________________
પર્વ ૧ લું
ગાડાંઓ જાણે ચાલતાં ઘર હોય તેવાં શુભતાં હતાં. મેટી કાયાવાળા અને મેટા સ્કધવાળા મહિષે જાણે પૃથ્વી પર આવેલા મેઘ હોય તેમ જળને વહન કરી લોકોની તૃષાનો નાશ કરતા હતા. તે સાર્થવાહના ઉપસ્કરના ભારથી આક્રાંત થયેલી પૃથ્વી ચોતરફ થતા એવા શકટના ચિત્કાર શબ્દથી શબ્દ કરતી હોય તેવી જણાતી હતી. બળદથી, ઊંટોથી અને ઘોડાઓથી ઊડેલી રજ આકાશમાં ચિતરફ એવી રીતે વ્યાપી ગઈ કે, જેથી સોયથી વીંધાઈ શકાય તેવો અંધકાર થઈ ગયો. દિશાઓના મુખભાગને બધિર કરનારા સાંઢાના ઘંટાના રણકારથી ચમરી મૃગે, પિતાનાં બચ્ચાંઓ સાથે દૂરથી જ ઊંચા કાન કરી ત્રાસ પામતાં હતાં. મોટા ભારને વહન કરનારાં ઊંટ ચાલતાં ચાલતાં પણ પોતાની ગ્રીવાઓ વાળીને વૃક્ષોના અગ્રભાગને વારંવાર ચાટતાં હતાં. જેઓના પૃષ્ઠ ઉપર છાલકા મૂકેલા છે એવા ગધેડાએ પોતાના કાન ઊંચા કરી અને ગ્રીવાઓ પાંસરી કરી પરસ્પર એકબીજાને દાંત વડે ડંસ કરતા કરતા પછવાડે રહેતા હતા. દરેક દિશાઓમાં હાથમાં હથિયાર ધારણ કરીને રહેલા રક્ષકથી વીંટાયેલે તે સાર્થ જાણે વજન પંજરમાં રહ્યો હોય તેમ માર્ગે ચાલતો હતો. મસ્તક ઉપર મહામૂલ્ય મણિને ધારણ કરનારા ભુજંગની પેઠે ઘણા અથ (દ્રવ્યોને વહન કરનારા તે સંઘથી ચાર લોકે દૂર જ રહેતા હતા. નિર્ધન અને ધનાઢયના યોગક્ષેમમાં એકસરખા ઉદ્યમવાળો તે સાર્થવાહ, ચૂથપતિ હાથી જેમ નાના હાથીઓને લઈને ચાલે તેમ સર્વની સંઘાતે ચાલવા લાગે. લોચનોને પ્રફુલ્લ કરી સર્વ લોકોએ આદર કરેલે તે સાર્થવાહ સૂર્યની પેઠે દિવસે દિવસે પ્રયાણ કરવા લાગ્યા. તેવા વખતમાં સરોવર અને નદીઓનાં જળને રાત્રિઓની પેઠે સંકેચ કરનાર, પાંથજનને ભયંકર અને મહાઉત્કટ એ ગ્રીષ્મઋતુને સમય આવ્યે. ભઠ્ઠીની અંદરનાં કાષ્ઠોની જેવા ઘણા દુસહ પવન વાવા લાગ્યા. સૂર્ય પોતાના અગ્નિના કણિયાની જેવા તડકાને ચોતરફ પ્રસારવા લાગ્યા. તે સમયે સંઘના પથ લોકો સમીપ ભાગે આવતાં ઝાડે ઝાડે વિશ્રામ લેવા લાગ્યા અને પાણીની પરબે પરબે પ્રવેશ કરી જળપાન કરીને આળોટવા લાગ્યા. મહિષે નિઃશ્વાસેથી જાણે પ્રેરેલી હોય તેવી પિતાની જિલ્લાઓનું આકર્ષણ કરવા લાગ્યા અને નિષેધ કરનાર પુરુષોના શબ્દોનું અપમાન કરીને નદીના કાદવ
ર પ્રવેશ કરવા લાગ્યા. પરોણાના ઘા પડતા હતા તે પણ સારથીઓનું અપમાન કરીને વૃષભ કુમાગે રહેલાં વૃક્ષો પાસે વારંવાર જવા લાગ્યા. સૂર્યનાં તપેલાં લેઢાની સોયનાં જેવાં કિરણોથી મીણના પિંડની જેમ પશુ અને મનુષ્યનાં શરીરે ચારે તરફ ઓગળવા લાગ્યાં. સૂર્ય હમેશાં પોતાનાં કિરણોને તપાવેલા લોઢાનાં ફળોની જેવાં કરવા લાગે અને પૃથ્વીની રજ માર્ગમાં નાંખેલા છાણાના અગ્નિની જેવું વિષમ પણું ધારણ કરવા લાગી. સાથે. માંહેની સ્ત્રીઓ માર્ગમાં આવતી નદીઓમાં પેસી કમલિનીનાં નાળવાં ગ્રહણ કરી કરીને પિતાના ગળામાં નાખવા લાગી, સાથેની પુરંધીઓ ૧ પસીના વડે ભીંજાયેલાં વસ્ત્રોથી જાણે જળાદ્રિ થયેલી હોય તેમ માગમાં ઘણું શોભવા લાગી. પાંથ લોકો પલાશ, તાલ, હિતાલ, કમલ અને કદલીપત્રના પંખા કરી ઘામથી થયેલા શ્રમનો છેદ કરવા લાગ્યા.
પછી ગ્રીષ્મઋતુની સ્થિતિની પેઠે પ્રવાસીઓની ગતિનો નાશ કરનાર મેઘનાં ચિહ્નવાળી વર્ષાઋતુ આવી. આકાશમાં ચક્ષની માફક ધનુષ્યને ધારણ કરતો અને ધારરૂપી બાણની વૃષ્ટિ કરતો વરસાદ ચઢી આવ્યું. સર્વ સંઘના લોકોએ તેને ઘણું ત્રાસથી છે. તે મેઘ સળગાવેલા ઉંબાડીઆની પેઠે વીજળીને ભમાવીને બાળકોની પેઠે સંઘના સર્વ લોકોને બીવરાવવા લાગ્યા. આકાશ સુધી ગયેલા અને પ્રસરતા એવા જળનાં પૂરો એ પાંથાના હૃદયની
૧ સ્ત્રીઓ.