________________
કરવાં જોઈએ. જન્માંક “ર” અને ૩ વાળા લોકોએ ૨ અને ૩ એકે સંવાદી તથા શુભ માનવા. તેવી જ રીતે બાકીના જન્માંકોવાળા (જ' અને ૮ સિવાયના) લોકો માટે પણ સમજવું. કેઈપણ જન્માંકવાળા અને ખાસ કરીને ૪ અને ૮ જન્માંકવાળા લોકોને અંક ૪ અને અંક ૮ની અસર અશુભ એટલે કે ભૌતિક લાભ અને સુખસમૃદ્ધિ માટે પ્રતિકૂળ માલુમ પડતી હોય તો તેમણે અંક ૪ તથા ૮ના આંદોલનની અસરને વધારવી નહી કે પ્રબળ બનાવવી નહીં. પણ તેને બદલે તેમણે ૧, ૩, ૫ અને ૬ જેવા શક્તિશાળી અને ધન (Positive ) અંકાના મદોલનની અસર વધારવા પ્રયત્ન કરવો જોઈએ.
આ પ્રકરણના અંતમાં જોઈશું કે ૧, ૨, ૪ અને ૭ના અંકે એકબીજા સાથે વત્તા ઓછા પ્રમાણમાં સંવાદી કે સુમેળમાં હોય છે, તેથી જન્માંક ૧, ૨, ૪ અને ૭વાળા લોકો ૧, ૨, ૪ અને ૭ના અંકને સંવાદી કે શુભ માને તો વાંધો નહીં, પણ જે તેમના જીવનમાં અંક ૪ તથા અંક ૮ની ખરાબ અસર જણાય તો તેમણે તે અંકોથી દૂર રહેવું તથા અન્ય શુભ તથા સંવાદી અંકોની અસરને વધારવા કોશિષ કરવી.