________________
છે, પણ તેનાં આંકલન સ્થિર નથી. આ અંક જન્મ તારીખમાં આવેલા બીજા અંકોની અસર પ્રબળ બનાવે છે. જે તેની સાથે ૨, ૫ અને ૮ જેવા લાગપ્રધાન અંક આવે તે તે ભાવનાત્મક જીવનસ્ત૨ પ્રબળ બનાવે છે. જે આ અંકની સાથે માનસિક કે ભૌતિક અંક હોય તે તે જીવનના માનસિક કે ભૌતિક પાસાને વધુ બળવાન બનાવે છે. બીજા એક મતે આ અંકને કુટુંબ, કૌટુમ્બિક પરિસ્થિતિ અને બાળકોના જન્મ સાથે પણ સંબંધ છે. નેપચયુનના ગ્રહની
ચાઈ છે.
કોઈ પણ માસની ૭ મી, ૧૨ મી અને ૨૫ મી તારીખોએ જન્મેલાઓ આ અંકની અસર નીચે આવે છે. પણ જે આ તારીખો ૨૧ મી જૂનથી ૨૦મી કે ૨૭ મી જુલાઈના સમયમાં અને થોડેક અંશે ૨૦ મી જુલાઈથી ઓગસ્ટના અંત સુધીના સમયમાં આવે તો આ અંકની અસર વિશેષ થાય છે.
આ અંકવાળા લોકો સ્વતંત્ર, મૌલિક, વિલક્ષણ વ્યક્તિત્વવાળા, અજંપાવાળા તથા પ્રવાસ અને પરિવર્તનને ચાહનારા હોય છે. એક મત પ્રમાણે આ લોકો ઉતાવળીઆ અને બંડખોર સ્વભાવના હોય છે. પણ સાથે સાથે જન્મજાત લડવૈયા પણ હોય છે. જો આ અંકને અંક ૧ અને ને સથવારે હોય તે આ અંકવાળા લોકો છેવટ સુધી લડી લેનારા હોય છે. કોઈ કોઈ વખત તેઓ જી, હઠીલા ને આક્રમક પણ બને છે, પણ તેઓ તેમના આ