારીખ
૧૮૮૧ અરખી પાશાનું ભંડ ૧૮૮૫ ગાર્ડનનું મૃત્યુ
૧૮૯૮ એમદુરમાનનું યુદ્ધ ૧૯૨૨ મિસરને સ્વાતંત્ર્ય મળ્યું,
પ્રકરણ ૧૫મું સામ્રાજ્યમાં સ્વરાજ્ય ૧. કેનેડા
ઇ. સ. ૧૭૮૩માં અમેરિકાનાં સંસ્થાને સ્વતંત્ર થયાં, તેનું કારણ ઈંગ્લેન્ડની તેમના પ્રત્યેની રાજનીતિ હતું. ઇ. સ. ૧૭૮૩ની વર્સેલ્સની સંધિ પછી ઈંગ્લેન્ડની સંસ્થાના પ્રત્યેની નીતિ બદલાઈ. એ સાથે સંસ્થાના સમૃદ્ધ થયા પછી સહેજે તેઓ માતૃભૂમિથી છુટાં પડી જવાનાં એવા મત ચાલવા લાગ્યા. વેપારી સ્વતંત્રતા આપ્યા પછી તેઓ માત્ર સ્વાર્થ જુએ છે, એથી સંસ્થાને સ્થાપવામાં લાભ નથી, અને તેમના સંરક્ષણ માટે નૌકાસૈન્ય રાખવું એ નાણાંને દુર્વ્યય કરવા જેવું છે, એવા મત પ્રબળ થવાથી સંસ્થાને વિષે દેશમાં ઉદાસીનતા આવી. હવે સંસ્થાનાના મંત્રીની જગા કમી કરી તેના વહીવટ યુદ્ધ ખાતાને સાંપવામાં આવ્યો. અમેરિકાનાં અમુક સંસ્થાના સ્વતંત્ર થયા પછી કૅનેડા, ગ્રુપ બ્રિટન, નાવાકાશિઆ, ન્યૂમ્રન્સવિક, પ્રિન્સ એડવર્ડ એટ આદિ ઈંગ્લેન્ડના તાબામાં રહ્યા, અને સ્વતંત્ર સંસ્થાનામાંથી પણ ઈંગ્લેન્ડના અધિકાર નીચે રહેવા ઇચ્છનારા અનેક લોકો આ પ્રાંતામાં જઈ વસ્યા. વિશેષે કરીને કેનેડામાં અંગ્રેજ વસ્તીનું પ્રમાણ વધવા લાગ્યું.
..
Page #415
--------------------------------------------------------------------------
________________
- - કેજો પાસેથી કેનેડ જીતી લીધા પછી ઈ. સ. ૧૭૭૪માં સાં ની ચાની ફેન્ચ પ્રજાને રેમન કેથલિક ધર્મમાં, આચારવિચારમાં, અને રાજ્યના ધટનામાં કે કાયદામાં ફેરફાર નહિ કરવાનું વચન આપ્યું. તે પછી અંગ્રેજો પાણીના રેલાની પેઠે આવી કાયમી વસવાટ કરવા લાગ્યા, એટલે તેમની અને
ચેની વચ્ચે ધર્મ, વિચાર, આદિ અનેક વિષયમાં મતભેદ પડ્યો. આવી સ્થિતિમાં સમાધાન આણવા માટે તરુણ પિદે ઇ. સ. ૧૭૯૦માં કાયદે કરી કેનેડાને “ઉત્તર” અને “દક્ષિણ” એવા બે ભાગ પાડવા. મુખ્યત્વે કરીને ઉત્તર કેનેડામાં અંગ્રેજો અને દક્ષિણ કેનેડામાં ફેન્સે રહે એ નિર્ણય થયો. આ બંને પ્રાંતને પ્રતિનિધિ–સભા આપવામાં આવી. પરંતુ ગવર્નર તેને જવાબદાર ન હોવાથી તે માત્ર શેભાની રહી, એટલે કેટલીક વેળા છે થતા. પછી ઉત્તર પ્રાંતમાં અંગ્રેજોએ વેપાર આદિમાં જબરી પ્રગતિ કરી, પણ એવી બાબતોમાં અજાણ્યા ફેન્ચ જેવા ને તેવા રહ્યા. છેવટે ઉત્તર અમેરિકાનાં બીજાં સંસ્થાનમાં કેનેડા જેવી રાજ્યપદ્ધતિ દાખલ કરવામાં આવી.
પરંતુ આ રાજ્યપદ્ધતિથી અંગ્રેજો અને ફેન્ચે વચ્ચેનો સંબંધ સુધર્યો નહિ. ઉત્તર કેનેડાના અંગ્રેજો વધારે રાજકીય હકની માગણી કરવા લાગ્યા, અને ઈ. સ. ૧૮૩૭માં નાનું સરખું બંડ થયું. લશ્કરી કાયદાની સહાયથી બંડ દબાવી દેવામાં આવ્યું, પણ સંસ્થાનીઓની સ્થિતિને અભ્યાસ કરી તેમને અનુકૂળ થાય એવી યોજના તૈયાર કરવા લૈર્ડ ડરહામ નામે ઉદારચિત્ત અને પ્રવીણ મુત્સદ્દીને મોકલવામાં આવ્યો. તેણે પિતાના મશહુર નિવેદનમાં કરેલી સૂચના અનુસાર બંને પ્રાંતિને એકત્ર કરી બે ધારાસભા સ્થાપવામાં આવી, અને એ અધિકારીઓને તેના જવાબદાર બનાવવામાં આવ્યા. ત્યાર પછી ત્યાં આગગાડી, તાર અને બીજા સુધારા દાખલ થતાં કેનેડાની ઉન્નતિ થઈ. તેના ઉદ્યોગી વતનીઓને ધીમે ધીમે ફેલાવો થયે, એટલે તેનું રાજ્ય વિસ્તાર પામ્યું. આ સર્વ સંસ્થાને એકત્ર કરી તેનું સંગઠિત રાજ્ય બનાવવાની પેજના ઈ. સ. ૧૮૬૭માં મૂર્ત થઈ. એથી કેબેક, ઓન્ટારિઓ, ન્યબ્રન્સવિ, નવા કેશિઆ આદિ સર્વ સંસ્થાનેને “કેનેડાનું સંગઠિત રાજ્ય” બનાવ્યું, અને તેના પર દેખરેખ રાખવા માટે ઈલેન્ડના પ્રધાનમંડળે ગવર્નર જનરલશ્રી, નીમણુક કરી. પરરાજ્યનું અને સામ્રાજ્યના પ્રશ્નો સિવાય બીજી બાબતમાં
*'..
Page #416
--------------------------------------------------------------------------
________________
તેમને સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું. ગવર્નર જનરલ અને તેના મંત્રીમંડળને સહાય કરવા માટે ત્યાં સમસ્ત દેશના મતદારોએ મેકલેલા “પ્રતિનિધિઓની સભા” (The House of Commons ) અને પ્રત્યેક પ્રાંતના પ્રતિનિધિઓની બનેલી “સેનેટ” એવી બે પ્રકારની રાજસભા હોય છે. પ્રત્યેક પ્રાંતમાં આવી જવાબદાર રાજ્યપદ્ધતિની વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. ઈ. સ. ૧૮૭૦માં મનિબા પ્રાંત, ઈ. સ. ૧૮૭૧માં બ્રિટિશ કેલિબિઆ, અને ઇ. સ. ૧૮૭૨માં પ્રિન્સ એડવર્ડ બેટ કેનેડામાં ભેળવી દેવામાં આવ્યા.
આમ સંયુક્ત કેનેડાનું સ્વતંત્ર સંસ્થાન થતાં લોકોની ઉન્નતિ ઝપાટાબંધ થવા લાગી. પોતાના કિનારાનું રક્ષણ કરવા અને ઈંગ્લેન્ડના નૌકાસૈન્યને સહાયરૂપ થવા માટે ઈ. સ. ૧૯૦૯માં કેનેડાની સરકારે લશ્કરી જ્હાજો બાંધવાનો ઠરાવ કર્યો છે. ઈ. સ. ૧૮૮૫માં “કેનેડિઅન પેસિફિક રેલવે” બંધાવાથી ત્યાંના વેપારને અને ખેતીને સારે વેગ મળ્યો છે. પ્રેરીનો ઘાસવાળો પ્રદેશ ઘઉંનાં ખેતરોથી સુશોભિત અને સમૃદ્ધ બન્યો છે. -
૨. ઓસ્ટ્રેલિઆ : સત્તરમા સૈકાના પૂર્વાર્ધ પહેલાં ટાશ્મન નામના વલદાએ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિઆના પૂર્વ કિનારાની શોધ કરી, ત્યારથી છેડે સમય આ દેશ ન્યૂ હેલેન્ડ” નામે ઓળખાયો. ત્યાર પછી ડેમ્પિયર નામના અંગ્રેજ નાવિકે આ પ્રદેશમાં પ્રવાસ કર્યો, પણ આટલે દૂર સંસ્થાની સ્થાપવાની કોની પછાતી ચાલે? અઢારમા સૈકામાં કેપ્ટન જેમ્સ કુક નામે સાહસિક નાવિકે પિસિફિક મહાસાગરમાં સફર કરવા માંડી. તેણે ઑસ્ટ્રેલિઆના પૂર્વ કિનારા પર પ્રવાસ કર્યો અને બીજે વખતે સેન્ડવિચ દ્વીપ શોધી કાઢો, પણ હવાઈના
જંગલી લેકેએ તેને વધ કર્યો. ઈ. સ. ૧૭૭૯. પરંતુ તેના મરણ પહેલાં - તેણે પૂર્વ ઓસ્ટ્રેલિઆને અંગ્રેજ મુલક તરીકે ગણાવવા માંડ્યો હતો, એટલે તેણે શોધેલા ભાગને “ન્યૂ સાઉથ વેલ્સ નામ આપવામાં આવ્યું. સંસ્થાનો
સ્થાપવા પ્રત્યે પ્રસરેલી સામાન્ય બેદરકારીને લીધે તે સમયે પ્રજાએ આદેશ પ્રત્યે લક્ષ આપ્યું નહિ. પરંતુ અમેરિકાનાં સંસ્થાનો ગયા પછી કાળા પાણીની સજા પામેલા કેદીઓને હવે ક્યાં મેકલવા, એ વિકટ પ્રશ્ર સરકાર સમક્ષ
Page #417
--------------------------------------------------------------------------
________________
આવતાં તેનું ધ્યાન આ નવા મુલક પર ચૂંટયું. . સ. ૧૭૮૮માં કેપ્ટન ફિલિપ સૈનિકે અને કેદીઓથી ભરેલું વહાણ લઈ “બેટની બે’ના જેકશન બંદરમાં દાખલ થયો, અને ત્યાં કેદીઓનું નાનું ગામ વસ્યું. તેનું નામ સિડની પાડવામાં આવ્યું. ત્યારપછી દેશનિકાલની સજા પામેલા કેદીઓનાં અનેક જૂથ આ દેશમાં ઉતર્યા. તેમાંના ઘણાખરા પિતાની મુદત પૂરી થઈ જાય, ત્યારે સ્વદેશ પાછા ન જતાં અહીં ખેતી કરી ગુજરાન ચલાવતા. નેપોલિયન જેનાં યુદ્ધોની સમાપ્તિ પછી દેશમાં પ્રસરેલી બેકારીને લીધે અનેક કુટુંબ નવાં સંસ્થાનમાં પિતાનું ભાગ્ય અજમાવી જોવા આવ્યાં. સરકારે વસ્તી વધારવાની આશાએ મબદલો લીધા વિના તેમને જમીન આપવા માંડી. ઈ. સ. ૧૮૨૯માં અંગ્રેજોએ સમગ્ર ખંડ પિતાને તાબે કરી લીધું. તેમાં વળી દેશના મૂળ વતનીઓની સંખ્યા અલ્પ હતી, એટલે નવા સંસ્થાનીઓને યુદ્ધ વિના વસવાટ કરવાનું સુખ મળ્યું. ધીમે ધીમે કવીન્સલેન્ડ, વિકટોરિઆ, પશ્ચિમ ઓસ્ટ્રેલિઆ, અને ટાસ્માનિઆનાં સંસ્થાનોની સ્થાપના થઈ. તેમાં વસવા આવેલા સ્વતંત્ર આગંતુકેએ ત્યાં ગુનેગારોને મોકલવાનું બંધ કરવા માટે સરકારને વિનતિ કરવા માંડી. ક્રમે ક્રમે સરકારે ઈ. સ. ૧૮૬૮ સુધીમાં દીઓ મોકલવાનું સર્વથા બંધ કરી દીધું એટલું જ નહિ, પણ ઑસ્ટ્રેલિઆને વિકાસ કરવાની યોજનામાં તેણે સમભાવ દર્શાવવા માંડે.
દેહાંતદંડથી ઉતરતી સજા પામેલાઓને નિયમમાં રાખનારી રાજ્યવ્યવસ્થા કેવી હોય છે પરંતુ જેમ જેમ ઉદ્યોગી અને સ્વતંત્ર સંસ્થાનીઓ વધતા ગયા, તેમ તેમ લશ્કરી રાજ્યપદ્ધતિ બંધ કરી લોકોને રાજકારભારમાં ભાગ આપવો જોઈએ, એવો પ્રજામત થવા લાગ્યો. તે સમયે સંસ્થાના આંતર વહીવટમાં બને તેટલે ઓછો હસ્તક્ષેપ કરવાની નીતિ ઈલેન્ડે સ્વીકારવા માંડી હતી, એટલે ઇ. સ. ૧૮૫૦ના અરસામાં ધારાસભા સ્થાપી તેને હસ્તક દેશની જમીન મૂકવામાં આવી. આ સમયે ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિઆમાં સોનાની ખાણો મળી આવી. જગતભરમાં આ સમાચાર પ્રસરી ગયા, અને અસંખ્ય માણસો ધનવાન થઈ જવાની સોનેરી આશાએ ઑસ્ટ્રેલિઆમાં ઉતરી પડયા. કારકુનોએ કચેરીઓ છોડી, ખલાસીઓએ વહાણ છોડયાં, ખેડુતેએ જમીન અને એજાર વેચી નાખ્યાં, અને એ સર્વ નવા દેશમાં
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૦૫.
વસવા ચાલ્યા. સેનું તે મળ્યું નહિ; માત્ર ચેડા લેકે માલદાર થયા. પરંતુ નવા આવેલા ઉદ્યમી લે કે ત્યાં વસી ગયા, એટલે દેશમાં ખેતી વધી, અને તેથી સમૃદ્ધિ પણ વધી. એ સાથે સિડની, એડેલેડ અને મેન જેવાં સમૃદ્ધ નગર વસ્યાં. ઘેટાંના ઉછેરને ઉદ્યોગ જાણે નવો અવતાર પામ્યો, અને પાંચ વર્ષમાં વસ્તી બમણી થઈ ગઈ. તાર અને આગગાડી દેશમાં થયાં, એટલે પ્રત્યેક સંસ્થાન સમૃદ્ધ થવા લાગ્યું. પછી પ્રત્યેકને કેનેડા જેવું
સ્વરાજ્ય આપવામાં આવ્યું. ઈ. સ. ૧૯૦૦માં આ સર્વ સંસ્થાનોનું સંયુક્ત સંસ્થાના સ્થાપવાનો કાયદો કરવામાં આવ્યું. ઈ. સ. ૧૯૦૧માં સમ્રા પંચમ જ્યોર્જ (પ્રિન્સ ઑવ વેલ્સ તરીકે) આ નવા સંસ્થાનની નવી પાર્લમેન્ટની પહેલી બેઠક ખુલી મૂકી નવીન રાજ્યપદ્ધતિને ગતિ આપી હતી.
ચીન અને જાપાન જેવા દેશોના લેકને એંસ્ટ્રેલિઆમાં આવી વસવાનો મેહ જોઈ ભવિષ્યનું સંકટ ટાળવાની અગમચેતી વાપરી તેમણે એશિઆવાસીને વસવાટ કરવાની મના કરી છે. કેનેડાની પેઠે તેણે આરમાર તૈયાર કરી છે. દેશના પ્રત્યેક યુવકને ફરજિઆત લશ્કરી શિક્ષણ લેવાની વ્યવસ્થા આ દેશમાં હોય છે.
અગત્યની તવારીખ ઈ. સ. ૧૭૬૮ કેપ્ટન કૂક ઓસ્ટ્રેલિઆમાં ગયો.
ઓસ્ટ્રેલિઆમાં સુવર્ણ મળ્યું. , , ૧૯૦૦ આરટ્રેલિઆનું સંયુક્ત સંસ્થાન રચાયું.
૩. ન્યૂઝીલેન્ડ ટાસ્મન અને કેપ્ટન કૂક ન્યૂઝીલેન્ડ જઈ આવ્યા હતા, પણ ઈ. સ. ૧૮૪૦ સુધી ત્યાં સંસ્થાના સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ન હતો.
ન્યૂઝીલેન્ડ એસોસિએશન” નામના મંડળના પ્રયાસથી એક વહાણ મોકલી કૂકની સામુદ્રધુનિ પાસે ઉત્તર દ્વીપમાં પિોર્ટ નિકલ્સન વસાવવામાં આવ્યું. ધીમે ધીમે તે વસાહત વેલિંગ્ટન પર્યત પ્રસરી એટલે ત્યાં મહારાણી વિકટોરિઆની આણ ફેરવવામાં આવી. ઇ. સ. ૧૮૪૦માં ત્યાંના અસલ વતની મેરીઓએ સંધિ કરી જમીનની માલિકીના હક વિના બીજી બાબતમાં અંગ્રેજોનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. પછી એંકલેન્ડ, નેલ્સન, ઓરેંગે, અને
, , ૧૮૫૦
Page #419
--------------------------------------------------------------------------
________________
૪૦૬
કેન્ટરબરીની ક્રમે ક્રમે સ્થાપના થઈ. આ સર્વે સંસ્થાનોમાં આસ્ટ્રેલિની પેઠે જમીન મફત ન આપતાં વેચાણુથી આપી તેનાં ઉપજેલાં નાણાંના રસ્તા, પૂલ, વગેરે બાંધવામાં ઉપયોગ કરવામાં આવ્યેા. ઇ. સ. ૧૮૫૪માં ન્યૂઝીલેન્ડમાં જવાબદાર રાજ્યપતિ દાખલ કરવામાં આવી, એટલે તેની ઉત્તરાત્તર પ્રગતિ થવા લાગી. ઇ. સ. ૧૮૬૦૭૦ દરમિઆન સંસ્થાનીને મેએરી લેાકેા જોડે વિગ્રહેા કરવા પડયા, પણ પાછળથી સમાધાન કરવામાં આવ્યું. એ ચતુર, બુદ્ધિશાળી પ્રશ્નને અંગ્રેજો જેટલા હક આપી વેલિંગ્ટનની પાર્લમેન્ટમાં પ્રતિનિધિ મેાકલવાના હક આપવામાં આવ્યા. ત્યારપછી ત્યાંનાં નાનાં સંસ્થાના જોડાઈ ગયાં. કૅનેડા અને આસ્ટ્રેલિઆની માફક ઇ. સ. ૧૯૦૭માં ન્યૂઝીલેન્ડે સંસ્થાનિક સ્વરાજ્ય મેળવ્યું.
૪. દક્ષિણ આફ્રિકા
આફ્રિકાની દક્ષિણે આવેલી કેપ આવ્ ગુડ હોપની શેાધ પોર્ટુગીઝ લેકાએ કરી હતી, પણ તેની ઉપયોગિતા તેમને મન બહુ વસી નહોતી. પછી વલંદાઓએ પૂર્વના દેશા જોડે વેપાર કરવામાં અનુકૂળતા થાય એવી આશાએ ઇ. સ. ૧૬પરમાં ત્યાં પેાતાનું થાણું નાખ્યું, એટલે ધીમે ધીમે તેમની વસ્તી વધવા લાગી. અઢારમા સૈકાના અંતમાં ફ્રાન્સના રાજ્યવિપ્લવ સમયે નેપોલિયને હાલેન્ડને વશ કરી આ સંસ્થાન પડાવી લીધું, પણ તેની પાસેથી તે અંગ્રેજોને હસ્તક આવ્યું. શરૂઆતમાં અંગ્રેજોએ ત્યાં વસવાને વિચાર કર્યાં નહિ; તેમને મન તે હિંદ જતાં આવતાં અનાજ, પાણી લેવા માટે એ સ્થળ અનુકૂળ હતું. તે પ્રદેશમાં હબસી, હેટેન્ટેટ, મેટાસ, અને કાફર નામે જંગલી જાતા રહેતી હતી. જે ડચ ખેડુત (મેઅરે!) ત્યાં વસતા હતા, તેઓ પણ જુના અને સાંકડા વિચારના હતા. તેમણે જંગલી લેાકેાને પેાતાના ગુલામ બનાવ્યા હતા. આમ નવા આવનાર અંગ્રેજો અને તેમના આચારવિચારમાં બહુ ભેદ હતા, એટલે તેમની જોડે સારા સંબંધ રહે એ સંભવિત ન હતું. કાફરાની સંખ્યા અધિક હતી; તે ઢારઢાંખર ઉપાડી જતા, અને ફ્ય ખેડુતને અનેક રીતે ત્રાસ આપી કાયર કરતા. પરંતુ અંગ્રેજ સરકારે રજભુત હાથે કામ લઈ આવી ધાડા બંધ પાડી, અને ગુનેગારાને પકડીને સખત સજા કરવા માંડી, ત્યાં સુધી બધું ઠીક ચાલ્યું. તેમણે ‘દીનબંધુ’
Page #420
--------------------------------------------------------------------------
________________
૪૦૭ વિલ્બરફેર્સની પ્રેરણાથી થએલા ગુલામગીરીના કાયદા અનુસાર ઈ. સ. ૧૮૩૩માં સામ્રાજ્યમાં સર્વ ગુલામને મુક્તિ આપી. પણ એ વાત બેઅને ગમી નહિ. અલબત, કાયદા પ્રમાણે ગુલામને મુક્ત કરવાથી તેમને થતા નુકસાનને બદલે આપવામાં આવ્યું, છતાં તેમણે પિકાર ઉઠાવ્ય, કે એ બદલે પૂરે તૃતીયાંશ પણ નથી, અને આ તે અમારા પર અન્યાય થવા બેઠે છે. ઈ. સ. ૧૮૨૮માં થએલા કાયદા પ્રમાણે ત્યાંના પરદેશીઓને યુરેપી લેક જેટલા રાજકીય હક આપવામાં આવ્યા, તેથી કોપાયમાન થઈ ગએલા.
અને બળતામાં ઘીની આહુતિ આપવા જેવું લાગ્યું. અરે એમાં માનતા કે અમે ઉચ્ચ છીએ, માટે એ લુચ્ચા, ધાડપાડુ, હત્યારા જંગલીઓને અમારા સમાન ગણવામાં અંગ્રેજો અમારું અપમાન કરે છે.
અંગ્રેજોને હાથે આવું અપમાન સહી લેવા કરતાં પોતાનું સ્વતંત્ર સંસ્થાના સ્થાપવું, એવો નિશ્ચય કરી ઈ. સ. ૧૮૩૬માં અનેક બેઅરે પિતાનાં સ્ત્રીપુત્રાદિક, ઢોરઢાંખર, ગાડાં, બાઈબલ, અને બંદુકે લઈને સ્થળાંતર કરવા. લાગ્યા. આ પ્રમાણે અસલ વતન છોડી નવા દેશમાં પ્રયાણ કરવાનો બનાવ. ઇતિહાસમાં મહાન સ્થળાંતર”(The Great Trek)ના નામથી મશહુર. છે. તેઓ ઉત્તરમાં પ્રસર્યા. તેમાંના કેટલાક પર્વત ઓળંગી નાતાલમાં ઉતર્યા, અને કેટલાક એરેન્જ અને વાલ નદી વચ્ચેના પ્રદેશમાં જઈ વસ્યા. બીજા કેટલાક વાલની પેલે પાર જઈ પહોંચ્યા. આ સંસ્થાનને “ટ્રાન્સવાલ” નામ: આપવામાં આવ્યું. ઈ. સ. ૧૮૪૩માં નાતાલ બ્રિટિશ સામ્રાજ્યમાં જેડી: દેવામાં આવ્યું, અને બાકીનાં બેની સ્વતંત્રતા સ્વીકારવામાં આવી. અંગ્રેજો તેમની રાજ્યવ્યવસ્થામાં હાથ ઘાલશે નહિ એમ બેઅરે ધારતા હતા; કદાચ એમની ધારણા ખરી પડી હોત, પણ એક નવી પરિસ્થિતિ ઉત્પન્ન થતાં. અંગ્રેજોને પોતાની નીતિ બદલવી પડી.
દરમિઆન અનેક નવા અંગ્રેજ કેપ કેલેનમાં વસવા આવ્યા, અને છેક એરેન્જ નદી સુધી પ્રસરી ગયા. બીજી બાજુએ એરેન્જ ફી સ્ટેટની પૂર્વે વસતા કુલુ નામે સાહસિક જાતિના યોદ્ધાઓ જોડે બે અને વારંવાર યુદ્ધ કરવાના અને તેમને ત્રાસ વેઠવાના પ્રસંગો આવતા. સર્વ સંગને વિચાર કરી અંગ્રેજ સરકારે ટ્રાન્સવાલ ખાલસા કર્યું, ઈ. સ. ૧૮૭૭. હવે
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૦૮ ઝુલુ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ જાગ્યું. તેમાં કેટેવા નામે ઝુલુ સેનાપતિએ ઈસનધલ્લાના પાસે અંગ્રેજોને પરાભવ કર્યો. પરંતુ ઘેડા સમયમાં ઊલૂન્ડી પાસે અંગ્રેજોએ ઝુલુઓને પૂરી હાર ખવરાવી, એટલે તેઓ અંગ્રેજોને શરણે ગયા.
" પ્રથમ બેઅર વિગ્રહઃ ઝુલુઓને હરાવ્યા, એટલે અંગ્રેજોને ટ્રાન્સવાલ કબજે રાખવાનું કારણ રહ્યું નહિ. અરેમાં અસંતોષ થવા લાગે, એટલે તેમણે ઈ. સ. ૧૮૮૧માં બંડ કર્યું. અંગ્રેજ સૈન્ય લંઝનેક અને માજુબાની ટેકરીનાં યુદ્ધમાં હાર્યું. આ સમયે ઈગ્લેન્ડમાં પ્રધાનપદે આવેલા ગ્લૅડસ્ટને તેમને સ્વાતંત્ર્ય આપ્યું, ઈ. સ. ૧૮૮૪.
સ્વતંત્ર ટ્રાન્સવાલના પ્રજાસત્તાક રાજ્ય પ્રમુખ પાલ ફુગર અંગ્રેજોને કટ્ટો ઠેલી થશે. તેની ઈચ્છા અંગ્રેજોને દક્ષિણ આફ્રિકામાંથી હાંકી કાઢી પિતાનું રાજ્ય બળવાન અને મોટું બનાવવાની હતી. પરંતુ સેસિલ હેડઝ નામે આફ્રિકામાં સ્થાયી થએલે રાજદ્વારી નર આફ્રિકાનો બને તેટલે ભાગ અંગ્રેજોની આણ નીચે મૂકવાના પ્રયત્ન કરતા હતા. આવી સ્થિતિમાં ઈ. સ. ૧૮૮૩માં ટ્રાન્સવાલમાં સોનાની ખાણ મળી આવતાં તેની આંતર દશા બદલાઈ ગઈ. જેહાને અર્ગ નામે નગર સમૃદ્ધ થયું, અને તે પ્રાંતમાં એટલા લેકે આવ્યા, કે બોઅરે કરતાં આવા પરદેશીઓની સંખ્યા વધી ગઈ. ફુગરે આ નવીન આગંતુકે (Uitlanders) પ્રત્યે કડક નીતિ રાખી તેમને દેશના રાજ્યવહીવટમાંથી દૂર રાખ્યા; તેમને મતાધિકાર આપવામાં આવ્યો નહિ. સેના પર એટલા ભારે કર નાખવામાં આવ્યા, કે રાજ્યનું લગભગ બધું ખર્ચ તેમાંથી ચાલે. સંખ્યા, આચાર, સંસ્કૃતિ અને સંપત્તિમાં બેઅર કરતાં આટલી શ્રેષ્ઠતા છતાં પિતાને મતાધિકાર નહિ, એ વાતથી યુરોપી લેકને લાંછન લાગવા માંડયું. તેમની અને બેઅરની વચ્ચે અનેક વેળા અનેક બહાને ટંટા થયા. આખરે બંડ કરવાની ખાનગી ગોઠવણ પણ થઈ.
પરંતુ આવા બંડની કઈ નિશ્ચિત યોજના ઘડાઈ નહિ. નેતાઓમાં મતભેદ પડ્યોઃ માત્ર ડૉકટર જેમ્સને ૬૦૦ ઘોડેસવારો સહિત ટ્રાન્સવાલ પર છાપે માર્યો. ચાર દિવસમાં તે કેદ પકડા, એટલે બંડને અંત આવ્યો. અંગ્રેજો અને બોઅને સંબંધ વધારે કડવો થયે, સેસિલ રહેડગે કેપ કેલેનીના પ્રધાનપદનું રાજીનામું આપ્યું, અને જર્મન સમ્રાટે ફુગરને ધન્યવાદનો
Page #422
--------------------------------------------------------------------------
________________
૪૮૯ સંદેશ મોકલ્યા. આવી વિકટ સ્થિતિમાં સંસ્થાન ખાતાના પ્રધાન ચેમ્બર્લેઈને સમાધાન માટે અનેક પ્રયત્નો કર્યા, પણ કુગરે દુરાગ્રહ તો નહિ. હવે અંગ્રેજે અને બે અરે વચ્ચે યુદ્ધ થશે, એ નિશ્ચિત થઈ ગયું. ઈ. સ. ૧૮૯૯માં વિગ્રહ જાહેર થયે, તેમાં એરેન્જ ફી સ્ટેટ ટ્રાન્સવાલ જેડે મળી ગયું.
બીજે બોઅર વિગ્રહઃ બોઅરની ગુપ્ત તૈયારીઓ ક્યારની ચાલતી હતી. તેઓ શૂરા, સાહસિક, ચપળ, અને સર્વ પ્રદેશના માહીતગાર હતા, એટલે આરંભમાં અંગ્રેજે અનેક ઠેકાણે હાર્યા. તેમની પાસે પૂરતું સૈન્ય ન હતું, ત્યાં તૈયારી હોયજ ક્યાંથી ? આથી લેડી સ્મિથ, કિબલ અને મેકિંગમાં અંગ્રેજ સૈન્ય સત્વર ઘેરાઈ ગયાં. પરંતુ વિજયને ગર્વ બેરોથી જીરવાયો નહિ. તેમને ઘણાં રાજ્યોએ ધન્યવાદ આપ્યો, પણ સૈન્ય તો ક્યાંથી આવ્યું નહિ. આફ્રિકાના કિનારા પર ફરતાં અંગ્રેજી વહાણેએ બીજાં યુરોપી રાજ્યોની સહાય આવવા દીધી નહિ. આ ઉપરાંત પ્રથમ વિગ્રહમાં અંગ્રેજોએ જલદી નમતું આપ્યું, એ જોઈ બોઅરો તેમના શૌર્યની કિંમત આંકી શક્યા નહતા, એટલે તિરસ્કારમાં આ વખતે પણ પ્રમાદી રહ્યા. આ તરફથી ઈલેન્ડે સ્વયંસેવકને હાકલ પાડી એટલે માતૃભૂમિની ભીડની વસમી વેળાએ કેનેડા, ન્યૂઝીલેન્ડ, અને ટ્રેલિઆનાં સૈન્ય વહાર કરવા આવી પહોંચ્યાં. અફઘાનિસ્તાનમાં નામના પામેલે લૉર્ડ બસ સેનાપતિ નિમાયો, અને લોર્ડ કિચનર સુદાનમાંથી છુટો થતાં સહાયક તરીકે જઈ મળ્યો. અંગ્રેજોએ બે અરે પર આક્રમણ કરી તેમને ઘેરે ઉઠાવી લેવા ફરજ પાડી, અને ભૂખે મરતાં અંગ્રેજ સૈન્યોને જીવિતદાન આપ્યું. તે પછી કુડસબર્ગના યુદ્ધમાં બેઅરને હરાવી બ્લમફેન્ટેન અને પ્રીટેરિઆ જીતી લેવામાં આવ્યાં. આખરે ફુગર દેશ છોડી હેલેન્ડનાસી ગયે, પણ હજુ બેઅરેએ નમતું ન આપ્યું. હવે તેમણે અંગ્રેજોની યુદ્ધસામગ્રી અને ભજનસામગ્રી પર ઓચિત છાપ મારી તેને લૂંટવા કે બાળવા માંડી. લૈર્ડ રબસ ઈ. સ. ૧૯૦૦માં પાછો ફર્યો, એટલે પછીનાં બે વર્ષ લૈર્ડ કિચનરને બેથા અને ડી વેટ જેવા સાહસિક દ્ધાઓ જોડે પૈયેથી વિગ્રહ ચલાવવો પડ્યો. પરંતુ આખરે બોઅરો થાક્યા, કંટાળ્યા, હાર્યા, અને ઇ. સ. ૧૯૦૨ના જુન માસમાં સંધિ કરવા તૈયાર થયાં. પ્રીટેરિઆની સંધિથી બંને સ્વતંત્ર સંસ્થાને સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યાં.
Page #423
--------------------------------------------------------------------------
________________
૧૬. યુદ્ધ પૂર્ણ થયા પછી દેશમાં સ્થિરતા અને વ્યવસ્થા આણવા માટે દ્વાઈ મિરને નીમવામાં આવ્યો. ત્રણ વર્ષની દેખરેખ પછી ઈ. સ. ૧૯૦૬માં
અધિકારમાં આવેલા લિબરલ પ્રધાનમંડળે આ સંસ્થાનોને સ્વરાજ્ય આપ્યું. કેપ કેલેની અને નાતાલ તે અંગ્રેજ અધિકારમાં રહ્યાં હતાં, પણ તેમના
છે. કોંગો કોલિંગાને
અ
Illulil:///
VIII
(J)
નૈ. આ ક્રિ કા
-
ન્યા
નીમબી છે તે
-
બિલ
=
9 જાન લેડો મીઝુલુલેન્ડ જ
ઈસનધવવાના1 )
Jબન કેપ ઓ ગુડ / કેપટાઉનના અવિઝાબેથ
દક્ષિણ આફ્રિકા..
- -
-
વેપાર, ઉદ્યોગ, રેલવે, અને સમાજની પ્રગતિને માટે એ સર્વ સંસ્થાનોને એક કરી દેવાની લેજના ઈ. સ. ૧૯૦૮માં વિચારવામાં આવી. પાર્લમેન્ટે તેને સંમતિ આપી, એટલે ઈ. સ. ૧૯૦૯માં કેપ ગુડ હોપ, નાતાલ, ટ્રાન્સવાલ, અને એરેન્જ ફી સ્ટેટનું દક્ષિણ આફ્રિકાનું “સંયુક્ત રાષ્ટ્ર
Page #424
--------------------------------------------------------------------------
________________
સ્થાપવામાં આવ્યું. એ સંસ્થાનોની સંયુક્ત પાર્લમેન્ટ ખુલ્લી મૂકવાને સમારંભ ડબૂક ઑવ કોનટને હાથે થયા હતા.
ઈ. સ. ૧૯૧૪ના વિગ્રહ દરમિઆન અધીરા બોઅએ ગ્રેટબ્રિટન વિરુદ્ધ બળવો જગાડવાના પ્રયત્નો કર્યા, પણ સુવિખ્યાત બોઅર સેનાપતિ લુઈ બાથાની દઢ નીતિને લીધે સર્વ પ્રયત્ન વ્યર્થ ગયા. . સ. ૧૯૨૭માં દક્ષિણ આફ્રિકાએ “યુનિયન જૈક”ને બદલે રાષ્ટ્રધ્વજ ચડાવવાની ચળવળ ઉપાડી; પણ તેમાં ઈલેન્ડે છેવટે સમાધાન કર્યું, અને એવું ઠરાવ્યું કે અગત્યના પ્રસંગે બંને ધ્વજા ચડાવવા.
અગત્યની તવારીખ ૧૪૮૬ કેપ ઑવ્ ગુડ હોપની શોધ ! ૧૮૯૯ બીજે બોઅર વિગ્રહ ૧૮૩૬ બેઅોનું સ્થળાંતર : ૧૯૦૯ દક્ષિણ આફ્રિકાનું સંયુક્ત
સંસ્થાને રચાયું.
પ્રકરણ ૧૬મું
આયર્લેન્ડનો ઇતિહાસ આપણે જોઈ ગયા કે લિરિકની સંધિને ભંગ કરી ટુઅર્ટ રાજાઓના પક્ષકાર કેથોલિકને રંજાડવામાં આવ્યા. તેમને વિદ્યાપીઠમાંથી દૂર કરવામાં આવ્યા, જમીન ખરીદતા અટકાવવામાં આવ્યા, અને પ્રોટેસ્ટન્ટ જોડે લગ્નવ્યવહાર કરવાની મના કરવામાં આવી. આમ પ્રોટેસ્ટન્ટ સભ્યોની બનેલી પાર્લમેન્ટ દેશની ! જેટલી કેથલિક પ્રજા વિરુદ્ધ કડક કાયદાઓ કરી તેનો સખત અમલ કર્યો. ધાર્મિક વિષયોમાં પણ કેથોલિક ઉપર અણઘટતું દબાણ થયું. જર્જ ૧લાના સમયમાં એવો કાયદો થયો, કે ઈગ્લેન્ડને માટે થએલા ધારા આયર્લેન્ડને પણ લાગુ પડે છે. આથી આયરિશ પાર્લમેન્ટની નામની સત્તા પણ જતી રહી. આયર્લન્ડનો વહીવટ કરનારા અમલદારે દેશથી અજાણ્યા હતા, અને તેઓ ઈગ્લેન્ડનું હિત જોતા હતા, અમીની સભામાં અર્ધ સંખ્યા ટેસ્ટન્ટ ધર્માધિકારીઓની હતી, આમની સભામાં નવી પાર્લમેન્ટ ક્યારે
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૧૨
મળે તે માટે કોઈ નિયમ ન હતા, એટલે તે દેશની રાજ્યવ્યવસ્થા અસંતોષકારક રીતે ચાલતી. તેમાં અંગ્રેજ વેપારીઓ ઈર્ષ્યાથી આયર્લેન્ડના વેપારઉદ્યોગમાં બને તેટલી અડચણ નાખતા. ચાર્લ્સ બીજાના અમલમાં ઘેટાંબકરાં કે ઢેર ઈડલેન્ડમાં આયાત કરવાની મના કરવામાં આવી, અને વિલિયમ બીજાના સમયમાં તૈયાર માલ ઈગ્લેન્ડ વિના બીજા દેશોમાં ન વેચવાનું ફરમાન થયું. આથી આયર્લેન્ડને ઊનનો ઉદ્યોગ નષ્ટપ્રાય થઈ ગયો. નૌયાનના કાયદાએ પણ આયર્લેન્ડના વેપારને ફટકો માર્યો. ધીમે ધીમે
ટેસ્ટન્ટને આ વાત સાલવા લાગી, અને ઈંગ્લેન્ડથી આયર્લન્ડને જુદું પાડવાની વૃત્તિ ઉદ્દભવવા માંડી. એથી ૧૮માં સૈકાના આરંભમાં અનેક દુઃખી અને ગરીબ આયરિશે સ્વદેશ તજી સ્પેન અને ફ્રાન્સ જઈ વસ્યા. કેટલાક તે તે દેશનાં સૈન્યમાં જોડાયા, અને ફાન્સ તથા ઈગ્લેન્ડ વચ્ચેના વિગ્રહોમાં તે શૂરવીરે ઈગ્લેન્ડની વિરુદ્ધ લડયા.
