________________
સાચા જન્મ સમયની ખબર ન હોય ત્યારે. જે નામથી તે ગોળખાતા હોય તે નામના પહેલા અક્ષર પ્રમાણે તેની રાશિ ગણીને ભવિષ્ય કહેવામાં આવે છે. આ બધી માન્ય તાઓ બતાવે છે કે નામ કંઈ અર્થસૂચક છે અને તે પણ મહત્વનું છે.
અંક શાસ્ત્રીઓના મત મુજબ દરેક નામમાં એક એવું આદેલન હોય છે કે જે વ્યક્તિની સ્થિતિ કે મનોબળ પર અસર કરે છે. તથા દરેક નામમાં બીજ એક આંદોલન હોય છે કે જે વ્યક્તિનું વ્યક્તિતત્વ દર્શાવે છે. આ મનુષ્ય બીજા લોકો ઉપર જે છાપ પાડે છે તે જાણી શકાય છે. આ ઉપરાંત પૂરું નામ અને ભાગ્યાંકથી માણસની જન્મ જાત શક્તિઓ (માનસિક તેમજ શારીરિક) વિષે જાણી શકાય છે.
દરેક વ્યક્તિના પૂરું નામમાં નીચેની બાબતો હોય છે.
(૧) કુટુંબનું કે ગોત્રનું નામ: આ નામમાં અટક અને પિતા કે પતિના નામને સમાવેશ થાય છે.
() મખ્ય કે સક્રિય નામઃ આ નામ મોટે ભાગે તે પહેલું લખાય છે. દાખલા તરીકે “બકુલ રણછોડભાઈ પટેલ” માં બકુલ મુખ્ય નામ થશે. પણ જે તે બી. આર. પટેલના નામે સહી કરે કે ઓળખાય છે તેની અટક પટેલ” મુખ્ય નામ ગણાય.
(૩) ગૌણુ નામ: ઉપરના બી. આર. પટેલ માં