________________
( ૨૨૧
સહાનુભૂતિ અને બીજા લોકોમાં અને અભાવ સૂચવે છે. તેઓ સંકુચિત દકિટ તથા મનોદશા ધરાવે છે.
કુદરતી શકિતઓ (અંકેનું અનેક વખત લેવું)
૧. જે આ અંક નામમાં ઘણી વખત આવે તે તે સ્વાતંત્ર્ય, મહત્વાકાંક્ષા, હિંમત અને વ્યક્તિગત રસ બને છે. ઘણી વખત આ અંક સાથે, અહંભાવ, તાકાત, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને બડાશ મારવાની શક્તિ સૂચવે છે.
૨. નામમાં આ અંકનું અનેક વખત હેવું સહકાર અને કુનેહ સૂચવે છે તથા તે વસ્તુઓ તથા માનું પૃથક્કરણ કરવાની શક્તિ અને સમૂહમાં અને બીજાને માટે કામ કરવાની શક્તિ દર્શાવે છે. આ લોકો સંગીત અને સંવાદિતાના ચાહક હોય છે. તેઓ રંગે તથા રંગોની પૂરવણની પરખ તથા કદર કરી શકે છે.
૩. નામમાં આ અંકનું અનેક વખત અતિત્વ, લેખન, વાણી અને અભિનયમાં વ્યક્તિગત આત્મ-અભિવ્યક્તિ દર્શાવે છે. તે વિનેદવૃત્તિ, સમજ, કલ્પના અને પ્રેમ પણ દ્યોતક છે. આ લોકોએ જવાબદારી ધારણ કરતાં શીખવું જોઈએ.
૪. આ અંકનું નામમાં અનેક વખત હોવું પ્રામાણિક્તા, ત્રેવડ, કરકસર, એકાગ્રતા અને સારી નિર્ણયશકિત કે ન્યાયશક્તિ સૂચવે છે. આ લોકો કામની ઝીણવટર વિગતે, જિદા તથા પદધતિસરના કામકાજ માટે સારા હોય છે. તેઓ જક્કી તથા દુરાગ્રહી હોવાનો સંભવ છે.