અઢારમું સેકંઃ અમેરિકાના સ્વાતંત્ર્યવિગ્રહ દરમિઆન આયર્લેન્ડને નામની સ્વતંત્રતા આપવામાં આવી. ફાન્સ અમેરિકાને સહાય કરી, એટલે કોઈ પણ પ્રસંગે તે આયર્લેન્ડ પર આક્રમણ કરશે, એવો ભય આયરિશને રહ્યા કરતો. આથી દેશનું રક્ષણ કરવા અને ફ્રાન્સનો ભય ટાળવા સર્વ પંથના લેકે મતભેદ છોડી એકત્ર થયા, અને અપૂર્વ સ્વાર્થત્યાગથી સ્વયંસેવકોની ટુકડીઓ તૈયાર કરી. જે કે સરકારે તેમાં સહાય ન આપી, પણ પ્રસંગની ગંભીરતા વિચારી કશી હરક્ત ન કરી. પછી સંસ્થાને સ્વતંત્ર થયાં, એટલે આયરિશના હૈયામાં જોર આવ્યું. અમારી પાર્લમેન્ટને સ્વતંત્ર કરી અમારા ઉદ્યોગ ઉપરનાં બંધને રદ કરવાં જોઈએ, એમ તેઓ એક મતે પિકારીને કહેવા લાગ્યા. પછી હેનરી ગ્રેટન નામના ચતુર આગેવાને લડત ઉપાડી, અને તેથી કરીને ઈ. સ. ૧૭૮૦માં આયર્લેન્ડના વેપાર ઉપરનાં બંધને રદ થયાં. પછી ઈ. સ. ૧૪૯૨માં થએલો પિયર્નિઝનો કાયદે રદ કરી પાર્લમેન્ટને સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું, ઈ. સ. ૧૭૮૨. આ પછી સુધારાવધારા કરવાની જરૂર નથી, એમ ડબ્લિનના સરકારી અધિકારીઓ કહેવા લાગ્યા, તેમ છતાં કાર્યકુશળ ગ્રેટને વધુ સુધારા મેળવવાની લડત ચાલુ રાખી.
Page #426
--------------------------------------------------------------------------
________________
૪૧૩
ફ્રાન્સના રાજ્યવિપ્લવમાં સમાનતા, સ્વતંત્રતા, અને બંધુતાના પાકારે આયર્લેન્ડ ઉપર અજબ અસર કરી. આરિશાએ એ બનાવને વધાવી લીધા.. અને ફ્રાન્સની રાજ્યધટનાને આદર્શ ગણી કેટલાક અધીરા આયરિશને ઈંગ્લેન્ડ જોડેના સંબંધ તેાડવાની કપના થઈ. એથી તેમણે એક ઉદ્દામ પક્ષ સ્થાપ્યા. વુલ્ફેટન નામના જ્વલંત દેશભક્તિના આવેશવાળા ગૃહસ્થે રોમન કેથોલિક અને અલ્સ્ટરના પ્રેસ્ટિટિરિયનને સમજાવી ‘સંગઠિત આયરિશ લાક’ (United Irishmen) ને પક્ષ રચ્યા, ઇ. સ. ૧૭૯૧. તેની લાકપ્રિયતાને લીધે સભ્યાની સંખ્યા તડામાર વધવા લાગી. પ્રેાટેસ્ટન્ટાએ ‘એરેન્જમેન’ નામે મંડળ સ્થાપી આ પક્ષને બને તેટલા વિરોધ કરવા માંડયે. આખરે મુખ્ય પ્રધાન પિટ્ટને લાગ્યું, હવે કંઇક થવાની જરૂર છે. તેણે બને તેટલા પ્રયત્ન કરીને કેથેાલિકાને મતાધિકાર આપવાને કાયદા આયરિશ પાર્લમેન્ટ પાસે કરાવ્યા. પછી તેએ સભાસદ થવા દેવાની માગણી કેમ ન કરે? ફિઝ વિલિયમ નામે આયર્લેન્ડના ઉદાર વાઇસરાયને તેમ કરવા દેવાના મત હતા, પણ આયર્લૅન્ડમાં પ્રેટેસ્ટન્ટ અને સરકારી અમલદારાના સંયુક્ત વિરાધને લીધે તેને નમ્યું આપીને દેશ છેાડવા પડયા. છેવટે વુલ્ફટાનના સાથીએએ આયર્લેન્ડમાં ખંડ જગાડી ફ્રેન્ચાની સહાય માગી. આથી ૧,૪૦,૦૦૦ સૈનિકાથી ભરેલાં ૪૩ ફ્રેન્ચ હાજો ઇ. સ. ૧૭૯૫માં આયર્લૅન્ડ જવા નીકળ્યાં. રસ્તામાં તેમને તેાફાન નડયું, અને એક પણ ફ્રેન્ચ બચ્ચા આયર્લૅન્ડને કિનારે ઉતરવા પામ્યા નહિ. ખંડ ખેસી ગયું, પણ ચીડાએલા પ્રેટેસ્ટન્ટે એ ‘એરેન્જમેન’ નામે નવા સંધ રચી કેથેલિકા સામે કમર કસી, એટલે દેશની સ્થિતિ વિકટ થઈ ગઈ. તેમાં અલ્સ્ટરના લેાકેાને નિઃશસ્ત્ર કરવાનું સરકારી ફરમાન નીકળ્યું. એથી દેશમાં ખળભળાટ થઈ રહ્યો, અને ઇ. સ. ૧૭૯૮માં જે બળવા ફાટી નીકળ્યો, તેમાં જમીનદારો જોડાયા. લોકેાને પોતાની અનેક ફરિયાદને નિર્ણય કરી લેવેા હતેા. તેમને પ્રેટેસ્ટન્ટ ધર્માલયેા માટે કર આપવા ભારે પડતા હતા, અને પાર્લમેન્ટની સુધારણા તથા ધાર્મિક છૂટ જોઈતી હતી. ઈંગ્લેન્ડથી છુટા પડવા માટે આ સંધિસમય છે એમ તેઓ માનતા. સરકારે કડક ઉપાયે વડે ખંડની જ્વાળાને સર્વત્ર ફરી વળતાં અટકાવી. આયરશે તાલીમ કે સાધન વિનાના હતા, તેમનામાં પરસ્પરનો
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૪
સહકાર જોઈએ તેવા ન હતા, અને તેમની સામાન્ય પ્રજા ઉદાસીન રહી હતી, એટલે સરકારનું કાર્ય સરળ થઈ પડયું. અલ્સ્ટરના લેાકાને નિઃશસ્ત્ર કરી ત્યાં લશ્કરી કાયદેા જાહેર કરવામાં આવ્યા. છેવટે અંખારાના મુખી એડવર્ડ ફિટઝરાલ્ડને પકડવામાં આવ્યું. ન્યૂ રાસ અને વિનેગાર હિલનાં યુદ્ધોમાં બંડખારાને યેાગ્ય દંડ દેવામાં આવ્યા. ઘેાડા સમયમાં શાંતિ પ્રસરી.૧ પિટ્ટને લાગ્યું કે આયર્લેન્ડ જોડે સ્નેહભાવ કેળવવા માટે તેમજ કૅથેાલિકા અને પ્રોટેસ્ટન્ટા વચ્ચેના દ્વેષને નાશ કરવા માટે ગ્રેટબ્રિટન અને આયર્લેન્ડ એક થઈ જવાં જોઈએ. બંનેમાંથી કાઈ ધર્મવાળાને આ વાત રુચતી ન હતી, પણ મંત્રીએ પ્રોટેસ્ટન્ટ સભ્યાને ઉમરાવપદ અને ભેટાની લાલચ આપીને તથા કથાલિકાને ધાર્મિક નિમંત્રણ દૂર કરવાનું વચન આપીને પેાતાના પક્ષમાં મેળવી લીધા. દરમિઆન ઈ. સ. ૧૮૦૦માં બંને દેશાને જોડી દેવાના કાયદે થયેા. એ કાયદાથી આયર્લૅન્ડને ૪ ધર્માધિકારી અને ૨૮ અમીરે મળી ૩૨ સભ્યાને અમીર સભામાં, અને ૧૦૦ સભ્યા આમની સભામાં મેકલવાના હક મળ્યા. વળી બંને દેશેા વચ્ચે નિરંકુશ વેપાર કરવાની છૂટ મૂકવામાં આવી. ઓગણીસમું સકું: હજીએ કેથેલિકો પરનાં બંધને રદ કરવાના અને જમીનના વિકટ પ્રશ્નોના નિર્ણયો બાકી રહ્યા. ૧૯મા સૈકામાં બ્રિટિશ .પાર્લમેન્ટ સમક્ષ આયરિશ પ્રશ્ન વારંવાર આવવા લાગ્યા. ઇ. સ. ૧૮૨૯, ૧૮૩૪, ૧૮૪૬, અને ૧૮૮૬માં પ્રધાનમંડળેા બદલાયાં, તે સર્વ આયર્લૅન્ડના પ્રશ્ન પર મતભેદ થવાને લીધે હતું.
ડેનિયલ આકાનેલઃ વાટલુંના યુદ્ધમાં નેપેલિયનને પરાજ્ય થયા પછી ૩૦ વર્ષ સુધી આયર્લૅન્ડના રાજકારણમાં ડેનિયલ એકેાનેલ નામે સુપ્રસિદ્ધ કથાલિક ધારાશાસ્ત્રી અગ્રેસર હતા. પેાતાના વકતૃત્વ, વક્રોક્તિ અને
૧. ખંડખારા હાર્યા, છતાં તેમની દેશપ્રેમની ભાવના ઉત્કટ હતી, એ નિ:સંશય છે. તે ભાવનાની કદર કરતાં એક કવિ લખે છે કે—
They rose in dark and evil days, To right their native land: They kindled here a living blaze, That nothing shall withstand. :Alas! that might can conquer right, They fell and passed away; But true men, like you men, Are plenty here to-day,
] .
J. K. Ingram
Page #428
--------------------------------------------------------------------------
________________
૪૧૫
"વિને દંમય છટાથી જનસમાજ પર તે ઉડી અસર કરતો. તેણે પાર્લમેન્ટમી સભ્ય થવાની કેથલિકાની કાયદેસર અપાત્રતા દૂર કરાવવા માટે “રામન કેથલિક એસિએશન” ની સ્થાપના કરી, ઈ. સ. ૧૮૨૩. સંખ્યાબંધ આયરિશે તેમાં જોડાયા, અને તેને ટકાવી રાખવા માટે નિયમિત નાણાં આપવા લાગ્યા. ઠામઠામ તેની શાખાઓ કાઢી તેમણે સમગ્ર દેશને ખળભળાવી મૂકો. ‘ઓકોનેલે ગામેગામ સભાઓ ભરી ભાષણોદ્ધારા લેકેને સમજાવવા માંડયું, કે કેથેલિકોને મુક્તિ આપવાનો મત ધરાવતા હોય તેવા સભ્યોને આપણે મત આપવો. પછી તે પોતે કેથલિક હોવા છતાં કલેર પરગણું તરફથી ઉમેદવાર તરીકે બહાર પડે, અને જ્યાં જ્યાં સભ્યની જગા ખાલી પડે, ત્યાં પોતે ઉમેદવાર થવાની ઈચ્છા દર્શાવવા લાગ્યા. લેકેએ પણ તેની વરણી કરી. આયર્લેન્ડમાં કેથેલિકોના લાભમાં ભયંકર ચળવળ ચાલી અને કોઈ પણ વખતે પ્રજા તોફાન કરી બેસશે, એવો સરકારને ભય લાગે. આથી વેલિંગ્ટનના ટોરી પ્રધાનમંડળે પ્રજામતને નમતું આપી ઈ. સ. ૧૮૨૯માં કેથેલિકોની મુક્તિનો કાયદો પસાર કર્યો. કેથેલિકોને પાલમેન્ટના સભ્ય થવામાં હવે બાધ 'રહ્યો નહિ. પછી ઓકેનેલે પ્રોટેસ્ટન્ટ ધર્માલયો વિરુદ્ધ ચળવળ ઉપાડી. 'કેથેલિક પ્રજાની બહુમતીવાળા દેશમાં અન્ય પંથનું ધર્માલય શા માટે નિભાવવું જોઈએ? લોકો તે બદલ કર શા માટે આપે ? આવા આવા પ્રશ્નો ઉપર તેણે જોરદાર વ્યાખ્યાનો આપવા માંડયાં. કઈ કઈ સ્થળે કર ભરનાર અને વસુલ કરનારનાં ખૂન થયાં. હિગ પ્રધાનમંડળે આવાં તોફાનો શમાવવા માટે કરેલા કાયદાથી લડતને વેગ મળ્યો. પરંતુ ઈ. સ. ૧૮૫૩માં લૈર્ડ મેબોર્ન પ્રધાનપદે આવતાં તેણે ઓકેનેલ જોડે વિષ્ટિ ચલાવી ગ્ય નિર્ણય આણવાનું વચન આપ્યું, એટલે ચળવળ નરમ પડી. કરમાં સુધારે થયે, ઈલેન્ડની પેઠે ગરીબીનો કાયદો પસાર કરવામાં આવ્યો, અને ગરીબો પરનો ભાર જમીનદારે પર પડ્યું. ઈ. સ. ૧૮૪૧માં પીલ પ્રધાનપદે આવતાં ઈ. સ. ૧૮૦૦માં આયલેન્ડનો ઈગ્લેન્ડ જોડે થએલો સાગ રદ કરાવવાની ચળવળ એકેનેલને નેતૃપદે ઉપડી. આયરિશને સ્વતંત્ર પાર્લમેન્ટ સ્થાપી પિતાના અધિકારીઓ તેને જવાબદાર રહે એવું કરવું હતું. એકનેલે સ્વરાજ્ય માટે સ્થળે સ્થળે ફરી વ્યાખ્યાનો કરવા માંડયાં. એથી દેશપ્રેમની ભરતી ચકી,
Page #429
--------------------------------------------------------------------------
________________
હજાર માણસો ભાષણ સાંભળવા એકત્ર થવા લાગ્યાં, અને સરકારને પ્રતિકાર શોધવાની જરૂર લાગી, એટલે સભાબંધીને હુકમ કાઢી ઓનલની જંગી સભા તેણે અટકાવી, ઈ. સ. ૧૮૪૩. પીલે તેના પર રાજદ્રોહી ભાષણ કરવાનો આરોપ મૂકી તેને કારાગૃહમાં મેક, ઈ. સ. ૧૮૪૪. અમરેની સભાએ તેને નિર્દોષ ઠરાવ્યું, પણ હવે ઓકાનેલની ઉતરતી કળા આવી. પીલની જોડે વિષ્ટિમાં તે નમે, એટલે “તરણુ આયર્લેન્ડ” નામે નવા સ્થપાએલા જહાલ પક્ષે તેને મુખી તરીકે સ્વીકારવાની ના પાડી. ત્રણ વર્ષ પછી આ સમર્થ દેશસેવક ત્રીસ વર્ષની અખંડ સેવા કરીને મરણ પામે, ઈ. સ. ૧૮૪૭.
ફેનિઅન મંડળઃ દરમિઆન આયર્લેન્ડમાં પાક નિષ્ફળ જવાથી ભયંકર દુકાળ પડે, એટલે લેકેની સ્થિતિ અસહ્ય થઈ ગઈ. અનેક લોકોને ભૂખમરો વેઠવાનો વારો આવ્યો. અસંખ્ય લેકે મરણ પામ્યા, અને કેટલાક દેશ છોડી અમેરિકા જઈ વસ્યા. સરકારે લેકને સહાય આપી, પણ તેના નિયમેને લીધે તે પૂરતા પ્રમાણમાં અપાઈ નહિ. આમ ભૂખમરો અને વિદેશવાસને લીધે એક વર્ષમાં વીસ લાખ મનુષ્યોની વસ્તી ઘટી. સરકારે ગરીબોના કલ્યાણ અર્થે જમીન વેચાણનો કાયદો કર્યો, પણ તેનું પરિણામ અનિષ્ટ આવ્યું. નવા જમીનદારેએ જુના ભાડુતોને હાંકી કાઢયા, એટલે તે લોકોના પેટગુજારાનું રહ્યુંસહ્યું સાધન નાશ પામ્યું. દેશમાં બેરોજગારી વધતાં દંગાફસાદ થવા લાગ્યાં, એટલે સરકારને ઉગ્ર દમનનીતિ આદરવી પડી. આથી સ્મિથ એબ્રાયન નામના અવિચારી ગૃહસ્થના અગ્રપદે સશસ્ત્ર રાજદ્રોહી ચળવળ શરૂ થઈ. તેને સત્વર શમાવી દેવામાં આવી, પણ દેશમાં તેમણે પેલું વિચાર બીજ કાયમ રહ્યું, અને આયલેન્ડમાં પ્રજાસત્તાક રાજ્ય સ્થાપવાના હેતુથી કાન્તિકારક બંડખોરેએ . સ. ૧૮૫૯માં ફેનિઅન મંડળની સ્થાપના કરી.
લેડસ્ટન અને આયરિશ પ્રશ્નઃ ઈ. સ. ૧૮૬૯માં ગ્લૅડસ્ટનના પ્રધાનપદે આયર્લેન્ડ સંબંધી નીતિએ નવી દિશા લીધી. તેણે ઇ. સ. ૧૮૬૯માં પ્રોટેસ્ટન્ટ ધર્માલ જોડે સરકારી સંબંધ બંધ કરી બચત નાણાંનો બીજે વ્યય કરવાનો કાયદો કર્યો. બીજે વર્ષે તેણે જમીનનો કાયદો કર્યો, ઈ. સ. ૧૮૭૦. આ કાયદો થયા પહેલાં ખેતરના ભાડુતને જમીનમાં ખાતર નાખવું
Page #430
--------------------------------------------------------------------------
________________
હેય, સુધારા કે મરામત કરવાં હોય, તે પતીકાં નાણાં વાપરવાં પડતાં; જમીનદાર ઉપજનો ભાગ લઈને છુટ થઈ જતો. વધારે ઉપજ આવે ત્યારે તે વધારે ભાગ માગી શકત, પણ ખર્ચમાં તે ભાગ આપતે નહિ. આ ઉપયંત ગમે ત્યારે ભાડુતને કાઢી મૂકી તેણે કરેલા ખર્ચ બદલ તેને બદલે આપ નહિ હવેથી એવું કહ્યું કે ભાડુતોએ કરેલા ખર્ચ બદલ તેમને યોગ્ય બદલ આપ, અને કારણ વિના તેમને રજા આપવી નહિ. આમ અન્યાય દૂર થયા છતાં આયરિશે રીઝયા નહિ, એટલે વધતા જતા અસંતોષને દાબી દેવા લેડસ્ટનને સખતાઈના કાયદા કરવા પડ્યા. ઝિરાયેલી ના પ્રધાનપદમાં અમેરિકને માતા અને આયરિશ પિતાને પેટે જન્મેલા ચાર્લ્સ પાનેલે આગેવાની લીધી. તે ઈલેન્ડથી આયર્લેન્ડને સ્વતંત્ર કરવાનાં સ્વનાં સેવતો હતો, એટલે તેણે ઇ. સ. ૧૮૦૦નો કાયદે રદ કરાવ્યો. તે આયર્લેન્ડમાં સ્વતંત્ર પાર્લમેન્ટ સ્થાપવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આથી તેણે પાર્લમેન્ટમાં વિરોધનીતિ ધારણ કરીને આયર્લેન્ડ સિવાયના બીજા પ્રકામાં વિદ્ધ નાખવા માંડયાં. જમીનના કાયદામાં સુધારા કરાવવા માટે જમીન-સંઘ” ને પિતે સભ્ય બન્ય, અને સંઘની નીતિ વિરુદ્ધ ચાલનારને સામાજિક અને સજકીય બહિષ્કાર કરવાનો ઉપદેશ કરવા લાગ્યો. દરમિઆન લિબ્રલ પ્રધાનમંડળ અધિકારમાં આવ્યું, એટલે તેણે આયર્લેન્ડના પ્રશ્નને તેડ કાઢવાનો નિશ્ચય કર્યો. પાર્વેલના સંચલનને પરિણામે ઈ. સ. ૧૮૮૧માં જમીનને બીજે કાયદો કરી જમીનદારને ભાડું લેવાનો અધિકાર આઓ તેના દર ઠરાવનારી જુદી અદાલત સ્થાપી, અને ભાડું, નિયમિત મળે ત્યાં સુધી જમીનદાર ભાતને રજા આપી શકે નહિ તેવું બંધન નાખ્યું. પરંતુ,
કેમાં અસંતોષ પ્રસરતે ગયો; કોઈ કોઈ જમીનદારનાં ખૂન થયાં, ઘર અને વખારો બાળવામાં આવ્યાં અને બીજાઓને જુદી જુદી ધમકીઓ આપવામાં આવી. આથી પાર્નેલને કેદ કરવામાં આવ્યું, પણ થોડા દિવસમાં પાછો છોડી દેવામાં આવ્યા. દરમિઆન લોર્ડ ફેડરિક કેવેન્ડી નામે આયલેન્ડના મંત્રીનું ખૂન થયું. હવે ગ્લૅડસ્ટનને પણ આ વિષમય દંગે બેસાડી દેવા માટે કડક કાયદા રચવા પડયા. પરંતુ પરિસ્થિતિ વિકટ થતી ગઈ. એટલે તે દેશમાં શાંતિ સ્થાપવાના સમબાણ ઉપાય તરીકે સ્ટિને તેને
૨૭.
Page #431
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સ્વરાજ્ય આપવાને ખરડો આ, ઈ. સ. ૧૮૮૬. આખરે લિબરલોક તડ પડયાં, અને ચેમ્બલેઈન અને બ્રાઈટ ગ્લૅડસ્ટનને સાથ છોડે; એટલે ગ્લૅડસ્ટનને રાજીનામું આપવું પડયું. પછી યુનિઅનિસ્ટ નામે ન પણ સ્થપાય. ઈ. સ. ૧૮૯૨માં ગ્લૅડસ્ટને ફરી અધિકારમાં આવતાં એજ ખર રજુ કર્યો, પણ અમીરએ તેને ઉડાવી દીધો. યુનિઅનિસ્ટ પક્ષે ૧૮૮૬થી ૧૮૯૨ સુધી અને ૧૮૯૫થી ૧૯૦૫ સુધી આયર્લેન્ડમાં કડક નીતિ રાખી શાંતિ આણી. દરમિઆન પાર્નેલ એક ખાનગી મુકર્જમામાં પ્રતિષ્ઠા ખોઈ બેઠા, એટલે તેના અનુયાયીઓ ઘટયા, અને સરકારને પિતાના કાર્યમાં અનુકૂળતા મળી. એ પછી રેડમંડ નેતાએ ચળવળ આગળ ચલાવવા માંડી. તે દરમિઆન આયલેન્ડમાં કેટલાક સુધારા દાખલ કરવામાં આવ્યા. આગગાડીની નવી સડકો બંધાઈ, ઈ. સ. ૧૮૯૮માં સ્થાનિક સ્વરાજ્યમાં સુધારા કરવામાં આવ્યા, અને ઇ. સ. ૧૯૦૩ના કાયદાથી ખેડુતોને જમીનની ખરીદીના કાર્યમાં સુગમતા કરી આપવામાં આવી.. 1. વીસમી સદીઃ સ્વતંત્ર આયલેન્ડ: ગ્લેડસ્ટન ઈ. સ. ૧૮૯૪માં જાહેર જીવનમાંથી વાનપ્રસ્થ થયો. ઈ. સ. ૧૯૦૬માં લિબરલે પુન: અધિકારપદે આવ્યા, એટલે તેમણે ફરીથી જુના પ્રશ્નો ઉપાડયા. ઈ. સ. ૧૯૧૨માં એસ્કિવશે આયલેન્ડને સ્વરાજ્ય આપવાના કાયદાનો ખરડે પાર્લમેન્ટમાં રજુ કર્યો. પરંતુ યુનિઅનિસ્ટ પક્ષના નેતા સર એડવર્ડ કાર્સને એ ખરડાને વિરોધ કરી શસ્ત્ર ઉપાડવાની ધમકી આપી. તે ખરડો ઇ. સ. ૧૯૧૨, ૧૯૧૩, ૧૯૧૪માં આમની સભામાં પસાર થયો, એટલે તે કાયદો ગણાય; પણ યુરેપમાં ભયંકર યાદવાસ્થળી જાગવાથી તેને અમલ થયો નહિ.
ઈ. સ. ૧૯૧૬માં ડબ્લેિનમાં બંડ થયું. તેને તરત શમાવી દેવામાં આવ્યું; પણ સ્વરાજ્ય પક્ષનું જોર ઘટયું, અને સ્વરાજ્ય લેવા માટે સશસ્ત્ર ચળવળ કરવાની હિમાયત કરનાર સિનફીન પક્ષનું પ્રાબલ્ય થયું. ઈ. સ. ૧૯૧૭માં મળેલી પાર્લમેન્ટમાં આ પક્ષની બહુમતી થઈ. એટલે સ્વરાજ્યવાદીઓ નિર્માલ્યવત થઈ ગયા. ઈ. સ. ૧૯૨૦ માં આયર્લેન્ડના દક્ષિણ (૨૬ પરગણ), ' જ આ પક્ષે લ એર-Dail Eireann) નામે સ્વતંત્ર સભા સ્થાપી આમ
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૧૦ અને “ઉત્તર” (૬ પરગણાં એવા બે વિભાગ પાડવામાં આવ્યા, અને બન્નેને સ્વતંત્ર પાર્લમેન્ટ આપવામાં આવી. ઈગ્લેન્ડ જોડે સંબંધ ટકી રહેવાથી ખુશી થએલા ઉત્તરવાસીઓની નવી પાર્લામેન્ટ સમ્રાટુ જે સ્વહસ્તે ખુલ્લી મૂકી, ઇ. સ. ૧૯૨૧.
પરંતુ દક્ષિણવાસીઓએ આવા વિભાગ સ્વીકારવાની ના પાડી, અને સમગ્ર દેશ માટે સ્વરાજ્યની માગણી સભર ચાલુ રાખી. દેશમાં અવ્યવસ્થા થઈ રહી, અને રક્તપાત પણ થયું. ઈ. સ. ૧૯૨૧ના જુલાઈ માસમાં સરકારે આ પ્રશ્નને નિર્ણય કરવાનું કાર્ય બંને વિભાગના શિષ્ટ મંડળને સોંપ્યું. ડીસેમ્બર માસમાં કોલકરાર થયો, અને આયર્લેન્ડે બ્રિટનની નાવિક સુરક્ષિતતામાં આડે ન આવવાની, આયરિશ ફી સ્ટેટમાં ભળવું કે નહિ તે અહસ્ટરની ઈચ્છા પર છોડી દેવાની, અને ગ્રેટબ્રિટનને રાજનિક રહેવાની કબુલાત આપી, એટલે ઈ. સ. ૧૯૨૨માં આયરિશ ફી સ્ટેટનો કાયદો પસાર થશે. આ કાયદાથી બ્રિટિશ સામ્રાજ્યમાં સ્વયંસત્તાક સંસ્થાનો જેવો આયર્લેન્ડનો દરજજો ઠરાવવામાં આવ્યું, અને આયર્લેન્ડમાં રાજપ્રતિનિધિ તરીકે કેનેડાની પેઠે ગવર્નર જનરલ નીમવાનું ઠર્યું.
ચાર પાંચ સૈકાથી સ્વાતંત્ર્ય માટે પ્રાણુ સોંઘા કરનાર આ શ્રેરી પ્રજાનો સ્વાતંત્ર્યયજ્ઞ પૂરો થયો. તેના તપની સિદ્ધિ થઈ. તેને સામ્રાજ્યમાં સ્વરાજ્ય મળ્યું. ઈ. સ. ૧૯૩૮ના જાન્યુઆરિની ૧લી તારીખથી ડી વેલેરાએ દેશને આયર' નામ આપી પોતાના દેશની સ્વતંત્રતા જગજાહેર કરી છે.
લેન્ડને લોકસત્તાક રાજ્ય જાહેર કર્યું, અને ડી વેલેરાને અધ્યક્ષ નીમ્યો. નવી સરકારને આ સભાએ કામ ન લેંગ્યું, અને ડી વેલેરાએ સશસ્ત્ર વિષેધ આદર્યો. સેનાપતિ કોલિન્સ અને અપક્ષ ગ્રિફિથના મરણથી બાલરાજ્ય ઉપર સંકટની પરંપરા આવી પડી. પરંતુ નવીન પ્રમુખ કેઍવે સિનફિનરે જોડે લડવાનું ચાલુ રાખ્યું. ઈ. સ. ૧૯૨૩માં તે વેલેરાના પક્ષે શસ્ત્રો મ્યાન કર્યું, એટલે તે પછી રાજ્યવહીવટ સરળ થયો.
Page #433
--------------------------------------------------------------------------
Page #434
--------------------------------------------------------------------------
________________
પૂરવણી ૧
–– –
વર્તમાન જગત આજના અભ્યાસીને વર્તમાન જગત તરફ દૃષ્ટિ નાખવાની જરૂર છે. એ માટે દુનિયાના કેટલાક આગળ પડતા દેશોની પરિસ્થિતિને વિચાર કરીએ. ન જર્મની: જર્મન મહારાજ્યને પાયે નાખનાર મહાન મુત્સદી બિસ્માર્ક હતો. તેણે સ્ટ્રિઆને પ્રશિઆના રાજ્ય સાથે જોડી દઈ આધુનિક જર્મન મહારાજ્યનું સંગઠન કર્યું. ત્યારબાદ ઈ. સ. ૧૮૭૦માં ફ્રાન્સને હરાવી બિસ્માર્ક મહાન સત્તા સ્થાપી. કેસરના સમયમાં સાત કરોડ જર્મન પ્રજાથી
ભલભલી પ્રજાએ ડરતી. મહાન યુદ્ધ પછી જર્મન સત્તા તોડી નાખવાને ફેએ બનતું કર્યું. એના પ્રદેશમાં લશ્કર મૂક્યું, એના મોટા ઉદ્યોગે લઈ
લીધા, શસ્ત્રબંધી કરી એના લશ્કરને વિખેરી નાખ્યું, અને લડાઈના ખર્ચ દબદલ લાખો પૈન્ડ વસુલ કરી તેને તદ્દન નબળું બનાવી દીધું.
એવામાં હેર હીટલર નામના ઑસ્ટ્રિઅન જર્મને આની સામે ઝુડો ઉપાડે. એણે નાઝી પક્ષની સ્થાપના કરી. એના પક્ષમાં લાખ જર્મને ભળ્યા. તે એટલે તે બળવાન બન્યું કે તેણે વિરોધી વર્તમાનપત્રો બંધ કર્યા; અને વિરોધ પક્ષવાળાઓને અને યાહુદીઓને દેશપાર કર્યા. છેવટે પાર્લમેન્ટને સ્વાધીન બનાવી તે “સરમુખત્યાર’ બન્યું. તેણે નાઝી પક્ષને મુંડ ફરકાવ્ય, અને લશ્કર બળવાન બનાવવા તરફ લક્ષ દર્યું. ફરીથી આ નરવીરની હાકથી જર્મની ગાજવા લાગ્યું. તેણે ઇ. સ. ૧૯૩૫ના માર્ચમાં વર્સેલ્સના કરારે તોડી નાખ્યા, દંડના હપ્તા ભરવાની ચોકખી ના પાડી, રાષ્ટ્રસંઘને ફગાવી દીધે, અને રહાઈનના પ્રદેશમાં કિલ્લેબંધી કરી. તેણે સિસ્ટ ઈટલી અને પોર્ટુગલ સાથે મૈત્રી કરીને જાપાન સાથે મસલત કરવા માંડી. આમ જર્મન પ્રજાને પુનરુદ્ધાર કરી તેણે પિતાનાં ગુમાવેલાં સંસ્થાનો પાછા મેળવવાની માગણી કરી છે.
- નાઝીવાદ એટલે એક સરમુખત્યારનું રાજ્ય. પ્રજાને વિકાસ અને રાષ્ટ્રની ઉન્નતિ એજ એનું ધ્યેય. પ્રજાના વિકાસને માટે તેઓ પરદેશી
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૨૨
નિર્બળ પ્રજાઓનું જોડાણ દૂર કરવા માગે છે. યુદ્ધથી મનુષ્ય શક્તિશાળી અને છે, શાંતિથી દેશની શક્તિ નબળી પડે છે, અને એકજ રાષ્ટ્ર નીચે એકજ પ્રશ્ન હાય, તેાજ શાંતિ જળવાય, એમ તેઓ માને છે. રશિઆના સામ્યવાદ તરફ તે ધૃણાની નજરે જુએ છે.
જર્મનીએ મહાન યુદ્ધ પછી સાનાનું ધારણ છેડયું નથી. આથી તેને વેપાર એછે. થઈ ગયા છે. આયાત કરતાં નિકાસ વેપાર આ હાવાથી તેની આર્થિક સ્થિતિનું ત્રાજવું સમતેલ નથી. તેને સમતાલ · અનાવવા હેર હીટલર મથે છે. વિજ્ઞાન અને ઉદ્યોગાની ષ્ટિએ જર્મની મેાખરે છે, તેનું ભાવી ઉજ્જવળ છે, એમ અનુમાન બંધાય છે.
એટલે
હમણાં રાજ્યની સમગ્ર સત્તા હેર હીટલરના હાથમાં છે. તેજ કર્તાહર્તા મનાય છે. તેણે પેાલેન્ડ સાથે સંધિ કરી ફ્રાન્સને થાપ આપી છે. આ બળવાન બનતી પ્રજા તરફ ફ્રાન્સ ભયની નજરે નિહાળે છે.
જર્મની હમણાં ત્રણ દિશામાં પ્રગતિ કરે છે. (૧) સર્વદેશીય શસ્ત્રની તૈયારી, (૨) ખારાક અને કાચા માલ માટે પગભર થવાના પ્રયત્ના, (૩) તે મધ્ય યુરોપ કે પૂર્વ યુરેાપમાં આગળ વધે, તામેટાં રાજ્યેા વચ્ચે ન પડે તે વિષેને નિર્ણય.
બ્રિટનને કાઈ રીતે લડાઈનું કારણ નહિ આપવાની નીતિને જર્મની બહુજ સંભાળપૂર્વક અનુસરે છે. જર્મની તરફ બ્રિટનની સહાનુભૂતિ સ્પષ્ટ જણાય છે, અને તેને લીધેજ તેણે ઇ. સ. ૧૯૩૬માં હાઈન નદીનો પ્રદેશ બજે કરી લીધા છે.
ઈટલી: મહાન યુદ્ધ પહેલાં ઈટલીનું રાજ્ય કંઈ ગણતરીમાં નહેતું. તેને જર્મની સાથે મૈત્રી હતી; પણ મિત્રરાજ્યાની મેટી મેટી લાલચે ને વશ થઈ તે જર્મન પક્ષ તજી મિત્રરાજ્યેા સાથે ભળ્યું હતું. યુદ્ધ પછી અંગ્રેજો અને ફ્રેન્ચાએ તેને કંઈ ન આપ્યું.
જેમ જર્મનીને હેર હીટલરે તૈયાર કર્યું, તેમ ઈટલીને અત્યારે મહારાજ્યની ગણતરીમાં લાવનાર વીર નર તે મુસેાલીની છે. એ લુહારના પુત્ર છે. તેણે સમાજવાદને તિલાંજલિ આપી કાળા ખમીસવાળા પક્ષની સ્થાપના કરી. વર્તમાનપત્રોદ્વારા અને ભાષાદ્રારા તેણે દેશના યુવાન વર્ગને હાલ
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૨૩
કરી. કેવેલની વહી ટુકડીની માફક આ પક્ષ પણ સખત શિસ્ત નીચે કેળવાવા માંડયો. દિન પ્રતિદિન આ પક્ષ બળવાન બનતાં ચાલ્યો. છેવટે મુસોલીનીએ રામ પર કૂચ કરી. રાજાએ પ્રજાની ઈચ્છા મુજબ પ્રધાનમંડળને બરતરફ કરી મુસલીનીને કારભાર સોંપ્યો. હવે કાળા ખમીસવાળા (Black Shirts) સત્તાધીશ બન્યા.
મુસલીની એ ઈટલીને પ્રાણ છે. તેણે પાર્લમેન્ટને દબાવી દીધી છે, અને રાજાને પશ્ચાત ભૂમિકામાં નાખી દીધો છે. તેણે ફેસિસ્ટવાદની શરૂઆત કરી છે. “ફેસિસ્ટો” એટલે રાષ્ટ્રના સેવક. નબળી પ્રજાઓનું અસ્તિત્વ ભૂસી નાખવું, રાષ્ટ્રના હિત ખાતર અહિંસાને વેગળી મૂકવી, મુડીવાદીઓને ન ધિક્કારતાં તેમને દેશના હિતકારક બનાવવા, અને સમાનવાદ કે સામ્યવાદ તેડી પાડવે, એ ફેસિસ્ટનું કર્તવ્ય છે. ફેસિસ્ટ સત્તા યુવાનના પગ પર ઝઝૂમે છે. તેઓ નાઝીઓની માફક માને છે, કે યુદ્ધ એજ આંતરિક શક્તિઓને બહાર લાવે છે. ટુંકામાં તેઓ “પવિત્રતા અને પુરુષાર્થમાં માને છે. | મુસોલીનીએ ખેતીને ઉત્તેજન આપી, વહાણવટાને ખીલવી. અને ઉદ્યોગોને વિકાસ કરી દેશની સર્વદેશીય પ્રગતિ સાધી છે. તેણે ઈટલીને પહેલા નંબરનું રાજ્ય બનાવ્યું છે. તેણે પહેલાં ટક પાસેથી ટ્રિપલી જીતી લીધું અને ત્યારબાદ એબિસિનિઆ પણ જીતી લીધું. આથી પ્રજાસંઘે એના વેપાર પર અંકુશ મૂક્યા, પણ ફ્રાન્સની સહાનુભૂતિથી મુસલીનીએ પ્રજાસંઘની પણ દરકાર કરી નહિ. હમણાં તે તેણે પ્રજાસંઘમાંથી રાજીનામું આપી દીધું છે, અને જર્મની સાથે સંધિ કરી છે. તેણે પોર્ટુગલ, ઑસ્ટ્રિઆ, હંગરી વગેરે રાજ્ય સાથે સંધિ કરી પિતાને પક્ષ મજબુત બનાવ્યું છે. '
આર્થિક દૃષ્ટિએ ઈટલી દેશ ધનવાન નથી; છતાં મુસલીની જે કંઈ પગલું ભરે છે, તે જોઈ યુરોપનાં બધાં રાજ્યો ચોંકી ઊઠે છે. હજુ ભૂમધ્ય સમુદ્ર ઉપર બ્રિટનનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. સ્પેન અને ઈટલી જ્યાં સુધી જુદાં છે, ત્યાં સુધી બ્રિટન સર્વોપરિ રહેશે એ નિઃશંક છે; પણ જે ઈટલી સ્પેન સાથે મળી જાય અથવા સ્પેન પર સત્તા જમાવે, તે બ્રિટન ભયમાં આવી પડે. આથી મુસલીની જનરલ ફાંકાને ત્યાંના રાજ્ય સામે મદદ આપી રહ્યો છે, એટલે હમણાં તે મુસલીની સ્પેનનાં રણક્ષેત્રે ઉપર બ્રિટનને હંફાવવાની યોજના રમી રહ્યો છે.
