________________
૨૨૮
પરાકાષ્ઠાના અંકેના અર્થ
૧. સ્વતંત્ર બનવા માટેની તથા કોઈપણ સંસ્થા કે ખાતાના ઉપરી અધિકારી બનવા માટેની તમને પૂરતી તક મળી રહે છે. આ સમય ફેરફારો અને પરિવર્તનથી ભરપૂર તથા પ્રવૃત્તિમય હશે. આ સમય બીજાઓ ઉપર આધાર રાખવા માટે નથી. આ સમયમાં વ્યક્તિને પોતાના પગ ઉપર ઊભા રહેવાની તથા પોતાની જ તાકાત અને પ્રયત્ન ઉપર જ આધાર રાખવાની ફરજ પડે છે.
૨. “ઉતાવળા સો બાવરાની કહેવત ચરિતાર્થ કરે તેવો આ સમય છે. તમારે આ પરાકાષ્ઠાના સમયમાં સહકાર, કુનેહ અને બીજાઓની ઈચ્છાને માન આપીને વતવાની જરૂર છે. એકલા કરતાં બીજાઓ સાથે પ્રયત્ન કરવાથી કે કામ કરવાથી તમે વધારે પ્રાપ્ત કરી શકશે.
૩. મુસાફરી, આનંદ, મોજશોખ અને સમાજમાં હળવાભળવા માટે આ સમય સારે છે, આળસુ અને બેદરકાર બનીને તમારું ધન તથા શક્તિ ગમે તેમ વેડફી નાંખશે નહીં', આ સમય આનંદદાયક મિત્રતા તથા મિત્રો દ્વારા મદદ મેળવવા માટે પણ સારો છે. આ સમયમાં તમે કલાત્મક રીતે આત્મ-અભિવ્યક્તિ કરી શકો છે. આ સમયમાં તથા પ્રેરણા અને મૌલિક વિચારો વડે તમારી સર્જનશક્તિ પણ વિકસાવી શકે છે.
૪. આ સમય પરિશ્રમ અને ધીમી પ્રગતિનો છે, ભવિષ્યમાં મજબૂત પાયા માટે પૈર્ય, એકાગ્રતા તથા