Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
માર્ગદર્શન આપી પૂર્વકાલીન વ્યવસ્થાને સુનિશ્ચિત બનાવી હતી. વિ.સં. ૧૯૭૬૧૯૯૦ અને ૨૦૧૪ના શ્રમણસંમેલનોમાં સર્વસંમતિથી થયેલાઠરાવો (નિર્ણયો) એની સાક્ષી છે.
શાસ્ત્રો અને મહાપુરુષોએ કંડારેલી પરંપરા અનુસારે પૂ.આ. શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર્યશ્રીએ ધર્મદ્રવ્ય-વ્યવસ્થા' નામની પુસ્તિકા તૈયાર કરીને વિ.સં. ૨૦૨૨માં પ્રકાશિત કરી હતી. તેમાં વર્ણવેલી સાતક્ષેત્રોની દ્રવ્યવ્યવસ્થા મુજબ શ્રીસંઘોમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય આદિનો વહીવટ સુપેરે ચાલતો જ હતો. કોઈ વિવાદ નહોતો. જ્યારે જ્યારે ત્રાહિત વ્યક્તિ કે સંઘ એ વ્યવસ્થાથી વિરુદ્ધ નિર્ણય કરવા તૈયાર થતા હતા, ત્યારે પૂ.આ.ભગવંતો એનો વિરોધ કરીને એ કાર્યને અટકાવતા પણ હતા. આ વિ.સં. ૨૦૪૪ની સાલ પૂર્વેનો ધાર્મિકદ્રવ્યોના વહીવટનો આંશિક ઇતિહાસ છે. (આ અંગે વિશેષ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.)
પરંતુ વિ.સં. ૨૦૪૪ના મર્યાદિત શ્રમણસંમેલને દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-આદિ આ અંગેના શાસ્ત્ર અને પૂર્વનિર્દિષ્ટ પરંપરાથી વિરુદ્ધ ઠરાવો કર્યા ત્યારે વિરોધના
વંટોળ ઉભા થયા હતા. અનેક સમુદાયોના વિરોધના કારણે એ ઠરાવો કાગળ ઉપર જ રહ્યા. શ્રીસંઘોએ એનો અમલ કર્યો નહીં.
આમ છતાં એક ચોક્કસ વર્ગ દ્વારા શ્રીસંઘોમાં એ શાસ્ત્રવિરુદ્ધ ઠરાવોનો યેન કેન પ્રકારે અમલ કરાવવા માટે શ્રીસંઘોના મોભીઓના મનમાં ખોટી ખોટી વાતોને ભરવાનો પ્રયત્ન કરાયો. અનેક પુસ્તકો પ્રકાશિત થયા અને એમાં સંમેલનના દેવદ્રવ્યાદિ અંગેના ઠરાવોનું સમર્થન કરાયું. શાસપંક્તિઓના અર્થઘટન ખોટા કરવામાં આવ્યા. પૂર્વે પોતે જે બોલ્યા હતા - લખ્યું હતું, તેનાથી સાવ વિપરીત પ્રરૂપણા કરવામાં આવી. તેમ છતાં ઝાઝી સફળતા ન મળી. છતાં પણ જુદું જુદું સાહિત્ય પ્રગટ કરીને અપપ્રચાર ચાલું જ રાખ્યો. સાહિત્ય પ્રસારણની કેટલીક વિગતો નીચે આપવામાં આવી છે. ' (૧) સૌથી પ્રથમ વિ.સં. ૨૦૪૪માં સંમેલનની પૂર્ણાહુતિ પછી દેવદ્રવ્યાદિ
વિષયક ઠરાવોના સમર્થનમાં પાંચ શ્રાવકો દ્વારા “વિ.સં. ૨૦૪૪ના