________________
અધ્યાત્મ રાજચંદ્ર પૂર્વ પ્રાયશ્ચિત્ત (advance repentance) કરતી હતી ! સ્મૃતિની બળવત્તરતા એટલી બધી હતી કે તેની સ્મૃતિ આ કાળમાં ભાગ્યે જ કઈમાં જોવામાં આવે એવી અનન્યસદશ હતી. આવી અસાધારણ કુદરતી બક્ષીસ જેવી (natural gift) સ્મૃતિના મહાપ્રભાવને લીધે જ ઉપરમાં વર્ણવી દેખાડયું તેવું શ્રીમદનું એકમાઠીપણું હતું, એટલે પાઠ શિક્ષક વંચાવે તે જ વખતે સ્મૃતિપટમાં અંકાઈ જત, ચિત્તભૂમિમાં જાણે ચિંટી જતો, અને યથાવત્ કડકડાટ બોલાઈ જતો. અને એટલે જ ફરીથી વાંચવાની તકલીફ લેવાની જરૂર નહોતી, તે સંબંધી ફીકર-ચિંતા કરવાની જરૂર નહોતી–નિશ્ચિતતા હતી, તેથી વાંચવાની બા.માં આળસુ “પ્રમાદી” બનવાનું સહજ સ્વાભાવિક હતું.
આમ અભ્યાસની બા.માં રાજચંદ્ર પોતે નિશ્ચિત હતા, એટલું જ નહિં પણ તેમણે શિક્ષકને પણ એક પ્રકારે નિશ્ચિત કરી દીધા હતા. કારણ કે શિક્ષકના પરમ વિશ્વાસુ વડા વિદ્યાથી (monitor) તરીકે તે બધા વિદ્યાર્થીઓના લેસન (પાઠ) લેતા અને શિક્ષક તે આરામથી બેસી રહેતા ! એમ પણ કહેવાય છે કે દોઢ બે વરસમાં સાત ચોપડી પૂરી કરી તેઓ વવાણીઆની શાળામાં થોડો વખત આસિસ્ટંટ તરીકે રહ્યા હતા. તેમની શિખવવાની અદ્ભુત કળાથી તે વિદ્યાર્થી જગતમાં ખૂબ માનતા થઈ પડયા હતા. “સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ” એવી રૂઢ માન્યતાના તે જમાનામાં તેઓ વિદ્યાર્થીને કદી મારતા નહીં, પણ કાનની બૂટ પકડી સમજાવતા અથવા મીઠા મધુર ઠપકો આપતા.
અને આમ પિતે નિશ્ચિત અને શિક્ષકને પણ નિશ્ચિત કરનારા–“નફકરા” આનંદમસ્ત રહેનારા આ રમતીયાળ બાલ રાયચંદનો ઘણોખરો કાળ બાળચિત રમતગમતમાં જત. કીડાપ્રિય રાયચંદ ખૂબ વિનોદી અને આનંદી હાઈ બધાયને આનંદ આનંદ કરાવતે. એટલે વિદ્યાથીજગનો તે પરમ માનીતો—વિદ્યાર્થી જગપ્રિય અગ્રેસર થઈ પડ હતું. તે કેટલે સુધી તેને દાખલ–એકવાર શિક્ષકે કઈ કારણસર રાયચંદને સહજ ઠપકો આપે. એમ તો રાયચંદ સ્વભાવથી જ ખૂબ વિનયી અને નમ્રસ્વભાવને હતો, છતાં તે અદીનમનવાળે સ્વમાની હાઈ કોઈ પણ પ્રકારને અન્યાય સહન કરી શકતો નહિં. એટલે શિક્ષકના બેટા અન્યાયી ઠપકાથી તેને ખોટું લાગ્યું અને બીજે દિવસે નિશાળે જવાનું માંડી વાળ્યું. રાયચંદ નિશાળે ગયેલ નથી એમ બીજા વિદ્યાર્થીઓના જાણવામાં આવ્યું, એટલે તેઓ બધાય રાયચંદની પાસે આવ્યા. રાયચંદ વિદ્યાર્થીમંડલીને લઈ દૂર ખેતરમાં ચાલ્યા ગયા. શાળામાં ચકલું ય ફરકયું નહિં. એટલે શિક્ષકને તરત જ સમજાઈ ગયું કે રાયચંદને ગઇકાલે ઠપકે આ હતો તેનું આ પરિણામ છે. પોતાની ભૂલનું એમને ભાન થયું. પછી શોધતા શોધતા તે ખેતરમાં ગયા અને રાયચંદને નમી પડી ક્ષમા માગી, ફરી એમ નહિં થવાની ખાત્રી આપી; અને બધા વિદ્યાર્થીઓને મનાવીને નિશાળે લઈ ગયા. આમ સત્યવ્રાહી બાલ રાયચંદને આ નિર્દોષ સત્યગ્રહણરૂપ ભાવિ સતપ્રાપ્તિવિજયને પુરેગામી વિજ્ય !
બાલ રાયચંદ સ્વભાવથી અત્યંત પ્રેમાળ અને સરળ હતો. સર્વ પ્રત્યે તે સરલ