________________
૭૮) આ પ્રમાણે લવાદનામું સંપાયા પછી પાટણના સંઘ તરફથી રાવ રા. ઝવેરી ચુનીલાલ મગનચંદ તથા રા૦ ૨૦ મંગળચંદ લલ્લચંદે શ્રીમાન લવાદને એક કબુલાત ચીઠ્ઠી લખી - આપી હતી. જેમાં રૂપીઆ એકથી માંડીને બે હજાર સુધી આપવા અમે નીચે સહી કરનાર સંઘ તરફથી તમારી સાથે બંધાઈએ છીએ, એમ લખી આપ્યું હતું (જુઓ ચીઠ્ઠી પરિ ૭૧ )
શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાએ લવાદ નીમાઈને સં. ૧૯૭૩ ના પોષ વદી ૧૩ તા. ૨૧-૧-૧૯૧૭ ના રોજ ઠરાવ (એવોર્ડ) લખી આપે; જેમાં જેનભાઈઓ તરફથી રૂપીઆ બે હજારની રકમ સ્માર્તભાઈઓને ઉત્થાપન થયેલા દેવની સ્થાપના પુજન વિગેરે સારૂ તેમજ દહેરાસરજીના કમ્પાઉંડ બહારની કુબાવાળી ખુલ્લી જમીન અને ધર્મશાળામાંથી બે ઓરડીઓ આપવી; ઓરડીનાં દ્વાર સ્માર્તભાઈએ પોતાના કમ્પાઉન્ડમાં રાખે તેમજ મૂતઓની સ્થાપના કમ્પાઉંડ બહારની જમીનમાં કરે અને જે નવિન મંદિર સ્માતભાઈઓ બંધાવે તેનું પણ દ્વારા પિતાની હદમાં પૂર્વ ઉત્તર તરફ જ મુકે એવું નિરાકરણ કર્યું. (જુઓ એવોર્ડ પરિ. ૧) ઠરાવ શેઠ કોટાવાળાની ધર્મશાળામાં બને પક્ષની સમક્ષ જાહેરમાં વાંચી સંભળાવવામાં આવ્યો હતો અને તે વખતે હર્ષનાદ થઈ રાવ રા. વિદ્યાશંકર કરૂણાશંકર વકીલ તથા રાવ રા. ઉમીયાશંકર મણિશંકર લાખીયાએ ભાષણ કરી ઠરાવ પ્રત્યે ખુશાલી દેખાડી લવાદ સાહેબને ધન્યવાદ આપ્યા હતે તેમજ જેનભાઈઓ તરફથી રાવ રાવ નગરશેઠ પોપટલાલ હેમચંદ અને માર્તભાઈઓ તરફથી વૈષ્ણના શેઠ ચુનીલાલ મગનલાલે શ્રીમાન લવાદને હારતેરા અર્પણ કરી બન્ને પક્ષ તરફથી ઉપકાર પ્રદર્શીત કરી સંતેષ જાહેર કરવામાં આવ્યો હતો. તત્પશ્ચાત્ તે ઠરાવ “જૈન” પત્રમાં તા. ૪-૩-૧૯૧૭ ના અંકમાં પ્રકટ થયે હતો તેમજ તે પછી તા ૧૧ મી માર્ચના “જૈન” માં અધિપતિએ લવાદના ઠરાવની પ્રશંસાનો લેખ તથા લવાદને પરિચય (ઈતીહાસ) પ્રકટ કર્યો હતો. (જુઓ પરિ. ૨) “જૈન શાસન” પત્ર પણ પોતાના તા૦ ૧૪-૩-૧૭ ના અંકમાં " ચારૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com