________________
સૂચના:-વધારે પડતા શારીરિક અને માનસિક શ્રમથી તેમણે બચતા રહેવું. | R. આ લોક મનસ્વી, ધૂની અને તરંગી હોય છે. તેઓ ઘર, કુટુંબ અને સમાજના કલ્યાણમાં સુખ અનુભવે છે. તેમને ખેતી, બાગાયત અને જંગલની પેદાશથી લાભ થવા સંભવ છે. તેઓ વિજાતીય જાતિ પ્રત્યે સનેહ અને સહાનુભૂતિ રાખે છે ધીરજ અને સખત શ્રમ વડે તેઓ ગમે તેવાં મુશ્કેલીમાંથી પણ પાર ઊતરે છે. તેઓ સ્વાથી* હતા નથી. તેમની શક્તિ અને લાગવગ દરેક સ્થળે ફેલાય તે માટે તેઓ પ્રયત્ન કરે છે. તેઓ બીજાઓની સુશ્કેલીઓ સારી રીતે સમજી શકે છે અને બીજાઓનાં દુઃખ અને મુશ્કેલીઓમાં ભાગીદાર થવા પ્રયત્નશીલ રહે છે. આ અક્ષર ધનપ્રાપ્તિ માટે સારો છે. તેઓનું સ્વાસ્થય સારું હોય છે અને આયુષ્ય લાંબુ હોય છે.
સૂચના-(૧) અનુભવ એ જ ઉત્તમ શિક્ષક છે. (૨) બીજાઓની સલાહ કરતાં સ્વાનુભવથી શીખવાનું પસંદ કરવું જોઈએ.
s. આ લોકે મહત્વાકાંક્ષી, સેવાભાવી અને નેતા બનવાની ઈચ્છાવાળા હોય છે. તેઓ વિશાળ હદયના અને સખત પરિશ્રમ કરનારા હોય છે. આ અક્ષર પ્રગતિ, ઉન્નતિ, સત્તા, સફળતા, વિજય, ભાગ્ય, બાળકો માટે પ્રેમ, શિક્ષણ, કળા, નાટક, થિયેટર, વગેરેને નિર્દેશ કરે છે. આ લોકો પ્રેમ અને લગ્નમાં નસીબદાર હોય છે, તેઓ માટે નસ, ડાકટર, ઈયા, દરજી, ઈલેકટ્રીશીયન, મેનેજર વગેરેના