________________
૧૫
આ પુસ્તક પ્રકાશનને લાભ ભવ્ય પ્રાણિઓ વધુમાં વધુ લઈ આત્મકલ્યાણ સાધે એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
ઉદ્દેશ–આ પુસ્તક પ્રકાશનની પાછળ અમારે ઉદ્દેશ એક ઉપકારી આત્માના ઉપકારના સ્મરણને છે. જે પૂજ્ય સાધ્વીજી શ્રીહરિશ્રીજીના સ્મારક તરીકે આ ગ્રન્થનું અમે પ્રકાશન કરીયે છીએ તે દીર્ધ ચારિત્ર પર્યાયથી અનેક ભવ્ય અને આત્મ કલ્યાણને માર્ગે ચઢાવનાર સાધ્વીજી સપરિવાર અમદાવાદમાં અમારી પિળના ઉપાશ્રયમાં અનેકાનેક વખત ચાતુર્માસ માટે રહ્યાં હતાં. તેઓના પવિત્ર જીવનને લાભ અમારા શ્રી સંઘને મલ્ય છે તેનો બદલો અમે કંઈ પણ આપી શકીએ તેમ નથી. માત્ર તેઓના ઉપકારની સ્મૃતિ રહે એ ઉદ્દેશથી અથ આત્માઓને ઉપકારક આ પુસ્તક પ્રગટ કરી અમે કૃતાWતાને અનુભવીએ છીએ.
પ્રકાશનની પાછળ તેઓની સ્મૃતિનું ધ્યેય હેવાથી આ પુસ્તકમાં તેઓનું ટુંકું જીવનચરિત્ર દાખલ કર્યું છે. ઉપરાન્ત જે જે ગ્રન્થ તેઓને પ્રિય અને આરાધનામાં ઉપયોગી થયા હતા તેને આમાં સંગ્રહ કર્યો છે. ગ્ર કેવા મહત્ત્વના છે તે તે આત્માને અને આત્મહિતને સમજનાર જ સમજી શકે તેમ છે. કેવળ શરીરની જ નહિ, કિન્તુ આત્માની અહિંસાને શીખવાડનારા એ દરેક ગ્રન્થનું મહત્તવ પ્રાસ્તાવિક નિવેદનમાં જોઈ શકાશે. આવા ગ્રન્થને અભ્યાસ અને સદુપયોગ કરે એજ આત્માનું સાચું જ્ઞાન અને સાચું કર્તવ્ય છે એમ અમે ભારપૂર્વક કહી