________________
૩
આ સાલે પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજના સુશિષ્ય ૫. મુનિશ્રી કન્ફયાવાલજી મહારાજ મલાડ મુકામે ચાતુર્માસ બિરાજે છે અને તેઓ શ્રી શાસ્ત્રોના મેમ્બર કરવા માટે અથાગ પ્રયત્ન કરીને પ્રવચનની સેવા બજાવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં મુંબઈ તેમજ પરાઓના લગભગ ૪૦ જેટલા ગૃહસ્થ લાઈફ મેમ્બર બની ગયા છે અને મુંબઈમાં લગભગ ૩૦૦ જેટલા મેમ્બરે થાય તે ઈચ્છવા યેચ છે. શ્રીમંત ગૃહસ્થ હજાર રૂપિયા પિતાના ઘર ખર્ચમાં તેમજ મેજશેખના કામમાં તેમજ વ્યવહારિક કામમાં વાપરી રહ્યા છે તે આવા શાસ્ત્રોદ્ધાર જેવા પવિત્ર કાર્યમાં રૂપિયા વાપરશે તે ધર્મની સેવા કરી ગણાશે. અને બદલામાં ઉત્તમ આગમસાહિત્યની એક લાયબ્રેરી બની જશે. જેનું વાંચન કરવાથી આત્માને શાંતિ મળશે અને શાસ્ત્રજ્ઞા પ્રમાણે વર્તવાથી જીવન સફળ થશે.