________________
૨૮૮
(૨) તેમણે તેમના કામધંધામાં ઉતાવળ કે ઉષતાઈ કરવી નહી.
(૩) તેમના માટે વાણીને સંયમ પણ જરૂરી છે.
- તેઓ લગ્ન અને પ્રેમમાં વફાદાર રહે છે અને બીજાઓ પણ તેમના પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને વફાદારી બતાવે તેમ ઈદે છે. તેઓ સ્થિર સ્વભાવના અને મજબૂત મનના બની શકે છે. તેમને કુટુંબ અને બાળકો પ્રત્યે પ્રેમ હોય છે. તેઓ ઉમળકાભેર સત્કાર કરનારા હોય છે અને ઘરના સીધા સાદા આનંદમાં મજા માણનારા હોય છે. તંગ સંગે અને વાતાવરણમાં તેઓ સંવાદિતા લાવી શકે છે. તેમનામાં કલ્પનાશક્તિ તથા તલલીનતા સારી હોય છે. તેમને અભ્યાસ કરવાને તથા કરાવવાને ગમે છે.
સૂચના :-(૧) તેમણે શેરસટ્ટા અને જુગારથી દૂર શહેવું જોઈએ. (૨) આરોગ્યને હાનિ કરે તેવા ખોરાક અને પીણાંથી દૂર રહેવું જોઈએ અને (૩) નકામી ચિંતાઓથી હર રહેવું જોઈએ.
G. આ લોકો ખૂબ જ દઢ મનોબળવાળા હોય છે અને તેથી તેઓ જે કંઈ કરે છે તેમાં ખૂબ જ ચોક્કસ હોય છે. તેમને ભાષાઓ ઉપર કાબૂ સારો હોય છે. અને તેથી સંસ્કારી અને શિક્ષિત સમાજને તેઓ વધારે અનુકૂળ થઈ શકે છે. તેમને તાબેદારીમાં કામ કરવાનું ગમતું નથી. તેઓ સારા વ્યવસ્થાપક બની શકે છે. કોઈ કોઈ વખત તેમને અણધારી મુશ્કેલીઓનો સામનો કરવો