________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
પુણ્યોદયના માહાત્મ્યથી વૈશ્વાનરનો પ્રભાવ
તે
તેથી તેઓની સાથે અનેક ક્રીડાઓથી રમતો હું વધવા માંડ્યો અને ક્રીડા પ્રસ્તુત હોતે છતે મારાથી મહાન પણ બાળકો પ્રધાનકુલમાં ઉત્પન્ન થયેલા પણ પરાક્રમવાળા પણ વૈશ્વાનર અધિષ્ઠિત મને જોઈને ભયથી કાંપે છે, મને નમસ્કાર કરતા જાય છે, ચાટુ શબ્દો બોલે છે, સેવકભાવને સ્વીકારે છે, આગળ દોડે છે, મારા વચનને પ્રતિકૂલ વર્તતા નથી. વધારે શું કહેવું ? લિખિત પણ મારાથી=મારા ચિત્રથી, પણ તેઓ ડરે છે અને સર્વ પણ તે વ્યતિકરનું=મોટા પણ રાજપુત્રો તેનાથી ભય પામે છે તે વ્યતિકરવું, અચિંત્ય માહાત્મ્યપણું હોવાને કારણે પ્રચ્છન્ન રૂપ પણ પુણ્યોદય કારણ છે પરંતુ મહામોહતા વશથી મારા ચિત્તમાં પરિસ્ફુરણ થયું. શું પરિસ્ફુરણ થયું ? તે ‘યદ્યુત'થી બતાવે છે આ પણ મોટા બાળકો=મોટા ઘરના રાજપુત્રો, મતે આ પ્રમાણે કરતા વર્તે છે, વરમિત્ર એવા વૈશ્વાનરનો તે આ ગુણ છે, જે કારણથી સંનિહિત છતો એવો આવૈશ્વાનર, પોતાના સામર્થ્યથી મારી તેજસ્વિતાને વધારે છે. ઉત્સાહને કરે છે, બલને વધારે છે, તેજ સંપાદન કરે છે. મનને સ્થિર કરે છે, ધીરતાને ઉત્પન્ન કરે છે. શૂરવીરતાનું આધાન કરે છે. વધારે શું કહેવું ? બધા પુરુષના ગુણો વડે મને આ=વૈશ્વાનર, યોજન કરે છે. તેથી આ ભાવનાને કારણે=મારામાં બધા ગુણો આધાન કરે છે આ પ્રકારની ભાવનાને કારણે, મને વૈશ્વાનર અત્યંત વલ્લભ થયો. ત્યારપછી હું આઠ વરસનો થયો. ભાવાર્થ :
આ
-
નંદિવર્ધનકુમા૨ને વૈશ્વાનર પ્રત્યે ઉપકારની બુદ્ધિ થઈ તેથી વૈશ્વાનરને નિર્ણય થયો કે આ મને ઇચ્છે છે તેથી તે રાજપુત્ર પાસે આવે છે. રાજપુત્ર તેને સ્નેહથી આલિંગન આપે છે. એમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે નંદિવર્ધનને પોતાનો અગ્નિ જેવો ક્રોધી સ્વભાવ અત્યંત પ્રિય હતો અને તેનાથી જ પોતે સર્વત્ર સફળ થાય છે તેવી બુદ્ધિ વર્તે છે તેથી નંદિવર્ધન ક્રોધી સ્વભાવને ક્ષણ પણ મૂકતો નથી. જ્યારે જીવ કષાયની પરિણતિવાળો હોય છે ત્યારે તેની પુણ્ય પ્રકૃતિઓ કંઈક કંઈક ક્ષીણ થાય તો પણ પૂર્વમાં તીવ્રપુણ્ય બાંધ્યું છે તેથી તેની પુણ્ય પ્રકૃતિઓ સર્વથા નષ્ટ થતી નથી તે બતાવવા માટે જ અહીં કહ્યું કે વૈશ્વાનરની મૈત્રીને કા૨ણે પુણ્યોદય કંઈક રોષ પામ્યો, છતાં તે વિચારે છે કે આ નંદિવર્ધન અવિશેષજ્ઞ છે કે જેથી તેના હિતકારી એવા મારી ઉપેક્ષા કરે છે અને સમસ્ત દોષના કારણભૂત એવા વૈશ્વાનર સાથે મૈત્રી કરે છે. તેનાથી એ ફલિત થાય કે મૂઢ જીવો પોતાની સર્વ કૃત્યોની સફળતા પુણ્યથી થાય છે તે જોઈ શકતા નથી. પરંતુ પોતાના ક્રોધી સ્વભાવથી પોતાનું સર્વ કામ સફળ થાય છે તેમ જોનારા હોય છે, તેથી જ્યાં સુધી જીવોમાં મૂઢતા આપાદક મિથ્યાત્વ પ્રચુર હોય છે ત્યાં સુધી તેઓ સન્માર્ગને જોવા સમર્થ બનતા નથી, પોતાનું પારમાર્થિક સ્વરૂપ જોવા સમર્થ બનતા નથી. ફક્ત હાથીના ભવમાં કંઈક માર્ગાનુસા૨ી બુદ્ધિ થયેલ જેથી મધ્યસ્થ પરિણતિ પ્રગટ થઈ જેનાથી પુણ્ય બંધાયું, તોપણ તે પુણ્યના ઉદયકાળમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવી માર્ગાનુસારી બુદ્ધિ નંદિવર્ધનમાં થયેલી નહીં હોવાથી મૂઢની જેમ પ્રાપ્ત થયેલા મનુષ્યભવનો વિનાશ કરે છે છતાં ક્ષીણ થતું પણ પુણ્ય પૂર્વે તીવ્ર કોટિનું બંધાયેલું વિદ્યમાન હતું તેથી હંમેશાં બાહ્ય