Book Title: Ank Shastra Darshan
Author(s): Ranchodbhai Punambhai Patel
Publisher: Ranchodbhai Punambhai Patel

View full book text
Previous | Next

Page 272
________________ મૂકીક-૬ અંકવાળા એટલે કે કોઈ પણ માસની ૬ ઠ્ઠી, ૧ મી અને ૨૪મી જોતા તેને સામાન્ય તે ગળા, નાક તથા ફેફસાંના રોગ, કાન, ગળા, બાચી અને માથામાં દુઃખાવો તથા ગુમડાં થવા સંભવ છે. વૃધાવસ્થામાં તેમને હૃદય અને લેહીના પરિમણના રોગ થવા સંભવ છે. તેમણે સ્વચ્છ અને તાજી હવામાં હરવા અને કામ કરવાની ટેવ પાડવાની જરૂર છે. શકય હોય તે તેમણે શહેરના ધમાલિયા જીવનને છોડીને ગામડાના શાંત જીવનને પસંદ કરવું જોઈએ. તેમણે કોઈ પણ મે, ઓકટોબર તથા નવેમ્બર માસમાં વધુ પડતા વર્ષના પરિશ્રમ ન કરે તથા તેમની તબિયત સાચવવી જોઈએ કારણ કે તે માસમાં તેમનું આરોગ્ય બગડવા સંભવ છે, તેમના માટે ૧૫ મું, ૨૪મું ૩૩ મું, ૪૨ મું ૫૧ મું, ૬૦ મું, ૬૯ મું અને ૭૮ મું વર્ષ તબિયતના સારા કે ખરાબ ફેરફાર માટેનું હોય છે. અને તે વર્ષોમાં તેમણે તેમની તબિયત સાચવી લેવી જોઈએ. મૂળાંક-૭ આ મૂળાંકવાળા લોકો એટલે કે કોઈ પણ માસની ૭ મી, ૧૬ મી કે ૨૫ મી એ જન્મેલા લોકો અસ્થિર અને અજપાવાળા સ્વભાવના હોય છે. તેમની તબિયત સામાન્ય હોય છે અને તેમનાં શરીર તકલાદી તથા સૂકલકડી હોય છે. જ્યાં સુધી બધું સરળતાપૂર્વક ચાલે છે. ત્યાં સુધી તેઓ સારા પ્રમાણમાં કામને બે ઊઠાવે છે. તેઓ પરિસ્થિતિ પ્રત્યે ઘણા જ સતેજ અને લાગણીશીલ હોય છે. તેથી જે તેમને પ્રતિકૂળ સંજોગોમાં કામ કરવાનું આવે છે તે તેઓ પરિસ્થિતિને હોય છે તેના કરતાં વધારે

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286