________________
જન કેસના ચુકાદા પર દ્રષ્ટિપાત” કરી ઠરાવની પ્રશંશા કરી હતી( જુઓ પરિ૦ ૭).
શેઠ કટાવાળાએ ચુકાદ બન્ને પક્ષ સમક્ષ જાહેરમાં વાંચી સંભળાવ્યું તેમજ “જિન” પત્રમાં પ્રસિદ્ધ થયો તે પછી કેટલીક મુદતે મુબાઈમાં વસ્તા પાટણના શા. લહેરચંદ ચુની. લાલ કોટવાલ, શા. મણીલાલ ચુનીલાલ મેદી, શા. અમીચંદ ખેમચંદ, શા. હીરાલાલ લલ્લુભાઈ કાપડીયા અને શા. મણીલાલ રતનચંદ વૈદે મળી લવાદના ઠરાવપર જુદું મથાળું આ આપી–તે મથાળામાં મહેસાણામાં કેસ જીત્યા પછી ચારૂપનો અપાયેલ એવોર્ડ એવા શબ્દો લખી તે ઠરાવ પિતાની તરફથી છપાવ્યું તેમજ તેની સાથે એક હેન્ડબીલ છપાવી તેમાં પણ “ મહેસાણે અપીલ કોર્ટમાં જૈને જીત્યા પછી પાટણ સંઘના કેટલાક ગૃહસ્થોએ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવાદનામું આપેલું અને તે લવાદનામાના ચુકાદામાં કટાવાળાએ જૈનધર્મના સંબંધમાં એવા કેટલાક વિચારે દસાવ્યા છે કે જેથી કરીને આપણું જૈન બંધુઓની લાગણી દુખાઈ. ' તથા
ભવિષ્યમાં આપણા તીર્થોને નુકશાન પહોંચે અને ધર્મને પણ હાની પહોંચે એવું ઘણાઓનું માનવું છે” એવો સુંચક લેખ દાખલ કરી તે અરજી કેટલાક મુનિ મહારાજે અને સદગૃહસ્થ ઉપર મોકલીને ઠરાવ માટે અભિપ્રાયે મંગાવ્યા. જેઓની પાસેથી અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા તેઓની ચુકાદો કેવા સંજોગોમાં અપાયું હતું તે, સમાધાન કરવાનું શું કારણ હતું અને સમાધાન ન કરવામાં આવે તે શું પરિસ્થિતિ હતી તે તેમજ ચુકાદામાંના કયા શબ્દ કઈરીતે હાની કરે તેવા છે તે હકીકત તે હેન્ડબીલમાં ન લખતાં હેન્ડબીલની ભાષા અને ઠરાવ ઉપરનું મથાળું જોતાંજ વાંચનાર ઉશ્કેરાઈ જાય તેવીરીતની તે અરજી હોવાથી કેટલાક મુનિ મહારાજે એ ચારૂપ કેસની સંપૂર્ણ વીગતમાં ઉતરવાની તક લીધા પહેલાં જ પિતાના અભિપ્રાય મોકલી આપ્યા હતા (તે બાબત જુઓ સદ્દગુણાનુરાગી મુનિ કપુરવિજયજીને પત્ર પરિ૦ ૭૨) પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com