________________
આ ગૃહસ્થ ધર્મની આરાધના માટે જ્ઞાનીઓએ જિનમૂર્તિ, જિનમન્દિર,જિનગમ,સાધુસાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ સાત ક્ષેત્રે જણાવેલાં છે. પરસ્પર તેનું ગુરૂત્વ–લઘુત્વ છતાં મેક્ષ માટે તે સાતે ય એક સરખાં ઉપકારી છે અને અપેક્ષાએ તે બધાયમાં “જિનાગમ” મહત્ત્વ ધરાવે છે. એક આગમની (શ્રુતજ્ઞાનની) સેવા સાતે ક્ષેત્રોની સેવારૂપ છે. જેના બળે ચરાચર જગતના ત્રણે કાળના હેય, ય અને ઉપાદેય ભાવેને સત્ય સ્વરૂપમાં જાણી શકાય તે જ્ઞાનને સૂર્યની અથવા દીવાની ઉપમા આપી છે.
તેમાં પણ આ અવસર્પિણી કાળે ભરતક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાનીઓના અભાવે અન્યારી રાત્રિ જે કાળ છે ત્યારે તે શ્રુતજ્ઞાન વિના જીવને બીજે કઈ આધાર છે જ નહિ. એથી જ જ્ઞાનીઓ કહી ગયા છે કે “ત્રણે જગતને અનન્ય આધાર સમું શ્રુતજ્ઞાન એ જ આ જીવનમાં ઉપાદેય છે, એજ સેવ્ય છે, એનું જ દાન એ સર્વોત્કૃષ્ટ દાન છે, માટે હે ભવ્ય જી ! તમે શ્રુતજ્ઞાનની સેવાથી જીવનને કૃતાર્થ કરે !”
ગૃહસ્થ જીવનમાં શ્રુતજ્ઞાનની સેવા મર્યાદિત થઈ શકે છે, એને રચવાનું અને સમજાવવાનું તે સાધુજીવનથી જ શક્ય છે, માત્ર ભાવકૃતના આધારભૂત ગ્રન્થનું રક્ષણપૂજન અને પ્રકાશન કરવા દ્વારા શ્રાવકધર્મની આરાધના થઈ શકે છે.
આવી એક ઉત્તમ આરાધના કરવાને અમને વેગ મળવાથી અમારા જીવનને અમે ધન્ય માનીએ છીએ અને.