________________
૪૬ર
સભ્ય થવાની છૂટ આપવામાં આવી છે. ઈ. સ. ૧૯૧૧ના પાર્લમેન્ટના કાયદાથી દરેક સભ્યને વાર્ષિક ૪૦૦ પૌડ વર્ષાસન આપવામાં આવે છે.
૨૧ વર્ષની ઓછામાં ઓછી વયવાળા નિષ્કલંક ચારિત્ર્યવાળા સર્વ પુરુષોને, તેમજ ૩૦ વર્ષથી વધારે ઉંમરની સ્ત્રીઓને મત આપવાનો અધિકાર હોય છે. લૂંટારા, પરદેશી, ગાંડા અને અમીરે મત આપી શકતા નથી.
સ્પીકરઃ પાર્લમેન્ટની ચૂંટણી થઈ ગયા પછી તરતજ એક ચતુર, પ્રતિષ્ઠિત અને વિશ્વાસપાત્ર માણસને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવે છે. તેને “સ્પીકર' કહેવામાં આવે છે. તે સર્વ પક્ષોથી પર ગણાય છે. અમુક કાર્ય કાયદેસર છે કે નહિ, એવા વિવાદગ્રસ્ત પ્રશ્નોમાં તેને નિર્ણય છેવટને ગણાય છે. ચર્ચા દરમિઆન તે આમની સભાના કાનુન અને નિયમ જાળવે છે. કેઈ સભાસદ શિષ્ટાચાર વિરુદ્ધ વર્તે, તે તેને સભામાંથી કાઢી મૂકવાને તેને હક છે. બંને પક્ષના સરખા મત થાય, તે નિર્ણયાત્મક મત આપવાને તેને અધિકાર છે. કોઈ પણ ખરડે નાણાં સંબંધી છે કે નહિ, તે જાહેર કરવાની સત્તા તેને એકલાને જ છે. તેને ૫,૦૦૦ પૌન્ડિને વાર્ષિક પગાર આપવામાં આવે છે. - આમની સભાનું કાર્યક્ષેત્રઃ આમની સભાનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેના ચાર ભાગ પાડી શકાયઃ (૧) કાયદા ઘડી શકે છે. (૨) નાણાંકીય ખરડા અને અંદાજપત્ર મંજુર કરે છે. (૩) લેકહિતનાં કાર્યો સંબંધી ચર્ચા કરે છે. (૪) કારોબારી ખાતાના વહીવટ પર દેખરેખ રાખે છે.
(૧) આમની સભાને કાયદા ઘડવાને અધિકાર છે. એની સંમતિ વગર કઈ પણ ખરડો પસાર થઈ શકતો નથી. કોઈ પણ સભાસદને ખરડે રજુ કરવાની છૂટ હોય છે; પણ મેટે ભાગે પ્રધાનમંડળ તરફથી રજુ થતા ખરડા તરફ વધુ ધ્યાન અપાય છે. આવા ખરડાઓની ત્યાં ચર્ચા થાય છે, અને ચર્ચાને અંતે તે પસાર થાય છે અથવા ઊડી જાય છે. સામાન્ય ખરડા ગમે તે ગૃહમાં રજુ થઈ શકે છે, અને બંને ગૃહોની સંમતિ પછી રાજાની સહીથી તેને કાયદાનું સ્વરૂપ અપાય છે. ઈ. સ. ૧૯૧૧ના પાર્લમેન્ટના કાયદાથી નક્કી થયું છે, કે કોઈ પણ ખરડ (Bill) બે