________________
૩૮૮ ; ઈ. સ. ૧૯૩૭ના મે માસમાં નવા રાજા જે છાને રાજ્યાભિષેક કરવામાં આવ્યું. તે સમયે પણ સામ્રાજ્યનાં તમામ અંગોએ હાર્દિક અભિનંદનના સંદેશાઓ પાઠવી પિતાની વફાદારી બતાવી હતી. આ નવા રાજાને દુનિયાની - અત્યારની વિકટ બનતી પરિસ્થિતિને પહોંચી વળવાનું છે. પ્રભુ તેમને તે માટે બળ આપે !!
આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ : પંચમ જર્જ્યોર્જ ઈલેન્ડની ગાદીએ આવ્યા, ત્યારે સર્વત્ર શાંતિ પ્રસરેલી હતી. કોઈને શંકા પણ ન હતી કે મહાન વિગ્રહ - ફાટી નીકળશે. જ્યેજ છઠ્ઠીના રાજ્યારેહણના સમયથી જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ કંઈક વિચિત્ર જણાય છે. આજે યુદ્ધના ભણકારા ચેતરફ વાગી રહ્યા છે. દરેક રાષ્ટ્ર બચાવને અર્થે શસ્ત્રોનું નવીન સર્જન કર્યું જાય છે. ઈટલીમાં ફેસીઝમનો અમલ નીચે મુસોલિની, અને જર્મનીમાં નાઝીવાદના અમલ નીચે હેર હીટલર યુરોપના સમગ્ર દેશને પડકાર આપી રહ્યા છે. પ્રજાસંઘ આવાં બળવાન રાજ્યોને દબાવવામાં ફળીભૂત થયો નથી. ઈટલી એબિસિનિઆને ગળી ગયું એ ગઈ કાલની વાત છે, અને આજે જાપાન ચીનના પ્રદેશમાં આક્રમણ કરી રહ્યું છે. વળી બે વર્ષથી સ્પેનમાં ભીષણ હત્યાકાંડ ચાલી રહ્યો છે, અને અમાનુષી સંહાર પ્રવર્તી રહ્યો છે. પરંતુ બીનદરમ્યાનગીરીના દંભ નીચે પ્રજાસંઘ સ્પેનની લકતંત્રના સિદ્ધાંત પર રચાએલી કાયદેસર સરકારને નાશ થતો ઠંડે કલેજે નીહાળી રહ્યો છે. બ્રિટન અને ફ્રાન્સ તે તરફ તટસ્થતા બતાવે છે. ઈટલી અને જર્મની બીનદરમ્યાનગીરીના ઓથા નીચે જનરલ ફકને ગુપ્ત મદદ કરતા રહે છે. જર્મની પિતાનાં ગુમાવેલાં સંસ્થાને પાછાં માગે છે. બેજીયમ ઈ. સ. ૧૯૧૪ પહેલાંની પરિસ્થિતિ ઉપર પાછું ફરે છે. ન્યૂ હેમ્બર્ગ પરિષદૂમાં જર્મનીએ પોતાનાં સંસ્થાને પાછાં મેળવવાને પડકાર કર્યો છે. પેલેસ્ટાઇનની પવિત્ર ભૂમિ આરબના લેહીથી ભિજાઈ ગઈ છે. વડા સતી અને બીજા આગેવાનો સામે પ્રતિબંધ મુકાયા છે. પેલેસ્ટાઇનના ભાગલા પાડવાની વાતે કાને પડે છે. હિંદમાં નવું રાજ્યબંધારણ અમલમાં લાવવાની તૈયારીઓ થઈ રહી છે. લોર્ડ લિન લિથગો દેશી રાજ્યોને સમવાયતંત્રમાં દાખલ કરવા સમજાવી રહ્યા છે. ઈ. સ. ૧૯૩૭ના એપ્રિલની ૧લી તારીખથી પ્રાંતિક સ્વરાજ્ય (Provincial Autonomy) સ્થાપવામાં આવ્યું છે,