________________
મન તથા વિચારોમાં વારંવાર પરિવર્તન સૂચવે છે.
ભાવિ બના માટે આ એક અશુભ સૂચક છે.
૩૮. કઈ કઈ વખત આ અંક કલેશ, વિખવાદ, ઝગડા, ગેરસમજ, જુદાઈ અને ભંગાણ પેદા કરે છે. આધ્યાત્મિક રીતે જોતાં આ અંક ઘણે જ પ્રબળ મનાય છે જ્યાં જ્યાં સુમેળ સંવાદિતા અને સંપ હોય છે ત્યાં આ અંક તેમાં વધારો કરે છે, પણ જ્યાં કુમેળ, કુસંપ અને વિસંવાદિતા હોય છે ત્યાં તે જૂઠાણું ધૂર્તતા, અને છેતરપિંડી લાવે છે. તેથી આ અંકમાં શક્તિ અચોક્કસ કહેવાય છે, આ અંક જ્ઞાનતંતુઓ ઉપર પણ અસર કરે છે, ભાવિ બનાવના સંબંધમાં જ્યારે આ અંક દેખા દે ત્યારે તેનાથી સાવચેત રહેવું જોઈએ અને મક્કમતાથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.
બીજા એક મત પ્રમાણે આ અંક દુઃખ, દુશ્મનાવટ, ખરાબ સ્વાસ અને આર્થિક મુશ્કેલીઓનો સૂચક છે, આ લોકોએ શંકાસ્પદ બાબતોથી દૂર રહેવું જોઈએ.
૪૭. આ અંક ૧૧, ૨૦, ૨૯ ને ૩૮ ના જે અચેસ તથા અસ્થિર મનાય છે, વધારામાં આ અંક પાણીથી ભય કે નુકસાન સૂચવે છે. આ અંકવાળા લોકો સાનુકૂળ, સહકારને સમાધાનની ભાવનાવાળા, કુનેહવાળા સમયસૂચક અને વિવેકશીલ હોય છે, તેઓ પૈસા, આંકડાશાસ હિસાબીકામ વગેરેમાં હાંશિયાર ડાય છે અને તેથી શરાફ તરીકે કે બેન્કની નોકરીમાં સારું કામ કરી શકે છે.