________________
સગ ૧ લો
પેઠે નદીઓના વિશાળ તટને તોડી નાંખ્યા. મેઘના જળોએ પૃથ્વીના ઊંચાનીચા ભાગને સરખો કર્યો, કેમકે જડ પુરૂષોને ઉદય થાય તો પણ તેને વિવેક કયાંથી આવે ? જળ, કાંટા અને કાદવથી માર્ગના દુર્ગમપણાને લીધે એક ગાઉ પણ સ યોજન જેવો થવા લાગે. પથ લે કે પોતાના જાનુ સુધી નવા કાદવમાં સંલગ્ન થવાથી જાણે બંધનમાંથી મુક્ત થયા હોય તેમ ધીમે ધીમે ચાલવા લાગ્યા. દરેક રસ્તે પાંથ લોકોને અટકાવવાને જાણે દુષ્ટ દેવે પ્રવાહના મિષથી પોતાના બાહુરૂપી ભગળને પસાર્યા હોય તેવા જળપ્રવાહે જણાવા લાગ્યા. શકટર કાદથી વિકટ થયેલા રસ્તામાં તરફ ખેંચી જવા લાગ્યાં, તે પૃથ્વીએ જાણે પોતાના ઘણા કાળથી થયેલા મનના રેષથી ગ્રસ્ત કર્યા હોય તેવાં જણાવા લાગ્યા. ઊંટને ચલાવનારાએ એ માર્ગમાં નીચે ઉતરી રજજુને ધારણ કરીને આકર્ષણ કરેલાં ઊંટ પોતાના ચરણે ભ્રષ્ટ થવાથી પગલે પગલે પડવા લાગ્યાં. વર્ષાઋતુથી માર્ગનું આવું દુર્ગામપણું થયેલું જોઈ ધનસાર્થ વાહે તે મહા અટવીમાં તંબૂઓ નાખીને નિવાસ કર્યો. ત્યાં સર્વે લોકોએ વર્ષાઋતુ નિર્ગમન કરવાને માટે આશ્રમ કર્યા; કેમકે દેશકાળને ઉચિત ક્રિયા કરનારાઓ દુઃખી થતા નથી. સાર્થવાહના મિત્ર મણિભદ્ર જંતુરહિત પૃથ્વી ઉપર રહેલ ઉટજરૂપીય ઉપાશ્રય બનાવ્યા, એટલે તેમાં સાધુ સહિત આચાર્ય નિવાસ કર્યો. સંઘના લોકો ઘણા હોવાથી અને વર્ષાઋતુને લાંબે વખત હોવાથી સર્વની પાસે માતુ અને ઘાસ વગેરે ખૂટી ગયું; તેથી સર્વે સાર્થવાસીઓ ક્ષુધાત્ત થઈ મલિન વસ્ત્રવાળા તાપસ ની પેઠે કંદમૂળાદિક ભક્ષણ કરવાને આમતેમ ફરવા લાગ્યા. સાર્થના લોકેની આવી દુઃખી હાલત જોઈ સાર્થવાહના મિત્ર મણિભદ્દે એક દિવસે સાયંકાળે તે સર્વ વૃત્તાંત સાર્થવાહને નિવેદન કર્યો. તે સાંભળી સંઘના લોકોના દુઃખની ચિંતામાં, પવન રહિત સમયે નિષ્કપ થયેલા સમદ્રની પેઠે સાર્થવાહ નિશ્ચળ થઈ ગયે. એવી રીતે ચિંતામગ્ન થયેલા સાથે વાહને ક્ષણ માત્રમાં નિદ્રા આવી ગઈ. “ જ્યારે અતિ દુઃખ કે અતિ સુખ આવે ત્યારે તત્કાળ નિદ્રા આવી જાય છે, કેમ કે તે બંને નિદ્રાનાં મુખ્ય કારણ છે.” તેવામાં રાત્રિને છેલ્લે પહોર થયો એટલે અધશાળાનો કોઈ ભદ્રિક આશયવાળો ચામરક્ષક નીચે પ્રમાણે બોલ્યા
દરેક દિશાઓમાં જેની કીર્તિ વિસ્તાર પામી છે એવા અમારા સ્વામી વિષમ દશાને પ્રાપ્ત થયા છે, તો પણ પોતાના શરણાગતનું પાલન સારુ કરે છે !” આવી તેની વાણી સાંભળી સાર્થવાહે વિચાર કર્યો કે-“આવું બોલી કોઈ માણસે મને ઉપાલંભ દીધો જણાય છે. મારા સંઘમાં દુઃખી માણસ કોણ છે ? અરે ! મારા જાણવામાં આવ્યું કે-મારી સાથે ધર્મશેષ આચાર્યો આવેલા છે, જેઓ અકૃતપ અકારિત પ્રાસુક" ભિક્ષાથી જ ફક્ત ઉદરપોષણ કરનારા છે અને કદ, મૂળ તથા ફળાદિ પદાર્થને કઈ વખત સ્પર્શ પણ કરતા નથી. હમણાં આવા દુ:ખિત સાર્થને વિષે તેઓ કેમ વર્તતા હશે? અહો! જે આચાર્યને માર્ગનાં સર્વ કૃત્ય સાચવવાનું અંગીકાર કરીને હું મારી સાથે આ માર્ગે લાવ્યો, તેઓનું હું આજે જ
મરણું કરુ છું. મેં મૂ ખે આ શું કર્યું ? આજ સુધી જેઓનું વાણીમાત્રથી પણ ઉચિત સાચવ્યું નથી, તેઓને આજે હું કેવી રીતે મુખ બતાવીશ? તથાપિ આજે તેમનું દર્શન કરીને હું મારા પાપનું પ્રક્ષાલન તો કરુ; કારણ કે તે સિવાય સર્વ વસ્તુની ઈચ્છા રહિત એવા તે પુરુષનું મારે શું કામ કરવું?” આવી ચિંતામાં મુનિદર્શનને માટે ઉત્સુક થયેલા સાથે વાહને રાત્રિને ચોથે પ્રહર બીજી રાત્રિના જેવડો થઈ પડયા. પછી રાત્રિ વીતી ગઈ, એટલે
૧. અહી જડના બીજા અર્થમાં જળ સમજવું ૨. ગાડાંઓ, ૩ ઝૂંપડી. ૪. પહેરેગીર. ૫ પિતાને અર્થે નહી કરેલ. ૬. નહિ કરાવેલ. ૭. જીવ રહિત. (અચિત્ત). ૮. ધોઈ નાખવું.