________________
અંક ભાગ્યાંક તરીકે આવતું હોય તે વ્યક્તિનું જીવન મોટે ભાગે પરિવર્તન, ઉશ્કેરાટ ઉત્તેજન તથા સાહસથી ભ૨પૂર બને છે. આ અંકવાળાઓ માનસિક રીતે ઘણી તાણ, ઉત્તેજના અને ઉશ્કેરાટ અનુભવે છે. તેઓ તેમની માનસિક શક્તિ ઉપર જીવે છે અને ઉત્તેજના તથા ઉકેરાટને તીવ્ર રીતે ઝંખે છે. તેઓ જુગાર અને શેરસટ્ટા તરફ આકર્ષાયા વિના રહી શકતા નથી. તેઓ જન્મસિદ્ધ સટેડિયા હોય છે, તેમને સાહસ તથા જોખમ પ્રિય હોય છે. જે ધંધાઓમાં પ્રવાસ, પરિવર્તન, વિવિધતા બહુશ્રુતતા, સાહસ અને જોખમની જરૂર પડતી હોય તેવા ધંધાઓ તેમને ગમે છે. તેથી તેઓ સેલ્સમેન, ડોકટર, જાહેરાતને Nછે, પત્રકારિત્વ, વકીલાત, શિક્ષણ, વ્યાપાર કે સેકેટરીના વ્યવસાય સ્વીકારે છે. તેમનો મુદ્રાલેખ સંપ અને એકતા છે. તેમને જીવનય વિવિધ અનુભવ પ્રાપ્ત કરવાનો છે.
આ લેકોની મોટી મુશ્કેલી એ છે કે તેઓ તેમની માનસિક શક્તિ એટલી હદ સુધી ખચી નાખે છે કે તેઓ માનસિક ખેંચ કે તાણ અનુભવે છે તથા માનસિક સમતોલપણું ગુમાવી દઈને માનસિક રીતે ભાંગી જાય છે, આવા સમયે તેઓ સહેલાઈથી ચીઢાઈ જાય છે કે ગુસ્સે થાય છે, અને એ રીતે તેમને નુકસાન સહન કરવું પડે છે, આ લોકમાં ડીઘણી મુત્સદ્દીગીરી કે ખંધાઈ તો હોય છે, પણ જો તેઓ નીચલી કક્ષાએ સરી પડે છે તો તે ખિસ્સાકાતરું, સાહિત્યની કે લખાણની ચોરી કરનારા, ચોર, લુચ્ચા, ઠગ, ધુતારા તથા દાણચાર પણ બની શકે છે. તેઓ અસ્થિર મન અને નિર્ણય શક્તિના અભાવથી હલકા ચારિત્રવાળા બને છે અને આબરુ ગુમાવે છે.