________________
પર્વ ૧ લું પ્રભાતમાં ઉજજવળ વસ્ત્રાભૂષણ ધારણ કરી સાર્થવાહ પિતાના મુખ્ય માણસને સાથે લઈ સૂરિના આશ્રમ પ્રત્યે ગયા. ત્યાં જઈ પલાશના આચ્છાદનથી આચ્છાદિત થયેલા, છિદ્રવાળા, તૃણની ભી તોવાળા અને નિર્જીવ ભૂમિ ઉપર રચેલા એવા આશ્રમમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં પાપરૂપી સમુદ્રના જાણે મંથન કરનાર હોય, મોક્ષના જાણે માગ હેય, ધર્મને જાણે મંડપ હોય અને તેજના જાણે સ્થાન હોય એવા ધર્મ ઘેષ મુનિને તેણે જોયા. તેઓ કષાયરૂપી ગ૯મમાં હિમ જેવા, કલ્યાણલક્ષ્મીના હાર જેવા, સંઘના અદ્વૈત ભૂષણ જેવા અને મોક્ષની ઈચ્છાવાળા પુરુષોને કલ્પવૃક્ષ જેવા લાગતા હતા. જાણે એકત્ર થયેલ તપ હોય, મૂર્તિમાન આગમ હોય, તીર્થને પ્રવર્તાવનાર તીર્થકર હોય એવા તેઓ શોભતા હતા. તેમની આસપાસ બીજા મુનિઓ બેઠા હતા, જેમાંના કેઈએ પોતાનો આત્મા ધ્યાનને આધીન ર્યો હતો, કેઈએ મૌનવ્રત અવલંબન કર્યું હતું, કોઈ કાર્યોત્સર્ગમાં રહ્યા હતા, કોઈ આગમનું અધ્યયન કરતા હતા, કોઈ વાચન આપતા હતા, કોઈ ભૂમિ પ્રમાજંન કરતા હતા, કઈ ગુરુને વંદન કરતા હતા, કઈ ધર્મકથા કરતા હતા, કોઈ શ્રતને ઉપદેશ કરતા હતા, કેઈ અનુજ્ઞા આપતા હતા અને કઈ તવને કહેતા હતા, સાર્થવાહે પ્રથમ આચાર્યને અને પછી અનકમે સર્વ સાધુઓને વંદના કરી. તેઓએ તેને પાપનો નાશ કરનાર ધર્મલાભ આપે. પછી આચાર્યને ચરણકમળની પાસે રાજહંસની પેઠે બેસી સાર્થવાહે આનંદ સહિત નીચે પ્રમાણે કહેવાનો આરંભ કર્યો.-- - “હે ભગવન ! આપને મારી સાથે આવવાનું કહેતાં મેં શરદઋતુના મેઘની ગર્જનાની માફક મિથ્યા સંભ્રમ દેખાડયો. કેમકે, તે દિવસથી આરંભીને આજસુધી મેં આપનું દર્શન કર્યું નહિ, વંદના કરી નહિ અને અન્નપાન તથા વસ્ત્રાદિકથી આપનો કયારે પણ સત્કાર કર્યો નહિ. જાગ્રત છતાં સુષુપ્તાવસ્થામાં રહેલા એવા મેં આ શું કર્યું? આપની અવજ્ઞા કરી, પિતાનાં વચનનો ભંગ કર્યો. હે મહારાજ ! આ મારા પ્રમાદાચરણને માટે આપ ક્ષમા કરો. મહાત્મા લોક સાવ સહન કરવાથી હમેશાં સવસહાનીક ઉપમાને પામેલા જ હોય છે.'
આવું સાર્થવાહનું વચન સાંભળી સૂરિએ કહ્યું-“ સાર્થવાહ ! માર્ગમાં હિંસક પશુઓથી અને ચાર લોકેથી તમે અમારી રક્ષા કરી છે તેથી અમારો સર્વ પ્રકારને સત્કાર તમે કર્યો છે. તમારા સંઘના લોકો જ અમને યોગ્ય અન્નપાનાદિ આપે છે તેથી અમને કંઈ પણ દુઃખ થયું નથી, માટે હે મહામતિ ! જરા પણ ખેદ કરશે નહીં.” સાર્થવાહે કહ્યું – “સંત પુરુષો નિરંતર ગુણને જ જુએ છે, તેથી આપ દોષ સહિત એ જે હું તેને માટે એ પ્રમાણે કહો છે, પરંતુ હું હવે સર્વ રીતે મારા પ્રમાદથી લજિજત થાઉં છું માટે આ૫ પ્રસન્ન થાઓ અને સાધુઓને આહાર લેવા મારી સાથે મોકલે, જેથી હું ઈચ્છા પ્રમાણે આહાર આપું.” સૂરિ બોલ્યા-“વર્તમાન ગ વડે જે અકૃત, અકારિત અને અચિત્ત અનાદિક હોય તે અમારા ઉપયોગમાં આવે છે એમ તું જાણે છે. એવી રીતે સૂરિએ કહ્યા પછી “જે આપને ઉપયોગમાં આવશે તે જ હું સાધુઓને વહોરાવીશ.” એમ કહી નમસ્કાર કરી સાર્થવાહ પિતાના આવાસ પ્રત્યે ગયે. તેની પછવાડે જ બે સાધુ વહેરવાને ગયા, પણ દૈવયોગે તેના ઘરમાં સાધુને વહોરાવવા યોગ્ય કાંઈ પણ અનપાનાદિક તે સમયે હતું નહીં. પછી સાર્થવાહે આમતેમ જોવા માંડયું, તેવામાં જાણે પિતાનું નિર્મળ અંતઃ૧ એક જાતનું ઘાસ. ૨. નિદ્રાવસ્થા, ૩, પૃથ્વી,