________________
પ્રકરણ ૯ મું અંક ૭ અને તેના મિશ્ર અકે કે અષ્ટક
આ અંક યુનના ગ્રહનો પ્રતીક છે. તેને ગુજરાતીમાં વરુણ કહે છે. ને પૃથ્વી કરતાં ૭૨ ગણે મોટે છે. તેનો રંગ ઝાંખે લીલે છે. તે સૂર્યની આસપાસ ૧૬૫ વર્ષમાં એક આંટે ફરે છે. તેને ૨ ઉપગ્રહ છે. તેને ફક્ત દૂરબીનની મદદથી જ જોઈ શકાય છે. હિન્દુ પુરાણે પ્રમાણે વરુણને જળને દેવતા તથા શનિને પુત્ર માનવામાં આવે છે. સફારીઅલના મત પ્રમાણે આ અંક તથા નેપ્યુનને ચંદ્ર સાથે પણ સંબંધ છે. ચંદ્રને બે અંક આપવામાં આવ્યા છે. અંક ૨ અને અંક ૭. અંક ૨ ને ચંદ્રને પણ અંક ( Negative number ) અને અંક ૭ ને ચંદ્રને ધન અંક ( Positive number ) ગણવામાં આવે છે. અમાસનો ચંદ્ર અંક ૨ સાથે અને પૂર્ણિમાને ચંદ્ર અંક ૭ સાથે સંબંધિત છે. એમ સેફારિયલનું માનવું છે અંક ૨ અને ૭ ચંદ્રના પ્રતીક હોવાથી અંક ૭ ને અંક ૨ સાથે પણ સારા સંબંધે છે. સેકારીઅલ આ અંકને ગૂઢ અથવા રહસ્યમય ગણે છે. પૂર્ણિમાના દિવસે, જાદુ, ચમકાર કે મેલી વિદ્યા માટે પૂજાપાઠ, વિધિ કે સાધના કરવા માટે આ અંક ઉપયોગમાં લેવાય છે. કેટલાક આ અંક અને નેપ્યુનના ગ્રહને Venus-શુક, સૌંદર્યની દેવી સાથે સંબંધિત માને છે. તેથી આ અંક અને ગ્રહ, અંક ૬ અને શુક્રવાર સાથે પણ સારા સંબંધ ધરાવે છે. શક્તિની દષ્ટિએ જોતાં આ અંક, અંક ૧ થી બીજા નંબરે આવે