________________
સંઘર્ષમાં ઊતરવું પડે છે. બીજાઓ તેમને તેમની ટીકા કરે, નિંદા કર, કે તેમને ઉતારી પાડે તે તેમને ગમતું નથી. તેમને તેમની જાત માટે સારો અભિપ્રાય હોય છે અને તેમની જનાઓ કે કાર્યોમાં કઈ ડખલ વિરોધ કર તે તેમનાથી સહન થતું નથી. પણ તેથી ઊલટું કઈતેમની સલાહ લે કે તેમને મોટા ભા બનાવે તે તેમને ગમે છે. તેમના હાથમાં સંપૂર્ણ સત્તા હોય તે તેઓ ઉત્તમ રીતે અને કુનેહપૂર્વક કોઈ પણ બાબતની વ્યવસ્થા કરી શકે છે. જે તેમના હાથમાં પૂરેપૂરી સત્તા નથી હોતી તે તેમનું દિલ તૂટી જાય છે અને અને તેઓ બાજુએ ઊભા ઊભા વ્યસ્થાને ભાંગી પડતી કે ખાનાખરાબી થતી જોતા રહે છે.
આ અંક જ્ઞાનવિજ્ઞાન, ડહાપણ અને સર્વોચ્ચ પ્રકારના નિસ્વાર્થ પ્રેમને પણ દ્યોતક છે. વિજ્ઞાનના અંક તરીકે તે વ્યવહારુતા, સંશોધન શક્તિ અને વૈજ્ઞાનિક વૃત્તિ દર્શાવે છે જે આ અંક જન્મ તારીખમાં કે જન્માંકમાં આવતા હોય તો તે બીજા અંકોની અસરને પ્રબળ બનાવે છે. જે આ લેકે ખૂબ જ અને સતત પ્રયત્નશીલ રહે તે તેમના જીવનમાંથી વિદના અને મુશકેલીઓ દૂર કરી શકે છે. ડોકટર કેસના મતાનુસાર જે આ અંક વ્યક્તિને ભાગ્યાંક બનતો હોય તો તે વ્યક્તિ જ્ઞાન ભંડાર બને છે. પુનજમવાદી લોકો તે એમ પણ કહે છે કે ૯ અંકવાળા લોકો એ જૂના આત્માઓ હોય છે અને તેમણે આ જન્મ પહેલાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે. અને તેથી તેમને ચાલુ જન્મ પછીનો જનમ લેવો પડશે નહીં. આ જન્મ તેમને છે જન્મ જ હશે. આ અંકવાળા લોકો સામાન્ય રીતે અશુભ અસર તળે હોતા નથી. આ લેકો