Page #437
--------------------------------------------------------------------------
________________
૪ર૪
ફ્રાન્સ: આ પ્રજાસત્તાક રાજ્ય યુરેશપનાં મહારાજ્ગ્યામાં જુના સમયથી આગળ પડતું છે. તેની પાસે અત્યારે મોટામાં મોટું સ્થળસૈન્ય છે. બ્રિટન સાથે મળી તે અત્યારે પ્રાસંધમાં અગત્યને ભાગ ભજવે છે.
પ્રજા તરફથી ચુંટાએલી એ સભાઓમાંથી બનેલા પ્રધાનમંડળની મદદથી પ્રેસિડન્ટ ફ્રાન્સનું રાજ્ય ચલાવે છે. પ્રેસિડન્ટ પાંચ વર્ષ માટે ચુંટાય છે. પ્રધાનમંડળમાં હાલ સેાશિઆલિસ્ટ પક્ષ આગળ પડતા ભાગ લે છે. ફ્રાન્સ ખેતીપ્રધાન દેશ હૈાવાથી તેને બ્રિટનની માફક કાચા માલ માટે બીજા દેશા પર આધાર રાખવા પડતા નથી. તેના ઉદ્યોગા પણ સારા ખીલેલા હેાવાથી ત્યાં બેકારી ઘણીજ ઓછી છે. યુદ્ધ પછી તેણે એક પૌન્ડના ૧૨૫ ફ્રેંક કરીને પેાતાનો નિકાસ વેપાર વધારી પુષ્કળ સેાનું એકઠું કર્યું છે. ઇ. સ. ૧૯૩૧માં તેણે બ્રિટનને સેનાનું ધારણ છેાડવાની ફરજ પાડી. ફ્રાન્સ હાલમાં લશ્કર પાછળ એટલા બધા ખર્ચ કરે છે, કે તેનું બજેટ સમતલ થતું નથી. મહાન યુદ્ધ પછી તેણે જર્મની પાસેથી કરાડા પૈાન્ડ દંડ તરીકે લીધા, પણ પછીથી જર્મનીએ દંડ ભરવાની અશક્તિ બતાવી; હેર હીટલરે ફ્રાન્સની બાજી ઉંધી વાળી છે, અને વર્સેલ્સના કરારા વેગળે મૂકી દીધા છે. હમણાં હેર હીટલરની આગેવાની નીચે જર્મની બળવાન બન્યું છે. આથી ફ્રાન્સે પેાતાના રક્ષણ માટે રશિઆ અને એકાસ્લોવેકીઆ સાથે સંધિ કરી છે. ઝેકેાસ્સાવેકીઆને લીધે યુગાન્સ્લેવીઆ અને રૂમાની પણ ફ્રાન્સ તરફ ઢળતાં છે; પણ હાલમાં ફ્રાન્સ રશિઆથી દૂર થતું જાય છે, અને વચ્ચેના પ્રદેશેા ઉપર જર્મની-ઇટલીનું વર્ચસ્વ વધતું જાય છે. ફક્ત એકામ્લેાવેકીઆ અને પેાલેન્ડ સિવાય બધા દેશા જર્મની તરફ ઢળતા થઈ ગયા છે. અત્યાર સુધી બાલ્કન રાજ્યેા ઉપર નાણાંની મદદને લીધે ફ્રાન્સનું જે વર્ચસ્વ હતું તે પણ્ હવે ઘટતું જાય છે, એટલે બ્રિટનની રાજનીતિને અનુસર્યાં સિવાય ફ્રાન્સને છૂટા નથી.
ફ્રાન્સનું જન્મપ્રમાણ અને મરણપ્રમાણ લગભગ (૧૯૬૪માં જન્મપ્રમાણ ૧૬ ૧ અને મરણપ્રમાણ ૧૫.૧) એકસરખું છે. આથી વસ્તી વધારવા માટે પ્રયાસેા થાય છે. હંમેશાં તે રક્ષણનીતિમાં માને છે. તેણે પણ જર્મનીની માફક લશ્કરી કેળવણી ફરજિઆત કરી છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
સ
મીસ: ગ્રીસમાં પણ જનરલ મેટાસે સરમુખત્યારીપણાની જાહેરાત રી દીધી છે. ત્યાંના પ્રજાકીય પક્ષાના ચુંટાએલા પંદર આગેવાનાને દેશપાર કવામાં આવ્યા છે; બાકીનાને જેલમાં પૂરવામાં આવ્યા છે.
ગ્રીસ ખેતીપ્રધાન દેશ હેાવાથી ત્યાં મુડીવાદીએ એછા છે. ત્યાં પાર્લમેન્ટ હતી, પણ તેમાં ખેડુતાનું પ્રતિનિધિત્વ નહેાતું. આથી લેમાં અસંતષ થયા, અને ગયે વર્ષે રમખાણા પણ થયાં હતાં; પણ જનરલ મેક્ષટાસે એ રમખાણા સખત હાથે શમાવી દીધાં હતાં. ત્યારબાદ હમણાં તેણે પાર્ટીમેન્ટને વિસર્જન કરવાની જાહેરાત કરી દીધી છે.
આ સરમુખત્યારીમાં ફેસિસ્ટ તત્ત્વ બહુ નથી, પણ તે તરફ તેનું વલણ રહેવાનું એ નક્કી છે. જર્મનીને આથી ફાયદેા થશે; કારણ કે ગ્રીસની લગેાલગ આવેલા સ્ટ્રિ, હંગરી અને રૂમાનીઆ ફેસિસ્ટ દેશ છે, અને જર્મનીની પૂર્વ તરફ વધવાની નીતિને તેએ અપનાવે છે; એટલે જો જર્મની રશિઆ પર ચઢાઈ કરે, તેા ગ્રીસ તરફના માર્ગ તેને સુગમ પડે એમ છે.
સ્પેનઃ સ્પેનમાં પાછલાં બે વર્ષથી આંતર વિગ્રહ ચાલી રહ્યો છે, અને ભયંકર સંહાર પ્રવર્તી રહ્યો છે; પરંતુ ખીનદરમિઆનગીરીના દંભ નીચે પ્રજાસંધ સ્પેનની કાયદેસર સ્થાપિત થએલી સરકારને વિનાશ થતા જોઈ રહી છે. ઈટલી અને જર્મની બંને જનરલ ફ્રાંકાને અંદરખાનેથી મદદ કરી રહ્યાં છે. જો બળવાખારાને વિજય થાય, તે ત્યાં પણ કદાચ ફેસિસ્ટ સત્તા સ્થાપન થાય. સ્પેન જો ઈટલીના વર્ચસ્વ નીચે આવે, તેા બ્રિટનનું સામુદ્રિક વર્ચસ્વ ભયમાં આવી પડે, એવા સંભવ છે.
યુગોસ્લેવીઆ, ઝેકાસ્લોવેકીઆ અને રૂમાનીઆએ ઇ. સ. ૧૯૩૩ના ફેબ્રુઆરિમાં એવી સંધિ કરી છે, કે તેમણે પરદેશનીતિમાં સમાનતા જાળવી રાખવી. ત્રણે દેશની આર્થિક ઉન્નતિ માટે એક કમિશન પણ નીમ્યું છે. હંગરીમાં એડમિરલ હાર્થી રાજરક્ષક (Regent) તરીકે કાર્ય બજાવે છે.
આલ્બેનીઆમાં ‘ઝોગ' નામના માણસે રાજ્યસત્તા પેાતાના હાથમાં લઈ લીધી છે. આ ઝોગ અને ઈટલી વચ્ચે ઇ. સ. ૧૯૨૬ના નવેમ્બરમાં સંધિ થઈ. આથી આલ્બેનીઆ ઇટલીનું ખંડીઉં બન્યું છે. ઇટલીએ તેની આર્થિક સ્થિતિ પગભર કરવા માટે તેને નાણાંની પુષ્કળ મદદ આપી છે,
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૨૬
પણ હવે ઈટલી તરફનું તેનું વલણ બગડતું જાય છે. ઈટલી નાણાં ન આપે તા તે એકાલેાવેકીઆને બારણે ઉભું રહે તે તેની ના નહિ. બલ્ગેરીઆ હંગરીની માફક જીની સંધિમાં સુધારા કરવા માગે છે. તેની પરદેશનીતિમાં તે યુગેસ્લેવીઆ તરફ નજર માંડી રહ્યું છે. પોર્ટુગલ સ્પેનની સત્તામાંથી ખસી ગયું છે, અને સ્વતંત્ર બન્યું છે. તેને પરિણામે ઉભી થએલી રાજકીય પરિ સ્થિતિને અંગે સ્પેનમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યા છે.
ઇ. સ. ૧૯૨૨થી ગ્રીસ સાથેની લડાઈ પછી ટર્કી મુસ્તફા કમાલપાશાની આગેવાની નીચે બળવાન બન્યું છે. કમાલે આંતરિક વિકાસ સાધવાને ભગીરથ પ્રયત્ન કર્યા છે. તેણે વેપારવૃદ્ધિ માટે સેક્સન અંદરથી કાળા સમુદ્રના મસિના બંદર સુધી ટ્રાન્સ એનેટાલીઅન રેલવે બાંધી છે. વળી એક ખીજી મેાટી રેલવે અંગારાથી રશિઆના છેડા સુધી બાંધી છે. લડાઈ પછી શિઆ સાથે તેણે મૈત્રી રાખી છે. હમણાં તેણે જીનું વૈર ભૂલી જઈ ગ્રીસ સાથે પણ મૈત્રી આવી છે.
રશિઃ સેવિયટ સત્તા નીચે વિકસતું રશિઆ આજે દુનિયાનાં મહાન રાજ્યામાં એક ગણાય છે. લડાઈ પહેલાં રશિઆની પ્રજા ખેડુત હતી, પણ સેવિયટ સરકારે તેમાં મોટા ફેરફારો કરી દીધા છે. તેમની પંચવાર્ષિક યેાજના દુનિયાના ઇતિહાસમાં અજોડ છે. આવા મેટા પ્રમાણમાં રાષ્ટ્રની ઉન્નતિને માટે પ્રયત્ન કરતા વિશાળ દેશને કુદરતે પણ સારી અનુકૂળતા આપી છે. તેમાં ખનીજો પણ પુષ્કળ છે, એટલે ઉદ્યોગા પણ આગળ પતા જાય છે. ટ્રાન્સ સાઈબિરિઅન રેલવે દેશના એક છેડાથી બીજા છેડા સુધી બંધાએલી હાવાથી આંતરિક વેપારને વેગ મળ્યા છે. ફ્રાન્સ અને રશિ વચ્ચે મૈત્રી છે. તેને એક છેડે જર્મની તરફથી ભય છે, અને બીજે છેડે જાપાન તરફથી ભય છે; પણ તેમની સામે આત્મરક્ષણ માટે રશિઆ પાસે લશ્કરની ભારે તૈયારી છે.
હિંદુસ્તાનઃ ઇ. સ. ૧૯૩૫ના કાયદાનું નવું બંધારણ પ્રાંતોમાં દાખલ થઈ ગયું છે. હિંદના ૧૧ પ્રાંતામાં પ્રાંતિક સ્વરાજ્ય (Provincial Autonomy)ને પ્રારંભ ૧૯૩૭ના એપ્રિલની ૧લી તારીખથી થઈ ગયા છે. મેાન્ટ— સુધારાએ સાંપેલા દ્વિમુખી રાજ્યતંત્ર (Diarchy)ને હવે અંત આવ્યા છે. હવેથી પ્રાંતિક વહીવટમાં વધુ જવાબદારી હિંદીઓને સોંપવામાં આવી છે.
Page #440
--------------------------------------------------------------------------
________________
ફૈઝપુર ખાતે ભરાએલી હિંદી મહાસભાએ આ બંધારણને વિરોધ કર્યો હતો, અને સ્પષ્ટ જાહેર કર્યું હતું કે હિંદનું બંધારણ હિંદી પ્રજાની લેકપ્રતિનિધિ સભાએજ ઘડવું જોઈએ. વળી ગવર્નરેની ખાસ સત્તાઓ, ખાસ જવાબદારીઓ અને સલામતીઓથી ભરપુર બંધારણ પ્રત્યે પ્રજામાં અસંતોષ ઉત્પન્ન થયા છે.
નવા બંધારણ પ્રત્યે લોકલાગણી વિરુદ્ધ હોવા છતાં પણ મહાસભાના આગેવાનોએ પલટાએલા સંજોગોને ધ્યાનમાં લઈને અને ધારામંદિરના બહિષ્કાર કરતાં ધારામંદિરમાં રહીને લડત ચલાવવાનું પ્રજાકીય દૃષ્ટિએ હિતકારક જણાયાથી મહાસભાએ ધારામંદિરની બેઠક માટે ઉમેદવારે બહાર પાડયા હતા; અને તે મુજબ મુંબઈ, મદ્રાસ, યુક્ત પ્રાત, મધ્ય પ્રાંતે, બિહાર, ઓરિસ્સા અને વાયવ્ય સરહદના પ્રાંતમાં મહાસભાવાદીએ બહુમતીમાં ચુંટાઈ આવ્યા હતા.
ત્યારપછી હોદ્દાસ્વીકારને પ્રશ્ન ઉપસ્થિત થયે. મહાત્માજીએ અવસર જોઈને નવા બંધારણની કાર્યપદ્ધતિ કેટલે અંશે ફળીભૂત થાય છે તેને સંપૂર્ણ અખતરે કરવા, તથા તેની પિકળતા સ્પષ્ટ કરી બતાવવા હોદ્દા સ્વીકારવાની મંજુરી આપી, અને એ મુજબ સાત પ્રાંતમાં કોગ્રેસ પ્રધાનમંડળો રચાયાં છે. જ્યાં જ્યાં ગવર્નરેએ પ્રધાનમંડળોના કામમાં માથું માર્યું નથી, ત્યાં ત્યાં કાર્ય સરળપણે ચાલ્યું છે; પણ હમણાં યુક્ત પ્રાંતમાં અને બિહારમાં મતભેદને લીધે પ્રધાનમંડળે રાજીનામું આપ્યું છે.
કામી ઝગડાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. મુસ્લીમ લીગે મહાસભાને વિરોધ આદર્યો છે. આવા ઝગડાઓ રાષ્ટ્રની એકતા માટે હાનિકારક ગણાય છે.
જાપાન: ઓગણીસમી સદીમાં એક વખતે એક નાનકડા અમેરિકન નૌકાસૈન્ય જાપાનના કિનારા પર જાપાનીઝ સૈન્યને હરાવ્યું. ત્યારથી જાપાનના પ્રત્યેક નાગરિકમાં સ્વદેશાભિમાનની લાગણી ઉછળી આવી, અને જાપાને પાશ્ચાત્ય પદ્ધતિએ પ્રજાને તાલીમ આપવાનો નિશ્ચય કર્યો.
જાપાનની સરકારે પોતાના ઉગતા વિદ્યાર્થીઓ ઈગ્લેન્ડ, જર્મની, અમેરિકા વગેરે સ્થળોએ મેકલી પાશ્ચાત્ય કેળવણીને પ્રચાર કરવા માંડ્યો. તેણે જર્મન સૈનિકોને રેકી સૈન્ય તૈયાર કર્યું, અને આર્થિક મદદ આપી વ્યાપાર ખીલવ્યો
Page #441
--------------------------------------------------------------------------
________________
જાપાને પહેલવહેલાં ૧૯૦૪-૫માં રશિઆને હરાવી યુરોપની મદમસ્ત સત્તાઓને બતાવી આપ્યું, કે પૂર્વમાં પણ તેમની સાથે સ્પર્ધા કરી શકે તેવી એક શક્તિ છે. આ રીતે જાપાને આંતરરાષ્ટ્રીય કીર્તિ પણ પ્રાપ્ત કરી.
જાપાનમાં જેમ કેળવણીને પ્રચાર વધ્યો, અને વ્યાપાર ખીલ્યો, તેમ વસ્તી પણ વધતી જ ગઈ. અત્યારે જાપાનને વસ્તીને મોટામાં મોટો પ્રશ્ન મંઝવે છે. જાપાનનું ક્ષેત્રફળ ઘણું થોડું છે, જ્યારે વસ્તી લગભગ ૭ કરોડ જેટલી છે. બીજી બાજુ જાપાન પિતાને જોઈતું અન્ન પિતાની જ ભૂમિમાંથી ઉત્પન્ન કરી શકતું નથી. વળી વ્યાપાર ખીલે ત્યારે તેને માટે કાચા પદાર્થો મેળવવાનું સ્થળ અને પાકે માલ વેચવાનું બજાર પણ જોઈએજ ને? આથી જાપાનને સામ્રાજ્ય જોઈએ છે, કે જ્યાં જાપાનની વધતી જતી વસ્તી રહી શકે, કાચા માલ ઉત્પન્ન કરી શકાય, અને પાકે માલ વેચી શકાય. આને માટે સારામાં સારો માર્ગ એ છે કે જાપાને પિતાનું જન્મ પ્રમાણ ઘટાડવું પણ જાપાન હજી સંસ્કૃતિની એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યું નથી. આથી જ જાપાનને લશ્કરી સહાયથી સામ્રાજ્ય વિસ્તારવાની આવશ્યક્તા જણાઈ છે.
જાપાન બે બાજુ સામ્રાજ્ય વિસ્તારી શકે તેમ છે. એક બાજુ પશ્ચિમમાં ચીન અગર સાઈબિરિઆ તરફ; બીજી બાજુ દક્ષિણમાં ફિલિપાઈનના ટાપુઓ અગર ઑસ્ટ્રેલિઆ તરફ. આમાં જાપાને ચીનને પસંદ કર્યું છે કારણ કે જે સાઈબિરિઆ તરફ વધે તે શિઆ જે સોવિયટ સત્તા હેઠળ એક પ્રબળ રાજ્ય બન્યું છે, તેની સાથે ચકમક ઝરે. ફિલિપાઈન તરફ આંગળી ચીંધે તો અમેરિકા, અને એંસ્ટ્રેલિઆ તરફ દૃષ્ટિ ફેકે તે બ્રિટનની સાથે મહાન વિગ્રહમાં ઉતરવું પડે. આ બધા સંજોગોને બુદ્ધિપૂર્વક વિચાર કરીને તે એગ્ય દિશામાં પગલાં માંડે છે.
- ચીન તરફ વધવાનાં બીજાં કારણો પણ છે. ચીન જાપાનને ખૂબ નજીક પડે છે. તેની આબેહવા જાપાનને મળતી છે. વળી ચીનની વિશાળતા, અણખેડાયેલી સમૃદ્ધિ (Potential richness) અને અસ્થાયી રાજ્ય વગેરે કારણે પણ છે. આથી ચીન તરફજ જાપાન મીટ માંડી રહ્યું છે.
- ચીનને ઇતિહાસ ધર્મશાળાના ઈતિહાસ જેવો છે. ત્યાં કેટલાંક સૈકાથી બ્રિટિશ, રશિઅન, જર્મન, કેન્સ, અમેરિકન વગેરે પાશ્ચાત્ય સત્તાઓ પિતાના અા જમાવી બેઠી હતી, એટલે જ્યારે જ્યારે જાપાનને ચીન સાથે યુદ્ધમાં
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૦
3:
',
ઉતરવું પડયું છે, ત્યારે ત્યારે આ સર્વ સત્તા સામે તેને ઝંખેશ ઉઠાવવા પડી છે. આમ છતાં જાપાને પાછી પાની કરી નથી, અને છેલ્લાં પચાસ વર્ષ દરમિઆન ચીનમાં પેાતાની સત્તા જમાવવાની એક પણ તક તેણે જતી કરી નથી.. જાપાને ઇ. સ. ૧૮૨૪૯૫માં ચીન પાસેથી ફેાર્મોસાને ટાપુ છતી.. લીધા; ૧૯૦૪-૫માં મંચુરીઆની દક્ષિણે આવેલું પાર્ટ આર્થર અને સગેલિઅન ટાપુના દક્ષિણ વિભાગ રશિ પાસેથી જીતી લીધા. વળી તેજ અરસામાં દક્ષિણ મંચુરીઆમાં દાડતી ચાઈનીઝ રેલવેના પણ કબજો લીધા હતા. તેણે ૧૯૧૦માં ચીન પાસેથી કારીઆ જીત્યું. જ્યારે બધી યુરેપીઅન સત્તા મહાવિગ્રહમાં રાકાએલી હતી, ત્યારે જાપાને ચીનના શાન્હેન્ગ પ્રાંતમાં આવેલાં ઝગ્માવા વગેરે જર્મન સંસ્થાને પડાવી લીધાં. વળી તેજ કટાકટીના અરસામાં જાપાને ચીન પાસે કેટલીક માગણી કરી, અને ચીનમાં કેટલીક સત્તા પ્રાપ્ત કરી. ઇ. સ. ૧૯૧૯ની વર્સેલ્સની સંધિથી જાપાનને પેસિફિક મહાસાગરમાં આવેલા જર્મનીના કેટલાક ટાપુઓ, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને ફિલિપાઇનના ટાપુએ વચ્ચેના રસ્તામાં આવેલા છે—તેને કબજો મન્યેા.
જો કે જાપાનને આટલા વિજયેા મળ્યા, તાપણ તેને મુખ્ય પ્રશ્ન તા હજી ઉભાજ રહ્યો; કારણ કે જાપાનને જે જે સંસ્થાને મળ્યાં, તે જાપાનની સર્વ જરૂરિઆતા પૂરી પાડી શકે તેમ નથી. આથી જાપાનની દૃષ્ટિ મં રીઆના નવા શિકાર પર પડી. મંચુરીઆ ત્યાં સુધી એક અણખેડાયલ પ્રદેશ હતા. ત્યાં ઘઉં, બાજરી વગેરે સારા પ્રમાણમાં પકવી શકાય તેમ એક અને ત્યાં કાલસાની ખાણેા પણ છે.
ઇ. સ. ૧૯૩૧માં જ્યારે આખી દુનિયા મહાન આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી હતી, અને રશિઆ પેાતાની પંચવાર્ષિક યેાજનામાં રચ્યુંપચ્યું હતું, ત્યારે તક સાધીને મંચુરીઆને પણ જાપાને જીતી લીધું, જો કરું મંચુરીઆને પાછળથી મન્ચુઓના નામથી કાઈ રાજવંશની સત્તા હેઠળ મૂકવામાં આવ્યું; પણ તે સત્તા નામની હતી. ખરી સત્તા તે જાપાને પોતાને હસ્તક રાખી છે.
રાષ્ટ્રસંઘે જાપાનની આ જીતને માન્ય ન રાખી, એટલે ત્યારથી જાપાને રાસંધને તિલાંજલિ આપી.
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૩૦
પશ્ચિમની સત્તાઓ ધારતી હતી કે હવે જાપાન મન્ચુકુઓને ખીલવવામાં રોકાશે; પણ તેમની એ ધારણા નિષ્ફળ નીવડી. મન્ચુકુઓની આબેહવા ઘણી ઠંડી હાવાથી જાપાનીઝ પ્રજાને રહેઠાણ માટે યેાગ્ય નથી. વળી તેના અમુકજ ભાગમાં જોઈતી વસ્તુઓ પકવી શકાય તેમ છે. વધારામાં ત્યાંની પ્રજાની ખરીદશક્તિ છેક આછી છે, એટલે જાપાનને પાકા માલ પણ ત્યાં બહુ ખપી શકે તેમ નથી. એથી પેાતાની આર્થિક જરૂરિઆતા પાષવા જાપાનને તે હવે આગળજ વધવું રહ્યું.
ઇ. સ. ૧૯૩૨માં શાન્ત્રાઈ નજીક યુદ્ધ થયું. તેમાં ચીનને શાન્વાઈ આગળથી પેાતાનું સૈન્ય ખસેડવાની ફરજ પડી, અને જાપાનને કેટલીક સત્તા મળી. ઇ. સ. ૧૯૩૩માં ઉત્તર ચીનમાં મન્ચુઓની નજીક આવેલા હેાલ અને ચહારના કેટલાક ભાગ જાપાને કબજે કર્યો; અને છેક પેકિંગ સુધી તે પેાતાનું સૈન્ય લઈ ગયું. આ યુદ્ધમાં પણ હારવાથી ચીનને પેાતાના ઉત્તરના પ્રાંતા જાપાનને હવાલે કરવા પડયા, અને યુદ્ધના અંત આવ્યા.
મન્યુકુઓની જીત પછી પોતે એક મહાન સત્તા છે, એમ જાપાનને લાગવા માંડયું છે. જાપાને રાષ્ટ્રસંઘને તિલાંજલિ આપી, એંગ્લો-જાપાનીઝ સંધિને વહેતી મૂકી, અને બ્રિટન, અમેરિકા અને તેની વચ્ચેની લડાઈ–હાજો બાબતની સંધિના પણ અંત આવ્યા. ફરીથી જ્યારે બ્રિટને જાપાન પાસે વ્યાપારી સંધિ કરવાની માગણી કરી, ત્યારે બ્રિટનની સીધી સત્તા હેઠળ ન હોય તેવા કાઈ પણ દેશ વિષે ચર્ચા કરવાની જાપાને ના પાડી. આ બધી પરિસ્થિતિથી એમ જણાય છે, કે જાપાન એક મહાવિગ્રહ માટે તૈયાર થઈ ગયું છે.
દરમિઆન જાપાને દુનિયાને ભ્રમમાં નાખી દીધી હાય, એમ લાગે છે. અધા દેશ માનવા લાગ્યા કે કિંમતનું ધારણ ( Price-level ) વધવાથી જંપાન સસ્તા ભાવે માલ વેચવાને અશક્ત બન્યું હતું, અને જ્યારે ખીજ અધા દેશે। આર્થિક મંદી પછી સુધરવા લાગ્યા હતા, ત્યારે જાપાનની પરિસ્થિતિ બડગતી હતી. આથી બધા માનવા લાગ્યા કે હમણાં વિશ્વશાંતિ જળવાશે.
બીજી બાજુ જાપાનને અમૂલ્ય અવસર સાંપડયો. ચીન પોતાને સહીસલામત માનવા લાગ્યું. બ્રિટન, ફ્રાન્સ અને રશિઆને યુરાપના ખે મુત્સદ્દીઓ
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૩૧ હીટલર અને મુસોલીની–નો ભય લાગે છે, તેથી તેઓ શસ્ત્રસરંજામ સજવામાં થયા છે. દુનિયામાં શાંતિ જાળવવી હોય તે યુદ્ધને માટે તૈયાર થઈ રહેલું જોઈએ, એ સિદ્ધાંત પ્રમાણે અમેરિકા પણ શસ્ત્રપરિધાનની વિધિમાં રોકાયું છે. Uળી બ્રિટનને હિંદમાંથી મદદ મળવાનો સંભવ ઓછો છે. આ પરિસ્થિતિમાં
પાને ચીનની કમનસીબ અવસ્થાનો લાભ લીધે; કારણ કે જે અત્યારે જાપાન યુદ્ધ ન કરે તે ભવિષ્યમાં આ અવસર મળશે કે કેમ એ શંકા છે. - ૧૯૩૭ના જુલાઈની એક રાત્રે પીપિંગથી કેટલેક દૂર જાપાનીઝ અને ચાઈનીઝ લશ્કરને ભેટે થયે, અને યુદ્ધનાં પગરણ મંડાયાં. આ યુદ્ધમાં જાપાને જે માર્ગ લીધો છે, તે માર્ગ લેવાનાં કારણો સમજવાની ખાસ આવશ્યકતા છે. છે. જાપાનની ઈચ્છા આપ્ટેએ ચીન સર કરવાની છે, પણ તેમ કરતાં ત્યાં જે પાશ્ચાત્ય સત્તાઓ પોતાના હક જમાવી બેઠી છે તેમને ત્યાંથી દૂર કરવી પડે તેમ છે; પણ આ વસ્તુ જાપાનને માટે મુશ્કેલ છે. હાલને તબક્કે જે જે સત્તાઓનું જોર ત્યાં વધતું જાય છે, તેને અટકાવવાનું કામ પહેલું છે. આમાં રશિઆ મુખ્ય છે. રશિની મુરાદ આખાએ ચીનને સામ્યવાદી બનાવવાની છે. વળી રશિઆની હદ છેક સીકીઆન્ગ અને ઉત્તર મેંગેલિઆ સુધી તે આવી ગઈ છે. એટલે ચીનમાં. રશિઅન વિચારનું જોર વધતું જાય છે. બીજી બાજુ બ્રિટન અને અમેરિકા છે. અમેરિકાને મહાસામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા નથી; કારણકે પિતાની આર્થિક જરૂરિઆત માટે તેને બીજા કેઈ દેશ પર આધાર રાખવો પડે તેમ નથી. બ્રિટન હાલ તેની પાસે જે છે તેને જ સાચવવામાં ડહાપણ માને છે. તે સમજે છે કે જે હાલ જપાનને ચીનમાં વધતું અટકાવવામાં આવશે, તો જાપાન ઑસ્ટ્રેલિઆ તરફ નજર ફેરવશે, અને પોતાને તેની સાથે સીધા વિગ્રહમાં ઉતરવું પડશે. આથી જાપાનને બ્રિટનની બહુ ચિતા નથી. .
. . . ! છે. બીજી બાજુ ભૌગોલિક કારણો તપાસીએ. ઉત્તર ચીનનો પાંચ પ્રાંતિ– રાખ્યુંન્ગ, હાથીઆઈ, ચહાર, શાન્સી અને સુઈયન-મન્યુફઓ કરતાં જાપાનને ઘણું ઉપયોગી નીવડે તેમ છે. ચહાર, શાન્સી અને દક્ષિણ હોથીઆઈમાં લેઢાની ખાણો છે. વધારામાં શન્સીમાં ઉચ્ચ પ્રકારનો કોલસાની ખાણેપણ છે. પાંચ પ્રાંતમાંથી કલાઈ, ત્રાંબું અને તેનું પણ નીકળે છે. કેટલેક
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૩
સ્થળે પેટ્રેલિઅમ પણ છે. વધારામાં ઉત્તર ચીનમાં થઈને હઆન્ગહેની વહે છે. તેની આજુબાજુનો પ્રદેશ રૂને માટે ઘણે ઉત્તમ છે. વળી આ પ્રદેશની આબોહવા પણ જાપાનીઝ લેકેને રહેવા માટે જોઈએ તેવી છે.
આ રાજકીય અને ભૌગોલિક કારણથી મુત્સદ્દી જાપાને ચીનને ઉત્તર વિભાગ પિતાને કબજે કરવાને નિશ્ચય કર્યો છે. મન્યુકુઓ પિતાને હસ્તક છે ઉત્તરના પાંચ પ્રાંત આર્થિક દૃષ્ટિએ ઉપયોગી છે, અને દક્ષિણ મેંગોલિઆ (Inner Mongolia)રશિઆના વધતા ક્તા જેને અટકાવવા માટે જરૂરી છે.
વળી ઉત્તર ચીનને માર્ગ લેવાનાં બીજ પણ કારણ છે. ચીનને ઘણે ભાગ પહાડી છે. ચીનના અંદરના ભાગમાં જવા માટે ત્રણ જળમાર્ગો ત્રણ નદીઓ છે. તેમાં છેક દક્ષિણે આવેલી સીકીઆન્ગ નદીના મુખ પર બ્રિટિશ સત્તા હેઠળનું હેન્ગકૉન્ગ છે, એટલે ત્યાંથી બ્રિટન અટકાવે. મધ્યમાં આવેલી યાન્સસેક્યાંગ નદીના મુખ પર શાન્તાઈ શહેર છે, જે આંતરરાષ્ટ્રીય શહેરી છે. એટલે ત્યાંથી. બીજી બધી સત્તાઓ અટકાવે તેમ છે. એથી ઉત્તરમાં સીકીઆન્ગ નદીને માર્ગ રહ્યો. વળી જમીનમાર્ગ પણ ઉત્તરમાંજ છે.
આથી જાપાને લડાઈની શરૂઆત ઉત્તરમાંથી કરી. હાલ જાપાને લગભગ આખુંએ ઉત્તર ચીન કબજે કર્યું છે, પણ હવે જાપાન આગળ વધી શકતું નથી; કારણ કે જે જે વિભાગે જાપાન જીતે છે ત્યાં પણ સ્થાયી લશ્કર રાખવું પડે છે, અને જાપાન પાસે એટલું બધું લશ્કર નથી કે બધે પહોંચી વળે. વળી આ વખતના યુદ્ધમાં આખુંએ ચીન જાગૃત થઈ ગયું છે. ચીનનું સૈન્ય પણ વિશાળ છે. જ્યારે ચીનનું બધું સૈન્ય ઉત્તરમાં જમા થઈ ગયું, ત્યારે તે સૈન્યને ત્યાંથી ખસેડવા જાપાને ચીનના હૃદય સમા શાન્તાઈ શહેર આગળ લડાઈની આગ સળગાવી, અને તેના છાંટા છેક કેન્ટન સુધી પણ ઉક
જો કે કોઈ કોઈ વાર છમકલાં થાક છે, પણ સામાન્ય દૃષ્ટિએ હાલની પરિસ્થિતિ શાંત છે. હવે જાપાન આગળ વધી શકતું નથી; કારણ કે જ્યાં જાપાનીઝ સૈન્ય એક પ્રદેશ છોડી બીજે જાય છે, ત્યાં પહેલા પ્રદેશ ચક પિતાના કબજામાં પાછો લેવા પ્રયત્ન કરે છે. આથી હાલ તો માત્ર છતારા પ્રદેરોની વ્યવસ્થા કરવામાં જાપાન રોકાયેલું છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
પૂરવણી ૨
જીવનચરિત્રો એડમંડ બર્કઃ એડમંડ બર્કનો જન્મ ઈ. સ. ૧૭રમાં ડબ્લિનમાં થયો હતો. ઇ. સ. ૧૭૬૫માં તે પહેલવહેલે રેકિંગહામનો ખાનગી મંત્રી બન્યો, ત્યારથી તેની રાજકીય કારકીર્દિ શરૂ થઈ. બીજે વર્ષે એ પાર્લમેન્ટમાં આવ્યો. તેણે પિતાની વકતૃત્વશક્તિને સારો પરિચય કરાવ્યું. તેણે ચૅર્જિની પરદેશનીતિ સંબંધી ટીકા કરી. એથી તે પ્રકાશમાં આવ્યું. અમેરિકન સ્વાતંત્ર્યવિગ્રહ વખતે સંરથાનવાસીઓને મનાવી લઈ–તેમના પર નખાએલા કરે દૂર કરી–સમાધાન કરી લેવા તેણે પામેન્ટમાં સચોટ ભાષણ કર્યું હતું. અમેરિકને તરફ તેની સહાનુભૂતિ હતી. વળી ફ્રાન્સની રાજ્યક્રાન્તિનું સત્ય સ્વરૂપ સમજી જનાર એ એકલેજ બ્રિટિશ મુત્સદ્દી હતા. જ્યારે ફેંકશે ફાન્સની રાજ્યક્રાંતિના બનાવને વધાવી લીધે, ત્યારે બકે “ ફ્રાન્સની રાજ્યક્રાતિ પર ચિંતનો” બહાર પાડી પ્રજાને એ રાજ્યક્રાન્તિનું સત્ય સ્વરૂપ સમજાવ્યું, અને એ કાતિના ભયંકર ભાવી તરફ સમગ્ર પ્રજાનું લક્ષ દર્યું. ખરેખર, તેની એ આગાહી સાચી પડી !
અર્થશાસ્ત્રી બર્કઃ ઈ. સ. ૧૭૮૦માં બર્ક નાણાં સંબંધી સુધારાનો ખરડો લાવ્યો, પણ તે પસાર થયો નહિ. ત્યાર પછી ફરીથી તેણે બીજે ખરડો રજુ કર્યો. આથી “સિવિલ લિસ્ટ”માં રાજાને મળતાં નાણાંમાં ઘટાડે થયે, અને કેટલીક નકામી એ િકાઢી નાખી ખર્ચમાં બચાવ કરવામાં આવ્યો. તેણે કરેલા બીજા સુધારાથી એવું ઠર્યું, કે રાજાનું પેન્શન ખાનારા અને રેવન્યુ અમલદારે પાર્લમેન્ટમાં પિતાને મત આપી શકે નહિ. તેણે રેમન કેથલિક બંધનમુક્તિના પ્રશ્નને ટેકે આપે.
- અમીરની સભામાં વૈરન હેસ્ટિંગ્સ સામે મુકર્દમે ચલાવી તેણે પાર્લમેન્ટના સભ્યોને હિંદની તે વખતની પરિસ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ આ.*
• " Burke did not, I believe, leave a dry eye in the whole assembly.”
૨૮
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૩૪
આથી હિંદને જે મેટા ફાયદા થયા, તે એ કે ત્યાર પછી હિંદના રાજ્યવહીવટ સુધારવાને પાર્લમેન્ટે પ્રયત્ને કર્યાં. ઇ. સ. ૧૭૯૪માં તે પાર્લમેન્ટમાંથી નિવૃત્ત થયે, અને ઇ. સ. ૧૭૯૭માં મરણ પામ્યા.
બર્ક ઉત્તમ વક્તા, સમર્થ મુત્સદ્દી અને તેના જમાનાના ઉચ્ચ રાજકીય ચિંતક હતા. તેનાં લખાણામાં ઉત્તમ મુત્સદ્દીગીરીના સર્વે ગુણા તરી આવે છે. વક્તા તરીકે તે સચોટ અસર કરનારા અને પ્રતિભાશાળી હતા એટલુંજ નહિ, પણ ઝીણામાં ઝીણી બાબતા ઉપર પણ તે કંઈક નવીન પ્રકાશ ફેંકી શ્રોતાઓને તાજુબ કરી દેતા. ગુલામી રદ કરવા તેણે કરેલા પ્રયત્ના, અને હિંદ તથા અમેરિકા તરફ બતાવેલી સહાનુભૂતિ તેના સ્વાતંત્ર્યપ્રેમી હૃદયની સાક્ષી પૂરે છે. મઁકાલેના શબ્દોમાં—“સર્વદેશીય સમજશક્તિમાં અને ઉત્તમ તર્કશક્તિમાં ૐ પ્રાચીન તેમજ અર્વાચીન વક્તાઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.”
