________________
નામથી, તો કેટલાક તેમની અટકથી, કેટલાક તેમના ઉપનામ કે ઈલકાબથી તે કેટલાક તેમના હુલામણા કે લેકપ્રિય નામથી વધારે ઓળખાય છે. આપણા તથા બીજા કેટલાક દેશમાં લગ્ન પછી સ્ત્રીઓનું બીજું નામ પાડવામાં આવે છે. કલાકારો, અભિનેતાઓ અને દેશનેતાઓને પણ લોકો તેમના અસલ નામને બદલે બીજા નામથી ઓળખે છે. વલભવિદ્યાનગરના સ્થાપક કે વિશ્વકર્માનું અસલ નામ ભાઈલાલભાઈ ઘાભાઈ પટેલ હતું. પણ લોકો તેમને
ભાઈકાકા”ના નામે જ ઓળખતા હતા. વલભાઈ ઝવેરભાઈ પટેલને કો “સરદાર પટેલના નામે ઓળખાતા હતા. રાષ્ટ્રપિતા ગાંધીજી” કે “મહાત્મા ગાંધીનું મૂળ નામ મોહનલાલ કરમચંદ ગાંધી હતું. આ પ્રમાણે જે નામથી વ્યક્તિ લોકોમાં સૌથી વધુ જાણીતી હોય તે નામ તેના નામાંક માટે લેવું જોઈએ.
જન્મ તારીખ અને જન્માંકનું મહત્વ જાણ્યા પછી આપણે હવે જન્મ તારીખ ઉપરથી નક્કી કરાતા જુદા જુદા અંકે વિષે જોઈએ.
(૧) જન્માંકઃ(જન્મ + અંક Birth number) એટલે વ્યક્તિની ફકત જન્મ તારીખ કે જન્મ દિવસ ઉપરથી નક્કી કરેલા સાદે કે મૂળ અંક. જન્માંક માટે જન્મની તારીખ એકલી જ ગણતરીમાં લેવામાં આવે છે, જમના માસ અને વર્ષ ગણતરીમાં લેવામાં આવતાં નથી. ધારો કે કોઈની જન્મ તારીખ ૨૭મી છે. તે તેને જન્માંક ૨૭ ૯ થાય, ૨૯મીને ૨ ૧૫મીના (૧+૫=૯) ૯ થાય અને ૩૧મીના (૩+૧=૪) ૪ થાય છે. આ જમાંક