________________
નાઓને અનુસરવું જરૂરી છે. આ અંકની ખરાબ બાજુએ છે કે આ લોકો કાઈ કોઈ વખત અસિદુષ, ધર્મા અને ઝનૂની બની જાય છે. ભાવિ બનાવેના સંબંધમાં આ અંક શુભ મનાય છે.
૩૬. આ અંકની અસર શુભ મનાય છે. તે શક્તિને સદુપયોગ કરનારને પ્રભુત્વ, સત્તા ને સફળતા અપે છે. આ લોકોના જીવનમાં આશ્ચર્યજનક અને અણધાર્યા બનાવ બને છે. આ અંક જાતિય સુખ માટે સારો છે. તેઓ ઉદાર, કલા અને સહાનુભૂતિવાળા હોય છે. પણ તેઓ સહેલાઈથી ઉદ્વિમ, સંતપ્ત અને નિરાશ બની જાય છે અને માનસિક સમતોલપણું ગુમાવતા હોય છે. તેમને જીવન દરમિયાન ઘણી ચઢતી પડતી જોવી પડે છે.
૪૫. આ અંક શિક્ષણ પ્રત્યેનો પ્રેમ તથા બીજાઓની સહાય અને સેવા દર્શાવે છે. આ અંક દીનદુઃખીઆ અને દલિતનો ઉદ્ધાર અને દુર્ટોને શિક્ષા સૂચવે છે. તે કેટકટીના સમયની પૂર્વ તૈયારી પણ બતાવે છે. આ અંકનાની વયે લગ્ન, બાળકો, સમાજ, જૂથ અને સંસ્થાઓ સાથેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો માલુમ પડે છે. આ લોકોએ તેમની યોજનાઓ તેમની ઈચ્છા પ્રમાણે જ ઘડતી જોઈએ.
૫૪. આ અંક અધ્યાયવૃત્તિ, વિદ્વત્તા, વાક્છટા, સમૃધિ, દીઘાયુપ, સારી તંદુરસ્તી અને સફળતા સૂયવે છે. પણ સાથે સાથે તે અકસ્માત અને લંગડાપણાનો ભય પણ બતાવે છે.