Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભીંત કોચવાને અવાજ સાંભળીને શેઠ જાગી ગયા. શેઠ સમજી ગયા કે ચિરનાં પગલાં થયાં છે અને ખાતર પાડવા લીંત કેચી રહ્યો છે. આથી સમય વર્તે જઈને શેઠ તે સ્થળે ચુપચાપ બેસી ગયા. શેઠે મનમાં વિચાર્યું કે, ચાર જ્યારે ઘરમાં ઘુસશે ત્યારે તે મારા ઉપર હુમલા કર્યા વગર રહેશે નહિં માટે કાંઈક કરવું જોઈએ. શેઠ આમ વિચારી રહ્યા હતા, તે વખતે ચોર તે બાખા દ્વારા પોતાના બે પગ પહેલાં નાખી ઘરમાં પ્રવેશ કરવા યત્ન કરતું હતું. તે જ વખતે શેઠે તેના બંને પગ ઘરની અંદરથી પકડી લીધા. આ બાજુ ઘરની બહાર તે ચેારની સાથે બીજો એક ચાર પણ હવે તેને પહેલા ચારે કહ્યું કે, ઘરના માલિકે મારા પગ પકડી લીધા છે. આ સાંભળી બહાર ઉભેલા તેના સાથીદાર ચોરે તેના બહાર રહેલા અરધા શરીર પૈકી બે હાથને પકડીને તેને બહાર ખેંચવા માંડે. ત્યારે શેઠે તેને પોતાની તરફ અંદર ખેંચવા માંડયું. આમ બંને બાજુ ખેચતાણ થતાં બાકોરામાં ફસાઈ પડેલા ચોરની એવી તે કડી હાલત થઈ ગઈ કે, તે પોતાના શરીરનું રક્ષણ કરવામાં અસમર્થ બન્યા. પોતે એવું માકેરૂં પાડેલું કે જેમાંથી અંદર બહાર ખેંચાતા તેનું શરીર છેદાઈ ગયું. અને તેને પરિણામે મરણ જેવી પીડા સહેવી પડી. છે ૩
પાપકર્મકી પ્રસંશા અનેકાનેક અનર્થોકા કારણ બનતી હૈ.
ઉસ વિષયમેં દુર્મતિ ચોર કા દષ્ટાંત
પાપ કર્મને છોડવાની માફક પાપ કર્મની પ્રશંસા કરવાને પણ ત્યાગ કરી દેવો જોઈએ કેમ કે, પાપ કર્મની પ્રશંસા પણ અનેક અનર્થોનું કારણ બને છે. તેના ઉપર દષ્ટાન્ત આ પ્રકારનું છે–
દુર્મતિ નામને એક ચાર હતો, તેણે જ્યાં ચઢવું ઉતરવું ઘણું જ કઠીન હતું તેવા મહાલયમાં ખાતર પાડયું. તેણે તે વિશાળ મકાનની પછીતે બાકેરૂં પાડી, અંદર ઘુસી ઘણું ધન ચોર્યું અને ચુપચાપ પિતે પાડેલા તે બાકોરામાંથી બહાર નીકળી ગયો. પ્રાતઃકાળ થતાં, જ્યારે મકાન માલીક જાગ્યા ત્યારે તેને ચેરી થયાની ખબર પડી આથી તે ધન ગુમાવતાં પિકે પકે રેવા માંડે. તેનું આ પ્રકારનું રૂદન સાંભળીને ત્યાં ઘણા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૧.