________________
૧૪૫
નવા નામથી તમે બીજાઓ ઉપર સારી છાપ પાડી શકો. તમને નવીન તક મળશે તથા બીજાઓ તરફથી મદદ પણ મળતી થશે. અને એ રીતે તમે વિજય અને તકો પ્રાપ્ત કરશે. આમ છતાં ય અસલ મૂળ નામની અસર તમે સંપૂર્ણપણે નાબૂદ કરી શકશે નહી. તેની થોડી ઘણી અસર તે રહેશે જ.
કેટલાક લેખકો, કવિઓ, ગાયક ગાયિકાઓ, અભિનેતાઓ તથા અભિનેત્રીઓ તેમના અસલ નામને બદલે ઉપનામ કે તખલ્લુસ વાપરે છે. અને તેનાથી ઓળખાય છે. દાખલા તરીકે કલાપી, ધૂમકેતુ, સુનદરમ, નગેન્દ્ર, નિરૂપારોય વગેરે નામે આ પ્રકારનાં છે, પણ આવાં કાયમનાં નામ બદલવાથી તે કોઈ વખત નુકસાન થવાનો સંભવ રહે છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ તેનું અસલ નામ બદલે ત્યારે તેણે પૂરો વિચાર કરીને તથા સમજીને નામ બદલવું જોઈએ અને જરૂર પડે તો આ શાસ્ત્રના નિષ્ણાતની પણ સલાહ લેવી જોઈએ, જે તમારા જીવનમાં વારંવાર મુશીબતે, નિરાશાઓ, વિદને અને નિષ્ફળતાઓ દેખા દેતી હોય અથવા જે તમારે તમારા જીવનને અને તમારા પ્રવૃત્તિઓને ધરમૂળથી બદલવા હોય તે જ તમે ઉપનામ કે તબલુસ અપનાવજે. સાથે સાથે નવા નામ પ્રમાણે જીવવાની પણ તમારી તૈયારી હોવી જરૂરી છે. તમે તમારા ફરજો અને જવાબદારીમાંથી છટકવા, તમારા ભાગ્યી દૂર રહેવા અને તમારા જીવનના આદર્શ અને પેયમાંથી ચલિત થવા જો તમે તમારું નામ બદલવા માગતા હો તે તેમ કરશો નહીં, પણ તમારું અસલ નામ જ ચાલુ રાખજે,
૧૦