ચાસ જેમ્સ ફાસઃ ચાર્લ્સ જેમ્સ ફ્રામ્સને જન્મ ઇ. સ. ૧૭૪૯માં લાર્ડ હાલેન્ડને ત્યાં થયા હતા. તે ઇ. સ. ૧૭૬૮માં પહેલવહેલા પાર્લમેન્ટમાં -દાખલ થયા. બર્કની મદદથી તેણે વાશ્પાલ અને પેલ્લ્લામના વખતથી ચાલતી આવેલી લાંચરૂશ્વતની ગંદી પ્રથા પર પ્રહારા કર્યાં. તેણે પોતાની અદ્ભુત વક્તૃત્વશક્તિથી જિંગ પક્ષને સંગીન પાયા પર મૂકયા. જ્યાર્જ ત્રીજો ફેંસને ધિક્કારતા, એથી તેની કારકીર્દિ વિધમાંજ પસાર થઈ, અને તેની અસાધારણ બુદ્ધિ અને ઉચ્ચ વક્તૃત્વશક્તિને લાભ દેશને મળ્યો નહિ.
અમેરિકન સ્વાતંત્ર્યવિગ્રહ વખતે ફ્રામ્સે પણ ખર્ક અને પિટ્ટની માફક સંસ્થાનવાસીઓ તરફ સહાનુભૂતિ ખતાવી હતી, અને તેમની સાથે સમાધાની કરી લેવા સૂચવ્યું હતું; પણ જ્યાર્જ ત્રીજાના દુરાગ્રહને લઈ ને આ સમર્થ મુત્સદ્દીઓનાં ભાષણાની કંઈ અસર થઈ નહિ. તેણે ઇ. સ. ૧૭૮૩ (એપ્રિલ) માં લાર્ડ નાથની સાથે મળી સંયુક્ત પ્રધાનમંડળ સ્થાપ્યું; પણ એ પ્રધાનમંડળ લાંખે। સમય ટકયું નહિ; કારણ કે ફૅાસ જો કે યાળુ, સરળ હૃદયને અને સમર્થ વક્તા હતા, તેાપણ તે જીગારી હેાઈ તેણે પાટવી કુંવરને એ મેંદમાં ફસાવ્યા હતા, એ જ્યાર્જ ત્રીજાની જાણ બહાર નહેતું. આથી ફૅરૅક્સે રજી કરેલા હિંદના રાજ્યબંધારણના ખરડાને રાજાએ સખત વિરાધ કર્યાં, અને
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૩૫
ર્યોર્જ ત્રીજાના પ્રયત્નોને લીધે એ ખરડે અમીરોની સભાએ ઉડાવી દીધે. આથી નોર્થ અને ફોસનું સંયુક્ત મંત્રીમંડળ વીખરાઈ ગયું, અને નાનો પિટ્ટ મુખ્ય મંત્રી બન્ય, ઈ. સ. ૧૭૮૪. ફીકસ સ્વતંત્રતાને ચાહતો હતે. ફાસની રાજ્યક્રાન્તિસમયે તેણે ઉચ્ચાર્યું હતું કે–દુનિયામાં કેટલે બધે મહત્વનો બનાવ બન્યો છે, અને તે પણ કેટલે બધે ઉત્તમ! આ શબ્દો કચડાતી પ્રજા પ્રત્યે તેની હાર્દિકે સહાનુભૂતિના નમુનારૂપ છે.
ઈ. સ. ૧૭૯૭માં ફકસ પાર્લમેન્ટમાંથી નિવૃત્ત થયા. ત્યારપછી ઈ. સ. ૧૭૯૭થી ૧૮૦૨ સુધીને સમય તેણે જેમ્સ બીજાના રાજ્યને ઈતિહાસ લખવામાં ગાળ્યો. એમીન્સની સંધિ પછી તેણે ફ્રાન્સમાં મુસાફરી પણ કરી હતી, અને જગવિખ્યાત નેપોલિયનના સમાગમમાં પણ તે આવ્યો હતો. નેપોલિયને પણ આ બાહોશ અને દૂરદેશી મુત્સદ્દીની પ્રશંસા કરી હતી..
આ કાબેલ રાજદ્વારી પુરુષ અને ઉત્તમ વક્તા ઇ. સ. ૧૮૦૬ના સપ્ટેમ્બરની ૧૩મી તારીખે મરણ પામે. બર્કના શબ્દોમાં કહીએ તો“ફેકસ દુનિયામાં થઈ ગએલા ઉત્તમ વક્તાઓમાં ઘણજ તેજસ્વી વક્તા હતે.”
, જેમ્સ ગુફઃ (ઈ. સ. ૧૭૨૭–૧૭૫૯) જેમ્સ વુલ્ફ પંદર વર્ષની નાની વયે સૈન્યમાં જોડાયા હતા. તેણે પ્રથમ ડેટિંજનની લડાઈમાં પિતાની શક્તિને સારો પરિચય કરાવ્યો. ત્યારપછી તેણે બીજી લડાઈઓમાં સાહસ અને વીરતાભર્યો ભાગ લઈ “યુવાન સૈનિક તરીકે નામના મેળવી. સસવાર્ષિક વિગ્રહ દરમિઆન અમેરિકામાં અંગ્રેજોની હાર થયાના સમાચાર મળે જતા હતા, ત્યારે પિટ્ટની નજર આ યુવાન સેનાપતિ પર પડી. તે જ વખતે પિદે તેને ૯,૦૦૦ માણસો આપી ક્વિબેક સર કરવા મોકલ્યો. અનેક સંકટો અને મુસીબતમાં પણ આ વીર સેનાપતિએ એક રાત્રે સેન્ટ લોરેન્સ નદીને કિનારે અબ્રાહમની ટેકરીઓ ઓળંગી પિતાનું લશ્કર કિવબેકની સામે ઉતાર્યું. કે તે આ સાહસ જોઈ છક થઈ ગયા; પણ ફ્રેન્ચ સેનાપતિ મોન્ટકામ કંઈ ગાંજો જાય તેવો ન હતો. તેણે અંગ્રેજ સૈન્ય સાથે લડાઈ શરૂ કરી. અંગ્રેજ સૈન્ય ઘણીજ બહાદુરી બતાવી, અને વિજય મેળવ્યું. પરંતુ વિજયને ભેગ કંઈ નાનેસને ન હતોઅંગ્રેજ સેનાપતિ વુલ્ફ માર્યો ગયો હતો ! અજાયબ
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૩૬
જેવું તે એ હતું કે ફ્રેન્ચ સેનાપતિ મોન્ટકામે પણ એ યુદ્ધમાં પ્રાણ છોડે. વિબેક છતાયાથી અમેરિકામાંની ફેન્ચની સત્તા પર એક જીવલેણ ફટકો પડે, અને ત્યારપછી ફ્રેન્ચ સત્તાની અવનતિ થતી ચાલી.
આ અજબ સાહસ અને અતુલ હિંમતને લઈને આજે પણ જેમ્સ વુલ્ફનું નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે કેતરાઈ રહ્યું છે.
એડમિરલ લૈર્ડ નેલ્સન: (ઈ. સ. ૧૭૫૮–૧૮૦૫) નેલ્સનને જન્મ ઈ. સ. ૧૭૫૮માં થયો હતો. નાનપણથી જ તેના શરીરને બાંધે નબળો હતા; પણ તેનું મનોબળ અતુલ હતું. કલાઈવની માફક શાળાના જીવનમાં તેણે ઘણું પરાક્રમ કર્યા હતાં. બાર વર્ષની વયે તેણે ખલાસી તરીકે કેળવણી લેવા માંડી. ઈ. સ. ૧૭૭૭માં તે લેફટનન્ટ બો. ટુલેનના ઘેરા વખતે અને સેન્ટ વિન્સેન્ટના યુદ્ધમાં તેણે બહાદુરી બતાવી નામના મેળવી. ઈ. સ. ૧૭૯૭માં તે નૌકાસૈન્યને સેનાપતિ નીમાયો.
જ્યારે નેપલિયન ઇજિપને રસ્તે થઈ હિંદ જવાનાં સ્વમાં સેવી રહ્યો હતા, ત્યારે નેલ્સને તેની પુંઠ પકડી; અને અબુકર બેના અખાતમાં લંગર નાખીને પડેલા નેપોલિયનના કાફલા પર હુમલો કર્યો. આ યુદ્ધ ઈતિહાસમાં નાઈલના યુદ્ધને નામે ઓળખાય છે. આજ યુદ્ધમાં નેલ્સને ફ્રેન્ચ કાફલાનો સંપૂર્ણ નાશ કર્યો. નેલ્સનના આ પરાક્રમને લીધે નેપોલિયન ઈજિપ્તમાં કેદી સમાન બન્ય; કારણ કે તેને ફાન્સથી મળતી મદદ બંધ થઈ. ત્યારપછી નેલ્સને કોપનહેગનના યુદ્ધમાં ડેન લેકેના કાફલાને નાશ કર્યો. ઈ. સ. ૧૮૦૧. નેપોલિયને ઈગ્લેન્ડ પર ચડાઈ કરવા ફ્રાન્સની ઉત્તરે બ્રેસ્ટ બંદર અને દક્ષિણે ટુલન બંદરે નૌકાસૈન્ય તૈયાર રાખ્યું હતું. કેડિઝ બંદરે રહેલે સ્પેનિશ કાલે પણ ફેન્ચોને મદદ કરવા તૈયાર હતો. અંગ્રેજ નૌકાસૈન્ય બ્રેસ્ટ બંદરને ઘેરે ઘાલ્યો હતે. એ અરસામાં નેપોલિયને પિતાના નૌકાસૈન્ય સાથે વેસ્ટ ઈન્ડિઝ તરફ કૂચ કરવાને દેખાવ કરવાને બેત રચ્યો. આથી નેલ્સને તેમની પુંઠ પકડી; પણ તે તો નિરાશ થઈ પાછો આવ્યો. એ વખતે ટ્રફાલ્ગર ભૂશિર આગળ અંગ્રેજ અને ફેન્ચ નૌકાસૈન્ય વચ્ચે ખુનખાર યુદ્ધ થયું. તેમાં નેલ્સને ફેન્સ કાફલાને નાશ કર્યો, અને તેથી અંગ્રેજોને વિજય મળે,
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૩૭
ઈ. સ. ૧૮૦૫. પરંતુ જેમ વુફે જીત મેળવી પ્રાણ છેડો, તેમ નેલ્સન પણ ગોળી વાગવાથી આ લડાઈમાં મરણ પામ્યો, ઈ. સ. ૧૮૦૫. તેણે આ યુદ્ધમાં પિતાના સૈનિકોને એવો સંદેશો આપો હતા, કે “દરેક માણસ પોતાની ફરજ બજાવશે એમ ઈગ્લેન્ડ ઈચ્છે છે.” (England expects everyman to do his duty.)
નેલ્સને પિતાના પરાક્રમથી ઈડલેન્ડને કેજોના હુમલામાંથી ઉગારી લીધું એટલું જ નહિ, પણ નેપોલિયનની વધતી જતી સત્તા પર સખત ફટકે લગાવ્યો. તેણે કટોકટીને પ્રસંગે દેશની અદ્દભુત સેવા બજાવી ઈગ્લેન્ડના ‘તારણહાર તરીકે કીર્તિ સંપાદન કરી. લૈર્ડ ટેનિસન તેને માટે લખે છે કે–“અત્યાર સુધી ઉત્પન્ન થએલા ખલાસીઓમાં નેલ્સનને પ્રથમ પદે મૂકી શકાય.”
ડયુક ઍવ વેલિંગ્ટન: હિંદની અંદર “સહાયકારી લશ્કરની જનાથી બ્રિટિશ સામ્રાજ્યને સાર્વભૌમ બનાવનાર માર્થિવસ આવુ વેલેસ્લીનું નામ તો તમે જાણો છે. આર્થર વેલેસ્લી જે પાછળથી નેપોલિયનને હરાવી ડયુક ઍવું વેલિંગ્ટન બન્યો, તે માÁિવસ ઍવું વેલેસ્લીનો નાનો ભાઈ થાય. તેનો જન્મ ઇ. સ. ૧૭૬૯માં થયો હતો. લશ્કર ખાતામાં તાલીમ મેળવી તે ઈ. સ. ૧૭૯૭માં હિંદમાં આવ્યું. આ રીતે તેણે હિંદની ભૂમિ ઉપર પિતાની કારકીર્દિ શરૂ કરી, અને પિતાના ભાઈને હિંદમાં કંપનિની સત્તા સર્વોપરિ બનાવવામાં મદદ કરી. બીજા મરાઠા વિગ્રહમાં તેણે સિંધીઆ અને ભેંસલેને અસાઈ અને આરામ આગળ હરાવી નામના મેળવી. ઈ. સ. ૧૮૦૩. તે ઈ. સ. ૧૮૦૫માં ઈગ્લેન્ડ પાછો ફર્યો. એ અરસામાં યુરોપમાં નેપોલિયનની હાક વાગી રહી હતી, અને ઈંગ્લેન્ડને પણ એ યુદ્ધોમાં ઉતરવું પડયું • હતું. સ્પેનના દ્વીપકલ્પ પર લડાતા વિગ્રહોમાં આર્થર વેલેરલીએ પિતાની કુનેહ અને યુદ્ધકુશળતાથી અંગ્રેજોને બચાવ કર્યો એટલું જ નહિ, પણ ફેન્ચોને સાલામાન્કા અને ટુલુઝના યુદ્ધમાં હરાવી દ્વીપકલ્પીય યુદ્ધની પૂર્ણાહુતિ કરી. એ પછી વેલિંગ્ટને પરાક્રમી અને જયવંત સૈન્ય સહિત ફોન્સની “પુણ્ય ભૂમિ”માં પગલાં માંડયાં. આથી તેને “ડયુક ઍવુ વેલિંગ્ટનરને ઈલ્કાબ આપવામાં આવ્યો. ત્યારબાદ તેણે ઈ. સ. ૧૮૧૫માં નેપોલિયનને વૈટના યુદ્ધમાં હરાવી અદ્વિતીય સેનાપતિ તરીકે આખા યુરોપમાં નામના મેળવી.
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૩૮ એ પછી વેલિંગ્ટને રાજકારણમાં ભાગ લેવા માંડશે. ઇ. સ. ૧૮૧૮માં તે મુખ્ય પ્રધાન બન્યા. તે ચુસ્ત ટોરી હોવાથી પાલમેન્ટના સુધારાની વિરુદ્ધ હતો. તેનું પાર્લમેન્ટના સુધારા વિરુદ્ધનું ભાષણ સાંભળી લેકે ઉશ્કેરાયા, અને ઈ. સ. ૧૮૩૦ની નવી ચૂંટણીમાં તેની હાર થઈ. ઈ. સ. ૧૮૩૧નો સુધારાને ખરડો પસાર ન થવા દેવા તેણે અમીની સભામાં સખત વિરોધ કર્યો હતો. પરંતુ સમરાંગણમાં વિજયની પરંપરાઓ મેળવનાર લેખંડી ડયુક પ્રજા સાથેના આ યુદ્ધમાં કપ્રિયતા ગુમાવી બેઠે. તેના અમલ દરમિઆન ઈ. સ. ૧૮૨૯માં “રેમન કેથલિક બંધનમુક્તિ”ને ખરડો પસાર થયો. આથી રેમન કેથેલિકો સામેનાં લગભગ સર્વે બંધને દૂર કરવામાં આવ્યાં. તે ઈ. સ. ૧૮૫રમાં મરણ પામે.
સમરાંગણમાં વેલિંગ્ટનનું નામ સાંભળી શત્રુઓ ધ્રુજી ઊઠતા; અને ઈલેન્ડના લેકે વૈટર્લના એ વિજેતા તરફ સન્માનની લાગણીથી જોતા. પરંતુ મુત્સદી તરીકે તે એટલે બધે લોકપ્રિય નીવડયે નહિ.
વિલિયમ વિલ્બરફેર્સ (ઈ. સ. ૧૭૫૯-૧૮૩૩) આ પરોપકારી પુરુષને જન્મ . સ. ૧૭૫૯માં થયો હતો. ઈ. સ. ૧૭૭૨ની સાલ સુધી તે ઈગ્લેન્ડમાં ગુલામેને વેપાર ધમધોકાર ચાલતો. લિવરપૂલના વેપારીઓ ગુલામે પકડી લાવવા માટે પોતાના માણસને વહાણ આપી મોકલતા. આ ગુલામો ઉપર અત્યંત ત્રાસ વર્તાવવમાં આવતા, અને ત્યારપછી તેમને વેસ્ટ ઈન્ડિઝ ટાપુઓમાં વેચી દેવામાં આવતા. વિલિયમ વિલબરફેર્સનું કરુણ હદય આ ગુલામો ઉપર વર્તાવવામાં આવતા ત્રાસનું વર્ણન સાંભળી તથા તેમની દયાજનક સ્થિતિ જોઈ પીગળ્યું, અને ત્યારપછી એ “દીનબંધુએ મનુષ્યજાતિ ઉપરના આ મહાન કલકને દૂર કરવા કમર કસી. એક ચુસ્ત ખ્રિસ્તી તરીકે તે માનતા હતા કે ગોરાઓને સ્વતંત્રતા અને સમાનતાના જેટલા હકો છે, તે હકોથી એ કાળી પ્રજા શા માટે વિમુખ હેવી જોઈએ ? આથી તેણે ગુલામી દૂર કરવા આજીવન ભગીરથ પ્રયત્ન આદર્યા. તેના આ કાર્યમાં
ક્લાર્કસન, શાર્પ અને બીજા દયાળુ ગૃહસ્થાએ સાથ આપે. તેમણે ચોપાની, લેખો અને ભાષણ દ્વારા આ અમાનુષી કૃત્ય તરફ પ્રજાનું લક્ષ દેવું. બર્કે તેને ટેકે આયો, અને તરુણ પિકે તે ગુલામી રદ કરવા પાર્લમેન્ટમાં ખરડો રજુ
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૩૯
કર્યાં; પણ સંજોગ અનુકૂળ નિહ હાવાથી તે પસાર થઈ શકયા નહિ. વિલ્ગરફાસ પાર્લમેન્ટમાં દાખલ થઈ તે સંબંધી ચળવળ ચલાવી, અને ઇ. સ. ૧૮૦૭માં તેણે બ્રિટિશ ટાપુઓમાંથી ગુલામી રદ કરાવી. ત્યારબાદ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાંથી ગુલામી દૂર કરવાને તેણે પ્રયત્ન આદર્યાં. છેવટે ઇ. સ. ૧૮૩૩માં તેના જીવનનું સ્વપ્ન ફળ્યું; અને સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાંથી ગુલામીની પ્રથા નાબુદ કરવામાં આવી. પરિણામે ગુલામેાને છેડાવવા બ્રિટિશ પાર્લમેન્ટે એ કરાડ પૌન્ડ મંજુર કર્યા. પેાતાનું ધ્યેય આમ પાર પડેલું જોઈ તે ઇ. સ. ૧૮૩૩માં શાંતિથી મરણ પામ્યા. તેણે ગુલામેાના એટલા બધા આશીર્વાદ મેળવ્યા, કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
સર રા` પીલ : સર રાખર્ટ પીલને જન્મ ઇ. સ. ૧૭૮૮માં થયા હતા. તેના પિતા સાધનસંપન્ન હેાવાથી તેણે રાજકીય જીવનમાં ઝંપલાવ્યું, અને ઇ. સ. ૧૮૦૯માં તે પાર્લમેન્ટમાં દાખલ થયા. ખીજેજ વર્ષે તે આયર્લૅન્ડને મદદનીશ મંત્રી બન્યા, અને ઇ. સ. ૧૮૧૨માં મુખ્ય મંત્રી થયે, ઇ. સ. ૧૮૨૨માં તે સ્વદેશ ખાતાના મંત્રી બન્યા; પણ પાર્લમેન્ટના આગેવાન તરીકે તે તેની કારકીર્દિ ઇ. સ. ૧૮૨૮થી શરૂ થઈ ગણાય. તે ટારી હતા, અને તેથી તે પાર્લમેન્ટના સુધારાની વિરુદ્ધ હતેા. આથી ઇ. સ. ૧૮૩૦માં તે પદભ્રષ્ટ થયેા. ફરીથી ઇ. સ. ૧૮૪૧માં ટેરી લાકે સત્તામાં આવતાં તે મુખ્ય પ્રધાન બન્યા. તેના પ્રધાનમંડળમાં ડયુક આવ્ વેલિંગ્ટન અને ગ્લેડસ્ટન જેવાં પ્રતિભાશાળી પુરુષા ભળ્યા હતા,
નાણાંશાસ્રી પીલ : આર્થિક બાબતામાં પીલ વાશ્પાલ અને નાના પિટ્ટને અનુસરનારા હતા. તે નિરંકુશ વ્યાપારની પદ્ધતિમાં માનતા હોવાથી તેણે આયાત–નિકાસ પરના ઘણા વેરા રદ કર્યાં. આથી ઈંગ્લેન્ડના વ્યાપારઉદ્યોગાને ઉત્તેજન મળ્યું, અને ગરી પરથી કરતા ખેાજો હળવા થયા. આ ખાટ પૂરવા માટે તેણે દેશના ઇતિહાસમાં કાઈ વખત નહિ લેવાએલા એક પૌન્ડે સાત પેન્સને આવકવેરા દાખલ કરી દેશની નાણાં સંબંધી સ્થિતિને સંગીન પાયા પર લાવી મૂકી. તેણે ઇ. સ. ૧૮૪૪માં બેન્ક ચાર્ટર એક્ટ પસાર કરી ઈંગ્લેન્ડની બેન્કની ચલણી નોટા કાઢવાની સત્તાને મર્યાદિત બનાવી.
Page #453
--------------------------------------------------------------------------
________________
આથી બેન્કની કીર્તિ વધી, લેકેને વિશ્વાસ દૃઢ થતું ગયો, અને ચલણપદ્ધતિમાં સ્થિરતા આવી.
સુધારક પીલઃ જે કે પીલ ટારી હોવાથી તેના તરફથી મોટા સુધારાની આશા ન રાખી શકાય, તોપણ આયરિશ રોમન કેથલિકાની સ્થિતિ સુધારવા તેણે આયર્લેન્ડમાં એક પાઠશાળા સ્થાપી, તથા આયરિશ ખેડુતની સ્થિતિ સંબંધી તપાસ કરવા એક કમિશન નીમ્યું. એ અરસામાં ઈ. સ. ૧૮૪૫માં આયર્લેન્ડમાં મેટે દુકાળ પડે. આથી કમિશને દર્શાવેલી સૂચનાઓનો અમલ થઈ શક્યો નહિ. દુકાળે એવું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું કે એ પરિસ્થિતિમાં
અનાજને કાયદ” ચાલુ રાખવો એ પીલને ઠીક લાગ્યું નહિ. આથી તેણે ઈ. સ. ૧૮૪૬માં એ કાયદો રદ કરાવ્યો, અને અમેરિકાથી મકાઈ મંગાવી આયર્લેન્ડ મોકલાવી. તેણે કારખાનામાં કામ કરતા મજુરોની સ્થિતિ સુધારવાને પણ યત્ન કર્યા. તેણે સ્ત્રીઓને અને છોકરાંને કલસાની ખાણોમાં કામ કરતાં અટકાવ્યાં. તેણે લંડન શહેરને બંદોબસ્ત રાખવાને પોલીસની વ્યવસ્થા કરી. આ પોલીસ “પીલાઈટસ” અથવા “બાબીઝ'ના નામથી ઓળખાય છે. એ ઉપરાંત તેણે ફોજદારી કાયદામાં પણ સુધારા કર્યા. નજીવા ગુના માટે તે વખતે ફાંસીની સજા કરવામાં આવતી હતી, તેમાં તેણે સુધારે કર્યો. - પીલની પરરાજ્યનીતિઃ પીલના પ્રધાનમંડળમાં લૉર્ડ એબડિન પરદેશમંત્રી હતા. પરરાજ્યનીતિમાં પીલ શાંતિને ચાહનાર હતો. આથી તેના કારભાર દરમિઆન ઈંગ્લેન્ડને બીજા દેશે સાથે યુદ્ધમાં ઉતરવાને પ્રસંગ આવ્યો નથી. તેના વખતમાં અફઘાનિસ્તાન સાથે સંધ થઈ, અને હોંગકાંગ બંદર અંગ્રેજોને મળ્યું, ઈ. સ. ૧૮૪૨. એબડિન અને ફ્રાન્સના પરદેશમંત્રી ગીઝો વચ્ચે સારો સંબંધ હોવાથી ફાન્સ સાથે મૈત્રી જળવાઈ રહી. - ઈ. સ. ૧૮૪૬માં આયરિશ પ્રશ્ન સંબંધી મતભેદ પડતાં પીલે રાજીનામું આપ્યું. તે ઈ. સ. ૧૮૫૦માં મરણ પામે.
લઈ પામર્સન: વિક્ટોરિઅન યુગમાં ઈંગ્લેન્ડની પરરાજ્યનીતિમાં માથું મારી ઈગ્લેન્ડની કીર્તિ ઉજજવળ બનાવનાર પ્રધાનોમાં પામર્સ્ટનનું નામ ગણું શકાય. તેને જન્મ ઈ. સ. ૧૭૮૪માં થયે હતો. તે ઈ. સ. ૧૮૦૭માં પ્રથમ પાર્લમેન્ટમાં દાખલ થયા. ઈ. સ. ૧૮૦૮માં નૌકા ખાતાના બેડને તે
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૪૧
સભ્ય બન્યા. ઇ. સ. ૧૮૦૯-૧૮૨૮ સુધી તે યુદ્ધખાતાને મંત્રી રહ્યો.
. સ. ૧૮૩૧થી ૧૮૪૧ સુધી તે પરદેશ ખાતાને પ્રધાન રહ્યો. ઈ. સ. ૧૮૪૧થી ૧૮૪૬ સુધી તે સત્તાવિમુખ રહ્યા; પણ જ્યારે ઈ. સ. ૧૮૪૬માં લોર્ડ રસેલ મુખ્ય પ્રધાન બન્યો, ત્યારે તેને પરદેશ ખાતાના પ્રધાનની પદવી મળી. ઈ. સ. ૧૮૫૫માં તે પહેલી વાર વડા પ્રધાન બન્યો, અને તે હોદ્દા પર તે ત્રણ વર્ષ રહ્યો. ઈ. સ. ૧૮૫૮ની રાજ્યક્રાંતિ વખતે તેણે સંગીન કાર્ય કરી બતાવ્યું, પણ એજ સાલમાં તેને રાજીનામું આપવું પડયું. વળી પાછા બીજે વર્ષે તે ફરીથી સત્તામાં આવ્યો, અને ઈ. સ. ૧૮૬૫માં તે મરણ પામે ત્યાં સુધી વડા પ્રધા: રહ્યો.
પામર્સ્ટનની પરરાજ્યનીતિઃ પામર્સ્ટન આંતરનીતિમાં રૂઢિચુસ્ત હતો, પણ મુક્તિને માટે પ્રયત્નો કરનારાં બીજાં રાષ્ટ્ર તરફ સહાનુભૂતિની નજરથી જેતે. તેની દેશાંતરનીતિનાં સૂત્રો આ પ્રમાણે ગણાવી શકાય. (૧) બ્રિટિશ સામ્રાજ્ય અને બ્રિટિશ ગૌરવમાં વૃદ્ધિ કરવી, અને ઈંગ્લેન્ડની કીર્તિ પરરાજ્યમાં ફેલાવવી. (૨) રશિઆને તુર્કસ્તાન તરફ આગળ વધતું અટકાવવું, અને તુર્કસ્તાનનું સામ્રાજ્ય અખંડિત જાળવી રાખવું. (૩) રાષ્ટ્રની મુક્તિને માટે પ્રયત્ન કરનારાં રાષ્ટ્રોને મદદ આપવી, અને તેમના તરફ સહાનુભૂતિ બતાવવી. આવી પરરાજ્યનીતિ અમલમાં મૂકી છે કે તેણે કેટલીક વખત મહારાણુનો રોષ પણ વહેરી લીધે, પણ તે કેઈની પરવા કરે તેવો ન હતો. તેની સહાનુભૂતિ અને સૂચનાથી બેજીયમ સ્વતંત્ર થયું; અને વિક્ટર ઇમાન્યુએલે ઈટલીને એકત્ર કર્યું. રશિઆને તુર્કસ્તાન તરફ આગળ વધતું અટકાવવાને તેણે ક્રિમિન વિગ્રહમાં ભાગ લીધે. પરિણામે રશિઆની ભૂમધ્ય સમુદ્ર તરફ આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા નાશ પામી. ' જેમ રોમન લોકો “મન” નામમાં ગર્વ લેતા, તેમ તે “અંગ્રેજ” નામમાં ગર્વ લેતો; અને તેની ખાતર ગમે તેવું સાહસ ખેડવા તે તત્પર બનતો. એવાજ એક નજીવા કારણસર તેણે ઈગ્લેન્ડને ચીન સાથે યુદ્ધમાં ઉતાર્યું.
એ ઉપરાંત તેણે સ્પેન અને પોર્ટુગલના રાજકારણમાં માથું મારી ત્યાંના હકદાર વારસોને ગાદી અપાવી. ઇ. સ. ૧૮૬૩માં પિલેન્ડના પિલ લેકે એ રશિઆ વિરુદ્ધ બંડ ઉઠાવ્યું. આ તકને લાભ લઈ પ્રશિઆના બિસ્માર્કે
Page #455
--------------------------------------------------------------------------
________________
ઈલેન્ડને તટસ્થ રાખી ડેનમાર્કની પાસેથી લેશ્વિગ અને હેસ્ટેઈન પરગણું લઈ લીધાં, અને ત્યારબાદ બિસ્માર્ક ઍસ્ટ્રિઆને હરાવી જર્મન મહારાજ્યને પાયો નાખે. પામર્સ્ટનની પરરાજ્યનીતિ આ વખતે ધાર્યું કામ આપી શકી નહિ. “અલાબામા” વહાણના પ્રશ્નમાં પામર્સ્ટને સમાધાન કરાવ્યું.
આ ઉપરથી પામર્સ્ટનની ઉગ્ર પરદેશનીતિનો ખ્યાલ આવી શકે એમ છે. ઈગ્લેન્ડની આંતરનીતિમાં તેણે કાંઈ ખાસ અગત્યનું કાર્ય કર્યું નથી. તે પાર્લમેન્ટના બંધારણના સુધારાની વિરુદ્ધ હતા. આથી જ તેને માટે એમ કહેવાય છે કે “તે આંતરનીતિમાં કન્ઝર્વેટિવ અને પરદેશનીતિમાં લિબરલ હતું.”
ગ્લૅડસ્ટનઃ વિકટેરિઅન યુગના અનેક તેજસ્વી મુત્સદ્દીઓમાં ગ્લૅડસ્ટનનું નામ આજ પણ એક પ્રકાશિત તારાની માફક ઈંગ્લેન્ડના રાજકારણમાં ઝળહળી રહ્યું છે. તેને જન્મ ઈ. સ. ૧૮૦૯માં લિવરપૂલમાં થયું હતું. તે ઈ. સ. ૧૮૩૨માં પાર્લામેન્ટમાં પહેલવહેલે દાખલ થયા. પીલ તેની શક્તિથી અંજાયે. આથી તેણે તેને નૌકા ખાતામાં જગા આપી. ઈ. સ. ૧૮૩૫માં પલે રાજીનામું આપ્યું, એટલે એ પણ નિવૃત્ત થયા. ફરીથી ઇ. સ. ૧૮૪૧માં પીલના પ્રધાનમંડળમાં તે વેપારખાતાને મંત્રી બન્યા. ઈ.સ ૧૮૪૬માં તે સંસ્થાનખાતાને મંત્રી થયે. ઈ. સ. ૧૮૫૨–૫૧માં તે ઈટલી ગયે. ત્યાંના નેપલ્સ રાજાને જુલમ જોઈ તેનું હૃદય પીગળી ગયું, અને ત્યારથી તે લિબરલ બન્યું. ઈ. સ. ૧૮૫રમાં ફરીથી તે એબડિનના સંયુક્ત પ્રધાનમંડળમાં ખજાનચી થયે, અને તેણે ક્રિમિઅન વિગ્રહના ખર્ચને પિતાની સંગીન આર્થિક નીતિથી નીભાવ્યું. તેણે ઈ. સ. ૧૮૫૫માં રાજીનામું આપ્યું, ત્યારપછી ફરીથી ઈ. સ. ૧૮૫૯માં તે પામર્સ્ટનના પ્રધાનમંડળનાં ખજાનચી થયો, અને ઈ. સ. ૧૮૬૫માં પામર્સ્ટનના મૃત્યુ બાદ તે આમની સભામાં આગેવાન બન્યો. . સ. ૧૮૬૮માં તે વડે પ્રધાન બન્યું, અને છ વર્ષ સુધી એ પદે કાયમ રહ્યો. ત્યારપછી ફરીથી તે ઈ. સ. ૧૮૮૦માં, ત્યારપછી ઈ. સ. ૧૮૮૬માં અને ઈ. સ. ૧૮૯૩માં એમ એકંદરે ચાર વખત તે મુખ્ય પ્રધાન બન્ય. ' અર્થશાસ્ત્રી ગ્લેડસ્ટનઃ એક સમર્થ અર્થશાસ્ત્રી તરીકે ગ્લૅડસ્ટને ઘણું સુધારા કર્યા, અને ઈગ્લેન્ડની આર્થિક સ્થિતિને સંગીન પાયા પર મૂકી. તરુણ પિટની માફક તે પણ પ્રખ્યાત અર્થશાસ્ત્રી આદમ સ્મિથને અનુયાયી
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૪૩
'
હતા. તેણે ખર્ચમાં કાપકૂપ કરી, આયાત–નિકાસ પરની ઘણી જકાતા કાઢી નાખી, અને નિરંકુશ વ્યાપારની પદ્ધતિ દાખલ કરી. “ શાંતિ, કરકસર અને સુધારા ” એ તેનું મુખ્ય સૂત્ર હતું. તેણે ફ્રાન્સ જોડે સંધિ કરી, એટલે બ્રિટિશ માલ વગર જકાતે ફ્રાન્સમાં જવા લાગ્યા. તેણે કાગળ ઉપરની જકાત કાઢી નાખી, અને ચા તથા ખાંડ પર્શી જકાત ઓછી કરી અંગ્રેજ પ્રજાને નાસ્તા સસ્તા બનાવ્યેા. તેણે આવકવેરા પણું ઘટાડી નાખ્યા. પરંતુ ખર્ચાને પહેાંચી વળવા લશ્કર અને નૌકાસૈન્યમાં ધટાડે કર્યાં. એ સિવાય દરેક ખાતામાં કરકસર દાખલ કરી. ગ્લેડસ્ટનની ખરી ખુખી તે એ હતી, કે તેણે આટલા આટલા વેરા એછા કર્યા, છતાં પણ તેનાં અંદાજપત્રોમાં બચત રહેતી. આ બચતની રકમ તેણે રાષ્ટ્રનું દેવું એછું કરવામાં વાપરી. આમ ગ્લેડસ્ટને નિરંકુશ વ્યાપારની પદ્ધતિ દાખલ કરી ઈંગ્લેન્ડના વ્યાપારને ઉત્તેજન આપ્યું. તેને પરિણામે દેશ સમૃદ્ધ થયેા. “ આછા વેરા અને આછે ખર્ચ ” એ સિદ્ધાંત અમલમાં મૂકી તેણે નાણાંશાસ્ત્રી તરીકે નામના મેળવી.. સુધારક બ્લેડસ્ટનઃ ગ્લેડસ્ટનના પહેલા કારભાર દર્શમન ( ઇ. સ. ૧૮૬૮–૧૮૭૪ ) તેણે ધણા સુધારા કર્યા. (૧) કેળવણી વિષયક સુધારાઃ તેણે ઇ. સ. ૧૮૭૦માં ફાસ્ટરની મદદથી ફરજિઆત કેળવણીના કાયદા પસાર કરી બાર વર્ષ સુધીનાં બાળકાને શાળામાં ફરજિઆત મેકલવાની ગેાઠવણુ કરી. (૨) સૈન્યમાં સુધારાઃ કાર્ડવેલે ઇ. સ. ૧૮૭૧માં લશ્કરી સુધારાના ખરા પસાર કરી, લાંચરૂશ્વતની પ્રથાને દૂર કરી. (૩) તેણે ઇ. સ. ૧૮૭૨માં ગુપ્ત રીતે મત આપવાની પ્રથા (Voting by ballot) દાખલ કરી. (૪) વળી તેણે મજુરમંડળાને કાયદેસર ઠરાવનારા કાયદે પસાર કરાવ્યા. (૫) આયરિશ પ્રશ્નમાં તેણે ઉદારતાથી ભાગ લીધેા, અને આયર્લેન્ડને કલંક સમાન ત્યાંનું પ્રોટેસ્ટન્ટ દેવળ કાઢી નાખ્યું. એ ઉપરાંત આયરિશ ખેડુતાનાં દુઃખા દૂર કરવા તેણે ઇ. સ. ૧૮૭૦માં “આયરિશ લેન્ડ ઍકટ” પસાર કર્યાં. આથી એમ ઠરાવવામાં આવ્યું, કે સબળ કારણ સિવાય જમીનદાર ખેડુતને કાઢી મૂકે નહિ; અને જો તે તેમ કરે તેા ખેડુતને જમીનમાં સુધારા કરવાને કરેલા ખર્ચ બદલ નુકસાની ભરી આપે. વળી તેણે આયર્લેન્ડમાં કેળવણીને ઉત્તેજન આપવા પ્રયત્ન કર્યો; પરંતુ શ્રીનીઅન ચળવળ બંધ પડી નહિ.
Page #457
--------------------------------------------------------------------------
________________
લેડસ્ટને બીજા કારભાર દરમિઆન (ઈ. સ. ૧૮૮૦-૮૫), આયરિશ પ્રશ્ન હાથમાં લીધે. ઈ. સ. ૧૮૮૧માં તેણે આયરિશ લેકને સંતોષવા જમીન સંબંધી બીજે ખરડો ઘડે. આથી ખેડુતો અને જમીનદારોના ઝગડાને નિકાલ લાવવા એક “લેન્ડ કેર્ટ” સ્થાપવામાં આવી; પણ તેનું શુભ પરિણામ આવ્યું નહિ. આયર્લેન્ડમાં તો ચળવળ ચાલુજ રહી. આથી છેવટે તેને ખાતરી થઈ કે આયર્લેન્ડને હોમરૂલ આપ્યા સિવાય છૂટકોજ નથી.
