________________
૧૦
ચંદ લલ્લચંદ, રા. રા. શા. છગનલાલ વહાલચંદ, રા. રા. શા. લલ્લુભાઈ નથુચંદ, રા. રા. શા. જેસીંગલાલ બાપુલાલ તથા રા. રા. શા. ભેગીલાલ હાલાભાઈ એ પાંચ ગૃહસ્થ કે જેઓને સંઘ બોલાવવાનો અધિકાર હતે તેઓએ પાટણનિવાસીઓના સંઘની મીટીંગ બોલાવી અને તે મીટીંગમાં જૈન ધારાશાસ્ત્રીને એવોર્ડ વિષે અભિપ્રાય લેવાને સાતગ્રહસ્થાની એક કમીટી નકકી કરવામાં આવી જેમાં ઉપરોક્ત પાંચ ગૃહસ્થ તથા રા. રા. શા મણિલાલ કેશરીસીંગ અને રા. રા. શા. ચુનીલાલ ખુબચંદ મળી સાત ગૃહસ્થ હતા. આ સંઘે નીમેલી સત્તાવાર કમીટીએ તા. ૨૧-૨–૧૯૧૭ ના રોજ મળી જૈન ધારાશાસ્ત્રી રા. રા. મકનજી જુઠાભાઈ બેરીસ્ટરને અભિપ્રાય લેવા ઠરાવ કર્યો અને તા, ૨૯-૩-૧૯૧૭ ના રેજ શેઠ મકનજી જુઠાભાઈ બેરિસ્ટરને અભિપ્રાય “ચુકાદામાં રૂ. ૨૦૦૦ તથા જમીન આપવામાં લવાદ ગૃહસ્થ કરાવ્યું છે તે આપણને બંધનકત છે તે સીવાય ચુકાદામાં જે વિવેચન કર્યું છે તે તેમને અંગત અભિપ્રાય છે અને તે કાયદેસર ધર્મને બંધનકતા નથી એ પ્રમાણેને બહાર પડશે. (જુઓ પરિશિષ્ઠ ૨૧)
સંઘે નીમેલી આ સત્તાવાર કમીટીને અભિપ્રાય બહાર પડે ત્યાં સુધી શાંતિ રાખવાને બદલે ચુકાદાના સામે પુષ્કળ ચર્ચાપત્ર, ટીકાઓ અને અભિપ્રાયોથી છાપાંઓ ખીચખીચ ભરવાને ઉદ્યમ કંઈ પણ પ્રમાદ વગર ચાલ્યા ! સમાજ અને તેમની ઉન્નતિના પ્રયત્નોમાં જે આ સતત ઉદ્યમ થતે હેત તો જેનસમાજને ઘણે ઉત્કર્ષ કરી શકાત.
પેલા સુચક લખાણવાળા હેન્ડબીલ તથા એડ પરના જુદા મથાળાની અસરથી કેટલાક ચુકાદા સામે અભિપ્રાય મન્યા હતા પણ એ સુચકલખાણની અસર મહારાજ શ્રી વલ્લભવિજયજી તથા શેઠ કુંવરજીભાઈ પર થઈ શકી નહતીઃ (જુઓ પરિ. ૪૫ તથા પરિ૦ ૩૯ બ.) તે વિષે આગળ લખીશું
લવાદે આપેલા ચુકાદા અનુસાર તા. ૧૬-૨-૧૭ ના રોજ ચારૂપમાં જમીન વગેરેને કબજે પણ સનાતની ભાઈઓને અપાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com