________________
શબ્દવાળા પદાર્થોની પ્રાપ્તિ, રક્ષણ અને વિયોગની ચિંતામાં લાગી જાય છે. એ સંભોગકાળના સમયમાં પણ અતૃપ્ત જ રહે છે. પછી તેને સુખ ક્યાં છે ? તૃષ્ણાના વશમાં પડેલો એ જીવ ચોરી કરે છે તથા ઝુંઠ અને કપટની વૃદ્ધિ કરતો થકો પણ અતૃપ્ત જ રહે છે અને દુઃખથી પણ નથી છૂટી શકતો.'
ગંધને નાસિકા ગ્રહણ કરે છે અને ગંધ નાસિકાનો ગ્રાહ્ય વિષય છે. સુગંધ રાગનું કારણ છે અને દુર્ગધ દ્વેષનું કારણ છે. જે રીતે સુગંધમાં મૂચ્છિત સાંપ બીલની બહાર નીકળે તો મારવામાં આવે છે તે જ રીતે ગંધમાં અત્યંત આસક્ત જીવ અકાળમાં જ મૃત્યુને પ્રાપ્ત કરે છે.'
સુગંધને વશીભૂત થઈ બાળજીવ અનેક પ્રકારે ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. એને દુ:ખ દે છે. સુગંધમાં આસક્ત જીવ સુગંધિત પદાર્થોની પ્રાપ્તિ, રક્ષણ, વ્યય તથા વિયોગની ચિંતામાં લાગી જાય છે. આ સંભોગકાળમાં પણ અતુપ્ત રહે છે. પછી તેને સુખ ક્યાં છે ? ગંધમાં આસક્ત જીવને કોઈ સુખ નથી હોતુ એ સુગંધના ઉપભોગના સમયે પણ દુઃખ અને કલેશ જ પામે છે.'
મને રસનેન્દ્રિય ગ્રહણ કરે છે અને રસ રસનેન્દ્રિયનો ગ્રાહ્ય વિષય છે. મનપસંદ ૨સ રાગનું કારણ અને મનનો પ્રતિકૂળ રસ દ્રષનું કારણ છે. જે રીતે ખાવાની લાલચમાં માછલી કાંટામાં ફસાઈને મરી જાય છે. તે જ રીતે રસોમાં અત્યંત આસક્ત જીવ અકાળમાં મૃત્યુનો ગ્રાસ બની જાય છે. રસોમાં આસક્ત જીવને કોઈ સુખ નથી હોતું. એ સંભોગના સમયે દુઃખ અને કલેશ જ પામે છે. એજ રીતે અમનોજ્ઞ રસોમાં દ્વેષ કરવાવાળા જીવ પણ દુ:ખ પરમ્પરા વધારે છે અને કલુષિત મનથી કર્મનું ઉપાર્જન કરીને દુ:ખદ ફળ ભોગવે છે.*
સ્પર્શને શરીર ગ્રહણ કરે છે અને સ્પર્શ સ્પર્શેન્દ્રિય (વફ)નો ગ્રાહ્ય વિષય છે. સુખદ સ્પર્શ રાગનું તથા દુ:ખદ સ્પર્શ ષનું કારણ છે. જે જીવ સુખદ સ્પર્શોમાં અતિ આસક્ત થાય છે. એ જંગલના તળાવના ઠંડા પાણીમાં પડેલા મગર દ્વારા ગ્રસિત ભેંસોની જેમ અકાળમાં જ મૃત્યુને પામે છે. સ્પર્શની આશામાં પડેલો ભારેકમાં જીવ ચરાચર જીવોની અનેક પ્રકારે હિંસા કરે છે અને દુઃખ દે છે. સુખદ સ્પર્શીથી મૂચ્છિત જીવએ વસ્તુઓની પ્રાપ્તિ, રક્ષણ, વ્યય અને વિયોગની ચિંતામાં જ વ્યસ્ત રહે છે. ભોગના સમયે પણ એ તૃપ્ત નથી હોતો છતા એને સુખ ક્યાં છે ?' સ્પર્શમાં આસક્ત જીવોને કિંચિત પણ સુખ નથી હોતુ. જે વસ્તુની પ્રાપ્તિ કલેશ અને દુઃખથી થઈ તે એના ભોગના સમયે પણ એને કષ્ટજ મળે છે.
આચાર્ય હેમચંદ્ર યોગશાસ્ત્રમાં કહે છે કે સ્પર્શેન્દ્રિયના વશીશભૂત થઈ, રસનેન્દ્રિયના વશીભૂત થઈ માછલી, ધ્રાણેન્દ્રિયના વશીભૂત થઈ ભમરો ચક્ષુન્દ્રિયના વશીભૂત થઈ પતંગીયુ અને શ્રોત્રેન્દ્રિયના વશીભૂત થઈ હરણ મૃત્યુનો કોળિયો (ગ્રાસ) બને છે. જ્યારે એક ઈન્દ્રિયના વિષયોમા આસક્તિ મૃત્યુનું કારણ બને છે તો પછી પાંચે ઈન્દ્રિયોના વિષયોના સેવનથી આસક્ત મનુષ્યની કઈ ગતિ થાય ? કષાય સિદ્ધાંત :
સંપૂર્ણ જગત વાસનાથી ઉત્પન્ન કષાયની અગ્નિથી બળી રહ્યો છે. માટે શાંતિ માર્ગના પથિક સાધક માટે કષાયનો ત્યાગ આવશ્યક છે. જૈન સૂત્રોમાં સાધકને કષાયોથી સર્વથા દૂર રહેવા માટે કહ્યું છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે અનિવૃહિત ક્રોધ અને માન તથા વધતી માયા તથા લોભ એ ચારે સંસાર વધારવાવાળી કષાયો પુનર્જન્મરૂપી વૃક્ષનું સિંચન કરે છે. દુ:ખનું કારણ છે. માટે શાંતિનો સાધક એને ત્યાગી દે. ૫ કષાયનો અર્થ :
કપાય જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. આ કષ અને આય આ બે શબ્દોના મેળથી બને છે. કષનો અર્થ છે
૧. તેજ - ૩૨/૪૧ ૪. તેજ - ૩૨/૫૦ ૭. તેજ - ૩૨૬૩ ૧૦. તેજ - ૩૨/૭પ ૧૩. તેજ -- ૩૨૮૦
૨. તેજ - ૩૨/૪૩ ૫. તેજ - ૩૨/૫૩-૫૪ ૮. તેજ - ૩૨૭૧ ૧૧. તેજ - ૩૨/૭૬ ૧૪. તેજ - ૩૨,૮૪
૩. તેજ - ૩૨/૪૯ ૬. તેજ - ૩૨/૧૨ ૯. તેજ - ૩૨૭૨ ૧૨. તેજ - ૩૨/૭૮ ૧૫. દશવૈકાલિક સૂત્ર - ૮/૩૯
39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org