ગ્લેડસ્ટને ઇ. સ. ૧૮૮૪-૮૫માં પાર્લમેન્ટના સુધારાને ખરડે પસાર કરાવ્યું. આથી સાધારણ ખેડુતને અને મજુરને પણ મતાધિકાર મળે, અને પાર્લમેન્ટ લગભગ સંપૂર્ણ પ્રતિનિધિત્વવાળી થઈ
ગ્લૅડસ્ટનના બીજા અને ત્રીજા કારભાર દરમિઆન તેણે આયરિશ પ્રશ્નને છેવટને નિકાલ લાવવાના ઈરાદાથી “હોમરૂલ બિલ રજુ કર્યું, પરંતુ આ વખતે તેના પિતાના સાથીઓ વિરુદ્ધ પડ્યા, અને તેમણે લિબરલ-યુનિયન નિસ્ટ પક્ષ સ્થાપ્યો. આ પછી એ જ્યારે ચોથી વખત વડા પ્રધાન થયે, ત્યારે તેણે ફરીથી આયરિશ હેમરૂલ બિલ રજુ કર્યું. આ વખતે પણ તેને પ્રયત્ન નિષ્ફળ નીવડશે. ત્યારપછી તે રાજકીય ક્ષેત્રમાંથી નિવૃત્ત થયો. - દેશાંતરનીતિઃ લૅડસ્ટનની દેશાંતરનીતિ નિર્માલ્ય હતી. તે શાંતિને ચાહનાર હતો. આથી આફ્રિકામાં ટ્રાન્સવાલના બેર લોકોએ બળવો કર્યો, ત્યારે તેણે તેમને સ્વરાજ્ય આપી સંતોષ્યા. ઇજિપ્તમાં અરબી પાશાની આગેવાની હેઠળ બળ જાગે, તેનું પણ સમાધાન કરવાનું વચન આપી તેણે લશ્કર પાછું ખેંચી લીધું. આયર્લેન્ડમાં પાર્નેલની સરદારી નીચે સ્વરાજ્યની ચળવળ પૂર જસમાં ચાલી. આમ પરરાજ્યનીતિ સંબંધી ગ્લેડસ્ટનનું વલણ શાંતિભર્યું હતું. - આ ઉપરથી સમજી શકાય છે કે ગ્લૅડસ્ટનમાં ત્રુટિઓ તે હતી, પરંતુ તેની કામ કરવાની ધગશ અને ઉચ્ચ સ્વદેશપ્રેમ આગળ તે ઢંકાઈ જતી. | ડિઝરાયેલીઃ (ઈ. સ. ૧૮૦૪–૧૮૮૧.) બેન્જામિન ડિઝરાયેલીને જન્મ ઈ. સ. ૧૮૦૪માં લંડનમાં થયું હતું. તે મૂળ યહુદી હત; પણ ખ્રિસ્તી ધર્મને ઉપાસક હતા. વીસ વર્ષની વયે તેણે “વિવિયન ગ્રે” નામની નવલકથા લખી અંગ્રેજ પ્રજાનું ધ્યાન ખેંચ્યું. ઈ. સ. ૧૮૩૭માં તે પાર્લમેન્ટમાં દાખલ થશે. પાર્લમેન્ટમાં આપેલું તેનું પહેલું ભાષણ કેઈએ સાંભળ્યું નહિ, ત્યારે
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૪૫
તે બેલ્યો હતો કે “આજે તો તમે મને સાંભળતા નથી, પણ એ વખત આવશે કે તમારે મને સાંભળવો પડશે.” ઈ. સ. ૧૮૪૯માં તે કેન્ઝર્વેટિવ પક્ષને આગેવાન બન્યો. ઇ. સ. ૧૮૫રમાં, ઈ. સ. ૧૮૫૮માં અને ઈ. સ. ૧૮૬૭માં–એમ ત્રણ વાર તે ખજાનચી થયું. તેણે ઈ. સ. ૧૮૬૭માં પાર્લમેન્ટની સુધારણાને ખરડો પસાર કરી ટેરી પક્ષના સિદ્ધાંતમાં નવી ભાત પાડી. તે ઈ. સ. ૧૮૭૪થી ૧૮૮૦ સુધી વડો પ્રધાન રહ્યો. એ દરમિઆન તેણે ઘણું સુધારા કર્યા. તે ઈ. સ. ૧૮૮૦માં બીકન્સફિલ્ડને અર્લ બન્યો. બીજે જ વર્ષે તે મરણ પામે, ઈ. સ. ૧૮૮૧.
સામ્રાજ્યવાદી ડિઝરાયેલી: પરરાજ્યનીતિમાં તે પામર્સ્ટનનો શિષ્ય. હતો. તેની દેશાંતરનીતિ ઘણી તેજસ્વી નીવડી હતી. તેણે રશિઆની વધતી જતી સત્તા અટવાવવા હિંદમાંથી લશ્કર બેલાવી માલ્ટામાં રાખ્યું, અને લડાઈની બધી તૈયારી કરી હતી. એથી રશિઆ ડરી ગયું, અને બર્લિનમાં પરિષદ્દ મળી. ડિઝરાયેલીએ આ પરિષદ્દમાં આગળ પડતો ભાગ લઈ બર્લિનની સંધિ કરી, અને ટકના સામ્રાજ્યની હદ મુકરર કરી. આ “માનભરી સુલેહ પછી તે ઈલેન્ડ પાછો ફર્યો. બ્રિટનના હિતની ખાતર ઈગ્લેન્ડે પર રાજ્યમાં પણું માથું મારવું જોઈએ, એમ તે માનતા. વળી તેણે સુએઝની નહેરના ૪૦ લાખ પૌડની કિંમતના શેર ખરીદી લઈ દુનિયાને મહાન જળમાર્ગ હસ્તગત કર્યો. આમ પરરાજ્યનીતિમાં ડિઝરાયેલીએ ઈગ્લેન્ડની કીર્તિ વધારી. જ સુધારક ડિઝરાયેલી: જો કે તે કોન્ઝર્વેટિવ હતો, પણ સુધારામાં માનતા હોવાથી તેણે જરૂરના સુધારા કરવામાં પાછી પાની કરી નથી. તેણે . સ. ૧૮૬૭માં પાર્લમેન્ટની સુધારણાને ખરડો પસાર કરી કારીગર વગેરેને મતાધિકાર આપે. ઈ. સ. ૧૮૭૫માં તેણે શહેરેની સુધરાઈ માટે. એક કાયદો પસાર કરી મજુરોને માટે સારાં, હવાઉજાસવાળાં ઘરે બાંધવાની યોજના કરી. ઇ. સ. ૧૮૭૬માં મજૂરવર્ગનાં મંડળો સંબંધી કાયદે પસાર કરી તે મંડળો કાયદેસર ગણવાનું તેણે નક્કી કર્યું. આથી મજુરોની સ્થિતિ સુધરી. ઈ. સ. ૧૮૭૭માં ઈંગ્લેન્ડની રાણી વિકટોરિઆને હિંદુસ્તાનનાં “સમ્રાણી–પદ આપવાને ખરડો તેણે પસાર કર્યો. ઈ. સ. ૧૮૭૮માં કારખાનાને લગતે ખરડો પસાર કરી તેણે દસ વર્ષથી ઓછી વયનાં
Page #459
--------------------------------------------------------------------------
________________
છોકરાંઓને કારખાનામાં કામ કરવાની બંધી કરી. વળી સ્ત્રીઓને અઠવાડીઆમાં સાઠ કલાકથી વધુ કામ નહિ આપવું એમ ઠરાવ્યું. તે
આયર્લેન્ડની બાબતમાં અને ધાન્યના પ્રશ્નમાં તેની નીતિ કેઢિચુસ્ત હતી. ડિઝરાયેલીએ પાર્નેલની ચળવળને સખતાઈથી દાબી દીધી, અને ધાન્યનો કાયદે રદ ન કરવા તેણે પાર્લામેન્ટમાં સચોટ ભાષણ આપ્યાં હતાં.
ડિઝરાયેલીએ પિતાની સામ્રાજ્યવાદી નીતિથી ઈલેન્ડની પ્રતિષ્ઠા યુરોપમાં વધારી. આથીજ વિકટેરિઅન યુગના મહાન મુત્સદ્દીઓમાં લેડસ્ટન પછી ડિઝરાયેલીના નામની ગણતરી થાય છે.
ડેનિયલ એકેનેલઃ ઓગણીસમા સૈકામાં આયરિશ પ્રને એવું તે વિકટ સ્વરૂપ ધારણ કર્યું, કે એ પ્રશ્નને નિકાલ લાવવા જતાં અનેક મંત્રીમંડળો સત્તાભ્રષ્ટ થયાં. ઈ. સ. ૧૮૦૦માં તરુણ પિટે યુક્તિપૂર્વક આયર્લેન્ડને ઈગ્લેન્ડની સાથે જોડી દેનારે કાયદો પસાર કર્યો. પરંતુ તે સમયે મન કેથલિકે સામેનાં બંધનો રદ કરવાનું જે વચન પિટ્ટે આપ્યું હતું, તે એ પાળી શક્યો નહિ. શાથી? પૅર્જ ત્રીજાના વિરોધને લીધે. આથી વૈકુંની લડાઈ પછી આયરિશ પ્રજાએ એક પ્રતિભાશાળી વ્યક્તિની આગેવાની નીચે ચળવળ ઉપાડી. આ પ્રતિભાશાળી વ્યક્તિ એજ ડેનિયલ કોનેલ. તે એક પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હતા, છટાદાર વક્તા હતા, અને કુશળ નેતા હતા. તેણે વિનોદમય અને જ્વલંત ભાષણોથી આયરિશ પ્રજાનાં મન સંપાદન કરી લીધાં. ઈ. સ. ૧૮૨૩માં તેણે રેમન કેથોલિક એસોસિએશન” નામની સંસ્થા સ્થાપી, અને ઠેરઠેર ભાષણ આપી તેણે સમગ્ર આયલેન્ડને જાગૃત કરી દીધો.
- ત્યારબાદ ઈ. સ. ૧૮૨૮માં તેણે કલેર પરગણું તરફથી પાર્લમેન્ટની ચૂંટણીમાં ઉમેદવારી કરી, અને તે બહુમતીથી ચુંટાયે. પાર્લમેન્ટે ત્રણ વખત તેની ચૂંટણી રદ કરી, અને ત્રણ વખત તે અસાધારણ બહુમતીથી ચુંટાયો. આથી વેલિંગ્ટનના પ્રધાનમંડળ સમક્ષ આ પ્રશ્ન એવો વિકટ બન્ય, કે પીલની સૂચનાથી તેણે “રેમન કેથલિક બંધનમુક્તિ”ને ખરડો પસાર કર્યો, અને તેમને પાર્લમેન્ટમાં બેસવાની તેમજ બીજી દરેક છૂટ આપી. આમ તરુણ પિટ્ટ પણ જે કરી શકે નહોતે, તે આ વીર નરે કરી બતાવ્યું. - આ વિજય મળ્યા પછી ડેનિયલ એકલે “પરદેશી દેવળનો પ્રશ્ન
Page #460
--------------------------------------------------------------------------
________________
ઉપાડે. આયરિશ લેકોને આ દેવળના નિભાવ માટે કરે (Tithe) ભરવા પડતા, એટલે આ દેવળ તેમને માટે એક અપમાન સમાન હતું. એકોને જુસ્સાદાર ભાષણ આપી લેકોને એ કર ન ભરવાને ઉશ્કેર્યા. આથી તોફાનો થયાં. સરકારે તે દબાવવાને જેમ જેમ પ્રયત્ન કર્યો, તેમ તેમ આયર્લેન્ડમાં અશાંતિ વધી. આથી લોર્ડ મેમ્બેર્ન આયલેન્ડ માટે પણ ગરીબીને કાયદે ઘડી, તથા ધર્મસમાજ–વે જમીનદાર પાસેથી લેવાનો ઠરાવી, તેમને શાંત પાડવા યત્ન કર્યો, ઈ. સ. ૧૮૩૫. - ત્યારપછી રોબર્ટ પીલના પ્રધાનમંડળ દરમિઆન આયર્લેન્ડ અને ઈગ્લેન્ડને સંગ રદ કરી “સ્વરાજ્ય મેળવવા તેણે જેસભેર ચળવળ ઉપાડી. મામલે ગંભીર બનતો દેખી પીલે કડક પગલાં લીધાં. સભાબંધીને કાયદો પસાર થયો, અને એક જંગી સભા અટકાવી. ઓકોનેલ તે હુકમને તાબે થયે. તેને પકડવામાં આવ્યો, અને કેદની સજા કરી; પણ પાછળથી અમીરેની સભાએ તેને છોડી મૂકો. પરંતુ એકોને સરકારના હુકમને તાબે થયો, એ વાત આયરિશ યુવાનને ગમી નહિ. આથી આટલું આટલું આત્મબલિદાન આપનાર આ મહાન પુરુષને પણ જાહેર જીવનમાંથી નિવૃત્ત થવું પડયું. તે ઈ. સ. ૧૮૪૭માં મરણ પામે. - આ મહાન દેશસેવકે અણીને વખતે માતૃભૂમિની મુક્તિ ખાતર બહાર પડી જે આત્મસમર્પણ કર્યું તે પ્રશંસાપાત્ર કેમ ન બને ?
પાર્સેલઃ ઓગણીસમા સૈકામાં આયરિશ પ્રશ્ન એટલે બધો બારીક બનતો ગયે, કે બ્રિટનના દરેક મુત્સદ્દીને તેમાં માથું મારવું પડયું. આયલેન્ડમાં પ્રોટેસ્ટન્ટ જમીનદારે ગમે ત્યારે ખેડુતોને પોતાની જમીનમાંથી હાંકી કાઢતા; અને ખેડુતોએ કરેલી મહેનતનો બદલે પણ મળતો નહિ. એક તે ખેડુતોને મજુરી કરી ગુજરાન ચલાવવાનું રહ્યું, તેમાંએ જમીનદારોનો ત્રાસ તે ખરેજ. આ પરિસ્થિતિમાં પાર્નેલ નામના ત્યાંના જમીનદારેજ ગ્લૅડસ્ટનના બીજા પ્રધાનમંડળ દરમિઆન ખેડુતોની સ્થિતિ સુધારવા ચળવળ ઉપાડી. તેણે ત્રણ માગણી કરી. (૧) વાજબી વિઘેટી, (૨) વેચાણને હેક, અને (૩) ભોગવટા માટે ચોક્કસ મુદત. ગ્લૅડસ્ટને આ માગણીઓ પૂરી પાડવા જમીન સંબંધી બે કાયદા પસાર કરાવ્યા; પણ પાર્નેલ અને
Page #461
--------------------------------------------------------------------------
________________
४४८
તેના અનુયાયીઓ આથી શાંત પડ્યા નહિ. તેમણે એક રાષ્ટ્રસંઘ સ્થા, અને “સ્વરાજ્ય' એ તેમનું ધ્યેય બન્યું. જે જમીનદારોએ તેમની નીતિ પ્રમાણે વર્તવાની ના પાડી, તેમના તરફ સામાજિક બહિષ્કારનું શસ્ત્ર અજમાવવામાં આવ્યું. વખત જતાં આ ચળવળે ભયંકર સ્વરૂપ પકડયું, અને ઠેરઠેર તેફાને પણ થયાં. આથી પાર્નેલ અને બીજા આગેવાનોને પકડવામાં આવ્યા; પરંતુ તેઓ છૂટી ગયા. ત્યારપછી તેણે પાલમેન્ટમાં દાખલ થઈ પિતાને પક્ષ સંગદિત બનાવ્યો. આ વખતે પાર્લમેન્ટના બંને આગેવાન પક્ષોનું સંખ્યાબળ લગભગ એકસરખું હતું. આથી પાર્નેલ અને તેના સભ્યો જેને મત આપે તે પક્ષ સત્તામાં આવે એવી પરિસ્થિતિ બની. પહેલાં તો તેમણે કન્ઝર્વેટિવ પક્ષને ટેકો આપે, પણ તેઓ “હેમરૂલ આપી શક્યા નહિ; એટલે બીજી વખત ગ્લૅડસ્ટનને ટેકો આપે. આથી ગ્લૅડસ્ટન ત્રીજી વાર વડા પ્રધાન બન્યો. ગ્લૅડસ્ટને આ વખતે “આયરિશ હોમરૂલ બિલ રજુ કર્યું, પણ તે પસાર થયું નહિ. સ્વરાજ્યનું સ્વપ્ન ઉડી જતાં પાર્નલ નિરાશાથી ભગ્ન હૃદયે મરણ પામે, ઈ. સ. ૧૮૯૧. જો કે પાર્નેલ પિતાના પ્રયત્નોનું શુભ ફળ જોઈ શકશે નહિ, પણ તેના પ્રયત્નો નિષ્ફળ ગયા એમ કેવી રીતે કહેવાય ? કારણ કે તેણે વાવેલાં સ્વતંત્રતાનાં બી ભવિષ્યમાં ફળદાયી નીવડયાં. એથી આયર્લેન્ડના સ્વાતંત્ર્યના ઈતિહાસમાં પાર્વેલનું નામ અમર છે.
રાસે મૅકડોનાલ્ડઃ મેકડોનાલ્ડ વીસમી સદીમાં ઇંગ્લેન્ડમાં પ્રતિભાશાળી પુરુષ થઈ ગયે. તે બુદ્ધિશાળી, કલ્પનાશાળી, વ્યવહારકુશળ, લેખક, વક્તા, અને મુસાફરીને શોખીન હતું. તેનું જ્ઞાન સર્વદેશીય હતું; વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, અને તત્ત્વજ્ઞાનના વિષયને તે જાણકાર હતો. તેનું મિત્રમંડળ બહાળું હતું. પોતાની બહેશથી તે પાર્લમેન્ટમાં આગળ આવ્યો, અને મજુરપક્ષ નેતા બન્યા. ઈ. સ. ૧૯૨૪માં પાર્લમેન્ટની વરણીમાં લિબરલ પક્ષે મજુર પક્ષને ટેકો આપે, તેથી પહેલી જ વાર મજુરપક્ષ અધિકારમાં આવ્યો, અને રાસે મૅકડોનાલ્ડ વડે પ્રધાન થયા.
નમ:
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૪૯
પતુ લિબરલ પક્ષને આધાર તૂટી જતાં તેને રાજીનામું આપવું પડયું. ફરી પાછે ઈ. સ. ૧૯૨૯માં તે વડા પ્રધાન થયા, પણ આર્થિક મુશ્કેલીઓનો પ્રશ્ન ઉપસ્થિત થતાં રાજાની સૂચનાથી તેણે રાષ્ટ્રીય પ્રધાનમંડળ રચ્યું. અને પિતાના પક્ષને થાપ આપી તે વડા પ્રધાનના સ્થાન ઉપર ઈ. સ. ૧૯૩૫ સુધી ચાલુ રહ્યો. પરંતુ તે દરમિઆન જગતની પ્રજાએ તેને માટે જે જે આશાઓ બાંધી હતી, તેમાંનું કઈ પણ કાર્ય તેને હાથે ફળીભૂત થયું નહિ. તે ઈ. સ. ૧૯૩૭માં ૭૧ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
સ્ટેન્લી બાવિનઃ ટેલ્લી બાલ્ડવિન અત્યારના ઈગ્લેન્ડના રાજકારણમાં અગત્યની વ્યક્તિ છે. તેનો જન્મ ઈ. સ. ૧૮૬૭માં વર્સસ્ટર શાયરના વડલી ગામમાં થયો હતો. તેને પિતા આફ્રેડ બાલ્ડવિન “ગેટ વેસ્ટર્ન રેલવે કંપનિને ચેરમેન હતો. તેની માતા સ્કેચ હતી. તેના પિતા વેલ્શ હતો. સ્ટેન્લી બાલ્ડવિન ૪૧ વર્ષની ઉંમરે પાર્લમેન્ટમાં દાખલ થયો હતો. પહેલી નવ વર્ષની કારકીર્દિ દરમિઆન તેણે પાંચજ ભાષણ આપ્યાં હતાં. જ્યારે ઇ. સ. ૧૯૧૬માં બેનર લ ખજાનચી બન્યા, ત્યારે તેણે બાલ્ડવિનને પિતાને પામેન્ટરી ખાનગી મંત્રી બનાવ્યું. બીજે જ વર્ષે તે નાણાંકીય મંત્રી બન્યો. લડાઈ પછી તેણે પિતાની મિલ્કતને પાંચ ભાગ (ઈ. 1,50,000) રાષ્ટ્રને અર્પણ કરતો પત્ર “ટાઈમ્સને લખે. આથી તે એકદમ ખ્યાતિમાં આવ્યો. ઇ. સ. ૧૯૨૧માં તે બોર્ડ ઍવુ ટ્રેડનો પ્રમુખ બન્યા. બીજે જ વર્ષે હૈઈડ ચૅર્જનું મિશ્ર પ્રધાનમંડળ તૂટી જવાથી બેનર હૈ મુખ્ય પ્રધાન થયો. આ નવા પ્રધાનમંડળમાં બાલ્ડવિન ખજાનચી બન્યું. ઈ. સ. ૧૯૨૩માં બોનર હૈએ રાજીનામું આપ્યું. આથી રાજાએ બાલ્ડવિનને વડા પ્રધાન બનાવ્યો. ઈ. સ. ૧૯૨૩નું તેનું પ્રધાનમંડળ ઝાઝ સમય ટક્યું નહિ, અને ઇ. સ. ૧૯૨૪માં રાસે મૅકડોનાલ્ડ વડે પ્રધાન બન્ય; પણ “ઝેનબુ પત્ર” પર તેની હાર થઈ, અને ફરીથી બોલ્ડસિન મુખ્ય પ્રધાન બન્યું. આ વર્ષો દરમિઆન (ઇ. સ. ૧૯૨૪-૨૯) તેના
૨૯
by BAPS
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૫૦
પરદેશમંત્રી આસ્ટિન ચેમ્બરલેઈને “ લેાકર્માં સંધિ ”માં સહી કરી, આલ્બેનિઆ અને એબિસિનિ જીતવામાં ઈટલી તરફ સહાનુભૂતિ બતાવી, અને “ કલાગ પૅકટ ”માં સહી કરી.
*
ફરીથી તે ઇ. સ. ૧૯૩૫માં વડા પ્રધાન થયા. આ વખતની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વધુ ને વધુ બારીક બનતી જતી હાવાથી તેના જેવા બુઝર્ગ મુત્સદ્દી ઉપર પ્રજાની નજર પડી. આ વખતના પ્રધાનમંડળ દરમિઆન પંચમ જ્યાનું અવસાન થયું, ઇ. સ. ૧૯૩૬. આથી એડવર્ડ આઠમાને ગાદી મળી; પણ એ અરસામાં એડવર્ડના લગ્નના વિકટ પ્રશ્નને તેડ તેણે એવી કુનેહ અને શાંતિથી આણ્યા, કે એડ પાતેજ ગાદીના ત્યાગ કર્યો, અને જ્યાર્જ છઠ્ઠાને ગાદી મળી. ત્યારપછી તેણે રાજીનામું આપ્યું, અને નેવિલ ચેમ્બરલેઈન વડા પ્રધાન થયા, ઇ. સ. ૧૯૩૬.
CHANCELLOR, THE EXCHEQUER MR.NEVILLE CHAMBERLAIN
બાલ્ડવિન એક બાહેાશ અર્થશાસ્ત્રી, વ્યવહારકુશળ અને ઠરેલ ધંધાદારી, અને સારા વક્તા છે. શ્રોતાઓને ખૂશ કરવાની તેનામાં કળા છે. જો કે હાલમાં તેના ઉપર રાજકીય ટીકાઓ થઈ છે; પણ એટલું તે ખરૂંજ કે સમકાલીન યુર।પીઅન પ્રજાપક્ષીઓમાં તેનું સ્થાન ચોક્કસ અને શ્રેષ્ઠ છે. સંજોગા ઉપર ચારિત્ર્ય શી અસર કરી શકે છે, તેનું ઉત્તમ દૃષ્ટાંત તે પૂરું પાડે છે. પંદર વર્ષ પૂર્વે અજાણુ ગણાતી વ્યક્તિ આજે ગ્લેડસ્ટાનિઅન જાહેાજલાલી માણે છે; કારણ કે પ્રજાને તેનામાં વિશ્વાસ છે. આજે તે ૬૮ વર્ષના છે, છતાં તે સદા શાંત અને ઠરેલ જણાય છે. જે વચન તે ન પાળી શકે, તેવું વચન તે આપતા નથી. જ્યારે તેના ખેાલવાની ખાસ જરૂર હાય, ત્યારેજ તે ખેલવા ઉભા થાય છે. તેની સચાટ દલીલા, અને હૃદયના તેના ઉગારા અંગ્રેજ પ્રજામાં કંઈક નવીન ચેતન રેડે છે, અને નવા પ્રાણ પૂરે છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ રાજ્યબંધારણ
Page #465
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧લું
પાર્લમેન્ટને વિકાસ પાર્લમેન્ટને ટુંકે ઇતિહાસઃ પ્રાચીન સમયમાં લેકે રાજાને પસંદ કરતા, અને રાજા લેકની મરજી અનુસાર તેમનામાંથી ચૂંટેલા ડાહ્યા માણસોની સલાહથી રાજ્ય ચલાવતો. આ ડાહ્યા પુરુષોની સભા “વિટન
એ-ગેમટ’ના નામથી પ્રસિદ્ધ છે. આ સભા રાજાને કાયદા ઘડવામાં, કર, નાખવામાં, અને સંધિ-વિગ્રહ કરવામાં સલાહ આપતી. આ સભામાં રાજાના ચૂંટેલા જાગીરદાર, રાજકુટુંબીઓ અને બીજા અમીર-ઉમરાવ તથા ધર્માધ્યક્ષ બેસતા. આમ “વિટનમાં અમીરની ભાવી સભાનું મૂળ રહેલું જણાય છે.
નોર્મન રાજાઓનાં સમયમાં સ્થિતિ બદલાઈ ગઈ. વિલિયમે “સરંજામ પદ્ધતિ દાખલ કરીને અમીરનો બળવાન પક્ષ ઉભો કર્યો, અને રાજસત્તા ઘણી વધારી દીધી. નર્મન રાજાઓના સમયમાં જુનું સુજ્ઞ મંડળ” (વિટન) કેઈક વખતે મળતું; પણ તે અસ્તિત્વમાં હતું એમ કહી શકાય.
પ્લેન્ટેજીનેટ રાજાઓએ અમીર-ઉમરા, ધર્માધ્યક્ષ અને જમીનદારની મદદથી રાજ્યતંત્ર ચલાવવાની પદ્ધતિ દાખલ કરી. હેત્રી બીજાએ તો પ્રધાનમંડળની પણ સ્થાપના કરી. સ્વૈનના સમયમાં આ સભાનું મહત્વ એકદમ વધી ગયું. જો કે રાજાએ આપખુદી ચલાવી, પણ અમીરેએ એકત્ર થઈ રાજા પાસે પોતાના હકે પર સહી લેવડાવી. આ દસ્તાવેજને “મેગ્ના:ચાર્ટીના નામથી ઓળખવામાં આવે છે. આ મહાન પટ્ટાથી લોકોએ ન્યાય, કાયદા અને નાણાં સંબંધી બાબતમાં પિતાને અધિકાર સ્થાપન કર્યો, ઈ. સ. ૧૨૧૫. હેત્રી ત્રીજાના સમયમાં રાજા અને અમીરે વચ્ચે તકરાર થતાં સાઈમને અમીરની આગેવાની લીધી, અને રાજાને હરાવી રાજસત્તા પિતાના હાથમાં લીધી. સાઈમને તમામ પરગણુમાંથી અને કસ્બાઓમાંથી પ્રજાના પ્રતિનિધિઓ બોલાવી ઈ. સ. ૧૨૬૫માં એક સભા મેળવી. આ સભા “પાલમેન્ટને નામે ઓળખાવા લાગી. આ પ્રમાણે આમની સભાની પ્રથમ ઉત્પત્તિ ઈ. સ. ૧૨૬૫માં થઈ. એડવર્ડ પહેલાએ સાઈમનની નીતિનું અનુકરણ કરી ઈ. સ. ૧૨૯૫માં પૂર્ણ પ્રતિનિધિત્વવાળી પાર્લમેન્ટ બેલાવી. તે
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૫૩
આદર્શ પાર્લમેન્ટ’-Model Parliament ને નામે ઇતિહાસમાં પ્રસિદ્ -છે; કારણ કે તેમાં મોટાં શહેરામાંથી, કસ્બામાંથી અને પરગણાંમાંથી લેખીત આમંત્રણા ( writs) આપીને પ્રતિનિધિએ એલાવવામાં આવ્યા હતા. એમાં ધર્મખાતું, અમી। અને સામાન્ય પ્રજા–વર્ગ એમ સ્વરાજ્યનાં ત્રણે અંગેાનું યેાગ્ય પ્રતિનિધિત્વ પહેલીજ વાર જળવાયું હતું, અને તેમણે વેરા, ન્યાય અને નાણાં સંબંધી ચાક્કસ હકા મેળવ્યા હતા.
ઇ. સ. ૧૩૪૦ની પાર્લમેન્ટ: એડવર્ડ ત્રીજાએ નાણાંની જરૂર પડતાં પાર્લમેન્ટ મેલાવી. આ પાર્લમેન્ટે રાજાને ‘ટનેજ’ અને ‘પાઉન્ડેજ’ ઉધરાવવાના હક આપ્યા, પણ તેના બદલામાં પ્રધાને નીમવાના, અવિશ્વાસુ પ્રધાનેા ઉપર કામ ચલાવવાને ( Impeachment) અને રાજાના ખર્ચને હિસાબ તપાસવાનેા હક મેળવ્યેા. ઇ. સ. ૧૩૩૨થી અમીરા અને આમવર્ગના લાકોએ જુદા જુદા ઓરડાઓમાં એસવાનું શરૂ કર્યું. આ સમયથી પાર્લમેન્ટના આમની સભા' અને અમીરોની સભા' એવા બે જુદા ભાગ પડયા. શરૂઆતમાં અમીરાની સભાની સત્તા વિશાળ હતી; આમની સભા તે નામનીજ હતી. ચૌદમા અને પંદરમા સૈકામાં કર નાખવાની અને કાયદા ઘડવાની બાબતમાં આમની સભાએ પેાતાના હાથ ઉપર રાખ્યા. એજ પ્રમાણે રાજ્યકારભાર પર ટીકા કરવાના અને રાજાને ખેાટી સલાહ આપવા માટે પ્રધાનને · જવાબદાર ગણી તેમના ઉપર કામ ચલાવવાના રિવાજ પણ દાખલ થયા. ટયુડર રાજાઓ અને પાર્લમેન્ટના અરસ્પરસ સંબંધ : ‘ ગુલાબના વિગ્રહ' પછી હેત્રી સાતમાએ તે વખતની અનુકૂળ પરિસ્થિતિને પૂરતા લાભ લઈ ઉમરાવાની સત્તા તેાડી નાખી, અને લેાકસત્તાને દાખી દઈ રાજસત્તા આપખુદ બનાવી. ટયુડર અમલ દરમિઆન જો કે સર્વ સત્તાનું કેન્દ્ર રાજા હતા, તેપણ ટયુડર રાજ્યકર્તાઓએ પાર્લમેન્ટનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું, અને પાર્લમેન્ટને મધ્યસ્થ રાખીને રાજ્યસત્તા ચલાવી હતી. કર, વેરે, અને કાયદા ઘડવાની બાબતમાં પાર્લમેન્ટને અધિકાર તેમણે માન્ય રાખ્યા હતા. સ્ટુઅર્ટ અમલ દરમિઆન રાજસત્તા કેવી રીતે નિયંતિ અનતી ગઈ! સ્ટુઅર્ટ વંશ એટલે રાજા અને પ્રજા વચ્ચે સર્વોપરિપણા માટે ઉભી થએલી તકરારના યુગ. આ વંશના રાજ્યકર્તાએ ‘ ઇશ્વરી હુક’ના
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૫૪
સિદ્ધાંતને અનુસરી ટયુડર રાજાઓને પગલે ચાલવા ગયા; પણ હવે એ જમાને બદલાઈ ગયું હતું. આથી કર ઉઘરાવવાની બાબતમાં રાજા અને પ્રજા વચ્ચે વાંધો પડે. જેમ્સ પહેલાના અમલ દરમિઆન “બેટસ” નામના વેપારીએ આયાત માલ પરની વધારાની જકાત આપવાની ના પાડતાં રાજાએ તેના પર કામ ચલાવ્યું, અને ન્યાયાધીશોએ તેને દોષિત ઠરાવ્યું. એવી જ રીતે ચાર્લ્સ પહેલાના સમયમાં “શિપમની” વેરો ન ભરવા માટે હેન્ડનને સજા થઈ. આમ રાજા–પ્રજા વચ્ચેની મર્યાદા નક્કી થએલી ન હેવાથી તેમ કરવા ઈ. સ. ૧૬૨૮માં “પિટિશન ઑવ્ રાઈટ્સ અને . સ. ૧૬૮૯માં “બિલ ઍન્ રાઈસ” નામના કાયદા ઘડવામાં આવ્યા; જેને લીધે દરેક બાબતમાં પાર્લમેન્ટને અધિકાર સર્વોપરિ છે, અને રાજા પાર્લમેન્ટની સંમતિ વિના કંઈ કરી શકે નહિ એમ નક્કી થયું. વિલિયમ ત્રીજાના વખતમાં “કેબિનેટ પદ્ધતિ” અને “પક્ષપદ્ધતિ’નાં મંડાણ મંડાયાં. ઈ. સ. ૧૭૦૧માં પસાર થએલા “ઍકટ ઍ સેટલમેન્ટ થી રાજા પ્રોટેસ્ટન્ટ હવે જોઈએ એમ ઠર્યું. રાજાથી ન્યાયાધીશને સ્વચ્છેદે રજા આપી શકાય નહિ, અને પાર્લમેન્ટની સંમતિ વિના પરદેશી ઝગડાઓમાં પડાય નહિ, એવું ઠર્યું.
હેનવર વંશ : હેનેવર વંશના અમલમાં પાર્લમેન્ટનું પ્રાબલ્ય વધતું જ ગયું. હવે “પ્રાઈમ મિનિસ્ટર’ની નવી પદવી નીકળી. આમની સભાની બહુમતીથી જ રાજ્ય ચાલવું જોઈએ, મંત્રીમંડળમાં બધા એક મતના હવા. જોઈએ, અને મંત્રીની સૂચના અનુસાર સર્વ પ્રધાનોએ વર્તવું જોઈએ—આ અને બીજી અનેક માન્યતાઓ વલ્પોલના વખતથી જ શરૂ થઈ. ર્જ્યોર્જ ત્રીજાએ રાજસત્તા સર્વોપરિ બનાવવા ખૂબ પ્રયાસો ક્ય; પણ તેમાં તે ફાવ્યો. નહિ. ઈ. સ. ૧૮૩૨, ૧૮૬૭, ૧૮૮૪, ૧૯૧૧, ૧૯૧૮ અને ૧૯૨૮ના. સુધારાના કાયદાઓથી પાર્લમેન્ટ ઉત્તરોત્તર વિશાળ પ્રતિનિધિત્વવાળી થઈ અને લેકસત્તાનું બળ વધવા લાગ્યું. એક સમય એવો પણ આવ્યું કે રાજ્યતંત્રને કળશરૂ૫ રાજા માત્ર શોભાને હોવાથી તેની જરૂર નથી એવો મત પ્રવર્તે. પરંતુ આજે એમ મનાવા લાગ્યું છે કે રાજા જગતભરમાં પ્રસરેલા વિશાળ સામ્રાજ્યના ભાગેને એકત્ર કરી રાખનાર એકેડારૂપ છે, અને રાજ્યતંત્ર સ્થિર અને મજબુત રાખવા માટે વંશપરંપરાના રાજપદ જેવી બીજી એકે સંસ્થા નથી.
Page #468
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રત્નું
બ્રિટિશ રાજ્યબંધારણની વિશિષ્ટતા અને તાજ
કાઈ પણ દેશના રાજ્યવહીવટને અંગે કાયદા-કાનુને ઘડવામાં આવે છે, અને તે નિયમે તથા કાયદા મુજબ રાજ્યવહીવટ ચાલે છે. દરેક રાષ્ટ્રના વહીવટને માટે ઘડાએલા બંધારણના મુખ્ય એ પ્રકાર છે : (૧) લેખીત અને (૨) અલેખીત. કેટલાક દેશામાં સમગ્ર રાજ્યવહીવટ એકજ કાયદાથી ધડાએલા કાનુના મુજબ ચાલે છે. આપણા દેશનું રાજ્યબંધારણ આવા પ્રકારનું છે; કારણ કે તેને વહીવટ પાર્લમેન્ટે ઘડેલા કાયદા મુજબ ચાલે છે. બ્રિટિશ રાજ્યબંધારણ માટે ભાગે અલેખીત છે; કારણ કે તેને ઘણા વહીવટ પ્રાચીન સમયથી ચાલતી આવેલી પ્રણાલિકાઓ, ( Conventions ) રૂઢિઓ, દૃષ્ટાંતા, અનુભવેા, નિયમા, દેશના સામાન્ય કાયદાએ, સનદા, અને રાજાપ્રજા વચ્ચેના કરારા મુજબ ચાલે છે. ખ્રિટિશ રાજ્યબંધારણની ખીજી વિશિષ્ટતા એ છે કે તેમાં સહેલાઈથી ફેરફારા કરી શકાય છે, એટલે સાધારણ કાયદાની માફક બંધારણમાં ફેરફાર કરી શકાય છે.
બ્રિટિશ રાજ્યબંધારણની ત્રણ અગત્યની સંસ્થાએ ઃ દરેક દેશના રાજ્યવહીવટને માટે નીચેની ત્રણ સંસ્થાએ હેાય છે: (અ) કાયદા ઘડનાર સંસ્થા( Legislatures ) (a) કારોબારી સંસ્થા ( Executive) (૪) ન્યાયસંસ્થા (Judiciary ) નીચેની કાઠા પરથી તે બરાબર સમજાશે.
રાજ
કાયદા ઘડનાર સંસ્થા
'
।
આમની અમીરાની
સભા
સભા
કારાબારી સંસ્થા
પ્રધાનમંડળ મુખ્ય પ્રધાન અને ખીજા પ્રધાનો
ન્યાય
I અમીરીની સભા અપીલની અદાલત
વરિષ્ઠ અદાલત. બીજી અદાલતે
Page #469
--------------------------------------------------------------------------
________________
૫૬
–બ્રિટિશ રાજ્યબંધારણમાં તાજનું સ્થાન– (૧) તાજની ઉપયોગિતાઃ આપણે વાંચી ગયા કે ટુઅર્ટ અમલ દરમિઆન રાજા અને પાર્લમેન્ટ વચ્ચે શ્રેષ્ઠતા માટે ચાલેલે ઝગડો ઇ. સ. ૧૬૮હ્માં પૂરે થયે, અને રાજસત્તા પર કાયમના અંકુશ મૂકવામાં આવ્યા. ત્યાર પછી મર્યાદિત રાજસત્તાને અમલ શરૂ થયો. હાલ આમની સભામાંથી નીમાએલું પ્રધાનમંડળ (Cabinet) સમગ્ર દેશને રાજ્યવહીવટ ચલાવે છે, અને વાસ્તવિક રીતે અમલ ચલાવવામાં રાજાની સત્તા નામની જ બની રહી છે છતાં હજુ સુધી બ્રિટિશ પ્રજા રાજા અને રાણી તરફ સન્માનની નજરથી નિહાળે છે. તેમના તરફની વફાદારીથી તેમનાં હૃદય ધડકી ઊઠે છે. તેઓ પણ રાજસત્તાની કેટલીક ઉપયોગિતા સ્વીકારે છે.
