________________
૧૯૬ કોઈપણ બાબતમાં અતિશયોક્તિ કરશો નહીં. આ કૌટુમ્બિક દિવસ છે.
૭. મનન, ચિંતન, ધ્યાન અને પૂર્ણતા
આ દિવસ આધ્યાત્મિક છે અને તેથી ભૌતિક સફળતા કે સમૃદ્ધિ માટે સારો નથી. તમે જે કંઈ કામ હાથમાં લીધું હોય તે સારી રીતે પૂર્ણ કરો. તમારા અંતરાત્માના અવાજને સાંભળે તથા અનુસ. થોડો સમય શરીરના સ્નાયુઓ અને અવયવોને ઢીલા કરો તથા આરામ કરો. કામ કરવા માટે તમારી શક્તિ કેન્દ્રિત કરો. પચાસ પચાસ ટકાની ભાગીદારી હોય તેવા કાર્ય, ભેજના કે ધંધામાં આજે જોડાશે નહીં. આ દિવસ પુરાતત્વની ચીજો, ઝવેરાત અત્તરો અને સુગંધી દ્રવ્યોના ધંધા માટે સારો છે. જે તમે હૈયે રાખશે તથા રાહ જોશે તે વસ્તુઓ આપમેળે તમારી પાસે આવશે માટે ધીરજથી કામ કરજે.
સલાહ સૂચને-તમે શિષ્ટાચારવાળા, ઓછાબોલા તથા દુગમ બને. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરો. ભૂરા રંગનાં ઉત્તમ અને સુંદર કપડાં પહેરો. સમતુલા, અતડાપણું તથા કળાકસબની પદ્ધતિ વિકસાવે.
૮. દુન્યવી શક્તિ તથા ધંધાકીય વિકાસ
એક મોટા ધંધાના વગદાર કારભારી કે મેનેજ૨ હા તેવું આજે વાતાવરણ ખડું (ખડું) કરે. મોટા કોન્ટ્રાકટો - ઉપર સહી કરો ઉદ્યોગધંધાની વૃદ્ધિ તથા વિકાસ માટેના