________________
પ્રકરણ ૮મું અંક-૬ અને તેના મિશ્ર અંકે કે અષ્ટક
આ અંક શુક્રના ગ્રહનો પ્રતિનિધિ છે, બધા ગ્રહોમાં તે સૌથી વધારે ચકચકિત છે. તે પૃથ્વીની સૌથી નજીકને ગ્રહ છે. તેની આસપાસ વાયુઓનું ગાઢ વાતાવરણ છે અને તેથી તેમાં સૂર્યના પ્રકાશનું સારું પરાવર્તન થાય છે. તેથી તે તેજવી દેખાય છે. તેને એક પણ ઉપગ્રહ કે ચંદ્ર નથી, તે પણ તે બુધની માફક ચંદની જેમ કળા કરે છે, તે સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલાં એક બે કલાક માટે દેખાય છે, તે લગભગ પૃથવી એટલે માટે છે, તેને સૂર્યની આસપાસ એક આંટો ફરતાં ૨૨૫ દિવસ લાગે છે.
હિન્દુ શા પ્રમાણે શુક્રાચાર્ય અસુરો કે રાક્ષસેના ગુરુ હતા. પશ્ચિમના દેશોમાં શુક્ર માટે Venus શબ્દ છે, અને તે પ્રેમ અને સૌંદર્યની દેવી ગણાય છે, તેથી આ અંક પ્રેમ અને સૌંદર્યને પણ પ્રતિનિધિ ગણાય છે. શુકના ગ્રહની સંજ્ઞા 0 છે.
+ કોઈપણ માસની છઠ્ઠી, ૧૫મી કે ૨૪મી એ જન્મેલી વ્યક્તિ આ અંકની અસર નીચે આવે છે, જે આ તારીખે ૨૦મી એપ્રિલથી ૨૦મી કે ૨૭મી મે અને ૨૧મી સપ્ટેમ્બરથી ૨૦મી કે ૨૭મી ઓકટોબર સુધીના સમય ગાળામાં આવતી હોય તે તેમની ઉપર આ અંકની વિશેષ અસર થાય છે.