રાજકારણમાં બાહોશ રાજા પોતાની નૈતિક અસર વાપરી શકે છે. રાજા પક્ષપદ્ધતિથી પર હોય છે, એટલે પ્રધાનમંડળોના ફેરફારની અસર તેના પર થતી નથી. આથી વિદેશનીતિ સબંધી ઊઠેલા પ્રશ્નોમાં રાજાના વ્યક્તિત્વની ઘણી અસર થાય છે. વળી તે પોતાના લાંબા અનુભવને લાભ પ્રધાનમંડળને આપી શકે છે. સંધિ કે વિગ્રહ દરમિઆન તેની સલાહ સોનેરી ગણાય છે. સામ્રાજ્યની એકતા સાધવામાં રાજા એક ઉપગી અને પ્રેરક બળ છે. લડાઈને સમયે રાજા સામ્રાજ્યના દરેક અંગનું કેન્દ્ર બને છે, અને પ્રજા તેને જ વફાદાર રહે છે. સામ્રાજ્યના વિકાસથી સામ્રાજ્યના ઐક્યની લાગણી મૂર્તિમંત દર્શાવનાર રાજાજ છે. વળી રાજાની પ્રતિભા, રાજાને યુરોપી રાજકુટુંબ સાથે સંબંધ, તેને વિશાળ અનુભવ અને રાજપદથી જળવાતી એકતાની ભાવનાથી રાજાની સંસ્થા બ્રિટિશ રાજ્યબંધારણમાં ઘણું અનિવાર્ય છે. (૨) તાજ અને તેના ખાસ હકેઃ (Pierogatives of the Crown) છે. દેશમાં રાજપદ વંશપરંપરાનું છે; પરંતુ રાજ્યક્રાતિ પછી થએલા કાયદાની રૂએ રાજા અંગ્રેજ ધર્મસમાજને હેવો જોઈએ, અને તેણે તેજ સમાજની રાજકુંવરી સાથે લગ્ન કરવું જોઈએ. ઇ. સ. ૧૯૩૬માં એડવર્ડ આઠમાએ રોમન કેથલિક સ્ત્રી સાથે લગ્ન કરવા માટે ગાદીને ત્યાગ કર્યો, એ
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૫૭ આપણું જાણીતી વાત છે. વળી રાજગાદીએ સ્ત્રી પણ આવી શકે છે. પરંતુ ગાદીએ આવતાં જ દેશના કાયદાઓ અને રૂઢિઓને માન આપી દે અનુસાર વર્તવાની, સર્વ પ્રજાને સમાન ન્યાય આપવાની, અને ધર્માલયોની સ્વતંત્રતા જાળવવાની રાજા કે રાણીને પ્રતિજ્ઞા લેવી પડે છે. ખાસ હકે કેટલે અંશે વાપરી શકાથ?
(અ) રાજા અને પાર્લમેન્ટઃ રાજાને પાર્લમેન્ટ બેલાવવાની, તેને મેકફ રાખવાની અને તેને વિસર્જન કરવાની ખાસ સત્તા છે. રાજાની આ સત્તા કેટલી અનિયંત્રિત હતી, એ ટયુડર અને ટુઅર્ટ સમયમાં આવી ગયું છે. પરંતુ હવે તે રાજા એ સંબંધમાં કેબિનેટની સલાહ સિવાય કંઈ કરી શકતા નથી. રાજાનું સ્થાન પાર્લમેન્ટમાં નહિ હોવાથી પાર્લમેન્ટ પસાર કરેલા કોઈ પણ ખરડા ઉપર જ્યાં સુધી રાજાની સહી ન થાય, ત્યાં સુધી તે કાયદા તરીકે લેખાતું નથી. જો કે આ બાબતમાં પણ રાજાની સત્તા પર અંકુશ છે; કારણ કે પ્રજાની પ્રતિનિધિરૂપ આમની સભાએ પસાર કરેલા ખરડા ઉપર સહી કરવાની રાજા ના પાડી શકતો નથી.
(4) રાજા અને રાજ્યવહીવટઃ પ્રાચીન સમયમાં રાજા પોતાની મરજી મુજબ પ્રધાન નીતિ; પણ વિલિયમના વખતથી એવી નીતિ સ્વીકારવામાં આવી છે, કે જે પક્ષ આમની સભામાં બહુમતી ધરાવતો હોય તે પક્ષમાંથીજ રાજા પિતાના પ્રધાને નીમી શકે. એથી કરીને આમની સભાની ચૂંટણી પછી રાજા વધુમતી પક્ષના આગેવાનને બોલાવી પ્રધાનમંડળ રચવાનું સૂચવે છે; અને તે નેતા પિતાના પક્ષના સભ્યોમાંથી પ્રધાનમંડળ રચે છે.
આમ રાજાને મુખ્ય પ્રધાન (Prime Minister )ની નીમણુક કરવાને હક છે; છતાં એ પ્રધાનમંડળ રાજાને નહિ, પણ પાર્લમેન્ટને જ જવાબદાર રહે છે. રાજા આ પ્રધાનમંડળની સંમતિ વિના કંઈ પણ કરી શકતે નથી, એટલે રાજાનાં તમામ કાર્યો માટે પ્રધાને પાર્લમેન્ટને જવાબદાર રહે છે. રાજા કંઈ અનિષ્ટ કરે તે તેને માટે સલાહ આપનાર પ્રધાનજ જવાબદાર ગણાય છે. આથી જ ઈગ્લેન્ડના રાજતંત્રમાં “ રાજા કંઈ ખાટ કરી શકે નહિ” (The King can do no wrong) આ સૂત્ર સર્વમાન્ય થઈ પડ્યું છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
(૬) ઈલ્કાબ અને માનચાંદ આપવાને રાજાને હકઃ બ્રિટિશ રાજ્યબંધારણમાં રાજાને માન અને પદવીના ઉદ્દભવ સ્થાન તરીકે ગણવામાં આવે છે, એટલે રાજાને રાજ્યના સર્વ મહાન અધિકારીઓની નિમણુક કરવાને, તેમજ તેમને બરતરફ કરવાને હક છે. સામ્રાજ્યનાં જુદાં જુદાં સંસ્થાનના ગવર્નરે અને ગવર્નર જનરલની નીમણુક પણ રાજા કરે છે. એ ઉપરાંત રાજા ઈલ્કાબ આપી શકે છે. નવા અમીરે બનાવવાને રાજાને હક આજ પણ તાજેજ છે. રાજા પોતાના હકથી ગમે તેટલા નવા અમીરે બનાવી તેમને અમીની સભામાં બેસવાની સત્તા આપી શકે છે. વિકટોરિઆ રાણએ લગભગ ૩૦૦ નવા અમીરે બનાવ્યા હતા. પંચમ જ્યોર્જ એ હકને ઉપયોગ કરશે, એમ ધારી ઈ. સ. ૧૯૧૧ને પાર્લમેન્ટને કાયદે અમીરની સભાએ પસાર કર્યો હતો. આ ઉપરથી સમજી શકાય છે, કે રાજાની આ સત્તાથી અમીરેની સભા ઉપર રાજાને અંકુશ રહે છે.
(૩) રાજાઃ સમાજના નેતા અને ધર્મને વડાઃ ઈગ્લેન્ડને રાજા એ સમાજના નેતા ગણાય છે, અને દેશની તેમજ પરદેશની સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓ રાજાની મારફત ચાલે છે. જેમ રોમન કેથલિક લોકો પિપને પિતાના ધર્મને વડે માને છે, અને મેટા ધર્માધિકારીઓની નિમણુક કરવાને હક પણ પિપને જ ગણાય છે; તેમ ઈગ્લેન્ડને રાજા અંગ્રેજ ધર્મસમાજનો વડો ગણાય છે, અને ધર્માધ્યક્ષ અને વડા ધર્માધ્યક્ષની નીમણુક રાજા પોતે કરે છે.
() રાજા અને ન્યાયવહીવટઃ જેમ રાજા સન્માનનું મૂળ (Fountain of Honour) ગણાય છે, અને પરદેશમાં બ્રિટિશ પ્રજાના પ્રતિનિધિરૂપે સન્માન મેળવે છે; તેમ તે ન્યાયનું ઉદ્દભવસ્થાન (Fountain of Justice) લેખાય છે. સામ્રાજ્યના બધા મોટા ન્યાયાધીશેની નીમણુક રાજા કરે છે; પણ તેમને કાઢી મૂકવાની રાજાને સત્તા નથી.
કઈ પણ ગુનેગારને ક્ષમા આપવાને હક રાજા ધરાવે છે. જો કે એ સંબંધમાં રાજાની સત્તા મર્યાદિત છે; કારણ કે આમની સભાએ અમીરની સભા સમક્ષ જેના ઉપર મુકર્દમે ચલાવી દેષિત ઠરાવ્યું હોય, તેને રાજા સમા બક્ષી શકતો નથી.
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૫૯
(૪) રાજા અને પરદેશને સંબંધઃ પરદેશ સાથે સંધિ–વિગ્રહ કરવાને હક પણ રાજાને છે. રાજાને આ હક પણ બીજા હકની માફક મર્યાદિત છે; કારણ કે તેને માટે પ્રધાને આમની સભાને તથા પ્રજાને જવાબદાર હેવાથી જવાબદાર પ્રધાનની સંમતિ વગર રાજા એ બાબતમાં પિતાની મરજી અનુસાર વતી શકતો નથી. રાજા અને તેના પ્રધાનમંડળે કરેલી સંધિ અને કરારે પાર્લમેન્ટની મંજુરી વિના પણ કાયદેસર ગણાય છે. પ્રધાનમંડળની પરદેશનીતિ આમની સભાને પસંદ ન પડે, તે તેની સામે ઠપકાની દરખાસ્ત લાવી શકે છે; પણ પ્રધાનમંડળે કરેલા કેલકરારે ફેરવી શકાતા નથી.
| () રાજાના બીજા ખાસ હકે ઉપર જણાવેલા રાજાના ખાસ હકે ઉપરાંત નાણાં પાડવાને, મહત્ત્વની કંપનિઓને સનદ અગર પટ્ટો આપવાને, અને નૌકાસૈન્ય, સ્થળસૈન્ય અને હવાઈસૈન્યના અધિકારીઓની નિમણુક કરવાને હક રાજાને છે. તે ધારે તે લશ્કરને ગમે ત્યારે વિખેરી અમલદારને રજા આપી શકે છે. રાજાની આ સત્તા પણ મર્યાદિત છે; કેમકે રાજા જે આ હકનો ઉપયોગ કરે, તે રાજ્યતંત્ર અટકી પડે; પણ આ હકનો તે કદી ઉપયોગ કરતા નથી. રાજાને પ્રધાનમંડળને ચેતવણી આપવાને, ઉત્તેજન આપવાને અને સલાહ આપવાનો ખાસ હક છે; છતાં તેનો માટે આધાર રાજાના વ્યક્તિત્વ પર રહે છે. મહારાણી વિકટેરિઆએ તાજના આ હકનો બહુ છૂટથી ઉપયોગ કર્યો હતો. તેણે આ હકની અવગણના કરવા માટે પામર્સ્ટનને રાજીનામું આપવાની ફરજ પાડી હતી; અને ઈ. સ. ૧૮૫૮માં લોર્ડ ડબને પોતાના ખાસ હકનું સંસ્મરણ કરાવ્યું હતું. આમ સિદ્ધાંતની દૃષ્ટિએ જોઈએ. તે બ્રિટિશ રાજ્યબંધારણમાં રાજાને અપૂર્વ હક છે; પરંતુ આ હકે અમલમાં મૂકી શકાતા નથી. આથી જ એમ કહેવાય છે કે બ્રિટિશ રાજ્યબંધારણમાં રાજાનું સ્થાન રાજા તરીકેનું છે, પણ શાસનકર્તા તરીકેનું નથી. (The King reigns, but does not rule.)
Page #473
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જું
પાર્લમેન્ટ રાજાને રાજ્યવહીવટમાં મદદ કરવાને જે પ્રજાકીય તો છે, તેના ત્રણ વિભાગોને “Three Estates of the Realm” કહેવામાં આવે છે. આ ત્રણ પ્રજાકીય તર આ પ્રમાણે છે;
(૧) ધર્માધિકારીઓઃ (Lords Spiritual) (૨) અમીરે : (Lords Temporal) (૩) લેકપ્રતિનિધિઓ.
પાર્લમેન્ટની સંસ્થા રાજ્યબંધારણમાં ઘણી જ અગત્યની છે. રાજા અને પાર્લમેન્ટનાં બંને ગૃહ મળી ગમે તે કાયદે પસાર કરી શકે છે, અથવા રદ કરી શકે છે. પાર્લમેન્ટની સંમતિ સિવાય રાજા કંઈ કરી શકતો નથી.
પાર્લમેન્ટ
આમની સભા
અમીરની સભા (પ્રજાના પ્રતિનિધિઓ ૬૫સ) (કાયમના સભ્ય સંખ્યા મુકરર નથી)
આમની સભા: ચૌદમા સૈકાના મધ્યમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવનાર આ મહાન મંડળને ઈતિહાસ, તે ઈંગ્લેન્ડના પ્રજાજીવનના વિકાસનો ઇતિહાસ છે. જેમ જેમ પ્રજાની સ્વરાજ્ય ભેગવવાની શક્તિ ઘડાતી ગઈ, અને દેશના તંત્રમાં પિતાનો અવાજ રજુ કરવાની આકાંક્ષા તીવ્ર બનતી ગઈ, તેમ તેમ આ મંડળનો વિકાસ થયો, અને તેમાં લોકપ્રતિનિધિત્વ વધતું ગયું.
આરંભમાં તે આ સભામાં ગરાસીઆઓ અને શ્રીમંત શહેરીઓ બેસતા; પણ તેમને રાજકારણમાં ખાસ રસ નહિ હોવાથી રાજાને જોઈતાં નાણુની મંજુરી આપવા સિવાય તેઓ બીજું કાર્ય થોડું જ કરતા. ટયુડર રાજાઓના અમલ દરમિઆન મધ્યમ વર્ગની ઉન્નતિ થઈ; અને રાજકારણમાં તેઓ આગળ આવ્યા. વળી ગુલાબના વિગ્રહોમાં અનેક અમીરને નાશ - થવાથી, પિતાની આપખુદ સત્તા ટકાવી રાખવા ટયુડર રાજાઓએ નવા
Page #474
--------------------------------------------------------------------------
________________
ક
અમીરો ન બનાવવાથી, અને મઠના નાશથી અનેક ધર્માધ્યક્ષે ભ્રષ્ટ થવાથી અમીની સભા દબાતી ગઈ. હેત્રી માના સમયમાં અમીરની સભામાં માત્ર ૭૨ સભ્યો રહ્યા હતા. આ સંધિસમય દરમિઆન આમની સભાનાં સંખ્યા, જેર અને વગ વધતાં જતાં હતાં. નવી વિદ્યાના પ્રચારથી દેશના અનેક નવજુવાને ઉચ્ચ વિદ્યા મેળવતા, વિદેશમાં પ્રવાસ કરી આવતા, અને સેવા કરવાની ઉચ્ચ ભાવનાથી પાર્લમેન્ટમાં બેસતા. આવા સંસ્કારી, દેશપ્રેમી અને બુદ્ધિમાન સભ્યોની સંખ્યા વધી, એટલે આમની સભાની પ્રતિષ્ઠા પણ વધી. આવાજ સભ્યોએ ટુઅર્ટ રાજાઓના ઈશ્વરી હકને સામને કર્યો. છેવટે રાજ્યક્રાતિ પછી આમની સભાની સર્વોપરિ સત્તા સ્થાપિત થઈ, અને રાજસત્તા મર્યાદિત બની; પણ ધીમે ધીમે લાંચરૂશ્વત અને અનીતિએ પગપેસારો કર્યો. પરિણામે આમની સભા હિગ આગેવાનોના એક દુર્ગ સમી બની. જો કે સભ્યો પિતાના મતાધિકાર વેચવા લાગ્યા; અને જમીનદારે પિતાની લાગવગ અને લક્ષ્મી વાપરી પિતાના માણસોને આમની. સભામાં મેકલવાની બાજીઓ ખેલવા લાગ્યા. દરમિઆન દેશમાં થએલા ઔદ્યોગિક પરિવર્તનને લીધે લીડઝ, મેન્ચેસ્ટર અને બર્મિંગહામ જેવાં મોટાં અને સમૃદ્ધ શહેર ઉભાં થયાં. પરંતુ ચૂંટણીની જુની પ્રથાને લઈને તેમને પિતાના પ્રતિનિધિઓ મેકલવાને હક ન હતો, એટલે ત્યાંના લોકેએ ચળવળ ચલાવી. પરિણામે ઈ. સ. ૧૮૩૨માં જુની પ્રથામાં સુધારો થયો, અને એવાં મોટાં શહેરેને પ્રતિનિધિઓ મેકલવાને હક મળે. આમ પ્રજાનો મતાધિકાર વિસ્તૃત થયે. ત્યાર પછી તે ઈ. સ. ૧૮૬૭, ૧૮૮૪, ૧૯૧૮. અને ૧૯૨૮ના પાલમેન્ટના કાયદાએથી ક્રમશઃ પુખ્ત ઉંમરનાં દરેક સ્ત્રીપુરુષને મતાધિકાર આપવામાં આવ્યો છે.
આમની સભાનું બંધારણઃ હાલ આ સભામાં બેસતા કુલ ૬૧૫ સભ્યોમાંથી ૪૯૨ ઈગ્લેન્ડના, ૩૬ વેલ્સના, સ્કેટલેન્ડના, અને ૧૩ ઉત્તર આયર્લેન્ડના છે. આ સભ્ય પાંચ વર્ષ માટે ચૂંટવામાં આવે છે. નાનાં મોટાં શહેરે, પરગણાં, કચ્છ અને વિશ્વવિદ્યાલયને આવા પ્રતિનિધિઓ મોકલવાનો હક હોય છે. સ્ત્રીઓને પણ મતાધિકારની તેમજ પાર્લમેન્ટના
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૬ર
સભ્ય થવાની છૂટ આપવામાં આવી છે. ઈ. સ. ૧૯૧૧ના પાર્લમેન્ટના કાયદાથી દરેક સભ્યને વાર્ષિક ૪૦૦ પૌડ વર્ષાસન આપવામાં આવે છે.
૨૧ વર્ષની ઓછામાં ઓછી વયવાળા નિષ્કલંક ચારિત્ર્યવાળા સર્વ પુરુષોને, તેમજ ૩૦ વર્ષથી વધારે ઉંમરની સ્ત્રીઓને મત આપવાનો અધિકાર હોય છે. લૂંટારા, પરદેશી, ગાંડા અને અમીરે મત આપી શકતા નથી.
સ્પીકરઃ પાર્લમેન્ટની ચૂંટણી થઈ ગયા પછી તરતજ એક ચતુર, પ્રતિષ્ઠિત અને વિશ્વાસપાત્ર માણસને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવે છે. તેને “સ્પીકર' કહેવામાં આવે છે. તે સર્વ પક્ષોથી પર ગણાય છે. અમુક કાર્ય કાયદેસર છે કે નહિ, એવા વિવાદગ્રસ્ત પ્રશ્નોમાં તેને નિર્ણય છેવટને ગણાય છે. ચર્ચા દરમિઆન તે આમની સભાના કાનુન અને નિયમ જાળવે છે. કેઈ સભાસદ શિષ્ટાચાર વિરુદ્ધ વર્તે, તે તેને સભામાંથી કાઢી મૂકવાને તેને હક છે. બંને પક્ષના સરખા મત થાય, તે નિર્ણયાત્મક મત આપવાને તેને અધિકાર છે. કોઈ પણ ખરડે નાણાં સંબંધી છે કે નહિ, તે જાહેર કરવાની સત્તા તેને એકલાને જ છે. તેને ૫,૦૦૦ પૌન્ડિને વાર્ષિક પગાર આપવામાં આવે છે. - આમની સભાનું કાર્યક્ષેત્રઃ આમની સભાનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેના ચાર ભાગ પાડી શકાયઃ (૧) કાયદા ઘડી શકે છે. (૨) નાણાંકીય ખરડા અને અંદાજપત્ર મંજુર કરે છે. (૩) લેકહિતનાં કાર્યો સંબંધી ચર્ચા કરે છે. (૪) કારોબારી ખાતાના વહીવટ પર દેખરેખ રાખે છે.
(૧) આમની સભાને કાયદા ઘડવાને અધિકાર છે. એની સંમતિ વગર કઈ પણ ખરડો પસાર થઈ શકતો નથી. કોઈ પણ સભાસદને ખરડે રજુ કરવાની છૂટ હોય છે; પણ મેટે ભાગે પ્રધાનમંડળ તરફથી રજુ થતા ખરડા તરફ વધુ ધ્યાન અપાય છે. આવા ખરડાઓની ત્યાં ચર્ચા થાય છે, અને ચર્ચાને અંતે તે પસાર થાય છે અથવા ઊડી જાય છે. સામાન્ય ખરડા ગમે તે ગૃહમાં રજુ થઈ શકે છે, અને બંને ગૃહોની સંમતિ પછી રાજાની સહીથી તેને કાયદાનું સ્વરૂપ અપાય છે. ઈ. સ. ૧૯૧૧ના પાર્લમેન્ટના કાયદાથી નક્કી થયું છે, કે કોઈ પણ ખરડ (Bill) બે
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૬૩
વરસની બેઠકમાં એકી સાથે ત્રણ વખત પસાર થાય, તે અમીરની સંમતિ વગર પણ તે કાયદો થઈ શકે છે. - (૨) નાણાંકીય બાબતમાં આમની સભાની સત્તા સર્વોપરિ છે. કરવેરા સંબંધી અને નાણાંકીય ખરડા પહેલાં આમની સભામાંજ રજુ કરી શકાય છે. તિજોરી ખાતાને પ્રધાન વાર્ષિક આવક–જાવકનું અંદાજપત્ર તૈયાર કરે છે, અને ચર્ચાને અંતે તેમાં સુધારે–વધારે થયા પછી તે ખરડે અમીરની સંભામાં જાય છે. ઇ. સ. ૧૯૧૩ના કાયદા પછી નાણાં સંબંધી ખરડાઓમાં અમીની સત્તા નહિ જેવી રહી છે; કારણ કે આમની સભામાં પસાર કરેલા નાણાંકીય ખરડાને અમીરની સભા એક માસમાં મંજુરી ન આપે તો તે રાજાની સહીથી પસાર થાય છે.
(૩) અમરેની સભાની માફક આમની સભાને પ્રજાહિતાર્યની બાબતમાં ચર્ચા કરવાનો પૂર્ણ અધિકાર હોય છે. તે સંબંધી પ્રધાનોને પ્રશ્નો પૂછવા (Interpellation) હક હોય છે, અને તે પ્રશ્નો ઉપર વધુ પ્રશ્નો પણ પૂછી શકે છે.
(૪) આ સભા પ્રધાનમંડળ ઉપર પણ દેખરેખ રાખે છે, એટલે આમની સભાએ ઘડેલા કાયદા કારોબારી સભા અમલમાં મૂકે છે કે નહિ, તે જોવાનું કામ પણ તેનું જ છે. પ્રધાનમંડળના કોઈ પણ કાર્ય ઉપર ટીકા કરવાને અને પ્રશ્નો પૂછવાનો આમની સભાને અધિકાર છે. પ્રધાનમંડળની નીતિ આમની સભાને પસંદ ન પડે, તે તેના અગત્યના ખરડાને ફેંકી દે છે, અથવા કોઈ પણ પ્રધાન પર અવિશ્વાસનો ઠરાવ લાવે છે. એટલે પ્રધાનમંડળને રાજીનામું આપવાની ફરજ પડે છે. આથી સમજી શકાય છે કે જે આમની સભા “કેબિનેટને જન્મ આપે છે, તે તેનો નાશ પણ કરી શકે છે. આ પ્રમાણે આમની સભા રાજ્યનાં તમામ અંગે ઉપર પિતાની વિશાળ સત્તા અજમાવી શકે છે. ડી. લેમ નામના લેખકે તેની વિશાળ અને અપરિમિત સત્તાના સંબંધમાં લખ્યું છે, કે * “આમની સભા સ્ત્રીનો * * “It can do everything, but make a woman a man and a man a woman " *
· De. Lolme.
Page #477
--------------------------------------------------------------------------
________________
४६४
પુરુષ અને પુરુષની સ્ત્રી સિવાય બધું કરી શકે છે. આથી જ સર જ્હન સીલી તેને “સરકાર ઘડનાર સંસ્થા (Government-making Organ) કહે છે,
અમીરની સભા: તેનું બંધારણ આ સભા જુનામાં જુની સંસ્થા છે. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે તેની સત્તા આગળ રાજાઓને પણ નમતું આપવું પડ્યું હતું. પરંતુ હાલમાં એ સભાની સત્તા અને અધિકારો આમની સભાએ છીનવી લીધા છે. રાજાને નવા અમીર બનાવવાની સત્તા હોવાને લીધે આ સભાના સભાસદની સંખ્યામાં ફેરફાર થયાજ કરે છે હાલમાં અમીરની સભામાં કુલ ૭૩૫ સભાસદે છે. ધર્માધ્યક્ષો સિવાયના અમીરોની સભામાં બેસતા ઉમરા ચાર પ્રકારના હોય છેઃ (૧) વંશ પરંપરાના ઉમરા, (૨) ચુંટાએલા આજીવન ઉમરાવ, (૩) પાર્લમેન્ટની મુદત સુધીના ઉમરા, (૪) આજીવન ઉમરાવે એટલે પોતાના હોદ્દાની
એ ઉમરાવપદ ભગવતા અમીરે. . હાલમાં અમીરની સભામાં ૭૩૫ ઉમરાવે છે, અને તેમની સંખ્યા આ પ્રમાણે છે: ૪ રાજકુટુંબના માણસ, ૬૫૭ વંશપરંપરાના ઉમરા, ૧૬ સ્કેટ લેન્ડના ચુંટાએલા ઉમરાવ (પાર્લમેન્ટની મુદત સુધીજ બેસે છે.), ૨૮ આયર્લેન્ડના આજીવન ઉમરા, ૨૬ ધર્માધ્યક્ષ, ૪ આજીવન બેસતા ન્યાયાધીશે. - આ ઉમરાવના પાંચ દરજજાઓમાં ડયૂક સર્વશ્રેષ્ઠ ગણાય છે, અને તે પછી અનુક્રમે માકિસ, અર્લ, વાઈકાઉન્ટ, અને બૅરન ગણાય છે.
ચાન્સેલર જેવી રીતે આમની સભામાં “સ્પીકર પ્રમુખ તરીકે બેસે છે અને સભાનું કામકાજ ચલાવે છે, તેમ અમીની સભામાં લે અન્સેલર પ્રમુખ તરીકે બેસે છે. તેની નીમણુક વડા પ્રધાન કરે છે, અને તે પ્રધાનમંડળમાંને એક હોય છે. અમીરની સભાના સભાસદોને માનમસ્ત સાચવવાની તેમની ફરજ હોય છે. તે અમીરની સભાના કાયદા અને કાનને સાચવી કામકાજ ચલાવે છે. અમરેની સભા છેવટની અપીલની અદાક્ત તરીકે ન્યાય સંબંધી કાર્ય બજાવે, ત્યારે લૈર્ડ ચાન્સેલર તે અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કરે છે. તેને વાર્ષિક ૧૦,૦૦૦ પૌડ મળે છે.
Page #478
--------------------------------------------------------------------------
________________
24ail zoril Hellat aya tica: (Functions and Powers)
(૧) ધારાવિષયક સત્તાઃ આમની સભાની માફક અમીરની સભાને પણ સામાન્ય ખરડા રજુ કરવાની સત્તા છે, અને તેમાં પ્રત્યેક ખરડો * ત્રણ વાચનમાંથી પસાર થાય ત્યારે તે આમની સભામાં જાય છે. કાયદા ઘડવાની બાબતમાં ઈ. સ. ૧૯૧૧ પછી અમીરોની સભાના સમાન હક ઉપર કા૫ મૂકવામાં આવ્યો છે; કારણ કે આમની સભાએ બે વરસની બેઠકમાં ત્રણ વખત પસાર કરેલા ખરડાને અમીરોની સભા સંમતિ ન આપે તે પણ તે રાજાની સહીથી કાયદો બને છે. ' (૨) નાણું સંબંધી: ખરડા અને અંદાજપત્ર પહેલાં તે આમની સભામાં રજુ થવાં જોઈએ એવી પ્રથા છે, પણ તેમાં અમીરની સભાની સંમતિ લેવાય છે. અમીની સભા એવા નાણાંકીય ખરડાને એક માસમાં પસાર ન કરે, તે રાજાની સહીથી એ પસાર થએલું ગણાય છે. આમ જોતાં નાણાંકીય બાબતોમાં અમીરાની સભાની સત્તા નામની જ રહી છે.
* ખરડો કેવી રીતે કાયદો બને છે? પ્રથમ તો કઈ પણ ખરડો રજુ કરવા દેવા માટે સભાની રજા માગવી પડે છે. રજા મળતાં તે ખરડો વાંચવાને દિવસ નક્કી કરવામાં આવે છે. ઠરાવેલે દિવસે ખરડો સભામાં દાખલ થાય છે, અને તે શા વિષય ઉપર છે તે જણાવવામાં આવે છે. તે દિવસે તેના ઉપર ચર્ચા થતી નથી. આ પ્રમાણે પહેલા વાચન (Reading)માંથી પસાર થયા પછી ખરડે છપાવી દરેક સભ્યને મોકલવામાં આવે છે. આ પ્રમાણે ખરડાના સ્વરૂપ, મુદ્દાઓ અને પ્રોજન વિષે અભ્યાસ કરવાની તક આપ્યા પછી તેનું બીજું વાચન થાય છે. તે પ્રસંગે તેના હેતુ, મુદ્દાઓ વગેરે ચર્ચાય છે. મહત્વના કાયદાઓના ખરડાનું આ વાચન કેટલીક વખત તો અઠવાડીઆં સુધી ચાલે છે. જે ખરડો પસાર થાય તે તેને ઝીણવટથી તપાસવા અને ફેરફાર સૂચવવા તેને એક ખાસ સમિતિ (Select Committee) ને સોંપવામાં આવે છે. એ ખસ્તાની સંપૂર્ણ ચર્ચા પછી સમિતિ એ ખરડે પિતાના હવાલ સાથે રજુ કરે છે, એટલે તેનું ત્રીજું વાચન થાય છે. આ વેળા સભ્યોએ માત્ર સામાન્ય ચર્ચા કરવાની હોય છે. આખરે તે ઉપર મત લેવાય છે; અને બહુ મતી મળે તો એવાજ સંસ્કાર પામવા ખરડે બીજી સભામાં જાય છે. અને સભામાં પસાર થએલો ખરડે રોજની સહીથી કાયદે બને છે.
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૬૬
(૩) રાજ્યવહીવટને લગતી સત્તાઃ આમની સભાની માફક અમીરાની સભાને પણ પ્રશ્નો પૂછવાના અને ઠરાવા રજુ કરવાને હક છે. સરકારની સ્વદેશનીતિ અગર પરદેશનીતિ સંબંધી પેાતાને અભિપ્રાય વ્યક્ત ફરતા ઠરાવ ચર્ચા માટે રજી કરવાના હક અમીરાની સભાના કાઈ પણ સભાસદને છે. જાહેર હિતની બાબતમાં આ સભા ચર્ચા કરી શકે છે, અને ઠરાવા પસાર કરે છે; પરંતુ તે બાબતમાં પ્રધાનમંડળને તેમની નીતિ ગ્રહણ કરવાની ફરજ પાડી શકે નહિ. આ ઉપરથી નક્કી થાય છે કે કેબિનેટ આમની સભાને જવાબદાર છે, અમીરાની સભાને નહિ.
1
(૪) ન્યાય સંબંધીઃ અમીરાની સભા ન્યાયની બાબતમાં સર્વોપરિ સત્તા ભાગવે છે. સામ્રાજ્યમાં અપીલની તે છેવટની અદાલત ગણાય છે. જુના સમયથી આ સત્તા અમીરાની સભા ભાગવે છે. કાઈ પણ મોટા અમલદાર સામે આમની સભાને મુકર્રમા (Impeachment ) ચલાવવે હાય, તેા તે અમીરાની સભા સમક્ષ ચલાવવામાં આવે છે. વારન હેસ્ટિંગ્સન મુકર્રમે આમની સભાએ અમીરાની સભા સમક્ષ ચલાવેલા, તે તે તમે જાણા છે.. અમીરાની સભા અપીલો સાંભળે છે; પણ કાર્યની સગવડ ખાતર છ ન્યાયાધીશાનું એક ‘સ્વતંત્ર મંડળ' નીમવામાં આવે છે. તેમાં ચાર ન્યાયાધીશો જિંદગી પર્યંત ખેસે છે, અને તેમાં લાર્ડ ચાન્સેલર અને માજી ચાન્સેલર તેમને મદદ કરે છે.
'
આ ઉપરથી આમની સભા અને અમીરાની સભાની ફરજો અને કાર્યક્ષેત્ર વિષે ટુંકા નાંધ નીચે મુજબ તૈયાર કરી શકાય. —આમની સભા
=
(૧) ખરડા રજુ કરી શકે. તેને પસાર કરી ઉપલી સભાની સંમતિ માટે માકલી શકે. ઉપલી સભા સંમતિ ન આપે, તેા લાગલાગટ એ વરસની ખેઠકમાં ત્રણ વખત પસાર કરી તે ખરડાને રાજાની સહીથી પસાર કરાવી શકે. (૨) નાણાંકીય ખરડા અને અંદાજપત્રા આમની સભામાંજ પહેલાં રજુ થઈ શકે. ખરડા નાણાંકીય છે કે નિહ, તે સંબંધી ‘સ્પીકર’ને નિર્ણય છેવટના ગણાય. આમની સભાએ પસાર કરેલા નાણાંકીય ખરડાને અમીરાની સભા એક માસમાં પસાર ન કરે, તે રાજાની સહીથી તે પસાર થાય.
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૬૭ (૩) જાહેર હિતની બાબતમાં ચર્ચા કરે; ઠરાવ પસાર કરી શકે. કેબિનેટના સભ્યને પ્રશ્ન પૂછી શકે. કેબિનેટને અવિશ્વાસને ઠરાવ લાવી રાજીનામું આપવાની ફરજ પણ પાડી શકે. (૪) ન્યાય સંબંધી સત્તા નથી.
–અમીરેની સભા(૧) ખરડા રજુ કરી શકે. ચર્ચા કરી શકે. ખરડા પર સુધારા સૂચવી શકે. આમની સભામાં પસાર કરેલા ખરડાને સંમતિ આપી પસાર કરાવી શકે; અથવા બે વર્ષ માટે મોકુફ રાખી શકે.
(૨) નાણાંકીય ખરડા અથવા બજેટ પર ચર્ચા કરી શકે. વધુમાં વધુ એક માસ મુલતવી રાખી શકે.
(૩) જાહેર હિતની બાબતમાં ચર્ચા કરી શકે; ઠરાવ રજુ કરી શકે, પણ કેબિનેટ પર દબાણ લાવી શકે નહિ.
(૪) ન્યાયની બાબતમાં તે છેવટની અપીલની અદાલત તરીકે કાર્યો કરી શકે; મુકર્દમા પણ ચલાવી શકે.
પ્રકરણ ૪થું
પ્રધાનમંડળ (Cabinet) કેબિનેટની ઉત્પત્તિ અને વિકાસઃ રાજ્યવહીવટની સલામતી ખાતર સલાહકાર મંડળ નીમવાનો રિવાજ તો પરાપૂર્વથી હતો. પિતાના સલાહકારોને પસંદ કરવાની સત્તા રાજાને જ હતી. પરંતુ ક્રમે ક્રમે આ સત્તા પાર્લમેન્ટ પિતાને હસ્તક લેવા માંડી, અને પંદરમા સૈકાના આરંભમાં પાર્લમેન્ટને વિશ્વાસ મેળવ્યું હોય તેવાજ ગૃહસ્થો આ મંડળમાં બેસી શકે એમ ઠર્યું. એને પ્રિવિ કાઉન્સિલનું નામ આપવામાં આવ્યું. ધીમે ધીમે તેના સભ્યની સંખ્યા વધવા લાગી. તેમાં કેટલાકને તો રાજકારણની ગંધ સરખી પણ ન હતી, એટલે તેમનામાં રાજાને સલાહ આપવાની યોગ્યતા ક્યાંથી હોય ? આથી ધીમે ધીમે એવી પ્રથા પડવા લાગી કે રાજાની ઈચ્છામાં આવે
Page #481
--------------------------------------------------------------------------
________________
४१८ તેની સલાહ તે લે. ચાર્લ્સ બીજે ગાદીએ આવ્યો, ત્યારે વહીવટની સરળતા ખાતર તેણે પાંચ માણસોનું એક મંડળ નીમ્યું. તે “કેબલ પ્રધાનમંડળના નામથી ઓળખાયું. આ મંડળના સભ્યો રાજાના વિશ્વાસુ માણસ હોવાથી તેઓ પાર્લમેન્ટને જવાબદાર ન હતા. ઇ. સ. ૧૬૮૮ની રાજ્યક્રાન્તિ પછી રાજ્યસત્તા મર્યાદિત બની, અને પાર્લમેન્ટની સત્તા સર્વોપરિ બની. વિલિયમે શરૂઆતમાં તે હિગ અને ટોરી બંને પક્ષમાંથી પ્રધાનમંડળ નીમ્યું હતું, પરંતુ પાર્લમેન્ટમાં પક્ષપાત પ્રબળ થતું ચાલ્યું, અને પ્રધાનના કામમાં હરકત ઉભી થવા માંડી. આથી વિલિયમે સંડરલેન્ડની સૂચનાથી બહુમતી ધરાવનાર પક્ષમાંથી પ્રધાનમંડળ નીમવાની શરૂઆત કરી. આ પદ્ધતિમાં એકધારી નીતિ આવવાથી સામુદાયિક બળ વધ્યું, અને રાજકારભાર સરળ બને. એન રાણુએ એ પદ્ધતિ ચાલુ રાખી; પણ કેબિનેટ પદ્ધતિનાં બીજાં સૂત્રો વૅલના કારભારમાં અમલમાં આવ્યાં; કારણ કે પરદેશી રાજાઓના અંગ્રેજી ભાષાના અજ્ઞાનપણાને લઈને પ્રધાનમંડળમાં રાજાએ બેસવાનું બંધ કર્યું. આથી વડા પ્રધાન (Prime Minister)નું પદ અસ્તિત્વમાં આવ્યું. વળી વૈધેલના સત્તાભને લીધે એકજ રાજકીય પક્ષના અને વડા પ્રધાનની આગેવાની સ્વીકારે તેવા સભ્યો પ્રધાનમંડળમાં આવવા લાગ્યા. ર્જ્યોર્જ ત્રીજાએ પ્રધાનમંડળની સત્તા તેડી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેથી તે પક્ષપદ્ધતિ પ્રબળ થઈ, અને પ્રધાનમંડળદ્વારા રાજ્યા ચલાવવાની પ્રથાને બમણો વેગ મળે.
