Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૧
ધમજ્ઞાનનું મૂળ કોટીનાં એટલે કે કાંઈક ખલન અને માલિન્ય કરનારાં જ હોય, પરંતુ સર્વવિરતિને પ્રતિબંધ કરનારાં ન હોય અને તેના અધ્યવસાયે પણ પ્રશસ્ત જ હોય. તેના તે પ્રશસ્ત અધ્યવસાય વધતાં વધતાં તે પુરુષ અનંત નારકના ભવોથી પોતાના આત્માને વિમુક્ત કરે છે; અનંત પશુપક્ષીના ભવોથી પિતાની જાતને વિમુક્ત કરે છે, અને અનંત દેવભવોથી આત્માને વિમુક્ત કરે છે. પછી તે પેલા હળવા પ્રકારના ક્રોધ-માન-માયા-લોભને પણ ક્ષય કરે છે; પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે; નવ પ્રકારના દર્શનાવરણીય કર્મનો ક્ષય કરે છે; પાંચ પ્રકારના અંતરાયકર્મનો તથા મેહનીયકર્મને ક્ષય કરે છે; અને એમ કરીને કર્મ રજને વિખેરી નાખનાર અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે. પછી તેને અનંત, અનુત્તર, વ્યાબાધરહિત, આવરણરહિત, સર્વ પદાર્થને ગ્રહણ કરનાર, પ્રતિપૂર્ણ તથા શ્રેષ્ઠ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે.
પ્રવ– હે ભગવન ! તેવો કેવલજ્ઞાની કેવલીએ કહેલ ધર્મને ઉપદેશ કરે ?
ઉ– હે ગૌતમ! એ વાત એગ્ય નથી. તે માત્ર ઉદાહરણ કહે, અથવા પ્રશ્નનો ઉત્તર આપે; પરંતુ ધર્મોપદેશ
પ્ર – હે ભગવન! તે કઈને દીક્ષા આપે?
પ્ર.– હે ગૌતમ! એ વાત યોગ્ય નથી. તે (અમુકની પાસેથી દીક્ષા લે એટલો ) ઉપદેશ આપે.
પરિણામશુદ્ધિ–ચિત્તશુદ્ધિ થતાં થતાં સંસારી જીવને. પહેલીવાર પ્રાપ્ત થતું આધ્યાત્મિક જાગરણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org