________________
૨૨ ભાવિ પ્રગતિ માટે મજબૂત પાયે ના. તમારામાં છુપાઈને રહેલી કરકસરતા, કાર્યદક્ષતા અને વ્યવહારકુશળતા વિકસાવે. તેમ કરવાથી તમને આર્થિક અને ભૌતિક સફળતા મળશે અને તમારા જીવનને પાછળનો ભાગ સુખમાં જશે. “ઉતાવળા સો બાવા” વાળી કહેવત હંમેશા યાદ રાખજે.
- - ૫. તમારો સ્વભાવ આવેગશીલ, ચંચળ અને. અજંપાવાળો છે. તમારામાં સ્થિરતા એકાગ્રતા તથા દઢતાતો અભાવ છે, સારી કે નરસી એવી દરેક બાબતને તમે અજમાવી જોવાની ઈચ્છા રાખે છે અને તક મળતાં તે પ્રમાણે કરો છો પણ ખરા. તમારામાં જૂના મિત્રો અને વસ્તુઓને તરછોડી દઈને નવાને અપનાવવાની વૃત્તિ હેય છે, પણુ થોડા જ સમયમાં તમે નવી વસ્તુઓ અને મિત્રોથી કંટાળી જાય છે. એટલે કે તમે ટૂંકમાં વિવિધતાના પૂજારી છો. તમારે ટીકાટીપ્પણ, કૂથલી, નિંદા અને ગપ્પાબાજીથી પર રહેવાની જરૂર છે. અજપાવાળા ચંચળ સ્વભાવને હીધે તમે વારંવાર, કોઈપણ કારણ કે જરૂર વિના તમારી ધૂન પ્રમાણે ફેરફાર અને પરિવર્તનને કરે છે અને જુનાને ત્યજીને નવાને સ્વીકારો છે. તમારે તમારા આવેગને કાબૂમાં રાખવાની જાતીય જિજ્ઞાસાને સ્વસ્થ અને તંદુરસ્ત શખવાની અને ફક્ત વિવિપ્રતા કે પરિવર્તન માટે વસ્તુઓ કે લોકોને ન તોડવાની વૃત્તિઓ વિકસાવવાની જરૂર છે. તમારે કૌટુમ્બિક ઉપરાંત સામાજિક જીવન જીવવાની તથા ઘણા મોટા પ્રમાણમાં મુસાફરી કરવાની જરૂર છે. તમે સહેલાઈથી નવા મિત્રો બનાવતાં શીખે.