Book Title: Ank Shastra Darshan
Author(s): Ranchodbhai Punambhai Patel
Publisher: Ranchodbhai Punambhai Patel

View full book text
Previous | Next

Page 269
________________ ૨૬૩ તે વર્ષોએ તેમની તબિયત સાચવવા પ્રયત્ન કરવું જરૂરી છે તંદુરસ્તીની દ્રષ્ટિએ કેઈપણ વર્ષના શાબર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તેમના માટે સારા નથી. તેથી તેમણે આ મહિનાઓ દરમિયાન વધુ પડતા શારીરિક અને માનસિક શ્રમથી દૂર રહેવાની અને તબિયત સાચવવાની જરૂર છે. મૂળાંક-૨ આ અંકવાળી વ્યક્તિઓ એટલે કે કોઈ પણ માસની ૨જી, ૧૧મી, ૨૦ મી કે ૨૯મી જન્મેલા લેકેને જઠર, આંતરડાં વગેરે પાચનક્રિયાના અવયવોનાં દર્દ થવાની શકયતા છે. તેમને હોજરી, આંતરડાં વગેરેમાં સ, ચાંદી (Vecer) કે ગાંઠ થવાના રોગ, અપચો અને ગેસ-વાયુના રોગ થવાનો સંભવ છે. તેમની ઉંમરના ૨૦મા, ૨૫મા, ૨૯મા, ૩૪મા, ૩૮મા, ૪૩મા, ૪૭મા, પરમા, ૫૯મા, ૬૧મા, ૬પમાં, ૭૦મા અને ૭૪મા વર્ષોએ તેમની તબિયતમાં સારો કે નરસે ફેરફાર થવા સંભવ છે. તેથી તેમણે આ વર્ષે દરમ્યાન તેમની તબિયત સાચવવા પ્રયત્ન કરવો જોઈએ. આરોગ્યની દષ્ટિએ કોઈ પણ વર્ષના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને જુલાઈ માસ તેમના માટે સારા નથી. તેથી આ મહિનાઓમાં તેમણે વધુ પડતા શ્રમથી અને અપગ્ય ખોરાકથી બચવાની જરૂર છે. | મૂળાંક-૩ મૂળાંક ૩ વાળી વ્યક્તિઓ એટલે કે કોઈપણ માસની ૩, ૧૨મી, ૨૧મી અને ૩૦મી તારીખે જન્મેલા લોકોને વધુ પડતા શારીરિક કે માનસિક શ્રમને

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286