કેબિનેટ અને મિનિસ્ટ્રી: પ્રધાનમંડળના સભ્યોની સંખ્યા મુકરર નથી; તેમાં આશરે ૨૦ સભ્યો હોય છે, પણ બધા પ્રધાનની કુલ સંખ્યા તો ૭૦ જેટલી થાય. એને “મિનિસ્ટ્રી” કહે છે. પાર્લમેન્ટને સેક્રેટરી, આસિસ્ટેટ સેક્રેટરી અને અમીની સભામાં બેસતા બીજા જવાબદાર અમલદારે મિનિસ્ટ્રીમાં ગણાય છે. મિનિસ્ટ્રીને કેબિનેટની રાજનીતિને ધોરણેજ ચાલવું પડે છે.
કેબિનેટ: તે કેવી રીતે રચાય છે? આમની સભાની ચુંટણી થઈ ગયા પછી રાજ વધુમતી પક્ષના આગેવાનને બોલાવી પ્રધાનમંડળ
Page #482
--------------------------------------------------------------------------
________________
૦
૦
o ૦
૦
o ૦
૦ s.
૦ ૦
રચવાની વિનંતી કરે છે. ત્યારપછી તે પિતાના સાથીઓની પસંદગી કરી તે નામોની યાદી રાજાને સાદર પેશ કરે છે, અને રાજા તે યાદીમાંના સભ્યને પિતાના પ્રધાન નીમે છે. આ પ્રમાણે રચાતા પ્રધાનમંડળ દ્વારા રાજા સમગ્ર દેશનું રાજ્યતંત્ર ચલાવે છે. પ્રધાનમંડળમાં સામાન્ય રીતે દરેકને રાજ્યનું એકેક ખાતું સોંપવામાં આવે છે. નીચે જણાવેલા પ્રધાનોની યાદી ઉપરથી રાજ્યનાં વિવિધ ખાતાં અને કાર્યની વહેંચણીને તમને ખ્યાલ આવશે.
પગાર ૧. તિજોરી ખાતાને પ્રથમ લઈ–મુખ્ય પ્રધાન. ૫,૦૦૦ પૌન ૨. ચાન્સેલર ઍવું ધી એકસચેકર—ખજાનચી. ૫,૦૦૦ , ૩. લૉર્ડ હાઈ ચાન્સેલર–ઉમરાવની સભાને પ્રમુખ. ૧ ૪. લૈર્ડ પ્રિવિ સીલ–અમીની સભાને આગેવાન. ૨, ૫. લૈર્ડ પ્રેસિડન્ટ ઍલ્ ધી કાઉન્સિલ–
પ્રિવિ કાઉન્સિલને પ્રમુખ. ૬. સ્વદેશ ખાતાને પ્રધાન–આંતરનીતિ. ૭. પરદેશ ખાતાને પ્રધાન–પરદેશ ખાતું. ૮. સંસ્થાન ખાતાના પ્રધાન. ૯. હિંદુસ્તાનના પ્રધાને. ૧૦. વિમાન ખાતાનો પ્રધાન. ૧૧. સ્કોટલેન્ડ ખાતાના પ્રધાન.
૨,૫૦૦ ૧૨. નૌકા ખાતા પહેલે લોર્ડ. ૧૩. વેપાર ખાતાના બેડને પ્રમુખ. ૧૪. આરોગ્ય ખાતાને પ્રધાન. ૧૫. કેળવણી ખાતાને પ્રધાન. ૧૬. ખેતીવાડી અને માછીમારના ધંધાના ખાતાને સેક્રેટરી ૧૭. યુદ્ધમાતાને પ્રધાન.
૫,૦૦૦ , ૧૮. મજુર–વિષયક ખાતાને પ્રધાન. ૧૯. ફર્સ્ટ કમિશનર ઍવું વર્કસ.
૨,૦૦૦ ૨૦. ચાન્સેલર ઍવું ધી ડચી ઍવુ લેન્કેસ્ટર.
૨,૦૦૦
૦ ૦ ૦
૦ ૦ ૦
૦ ૦ ૦
૦ ૦ ૦
ટ ૦ ૦
૦ ૦
૦ ૦
૦ ૦
૦ ૦
૦ ૦
૦ ૦
૦ ૦
૦ ૦
૦ ૦ :
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૭૦
૨૧. એટર્ની જનરલ
૭,૦૦૦ , ૨૨. પેસ્ટ-માસ્તર–જનરલ ૨૩. પેન્શન ખાતાને પ્રધાન.
હાલનું પ્રધાનમંડળ નીચે જણાવેલા પ્રધાનનું બનેલું છે. (૧) તિજોરી ખાતાને પ્રથમ હૈ—વડે પ્રધાન નેવિલ ચેમ્બરલેઈન) (૨) લૉર્ડ પ્રિવિ સીલ. (૩) પ્રિવિ કાઉન્સિલને પ્રમુખ. (૪) લૉર્ડ ચાન્સેલર. (૫) ચાન્સેલર ઍલ્ ધી એકસચેકર. (૬) પરદેશમંત્રી. (૭) સંસ્થાનિક મંત્રી. (૮) યુદ્ધમંત્રી. (૯) ગૃહમંત્રી. (૧૦) હિંદી વજીર. (ઝેટલેન્ડ) (૧૧) નૌકા ખાતાને પ્રથમ હૈ પ્રધાનમંડળને લગતા અગત્યના સિદ્ધાંતે (Main features of
the Cabinet).
(૧) એકજ રાજકીય પક્ષઃ પ્રધાનમંડળના સભ્ય આમની સભામાં બહુમતી ધરાવનાર પક્ષમાંથી જ ચૂંટવામાં આવે છે. કઈ પણ કારણસર પ્રધાનમંડળ આમની સભાને વિશ્વાસ ગુમાવે તે તેમને રાજીનામું આપવું પડે છે, અને નવું પ્રધાનમંડળ ચુંટાય છે.
(૨) સંયુક્ત જવાબદારીઃ ચાર્લ્સ બીજાના સમયમાં પાર્લમેન્ટ કલેરન્ડન અને ડેબી ઉપર રાજાને ભેટી સલાહ આપવા બદલ કામ ચલાવ્યું હતું. એ બતાવે છે કે તે વખતમાં દરેક પ્રધાન પોતાના કાર્ય માટે પાર્લમેન્ટને જવાબદાર ગણાતું. પરંતુ હાલમાં એ સ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રત્યેક પ્રધાનના કાર્ય અને ધારણ કરેલી રાજ્યનીતિ માટે સમગ્ર પ્રધાનમંડળ પાર્લમેન્ટને જવાબદાર ગણાય છે; એટલે કોઈ પણ પ્રધાન પર આમની સભા અવિશ્વાસને ઠરાવ લાવે, અથવા તેણે રજુ કરેલે ખરડો ફેકી દે, તો બધા પ્રધાને એકી સાથે રાજીનામું આપે છે.
(૩) વડા પ્રધાનની આગેવાની: પ્રધાનમંડળના બધા સભ્યો વડા પ્રધાનની આગેવાની સ્વીકારે છે. અગત્યની દરેક બાબતમાં પ્રધાનો તેની સલાહ અનુસાર વર્તે છે. વડા પ્રધાન સાથે મતભેદ ધરાવનાર સભ્યને રાજીનામું આપવું પડે છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૭૧
(૪) એકધારી રાજ્યનીતિઃ જો કે જુદાં જુદાં ખાતાંઓને વહીવટ જુદા જુદા પ્રધાને ના હાથમાં હેાય છે; પરંતુ પરદેશનીતિ કે તેવા અગત્યના પ્રશ્નામાં તે એકમત થઈ કાર્ય બજાવે છે, એટલે પ્રધાનમંડળના દરેક સભ્યને પ્રધાનમંડળના બહુમતીથી થએલા નિર્ણય સાથે સંમત થવું પડે છે. ઈટલી અને એબિસિનિઆના પ્રશ્ન ઉપર પરદેશમંત્રી સર સેમ્યુઅલ હારને પ્રધાનમંડળના અન્ય સભ્ય સાથે મતભેદ પડયેા હતેા. પરિણામે સર સેમ્યુઅલ હારે રાજીનામું આપ્યું હતું.
(૫) પ્રધાનમંડળની દરેક ચર્ચા છૂપી રાખવી જોઈ એ. પ્રધાનમંડળની ફરજો અને જવાબદારી :
(૧) દેશની શાંતિ, જાહેર વ્યવસ્થા, સારા રાજ્યકારભાર, પરરાજ્યનીતિ, નાણાંની વ્યવસ્થા, વેપારઉદ્યોગની ખીલવણી, નૌકા ખાતું, હવાઈ કાલા વગેરેની દેખરેખ તથા સંસ્થાને તેમજ સામ્રાજ્યના ખીજા ભાગેાની દેખરેખ તથા વ્યવસ્થા જાળવવાનું કામ પ્રધાનમંડળનું છે.
(૨) સ્વદેશના અને સામ્રાજ્યના ખીજા ભાગેાના મુખ્ય હાદ્દેદારાની નીમણુક રાજા પ્રધાનમંડળની સલાહથીજ કરે છે.
(૩) દેશના હિતને માટે જરૂરી ખરડા પ્રધાનમંડળ ધડે છે; અને તેને આમની સભા ટેકે આપે છે. પેાતાના ખાતાના વહીવટ વિષે દરેક પ્રધાનને પાર્લમેન્ટના સભ્યાના પ્રશ્નોને સંતાષકારક જવાબ આપવા પડે છે. તે ધારણ કરેલી નીતિના બચાવને અર્થે દરેક પ્રધાને તૈયાર રહેવું જોઈ એ.
(૪) નાણાંકીય ખરડા પ્રધાને રજુ કરે છે. અંદાજપત્ર (Budget) તે તિજોરી ખાતાના પ્રધાન ધડે છે, અને આમની સભામાં રજુ કરે છે. પાર્લમેન્ટે મંજુર કરેલા કરેા વસુલ કરવાનું કામ, અને તેની મંજુરી પ્રમાણે ખર્ચ થાય છે કે નહિ તે જોવાનું કામ પણ પ્રધાનમંડળનું છે.
(૫) વડા પ્રધાન પ્રત્યેક રાજકીય બાબતમાં રાજાને સલાહ આપે છે, અને તેને પ્રધાનમંડળના કામકાજથી વાકેફ રાખે છે.
(૬) પાર્લમેન્ટની બંને સભાનેા કાર્યક્રમ પ્રધાનમંડળજ નક્કી કરે છે. આ ઉપરથી તમે સમજી શકશેા, કે ઇંગ્લેન્ડમાં રાજાને નામે ચાલતા સમગ્ર રાજ્યતંત્રની દેરીના સંચાલક હાવાનું માન પ્રધાનમંડળને ઘટે છે.
Page #485
--------------------------------------------------------------------------
________________
હર
વડા પ્રધાન પ્રધાનમંડળમાં તેનું સ્થાન : હોદ્દાની રૂએ વડા પ્રધાન બ્રિટિશ રાજ્યબંધારણમાં અનેરૂં સ્થાન ભાગવે છે. તે પેાતાના સાથીએની પસંદગી કરતા હેાવાથી પ્રધાનમંડળમાં તે નેતા ગણાય છે. તેની સાથે મતભેદ ધરાવનાર સભ્યને રાજીનામું આપવું પડે છે. દેશપરદેશની નીતિ તેની સલાહ મુજબ ઘડાય છે. વળી તેને રાજાને મળવાની સત્તા હેાવાથી પ્રધાનમંડળની ચર્ચા અને ધારણ કરેલી નીતિ સંબંધી બધી હકીકતથી તે રાજાને વાકેફ રાખે છે, તેમજ રાજાનેા મત પણ પ્રધાનમંડળ સમક્ષ તેજ રજુ કરે છે. આથીજ તેને રાજા અને પ્રધાનમંડળ વચ્ચે સંચેાગી કડી સમાન ગણવામાં આવે છે. સામ્રાજ્યના મેાટા મેટા અમલદારાની નીમણુક પણ રાજા તેની સલાહથીજ કરે છે. સમગ્ર દેશના રાજ્યવહીવટ માટે તે જવાબદાર ગણાતા હાવાથી પ્રધાને અગત્યની નીતિ તેની જાણ બહાર રજી કરી શકતા નથી, અને તેને અભિપ્રાય જાણ્યા વિના પ્રધાને છેવટના નિર્ણય કરી શકતા નથી. *તે કેબિનેટ રૂપી કમાનનેા મધ્યવર્તી ભાગ ગણાય છે. ઈંગ્લેન્ડના રાજ્યબંધારણમાં વડા પ્રધાનને હદ્દો ન હેાવાથી તે “ ફર્સ્ટ લાર્ડ આવ્ ધી ટ્રેઝરી ” ના હોદ્દો ધારણે કરે છે. તેને વાર્ષિક ૫,૦૦૦ પૌન્ડના પગાર મળે છે. વડા પ્રધાન જ્યાં સુધી આમની સભાને અને પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હાય, ત્યાં સુધી બ્રિટિશ રાજ્યતંત્રમાં તેનું સ્થાન અદ્વિતીય છે.
<<
વડા પ્રધાન અને આમની સભાઃ વડા પ્રધાન આમની સભામાં બહુમતી ધરાવતા પક્ષના આગેવાન હેાય છે. જ્યાં સુધી તે આમની સભાને વિશ્વાસ જાળવી રાખે, ત્યાં સુધી તે અધિકાર ઉપર રહે છે. વડે પ્રધાન રાજ્યતંત્રની બધી માહિતી આમની સભાને આપે છે; અને કારાબારી મંડળના અભિપ્રાયા જણાવે છે. વિરુદ્ધ પક્ષની ટીકાઓના જવાબ આપી તે પોતાની નીતિને બચાવ કરે છે. આમની સભા કાઈ પણ સભ્ય ઉપર અવિશ્વાસને ઠરાવ લાવે, તે સંયુક્ત પ્રધાનમંડળ રાજીનામું આપે છે.
આમ વડા પ્રધાન આમસભા, પ્રધાનમંડળ અને રાજા–એ ત્રણેને જોડનાર સુવર્ણકડી ( Golden link ) સમાન છે.
* “Keystone of the Cabinet Arch.' (Marriot).
Page #486
--------------------------------------------------------------------------
________________
X3
રાજકીય પક્ષઃ હાલમાં ઈંગ્લેન્ડમાં ત્રણ રાજકીય પક્ષ અસ્તિત્વમાં છે: (૧) કાન્ઝર્વેટિવ, (૨) લિબરલ, (૩) મજુરપક્ષ.
કન્ઝર્વેટિવપક્ષ : આ પક્ષના લેાકેા સામ્રાજ્યને વિસ્તાર અને સંગઠ્ઠન, તેમજ રાજપદ અને અમીરાની સભા ટકાવી રાખવાના મતના છે. તેએ શાંતિપ્રિય હાઈ વસ્તુસ્થિતિ જેમ હોય તેમ રાખવા ઇચ્છે છે. તે વધારે પડતા સુધારાની વિરુદ્ધ છે. મજુરવર્ગ અને તેમના પ્રતિનિધિએ તરફ તેએ અણગમાની દૃષ્ટિથી જુએ છે. હાલમાં આ પક્ષના નેતા સ્ટેન્લી બાલ્ડવિન છે.
લિલપક્ષ: આ પક્ષના લેા પ્રગતિ અને સુધારામાં માનનારા છે. તે નિરંકુશ વ્યાપારપદ્ધતિ, સુધારણા, તેમજ પ્રજાકીય સ્વાતંત્ર્યના હિમાયતી છે. આ પક્ષના નેતા મિ. ડેવિડ લાઈડ જ્યાર્જ છે.
મજુરપક્ષ: આ પક્ષ ખાસ કરીને વીસમી સદીમાં પ્રબળ બન્યા છે. ઈ. સ. ૧૯૦૬માં આ પક્ષના સભાસદા પાર્લમેન્ટમાં આવ્યા. ઇ. સ. ૧૯૧૦માં મિ. જે. કેર હાર્ડિએ આ પક્ષની સ્થાપના કરી. આ પક્ષ આર્થિક બાબતે માં સરકારની મદદ ઇચ્છે છે. તે મુડીવાદીઓને ધિક્કારનારા છે. રાજપદ અને અમીરાની સભાની તેમને જરૂર જણાતી નથી. તેઓ આર્થિક ભેદભાવે મટાડી સમાનતા દાખલ કરવાનાં સ્વમ સેવે છે.
આ ત્રણે પક્ષાની સંસ્થાએ જુદે જુદે સ્થળે હેાય છે. તેએ વર્તમાનપત્રા દ્વારા પોતાના સિદ્ધાંતાના પ્રચાર કરે છે. દરેક પક્ષનું સારૂં ભંડાળ હાય છે. ચૂંટણીને સમયે તેઓ પોતપોતાના ઉમેદવારા ઉભા કરે છે. જે પક્ષ ચૂંટણીમાં આમની સભામાં બહુમતી મેળવે, તે પક્ષ સત્તામાં આવે છે.
ન્યાયપદ્ધતિઃ ઈંગ્લેન્ડમાં ન્યાયને માટે ત્રણ જાતની અદાલતા હાય છે. (૧) ફાજદારી અદાલતાઃ નાના નાના ફોજદારી ગુનાઓને ન્યાય નાની અદાલતા કરે છે. મેટા ગુના શહેરની અને પરગણાંની મેટી અદાલતામાં ચાલે છે. ગંભીર ગુના લંડનની વડી અદાલતમાં અથવા “સ” વર્ગની વડી અદાલતમાં ચાલે છે. તેના ન્યાયાધીશેની નીમણુક લાર્ડ ચાન્સેલર કરે છે. કેટલીક અદાલતેામાં પંચ (Jury) ન્યાયાધીશોને મદદ કરે છે.
Page #487
--------------------------------------------------------------------------
________________
૭૪ (૨) દિવાની અદાલતેઃ નાના દિવાની દાવાઓને નિર્ણય પરગણાની કાર્યોમાં થાય છે. તેવી કેટેના નિર્ણય વિરુદ્ધ વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. | (૩) વડી અદાલતઃ આમાં ત્રણ પ્રકારની અદાલતો છે. આ અદાલતોની વિરુદ્ધ “અપીલની અદાલતમાં અપીલ થઈ શકે છે, અને તે “અપીલની અદાલત” ના નિર્ણય વિરુદ્ધ અમીની સભામાં અપીલ કરી શકાય છે. અમરેની સભા એ રાજ્યમાં છેવટની અપીલની અદાલત ગણાય છે.
સિન્ય: સૈન્યના બે વિભાગ છે. (૧) ખાસ, અને (૨) સ્વયસૈનિક (Regular and Territorial). ખાસ સૈન્યમાં બાર વર્ષ નોકરી કરવી પડે છે. તેમાં સાત વર્ષ પ્રત્યક્ષ અને પાંચ વર્ષ મુલકી ફેજમાં કરવાની છે. આ સૈન્યને બ્રિટનની બહાર પણ નેકરી કરવા જવું પડે છે. સ્વયંસૈનિકોને ચાર વર્ષ નોકરી કરવાનું બંધન છે. તે ઉપરાંત પ્રતિવર્ષ પંદર દિવસ લશ્કરી મથકેમાં તાલીમ લઈ યુદ્ધવિદ્યાનું જ્ઞાન તાજું રાખવા જવું પડે છે. આ સૈન્ય પરદેશ જવા બંધાએલું નથી, એટલે યુદ્ધ સમયે દેશની રક્ષાનો ભાર તેના શિર પર રહે છે. સૈન્યમાં તપખાનાં અને એન્જિનિયરની તાલીમ માટે વુલીચની રીયલ મિલિટરી એકેડેમી છે; સેન્ડહર્ટની રૉયલ મિલિટરી કોલેજમાં હયદળ અને પાયદળના અમલદાર થવાનું શિક્ષણ અપાય છે.
નૌકાસન્યઃ ઈગ્લેન્ડના વિશાળ સામ્રાજ્યની રક્ષા માટે તેનું સૈન્ય પૂરતું નથી. ઈગ્લેન્ડનાં સામર્થ અને વૈભવ તે તેના આવા પ્રબળ નૌકાસૈન્ય ઉપર ટકી રહ્યાં છેએ વાત રાણી ઇલિઝાબેથના સમયથી જાણીતી છે. એ નૌકાસૈન્યને જેરેજ તેણે સ્પેન, હોલેન્ડ, અને ફ્રાન્સ જેવા પ્રતિસ્પર્ધીએની જોડે ટક્કર લઈ તેમને હરાવ્યા હતા. આજે પણ ઇંગ્લેન્ડનું નૌકાદળ કોઈ પણ દેશના નૌકાબળ કરતાં શ્રેષ્ઠ છે. ઇ. સ. ૧૭૦ ૮થી તેની વ્યવસ્થા સાત સભ્યની એક સમિતિ (Board of Admiralty) દ્વારા ચાલે છે; તેને મુખ્ય સભાસદ પ્રધાનમંડળના સભ્ય હોય છે, અને તે નૌકા ખાતાને માટે પાર્લમેન્ટને જવાબદાર હોય છે. ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રેલિઆ, અને કેનેડાએ પતાનાં લડાયક જહાજ બાંધી તે પર કામ કરનારા માણસોનું ખર્ચ પોતે ભોગવવાનો ઠરાવ કર્યો છે, એટલે સામ્રાજ્યના સર્વ ભાગને સુરક્ષિત રાખવાને ઈંગ્લેન્ડના નૌકાખાતાનો ભાર હળવો થયો છે.
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૭૫ આ ઉપરાંત છેલ્લા મહાવિગ્રહમાં વિમાને પણ ઉપયોગમાં આવ્યાં હતાં, અને ભવિષ્યમાં વધારે પ્રમાણમાં આવશે, એમ માની ઈંગ્લેન્ડે વિમાની દળ (Air Force) સ્થાપી તેની વ્યવસ્થા વિમાન–સમિતિ (Air Council ને સોંપી છે. આ ખાતાને પ્રધાન પણ પ્રધાનમંડળમાં બેસે છે.
સામ્રાજ્યવ્યવસ્થા : છેલ્લાં સાડાચારસો વર્ષમાં ઈરલેન્ડે પિતાની ઉત્ક્રાન્તિ સાધી જગતભરમાં પિતાનું વિશાળ સામ્રાજ્ય શી રીતે સ્થાપ્યું, તેની કથા આ ગ્રંથમાં આવી ગઈ છે. એ સામ્રાજ્યની વ્યવસ્થા કેવી છે, અને જુદા જાદા દેશે ગ્રેટબ્રિટન સાથે કેવા સંબંધથી જોડાએલા છે, એ હવે જોઈએ.
- પાંચે ખંડમાં પ્રસરેલા આ સામ્રાજ્યનું ક્ષેત્રફળ ૧ કરોડ ૪૦ લાખ ચો. માઈલ છે. તેની ૪૩ કરોડની એકંદર લોકસંખ્યામાંથી માત્ર ૫ કરોડ ૩૦ લાખ ગેરાઓ છે, અને બાકીના કાળી, પીળી, અને તપખીરિઆ ચામડીવાળા લેકે છે; આ બધા આચારવિચાર અને સંસ્કૃતિમાં એકમેકથી ભિન્ન છે.
સામ્રાજ્યમાં આવેલા દેશના ગ્રેટબ્રિટન જોડેના સંબંધમાં પણ વિવિધતા છે; કેટલાક દેશને સઘળી આંતર વ્યવસ્થા કરી લેવાને સંપૂર્ણ હક આપી દેવામાં આવ્યો છે, ત્યારે કેટલાકમાં પ્રતિનિધિ સંસ્થાઓ સ્થાપી અમુક વિષયોમાં જવાબદાર રાજ્યપદ્ધતિ દાખલ કરવામાં આવી છે; બીજા કેટલાક દેશમાં ઈંગ્લેન્ડનોજ સંપૂર્ણ અધિકાર પ્રવર્તે છે.
સામ્રાજ્યમાં શ્રેષ્ઠ સત્તા તે ગ્રેટ બ્રિટનની પાર્લમેન્ટની જ છે. સામ્રાજ્યના કઈ પણ ભાગ સંબંધી તે કાયદા કરી શકે છે. સ્વરાજ્ય ભોગવતાં સંસ્થાનોના આંતર વહીવટમાં તે નિયમ તરીકે વચ્ચે પડતી નથી, છતાં તેવી કોઈ પણ બાબતને કાયદે કરવાને તેને સંપૂર્ણ હક છે; કેમકે એમને સ્વરાજ્ય આપવાનો કાયદે બ્રિટિશ પાર્લમેન્ટેજ પસાર કરેલો છે, એટલે તેને રદ કરવાની પણ તે સત્તા ધરાવે છે. પાર્લમેન્ટને જવાબદાર પ્રધાનમંડળને હાથે સામ્રાજ્યનો રાજ્યકારભાર ચાલે છે. સામ્રાજ્યના રક્ષણના જોખમદાર કાર્ય માટે પ્રધાનમંડળમાંથી મુખ્ય પ્રધાનના પ્રમુખપદે “ઈમ્પીરિઅલ ડિફેન્સ કમિટી નીમેલી હોય છે. તેમાં યુદ્ધ, પરદેશ, જળસ્થળ સૈન્ય, અને હિંદના મંત્રીઓ ઉપરાંત આકાશ, જળ, અને સ્થળ સૈન્યના જાણકાર સભાસદો હોય છે.
ભિન્ન ભિન્ન રાજ્યપદ્ધતિવાળા આ સર્વ દેશો ઉપર બ્રિટિશ પાર્લમેન્ટ,
Page #489
--------------------------------------------------------------------------
________________
પ્રધાનમંડળ, અને ન્યાયખાતાને ઓછેવત્તે અંશે અંકુશ હોય છે. વળી પાર્લમેન્ટ કરેલા કાયદાથીજ આવી રાજ્યપદ્ધતિ અસ્તિત્વમાં આવી છે. એ દેશે માટે ગવર્નર જનરલ, ગવર્નર, કમિશનર, ઇત્યાદિ અધિકારીઓ પ્રધાનમંડળ નીમે છે; તે દેશના વરિષ્ઠ ન્યાયમંદિરના ચુકાદા ઉપર પ્રિવિ કાઉન્સિલમાં અપીલ કરી શકાય છે.
કેનેડા, ઑસ્ટ્રેલિઆ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂફાઉન્ડલેન્ડ, અને ઉત્તર તેમજ દક્ષિણ આયર્લેન્ડને સ્વરાજ્ય મળ્યું છે, એટલે તે દેશમાં ઈંગ્લેન્ડના જેવી પદ્ધતિથી પ્રધાનમંડળધારા વહીવટ ચાલે છે.
કેનેડાઃ સર્વ સંસ્થામાં આ સંસ્થાન જુનું છે, તેમાં ૯ પ્રાંત છે. તેની પાર્લમેન્ટમાં સેનેટ” અને “કોમન્સ' એવી બે સભા છે. સેનેટમાં એક વખત દાખલ થએલે સભ્ય મરણ પર્યત તેમાં રહે છે. સેનેટમાં ૯૬ અને કૉમન્સમાં ૨૫૫ સભ્ય છે. પ્રધાને કોમન્સને જવાબદાર છે. ઈગ્લેન્ડ તરફથી નીમાએલ ગવર્નર જનરલ આમની સભાને જવાબદાર પ્રધાનમંડળની મદદથી રાજ્યકારભાર ચલાવે છે. - ન્યૂઝીલેન્ડઃ ઇ. સ. ૧૮૫રમાં તેને સ્વરાજ્ય મળ્યું છે. તેમાં હું પ્રાંતિ છે. જનરલ એસેમ્ફી' નામથી ઓળખાતા દેશના કાયદા ઘડનાર મંડળમાં લેજિસ્લેટિવ કાઉન્સિલ” અને “હાઉસ ઍવું રેપ્રિઝેન્ટેટિવ એવી બે સભા છે. પહેલીમાં ૪૦ અને બીજીમાં ૮૦ સભાસદ છે. પ્રધાનમંડળ બીજી સભાને જવાબદાર છે. ઈગ્લેન્ડ તરફથ્રી નીમાએલ ગવર્નર જનરલ પ્રધાનમંડળની મદદથી રાજ્ય ચલાવે છે.
ઓસ્ટ્રેલિઃ આ પ્રદેશનાં સંયુક્ત સંસ્થાને માટે કાયદા કરનારા મંડળને “ફેડરલ પાર્લમેન્ટ” કહે છે તેમાં સેનેટ” અને “હાઉસ ઑવ રેપ્રિઝેન્ટટિઝ એવી બે સભા છે. પહેલીમાં ૩૬ અને બીજીમાં ૭૫ સભ્યો બેસે છે. આ સંસ્થાનોની સંયુક્ત રાજ્યવ્યવસ્થાને કાયેદ ઈ. સ. ૧૯૦૦માં પસાર કરવામાં આવ્યો હતો. સંયુક્ત પાર્લમેન્ટનું કેન્દ્રસ્થાન કેનબેરા નગરમાં રાખવામાં આવ્યું છે. . સ. ૧૯૨૭ના મે માસમાં રાજપુત્ર ડયૂક ઑવું થાકે શહેનશાહના પ્રતિનિધિ તરીકે પિતાનાં પત્ની સાથે જઈ આ નગરમાં પાર્લમેન્ટના નવા મકાનને ખુલ્લું મૂકયું હતું.
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૭
દક્ષિણ આફ્રિકાઃ એનાં સંસ્થાના ઇ. સ. ૧૯૧૦માં એકત્ર થયાં છે. ત્યાં પણ ‘સેનેટ’ અને ‘હાઉસ આવ્ એસેમ્બ્લી’ એવી એ સભાવાળી પાર્લમેન્ટ છે. પહેલીમાં ૪૮ અને બીજીમાં ૧૩૫ સભ્યા છે.
:
દક્ષિણ આયર્લેન્ડઃ આ ભાગને તે ઇ. સ. ૧૯૨૨માંજ ‘આયરિશ ફ્રી સ્ટેટ’ નામ આપી સ્વરાજ્ય આપવામાં આવ્યું છે. તેની સેનેટમાં ૬૧ અને ચેમ્બર આવ્ ડેપ્યુટીઝમાં ૧૫૩ સભ્યો બેસે છે. ઉત્તરમાં આવેલું અલ્સ્ટર હજી ઈંગ્લેન્ડની મધ્યવર્તી સરકારનાજ તાબામાં છે; કેમકે તે દક્ષિણ આયર્લેન્ડ જોડે ભળવા માગતું નથી. તેના ૧૩ પ્રતિનિધિએ આમની સભામાં મેસે છે. ‘આયરિશ ફ્રી સ્ટેટ' હવે સંપૂર્ણ સ્વતંત્ર બન્યું છે, અને તેનું નામ ‘આયર' પાડવામાં આવ્યું છે.
આવાં સ્વરાજ્ય ભાગવતાં સંસ્થાનાને પરરાજ્ગ્યા જોડે સંબંધ બાંધવાને અધિકાર સંપૂર્ણપણે મર્યાદિત કરવામાં આવ્યા છે. તેએ પેાતાની જવાબદારીથી પરરાજ્યે જોડે રાજકીય વ્યવહાર કરી શકતાં નથી. આ સર્વ સંસ્થાનામાં રાજાના પ્રતિનિધિ તરીકે જે ગવર્નર જનરલ હેાય છે, તેને રાજાના પ્રતિનિધિ અને સંસ્થાનના ઉપરી અધિકારી એવી ખેવડી દૃષ્ટિથી રાજ્ય કરવું પડે છે. જો કે પ્રત્યેક કાયદામાં તેની મંજુરી મેળવવી પડે છે, પરંતુ મહત્ત્વના કાયદામાં શાહી સરકારની મંજુરીની અપેક્ષા રહે છે. સંસ્થાનાને વહીવટ ત્યાંની ધારાસભાને જવાબદાર એવા પ્રધાનમંડળની સહાયથી આ સુમે ચલાવે છે; માત્ર અમુકજ વિષયામાં તેને ગ્રેટબ્રિટનની સરકાર પર આધાર રાખવા પડે છે: બાકી એ પ્રધાના પેાતાના કાયદામાં ફેરફાર કરી શકે છે, પેાતાના અધિકારીએ નીમી શકે છે, અને પેાતાનું સ્વતંત્ર જળસ્થળ સૈન્ય નિભાવી શકે છે. પ્રજાસંધમાં તેમની બેઠક પણ જુદી હેાય છે. આ સિવાય સિલાન, જમૈકા, ફિફ્થ, મેરિશ્યસ, આદિ ક્રાઉન કાલેનીઝના વહીવટ ઘણે અંશે ઈંગ્લેન્ડે નીમેલા ગવર્નરના હાથમાં હોય છે. નવા મળેલા નાઇજીરિ, બ્રિટિશ ઈસ્ટ આફ્રિકા, દિ‘ સંરક્ષિત પ્રદેશને નામે ઓળખાતા દેશેશના કારભાર કમિશનરે અથવા રેસિડેન્ટ કરે છે. તે સંસ્થાન ખાતાના મંત્રીના હાથ નીચે ગણાય છે.
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૭૮
બ્રિટિશ હિં: હિંદના કારભાર માટે હિંદી વજીરની સત્તા સર્વોપરિ છે. તે હિંદના અમલ માટે પાર્લમેન્ટને જવાબદાર હાવાથી હિંદનાં દરેક અમલદારને હુકમ માકલી શકે છે. ઇ. સ. ૧૯૩૫ના કાયદાથી તેની સત્તામાં કાપ મુકાયેા છે; કારણ કે હવેથી જે વિષયે પ્રજાના ચુટાએલા સભ્યાને સોંપવામાં આવ્યા છે, તે વિષયેામાં તે માથું મારી શકે એમ નથી. પરંતુ હજુ પણ ગવર્નરાની ખાસ જવાબદારીના વિષયેામાં તે પેાતાનું ધાર્યુ કરાવી શકે એમ છે. ઇ. સ. ૧૯૧૯ના સુધારાથી પ્રાંતિક વહીવટમાં દ્વિમુખી સત્તા (Diarchy) દાખલ કરવામાં આવી હતી, પણ એ યેાજના સફળ નહિ થવાથી તેમાં યેાગ્ય ફેરફાર કરવા ઇ. સ. ૧૯૨૮માં સાઇમન કમિશન નીમવામાં આવ્યું. આ કમિશનની ભલામણેાથી અને રાઉન્ડટેબલ કાન્ફરન્સની બેઠકાને અંતે હિંદના રાજ્યઅંધારણને નવા ખšા પસાર કરવામાં આવ્યું. આથી પ્રાંતિક વહીવટમાં બધાં ખાતાં પ્રજાના પ્રતિનિધિઓના હાથમાં સોંપાયાં છે; જો કે તેમાં ગવર્નરાની ખાસ જવાબદારીવાળા વિષયેામાં ગવર્નર ધારે ત્યારે પેાતાની ખાસ સત્તાઓને ઉપયાગ કરી શકે એમ છે. મધ્યસ્થ સમવાયતંત્ર હજી અસ્તિત્ત્વમાં આવ્યું નથી, એટલે હાલમાં વાઇસરાય ધારાસભાને જવાબદાર ન હાય તેવી કારાબારી સભાની સંમતિથી વહીવટ ચલાવે છે. સમવાયતંત્રમાં એ કારોબારી સભા ધારાસભાને જવાબદાર બનશે; પણ ૮૦ ટકા જેટલા ખર્ચમાં ધારાસભા માથું મારી શકશે નહિ; ફક્ત ૨૦ ટકા જેટલા ખર્ચમાં ધારાસભાને અંકુશ રહેશે.
ગવર્નરાને હવે તેમની ખાસ જવાબદારીના વિષયે સિવાય ગવર્નરજનરલને જવાબદાર રહેવાનું નથી. આ કાયદાથી ગવર્નરાતે એટલી બધી સત્તા આપવામાં આવી છે, કે પ્રાંતિક સ્વરાજ્ય’ અને નવા ‘સમવાય તંત્ર'થી હિંદી પ્રજાને સંતાષ થયા નથી.
ઇંગ્લેન્ડની જામીનગીરીથી ચાલતા રાજ્યવહીવટવાળા પ્રદેશ ( Mandatory States ) મહાન્ વિગ્રહ પછી પ્રજાસંધે મેસેાપાટેમિ, પેલેસ્ટાઈન, જર્મન ઈસ્ટ આફ્રિકા અને વેસ્ટ આફ્રિકા-વગેરે પ્રદેશે ઈંગ્લેન્ડના વર્ચસ્વ નીચે મૂકયા છે. તેમના વહીવટને માટે બ્રિટન પ્રજાસંધને જવાબદાર છે.
Page #492
--------------------------------------------------------------------------
________________
૧૪૦૧
પરિશિષ્ટ ૧લું બ્રિટિશ રાજ્યબંધારણના સીમાસ્તંભ ઈ. સ. બનાવ
પરિણામ ૧૨૧૫ મેટો પટ્ટો.
રાજસત્તા પર બંધન મુકાયાં. ૧૨૬૫ સાઈમન ડી મોન્ટફડે પ્રજાના આમવર્ગને અવાજ રાજ્ય
લોકપ્રતિનિધિ તેડ્યા. વહીવટમાં દાખલ થયો. ૧૨૯૫
આદર્શ પાર્લામેન્ટ. અર્વાચીન પાર્લમેન્ટનું બીજ નખાયું. ૧૩૪૧
આમની સભા અને ઉમરા- હાલનું આમગૃહ અને અમીરગૃહ એમ
ની સભા જુદી પડી. બે સભાઓ બની. ૧૩૭૪ ભલી પાર્લમેન્ટ. રાજાના અધિકારીઓની તપાસ ચલાવ
વાના હકને દાવો પાર્લમેન્ટ કર્યો. પાર્લમેન્ટ મળી.
પાર્લમેન્ટે રાજાને આપવાનાં નાણું મંજુર કરતાં પહેલાં પ્રજાનાં દુઃખ દૂર
કરવાની માગણી કરી. ૧૬૦૩ * જેમ્સ ૧લાનું રાજ્યારોહણ. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ એક રાજાની
આણ નીચે આવ્યાં. ૧૬૨૮ હકની અરજી. રાજાની આપઅખત્યારી સત્તા પર
અંકુશ મુકાયો. १९४०-६० લાંબી પાર્લમેન્ટ. ચાર્લ્સ ૧લાનાં આપઅખત્યારી કાર્યો
રદ કરી તેના સલાહકારેને વધ કરવામાં
આવ્યો. સૈન્યસત્તાનું રાજ્ય સ્થપાયું. ૧૬૬૦ ચાર્લ્સ બીજે ગાદીએ આવ્યો. સૈન્યસત્તાનો અંત. યૂરિટનેએ કરેલી
રાજ્યક્રાન્તિ નિષ્ફળ ગઈ. હેબિઆસ કોર્પસ કાયદ. રાજસત્તા પર કાપ મુકાયો. ન્યાયપદ્ધતિ
નિર્મળ કરવામાં આવી. ૧૬૮૮ રાજ્યક્રાન્તિ.
લોકસત્તાને જય. ઈશ્વરી હકના
સિદ્ધાન્તને ફટકો. હકપત્રિકા. સૈન્યનો કાયદે. રાજા પ્રજા વચ્ચે કરાર થયા. -
ધર્મસહિષ્ણુતાને કાયદો. પાર્લમેન્ટનું ઉપરીપદ સ્થપાયું. : - ૧૧૯૪ - ત્રિવાર્ષિક કાયદે..
