Book Title: Ank Shastra Darshan
Author(s): Ranchodbhai Punambhai Patel
Publisher: Ranchodbhai Punambhai Patel

View full book text
Previous | Next

Page 256
________________ - ૨૫૦ I. આ લેકે જાગૃત, ચેતનવંતા અને સ્વાશ્રયી હોય છે. કોઈ પણ પ્રકારના વિરોધની અવગ9ના કરીને તેઓ તેમની ચેજનાઓ પાર પાડે છે. તેમની સીધી અને શક્તિશાળી રીતે અને પદ્ધતિઓ તેમને સફળતા અપાવે છે. તેમનામાં સારી લેખનશક્તિ, ઉચ્ચ શિક્ષણ પ્રત્યે પ્રેમ અને અભ્યાસ માટે ઉત્સાહ હોય છે. તેથી તેઓ સમાચારપત્રોના ખબરપત્રી તરીકે, પ્રાધ્યાપક, હિસાબનીસ અને વૈજ્ઞાનિક તરીકે સારું કામ કરે છે. સામાન્ય રીતે જીવનમાં તેમને સારા પ્રમાણમાં સફળતા અને ધન મળે છે. * સૂચના-(૧) આજનોમાં થતા વિલંબ અને રૂકાવટથી ધીરજ ગુમાવવી નહી. (૨) તેમણે તેમના કાર્યમાં આવતી અસ્થિરતા, અડચણે અને અવરોધેની અવગણના. કરવી. (૩) જૂની બાબતો, બનાવે અને વસ્તુઓ ભૂલી જવી જોઈએ. (૪) સંયમી બનીને મિજાજ ઉપર કાબૂ, શખવાની જરૂર છે. (૫) મુશ્કેલીઓ અને નિષ્ફળતાથી હિંમત હારવી નહીં. J. આ લોકોને ફેરફારો ગમે છે. તેઓને નવીન મિત્રો બનાવવાનું અને નવીન પરિચ કેળવવાનું ગમે છે. તેમનામાં કેઈપણ પ્રશ્નની બને બાજુઓ જેવાની શક્તિ હોય છે. તેઓ આશાવાદી હોય છે. તેમનામાં મોટે ભાગે લેખનકળા કે ચિત્રકળા જેવી કોઈ મૌલિક અને રચનાત્મક શક્તિ હોય છે. પ્રેમ, લગ્ન અને ધન કમાવવાની બાબતમાં આ લોકે ભાગ્યશાળી હોય છે. તેઓ આશાવાદી હોય છે. સામાન્ય રીતે તેમનું સ્વાથ્ય સારું હોય છે, તેઓ નવા વચારો જલદીથી ગ્રહણ કરે છે.

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286