१९७८
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૮૦.
૧૭૦૧
૧૭૦૭
૧૭૧૫
૧૮૨૯
૧૮૩૨
૧૮૭૨
ઉત્તરાધિકારને કાયદે. રાજહક પર દબાણ. વંશપરંપરાથી
નહિ, પરંતુ લોકની ઇચ્છાથી રાજગાદી
મળે, એ સિદ્ધાંત સ્થપાયો. ઈંગ્લેન્ડ અને Úટલેન્ડની ઈંગ્લેન્ડ-ટલેન્ડ વચ્ચેની નિત્યની પાર્લમેન્ટનો સંયોગ. ઈર્ષા દૂર થઈ. બંને દેશનું હિત એક થયું, વિદ્રોહને કાયદે. દેશમાં વિહગ પક્ષને પગ મજબુત થયો. ગ્રેટબ્રિટન અને આયર્લેન્ડનું કેથેલિકોને અસંતોષ તીવ્ર થયો. જોડાણ. કેથલિક ધર્મવાળાને 2. પાર્લમેન્ટમાં આવવા માટે કેથેલિક
ધર્મવાળાને છૂટ થઈ સુધારાને કાયદે. પાર્લમેન્ટમાં પેઠેલો સડે દૂર કરી તેને
પ્રજાની ખરેખરી પ્રતિનિધિ બનાવવા
નો પ્રથમ પ્રયત્ન કરવામાં આવ્યો. સુધારાને બીજે કાયદો. મતાધિકારનો વિસ્તાર. ગુપ્ત મત આપવાને કાયદે. પ્રતિનિધિ પસંદ કરવામાં બહારનું
દબાણ ટાળી દઈ મતદારનું સ્વાતંત્ર્ય
સાચવવામાં આવ્યું. સુધારાને ત્રીજે કાયદે. મતાધિકારને વધારે વિસ્તાર. - પાર્લમેન્ટને કાયદે. અમીરોની સભાની સત્તા પર કાપ
પડ્યો. આમની સભા સર્વોપરિ બની પ્રજાપ્રતિનિધિત્વને કાયદે. ૩૦ વર્ષ ઉપરની સ્ત્રીને મતાધિકાર માન્યો. હિંદના રાજ્યવહીવટનોકાયદે. મેન્ટ–ફર્ડ સુધારા દાખલ થયા. આયર્લેન્ડને સ્વરાજ્ય આયરિશ પ્રજાના સ્વાતંત્ર્યયણની આપવાનો કાયદો. સમાપ્તિ. મજુરપક્ષનું પ્રધાનમંડળ. મજુરપક્ષ અધિકારપદે આવવાને
બનાવ પહેલવહેલ બન્યો. પાર્લમેન્ટને સુધારે. ૨૧ વર્ષની ઉંમરનાં સ્ત્રીપુરુષને
મતાધિકાર અપાયો. રાષ્ટ્રીય પ્રધાનમંડળ સ્થપાયું. હિંદના રાજ્યવહીવટનો ખર. હિંદમાં સમવાયતંત્રના ઘારણે રાજ્ય
ચલાવવા ને suદા પસાર થયા.
૧૮૮૪. ૧૯૧૨
કેટ૨૮
૧૯૧૯
૧૯૨૨.
૧૯૨૪
૧૯૨૮
૧૯૩૧ ૧૯૩૫
Page #494
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ રજૂ
સમયરેખા બનાવો (બ્રિટન) સાલ
બીજા દેશના બનાવે
૧૬૦૦
રાજાનું નામ અર્ટ વિશ. | ૧૬૩-૧૭૪ જેમ્સ ૧૯ ૧૬૩-૧૬૨૫
જેમ્સ ૧લે ગાદીએ આવ્યા.
હેપ્ટન કેર્ટ કોન્ફરન્સ છે. દારૂગોળાનું કાવતરું
:
છે?
સેમ્યુઅલ ડી ચેપ્લેને વિબેકમાં ૨
સંસ્થાના સ્થાપ્યું. અલ્ટરની સ્થાપના ઈસ્ટ ઈન્ડિઆ કંપનિએ સુરતમાં કાઠી
અલસ્ટર પરગણું સ્થપાયું.
' 'નાખી. . .
!
Page #495
--------------------------------------------------------------------------
________________
રાજાનું નામ
બનાવે (બ્રિટન)
બીજા દેશના બનાવે
૩૦ વર્ષની લડાઈ શરૂ થઈ..
યુ એન્ડ સ્થાનની સ્થાપના. – વલંદાઓએ એમ્બેયનામાં અંગ્રેજોની
કતલ કરી
બેકન પર કામ ચલાવ્યું.
ચાર્લ્સ ૧લે ગાદીએ આવ્યા.
ચાર્લ્સ ૧લે. જે કે
છે પ્રજાના હિકાની અરજી.
કેરોલીન સ્થપાયું.
મેરીલેન્ડની સ્થાપના.
નૌકાવે નંખા.
Page #496
--------------------------------------------------------------------------
________________
દેશરક્ષક વેલ. ૧૬૪૯-૧૬૬૨
કાટ લેાકાએ કરેલા કરાર
લેાંગ પાર્લમેન્ટ મળી. ૧૦ ગ્રાન્ડ રીમાન્દ્વન્સ આંતરવિગ્રહ
ધર્માધ્યક્ષ હોયને કાં
અાફ્રિઝ પૂર્ણ
ચાર્લ્સને ફ્રાંસી પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના
નેવિગેશન એકટ ઈન્સ્ટ્રુમેન્દ્ર આવ્ ગવર્નમેક્રેટ
કર્ક જીતાયું.
ચાર્લ્સ બીજાનું પુનરાગમન
૧૬૫૦
૧૧૬૦
કનેક્ટીકટ સ્થપાયું.
ન્યુ ઈંગ્લેન્ડ ફીડરેશન
અંગોએ જમૈકા મેળવ્યું.
૪૩
Page #497
--------------------------------------------------------------------------
________________
બનાવે (બ્રિટન)
સાલ
બીજા દેશના બનાવે
સજાનું નામ ચાર્લ્સ બીજે. ૧૬૬૦–૧૬૮૫
પોર્ટુગલના રાજા પાસેથી ચાર્લ્સ બીજાને
મુંબઈ બેટ પહેરામણીમાં મળ્યું. તે ઈસ્ટ ઈન્ડિઓ કંપનિને વાર્ષિક ૧૦ પૌડે ભાડે આપે,
બીજે ડચ વિગ્રહ.
ત્રિરાજ્ય સંધિ ડોવરની ગુપ્ત સંધિ ધાર્મિક છૂટનું જાહેરનામું
કસોટીને કાયદે
હેબિઆસ કોર્પસ એકટ
| ચાર્લ્સ બીજાનું અત્ય. જેમ્સ બીજે ગાદીએ.
Page #498
--------------------------------------------------------------------------
________________
જેમ્સ બીજો. ૧૬૮૫-૧૬૮૨
વિલિયમ ત્રીજો અને મેરી. ૧૬૮૯-૧૭૦૨
એન રાણી ૧૭૦૨-૧૦૧૪
રાજ્યક્રાન્તિ
પ્રજાના હકનું જાહેરનામું ભાઈનની લડાઈ ૧૬૯૦
ગ્લુકાની કતલ
ઈંગ્લેન્ડની બેંક સ્થપાઈ.
ગાદીવારસાના કાયદા એન રાણી ગાદીએ આવી.
બ્લેનહીમની લડાઈ
ઈંગ્લેન્ડ અને સ્કાર્ટલેન્ડનું જોડાણ
અંગ્રેજોએ કલકત્તામાં કાઠી નાખો.
આયર્લૅન્ડ માટે સજાના કાયદા.
ડેરિઅનની ચેાજના.
૧૭૦૦ વિભાગ સંધિએ. (સ્પેનના ગાદીવારસા માટે)
અંગ્રેજોએ જીબ્રાલ્ટર જીત્યું.
ઔરંગઝેબનું મૃત્યુ.
૪૮૫.
Page #499
--------------------------------------------------------------------------
________________
રાજાનું નામ મુખ્ય પ્રધાન' બનાવો (બ્રિટન)
| સાલ
બીજા દેશેના બનાવે
૧૭૧
ચાર્લ્સ છો આઆિની ગાદીએ,
હેલેવર વંકા. ૧૭૧૪–૧૯૧૪
જે ૧લે. ૧૭૧૪–૧૭૭
યુટની સંધિ,
એનનું મૃત્યુ જેમ્સ એડવને બળવે
સપ્તવાર્ષિક કાયદે
- લુઈ પંદરમે ફ્રાન્સની ગાદીએ આવ્યો.
39
સાઉથ સી બબલ વૈભૈલ પ્રધાનપદે
વૅલ્પલ | ૧૭૨૧-૧૭૪૨
ચાર્લ્સ છઠ્ઠાનું વસીયતનામું,
પૅર્જ બીજે ગાદીએ
૧૭૨–૧૭૬૦ |
Page #500
--------------------------------------------------------------------------
________________
વિમિગ્ટન અને પેટ્ઠામ. લ્ડિંગ.
૧૭૪૨-૧૭૫૪
વાક્ષ્પાલનું એકસાઈઝ બિલ
જેન્સીનના કાનના વિગ્રહ આસ્ટ્રિના ગાદીવારસાને
વિગ્રહ
ચાર્લ્સ એકનો બળવા
૧૭૩૦
૧૭૪૦
૧૭૫૦
મૅરિયા થેરેસા સ્ટ્રિઆની ગાદીએ. ફ્રેડરિકે સાઈ લિશિઆ જીતી લીધું.
rejalar va gry na ફ્રેન્ટનાયમાં અંગ્રેજોના પરાજય.
એલા—શાપેલની સંધિ.
ક્લાવિની આર્ટ
હે
Page #501
--------------------------------------------------------------------------
________________
રાજાનું નામ | મુખ્ય પ્રધાન
જ્યાર્જ ત્રીજો. ૧૦૬૦-૧૮૨૦
ન્યૂકેસલ. ૧૭૧૪–૧૭૬૩
બ્યુટ. ગ્રેન્લીલ. રાર્કિંગહામ. ચેધામ.
ગ્રેન.
લાર્ડ નાથ ૧૭૭૦-૧૭૮૨
મનાવા (બ્રિટન)
વિલિયમ પિટ્ટયુદ્ધમંત્રી સસવાર્ષિક વિગ્રહ * વુલ્ફે કિવએક જીત્યું. જ્યાર્જ ત્રીજો ગાદીએ
પેરિસની સંધિ
સ્ટેમ્પ એકટ
એસ્ટન ટી પાર્ટી
સાલ
૧૭૬૦
૧૭૭૦
બીજા દેરોાના બનાવે
વાન્દીવાશના યુદ્ધમાં ફ્રેંચેાની હાર.
૪
Page #502
--------------------------------------------------------------------------
________________
સંસ્થાની પહેલી કેસ મળી, બંકરહિલની લડાઈમાં ઈગ્લેન્ડને વિજય. સંસ્થાને સ્વતંત્રતાનું જાહેરનામું
બહાર પાડયું.
૧૦૮૦
સંસ્થાને સ્વતંત્ર થયાં.
નોર્થ-ફોકસ નાનપિટ્ટપ્રધાનપદે વર્સેલ્સની સંધિ
પિઢનું હિન્દી બિલ ૧૭૮૩-૧૮૦૧
ફ્રાન્સ સાથે વેપારી કરાર
R
''' :
૧૭૯૦
બેસ્ટીલના કિલ્લા પર હલ્લો. ફ્રાન્સની
રાજ્યક્રાન્તિ.
પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના. ફ્રાન્સનાં રાજા-રાણીને વધ.
૧૭૫
Page #503
--------------------------------------------------------------------------
________________
રાજાનું નામ મુખ્ય પ્રધાન
બનાવો (બ્રિટન)
| સાલ
બીજા દેશના બનાવે
પિટ્ટ ૧૭૮૩-૧૮૦૧
નાઈલનું યુદ્ધ નેપોલિયન સરમુખત્યાર બન્યા.
૧૦ ઈંગ્લેન્ડની પાર્લમેન્ટ અને આયરિશ
કોપનહેગનનું યુદ્ધ
પાર્લમેન્ટનું જોડાણ
એડિટન
. . -
નેપોલિયન શહેનશાહ બને. બલિનનાં ફરમાન.
-ટ્રફાલ્ગરનું યુદ્ધ અને નેલ્સનનું મરણ ગ્રેવીલ. પોર્ટલેન્ડ નાના પિંટ્રનું મૃત્યુ
પસવલ.
40 *
*
,
*
દીપકલ્પીય વિગ્રહ. મે તરફ નેપોલિયનની કૂચ.
1 લિવરપૂલ ૧૮૧૨–૧૮૨૭)
કૅટર્લીનું યુદ્ધ
પાલિખઃ સેટ હેલીનામાં કેદી તરીy.
Page #504
--------------------------------------------------------------------------
________________
જર્યોજે ચોથે. ૧૮૨૦–૧૮૩૦
આયર્લેન્ડમાં કેથલિક એસોસિએશનની
સ્થાપના.
વલિ
':'
.
૧૮૩માં
આયરિ રોમન કેથલિક બંધનમુક્તિ.
ગ્રીસની સ્વતંત્રતા.
ઈગ્લેન્ડમાં રેલવે કેનિંગ. ગેડીક,
સ્ટીવન્સનનું રેકેટ વિલિયમ શે. ૧૮૩૦–૧૮૩૭.
પહેલો સુધારાને કાયદો પહેલે ફેકટરી એકટ ગુલામી
નો અંત - મેબેન. પીલા ગરીબના કાયદામાં સુધારે મેર્ન
હકઝાથીઓની ચળવળ
સાઉથ આલિસમાં સંસ્થાજસ્થપાયું. ' “ધી છેટે ટ્રેક” '
Page #505
--------------------------------------------------------------------------
________________
રાજાનું નામ | મુખ્ય પ્રધાન
મહારાણી વિકટારિઆ.
પીલ
૧૮૩૭–૧૯૦૧ | ૧૮૪૧–૧૮૪૬
લાર્ડ જ્હાન રસેલ ૧૮૪૬-૧૮૫૨
ડર્બી
એડિન
પામર્સ્ટન
*
પામર્સ્ટન ૧૮૫-૧૮૬૫
અનાવા (બ્રિટન)
સાલ
ટપાલની ચેાજના ૧૮૪૦
અનાજના કાયદા રદ થયા.
મહાન પ્રદર્શન
૧૮૫૦
૧૯૬૦
બીજા દેરાના બનાવી
ચીન તરફથી હોંગક્રાંગ મળ્યું.
આયર્લેન્ડમાં દુકાળ. સ્પેનના લગ્નપ્રશ્ન.
બળવાનું વર્ષ.
હિંદમાં મળવા.
૪૯૨
Page #506
--------------------------------------------------------------------------
________________
પામર્સ્ટન ૧૮૬૫ સુધી
પ્રિન્સ આલ્બર્ટનું મરણ
રસેલ. ડાઁ. ડિઝરાયેલી પાર્લમેન્ટના
સુધારાના ખીજ કાયદા
ગ્લેડસ્ટન
૧૮૬૮૧૮૭૪ પ્રજાકીય કેળવણીના કાયા
ગ્લેડસ્ટન
૧૮૮૦-૧૮૮૫
એલટ એકટ
ડિઝરાયેલી મજુરપક્ષ પહેલવહેલા પાર્લમેન્ટમાં
૧૮૭૪-૧૨૨૦
આવ્યા.
વિકટારિઆ હિંદનાં મહારાણી
બન્યાં.
૧૮૭૦
૧૦૮૦
બિસ્માર્ક પ્રશિઆના મુખ્ય પ્રધાન બન્યા.
આસ્ટ્રિઆ—પ્રશિઆની લડાઈ
જર્મન મહારાજ્યના પાયા ôખાયા.
રશિઓ—ટીની લડાઈ બર્લિનની સંધિ
ખાર લેાકાની મેજીબાહિલ આગળ જીત, અને શિઆમાં ત્રીજો અલેક્ ઝાન્ડર રાજા અન્યા,
va
Page #507
--------------------------------------------------------------------------
________________
બનાવે,
રાજાનું નામ મુખ્ય પ્રધાન બનાવે (બ્રિટન) સાલ બીજો
૮ : ' | પાર્લમેન્ટની સુધારણને ત્રીજેમહારાણી
કાયદ. વિકટેરિઆ. | સાલ્સબરી | આયર્લેન્ડનું પ્રથમ હેમરૂલ બિલ - - ૧૮૩–૧૯૦૧ ગ્લૅડસ્ટન
સાલ્સબરી ૧૮૮૬-૧૮૯૨,
બિસ્માર્કની પડતી.
૧૯૯૦
ગ્લૅડસ્ટન ૧૮૯૨-૧૮૯૪ આયર્લેન્ડનું બીજું હેમરૂલ બિલ * ઝબરી
સાલ્સબરી ' ૧૮૯૫-૯૦૨
નિકોલસ રેશિઓને ઝર બન્યા.
૧૯૦૮
એડવર્ડ સાતમે. --- - ૧૯૦૧-૧૯૧ બાફર |
૧૯૦૨-૧૯૦૫
ઓસ્ટ્રેલિઆનાં બ્રિટિશ સંસ્થાનનું
એકીકરણ. બેર લેકે તાબે થયા, , , :
Page #508
--------------------------------------------------------------------------
________________
કેમ્પબેલ બેનરમેન ૧૯૦૫-૧૯૦૮
ટ્રાન્સવાલને સ્વરાજ્ય મળ્યું.
૧૯૧૦
એસ્કિવથ
૧૯૦૮–૧૮૧૬ ચેંજે પાંચમે. ૧૯૧૦–૧૯૩૬ વિંડસર વંશ
સાઉથ આફ્રિકાનું સંયુક્ત રાજ્ય બન્યું.
પાર્લમેન્ટને કાયદે
૧૯૧૪-ચાલુ | = : ||
- મહાન વિગ્રહની શરૂઆત
| લૈઈડ
જ
a fe:
૧૯૨૬-૧૯૨૨ [f' '
એને મતાધિકાર
પ્રજાસંધની સ્થાપના-રશિઅન ક્રાન્તિ.
આયર્લેન્ડ ફી સ્ટેટ બન્યું.
બેનર હૈ બાલ્ડવિન
:: || મેકડોનાલ્ડ
મજુર પ્રધાનમંડળ
હes
જર્મની પ્રજાધિમાં ભળ્યું.
Page #509
--------------------------------------------------------------------------
________________
રાજાનું નામ મુખ્ય પ્રધાન બનાવે (બ્રિટન)
| પુખ્ત ઉમરની સ્ત્રી-પુરુષોને
મતાધિકાર મૅકડોનાલ્ડ
નેશનલ પ્રધાનમંડળ
સાલ બીજા દેશના બનાવે – કેલોગ કિટ ન રહાઈનલેન્ડમાં જર્મનીને પ્રવેશ.
પેન પ્રજાસત્તાક બન્યું. દુનિયાની આર્થિક પરિસ્થિતિમાં
હિંદ માટે
બંધારણને કાયદે.
બાલ્ડવિન | જર્જ પાંચમાને રીપ્યમહોત્સવ ન્ધાર્થ છો.
પાંચમા વેંર્જનું મરણ ૧૯૩થી ચાલુ.
એડવર્ડ ગાદીએ–ગાદીત્યાગ
પૅર્જ છઠ્ઠાનું રાજ્યારોહણ ચેમ્બરલેઈન
|
નેવિલ .
૧૯૪૦
Page #510
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩જીં
પ્રશ્ના
1. Write briefly about the political, social, and religious conditions of the people in England before the Normans came.
2. How was kingship established by the Tutons? How was the power of the king limited?
3. What do you know about Witan-a-Gamot ? Describe its constitution and functions.
4. What do you know about William the Conqueror? Write a short note on his Feudal System. 5. Write short notes on Doomsday Book.
6. How was the throne of England transferred from the Norman family to the Anju family?
-Plantagenates
7. Why was there a quarrel between Henry II and Backet? What was the result? II 1
8. What do you know about the Crusades ? Name the kings that took part in the Crusades.
9. What is Magna-Charta? Under what circumstances was it signed by king John? Show that it is an important milestone on the way to liberty. 10. Under what circumstances did Wales become a part of England?
ફર
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૯૮ 11. Write what you know about the main features of the Plantagenate period ?
12. Write short notes on : (a) Black Prince, (b) Good Parliament, (c) Lolards.
13. What do you know about the Hundred Years' War? What was the condition of England at the end of it?
14. Whom do you consider greater of the two Edward I or Edward III ? Give reasons.
15. What were the effects of the Wars of Roses upon the political condition of England ?
-Tudors1. What was the condition of England when Henry VII came to the throne ? What measures did he take to pacify the country ? ( B. U. 1930).
2. What were the measures employed by Henry VII to secure the throne to himself and his family and to strengthen the power of the crown ?
3. Briefly discuss the domestic and foreign policy of Henry VII.
4. Why is the accession of Henry VII regarded as marking the beginning of the New Era in the History of England ?
5. What is Reformation? Why was it received so well in England ? How did Henry VIII break the papal power? How was the reformed church finally established in England ? ( B. U. 1919).
Page #512
--------------------------------------------------------------------------
________________
rece 6. Discuss the home and foreign policy of Henry VIII.
7. Sketch the careers of Thomas Wolsey, and Martin Luther.
8. Write what you know of Marry Tudor, Marry Queen of Scots, and Lady Jane Grey.
9. What led Philip of Spain to send the Armada to England ? How do you account for its defeat ? What was the effect of this defeat upon the náväl power of England ? (B. U. 1927, 1928, 1932.)
10 “Elizabeth found England divided and weak; and left it united and strong.” Explain this remark with reference'to Elizabeth's difficulties and achievements. (B. U. 1921)
11. "Elizabeth's reign is said to be the Golden Age of the Tudor period.” Justify the remark.
12. Describe the literary, commercial, and seafaring activities of the English people in the reign of Elizabeth. (B. U. 1925).
13. How will you show that Elizabeth's reign forms one of the most brilliant periods in English History ? (B. U. 1928 )
14. Estimate Elizabeth as a woman and as a sovereign. (B. U. 1933)
15. How do you account for the rivalry between England and Spain in tne reign of Elizabeth ? How did this rivalry end ! ( B. U. 1934)
Page #513
--------------------------------------------------------------------------
________________
400
16. Why does the Tudor period indicate the dawn of a new era? (B. U. 1934)
17. Give a brief sketch of the attitude of different Tudor Kings towards Reformation. (B. U. 1926)
18. Discuss the attitude of Henry VIII and Elizabeth towards Reformation. (B. U. 1931)
19. How do you account for the despotic power which the Tudor sovereigns were allowed to exercise? Why were they popular? (B. U. 1926)
: 20. What traits marked the character of most of the Tudor sovereigns? How do you explain the servility of the parliaments of the Tudor period? (B. U. 1932)
1. 21. What were the characteristics common to the Tudor sovereigns? How do you account for the fact that in the Tudor period the House of Commons. increased very much in power and importance!
(B. U. 1928)
22. Write short notes on:
Star Chamber Court, Statutes of Livery and Maintenance, Pilgrimage of Grace.
23. Write one characteristic sentence on each of the following persons :
1. Lambert Simnel
2. Perkin Warbeck 3, Poyning.
4. Catherine.
5. Duke of Summerset. 6. Lady Jane Grey.
Page #514
--------------------------------------------------------------------------
________________
7. Marry-Queen of Scots. 8. Bloody Marry.
9. Walter Raleigh.
24. Arrange the following events in the chronolo
gical order :
10. Admiral Drake. 11. John Hawkins. 12. Cardinal Wolsey.
1. The Establishment of the E. I. Co.
2. Loss of Calais
3. Translation of Bible 4. Battle of Bosworth
5. The Act of Supremacy
6. Ruin of the Papal power in England.
7. Poyning's law.
8. Defeat of Spain. 9. Luther's protest against Pope.
-Stuart Period
1. What do you know of the character of James I? What made him quarrel with his parliaments? (B. U. 1925)
2. "Never had a sovereign a higher notion of his dignity, never was any less qualified to sustain it." Justify the remark about James I. (B. U. 1925)
3. What are the main points of dispute between James I and his parliaments?
4. "No man so good was ever so bad a king! No man so fallible believed so honestly in his infallibility." Explain the remark abont the character of Charles I.
5. Describe the main points of dispute between Charles I and the House of Commons.
Page #515
--------------------------------------------------------------------------
________________
6. Describe the absolute government of Charles I without parliaments from 1629 to 1640.
7. When and under what circumstances did the Long Parliament meet ? Why was it so called? What was the general policy of this parliament in the beginning, and what were the measures passed by it; during the first year of its sitting ?
8. What were the main points of dispute between Charles I and his parliaments? What is the importance of the Petition of Rights?
9. Who were the chief advisers of Charles I ? What influence did they excercise over his policy and with what result ? (B. U. 1923)
10. Sketch the career of Oliver Cromwell, describing the part played by him in the Civil War.
11. Show how Oliver Cromwell rose into power. Analyse his system of Government.
12. How did Cromwell come to power after the execution of Charles I ? Give a brief sketch of his, home and foreign policy. (B. U. 1925)
13. What do you know of Oliver Cromwell as a. man, a soldier and a ruler ? ( B. U. 1931 )
14. Explain what is meant by the Convention Parliament. Describe the measures passed by it after the Restoration.
15. What do you know about the Cavalier Parlament? What are the acts passed by the said. Parliament?
Page #516
--------------------------------------------------------------------------
________________
૫૦૩ 16. State the causes of Charles Il's popularity in the beginning of his reign. Why did he grow unpopular after a few years ? (B. U. 1924 )
17. Describe the home and foreign policy of Charles II.
18. How did Cromwell raise the honour of England abroad? What can be said of Charles II in this respect ? (B. U. 1933)
19. What were the relations of Charles II with his parliaments? Compare them with those of Charles I with his parliaments.
20. What was the position of England in the reign of Charles II ? How far was the king responsible for it? (B. U. 1926 )
Citarungnarriniai c 21. Mention some of the unconstitutional means of James II, and show how they led to the revolution of 1688. (B. U. 1922-1934)
.22. How did James II forfeit the good will of his subjects ? (B. U. 1931)
23. What were the results of the revolution of 1688 ? Why is it called the glorious Revolution ?
24. What were the effects of Revolution on (a) The Standing Army (b) Appointment of ministers (c) Position of the judges. (B. U. 1921)
25. How did the Revolution of 1688 affect (a). The relative position of the sovereign and the parliament, (b) Administration of Justice and (c) The grant of supplies of money. (B. U. 1928, 1932.)
Page #517
--------------------------------------------------------------------------
________________
૫૦૪
26. Why did William accept the crown of England? How far was he supported by the English people in his foreign policy? (B. U. 1924)
27. Give a brief account of the domestic and foreign policy of William III, and account for his unpopularity. What was the position of the parliament in his time? (B. U. 1933)
28. How will you show that William III was a great statesman? Account for his unpopularity and also for the increase in the strength and power of the Parliament in his time. (B. U. 1927) 29. Why was it necessary to bring about the Union of England and Scotland? (1707). How did it ~4fffect 'édéh` ́of them (B. U. 1929, 1936.)
30. Write short notes on:
1. Divine Right of Kings. 2. Petition of Rights. 3. Instrument of Government.
4. Habeas Corpus Act.
5. Declaration of Rights. 6. Civil List.
7. Act of Settlement.
8. Duke of Marlborough.
31. Arrange the following events in the order in
which they occurred :
1. The act of settlement. 2. The Glorious Revolution. 3. The Bill of Rights. 4. Habeas Corpus Act. 5. Secret treaty of Dover. 6. Union of England and
Scotland.
7. Test Act.
8. Shipmoney Tax.
9. Death of Charles I. 10. Instrument of
Government
Page #518
--------------------------------------------------------------------------
________________
૫૦૫
32. Write one characteristic sentence on any one
of the following
1. Buckingham.
2. Strafford.
3. Laud.
4. Hampdon.
5. Clarendon.
-:
46
6. Denby.
7. Lord Shaftsbury.
8. Monmouth.
9. Marlborough.
10. Sunderland.
-Hanoverian Period
1. The act of settlement gave us a foreign king, and the foreign king gave us a prime minister". Justify the statement of an English Historian.
2. Review the circumstances which enabled the Whigs to maintain their assendency under the first two Georges. (B. U. 1935)
3. Sketch the career of Walpole with particular reference to his services in regard to constitutional, colonial, and financial matters. (B. U. 1923)
4. What, in your opinion, were the strong and weak points of Walpole's administration? (B. U. 1928) 5. Estimate Walpole as an administrator and as a financier.
6. What was the nature of the rivalry between England and France during the 18th century? What part did Elder Pitt play in this struggle? (B. U. 1922) 7. What is the importance of the treaty of Paris? 8. Show how the Seven Years' War paved the way for the war of Amercian Independence.
Page #519
--------------------------------------------------------------------------
________________
- 9. Explain clearly the meaning of "Patriot King" as used by George III. To what extent did he succeed in his ambition and how ? (B. U. 1926)
10. What new principles of Government did George III try to introduce and with what results ? (B. U. 1930)
11. Sketch the career of Elder Pitt with special: reference to his work as a war minister. (B. U. 1925)
12. Discuss the claims of William Pitt the Earl of Chadham to greatness as a patriot and as a statesman. (B. U. 1933)
13. Briefly describe the causes and effects of the American war of Independence. What was the attitude of the leading English statesmen of the time towards the question ? (B. U. 1928)
14. How did England's quarrel with the American Colonies begin? How far were the Americans justified in their resistance ? (B. U. 1924)
15. “The blunder of Grenville's ministry cost England her richest colonies in America.” What was the blunder ? What was its result?
16. What was the main cause of quarrel between England and the American colonists? Summarise the views of different English statesmen of the time.
17. Review the policy of Pitt-the Younger before the outbreak of the French Revolution. How did this event affect his domestic policy? (B. U. 1934).
Page #520
--------------------------------------------------------------------------
________________
you 18. Describe the foreign policy of Younger Pitt: and say how far he was succeessful as a war minister.
19. Compare two Pitts as peace and war ministers. Point out the common features of their character. (B. U. 1927)
20. Briefly describe the causes of the French Revolution.
21. Describe in brief the opinions of the English statesmen on the French Revolution.
22. What was the part played by sea-power in the defeat of Napoleon Bonaparte ? (B. U. 1930)
23. Write short notes on Berlin Decrees versus Orders in Council. Describe their effects. (B. U. 1921).
24. How did Napoleonic wars affect the commerce of England ? To what, do you attribute, the unrest of people after those wars ? What were the results ?
25. What reforms were introduced in the reign of George IV by Huskisson and Peel ?
26. Mention the events under which the disabilities of the Roman Catholics were finally removed. Who were the greatmen whose names are associated with this relief ? (B. U. 1929-1933)
27. What was the state of Franchise in England before the reform Act of 1832 ? Give an account of the struggle that preceded the passing of Reform Bill. of 1832. State its provisions and general effects.
Page #521
--------------------------------------------------------------------------
________________
MOC
: :28. Give an account of the important political and social reforms introduced in England during the reign of William IV. (B. U. 1925).
29. What were the political and economic grievances of the people of England from the end of the Napoleonic wars to the middle of the 19th century ? How were they remedied ? (B. U. 1923)
30. What do you know of the Corn-Laws ? How did the Anti-Corn-Law League agitate against them ? How and when were its efforts rewarded ? (B. U. 1636)
31. Explain the reasons which led to the Chartist Movement. What were the demands of the Chartists ? How far have those demands been granted ? (B. U. 1935)
32. How was England affected by the industrial revolution during the latter half of the 18th century ? (B. U. 1921)
33. Give a brief sketch of the career of Lord Palmerston. Why is he called a conservative at home and revolutionist abroad?
34. Give a brief sketch of Gladston's career, and your estimate of him as a statesman. (B. U. 1929) .. 35. Give a brief estimate of Gladstone as a finarcier and as a statesman.
36. Sketch the carrer, principles and policy of Disraeli.
37. What were the views of Disraeli on the (a) Abolition of Corn-Laws, (b) The Irish Question, (c) The Eastern Question. (B. U. 1925)
Page #522
--------------------------------------------------------------------------
________________
પ૯
38. Compare and contrast the domestic and foreign policies of Gladstone and Disraeli. (B. U. 1934) 39. Describe briefly the parliamentary and other reforms in the reign of Victoria.
40. Trace briefly the history of Ireland from the aceession of Henry VII (1485) to the Union of Ireland in 1800.
41. Give a short summary of the relations between England and Ireland from 1800 to 1893. (B. U. 1930)
42. What were the various attempts made to grant Home Rule to Ireland? What has been the attitude of Ireland towards them? (B. U. 1921)
43. Trace the foreign policy of England from 1815 A. D. to 1900 A. D.
44. How was England affected by the Industrial Revolution during the 19th century?
45. Describe, in brief, the social and scientific progress in the 19th century and after.
46. What was the state of Franchise in England before the reform act of 1832? By what stages has this right been extended since then? (B. U. 1922)
47. What were the chief measures of political and social reforms which were passed between 1832 and 1837 (B. U. 1930).
48. Write a note on the growth of the British Empire.
Page #523
--------------------------------------------------------------------------
________________
49. Which are the five great self-governing colonies in the British common wealth? What important features are common to them all ?
50. How did the Union of South Africa come about?
51. How did Walpole and Newcastle maintain their power as Prime Ministers ? State in brief how Pitt the Elder changed the policy and advanced the national interests of England. (B. U. 1936. Nov.)
52. Rearrange the events in Group I in a chronological order and place them opposite the names in Group II with which they are associated:Group I
Group II Repeal of Corn-Laws
Peel Invention of the "Mule"
Feargus O'connor Excise Bill
Walpole Battle of the Nile
Napoleon Berlin Decrees
William Pitt Chartist Movement
Lord North Heights of Abraham
Grenville Regulating Act
Crompton Stamp Act
Nelson Union between England & Treland Wolfe . 53. Rewrite the following in order in which they took place. (1) Bank Charter Act (4) Abolition of Slavery. (2) First Reform bill. (5) Chartist Movement (3) Battle of Trafalgar (6) South sea Bubble :
Page #524
--------------------------------------------------------------------------
________________
પ૧
(7) Capture of
(9) Manchester Massacre Sebastopole
(10) Rebellion of Young (8) Capture of Quibec Pretender
54. What is the Eastern Question ? How far England succeed in solving it ?
55. What important constitutional measures were passed by the British Parliament in the 19th century?
56. What were the circumstances that led to the Union of England and Ireland ?
57. Explain the following: -
(a) “ Durham made an empire büt marredà career ”.
(b) “Palmerston was a conservative at home but a liberal abroad”.
58. Answer the following:
(a) What were the constitutional effects of the Hanoverain Succession ?
(b) How did Gladstone complete his master's work ?
(c) Mention the law governing to the successioh to the British throne ?
59. Write short notes on:(i) Walpole's Excise Scheme. (ii) Stamp Act. (iii) Importance of the battle of Nile. (iv) The Union of England and Ireland. (v) Roman Catholic Emancipation. -
Page #525
--------------------------------------------------------------------------
________________
પાર
(vi) The Home Rule Bill for Ireland.
(vii) The Berlin Decree.
(viii) Septennial Act.
60. Write a short character sketch of each of the following:
(a) James Wolfe (b) John Wilkes (c) Edmond Burke (d) James Fox (e) William Wilberforce (f) Daniel O'connel.
61. Mention in one sentence each the outstanding work or event with which the following persons are associated:
(6) Captain Cook (7) John Wilkes (8) Grenville
(9) George Washington
(10) Florence Nightingale
62. Write briefly what you know of the following
(1) Bolingbroke
(2) Stanhope
(3) Townshend
(4) John Wesley
(5) General Wolfe
persons:
(1) Duke of Wellington (2) Sir Robert Peel (3) Palmerston
(4) Gladstone
(5) Disraeli (6) Parnell
characteristic sentences about the
63. Write two following:(1) John Cabot (2) Benjamin Franklin (3) William Wilberforce
(4) Adam Smith
(5) Rousseau
(6) Lord Nelson
(7) James Watt
(8) Parnell
Page #526
--------------------------------------------------------------------------
________________
(9) Thistlewood (10) George Stephenson (11) James Macadam (12) Rowland Hill
મા૩
(13) Huskisson (14) David Livingstone (15) Lord Durham (16) Richard Cobden
-British Constitution
1. Discuss briefly how limited monarchy has been gradually established in England.
2. What are the prerogatives of the British Sovereign? How will you show that they cannot be exercised against the wishes of the House of Commons? (B. U. 1927)
3. Mention the prerogatives of the British Sovereign, How far does he exercise them? (B. U. 1935)
4. What is the position of the Sovereign in the British Constitution? How does he stand in relation to the House of Commons so far as the exercise of his powers is concerned? (B. U. 1931)
5. Write what yon know about the position of the Sovereign and the supremacy of the House of Commons in British Constitution. (B. U. 1923)
6. Write what you know of the composition, constitution, and powers of the House of Commons. 7. Describe the functions and powers of the House of Commons. (B. U. 1935)
8. Describe the present position and functions of the House of Lords. (B. U. 1934)
9. What are the privileges of the House of Lords?
;
AT OFTEN
33
Page #527
--------------------------------------------------------------------------
________________
પ૧૪
: 10. State briefly the special functions of the House of Lords and the House of Commons. How far is the upper house useful as a revising chamber ? (B. U. 1936)
11. Write what you know of the constitutional functions and the powers of the House of Commons. What are the relations between the two houses of the parliament in matter of money Bills and ordinary Bills ? * 12. How is the Cabinet formed ? Describe the composition of the Cabinet and the position of the Prime Minister as its leader. (B. U. 1936)
13. What do you understand by the Cabinet Government ? What are its principal features ? How does it secure harmony between the rulers and the ruled?
14. Carefully explain the functions and the cons titutional position of the cabinet ? How far do you agree with the view that the parliament bas vested its powers to the Cabinet ?. 2.5" 15. What are the principles observed in the appointment of cabinet ministers ? Write what you know of the responsibility of ministers - before and after the revolution. (B. U. 1927) . H
16. What are the relations between the Prime Minister and (a) The Cabinet, (b) The House of Commons," (c) and the King. (B. U. 1930)
Page #528
--------------------------------------------------------------------------
________________
424
17. What causes led to the Parliament Act of 1911, and what charges did it introduce? (B. U. 1930)
18. Explain:
(a) "In England the king reigns but does not govern.
(b) "The cabinet has no existence in the law of the constitution. "
""
19. Write short notes on:
(a) Payment of members to the parliament. (b) Royal prerogatives.
(c) Importance of the House of Lords in the British Constitution.
20. Mention the powers and functions of the House of Lords, and show that it is not an effective check upon the House of Commons.
21. Describe the process by which a bill becomes a law in the British Constitution.
22. What provision is made in the Constitution to overcome a dead lock? (B. U. 1936 Nov.)
સમાત
Page #529
--------------------------------------------------------------------------
Page #530
--------------------------------------------------------------------------
_